________________
વાવિગમસૂત્ર ભાગ-૨ / અથાથ-૧ / ૧-૨૯ પુદગલોની પણ આ રીતે છે=જે પ્રમાણે સંસારી જીવોની વિગ્રહગતિ અને અવિગ્રહગતિ છે તે પ્રમાણે પુદગલોની પણ છે. અને શરીરધારી જીવોની=જન્માંતરમાં જનારા નહીં પરંતુ દારિકશરીર કે વિઝિયશરીર ધારણ કરનારા જીવોની, વિગ્રહવાળી અને અધિગ્રહવાળી ગતિ પ્રયોગપરિણામના વશથી થાય છે જીવના સ્વપ્રયત્નને કારણે થતા પરિણામના વણથી કે અવ્ય જીવવા પ્રયત્નને કારણે થતા પરિણામના વશથી થાય છે. ત્યાં=પ્રયોગ પરિણામવશ થતી ગતિમાં, વિગ્રહનો નિયમ નથી= પ્રયોગ પરિણામવશ વિગ્રહગતિ ત્રણ વખત જ થાય છે તેવો નિયમ નથી તે અનેક વખત પણ થાય છે; કેમ કે પ્રયોગ પરિણામવશ ગતિમાં અનુરાણિનો નિયમ નથી.
તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. 1ર/ર૯ ભાવાર્થ
સંસારી જીવોને વિગ્રહગતિવાળી જન્માંતરની ગતિ ત્રણ વિગ્રહવાળી હોય છે તે બતાવવા માટે ચાર વિગ્રહથી પૂર્વ સુધી વિગ્રહગતિ છે, એમ સૂત્રમાં બતાવેલ છે. “' શબ્દથી અવિગ્રહગતિનો સમુચ્ચય છે. એથી એક ભવમાંથી બીજા ભવમાં સંસારી જીવ સંક્રાન્ત થાય છે. ત્યારે તેને વિગ્રહવાળી અને અવિગ્રહવાળી એમ બે ગતિ થાય છે. વિગ્રહવાળી ગતિ કઈ રીતે ત્રણ વિગ્રહથી પ્રાપ્ત થાય છે ? તે બતાવવા માટે ભાષ્યકારશ્રી કહે છે –
ઉપપાતક્ષેત્રના વશથી=જે નવા ભવમાં ઉત્પન્ન થવાનું છે તે ક્ષેત્રના વશથી, તિર્યગુ, ઊર્ધ્વ કે અધઃ ત્રણ વિગ્રહવાળી ગતિ થાય છે.
તે જ કથનને સ્પષ્ટ કરતાં કહે છે –
એક અવિગ્રહવાળી ગતિ થાય છે, બીજી એક વિગ્રહવાળી, ત્રીજી બે વિગ્રહવાળી, ચોથી ત્રણ વિગ્રહવાળી આ પ્રકારે ચાર સમયવાળી ચાર પ્રકારની ગતિ થાય છે, ત્યારપછી અધિક વિગ્રહવાળી ગતિનો સંભવ નથી. કેમ અધિક વિગ્રહનો સંભવ નથી? તેમાં હેત કહે છે – પ્રતિઘાતનો અભાવ છે.
આશય એ છે કે જન્માંતરમાં ગમન અવશ્ય અનુશ્રેણિથી થાય છે. તેથી જે જીવ જે આકાશપ્રદેશમાં મૃત્યુ પામે તે આકાશપ્રદેશથી ઊર્ધ્વ કે અધો અથવા પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એમ ચાર દિશામાં સમાન શ્રેણિથી જઈ શકે છે. તેથી ઉત્પત્તિસ્થાન વિષમશ્રેણિમાં હોય, ત્યારે પ્રાપ્તિસ્થાન પ્રત્યે જવામાં પ્રતિઘાતની પ્રાપ્તિ થાય છે અને તે પ્રતિઘાત ત્રણ સ્થાને ઉત્કૃષ્ટથી પ્રાપ્ત થાય છે. તેનાથી અધિક પ્રતિઘાતનો અભાવ છે, માટે ત્રણ વિગ્રહગતિથી અધિક વિગ્રહગતિની પ્રાપ્તિ નથી.
અહીં પ્રશ્ન થાય કે પ્રતિઘાત નહીં હોવાને કારણે ત્રણ વિગ્રહથી અધિક વિગ્રહ જીવ કરતો નથી તોપણ કોઈ જીવ વિગ્રહાંતરથી ગમન કરીને અધિક વિગ્રહથી ઉત્પત્તિસ્થાનમાં જાય છે, તેમ સ્વીકારીએ તો શું વાંધો? તેથી અન્ય હેતુ કહે છે –