Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar

View full book text
Previous | Next

Page 9
________________ [૭] મર્યાદાઓ અને અસરોનાં પરિણામો છે. આમ, મનુષ્ય કર્મના કાયદાની અભિવ્યક્તિ છે. એ પોતાને અસહાયરીતે, પાગલની જેમ, વિશ્વમાં પ્રવર્તતી પ્રકૃતિની યાંત્રિક પ્રવૃત્તિશીલતાની અસર તળે, વારંવાર એક જ પ્રકારનાં કર્મ કરતાં રોકી શકતો નથી. પોતાની આવી અસહાય સ્થિતિ પ્રત્યે જાગરૂક બની, પોતાના સાચા નિષ્ક્રિય સ્વરૂપમાં જ્ઞાનપૂર્વક પ્રતિષ્ઠિત થવાની નિવૃત્તિના નામે ઓળખાતી શક્તિ પણ પ્રકૃતિમાં કાર્યરત છે. યોગ્ય, શાસ્ત્રીય રીતે આયોજિત પ્રયત્ન વડે મનુષ્ય આ નિવૃત્તિ સિદ્ધ કરી શકે છે. “વિવેકખ્યાતિ કે પુરુષ અને પ્રકૃતિના ભેદનું નિરંતર દર્શન બધા ક્લેશોના બીજ જેવી અવિદ્યાના ઉન્મેલનનો ઉપાય છે. આ અંતર્દષ્ટિ મનુષ્યબુદ્ધિના આગ્રહોથી કે તર્કમાટેના પ્રયત્નોથી ઉત્પન્ન થતી નથી. આ માટે મનુષ્ય ફક્ત એની ઉત્પત્તિની ભૂમિ તૈયાર કરી શકે છે. આ ભૂમિ એટલે મનુષ્યનું દેહ-મનનું બંધારણ, કારણ કે એમાં અને એના વડે જ પુરુષ કે દ્રષ્ટા જુએ છે અને પ્રજ્ઞા પ્રગટ થાય છે આ ભૂમિના કોઈપણ સ્તરે થતી ઉત્તેજના માણસને લક્ષ્યષ્ણુત બનાવે છે, જેના કારણે ન રોકી શકાય એવું સૂક્ષ્મ અને સ્થૂળ ક્રિયાઓનું ચક્ર શરૂ થઈ જાય છે અને તેથી ઊંડા સંસ્કારો કે વલણોનું નિર્માણ થાય છે. ખરેખર ઊંડા સંસ્કારો, જેને આપણે જીવન-મરણ કહીએ છીએ એની-એટલે કે શરીરના જન્મ-મૃત્યુની-સરહદોને ઓળંગીને કાર્યરત થાય છે. વૈશ્વિક પ્રકૃતિની આપણામાં પ્રગટતી આ પ્રવૃત્તિશીલતાને, એની એના જેટલી જ શક્તિશાળી નિવૃત્તિશીલતા કે મનની પૂર્ણ નિશ્ચલતા અને સંતુલન વડે અવરોધવી જોઈએ. આ કાર્યમાં પોતાની ચેતનાના ગહનતમ સ્તરોને પૂર્ણપણે શુદ્ધ બનાવવાના સભાન પ્રયત્નોનો સહારો લેવો જરૂરી છે. મનના સ્વાભાવિક વલણને આમ ઉલટાવી નાખવાથી, એની ચંચળતાનો પૂર્ણવિરામ થાય છે અને ત્યાર પછી જ એ દ્રષ્ટાના સંદર્ભમાં પોતાની દશ્ય તરીકેની સ્થિતિ જાણી શકે છે. મન ગમે એટલું શુદ્ધ હોય-કેવળ શુદ્ધ, પ્રકાશશીલ સત્ત્વગુણમાંથી બનેલું, અને ચંચળતા તેમજ મૂઢતા વગરનું હોય - તો પણ એ દ્રષ્ટા પુરુષથી મૂળભૂત રીતે એની જોવાની શક્તિની દષ્ટિએ ઊતરતી કક્ષાનું છે.” આપણા સમકાલીન એવા જીવન્મુક્ત શ્રી મહર્ષિએ સંક્ષેપમાં યોગદર્શનનું આ સર્વગ્રાહી અવલોકન રજૂ કર્યું છે, એમાં સમજવાનો મુખ્ય મુદ્દો એ છે કે શુદ્ધ સત્ત્વગુણરૂપે પરિણમેલું ચિત્ત અનંત પ્રકાશરૂપ હોઈ ગ્રાહ્યવિષયભૂત જગતના સૂક્ષ્મતમથી મહત્તમ તત્ત્વને પરપ્રત્યક્ષથી નિઃસંદેહ જાણી શકે છે. તેમજ ગ્રહણરૂપ १. सर्वैः क्लेशकर्मावरणैविमुक्तस्य ज्ञानस्यानन्त्यं भवति । आवरकेण तमसाऽ भिभूतमावृतमनन्तं ज्ञानसत्त्वं क्वचिदेव रजसा प्रवर्तितमुद्घाटितं ग्रहणसमर्थं भवति । તત્ર યતા વૈપાવરપકર્તરપતિ ભવતિ તવ મવચાનત્યમ્ ૪.૩૧ વ્યાસભાષ્ય.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 512