Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
ઘાનો દરબાર
૮૮૯
મૂર્તિઓ છે.
વિમલવસહીના ડાબીબાજુનાં મંદિરોની નામાવલી
(૧) શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર, (ર) ચક્કસરી માતાનું મંદિર, (૩) ભુલભુલામણીનું મંદિર (૪) શ્રી વિમલનાથ પ્રભુનું મંદિર (૫) શ્રી અજિતનાથ પ્રભુનું મંદિર, (૬) શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથનું મંદિર, (૭) શ્રી આરસનું મંદિર, (૮) શ્રી ધર્મનાથનું મંદિર (૯) શ્રી ચંદ્રપ્રભુનું દેરાસર, (૧૦) શ્રી પાર્શ્વનાથનું મંદિર (૧૧) શ્રી જગતરોઠનું મંદિર, આ મંદિરમાં મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાન છે. (૧૨) શ્રી શાંતિનાથ પ્રભુનું મંદિર, (૧૩) શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથનું મંદિર (૧૪) શ્રી કુમારપાળનું મંદિર – શ્રી ઋષભદેવનું મંદિર,
વિમલવસહીના જમણી બાજુના મંદિરોની યાદી
(૧) શ્રી પંચતીર્થી મંદિર, (૨) શ્રી પુંડરીક સ્વામીનું મંદિર, (૩) શ્રી પદ્મપ્રભુનું મંદિર, (૪) શ્રી ક્વડ્યા મંદિર, (૫) શ્રી મહાવીર સ્વામીનું મંદિર, (૬)શ્રી અમીજરા પાર્શ્વનાથનું મંદિર (9) શ્રી ચંદ્રપ્રભુનું મંદિર, (૮)શ્રી સંભવનાથનું મંદિર, (૯) શ્રી સંભવનાથનું મંદિર, (૧૦) શ્રી પાર્શ્વનાથનું મંદિર, આ મંદિર નાનકડું છે પરંતુ ખાસ જોવા લાયક છે. કારણ કે આ મંદિરમાં બે કળામય હાથીઓ શોભે છે. તથા બહારની ભીતે એક બાજુ આરસમાં અષ્ટાપદજીની સુંદર કારીગરીથી બનાવેલો પટ છે. અને બીજુ બાજુ નંદીશ્વર દ્વીપની અનુપમ રચના છે. (૧૧) શ્રી ચંદ્રપ્રભુજીનું મંદિર, (૧૨) શ્રી સંભવનાથનું મંદિર, (૧૩) શ્રી અજિતનાથનું મંદિર, (૧૪) શ્રી પાર્શ્વનાથનું મંદિર, (૧૫) શ્રી આદિનાથ પ્રભુનું મંદિર, (૧૬) શ્રી ધર્મનાથનું મંદિર, (૧૭) શ્રી મહાવીર સ્વામીનું મંદિર, (૧૮) શ્રી શતરંભ મંદિર, શ્રી ચૌમુખજીના આ મંદિરમાં ૧૦ સ્તંભો છે. તેથી તિસ્તંભનું મંદિર કહેવાય છે. (૧૯) શ્રી પદ્મ પ્રભુનું મંદિર (ર૦) શ્રી ધનેશ્વર સરિનું મંદિર, (૨૧) શ્રી શ્રેયાંસનાથનું મંદિર, રર-ર૩) શ્રી સંભવનાથનાં બે મંદિરો, (૨૪) શ્રી ઋષભદેવનું મંદિર, (રપ) શ્રી દિગંબરી મંદિર,
દાદાના દરબારમાં ચારે બાજુ મળીને -૧૯૭ર - દેરીઓ આવેલી છે. ર૯૧૩- આરસની પ્રતિમાઓ-૧૩ધાતની પ્રતિમાઓ અને –૧૫૦, પગલાંની જોડ આવેલી છે.
વિમલ વસહીનાં દેરાસરો – સ્તંભ– દીવાલ - ધુમ્મટની કોતરણી શિલ્પબ્લાના અનુપમ નમૂનાઓ પૂરા પાડે છે. હાથીપોળમાં દાખલ થતાં જ સામે મધ્યભાગમાં દાદાના મુખ્ય મંદિરનાં દર્શન થાય છે.
*