Book Title: Trishashti Shalaka Purush Charitra Part 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 320
________________ સગ ૬ ઠ્ઠી તે વખતે ચક્રીના સન્યમાં ચાદ્ધાઓના માટા ઘાંઘાટ, કોઈ માટુ' જળાશય ખાલી થતાં જેમ જળ–જતુઓના ઘાંઘાટ થાય તેમ થવા લાગ્યા, જાણે કંપાક ફળ ખાયું હોય, જાણે ઝેર પીધું હોય અથવા જાણે સપે કરડવા હોય તેમ મૂર્છાવશ થઈને કેટલાક પૃથ્વી ઉપર પડવા, કેાઈ નાળીએરની જેમ પેાતાનું મસ્તક પાડવા લાગ્યા, કાઈ જાણે છાતીએ ગુન્હા કર્યા હોય તેમ તેને વારવાર ફૂટવા લાગ્યા, કાઇ જાણે પુરશ્રી દાસીની જેમ કા મૂઢ થઈ પગ પહેાળા કરીને બેસી રહ્યા, કાઈ વાનરની જેમ ઝ’પાપાત કરવાને શિખર ઉપર ચડવા, કોઈ પેાતાનું પેટ ચીરવાની ઈચ્છાથી યમરાજાની જિહ્વા જેવી છરીએ મ્યાનમાંથી ખેચવા લાગ્યા, કેાઈ ફાંસી ખાવાને માટે પ્રથમ ક્રીડા કરવાના હીડાળા આંધતા હાય તેમ પેાતાનાં ઉત્તરીય વસ્ત્રો વૃક્ષની શાખા ઉપર આંધવા લાગ્યા, કાઇ ક્ષેત્રમાંથી અંકુર ચૂટે તેમ મસ્તક પરથી કેશ ચૂ`ટી નાખવા લાગ્યા, કેાઈ પસીનાનાં બિંદુની જેમ શરીર ઉપરથી વસ્ત્રોને ફેકી દૈવા લાગ્યા, કાઇ જૂની ભી'તને આધાર દેવાને માટે મૂકેલા સ્ત ંભની જેમ કપાલ ઉપર હાથ મૂકીને ચિંતાપરાયણ થઇ ગયા અને કોઇ પેાતાના વસ્ત્રને પણ સારી રીતે રાખ્યા સિવાય પૃથ્વી ઉપર ગાંડા માણસની જેમ શિથિલ થઈ ગયેલા અ’ગવડે આળાટવા લાગ્યા. તે વખતે આકાશમાં ટીટોડીઓની જેમ અંતઃપુરની સ્ત્રીઓને હૃદયને ક’પાવનારો જૂદા જૂદા પ્રકારને વિલાપ થવા લાગ્યા. “અરે દેવ! અમારા પ્રાણેશને ગ્રહણ કરીને અને અમારા પ્રાણને અહીં રાખીને તે આ અદગ્ધપણું કેમ કર્યું...? હું પૃથ્વીદેવી ! તમે ફાટ પાડીને અમને જગ્યા આપે; કારણ કે આકાશમાંથી પડેલાનું શરણ પણ પૃથ્વી જ છે. હું જૈવ ! ચંદનઘાની જેમ આજે તું અમારી ઉપર અકસ્માત્ નિ ય થઇને વિદ્યુત્પાત્ કર. હે પ્રાણુ ! તમારા રસ્તાઓ કુશળ થાઓ અને તમે ઈચ્છા પ્રમાણે હવે અહી થી ચાલ્યા જાઓ, તથા આ શરીરને ભાડાની ઝુંપડીની જેમ તમે છેાડી દ્યો. હે મહાનિદ્રા ! સર્વાં દુ:ખને ટાળનારી તું આવ, અથવા હે ગંગા ! તુ' ઉછળીને અમને જળમૃત્યુ આપ. હે દાવાનળ ! તું આ પર્વતના જંગલમાં પ્રગટ થા કે જેથી તારી મદદવડે અમે અમારા પતિની ગતિને પામીએ. હું કેશપાસ ! તમે હવે પુષ્પની માળા સાથેની મૈત્રી છેાડી દ્યો. હું નેત્ર! તમે હવે કાજળને જળાંજિલ આપે. હું કાલ ! તમે હવે પત્રરેખાની સાથે સ''ધ રાખશે નહીં. હું હાઠ ! તમે અળતાના સગની શ્રદ્ધા છેાડી દ્યો. હે કાન ! તમે હવે ગાયનના શ્રવણની ઈચ્છા છેડી દેવા સાથે રત્નકણિકાને પણ મૂકી દ્યો. હું કંઠ ! તું હવેથી ક`ડી પહેરવાની ઉત્કંઠા કરીશ નહીં. હું સ્તના ! આજથી તમારે કમળને જેમ ઝાકળનાં બિંદુઓના હાર હોય તેમ અશ્રુ-બિંદુના જ હાર ધારણ કરવાના છે. હું હૃદય ! તું તત્કાળ પાકેલા ચીમડાની જેમ બે ભાગે થઇ જા. હું બહુ ! તમારે કણ અને બાજુબ ધના ભારથી હવે સર્યું. હું નિત ંબ ! તું પણ પ્રાતઃકાળના ચંદ્ર જેમ કાંતિને તજી દે તેમ ટિમેખલા છેાડી દે, હે ચરણુ ! તમારે અનાથની જેમ હવે આભૂષણેાથી સયું હે અંગ ! તારે હવે કૌવચના સ્પર્શની જેમ અંગરાગની જરૂર નથી. ” અંત:પુરની સ્ત્રીઓ એવી રીતે કરુણુસ્વરે રાવાથી, બધુની જેમ સર્વ વના પણ પડછંદાથી સાથે રોવા લાગ્યા.

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346