________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
(૮, ૯) ઋજુમતિ - વિપૂલમતિ લબ્ધિ
મન:પર્યવ જ્ઞાનના બે ભેદ છે. ઋજુમતિ અને વિપુલમતિ. ઋજુમતિ મન:પર્યવ જ્ઞાનના ધારક અઢી દ્વીપમાં અઢી અંગુલ ઓછું એ ક્ષેત્રમાં રહેલા સંશી એટલે કે સમનસ્ક પ્રાણીઓના મનોભાવોને જાણે છે. પ્રાણી મનમાં જે પણ વિચારે છે. સંકલ્પ કરે છે તેનું સામાન્ય રૂપે જ્ઞાન થાય તેને ઋજુમતિ મન:પર્યવ જ્ઞાન કહેવાય છે. અને સંપૂર્ણ અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી પ્રાણીઓના મનોભાવને સ્પષ્ટ રૂપે, સુક્ષ્મતિસુક્ષ્મ વિચારોને જાણી લે છે. તેને વિપુલમતિ મન:પર્યવ જ્ઞાન કહે છે.
(૧૦) રરપત્નિ
જે લબ્ધિને કારણે આકાશમાં જવા-આવવાની વિશિષ્ટ શક્તિ પ્રાપ્ત થાય છે તેને ચારણલબ્ધિ કહેવામાં આવે છે.
ભગવતીસૂત્રમાં ચારણ લબ્ધિના બે પ્રકાર બતાવ્યા છે. આ જંધાચારણ અને વિદ્યાચારણ ?
જંધાચારણ લબ્ધિના ધારક પદ્માસન લગાવીને જંઘા પર હાથ લગાવે છે અને તીવ્રગતિથી અવકાશમાં ઊડી શકે છે. ટીકાકાર અભયદેવ સૂરિએ બતાવ્યું છે કે -
लूतातन्तुनिर्वतित पुटवीतन्तून रवि करान् वा निश्रां કૃત્વા ગંધારામાવાશેર વરતીતિ બંધારણ: ભગવતી સૂત્ર વૃત્તિ ૨૦૯ જંઘાચરણ મુનિ આકાશમાં ઉડતાં પહેલા કોશોટાના જાળા જેવા તંતુ (મકડી કે જાળ જેવા તત્ત) બળી ગયેલી વાટ, અથવા સૂર્યના કિરણોનો અવલંબન લે છે અને પછી આકાશમાં ઊડે છે.
ભગવતીસૂત્રમાં –
જંઘાચરણલબ્ધિ માટે નિરંતર અઠ્ઠમના પારણે અઠ્ઠમ અને વિદ્યાચરણલબ્ધિ માટે નિરંતર છઠ્ઠના પારણે છઠ્ઠ તપ આરાધના કરીને લબ્ધિને પ્રાપ્ત કરે છે. વિદ્યાચારણ લબ્ધિમાં તપની સાથે અભ્યાસ કરવાથી આ લબ્ધિની પ્રાપ્તિ થાય છે. (૧૧) આશીવિષ લબ્ધિ જેની દાઢમાં હળાહળ ઝેર હોય છે. તેને આશીવિષ કહેવામાં આવે છે તથા જેના જીભ અથવા