________________
વિા
,
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨) અધ્યાય-૨ / સૂગ-પર આ સર્વનો ઉત્તર આપતાં ભાષ્યકારશ્રી કહે છે – આયુષ્યકર્મના અપવર્તનમાં કર્મનો કૃતનાશ, અકૃતનું અભ્યાગમ અને અફલપણું પ્રાપ્ત થતું નથી. વળી બંધાયેલું આયુષ્યકર્મ જાત્યંતરમાં અનુબંધવાળું પણ નથી.
તો કઈ રીતે આયુષ્યકર્મનું અપવર્તન થાય છે ? તેથી કહે છે = . પૂર્વમાં કહેવાયેલા વિષાદિ ઉપક્રમો વડે હણાયેલું એવું કર્મ એક સાથે ઉદયને પ્રાપ્ત થયેલું શીધ્ર વેદના થાય છે તે અપવર્તનાકરણ છે.
તેથી એ પ્રાપ્ત થાય કે વિષાદિ ઉપક્રમની સામગ્રી દેહના બંધારણને તોડનારી છે. દેહના બંધારણ અનુસાર દેહની સાથે સંબંધિત થઈને જીવ આયુષ્યના બળથી જીવે છે. તેથી દેહનું બંધારણ તૂટવાથી તેમાં જીવની સ્થિતિ રહેવી અશક્ય થવાથી દેહમાં સ્થિતિનું નિબંધન આયુષ્યકર્મ પણ શીધ્ર વેદના થાય છે તે આયુષ્યનું અપવર્તન કહેવાય છે. દૃષ્ટાંતથી આયુષ્યકર્મના અપવર્તનને સ્પષ્ટ કરતાં કહે છે – એકઠી થયેલ તૃણરાશિ જેમ અગ્નિથી શીધ્ર બળે છે તેમ અપવર્તનીયઆયુષ્ય શીધ્ર નાશ પામે છે. તે દૃષ્ટાંત જ સ્પષ્ટ કરે છે –
જે પ્રમાણે એકઠો થયેલ શુષ્ક પણ તૃણનો ઢગલો પ્રતિ અવયવ ક્રમથી બળતો હોય તો તે શુષ્ક ઢગલાનો ચિરકાળથી દાહ થાય છે તેમ જેઓનું આયુષ્યકર્મ જેટલું બંધાયેલું હોય તે પ્રમાણે દૃઢ બંધનવાળું ન હોય અને શુષ્ક તૃણ જેવું હોય તોપણ ક્રમસર ઉદયમાં આવે તો ચિરકાળ સુધી ચાલે છે અર્થાત્ જેટલું આયુષ્ય બાંધ્યું છે તેટલો કાળ ચાલે છે તેથી તે આયુષ્યનું અપવર્તન થતું નથી.
વળી જેમ શુષ્ક તૃણરાશિ શિથિલ એકઠા કરાયેલા સમૂહરૂપ હોય અને સર્વ બાજુથી એને સળગાવવામાં આવે અને પવનના ઉપક્રમથી તે અભિહત થાય તો તે અગ્નિ તે શુષ્ક તૃણરાશિને શીધ્ર બાળે છે તેમ પવનના ઉપક્રમ જેવા વિષાદિના ઉપક્રમથી જેનો દેહ ઉપઘાતને પામે છે તે જીવની સત્તામાં રહેલું આયુષ્યકર્મ ઉપરનાં સ્થાનોથી ઉદય આવલિકાના સ્થાનમાં પ્રાપ્ત થાય છે. તેથી શિથિલ પ્રકીર્ણ ઉપચિત તૃણની જેમ ઉદયના સ્થાનમાં એકઠું થાય છે અને જેમ તે તૃણના ઢગલાને ચારે બાજુથી સળગાવવામાં આવે તો તૃણરાશિનો શીધ્ર નાશ થાય છે, તેમ તે આયુષ્યકર્મ ક્રમસર ઉદયમાં આવવાનું હતું તે એક સાથે ઉદયમાં આવવાથી શીઘ્ર નાશ પામે છે. ભાષ્ય :
यथा वा सङ्ख्यानाचार्यः करणलाघवार्थं गुणकारभागहाराभ्यां राशिं छेदादेवापवर्तयति न च सङ्ख्येयस्यार्थस्याभावो भवति, तद्वदुपक्रमाभिहतो मरणसमुद्घातदुःखार्तः कर्मप्रत्ययमनाभोगयोगपूर्वकं करणविशेषमुत्पाद्य फलोपभोगलाघवार्थं कर्मापवर्तयति, न चास्य फलाभाव इति । किञ्चान्यत् - यथा वा धौतपटो जलार्द्र एव संहतश्चिरेण शोषमुपयाति, स एव च वितानितः सूर्यरश्मिवायुभिर्हतः