Book Title: Moksh Tamari Hathelima
Author(s): Yashovijaysuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 68
________________ આજ્ઞાપાલનને કારણે સાધનાના ઊંડાણને લીધે શરીરમાં વહેતી ઊર્જા (ઑરા) કેવી પવિત્ર બની રહે છે એની એક ઘટના યાદ આવે છે. શશિકાન્તભાઇ મહેતા, ચન્દ્રકાન્તભાઇ, પ્રાણલાલભાઇ દોશી આદિ સાથે હિમ્મતભાઇ બદ્રીની યાત્રાએ ગયેલા. આવી જ ખુમારી બદ્રીમાં હંમેશ માટે રહેતા ટાટબાબામાં તેઓએ નિહાળેલી. માત્ર કંતાનનું ઉત્તરીય પહેરતા એ સંતને લોકો ટાટ (કતાન) બાબા તરીકે સંબોધતા. બદ્રીમાં બહુ ઠંડી પડે ત્યારે કોઈ જ મનુષ્ય લગભગ ન હોય. પણ ટાટબાબા તો ત્યાં જ હોય. એમને પૂછવામાં આવ્યું : કોઈ ન હોય ત્યારે ભિક્ષાનો પ્રબંધ શી રીતે થાય ? રસ્તામાં, માર્ગથી થોડે દૂર, એક સંત એક ગુફામાં રહે છે એ ખ્યાલ આવ્યો. બધા એ ગુફા તરફ ચાલ્યા. બીજા બધા ગુફામાં પહોંચી ગયા. સંતની જોડે ચર્ચામાં ગૂંથાયા. શ્રી હિમ્મતભાઇ ધીરે ચાલતા. તેઓ પાછળથી ગુફામાં પ્રવેશ્યા. જેવા તેઓ પ્રવેશ્યા કે સંત ઊભા થઇ ગયા. સામે આવ્યા. અને કહ્યું : આપ ક્યાં યહાં પધારે ? આપ તો મુઝસે ભી બડે સંત હૈ ! એક મિનિટ, અર્ધી મિનિટ, ગુફામાં હિમ્મતભાઇની ઊર્જા પથરાઇ, વિસ્તરી અને સંત એ ઊર્જાની બળવત્તા પામી ગયા. હસતાં હસતાં એમણે પ્રત્યુત્તર વાળેલો : ‘ક્યા તુમ ભિક્ષા દેનેવાલે હોતે હો ? વહ તો ઉપરવાલા હી હોતા હૈ...' કેવી આ ખુમારી ! જે સાધના દ્વારા આવી પવિત્રતા અને ખુમારી મળે છે, તે સાધનાનો અભ્યાસ મીરાં સતત કરી રહ્યાં છે. ‘સદા સેવા કરતી હૂં.' પછી કહે છે : ‘સુમિરન ધ્યાન મેં ચિત્ત ધરતી હું... શરીર આજ્ઞાપાલનમાં... મન છે સ્મરણ અને ધ્યાનમાં. સાધનાનું ઊંડાણ કેવી તો પવિત્રતા આપે છે ! માત્ર પવિત્રતા જ નહિ, ખુમારી પણ અર્પે છે સાધનાનું ઊંડાણ. શ્રી હિમ્મતભાઇ આદિને તે જ પ્રવાસમાં થયેલી એક અનુભૂતિ. માર્ગથી થોડે દૂર, ગુફામાં સંત છે એમ સાંભળી તેઓ બધા ત્યાં ગયા. બહુ જ નાનકડી ગુફા હતી. સહેજે જ પુછાઈ ગયું : “આપ ઈતની સંકરી ગુહા મેં ક્યાં ?” સંતે કહ્યું : “મેં ઔર મેરે ભગવાન દો તો યહાં ઠહર સકતે હૈ, ફિર તીસરે કા કામ ભી ક્યા હૈ ?” સ્મરણ ચાલ્યા કરતું હોય છે પ્રભુનું. પ્રભુના ઉપકારોનું. સ્મરણ ગાઢ બને છે અને ધ્યાનદશામાં સરી જવાય છે. ધ્યાનદેશા પાંખી બને છે અને સ્મરણ ચાલુ થઈ જાય છે. સ્મરણ અને ધ્યાનનું એક દ્વન્દ્ર અહીં આપ્યું. આવું જ કંન્દ્ર શાસ્ત્રોમાં અપાયું છે ભાવના અને ધ્યાનનું. ૧૩૪ ૪ મોલ તમારી હથેળીમાં મોલ તમારી હથેળી માં” = ૧૩૫

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93