________________
ર૫૬
' સાધારણ રીતે દાન આપતી વખતે ધન દેનારનું શરીર પવિત્ર હોવું જોઈએ એટલે પાસે ઉભેલા કેઈ સુજ્ઞ માણસે કહ્યું કે અરે? રાજન આટલી શી ઉતાવળ છે ?
સ્નાન શુદ્ધિ કરીને પછી જ દાનની પ્રવૃતિમાં જોડાવું જોઈએ. આના જવાબમાં રાજા કર્ણ કહે છે કે હું સ્નાન વિગેરે કરવા જાઉં તેટલા સમયમાં કદાચ મારા ભાવમાં પલટો આવી જાય તે શું કરવું? શાસ્ત્રીય પદ્ધતી મુજબ ચિત્તવૃત્તિનું નિયમન ન રહે. સમય સમયની રૂપરેખા પલટો લેતી રહે છે. માટે ચિત્ત વૃત્તિ કયારે રમખાણ જગાવે તે કહી શકાય નહિ. શાસ્ત્રોને સૂર છે કે છ વસ્તુઓ અસ્થિર છે. અનિત્ય છે આપત્તિકર છે. આયુધકર છે અને અજેય છે. ચિત્ત, યૌવન, જીવન, છાયા, લક્ષમી અને સ્વાયત ભાવ આ છ બાબતેને ભરશે રાખી શકાય જ નહિ. અતઃ માનવ જીવનમાં જ્યારે જ્યારે તક મલે ત્યારે ત્યારે વાય કે વિલંબ નહિજ કરે તે જ હિતાવહ છે. આ શાસ્ત્રીય સૂરને સાંભળના રાજા કર્ણ હાથમાં રહેલા સેનાના લેટાનું દાન આપે છે. કયારેય પણ સુંદર અને સંગીન પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે ઝડપી લેવામાં જ માનવતા છે.
તદનુસાર સમયની રાહ જોયા વિના દાન દેવામાં પ્રવૃત્ત થાય છે સાથે સાથે કેટલાક માનવેની કુટેવ હોય છે અને આટલું દ્રવ્ય અહિં વાપર્યું વિગેરે અપની અપની ઢોલકી બજાવી રહેલા હોય છે. પરંતુ શાસ્ત્રીય વિધાન છે કે દીધેલું દાન અને મળેલું માન ભૂલી જાવ. આ પ્રમાણે શાસ્ત્રીય