Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
પર
શ્રી શત્રુંજય-૫વૃત્તિ-ભાષાંતર
प्राप्त मदो मधुमास:, प्रबलारूग् प्रियतमो विदूरस्थ: असतीयं सन्निहिता हा हतशीला सखी नियतम् ।।
પ્રાપ્ત ર્યો છે મદ જેણે એવી આ વસંત ઋતુ છે. રોગ પ્રબલ છે. પ્રિયતમ પરદેશમાં રહ્યો છે. અસતી એવી હણાયેલા શીલવાલી સખી નિશ્ચે પાસે રહી છે, એવો આ (મધુ માસ) છે એ પ્રમાણે સંબંધ ગુપ્ત છે.
આ બાજુ ગોમંડલપુરમાં ધાર નામે ધનિક શ્રાવક હતો. તે અનુક્રમે તેર ક્રોડ સોનામહોરનો સ્વામી થયો. તેને સોમ–ભીમ–ધન–આનંદ–પદ્મ-ચંદ્ર અને વન નામના સાત પુત્રો શ્રેષ્ઠ વિનયવાલા શ્રેષ્ઠ સંવરવાલા થયા. એક વખત શ્રી ગુરુપાસે શ્રી શત્રુંજયતીર્થનું માહાત્મ્ય સાંભળીને ધારશેઠે યાત્રા માટે શ્રી સંઘને ભેગો કર્યો. સાત પુત્રો સાથે, સાતસો યોદ્ધાઓ સાથે, ૧૩૦ વિશિષ્ટ માન પ્રમાણવાલા તંબુઓ સાથે, ર∞ ઘોડાઓ સાથે, ઘણી પાલખીઓ સાથે, ધર્મઘોષગુરુ સાથે, ધારશ્રાવક તે વખતે ચાલ્યો. વિસ્તારથી સંધસહિત શ્રી ઋષભદેવને નમસ્કાર કરી પૂજા કરી. ઉત્તમ ધર્મને જાણનારો ધાર ઉજયંતગિરિની પાસે ગયો. તે વખતે ઉજયંત પર્વત ૫૦ વર્ષથી બળાત્કારે બૌોવડે પોતાનો કરાયો હતો. અને મદનનામે રાજાપણ પોતાનો કરાયો હતો. ત્યાં યશોભદ્રના શિષ્ય બલિભદ્રકે બૌદ્ધેને જીતીને તે ગિરનાર નામના તીર્થને બળાત્કારે પોતાનું કર્યું, ૫૦ વર્ષ સુધી દિગંબર મુનિઓએ શ્રી નેમિજિનેશ્વરની પૂજા કરવાથી ગિરનાર તીર્થ પોતાનું કર્યું હતું. તે વખતે દિગંબરોએ ક્યું કે જો શ્વેતાંબર એવો ધાર ગિરિઉપર ચઢવા માટે ઇતો હોય તો અમારા મતનો આશ્રય કરે. ત્યારે (તેણે) જણાવ્યું કે મારા પ્રાણ જતાં હોય તો ભલે જાય. તો પણ હું દિગંબર! અહીં હું તમારા મતનો આશ્રય નહિ કરું. હે દિગંબર ! પ્રાણાન્તે પણ શ્રી નેમિનાથ દેવને નમ્યા વિના પોતાના ગોમંડલ દેશમાં હું ક્યારે પણ જઇશ નહિ. સંઘ ચિંતામાં પડે તે ધારે આ પ્રમાણે ક્યું કે તમારે ચિંતા કરવી નહિ. શ્રી નેમિનાથ જિનેશ્વરને નમસ્કાર કરાશે. સાતપુત્રો સાથે યોદ્ધાઓ સાથે જ્યારે ગિરિઉપર ચઢવાની શરુઆત કરી ત્યારે ફરીથી ખંગારે સૈન્ય મોક્લ્ય. દિગંબરની ભક્તિને ધારણ કરનારા સેવકોના બલથી તે વખતે દિગંબરો કાંઇક સૈન્ય પોતાની પાસે લાવ્યા. પહેલાં સંઘપતિના પુત્રો જે વખતે પર્વતઉપર ચઢવા લાગ્યા ત્યારે તે સૈનિકો યુદ્ધ કરવા માટે આવ્યા. ધાર શેઠના પુત્રો તે વખતે તેઓની સાથે યુદ્ધ કરતા હતા ત્યારે કેટલાક સેવકો ભાગી ગયા. કેટલાક મરી ગયા ને કેટલાક દૂર નાસી ગયા. તે પછી સંઘ સહિત ધાર જ્યારે કાંઇ પણ જમતો નથી ત્યારે સંઘને ત્રણ નકકી ઉપવાસ થયા.
તે વખતે અંબિકાએ આવીને કહ્યું જો તારી ઇચ્છા હમણાં શ્રી નેમિનાથને નમન કરવા માટે હોય તો જલદી ગોપાલનગરમાં જા. ત્યાં આમરાજાના શ્રેષ્ઠ ગુરુ બપ્પભટ્ટીસૂરીશ્વર છે, તે રાજા ઘણો બલવાન છે. જો અહીં બપ્પભટ્ટીસૂરિ સાથે આમરાજા આવશે તો સુખપૂર્વક ઉજવંતગિરિ ઉપર શ્રી નેમિવંદન કરાશે. આ દિગંબરો મંત્ર-તંત્ર ને કપટમાં પરાયણ છે તેથી તેની સાથે વાદ કરવો યોગ્ય નથી. આ પ્રમાણે સાંભળીને ત્યાં તે સંઘને મૂકીને આઠ શ્રાવક સહિત ગોપગિરિમાં જઈને બપ્પભટ્ટસૂરીશ્વરને નમન કર્યું. ધર્મ સાંભળતા આમ રાજાને નમીને તે (ધાર) યોગ્ય સ્થાને બેો, અને આચાર્યની પાસે ધર્મોપદેશ સાંભલ્યો. ધાર ગિરનાર તીર્થનું સ્વરૂપ ક્હીને ગુરુ અને રાજાને હ્યું કે બળથી તીર્થને પાછું વાળો, (પાછું લાવો) હે રાજન! અંબિકાવડે કહેવાયેલો હું અહીં આવ્યો છું. તેથી ત્યાં આવીને હમણાં જલદી તીર્થને પાછું વાળો. આચાર્ય મહારાજે રૈવતગિરિતીર્થનું વર્ણન કરવાથી રાજાએ અભિગ્રહ લીધો કે શ્રી નેમિજિનને