Book Title: Nikolas Nikalbi
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

View full book text
Previous | Next

Page 401
________________ ૩૪૫ બૂકરનું કબૂલાતનામું તેવો માણસ પરણી ન જાય, તે માટે તેના ભાઈની પરવાનગીની શરત વિલમાં મૂકવામાં આવી હતી. રાલફ આ બધું જાણતો હતો. “ભાઈએ પોતાની મિલકત તો ઉડાવી દીધી હતી; એટલે બહેન જ્યારે પરણતી વખતે પોતાની સંમતિ માગવા આવે, ત્યારે તે સંમતિ મોટી કિંમતે વેચવાનો છે તેનો બેત હતો. “પણ રાલ્ફ નિકલ્દી તેના કરતાં વધુ પાકો માણસ હતો. એટલે તેણે એ લગ્ન જ ગુપ્ત રાખ્યું. પેલો ભાઈ ઉડાઉપણાથી અને શિકારના શોખથી માર્યો જાય તેની રાહ જ જોવાનું તેને સલાહભરેલું લાગ્યું. પણ એટલામાં તેના ગુપ્ત લગ્નથી એક પુત્ર જન્મ્યો. એ પુત્રને ગુપચુપ કોઈ દૂરની નર્સને ત્યાં મોકલાવી દેવામાં આવ્યો. કારણ કે, રાલ્ફનો સાળો હવે સખત તાવે પટકાયો હોઈ, ઝટ મરી જાય તેવો સંભવ ઊભો થયો હતો. દરમ્યાન પોતે કરેલા ગુપ્ત લગ્નનો તેને વહેમ ન જાય તે માટે રાફે તેને ઘેર જવાનું જ છોડી દીધું. તેની પત્ની તો લગ્ન જાહેર કરી દેવા રાફને વારંવાર આગ્રહ કર્યા કરતી હતી. પરંતુ, પેલો ભાઈ મરવાને બદલે સાજો થઈ ગયો! છેવટે લગ્ન પછી સાત વર્ષ પેલી બહેન કંટાળીને કોઈ જુવાનિયા સાથે ભાગી ગઈ. અને બનવાકાળ તે તેનો ભાઈ પણ, તેના નાસી ગયા બાદ, થોડાં અઠવાડિયામાં જ મરી ગયો. રાલફે હવે ભાગી ગયેલી પોતાની સ્ત્રીની મિલકતનો કબજો મેળવવા માટે તેનો પીછો પકડ્યો. તેનો વિચાર પેલા જુવાનિયાને ડરાવી કે ખતમ કરી, પત્નીને પાછી લાવી, મિલકતનો કબજો લેવાનો હતો. તે લોકોને શોધવા નીકળતાં પહેલાં રાલફે મને પેલા છોકરાને પાછો પોતાને ઘેર લઈ આવવાનું કામ સંપ્યું. અને હું તે છોકરાને પેલી નર્સને ત્યાંથી લઈ પણ આવ્યો. પણ રાફ મારા પ્રત્યે બહુ ખરાબ વર્તાવ રાખતો હોવાથી હું તેને ખૂબ ધિક્કારતો થઈ ગયો હતો. છોકરાને લઈ આવ્યા પછી તેને મેં રાફના મકાનના આગલા ભાગના છાપરા નીચેના કમરામાં

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436