Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 15
________________ પાંચમે ગુણઠાણે દેશ ચારિત્ર. જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવમાં ઉદાસીનતા ભળશે. છટ્ટે ગુણઠાણે વધુ ભળશે. સાતમે એથીય વધુ. નિર્લેપતા ઘેરી ને ઘેરી બન્યા કરશે. સુભાષચન્દ્ર બોઝ એક જાહેર સભાને સંબોધી રહ્યા હતા. એક વિરોધીએ જુનું હાથમાં લીધું અને સુભાષચન્દ્રના કપાળને તાકીને લગાવ્યું. સહેજ નિશાનચૂક થઈ. સુભાષચન્દ્રના પગ પાસે જુતું પડ્યું. કદાચ કો'ક હતપ્રભ બની જાય. પણ આ તો સુભાષ બોઝ હતા. એમણે પ્રવચન ચાલુ રાખ્યું. ધીરેથી નીચે ઝૂકીને પેલું જુનું હાથમાં લીધું અને કહ્યું : “હું પહેરું છું એ જુત્તાં કરતાં આ વધુ સારું છે. જે સજ્જને આ જૂતું ફેંક્યું છે, તેમને વિનંતી કરું કે બીજું પણ અહીં ફેંકી દે. તેમને તો આમ પણ બીજું હવે નક્કામું જ છે... હું બેઉ નવાં જુત્તાં લઈ મારાં જુત્તાં અહીં છોડીને વિદાય થઈ જાઉં.' તીર્થકર ભગવંતોની ઉદાસીન દશા ગૃહસ્થપણામાં પણ પ્રબળ હોય છે. એટલે તેઓ ચોથા ગુણઠાણે હોવા છતાં છઠ્ઠી દૃષ્ટિમાં હોય છે. અંજનશલાકાના પ્રસંગોમાં પ્રભુનો લગ્નોત્સવ અને રાજ્યાભિષેકના પ્રસંગને ઝીણવટથી જોવાય તો એ ક્ષણોમાં પણ પ્રભુના ચહેરા પરની પરમ ઉદાસીન દશા આપણને સ્પર્શી જાય. આપણે એ સમયે માત્ર પ્રભુના મુખને જ જોતા રહીએ... દ્રષ્ટાભાવ. ઘટનાને જોવાનો એક વિશિષ્ટ દૃષ્ટિકોણ... પ્રભુની કૃપાને આ રીતે ઝીલીએ... તપાચાર. તપ એટલે નિજગુણભોગ. યાદ આવે મહોપાધ્યાય શ્રીયશોવિજય મહારાજ : ‘તપ તે એહિ જ આતમાં, વરતે નિજગુણ ભોગે રે...' ચારિત્ર એટલે ઉદાસીન દશા. ઉદાસીન શબ્દ બે શબ્દોના જોડાણથી બનેલ છે : ઉદ્ + આસીન. ઊંચે બેઠેલ. ઘટનાઓની નદીના પ્રવાહને ઉદાસીન દશાની ભેખડ પર બેસીને માત્ર જોવાનો છે. પ્રશમ રસની પ્રગાઢ અનુભૂતિની ક્ષણોમાં તમે હો છો નિજગુણભોગી. જ્ઞાતાભાવ, દ્રષ્ટાભાવ... પોતાના ગુણોનો ભોગ. પરના ભાગને અલવિદા. ધ્યાન અને કાયોત્સર્ગની ક્ષણોમાં હોય છે આ નિજગુણભોગ. ઉદાસીન દશા. ઘેરી અલિપ્તતા. ચોથા ગુણઠાણે જ્ઞાતાભાવદ્રષ્ટાભાવ છે. જણાય છે, જોવાય છે; થોડુંક અલિપ્ત રહેવાય છે. વીર્યાચાર. આત્મશક્તિના વહેણનું માત્ર સ્વ ભણી વહેવું તે વીર્યાચાર. ૨૮ : મોક્ષ તમારી હથેળીમાં સાધનાની સપ્તપદી જે ૨૯

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93