Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
અંતરાય (ચાલુ)
૩૦ D તમને (શ્રી સૌભાગ્યભાઈને) પણ ઉપાધિજોગ વર્તે છે. તે વિકટપણે વેદાય એવો છે, તથાપિ મૌનપણે
સમતાથી તે વેદવો એવો નિશ્રય રાખજો. તે કર્મ વેદવાથી અંતરાયનું બળ હળવું થશે. (પૃ. ૩૭). સંબંધિત શિર્ષકો : કર્મ-અંતરાય, વિયતરાય અંતર્પરિણામ
જે આત્માનો અંતવ્યપાર (અંતપરિણામની ઘારા) તે, બંધ અને મોક્ષની (કર્મથી આત્માનું બંધાવું અને તેથી આત્માનું છૂટવું) વ્યવસ્થાનો હેતુ છે; માત્ર શરીરચેઝ બંધમોક્ષની વ્યવસ્થાનો હેતુ નથી. વિશેષ રોગાદિ યોગે જ્ઞાની પુરુષના દેહને વિષે પણ નિર્બળપણું, મંદપણું, સ્લાનતા, કંપ, સ્વેદ, મૂછ, બાહ્ય વિશ્વમાદિ દ્રષ્ટ થાય છે; તથાપિ જેટલું જ્ઞાન કરીને, બોધે કરીને, વૈરાગ્યે કરીને આત્માનું નિર્મળપણું થયું છે, તેટલા નિર્મળપણાએ કરી તે રોગને અંતર્પરિણામે જ્ઞાની વેદે છે, અને વેદતાં કદાપિ બાહ્ય સ્થિતિ ઉન્મત્ત જોવામાં આવે તો પણ અંત પરિણામ પ્રમાણે કર્મબંધ અથવા નિવૃત્તિ થાય છે. (પૃ. ૪૫૦) સર્વસંગપરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિરહિત થતો નથી. કેમકે જયાં સુધી અંતર પરિણતિ પર દ્રષ્ટિ ન થાય અને તથારૂપ માર્ગે ન પ્રવર્તાય ત્યાં સુધી સર્વસંગપરિત્યાગ પણ નામ માત્ર થાય છે; અને તેવા અવસરમાં પણ અંતર પરિણતિ પર વૃષ્ટિ દેવાનું ભાન જીવને આવવું કઠણ છે, તો પછી આવા ગૃહવ્યવહારને વિષે લૌકિક અભિનિવેશપૂર્વક રહી અંતરપરિણતિ પર દૃષ્ટિ દેવાનું બનવું કેટલું દુઃસાધ્ય હોવું જોઈએ તે વિચારવા યોગ્ય છે. વળી તેવા વ્યવહારમાં રહી જીવે અંતર પરિણતિ પર કેટલું બળ રાખવું જોઇએ તે પણ વિચારવા યોગ્ય છે, અને અવશ્ય તેમ કરવા યોગ્ય છે. (પૃ. ૪૯૫) જ્ઞાનીપુરુષ સમીપ તેમનાં અપૂર્વ વચનો સાંભળ્યાં ત્યારે પ્રમાદાદિ જાય, અને ઉલ્લાસ પરિણામ આવે, પણ પછી પ્રમાદાદિ ઉત્પન્ન થાય. જો પૂર્વનાં સંસ્કારથી તે વચનો અંતર્પરિણામ પામે તો દિનપ્રતિદિન ઉલ્લાસ પરિણામ વધતાં જાય; અને યથાર્થ રીતે ભાન થાય. અજ્ઞાન મયે બધી ભૂલ મટે, સ્વરૂપ જાગતમાન થાય. બહારથી વચન સાંભળીને અંતર્પરિણામ થાય નહીં. તો જેમ સગડીથી વેગળા ગયા
એટલે ટાઢ વાય તેની પેઠે દોષ ઘટે નહીં. (પૃ. ૬૯૮) 'D સંબંધિત શિર્ષક: પરિણામ અંતર્મુખવૃત્તિ, કેવળ અંતર્મુખ થવાનો સપુરુષોનો માર્ગ સર્વદુઃખલયનો ઉપાય છે, પણ તે કોઈક જીવને સમજાય છે. મહતું પુણ્યના યોગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી અને સત્પુરુષના સમાગમથી તે ઉપાય
સમજાવા યોગ્ય છે. (પૃ. ૧૫) T સર્વ વિકલ્પનો, તર્કનો ત્યાગ કરીને મનનો, વચનનો, કાયાનો, ઇન્દ્રિયનો, આહારનો, નિદ્રાનો જય
કરીને નિર્વિકલ્પપણે અંતર્મુખવૃત્તિ કરી આત્મધ્યાન કરવું. (પૃ. ૮૩૨-૩) I આરંભપરિગ્રહનો ત્યાગ એ સ્થૂળ દેખાય છે તથાપિ અંતર્મુખવૃત્તિનો હેતુ હોવાથી વારંવાર તેનો ત્યાગ
ઉપદેશ્યો છે. (પૃ.૪૮૬). હે આર્ય! અંતર્મુખ થવાનો અભ્યાસ કરો. (પૃ. ૫૧) સંબંધિત શિર્ષક વૃત્તિ