________________
સર્ગ ૩ જે કહ્યું- આ અમારા સ્વામી છે અને અમે એમના સેવક છીએ. તેમણે આજ્ઞા કરી અમને કોઈ સ્થાને મોકલ્યા પછી ભારત વિગેરે પોતાના સર્વ પુત્રને રાજ્ય વહેંચી આપ્યું. જો કે તેમણે સર્વસ્વ આપી દીધું છે તો પણ અમને તેઓ રાજ્ય આપશે. તેમની પાસે તે છે કે નથી એવી સેવકે શા માટે ચિંતા કરવી? સેવકે તો સેવા કરવી.એમ સાંભળી ધરણે તેમને કહ્યું- તમે ભારત પાસે જઈ યાચના કરે; તે પ્રભુને પુત્ર હોવાથી પ્રભુ તુલ્ય છે.” તેમણે કહ્યું- આ વિશ્વના સ્વામીને પ્રાપ્ત કર્યા પછી તેમને મૂકી અને બીજો સ્વામી કરશું નહી, કેમકે “ કલ્પવૃક્ષ મેળવ્યા પછી કેરડાના વૃક્ષનું કેણ સેવન કરે ? ” અમે પરમેશ્વરને છેડી બીજાની પાસે યાચના નહીં કરીએ. શું ચાતક પક્ષી મેઘ સિવાય બીજાની યાચના કરે? ભરત વિગેરેનું કલ્યાણ થાઓ ! તમારે શા માટે ચિંતા કરવી પડે છે? અમારા સ્વામીથી જે થવાનું હોય તે થાઓ, તેમાં બીજાને શું ?'
આવી તેમની યુક્તિથી નાગરાજ હર્ષ પામ્યા અને કહ્યું-“હું પાતાલપતિ છું અને આ સ્વામીને સેવક છું. તમને શાબાશ છે. તમે મોટા ભાગ્યવાળા અને મોટા સવવાળા છો કે જેથી તમારી “આ સ્વામી જ સેવવા યંગ્ય છે, બીજા નહીં એવી દઢ પ્રતિજ્ઞા છે. આ ત્રિભુવન સ્વામીની સેવાથી જાણે પાશથી આકૃષ્ટ થઈ હોય તેમ રાજ્યસંપત્તિઓ પુરુષની આગળ આવે છે; લટકી રહેલા ફળની પેઠે પુરુષોને વૈતાઢય પર્વત ઉપરના વિદ્યાધરનું સ્વામીપણું આ મહાત્માની સેવાથી સુલભ છે અને એમની સેવા કરવાથી પગ નીચે રહેલા નિધાનની પેઠે ભુવનાધિપતિની લક્ષ્મી પણ વિના પ્રયાસે પ્રાપ્ત થાય છે. આ પ્રભુને સેવનારા પુરુષોને જાણે કામણથી વશ થઈ હોય તેમ વ્યંતરેંદ્રની લક્ષ્મી વશ થઈને નમે છે; જે સૌભાગ્યવંત પુરુષ આ સ્વામીની સેવા કરે છે તેને સ્વયંવરવધૂની પેઠે તિષ્પતિની લક્ષમી સત્વર વરે છે; વસંતઋતુથી જેમ વિચિત્ર પુષ્પની સમૃદ્ધિ થાય તેમ એમની સેવાથી ઈદ્રની લક્ષ્મી પ્રાપ્ત થાય છે; જાણે મુક્તિની નાની બહેન હોય તેવી અને દુર્લભ | એવી અહમિંદ્રની લક્ષ્મી પણ એમના સેવનથી શીધ્ર મળે છે અને એ જગત્પતિની સેવા કરનાર પ્રાણી પુનરાવૃત્તિ રહિત સદાનંદમય પદ (મોક્ષ)ને પણ પામે છે. વધારે શું કહીએ? પણ એમની સેવાથી પ્રાણી તેમની પેઠે જ આ લોકમાં ત્રણ ભુવનને અધિપતિ અને પરલોકમાં સિદ્ધરૂપ થાય છે, હું આ પ્રભુને દાસ છું અને તમે તેમના જ કિંકર છો; તેથી તમને તમની સેવાના ફળરૂપ વિદ્યાધરનું ઐશ્વર્ય આપું છું. એ તમને સ્વામીની સેવાથી જ પ્રાપ્ત થયું છે એમ જાણો, કેમકે પૃથ્વી ઉપર અરુણને ઉદ્યોત થાય છે તે સૂર્યથી જ થયેલું હોય છે. એ પ્રમાણે કહી તેમને પાઠ કરવાથી જ સિદ્ધિને આપનારી ગૌરી અને પ્રજ્ઞપ્તિ વિગેરે અડતાળીશ હજાર વિદ્યાઓ આપી અને આજ્ઞા કરી કે “તમે શૈતાઢય ઉપર જઈ બંને શ્રેણિમાં નગર વસાવી અક્ષય રાજ્ય કરે.' પછી તેઓ ભગવંતને નમન કરી, પુષ્પક નામનું વિમાન બનાવી, તેમાં આરૂઢ થઈ પનગપતિની સાથે જ ચાલ્યા. પ્રથમ તેઓએ પોતાના પિતા કરછ મહાકચ્છની પાસે જઈ સ્વામિસેવારૂપ વૃક્ષના ફળરૂપી તે નવીન સંપત્તિની પ્રાપ્તિ નિવેદન કરી અને અયોધ્યાના પતિ ભરતરાય પાસે આત્મઋદ્વિ વિદિત કરી. માની પુરુષોના માનની સિદ્ધિ પિતાનું સ્થાન બતાવવાથી જ સફળ થાય છે. પછી સર્વ સ્વજન તથા પરિજનોને સાથે લઈ ઉત્તમ વિમાનમાં બેસી તેઓ વૈતાદ્ય પર્વત તરફ ચાલ્યા.
વૈતાઢય પર્વત પ્રાંત ભાગમાં લવણ સમુદ્રના તરંગસમૂહથી ચુંબિત થયેલ છે અને જાણે પૂર્વ અને પશ્ચિમ દિશાને માનદંડ હોય તેવું જણાય છે. ભરતક્ષેત્રના દક્ષિણ અને