Book Title: Trishashti Shalaka Purush Charitra Part 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 326
________________ પર્વ ૨ જું ૩૦૫ ઝાડોની જેમ ખેદથી વિવર્ણ થયેલા દેહવાળા, પિશાચ અને કિન્નરોની જેમ અત્યંત શૂન્ય મનવાળા, લૂંટાયેલા કૃપણની જેમ દીન થઈ ગયેલા અને લચનમાં અશ્રુવાળા, જાણે સર્પોએ કરડયા હોય તેમ પગલે પગલે ખલના પામતા જાણે સંકેત કર્યો હોય તેમ એક સાથે સભાસ્થાનમાં આવ્યા. પછી રાજાને પ્રણામ કરી, જાણે પૃથ્વીમાં પેસવાને ઈચ્છતા હોય તેમ નીચા મુખ કરી પિતાપિતાને ગ્ય આસને બેઠા. ઉપર કહી તેવી બ્રાહ્મણની વાણી સાંભળીને તેમજ મહાવત વિનાના હાથીની જેમ કુમાર રહિત તેઓને આવેલા જોઈને સગરચક્રી જાણે આળેખાઈ ગયું હોય, જાણે નિદ્રાવશ થયે હય, જાણે સ્તંભન પામી ગયેલ હોય અને જાણે શૂન્ય થઈ ગયું હોય તેમ નિસ્પદ નેત્રવાળે થઈ ગયે. અધેર્યથી મૂચ્છને પ્રાપ્ત થયેલ તથા વૈર્યથી પાછા સ્વસ્થ થએલ રાજાને ફરીથી બંધ કરવાને માટે બ્રાહ્મણે કહ્યું-“હે રાજન્ ! વિશ્વની મોહનિદ્રાને નાશ કરવાને સૂર્ય સમાન શ્રી ઋષભસ્વામીના તમે વંશજ છે અને અજિતપ્રભુને તમે બ્રાતા છો; માટે તમે આમ સાધારણ માણસની જેમ મેહને વશ થઈને તે બને પુરુષને કેમ કલંક આપે છે ?” રાજાએ જાણ્યું કે આ બ્રાહ્મણે પિતાના પુત્રના મૃત્યુના મિષથી મારા પુત્રના ક્ષયરૂપી નાટકની પ્રસ્તાવના કહી સંભળાવી. વળી આ વિપ્ર સ્પષ્ટ રીતે મારા કુમારને ક્ષય કહે છે તેમજ આ પ્રધાનપુરુષે પણ કુમાર વિનાના થઈને આવેલા છે; પરંતુ વનમાં કેસરીસિંહની જેમ પૃથ્વીમાં સ્વેચ્છાએ ફરતા એવા મારા પુત્રોને ક્ષય કેમ સંભવે ? મહારત્નના પરિવારવાળા અને પિતાના પરાક્રમથી પણ દુર્વાર એવા એ અખલિત શક્તિવાળા કુમારે કોનાથી હણી શકાય ? ” એમ વિચારી “ આ શું થયું?” એમ જ્યારે રાજાએ પૂછયું ત્યારે અમાત્યાદિકે જવલનપ્રભ નાગકુમારના ઈંદ્રનું સર્વ વૃત્તાંત કહી બતાવ્યું. પછી જાણે વજાથી તાડન કરાયેલ હોય તેમ તે વૃત્તાંત સાંભળવાથી રાજા પૃથ્વીને પણ કંપાવતે મૂચ્છ પામી ભૂમિ પર ઢળી પડે. કુમારોની માતાઓ પણ મૂરછથી પૃથ્વી પર ઢળી પડી; કારણ કે પુત્રવિયેગનું દુઃખ માતાપિતાને સરખું જ થાય છે. તે વખતે સમુદ્રના તટ ઉપર ખાડાની અંદર પડેલાં જળજંતુઓની જેમ અન્ય લોકોને પણ મહા અજંદ રાજમંદિરમાં થવા લાગ્યું, મંત્રી વિગેરે રાજકુમારના મૃત્યુના સાક્ષીરૂપ પિતાના આમાની નિંદા કરતા કરુણ સ્વરે રેવા લાગ્યા, સ્વામીની તેવા પ્રકારની અવસ્થાને જેવાને જાણે અસમર્થ હોય તેમ છડીદારો પણ અંજલિવડે મુખ ઢાંકીને મોટે સ્વરે પોકાર કરવા લાગ્યા, પોતાના પ્રાણપ્રિય હથિયારોને ત્યાગ કરતા આમરક્ષકે વાયુથી ભગ્ન થયેલા વૃક્ષની જેમ પૃથ્વી પર આળોટી વિલાપ કરવા લાગ્યા, દાવાનળની અંદર પડેલા તેતર પક્ષીની જેમ કંચુકીઓ પોતાની કંચુકને ફાડી નાખીને રેવા લાગ્યા અને કાળે પ્રાપ્ત થયેલા શત્રની જેમ હૃદયને કૂટતા દાસ અને દાસીએ “અમે માર્યા ગયા” એમ બેલતા આક્રેશ કરવા લાગ્યા. પછી પંખાના પવનથી તથા જળના સિંચનથી રાજા અને રાણીઓ દુ:ખશલ્યને ટાળનારી સંજ્ઞાને પામવા લાગ્યા. નેત્રમાંથી નીકળતા અશ્રુજળ સાથે વહેતા કાજળથી જેઓનાં વસ્ત્ર મલિન થયેલાં હતાં, પથરાએલા કેશરૂપી વેલથી જેઓનાં ગાલ તથા નેત્રે ઢંકાઈ ગયાં હતાં, છાતી ઉપર કરાતા હસ્તના આઘાતથી જેઓની હારયષ્ટિઓ તૂટી જતી હતી, પૃથ્વી ઉપર અત્યંત આળોટવાથી જેમના કંકણના મોતી ફૂટી જતા હતા, શેકાગ્નિને જાણે ધૂમાડે હોય તેવા મોટા નિઃશ્વાસને જેઓ છેડતી હતી અને જેઓના કંઠ તથા અધરદળ (હોઠ ) સુકાઈ ગયા હતા એવી રાજપત્નીઓ અત્યંત રુદન કરવા લાગી. ચકી સગર પણ તે વખતે ૩૯

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346