Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
શ પરમ પૂજ્ય આચાર્યદેવ ૧૦૦૮ શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન આચાર્ય દેવ ૧૦૦૮ શ્રી વિજયધમધર ધસૂરીશ્વરજી મહારાજ સાહેબે અમારી વિનતિને સ્વીકાર કરી આ ગ્રન્થની પ્રસ્તાવના લખી આપેલ છે,
આ ગ્રન્થ અંગેની સંપૂર્ણ વ્યવસ્થા પંડિતશ્રી વસંતલાલ મફતલાલે તથા પૂજ્યશ્રીના સસારી બધુ સાલડી નિવાસી શ્રીયુત શાન્તિલાલ મણીલાલ શાહે અને કાગળ આદિ મેળવી આપવાનું કાર્ય શેઠશ્રી રાયચંદ મગનલાલે અને કફ સુધારવા આદિનું કાર્ય -સરસ્વતી સૂક્ષ્મ તત્વબોધ પાઠશાળાના અધ્યાપક શ્રી કપુરચદ રણછોડદાસ વારૈયાએ કાળજીપૂર્વક કરેલ છે. તેથી આ સંસ્થા તરફથી લગભગ ૯૦૦ થી પણ વધુ પેજ પ્રમાણ દળદાર એવા આ ગ્રન્થનું પ્રકાશન કરવાને અપૂર્વ લાભ અમને પ્રાપ્ત થતાં ગૌરવપૂર્વક -વધુ આનંદ અનુભવીએ છીએ અને તે બદલ ૫ ૫૦ આ. શ્રી વિજયધમધર ધરસૂરીશ્વરજી મહારાજ સાહેબ વિગેરેને તથા ઉપર જણાવેલ બન્યુએને આભાર માનીએ છીએ,
આવા મહાકાય ઘરથને હક સમયમાં છાપી આપવા બદલ શ્રી બહાદુરસિંહજી પ્રિ. ગેસના સંચાલક શ્રી ભાનુચ નાનચંદ મહેતાના સૌજન્યને કેમ ભૂલી શકીએ?
તદુપરાંત સંપાદકના નિવેદનમાં નામપૂર્વક નિર્દેશ કરાયેલ છે તે વિષયના નિષ્ણાત પૂ. મુનિભગવતેએ તેમ જ પતિ મહાશાએ સંપાદકને સ્વયં તૈયાર કરેલ સારસહ, પ્રશ્નોત્તરી તથા ફુટે વિગેરેમાં યોગ્ય માર્ગદર્શન આપેલ તે સર્વને પણ અમે આ સ્થળે આભાર માનીએ છીએ,
ગ્રન્થનું સંપાદન તથા પ્રકાશન યથાશક્તિ કાળજીપૂર્વક કરવામાં આવેલ છે, છતાં સષ તથા ધસ્થતા આદિના કારણે જે કંઈ ખલનાઓ રહેવા પામી હોય તે જણવવા સુજ્ઞ મહાશયને અમારી નમ્ર વિનંતિ છે કે જેથી દ્વિતીય આવૃત્તિમાં સુધારે કરી શકાય,
મહિસાણા વીર સંવત ૨૪૯૭ વિમ સંવત ૨૦૭ અક્ષય તૃતીયા તા. ૨૭-૪-૧૯૭૧
લિ૦ થી સધસેવ, ચીમનલાલ અમૃતલાલ શાહ બાબુલાલ જેગિલાલ મહેતા
ઓ. સેક્રેટરીએ શ્રીમદ્દ થશેવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા
અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-મહેસાણા