________________
૧૪૦
જમી રહ્યો છે. ભજન લઈ રહયા પછીથી આરામને માટે મખમલથી પણ મુલાયમ સુંવાળી શૈયા પર પડે છે. શ્રમિત થઈ ગયેલ હોવા છતાં રાજાને જરાય પણ નીંદ આવતી નથી એના દિલમાં શ્રેષને દાવાનલ સળગી રહ્યો છે. ઈર્ષની અગ્નિ ભભૂકી રહી છે. અંતરમાં અસૂયાને ઉદધી ઉછળી રહ્યો છે. પછી આરામ હરામ જ થાય ને? એના મનમાં મેંકાણ મંડાણી હતી કે અરે મારા જ ગામડામાં રહેનારે એક વ્યાપારી આટલે સુખી સાહ્યબી અને સંપતિ વાલ ! અરે આ મારાથી કેમ જોયું જાય?મારી આંખમાં કેમેય ન સમાય.
અરે હું સમ્રાટ શહેનશાહ સત્તાધીશ અને મારી નીચે મારી તહેનાતમાં રહેનારે એક સામાન્ય માનવ આટલે વિપુલ વૈભવશાલી ન હોઈ શકે ! ચાલે હું તેની ખબર લઈ લઊં છું. રાજા વહેલી સવારે ચાલી નીકળે. રાજગઢમાં જઈ પહોંચ્યો. તત્પશ્ચાત રાજાએ શીધ્રાતિશીઘ. પ્રધાનામાત્યને વિગેરે કર્મચારીઓને બોલાવ્યા અને પિતાના પ્રવાસની સઘળીય સ્વાનુભૂતિ કહી સંભળાવી અને સાથે સાથે મંત્રીશ્વરને કહ્યું કે આ શેઠ આટલે સમૃદ્ધ કેમ ? આ વ્યાપાર આપણે જ હસ્તગત કરી લઈએ કે કેમ? પ્રધાન પણ કાકલુદી કરવાવાળે હતે. એટલે સહમત થઈ ગયે. બીજા પણ કર્મચારીએ હા જી હા જેવા હતા બીજાએ પણ મણકે મૂકોઆપ ધણી છે, માલીક છે રાજેશ્વર છે આ૫ મનમાં જે ધારે તે કરી શકો છે