Book Title: Paryushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Author(s): Ajitshekharsuri
Publisher: Ajitshekharvijay

View full book text
Previous | Next

Page 241
________________ સોનું, સંપત્તિ, સાધનો વગેરેને સપના જેવા જુઓ, એટલે કે જેમ સપનું આંખ ખુલ્ય અલોપ થાય છે. એમ આ બધી ચીજો આંખ મિંચાયે આપણી રહેતી નથી. તેથી એ બધાપર આસક્તિ કરવા જેવી નથી.' ઇત્યાદિ રૂપે અનિત્યભાવના ભાવવા અને વૈરાગ્ય કેળવવા માટે છે, નહીં કે મૂળથી જ વસ્તુનો અભાવ સૂચવવા માટે છે. પ્રભુના વચનથી વ્યક્તિનો સંશય છેદાયો. (૫) પાંચમા સુધર્મા નામના બ્રાહ્મણને “પુરુષ મરીને પુરુષ થાય, પશુ મરીને પશુ આમ ભવાંતરમાં આ ભવને અનુરૂપ જ અવતાર મળે, એવા વેદવચન અને ‘અશુચિસાથે જેને બાળવામાં આવે છે, તે મરીને શિયાળ થાય છે.” ઇત્યાદિ પરભવમાં વિસદેશ ભવ પ્રાપ્તિસૂચક વેદવચનોના આધારે શંકા પડી હતી કે જે જે હોય, મરીને તેને જ થાય કે અન્ય? ત્યારે ભગવાને સમાધાન આપ્યું કે મૃદુતા વગેરે ગુણોવાળો કોકમનુષ્ય મનુષ્યઆયુ બાંધી બીજા ભવમાં મનુષ્ય થાય, પણ તેથી મનુષ્ય મરીને મનુષ્ય જ થાય એવો નિયમ નથી. કેમકે છાણામાંથી વીંછી ઉત્પન્ન થવો વગેરે રૂપે વિસટેશતા પણ દેખાય છે. ખચ્ચર વગેરે સંકર જાતિની ઉત્પત્તિ પણ વિસદશતા બતાવે છે. સુધર્માસ્વામી પણ સંશયમુક્ત થયા. | (૬) પંડિત નામના વિદ્વાન બ્રાહ્મણને તે આ (આત્મા) વિગુણ છે, વિભુ છે, બંધાતો નથી, સંસરણ કરતો નથી, મુક્ત થતો નથી, કે કોઇને મુક્ત કરાવતો નથી' ઇત્યાદિ વેદવચનથી શંકા હતી કે “જીવના બંધ-મોક્ષ છે કે નહી?' ભગવાને કહ્યું “અહીં વિગુણ એટલે સત્ત્વાદિગુણરહિત નહીં, પણ છાઘસ્થિકક્ષાયોપથમિક વગેરે ગુણોથી રહિત, વિભુ એટલે સર્વવ્યાપી એમ નહીં, પણ કેવળજ્ઞાનથી યુક્ત (કેમકે આત્મા કેવળજ્ઞાનથી જગતના તમામ પદાર્થો સાથે સંબંધિત થાય છે) આવા પ્રકારનો આત્મા પુણ્ય - પાપથી બંધાતો નથી, સંસારમાં ભમતો નથી. અને મુક્ત જ હોવાથી ફરીથી મુક્ત થતો નથી. ટૂંકમાં ઉપરોક્ત વેદવચન કેવળજ્ઞાની - સિદ્ધ થયેલા જીવને અપેક્ષીને છે. બીજા જીવોના તો બંધ - મોક્ષ સંભવે જ છે' પ્રભુના વચનથી મંડિતના મનને સમાધાન થયું. ૨૨૦ dan Education Interational For Private & Personal Use Only www brary

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344