________________
ભાગ્યોદય
ફે જીને કહ્યું. “રાજપૂતો માટે તમને બહુમાન છે કે શું ?”
“માન છે કે નહિ, એ જુદે સવાલ છે; પરંતુ તેઓ યુનિપુણ છે, એ તો આપ પણ સ્વીકારે છે.” ફીજીએ કહ્યું.
“મહેબતખાંનું કથન સર્વથા અસત્ય તે નથી જ; કેમકે માનસિંહ વિના આપણે મેવાડને વશ કરી શકતા નહિ, એવી મારી પણ માન્યતા છે.” બાદશાહે કહ્યું.
“ઠીક, પણ શાહજાદા માટે આપ શા વિચાર ઉપર આવ્યા છો?” ફજીએ વિષયને બદલાવવાના હેતુથી પૂછયું.
એ વિષે મેં કાંઈ વિચાર કર્યો જ નથી; પરંતુ શાહજાદાને રજીયા સાથે શી રીતે સંબંધ જોડાયે, એ સમજી શકાતું નથી.” બાદશાહે કહ્યું,
એ ભેદ ઉકેલવાને હું પ્રયાસ કરીશ. હાલ તે મને રજા છે ને ?” જીએ ખિન્નતાથી એમ કહીને રજા માગી.
હા, રજા છે; કારણ કે મારે પણ અત્યારે બીજું કામ છે.” બાદ શાહે તેને રજા આપીને પૂછ્યું. “પેલો કાગળ તમારી પાસે છે ને ?
“જી, હા.”ફ છએ બાદશાહને નમીને જતાં જતાં જવાબ આપે. ફળ ચાલ્યા ગયા અને બાદશાહ પુનઃ એરડામાં પાછે આ,