Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૬૧
૨.૨.૪ ગણાય. આમ અનુકરણ રૂપ નૃત શબ્દ સાધુ એવા ત્રિકત શબ્દ કરતા ભિન્ન અર્થવાળો હોવાથી તે આગળ અશ્વ અને સ્વ સ્થળે કહ્યા મુજબ સાધુ શબ્દ કહેવાય. વળી શિષ્ટો પણ બીજા સાધુ શબ્દોની જેમ અનુકરણ શબ્દોનો પ્રયોગ કરે છે, માટે પણ તે સાધુ શબ્દ ગણાય. તેથી અશકિતના કારણે કોઇ કુમારી ત્રત ને બદલે તૃત આવો અસાધુ ઉચ્ચાર કરે, તો તે 7 કારનું અનુકરણ (નકલ) કરી બતાવવા તૃકાર ઉચ્ચારવો પડે. તેથી વર્માવલીમાં નૃનો નિર્દેશ જરૂરી છે. જેમકે – માતૃત ફત્યાદિ (કુમારી નૃત આ પ્રમાણે બોલી), અહીં અનુકરણભૂત નૃ ને સ્વર માની ર્ નું કાર્ય થયું છે.
શંકા - કુમારીએ ઉચ્ચારેલ નૃતર પ્રયોગ અસાધુ (દૂષિત) છે, તેથી તેનું અનુકરણ પણ અસાધુ જ ગણાય. કારણ અનુકાર્ય જો દૂષિત હોય તો તેનું અનુકરણ પણ દૂષિત હોય. જેમ - કોઇએ ગાય હણી કે સુરાપાન કર્યું, તો તેનું અનુકરણ કરનાર બીજે પણ જો ગાય હણે કે સુરાપાન કરે તો તેનું પતન થાય છે. આમ અનુકરણ સ્વરૂપ તૃત વિગેરે શબ્દો માટે વર્ષાવલીમાં રૃનો નિર્દેશ જરૂરી નથી.
સમાધાન :- કોઇનું દેખીને બીજે ગાય હણે કે સુરાપાન કરે, તે તો તે જ ક્રિયાનું (અર્થાત્ તેનાથી અભિન્ન ક્રિયાનું) અનુષ્ઠાન કર્યું કહેવાય, અનુકરણ નહીં. અનુકરણ તો પશ્ચાતકરણને નહીં, પરંતુ તત્સદશ કિયા કરી હોય તેને કહેવાય. ગોહનન કે સુરાપાનનું અનુકરણ કરતા કદલીને છેદે કે પયઃ પાન કરે, તેને અનુકરણ કહેવાય. તેવા અનુકરણથી દુર્ગતિમાં પતન થતું નથી. તેથી અનુકાર્ય દૂષિત હોય તો અનુકરણ પણ દૂષિત હોય એ સિદ્ધાંત ખોટો ઠરે છે.
શંકા - એ સિદ્ધાંત ખોટો નથી, સાચો જ છે. દા.ત. મુની સ્થળે મુની દ્વિવચનાન્ત રૂપ હોવાથી
૦ ૨.૨.૨૪' સૂત્રથી સંધિકાર્યનો નિષેધ થાય છે. હવે એ જ શબ્દપ્રયોગનું કોઈ મુની ત્યાદ' એમ અનુકરણ કરે ત્યારે મુની શબ્દ પદ' નથી પરંતુ અનુકરણ છે, તેથી તેને દ્વિવચનનું રૂપ ન કહેવાય. માટે અનુકરણ હોય ત્યારે મુની સ્થળે સંધિ થવાનો પ્રસંગ આવશે, જ્યારે સંધિ તો થતી નથી. તેથી પ્રકૃતિવલનુશળ *એ ન્યાયની સહાયથી ત્યાં અનુકરણ રૂપ મુની શબ્દ પણ પ્રકૃતિવત્ (અનુકાર્યવત) દ્વિવચનાત્ત ગણાશે અને મુની
ત્યાદિ એ પ્રમાણે અસંધિ થશે. ત્યાં જેમ એ ન્યાયની સહાયથી દ્વિવચનાન્તનું અનુકરણ પણ દ્વિવચનાન્ત મનાયું, તેમ દુષિતનું અનુકરણ પણ દૂષિત જ માનવું પડે.
શંકા - “પ્રકૃતિવન ' ન્યાયથી તો જે શાસ્ત્રીય પ્રકૃતિ હોય, તેના જ ધર્મો અનુકરણમાં અતિદેશ પામે છે, ગમે તે પ્રકૃતિના નહીં. (A) પ્રકૃતિ(= અનુકાર્યને જે કાર્યો થતા હોય તે કાર્યો અનુકરણમાં પણ થાય.