________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
હવે દુઃખની કોઈ જ ખબર પડતી નથી.
કાય કલેશની સાધના શરૂ થાય છે. દુઃખની પૂર્ણ સ્વીકારથી એને પૂર્ણ થાય છે. દુઃખના વિસર્જનથી જ્યાં સુધી દુઃખનું વિસર્જન થતું નથી ત્યાં સુધી દુઃખ તો રહેવાનું. માટે કાયમલેશની સાધના કરીને ત્યાં દેહાધ્યાસને તોડતા જવાનું છે અને આત્મા સાથે એકરૂપતા જોડતા જવાનું છે.
૬. બાયોકેમીકની છઠ્ઠી દવાનું નામ છે. ઠાણીફોર્સ - જેમાં ઉંઘ ન આવતી હોય, બીક લાગતી હોય, ગાંડપણ જેવું લાગતું હોય, જ્ઞાનતંતુ નબળા લાગતા હોય વિગેરે ઘણા રોગો માટે આ દવા અપાય છે એમ સંલીનતા તપ કાણી ફોર્સ તપ બહુ ઉંઘ આવતી હોય તો તે માટે સંલીનતા તપ અકસીર ઇલાજ છે. જેના દ્વારા સ્વાધ્યાય, ધ્યાન વધારે થાય છે. ઉપયોગ સારો રહે છે અને ઉપયોગ સારો રહેવાથી આત્મામાં જ્ઞાનતંતુઓ ખૂબ જ સતેજ બનાવે છે.
સંલીનતા – બાહ્યતાનું આ અંતિમ સૂત્ર, અંતિમ અંગ છે. સંલીનતા -સંલીનતા સેતુ છે. બાહ્ય તપ અને અંતર તપ વચ્ચેનો. સંલીનતા વિના કોઈ બાહ્ય તપથી અંતર-તપની સીમામાં પ્રવેશ કરી શકતું નથી.
સંલીનતા એટલે વગર કારણે શરીરનાં અંગોને હલાવવા નહીં. વ્યર્થ રીતે શરીર ન હાલે ચાલે સંયત રહે તો સંલીનતા છે. સંસીનતાને ત્રણ રીતે સમજવાની છે. (૧) પહેલા આપણાં શરીરમાં (૨) આપણા મનમાં (૩) આપણા પ્રાણમાં. આંગળી હાલે છે તે અંદરમાં રહેલા કંપનના કારણે દેખાય તો છે કે આંગળી હાલી પરંતુ કંપન અંદરથી આવે છે. સુક્ષ્મમાંથી આવે છે અને સ્કુલમાં ફેલાઈ જાય છે. ક્યારેક એવું પણ બને છે કે બહાર આંગળી હાલતી ન હોય પરંતુ અંદર કંપન હોય તો કોઈ પોતાના શરીરને સંલીન કરીને બેસી જાય. યોગાસન લગાવીને બેસી જાય, અભ્યાસ કરી લે છતાં શરીર પર કોઈ કંપન દેખાય નહી અને અંદર તોફાન ઊઠે, જવાળામુખીના લાવા ઉકળતા રહે અને આગ લાગે. સંલીનતા તો ત્યારે જ બનશે કે જ્યારે અંદરથી શાંત થઈ જાય. અંદરથી કોઈ તરંગ આવતો દેખાય નહીં. જે શરીર ઉપર કંપન બને, લહેર બને, પરંતુ આપણે તો શરીરથી જ શરૂ કરવું પડશે કારણકે આપણે શરીર પર જ ઊભા છીએ એટલે જેને સંલીનતાના અભ્યાસમાં ઊંડા ઉતરવુ છે તેમાં સૌથી પહેલા તો પોતાના શરીરની ગતિ વિધિયોના નિરીક્ષણથી જ શરૂ કરવું પડશે આ પહેલો ભાગ છે.
મહાવીરસ્વામીએ એક સુંદર શબ્દ આપ્યો જેનો પશ્ચિમોએ પણ સ્વીકાર કર્યો છે. તે શબ્દ છે બહુચિત્તતા” પશ્ચિમમાં આ શબ્દનું ખૂબ જ મુલ્ય છે એમને ખબર નથી કે મહાવીરસ્વામીએ તો ૨૫૦૦ વર્ષ પહેલા એનો ઉપયોગ કર્યો હતો. બહુચિત્તતાને અંગ્રેજીમાં પોલિસાઈકિક કહે છે. મનને સમજવાનો પ્રયત્ન થયો છે એમણે કહ્યું મન મોનાસાઈક્કિ નથી. માનવીની અંદર એક મન નથી હોતું