Book Title: Nikolas Nikalbi
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

View full book text
Previous | Next

Page 406
________________ ૩૫૦ નિકોલસ નિકબી તેઓને દગો દીધા જેવું થાય એવું કશું હું હરગિજ થવા દેવાનો નથી. હું તેમના પ્રત્યેની મારી ફરજનો કડક ખ્યાલ જ મારી નજર સમક્ષ રાખીને, બીજા બધા મધુર – હળવા ભાવોને છુંદી નાખવા. પ્રયત્ન કરીશ.” “જઓ ભાઈ, હું તમને બીજી જ વાત કહેવા આવી હતી. પણ મારી હિંમત ચાલતી નહોતી, પણ હવે તમે જે વાત કરી તે ઉપરથી મારામાં એ કહેવાની હિંમત આવી છે,” આટલું કહેતાંમાં તે ભલી છોકરી રડી પડી. “ચાલ, ચાલ, નાદાન છોકરી! તું શું કહેવાની છે તે હું સમજી ગયો છું. તે ફેંકના પ્રેમને નકાર્યો છે, એ જ તું કહેવા માગે છે ને?” કેટે પોતાનું માથું ભાઈના ખભા ઉપર નાખી દીધું અને ડૂસકાં ભર્યો અવાજે કહ્યું, “હા.” ગેરહાજર હતો તે દરમ્યાન તેણે પોતાનો હાથ લગ્નમાં તને આપવા માગણી કરી હતી, ખરું ને?” “અને મેં-મેં તે હાથ પાછો ઠેલ્યો!” “ઠીક; અને શા કારણે?” “તમે મમ્માને જે કારણો મેડલીનને ઘરમાં લાવ્યા પછી કહ્યાં હતાં તે જ કારણે- તે કેવા મોટા ખાનદાનના છે, તથા એમના મામાઓના આપણા ઉપર કેટલા બધા ઉપકાર છે, તથા શેઠ-ભાઈઓના તે એકમાત્ર વારસદાર હોઈ, તેમણે પોતાની સ્થિતિને અનુરૂપ કેવો સંબંધ અમને માટે વિચારી રાખ્યો હશે અને ‘આપણે શેઠ-ભાઈ ઓની ભલમસનાઈનો ગેરલાભ લીધો છે અને ભાણા મારફતે તેમની મિલકત ઉપર નજર રાખીને જ આ સંબંધ જાણી જોઈને વિકસવા દીધો છે', એવું તેમને ન લાગવું જોઈએ – એ બધાં જ કારણો કહીને છેવટે તેમને મેં દૃઢતાપૂર્વક કહી દીધું કે, તેમણે મને હવે ફરી મળવું નહિ.”

Loading...

Page Navigation
1 ... 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436