________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
ગીતામાં કહ્યું છે કે ઉપરના ત્રણે તપ શ્રદ્ધાપૂર્વક ફળની આકાંક્ષાથી રહિત, નિષ્કામ ભાવથી કરવામાં આવે છે ત્યારે તે સાત્વિક તપ કહેવામાં આવે છે.
સત્કાર, માન, પ્રતિષ્ઠા માટે કે મોટા દેખાવ કરવા માટે પાખંડપૂર્વક કરવામાં આવે તો તેને રાજસ તપ કહેવામાં આવે છે.
મૂઢતાપૂર્વક, હઠાગ્રહથી પોતાને પણ કષ્ટ આપે તથા બીજાને પણ કષ્ટ આપવામાં આવે છે અને જે બીજાનું અનિષ્ટ કરવાના ઉદ્દેશથી કરવામાં આવે છે તે તામસ તપ છે.”
વર્ગીકરણની દૃષ્ટિથી ગીતા અને જૈન વિચારણામાં જે મુખ્ય અત્તર છે તે એ કે ગીતામાં, અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય તથા ઇન્દ્રિય નિગ્રહ, આર્જવતા તે વિશે પાંચમહાવ્રતો તથા દસ યતિધર્મોના અનાગત સમાવેશ કરેલ છે. આ પ્રકારે ગીતામાં જૈનોના બાહ્યતા વિશે કોઈ વિશેષ વિચાર કરવામાં નથી આવ્યો. જૈનોના આત્યંતર તપો જેમ ગીતામાં તપના રુપમાં નહિ, પણ અલગરૂપથી વિચાર કરવામાં આવેલ છે જેમકે સ્વાધ્યાયનો તપના રૂપમાં વિચાર કરવામાં આવ્યો છે. ધ્યાન અને કાયોત્સર્ગનો યોગના રૂપમાં વૈયાવૃત્યનો લોકસંગ્રહ યજ્ઞના રુપમાં તથા વિનય વિશે ગુણના રૂપમાં વિચાર કરવામાં આવ્યો છે. પ્રાયશ્ચિતને ગીતામાં શરણાગતિ રૂપમાં સ્વીકારેલ છે.
જો સમગ્ર હિન્દુ સાધનાની દ્રષ્ટિમાં જૈનોની તપ સાધનાનું વર્ગીકરણ વિશે વિચાર કરવામાં આવે તો લગભગ બધા જ પ્રકાર હિન્દુસાધનામાં માન્ય છે.
જે વૈખાનસ સૂત્રના આધારે તથા અન્ય સ્મૃતિ ગ્રન્થોના આધારે સિદ્ધ કરવામાં આવે છે. મહાનારયણોપનિષમાં તો ત્યાં સુધી કહ્યું છે કે “અનશનથી વધીને બીજો કોઈ તપ નથી” || 2 /
ગીતામાં અનશનથી અપેક્ષાએ ઉણોદરી તપને વધારે મહત્ત્વ આપ્યું છે. ગીતામાં મધ્યમમાર્ગ બતાવતા કહ્યું છે કે “યોગ વધારે ન ખાવાવાળા જ કરી શકે છે ખાવાવાળા માટે સંભવ નથી. યોગ્ય આહાર-વિહારવાળો જ યોગની સાધના સરળતાથી કરી શકે છે. // 3 //
મહર્ષિ પંતજલિએ તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રાણિધાન આ ત્રણે ક્રિયાને યોગ કહે છે. બૌદ્ધ સાધનામાં તપનું વર્ગીકરણ –
મઝિમનિકાયના કદ્દક સૂત્રમાં એક વર્ગીકરણ ઉપલબ્ધ છે. જેમાં ગીતાજી સમાન તપની શ્રેષ્ઠતા તથા નિષ્કૃષ્ટતા પર વિચાર કર્યો છે ત્યાં બુદ્ધ કહે છે કે પરન્તપ નથી. આ સાધનામાં કઠોર તપશ્ચર્યા કરવાવાળો તપસ્વીગણ આવે છે કે જે સ્વયંને કષ્ટ આપે છે બીજાને નહિ (૨) બીજા એ છે કે જે પરન્તપ છે. આત્માનીય નથી જેમાં બલીદેવાવાળા બીજાને કષ્ટ આપે છે. (૩) બીજા આત્માનીય પણ છે અને પરન્તપ પણ છે તે પોતે પણ કષ્ટને સહન કરે છે અને બીજાને પણ કષ્ટ આપે છે. તપશ્ચર્યા સહિત યજ્ઞાદિ 2. મહાનારાયણોપનિષદ્ - ૨૧/૨ 3. ગીતા અ.૬ શ્લોક. ૧૬-૧૭