Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
શ્લોકાર્થ :- જે રીતે બીજા દર્શનો પરસ્પર એક બીજાના પક્ષ-પ્રતિપક્ષરૂપ હોવાથી મત્સરવાળા છે, તે રીતે સમસ્ત નયોને સમાનપણે સ્વીકારતું, રાગમય પક્ષનું નાશક એવું તારૂં દર્શન મત્સરવાળું નથી. કહેવાનો ભાવ એ છે કે નયોને સમાનપણે જોવાથી તારા શાસને રાગમય પક્ષનો નાશ કર્યો હોવાથી તેમાં મત્સર નથી. જ્યારે બીજા દર્શનીયો એકાંતને લઇને રાગમય પક્ષને પોષનારા હોવાથી તેઓ પરસ્પર મત્સરી છે.
૩૪
શ્લોકમાં મત્સરિતા વિધેય હોવાથી ન (નસ્) નો અન્વય તેની સાથે જ થાય છે. તેથી પક્ષપાતી શબ્દની સાથે તેનો અન્વય થતો નથી. જો તેમ થાત તો પ્રક્રમભેદ થાત. સ્તુતિકારે પણ (શ્રીસમન્તભદ્રાચાર્યકૃત બૃહત્સ્વયભૂસ્તોત્રાવલીમાં) કહ્યું છે કે –
नयास्तव स्यात्पदलाञ्छना इमे रसोपविद्धा इव लोहधातवः । भवन्त्यभिप्रेतफला यतस्ततो भवन्तमार्याः प्रणता हितैषिणः ।।
અર્થ : – રસથી ઉપવિદ્ધ એવી લોહધાતુની જેમ સ્યાદથી યુક્ત આ તારા નયો જે કારણે ઇપ્સિતફલને આપનારા થાય છે, તેથી હિતૈષી એવા આર્યો આપને નમવાને આરબ્ધ થયા છે.
આશય એ છે કે જેના દ્વારા જીવાદિ પદાર્થો એક દષ્ટિકોણથી મૂલવાય, તેને નય કહેવાય. નય એટલે અવધારણ (જ કાર) વિનાનો અભિપ્રાયવિશેષ. જેમકે ‘આત્મા નિત્યઃ’. અવધારણપૂર્વકનો અભિપ્રાય દુર્નય ગણાય. જેમકે ‘ ‘આત્મા નિત્ય વ્’. અહીં વૅ કાર દ્વારા આત્માના અનિત્યતા અંશનો પ્રતિક્ષેપ થાય છે માટે આ અભિપ્રાય દુર્નય છે. નય સ્થળે બીજો અંશ ગૌણપણે ઊભો રહે છે. વસ્તુનો પરિપૂર્ણ બોધ પ્રમાણને આધીન છે. જેમકે ‘આત્મા નિત્યાઽનિત્યઃ'. હવે તે નયો નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એમ સાત છે. સ્વાત્ પદથી યુક્ત અને અવધારણ સહિત (સ્થાન્નિત્ય વ્ ઞાત્મા) તેનયો રસથી વિંધાયેલ તાંબુ આદિ ધાતુની જેમ ઇચ્છિત ફલ નિષ્પન્ન કરે છે. આથી આર્યો આપને નમવાને આરબ્ધ થયા છે. આપ કેવા છો ? કેવળજ્ઞાન રૂપી લક્ષ્મી વડે અને અતિશય વીર્ય વડે શોભી રહ્યા છો. આપને આર્યો નમવાને આરબ્ધ કેમ થયા છે ? કારણ કે તેઓ પોતાના હિતેચ્છુ છે. ઞરાત્ યાતા વ્યુત્પત્તિને લઇને આર્થ શબ્દ બન્યો છે. આત્ શબ્દ ‘નજીક’ અને ‘દૂર’ આ બે અર્થમાં વર્તે છે. તેથી સમ્યજ્ઞાનાદિ રૂપ મોક્ષમાર્ગની નજીક જનાર હોય તે આર્ય અથવા પાપક્રિયાથી દૂર ગયા હોય તે આર્ય કહેવાય. આર્યો પોતાના હિતેચ્છુ કેમ છે ? તો સૌ પ્રથમ હિત કોને કહેવાય તે સમજીએ - (a) કર્મ રૂપ આવરણના વિલયથી નિર્મળજ્ઞાનના આવિર્ભાવ રૂપ શુદ્ધિનો પ્રકર્ષ તે હિત, (b) અંતરાય કર્મના વિનાશથી ઉત્પન્ન થયેલી શક્તિનો પ્રકર્ષ તે હિત, (c) આત્મસ્વરૂપે (સ્વભાવદશામાં) આત્માને ધારી રાખવો તે હિત અથવા (d) સુખાદિ દ્વારા આત્માને પોષવો તે હિત. આવા હિતને ઇચ્છવાના સ્વભાવવાળા હિતૈષી કહેવાય. અહીં હિતેષી લોકો આર્ય હોવાથી શીલ (સ્વભાવ) અર્થ ઘટે છે. કેમકે તેમને મોક્ષ અને ભવમાં સ્પૃહા નથી માટે.