Book Title: Trishashti Shalaka Purush Charitra Part 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 300
________________ પર ૨ જુ ૨૭૯ પ્રતિષ્ઠા કરેલા દેવને સંબંધે કરે તેમ તે ચક્રરતનને ચક્રીએ અષ્ટફિનક ઉત્સવ કર્યો. નગરીની પાદરદેવીની જેમ સર્વ પરલોકેએ પણ મટી ઋદ્ધિથી ચક્રને પૂજા મહોત્સવ કર્યો. પછી દિગયાત્રા કરવાને ચકે જાણે વિચાર બતાવ્યું હોય તેમ ઉત્સુક થઈ રાજા પિતાને સ્થાને ગયા, અને ગંગામાં જેમ અરાવત હસ્તિ સ્નાન કરે તેમ સગરરાજાએ સ્નાનગૃહમાં જઈ પવિત્ર જળથી સ્નાન કર્યું. પછી રત્નસ્તંભની જેમ દિવ્ય વસ્ત્રથી પિતાના દેહને સાફ કરી રાજાએ ઉજજવળ દિવ્ય વસ્ત્રો ધારણ કર્યા. ગંધકારિકાઓ આવીને ચંદ્રિકાનો રસ કરેલો હોય તેવા નિર્મળ ગશીર્ષ ચંદનના રસવડે રાજાને અંગરાગ (વિલેપન) કરવા લાગી. પછી રાજાએ પોતાના અંગના સંગથી અલંકારોને અલંકૃત કર્યા. આભૂષણે પણ ઉત્તમ સ્થાનને પામીને વધારે શેભા પામે છે. પછી મંગલિક મુહુર્ત પુરોહિતે જેને મંગલ યુ છે એ રાજા ખડુંગરત્નને ધારણ કરી દિયાત્રા કરવાને માટે ગજરત્ન ઉપર આરૂઢ થયા. સેનાપતિ અધરત્ન ઉપર બેસી, હાથમાં દંડરત્ન લઈ રાજાની આગળ ચાલ્યા. સર્વ ઉપદ્રવ–ઝાકળને હરણ કરવામાં દિનરત્ન સમાન પુરોહિતરત્ન રાજાની સાથે ચાલ્યો. ભેજનદાનમાં સમર્થ અને સૈન્યને મુકામે મુકામે ગૃહને અધિપતિ એ ગૃહીરત્ન જાણે જગમ ચિત્રરસ નામનું કલ્પવૃક્ષ હોય તેમ સગર રાજાની સાથે ચાલ્યો. તત્કાળ નગર વિગેરેને રચવામાં સમર્થ, પરાક્રમવાળ, વિશ્વકર્મા સદશ વહેંકીરત્ન પણ રાજાની સાથે ચાલ્યા. ચક્રવતીના કરસ્પર્શથી વિસ્તાર પામવાવાળા છત્રરત્ન અને ચર્મ રન અનુકૂળ પવનના સ્પર્શથી જેમ વાદળા ચાલે તેમ સાથે ચાલ્યા. અંધકારને નાશ કરવામાં સમર્થ એવા મણિ અને કાકિણીરત્ન જબૂદ્વીપના લઘુરૂપ થયેલા જાણે બે સૂર્ય હોય તેમ સાથે ચાલ્યા. બહુ દાસીઓના પરિવારવાળું અંતઃપુર ત્રીયારાજ્યથી આવ્યું હોય તેમ ચક્રીની છાયાની જેમ સાથે ચાલ્યું. દિશાઓને પ્રકાશ કરતું હોવાથી દૂરથી જ દિવિજયને સ્વીકાર કરતું ચક્રરત્ન ચક્રવત્તીના પ્રતાપની જેમ તેમની આગળ પૂર્વાભિમુખ ચાલ્યું. પુષ્કરાવર્ત મેઘના શબ્દની જેવા પ્રયાણ વાજિંત્રના શબ્દથી દિગગજેને ઉત્કણું કરતે, ચક્ર સાથે ચાલતા અશ્વોની ખરીઓથી ઉખડીને ઊડેલી રજવડે સંપુટપુટની જેમ ઘાવાભૂમિને એક કરતે, રથ અને હસ્તિ ઉપર રહેલી ધ્વજાઓના અગ્રભાગમાં રચેલા પાઠીન જાતિના મગરાદિથી જાણે આકાશરૂપી મહાસમુદ્રને જલજ, સહિત કરતો હોય તેમ જણાત, સાત બાજુએ ઝરતા મદજળની ધારાવૃષ્ટિથી શોભતા હાથીઓની ઘટાના સમૂહથી દુદિનને બતાવતે, ઉત્સાહથી ઠેકડા મારતા હોવાથી જાણે સ્વર્ગમાં ચડવાને ઇચ્છતા હોય તેવા કોટીગમે પાયદળોથી પૃથ્વીને ચોતરફ ઢાંકી દેત, સેનાપતિની જેમ આગળ ચાલતા અસહ્ય પ્રતાપવાળા અને સર્વત્ર અંકુઠિત શક્તિવાળા ચકરત્નથી શોભત, સેનાનીએ ધારણ કરેલા દડરનવડે હળથી ક્ષેત્રભૂમિની જેમ સ્થલાદિકમાં વિષમ થયેલી પૃથ્વીને સમ કરતો અને દરરોજ એક એક જનના પ્રયાણથી ભદ્રદ્વીપની જેમ લીલાવડે રસ્તાને કાપતા એ ઇંદ્રતુલ્ય મહારાજા કેટલાક દિવસોએ પૂર્વ દિશામાં ગંગાનદીના મુખ ઉપર તિલકસદશ માધક્ષેત્ર સમીપે આવી પહોંચ્યો. ત્યાં સગરચક્રીની આજ્ઞાથી વહેંકીરને વિનીતાનગરીને જાણે અનુજ બંધુજ હોય અંધાવારરા. આકાશ સુધી ઊંચી અને વિશાળ એવી અનેક હસ્તિશાળાઓથી, મોટી ગુફાઓના જેવી હજારે અશ્વશાળાઓથી, વિમાનની જેવી હવેલીઓથી, મેઘની ઘટા ૧. સૂર્ય. ૨. આકાશ અને પૃથ્વીને. ૩. સપાટ. ૪ નાનોભાઈ ૫ છાવણું.

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346