Book Title: Nyayavijayji Jivanprabha
Author(s): Fulchand Doshi
Publisher: Mandal Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 7
________________ પ્રસ્તાવના ભાથી લગભગ ૪૫-૫૦ વર્ષ પૂર્વે ઊંચે આભ અને નીચે ધરતી એવી વ્યવસ્થામાં મે’ પિતા સાથે જન્મભૂમિ માંડલ હેાડી દીધું હતું. માંડલમાં ત્યારે અમારુ અંતનુ કાઈ જ નહિ હાઈ પરેઢિયે પાંચ વાગે અમે પિતા પુત્ર ચાલી નીકળ્યા હતા. ઉંમર ત્યારે મારી માંડ ૯–૧૦ વર્ષની હશે. બુદ્ધિ-સ્મૃતિ કર્દક તેજ હેાઈ ગુરુઓની મારા પર કૃપાદિષ્ટ ઊતરી ને તેથી એમણે મને બનારસ (કાશી) ભણવા મેાકલી આપ્યા. ત્યાં રહી મેં સંસ્કૃત-વ્યાકરણ-દર્શન વિગેરેની ઊંચી પરીક્ષા પાસ કરી તે છેવટે વેદાંતાચાર્યની પણ ઊંચી ડીગ્રી પ્રાપ્ત કરી. જે કારણે જામનગર-અનંદ વિદ્યાપીઠના મહંત તરીકે મારી નિમણૂક થઈ. એકવાર જેની પાસે એક ટંક ખીચડી ખાવાની પણ સગવડ નહેાતી એને આવી એક મહાન સંસ્થાનું મહ તપદ પ્રાપ્ત થવાથી અનેકવાર સંસ્થાને કામે મુંબઈ જવું પડતું. ત્યારે વચમાં વીરમગામ સ્ટેશન આવતાં માતૃભુમિ માંડલનુ સ્મરણ નગતું પણ હૈયાનાં એ ભાવેશને અંદર જ દબાવી રાખવા પડતા. પણ છેવટે વતન મૂકા પછી ૪૦-૪૨ વર્ષ બાદ માંડલ આવવાના યોગ પ્રાપ્ત થયા. આ વખતે મહાસતી ધનકુંવરબા જે એક વિદુષી અને સ્વતંત્ર વિચારના સ્થા. સાધ્વી છે એમને મુખે માંડલમાં બિરાજમાં પૂ. ન્યાયવિજયજી મહારાજ વિષે ઠીક ઠીક જાણવાનું પ્રાપ્ત થયું, અત્યંત વિદ્વાન હેવા સાથે વિચારાની ઉદારતા, સર્વધર્મ સમભાવભરી દાંષ્ટ, ક્રાંતિકારી માનસ, ભાવિયુગને જોવાની ઊ`ડી અનુભવષ્ટિ ઉપરાંત નિર્માંળ ચારિત્ર્ય, ખાલસહેજ સરળતા અને સતે પેાતાનાં કરી લેવા જેટલે નીતરતા સ્નેહ વગેરે ગુણાથી આકર્ષાઈ એમને મળવાને ખાસ આગ્રહ થવાથી માંડલ આવવામાં એમના દર્શનની ઝંખના એ પણ એક ખાસ કારણ હતું. For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 216