________________
કામ-વિષય.
(૧૦૫). તેમ પોતાના પગની પાસે એટલે નજીકમાં જ રહેલા મૃત્યુને જોઈ શક્તો નથી. ક્ષણ વારમાં જ મરી જવું છે માટે વિષયને ત્યાગ કરી આત્મ સાધન કરવામાં પ્રવૃત્તિ કરવી જોઈએ. ૩૩. કામ-વિષય સેવનના દોષે –
आपातमात्रमधुराः, परिणामेऽतिदारुणाः । शठवाच इवात्यन्तं, विषया विश्ववञ्चकाः ॥३४ ॥
ત્રિરાપુત્ર ત્રિ, પર્વ ૨, ૨૦ રૂ, ઋો. ૬૦. જેમ શઠ-દુર્જનની વાણી મુખે મીઠી પણ પરિણામે ભયંકર હોય છે, તેમ વિષયે આરંભમાં અત્યંત મધુર લાગે છે, પણ પરિણામે તે તે અત્યંત ભયંકર છે. તથા આખા જગતને ઠગનારા છે. ૩૪.
विषस्य विषयाणां च, पश्यतां महदन्तरम् । उपभुक्तं विषं हन्ति, विषयाः स्मरणादपि ॥ ३५ ॥
उपदेशप्रा०, स्तम्भ, ७ व्याख्यान ८९.४ જુઓ, વિષ અને વિષયમાં મોટું અંતર છે, કેમકે વિષ તે ખાધું હોય તેજ હણે છે અને વિષયો તે સંભારવા માત્રથી પણ હણે છે. ૩૫.
सुखं विषयसेवायामत्यल्पं सर्षपादपि । दुःखं नाल्पतरं क्षौद्रबिन्द्रास्वादकमर्त्यवत् ॥ ३६ ॥
उपदेशप्रा०, स्तम्भ ७, व्याख्यान ९६.