________________
૪૪
નિકોલસ વિકલ્પી થોડી વાર થોભ્યા પછી મિત્ર વીયર્સે નિકોલસને કહ્યું, “અમે આ પ્રાચીન-અર્વાચીન પદ્ધતિએ કામ કરીએ છીએ. તો તમે હવે આ બાકીના ચૌદ છોકરાઓને લઈને તેમને પાઠ વંચાવવાનું વગેરે કામ કરવા માંડો. તમારે પણ કંઈક ને કંઈક ઉપયોગી કામે તો લાગવું જ જોઈએ ને? આળસુપણે બેસી રહ્યું ન ચાલે; ખાધેલું હજમ પણ શી રીતે થાય?” મિ0 વીયર્સે નિકોલસને પોતાની શિક્ષણસંસ્થાની પ્રશંસામાં બહુ ઓછું બોલતો કે મનમાં કદાચ તેને ટીકાબુદ્ધિથી તપાસતો જોઈને તીખા શબ્દોમાં કહ્યું.
આમ કરતાં સવારનો વખત પસાર થવા આવ્યો. એક વાગ્યે છોકરાઓની ભૂખ ખૂબ કામકાજ અને બટાટાથી મારી નાંખ્યા બાદ રસોડામાં તેમને ભોજન આપવામાં આવ્યું. નિકોલસને તેના હોદ્દાની રૂએ જુદો બેસી પોતાનું ભોજન લેવાનું હતું.
ત્યાર બાદ અર્ધો કલાક વર્ગના ઓરડામાં જ ટાઢથી ધ્ર જતાં ધૂ જતાં આરામ; અને તે આરામના સમય બાદ નિશાળના વર્ગો ફરી પાછા શરૂ થવાના હતા.