Book Title: Nyayavijayji Jivanprabha Author(s): Fulchand Doshi Publisher: Mandal Tapagaccha Jain Sangh View full book textPage 9
________________ અને તેથી નવા મુલાકાતીઓ પણ ફરી એમને મળવાની તીવ્ર ઝંખના લઈ પાછા ફરે છે. એમની આજુબાજુ એક એવું નિર્મળ અને નિર્દોષ વાતાવરણ જામેલું રહે છે કે નાના કે મેટા–અજાણુ કે વિદ્વાન દઈને પણ એમની પાસે જવામાં કે વાતે કરવામાં સહેજ પણ સંકેય થતો નથી. મારા મન પર આની ઊંડી અસર પડી છે ને એમાં જ હું માનવની મહાનતા માપી શકું છું. વિદ્વતાની કે વાચાળતાની મારે મન બહુ મોટી કિંમત નથી. પણ માનવ કેટલા પ્રમાણમાં બીજાઓને પિતાના નરફ આકર્ષી શકે છે ને એમના હૈયામાં સ્થાન જમાવી શકે છે એની જ ખરી કિંમત છે. ખરેખર મડિલમાં પેદા થયેલી આવી એક વિરલ વિભૂતિને મળવાની અને નિખાલસ દિલે વાત કરવાની જે સુવિધા મને પ્રાપ્ત થયેલી એને હું મારા જીવનની ધન્ય ઘડીઓ માનું છું. અવારનવાર એમને મળવાની અને એમના સાનિધ્યમાં જ્ઞાનવાર્તાઓ કરવાની માટી હેશ લઈને હું વિદાય થયેલે પણ ફરી એવો યોગ પ્રાપ્ત થાય એ પહેલાં જ એ પુરુષ અને કેને રડાવતા ચાલ્યા ગયા છે, ખરેખર માંડલને તે એમની ન પુરાય તેવી ખોટ પડી છે, કારણ કે છેલ્લા ૧૫ વર્ષથી માંડલને માટે એ ધર્મ છત્રરૂ૫ બનીને બેઠા હતા. . હવે તે આપણે માટે એમનું સાહિત્ય એ જ એક માત્ર એમના સાનિધ્યની ગરજ સારી શકે છે. “જનદર્શન” અને કલ્યાણ ભારતી એ બે ગ્રંથે દ્વારા મુનિશ્રીએ વિદ્વાનોમાં ભારે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. સાંભળવા પ્રમાણે “કલ્યાણભારતી”ની એક પણ કેપી બચી નથી, એથી આશા રાખું છું કે માંડલવાસીઓ એ ગ્રંથનું પુનર્મુદ્રણ કરી એના પ્રસાર દ્વારા જ એમને પ્રજાજીવનમાં જીવંત રાખી શકશે. શ્રી શાંતિપ્રસાદજી (મહંતશ્રી અન્નદ વિદ્યાપીઠ-જામનગર) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 216