Book Title: Shreechatra Bhankunvarno Ras
Author(s): Lalitmuni
Publisher: Mafatlal Chimanlal Jain

View full book text
Previous | Next

Page 10
________________ વિજ્યજી મહારાજે છપાવેલ શ્રી નમસ્કાર ચિંતામણું બુક. તેમાંથી અવસર ઉચિત શ્રી નમસ્કાર મહિમાનું લખાણ લીધેલ છે, અને જ્ઞાન પંચમીની બુકમાંથી જ્ઞાનપંચમીના આરાધન ઉપર શ્રી પૃથ્વી પાલ રાજાનું દષ્ટાંત ઉપયોગી છે. આ રીતે દૃષ્ટાંતો ઉમેરવાથીજ રાસના કદમાં વધારો થયેલ છે. આ ઉપરંત આ. શ્રી વિ. લમણુસૂરિજી મહારાજના શ્રી આત્મ તત્વ વિચાર ભાગ ૧-૨ જો તથા કર્મફીલસોફી બુકમાંથી ઘણું ઉપયોગી કર્મસંબંધી લખાણ લીધું છે, તેમજ પંડિત શ્રી પ્રભુદાસ બેચરભાઈ પારેખે કર્મવિચાર ભાગ ૧-૨ છપાવેલ તેમાંથી ટુંક ટુંક લખાણું લઈ આખી બુકજ આ રાસમાં દાખલ કરી દીધી છે. એમ કહી શકાય. આ સિવાય કવિવર્ય શ્રી જયંતમુનિ જીવાળી અવધાનની કળા બુકમાંથી થોડા ફેરફારે દશબાર અવધાન પ્રાગ ગોઠવેલ છે. મોટા ભાગનું લખાણ બહારનું જ છે. ત્યારે કર્તાનું લખાણ તો તે હિસાબે અલ્પ હોવા છતાં સાદી પણ કાવ્ય રચના કરી પ્રસંગાનુસાર દૃષ્ટાંત ગોઠવવા તે પણ સહજ વાત નથી. આટલે પણ શુભ પ્રયાસ પ્રશંસનીયની ગણત્રીમાં આવી શકે છે. આ રાસમાં સત્યવાદી શ્રી ભાણુકંવરનું ન્યાયીપણું, ૫રો૫કારપણું, ધાર્મિકપણું, અભિમાન વિનાનું વિદ્વતાપણું, મુકિતના ધ્યેય સાથે પિતાનાં કુટુંબને પણ ભીખ છોડાવી. ધાર્મિક વ્યવહારીક શિક્ષણ અપાવી સુખેથી જીવન નિર્વાહ કરી શકે તે રીતે મુકિતના ધ્યેયવાળા બનાવ્યા, વિગેરે ગુણો ઉત્તમ હોવા સાથે તે તે અનુમોદનીય ગુણો વર્તનમાં મૂકવા જેવા જરૂર છે. આવી રીતે સાધર્મિભાઈઓની ભક્તિ થતી હોય તે ફંડફાળાની જરૂર બહુ રહે નહી. પૂ. વિદ્યાગુરૂજીનો વિનય પણ અજોડ હેવાથી તાત્વિક તવોની વાતો સહેલાઈથી સમજી શકે છે. ધાર્મિક અભ્યાસ પણ બહુ સૂક્ષ્મ બુદ્ધિપૂર્વક કરેલ છે. રાજસભામાં વડીલેની આજ્ઞાથી દશબાર અવધાન પણ ગણિત વિદ્યાથી કરી બતાવ્યાં અને પૂ. વિદ્યાગુરૂનું બહુમાન કરાવ્યું, શ્રી છત્ર કુંવરને રાજ્યતિલક કરાવી રાજગાદીએ બેસાર્યા બાદ રાજસભામાં

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 544