Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 87
________________ શબ્દોને પેલે પારની ઘટના... હા, તમે એને કહી ન શકો. પણ અનુભવી તો શકો જે. જિનહી પાયા તિનહી છિપાયા, ન કહે કોઉ કે કાન મેં; તારી લાગી જબ અનુભવકી, તબ સમજે સહુ સાન મેં.... અંજનમાંહિ નિરંજન રહીએ, જોગ જુગત ઈમ પાઈએ; ‘નાનક’ જીવતયાં મર રહીએ, ઐસા જોગ કમાઈએ... ભીતરથી આનંદનું ઝરણું વહ્યા કરે છે; અને અનાયાસે ધૂન, અનાહત નાદ ચાલુ થાય છે. ઘરમાં પોતાની ભીતર શું છે એનો ખ્યાલ હવે આવે છે. રાગ-દ્વેષનાં નિમિત્તો આજુબાજુમાં હોવા છતાં સાધકને એ નિમિત્તોનો સ્પર્શ થતો નથી. અનુભૂતિ. જ્યાં શબ્દો વિલીન થયા છે. વિચારો છૂ થયા છે. યોગશાસ્ત્ર યાદ આવે : ઉદાસીનભાવમાં ડૂબેલ સાધક કંઈ જ વિચારી શકતો નથી. કારણ કે વિચારો એટલે જ ચિત્તની અસ્થિરતા. ચિત્તનું પ્રકંપન. ઉદાસીનભાવ છે અનુભૂતિ...૨ અનુભૂતિની પરાકાષ્ઠાનું વર્ણન કલિકાલસર્વજ્ઞશ્રીએ આ રીતે કર્યું : જાગૃત અવસ્થામાં જે સાધક ભીતર ડૂબી ગયો છે, તેને મુક્તિના સુખનો આસ્વાદ મળે જ.૩ લે સવસંટણ.' સ્વરૂપસંસ્થિતિ... ગુરુ નાનકનું એક પદ છે : નિઝર ઝરે, સહજ ધૂન લાગે, ઘર હી પરચા પાઈએ, પૂ. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ યાદ આવે : “સબ મેં હૈ ઔર સબ મેં નાંહિ, તું નટ રૂપ અકેલો; આપ સ્વભાવ વિભાવે રમતો, તૂ ગુરુ ઔર તૂ ચેલો...' સાધક ઉપયોગરૂપે આજુબાજુના પોતાના વપરાશમાં આવતા પદાર્થોમાં હોય. પણ એ મૂર્છારૂપે ક્યાંય હોતો નથી. પ્રારંભિક સાધક કદાચ, જાગૃતિના અભાવે, પરમાં ઉપયોગ રાખનારો હોય; જાગૃત સાધક તો સ્વમાં જ ઉપયોગવાળો હોય. અંજનમાંહિ નિરંજન રહીએ...' અસાધકો જેના દ્વારા લેપાઈ શકે, તે બધામાં સાધક નિર્લેપ હોય. ‘નાનક જીવતયાં મર રહીએ... ઐસા જોગ કમાઈએ...' જીવન્મુક્તદશાની વાત અહીં થઈ. શંકરાચાર્યે કરેલી જીવન્મુક્તદશાની વાત યાદ આવે : २. औदासीन्यपरायणवृत्तिः, किञ्चिदपि चिन्तयेन्नैव । यत्सङ्कल्पाकुलितं, चित्तं नासादयेत् स्थैर्यम् ॥१२॥१९॥ ૩. વો નાઈJવાયાં, સ્વસ્થ; વ્ર તિતિ નથ0: | श्वासोच्छ्वासविहीन; स हीयते न खलु मुक्तिजुषः ॥१२॥४७।। ૧૭૨ : મોક્ષ તમારી હથેળીમાં ના હમ દરસન, ના હેમ ફેરસને છેક ૧૭૩

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93