________________
૨૦૯
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૨૧
વળી નીચે-નીચેના દેવલોક કરતાં ઉપર ઉપરના દેવલોકમાં ક્ષેત્રના સ્વભાવને કારણે શુભ પુદ્ગલનો પરિણામ છે. તેથી ઉત્તર ઉત્તરના દેવલોકને શુભ પુગલના પરિણામને કારણે નીચે નીચેના દેવલોક કરતાં અધિક અધિક સુખ થાય છે અને અધિક અધિક ઘુતિ થાય છે. આ સુખ અને દ્યુતિ પણ અનંતગુણ પ્રકર્ષથી થાય છે.
લેશ્યાની વિશુદ્ધિ પણ નીચે-નીચેના દેવલોકો કરતાં ઉપર ઉપરના દેવલોકમાં અધિક અધિક છે. ગ્રંથકારશ્રી સ્વયં તેઓની વેશ્યાનો નિયમ આગળમાં કહેવાના છે, જેનાથી વેશ્યાની વિશુદ્ધિની અધિકતાનો બોધ થાય તેમ છે, છતાં પ્રસ્તુત સૂત્રમાં ઉપર ઉપરમાં અધિક સેશ્યા શુદ્ધ છે તેમ કહેવાનું પ્રયોજન એ છે કે જે દેવલોકોમાં વિધાનથી=કથનથી, સમાન વેશ્યા છે તેમ કહેલ છે, ત્યાં પણ લેશ્યાની વિશુદ્ધિથી ઉપર ઉપરના દેવો અધિક છે અર્થાતુ પીતાદિ લેશ્યા સમાન હોય તોપણ તે પીતાદિ વેશ્યાની વિશુદ્ધિ ઉપરઉપરના દેવલોકમાં અધિક હોય છે.
વળી સૂત્રમાં લશ્યાની વિશુદ્ધિ ન લેતાં લેશ્યા અને વિશુદ્ધિ બે સ્વતંત્ર ગ્રહણ કરીએ તો વિશુદ્ધિ શબ્દથી કર્મની વિશુદ્ધિ ગ્રહણ થાય છે. ઉપર ઉપરના દેવલોકના દેવો કર્મની વિશુદ્ધિથી અધિક છે, આથી જ ઉપર ઉપરના દેવલોકમાં કષાયની અલ્પતા છે. સામાન્યથી નીચેના દેવલોક કરતાં ઉપરના દેવલોકમાં જનારા કોઈક રીતે અધિક ધર્મનું આરાધન કરીને જાય છે. તેથી તેઓમાં કષાયની અલ્પતા અધિકાર પ્રાપ્ત થાય છે. આ નિયમ બહુલતાવ્યાપ્ત છે એમ જણાય છે. આથી જ ચરમાવર્ત બહારના જીવો કે અભવ્ય જીવો ક્યારેક તેવી આરાધના કરીને નવમા ગ્રેવેયક સુધી જાય છે તો પણ તેવા જીવો દેવલોકમાં વિપુલ પ્રમાણમાં છે, તેમ નથી, પરંતુ મોટા ભાગના જીવો ધર્મારાધના કરીને દેવલોકમાં જનારા હોવાથી ઉપર ઉપરના દેવલોકમાં જનારા દેવોમાં કર્મની વિશુદ્ધિ અધિક જ હોય છે.
વળી સૌધર્મ દેવલોકથી ઉપર ઉપરના દેવો ઇન્દ્રિયના વિષયથી પણ અધિક છે. કઈ રીતે અધિક છે ? તે ભાષ્યકારશ્રી સ્પષ્ટ કરે છે –
નીચે નીચેના દેવો કરતાં ઉપર ઉપરના દેવોની ઇન્દ્રિયમાં અધિક પટુપણું હોય છે. તેથી દૂરથી જ ઇષ્ટ વિષયની ઉપલબ્ધિ કરી શકે છે. તેઓની ઇન્દ્રિયમાં ગ્રહણ કરવાની શક્તિ પ્રકૃષ્ટ હોવાના કારણે અને અલ્પ સંક્લેશ હોવાને કારણે ઇન્દ્રિયજન્ય સુખ પણ અધિક થાય છે. એથી એ પ્રાપ્ત થાય કે જેની ઇન્દ્રિયમાં જેટલી પટુતા અધિક અને અંતરમાં ગાઢ આસક્તિના અભાવરૂપ સંક્લેશનો અભાવ તે પ્રમાણે તે તે ઇન્દ્રિયના વિષયોથી તે તે દેવોને અધિક અધિક સુખ થાય છે. ઉપર ઉપરના દેવલોકમાં ઇન્દ્રિયની પટુતા હોવાના કારણે અને આસક્તિરૂપ સંક્લેશ અલ્પ હોવાને કારણે ઇન્દ્રિયજન્ય સુખ અધિક હોય છે.
વળી અવધિજ્ઞાનના વિષયથી પણ ઉપર ઉપરના દેવો અધિક છે. કઈ રીતે અધિક અધિક છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
સૌધર્મ અને ઈશાનના દેવોનો અવધિજ્ઞાનનો વિષય નીચે રત્નપ્રભા પૃથ્વી સુધી છે, તિચ્છ અસંખ્યાત લાખ યોજન સુધી છે અને ઉપર પોતાના ભવન સુધી છે. સૌધર્મદેવલોકના વિમાનો કરતાં ઈશાનદેવલોકનાં