________________
૩૬૦
ઉપમિતિ કથા સાધાર અંગાર વર્ષા કરી રહ્યો છે. શરીરમાંથી ઘામના લીધે પ્રસ્વેદ બિંદુએ વહી રહ્યા છે. વાયુ પણ ઉષ્ણ બની બેઠે છે.
હું આપણા ભુવનના ઉપવનમાં આવેલા “મને નંદન” નામના ઉદ્યાનમાં ગીષ્મઋતુના ત્રાસની પ્રતિક્રિયા કરીશ. એ રીતે આપની આજ્ઞાનું પાલન કરીશ અને તેથી આપને આનંદ પણ થશે.
પરંતુ આપ રાજપુરૂષને ચારે દિશાઓમાં એકલે અને જે દુખી જણાતા હોય તેઓને અહીં હાજર કરવામાં આવે. તે પામરે પણ આ ઉપવનમાં આનંદને સ્વાદ જીવનમાં માણી જાય. આપણે આપણે રાજધર્મ બજાવીએ.
માત-તાત વિમળની વાત સાંભળી પ્રમુદિત બની ગયા. ધન્ય બેટા ! ધન્ય. લાડિલા નંદ! તને ધન્ય. માત-તાતને સંતેષ :
મહારાજા શ્રી ધવળની આજ્ઞાથી મનંદન ઉદ્યાનમાં એક વિશાળ હિમગૃહની રચના કરવામાં આવી.
કમળ કમળ તંતુઓ અને સુગંધી વાળાઓ દ્વારા હિમગૃહની દિવાલ બનાવવામાં આવી. ઘેરા લીલા કેળના ઝાડના થાંભલા કરવામાં આવ્યા. નીલકમળના પાંદડાએથી ઉપસ્તિન ભાગ ઢાંકવામાં આવ્યો. ચંદનના ઘેળ દ્વારા ભૂમિભાગ લીંપ વામાં આવ્યું. સમીપવત પ્રદેશમાં મદનક, મલ્લિકા, મુદુગરની શીતળ પરિમલ યુક્ત કૃત્રિમ ઝરણું બનાવવામાં આવ્યું. ખર શિષ્મઋતુના પ્રતાપી સૂર્યના પ્રખર કિરણો આ હિમગૃહ ઉપર પિતાને પ્રભાવ પાથરી ન શક્યા.