Book Title: Shalibhadra Mahakavyam
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Samkhiyali Jain Sangh Samkhiyali

View full book text
Previous | Next

Page 10
________________ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 (ઉપકારી મહાપુરૂષોની પુણ્ય સ્મૃતિ) વાગડ સમુદાયના આદ્ય મહાત્મા: પૂજ્ય દાદાશ્રી પદ્મવિજયજી મ.સા. વિ.સં. ૧૮૬૬માં કચ્છ-વાગડના ભરૂડીઆ ગામે એક તેજસ્વી બાળકનો જન્મ થયો. માતા : રૂપાબાઇ, પિતા : દેવસીભાઇ, વંશ : ઓશવાળ, ગોત્ર : સત્રી, નામ : પરબતભાઇ. બળદની દર્દભરી રિબામણ જોઇ વૈરાગી થયેલા આ કિશોરે ૧૭ વર્ષની વયે શ્રી રવિવિજયજી નામના ગોરજી પાસે દીક્ષા લીધી. નામ પડ્યું શ્રી પદ્મવિજયજી. જોતજોતામાં આગમ, વ્યાકરણ, કાવ્ય, જયોતિષ વૈદક વગેરેનો ઊંડો અભ્યાસ કરી વિદ્વાન બન્યા. સત્યમાર્ગની જાણ થતાં ૪૫ વર્ષની ઉંમરે વિ.સં. ૧૯૧૧માં સંવેગી દીક્ષા સ્વીકારી. ત્યારે ભારતમાં સંવેગી સાધુઓ બહુ જ ગણ્યાગાંઠ્યા હતા. આથી ગુરુ શોધતાં તેમને બહુ જ મુશ્કેલી પડી. સંવેગી દીક્ષા પછી ઠેઠ તેર વર્ષ બાદ ૫૮ વર્ષની ઉંમરે તેમની વડી દીક્ષા થઇ. તેમના ગુરુ બન્યા તપાગચ્છીય દાદાશ્રી મણિવિજયજી મહારાજ ! ત્યાર પછીના દશ વર્ષોમાં એમણે જબરદસ્ત સંયમ-સાધના કરી. તપ, ત્યાગ, ઔદાર્ય, વૈરાગ્ય વગેરે ગુણોથી જીવનને નંદનવન બનાવ્યું. 828282828282828282828282828282828288 IIo

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 624