Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી ચંદ્રરાજાનું જીવન ચરિત્ર
આ તિલકમંજરી રૂપાળી ને બુદ્ધિશાળી હતી. તેને જૈન ધર્મ ઉપર દ્વેષ હતો છતાં પણ જૈન ધર્મની રગવાલી સુબુદ્ધિ મંત્રીની પુત્રી રૂપમતી સાથે તેને સખીપણું હતું. બન્નેએ બાળપણામાં એવો નિશ્ચય કરેલો કે આપણે એન્જ વરને પરણવું. જુદા જુદા વરને પરણીએ તો જુદું ઘર માંડવું પડે અને જુદાં પણ થવું પડે માટે. પ્રધાન પુત્રી રૂપમતી સુશીલ – ધીર – ગંભીર – સદગુણી અને સાધુ - સાધ્વીના પરિચયવાલી હતી. આથી એક્વાર રૂપમતીને ત્યાં કોઈ સાધ્વીજી વહોરવા આવ્યાં. રૂપમતી તે વખતે મોતીની જાળી પરાવતી હતી. તે એક્ટમ ઊભી થઈ વહોરાવવા ગઈ. આ વખતે તિલકમંજરી ત્યાં બેઠી હતી. તેને સાધ્વીજી ઉપર દ્વેષ પણ હતો. તેથી તેમનો આદર સત્કાર કરતાં સાધીને સમાગમ છોડાવવા તેણે તેની મોતીની ગૂંથેલી જાળી સાધ્વી ન જાણે તેમ તેમના કપડે બાંધી દીધી. સાધ્વીજી વહોરીને ઉપાશ્રયે ગયાં પછી રૂપમતીએ તે શોધવા છતાં ન મળી ત્યારે તિલકમંજરીને ધૂ, સખિ ! મારી જાળી લીધી હોય તો આપ. તિલકમંજરી બોલી મેં તારી જાળી લીધી નથી, તો પછી કોણ લે? અહીં તારા સિવાય બીજું કોઈ ન હતું. તેમ મંત્રી પુત્રી બોલી. તિલક મંજરીએ કહ્યું બીજું કોણ લે? તું જેનાં ભારોભાર વખાણ કરે છે તે સાધ્વીજીએ તારી જાળી લીધી છે. તે વહોરાવવા માટે ધી લેવા ગઈ વખતે તેમણે જાળી ઉઠાવી લીધી. ત્યારે રૂપમતી બોલી હે સખિ ! પૂજય ત્યાગી મહાત્માઓ ઉપર ખોટું આળ ન ચઢાવીએ. તે જાણીને તો શું રત્નોને પણ ન અડે તેવાં ત્યાગી છે. તિલક મંજરી બોલી જોયા એમના ત્યાગ એ તો ઢોંગી ને દંભી છે. તેમને મફતનું ખાવું છે ને તાગડધિન્ના કરવા છે.રૂપમતી બોલી નાહક નિંદા કરી કર્મને બાંધ. તું મારી જાળી આપી દે. જાળી મેં લીધી નથી. તારી સાધ્વી લઈ ગયાં છે. ચાલ તને પ્રત્યક્ષ કરાવું એમ કહી તિલકમંજરી રૂપમતીને સાથે લઈ ઉપાશ્રયે આવી વાપરવા બેસતાં સાધ્વીને હ્યું. મહારાજ ! મારી સખીની મોતીની જાળી આપો. તમે વહોરવા સાથે ચોરી પણ કરો છો ?
સાધ્વી બોલ્યાં, જુઓ રહ્યાં પાતરાં અને કપડાં મેં તમારી જાળી લીધી નથી. અમારે શા માટે લેવી જોઈએ? તુરતજ તિલક મંજરીએ સાધ્વીનાં કપડાંમાં છાની રીતે જાળી બાંધી હતી તે છેડે બેડી જાળી કાઢી બતાવી. સાધ્વીજી એક્કમ ભોંઠાં પડ્યાં રૂપમતી બોલી તિલકમંજરી ! આ બધાં તારાં જ કામો છે. તે સાધ્વી ઉપર ખોટો આરોપ મૂક્યો છે. તિલકમંજરી બોલી, શું તારો સાધ્વી પ્રત્યેનો અંધરાગ? ચોરેલી જાળી પ્રત્યક્ષ બતાવી તો પણ હું તેમનો બચાવ કરે છે. રૂપમતી બોલી મારા માન્યામાં કોઈ રીતે આવતું નથી. તને તેમના પ્રત્યે દ્વેષ હતો તેથી તેમને વગોવવા આ કામ કર્યું હોય ? પણ સખિ ! હસતાં બાંધેલાં આવાં કમો બહુ દુ:ખ આપનારી થાય છે.
રૂપમતીને તિલકમંજરી ઘેર ગયાં પણ સાધ્વીજીને આ આળ સહન ન થવાથી તેમણે ગળે ફાંસો ખાવા માંડયો. આ વસ્તુ પાડોશમાં રહેલ સુરસુંદરી નામની સ્ત્રી જોઈ ગઈ. તેથી તેણે તેમને આપધાત કરતાં રોક્યાં. પછી સાધ્વીજીને પણ પસ્તાવો થયો. સમય જતાં આ વાત વિસરાઈ ગઈ. બન્નેનાં બહેનપણાંમાં એક્વાર કંઈક વાંધો પડયો. પણ પાછળ થી સખીપણું તેવું જ રહ્યું.
એક વખત વિરાટરાજ સુરસેન તરફથી તિલકમંજરીનું માગું આવ્યું. રાજાએ જવાબ આપ્યો કે તિલકમંજરીને પરણાવવામાં મને વાંધો નથી, પણ પ્રધાન પુત્રી ને મારી પુત્રી અને એજ્જ વરને ઇચ્છે છે તેથી રૂપમતીની ઈચ્છા જાણ્યા પછીજ નિશ્ચય થશે. પછી રાજાએ રૂપમતીની ઇચ્છા જાણીને બન્નેનાં લગ્ન સૂરસેન સાથે ક્યાં તિલકમંજરી