________________
શાંતિ.
( ૨૩૭ ) જે માણસમાં શાંતિ નથી હોતી તે મનુષ્ય પશુ સરખા જ સમજવા. કારણ કે તેવા લોકો ઉત્તમ શાસ્ત્રરૂપી સંપત્તિથી સમૃદ્ધ હોવા છતાં કામમાં અને અર્થમાં જ મગ્ન થયેલા હોય છે. ૯. શાંતિને ઉપાય
विशुद्धपरिणामेन, शांतिर्भवति सर्वतः। संक्लिष्टेन तु चित्तेन, नास्ति शांतिर्भवेष्वपि ॥ १० ॥
તસ્વામૃત, ઋ૦ ૨૨. મનના પરિણામ શુદ્ધ કરવાથી દરેક રીતે શાંતિ થાય છે; અને કલેશયુક્ત ચિત્ત કરવાથી અનેક ભવમાં પણ શાંતિ નથી મળતી. ૧૦.
विहाय कामान् यः सर्वान् , पुमांश्चरति निःस्पृहः । निर्ममो निरहङ्कारः, स शान्तिमधिगच्छति ॥११॥
મવિતા , ૦ ૨, ઋો ૨. જે પુરુષ સર્વ ઈચ્છાઓને ત્યાગ કરીને, નિઃસ્પૃહ-સ્પૃહા રહિત-થઈને વિચરે છે, તથા જે મમતા અને અહંકાર રહિત હોય છે, તે શાંતિને પામે છે. ૧૧. શાંતિનું ફળ –
गर्जज्ज्ञानगजोत्तुंगा रङ्गद्ध्यानतुरंगमाः । जयन्ति मुनिराजस्य, शमसाम्राज्यसंपदः ॥१२॥
જ્ઞાનસાર, સમગ્ર, ઋો. ૮.