Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી ભદ્રબાહુસ્વામીએ રચેલા લ્પનો સંબંધ
પલ્પ
વરાહમિહિર હંમેશાં શ્રેષ્ઠપૂજાને પામતો સ્વર્ગસરખા પ્રતિષ્ઠાન પુરમાં ગયો. પોતાની ક્ષાનું કુરાલપણે દેખાડવાથી સુચિત વચનથી વરાહે જિતશત્રુરાજાને રંજિત કર્યો. ખુશ થયેલા જિતશત્રુ રાજાવડે સર્વ સેવકોની સાક્ષીએ (વરાહ) પુરોહિત કરાયો. કહ્યું છે કે :
गौरवाय गुणाएव-नतुज्ञातेयडम्बरः। वानेयं गृह्यते पुष्प-मङ्गजस्त्यज्यते मलः ॥१॥
ગુણો જ ગૌરવને માટે થાય છે. જ્ઞાતિપણાનો આડંબર નહિ. વનમાં ઉત્પન્ન થયેલું ફૂલ ગ્રહણ કરાય છે. અંગમાં ઉત્પન્ન થયેલો મેલ ત્યજાય છે (૧) તે વખતે વરાહમિહિરના અદ્વિતીય ક્લાકુલપણાને જોઈને લોકો કહેવા લાગ્યા કે આજ વિદ્વાન છે બીજા નહિ.
આ શ્વેતાંબરો કાગડાની જેમ કેમ બોલે છે? માખીની જેમ બણબણ કરતા બોલે છે. શ્વેતાંબરો દીની જેમ ખરાબ વસવાલા મલથી વ્યાપ્ત શરીરવાલા કાલ પસાર કરે છે. શ્વેતાંબરોની નિંદા સાંભળતાં શ્રાવકોનાં ચિત્તમાં માથાનું શૂલ ઉત્પન્ન થયું અને દુઃખ થયું. એક સ્થાને શ્રાવકોએ ભેગા થઈવેગપૂર્વક વિચાર કરી તરત જગુઓમાં શ્રેષ્ઠભદ્રબાહુને બોલાવ્યા. ત્યારે ત્યાં સારા ઉત્સવપૂર્વક ભદ્રબાહુ ગુરુ આવ્યા. તે વખતે શ્રાવકો ઉત્તમ ભાવથી ધર્મ સાંભળવા માટે આવ્યા. હ્યું છે કે:
धर्मोऽयं धनवल्लभेषुधनदः, कामार्थिनांकामदः। सौभाग्यार्थिषु तत्प्रदःकिमपरं, पुत्रार्थिनां पुत्रदः। राज्यार्थिष्वपि राज्यदः किमथवा, नानाविकल्पैनृणां, तत्किं यन्न करोति किंच कुरूते स्वर्गापवर्गावपि ॥१॥
આ ધર્મ ધન પ્રિય હોય તેને ધન આપનાર છે. કામના અર્થીને કામ આપનાર છે. સૌભાગ્યના અર્થીઓને સૌભાગ્ય આપનાર છે. બીજું શું? પુત્રના અર્થીઓને પુત્ર આપનાર છે. રાજ્યના અર્થીઓને રાજ્ય આપનાર છે. અથવા તો મનુષ્યોને જુદા જુદા વિલ્પોવડે શું? તેવી કોઈ વસ્તુ નથી કે જે ધર્મ ન કરે. સ્વર્ગ અને મોક્ષને પણ કરે છે (1) નિરંતર થતા ગુરુઓના મહિમાને જોઈને વરાહમિહિર પોતાના મનમાં ઘણો ખેદ કરવા લાગ્યો. વરાહમિહિર ગુસ્સે વિષે અપકાર કરવા શક્તિમાન ન હતો. તેથી સર્વ ઠાણે ગુરની પ્રસિદ્ધિ થઈ.
એક વખતે અનુક્રમે વરાહને પુત્ર થયો ત્યારે તેના જન્મ મહોત્સવના અવરાટે ઘણું ધન વાપર્યું. લોકો તેના ઘરે આવીને વધામણું કરે છે. વરાહમિહિરે પુત્રજન્મને વિષે જન્મપત્રિકા બનાવી. આ પુત્રનું આયુષ્ય ૧૦૦ વર્ષ પાંચ મહિના ૨૪ દિવસ અને ૧૫ ઘડી થશે. આ પ્રમાણે તે વરાહડે રાજા વગેરે મનુષ્યોની આગળ પોતાના પુત્રનાગાયુષ્યની જાહેરાત કરાઈ. તેથી તેની પ્રસિદ્ધિ થઈ. એક વખત વરાહે રાજાની સભામાં રહ્યું મે કહ્યું કે સગાભાઇ હંમેશાં બહારના છે, ક્યારે