________________
મેવાડને પુનરુદ્ધાર
થઈ, તે પહેલાં વ્યાવહારિક વિષયને જરૂર જેટલે અભ્યાસ કરી લીધે હતો અને તે ઉપરાંત એક વિદ્વાન અને શાંત પ્રકૃતિના મુનિ પાસે રહીને ધાર્મિક જ્ઞાન પણ મેળવી લીધું હતું. જે જે મહાપુરુષે આ અવનીતલ ઉપર થઈ ગયા છે, તેઓ સર્વે સંસારની માયાજાળને વિષમ પ્રકારની ગણીને તેનાથી દૂર રહેવાનું જ પસંદ કરીને પ્રાય: વૈરાગ્યવૃત્તિને ધારણ કરનારા હોય છે. મુનિના સહવાસ અને ધાર્મિક જ્ઞાનના સેવનથી હીરવિજયનું મન પણ સંસાર ઉપરથી ઊઠી ગયું હતું અને વૈરાગ્ય તરફ ખેંચાવા લાગ્યું હતું અને તેથી તે વ્યાવહારિક કાર્યોમાં રસપૂર્વક ભાગ લેતા નહતા. જ્યારે હીરવિજયનું વય તેર વર્ષનું થયું, ત્યારે તેમનાં માતાપિતાને સ્વર્ગવાસ થયે. હીરવિજયને માતા-પિતા ઉપર બહુ જ ભક્તિભાવ હતો અને તેથી તેમના મૃત્યુથી તેના હૃદય ઉપર સચોટ અસર થઈ અને તેનું ચિત્ત વિશેષ ઉદાસીન વૃત્તિને ધારણ કરતું ગયું. કેટલાક સમય વિત્યા બાદ હીરવિજય પિતાની બહેનને મળવાને માટે પાટણ ગયા. પાટણમાં રહેતી તેમની બહેનનું નામ વિમળા હતું, વિમળા બહુ જ સદ્ગણી અને સુશીલા હતી. એને તેથી તેણે પિતાના ભાઈને આવેલો જાણે તેને પ્રેમથી વધાવી લીધું અને તેના ઉદાસીન ચિત્તને શાંત કરવાને પ્રવાસ કરવા લાગી; પરંતુ એથી હીરવિજયના મન ઉપર કશી અસર થવા પામી નહિ. આ સમયે પાટણમાં શ્રી વિજયદાનસૂરિ નામક જૈનાચાર્ય પિતાની પવિત્ર અને હૃદયંગમ ઉપદેશવાણીથી ભવ્યજીવોને પ્રબોધી રહ્યા હતા. આ આચાર્ય ઘણું જ પ્રતાપી અને વિદ્વાન હતા અને તેથી તેમની સુકીર્તિ ગુજરાત, રાજસ્થાન, કરછ વગેરે દેશમાં પ્રસરી રહેલી હતી. હીરવિજય આવા એક વિદ્વાન આચાર્યની શોધમાં જ હોવાથી તેમણે તેમને સમાગમ કર્યો અને ધીરે ધીરે વધાર્યો. શ્રી વિજયદાનસૂરિની નમ્રતા, તેમને શાંત સ્વભાવ, તેમની કરુણામય વિશાળ દષ્ટિ અને તેમના સુંદર ઉપદેશની સચોટ છાપ હીરવિજયના હૃદય ઉપર એટલે સુધી પડી ગઈ કે તેમનું ચિત્ત વૈરાગ્યભાવમાં વધુને વધુ પ્રવૃત્તિ કરતું ગયું અને છેવટે તે તેમની પાસે દીક્ષા લેવાને પણ તૈયાર થઈ ગયા. આ વાતની તેમની બહેન વિમળાને ખબર પડતાં તેણે પોતાના ભાઈને એક દિવસે એકાંતમાં બોલાવીને કહ્યું, “ભાઈ ! મેં સાંભળ્યું છે કે તમે સંસારનો ત્યાગ કરી આચાર્ય મહારાજ પાસે દીક્ષા લેવાના છે, શું આ વાત સાચી છે ? જે સાચી હોય, તે મારે તમને કહેવું જોઈએ કે દીક્ષા લેવી એ કાંઈ રમત વાત નથી. દીક્ષા અથવા સંયમવૃત્ત એ