________________
૧૨૨
ઉપમિતિ કથા સારોદ્ધાર એમાં વનને શીતળ પવન એટલે જવરને પ્રકેપ અતિતીવ્ર બને. શરીરમાં ઉષ્ણતામાન ઘણું ઝડપથી વધવા લાગ્યું.
આ વખતે “સમયજ્ઞ” નામને વિદ્યપુત્ર સાથે હતે. ઉજાણમાં આવવા આમંત્રણ અપાએલું હોવાથી આવેલ. વેદ્યહકકુમારને ઘણે તાવ ચડી ગયું છે એ વાત એના ખ્યાલમાં આવી ગઈ. કુમારને તાવના પ્રતિકારને ઉપાય બતાવતા જણાવ્યું.
કુમારશ્રી! જવર પ્રકપમાં ભેજન કરવું આપને માટે યેગ્ય નથી; લંઘન કરવું જોઈએ.
જે એમ નહિ કરવામાં આવે તે આપને ઘણું નુકશાન વેઠવું પડશે. આપનું આરોગ્ય તદ્દન કથળી ગયું છે.
આપે ખાવા ઉપર સર્વથા નિયંત્રણ કરવું જોઈએ. બહારની શીતળ હવા વરમાં વધારે કરે છે. મહાસુદર્શન ચૂર્ણ અને ત્રિભુવનકીર્તિ ગુટિકાનું નિયમિત સેવન કરવું જોઈએ. આપે ઘણા દિવસ નિયમિતતા જાળવવી જોઈશે.
રસનાને આધીન બનેલા વેલ્ફહકે સમયજ્ઞની વાતને જરાય લક્ષમાં ન લીધી. જવરના પ્રતિકારના ઉપાયે પણ ન કર્યા. પેટ ભરાઈ ગયું હતું, વાનગીઓ ગળામાં ઉતરતી ન હતી છતાં ઠાંસીને ખાવા લાગે. ગળા સુધી ખાધે રાખ્યું.
છાતીમાં ગભરામણ થવા લાગી, ઉર્વ વાયુને ઉછાળે થવા લાગ્યા, પેટ વધુ પડતા આહારના દબાણને જીરવી ન શકયું એટલે એજ સ્થળે વેલ્લહકને ઉલટી-મીટ થઈ ગઈ.