________________
(૫૦)
સુભાષિત-પદ્ય-રત્નાકર
માંસ ખાનારા રાજાઓને કેમ નિષેધ કરતા નથી ? રાજાઓ યજ્ઞ વિના પણ માંસ ખાય છે, તેમને માંસ ખાતા અટકાવ્યા કેમ નહિં? ૭. ભાવયા
सर्वसङ्गान् पशून् कृत्वा, ध्यानाग्नावाहुतिं क्षिपेत् । कर्माणि समिधश्चैव, यागोऽयं सुमहाफलः ॥८॥
તરવામૃત, ઋો. ૨૧૭. સર્વ સંગ-મમત્વભાવને પશુરૂપ કરીને તેની ધ્યાનરૂપી અગ્નિમાં આહુતિ આપવી હામ કર, તથા તેમાં કર્મરૂપી લાકડાઓ નાંખવા, આવા પ્રકારને યજ્ઞ મોટા ફળને આપનારે થાય છે. ૮.
राजसूयसहस्राणि, अश्वमेधशतानि च । अनन्तभागतुल्यानि, न स्युस्तस्य कदाचन ॥९॥
તવામૃત, છોટે ર૧૮. હજારે રાજસૂય યજ્ઞો અને સેંકડો અશ્વમેધ યજ્ઞો કર્યા હેય તે પણ તે આ ભાવયજ્ઞના અનંતમા અંશની તુલ્ય પણ કદાપિ થતા નથી. ૯.
सत्यं यूपं तपो बग्निः, कर्माणि समिधो मम । अहिंसामाहुतिं दद्याद्, एष यज्ञः सतां मतः॥१०॥
તન વન્દ્રિ, ઋો. ૭૧. મારે સત્યરૂપી ચૂપ (યજ્ઞસ્તંભ) છે, તારૂપી અગ્નિ છે અને કર્મરૂપી સમિધ (કા) છે, તેમાં અહિંસારૂપી ઘીની આહુતિ દેવી. આ યજ્ઞ પુરૂષોને માન્ય છે. ૧૦.