Book Title: Nyayavijayji Jivanprabha
Author(s): Fulchand Doshi
Publisher: Mandal Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 8
________________ બાથી જયારે હું એમના દર્શન-મુલાકાત માટે ઉપાશ્રયમાં ગયો ત્યારે તે પિતાના આસને ઊભા રહી ચશ્માં સાફ કરી રહ્યા હતા મને જોઈ એ ખૂબ રાજી થયા એટલું જ નહિ મને એ પોતાના હાથમાં લઈ ભેટી પડયા. જૈન સાધુને એક અજૈન સાધુ સાથે આવો વ્યવહાર જોઈ મારા પર એમની ઊંડી છાપ પડી ને એથી એ બુઝર્ગ મુનિના ચરણમાં માથું ઢાળી દીધું ત્યારે મારી પીઠ પર વાત્સલ્યભર્યો હાથ ફેરવતા એમ ન કરવાનું કહી ઊલટું એમણે મને વંદન કર્યું. આ પછી એકાદ કલાક સુધી અમારી સાથે સંસ્કૃતમાં વાત થઈ. સંસ્કૃતમાં ચાલેલા એ અખલિત વાણીપ્રવાહે એમની પ્રગાઢ વિદ્વત્તા, તર્કસંગત દલીલ, વિચારેનું ઊડાણ, ઊંડી અનુભવદષ્ટિ તથા ભાષા ની પ્રાસાદિક કાવ્યમયતાનું મને ભાન કરાવ્યું ને તેથી મારી કલ્પના બહારની આવી એક જ્ઞાનવિભૂતિ માટે મારા દિલમાં ઊંડે આદરભાવ પેદા થયા. મને તેથી મેં મારી માંડલની યાત્રાને સફળ માની છે. મેં અનેક વિદ્વાન જેવા છે, વિચારકે જોયા છે. ક્રાંતિકારીઓને પણ સાંભળ્યા છે; પણ મુનિશ્રીમાં અગાધ વિદ્વત્તા હોવા છતાં જે નિરભિમાનતા, બાલસુલભ સરળતા તથા પહેલી જ મુલાકાતે આવેલા અજાણ્યાને પણ વર્ષો જૂનો ગાઢ મિત્રીસંબંધ હોય એવી રીતે ખડખડાટ હસીને અને હસાવીને પોતાનાં કરી લેવાની જે કળા છે, એનું ભાગ્યે જ બીજે દર્શન થયું હશે. આ કારણે મડલની આ એક વિરલ વિભૂતિએ મારું હૈયું જ જીતી લીધું છે. એમના વિષે સાંભળેલી વાતોથી જે ક૯૫નાઓ બધેિલી એથી એ ઘણું જ ઊંચા સિદ્ધ થયા છે. મને એમના ગુણેથી જે વિશેષ આકર્ષણ થયું છે એ એમની નિરભિમાનતા, સરળતા અને સર્વ સાથે એકરૂપ થવાની ભાવના મુખ્ય છે. બાળક સાથે એ બાળક જેવા બની જાય છે અને મોટેરાંઓ સાથે ક્યારેક જ્ઞાનગંભીર બની જાય છે. આમ છતાં ખડખડાટ નિર્દોષ હાસ્યથી એ નાના કે મોટા સહુને એ પ્રેમના તાંતણે બાંધી શકે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 216