Book Title: Mewadno Punruddhar
Author(s): J M Kapasi, Vinod Kapashi
Publisher: V K Parakashan
Catalog link: https://jainqq.org/explore/006160/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મેવાડનો પુનરુદ્ધાર [ રાણા પ્રતાપ અને ભામાશાહના સમયની ઐતિહાસિક નવલકથા ] લેખક જ. મા. કપાસી સંપાદન વિનોદ કપાશી Page #2 -------------------------------------------------------------------------- ________________ મેવાડનો પુનરુદ્ધાર લેખક શ્રી જગજીવનદાસ માવજી કપાશી પ્રકાશક વિ. કે. પ્રકાશન : લંડન Page #3 -------------------------------------------------------------------------- ________________ (c) મેવાડના પુનરુદ્ધાર/પ્રકાશક : વિ. કે. પ્રકાશન 62, VAUGHAN ROAD HARROW MIDDLESEX - LONDON U. K. Phone : 01-864-4674 કિંમત રૂા. ૧૪-૦૦ £ ૨. ૨૫ મુદ્રક : પ્રકાશક વિ. કે. પ્રકાશન લડન મુકણસ્થાન સુરૂપ મુદ્રિકા છે. યાજ્ઞિક રોડ રાજકેટ-૧ ફોન : ૩૧૦૪૪ પ્રકાશન : ફેબ્રુઆરી ૧૯૮૨ [પ્રકાશકની લેખિત પરવાનગી વગર પુસ્તક યા તેને કોઈ પણ ભાગ છાપ-છપાવવો નહીં.] Page #4 -------------------------------------------------------------------------- ________________ એ બોલ મેવાડના મહારાણા પ્રતાપ, દાનવીર અને દેશભક્ત મંત્રી ભામાશાહ, નવયુવાન વિજય, તેની પ્રેયસી ચંપા, મોગલ સલ્તનતના શહેનશાહ અકબર, શાહજાદી આરામબેગમ, પૃથ્વીરાજ તથા આચાર્ય શ્રી હીરવિજયસૂરિ જેવા પાત્રોની આસપાસ ગૂંથાયેલી આ એક અનુપચ ઐતિહાસિક નવલકથા છે. જુલાઈ ૧૫૭૬ના હલ્દીઘાટના ઐતિહાસિક સમરાંગણની વાત સાથે આ કથાને પ્રારંભ થાય છે અને છેક અંત સુધી શૌર્ય, પ્રેમ અને ઉદારતાના તેમજ સ્વામીભક્તિ અને દેશભક્તિના ગુણગાન ગાય છે. નવલકથાને રસ પ્રારંભથી અંત સુધી જળવાઈ રહે છે અને વાંચકેના મચક્ષુ સમક્ષ તકાલિન મેવાડનું એ અનેખું ચિત્ર રજૂ કરે છે. આ નવલકથા ૧૯૨૫માં પ્રથમ પ્રસિદ્ધ થયેલી. ત્યારબાદ અનેક વર્તુળા તરફથી તેના પુનર્મુદ્રણ માટે માગણીઓ થયા કરતી હતી. આજે ૫૫-૫૬ વર્ષના લાંબા ગાળા પછી થેડા સુધારા સાથે આ નવલકથા બૃહદ ગુજરાતી જનસમાજ સમક્ષ રજૂ કરતાં અત્યંત આનંદ થાય છે. આ નવલકથા જે સમયે લખાઈ તે સમયની ભાષાને યથાવત જાળવી રાખવા પૂરો પ્રયાસ કર્યો છે. કારણ કે અમારું માનવું છે કે આ ભાષા પણ અત્યંત સુંદર છે અને એ સમયના ગુજરાતી લેખકેની શૈલીને સારો એવો ખ્યાલ આપે છે. એટલે માત્ર કથા વસ્તુની દૃષ્ટિએ જ નહીં પરંતુ ભાષા શૈલીની દષ્ટિએ પણ આ નવલકથાનું વાંચન રસપ્રદ બની રહેશે એમાં શંકાને સ્થાન નથી. શ્રી જગજીવનદાસ માવજી કપાશીના અન્ય પાંચ પુસ્તકે પણ ઐતિહાસિક ઘટનાઓના સંદર્ભમાં લખાયેલાં છે અને રસભરપૂર વાંચન Page #5 -------------------------------------------------------------------------- ________________ પૂરું પાડે છે. ઈશ્વરેચ્છા એ કદાચ એ પુસ્તકનું મુદ્રણ પણ પુનઃ હાથ પર ધરીશું. આ પુસ્તકના પ્રકાશન સાથે ઘણા સમયની મારી મહેચ્છા પૂરી થાય છે. મને પ્રકાશન માટે સતત પ્રેરણા આપનાર ઘરનાં સભ્યો સુધા, રક્ષિતા, પૂણિમા તથા નેહાને સાથ અવિસ્મરણીય રહ્યો છે. પુસ્તકના લેખક મારા ૫. પૂ. પિતાશ્રીને જ્યારે અત્યારે ૮૫ વર્ષ થયાં છે. આ સુધારેલી આવૃત્તિનું પ્રથમ પુસ્તક મારા સ્વર્ગસ્થ માતુશ્રી શ્રીમતી શાંતાબેન જગજીવદાસ કપાશીના ચરણોમાં ધરીને ધન્યતા અનુભવું છું. વિ. કે. પ્રકાશન દ્વારા અન્ય લેખકેના પુસ્તકે બહાર પાડવાની યોજના આકાર ધરી રહ્યા છે અંતમાં પુસ્તકમાંની ક્ષતિઓ તરફ દરગુજર ચાહુ છું. -વિનોદ કાશી 62, Vaughan Road Harrow Middlesex U. K. Phone : 07-864-4674 Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના જીવન ઘટનાને આધાર અનુકરણ ઉપર વિશેષ અવલંબે છે. એ ઉપરથી પ્રાચિન જીવન–ઈતિહાસ સમાજમાં વધારે આદરણીય થતા જાય છે. આ પુણ્યભૂમિ – હિન્દુસ્થાનમાં અનેક મહાન મનુષ્યો થઈ ગયા છે એ ઈતિહાસનાં વાંચનથી સારી રીતે સમજી શકાય તેમ છે. એટલે તેમને ઈતિહાસ મનનીય થઈ શકે ને તેમાં પણ ઇતિહાસની સામાન્ય અને શુષ્ક વાત કરતાં અવનવી ઘટનાઓથી ભરેલી ઐતિહાસિક નવલકથા જનસમાજનાં હૃદય ઉપર જોઈએ તેવી અસર કરી શકે છે. આ એક જ કારણ ઉપરથી ઐતિહાસિક નવલકથાઓ લખવાને પ્રવૃત્ત થયેલો છું. આ પુસ્તકના વાંચનથી સ્વદેશ પ્રેમ, જીવદયા, શુદ્ધ પ્રેમ અને સમાજ સેવાદિ ગુણોની આવશ્યકતા મનુષ્યવર્ગના હૃદયમાં જોઈતી અસર કરશે તે મારા શ્રમનું સાર્થકય થશે. પ્રસ્તુત નવલકથા મેવાડના વીરોષ્ઠ કુલતિલક મહારાણા પ્રતાપસિંહ અને મોગલ સમ્રાટ શહેનશાહ અકબરના સમયને અનુલક્ષીને લખાયેલી છે. મેવાડના મહારાણા પ્રતાપસિંહના વિરચિત્ત સગુણોથી તથા મેવાડના પુનરુદ્ધાર માટે તેમણે સેવેલાં દુઃખો અને પરિશ્રમથી સર્વ કઈ પરિચિત જ છે. મેવાડને પુનરુદ્ધાર કરવામાં ભામાશાએ અનેક કષ્ટ સહેવા ઉપરાંત અખૂટ ધનસંપત્તિ આપવાની ઉદારતા કરી હતી. અકબરે, જીવહિંસાની મના, કેદીઓ અને પશુપક્ષીની સ્વતંત્રતા, પ્રજાને હરકતકર્તા જયાવેરા વગેરે કરની માફી વગેરે સમાજને ઉપયોગી અનેક ફરમાને કહાડીને પ્રજાની પ્રીતિને સંપાદન કરી હતી. મારે એક વાત જણાવવી જોઈએ કે પ્રાચિન ઈતિહાસ આપણે શૃંખલાબદ્ધ મેળવી શકતા નથી. તેમ ભિન્ન ભિન્ન ઈતિહાસ લખનાર વચ્ચેના નંધમાં પણ એક જ પાત્રના અંગે કેટલાક તફાવત આવી જાય છે. તો પણ મેં આ વાર્તા લખતાં લખતાં તેમાં સંભવિત ઘટનાને વધારે વજન આપેલ છે. છતાં વાર્તાની સંકલના અને રસ પિષવામાં કવચિત ક૯૫નામિશ્ર ઘટનાઓને પણ આદર અપાયે હશે. આ ધોરણ વર્તમાન ઐતિહાસિક વાર્તા લખવામાં નિરૂપાયે સ્વીકારવાનું સામાન્ય હોવાથી સંતવ્ય ગણાશે. છેલ્લે ઐકય એ દેશ, સમાજ અને ધર્મની ઉન્નતિનું મૂળ છે તેથી આપણે જો એને દઢતાથી વળગી રહેશું તો ઉદયની આપણી જે ભાવનાઓ છે, તે સત્વર ફલિભૂત થવાને પ્રસંગ આવશે. ચુડા, જગજીવન માવજી કપાસી તા. ૧૫-૨-૧૯૨૦ Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ આભાર * વડીલ બંધુઓ શ્રી રમણિકભાઈ, શ્રી નગીનભાઈ તથા શ્રી જશુભાઈ પાશી-એકઝેક્યુટીવ એનજીનીયર, રાજકેટ તથા શ્રીમતી વિમલાબહેન ગુણવંતલાલ શાહ, * “ગરવી ગુજરાત” સાપ્તાહિક (લંડન) ના તંત્રીશ્રી રમણિકભાઈ સોલંકીને જેમણે મને હંમેશા સવિશેષ મમતા દર્શાવીને સાથ અને સહકાર આપેલ છે. * પુસ્તકના નવા સ્વરૂપને જોઈ તપાસી જવા માટે ભાઈશ્રી વિપુલ કલ્યાણ તથા શ્રી યોગેશ પટેલને. * પુસ્તકના ત્વરિત અને સુંદર છાપકામ માટે સુરૂપ મુદ્રિકાને. * ને છેલે છપાવવાના સમયે જાત-દેખરેખ લઈ અન્ય કાર્યોમાં સહાયરૂપ થનાર ભાઈશ્રી મુકેશ કપાશીને, દ્વાર Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ. મા. કપાશીના અન્ય પુસ્તકો: ગુજરાતનું ગૌરવ અથવા વિમલમંત્રીને વિજય પાટણની ચડતી પડતી ભાગ-૧ , , , ભાગ-૨ અણહિલપુર આથમતે સૂર્ય Page #10 -------------------------------------------------------------------------- ________________ મેવાડને પુનરુદ્ધાર Page #11 --------------------------------------------------------------------------  Page #12 -------------------------------------------------------------------------- ________________ 30 મેવાડનો પુનરુદ્ધાર પ્રકરણું ૧ યુ. ભ્રાતૃસ્નેહ. उत्सवे व्यिसने चैव दुर्भिक्षे शत्रुविग्रहे । राजद्वारे स्मशाने च यः तिष्ठति सः बान्धवः ॥ વિક્રમ સંવત્ ૧૬૩૨ ના પવિત્ર શ્રાવણ માસના શુક્લ સપ્તમીને દિવસ, (જુલાઈ ઈ. સ. ૧૫૭૬) મેવાડના ઈતિહાસમાં સેનેરી અક્ષરેથી કાતરાયેલા અને યાદ રાખવા યાગ્ય ગણાય છે. આ દિવસને પવિત્ર ગણી કે અપવિત્ર ગણા અથવા તેા તેને શુભ કહે કે અશુભ કહે; પરંતુ તે દિવસે મેવાડના સુપુત્રાએ સ્વદેશ અને સ્વતંત્રતાના રક્ષણ માટે હલ્દીધાટના ચાળીસ કેસના ચારસ પ્રદેશમાં પેાતાનું ઉમદા લેાહી રેડયું હતું. મેવાડના વીર કેશરી રાણા પ્રતાપસિંહૈ, તેના શૂરવીર સરદારાએ અને તેના નિમકહલાલ સૈનિકાએ સમરક્ષેત્રમાં તે દિવસે જે અસીમ સાહસ અને અતૂલ શૌય દર્શાવ્યું હતું, તે ખરેખર અસાધારણ હતું. એક બાજુ અસંખ્ય અને વિશાળ મેાગલ સૈન્ય હતું અને તેની સામી બાજુએ માત્ર બાવીશ હજાર રાજપૂતા હતા. હલ્દીધાટના પ્રદેશમાં એક બાજુ પ્રતાપી પ્રતાપસિંહ અને ખીજી ખાજુએ રણુકુશલ મેાગલ સેનાપતિ માનસિંહ હતા. ઉભય રાજપુત હતા, બળવાન હતા અને બુદ્ધિસંપન્ન હતા; પરંતુ સ્વદેશની સ્વતંત્રતા માટે લડનાર પ્રતાપસિંહ કયાં અને થેાડાલેાભને ખાતર મેાગલ શહેનશાહ અકબરના ગુલામ થનાર માનસિંહ કયાં ? એકે સ્વદેશના રક્ષણ માટે પ્રાણાન્ત કષ્ટો સહન કરી મેવાડના પુનરુદ્વાર કર્યાં અને ખીન્નએ પેાતાના દેશને પરતંત્ર કરવા માટે જ યુદ્ધ કર્યું. એક તરફથી હર હર મહાદેવ અને ખીજી તરફથી અલ્લાહે અકબરના ભીષણ અને ગગનભેદી અવાજો કાનને ફાડી નાંખતા હતા. શૂરા અને મરણીયા થયેલા રાજપૂતા ભૂખ્યા સિંહની જેમ મુસલમાનેા ઉપર તૂટી પડયા હતા. Page #13 -------------------------------------------------------------------------- ________________ મેવાડને પુનરુદ્ધાર મેગલ સૈનિકે પણ બહાદૂરીથી લડી રહ્યા હતા. તરવાર, ભાલાઓ અને તીરો સામસામે ઉછળી રહ્યા હતાં અને તેથી સૈનિકોના માથાં ધડથી જુદાં થતાં વાર લાગતી નહતી. હદીધાટને પ્રદેશ લોહીથી તરબોળ થઈ ગયે હતો. આ સમયે રાણા પ્રતાપસિંહ રાજા માનસિંહને પોતાના બાહુબળને અનુભવ કરાવવાને તલપાપડ થઈ રહ્યો હતો અને તેથી તે તેને ખાળી કહાડવાને પોતાના સૈન્યના મોખરે આવીને ઘુમતા હતાપરંતુ માનસિંહ મેગલ સૈન્યની છેક પછવાડે હોવાથી પોતાની ઈચ્છા પૂર્ણ કરવાનું પ્રતાપથી બની શકયું નહિ. ક્રોધાંધ થઈને તથા વિકરાળ સ્વરૂપ ધારણ કરીને એક ગાંડા મનુષ્યની જેમ પિતાની તલવારને ચલાવતો તે ઘુમવા લાગે. પ્રતાપના અમાનુષી શૌર્યને જોઈ મેગલ સરદારો અને સૈનિકે કેવળ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. જનની જન્મભૂમિના ઉદ્ધારને માટે પોતાના પ્રાણની પણ પરવા રાખ્યા વિના એક સરખા આવેશથી લડનાર પ્રતાપસિંહને અપૂર્વ બળને જોઈ શત્રુઓ આશ્ચર્યમુગ્ધ થાય તો તેમાં શું નવાઈ ? મેવાડના મહારાણા પ્રતાપસિંહ સૈન્યની દેખરે રહીને લડતાં હેવાથી તેમના શરીર ઉપર અનેક જખમો થયા હતા. પ્રતાપસિંહના અસામાન્ય બાહુબળને જોઈને મોગલ સરદારો તથા સર્વ સૈનિકે તેને જ પ્રથમ નાશ કરવાનો વિચાર કરી તેની આસપાસ ઘેરો ઘાલીને લડતા હતા અને પ્રતાપસિંહને જીવતાં જ પકડી લવાના અથવા તો તેમને નાશ કરવાના પ્રયાસમાં પડ્યા હતા. આ સમયે પ્રતાપી વીર પ્રતાપસિંહની સ્થિતિ બહુ કફોડી થઈ પડી હતી. અસંખ્ય મોગલ સૈન્ય સામે પિતાનું મુઠ્ઠીભર સૈન્ય પરાજય પામતું જતું હતું અને પિતાને વિજય પ્રાપ્ત થવો બહુ મુશ્કેલ છે, એમ જાણતાં છતાં સમરક્ષેત્રમાંથી એક ડગલું પણ પાછા હઠવાનું ઉચિત માન્યું નહિ. તે તે એક સરખા આવેશથી અને ઉત્સાહથી મોગલ સામે લડી રહ્યા હતા. મહારાષ્ટ્ર પ્રતાપસિંહની વિકટ સ્થિતિ જોઈ સમસ્ત રાજપૂતે તેમના રક્ષણને માટે પ્રબળ પ્રવાસ કરી રહ્યા હતા, ત્યારે મોગલ સૈન્ય તેમના વિનાશ કરવાને માટે આતૂર થઈ રહ્યું હતું. થડે વધારે વખત જો આ પ્રમાણે ચાલ્યા કરે તો રજપૂતની સર્વ આશા નષ્ટ થવાને અને મેવાડને સૂર્ય અસ્ત પામવાને અવસર આવી પહોંચે તેમ હતું. પ્રતાપસિંહની પાસે અને તેની છાયાની પેઠે ઊભા રહીને યુદ્ધ કરનારા સરદારે આ વસ્તુસ્થિતિ સમજી ગયા અને તેથી તેઓ ગમે તે ઉપાયે પિતાના મહારાણાને બચાવવા નિશ્ચય ઉપર તુરત આવી ગયા. એક ક્ષણને પણ વિલંબ કર્યા વિના, Page #14 -------------------------------------------------------------------------- ________________ ભ્રાતૃસ્નેહ બે ત્રણ સરદાર પ્રતાપસિંહની નજીકમાં આવી પહોંચ્યા. એક સરદારે ધીમેથી કહ્યું : “મહારાણા !” રણમદને લઈ ઉન્મત થયેલા પ્રતાપસિંહે જાણે કાંઈ સાંભળ્યું જ ન હોય તેમ પૂર્વની પેઠે જ લડવાનું ચાલુ રાખ્યું, એટલે તે સરદાર જરા જોરથી બેલી ઊઠે. “મહારાણા!” પ્રતાપસિંહે આ વખતે તે સરદાર પ્રતિ જોઈને મંદ સ્મિતથી પૂછયું. “કેમ ઝાલાપતિ! શું ખબર છે ?” તે સરદાર કે જેનું નામ ઝાલારાજ માનસિંહ હતું, તેણે વિનયથી કહ્યું. “મહારાણું મેવાડપતિ ! સાવધ થાઓ. આપણું સૈન્યમાં મોટી ખુવારી થઈ ગઈ છે અને શત્રુન્ય જોર ઉપર આવી ગયું છે; માટે આ વખતે આપણને વિજય મળે તેમ જણાતું નથી. આપ હવે સાહસ કરવાનું મૂકી દે, કેમકે ન કરે નારાયણને કદાચ અવળો બનાવ બની જાય, તો મેવાડના પુનરુદ્વારની સર્વ આશાને નાશ થશે. આ૫ જે આ યુદ્ધમાં બચશે, તો ભવિષ્યમાં યે અવસરે શત્રુઓને આપણે હાથ બતાવી શકશું અને પરમાત્માની કૃપા હશે, તો મેવાડની સ્વતંત્રતા પુનઃ મેળવવા ભાગ્યશાળી થશે.” પ્રભાતસિંહના મુખ્ય પ્રધાન ભામાશાહે કહ્યું. “મહારાણું ! ઝાલારાજ કહે છે, તે અક્ષરશઃ સત્ય છે. આપ જે સાહસ કરીને પ્રાણનું જોખમ અત્યારે જ વહેરી લેશે, તો ભવિષ્યમાં પ્રિય દેશ મેવાડની શું સ્થિતિ થશે, તેને આપ જરા વિચાર કરી જુઓ.” પ્રતાપસિંહે આશ્ચર્ય પામતાં કહ્યું. “ઝાલારાજભામાં શાહ ! તમે બને કેમ આમ નિરુત્સાહ થઈ ગયા છે ? પ્રાણુત કષ્ટ સહન કરવા છતાં શું આપણને વિજય મળી શકશે નહિ? ભગવાનની આ ૫ણ ઉપર અવકૃપા હશે અને આપણે પરાજય નિશ્ચિત થઈ ગયો હશે, તો પછી આ ક્ષયભંગુર દેહને માટે આટલી બધી ચિંતા શી ? હતો વા પ્રવૃતિ સ્વ નિરવા વાક્ય મહિમ્ એ સૂત્રને તમે કેમ ભૂલી જાય છે ?” મેવાડપતિ! અમે ક્ષત્રિયોને એ ઉમદા સૂત્રને સહેજ પણ ભૂલી ગયા નથી, પરંતુ જયની જરા પણ આશા રહેલી નથી અને વિશેષમાં કુમાર અમરસિંહ પણ ઘાયલ થયેલ છે, તેમ છતાં નિરર્થક પ્રાણુ ગુમાવવા, એ શું યોગ્ય છે ? અમારે સર્વને વિચાર એ છે કે, જો આ યુદ્ધમાંથી આપને Page #15 -------------------------------------------------------------------------- ________________ મેવાડને પુનરુદ્ધાર બચાવી શકીએ, તે કાળાંતરે પણ મેવાડને પુન: સ્વતંત્ર કરી શકશું. માટે મહારાણું! કૃપા કરીને અમારી વિનતિને સ્વીકાર કરે અને રણભૂમિને સત્વર ત્યાગ કરો.” ઝાલાપતિ માનસિંહે વિનતિના રૂપમાં કહ્યું. મહારાણા! આપને આપના પ્રાણની કાંઈ કિંમત ન હોય તો ભલે; પરંતુ મેવાડના ઉજ્વળ ભવિષ્યને વિચાર કરી તથા અમારા ઉપર યા લાવી ઝાલારાજની વિનતિને સ્વીકાર કરો.” મંત્રી ભામાશાહે પણ વિનતિ કરી. પ્રતાપસિંહે ઘડીભર વિચાર કરીને ઉત્તેજીત સ્વરથી કહ્યું. “મારા પ્રિય સરદાર ! તમારી વિનતિ વ્યાજબી હશે, એમ હું માનું છું અને તેને જો હું સ્વીકાર નહિ કરું, તે તમને દુઃખ થશે, એ પણ હું જાણું છું; તેમ છતાં હું તમારી વિનતિને સ્વીકાર કરી શકતો નથી. તમે મને યુદ્ધક્ષેત્રને ત્યાગી જવાનું સૂચવો છે, પણ તેથી શું બાપારાવળના વંશજોને શિરે કલંક નહિ ચુંટે ? શું પ્રતાપસિંહ પિતાના સરદારો અને સૈનિકોને યુદ્ધમાં મૃત્યુના મુખમાં છોડી, દેશ પ્રત્યે બેવફા થઈને રણક્ષેત્રમાંથી ચાલ્યા જશે કે ?' મહારાણાને આગ્રહથી સમજાવવાને આ સમય નથી, એમ વિચારી ઝાલારાજ માનસિંહે પ્રતાપસિંહના સેવક પાસેથી રાજછત્ર લઈ લીધું અને તેને પિતાના એક અનુચરને આપી તેને પોતાના શિરે ધરી રાખવાની આજ્ઞા ફરમાવી. એ રીતે કૃત્રિમ મેવાડપતિ બનીને માનસિંહ પિતાના શરા સૈનિકે સાથે યવન સેનામાં ઘુસી ગયો અને વીરતાપૂર્વક યુદ્ધ કરવા લાગે. મંત્રી ભામાશાહે મહારાણુને એક વખત ફરીથી સમારક્ષેત્ર ત્યાગી જવાની આગ્રહથી વિનતિ કરી. પ્રતિપસિંહ આ સર્વ ઘટના જોઈને આશ્ચર્ય પામ્યું. તેણે વિચાર કર્યો કે જયારે જયની એક પણ આશા રહી નથી, ત્યારે નાહક પ્રાણુ ગુમાવવા અને મેવાડને સદાને માટે પરતંત્રતાની બેડીમાં જકડી નાંખવું, એ ઉચિત નથી. ભગવાન એકલિંગજીની કૃપા હશે તો ભવિષ્યમાં મેવાડને સ્વતંત્રા કરવાને પુનઃ પ્રયત્ન કરીશ. માટે હાલ તે ઝાલારાજની વિનતિને સ્વીકાર કરવો, એ જ ગ્ય છે. સાથુનયને અનિચ્છાએ પણ પ્રતાપસિંહે સમરભૂમિને ત્યાગ કરવા પિતાના પ્રિય ઘોડા ચેતકને બીજી દિશામાં ફેરવી એડી મારી. ચેતક સ્વામીની ઈછા સમજી જઈને સમરક્ષેત્રને ત્યાગ કરી દેડવા લાગ્યો. હદીઘાટના યુદ્ધમાં વૈદ હજાર રાજપૂત વીરોના પ્રાણનું બલિદાન અપાયું હતું અને મોગલ સૈન્યના સેનાપતિ રાજા માનસિંહના ગળામાં વિજય. માળા આરે પાણી હતી Page #16 -------------------------------------------------------------------------- ________________ ભ્રાતૃસ્નેહ પ્રતાપસિંહ ઝાલારાજની વિનતિને સ્વીકાર કરી સમરક્ષેત્રને ત્યાગ કરવા પોતાના અશ્વ ચેતકને એડી મારી, એટલે તે નિમકહલાલ અશ્વરાજ કમલમેર તરફ જોરથી દેડવા લાગ્યો. પ્રતાપસિંહના શરીરે જેમ અનેક જખમ થયા હતા, તેમ તેના સ્વામીભક્ત ચેતકને પણ અનેક જખમો થયા હોવાથી તે બરાબર દોડી શકતો નહોતો; પરંતુ પિતાના સ્વામીની ઈચ્છાને જાણી તેને બચાવ કરવાની ખાતર તે પોતાના સમસ્ત બળને એકઠા કરીને દેડયે જતા હતો. પ્રતાપસિંહના નાસી જવાની ખબર કેઈ પણ મોગલ સરદારો કે સૈનિકને પડી નહોતી; પરંતુ એક મોગલ સરદાર કે જે યુદ્ધ થતું હતું ત્યાંથી જરા દૂર ઊભે હતો તેણે રણક્ષેત્રમાંથી કોઈને નાસી જતાં જોઈને પિતાના બે ઘોડેસ્વારીને તેની તપાસ કરવાને તેની પાછળ દોડાવ્યા. પ્રતાપસિંહે થોડે દૂર ગયા પછી અશ્વને ધીમે ધીમે ચલાવવા માંડે; પરંતુ એટલામાં ઘડાની ખરીએના અવાજ સાંભળતાં તેણે પાછળ જોયું, તો બે મેગલ સ્વારે પોતાના તરફ આવતા હતા. એ જોઈને પ્રતાપે ચેતકને પાછો જોરથી દેડાવવા માંડશે. અશ્વરાજ ચેતક પવનવેગે ચાલ્યા જતો હતો, એટલામાં માર્ગમાં એક નદી આડી આવી. પ્રતાપસિંહે અશ્વની લગામ જરા ખેંચી, પરંતુ સ્વામીભક્ત અશ્વ તેના કબજે રહી શક્યો નહિ અને તેણે એક જ કુદકે નદીને પેલે પાર પોતાના સ્વામીને મૂકી દીધા. પાછળ ચાલ્યા આવતા બને મેગલસ્વરો નદી પાસે આવીને અટકી ગયા. તેમણે પિતાના અશ્વોને નદીને પેલે પાર જવા ઘણી એડીએ મારી, પરંતુ તેઓ નદી પાર કરવાને અશક્ત હોઈ તેમની મહેનત વૃથા ગઈ. નદીને પાર કર્યા પછી પ્રતાપસિંહ અને ધીમે ધીમે ચલાવત આગળ વધતા હતા, ત્યારે માતૃભાષામાં પિતાને કાઈ બેલાવતું હોય, એમ તેને જણાયું. તેણે તુરત જ પાછી ફરીને જોયું તો એક ઘડેસ્વાર જોરથી પિતાના તરફ ઘેડો દેડાવ આવતા હતા. પ્રતાપસિંહે વિચાર કર્યો કે પ્રથમ બે મેગલ જેવા જણાતા ઘોડેસ્વારે આવતા હતા તેને બદલે હમણું આ એક જ ઘોડેસ્વારને જોઉં છું અને વળી તે મને માતૃભાષામાં બોલાવે છે, તેનું શું કારણ હશે ? તે આવનાર ઘોડેસ્વાર કોણ હશે ? શું શત્રુ હશે કે મિત્ર હશે ? ભલે, ગમે તે હોય. મને તેની શી દરકાર છે? એમ વિચાર કરી તેણે પોતાની કમ્મરે લટકતી તલવાર ઉપર હાથ નાંખ્યો કે તુરત જ પેલે ઘોડેસ્વાર તેની સન્મુખ આવી છે. પ્રતાપસિંહ એ ઘોડેસવારને જોઈ આશ્ચર્યમાં ડૂબી ગયો અને તેને મુખ ઉપર ક્રોધની છાયા સ્પષ્ટ જણાવા લાગી. તે આવનાર ડેસ્વાર Page #17 -------------------------------------------------------------------------- ________________ મેવાડને પુનરુદ્ધાર પ્રતાપસિંહને નાનો ભાઈ શક્તસિંહ હતા. આ બંને ભાઈને બાલ્યાવસ્થાથી આહેરિયા નામક મહોત્સવ ઊજવતાં દુશ્મનાવટ બંધાણ હતી. પ્રતાપસિંહે પિતાના ભાઈ શક્તસિંહને મેવાડને ત્યાગ કરી જવાની તે સમયે આજ્ઞા કરેલી હોવાથી તે મોગલ શહેનશાહ અકબરને શરણે ગયા હતા. બાદશાહે તેને પિતાના સૈન્યમાં સારો હોદો આ હતા. બાદશાહ અકબરની કુટીલ રાજનીતિથી અનેક કુલાંગાર રાજપૂતો તેના પક્ષમાં ભળી ગયા હતા અને દેશના શત્રુ બની બેઠા હતા. શક્તિસિંહ પોતાના બંધુ ઉપરનું વેર વાળવાની ખાતર આ યુદ્ધમાં ભાગ લેવાને આવ્યો હતો, પરંતુ તેણે જ્યારે પિતાના જ્યેષ્ટ બંધુને ઘાયલ થઈને લડાઈને મેદાનમાંથી નાસી જતો જોયે, ત્યારે તેનું હદય ભ્રાતૃસ્નેહથી કામળ બની ગયું અને પોતાના જ્યેષ્ટ બ્રાતાની દેશદાઝ અને તેની સ્વદેશભક્તિ જોઈને તેની આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી. પિતાના બંધુને આવા દુઃખના સમયમાં અવશ્ય સહાય કરવી જોઈએ એમ વિચારી શક્તસિંહ તુરત જ ઘોડેસ્વાર થઈ પ્રતાપસિંહ જે દિશા તરફ ગયો હતો, તે તરફ રવાના થયો. થોડે દૂર જતાં મોગલ ઘેડેસ્વારને પિતાના બંધુ પાછળ દોડયા જતા જોઈને તે તુરત તેમની પાસે પિતાને ઘડે દેડાવી ગયો અને તેમની સાથે યુદ્ધ કરીને બનેને પરલોક પહોંચાડી દીધા. 5 શક્તસિંહ જે કે પિતાને લઘુ બધુ હતો, પણ તે મેવાડને શત્રુ બનીને મોગલોનાં શરણે ગયા હતા અને તેના પક્ષમાં રહીને ખુદ જન્મભૂમિને પરતંરા કરવાને માટે જ આ યુદ્ધમાં આવ્યો હતો. તેથી પ્રતાપસિંહ તેને જોઈને કુદ્ધ થયું. તેણે પોતાની તલવારને ધ્યાનમાંથી અધી બહાર ખેંચતાં કહ્યું, “કાણુ શક્તિસિંહ ? આવી રીતે મને એકલે નાસી જતો જોઈને શું તું મારા પ્રાણ લેવામાં આવ્યો છે કે ? ભલે, ચલાવ તારી તલવારને.” શક્તસિંહે ગદ્ગદ્દ કંઠે કહ્યું. “મોટા ભાઈ ! હું આપના પ્રાણ લેવાને નથી આવ્યું, પરંતુ મેં કરેલ પાપનું પ્રાયશ્ચિત્ત લેવામાં આવ્યો છું.” એમ કહીને તે ઘોડા ઉપરથી નીચે ઉતરી ગયા અને પ્રતાપસિંહને વિનયથી નમસ્કાર કરીને સામે ઊભો રહ્યો. પ્રતાપસિંહ શક્તસિંહનું આ વર્તન જોઈને વિચાર કરવા લાગ્યું કે શું આમાં મેગલનું કાંઈ કપટ તો નહિ હોય ને ? પ્રતાપસિંહે કાંઈ ઉત્તર આપે નહિ, એટલે શક્તિસિંહે કહ્યું. “મેવાડપતિ! શું વિચાર કરે છે ? આપના કુળકલંક ભાઈને અને મેવાડનાં શત્રુને તલવારથી આપ પ્રયશ્ચિત્ત આપતાં કેમ અચકાઓ છો ?” Page #18 -------------------------------------------------------------------------- ________________ ભ્રાતૃસ્નેહ ૭ પ્રતાપસિહે વિચાર નિદ્રામાંથી જાગૃત થઈને કહ્યુ, “દેશદ્રોહી શકતસિંહ ! અહીં તું મારા પ્રાણુ લેવાને આવ્યા નથી, તેા પછી અહી આવવાની તારી શી મતલબ છે તે હું સમજી શકતા નથી. તારે જો પૂર્વનું વેર વાળવું હાય તે। તલવારને મ્યાનમાંથી બહાર કહાડ, શું જોઈ રહ્યો છે ?” વડિલ ભ્રાતા ! મારી અહીં આવવાની મતલબ મેં કરેલ પાપનું પ્રાયશ્ચિત્ત લેવાની જ છે. બના, સ્વાતિનેા, સ્વદૅશના અને સ્વધર્મને ત્યાગ કરી મેગલાના શરણે જઈને મેં પાપકમ કયુ છે-જે દ્રોહ કર્યાં છે-જે વિશ્વાસ ધાત કર્યો છે, તેનું આપના હસ્તથી પ્રાયશ્ચિત્ત લેવાને માટે જ હુ. આપની સન્મુખ આવીને ઊભો છું. માટે આપની પુનિત તલવારને આપના આ લઘુ બધુ ઉપર ચલાવી તેને સ્વર્ગના અધિકારી બનાવે, ભાઈ ! શા માટે ઢીલકરી છે ? ” શક્તિસિંહે આંખેામાં અણુએ લાવીને કહ્યું, શક્તસિંહના ઉપયુકત વચના સાંભળી પ્રતાપસિંહું તેના આગમનનું કારણુ સમજી ગયા. તેના શાકગ્રસ્ત મ્હાડા ઉપર હની છાયા છવાઈ ગઈ. તેણે આનંદ પામતાં પામતાં કહ્યું. ભાઈ શકતસિહ ! શું મારી ધારણા ખરી છે ? શુ તને તે કરેલા પાપના પશ્ચાત્તાપ થાય છે ? '' ‘“હા, વડિલ બન્ધુ ! આપના અને જન્મભૂમિ મેવાડના કરેલ વિશ્વાસધાત અને દ્રોહના મને હવે સ...પૂણૅ પશ્ચાત્તાપ થાય છે. સ્વદેશના રક્ષણુ માટે અને જાતિભાઈએની સ્વતંત્રતા જાળવવા માટે આપે તથા રાજપૂત વીરાએ સમરક્ષેત્રમાં જે વીરત્વ ખતાવી આપ્યું છે, તે જોઈને વેરથી ઉન્મત્ત બનેલુ મારું મન શાંત થઈ ગયું છે – મારા મિથ્યા ગવ ગળી ગયા છે અને તેથી આપની ક્ષમા યાચવા અને તેનું પ્રાયશ્ચિત મેળવવા હું આપની પાછળ દાડી આવ્યા છું. આપને જો મારા વિશ્વાસ ન આવતા હેય તા મારે કહેવું જોઈએ કે આપની પછવાડે લાગેલા ખન્ને મેાગલસ્વારા મે નાશ કરી નાખ્યા છે. અને તે શા માટે ? આપના પ્રાણ બચાવવા માટે જ. શું હજુ પણ આપને મારા વિશ્વાસ આવતા નથી ?’* શકર્તાસંહે લખાણુ ખુલાસા કરતાં કહ્યું, પેાતાના બંધુના ઉપરના ખરા જીગરના શબ્દે સાંભળી પ્રતાપસિંહને સતાષ થયા. તેણે હર્ષાતિરેકથી ઉત્તર આપ્યા. “વ્હાલા ભાઈ! જો કે આજના યુદ્ધમાં મેવાડીઓને પરાજય થયા છે અને તેથી મારું મન અતિશય ખિન્ન થઈ ગયું હતું, પરંતુ તારા હૃદયમાં સ્વદેશપ્રેમ જાગૃત થયેલેા જોઈ મને અતીવ આનંદ થાય છે અને હવે મને લાગે છે કે આપણે બન્ને ભાઈએ Page #19 -------------------------------------------------------------------------- ________________ મેવાડના પુનરુદ્ધાર હાથમાં હાથ મીલાવી, મેવાડની સ્વતંત્રતા સાચવવા માટે અને તેના પુનરુદ્વાર માટે અવિશ્રાંત પરિશ્રમ કરી ભગવાન્ એકલિ ગજીની કૃપાથી વિજયને વરવા ભાગ્યશાળી થઈશું.” ८ તુરત જ શકતસિંહ અને પ્રતાપસિહ ઘેાડાએ ઉપરથી નીચે ઉતરી ગયા અને અન્યાઅન્યને સપ્રેમ ભેટી પડયા. કેટલીક વારે પ્રતાપસિહે પેાતાના લઘુ ભાઈને પેાતાના આલિંગનમાંથી છૂટા કર્યાં, જવાનું હેાવાથી તેણે પેાતાના ઘેાડા તરફ નજર અશ્વ ભૂમિ ઉપર પડેલા તેના જોવામાં આવ્યો. બન્ને બધુએએ તેની પાસે જઈને જોયું, તા યુદ્ધમાં અનેક જખમેા થયેલા હૈાવાથી અને આખા દિવસ મુસાફરી કરવાથી તેના પ્રાણ પરલેાક સિધાવી ગયા હતા. આ હૃદયવિદારક ઘટના જોઈને પ્રતાપસિંહના હૃદ્યમાં અત્યંત તીવ્ર શાક છવાઈ ગયા અને તેનાં નેત્રામાંથી અશ્રુના પ્રવાહ વહન થવા લાગ્યા. વડિલ બંધુને રુદન કરતાં જોઈને શકર્તાસંહે આશ્વાસન આપતાં કહ્યું. “મેવાડેશ્વર ! આપના જેવા વીર પુરુષને દુઃખથી નિરાશ થવાનું કાંઈ કારણ નથી. આ મારા ધાડે! લ્યે. અને અત્રેથી નિર્વિઘ્ને યોગ્ય સ્થળે પહેાંચી જાએ, હું આપને તુરત જ આવીને મળીશ.” પ્રતાપસિંહને હજુ દૂર ફેરવી તેા તે નિમકહલાલ એમ કહીને શકતિસંહે પેાતાના ધાડા પ્રતાપસિહુને આપ્યો. પ્રતાપસિદ્ધે પેાતાના ભાઈના ઘેાડા ઉપર સ્વાર થઈને ધીમે ધીમે આગળ વધવાનું શરૂ કર્યું, એટલે શકર્તાસંહ પણ તેને વિનયથી નમન કરી મેાગલ છાવણી તરફ રવાના થયા. થોડા સમય માગલ છાવણીમાં રહ્યા પછી શકસિંહ પેાતાના ભાઈને જઈ મળ્યું. પ્રતાપસિંહ પેાતાના ધુના આગમનથી અત્યંત ખુશી થયા, તેઓ બન્ને એકસ`પથી રહી વિષ્યમાં મેવાડના શી રીતે ઉદ્ઘાર કરવા, એ વિષે હમેશાં વિચાર કરતા અને એ રીતે દુઃખમાં દિવસેા ગાળતા હતા. । Page #20 -------------------------------------------------------------------------- ________________ . પ્રકરણ ૨ પ્રેમ-પરિણામ હિન્દુસ્થાનના સમસ્ત ઐશ્વર્યયુક્ત આગ્રા શહેરનાં ગગનચુંબિત આવાસોનાં શિખરો, સંધ્યા સમયના ઝાંખા પ્રકાશમાં શોભી રહ્યાં હતાં. મોગલ શહેનશાહ અકબરે આચાને પિતાની રાજધાનીનું શહેર બનાવેલું હોવાથી હિન્દુસ્થાનના સમસ્ત ઐશ્વર્યે તે શહેરમાં આવીને નિવાસ કર્યો હતો. શહેનશાહ અકબર, જે કે પોતાના જીવનને ઘણો સમય ફત્તેહપુર સીક્રીમાં ગાળતો હ; તો પણ આગ્રા એ રાજધાનીનું શહેર હોવાથી તેને કેટલાક સમય ત્યાં પણ રહેવું પડતું હતું. અને તેથી તેણે આગ્રાની શોભા વધારવા ખાસ લક્ષ્ય આપ્યું હતું. શાહ અકબરના સમયમાં મોગલ રાજ્ય પૂર્ણ વિકાસને પામેલું હતું. આગ્રાના દુર્ગમાં ગગનમંડલ સાથે વાતચિત કરી રહેલા અસંખ્ય મહેલો, બંગલાઓ અને આવાસો હતા. તેમાં વિવિધ સ્થળે આવેલાં બજાર, દુકાને, મિનારા, આરસ-પથ્થરનાં આવાસો, મજીદે, હિન્દુ દેવાલય અને ખુદ બાદશાહ અને તેના પરિવારને વસવાનાં મહાલયની એટલી બધી વિપુલતા હતી કે જેનું વર્ણન કરવાને માટે એક સ્વતંત્ર પુસ્તક જ લખવું પડે. આગ્રાના અભેદ્ય કિલ્લાની પાસે થઈને કાલિદી યમુના નદી મહત્ત્વ અને ગૌરવ દર્શાવતી વહેતી હતી. કિલ્લાની ચારે દિશાએ મોટા મોટા દરવાજાઓ આવેલા હતા અને એ પ્રત્યેક દરવાજા ઉપર બાદશાહી નેબતો સવાર સાંજ વાગતી હતી. થોડા જ સમયમાં સૂર્યને અસ્ત થઈ ગયા. આગ્રા નગરના જાહેર માર્ગો ઉપરની લેકેની ભીડ ધીમે ધીમે ઓછી થતી જતી હતી. આ વખતે એક સુશોભિત મહેલની બારીમાંથી યૌવનાવસ્થાએ પહોંચેલી એક બાળા સૃષ્ટિ સંદર્યનું નિરીક્ષણ કરી રહી હતી. સૂર્યને અસ્ત થઈ ગયેલું હોવાથી અંધકારનું જોર ધીમે ધીમે વધતું જતું હતું, તેથી તે બાળા જ્યાં ઊભી હતી, ત્યાં એક દાસી આવીને દીપક પ્રગટાવી ગઈ. દીપકના પ્રકાશથી આખો ઓરડો પ્રકાશમાન થઈ ગયે હતો. પરંતુ તેનું તે બાળાને કશું પણ ભાન નહોતું. તે તો જેમની તેમ મૌનપણે ઊભી હતી. તેનું સુંદર મુખ ચિંતાયુક્ત વિચારોથી કરમાઈ ગયું હતું અને તેની બને ચક્ષુએમાંથી ક્ષણે ક્ષણે અશુઓ સરી પડતાં હતાં. પરંતુ તે સમયે એક યુવકે આવી તેને બોલાવી કે તરત જ તે સાવધ થઈ ગઈ અને તે આવનાર યુવક સામે જોવા લાગી. Page #21 -------------------------------------------------------------------------- ________________ મેવાડના પુનરુદ્ધાર તે આવનાર યુવકની અવસ્થા વીશેક વર્ષની હતી. તેના તેજસ્વી અને મૃદુતાભર્યા ચહેરા દીપકના પ્રકાશથી અતિ આકર્ષીક લાગતા હતા. તે યુવકના વસ્ત્રો સાદાં હતાં; પરંતુ તેના શરીરના બાંધા એવા તે। મજબૂત અને સુંદર હતા કે તેને જોનારાં પુરુષા અને સ્ત્રીએ આશ્ચય પામતાં હતાં અને તેના તરફ સ્નેહભાવ દર્શાવવાને લલચાતાં હતાં. ૧૦ યુવકે મદ્રસ્વરે કહ્યું, “ચંપા! તમે ક્રેમરડા છે! ? આગ્રાના એક શ્રીમત ગૃહસ્થની તમે અતિ વહાલી કન્યા હેાવા છતાં તમને શુ' દુ;ખ છે તે હું સમજી શકતા નથી. તમારા દુઃખનું કારણ શું ? તમારા આ બાળસ્નેહીથી પણ ગુપ્ત છે? તેને શું કહી શકાય તેમ નથી ?’’ ચંપા હજુ પણ નિરુત્તર જ રહી, તેનાં નયનેામાંથી અશ્રુઓની અવિ રલ ધારાએ વહેતી હતી. યુવક, ચ'પાતે આવી રીતે રડતી જોઈને તેની પાસે ગયા અને તેના કામળ કરને ગ્રહણુ કરી ખાયેા. ‘‘ચ’પા ! તમારી ઉદાસિનતાનું—તમારા દુઃખનું કારણ મને ન કહે. તે! તમને મારા સમ છે.” ચંપાએ આંખાતે સાક્ કરતાં કરતાં મૃદુ સ્વરે કહ્યું, “વિજય !': વિજયે કહ્યું. “ક્રમ ?” “શું તમને પિતાશ્રીએ કાંઈ કહ્યું નથી ?' ચંપાએ પૂછ્યું, “નહિં, મને તમારા પિતાશ્રીએ કાંઈ કહ્યું નથી. આજ માને પછી તે મને મળ્યા જ નથી.” વિજયે ઉત્તર આપ્યો. મહેલમાં નહેાતા, વિજય ’ ચંપાએ “ત્યારે તમે મધ્યાહ્ન પછી ફરીથી પૂછ્યું. “ના.” વિજયે ઉત્તર આપ્યા. અત્યારે પિતાશ્રી કયાં છે, તેની તમને ખબર છે?” ચંપાએ પ્રશ્ન કર્યાં. 'તે હું જાણતા નથી, ચંપા! કેમકે હું બહારથી હજુ ચાલ્યે! જ આવું છું.” વિજયે જવાબ આપ્યા. ચંપા ક્ષજીવાર વિચારમાં પડી ગઈ. ઘડીભર વિચાર કર્યા પછી તેણે કહ્યું. “ત્યારે હવે મારી ચિંતાનું કારણ તમને મારે મ્હાડેથી જકહેવું પડશે. વિજય ! પિતાશ્રીએ તમને મળવાની – અરે ! તમારી સાથે વાતચિત કરવાની Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પરિણામ પશુ મતે હવેથી મના કરી છે, તેની તમને ખબર નથી ?” “ના, તે સંબંધી મને કશી પણ ખબર નથી; પરંતુ તમારા પિતાશ્રીની એ આજ્ઞા વિષે તમે શું વિચાર કર્યાં ?' વિજયે ખિન્નતાથી પૂછ્યુ “એ જ કે મારે પિતાશ્રીની આજ્ઞા પ્રમાણે વવું.”ચ'પાએ ઉત્તર આપ્યા. ૧૧ “જો એમ છે, તેા પછી અત્યારસુધી તમે મારા પ્રત્યે જે પ્રેમ રાખતાં હતાં, તે કૃત્રિમ હતેા-મિથ્યા હતા, એમ જ ને ?'' વિજયે સહેજ ભ્રકુટી ચડાવીને પૂછ્યું, તેણે અભિમાનથી તુરત જ ચંપાના કામળ કરને છેડી દીધા. વિજયના એ પ્રશ્નથી ચંપાને દુઃખ થયું'. તેની આંખેામાંથી ફરીને આંસુ નીકળવા લાગ્યાં. તેણે નમ્ર સ્વરે કહ્યું, “વિજય ! તમારા પ્રત્યે મારા પ્રેમ ક્રેવે! શુદ્ધ અને નિમ ળ છે, તે મારું મન જ જાણે છે. મારા હૃદયમાં રહેલા એ પ્રેમને હું શી રીતે તમને દર્શાવું ? તમારા અંતઃકરણુને જ પૂછી જૂએ કે હું તમને કેટલા બધા પ્રેમથી ચાહું છું.” “મારા અંતઃકરણુને પૂછવાની કશી આવશ્યક્તા નથી, ચ’પા ! તમે જો તમારા પિતાશ્રીની આજ્ઞા પ્રમાણે વવાનો નિશ્ચય કર્યો હોય તા ભલે, મને તેની દરકાર નથી. હું આ ક્ષણે જ તમારા આવાસના ત્યાગ કરીને ચાલ્યે જાઉ... છું. એક શ્રીમત ગૃહસ્થની પુત્રી ઉપર પ્રેમ કરવામાં મેં ગંભીર ભૂલ કરી છે અને તેથી તેનું પરિણામ મારે ભાગવવું જ જોઈએ.” વિજયે અભિમાનથી કહ્યું. ચ'પા પાણુની મૂર્તિ સદશ સ્થિર થઈ ગઈ. તેણે એક દી નિશ્વાસ મૂકીને કહ્યું. “વિજય ! તમે મને અન્યાય કરે છે. પિતાશ્રીની આજ્ઞા પ્રમાણે મારે વવું જોઈએ; પરંતુ એથી તમારે એમ સમજી લેવાનું નથી કે હું તમને ચાહીશ નહિ. તમને અણુ કરેલુ. મારું હૃદય કાળાંતરે પણ કાર્યનુ થશે નહિ એ ચેાક્કસ માનજો. પિતાશ્રીની આજ્ઞાના તિરસ્કાર કરવાનું મારામાં અત્યારે તેા સાહસ નથી; પરંતુ હું તેમને વિનવીશ–કાલાવાલા કરીશ અને આપણુ ઉભયનું લગ્ન થાય એવા પ્રવાસ પશુ કરીશ; માટે વિજય । ભલા થઈને તમે થોડા સમય અહીં જ રહે. પરમાત્મા મહાવીરની કૃપાથી સ સારું જ થશે.’ “તમારા પિતાશ્રી કર્દિ પણુ આપણુ ઉભયનું એકખીજા સાથે લગ્ન કરે એ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૨. મેવાડને પુનરુદ્ધાર સંભવિત નથી. હું અત્યારે જ આ આવાસને અને તમારે ત્યાગ કરીને ચાલ્યો જાઉં છું. જે પરમાત્માની કૃપાથી આપણું લગ્ન થવાનું જ હશે, તે પછી કાઈ પણ ઉપાયે આપણે સમાગમ થશે જ. અહીંથી ગયા પછી મારી ઉન્નતિ કરવાને હું અવિશ્રાંત પરિશ્રમ કરીશ અને જો તેમ કરી શકો, તે આજથી લગભગ બાર માસ પછી અને તમને મળવા આવીશ. તે સમયે જે તમારા પિતાશ્રીના વિચારો ફેરવાયા હશે તે ઠીક, નહિ તો પછી કોઈ એક નિર્જન સ્થળે ચાલ્યો જઈશ અને ત્યાં જ આ દુઃખી જીવનને પૂર્ણ કરીશ.” ચંપા અનિમિષ નયનાએ વિજયના સુંદર મુખ તરફ જોઈ રહી. વિજય ત્યાંથી તુરત જ ચાલ્યો ગયો. એારડાની બહાર તે નીકળે એટલે એક નોકરે તેના હાથમાં બંધ કરેલું એક પરબીડિયું આપ્યું. વિજયે તે લઈ લીધું અને તેને પિતાના વસ્ત્રોમાં છુપાવી મહાલયને ત્યાગ કરી ગયો. તે કયાં ગયો એ તો અમે અત્યારે કહી શકતા નથી, પરંતુ આગ્રાના રાજમાર્ગે થઈને તે ક્યાંક અદશ્ય થઈ ગયે, એટલું જ માત્ર અમે અત્યારે જાણીએ છીએ. વિજયના ચાલ્યા જવા પછી ચંપા ગહન વિચારમાં પડી ગઈ. અત્યારના બનાવથી તેનું હૃદય ખિન્ન થઈ ગયું હતું. અને તેનું સમસ્ત શરીર પ્રસ્વેદથી રેબઝેબ થઈ ગયું હતું. વિજયનાં આજનાં વર્તનથી તેના હૃદયને સખ્ત આઘાત થયો હતો. તે બારી પાસેથી ધીમે ધીમે એારડાના મધ્યભાગ સુધી આવી તો ખરી; પરંતુ તેનું મસ્તક ચકર ચકર ફરવા લાગ્યું, તેની આંખોએ અંધારાં આવી ગયાં અને તે મૂચ્છ ખાઈને જમીન ઉપર ઢળી પડી, પ્રકરણ ૩જુ ઈતિહાસ "Historical: novels gives us brilliant pictures of history wich from their vividness make a far deeper impression tnen the duller pages of historical text books." M. Macmillan જે સમયે હિન્દુ મુસલમાનની કેટલેક અંશે ઐકયતા સાધનાર Page #24 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ મહત્વાકાંક્ષી શહેનશાહ અકબર. દિલ્હીના રાજિસંહાસને હતા, તે સમયે વીરાચિત સદ્ગુણાથી ઊભરાઇ જતી ભૂમિ મેવાડમાં રાણાના રાજ્ય અમલ હતા. રાણા ઉસિંહ ખેતાળીશ વર્ષની ઉમ્મરે મરણ પાયે, તે પછી તેમા સરીથી મેાટા પુત્ર અને ઝાલારના સાનીગરા રાજાની બહેનને કુંવર પ્રતાસિંહ મેવાડની ગાદીએ બેઠેા, જે વખતે પ્રતાપસિંહ ગાદીએ આવ્યો, તે વખતે મેવાડની મૂળ રાજધાની ચિત્તાડ અકબરે જીતી લીધી હતી, ધન ધાન્ય સ નાશ પામ્યું હતું, સગાં સબ'ધીએમાંથી ઘણા તેા મૃત્યુ પામ્યા હતા અને જે ઘેાડા ધણા બચ્યા હતા, તેમાંના કેટલાક તેા મેગલાના પક્ષમાં ભળી ગયા હતા, પ્રતાપસિંહના કનિષ્ઠ બધુ શકતસિ ંહ અને સગરજી તથા તેના પુત્ર કે જેણે મુસલમાન ધર્મ અંગીકાર કરી પેાતાનું નામ મહેબ્બતખાં રાખ્યું હતું તે ત્રણે અકબરને જઈને મળ્યા હતા અને તેએએ જ તેને ચિત્તેાડ જીતવામાં સહાય કરી હતી. શકર્તાસંહ હલ્દીઘાટના યુદ્ધ પછી પેાતાના જ્યેષ્ટ બંધુના પક્ષમાં જઈને રહ્યો હતા, પરંતુ સગરજી અને મહેાખ્ખત ખાં તા છેવટે સુધી મેાગલાને વફાદાર રહીને મેવાડના ધ્વંસ કરવામાં આગળ પડયા હતા. બાદશાહ અલ્લાહદ્દિન તથા બહાદૂરશાહે ચિત્તડ ઉપર પ્રથમ ચડાઈ કરી હતી; પરંતુ તેમણે ચિત્તેનેા નાશ કર્યાં નહેાતા, શહેનશાહ અકબરે તે ચિત્તાડ જીતી લઈ, તેનાં મહાલયેા, દેવાલયેા અને મદિરા સના નાશ કરી, તેને સ્મશાનવત્ બનાવી દીધું હતુ. ચિત્તાડ જીતવામાં દેશદ્રોહી. સગરજીએ બાદશાહ અકબરને સારી સહાય કરેલી હાવાથી તેણે તેને ચિત્તેાડની રાજગાદી આપવાની ઉદારતા દર્શાવી હતી. ૧૩ ઈ. સ. ૧૫૭૨માં ગાણુન્ડાના કિલ્લામાં ઉદયસિહજીએ જ્યારે દેહના ત્યાગ કર્યા અને પ્રતાપસિંહ મેવાડના મહારાણા થયે, ત્યારે મેવાડની આ સ્થિતિ હતી, પ્રતાપસિંહમાં એક ખરા ક્ષત્રિયના સર્વ ગુણ્ણાના વાસ હતા. તેણે પેાતાના પૂર્વજોના વીરત્વયુકત ચરિત્રાનું શ્રવણુ અને મનન કરેલું હતું. ખાપારાવળનાં વંશનું તેનામાં અભિમાન હતું અને તેથી તેણે મેવાડની રાજધાની ચિત્તોડને પુનઃ મેળવવાને વિચાર કર્યાં. ચિત્તાને પુનઃ જીતી તથા મેાગલાને પરાજય કરી, મેવાડની મહત્તા વધારવાના પ્રતાપસિંહે નિશ્ચય કરેલા હેાવાથી તેણે તે સંબંધી ઉપાયે। યેાજવાનેા પ્રયાસ કરવા માંડયેા. પ્રતાપસિ ંહના હૃદયમાં એક એવા શુભ વિચારે જન્મ લીધા હતા કે તેથી તેનું ચિત્ત સદધ મેવાડની સ્વતંત્રતા સાચવવા અને તેની મહત્તા વધારવાના પ્રયાસામાં Page #25 -------------------------------------------------------------------------- ________________ મેવાડના પુનરુદ્ધાર મશગૂલ રહેતુ હતું. વિશેષમાં તેણે એવા પણ સંકલ્પ કર્યાં હતા કે ગમે તે ભાગે અને ગમે તે ઉપાયે મેવાડના ઉદ્ઘાર કરવા અને બાપારાવળના સૂર્યવંશની કીતિના સમસ્ત ભાતવ માં વિજયધ્વજ ક્રકાવવા, પ્રતાપસિંહના ઘણાખરા સ‘બધીએ તે। જો કે મેાગલેના પક્ષમાં ભળી ગયા હતા; તેા પણ કેટલાક મુખ્ય સ્વદેશભકત સરદારેા પ્રતાપસિંહને વળગી રહ્યા હતા. મેવાડના વંશ પર પરાના મંત્રી ભામાશાહ, ચંદાવત કૃષ્ણ, સલુખરા સરદાર દેવલવરના રાજા, ઝાલાપતિ માનસિંહ અને વીર જયમલ્લના પુત્ર રણવીરસિંહ, એ સવ મહારાષ્ટ પ્રતાપના ખાસ અગત અને આત્મીય સરદારી હતા અને તેઓ પેાતાના મહારાણા અને પેાતાની જન્મભૂમિને માટે પ્રાણુ અપવાને પણ તૈયાર હતા. પ્રતાપે પેાતાની રાજધાની કામલમેરમાં સ્થાપી પેાતાના પ્રખળ પ્રતિસ્પર્ધિ બાદશાહ અકબર સાથે યુદ્ધ કરવાની તૈયારી કરવા માંડી. આ વખતે રાજસ્થાનનાં મેટાંમેટાં રાજ્યા મેાગલની તાખેદારી સ્વીકારી તેમના સરદારાની ખેડ઼ા હતા અને મારવાડ, અખર આદિ દેશના રાજાએ તે પેતાની પુત્રીએ મેાગલ બાદશાહને આપી પણ ચૂકયા હતા. મારવાડનેા રાજા ઉદયસિંહ, ખીકાનેરના રાજા રાસ હ અંબરના રાજા માનસિંહ તથા ખ઼ુદિના રાન્ત, એ સર્વે` રાજસ્થાનના મેટા મેટા રાજાઆ મેગલ શહેનશાહ અકબરની રાજનીતિથી ગૌરવશૂન્ય બનીને તેના પક્ષમાં ભળ્યા હતા. સમસ્ત રાજસ્થાનમાં માત્ર મેવાડનેા મહારાણા પ્રતાપ સ્વતંત્રતા ભોગવતા હતા અને તેણે ગમે તે ભાગે પેાતાની સ્વતંત્રતા સાચવી રાખવાના નિશ્ચય કર્યો હતેા. વીરશિરામણી પ્રતાપસિંહૈ, પેાતાની બહેન કે દીકરી મેગલ બાદશાહને આપવાની વાત તે। બાજુએ રહી; પરંતુ તેને નમવાની અને તેની તાબેદારી કરવાની પણ ના પાડી હતી. પ્રતાપે ધીમે ધીમે સૈન્ય એકત્ર કરવાની શરૂઆત કરી. વખત મળ્યે મેગલા સામે બાથ ભીડવાની તૈયારી કરવા માંડી હતી. વળી તેણે એવી સખ્ત પ્રતિજ્ઞા પણ કરી કે જ્યાં સુધી ચિત્તાડને જીતી લેવામાં ન આવે, ત્યાં સુધી સધળા મેાજશાખા ત્યાંગ કરી બ્રહ્મચર્ય પાળવું, ઘાસની શય્યામાં શયન કરવું, દાઢીના વાળ વધારવા અને પાંદડામાં ભાજન કરવું. અને તેણે પેાતાના આત્મીય મનુષ્યાને પણ આ પ્રતિજ્ઞા પ્રમાણે વર્તવાની ફરજ પાડી હતી. ૧૪ પ્રાતઃસ્મરણીય વીરવર પ્રતાપસિંહે જે અતિ કઠેર પ્રતિના લીધી હતી તેથી સમસ્ત મેવાડ શૂન્ય બની ગયું હતું. પાંચ વર્ષ આ પ્રમાણે ચાહ્યું; પરંતુ એથી મેગલાને જીતી શકાય તેમ નહતું. અનુભવી મ ંત્રી ભામાશાહ Page #26 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ૧૫ અને અન્ય સરદારની સહાયથી પ્રતાપસિંહે પોતાના રાજ્યમાં સુધારો કર્યો, સૈન્યના મુખ્ય મુખ્ય સરદારોને જાગીર આપવા માંડી, રાજધાની કેમલમેરને મજબૂત બનાવ્યું તથા બીજા પહાડી કિટલા જે તેના કબ્બામાં હતા, તેને પણ મજબૂત બનાવ્યા. આ સમયે દિલ્હી અને યુરોપ વચ્ચે વ્યાપાર ચાલતો હતો. તેને માર્ગ મેવાડમાં થઈને સુરત અને બીજા બંદર મારફત હતા; તે પ્રતાપે લૂંટ ચલાવ્યાથી બંધ પડયો; આવી રીતે પ્રતાપસિંહ પિતાની દઢ પ્રતિજ્ઞા મુજબ મેવાડનું રાજ્ય ચલાવતા હતા. તે સમયમાં મોગલ સેનાપતિ અંબરને રાજા માનસિંહ જ્યારે દક્ષિણમાં જીત મેળવીને દિલ્હી પાછો ફરતો હતો, ત્યારે પ્રતાપસિંહે તેને પોતાની મુલાકાત લેવાને માટે બેલા. માનસિંહ. રાણા પ્રતાપનું આમંત્રણ રવીકારી તેની રાજધાની કમલમેરમાં આવ્યો, ઉદયસાગર સરોવરના તટે તેના માટે તંબુ નંખાવી તેને પ્રતાપસિંહે ઉતારે આપ્યો અને તેના માટે જમવાની તૈયારી કરાવી. પ્રતાપસિંહ પિતાના કુમાર અમરસિંહને માનસિંહનું સ્વાગત કરવાનું કહી ત્યાંથી ચાલ્યો ગયો. માનસિંહ જમવા બેઠે; પરંતુ રાણાને નહિ જોતાં તેણે અમરસિંહ રાણાની ગેરહાજરીનું કારણ પૂછ્યું. અમરસિંહે તેને આડે અવળો ઉત્તર આપ્યું, પરંતુ એથી માનસિંહના મનનું સમાધાન થયું નહિ. તે રાણાની ગેરહાજરીનું કારણ સમજી ગયા અને જગ્યા વિના પાટલા ઉપરથી ઊઠી ઊભો થઈ ગયો. થોડા સમય પછી પ્રતાપસિંહ અવી પહેચ્યો. અને પ્રતિસ્પર્ધીઓ વચ્ચે કેટલાક સમય ગરમાગરમ તકરાર ચાલી. છેવટે માનસિંહ કૈધે ભરાઈ, પિતાને થયેલ અપમાનને બદલો લેવાનું કહી એકદમ ચાલ્યો ગયો. પ્રતાપસિંહે તેની સહેજ પણ દરકાર કરી નહિ. માનસિંહે આગ્રા જઈને અકબરને પોતાના અપમાનની વાત કરી, જે સાંભળીને તે ગુસ્સે થયો. તેણે તુરત જ માનસિંહને પ્રચંડ સૈન્ય લઈને પ્રતાપને કબજે કરવાને મોકલ્યો. શહેનશાહ અકબરને જન્મ ઈ. સ. ૧૫૪ર ના માહે ઓકટોબર તા. ૧૫ મીએ હુમાયુની બેગમ હમિદા બાનુના પેટે અમરકોટમાં થયો હતો. ઈ. સ. ૧૫૫૬ના જાન્યુઆરી માસમાં હુમાયુનું મૃત્યુ થયું, ત્યારે અકબર પંજાબમાં હતો. અકબર તેના પિતાના મૃત્યુની ખબર અમૃતસરની પાસે કલાનું સ્થાનમાં સાંભળતાં દીહી આવ્યો અને કેટલાક દિવસ શેક પાળ્યા પછી તે રાજસિંહાસને બેઠે. અકબર રાજગાદી ઉપર આવ્યા, ત્યારે તેની અવસ્થા નાન હતી; તેથી રાજયનો બધો કારભાર પ્રધાનમંત્રી ખાનખાના બહેરામખાં Page #27 -------------------------------------------------------------------------- ________________ મેવાડને પુનરુદ્ધાર ચલાવતા હતા. બહેરામખાં કર અને ઘાતકી સ્વભાવને લેવાથી અકબરને તેની સાથે બન્યું નહિ. બહેરામખાંએ રાજમદને વશ થઈ તર્દીબેગ નામક સરદારના બને હાથ કાપી નાંખ્યા હતા અને સરવંશના પઠાણ બાદશાહ આદિલશાહના અત્યંત શુરવીર વણિક સેનાપતિ હેમુ (વિક્રમાદિત્ય) નું મરતક, પાણીપતના યુદ્ધમાં તે કેદ પકડાયા પછી, અકબરની નામરજી છતાં કાપી નાખ્યું હતું. તેના આવા ઘાતકી કાર્યોથી રાજા અને પ્રજા તેના ઉપર અપ્રસન થઈ ગયાં અને તેથી તેણે પંજાબમાં જઈને અકબર સામે બળવો જગાડશે; પરંતુ અકબરે તેની આગલી રાજયસેવાની કદર કરી તેને કોઈ પણ દંડ નહિ આપતાં મકકે ચાલ્યા જવાની રજા આપી. બહેરામખાં મકકે જવાને તૈયાર થયે; પરંતુ માર્ગમાં મુબારકખાં નામક પઠાણે તેનું ખૂન કર્યું. બહેરામખાંના મૃત્યુ પછી અકબર સ્વતંત્ર થયે હતો. માત્ર અઢાર વર્ષની તરુણ અવસ્થામાં અકબરના હાથમાં મોગલ સલ્તનતની લગામ આવી હતી; પરંતુ સ્વાભાવિક બુદ્ધિબળ અને કેળવણીમાં તે અસાધારણ હતું અને તેથી જ તે પિતાનું નામ હિન્દુ-મુસલમાનમાં અમર કરી ગયા છે. શહેનશાહ અકબર જેમ બુદ્ધિબળમાં ચડીઆતો હતો, તેમ યુદ્ધકાર્યમાં પણ કુશળ હતો. તે સ્વભાવે મીઠે અને ગૌરવર્ણો હતો. વિશેષમાં તેનામાં હિંમત એટલી બધી હતી કે રાજસ્થાનના મોટાં મોટાં રાજ્યને બળથી અને કળથી તાબે કરી તેમની પુત્રીઓને પોતાના જનાનામાં લાવવાનું અને એ રીતે સમસ્ત હિન્દુસ્થાનમાં પોતાને અધિકાર જમાવવાને શકિતવાન થયે હતો. અકબરે રાજ્યગાદીને સ્વતંત્ર અધિકાર પિતાના હાથમાં લીધું કે તુરત જ તેણે સર્વત્ર સુવ્યવસ્થા કરી દીધી, લશ્કરી અમલદારેને વશ કરી લીધા અને બાદશાહીના જે જે પ્રાંત બીજા કબજે કરી બેઠા હતા, તે જીતી લીધા. અકબરે પ્રથમ પિતાના પિતાનું વેર વાળવા મારવાડના રાઠોડ નૃપતિને તાબે કરવા મારવાડ ઉપર હૂમલે કરી સુવિખ્યાત મેડતાને કિલ્લો જીતી લીધા. અકબરની પ્રચંડ સેના અને તેના બાહુબળને જેઈ અંબરરાજ બિહારીમલ અને તેને પુત્ર ભગવાનદાસ તેના તાબે થઈ ગયા. ભગવાનદાસે પોતાની બહેનને વિવાહ અકબર સાથે કરી રાજપૂત કુળને કલંકિત કર્યું હતું. અકબરે ધીમે ધીમે * ભગવાનદાસને પુત્ર માનસિંહ અકબરને મુખ્ય સેનાપતિ થઈ પડ્યો હતો. તેણે પોતાની બહેનને શાહજાદા સલીમ સાથે ઈ. સ. ૧૫૮૮માં પરણાવી હતી. Page #28 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ સઘળાં રાજપૂત રાજ્યને પિતાને તાબે કરી લીધાં હતાં. મારવાડના રાજા માલદેવે છેવટે હાર પામી પોતાની કન્યા અકબરને આપી હતી અને તેના પેટે શાહજાદા સલીમને જન્મ થયો હતો. અકબર રાજસ્થાનમાં ઘણું રાજ્યને પિતાના કબજે કરવા શકિતવાન થયો હતો; પરન્તુ મેવાડના મહારાણા વિરવર પ્રતાપસિંહને તે વશ કરી શકો નહોતો. તેણે ગમે તે ઉપાયે પ્રતાપસિંહને નમાવવાનો નિશ્ચય કર્યો હતો અને તેથી તેણે ઈ. સ. ૧૫૬૮માં મેવાડની રાજધાની ચિત્તોડ ઉપર હૂમલો કરી તે જીતી લીધી હતીપરંતુ પ્રતાપસિંહને તે કબજે કરી શકે નહેતો. ઈ. સ. ૧૫૭૬માં ફરીને મેવાડ ઉપર ચડાઈ લઈને તેણે સેનાપતિ માનસિંહને મોકલ્યા હતા. આ વખતે હલદીઘાટના મેદાનમાં મોગલ અને રાજપૂત સૈનિકે વચ્ચે મહા ભયંકર યુદ્ધ થયું હતું અને તેનું શું પરિણામ આવ્યું તે આપણે વાંચી ગયા છીએ. એટલે તે સંબંધી નવેસરથી વિવેચન કરવાની અગત્ય નથી. ટુંકામાં એટલું કહેવું બસ થશે કે એ યુદ્ધમાં રાજપૂતોને પરાજય અને મોગલેને વિજય થયો હતો, પરંતુ તેઓ તેમને નમાવી શક્યા નહોતા. Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪થું આકસ્મિક ઘટના ચંપાના મહાલયને ત્યાગ કરી વિજય આગ્રાના રાજમાર્ગે થઈને કયાંક ચાલ્યો ગયો, એ આપણે બીજા પ્રકરણમાં વાંચી ગયા છીએ. વિજય જ્યારે મહાલયમાંથી બહાર નીકળે ત્યારે રાત્રિના આઠ વાગી ગયા હતા આકાશમાં અગણિત તારાઓ ઊગ્યા હતા. પરંતુ ચંદ્રના રૂપેરી પ્રકાશ આગળ તેઓ બિલકુલ ઝાંખા જણુતા હતા. આગ્રાના રાજમાર્ગો અને અમીર-ઉમરાવોનાં ઉચ્ચ મકાને અસંખ્ય ઉજજવલ દીપકેથી પ્રકાશી રહ્યાં હતાં. કેઈ કેાઈ મકાનમાંથી સિતાર-સારંગીના સૂર સાથે કિનરકંઠી રમણીઓનાં કર્ણપ્રિય ગાયને સંભળાતાં હતાં. વિશાળ રાજમાર્ગ ઉપર વિવિધ પ્રકારનાં વાહનમાં બેસીને અમીર ઉમરાવો આવ જા કરી રહ્યા હતા. બળદગાડીએ, પાલખીઓ, ડાળીઓ સુખ પાલે, રથા વગેરેની આવ-જાથી ધમાલ મચી રહી હતી. માર્ગની બંને બાજુએ અનેક પ્રકારની ચીજોની દુકાને આવેલી હતી. દુકાનદારોએ વિક્રયની વસ્તુઓને પોતાની દુકાનમાં એવી તે સરસ રીતે ગોઠવેલી હતી કે ગ્રાહકોનાં દિલ તે લેવાને તુરત લલચાતાં હતાં. રસ્તા ઉપર પાનની દુકાનને તે પાર નહોતો અને તેમાં બેસીને રૂપસુંદર યુવતિઓ પાન વેચતી હોવાથી કામીજનેને ત્યાં અચ્છી રીતે જમાવ થયેલો હતો. ટૂંકમાં કહીએ તો આગ્રા નગરની અત્યારની શોભા અલૌકિક હતી અને પ્રેક્ષકોને ઈદ્રપુરીનું ભાન કરાવતી હતી. વિજય, આ સઘળા પ્રકારને ઉદાસીન ભાવે જેતે જેતે આગળ ને આગળ ચાલ્યો જતો હતો. તે ક્યાં જતો હતો, તે તે પોતે પણ જાણતો નહોતા. એટલે આપણે તો કયાંથી જાણી શકીએ ! છેવટે તે યમુના નદીના તટ પ્રદેશ ઉપર આવી પહોં. સુશીતલ હવાનો ઉપભોગ લેવા આવેલાં આગ્રાના વિલાસી નગરજને આ વખતે પિતાનાં વાહનમાં બેસીને પાછાં ફરતાં હતાં. પૂર્ણિમાની રાત્રિ હોવાથી રજનીનાથ સંપૂર્ણ કળાથી ખીલી રહ્યો હતો. યમુનાનું કૃષ્ણવર્ણ જલ ચંદ્રના ધવલ પ્રકાશથી સફેદ દૂધ જેવું જણાતું હતું. ઠંડો અને સુવાસિત પવન ધીમે ધીમે વાતો હતો, તેના ક્ષણવારના સેવનથી વિજયનું ઉશ્કેરાયેલું દિલ કાંઈક શાંત થયું. તે ચંદ્ર-જડિત આકાશ અને Page #30 -------------------------------------------------------------------------- ________________ આકસ્મિક ઘટના મંદમંદ વહેતી પ્રગલ્ભા યમુના તરફ જોઇને નિસાસે નાંખતા ખેાયા:-‘‘પ્રભુ ! પરમાત્મા ! મે‘એવું તે શું પાપ કર્યું હશે, કે જેથી અ મ અચાનક પ્રેમમયી ચ'પાના ત્યાગ કરવાની મને ફરજ પડી. આ પ્રશ્ન મારા મનમાં એક સરખી રીતે ધેાળાયા કરે છે; પરંતુ તેના ઉત્તર મન પાસેથી મળ નથી, એનુ શુ કારણુ ? મે' એવું શું અઘટિત કાર્ય કયુ" છે કે જેથી પિતાતુલ્ય થાનસહે ચપાને મારી સાથે વાત કરવાની પણ મના કરેલી છે ? ક્રાણુ જાણે આમ કરવાના તેમના હેતુ શુ હશે, તેની ખબર પડતી નથી; પરંતુ 'પાના તિરસ્કાર કરવામાં મે` શુ` સાહસ કર્યું" નથી ? તેની તે સમયની દુઃખી અને કાતર મુખમુદ્રા હજુ પણ મારી આંખેા સામે તર્યા કરે છે અને મને આજ વતાથી વિનવતી હેાયની, એમ જણાય છે. ખરેખર વિજય ! ગરીબ ખિયારી ચપાના તિરસ્કાર કરવામાં તે મહાનૂ ભૂલ કરી છે! તેણે તે। મને ત્યાં રહે. વાને વિનંતિ કરી હતી; પરંતુ હું જ સાહસ કરી તેને ત્યજીને ચાલ્યેા આવ્યા છું. ઠીક, ચાહ્યા તા આવ્યા; પરંતુ હવે ત્યાં જઈ શકાય ખરુ' ? એક વ પહેલા તેા નહિં જ, બરાબર એક વર્ષે તેને મળીશ અને પછી ? પછી ભવિષ્યમાં જે નિર્માણ થયું હશે, તે સહન કરીશ. હા, ઠીક યાદ આવ્યુ. મહાલયના ત્યાગ કરતી વખતે દાસીએ એક પરખીડિયું મને આપ્યું હતું, તે ફાડીને વાંચવાનું તેા હું તદ્દન વીસરી ગયા હતા. અત્યારે વાંચું તેા ખરા કે તેમાં શુ લખેલુ' છે ?' એમ કહીને તેણે પરખીડિયુ. હાથમાં લઈ ફાડયું અને અંદરથી પત્ર કાઢીને ચંદ્રના ઉજ્જવલ પ્રકાશમાં તે વાંચવા લાગ્યો : ૧૯ ‘વિજય ! અત્યારસુધી મે' તને મારા એક પુત્ર તરીકે પાલણ પોષણ કર્યું... હતું અને તને કઈ વાતે દુઃખ ન થાય, એ વાની મે* કાળજી રાખી હતી; પરંતુ તારા હિતની ખાતર તેમ • ચિત માનતા નથી. ચંપા અને તું હવે ઉમ્મર લાયક થયેલાં હેાવાથી તમને બન્નેને વધુ વખત એકત્ર રાખવાં, એ ઠીક કહેવાય નહિ; એમ વિચારી મેં ચ'પાને તારી સાથે મળવાની અને વાતચીત કરવાની મના કરેલી છે. આવી રીતે તારી સાથે સખ્ત થવાનું એ કારણુ છે કે ચંપા અને તું અન્યાઅન્યને ચાહતાં શીખ્યાં છે. અલબત્ત, હુ' તને એક પુત્ર સમાન ચાહતા હતા; પરંતુ તારા જેવા ધનહીન અને આશ્રયહીન યુવકની સાથે ચ ́પાના વિવાહ કરવાને હું તૈયાર નથી અને તેથી જ મારે તને નિરુપાયે ચંપાની દૃષ્ટિથી દૂર કરવા પડયા છે; તેમ છતાં ભષ્યમાં તું બાહુબળથી ગણીને તારું પ્રમાણે કરકરવાનું હવે Page #31 -------------------------------------------------------------------------- ________________ મેવાડને પુનરુદ્ધાર તારી ઉન્નતિ કરીશ તે। મારી વહાલીપુત્રી ચંપાના વિવાહ તારી સાથે અવશ્ય કરવાને ચુકીશ નહિ. ભાગ્યયેાગે જો તું તારી ઉન્નત કરી શકયા હોય તે! તું મને તુરત મળજે. હુ' તારી રાહ જોઈશ; પરંતુ હાલ તેા મારે તારા હિતની ખાતર તારી સાથે સખ્ત થવું પડયું છે, તે ખાતર દિલગીર થઈશ નહિ. શાસનદેવ તને દરેક કાર્ય માં સહાયતા આપે એવી મારી તને આશિષ છે. લી. થાનસિંહ.” ૨૦ વિજયે એક વાર નહિં, પણ બે-ત્રણ વાર ઉપયુ ત પત્રને ધ્યાન પૂર્ણાંક વાંચ્યો અને ત્યાર પછી તેને પેાતાના પહેરેલાં વસ્ત્રોમાં સાચવીને જેમને તેમ પાછા મૂકી દીધા. તેણે ફરીથી નિઃશ્વાસ નાંખીને મન સાથે વિચાર કર્યો: “યાયની દષ્ટિએ જોતાં થાનસંહ શેઠનું લખવું ગેરવાજખી નથી. તેમણે મને જે હેતુએ ચંપાની દૃષ્ટિથી દૂર કર્યા છે, તે કાઢી નાંખવા જેવા તે નથી. ચંપા આગ્રા નગરના એક શ્રીમત અને અકબર બાદશાહના અત્યંત માનનીય શાહુકારની પુત્રી છે. ત્યારે હું એક ધન, જન અને આશ્રયહીન યુવક છું; તેથી વ્યવહારની દૃષ્ટિએ અમારુ ઉભયનું લગ્ન થવું અસ’ભવિત છે. આ સ્થિતિમાં મારે માટે એક જ માગ રહેલા છે કે જો ચંપાની સાથે લગ્ન સબધથી મારે જોડાવું હોય, તે! મારે તેને લાયક થવાના પ્રયાસ કરવા. ઠીક છે, જોઉં છું કે ભવિષ્યમાં શુ શુ નિર્માણ થયેલું છે, પરંતુ નિમ ળ આકાશપટ ઉપરથી ચંદ્રદેવ પૃથ્વી ઉપર અમૃતધારા વર્ષાવી રહ્યા છે, શ્યામસલીલા યમુના પેાતાના વિશાળ પટ ઉપર ચંદ્રના પ્રતિબિંબને ધારણ કરી રહેલી છે. સુશીતલ અને મધુર પવનની શાંત લહેરીએ શરીરને અપૂર્વ સુખનું ભાન કરાવી રહી છે અને સમસ્ત પૃથ્વી રજનીતિના રૂપેરી અજવાળામાં નિમગ્ન થઈ રહેલી છે; તેમ છતાં જીવને અરામ નથી, તેનું શું કારણ ? પ્રકૃતિનાં એ સવ" સુંદર દશ્યા, પ્રાળુપ્યારી ચંપાના સહાસ વિના દિલને આરામ આપી શકતાં નથી. પ્રિયજનના સમાગમ વિના આ રઢિયાળી રાત્રી પણ અકારી અને અપ્રિય લાગે છે.” વિષય એ પ્રમાણે પેતાના મન સાથે વિચારી કરીને નગર તરફ આવવાને પાત્રા કર્યાં. બરાબર તે જ વખતે પાછળથી કાઈએ હાક મારી : *‘વિજયકુમાર !'' જોયું તે વિજય પેાતાનું નામ સાંભળીને ઊભો રહ્યો અને તેણે પાછળ ફરીને સામાન્ય વસ્ત્રોથી આચ્છાદિત થયેલી એક મુસલમાન સ્ત્રી તેની Page #32 -------------------------------------------------------------------------- ________________ આકસ્મિક ઘટના સન્મુખ ઊભેલી હતી. વિજયે તે સ્ત્રી તરફ ધ્યાનપૂર્વક જોઈને કહ્યું. “તમે કેણ છો અને શા હેતુથી મને બેલા છે ?” તે મુસલમાન સ્ત્રીએ તેના પ્રશ્નનો જવાબ નહિ આવતાં સામે પ્રશ્ન કર્યો : “તમારું નામ વિજયકુમાર કે ?” હા, પણ તેનું શું કામ છે ?” વિજયે પૂછ્યું. “આપને શાહજાદી સાહેબા બેલાવે છે.” મુસલમાન સ્ત્રીએ જવાબ આયો. કોણ શાહજાદી સાહેબ ?” વિજયે ફરીને પૂછયું. શાહજાદી આરામબેગમ સાહેબ” તે સ્ત્રીએ ઉત્તર અ. “શું શાહજાદી આરામબેગમ સાહેબા મને બોલાવે છે? અને તે શા કારણથી ?” વિજયે આશ્ચર્યચક્તિ થઈને પ્રશ્ન કર્યો. “હા, તે જ આપને બોલાવે છે; પરંતુ શા કારણથી, તે હું જાણતી નથી.” તે સ્ત્રીએ કહ્યું. “ઠીક, ચાલે, હું આવવાને તૈયાર છું” એમ કહી વિજયે તે મુસલમાન સ્ત્રી તરફ જોયું એટલે તેણે તેને પોતાની પાછળ ચાલ્યા આવવાની ઈશારત કરી. આગળ તે મુસલમાન સ્ત્રી અને તેની પાછળ વિજય, એ રીતે તેઓ રાજમાર્ગ વટાવી ચાર પાંચ વાર આડી અવળી ગલીમાં થઈને એક સુંદર મકાન પાસે આવી પહોંચ્યાં. મુખ્ય દરવાજેથી તેઓ અંદર નહિ જતાં પાછળના એક નાના બારણાને ઉઘાડી તેમણે તે મકાનમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી બગીચે વટાવી બે ત્રણ ઓરડામાં થઈને તે સ્ત્રી વિજયને એક સુંદર ઓરડા પાસે લાવી અને તેમાં પ્રવેશ કરવાનું કહીને ત્યાંથી અદશ્ય થઈ ગઈ. વિજય ક્ષણવાર ત્યાં ઊભો રહ્યો અને પછી તેણે ઓરડામાં પ્રવેશ કર્યો. અસંખ્ય દીપકેની રેશનીવાળા તે ઓરડામાં પ્રવેશ કરતાં જ વિજ્ય મંત્રમુગ્ધ થઈ ગયા. વાચકે ! વિજયે ત્યાં શું જોયું, તે તમે જાણવા આતુર છે ? તે એક પથ્થરને સરસ નકશીદાર એારડો હતો અને તેની વચમાં સંગેમરમના સુંદર રંગીન થાંભલાઓ ગોઠવેલા હતા. ઓરડામાં તળીએ રંગબેરંગી આરસના ચેલા જડી દીધેલાં હતાં. પ્રત્યેક થાંભલાંની આસપાસ સુગંધી દીપકે બળી રહ્યા હતા. ગેલા, ચમેલી માલતી, ચંપા, ગુલબાદિ પુષ્પોની મીઠી સુગંધ આખા ઓરડામાં પ્રસરી રહેલી હતી. એારડાની Page #33 -------------------------------------------------------------------------- ________________ મેવાડને પુનરુદ્ધાર મધ્યમાં લટકાવેલાં સેનાચાંદીનાં પાંજરામાં પોપટ, મેના, કેયલ અને બુલબુલ કલરવ કરી રહ્યાં હતાં. ઓરડામાં ચોતરફ વિવિધ પ્રકારના રંગવાળા મખમલથી જડેલાં અને ઝરીકામથી ભરેલાં અનેક સુંદર આસને ગઠવેલાં હતાં, તેમાં એક અતિ મનહર આસન ઉપર એક નવજુવાન પરમ રૂપનિધાન સુંદરી બેઠેલી હતી. વિજયે તેને ઓળખી, તે શાહજાદી આરામબેગમ હતી, વિજયે શાહજાદીને વિનયથી મસ્તક નમાવી પ્રણામ કર્યા. શાહજાદી જે આસન ઉપર બેઠી હતી, તેની પાછળ બે તાતારી સ્ત્રીઓ તેને પંખાવતી પવન નાંખતી ઊભેલી હતી. વિજયે શાહજાદીના અત્યંત લાવણયુક્ત વદન તરફ નિહાળી નમનતાઈથી કહ્યું, “શાહજાદી સાહેબા ! આ સેવકને આપે જ યાદ કર્યો શાહજાદીએ ક્ષણવાર વિજયના સામે જોઈ મીઠા અને મધુર સ્વરે કહ્યું, “હા. મેં જ તમને યાદ કર્યા છે વિજયકુમાર !” જાણે મીઠા મેહક સરોદથી બુલબુલ જ બેલતું હોય, એવો ખ્યાલ વિજયના મગજમાં ઉત્પન્ન થયે. તે શાહજાદી તરફ કાંઈ પણ બેલ્યા વિના અર્થસૂચક દૃષ્ટિએ જોઈ રહ્યો. “વિજય! સામેના આસન ઉપર બેસે. મુંઝાવાનું કશું પણું કારણ નથી.” શાહજાદીએ મંદ સ્મિતપૂર્વક કહ્યું. સ્મિત કરતાંની સાથે તેની ખૂબસુરતીની ઝલક જોઈ વિજય આશ્ચર્યમુગ્ધ થઈ ગયો હતો. તેણે કહ્યું “નહિ અહીં જ ઊભું છું; પરંતુ આ બાદશાહી જમાનામાં મારા જેવા સાધારણ મનુષ્યને પ્રવેશ થવો અસંભવ હોવા છતાં મને અહીં બોલાવવાનું આપને શું પ્રયોજન છે, શાહજાદી સાહેબા !” તેના આ પ્રશ્નથી શાહજાદી હસી પડી. આહા ! તે હાસ્યમાં કેટલી મધુરતા હતી ? કેટલું સૌદર્યું હતું ? કેટલું લાવણ્ય હતું ? આસ્માની રંગની રત્નજડિત ઓઢણીમાં છુપાયેલું શાહજાદીનું ગૌરવણય બદન અને તેની મોહકતાનું વર્ણન આ કલમથી થઈ શકે તેમ નથી ! વિજય એ રૂપના રાશિને અનિમિષ નયને જોતા ફરીને બોલે. “શાહજાદી સાહેબા ! ગુસ્તાખી માફ કરો; પરંતુ સેવકને અહીં શા અથે લાવ્યું છે, તે કેમ કહેતાં નથી ? “વિજય ! અત્યારે રાત ઘણું વહી ગઈ છે; માટે અત્યારે તે આરામ કરે. સવારે જે કહેવાનું છે તે કહીશ.” શાહજાદીએ ગંભીરતાથી કહ્યું. Page #34 -------------------------------------------------------------------------- ________________ આકસ્મિક ઘટના - ૨૩ જેવી આપની ઈચ્છા. મને જવાની રજા છે ?” વિજયે કહ્યું. નહિ, તમારા આરામને માટે સર્વ વ્યવસ્થા આ મકાનમાં જ થશે; માટે તમારે કયાંય જવાની જરૂર નથી.” શાહજાદીએ કહ્યું. વિજયે આશ્ચર્યયુકત સ્વરે પૂછ્યું “બાદશાહી જમાનામાં મારા જેવા પુરુષે રાતવાસો રહી શકાય ખરો ? મુંઝાવાનું કશું કારણ નથી. આ મકાનના ગુપ્ત આવાસમાં તે માટેની સર્વ ગોઠવણ થશે.” શાહજાદીએ એમ કહીને પિતાની એક બાંધીને બોલાવી. બાંદી દેડતી આવી પહોંચી અને વિનયથી શિર ઝુકાવી ઊભી રહી. શાહજાદીએ બાંદીને કહ્યું. “જૂલિયા ! આમના માટે પેલા ગુમ ઓરડામાં આરામની વ્યવસ્થા કરી મને ખબર આપ.” બાંદી તરત જ કુર્નિસ બજાવી ત્યાંથી ચાલી ગઈ અને પળવારમાં પાછી આવીને ફરમાન મુજબ સર્વ વ્યવસ્થા કર્યાની ખબર આપી. તે સાંભળી શાહજાદીએ વિજયને સત્તાવાહક સ્વરે કહ્યું “આ બાંધી સાથે જાઓ અને તે બતાવે એ જગ્યાએ આરામ કરે. સવારમાં હું તમને મળીશ.” બદીએ વિજય સામે જોઈને કહ્યું “જનાબ ! ચાલો !” વિજય શાહજાદીને નમીને કાંઈ પણ બોલ્યા ચાલ્યા વિના તે બાંદીની પાછળ પાછળ ગયે, કેટલાક એારડાએ, દિવાનખાનાઓ અને પરશાળામાં થઈને બાંદી વિજયને એક એારડામાં લઈ ગઈ. આ ઓરડામાં દીપકના અભાવે ગાઢ અંધકાર છવાઈ ગયેલો હતો. બાંદીએ પોતાની પાસેની બત્તીને સતેજ કરી અને પછી દિવાલમાંની એક ખીંટીને દબાવી એટલે તુરત જ દિવાલને થેડો ભાગ એક બાજુ ખસી ગયું અને એક અત્યંત મનહર ઓરડો વિજયની દષ્ટિએ પ. બાંદીએ તેના તરફ દષ્ટિ કરીને કહ્યું. “જનાબ ! આ એારડો આપના આરામને માટે તયાર રાખે છે; માટે અંદર પધારો.' વિજય તે દિવાલને વટાવી અંદર ગયે કે તરત જ એક ધીમા અવાજ સાથે ખસી ગયેલો દિવાલને ભાગ પુનઃ પૂર્વવત સ્થિતિમાં આવી ગયે. Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું શાહજાદીની ઈચ્છા ઈશ્ક કથા શએ હય કીસી કામિલસેં પૂછો ચાહિયે, કિસ તરહ જાતા હય દિલ, બેદિલસે પૂછા ચાહિયે; કયા તડફનેમેં મજા હય, કત્વ હો પ્યારેકે હાથ, ઉસકી લહેજતકું કીસી બિસ્મીલસેં પૂછા ચાહિયે.” વિજયે એ ઓરડામાં પ્રવેશીને જોયું તે તેની ચારે બાજુએ ઊંચી પથરની દિવાલ હતી; જવા આવવાને માટે એક પણ દ્વારા નહેતું. પ્રકાશ અને પવનને માટે દિવાલોમાં મોટા મોટા બે જાળિયાં મૂકેલાં હતાં, પરંતુ તે એટલા તો ઊંચા હતાં કે બહારથી કે અંદરથી તે દ્વારા કંઈપણ જોઈ શકાય તેમ નહોતું. થાક તથા ચિંતાને દૂર કરવાના અને મીઠી નિદ્રા અનુભવવાનાં સઘળાં સાધને, એ ઓરડામાં જોવામાં આવતાં હતાં. ઓરડાની મધ્યમાં એક મોટો દીપક બળી રહ્યો હતો. એક બાજુએ ગાદી તકિયા અને બેસવાનાં સુંદર આસને હતાં. શય્યાની પાસે એક સ્વચ્છ જળથી ભરેલું પિત્તળનું વાસણ હતું અને તે ઉપર “હિન્દુના ઉપયોગમાં આવે તેવું શુદ્ધ જળ' એમ લખેલી એક કાગળની પટી ચડેલી હતી. આ બધા પ્રકાર જોઈને વિજય વિચારસાગરમાં ગોથા ખાવા લાગ્યો. રાતના સમયે બોલાવી આવા એકાંત એરડામાં રાખવાનું શાહજાદીને શું પ્રયોજન હશે તથા તેની શી ઈચ્છા હશે, તે તેના સમજવામાં આવ્યું નહીં. તે શાહજાદીને ઓળખતે હતો અને શાહજાદી તેને ઓળખતી હતી; કેમકે શાહજાદી પિતાની અત્યંત પ્રિય સખી ચંપાના આવાસે વખતો વખત આવતી હતી અને તેથી વિજય અને તેને મેળાપ કઈ કઈ વાર ત્યાં થતા હતા. વિજયે આ પ્રકારનો ભેદ ઉકેલવાને ઘણે પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે તેનાથી કાંઈ સમજાયું નહિ ત્યારે તે થાકીને શય્યા ઉપર પડ્યો. રાત ઘણી વહી ગયેલી હોવાથી અને દિવાલમાં ગોઠવેલાં જાળિયામાંથી શીતળ, પવનની લહેરીએ આવતી હતી તેથી વિજય થોડી ક્ષણમાં નિદ્રાધીન થઈ ગયો. બાંદીની સાથે વિજય ચાલ્યો ગયો, ત્યાર પછી શાહજાદી આસન ઉપરથી ઊઠીને એારડામાં આમતેમ ફરવા લાગી. તેણે બને તાતારિણીઓને Page #36 -------------------------------------------------------------------------- ________________ શાહજાદીની ઇચ્છા ૨૫ ઓરડામાંથી ચાલ્યા જવાની આજ્ઞા કરી એટલે તેઓ તુરત જ ત્યાંથી અન્યત્ર ચાલી ગઈ. શાહજાદી આરામબેગમ શહેનશાહ અકબરની અત્યંત પ્રિયકર કન્યા હતી. તેનું વય બહુ બહુ તે પંદર સોળ વર્ષનું હતું. તે અત્યંત ગુણવતી, વિવેકી અને મધુરભાષિણી હતી અને તેથી શહેનશાહ અકબર તેને બહુ જ સ્નેહથી ચાહતા હતા. બાદશાહે તેને પોતાના રંગમહેલના એક સુંદર અને વિશાળ મકાનને તેના નિવાસસ્થાન તરીકે આપેલું હતું. મધરાતને સમય થવા આવ્યું હતું. આકાશમાં નિશાનાથ સંપૂર્ણ કળાથી ખીલી રહ્યા હતા અને તેના રૂપેરી પ્રકાશમાં આગ્રા શહેર સ્નાન કરતું હતું. શાહજાદી આરામબેગમ આ સમયે ઓરડાની બારી દ્વારા યમુનાના શ્યામ જળ ઉપર પડતાં ચંદ્ર-કિરણને અનિમિષ નયને જોઈ રહી હતી. જળતરંગોને જોઈ તેના હૃદયમાં અનેક પ્રકારના વિચારતરંગો ઉદભવતા હતા. તેણે જોયું કે સર્વત્ર નિસ્તબ્ધતાનું સામ્રાજ્ય પથરાઈ ગયું હતું. ઠંડે અને મૃદુ પવન વહેતું હતું, પરંતુ પ્રકૃતિનું આ સુંદર દશ્ય તે બહુ વાર જોઈ શકી. નહીં. બારીને એકદમ બંધ કરીને તે પાછી એક સુંદર અને સુંવાળા આસન ઉપર આવીને બેઠી. સામે દિવાલમાં જડી લીધેલા દર્પણમાં તેનું પ્રતિબિંબ પડતું હતું, તે તરફ શાહજાદીની નજર ગઈ. તેણે તેમાં પોતાની મનમોહિની મૂર્તિને બરાબર ધ્યાનપૂર્વક નિહાળીને એક નિશ્વાસ નાખ્યો. તેણે આસન ઉપરથી પુનઃ ઊઠીને ઓરડામાં આમતેમ ફરતાં ફરતાં પોતાના મન સાથે કહ્યું. યા ખુદા ! યા પરવરદિગાર ! મારા નાજુક દિલમાં આ શું થાય છે? મીઠી નિદ્રાએ આજે મારે કેમ ત્યાગ કર્યો છે ? ચંદ્રની શીતળતાથી મને કેમ આરામ થતું નથી ? દિલને આજે ચેન કેમ પડતું નથી ? ખરેખર વિજયના રૂ૫–ગુણે મારા મન ઉપર જાદુઈ અસર કરી છે અને તેથી જ મારી આ સ્થિતિ થયેલી છે. જેની મનેહારિણે મૂર્તિને આજે કેટલા દિવસો થયાં હદયમાં મેં સ્થાન આપ્યું છે તેને મારા સન્મુખ આ મહેલમાં જોઈને મારું સમસ્ત શરીર અને - મન ઉત્તેજીત થઈ ગયા છે. હાય? શા માટે મારું દિલ વિજય પ્રતિ હેડે છે? તેના તરફ જીગર શા માટે બળી રહ્યું છે ? હે ખુદા ! આ હું શું કરું છું ? એક હિન્દુને હું મારું શરીર-મારું જીગર અર્પવા શા માટે તૈયાર થઈ છું ? શાહજાદીએ આ પ્રમાણે અનેક વિચાર કર્યા, પરંતુ તેના દિલને આરામ થયો નહિ. વિચારમાં ને વિચારમાં પ્રભાતકાળ થવા આવ્યું. કિલાના દરવાજા ઉપરથી પ્રાતઃકાળની નાબતને શેર કર્ણ ગોચર થતા હતા. આ વખતે શાહ Page #37 -------------------------------------------------------------------------- ________________ મેવાડને પુનરુદ્ધાર જાદીની બાંદી જુલિયાએ ઓરડામાં પ્રવેશ કરીને જોયું તે શાહજાદી એરડામાં હજુ પણ આમતેમ આંટા મારતી હતી. તે નમ્રતાથી કુરનિશ બજાવીને શાહજાદીની આજ્ઞાની રાહ જોતી ઊભી રહી. શાહજાદીએ બાંદીની સામે તીક્ષ્ણ દૃષ્ટિથી જોયું અને પછી કહ્યું. “શું પ્રાતઃકાળ થઇ ગયેલ છે ?” “જી હા, જુઓને પ્રાતઃકાળની નોબત પણ વાગી રહી છે.” “ઠીક છે, પેલો હિન્દુ યુવક ઊઠે છે કે નહિ ? તે જોઈ મને ખબર આપ.” શાહજાદીએ આજ્ઞા કરી. બાંદી તુરત જ નમીને ચાલી ગઈ અને થોડી જ ક્ષણમાં પાછી આવીને તેણે કહ્યું. “શાહજાદી સાહેબા ! તે શય્યામાં હજુ આરામ કરે છે.” શું હજુ તે આરામ કરે છે ?” શાહજાદાએ આશ્ચર્યચકિત થઈને પૂછયું. જી હા, શાહજાદી સાહેબા !” બાંદીએ જવાબ આપ્યો. “ઠીક જા, હમણાં તારું કામ નથી.” શાહજાદી એમ કહીને તમામ ખાનામાં ગઈ અને પરિશ્રમને દૂર કરવાને માટે શીતળ સુગંધી જળથી તેણે સ્નાન કર્યું. સનાન કર્યા બાદ સુંદર વસ્ત્રો પરિધાન કરી તે પોતાના એારડામાંથી બહાર નીકળી અને વિજય જે ગુપ્ત આવા સમાં હતા, ત્યાં જવા લાગી, તેણે ત્યાં જઈને દિવાલમાંની એક ખીંટીને દબાવી એટલે દિવાલને થોડો ભાગ એક બાજુ ખસી ગયો અને ગુપ્ત ઓરડામાં તે ગઈ કે તરત જ દિવાલને ભાગ પુન: બીજા ભાગ સાથે જોડાઈ ગયા. શાહજાદીએ ઓરડામાં પ્રવેશીને જોયું તો વિજય ઉપર હજુ પણ આરામથી ઊંઘતો હતો. ઓરડામાંને દીપક બુઝાઈ ગયો હતો, પરંતુ જાળિયામાંથી આફતાબને આછો પ્રકાશ આવતો હતો અને તેથી અંધકારને લય થઈ ગયો હતો, શાહજાદી વિજયની શય્યા પાસે જઈ તેનું પ્રભાતકાળને આછા પ્રકાશમાં ઝળહળી રહેલું મુખમંડલ અનિમેષ નયનેએ જોઈ રહી. તેણે ઘણીવાર સુધી વિજયના રૂપને જોયા કર્યું, પરંતુ તેને તૃપ્તિ થઈ નહિ. તે પુનઃ પુનઃ તેના પ્રતિ જોતી પિતાના મન સાથે બોલીઃ “આહા! કેવું સુંદર રૂપ ? વિજય મનુષ્ય છે કે બિહિતને ફિરસ્તે ? મને લાગે છે કે મનુષ્યમાં આવું રૂ૫ ન હોય ! ચક્કસ, વિજય એક ફિરસ્તો છે; નહિ તો આવું દેવદુર્લભ રૂપ તેનામાં હેઈ Page #38 -------------------------------------------------------------------------- ________________ શાહજાદીની ઈરછા ૨૭ શકે ખરું ક ? કેવું નયનમનહર આ મુખ ? કેવાં વિશાળ આ નેત્રો ? મુખ ઉપર કેવી આ સરળતા ? હાય, ખુદા ? આ રૂપને હજારે બકે લાખો વખત જેવામાં આવે તો પણ દિલને તૃપ્તિ થાય એમ નથી.” હૃદયની તીવ્ર-અતિ તીવ્ર ઉત્તેજનાને રોકી નહિ શકવાથી શાહજાદીએ પિતાને કોમળ મૃદુ હાથ વિજયના ઉજજવલ કપાળ ઉપર ધીમેથી મૂકે. વિજયના નિદ્રિત દેહને સ્પર્શ કરતાં શાહજાદીનું સમસ્ત અંગ ધ્રુજી ઊઠયું. તુરત જ પિતાને હાથ વિજયના કપાળ ઉપરથી લઈ લીધે; પરંતુ થોડી ક્ષણના અતિ કોમળ સ્પર્શથી વિજયની નિદ્રા પલાયન થઈ ગઈ તે એકદમ જાગી ઊઠ અને શય્યા ઉપરથી ઊઠીને ઊભો થતાં જ તેની દષ્ટિ શાહજાદી ઉપર પડી. પિતાની સન્મુખ શાહજાદીને ઊભેલી જોતાં તે આશ્ચર્યચકિત થઈ ગયે અને તેના અનુપમ લાવણ્યને એકી નજરે જોઈ રહ્યો. શાહજાદી પણ તેના દેવદુર્લભ રૂપને આડી નજરે નિહાળી રહી હતી. છેવટે તેણે કહ્યું. “વિજય !” ફરમાન, શાહજાદી સાહેબા !” વિજયે સલામ કરીને ઉત્તર આપે. ફરમાન કાંઈએ નથી; પરંતુ રાત્રીના વખતે ગઈ કાલે તમે કયાં જતા હતા ?” શાહજાદીએ પૂછયું. એ જાણીને આપ શું કરશે ?” વિજયે સામે પ્રશ્ન કર્યો. “શું એ પૂછવાને મને અધિકાર નથી ? શાહજાદીએ પુનઃ પૂછ્યું. “આપ દિલ્લીશ્વર શહેનશાહ અકબરના પુત્રી છે, આપને અધિકાર મહાન છે.” વિજયે કહ્યું. એ અધિકારની હું વાત કરતી નથી. હું તો તમારી સાથેની ઓળખાણને લીધે એ હકીકત જાણવા માગું છું.” શાહજાદીએ કહ્યું. વિજયે પિતાના આશ્રયદાતા થાનસિંહ શેઠને આદેશ શાહજાદીને કહી સંભળાવ્યું, તે સાંભળીને શાહજાદીએ આશ્ચર્ય પામતાં પૂછ્યું. થાનસિંહ શેઠે તમને તેમના મહાલયને ત્યાગ કરી અન્યત્ર ચાલ્યા જવાની આજ્ઞા કરી, તે શા માટે, એ તમે જાણે છે ?” “તેમની કન્યા ચંપા અને હું અને અન્યને ચાહતાં હતાં, તેથી તેમણે મને એવી આજ્ઞા કરી છે.” વિજયે ઉત્તર આપે, Page #39 -------------------------------------------------------------------------- ________________ મેવાડા પુનરુદ્ધાર “પણુ તેથી તમને એવી આજ્ઞા કરવાનું પ્રયોજન શું છે ? એ હું સમજી શકતી નથી.” · શાહજાદીએ ઈંતેજારીથી કહ્યું. ૨૮ “પ્રયેાજન એ કે હું ગરીબ અને નિઃસહાય છું અને તેથી તે પેતાની પુત્રીનું લગ્ન મારી સાથે કરવા ખુશી નથી.' વિજયે કહ્યુ.. વિજય !” શાહજાદીએ ક્ષણવાર વિચારીને કહ્યું. “તમે ચંપાને ખરા જીગરથી ચાહે છે ?” “અલબત્ત અને તે પણ મને તેવા જ જીગરથી ચાહે છે.' વિજયે ઉત્તર આપ્યા. “પણુ થાનિસંહ શેઠ તા પેાતાની પુત્રોની શાદી તમારા જેવા નિધન અને આશ્રર્યાહન યુવકની સાથે કરવાને તૈયાર નથી, તેનું કેમ ?” શાહજાદીએ ભાર દઈને પૂછ્યું.. “હા એ વાત ખરી છે; પરંતુ તેમણે એમ પણ કહ્યું છે કે જો હું મારા ભાગ્યના ઉદય કરી શકયા, તેા તે પોતાની પુત્રી ચ'પાનું લગ્ન મારી સાથે કરશે.” વિજયે જવાબમાં કહ્યું. “પણ તમારા ભાગ્યના ઉછતી રાહ તે કયાં સુધી જોશે ?' શાહજાદીએ પુનઃ પૂછ્યું. ‘‘એકાદ વર્ષાં તેા તેએ રાહ જોશે, એમ મારી માન્યતા છે.” વિજયે જવાબ આપ્યા. “અને તેટલા સમયમાં તમે તમારા ભાગ્યેાધ્ય ન કરી શકયા તા ?” શાહજાદીએ એક તીક્ષ્ણ દષ્ટિપાત સાથે એ પ્રશ્ન પૂછ્યા, વિજયે કેટલાક સમય માન ધારણ કર્યું. તેણે શાહજાદીના એ પ્રશ્નનેા કશા પશુ ઉત્તર આપ્યા નહિ, તેના મુખ ઉપર ચિંતાની સ્પષ્ટ છાયા જણાવા લાગી. “કેમ ઉત્તર આપતા નથી, વિજય !'' શાન્તદીએ ફરીથી પ્રશ્ન કર્યાં. શાહનદી સાહેબા ! અવિનય માફ કરજો; પરંતુ આપ આપની ઈચ્છા જણાવતાં નથી અને મને અન્ય પ્રશ્ન પૂછે છે, એનું શું કારણ ? ગુલામીની હાલતમાં મારે અહીં કયાં સુધી રહેવાનું છે ?' વિજયે ગંભીરતાથી સામેા પ્રશ્ન કર્યાં. Page #40 -------------------------------------------------------------------------- ________________ શાહજાદીની ઈરછા ૨૯ “ભારત સમ્રાટ અકબરશાહની અતિ પ્રિય શાહજાદીની મીઠી મહે— બતભરી છાયામાં રહેવાને શું તમે ગુલામી હાલત ગણે છો ?” શાહજાદીએ પૂછ્યું. “જ્યાં સુધી આપ કાંઈ વ્યાજબી કારણ ન જણા, ત્યાં સુધી એમ જ માનવું જોઈએ” વિજયે નિશ્ચયાત્મક ભાવે જવાબ આપ્યો. “મારી ઈચ્છા બૂરી નથી; પરંતુ તમને સુખી કરવાની છે અને તેટલા જ માટે મેં તમને અહીં બલવી મંગાવ્યા છે.” શાહજાદીએ શાંતિથી કહ્યું. “ તો પછી આપ આપની ઈચ્છા જણાવવામાં વિલંબ શા માટે કરો. છો ?" વિજયે પૂછ્યું. વિજય !'' શાહજાદીએ વિજયના સુંદર મુખ પ્રતિ એક વખત સ્થિરભાવથી જોઈ લીધા પછી કહ્યું. “હું તમને ચાહું છું, હા તમને ખરા જીગરથી–દિલજાનીથી ચાહું છું અને તે આજથી નહિ; પરંતુ જ્યારથી મેં તમને થાનસિંહ શેઠના મહાલયમાં પ્રથમવાર જોયા છે, ત્યારથી જ મારું દિલ તમારા પ્રતિ આકર્ષાયું છે. ગઈ કાલે રાત્રિએ તમે યમુનાના તટ પ્રદેશ ઉપર ફરતા હતા, તે વિષે મારી બાંદી જુલિયાએ મને કહેતાં મેં તમને અહીં મારી ખાહેશ જણાવવાની ખાતર બોલાવ્યા છે.” શાહજાદી ઉપરના શબ્દો ભાગ્યે જ બોલી રહી હશે એટલામાં તો તો દિવાલને ભ ગ અચાનક દૂર ખસી ગયો અને ભારત સમ્રાટની શાહજાદી કયા દાનેશમંદ અને દિલેર પુરુષને ચાહે છે ?” એ પ્રશ્નની સાથે ખુદ શહેનશાહ અકબરે એ ઓરડામાં પ્રવેશ કર્યો. ખુદ બાદશાહ અકબરને જેઈ શાહજાદી તથા વિજય જમીન પર બેસી ગયા. શાહજાદી પિતાના બાબાના કદમો પર પડી અને વિજય બાદશાહના તેજથી અંજાઈ જઈ નીચે દૃષ્ટિ રાખી જમીન ખેતરવા લાગ્યો. Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ઠું છુટકારો પોતાના અત્યંત ગુપ્ત અને એકાંત ખંડમાં બાદશાહ અકબર સુંદર અને સુસજિત સિંહાસન ઉપર બેઠેલો હતોસામે તેની શાહજાદી અને વિજય થરથર ધ્રુજતાં ઊભેલાં હતાં. - શાહજાદી આરામબેગમ જે પોતાની આંખમાંથી અત્યાર સુધી ધાર આંસુ વહાવી રહી હતી, તેણે બાદશાહને નમીને ઉત્તર આપે. પ્યારા બાબા ! આ વિજય ખરેખર બેગુહા છે. હું જ એકલી ગુન્હેગાર છું; માટે એના ઉપર રહેમ લાવી એને માફી બક્ષે અને મને જે સજા કરવી હોય તે કરો.” બાદશાહે દઢતાથી કહ્યું. “એમ ! તેં એક અજાણ્યા યુવકને તારા મહેલમાં લાવવાનું સાહસ કર્યું છે ? અને તે શું કારણથી ?” શાહજાદીએ બાદશાહના કદમ ઉપર પડીને નમ્રતાથી કહ્યું. ' કારણ એ જ છે કે હું એમને ચાહું છું - મારા ખરા જીગરથી ચાહું છું.” “એક અર્થહિન અને આશ્રયહિન હિન્દુ યુવકને શું તું ચાહે છે ?” બાદશાહે આશ્ચર્યચકિત થઈને પૂછયું. હા, બાબા !” શાહજાદીએ જવાબ આપે. ત્યારે આ બિનામાં તું જ ખરેખર ગુહેગાર છે. ઠીક છે; પરંતુ વિજયને તદન માફી આપવામાં આવશે નહિ.” એમ કહી બાદશાહે તુરત બૂમ મારી “કાસમ !” થેડીવારમાં એક હૃષ્ટપુષ્ટ હબસી હાથમાં નગ્ન તરવાર લઈને બાદશાહ સમ્મુખ આવી તસ્લીમ કરીને ઊભે રહ્યો. તેના તરફ જોઈને કહ્યું. “કાસમ ! આ હિન્દુ યુવકને અને આ બાંદીને કેદખાનામાં લઈ જા.” “જહાંપનાહને જેવો હુકમ.” એમ કહી કાસમ તે બનેને આગળ કરી ખંડમાંથી બહાર નીકળી ગયો. તેમને જાતાં જોઈને શાહજાદીએ રડતાં રડતાં કહ્યું. “વહાલા બાબા ! રહેમ કરે, રહેમ કરે, વિજય તદન બેગુન્હા છે. તેને શા માટે કેદ કરે છે ? કાસમ અને બીજા ચાર હથિયારબંધ પહેરેગીરે મળી વિજય તથા જલિયાને કેદખાનામાં લઈ ગયા અને બંનેને જુદી જુદી કેટડીમાં પૂરી તથા કેદખાનાના ઉપરીને બાદશાહને દૂકમ કહી સંભળાવી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. વિજયને જે કેટડીમાં કેદ કરવામાં આવ્યો હતો, તે એક ભયંકર Page #42 -------------------------------------------------------------------------- ________________ છુટકારો અંધકારમય કોટડી હતી. ત્યાં રોશની કે હવાને સહેજ પણ સંચાર થઈ શકે તેમ નહોતું. કેટરીને ચારે તરફ કાળા પથ્થરની ઊંચી દિવાલ હતી અને તેથી તેની ભયંકરતામાં એાર વૃદ્ધિ થતી હતી. વિજયે આ ભયાનક કેદખાનાને જોઈ તથા તેની પોતાના ભવિષ્યનો વિચાર કરીને એક હાય મારી અને ત્યાં પાથરેલી એક ફાટી તૂટી ચઢાઈ ઉપર તે માથે હાથ ટેકવીને બેઠે. ગઈ કાલે સાંજે થાનસિંહ શેઠના આવાસેથી નિકળ્યા બાદ તેણે અત્યાર સુધી કાંઈ પણ ખાધું નહોતું અને ખાવાની ઈચ્છા પણ નહોતી; પરંતુ ભૂખથી તેના શરીરમાં જરા પણ તાકાત નહોતી. ચિંતા અને દુઃખથી તેને ચિત્તભ્રમ જેવું થઈ ગયું હતું અને તેથી તે વારંવાર દેડીને કેટરીના બારણા પાસે જતો; પરંતુ તેને મજબૂતાઈથી બંધ કરેલાં જોઈને તે નિરાશ થઈને પાછો ફરતો હતો રાત્રિના અંધકારમાં કેદખાનું ભયાનક લાગતું હતું અને તેથી તેણે પોતાની બને આંખો બંધ કરી દીધી તથા તે લાંબો થઈને ચટાઈ ઉપર પડયે. કેટલેક સમય તે એવી જ અવસ્થામાં ચટાઈ ઉપર પડી રહ્યો; પરંતુ તેને નિદ્રા આવી નહિ. એટલે તે ઊઠીને ઊભો થયો અને એકચિત્તે પરમાત્માનું પવિત્ર નામસ્મરણ કરવા લાગે. ભક્ત મનુષ્યો કરે છે કે એક ચિતે પરમેશ્વરની પ્રાર્થના કરનાર મનુષ્યની તે મનઃકામના અવશ્ય પરિપૂર્ણ કરે છે; તેવી રીતે વિજયની પ્રાર્થને તેણે સાંભળી કે નહિ, તે અમે કહી શકતા નથી; પરંતુ તે જ ક્ષણે એ ભયંકર અંધારામાં એકદમ પ્રકાશ દેખાય. વિજયે પિતાની આંખ ખોલીને જોયું તો હાથમાં ફાનસ લઈને એક મનુષ્ય માથાથી પગ સુધી ઢંકાઇને કેટડીનું દ્વાર ઉઘાડીને અંદર ચાલ્યો આવતો હતો. વિજય આ દશ્ય જોઈને અચંબાથી આવનાર મનુષ્ય તરફ એક દૃષ્ટિએ જોઈ રહ્યો. આવનાર મનુષ્ય વિજય સામે જોઈને કહ્યું. “તમને આ ભયંકર કેદખાનામાંથી છુટકારો જોઈતા હોય, તો ચાલો મારી સાથે.” પરંતુ તમે મને છુટકારો આપનાર કેણ છે, તે જાણ્યા સિવાય તમારી સાથે હું શી રીતે આવી શકું ? અહીંથી છુટકારો આપીને તમે માર જાન લેવા તે ઈચ્છતા નથીને ?" વિજયે શંકાયુકત પ્રશ્ન કર્યો. “એટલો ખુલાસો કરવાને હાલ સમય નથી. જે આવવું હોય તે મારી પછવાડે ચાલ્યા આવો.” એમ કહી તે આવનાર મનુષ્ય પાછો વળે એટલે વિજયે કાંઈ પણ બોલ્યા ચાલ્યા વિના તેનું અનુકરણ કર્યું. ક્ષણવારમાં તેઓ કેદખાનામાંથી બહાર નીકળી ગયા અને રાજમાર્ગે થઈને ક્યાંઈક અદશ્ય થઈ ગયા. Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭મું પ્રેમ કે કર્તવ્ય મહારાણા પ્રતાપસિંહ અને મંત્રીશ્વર ભામાશા, રાજમહેલના બાગમાં રાજ્યપ્રકરણ વિષે વાર્તાલાપ કરતા બેઠા હતા. મધ્યાહને સમય લેવાથી સૂર્ય જો કે પૂર દમામથી પ્રકાશ હ; તે પણ તેઓ જ્યાં બેઠા હતા, ત્યાં વૃક્ષની ઘટાને લઈ તેનાં કારણેને પ્રવેશ થઈ શકતો નહોતો અને તેથી મહારાણા તથા મંત્રીશ્વર આરામથી બેઠા બેઠા અનેક પ્રકારના વિચારો કરતા હતા. પ્રતાપસિંહે શાંત ચિત્તે કહ્યું: “મંત્રીશ્વર ! અત્યાર સુધી વર્ષાઋતુને લઈ શત્રએ આપણા ઉપર ન દમલ લાવી શક્યા નથી; પરંતુ હવે તે ઋતુ પૂરી થઈ છે અને તેથી તેઓ આપણને અહીં પણ સુખે બેસવા દે, એમ મને લાગતું નથી.” મહારાણાની ધારણું સત્ય છે;” ભામાશાહે કહ્યું. “કારણ કે અકબર જાત્રાના બહાને અજમેરમાં આવ્યું છે અને તેણે શાહબાજ ખાંને મોગલ સેનાપતિ બનાવીને આ કિલ્લાને ઘેરી નાંખવાને માટે દૂકમ આપે છે.” ખરું છે રણવીરસિંહ ખબર લાવ્યું છે કે મોગલ સેનાપતિ શાહબાજખાં બડે ચાલક અને શુરવીર અમલદાર છે અને તેની સાથે બીજા ચાર મોટા અમલદારે પણ આવનાર છે. પ્રતાપસિંહે કહ્યું. રણવીરસિંહે મને એ સર્વ ખબર આપ્યા છે અને વિશેષમાં તે એમ પણ કહેતા હતા કે આબુ પ્રદેશને અધિપતિ દેવરાજ શત્રુપક્ષમાં ભળી ગમે છે અને આ દુમલામાં તે પણ સાથે આવનાર છે.” ભામાશાહે વિશેષ ખબર આપ્યા. “ગલેનું ભાગ્ય અત્યારે ચડિયાતું છે. એક પછી એક એમ ઘણું હિન્દુ રાજાઓ તેને મળી ગયા છે અને તેથી તેમની દરેક સ્થળે જીત થતી જાય છે.” આમ વાર્તાલાપ કરતાં તેઓ બાગમાં થઈને જતાં હતાં ત્યાં જ કાઈને અવાજ સંભળાય. તેઓ ઉભય બાગમાં ત્રણ ચાર મોટાં મોટાં વૃક્ષની ઘટાની પેલી બાજએ થતાં વાર્તાલાપને સાંભળવા લાગ્યા, Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ કે કર્તવ્ય ૩૩ અત્યારે અરસપરસ મળવા હળવા અને પ્રેમના સંભાષણ કરવાનો સમય નથી, એ શું તમે નથી જાણતા કર્મસિંહ ?” એક તરુણીને અવાજ સંભળાય. આ અવાજ સાંભળીને ભામાશાહ પ્રતાપસિંહને કાંઈ કહેવા જતો હતે; પરંતુ તેણે આંગળીની ઈશારતથી ચૂપ રહેવાનું અને સર્વ વાત સાંભળવાનું સમજાવ્યું અને તેથી તે ચૂપ રહી સાંભળવા લાગ્યો. “હું તે જાણું છું, કુસુમ ! પણ અહીં આવવાને અને આ રીતે તમને મળવાને મારે હેતુ સમજ્યા વિના તમે મારો તિરસ્કાર કરે છે એ ઠીક કહેવાય કે ?” કર્મસિંહે પૂછ્યું. હા, એ ઠીક તે નથી; પરંતુ જે સમયે કર્તવ્યમાં જ રાત-દિવસ મશગૂલ રહેવું જોઈએ, તે સમયે આવી રીતે નિરૂપયોગી વાતો કરવામાં આનંદ માનવાને તૈયાર થવું, એ વ્યાજબી નથી. મહારાણુની આજ્ઞાને તે તમે ભૂલી ગયા નથી ને ?” કુસુમે કહ્યું. “મહારાણુની આજ્ઞા, એ મારે મન ખુદ પરમાત્માની આજ્ઞા છે અને તેથી હું તેને ભૂલી જાઉં, એ તદ્દન અસંભવનીય છે. મારે અહીં આવવાને અને તમને મળવાને આશય જુદે જ છે. તમે જાણતા હશો કે મોગલ સેનાપતિ શાહબાજ ખાં પ્રબળ સૈન્ય સાથે આ કિલાને ઘેરવાને ચાલ્યો આવે છે અને જે સમય જાય છે, તેમાં મેગલે સાથે મહાન યુદ્ધ થશે. કેણ જાણે છે કે આ યુદ્ધનું શું પરિણામ આવશે ? કિલ્લાના રક્ષણને ભાર કુમાર અમરસિંહ અને મારા ઉપર મૂકાયેલ હોવાથી આવતી કાલથી મારે કુમારની સાથે રાતદિવસ કિલા ઉપર જ રહેવાનું છે અને તેથી એક વખત તમારા ચંદ્ર સમાન ઉજજવળ વદનકમળનું દર્શન કરી લેવા અને તેમાંથી ઝરતા અમૃતનું પાન કરવાને માટે જ તમારી પાસે આવ્યો છું. આ સ્થિતિમાં તમે મારો તિરસ્કાર કરે છે, કુસુમ ?” કર્મસિંહે પિતાના આવવાને હેતુ કહી બતાવતાં આજવતાથી કુસુમને પૂછ્યું. કુસુમે કાંઈક દિલગીરી ભરેલા અવાજે કહ્યું. 'કર્મસિંહ ! જેને મેં મારા હૃદયમંદિરમાં સદાને માટે સ્થાન આપેલું છે, તેને હું તિરસ્કાર કરું, એ કેવળ અસંભવનીય છે; પરંતુ જે સમયે સ્વદેશ, સ્વધર્મ અને સ્વઈજજતને સઘળો આધાર આપણું એકનષ્ઠ કર્તા ઉપર રહેલો હોય, તે સમયે એ અત્યંત અગત્યનાં કર્તવ્યોને ધડીભર પણ વિસારી દેવાં અને વિકારને વશ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૪ મેવાડને પુનરુદ્ધાર થઈ પ્રેમીઓની સાથે પ્રેમસંભાષણમાં જોડાવું, એ તમારા જેવા એક ખરા સ્વદેશ સેવકને કોઈ પણ રીતે ઉચિત નથી.” “તો પછી તમે, આપણા ઉભયની વચ્ચે જે શુદ્ધ પ્રેમ બંધાય છે, તે કરતાં પણ સ્વદેશ અને સ્વધર્મ પ્રતિના પ્રેમને વિશેષ આદરને પાત્ર ગણે છો. ખરુંને ?” કર્મસિંહે આશ્ચર્યયુક્ત સ્વરે પૂછયું. “અલબત્ત, કુસુમે ઝટ ઉત્તર આપ્યું અને તેની કમળ સમાન ચક્ષએમાંથી તેજની ધારા છુટવા લાગી. “એમાં જરાપણ શક નથી. તમારા પ્રત્યેનો પ્રેમ છે કે શુદ્ધ અને નિર્મળ છે; પરંતુ તે માત્ર વ્યકિતગત છે, જ્યારે સ્વદેશ અને સ્વધર્મ પ્રત્યેનો પ્રેમ સમષ્ટિને છે અને તેથી તે વિશેષ આદરને પાત્ર છે.” કુસુમ તમારા આજના વર્તન ઉપરથી જણાય છે કે તમે મને પહેલાંની જેમ ચાહતા નથી.” કર્મસિંહે ગંભીરતાથી કહ્યું. તમારી માન્યતા ભૂલભરેલી છે, કર્મસિંહ !' કુસુમે દ્રઢતાથી કહ્યું. હું તમને પહેલાં જેવા પ્રેમથી ચાહતી હતી, હાલ પણ તેવા જ બલકે તેથી પણ વધારે પ્રેમથી ચાહું છું; પરંતુ હાલના અગ્ય વખતે મારો એ પ્રેમ બતાવી તમને મેહમુગ્ધ કરવાની અને એ રીતે સ્વકર્તવ્યથી તમને ચુત કરવાની મારી ઈચ્છા નથી અને તેથી જ મેં તમને અત્યારે બરાબર માન આપ્યું નથી.” ઠીક, કુસુમ ! ત્યારે હવે હું રજા લઉં છું. પરમાત્માની કૃપાથી ફરીથી એગ્ય અવસરે તમને મળીશ.”કર્મસિંહે એટલું કહી કુસુમના રૂપનિધાન વદનકમળનું અવલોકન કર્યું અને તે જવાને ઉત્સુક થયો. “ઊભા રહો કર્મસિંહ!” તેને નિસ્તેજ વદને ચાલ્યો જતો જોઈને કુરુમે શાંતિથી કહ્યું. “આજના મારા વર્તનથી તમને ખોટું લાગ્યું જણાય છે; પરંતુ તમે જે શાંત ચિત્તે વિચાર કરશો, તો તમને સ્પષ્ટ જણાશે કે મેં જે કાંઈ કર્યું છે તે અયુકત નથી. તમે જાણે છે, કર્મસિંહ ! કે આપણા પ્રિય દેશ મેવાડના, આપણું પ્રાણપ્રિય ધર્મના અને આપણી અત્યંત વહાલી ઈજત - આબરના રક્ષણને બધો આધાર ભવિષ્યમાં થનાર યુદ્ધ ઉપર અવલંબીને રહે છે. પરમાત્મા મહાવીર અને ભગવાન એકલિંગજીની કૃપાથી આપણે વિજય થશે, એમ મારી માન્યતા છે; પરંતુ મેવાડના દુર્ભાગ્યે જે આપણો પરાજય થયે, તે મહારાણાની અને આપણી શું સ્થિતિ થશે ? Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ કે કર્તવ્ય ૩૫ તથા આપણાં દેશ, ધર્મ અને આબરૂની કેવી અધોગતિ થશે? તેની કલ્પના પણ અત્યારથી થઈ શકતી નથી અને તેથી આવા કટોકટીના સમયે પ્રેમજાન્ય વાર્તાલાપ કરી હદયને વિકારી બનાવીને ખરા કર્તવ્યથી ચલિત થવું એ ઉચિત નથી. આ હેતુથી તમારા જેવો જોઈએ તેવો સત્કાર મેં કર્યો નહતો; પરંતુ એથી તમારા તરફને મારે જે અખંડ પ્રેમ છે, તેમાં જરા પણ ન્યુનતા થઈ છે એમ માનવાનું કાંઈ પણ પ્રયોજન નથી. કર્મસિંહ! સ્પષ્ટિકરણની ખાતર મારે એટલો ખુલાસો કરવો પડે છે અને હું આશા રાખું છું કે એથી તમારા મનનું સમાધાન થઈ ગયું હશે. હવે જાઓ; પરમાત્મા મહાવીર અને ભગવાન એકલિંગજી તમને સુયશ અપાવે એવી મારી અંતઃકરણની ઈચ્છા છે.” કર્મસિંહ, કુસુમનું આ સંભાષણ સાંભળીને મંત્રમુગ્ધ થઈ ગયા અને તેથી તે પિતાની થયેલી ભૂલને પશ્ચાત્તાપ જાહેર કરવાને આતુર થઈ રહ્યો હતો; પરંતુ કુસુમ એટલું બોલીને તથા કર્મસિંહ પ્રતિ એક નેહભરેલી દષ્ટિ ફેંકીને તુરત જ ત્યાંથી ચાલી ગઈ. કર્મસિંહ વીજળીના વેગે ચાલી જતી એ માનિનીને તે દેખાય ત્યાં સુધી જોઈ રહ્યો. તેને કુસુમને બાલવી પિતાની ભૂલની ક્ષમા માગવાનું ઘણું મન થયું; પરંતુ તેના મુખમાંથી એક શબ્દ પણ બહાર નીકળી શકશે નહિ. થોડી વાર વિચારગ્રસ્ત અવસ્થામાં ઊભા રહ્યા બાદ તે ઉત્સાહિત વદને અને દ્રઢ પગલે પાછો ફર્યો અને વરાથી સ્વસ્થાનકે જવા નીકળ્યો; પરંતુ વૃક્ષોની ઘટામાંથી બહાર નીકળતા જ તે સ્તબ્ધ થઈ ગયો. અને જાણે તેના પગ કોઈએ ખેડી દીધા હોય, તેમ તે ત્યાં જ ઊભો રહી ગયો. અત્યારે આમ કયાં ગયે હતા, કર્મસિંહ ?'' મહારાણુએ તેની સામે તીણ દષ્ટિએ જોઈને કરડા સ્વરે પૂછ્યું. કર્મસિંહની મગદૂર નહોતી કે તે મહારાણાને એ પ્રશ્નને ખરો ઉત્તર આપી શકે. તે નીચું મુખ રાખીને જેમને તેમ ઊભો રહ્યો. “કેમ ઉત્તર આપતા નથી ?” મહારાણાએ પુનઃ ભાર દઈને પૂછયું. કપાળ મહારાણું !” કર્મસિંહ નિરૂપાયે બે. તેના પગ ધ્રુજતા હતા અને તેનું મુખ નિસ્તેજ બની ગયું હતું. “મારી ગંભીર ભૂલ થઈ છે; મને ક્ષમા કરો.” તમારી ભૂલની તમને ક્ષમા આપવી કે નહિ, તેને નિર્ણય પાછળથી થશે; પરંતુ તારા મહારાણુની આજ્ઞાને અમલ તું આવી રીતે જ કરે છે ને ?” Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૬ મેવાડના પુનરુદ્ધાર પ્રતાપસિંહે ક્રાંઈક શાંતિથી કહ્યું. કસિંહે દ્રઢતાને ધારણ કરીને નિર્ભયતાથી જવાખ આપ્યા. “કૃપાનાથ ! આપની આજ્ઞાના અમલ કરવામાં અવશ્ય મારી ભૂલ તા થયેલી છે પર ંતુ તે ક્ષમા ન આપી શકાય એવી ગંભીર નથી.’ “ઠીક, અત્યારે તા તુ તારા કતથ્ય ઉપર ચાલ્યા જા; તારી ભૂલને નિણૅય પાછળથી કરવામાં આવશે.” એમ કહી પ્રતાપસિંહ ભામાશાહને લઈ આગળ ચાલ્યેા એટલે કસિંહ તેમને નમન કરીને ત્યાંથી કિલ્લા ઉપર ચાયા ગયા. કસિહુના ચાલ્યા ગયા પછી મહારાણાએ કહ્યું, “ભામાશાહ ! કુસુમના વિચાર જાણીને હું બહુ ખુશી થયા છું અને આવી સ્વદેશપ્રેમી અને સદ્ગુણી પુત્રીના પિતા હેાવા માટે હું તમને ધન્યવાદ આપુ' છું.' ‘‘મહારાણા ! આપની શુભ લાગણીને આપના હું ઉપકાર માનું છું; પરંતુ મારી પુત્રી કુસુમ સદ્ગુણી અને સ્વદેશપ્રેમી હૈય, તા તેનું સધળુ માન મહારાણી શ્રીમતી પદ્માવતી દેવીને જ ધટે છે; કેમકે તેમણે તેને પેાતાની જ પુત્રીની જેમ હંમેશાં પેાતાની પાસે રાખીને કેળવી છે અને તે આપ પણ કાં નથી જાણુતા ?” ભામાશાહે કૃતજ્ઞતા દર્શાવતાં કહ્યું. ‘'ખરુ' છે,” મહારાણાએ કહ્યું, “દેવી પદ્માવતી તેના ઉપર પેાતાના પેટની પુત્રી જેટલુ વહાલ રાખે છે; પરંતુ મંત્રીશ્વર ! કસિંહ અને કુસુમ અરસપરસ એકખીજાને ચાહે છે, એવું તેમના અત્યારના વાર્તાલાપથી મને જણાયું છે, તે શુ' સત્ય છે ?' “હા, તે સત્ય છે. કર્માસિહુ અમારી જ્ઞાતિના એક લાયક, બુદ્ધિવાન, ઉચ્ચ કુળના અને પરાક્રમી યુવક છે. અને આપણે લીધેલી પ્રતિજ્ઞા સંપૂણૅ થયા બાદ તેમનું ઉભયનું લગ્ન કરી નાખવાને મે' નિશ્ચય પણ કરેલા છે.” ભામાશાહે કહ્યું. કસિંહના કૈાશલ્યને હલ્દીઘાટના યુદ્ધમાં જોવાના પ્રસંગ મને મળ્યા હતા અને તેથી તમે જે નિશ્ચય કરેલેા છે, તે ઉત્તમ છે પણ હવે આપણે કિલ્લા ઉપરની ગાઠવણુ એક વખત જોઈ લઈએ તે કેમ ?” પ્રતાપસિંહે ભામાશાહના નિશ્ચયને સ ંમતિ આપતાં પૂછ્યું. “મારા વિચાર પણ એવા જ છે.'' એમ કહી ભામાશાહ તથા પ્રતાપસિંહ કિલ્લા ઉપર ગયા. Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮મુક નૌરોજના હેતુ “આંખેામે... હય તસબીર સુરતકી દિલરૂબાકી, દિલમે’ અદા ખુખી હય, ઉસ નાંજની અદાફી.” " આજ સુધી ઘણી નવજવાન સુંદરીઓને નિહાળી છે; પરંતુ આ સમયના નોરાજના ખારમાં જે જીન્નતની હુરીને આ ચશ્માએ જોઈ છે, તેની તુલનામાં તેએમાંથી એક પણ સુંદરી ઉતરી શકે તેમ નથી. સમસ્ત હિન્દુસ્થાનમાં તેના જેવી બીજી ક્રેાઈ પણ સુંદરી નથી, એમ મેં અત્યારસુધી તેના અપૂર્વ રૂપનું જે વર્ષોંન સાંભળ્યુ હતું, તે તેને નજરે જોવાથી અક્ષરશઃ સત્ય જણાયું છે. જ્યારથી એ યૌવનવતી મદમાતી પરીના રૂપલાવણ્યનું મેં પાન કર્યું" છે, હાય ! ત્યારથી મને એવા તા ખેહદ નીશા ચડયા છે અને જીગરમાં એવા તેા કારી જખમ થયા છે કે યા પરવરદેગાર શી વાત કહું ? સમજ નથી પડતી કે ખુદાતાલાએ હિન્દુ અને તેમાં પણ રજપૂત તિની એરતાને આવું બેનમૂન રૂપ કેમ આપ્યું હશે ? અમ્બુરરાજ બિહારીમલની કન્યા, જોધપુર નરેશ માલદેવની કન્યા જેધાબાઇ અને બહેરામખાંની વિધવા સલીમા ઈત્યાદિ અત્યંત રૂપશાલી તરુણીએ મારી પ્રિયતમા બેગમે છે, પરંતુ લીલાદેવીના મનેાહારી સાંયની આગળ તેમનું અલૌકિક સાંધ્ય પશુ કાંઈ ખિસાતમાં નથી. લીલાદેવી એ ખરેખર સાંદની પૂતળી અને લાવણ્યના ભડાર જ છે. અહા ! એ પરીના હસીન રૂપના મારે શા વખાણુ કરવા ? તે દિવસે નૌરાજના અજારમાં જોયેલી હિન્દુ અને મુસલમાનનાં ઉચ્ચ કુટુ’ખાની એક્રેએક સ્ત્રી સ્વરૂપવાન હતી; તેમ છતાં પણ બધા હીરાઓમાંથી જેમ કાહીનૂર હીરા જૂદા જ પડી જાય છે, તેમ એ દૈદિપ્યમાન નાજુક પરી લીલાદેવી બધી સ્ત્રીએમાંથી જૂદી પડી જતી હતી. તેના નાજુક બન્ને હાથેા કમળદડને શરમાવે તેવા હતા, તેની દતપક્તિ દાડમની કળીએ કરતાં પણુ કોષ્ટ હતી, તેનું મુખ લાવણ્યના ભંડાર સદશ હતુ, તેની આંખેા આગળ ખંજન પક્ષીની આંખે। તુચ્છ હતી; તેનેા ટીભાગ અત્યંત પાતળેા હતેા, તે નિત ખપ્રદેશ ધણા ભરેલા અને સ્થૂળ હતેા અને તેના મીઠા મધુર સ્વર ક્રાયલ અને બુલબુલના સ્વરને પણ ભૂલાવી દે તેવા હતા. ટુકામાં કહુ. તા તેના શરીરના Page #49 -------------------------------------------------------------------------- ________________ મેવાડને પુનરુદ્ધાર બધા અવયે અત્યંત મનોહર અને આકર્ષક હતા. આવી ત્રિલોક સુંદર મોહિની અને લલિત લલનાને જોઈને કે પુરુષ પિતાનું ભાન ન ભૂલી જાય? ખરેખર પૃથિવીરાજ ! તું મહાન ભાગ્ણાલી છે કે તેને આવી અનુપમ પ્રિયતમા મળેલ છે ! લીલાદેવી ! જીન્નતની દૂરી! તું પૃથિવીરાજ જેવા સામાન્ય ખંડિયા રાજાની રાણુ થઈ, તે કરતાં સમસ્ત ભારતવર્ષના મોગલ સમ્રાટની અતિ પ્રિય સામ્રાજ્ઞી થઈ હતો કેવું સારું થાત ? ઠીક છે. ........” ભારતસમ્રાટ અકબર ઉપર પ્રમાણે વિચાર કરતો, રાજ્યમહાલયના પિતાના અત્યંત સુસજિત ઓરડામાં વિરામાસન ઉપર બેઠો હતો, આ એારડે ઘણે જ મનરંજક હતા. તેના ભોંયતળીએ વિવિધ રંગના આરસપહાણ જડી દીધેલા હતા. સ્થળે સ્થળે ગુલાબ, મેંગરે, તકી, જાઈ, જુઈ અને બેરસલી ઈત્યાદિ અનેક પ્રકારનાં ફૂલનાં છોડનાં કુંડાઓ ગોઠવી દીધાં હતાં. એારડાની દિવાલે ઉપર જુદા જુદા રંગથી સુંદર રમણીઓનાં ચિત્રો ચિતરેલાં હતાં. અને ઓરડાની વચ્ચે ગોઠવેલા સંગેમરમરના સ્થંભોના મથાળે સોનેરી પાંજરામાં પૂરાયેલા પક્ષીઓ મધુર કલરવ કરી રહ્યાં હતાં. ટૂંકમાં કહીએ તો તેમાં બિછાવેલા ગાલીચા, ઊંચી સાટીનના તકીઆ, વિવિધ આસને, તખ્તા અને ચિત્રે વિગેરેથી એ ઓરડે ઘણે દબદબાભરેલો લાગતો હતો. શહેનશાહ અકબરે આ વખતે ઘણી જ ઊંચી જાતના અને અત્યંત મૂલ્યવાન વસ્ત્ર પરિધાન કરેલાં હતાં અને તેથી તે એક દેવ સમાન શોભતો હતે; પરંતુ તેની મુખમુદ્રા ચિન્તાગ્રસ્ત હતી. સુવર્ણજડિત વિરામાસન પર તે આડો પડયા પડયે વિચારસાગરમાં ડૂબી ગયે હતો. ક્ષણવાર પછી બાદશાહ આસન પરથી ઊઠીને ઊભો થયે અને ઓરડામાં આમતેમ ફરતાં ફરતાં તેણે હાંક મારી “કાસમ !” અકબરને માનીત અને વિશ્વાસુ હબસી ગુલામ કાસમ તુરત જ હાજર થશે અને જમીન સાથે મસ્તક લગાવીને સલામભરી સામે અદબથી ઊભો રહ્યો. બાદશાહે સત્તાવાહક સ્વરે કહ્યું. "અમીનાને તુરત મારી હજુર મેકલ.” કાસમ નમીને તરત જ ચાલ્યો ગયો. અને થોડીવારમાં જ બાંદી અમીના આવીને હાજર થઈ અને બાદશાહને કુર્નિસ બજાવીને, સામે મસ્તક નમાવી ઊભી રહી. બાદશાહે તેને કહ્યું. “અમીના ! Page #50 -------------------------------------------------------------------------- ________________ નૌરોજનો હેતુ ૩૯ અમીનાએ નમ્રતાથી કહ્યું. “ફરમાન સરકાર.” અહીં નજીક આવ.” બાદશાહે તેને પોતાની પાસે બોલાવી. ગુપ્તવાત કહી. અમીના તે સાંભળીને ફરીથી કુનિસ બજાવીને ચાલી ગઈ. ' અમીનાના ગયા પછી અકબર પુનઃ વિચારમગ્ન સ્થિતિમાં વિરામાસન ઉપર આડે પડશે. એટલામાં કાસમે હાજર થઈ નમીને કહ્યું. “જહાંપનાહ! બુ દેલખંડના રાજા ઉપર ચડાઈ લઈ જનાર સેનાપતિ આવી પહેચ્યા છે અને તે આ૫ હજુર આવવાની આજ્ઞા માગે છે.” બાદશાહે વિચારનિદ્રામાંથી જાગૃત થઈને કહ્યું, “સેનાપતિને કહે કે હમણાં આશાયેશ લો અને ફરમાન થાય ત્યારે હાજર થજો” “ખુદાવંદને જેવો દૂકમ.” એમ કહી કાસમ ચાલ્યો ગયે. અકબર અમીનાની આતુરતાથી રાહ જોતા હતા; તેથી તે વારંવાર ઓરડાના દ્વાર તરફ નજર ફેરવતો હતો. બે ત્રણ કલાક થયા પણ અમીને આવી નહિ એટલે અકબરે પુનઃ કાસમને બેલાબે; પરંતુ એટલામાં અમીન આવી પહોંચી અને બાદશાહને નમીને અદબથી સામે ઊભી રહી. કાસમ બાદશાહના ઈશારાથી બહાર ચાલ્યો ગયો ત્યારબાદ અકબરે અમીનાને પૂછ્યું. “શું કરી આવી, અમીના ?” જહાંપનાહ ! આપના ફરમાન મુજબ બધી ગોઠવણ થઈ ગઈ છે.” અમીનાએ ઉત્તર આપ્યો. “શું લીલાદેવીને ભેળવીને તું લઈ આવી ?” અકબરે આશ્ચર્યયુક્ત અવાજે પૂછયું. હા સરકાર, અને તેને આપે કહેલા ઓરડામાં બેસારીને હું આપને ખબર આપવાને જ આવી છું.” અમીનાએ ઉત્તર આપ્યો. “અમીના ! તું ઘણી ચતુર છે; તેને બદલે તને મળશે. ચાલ, મને ત્યાં લઈ જા.” અકબરે પ્રસન્નતાથી કહ્યું. પધારે, જહાંપનાહ !” અમીના એમ કહીને આગળ ચાલી બાદશાહ તેની પછવાડે પછવાડે ગયે. થોડી ક્ષણમાં અમીના એક એરડા પાસે આવીને અટકી અને બાદશાહને બહાર ઊભા રહેવાની અરજ કરી પોતે અંદર ગઈ. તેને અંદર આવતી જોઈને એક અનુપમ લાગ્યસંપન્ન તરુણએ Page #51 -------------------------------------------------------------------------- ________________ મેવાડના પુનરુદ્ધાર તેને આતુર નયને પૂછ્યું, “બાંદી ! જોધબા કેમ હજુ આવ્યાં નહિ ?' ‘રાણી સાહેબા ! તે વસ્ત્રો પહેરી રહ્યા છે અને જે સમય જાય છે તેમાં તુરત જ આવી પહેાંચશે.” અમીનાએ નમ્રતાથી જવાબ આપ્યા. “હા, પણ તું જા અને ઉતાવળ કરાવ; કેમકે સાંજ પહેલાં મારે મારા મકાને પાછા ફરવું જ જોઈએ.” તે તરુણીએ આતુરતા દર્શાવતાં કહ્યું. ઠીક ત્યારે, હું જઉં છું અને બેગમ સાહેબાને ઉતાવળ કરાવું છું.' એમ કહી અમીના એરડામાંથી બહાર આવી અને બાદશાહને અંદર જવાની ઈશારત કરી અન્યત્ર ચાલી ગઈ. ૪૦ અકબરે એરડામાં પ્રવેશી તેનાં દ્વાર બંધ કર્યાં. દ્વારના ખડખડાટથી અંદર આસન ઉપર બેઠેલી તરુણીએ દ્વાર તરફ પેાતાની નજર ફેરવી તેા જોધખાને બદલે કાઈ એક તરુણ્ પુરુષને જોઈ તે આસન ઉપરથી ઝડપથી ઊભી થઈ ગઈ અને પહેરેલા વસ્ત્રના ધટ તાણીને અવળા મુખે ઊભી રહી, બાદશાહ અકબર આ નવીન તરુણીનાં સર્વાંગને જોઈ ચકિત થઈ ગયા. તે મેહવશ થઈને તેની પાસે ગયા અને મધુર સ્વરે ખેાઢ્યા. લીલાદેવી ! સુંદરી શા માટે શરમાઓ છે ? શા માટે તમારા ચંદ્ર સમાન મુખને ઘુંઘટમાં છુપાવા છે.” લીલાદેવી તેના આ શબ્દા સાંભળી ભયાતુર સ્વરે ખાલી, “તમે ક્રાણુ છે! ? અને શા માટે અહીં આવ્યા છે ? જોષખા કર્યાં છે ?' સુંદરી ! શું તમે મને મે'જ તમને અત્રે ખેાલાવ્યા છે. કહ્યુ. એળખતા નથી ? હું જોખાના પતિ; નહિ કે જોધખાએ.” અકબરે સહેજ હસીને “શું તમે શહેનશાહ અકબર ? ખાટી વાત ! તે તા મહાન્ ધર્માત્મા પુરુષ છે, તે કદી પણ પરસ્ત્રીને આવી રીતે દગાથી ખેલાવે નહિ !” લીલાદેવીએ દ્રઢતાથી કહ્યુ. “લીલાદેવી ! સમસ્ત હિન્દુસ્થાન મને ધર્માત્મા કહે છે, તે વાત ખેાટી નથી. બીજી બધી બાબતામાં મારું વર્તન તેવું જ છે; પરંતુ રૂપવતી તરુણીના મૈત્રકટાક્ષ આગળ હું ગુલામ છું; તેમના બેનમૂન રૂપના હું પૂજારી છું અને તેમના હસીન લાવને હુ' દાસ છુ.” અકબરે કહ્યું, Page #52 -------------------------------------------------------------------------- ________________ નોરાજના હેતુ “ત્યારે તમે ધર્માત્મા નહિ, પણ પાપાત્મા છેા; પુરુષ નહિં પણુ પિશાચ છે.'' લીલાદેવીએ ક્રેથી કહ્યું. ૪૧ “તમારા કટુ શબ્દો પણ મને અત્યારે અમૃત સમાન મધુર લાગે છે; કેમકે જ્યારથી મે તમને નૌરાજના ખારમાં જોયાં છે, ત્યારથી હું તમારા રૂપ ઉપર આશક થયા છુ, સુંદરી !” અકબરે હસીને કહ્યુ', જહાંપનાહ !” લીલાદેવીએ ગંભીરતાથી કહ્યું. ' તમારા જેવા મેટા પુરુષને આવું અધટત વન કરવું એ ઉચિત નથી. હું કાણુ છું? પરસ્ત્રી અને વળી તમારા મિત્રની પત્ની; તેના પ્રત્યે તમે કુદૃષ્ટિ કરેા છે, એ દૈવી વાત ?” પ્યારી દિલબર !'' અકબરે લીલાદેવીના કામળ કર પકડતાં કહ્યું, “ચિત શું અને અનુચિત શું, એ હું જાણુતા નથી. હું તે। તમને ખરા જીગરથી ચાહું છું અને તેથી પ્રિયા ! તમને વિનંતિ કરીને કહુ` છું કે મારી ઈચ્છા પરિપૂર્ણ કરા’ પરપુરુષના રૂપથી સતી લીલાદેવીએ રેશમાંચ અનુભવ્યા. તેનું સમસ્ત શરીર ક્રેાધથી કરૂંપી ઊઠયું. તેણે તિરસ્કારથી એકદમ બાદશાહના હાથને તરછેડી નાખતાં કહ્યું, “એક સતી સ્ત્રીના સતીત્વનું ખંડન કરવા જતાં કેવું વિપરીત પરિણામ આવે છે, એની તમને ખબર જણાતી નથી, શહેનશાહ ! નહિ તા તમે આવું સાહસ કરી શકે નહિ. તમે સમગ્ર હિન્દુસ્થાનના બાદશાહ છે. હું એક સામાન્ય રાજાની રાણી છું; પરંતુ તમે જો અવિચારી પગલું ભરશેા તે યાદ રાખો કે તમારુ` અપમાન થશે.” ‘‘દિલખા !” જીન્નતની પરી ! તમારા જેવી રૂપનિધાન તરુણીથી અપમાનિત થવું, એ પણ ભાગ્યની વાત છે. માટે આડી અવળી વાતને જવા દઈ મારી ઈચ્છાને આધિન થાએ. હું તમને સમસ્ત ભારતની સામ્રાજ્ઞી બનાવીશ.'' અકબરે હસીને કહ્યુ. બાદશાહ !'' લીલાદેવીએ ક્રેથી કહ્યું. ‘‘અત્યાર સુધી હું પ્રજાપાલક જાણી તમારું માન સાચવતી હતી; પરંતુ હવે તમારા એ અધિકાર રહ્યો નથી. ધિક્કાર છે તમને, ધિક્કાર છે તમારી મેાટાઈને અને ધિકકાર છે તમારી રાજગાદીને ! હજી પણ તમને કહુ છું કે તમે જેમ આવ્યા છે!, તેમ પાછા ચાઢ્યા જાઓ. તમારા અત્યારના આ દુષ્ટ વ્યવહારની વાત હું ગુપ્ત રાખીશ અને તેથી મારી અને તમારી ઉભયની આબરૂ સચવાશે.” Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪ર મેવાડને પુનરુદ્ધાર અકબરે ખડખડાટ હસીને કહ્યું. “પ્રાણેશ્વરી ! રૂ૫ આગળ આબરૂને સવાલ તુચ્છ છે. આબરૂ કરતાં રૂપસુંદરીને હું વધુ પસંદ કરું છું; માટે એ વાત જવા દે પ્રિયા ! અને મારા બળતા હૃદયને તથા શરીરને તમારા સુખકર સમાગમથી શાંત થવા દો.” બાદશાહના અતિ નિંદ્ય વચને સાંભળી લીલાદેવી એકદમ તિરસ્કારથી બોલી ઊઠી. “નરાધમ ! ચંડાળ ! જીભ સંભાળીને વાત કરો. હું રાજા રાયસિંહની પત્ની જેવી ભોળી નથી કે તમારા વચનેથી લેભાઈ જઈ તમારી માગણીને સ્વિકાર કરું ? આતો પૃથિવિરાજ સિંહની સિંહણ છે. તેને સ્પર્શ કરવાથી યાદ રાખજો કે તમારા પ્રાણ ખચિત જોખમમાં આવી પડશે. બાદશાહ ! માટે મને અહીથી સુખરૂપ જવા દો.' “સુંદરી !” અકબરે દીનતાથી કહ્યું. “જવાની વાત શા માટે કરે છે ? કયાં સુધી શરમમાં રહેશે ? હવે હદ થઈ છે ! આવાં સ્ત્રીચરિત્ર તે મેં કોઈ સ્ત્રીનાં જોયાં નથી. માટે ઘૂંધટને હવે દૂર કરીને આ રૂપના તૃષાતુરને તમારા અનુપમ અને બેનમૂન રૂ૫નું પાન કરવા દે. હિન્દુસ્થાનને બાદશાહ ઊઠીને તમારી પાસે પ્રેમની ભિક્ષા માગે છે. શું તમે તેને નિરાશ કરશે ? શયતાન !” લીલાદેવીએ ઉત્તેજક સ્વરે કહ્યું. “મહાન ઐશ્વર્યશાલી બાદશાહ થઈને તું એક સતિ નારીના સતિત્વનું ખંડન કરવા તૈયાર થયે છે; પરંતુ હું પરમાત્માના સોગન ખાઈને કહું છું કે પ્રાણ પણ તારી ઈચ્છા પૂર્ણ થવાની નથી; મને જવા દે; હું તને પ્રાર્થના કરું છું કે મને સુખરૂપ જવા દે, નહિ તે પરિણામ સારું નહિં આવે !” “સુંદરી ! શા માટે હઠ કરે છે ? તને ખબર છે કે હું કેણ છું ? આખા હિન્દુસ્થાનને બાદશાહ તારી આગળ હજારવાર માથું નમાવવા તૈયાર છે. જેનું નામ સાંભળતા શત્રુઓ ભયાતુર થઈ જાય છે, તે તારા પ્યાર ગુલામ બનવા આતુર છે અને જેના બાહુબળથી રાજસ્થાન જેવો અટકી દેશ પાયમાલ થયો છે, તે તેને પોતાની સામ્રાજ્ઞી બનાવવા માગે છે, તેનું શું તું અપમાન કરે છે? શા માટે ભાવિ સુખને તિલાંજલી આપે છે? જેમ એક ભેગી ભ્રમર પ્રેમની ખાતર પોતાના પ્રિય કમળની અંદર મરવાને માટે તૈયાર થાય છે તેમ હું તારા રૂપની આગળ મારા પ્રાણની પણ દરકાર કર્યા વિના મરવાને તૈયાર છું. માટે મારી વિનતિને સ્વીકાર કર. હું તને Page #54 -------------------------------------------------------------------------- ________________ નોરેજને હેતુ ૪૩ મારા ખરા જીગરથી ચાહું છું અને તેથી જો તું મારી ઈચ્છાને આધિન થઈશ તો તને પરમ સુખી બનાવીશ.” અકબર એમ કહીને લીલાદેવીની અત્યંત નજીક ગયો અને તેને કોમળ કર પકડીને તેને આલિંગન આપવા તૈયાર થયે. લીલાદેવી તેની દુષ્ટ ઈચ્છા કળી ગઈ અને ભયથી તેનું અંગ ધ્રુજવા લાગ્યું, પરંતુ પરમાત્માના પવિત્ર નામનું સ્મરણ કરીને તે બે-ત્રણ પગલાં પાછળ હઠી અને પિતાના વસ્ત્રોમાં છુપાવી રાખેલી કટારી કાઢીને બેલી. નરપિશાચ ! અહીથી ચાલ્યા જાય નહીં તે તારું કે મારું એકનું જીવન અત્યારે સમાપ્ત થશે.” અકબર લીલાદેવીના આ સાહસથી, જરા ભય પામે અને ક્ષણવાર ચિત્રવત સ્થિતિમાં ઊભો રહ્યો. લીલાદેવીએ આ વખતે પોતાના મુખ ઉપરથી ઘુંઘટ કાઢી નાખ્યો હતો. તેનું મુખ લાલચોળ થઈ ગયું હતું અને તેની આંખોમાંથી અગ્નિ વરસતો હતો; તેમ છતાં તે એટલી સુંદર અને મોહક લાગતી હતી કે અકબર પુનઃ મોહવશ થઈ તેની પાસે ગયો અને તેને હાથેથી પકડી પિતાના તરફ ખેંચી. સતી લીલાદેવીના અંગમાં આ વખતે સતિત્વના પ્રભાવે વે બળ પ્રેર્યું અને તેથી તે એક જબરો ઉછાળા મારી તેના હાથમાંથી છુટી ગઈ. લીલાદેવીએ તેના હાથમાંથી છુટતા જ પિતાના ઉદરમાં કટારી જોરથી બેસી દીધી. સતિને અમર આત્મા તેના દેહમાંથી પ્રયાણ કરી ગયો અને શબ ત્યાં પડયું રહ્યું. અકબર આ અણચિંતવ્યા બનાવથી કેવળ મંત્રમુગ્ધ થઈ ગયું અને હવે શું કરવું એના વિચારમાં પડી ગયું. તે ઓરડામાંથી એકદમ બહાર આવ્યું અને કાસમને બોલાવી તેના કાનમાં કાંઈક ગુપ્ત વાત કહીને પોતાના ખાનગી ખંડમાં ચાલ્યા ગયા. આ સમયે રાત્રિનો અંધકાર વ્યાપી ગયો હતો અને તેથી રાજ્યમહાલય અસંખ્ય દીપમાળાથી શોભી રહ્યો હતો, કાસમ, લીલાદેવીનું શબ પડયું હતું તે ઓરડામાં ગયે અને તેને એક મ્યાનામાં મૂકી ભઈઓને સમજાવીને ધ્યાને રવાના કરી દીધો. Page #55 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯શું. કાવ્યવિદ પૃથિવિરાજ ઈતિહાસ પ્રસિદ્ધ બીકાનેરનું રાજ્ય. તેના મૂળ પુરુષ બીકાએ તેના મંત્રી વત્સરાજની સહાય અને કાર્યકુશળતાથી સ્થાપ્યું હતું. મહારાજ જોધારાવને પુત્ર બીકે અને વીર જૈસલજીને ફત્ર વત્સરાજ-એ ઉભયે જંગલના શંકલાઓ ઉપર માત્ર ત્રણસો માણસો લઈને હૂમલે કર્યો હતો અને તેમને હરાવીને તેમના પ્રદેશને કબજે કરી લીધે હતો. ત્યારબાદ વિજયી બીકાએ ભટ્ટીઓના તાબાને ભાગેર પ્રદેશ સર કરી સંવત ૧૫૪૫ (ઈ. સ. ૧૪૯૮) ના વૈશાખ માસની અજવાળી પાંચમે તેણે બીકાનેર વસાવ્યું. વત્સરાજ પણ પિતાના કુટુંબ સહિત આ નવી સ્થપાયેલી રાજધાનીમાં આવીને રહેવા લાગે અને તેણે મંત્રીપદેથી બીકાનેરને આબાદ બનાવ્યું. તેણે વત્સસાર નામક એક ગામ પણ વસાવ્યું હતું. વસરાજ ઘણે જ ધર્માત્મા પુરુષ હતો. તેણે જૈન ધર્મની પ્રભાવના માટે બહુ જ ઉદ્યોગ કર્યો હતો અને તેણે તીર્થાધિરાજ શત્રુંજય તીર્થની યાત્રા પણ કરી હતી. મહારાજ બીકાથી લઈ ઉત્તરોત્તર રાજા રાજસિંહના અમલ સુધી વત્સરાજના વંસજેએ રાજ્યના મંત્રી અને સલાહકાર તરીકે સેવા બજાવી હતી. વત્સરાજના વંશમાં ઘણું અનુભવી અને વિદ્વાન પુરુષો ઉતપન્ન થયા હતા અને તેમણે દરેક રાજ્યકાર્ય જ નહિ; કિંતુ યુદ્ધકાર્યમાં પણ ભાગ લઈ પોતાની બહાદૂરી બતાવી આપી હતી. વત્સરાજના વંશજો પૈકી વરસિંહ અને નરસિંહ ઉભય ભાઈઓએ લોદીની સાથેના યુદ્ધમાં અતીવ્ર પરાક્રમ કરેલું હતું. મેગલ શહેનશાહ અકબરના સમયમાં બીકાનેરની ગાદીએ રાવ કલ્યાણસિંહને મોટો કુંવર રાયસિંહ હતો અને તેને મંત્રી કરમચંદ વત્સરાજને વંશજ હતા. મંત્રી કરમચંદ બણે જ વિદ્વાન અને બુદ્ધિસંપન્ન હતો તથા વ્યવહારિક જ્ઞાનમાં પણ ઘણે કુશળ હતો. રાજા રાયસિંહે અન્ય રાજપૂત રાજાઓની પિઠે શહેનશાહ અકબરની તાબેદારી સ્વીકારી હતી અને તેના પુત્ર સલીમને પિતાની કન્યા પણ આપી હતી. બાદશાહે તેના બદલામાં રાયસિંહને ચાર હજારી સેનાપતિની પદવી આપી હતી. રાજા રાવસિંહને નાનો ભાઈ પૃથિવિરાજ બહુ વિદ્વાન અને કાવ્યવિદ હતા તથા રાયસિંહ કરતાં ઘણું જ બહેશ અને વીર પુરુષ હતો; તેથી શહેનશાહ અકબરે તેને પોતાને મિત્ર બનાવીને Page #56 -------------------------------------------------------------------------- ________________ કાવ્યવિદ પૃથિવિરાજ ૪૫ પિતાના દરબારમાં નજરકેદ જેવી સ્થિતિમાં રાખ્યા હતા. પૃથિવીરાજ બાદશાહની કપટકળાને સારી રીતે જાણતો હતો અને પોતાના ભાઈએ તેની તાબેદારી સરકારી, તે માટે તે નારાજ હતોપરંતુ બાદશાહે તેને નજરકેદ રાખેલો હોવાથી તે કશું કરી શકે તેમ નહતો. પૃથિવીરાજ જેમ એક વીર પુરુષ હતા તેમ તે કવિ પણ હતા. તેણે સંસ્કૃત અને પ્રાકૃત બને ભાષામાં ઉત્તમ કવિતાએ કરેલી છે. વિશેષમાં તે મારવાડી ભાષાની કવિતા કરવામાં ઘણો જ નિપુણ હતો. તેણે પૃથ્વિીરાજ વેલ” તથા “રૂકિમણી લતા' વગેરે ઈશ્વર ભક્તિ પરાયણ ગ્રંથો પણ લખેલા છે. આ કાવ્યાવિદ પૃથિવીરાજને લીલાદેવી (લાલાં – લાલબા) નામે સતી સ્ત્રી હતી. કર્નલ ટોડ કહે છે કે તે સિદિયાની પુત્રી હતી; પરંતુ વાસ્તવિક રીતે એમ તેવું સંભ-તું નથી. * લીલાદેવી અને ચંપાવતી (ચાંપા) એ ઉભય મહીડા રાજપૂત હરરાજની પુત્રીઓ હતી. તેમાંથી પ્રથમ લીલાદેવીને પૃથિવીરાજ પર હતો અને તેના અકાળ મૃત્યુ પછી ચંપાવતી સાથે તેનું લગ્ન થયું હતું. પૃથિવીરાજ અને લીલાદેવીને અપૂર્વ પ્રેમ હતો અને તેથી પૃથિવીરાજને બાદશાહને ફરમાન મુજબ મોગલ-રાધાનીમાં રહેવાનું થતાં લાદેલી પણ બીકાનેર તેની સાથે આવીને રહી હતી. લીલાદેવી નવજુવાન અને અપૂર્વ રૂ૫ - લાવણ્યસંપન તરુણી હોવાથી તેના રૂપની ખ્યાતિ સર્વત્ર પ્રસરી ગઈ હતી. વિશેષમાં તે એક પતિપરાયણ અને સતી સ્ત્રી હતી અને પોતાના પતિ પૃથિવીરાજને ઈશ્વરતુલ્ય માનનારી હતી; તેથી તે અન્ય * કર્નલ ટોડ રાજસ્થાનમાં લીલાદેવીને (જોધબા) શક્તિસિંહની પુત્રી તરીકે ઓળખાવી છે; પરંતુ પ્રતાપપ્રતિજ્ઞા નાટકના કર્તા કવિ નથુરામ સુંદરજી શુકલ એ જ નાટકની પ્રસ્તાવનામાં આ સંબંધમાં મેવાડી કવિના મુખથી સાંભળેલી વાત ઉપર લખ્યા પ્રમાણે કહે છે, આમાંથી કઈ વાત ખરી માનવી, એ અમે ઈતિહાસત્તાઓને સોંપીએ છીએ, પરંતુ અમને રા. નથુરામે સાંભળેલી વાત ઠીક જણાતાં તેને અનુલક્ષીને પ્રસંગનું આલેખનું કર્યું છે, કર્નલ ટોડને ગ્રંથ જે કે સર્વમાન્ય ગણાય છે; તે પણ તેણે કેટલીક ભૂલો કરેલી છે. એમ સર્વત્ર વીકારાય છે અને તેથી પૃથિવિરાજની સ્ત્રી ખરી રીતે કેણ હતી એ સંબંધમાં તેણે ભૂલ કરી હશે એમ અ ારો અધિન મત છે. ર. નથુરામે જણાવેલી વાત ઉપરથી અમે આ ઘટના વર્ણવેલી છે અને તેથી અમે તેમના આભારી છીએ. - લેખક. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૬ મેવાડને પુનરુદ્ધાર પુરુષનું મુખ પણ ભાગ્યે જ જોતી હતી. પૃથિવીરાજ નજરકેદીની સ્થિતિમાં હોવા છતાં પણ લીલાદેવી જેવી સદ્દગુણી અને સાધવી સ્ત્રીના પ્રેમ અને સહવસથી પિતાને સુખી માનતે હતો. અકબરે જો કે તેને નજરકેદમાં રાખેલ હતો; તે પણ તે તેનું માન સારી રીતે સાચવતો અને તેને કઈ પણ પ્રકાર ની શંકા કરવાનું પ્રજન આપતા નહતા એક જ માતપિતાના બન્ને સહેદર બંધુઓમાં જેમ કઈ કઈ સમયે આસમાન જમીનને તફાવત હોય છે, તેમ પૃથિવીરાજ અને તેના વડિલ બંધુ રાયસિંહમાં પણ તેટલો જ તફાવત હતો. રાયસિંહ બીકાનેરને સ્વતંત્ર રાજા હતો; તો પણ તેણે શહેનશાહ અકબરથી ડરી જઈને ગુલામગીરી સ્વીકારવા ઉપરાંત પોતાની પુત્રી પણ શાહજાદા સલીમને આપી હતી. રાયસિંહમાં પૃથિવીરાજ જેવા ઉત્તમ ગુણેનો સર્વથા અભાવ હતો. તે ઘણે જ દુરાગ્રહી અને ક્રોધી હતા તથા તેને પોતાની પ્રશંસા બહુ જ પ્રિય હતી વિશેષમાં તે એવો ઉડાઉ હતો કે તેણે રાજાને સઘળે ખજાને ખુશામતખોર ભાટ – ચારણોને આપી દેવામાં ઉડાવી દીધો હતો. મંત્રી કરમચંદ તેને બહુ સમજાવત; પરંતુ તે તેનું કથન બીલકુલ લક્ષ્ય પર લેતે નહિ. કરમચંદે બીકાનેરનું ભવિષ્ય ભયંકર જાણીને રાયસિંહને ઠેકાણે લાવવા ઘણે પ્રયાસ કર્યો, પરંતુ તેનું પરિણામ બહુ જ ખરાબ આવ્યું. રાયસિંહે પિતાના સ્વામિભક્ત મંત્રીનું સખ્ત રીતે અપમાન કર્યું અને તેના ઉપર રાજદ્રોહનું તહોમત મૂકયું, તેથી વ્યવહારકુશળ કરમચંદ, એકદમ બીકાનેરને ત્યાગ કરી પોતાના કુટુંબ સહિત દિલ્હી ચાલ્યો આવ્યો અને પૃથિવીરાજને મળી તેને સઘળી વાતથી વાકેફ કર્યો. પૃથિવીરાજ પિતાના બંધુ રાયસિંહને સ્વભાવ જાણતો હતો; તેથી તેને સમજાવીને પોતાની પાસે રાખી લીધો. બાદશાહ અકબરે કરમચંદની કુશળતાની પરીક્ષા કરી તેને પોતાના દરબારમાં સારા સન્માનપૂર્વક નિયત કર્યો હતો. * બાબુ ઉમરાવસિંહ ટાંક, બી. એ. એલ. એલ. બી. “Some Distinguished Jains” નામક પોતાના પુસ્તકમાં આ સંબંધમાં લખે છે કે કરમચંદ શહેનશાહ અકબરને શરણે ગયે જાણે તેના ઉપર વેર લેવાની સપ્ત પ્રતિજ્ઞા રાયસિંહે કરી હતી, પરંતુ તેનાથી એ પ્રતિજ્ઞા પૂરી થઈ શકી નહોતી. તેના અને કરમચંદના મૃત્યુ પછી તેના પુત્ર સૂરસિંહે કરમચંદના પુત્રો Page #58 -------------------------------------------------------------------------- ________________ કાવ્યકોવિદ પૃથિવીરાજ બાદશાહ અકબરના રાય અમલમાં તેની ઈરછાનુસાર નૌરોજના દિવસે મહિલામેળે ભરવામાં આવતો હતો. આ સંબંધમાં લખતાં અબુલફઝલ આઈન-ઈ-અકબરીમાં કહે છે કે, દરેક મહિનાના ઉત્સવના દિવસથી નવમા દિવસને બાદશાહ અકબરે ખુશરોજ (નોરેજ-આનંદને દિવસ)નામ આપેલું હતું. તે દિવસે ઉચ્ચ કુળની કુલિન કામિનીઓ રાજ્યમહાલયના જનાનખાનાના ચેકમાં શહેનશાહની આજ્ઞાથી એકત્ર થતી હતી. આ બજારમાં ઉપયોગી અને બહુમૂલ્ય વસ્તુઓની લેવડ-દેવડ, ખુદ શહેનશાહની બેગમો, શાહજાદીઓ અને રખાય તથા રાજા, અમીર અને ઉમરાવની સ્ત્રીઓ, પુત્રીઓ અને વધુ કરતી હતી. બાદશાહ પોતે છુપા વેશે આ બજારમાં ભાગ લેતો હતો અને તેથી સલ્તનતની એકંદર હાલત અને પોતાના જુદા જુદા કામદારોની સારી મીઠી ચાલચલગત તે જાણું લેતો હતો. અબુલફજલનું આ કથન સર્વાશે સત્ય હોય એમ માની શકાતું નથી; કેમકે ભટ્ટકાવ્ય ગ્રંથ તથા અન્ય ઈતિહાસમાં નોરેજમાં થતા અત્યાચારોનું વર્ણન સારી રીતે કરવામાં આવેલું છે અને તે ઉપરથી જાણી શકાય છે કે શહેનશાહ અકબરે રૂપસુંદરી લલનાઓનાં અપૂર્વ રૂપને જેવાને અને તેમનાં સતી વને ભ્રષ્ટ કરવાને આ યુકિત શોધી કાઢી હતી. અકબરને કેટલાક ઈતિહાસકારો ધર્માત્મા પુરુષ તરીકે ઓળખાવે છે, એ વાત જો કે તદન અસત્ય તે નથી; પરંતુ તેની પૂર્વાવસ્થા રૂપનિરીક્ષણ અને વિષયવાસનાની તૃષ્ણથી મલીન થયેલી હતી, એ વાત તો સત્ય જ છે. શહેનશાહ અકબરમાં અન્ય મુસલમાન બાદશાહો કરતાં કેટલાક સારા ગુણોને અવશ્ય વાસ હતો અને તે ઉપરાંત તેનું હૃદય પણ દયાળુ હતું અને તેથી તેને ધર્માત્માને બદલે સુયોગ્ય બાદશાહનું ઉપનામ આપવું, એ વધુ ઠીક છે. અસ્તુ. ઉપર સખ્ત વેર લીધું હતું. કરમચંદના પુત્રોને ભેળવીને તે બીકાનેર લઈ ગયો અને તેમને બહુ સન્માનથી રાખ્યા; પરંતુ એક દિવસે પિતાના સૈનિકે મેકલીને તેના મકાનને ઘેરી લેવરાવ્યું. કરમચંદના પુત્રો રાજ્યના સનિકે સાથે બહાદુરીથી લડયા; પરંતુ તેઓ સર્વ મરણને શરણ થયા, માત્ર તેમના કુટુંબની એક સગર્ભા સ્ત્રી આ હત્યાકાંડમાંથી કિશનગઢ નાસી ગઈ અને ત્યાં તેને પુત્ર ઉત્પનન થયો. આ રીતે વીર વસરાજના વંશની રક્ષા થઈ હતી. આ પ્રસંગ અકબરના મૃત્યુ બાદ બન્યો હતો એટલે તેને પ્રસ્તુત નવલકથા સાથે કાંઈ સંબંધ નથી. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૮ મેવાડને પુનરુદ્ધાર કાસમના ફરમાન અનુસાર ભાઈઓ, લીલાદેવીના શબયુક્ત યાનાને તેના મકાનમાં ગુપચુપ મૂકી આવ્યા, ત્યાં સુધી કોઈને ખરી હકીકતની ખબર પડી નહિ. હરરાજની નાની પુત્રી ચંપાદેવી પિતાની મોટી બહેન લીલાદેવી સાથે જ રહેતી હતી બેગમ જોધબાના આમંત્રણથી લીલાદેવી રાજયમાલયમાં ગઈ હતી, એ તે જાણતી હતી અને તેથી તે સંધ્યા સમય સુધી પિતાની બહેનના આગમનની રાહ જોતી એકાદ પુસ્તક વાંચતી એક ઓરડામાં બેઠી હતી. તે પુસ્તક વાંચી વાંચીને કંટાળી ગઈ તો પણ લીલાદેવીના આગમનની ખબર મળી નહિ એટલે તે પુસ્તકને પડતું મૂકી તેના શયનખંડ તરફ જવાને તૈયાર થઈ. પરંતુ એટલામાં એક દાસીએ આવીને ધ્યાને આવવાના ખબર આપ્યા અને તેથી તે ઉતાવળી ઉતાવળી ગ્યાના પાસે ગઈ. ભોઈ સ્થાને મૂકીને ચાલ્યા ગયા એટલે તેણે લીલાદેવીને સંબોધીને કહ્યું. “બહેન ! બહાર આવો; ભોઈઓ ચાલ્યા ગયા છે. અહીં ફકત હું અને દાસી બે જ છીએ.” માનામાંથી કોઈએ કાંઈ પણ ઉત્તર આપ્યો નહિ; તેમ તેમાંથી કોઈ બહાર પણ નીકળ્યું નહિ. ચંપાદેવીએ પુનઃ કહ્યું: “બહેન ! કેમ કાંઈ જવાબ આપતાં નથી ? બહાર આવો; અહીં કોઈ પુરુષ નથી.” એ પ્રમાણે કહ્યા છતાં પણ ઉત્તર મળે નહિ એટલે તેણે યાના ઉપરના કપડાને કાઢી નાંખ્યું અને જોયું તે લીલાદેવી મૃતવત્ સ્થિતિમાં પડેલી હતી. ચંપાદેવી તથા દાસી આ શો પ્રકાર છે, તે પ્રથમ સમજી શકયા નહિ; પરંતુ જ્યારે તેમણે બરાબર ધ્યાનપૂર્વક જોયું ત્યારે ખરી હકીકત સમજવામાં આવી ગઈ. લીલાદેવીના શબને આવી સ્થિતિમાં જોઈ ચંપાદેવીની મતિ મુંઝાઈ ગઈ અને હવે શું કરવું તથા શું ન કરવું, એના ગહન વિચારમાં તે પડી ગઈ, પરંતુ એટલામાં પૃથિવીરાજ કરમચંદની સાથે ત્યાં આવી પહોંચ્યો. તેણે આવતાં જ પૂછયું, “ચંપા ! માને હજુ કેમ અહીં પડે છે ?' ચંપાદેવીએ તેને કાંઈ પણ ઉત્તર નહિ આપતાં માના ઉપરનું કપડું ફરીથી કાઢી નાંખ્યું અને પૃથિવીરાજને ઈશારતથી જેવાને સૂચવ્યું. તેણે જોયું; બરાબર જોયું અને તેથી તેની આંખે અંધારા આવવા લાગ્યાં. તેણે આશ્ચર્યચકિત સ્વરે પૂછ્યું. “આ શું! લીલાદેવીનું શબ ?” Page #60 -------------------------------------------------------------------------- ________________ કાવ્યવિદ પૃથિવીરાજ ૪૯ કરમચંદ પણ આ પ્રકાર જોઈને આશ્ચર્ય પામી ગયો અને તેણે પણ તે જ પ્રશ્ન કર્યો. ચંપાએ ધીમેથી કહ્યું. હા, મારી બહેનનું એ શબ છે. કેઈ ચાંડાલે તેનું ખૂન કર્યું છે. અગર તો તેણે પોતે જ આત્મહત્યા કરી છે.” “પરંતુ શબ પ્યાનામાં કયાંથી આવ્યું?” પૃથ્વીરાજે આતુરતાથી પૂછયું. ધબાના આમંત્રણથી લીલાદેવી મધ્યાહન પછી રાજ્યમહાલયમાં ગઈ હતી, ત્યાં જ આ બનાવ બન્યો જણાય છે; કેમકે ભોઈઓ ધ્યાને અહીં ગુપચુપ મૂકીને ચાલ્યા ગયા છે.” ચંપાદેવીએ જવાબ આપ્યો. “હા, સમજવામાં આવ્યું. અકબરનું જ આ કૃત્ય જણાય છે. પ્યારી ! લાલાં! આ તારી દશા? આ રીતે તારું મૃત્યુ? હાય, દેવી ! આ શું ? પૃથિવીરાજે એમ કહીને નિઃશ્વાસ મૂકે. “શું અકબરે રાણીજીનું ખૂન કર્યું ?” કરમચંદે પૂછ્યું. “ના, એમ તો નહિ; પરંતુ એ નરાધમના અત્યાચારથી જ સતીએ પિતાના પ્રાણનું બલિદાન આપેલું છે. મને લાગે છે કે એ દુષ્ટ જ લીલાદેવીને જોધબાના નામથી બોલાવીને તેના સતીત્વને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હશે અને તેથી જ તેણે આત્મહત્યા કરી જણાય છે.” પૃથિવીરાજે પિતાની માન્યતા કહી બતાવી. પણ એમ બનવું શક્ય છે ?” કરમચંદે શંકા કરી. “હા, કેવળ શક્ય છે; કેમકે અકબરે ઘણું સમયથી લીલાદેવીના અપૂર્વ રૂ૫-લાવણ્યની પ્રશંસા સાંભળેલી હતી અને તેથી તેણે આ વખતના નૌરેજના મહિલામેળામાં તેને મોકલવાનું મને ખાસ આગ્રહથી કહ્યું હતું. લીલાદેવીને એ શયતાને મહિલા મેળામાં જરૂર જોઈ હશે અને તેથી જ એ રૂપના તરસ્યા પિશાચે તેને ભેળવીને જોધખાના નામથી તેડાવી તેના ઉપર અત્યાચાર ગુજારવા માંડતાં તેણે આત્મહત્યા કરી જણાય છે. હાય, પ્રાણાધિક લીલાદેવી ! તારા શત્રુનું ભયંકર વેર જયારે હું લઈશ ત્યારે જ તને શાંતિ વળશે, ખરું ને ?” એમ કહીને પૃથિવીરાજ ગાંડાની જેમ લાલાં લાલાં જ પત આમ તેમ ફરવા લાગે. કરમચંદે તેને હાથ પકડીને નરમાશથી કહ્યું. “આપ વીર પુરુષ થઈને ધીરજને કેમ ગુમાવી બેઠા છો ? રાણીજી તે પિતાનું નામ અમર કરીને અને અક્ષય કીર્તિ સંપાદન કરીને સ્વર્ગમાં ગયાં છે, તે હવે આપને શું પાછા મળનાર છે ? શાંત થાઓ, ચિત્તને ઠેકાણે રાખે અને શબની યોગ્ય વ્યવસ્થા કરવાની તૈયારી કરે.” Page #61 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦મું મેવાડની માનિની "Truly if Hindustan is ever saved, it will be by the virtues of its women; for more nobly-endowed female humanity is not to be found in the most highly civilized of the earth than amongst the zananas of India." - W. Knighten કમલમેરના કિલ્લા ઉપરથી મેગલ સૈન્યનું નિરીક્ષણ કરતાં કરતાં પ્રતાપસિંહે કહ્યું. “કેમ સલ્બરરાજ ! શી ખબર છે ?” સલ્બરરાજ ગોવિંદ સિંહે ઉત્તર આપ્યું. “મહારાણું ! મેગલ સેનાપતિ શાહબાજખાં સાથે સગરસિંહને કુલાંગાર પુત્ર મહેબતખાં પણ આવ્યાની ખબર મળી છે તથા આબુને અધિપતિ દેવરાજ શત્રુ પક્ષમાં ભળી ગયું છે. મને લાગે છે કે આ વખતે પણ આપણે પરાજય જ થશે.” મેવાડને પરાજય, મેવાડનું પતન અને મેવાડને નાશ, એ જ શબ્દ જન્મભરથી હું સાંભળી રહ્યો છું. કોઈ કહેતું નથી કે મેવાડને વિજય થશે !” પ્રતાપસિંહે દિલગીરી ભરેલા સ્વરે કહ્યું. “જે ભાવિમાં પરાજય જ નિર્માણ થયેલો છે, તે પછી કિટલામાં ભરાઈ રહીને બચાવ કરવાથી શું ફળ મળે તેમ છે ? મને લાગે છે, ગોવિંદસિંહ ! કે કિલ્લાના દરવાજા ખુલ્લા કરીને સકળ સૈન્ય સાથે શત્રુઓ ઉપર એક સાથે તૂટી પડવું, એ જ એક માર્ગ આપણા માટે અવશેષ રહેલો છે.” “મહારાણું !” ભામાશાહે જરા આગળ આવીને કહ્યું. “આપ આવા ઉદ્દગારો શા માટે કાઢે છે, એ અમે સર્વ સમજીએ છીએ. મેવાડની આ પડતી દશા જોઈને આપને હત્યમાં જેવો આઘાત થાય છે તેવો આઘાત અમને પણ થાય છે; પરંતુ એ આઘાતનું સ્મરણ કરી કાર્યમાં ઉતાવળ કરવાની કશી પણ અગત્ય નથી. આપણે ઉદ્દેશ શુભ છે એટલે તેનું ફળ પણ શુભ જ મળશે. માટે સંકટ સમયમાં ધીરજ ઉપરાંત ઉપસ્થિત થતાં વિઘોને ક્રમાનુસાર દૂર કરવામાં જ ડહાપણું સમાયેલું છે; નહિ કે ઉતાવળા થઈ નિરર્થક પ્રાણુનું બલિદાન દેવામાં.” Page #62 -------------------------------------------------------------------------- ________________ મેવાડની માનિની પ૧ ગોવિંદસિંહે કહ્યું. “મહારાણું ! મંત્રીશ્વરનું કથન અક્ષરશઃ સત્ય છે. આપણે માથે ગમે તેટલાં સંકટ આવી પડે; તે પણ તેને સહેવામાં અને તેને ગ્ય અવસરે પ્રતિકાર કરવામાં જ આપણે આપણું સામર્થ્યને ઉપયોગ કરવો, એ જ હિતાવહ છે; કાર્યમાં ઉતાવળા થવાથી અર્થ સરે તેમ નથી.” “ભામાશાહ અને ગોવિંદસિંહ ! તમારું ઉભયનું કહેવું હું સ્વીકારે છું અને તે પ્રમાણેના વર્તનને જ હું ડહાપણુ ગણું છું; પરંતુ સહનશીલતાની કાંઈ હદ હેવી જોઈએ કે નહિ ? આપણે ચિત્તડ, ઉદયપુર અને પ્રિયભૂમિ મેવાડનો ઘણોખરો પ્રદેશ ગુમાવી બેઠા છીએ અને માત્ર કમલમેરને એક જ કિલ્લો આપણા હસ્તગત રહેલો છે, તેમ છતાં મિથ્થા બચાવ કરવાના પ્રયાસો કરવા, એ શું મૂર્ખતા નથી ? હલદીઘાટના યુદ્ધમાં શત્રુઓને જેવી હાથ આપણે બતાવ્યો હતો, તેવો જ હાથ ફરીથી એક વખત બતાવવાને આ અવસર આવેલો છે; માટે હવે તે યાહોમ કરીને શત્રુદળ ઉપર સિંહની જેમ તૂટી પડીને ભાગ્યને અજમાવી જેવું એ જ આપણું માટે ઉચિત છે.” પ્રતાપસિંહે મૂછોના આંકડા વાળતાં કહ્યું. “હું પણ મહારાણાના મતને ઉચિત ગણું છું.” રણવીરસિંહે આવતાં વંત મહારાણાને નમીને કહ્યું. “કારણ કે આપણે સર્વનાશ થવામાં હવે એક ક્ષણને પણ વિલંબ નથી.” કેમ શું કાંઈ નવિન ખબર મળી છે ” ભામાશાહે આતુરતાથી પૂછયું. હા, હું જે નવિન ખબર લાવ્યો છું, તે એટલા બધા ભયંકર છે કે જેને સાંભળતાં આપ સર્વને સખેદાશ્ચર્ય થશે. આબુપતિની સલાહથી શત્રુઓએ પીવાના પાણીના કુવામાં કોઈ પાસે વિષ નંખાવ્યું છે અને તેથી જે લોકે કૂવાનું પાણી પીએ છે, તે તુરત જ મૃત્યુવશ થઈ જાય છે. કહે, હવે પાણી વિના આપણે કિલ્લામાં ભરાઈ રહીને શું ફળ મેળવશું ?” રણવીરસિંહે ભવાં ચડાવીને ઉત્તર આપ્યો. ત્યારે તે આપણે કિલ્લાને સત્વર ત્યાગ કરવો પડશે.” ભામાશાહે કહ્યું. “એ સિવાય બીજો ઉપાય પણ રહેલે નથી.” સલ્બરરાજે કહ્યું. મેગલ સેનાપતિ શાહબાજ ખાં અને મહાબતખાને પ્રતાપસિંહે Page #63 -------------------------------------------------------------------------- ________________ પર મેવાડના પુનરુદ્ધાર પિતાના પરિવાર સાથે કિલ્લાને ત્યાગ કરીને ગુપચુપ ચાલ્યા ગયાની ખબર મળતાં તેઓ સકળ સૈન્ય સાથે કિલો ઉપર એકદમ ધસી આવ્યા. કિલ્લાના રક્ષણ માટે નીમવામાં આવેલા સરદારે પિતાના સૈનિકો સાથે કિલ્લાને મજબૂતાઈથી બચાવ કર્યો, પરંતુ અસંખ્ય અને અગણિત શત્રુસૈન્ય આગળ એ બચાવ શું હિસાબમાં હવે ? ક્ષણવારમાં જ કેમલમેરના કિલ્લાને શત્રુઓએ તોડી પાડશે. તેઓ કિલ્લાની અંદર એકદમ ધસી ગયા અને મનુષ્યની ઘાસની જેમ કાપણી કરવા લાગ્યા. કિલ્લાનું રક્ષણ કરનાર સરદાર અને તેના સર્વ સૈનિકે મૃત્યુ પામ્યા અને તેથી સંવત ૧૬૩૫ના વૈશાખ વદિ ૧૨ના રોજ કમલમેરને કિલો મોગલોને હસ્તગત થયે. પ્રતાપસિંહ વગેરેને પકડવા માટે શાહબાજખાં તથા મહેબતખાં કિલ્લાના પ્રત્યેક સ્થળે ફરી વળ્યા; પરંતુ તેમને પત્તે નહિ લાગવાથી શાહબાજ ખાં મહેમ્બતખાને કિલ્લામાં રહેવાનું કહીને છાવણીમાં વિશ્રામ લેવાને ચાલ્યો ગયો. મહોબતખાં કિલ્લામાં એક રહ્યો એટલે તેને પ્રતાપસિંહના રહેવાના મકાનમાં જવાની ઈચ્છા થઈ અને તેથી કેટલાક સૈનિકેને લઈ તે તરફ ગયો, મહાબતખાએ જઈને પ્રતાપસિંહને રહેવાના મકાનને જોયું તો તે એક સામાન્ય મનુષ્યને રહેવા લાયકનું હતું અને તેમાં ભોગ કે વિલાસની એક પણ વસ્તુ નહતી. મહેબતખાં ત્યાંથી પાછો ફરતો હતે એટલામાં તેણે કોઈ સ્ત્રીનો ચિત્કાર સાંભળે અને તેથી તેણે પિતના સૈનિકોને આસપાસ તપાસ કરવાની સુચના આપી અને પોતે મકાનની બહાર ઊભો રહ્યો. થોડા સમયમાં જ સૈનિકે એક પંદરેક વર્ષની રાજપૂત બાળાને મહેમ્બતખાં પાસે લઈ આવ્યાં. આ બાળા અપૂર્વ રૂપવતી હતી. તેના માથાના વાળ વિખરાઈ ગયેલા હોવાથી પવનથી આમતેમ ઉડતા હતા અને તેનું મુખ તથા તેની આંખો ક્રોધથી લાલચોળ થઈ ગયેલી હતી. મહેમ્બતખાંએ રાજપૂત બાળા પ્રત્યે અનિમેષ નયનેએ જોતાં પૂછ્યું. “તમે કોણ છે અને મકાનમાં શા માટે એકલા પડી રહેલાં છો ?” એ પ્રશ્ન પૂછવાનું તમને શું પ્રયોજન છે ?” તે બાળાએ સવાલ કર્યો. “પ્રયજન વિના કેઈ પ્રશ્ન પૂછતું હશે ?” મહેમ્બતખાએ કહ્યું. “પ્રોજન હોય તો ભલે અને ન હોય તે ભલે; પરંતુ એ પ્રશ્ન પૂછવાને તમને અધિકાર છે ?” બાળાએ ગર્વથી પૂછયું. “આ કિલ્લો ભારતસમ્રાટ શહેનશાહ અકબરને શરણે થયો છે, એ શું તમે નથી જાણતા ?” મહોબતખાંએ પૂછયું. Page #64 -------------------------------------------------------------------------- ________________ મેવાડની માનિની “એ હું સારી રીતે જાણું છું.” બાળાએ ઉત્તર આપ્યો. તે પછી મને, “તમને પ્રશ્ન પૂછવાનો શો અધિકાર છે?” એમ શા માટે પૂછે છે ?” મહેમ્બતખાંએ કહ્યું. પણ તમે પ્રશ્ન પૂછનાર કોણ છે, એ જાણ્યા સિવાય હું તેને ઉત્તર આપવાને ખુશી નથી.” તે બાળાએ સ્પષ્ટતાથી કહ્યું, હું ભારતસમ્રાટને સેનાપતિ મહેબતખાં.” મહેબૂતખાએ પિતાને પરિચય કરાવ્યું. શું તમે સાગરસિંહના પુત્ર મહોબ્બતખાં ?” બાળાએ આશ્ચર્યયુક્ત સ્વરે સામે સવાલ કર્યો “હા.” મહેબતખાંએ અભિમાનથી પોતાનું મસ્તક ઉનત કરતાં કહ્યું. “તે પછી તમે મને ઓળખી શકતા નથી ?” બાળાએ પુનઃ સવાલ કર્યો. મહેબતખાંએ બાળા પ્રત્યે ધ્યાનપૂર્વક જોઈને ઉત્તર આપ્યું. “તમને પ્રથમ જોયા હોય એમ જણાય છે; પરંતુ હાલ તમને ઓળખી શકતો થી,” જે મનુષ્ય પોતાની જાતિનો, પોતાના સમાજને, પોતાના દેશને અને પિતાના ધર્મને સર્વથા ત્યાગ કરીને અન્ય ધર્મને સ્વીકાર કર્યો છે, તે નિષ્કર મનુષ્ય પોતાની આત્મીય વ્યકિતને ઓળખી ન શકે, એ સ્વાભાવિક જ છે મહાબતખાં ! તમે જ્યારે મને એળખી શકતા નથી, ત્યારે મારે તમને મારે પરિચય કરાવવો પડશે. સલું બરરાજની કન્યા યમુનાને તમે કદિ જોઈ છે? તેને તમે ઓળખો છો ?” રાજપૂત બાળાએ અભિમાનથી કહ્યું. હા, શું તે જ તમે યમુના ! “મહેબતખાંએ અજાયબ થઈને કહ્યું. “તમને એક વખત પ્રથમ જોયા હતા, પરંતુ તે વખતમાં અને અત્યારના વખતમાં ઘણો ફેર પડી ગયા છે, તે સમયે તમે એક ખીલતી કળી સમાન નિર્દોષ બાલિકા હતા અને અત્યારે વૌવન વયને પામેલા મુગ્ધા બાળા છે; તમને નહિ એાળખવાનું કારણ માત્રા સમયને ફેરફાર જ છે.” યમુના મહેમ્બતખાં સામે તેજસ્વી નયનેએ જતી ઊભી હતી; તેણે આમાં રતાશ લાવીને પૂછ્યું, “હવે તમે શું કરવા ધારે છે ?” શું કરવા ધારે છે, એ પ્રશ્ન શા માટે પૂછે છો ? તમારા પિતાએ Page #65 -------------------------------------------------------------------------- ________________ પ૪ મેવાડને પુનરુદ્ધાર તમારે વિવાહ સંબંધ મારી સાથે કર્યો છે, એ તે તમે ભૂલી ગયા નથીને ?” મહેબૂતખાંએ સામે સવાલ કર્યો. “નહિ, એ વાત તો જીવન પર્યત ભૂલી શકું તેમ નથી.” યમુનાએ ઉત્તર આપે. તે પછી તમે મારી સાથે ચાલે, હું તમને મારા ખરા જીગરથી ચાહું છું.” મહેબતખાંએ હસૂચક સ્વરે કહ્યું. જે તમે મને ખરા જીગરથી ચાહે છે, તો પછી અત્યાર સુધી મને કેમ વિસરી ગયા હતા ? અત્યાર સુધી મારી સંભાળ કેમ લીધી નહતી ?” યમુનાએ પૂછ્યું. “રાજકાર્યમાં પડીને એ વાત હું ભૂલી ગયે હતો. મને માફ કરે.” મહેમ્બતખાંએ નમ્રતાથી કહ્યું. “મહેબૂતખાં! તમારી થયેલ ભૂલ માફ કરવાને મને હરકત નથી; પરંતુ તમે બીજી કેટલીક ભૂલે એવી ભયંકર કરી છે કે જેને માટે ક્ષમા આપી શકાય તેમ નથી.” યમુનાએ કહ્યું. ત્યારે શું તમે મને ચાહતા નથી ?” મહેબતખાએ પૂછ્યું. ચાહું છું અને ધિક્કારું પણ છું.” યમુનાએ જવાબ આપે. “ચાહવું અને ધિક્કારવું, એ બને એક સાથે થઈ શકે ખરું ?” મહેમ્બતખાંએ પુનઃ પૂછ્યું. “હા” યમુનાએ કહ્યું. “શી રીતે ?” મહેમ્બતખાએ આશ્ચર્યયુકત સ્વરે પૂછયું. મારા પતિ તરીકે તમને ખરા જીગરથી ચાહું છું તેમજ દેશના દ્રોહી તરીકે તમને ધિક્કારું પણ છું.” યમુનાએ સ્પષ્ટતાથી જવાબ આપે. મહેબૂતખાંએ આ વખતે પોતાના સૈનિ તરફ જોયું એટલે તેઓ પિતાના સેનાપતિની મન આજ્ઞા સમજીને ત્યાંથી દૂર ચાલ્યા ગયા. સૈનિકે ગયા પછી મહેબૂતે કહ્યું “યારી યમુના! જ્યારે તું મને તારા પતિ તરીકે ચાહે છે, ત્યારે હું દેશદ્રોહી છું, એ વાતને ભૂલી જઈને તેરે સંપૂર્ણ પ્રેમ મને આપ અને મારા સંપૂર્ણ પ્રેમને હું પણ સ્વીકાર કર.” મહેબતખાં ! એમ બનવું અશકય છે.” યમુનાએ ધીમેથી કહ્યું. Page #66 -------------------------------------------------------------------------- ________________ મેવાડની માનિની 'શા માટે અશય છે યમુના? જ્યારે હું તને સંપૂર્ણ પ્રેમથી ચાહવાને તૈયાર છુ, ત્યારે તું મને ચાહવાને તૈયાર નથી ?” મહે।બ્બતખાંએ પૂછ્યું. “તમને મારા પતિ ગણીને તમારી મૂર્તિને મારા હૃદયમાં સ્થાન આપીશ અને તેની પૂજા પણ કરીશ; પરંતુ તમારા પ્રેમના સ્વીકાર કરી શકીશ નહિ. મહાબ્બતખાં! તમે તમારા દેશ અને ધમા ત્યાગ કરીને અન્ય ધના સ્વીકાર કર્યો છે એટલું જ નહિં પણુ તેને નાશ પણુ તમારા હાથે જ કરી રહ્યા છે. અને તેથી તમારા જેવા દેશ અને ધર્માંના દ્રોહી પુરુષને હું મારા પ્રેમ આપી શકીશ નહિ, તેમ તેના પ્રેમને સ્વીકારી શકીશ પણ હિ.” અભિમાનથી મસ્તકને ઉન્નત કરીને યમુનાએ ઉત્તર આપ્યા. ‘પ્રેમના વિષયમાં દેશ અને ધર્મને વચ્ચે લાવવા એ ચૈગ્ય નથી.’ મહેાખ્ખત કહ્યું. મહેાબ્બતમાં! પ્રેમના વિષયમાં દેશ તમને યોગ્ય નથી લાગતું એનું કારણ એ છે કે સ્વાથી થઈ ગયા છેા. મારે મન દેશ અને ધમ ત્યાગ કરીને હું તમને જીવન અણુ કરી શકીશ મહેાબ્બતખાંએ અર્થસૂચક સ્વરે કહ્યુ. સબંધ મારી સાથે કરેલા છે, એ તું જાણે છે રમણી તરીકે તારે મારા પ્રેમનેા સ્વીકાર કરવા, યમુના !” ૫૫ અને મને વચ્ચે લાવવાનું તમે વિધમી, નિષ્ઠુર અને પડેલાં છે અને તેથી તેના નહિ.” યમુનાએ સગવ` કહ્યુ, ‘“સલુ ખરરાજે તારા વિવાહ અને તેથી એક આ હિન્દુ એ જ તારું ક્રુતવ્ય છે, “મારું કતવ્ય શું છે, એ હું સારી રીતે મને સમજાવવાની જરૂરીઆત નથી. મહોબ્બતખાં ! સર્વસ્વના ત્યાગ કરીને જે પુરુષ વિધી થઈ ગયેલ શું તમે આ` રમણીનું કર્તવ્ય ઠરાવવાં માગા છે ? પૂછ્યું. જાણું છું. એટલે તમારે જાતિ, દેશ, ધર્મ અને છે, તેના પ્રેમના સ્વીકારને યમુંનામે ભાર દઈને “ઠીક, કર્તવ્યની વાત જવા દે; પરંતુ યમુના! હું તને ખરા જીગરથી ચાહું છું. અને તને દરેક ઉપાયે સુખી બનાવવાને તૈયાર છું. તેમ છતાં શું તું મારા તિરસ્કાર કરીશ ?” મહેાબ્બતે નરમાશથી સવાલ કર્યો “તિરસ્કાર !'' યમુનાએ આંખા ફ્ાડીને કહ્યું “હા તિરસ્કાર જ કરીશ; કેમકે તમે કેવળ મારા જ નહિ; કિંતુ સમસ્ત હિન્દુ જાતિના તિરસ્કારને પાત્ર છા. પ્યારા મહે।બ્બતખાં! આ શબ્દા ખેાલતાં મારું હૃદય ફાટી જાય છે અને Page #67 -------------------------------------------------------------------------- ________________ મેવાડના પુનરુદ્વાર B મારા જીવનદેવતાના સમસ્ત શરીરમાં સુખ્ત વેદના થાય છે; શુ કરુ' એ શબ્દો ખેાહ્યા સિવાય ચાલતું નથી. તમને મારા સ્થાન આપવાને તૈયાર છું, તમને મારા માથાના મુકુટ ખનાવવાને તૈયાર છું, તમને ખરા પ્રેમથી ચાહવાને તૈયાર છું, તમને મારું જીવન અણુ કરવાને તૈયાર છુ' અને તમને ભેટવાને પશુ તૈયાર છું – બધી રીતે હું તૈયાર છું; પરંતુ હાય, મારાથી તેમ થઈ શકતું નથી. હે પરમાત્મા ! હુ` કેટલી બધી નિષ્ઠુર હૃદયની છું કે મારે સ્વમુખે મારા સ્વામીના તિરસ્કાર કરવા પડે છે ? મહેાબ્બતખાં ! હૃદયના સર્વ ભાર આજ તમારી સન્મુખ ખાલી કરી નાંખ્યા છે. હવે જાએ, ચાલ્યા જાઓ, આ ક્ષણે જ પલાયન થઈ જાએ, આસમાન જમીન એક થાય, મેરૂ ચલિત થાય, સૂર્યની ઉષ્ણુતાના નાશ થાય, ચંદ્રની સૌમ્યતા ચાલી જાય અને સમુદ્રની મર્યાદાના લાપ થાય, તા પણ્ હું તમારા પ્રેમના સ્વીકાર કરી શકીશ નહિ; કારણ કે તમે નિષ્ઠુર છેા, જાતિ. દેશ અને ધર્માંના દ્રોહી છે, અમારા શત્રુના દાસ છે, અરે એટલું જ નહિં પશુ તમે મનુષ્ય નહિં પણુ પશુ છે, દેવ નહિં પણુ દાનવ છે. અને તેથી જ હું અને તમે કદિ પણ એક થઈ શકશુ નહિ. તેમજ એ પણુ ખરુ` છે કે આ શરીર કે જે તમને વાગ્યાનથી અપણુ થયેલું છે, તે આ જીન્નનમાં કદાપિ અન્યનું પણ થશે નહિં.” ૫૬ પરંતુ હૃદયમાં મહોબ્બતખાંએ ધીરજથી યમુનાનું ઉપર્યુંકત કથન સાંભળી લીધું અને ત્યાર પછી આશાના ત્યાગ કરીને કહ્યું, 'યમુના! તારા છેવટના શબ્દોથી મને સાષ થયા છે, પરંતુ તું અહી એકલી ક્રમ રહેલી છે? પ્રતાપસિંહના પરિવાર સાથે તુ કેમ ચાલી ગઈ નથી?'' યમુનાએ શાંતિથી જવાબ આપ્યા, મહેાબ્બતખાં ! તમે માગલ સેનાના સેનાપતિ થઈને આવ્યા છે, એ જાણીને તમને એક વખત મળવા અને મળીને હૃદયના ભાર એણે કરવાને માટે જ હું' પાછળ એકલી રહી હતી. હવે હું જાઉં છું અને તમે પશુ જાએ; પરંતુ એ પહેલાં પરમાત્મા પાસે એટલી પ્રાથના કરું છું કે તમે કરેલી ભૂલનેા પશ્ચાતાપ કરવાના સમય તમને તે વિશ્વનિયતા કૃપા કરીને જરૂર આપે.' એટલું કહીને યમુના મહે।બ્બતખાં તરફ કટાક્ષદ્રષ્ટિ કરીને ત્યાંથી ત્વરાથી ચાલી ગઈ. તેના ગયા પછી મહેાબ્બતમાં ધીમા પગલે અને ઉદાસ મુર્ખ છાવણી તરફ્ પાછા ફર્યાં. Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧મું ભેદ ખુલ્લા થયા બાદશાહ અકબરની આજ્ઞાથી કેંદી થયેલા વિજય એક અજણ્યા મનુષ્યની કૃપાથી કેદખાનામાંથી નિવિઘ્ન છૂટી ગયા હતા. એ આપણે વાંચી ગયા છીએ. વિજયને કેદી અવસ્થામાંથી મુક્ત કરનાર એ મનુષ્ય કાણુ હતુ. અને તેને મુક્ત કરવાના તેના શું હેતુ હતેા, એ ભેદ વાયક મહાશયેાથી જીજ્ઞાસાને તૃપ્ત કરવાની ખાતર હવે ઉકેલવાની અગત્ય છે. વિજયને કેદ કરવાના હૂકમ જ્યારે બાદશાહે આપ્યા હતા, ત્યારે શાહજાદીએ તેમ નહિ કરવાને અને રહેમ રાખવાને માટે તેના બાબાને અરજ ગુજારી હતી, પરંતુ બાદશાહે પેાતાના દૂધમથી વચ્ચે નહિ પડવાની તેને સૂચના કરીને પેાતાના ટૂંકમને અમલમાં આણ્યા હતા, એટલે કે વિજયને બંદીવાન બનાવ્યા હતા. એ ઘટનાને વાચક બન્ધુએ સારી રીતે જાણે છે. બાદશાહ પેાતાના અનુચર કાસમને વિજયને બંદીવાન બનાવવાના હૂકમ આપીને ચાલ્યા ગયા બાદ શાહજાદી પણુ પેાતાના આવાસે ચાલી આવી હતી. શાહનદી પેાતાને આવાસે આવ્યા પછી નિર્દોષ વિજયને કેદખાનામાંથી શી રીતે મુક્ત કરવા, એના વિચારમાં ગુંથાઈ ગઈ. કેટલેક સમય તેણે વિચારગ્રસ્ત સ્થિતિમાં પસાર કર્યાં અને છેવટે તે વિજયને મુક્ત કરવાના એક નિશ્ચય ઉપર આવી. તેણે તુરત જ પેાતાના શિક્ષક ક્જી ઉપર એક કાગળ લખી નાખ્યા અને તેમાં વિજય તદ્દન ભેગુન્હા છે; તેથી તેને ગમે તે ઉપાયે કંદખાનામાંથી મુક્ત કરાવશે, એવા રૂપમાં બનેલા બનાવનું વિગતવાર વર્ણન કરીને કુંજીને વિનતિ કરેલી હતી. કુંજી તથા તેના નાના ભાઈ અબુલક્જલ બન્નેનું અકબરની દરબારમાં કેટલુ’ માન હતું તથા વિદ્વત્તા કેટલી અગાધ હતી, એ ઇતિહાસવેત્તાએથી તેઓની અજાણ્યુ નથી; આ બન્ને એ શેખ મુબારકના પુત્રા હતા. શેખ મુબારક વિદ્વાન હતા; પરંતુ સ્વચ્છંદ વિચારોથી તેને ઈસલામ ધર્મ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા નહેાતી. આ કારણુથી ઈસલામ ધર્મના ઉલમાએ તેની વિરુદ્ધ પડયા હતા અને તેથી તે પેાતાના વતન નાગારનેા ત્યાગ કરીને આગ્રા પાસેના ચારબાગમાં વસ્યા હતા; ચારબાગમાં આવ્યા બાદ ઈ.સ. ૧૫૪૭માં અનુલક્જ (જી) ના અને ઈ.સ. ૧૫૫૧માં અલ્બુલક્જલના જન્મ થયા હતા. શેખ મુખાર પાતાના અને Page #69 -------------------------------------------------------------------------- ________________ મેવાડને પુનરુદ્ધાર પુને બહુ જ સારી રીતે ભણાવીને વિદ્વાનૂ બનાવ્યા હતા. પરંતુ તેઓ તેમના પિતાની જેમ ઈસલામ ધર્મ ઉપર કેટલેક અંશે અશ્રદ્ધાળુ બની ગયા હતા અને તેથી કટ્ટર મુસલમાનેએ તે ત્રણેને ઈગ્ય દંડ દેવાને માટે અકબર બાદશાહને બહુ સમજાવ્યા હતા, પરંતુ અકબર વિચારશીલ અને વિકી હતો. એટલે તેમની સલાહથી ભોળવાઈ ન જતાં તે ઉભય બંધુઓની અપૂર્વ વિદત્તાની યોગ્ય કદર કરીને તેમને પોતાના દરબારમાં તેણે રાખી લીધા હતા. ફેજી વિદ્વાન અને પ્રતિભાશાળી કવિ હતા તથા સુફી તત્ત્વયુકત કવિતા બનાવતો હતો. તેને ના ભાઈ અબુલફજલ ઘણે જ ઈમાનદાર હતા. તેના હદયમાં વીરતા અને વિચારમાં સ્વચ્છંદતા હતી. તેણે આઈન-ઈ-અકબરી અને અકબરનામાદિ ઐતિહાસિક ગ્રંથે પણ લખેલા છે, કે જેની સહાયથી અકબરના સમયના ઈતિહાસનું સારું જ્ઞાન મળી શકે છે. અકબર આ ઉભય બંધુઓ ઉપર ઘણી જ પ્રીતિ રાખતો હતે; પરંતુ તેના દરબારના અન્ય મુસલમાને અને તેમાંથી ખાસ કરીને શાહજાદો સલીમ તથા અબદુલકાદર એ બને જણ તે બંને ભાઈઓને ધિક્કારતા હતા અને તેમના ઉપર ખાનગી વેર પણ રાખતા હતા. સમ્રાટ અકબરના રાજઅમલમાં પિતાના અંતઃપુર નિવાસિની સ્ત્રીઓને ગ્ય કેળવણી મળી શકે એવો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. શહેનશાહ, અકબરે પિતાના રાજમહેલમાં જ સ્ત્રી કેળવણુ માટે કેટલોક ભાગ અલગ કાઢી આપેલ હતો આ ભાગમાં શાહજાદી આરામબેગમ અન્ય શાહજાદીઓ તથા બેગમ સાથે અભ્યાસ કરતી હતી. તે ઘણું જ દૂશિયારી અને બુદ્ધિમતી હતી તથા તેને તત્ત્વજ્ઞાન મેળવવાને શોખ હોવાથી પોતાના બાબાને કહીને તત્ત્વજ્ઞ ફોજીને પિતાને શિક્ષક નિયત કાવ્યો હતે. ફૌજી નિયમિત સમયે શાહજાદી આરામબેગમને અભ્યાસ કરાવવા આવતા હતા. તે શાહજાદીની અભ્યાસ પ્રતિ પ્રીતિ જોઈને તેને પોતાની પુત્રી સમાન ચાહતે હતો અને ઘણું જ સ્નેહથી તેને તત્વજ્ઞાન વિષય સમજાવતો હતો. હું એ વિશેષમાં કાશીમાં એક સંન્યાસીના આવાસે ગુપ્ત વેશે હિન્દુધર્મને તથા જૈનધર્મને પણ સારી રીત અભ્યાસ કરેલ હતું અને તેથી તે ધર્મોના સિદ્ધાંત શાહજાદીને જ્યારે સમજાવ ત્યારે તે બહુ જ ધ્યાનથી સાંભળતી હતી. જૈનશાસ્ત્રના શ્રવણથી શાહજાદી જૈન ધર્મ અને જૈનીઓની પક્ષપાતી બની હતી અને તેથી જ તે વિજયને એક જૈન યુવક જાણવા છતાં પણ તેના ઉપર આશક થઈ હતી, Page #70 -------------------------------------------------------------------------- ________________ ભેદ ખુલે થયો ૫૯ શાહજાદી કે જેને પિતાના ગુરુ સમાન માનતી હતી અને તે પિતાની ઈચ્છાને પરિપૂર્ણ કરશે, એવી તેને શ્રદ્ધા હતી. એટલે તેણે વિજયને કેદખાનામાંથી છોડાવવાને માટે વિનંતિ ભરેલો પત્ર તેના ઉપર લખ્યા હતા. ફીઝીએ પિતાની શિષ્યની ઈચ્છાને માન આપીને વિજયને કેદખાનામાંથી મુક્ત કરવાનું કાર્ય જોકે મુશ્કેલ હતું અને તેમ કરવાથી બાદશાહની અપ્રીતિને પણ કદાચ વહેરી લેવી પડશે તેમ ધારેલ;–તે પણ તેણે ગુપ્ત રીતે તેને કેદખાનામાંથી મુક્ત કરીને પોતાના મકાને રાખ્યો હતો. હું એ વિજયને મુક્ત કર્યા પછી વિચારી રાખ્યું હતું કે યોગ્ય અવસરે બાદશાહને પિતાના આ સાહસની વાત કરીને ક્ષમા માંગી લઈશ અને વિજય ઉપર રહેમ કરાવીશ; પરંતુ મેવાડના રાણા પ્રતાપસિંહ સાથેના યુદ્ધ કાર્યમાં બાદશાહને રોકાઈ રહેવું પડતું હોવાથી જી હજી સુધી પોતાના વિચાર પ્રમાણે વર્તી શકયો ન . વિજય કેદખાનામાંથી છુટ થયા બાદ ગુપ્ત રીતે ફછના મકાનમાં જ રહેતો હતો. ઉદાર દિલના છએ તેને હિન્દુને ગ્ય એવી સર્વ પ્રકારની સગવડ કરી આપેલી હતી તેથી તે ત્યાં સુખપૂર્વક રહીને કેજીની તથા શાહજાદીની મનમાં ને મનમાં ઘણી પ્રશંસા કરતો હતો. એક દિવસ પ્રાતઃકાળમાં જયારે વિજય ફજીના મકાનના પુસ્તકાલયવાળા ઓરડામાં બેઠે બેઠે એકાદ સંસ્કૃત પુસ્તકનું અવલોકન કરી રહ્યો હતો, ત્યારે એક બુરખાવાળી સ્ત્રીએ એ એરડામાં પ્રવેશ કર્યો. વિજય પુસ્તકાવલોકનના કાર્યમાં એટલે બધો મશગૂલ થઈ ગયો હતો કે તેને એ સ્ત્રીના આગમનની કશી પણ ખબર પડી નહિ. પેલી સ્ત્રીએ તેના પિતાના કાર્યમાં તલ્લીન થયેલો જોઈને તેનું ધ્યાન પોતાની તરફ ખેંચવાની ખાતર ધીમેથી ઉધરસ ખાધી. તે સ્ત્રીએ વિજયનું ધ્યાન પિતાની તરફ ખેંચવાને અજમાવેલો ઉપાય આબાદ નિવડશે. કારણ કે વિજય તુરત જ પુસ્તકને બંધ કરીને તેની સામે જોયું અને તેના બુરખા વગેરેની ઢબ ઉપરથી તેને કેાઈ અમીરની સ્ત્રી ધારીને તે તેને માન આપવાને આસન ઉપરથી તુરત જ ઊભો થઈ ગયો. વિજયને સાવધ થયો જોઈને તે સ્ત્રી ઓરડાના મધ્ય ભાગમાં આવી અને પોતાના મોઢા ઉપરથી બુરખાને દૂર કરીને તેની સામે અર્થસૂચક દ્રષ્ટિએ જોતી ઊભી રહી. વિજય એ સ્ત્રીના લાવણ્યને અને તેના સંદર્યને નિહાળીને આશ્ચર્યમાં લીન થઈ ગયે. વિજયે જોયું કે તે સ્ત્રી પચીસેક વર્ષની પરમ યૌવનવતી મુસલમાન તરુણી હતી, દાડમની કળીઓને લજાવે તેવા તેના તીણું દાંત હતા, પિપટની ચાંચને Page #71 -------------------------------------------------------------------------- ________________ મેવાડને પુનરુદ્ધાર શરમાવે તેવી તેની સીધી લાંબી નાસિકા હતી, મૃગલેચન જેવાં તેનાં નેત્ર અણુ આળાં અને વિશાળ હતાં, શિવ ધનુષ્ય જેવી તેની કાળી ભમર હતી, શરદપૂર્ણિમાના નિર્મળ ચંદ્ર જેવું તેનું ગળ વદન હતું, પરવાળાં જેવાં તેનાં અધર હતા અને સુવર્ણ કળશ જેવાં તેનાં સ્તન હતાં. આવી રૂપનિધાન તરુણીને જોઈને વિજય કેવળ મોહમુગ્ધ થઈ ગયા અને નિર્જીવ પૂતળાની જેમ અવાફ અને સ્થિર ઊભો રહ્યો. ક્ષણવાર પછી મૌનતાને ભંગ કરીને તે તરુણીએ વિણાના જેવા મધુર સાદે કહ્યું. “વિજય ! તમે કેમ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા છે ? શું તમે મને ઓળખતા નથી ?” બાનું!” વિજયે નમ્રતાથી કહ્યું. “મને માફ કરો; હું તમને ઓળખી શકતો નથી; કારણ કે મેં તમને કોઈ સમયે જોયેલા નથી.” “શું તમે સમ્રાટ અકબરશાહના માનીતા ઉમરાવ અબુલફ જની અત્યંત રૂપશાલિની બીબી રથયાનું નામ કદિ સાંભળ્યું નથી ?” તે તરુણુએ પોતાના મુખને સહેજ મરડીને મંદ મંદ હસતાં હસતાં પૂછ્યું. રજીયાબાનુનું નામ તો મેં ઘણી વાર સાંભળ્યું છે; પરંતુ તેમને નજરે નિહાળવાને અવસર આજસુધી મને મળ્યું નથી. શું ત્યારે તમે પિતે જ ઉદાર દિલના ઉમરાવ ફળના બીબી છે ?” વિયે આતુરતાથી સામે સવાલ કર્યો. હા, હું તેમની જ બીબી છું અને મારું નામ રછાયા છે.” રજીયાએ ફરીથી સહાસ્ય મુખે ઉત્તર આપ્યો, રૂપસુંદરી રછયાના હાસ્યભરિત મુખચંદ્રની અપૂર્વ શોભા જોઈને વિજય મંત્રમુગ્ધ થઈ ગયે. તેણે એ લાવણ્યના ભંડાર સમાન તરુણીના રૂપને ક્ષણવાર એક ધ્યાને અવલોકીને કહ્યું. “બાબુ ! તમે તમારા અલૌકિક સૌંદર્યનું દર્શન કરાવીને મને તમારે અત્યંત આભારી બનાવ્યા છે; પરંતુ અહીં સુધી આવવાની જહેમત તમારે શા માટે ઉઠાવવી પડી છે, તે કૃપા કરીને કહેશે? રજીયાએ પિતાનાં ચંચળ નેત્રોને સ્થિરતાથી વિજયના મુખ ઉપર સ્થાપીને કહ્યું. “વિજય ! મારા શૌહરે તમને ભયંકર કારાગૃહમાંથી મુક્ત કરીને જે દિવસથી અહી રાખ્યા છે, તે દિવસથી અમે તમને એક ઘરના માણસ તરીકે જ ગણીએ છીએ અને તેથી તમને એક ગુપ્ત વાત કહેવાને માટે મેં આ અવસરને લાભ લીધો છે. તમે જાણો છો કે શહેનશાહ, Page #72 -------------------------------------------------------------------------- ________________ ભેદ ખુલ્લા થયા અકબર બહુજ ભલા અને ન્યાયી છે; પરંતુ મારા શૌહર જેવા કેટલાક ઈસલામ ધર્મો ઉપર અશ્રદ્દા ધરાવનારા વિદ્વાનેાએ તેમના ઈસલામ ધમ માં શકાશીલ બનાવીને એક નવા જ પંથ તેમની સહાથ્થી કાઢયા છે. અને તેથી ધણા કટ્ટર મુસલમાના તેમનાથી વિરૂદ્ધ પડી ગયા છે અને તેવા સની ઉપર વેર પણ ધરાવે છે. ખુદ શાહજાદા સલીમ પ૨ તેના ખાખાની વિરૂદ્ધમાં છે અને તેથી જો શાહજાદાની કૃપાને મેળવશેા, તેા તે તમને બાદશાહની તમારા ઉપર જે અકૃપા છે, તેમાંથી બચાવી લેશે અને તમે જો એના વિશ્વાસુ ખનીને રહેશેા, તેા તે તમને સુખી પણુ બનાવી દેશે. શાહજાદા એવા તા દિલાવર પુરુષ છે કે જો તમે તેના પક્ષમાં રહીને તેને હુકમ બજાવશે, તેા જ્યારે તે તખ્તશિન થશે, ત્યારે તે તમને ઉચ્ચપદના અધિકારી બનાવતાં જરા પણ ઢીલ કરશે નહિ.” ૬૧ રજીયાને લાંખું ભાષણ ધીરજથી સાંભળીને વિજયે કહ્યું. ‘‘મારા જેવા સામાન્ય મનુષ્ય પ્રત્યેની તમારી લાગણી જોઈને અને તમે મને આપેલી સારી સલાહનેા વિચાર કરીને હું તમારા ઘણેા જ ઉપકાર માનું છું; બાનું ! પરંતુ શાહજાદા સલીમ જે શહેનશાહ અકબરની વિરૂદ્ધમાં હાય, તેા પછી તેમની કૃષા મેળવા અને તેમના વિશ્વાસુ બનવા, તેમના પક્ષમાં ભળીને શું મારે રાજદ્રોહી બનવું ?'' રજીયાએ વિજય સામે નેત્રના કટાક્ષબાણુ મારતાં કહ્યું, “એમાં રાજદ્રોહી બનવાપણું કયાં છે ? શું તમે તમારું હિત પણ વિચારી શકતા નથી ?’’ શહેનશાહ અકબર જેવા ન્યાયી, ઉદાર, ભલા અને દયાળુ રાજકર્તાના વિરૂદ્ધ પક્ષમાં ભળીને હું મારુ હિત સાધવાને તૈયાર નથી બાનુ !” વિજયે ગંભીરતાથી જવાબ આપ્યું, વિજય ! તમારુ` વય હજુ કાચુ છે. અને તેથી તમારામાં સારાસાર વિચારવાની શક્તિ નથી, તમે વિચાર કરી કે તમે તે અકબરશાહના મેટા ગુન્હામાં છે. જ્યારે તે જાણુશે કે તમે કેદખાનામાંથી કાઈની સહાયથી ગુપ્ત રીતે નાસી છૂટયા છે, ત્યારે તે તમને કેવી સજા કરશે, તેના તમે કદિ ખ્યાલ કર્યાં છે ખરા ? મારું કહ્યું માનેા તેા ક્ષ્ો આ કાગળ અને તેને શાહજાદા સલીમને ગુપ્ત રીતે તમે પોતે પહેાંચતા કરા. મારી ભલામણથી તે તમને દરેક પ્રકારના ભયમાંથી મુક્ત કરશે.” એમ કહી રયાએ ઘડીમાં Page #73 -------------------------------------------------------------------------- ________________ મેવાડને પુનરુદ્ધાર મુખને સંકોચતાં, ઘડીમાં સિમત હાસ્યથી પ્રફુલિત કરતાં અને ઘડીમાં નેત્રકટાક્ષ કરતાં એક કાગળ પિતાના વસ્ત્રમાંથી કાઢી વિજય પાસે જઈને તેની આગળ ધર્યો. સાંદર્યના સાગર સમાન નવજુવાન તરુણ સુંદરીને સહાસ્ય મુખે પિતાની સન્મુખ ઊભેલી અને વિવિધ પ્રકારના હાવભાવ કરતી જોઈને વિજય ક્ષણવાર ભાન ભૂલી ગયે તેણે યંત્રવત્ ૨જીયાના હાથમાંથી કાગળ લેવાને પિતાને હાથ લાંબો કર્યો અને રજીયાએ પ્રેમપૂર્વક કાગળ તેના હાથમાં આપતાં તેને હાથ જરા દબાવ્યું. વીજળીની અસર થતાં જેમ મનુષ્ય ચમકી જાય છે, તેમ વિજય ૨જીયાના કમળ કરને મૃદુ સ્પર્શ થતાં ચમકે તેના આગળની જમીન ચક્કર ચક્કર ફરવા લાગી અને તેની આંખે અંધારા આવ્યા. બરાબર આજ ક્ષણે એારડાનાં બંધ કરેલાં બારણું ઉઘડી ગયાં અને એક મજબૂત બાંધાના હિન્દુ જેવા જણાતા પુરુષે ઓરડામાં ધીમેથી પ્રવેશ કર્યો. એક અજાણ્યા હિન્દુ જેવા ગણાતા પુરુષને બેધડકતાથી એરડામાં પ્રવેશ કરતો જોઈને વિજય આશ્ચર્ય પામી ગયે; પરંતુ ચાલાક ૨જીયા એ અજાણ્યા પુરુષની મુખચર્યા જોઈને તેને તુરત જ એળગી ગઈ અને તેથી પિતાના મોઢા ઉપર બુરખો નાખીને ઓરડાના બીજા દ્વારથી એકદમ પલાયન થઈ ગઈ. આ આકસ્મિક ઘટનાથી વિજ્ય ગભરાઈ ગયે, તે એટલે સુધી કે રજીયાએ આપેલો કાગળ પિતાના હાથમાંથી પડી ગયું અને તે આવેલા પુરુષે લઈ લીધે. જ્યારે તમે કેદખાનામાંથી નાસી ગયેલા છે, એવું બાદશાહના જાણવામાં આવશે ત્યારે તે તમને ગમે તે ઉપાયે પકડશે અને સખ્ત સજા કરશે, એને વિચાર તમે કર્યો છે કે નહિ ?” તે પુરુષે એક સવાલ રજૂ કરીને વિજયને ગભરાવવાનો પ્રયાસ કર્યો. વિજય પ્રથમ ગભરાયો ખરે, પણ તુરત જ સાવધ થઈને બે, “એ વિચાર કરવાની અત્યારે અગત્ય નથી. બાદશાહ મને પકડે તે તે કદાચ સખ્ત સજા પણ કરે; પરંતુ હું તેમને ખરી હકીકત કહીને તેમની પાસે દયા માગીશ અને મને ખાતરી છે કે તે મારા ઉપર જરૂર દયા કરશે.” બાદશાહના ન્યાય અને ઉદારતા માટે શું તમને એટલે બધે વિશ્વાસ છે ?” તેણે પુનઃ પૂછયું. Page #74 -------------------------------------------------------------------------- ________________ ભેદ ખુલે થયા ૬૩ “હા.” વિજયે દ્રઢતાથી જવાબ આપ્યા. “મને લાગે છે કે તમે બાદશાહની ખેાટી પ્રશંસા કરા છે!; તે સવ - ગુસ’પન્ન તે। નથી જ.' તે પુરુષે કહ્યું. એક મનુષ્ય સર્વ ગુણુસ'પન્ન તે! ન જ હોય શકે અને કદાચ હાય તે તે મનુષ્ય નહિ પણુ દેવ ગણાય.'' વિજયે કહ્યુ. ત્યારે બાદશાહ અકબર સગુણુ સંપન્ન તા નથી જ ને?” તેણે આતુરતાથી પૂછ્યું. હા, એ વાત તા નિવિવાદ જ છે; પરંતુ ભારતભૂમિ ઉપર અત્યારસુધી જેટલા મુસલમાન બાદશાહે। થઈ ગયા છે, તે સર્વ કરતાં શહેનશાહ અકબર એક ઉત્તમ રાજકર્તા છે, એમ હું નિખાલસ હૃદયથી કહુ છું.” વિજયે સરલતાથી કહ્યું. “ઠીક પેલી સ્ત્રીએ તમને જે કાગળ આપ્યા હતા, તેને તમે વાંચ્યા છે ?” તે પુરુષે એક નવા સવાલ રજૂ કર્યો. વિજયને આજ હ્યું તે કાગળનું ભાન થયુ અને તેને પેાતાના હાથમાં નહિ જોતાં નીચે આમ તેમ જોવા લાગ્યા; પરંતુ કાગળ તેની દૃષ્ટિએ પડયે। નહિ, એટલે તેણે ભયાતુર નજરે પૂછ્યું, “શું આપે એ કાગળ લીધે છે ?’ તે પુરુષે પેાતાના હાથમાં છૂપાવી રાખેલા કાગળ બહાર કાઢી વિજયને બતાવ્યા અને તે કાંઈક કહેવા જતા હતા એટલામાં એક પુરુષે ઓરડાના દ્વારમાં પ્રવેશ કર્યો. તે કુંજી હતા. વિજય અને અચાનક આવેલા જોઈને ગભરાઈ ગયા. કેમ કે જીએ તેને ગુપ્ત ઓરડામાં જ દિવસ રાત રહેવાનું કહ્યું હતું. તેમ છતાં તેની આજ્ઞાનેા ભંગ કરીને આજે તે પુસ્તકાલયના ઓરડામાં આવેલા હતા. કુંજી પેલા અાણ્યા પુરુષને જોઈને આશ્ચય પામ્યા અને કાંઈક ખેલવા જતા હતા; પરંતુ તે પુરુષે તેને ચૂપ રહેવાની અને પેાતાની પાછળ આવવાની નિશાની કરતાં બન્ને એરડાની બહાર નીકળી ગયા અને પાછળ વિજ્ય અનેક પ્રકારના તર્ક વિતર્યાં કરતા એડામાં જ ઊભા થઈ રહ્યો. Page #75 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨મું ભાગ્યોદય भाग्यौं फलति सर्वत्र न विद्या न च पौरुषम् ગત પ્રકરણમાં બનેલા વિવિધ બનાવથી વિજ્ય એટલો બધો આશ્ચર્ય મુગ્ધ અને ચિંતાતુર થઈ ગયો હતો કે તે કેટલાક સમય એરડામાં કેવળ સ્થિરભાવે અને ચૈતન્ય રહિતપણે ઊભો રહ્યો. રજીયા, અજાણે પુરુષ અને છેવટે ફળના એક પછી એક આગમનથી તથા તેમની સાથે થયેલા વાર્તાલાપથી તેનું મસ્તક બહેર મારી ગયું હતું અને તેથી તેણે તેમની સાથે શી શી વાતો કરી હતી, તેનું અત્યારે તેને કશું પણ ભાન રહ્યું નહોતું. . અને તેથી તે પોતાના ગુપ્ત એરડામાં પુનઃ જવાને વિચાર કરીને દ્વારની બહાર નીકળે. દ્વારની બહાર નીકળતાં જ તે એકદમ ચમકી ગયો; કારણકે બે પુરુષો પોતાની તરફ ચાલ્યા આવતા તેની નજરે પડયા. વિજય આ બે પુરુષો કેણ હશે તથા તેઓ શા હેતુથી પિતાના તરફ આવતા હશે, એ વિષે વિવિધ ક૯૫નાઓ કરતો જ્યાંને ત્યાં ઊભો રહ્યો એટલામાં તે બને પુરુષ તેની છેક પાસે આવી પહોંચ્યા. વિજય જોઈ શકે કે આવેલા બે પુરુષોમાં એ હિન્દુ હતો અને બીજો મુસલમાન હતા. તેઓ રાજયના કર્મચારીઓ હોય એવું તેમણે પહેરેલા પિશાકથી તથા કમરે લટકાવેલી તલવારથી અનુમાન થતું હતું. તે ઉભય પુરુષો વિજયને લશ્કરી નિયમે સલામ કરીને તેની સામે ઊભા રહ્યા એટલે વિજયે તેમને પૂછયું. “આપ કોણ છે અને આપના આગમનનું શું પ્રયોજન છે, તે કહેશે ?” હિન્દુ કર્મચારીએ તેને ઉત્તર આપવાને બદલે સામો સવાલ કર્યો. “આપનું નામ વિજયકુમાર કે?” “જી, હા” વિજયે નમ્રતાથી જવાબ આપે; પરંતુ તેને તુરત જ વિચાર થયો કે પોતાના છુટકારાની ખબર બાદશાહને પડેલી જણાય છે તેથી તેણે રાજ્ય કર્મચારીઓને પોતાને પુનઃ કેદ કરવાને માટે મોકલ્યા જણાય છે. “બહુ સારું, અમારી સાથે ચાલે; આપને બાદશાહ સલામત યાદ કરે છે.” મુસલમાન કર્મચારીએ કહ્યું. Page #76 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યોદય પરંતુ આપ કોણ છો તથા બાક્શાહ સલામત મને શું કામ યાદ કરે છે? તેને ખુલાસો કરશે તે ઉપકાર થશે.” વિજયે ભયાતુર નજરે તેમની તરફ જોતાં જોતાં નમ્રતાથી પૂછ્યું. “અમે આ દુનિયાના માલેક શાહનશાહ અબુલફતહ જલાલુદ્દીન મહમ્મદ અકબરશાહના કર્મચારીએ છીએ.” હિન્દુ કર્મચારીએ ઉત્તર આપતાં કહ્યું. “તેઓ આપને શું કારણથી યાદ કરે છે એ અમે જાણતા નથી; પરંતુ અમે બાદશાહ સલામતની નેક આજ્ઞાથી આપને તેમની હજરમાં લઈ જવાને માટે આવ્યા છીએ.” ભલે, હું બાદશાહ સલામતની આજ્ઞાને માન આપી આપની સાથે આવવાને તૈયાર છું. વિજયે ધીમેથી કહ્યું. બહુ સારું. અમારી પાછળ ચાલ્યા આવો.” એમ કહી ઉભય કર્મચારીઓ આગળ અને વિજય પાછળ એ રીતે તેઓ ત્રણે ફછના મકાનની બહાર નીકળી ગયા અને રાજ્ય મહાલય તરફ ચાલવા લાગ્યા. કેટલાક સમય સુધી તેઓએ ચાલ્યા કર્યું અને છેવટે અકબર શાહના વિશાળ અને ગગનચુંબિત મહાયના દ્વાર પાસે આવી પહોંચ્યા. દ્વારપાળ સાથે ઘટતી વાતચીત થયા બાદ તેઓ અંદર પેઠા. વિજય આ અત્યંત મનહર અને દેવવિમાન સરખા મહાલયને જોઈને આશ્ચર્યમુગ્ધ થઈ ગયો. યમુના નદીના કિનારે આ મહેલ બાંધવામાં આવ્યો હતો. મહેલની તમામ બાંધણી સંગેમરમરના અતિ ઉત્તલ અને ધવલ પથ્થરની હતી અને તેથી તે બરફના પહાડ સરખે શોભતો હતો. મહેલની પ્રત્યેક દિવાલ સફેદ, સુંવાળી અને ચળકતી હતી અને તે ઉપર વિવિધ પ્રકારના રંગથી પક્ષીઓ, પશુઓ અને મનુષ્યોના રંગબેરંગી અને મને હર ચિત્રો આળેખેલાં હતાં. આ સુંદર મહેલમાં પ્રત્યેક સ્થળે ભેંયતળીએ આરસ પથ્થરના જુદા જુદા રંગના ચોસલાં જડી દીધેલાં હતાં અને બીલોરી કાચ પાથરવામાં આવ્યો હતે. આ સુંદર મહેલમાં અસંખ્ય ઓરડાઓ, દિવાનખાનાઓ, આરામગૃહ, હમામખાનાઓ, ઉદ્યાને અને બાગો આવેલાં હતાં અને તે પ્રત્યેકને સર્વોત્તમ રીતે શણગારવામાં આવેલાં હતાં. આ સુંદર મહેલમાં રાતને સમયે જ્યારે અસંખ્ય દીપકે કરવામાં આવતા હતા, ત્યારે તેની શોભામાં એર વૃદ્ધિ થતી હતી, વિજય પેલા બે કર્મચારીઓની પાછળ જતો જતો મહેલની આ સર્વે શેભાને નિહાળ હતો અને મનમાં ને મનમાં જ અજાયબ થતો હતો. મહેલના મુખ્ય દ્વારમાં Page #77 -------------------------------------------------------------------------- ________________ મેવાડને પુનરુદ્ધાર પ્રવેશ કર્યા પછી તેઓ જુદા જુદા અનેક દ્વારમાં થઈને એક ભવ્ય એારડામાં આવી પહેચ્યા; આ ઓરડામાં અકબર બાદશાહ તથા અબુલફ જ બેઠેલા હતા. બાદશાહના ફરમાન મુજબ તે પિતાના ગ્ય આસન ઉપર બેઠે, તે પછી અકબરે વિજય તરફ જોઈને કહ્યું. “વિજય! તું હજુ એક ગુન્હા પૂરતી સજા ભેગવી રહ્યો નથી, ત્યાં તે તે કેદખાનામાંથી સ્વયં છુટે થઈને બીજે પણ એક ભયંકર ગુન્હો કર્યો છે તેથી તું જ કહે કે હવે તને શી સજા કરવી ?” * વિજયે નમ્રતાથી જવાબ આપે. “જહાંપનાહ! આપને જે યોગ્ય લાગે તે સજા કરો; હું સહેવાને તૈયાર છું.” “ઠીક છે, હું એ જ વિચારમાં છું; પરંતુ કેદખાનામાંથી તેને મુક્ત કરનાર કોણ છે, એ હું જાણવા માગું છું.” બાદશાહે કહ્યું. “સરકાર ! કેદખાનામાંથી મને મુક્ત કરનાર ગમે તે હોય, તે સાથે આપને શું સંબંધ છે? હું એક જ ગુનહેગાર છું અને તેથી મને જે સજા કરવી હોય તે કરો.” વિજયે શાંતિથી કહ્યું. “ વિજ્યા” બાદશાહે સહેજ આંખ ફેરવીને કહ્યું. “વાતને છુપાવીને હજુ તું તારા ગુન્હાની સંખ્યામાં વધારો કરે છે, તે યોગ્ય નથી. જે વાત સાચી હોય, તે જ કહી દે; કેમકે સાચું બોલનારને હું હંમેશાં માફ કરતે આ છું.” “નામવર શાહ ! હું હવે કાંઈ પણ કહેવાને ઈચ્છતો નથી અને તેથી આપને જે સજા ફરમાવવી હોય તે ફરમા; હું તાબેદાર આપની ગમે તેવી અને ગમે તેટલી ભયંકર આજ્ઞાને પણ સહન કરવાને તૈયાર છું; પરંતુ હું મારા ઉપર ઉપકાર કરનારનું નામ પ્રાણુતે પણ આપની સન્મુખ લેવાને નથી. વિજયે દઢતાથી કહ્યું. ઠીક છે, વિજય! જ્યારે તું ખરી વાત મારાથી છુપાવે છે, ત્યારે તે તને ભયંકર શિક્ષા કરવી જ પડશે.” એમ કહી બાદશાહ આસન ઉપરથી ઊભો થયો અને વિજયની છેક પાસે જઈને ઊભો રહ્યો. ફજીએ પણ બાદશાહનું અનુકરણ કર્યું. બાદશાહે વિજયને હાથ પોતાના હાથમાં લઈને સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું. વિજય !” - વિજય બાદશાહની આ રીતિથી તથા બેલવાની ઢબથી અજાયબ Page #78 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યોદય થઈ ગયો, તેણે બાદશાહના ક્રોધની અને તેના કૈધમાં ને કેધમાં મેત અગર તે એવી જ કોઈ બીજી ભયંકર શિક્ષાની આશા રાખી હતી, પરંતુ બાદશાહે જયારે તેને પ્રેમપૂર્વક બેલા, ત્યારે તે અજાયબ થાય, એ સર્વથા સ્વાભાવિક હતું. તેણે શાંતિથી કહ્યું. “જહાંપનાહ ! શી આજ્ઞા છે? શી સજા ફરમાવ છો ?” “આજ્ઞા ! સજા બાદશાહે જરા ભારપૂર્વક પણ હસતાં હસતાં કહ્યું. “તારા જેવા લાયક, ધર્મપ્રિય વિશ્વાસુ અને ચારિત્રવાન યુવકને શહેનશાહ જલાલુદ્દીન અકબર કદિ પણ સજા કરતો નથી; કિન્તુ તેવા યુવકની ગ્ય કદર જ કરે છે. વિજય ! મારા મિત્ર ફરજીના આવાસે એક અજાણ્યા હિન્દુ પુરુષની સાથે તે મારા તરફ વફાદાર રહેવા બાબત જે વાતચીત કરી હતી, તેથી તથા મારા ઉપર તારે જે વિશ્વાસ છે, તેથી હું તારા ઉપર ઘણે જ ખુશી થયે છું. વળી શાહજાદીના મહેલમાં આવવામાં પણ તારી બીલકુલ કસૂર નથી, એમ ફીજીએ મને સઘળી બનેલી બીના કહીને સમજણ પાડી છે અને તેથી તે તદન બેગુન્હા છે. હું એ તને કારાગૃહમાંથી મુકત કરીને જે કે સાહસ કામ કરેલું છે; તે પણ તે મારે મિત્રથી હોવાથી તેને તથા તું નિર્દોષ હોવાથી તેને પણ માફી આપું છું; પરંતુ એક વાત તારે અત્યારે ખરેખર કહેવી પડશે.” વિજયે બાદશાહનું ઉપર્યુક્ત કથન સાંભળીને તેની સન્મુખ ઘૂંટણીએ પડીને કહ્યું. “આપની રહેમને માટે મારે આપને કેટલો અને કેવો ઉપકાર માને, તે હું સમજી શકતો નથી. આપે જયારે મને અને મારા ઉપકારી તથા દિલના અમીર અબુલફ જને માફી આપી છે, ત્યારે મારે કોઈ પણ વાતને શા માટે છુપાવવી જોઈએ ?” વિજય!” બાદશાહે કહ્યું. “હું જે વાત તારી પાસેથી જાણવા માગું છું. તે એ છે કે ફૌજીના આવાસે તેના પુસ્તકાલયવાળા ઓરડામાં, પેલા અજાણ્યા હિન્દુ પુરુષના આગમન પહેલાં તું એક બાનું સાથે વાત કરી રહ્યો હતો, તે કેણ હતી ?” વિજયે આશ્ચર્ય પામીને કહ્યું. “ત્યારે એ અજાણ્યા હિન્દુ જેવા જણાતા પુરુષ શું આપ પિતે ?” હા” બાદશાહે હસીને જવાબ આપે. - “આપને નહિ ઓળખી શકવાથી મારાથી આપને ઘણે અવિનય Page #79 -------------------------------------------------------------------------- ________________ મેવાડને પુનરુહાર થ છે, જહાંપનાહ! એ માટે મને ક્ષમા કરે.” વિષે નમ્રતાથી કહ્યું. “વિજય! તારાથી મારે અવિના કોઈ પ્રકારે થયું જ નથી. એટલે ક્ષમા આપવાપણું છે જ નહિ, પરંતુ કહે જોઈએ, તે સ્ત્રી દેણ હતી ?" બાદશાહે પુનઃ પૂછયું. વિજય, બાદશાહના એ પ્રશ્નનો ઉત્તર આપતાં જરા ખંચા અને તેણજીના સામે જોયું. છ તેના મનને ભાવાર્થ જાણું ગયે અને તેથી તેણે કહ્યું. “વિજય! વાતમૈં છુપાવવાની કશી પણ અગત્ય નથી, જે હોય તે સાચે સાચું કહી દે.” તે બાનું આપના મિત્ર અબુલ જના બીબી હતાં વિયે ધીમેથી કહ્યું. “રજીયા !” શહેનશાહે ફોજના સામે જોઈને પૂછયું. સંભવિત છે.” ફૂજીએ તુરત જ જવાબ આપ્યો. “ઠીક, એ વિષે આગળ જોઈ લેવાશે.” એમ ફોજીને કહી બાદશાહે વિજય સામે જોયું અને આગળ ચલાવ્યું. વિજય! તારી નિખાલસ વૃત્તિ અને તારું ઉમદા વર્તન જોઈને મેં તને માફી આપી છે એટલું જ નહિ પણ તારા જેવા લાયક યુવકની ગ્ય કદર કરવાનું પણ હું ચૂકતો નથી. આજથી ને મહેસૂલી ખાતાના મારા દિવાન ટોડરમલના તાબામાં એક સારા અધિકારી તરીકે નીમું છું અને તેને પોષાક વિગેરે તને આવતી કાલે જ મળી જાય, એવી વ્યવસ્થા પણ કરું છું.” વિજય આ વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. તેનું હૃદય બાદશાહની આવી ઉદારતાથી ભરાઈ આવ્યું અને તેથી તે તેને ઉપકાર માનવાને તૈયારી કરતા હતા, પરંતુ બાદશાહે તેને તેમ કરતે અટકાવીને કહ્યું. “વિજય ! ગ માણસની યોગ્ય કદર થાય, તેમાં ઉપકાર દર્શાવવાની કદિ પણ અગત્ય હતી સ્થી, વિશેષમાં મારે તને કહેવાનું એટલું જ છે કે તારી સઘળી હકીકત મારા જાણવામાં આવી છે અને તેથી તારા અંતરની ઈચ્છા પૂરી થાય, એવી ગોઠવણ હું તુરતમાં જ કરીશ; તે માટે તું જરા પણ ચિંતા કરીશ નહિ. થાનસિંહ શેઠે તને ભાગ્ય અજમાવવાની જે તક આપી હતી, તે માટે તારે તેમને જ ઉપકાર માનવો જોઈએ.” બાદશાહ તુર્ત જ જોરથી હાક મારી એટલે કાસમ એકદમ આવ્યો Page #80 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યેાય અને સલામ ભરીને ઊભો રહ્યો. બાહ્યારે વિજયને બતાવી તેને મહ્યું. “આમને ઘટતા માન સાથે દિવાન ટાડરમલ્લ પાસે પહેાંચતા કર અને તેમને મારુ આ ફરમાન પત્ર પશુ આપજે.” કાસમ બાદશાહના ફરમાનપત્રને લઈ તેને સુશ્મન કરીને વિ પાસે આવ્યા અને તેને વિનયથી કહ્યું, “જનાબ ! ચાલેા.’ વિજયે બાદશાહની સામે જોયું એટલે બાદશાહે તુરત જ હસીને કહ્યું. “જાએ, વિજય ! તમને તેની સાથે જવાની આજ્ઞા છે.” વિજય બાદશાહને સલામ ભરીને કાસમની સાથે ચાલ્યેા ગયા. ભાદશાહ અને કૂંજી અન્ય વિષયની ચર્ચા કરતાં ત્યાં ખેસી રહ્યા. ક્ષણુવારમાં કાસમ વયને દિવાન ટોડરમલ પાસે મૂકીને પાછા આવ્યા અને બાદશાહને નમીને ખબર આપી. વિશેષમાં તેણે નમીને કહ્યું, “ખુદાવિંદ ! મેવાડથી હમણાં જ આવી પહેાંચેલા સેનાપતિ મહાબ્બતમાં આપની હજુર આવવા આજ્ઞા માગે છે.” મહેાબ્બતખાં !'' અકબરે આશ્ચય પામીને કહ્યું. તેમને માનપૂર્વક અંદર લઈ આવ.” કાસમ કુર્નિસ બજાવીને ચાલ્યે! ગયા અને ક્ષણુવાર પછી મહોબ્બતખાંએ ઓરડામાં પ્રવેશ કર્યાં. તેણે અકબરને શિર ઝુકાવીને કહ્યું. “દૈનિવાજ ! આપની તબિયત ખુશીમાં ચાહુ` છું.” “મહેાબ્બતમાં !” અકબરે તેને આસન ઉપર બેસવાના સ ંકેત કરીને પૂછ્યું. મેવાડની અને રાણા પ્રતાપની શા ખબર છે ?' જહાંપનાહના સિતારા ખુલંદ છે; ક્રામલમેરના કિલ્લો આપણા હસ્તગત થયા છે, અને પ્રતાપસિંહ પેાતાના પરિવાર સાથે જંગલમાં પલાયન થઈ ગયેલ છે.” મહેાબ્બતખાંએ જવાબ આપ્યા. બહુત ખુશીકી બાત,” અકબરે હસીને કહ્યું, “સેપાહસલાર શાહબાજમાં ખડા ચાલાક અને સમશેર બહાદૂર અમલદાર છે અને તેથી તે જય મેળવે, એ સ્વાભાવિક જ છે.” શાહબાજખાંની મિથ્યા પ્રસંસા સાંભળીને મહેાબ્બતખાંએ ભ્રકુટી ચડાવીને કહ્યું. “આષ નામવરની ભૂલ થાય છે; ક્રાભલમેરના કિલ્લો મારા તામાના સૈન્યની બહાદૂરીથી અને મારી યુક્તિથી જીતાષા છે,” Page #81 -------------------------------------------------------------------------- ________________ મેવાડને પુનરુદ્ધાર ત્યારે શાહબાજખાં શું હાથપગ જોડીને બેસી રહ્યો હતો ?” અકબરે જરા ભારપૂર્વક પૂછયું. હાથ-પગ જોડીને બેસી તો શું રહે; પરંતુ કેમલમેરના કિલાને જીતવામાં મારા જ સેનાનીઓએ પિતાના પ્રાણ આપ્યા છે. રાજપૂતોને રાજપૂત જ જીતી શકે, બીજાઓ નહિ.” મહેમ્બતે ગર્વથી ઉત્તર આપ્યો. “અમે સારા હિન્દુસ્થાનની બાદશાહી ભોગવીએ છીએ, એ શું રાજપૂતોના જ પ્રતાપથી કે ? મહોબ્બતખાં! તમે આ શું કહો છો ?” અકબરે સ્વરને જરા બદલાવીને પુનઃ પૂછયું. “અવિનય માફ કરજે, જનાબ; પરંતુ મહારાજ માનસિંહ જેવા જંગબહાદુર સપાહસોલાર આપના પક્ષમાં જે ન હેત, તો હું આપને બતાવી આપત કે મેવાડને શી રીતે વશ કરી શકાય છે.” મહેબતે પુનઃ ગર્વથી ઉત્તર આપ્યો. “મહારાજ માનસિંહને માટે અમને સંપૂર્ણ માન છે અને ખુદ નામવર શહેનશાહ પણ તેમની બહાદૂરીને અછી રીતે જાણે છે. રાજપૂતો જેવી શમશેર બહાદૂર બીજી કોઈ જાતિ નથી, એમ મારે નિર્વિવાદપણે કહેવું પડે છે.” અબુલફ જે મહેબતખાને શાંત રાખવાના ઈરાદાથી કહ્યું. અકબર પિતાના મિત્ર ફરજની કુનેહને પારખી ગયો અને તેથી તે ચૂપ રહ્યો. મહોબતખાં પોતાની જાતિના ઉચ્ચ અભિપ્રાય માટે ખુશી થયે અને બેલ્યો. “નામવર શાહ. સેવકને કંઈ ફરમાન છે ?” “નહિ. મહેમ્બતખાં !” બાદશાહે કહ્યું. “હાલમાં તમે લાંબી મુસાફરીથી આવો છે; માટે આરામ . હું તમને જરૂર પડશે ત્યારે યાદ કરીશ; પરંતુ મેવાડમાં બબિસ્ત તે સંપૂર્ણ રાખે છે ને ?” “મહેબતખાંએ આસન ઉપરથી ઊભા થતાં કહ્યું. “જી હા, જનાબ ! તે માટે આપ નચિંત રહે. સેપાહાલાર શાહબાજખાં બંબસ્ત જાળવવા ત્યાં મેવાડમાં જ આપને દૂકમની રાહ જોતા સૈન્ય સહિત રહેલા છે.” “બહુત ખુબ મહેબૂતખાં ” બાદશાહે હસીને કહ્યું. “તમને હવે તમારા મુકામે જવાની રજા છે.” મહેબતખાં રજા મળતાં બાદશાહને નમીને ચાલ્યા ગયા. ત્યારબાદ અકબરે સિંહાસન ઉપરથી ઊઠીને ઊભા થતાં તથા ઓરડાની બહાર નીકળતાં Page #82 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યોદય ફે જીને કહ્યું. “રાજપૂતો માટે તમને બહુમાન છે કે શું ?” “માન છે કે નહિ, એ જુદે સવાલ છે; પરંતુ તેઓ યુનિપુણ છે, એ તો આપ પણ સ્વીકારે છે.” ફીજીએ કહ્યું. “મહેબતખાંનું કથન સર્વથા અસત્ય તે નથી જ; કેમકે માનસિંહ વિના આપણે મેવાડને વશ કરી શકતા નહિ, એવી મારી પણ માન્યતા છે.” બાદશાહે કહ્યું. “ઠીક, પણ શાહજાદા માટે આપ શા વિચાર ઉપર આવ્યા છો?” ફજીએ વિષયને બદલાવવાના હેતુથી પૂછયું. એ વિષે મેં કાંઈ વિચાર કર્યો જ નથી; પરંતુ શાહજાદાને રજીયા સાથે શી રીતે સંબંધ જોડાયે, એ સમજી શકાતું નથી.” બાદશાહે કહ્યું, એ ભેદ ઉકેલવાને હું પ્રયાસ કરીશ. હાલ તે મને રજા છે ને ?” જીએ ખિન્નતાથી એમ કહીને રજા માગી. હા, રજા છે; કારણ કે મારે પણ અત્યારે બીજું કામ છે.” બાદ શાહે તેને રજા આપીને પૂછ્યું. “પેલો કાગળ તમારી પાસે છે ને ? “જી, હા.”ફ છએ બાદશાહને નમીને જતાં જતાં જવાબ આપે. ફળ ચાલ્યા ગયા અને બાદશાહ પુનઃ એરડામાં પાછે આ, Page #83 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩મું વ્રતના પ્રભાવ દ્વિતીય પ્રકરણમાં ચંપાને મૂછીંગત અવસ્થામાં છેવટે છોડી દીધા પછી લગભગ વર્ષ ઉપરાંત જેટલો સમય પસાર થઈ ગયો છે. આ સમય દરમ્યાન પ્રેમમયી ચંપા પિતાના પ્રેમપાત્ર વિજયને જ કેવળ વિચાર કરતી હતી. રાતદિવસ તેને વિજયનાં જ સ્વપ્નમાં આવતાં હતાં. ખાતાં, પીતાં, સૂતાં, બેસતાં અને હાલતાં ચાલતાં એને વિજયનું જ સ્મરણ થતું હતું. પ્રેમને મહિમા એ જ છે. જેના હદયમાં પ્રેમને જન્મ લે છે, તેની સ્થિતિ અવશ્ય વિચિત્ર બને છે અને તેથી તેમાં આશ્ચર્ય પામવાનું કશું પ્રયોજન નથી. વિજયથી છુટા પડયાને એક વર્ષ અને ત્રણ માસ જેટલો સમય વ્યતિત થઈ ગયા હતા, પરંતુ તે સમય દરમ્યાન ચંપાને વિજયના કશા સમાચાર મળ્યા નહતા. તથા તે ક્યાં ગયો અને તેનું શું થયું, એ વિષે તે કશું પણ જાણતી નહોતી. તેણે પિતાની દાસીઓ દ્વારા ઘણુ શેધ કરાવી હતી, પરંતુ આગ્રા જેવા વિશાળ રાજનગરમાં તેને પત્તેિ મેળવવાનું કાર્ય બહુ જ મુશ્કેલ હતું. અને તેથી આજપર્વત તેને કાંઈ પણ સમાચાર નહિ મળવાથી તે બહુ જ દિલગીર રહેતી હતી. ચંપાની ચંપકવણું ય દેહલતા કરમાઈ ગઈ હતી. તેનું સુંદર મુખકમળ પ્લાન બની ગયું હતું, તેની વિશાળ આંખે ઊંડી પિસી ગઈ હતી અને તેની શારીરિક અને માનસિક અવસ્થા વિચિત્ર પ્રકારની થઈ ગઈ હતી. ચંપાની આવી સ્થિતિ થવાનું કારણ તેના વહાલા વિજયને વિયોગ એ જ હતું. | મધ્યાન્હને સમય હતો અને જે કે તા૫ સપ્ત પડતો હત; તે પણ ચંપાના ઓરડામાં શીતળતાને અનુભવ થતો હતો. સર્વાગ સુંદરી ચંપા એારડામાં બેઠી બેઠી એક પુસ્તકનું અધ્યયન કરી રહી હતી. ચંપાની અવસ્થા નાની હતી, પરંતુ તેણે વ્યાવહારિક તથા ધાર્મિક શાસ્ત્રને સારો અભ્યાસ કરેલો હતો અને તેથી તેને ધાર્મિક વિષયનાં ઉચ્ચ કોટીનાં પુસ્તકો વાંચવામાં બહુ જ આનંદ આવતા હતા. ચંપાએ સદરહુ પુસ્તકમાંથી નીચેને ક વાંચ્યાઃ वन्हिस्तस्य जलायते जलनिधिः कुल्यायते तत्क्षणान्मेरूः स्वल्पशिलायते मृगपतिः सधः कुरंगायते । Page #84 -------------------------------------------------------------------------- ________________ વ્રતને પ્રભાવ ૭૩ व्याला माल्यगुणायते विषरसः पीयूषवर्षायते, यस्यांगेऽखिललोक बल्लभतम' शील समुन्मीलति ॥ ઉપર મુજબ લોક વાંચીને તેણે તેને અર્થ વિચારવા માંડઃ “જેનાં શરીરમાં સર્વલોકપ્રિય એવું શીલ રહેલું છે, તેની પાસે અગ્નિ જળ સમાન, સમુદ્ર ખાબોચિયા સમાન, મેરૂ પર્વત નાની શિલા સમાન, સિંહ હરણ સમાન, સર્પ પુષ્પની માળા સમાન અને વિષ અમૃત સમાન બની જાય છે.” અહા ! શીલને કેટલો બધે મહિમા શાસ્ત્રકારોએ બતાવ્યો છે? મનુષ્ય જે પોતાના શીલનું રક્ષણ કરતા હોય, તો તેઓ આ લોકમાં સંપૂર્ણ સુખ ભોગવી છેવટે મોક્ષના અધિકારી બને છે સ્ત્રી જાતિમાં શીલનો ગુણ સર્વોત્તમ ગણાય છે. એ અક્ષરશઃ સત્ય છે. અને જે સ્ત્રીઓ તેનું યથાર્થ પણે પાલન કરે છે, તેઓ દેવી સ્વરૂપા જ કહેવાય છે. પિતાજીને વિચાર મારું લગ્ન કોઈ ઉચ્ચ અધિકાર યુક્ત અને શ્રીમંત યુવક સાથે કરવાને છે; પરંતુ મેં મારું સર્વસ્વ સંકલ્પથી વિજયને સ્વાધિન કર્યું છે. તે શું અન્યનું થઈ શકે ખરું? કદિ નહિ અને જો તેમ થાય તે મારા શીલને શું ભંગ થતો નથી? થાય છે અને તેથી આ શરીર, મન અને આત્મા એ ત્રણેને સ્વામી એક માત્ર વિજય જ છે, એ મેં જે સંકલ્પ કર્યો છે, તેને ગમે તે ભોગે હું વળગી રહેવાને તૈયાર છું.” ચંપાએ એ પ્રમાણે નિશ્ચય કર્યો અને તેથી તેના બળતા હૃદયને ક્ષણવાર શાંતિનો અનુભવ થયે; પરંતુ તેને પાછો તુરતજ વિચાર થશે અને તેનાથી મોટા સ્વરે બોલી જવાયું. “પરંતુ વિજયને પત્તો નથી, એનું શું કરવું ? તે કયાં હશે અને તેનું શું થયું હશે ?” “એટલા માટે જ હું તને કહું છું કે ચંપા ! તું તેની આશા હવે મૂકી દે અને કઈ લાયક યુવકની સાથે લગ્ન કરીને સુખી થા.” થાનસિંહ શેઠ ચંપાનું છેવટનું વાકય સાંભળીને તેને ઉત્તર આપતા એરડામાં દાખલ થયા. ચંપા શરમાઈ ગઈ અને શરમથી તેણે નીચું જોઈ લીધું. થાનસિંહ ચંપાની સામે પડેલા આસન ઉપર બેસતાં બેસતાં કહ્યું, “ચંપા ! શા માટે શરમાય છે ? મારું કથન શું તને મેગ્ય લાગતું નથી ?” ચંપાએ સહેજ ઊંચું જોઈને તથા પિતાનાં કમળ સમાન નેત્રાને વિકસિત કરીને કહ્યું. “પિતાશ્રી ! આપની સન્મુખ શરમને ત્યાગ કરું છું, તે માટે મને ક્ષમા આપજે. આ૫નું કથન 5 જ છે; પરંતુ વિજય સિવાય Page #85 -------------------------------------------------------------------------- ________________ મેવાડના પુનરુદ્ધાર અન્ય યુવકને હું લાયક ગણતી નથી. થાનસિંહે પોતાના આસન ઉપરથી ઊઠીને ચંપાના મસ્તકે પ્રેમપૂર્વક હાથ ફેરવતાં ફેરવતાં કહ્યું. “પ્રિય પુત્રી! તારે દૌર્ય અને તારી એકનિષ્ઠા જોઈને હું બહુ જ ખુશી થયો છું. તને ખુશખબર કહેવાને માટે જ હું અત્યારે અહીં આવ્યો છું; પરંતુ તે કહેતાં પહેલાં તારી પરીક્ષા કરવાની મારી લાલચને રોકી નહિ શકવાથી જ મેં તેને વિપરીત પ્રશ્નો પૂછીને દુઃખી કરી છે. હવે તું તારા દિલના દુઃખને દૂર કર અને હું જે ખુશખબર લાવ્યો છું તે પ્રસન્ન થઈને સાંભળ. ચંપા ! વિજયને અહીથી રજા આપ્યા પછી તેના વિયેગથી તને ઉપજતું દુઃખ જોઈને મને મારી ભૂલ સમજવામાં આવી હતી અને તેથી તેને પુનઃ સુખી કરવાની ઈચ્છાથી હું વિજયની ગુપ્ત રીતે શિધ કરાવતો હતો. બહુ પ્રકારે શોધ કરાવ્યા પછી આજે મને તેની ખબર મળી છે. શહેનશાહના મિત્ર ફૌજી પ્રભાતમાં આપણું આવાસે આવ્યા હતા અને તેણે જ તેને પત્તો મેળવી આપે છે. તેણે શરૂઆતની કેટલીક હકીક્ત ગુપ્ત હોવાથી મને કહી નથી, પરંતુ છેવટેની જે હકીકત કહી છે; તે એ છે કે વિજય કઈ કારણથી શહેનશાહની કૃપા સંપાદન કરીને દિવાન ટોડરમલ્લના તાબામાં અધિકાયુકત સારી પદવી મેળવી શકે છે. વ્રતને પ્રભાવ મહાન છે અને આ રીતે આ તારું વ્રત સફળ થયેલું જોઈને મને બહુ જ આનંદ થાય છે. તે આદરેલું વ્રત આવતી કાલે સંપૂર્ણ થતું હોઈ તેના ઉથાપનને ઉત્સવ પણ આવતી કાલે જ ઉજવવાનું છે, તે વખતે વિજયને માનસહિત આપણું આવશે તેડી લાવશું અને પછી ગ્ય અવસરે તારું લગ્ન તેની સાથે કરવાની ગોઠવણ કરીશ; માટે પુત્રી ! સર્વ ચિંતાને ત્યાગ કરીને ખરા આનંદને હવે અનુભવ કર.” થાનસિંહે ઘરના સ્ત્રીવર્ગમાં વિજ્ય સંબંધી ખુશખબર આપી કે તરત જ ચંપાની માતા, તેની ભાભી અને તેની સખીઓ ચંપાના ઓરડામાં આવી પહોંચ્યાં અને ચંપાના હર્ષમાં સર્વ સામેલ થયાં. સમવયની સખીઓ ચંપાની મીઠી મશ્કરી પણ કરવાનું ચુકતી નહોતી અને ચંપા તેના પ્રત્યુત્તરમાં માત્ર મંદ મંદ હસતી હતી. ક્ષણવાર પહેલાં ચંપાના ઓરડામાં જે શાકને સામ્રાજ્ય પથરાયેલું હતું, તેના બદલે હવે આનંદની ઊર્મિઓ ઉછળવા લાગી.. ઉત્તમકુળની, શીલવંતી અને સુરસુંદરીઓ સમાન લલિત લલનાઓ એકત્ર થાય, ત્યાં મંદ હાસ્ય, મીઠી મશ્કરી અને નિર્દોષ આનંદનું સામ્રાજ્ય છવાઈ જાય તેમાં શું આશ્ચર્ય ? Page #86 -------------------------------------------------------------------------- ________________ - પ્રકરણ ૧૪મું ક્ષાત્રવટ “રહે પ્રજા ધન યત્ન સે જ બાંકી તરવાર, સો ફલ કે ન લે સકે, જહાં કટીલી ડાર.” મહારાણા પ્રતાપને પુત્ર કુમાર અમરસિંહ ચાંડ નગર પ્રતિ નીચી નજરે અને ધીમા પગલે ચાલ્યો જાતે હતો. તેના હૃદયમાં આ સમયે તેની પ્રિયતમ રૂકિમણીના વિચારો ઘોળાતા હતા. અમરસિંહ પ્રેમી હતા; તે રૂકિમણને પોતાના શુદ્ધ હૃદયથી ચાહતો હતો અને તેથી તે તેના મિલનને માટે અત્યાર પહેલાં બહુ જ આતુર રહેતા હતા, મેવાડને પુનરુદ્ધાર ન થાય ત્યાં સુધી પ્રતાપસિંહે સર્વ ભેગ-વિલાસને પિતે ત્યાગ કર્યો હતો અને પિતાના પરિવારનાં સગાંઓને અને આત્મીય સરદારોને પણ તેને ત્યાગ કરવાની ફરજ પાડેલી હતી અને તેથી પ્રેમી યુગલે એકાંતમાં મળીને પ્રેમચેષ્ટા કરવાનું સાહસ કરી શકતાં નહોતાં. જો કે અમરસિંહના હૃદયમાં આ વાત ઘણી ખૂંચતી હતી; કેમકે તે પ્રેમી અને વિલાસી હતા; તે પણ મહારાણાની ધાકથી તે રૂકિમણીને મળવાનું ઉચિત માનતો નહોતો. આજે રુકિમણું સાથે તેનું જે મિલન થયેલું હતું, તે અગાઉથી કરી રાખેલા ગુપ્ત સંકેતનું આ પરિણામ હતું. અમરસિંહ ચૂડ નગર તરફ જતાં જતાં રુકિમણીના સંદર્યના, તેની મીઠી વાણીના અને તેના આકર્ષક વર્તનના જ વિચારો કરતો હોવાથી આસપાસના પ્રદેશનું તેનું કશું પણ ભાન નહોતું. એક મસ્ત માણસની જેમ આનંદ-લહરીમાં ઝુલતા ઝુલતો ચાલ્યો જતો હતો. આ સમયે બે ઘોડેસ્વારો પિતાના દૂધેડા જોરથી દેડાવતા કુમારની પાછળ આવતા હતા, ઘેડાની ખરીઓને અવાજ નજીક અને નજીક સંભળાતે હતે; પરંતુ પ્રેમસાગરમાં ગોથાં ખાતાં અમરસિંહને તેનું ભાન નહોતું; તે તો જેમને તેમ નીચી નજરે ચાલ્યો જતો હતો. ઉભય ઘેડેસ્વારો ક્ષણવારમાં અમરસિંહની અત્યંત નજીક આવી પહોંચ્યા અને તે માંહેના એકે કુમારનું નામ લઈને તેને બોલાવ્યો, ત્યારે જ તે ઊભો રહ્યો અને તેમની સામે જોઈ રહ્યો. આ બન્ને ઘડેસ્વારોમાં એક મંત્રી ભામાશાહ હતો અને બીજે કુમારને મિત્ર રણવીરસિંહ હતો, Page #87 -------------------------------------------------------------------------- ________________ મેવાડના પુનરુદ્ધાર ભામાશાહે જરા વાથી પૂછ્યું, માં ગયા હતા, કુમાર ?" “આ પાસેના ઉપવનમાં જરા ક્રૂરવાને ગયા હતા; પરંતુ તમે આમ કયાંથી આવા છે ?' અમરિસંહે સેાતાને પૂછેલ પ્રશ્નના ઉત્તર આપતાં સામા પ્રશ્ન પૂછ્યા. ૭૬ “દુશ્મનેાની હિલચાલ જાણી લેવાના હેતુથી અમે આપણા ગુપ્ત ભીલતા પાસેથી ખબર મેળવવાને માટે ગયા હતા.” ભામાશાહે ઉત્તર આપ્યા. કાંઈ ખબર મળી કે નહિ ?” અમરસિંહે પુન: પૂછ્યું. હ્રા, મેાગલ સેનાપતિ દિખાં અને રાજ માસિદ્ધતા સરદાર સિ. સૈન્ય સહિત પન પ્રદેશ ઉપર હૂમલા કરવાને માટે થાડા જ જ ક્રાસના અંતરે છાવણી નાંખીને પડેલા છે, એવી ખખર આપણા વિશ્વાસુ ભીલાએ આપી છે.” રણવીરસિંહૈ જવાન્ન આપ્યા. ત્યારે આપણે હવે અહીંથી ક્યાં જશું ? કયાં છુપાઈશું' ?' અમરસિહૈ ખિન્નતાથી પૂછ્યું કમાં જઈશું ? કયાં છુપાઈશું ?” ભામાશાહે ભાર દઈને કહ્યું. કુમાર ! આવાં નિર્માલ્ય વચના તમાસ મુખમાં શાભતા નથી.’ ત્યારે આપણે શું કરશું ?” કુમારે ફરીથી પણ એ જ સવાલ રજૂ કર્યાં. કર્તવ્યતી તમને કયાં દરકાર છે, કુમાર ?” ભામાશાહે કહ્યું. અમરસિંહે જીવાં ચડાવીને કહ્યું. “તવ્યની મને દરકાર નથી, ત્યારે ઢાને છે ” ખીજાતે હૈાય કે ન હેાય, એ જુદા સવાલ છે; પરંતુ તમને તા ઘણી ઓછી જ છે.” ભામાશાહે સ્પષ્ટતાથી કહ્યું. અને હવે અમરસિંહું આગળ શા જવાબ આપે છે, તે સાંભળવાને આતુર થઈ રહ્યો. કવ્યૂ દરકાર મને એછી છે, એમ તમે શા ઉપરથી કહેા છે ?" અમરિસંહે પુન: ભવાં ચડાવીને પૂછ્યું. “શા ઉપરથી કહેા છે!, એ કાંઈ પ્રશ્ન નથી, કુમાર ! તમે તમારા અંતકર્ણને જ પૂછી જુઓ એટલે તમને સ્વયં ઉત્તર સુધી આવશે ” શાહે ઉત્તર આપ્યા. ભાસ Page #88 -------------------------------------------------------------------------- ________________ ક્ષાત્રવટ કાળ “અ’તઃકરણુને પૂછવાની અગત્ય નથી.” અમરિસંહે બેદરકારીથી કહ્યું. ‘“ઠીક, અતઃકરણને પૂછ્યુંાની અગણ્ય ન હોય તેા ભલે, પરંતુ કુમાર ! જો કે હુ હવે પ્રૌઢ થા છું અને તેથી મારી બુદ્ધિ અને શકિત શિથિલ થઈ ગઈ હશે, એમ સ્વાભાવિક રીતે તમે ધારતા હશેા; તેા પશુ મેવાડનાં અને આપણા પરિવારનાં પ્રત્યેક મનુષ્યના હૃદયમાં રહેલા ગુપ્ત સર્કતા અને વિચારાને હજુ હુ'ની લેવાને સમર્થ છું. તમે અત્યારે કયાં અને શા હેતુથી ગયા હતા, એ હું પાછળની પરિસ્થિતિને જોઈને સહેજમાં જાણી શકયા છું. માટે કુમાર ! વાતને શા માટે છુપાવા છે! ?” ભામાશાહે ગૌરવયુક્ત સ્વરે કહ્યું. ‘વાતને છુપાવવાનું મને કશું પ્રયોજન નથી; કેમકે મારુ. અત્યારનું વન કાઈ પણુ રીતે અટિત નથી.' અમરિસંહે જવાબ આપ્યો. ભામાશાહે કહ્યું. ‘“તમારું વર્તન અદ્વૈત હતું, એમ કહેવાની મારા કિંચિત્ માત્ર પણ આશય નથી. પરંતુ અત્યારના કટોકટીના સમયે વિલાસની વાતા અને પ્રેમની ચેષ્ટામેમાં રાકાઈ રહેવાથી આપણા કત્તવ્યને શુ` હાનિ પહેાંચતી નથી ? મહારાણાએ આદરેલ સત્યાગ્રહને આપણી આવી રીતિની ખેદરકારીથી શું ધક્કો પહેાંચતા નથી ? અવશ્ય પહેાંચે છે અને તેથી મારા કથનના ભાવા` કિવા આશય એટલેા જ છે કે તમે હમણાં તમારા વિલાસી સ્વભાવના ત્યાગ કરી ખરા કવ્યમાં સતત્ જોડાઈ રહેા, એ જ તમારા માટે ઉત્તમ છે. કુમાર ! આ ભૂમિના તમે ભવિષ્યના રક્ષયુકર્તા દે! અને અમે અત્યારે જે સ્વાતંત્ર્યનું ખીજરાપણુ કરીએ છીએ, તેનાં મધુર ફળાને ચાખવાને અવસર તમને મળવાના છે અને તેથી તમારે સાવ નિક લાભની ખાતર બેદરકારીના ત્યાગ કરી કાળજીવાન થવાની જરૂર છે.’ અમરસિંહ ઉપર્યુક્ત વચને સાંભળી શરમથી કેવળ નીચું નેઈ રહ્યો. ભામાશાહને જવાબ દેવાનુ તેનામાં સામર્થ્ય રહ્યુ નહતુ. તેને ચૂપ રહેલા જોઈને ભામાશાહે આગળ ચલાવ્યું, “કુમાર ! તમે એમ સમજતા હશે. કે હું મહારાણા પ્રતાપસિંહના જયેષ્ઠ પુત્ર અને મેવાડના યુવરાજ છુ એટલે મને ક્રાણુ કહેનાર છે ? પરંતુ મને કહેવાની જણાય છે કે જો તમારી એવી માન્યતા હાય, તેા તે ધણી જ ભૂલભરેલી છે. તમે યુવરાજ છેા, એ વાતને અમે સ્વીકાર કરીએ છીએ અને તેથી તમારું અગત્ય Page #89 -------------------------------------------------------------------------- ________________ મેવાડને પુનરુદ્ધાર ઘટિત સન્માન કરવું એ અમારી ફરજ છે; પરંતુ જો તમે તમારા ક્ષાત્રવટ ધર્મને જાણતા ન હો, તો અમે પ્રજાજને તમને માન આપશું ખરા ! તમે રાજવંશમાં જગ્યા છે. શા માટે ? એટલા જ માટે કે તમારે સર્વગુણસંપન્ન બનીને તથા ક્ષાત્રવટ ધર્મને અનુસરીને પ્રજાનું પાલન અને દેશની સ્વતંત્રતાનું રક્ષણ કરવું અને જો તમે એ પ્રમાણે વર્તે નહિ તે પછી મેવાડ ઉપર તમારો અધિકાર શું કામ ? યુવરાજ ! તમને મારી આ વાત અત્યારે તે વિષ સમાન લાગશે, પરંતુ જો તમે એ વાતેના મર્મને સમજશો અને તદનુસાર તમારું વર્તન રાખશે, તે તમને છેવટે એ વાતે અમૃત સમાન લાગશે અને તો જ તમે ભવિષ્યના મેવાડના અધિપતિ થવાને લાયક થશે. છેવટમાં યાદ રાખજે કુમાર ! કે જો તમે તમારા વિલાસી સ્વભાવ ઉપર વિજય મેળવશે નહિ અને તમારા ક્ષાત્રવટ ધમનું યથાર્થ રીતે પાલન કરશે નહિ, તે મને ખાતરી છે કે તમે મેવાડની સ્વતંત્રતા ગુમાવી દેશે અને મેગલના દાસત્વને સ્વીકારશો. મારાં આ વયને તમારા હૃદય ઉપર બરાબર કતરી રાખજો, એવો ખાસ કરીને મારો આગ્રહ છે.” - કુમાર અમરસિંહ આ બધો વખત અવનત મુખે ઊભેલે હતો. તેની મુખચર્યાથી સમજાતું હતું કે તેના હૃદયમાં પશ્ચાતાપ થત હશે. ભામાશાહ ઘોડા ઉપરથી નીચે ઉતર્યો અને રણવીરસિંહે પણ તેનું અનુકરણ કર્યું. ભામાશાહે ઘોડા ઉપરથી ઉતરીને કુમારને વિચારગ્રસ્ત સ્થિતિમાં જઈને કહ્યું. કુમાર ! મારા ઉપરના કથનથી જો તમને માઠું લાગ્યું હોય તો માફ કરજે, કેમકે મેં તમને જે કહ્યું છે, તે તમારા હિતની ખાતર જ કહ્યું છે. હવે ચાલે નગરમાં જઈને મહારાણુને શત્રુની હિલચાલની ખબર આપીએ.” આગળ ભામાશાહ અને પછવાડે અમરસિંહ અને રણવીરસિંહ, એ પ્રમાણે તેઓ નગર તરફ ચાલ્યા. માર્ગમાં કેઈએ કાંઈ પણ વાત કરી નહિ, ડીવારમાં તેઓ નગરમાં આવી પહોંચ્યા અને મહારાણા પ્રતાપસિંહને મળ્યા. ભામાશાહ પ્રતાપસિંહને શત્રની હિલચાલની સવિસ્તર ખબર આપી અને તે સાંભળી લીધા પછી પ્રતાપસિંહે કહ્યું “મોગલે આપણને અહીં પણ સુખે બેસવા દે, એવો સંભવ નથી અને મારી એ ધારણા તમે આપેલા સમાચારથી આજે સત્ય નીવડી છે; પરંતુ મંત્રીશ્વર ! હવે આપણે શું કરવું ?' ભામાશાહે તુરત જ જવાબ આપે. “કરવું, એ આપ કયાં નથી જાણતા ? અત્યારે આપણી પાસે જેમ કોઈ પણ પણ પ્રકારની યુદ્ધ સામગ્રી Page #90 -------------------------------------------------------------------------- ________________ ક્ષાત્રવટ ૭૯ નથી, તેમ લડનાર માણસો પણ નથી, એ આ૫ સારી રીતે જાણો છો અને તેથી મારા અભિપ્રાય પ્રમાણે આપણે આ સ્થળને ત્યાગ કરી અન્યત્ર ચાલ્યા જવું, એ જ આપણા માટે હિતાવહ છે.” પ્રતાપસિંહે રોષદર્શક સ્વરથી કહ્યું. “મંત્રીશ્વર ! તમારે અભિપ્રાય હાલની આપણી સ્થિતિ જોતાં જ કે અયોગ્ય તો નથી, તો પણ હું તેને અત્યારે માન્ય રાખી શકીશ નહિ. મારે આ સમયે પણ પુનઃ મારા ક્ષાત્રવટનું દર્શન મોગલેને કરાવવું છે અને તેથી આપણી પાસે જેટલા માણસો છે, તે સર્વને આવતી કાલે લડવાને માટે તૈયાર રાખવાની ગોઠવણ કરો.” પ્રતાપસિંહનું નિશ્ચયાત્મક કથન સાંભળીને ભામાશાહે તેને કાંઈ પણ પ્રતિવાદ નહિ કરતાં કહ્યું. “જ્યારે આપની ઈચ્છા યુદ્ધ જ કરવાની છે, ત્યારે હું પણ આપના અભિપ્રાય સાથે મળતો થાઉં છું અને તેથી આપની આજ્ઞા મુજબ સર્વ પ્રકારની તૈયારી રાખવાની ગોઠવણ હમણાં જ કરું છું.” એમ કહી ભામાશાહ, રણવીરસિંહને લઈ ત્યાંથી ચાલ્યો ગયો અને પ્રતાપસિંહ તથા અમરસિંહ જુદા જુદા વિષયેની વાત કરતાં ત્યાં બેસી રહ્યા, બીજા દિવસને સૂર્યોદય થયા. ભામાશાહે કરેલી ગોઠવણ મુજબ કેટલાક રાજપૂત અને આસપાસના પ્રદેશના વિશ્વાસુ ભીલ ચપન પ્રદેશના ઉપવનમાં એકત્ર થયા હતા. તલવાર અને ભાલાવાળા રાજપૂત સૈનિકે જયારે કાંઈક નિરાશ જતા હતા, ત્યારે તીરકામઠાંવાળા ભીલ આનંદી દેખાતા હતા. એક બાજુ સલ્બરરાજ અને અન્ય સરદારો અને બીજી બાજુ રણવીરસિંહ તથા કર્મસિંહ વગેરે યુદ્ધકાય સંબંધી મસલત ચલાવી રહ્યા હતા. આ વખતે મહારાણા પ્રતાપસિંહ, કુમાર અમરસિંહ તથા મંત્રીશ્વર ભામાશાહ સાથે આવી પહોંચ્યા. સરદારોએ અને સૈનિકોએ તેમને લશ્કરી નિયમે ઘટિત માન આપ્યું. મહારાણાએ પિતાને યુદ્ધને પોષાક પહેરેલા હતા અને કવચ અને ટેપની વચ્ચે માત્ર ઉઘાડા રહેલા મુખની પ્રતિભા અને બે આંખમાંથી. છુટતી તેજની ધારા સામા માણસના હૃદયમાં પૂજ્યભાવ અને ભયને એકી સાથે જન્મ આપતી હતી. કુમાર અમરસિંહે પણ લશ્કરી પિષક પરિધાન કરેલ હ; તો પણ તેનું સુંદર મુખ અને ચંચળ આંખો તેના અતીવ વિલાસી પણાની સાક્ષી પૂરતાં હતાં. મંત્રીશ્વર ભામાશાહે જે પોષાક પહેરેલો હતે; તે પણ યુદ્ધ સમયને જ હતો અને તેથી તેની ભવ્યતા, ગંભીરતા અને દઢતામાં વૃદ્ધિ થયેલી જણાતી હતી. Page #91 -------------------------------------------------------------------------- ________________ મેવાડને પુનરુદ્ધાર ક્ષણવાર રહી પ્રતાપસિંહે પિતાના હાથમાં પકડેલા ભાલાને જમીન ઉપર બરાબર ટેકવીને કહ્યું. “બહાદૂર વીરો ! મને કહેવાને આનંદ થાય છે કે આજે પુનઃ આપણને આપણી જનની જન્મભૂમિની સ્વતંત્રતાના રક્ષણને માટે શત્રુઓ સાથે યુદ્ધ કરવાને અલભ્ય અવસર પ્રાપ્ત થયે છે; જે કે આજસુધીના પ્રત્યેક યુદ્ધમાં આપણે પરાજય થતું આવ્યો છે, તો પણ આપણે આપણું હૃદયમાં નિરાશાને સ્થાન આપ્યું નથી અને સંપૂર્ણ હિંમત અને બહાદૂરીથી આપણે આપણે બચાવ કરતા આવ્યા છીએ. આ વખતના યુદ્ધમાં પણ તમે સર્વ પૂર્વના જેવું જ પરાક્રમ કરી બતાવશે, એવી હું આશા રાખું છું. આથી વિશેષ પ્રોત્સાહન અને આગ્રહની તમને જરૂરી આત હોય, એમ હું માનતો નથી; કેમકે તમે તમારા ધર્મને બરાબર સમજે છે અને તમારી ભૂમિ, તમારા સમાજ અને તમારા ધર્મનું રક્ષણ કરવાને માટે તમે આતુર છે, એવી મારી ખાતરી હેવાથી હું તમને વિશેષ પ્રસાહન ન આપે તે એ સર્વથા સ્વાભાવિક જ છે. છેવટે, મારું શરીર સરદારે અને બહાદુર સૈનિકે! ભગવાન એકલિંગજીની ખરા હૃદયથી પ્રાર્થના કરો કે જેથી આપણને આપણું કાર્યમાં સફળતા મળે.” પિતાના મહારાણાની નેહસૂચક આજ્ઞાનુસાર સર્વ સરદારો, સૈનિકાએ અને ભલેએ પિતાનાં વિવિધ હથિયારો નમાવીને ભગવાન એકલિંગજીની ક્ષણવાર મનમાં પ્રાર્થના કરી લીધી અને ત્યારબાદ પ્રતાપસિંહને દૂકમ થતાં તેઓ સર્વે યુદ્ધને માટે યોગ્ય સ્થળે જવાને આગળ વધ્યા. મધ્યાહને સમય થયે તે પહેલાં પ્રતાપસિંહે પોતાના નાના લશ્કર સાથે ચપન પ્રદેશમાંહેના ગ્ય સ્થળે આવી પહોંચ્યા અને ત્યાં લશ્કરને યોગ્ય હોલમાં ગોઠવીને તથા લશ્કરની મુખ્ય સરદારી કુમાર અમરસિંહને આપીને મોગલ સૈન્યની રાહ જોવા લાગ્યો. ક્ષણવારમાં મોગલ સૈન્ય સામી બાજુએ આવી પહોંચ્યું અને આવીને ઊભું રહેતાં જ બને સૈન્ય વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ ગઈ. મેગલે અને રાજપૂતો સામસામા આવીને તલવાર અને ભાલાથી એકબીજા ઉપર પ્રહાર કરવા લાગ્યા અને લાગ મળતાં જ એકબીજાનાં મરતકાને ધડથી જુદાં કરવાનું ચૂકતા નહોતા. રાજપૂત સૈનિકે મેદોન્મત્ત થઈને યુદ્ધકાર્યમાં પ્રવૃત્ત થયેલા હતા અને વિશેષમાં ચાલાક ભીલો બને અને પત્થરને વરસાદ વર્ષાવતા હતા; તો પણ મોગલ સૈનિકેની હરોલમાં ભંગાણ પડે તેમ નહોતું; કેમકે તેની સંખ્યા એટલી બધી વિશાળ હતી કે થેડાક હજાર રાજપૂત અને Page #92 -------------------------------------------------------------------------- ________________ ક્ષાત્રવટ ભીલેાના ગમે તેવા ધસારાથી તેઓ સહેજ પણુ આંચ ખાય તેમ નહેતુ. પ્રતાપસિંહ અને ભામાશાહ એકખાજુ ઊભા ઊભા આ દશ્ય ખેતા હતા. તેએ પેાતાના સૈન્યની નબળાઈ તુરત જ સમજી ગયા અને તેથી પાતપેાતાના ઘેાડાને એડી મારીને તેઓએ યુદ્ધમાં ઝ ંપલાવ્યું. પ્રતાપસિંહ સૈનિ। વચ્ચે ઘુમતા ઘુમતા મેગલ સેનાપતિ દિખાં અને ચંદ્રસિંહ જ્યાં ઊભા હતા, ત્યાં આવી પહેાંચ્યા. ફ્રરિખાં તથા ચંદ્રસિંહ સાવધ જ હતા એટલે પેાતાના ખરેખરા પ્રતિસ્પર્ધી ને જોઈ એકદમ તેની સામે ધસી આવ્યા અને પેાતાની તલવારાને મ્યાનમાંથી ખેંચી કાઢી તેની ઉપર તૂટી પડયા. પ્રતાપસિહે પેાતાના બચાવ પેાતાના અતિ તેજદાર ભાલાથી કરતાં કરતાં ચદ્રસિંહ તરફ જોઈને કહ્યું. “ચંદ્રસિહ ! તમે હમણાં એક બાજુ ઉપર ઊભા રહેા; કેમકે તમે, ગમે તેમ પણ મારા તિખંધુ છે અને તેથી હું મારા બાહુબળના સ્વાદ પ્રથમ જ તમને ચખાડવાને ઈચ્છતા નથી. મને પ્રથમ દિખાં સાથે લડી લેવા દા અને ત્યારપછી તમારી સાથે લડીશ અને તમને પણુ ખતાવી આપીશ કે પ્રતાપસિંહમાં કેટલુ સામર્થ્ય રહેલુ છે. ' ફરિદખાંએ પ્રતાપસિંહનું એ કથન સાંભળી લઈને કહ્યું. “ચંદ્રસિ'હજી! તમારા તિખંધુ હાવાના દાવા કરનાર પ્રતાપસિંહ સત્ય કહે છે; માટે તમે હમણાં તા એક બાજુ ઊભા ઊભા અમારા યુદ્ધને જોયા કરે એ જ ઠીક છે. કારણ કે તેથી મે' લીધેલી પ્રતિજ્ઞા પૂર્ણ કરવાની મને સરલતા થશે.” ૧ પ્રતાપસિંહૈ પેાતાના ઘેાડાને ગેાળ ફેરવતાં ફેરવતાં પૂછ્યું”, “શી પ્રતિજ્ઞા લીધી છે, ખાંસાહેબ ! શું તે કહેવા જેવી નથી ?” ફરિદખાંએ ગવ થી જવાબ આપ્યું. “એ પ્રતિજ્ઞા તમને મારે કહેવી જ જોઈએ, રાણાજી! અને તે એ છે કે મારે ગમે તે ભેગે તમને પકડીને શહેનશાહ અકબરની હજુરમાં લઈ જવા છે. આ મારી પ્રતિજ્ઞા.” પ્રતાપસિંહે મૂછે ઉપર હાથ મૂકતાં કહ્યું. “એમ કે? ખાંસાહેબ ! પ્રતિજ્ઞા તા અવશ્ય સારી કરી છે; પરંતુ મને પકડેા તે પહેલાં તમે જ ખુદાના દિવાન થઈને તેની હજુરમાં પહેાંચી ન જાએ, એ ધ્યાનમાં રાખજો.” ફરિદખાંએ કાંઈક ક્રોધથી કહ્યું”. રાણાજી ! મારે ધ્યાનમાં રાખવા જેવું કાંઈ છે જ નહિ; જે ધ્યાનમાં રાખવાનું છે, તે તમારે જ છે; કેમકે બધાની અાયખી વચ્ચે તમે જુએ છે। તેમ તમને હમણાં જ કેદ પકડી લઉં... Page #93 -------------------------------------------------------------------------- ________________ મેવાડને પુનરુદ્ધાર છું. તમે જ્યાં સુધી મારા સામર્થ્યને જાણ્યું નથી, ત્યાં સુધી જ તમે બેદરકાર છે; પરંતુ જ્યારે જાણશે, ત્યારે જ ખબર પડશે કે દુનિયાની સપાટી ઉપર ફરિનાં નામક એક શેરમર્દ હયાતી ધરાવે છે.” પ્રતાપસિંહે હસીને કહ્યું. “વાહ, વાહ ખાંસાહેબ! તમે ભાષણ તે સારું કરી જાણે છે, પરંતુ તમને આટલું તે યાદ જ હશે કે યુદ્ધના મેદાનમાં શબ્દની કશી પણ કિંમત નથી. યુદ્ધમાં તે બળવાન હાથનું જ કામ છે. માટે મિથ્યા પ્રલાપને ત્યાગ કરી મર્દ હો તો સામા ચાલ્યા આવે; પ્રતાપસિંહ તમારા જેવા માનનીય પુરુષનું યોગ્ય સન્માન કરવાને તૈયાર જ છે.” પ્રતાપસિંહના ઉપર્યુક્ત વચને સાંભળી ફરિદખાને મિજાજ હાથમાં ન રહ્યો. તે કેધાંધ થઈને એકદમ તેની ઉપર ધસી આવ્યું. બન્ને વચ્ચે તુમુલ યુદ્ધ મચ્યું અને કણ ને હરાવશે, એ બન્નેની યુદ્ધકાર્યની દક્ષતા જોઈને કહી શકાય તેમ નહોતું. એક કલાક પર્યત આ પ્રમાણે તેઓ વચ્ચે યુદ્ધ ચાલ્યું, પરંતુ બેમાંથી એક પણ થાકે તેમ નહોતું. પ્રતાપસિંહે હવે વિચાર્યું કે ફરિદખાં સામાન્ય પુરુષ નથી, એટલે તેણે પોતાના ઘડાને અચાનક એડી મારીને એવા તે જોરથી કુદાવ્યું કે તે ફરિંદખાનાં ઘોડાની અત્યંત પાસે જઈ પહોંચે. બરાબર તે જ ક્ષણે પ્રતાપે પિતાને તેજદાર ભાલે લાગ જોઈને જોરથી ફરિદખાંની છાતીમાં ઘાંચી દીધે. ફરિદખાએ પહેરેલું બખ્તર તૂટી ગયું અને ભાલે તેની છાતીમાં પેસી જતાં તે ઘડા ઉપરથી ઉછળીને નીચે પડી ગયો અને પડતાં જ તેને પ્રાણ ખુદાની હજુરમાં પ્રયાણ કરી ગયે. ચંદ્રસિંહ કે જે અત્યારસુધી આ ઉભયનું યુદ્ધ જેતે સામે ઊભો હતો તે આ સ્થિતિ નિહાળીને એકદમ પ્રતાપ ઉપર ધસી આવ્યો અને તેના મસ્તક ઉપર પિતાની તલવારને સખત ફટકે લગાવ્ય. ચંદ્રસિંહના આ ફટકાથી મેવાડને. સૂર્ય તુરત જ અસ્ત પામી જાત; પરંતુ મેવાડને ભાગ્યરવિ ભામાશાહ ભાગે એકદમ પિતાને ઘોડો દોડાવતો ત્યાં આવી પહોંચ્યો અને ચંદ્રસિંહની તલવારના ઘાને પિતાની તલવાર ઉપર ઝીલી લીધો. ચંદ્રની તલવાર ભામાશાહની તલવાર સાથે અથડાતાં ભાંગી ગઈ અને ભાંગેલો કટકે ખણખણાટ કરતે દૂર જઈને પડે. આ દરમ્યાન પ્રતાપસિંહ ફરિદખાની છાતીમાંથી પિતાનો ભાલો પાછો ખેંચી કાઢીને સાવધ થઈ ગયો હતો અને તે તુરત જ ચંદ્રસિંહ ઉપર ધસી ગયે અને તેના ઘડાને એવો તે જોરથી ભાલે માર્યો કે તે પિતાને જીવ લઈને યુદ્ધ ભૂમિમાંથી પલાયન થઈ ગયો. મેગલ સૈનિકે કે જેઓ અત્યાર સુધી Page #94 -------------------------------------------------------------------------- ________________ ક્ષાત્રવટ સંપૂર્ણ બહાદૂરીથી લડતા હતા, તે પિતાના સેનાપતિના મૃત્યુના સમાચાર સાંભળી તથા ઉપસેનાપતિ ચંદ્રસિંહના પલાયનની વાત સાંભળી નિરાશ થઈ ગયા અને તેથી તેમને યુદ્ધને જુસ્સો નરમ પડી ગયો. યુદ્ધનો જેસ્સ નરમ પડતાં તેમની હરોલમાં ભંગાણ પડવા લાગ્યું અને ઘણું ખરો તો પિતાને જીવ બચાવવાને માટે નાસી પણ ગયા. રાજપૂતો અને ભીલએ ઓ તકનો લાભ લઈ નાસી જતા મોગલ સૈનિકે ઉપર તૂટી પડયા અને ઘણુંને મૃત્યુને શરણે કરી દીધા. ક્ષણવારમાં યુદ્ધભૂમિ ઉપર એક પણ મેંગલ સૈનિક જેવામાં નહિ આવતાં પિતાના સૈનિકોને પાછા ફરવાની આજ્ઞા આપી પ્રતાપસિંહ પિતાને જીવના જોખમમાંથી બચાવનાર ભામાશાહ આગળ આવી પહોંચ્યો. તેણે આવતાં વેંત જ કહ્યું. “મંત્રીશ્વર ! તમે વખતસર આવીને મને ચંદ્રસિંહની તલવારને ભોગ થતો બચાવી લીધો છે, તે માટે હું તમારે ઉપકાર માનું તો તે અઘટિત ગણાશે નહિ. આજથી કેટલાક વર્ષો પૂર્વે આશાશાહે મારા મહુંમ પિતા મહારાણુ ઉદયસિંહને બાલ્યાવસ્થામાં આશ્રય આપી તેમનું મૃત્યુના ભયમાંથી રક્ષણ કર્યું હતું, એ વાત સર્વત્ર જાણિતી છે. અને આજે તમે મારું રક્ષણ કરીને મેવાડના ભાગ્યવિધાયકનું પદ પ્રાપ્ત કર્યું છે, એ વાત સર્વત્ર જાણિતી થવા સાથે મેવાડના ઈતિહાસમાં મહત્વને પામશે. ભગવાન એકલિંગજીની કૃપાથી જે આપણે મેવાડને પુનરુદ્ધાર કરી શકીશું, તે તેને બધે યશ, તમારા આજના સમયેચિત વર્તનથી તમને જ મળવો જોઈએ, એવી મારી ઈચ્છા છે.” મહારાણું !” ભામાશાહે નમ્રતાથી કહ્યું. “મેવાડના પુનરુદ્ધારને યશ મને જ મળવો જોઈએ એવી આપની ઈચ્છા જાણી હું આપને અહેશાનમંદ થયો છું; પરંતુ મેં મારી ફરજ કરતાં કાંઈ વિશેષ મહત્ત્વનું કાર્ય કર્યું નથી. સ્વામીની સેવા અને તેને ખરા વખતે સહાય કરવી, એ સેવકનું કર્તવ્ય જ છે. અને તેથી આપને મેં જે યતકિંચિત્ સહાય કરી છે, તે માટે મારી પ્રશંસા કરવાની શી અગત્ય છે ?” “સેવકના ખરા કર્તવ્યની કદર કરવી, એ સ્વામીની ફરજને હું સારી રીતે જાણું છું અને તેથી જ મેં તમારી યોગ્ય પ્રશંસા કરેલી છે; પરંતુ હાલ તે વિષે વધુ વાતચીત કરવાને આપણને સમય નથી. આ વખતે જે કે આપણી જીત થઈ છે; તે પણ એથી આપણું કાર્ય સરલ થાય તેમ નથી. Page #95 -------------------------------------------------------------------------- ________________ મેવાડને પુનરુદ્ધાર આ યુહમાં આપણું ઘણું સૈનિકે માર્યા ગયા છે અને કેટલાક ઘાયલ પણ થયેલા છે. માટે તમે ઘાયલ થયેલા સૈનિકોની દવાદારૂ કરાવવાની ગોઠવણ કરે અને હું તથા કુમાર અમરસિંહ નગરમાં જઈએ છીએ. વળી રણવીરસિંહ ખબર લાગે છે કે કર્મસિંહ સખત રીતે ઘાયલ થયેલ છે અને તેને નગરમાં લઈ જવામાં આવ્યો છે; તેથી તમે ઘાયલ થયેલા સૈનિકો માટે એગ્ય વ્યવસ્થા કરી તુસ્ત જ આવજો.” પ્રતાપસિંહ એ પ્રમાણે કહીને કુમાર અમરસિંહ. સાથે ત્યાંથી ચાલ્યા ગયે અને ભામાશાહ રણવીરસિંહને લઈ ઘાયલ થયેલા સેનિલની વ્યવસ્થા કરવામાં ગુંથાય. Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫મું આચાર્ય શ્રી હીરવિજયસૂરિ આઈન-ઈ-અકબરીના ખીજા ભાગનું ૩૦ મું પ્રકરણ તે કાળની વિદ્વાન પુરુષા સ`ખ'ધી છે. તેમાં કેટલાક મહાપુરુષોનો નામાવલી ગાઠવેલી છે. આ નામાવલીનું ૧૬ મું નામ હીરવિજયસૂરિનું છે. આ હીરવિજયસૂરિ તે સમયના એક સમર્થ આવ્યા હતા અને તેમના સદુપદેશના પ્રભાવ મોગલ શહેનશાહ અકબરના ચારિત્ર ઉપર એટલા તા સચ્ચાટ પડેલા હતા કે તેમને પેાતાના ગુરુ તરીકે ગણેલા હતા. એક વિનીય અને વિધમી બાદશા પોતાના ગુરુ તરીકે જૈનાચાર્યને માટે અને તદ્નુસાર તેમનું માન સાચવે, એ બનાવ પ્રત્યેક જૈનને અભિમાન લેવા જેવા છે એટલું જ નહિ, પશુ તેથી તે જૈનાચાય જેવા અને કેટલા બધા સમથ વિદ્વાન અને વિશ્વના ભેદ તથા તત્ત્વોના નાતા હેાવા જોઈએ, એ પણુ આપણે સારી રીતે જાણી શકીએ તેમ છે. શહેનશાહ અકબરનું પ્રાથમિક જીવન હુ વખાણવા લાયક નહેતું, એ તેની ક્રેટલેક અંશે ક્રુરતા અને વિષય-લેલુપતાથી સાબિત થાય છે; પરંતુ જ્યારથી તેને શ્રી હીરવિજયસૂરિના સમાગમ થયા હતા, ત્યારથી તેના જીવનમાં ઘણા મહત્ત્વના ફેરફાઈ થઈ ગયા હતા, એ ઈતિહાસના વાંચનથી નણી શકાય તેમ છે. સુપ્રસિદ્ધ એશવાળ વંશમાં હીરવિજયસૂરિના જન્મ થયા હતા. ગુજ રાતમાં આવેલા પ્રાદ પાટણુ (પાલણુપુર)માં કુંરાશાહ નામે એક જૈનધમી વિષ્ણુક હતા. આ રાશાહને નાથી નામે સ્ત્રી હતી. કુંરાથાહ અને નાથી ઉભય પતિ-પત્ની પવિત્ર મનનાં, ઉમદા વિચારનાં, સદ્ગુણી, પાપકારી, દયાળુ અને ધર્મ પ્રત્યે પ્રીતિવાળાં હતાં. વિશેષમાં આ દંપતી વચ્ચે ગાઢ પ્રેમ હતા અને એ શુદ્ધ અને નિર્માંળ પ્રેમના ફળરૂપે તેમને ત્ર પુત્રા અને ત્રણ પુત્રી અનુક્રમે થયાં હતાં. ત્યારબાદ કેટલેક સમય વિત્યા પછી કુંરાશાહને પેાતાની પત્ની નાથીથી ચેાથા પુત્રરત્ન હીરવિજયસૂરિની પ્રાપ્તિ થઈ. તેમના જન્મ વિક્રમ સંવત્ ૧૫૮૩ (ઈ. સ. ૧૫૨૬-૨૭)માં માત્ર શિષ દિ ૯ ને સેામવારે થયા હતા. હીરવિજયમાં બાલ્યાવસ્થાથી જ અને લક્ષણૢાના વાસ થયેલા હતા. તેમણે પેાતાની દશ-બાર વર્ષની ઉત્તમ ગુણ ભવા Page #97 -------------------------------------------------------------------------- ________________ મેવાડને પુનરુદ્ધાર થઈ, તે પહેલાં વ્યાવહારિક વિષયને જરૂર જેટલે અભ્યાસ કરી લીધે હતો અને તે ઉપરાંત એક વિદ્વાન અને શાંત પ્રકૃતિના મુનિ પાસે રહીને ધાર્મિક જ્ઞાન પણ મેળવી લીધું હતું. જે જે મહાપુરુષે આ અવનીતલ ઉપર થઈ ગયા છે, તેઓ સર્વે સંસારની માયાજાળને વિષમ પ્રકારની ગણીને તેનાથી દૂર રહેવાનું જ પસંદ કરીને પ્રાય: વૈરાગ્યવૃત્તિને ધારણ કરનારા હોય છે. મુનિના સહવાસ અને ધાર્મિક જ્ઞાનના સેવનથી હીરવિજયનું મન પણ સંસાર ઉપરથી ઊઠી ગયું હતું અને વૈરાગ્ય તરફ ખેંચાવા લાગ્યું હતું અને તેથી તે વ્યાવહારિક કાર્યોમાં રસપૂર્વક ભાગ લેતા નહતા. જ્યારે હીરવિજયનું વય તેર વર્ષનું થયું, ત્યારે તેમનાં માતાપિતાને સ્વર્ગવાસ થયે. હીરવિજયને માતા-પિતા ઉપર બહુ જ ભક્તિભાવ હતો અને તેથી તેમના મૃત્યુથી તેના હૃદય ઉપર સચોટ અસર થઈ અને તેનું ચિત્ત વિશેષ ઉદાસીન વૃત્તિને ધારણ કરતું ગયું. કેટલાક સમય વિત્યા બાદ હીરવિજય પિતાની બહેનને મળવાને માટે પાટણ ગયા. પાટણમાં રહેતી તેમની બહેનનું નામ વિમળા હતું, વિમળા બહુ જ સદ્ગણી અને સુશીલા હતી. એને તેથી તેણે પિતાના ભાઈને આવેલો જાણે તેને પ્રેમથી વધાવી લીધું અને તેના ઉદાસીન ચિત્તને શાંત કરવાને પ્રવાસ કરવા લાગી; પરંતુ એથી હીરવિજયના મન ઉપર કશી અસર થવા પામી નહિ. આ સમયે પાટણમાં શ્રી વિજયદાનસૂરિ નામક જૈનાચાર્ય પિતાની પવિત્ર અને હૃદયંગમ ઉપદેશવાણીથી ભવ્યજીવોને પ્રબોધી રહ્યા હતા. આ આચાર્ય ઘણું જ પ્રતાપી અને વિદ્વાન હતા અને તેથી તેમની સુકીર્તિ ગુજરાત, રાજસ્થાન, કરછ વગેરે દેશમાં પ્રસરી રહેલી હતી. હીરવિજય આવા એક વિદ્વાન આચાર્યની શોધમાં જ હોવાથી તેમણે તેમને સમાગમ કર્યો અને ધીરે ધીરે વધાર્યો. શ્રી વિજયદાનસૂરિની નમ્રતા, તેમને શાંત સ્વભાવ, તેમની કરુણામય વિશાળ દષ્ટિ અને તેમના સુંદર ઉપદેશની સચોટ છાપ હીરવિજયના હૃદય ઉપર એટલે સુધી પડી ગઈ કે તેમનું ચિત્ત વૈરાગ્યભાવમાં વધુને વધુ પ્રવૃત્તિ કરતું ગયું અને છેવટે તે તેમની પાસે દીક્ષા લેવાને પણ તૈયાર થઈ ગયા. આ વાતની તેમની બહેન વિમળાને ખબર પડતાં તેણે પોતાના ભાઈને એક દિવસે એકાંતમાં બોલાવીને કહ્યું, “ભાઈ ! મેં સાંભળ્યું છે કે તમે સંસારનો ત્યાગ કરી આચાર્ય મહારાજ પાસે દીક્ષા લેવાના છે, શું આ વાત સાચી છે ? જે સાચી હોય, તે મારે તમને કહેવું જોઈએ કે દીક્ષા લેવી એ કાંઈ રમત વાત નથી. દીક્ષા અથવા સંયમવૃત્ત એ Page #98 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી હીરવિજયસૂરી નામ ઘણું સુંદર છે, પરંતુ ડુંગર દૂરથી જેમ રળિયામણું લાગે છે, તેમ દીક્ષા એ નામમાત્રથી જ સુંદર લાગે છે. કામ, ક્રોધ, લોભ, મેહ, મદ અને મત્સરાદિ આંતર શત્રુઓ ઉપર વિજય મેળવે, એ સરલ વાત નથી, માટે સંયમવૃત્ત અંગિકાર કરવાના વિચારને હદયમાંથી કાઢી નાંખી આપણું બીજા બંધુઓની જેમ એકાદ ગુણી અને સ્વરૂપવતી કન્યા સાથે લગ્ન કરીને સંસારના સુખને હાલ તો ભગવો એવી મારી ઈચ્છા છે.” હરવિજયે સંપૂર્ણ શાંતિથી કહ્યું. “બહેન તમે જે વાત સાંભળી છે, તે સત્ય જ છે. તમે સંયમવૃત્તને મુશ્કેલી ભર્યું કાર્ય જણાવો છે, એ તમારું કથન ગેરવ્યાજબી નથી; પરંતુ મેં એ મુશ્કેલ કાર્યને સાધવાનો નિશ્ચય કરેલ હોવાથી સંસારના સુખને ભોગવવાની મારી ઈચ્છા નથી. બહેન ! તમે વિચાર કરો કે આ જીવાત્માએ અનેક વખત સંસારના સુખને અનુભવ હશે, તે પણ તેને તૃપ્તિ થઈ નથી, એનું શું કારણ ? એનું કારણ એ જ કે સંસારનાં એ કહેવાતાં સુખે ખરી રીતે સુખ નથી, પણ સુખને માત્ર આભાસ જ છે અને તેથી તેમાં જીવાત્માની તૃપ્તિ થતી નથી. વસ્તુસ્થિતિ જ્યારે આવી છે અને તેનું મને જ્યારે સત્ય જ્ઞાન થયું છે, ત્યારે એ નાશવંત, ક્ષણિક અને અંતે દુઃખદાયી સુખને વારંવાર મેળવવાને માટે મારે શા માટે મારા દુર્લભ મનુષ્ય અવતારને વૃથા ગુમાવો જોઈએ ? બહેન ! તમે સુખ કોને કહો છો કે સંસારમાં સુખ જેવી વસ્તુ કઈ છે? એક તરફ મુસલમાને અને રાજપૂતો લડે છે અને બીજી તરફ ખુદ હિન્દુઓ જ માંહે માંહે યુદ્ધ કરી રહ્યા છે. અને આ યુદ્ધમાં-માનવોની સ્વાર્થ યુક્ત લડાઈમાં હજારો મનુષ્યની કતલ થાય છે અને લોહીની નદીઓ વહે છે, શું આ સુખ છે ? બહારથી ઐશ્વર્યવાન અને દમામદાર જણાતાં બાદશાહો અને રાજાએ અંતરથી દિનરાત રાજ ખટપટ અને પિતાની સત્તા નભાવી રાખવાના ક્રૂર કાવત્રામાં પીડાતા જણાય છે; શું તેઓ સુખી છે ? શ્રીમંત મનુષ્ય ધનને અધિક ને અધિક વધારવામાં પોતાના જીવનને ગાળતાં હોય છે; શું તેમને સત્ય સુખનું એકાદ સ્વપ્ન પણ આવતું હશે ખરું કે ? ગરીબ મનુષ્ય પિતાની આજીવિકા માટે સખત દોડધામ કરતાં જોવામાં આવે છે; શું તેમને ખરા સુખને અનુભવ થતો હશે કે ? આવી રીતે દેડધામવાળી અને જીવનને હાસ કરનારી અનિષ્ટ પ્રવૃત્તિમાં દુનિયા સંડોવાયેલી હોવા છતાં શું તમે તેને સુખી માને છે ? તમે ભૂલે છે; સુખ કયાં છે ? કામ, ક્રોધાદિ Page #99 -------------------------------------------------------------------------- ________________ મેવાડા પુનરુદ્ધાર શત્રુને જીતવામાં, ચંચળા ઈન્દ્રિયાને વશ કરવામાં, એકાગ્ર ધ્યાને આત્મસ્વરૂપનું ચિંતન કરવામાં, પરમાત્મા મહાવીરના પગલે ચાલવામાં અને દેશનું, સમાજનું અને પ્રાણી માત્રનું કલ્યાણ કરવાની પ્રવૃત્તિમાં જ હું ખરા સુખને જોઈ શકું' છું અને તેથી તે મેળવવાને માટે મેં દીક્ષા ગ્રહણ કરવાના વિચાર રાખ્યા છે.' re હીરે પાતાની બહેનની આજ્ઞા મેળવ્યા પછી સંવત ૧૫૯૬, કાર્તિક વદી ૨ ના રાજ આચાર્ય શ્રી વિજયદાનસૂરિ પાસે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી ગુરુએ તેમનું બુદ્ધિચાતુર્ય તથા તેમના ઉચ્ચ ગુણા જોઈને તેમને દક્ષિણ્યુ પ્રદેશમાં ન્યાયશાસ્ત્રનું અધ્યયન કરવા મેાકલ્યા હતા. ત્યાં તેએ કૈટલેાક સમય રહી ન્યાયશાસ્ત્રમાં પારંગત થઈને પુનઃ પાટણમાં આવી તેમણે પોતાના પાંડિત્યનું દર્શીત કરાવીને પેાતાના ગુરુને પ્રસન્ન કર્યાં. ત્યારબાદ શ્રી વિજયદાનસૂરિ પેાતાના શિષ્યમ`ડળ સાથે વિહાર કરતાં કરતાં નારદપુરમાં આવ્યા અને ત્યાં હીરવિજયને વાયક'ની ઉપાધિ મળી. શ્રી વિજયદાનસૂરિને જેમ જેમ હીરવિજયને પરિચય પડતા ગયા, તેમ તેમ તેમને તેમની ઉત્કૃષ્ટ બુદ્ધિ, તેમનાં ઉચ્ચ ગુણા, તેમનું જ્ઞાન, તેમની નમ્રતા અને તેમની નિરાભિમાન વૃત્તિની ખાર પડતી ગઈ અને તેથી તેઓ તેમના ઉપર બહુ જ પ્રસન્ન રહેતા હતા. નારદપુરમાંથી વિહાર કરી તેઓ કેટલાક સમય વિત્યા પછી સિરાહીમાં આવ્યા અને ત્યાં જ ચાતુર્માસ વ્યતિત કરવાના નિશ્ચય કર્યાં. તેએ ત્યાં ચાતુર્માસ રહ્યા તે દરમ્યાન હીરવિજયની વધુ ચેાગ્યતા જણાતાં તેમને આચાય પદવી આપવાના તેમણે વિચાર કર્યો અને તે માટે સ્થાનીક શ્રી સંધની શી ઈચ્છા છે, તે જાણી લેવાને માટે તેમણે પેાતાના વિચાર સંધ સન્મુખ જાહેર કર્યાં; સિરાહીના સધે તેમના વિચારને ખુશીથી વધાવી લીધા. તે પછી યાગ્ય 'મુદ્દતે હીરવિજયને આચાર્ય પદવી આપવામાં આવી અને ત્યારથી તેએ આચાર્ય શ્રી હીરવિજયસૂરિના નામથી ઓળખાવા લાગ્યા. ચાતુર્માસ સંપૂર્ણ થયા પછી શ્રી વિજયાનંદસૂરિ અન્યત્ર વિહાર કરી ગયા અને છેવટે તેએ વડલીમાં આવ્યા અને ત્યાં જ કાળધમ ને પામ્યા. શ્રી હીરવિજયસૂરિ પેાતાના ગુરુએ પરલેાક્રગમન કર્યાની ખબર સાંભળતાં જ ખહુ જ દિલગીર થયા; પરંતુ તત્ત્વષ્ટિથી વિચાર કરીને તેએએ પેાતાના મનનું સમાધાન કરી લીધું અને આચાર્ય તરીકેની જવાબદારી ઉપાડી લઈ જૈનશાસનની ઉન્નતિ કરવાના કાર્યમાં જોડાયા. તેએ પ્રથમ ત્રખાવતીમાં આવ્યા, Page #100 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી હીરવિજયસૂરી ત્યાંથી ડીસા અને ખારસદ વગેરે સ્થળે વિહાર કરતા અને ભવ્ય છાને ખાધ આપતા તેએ ગાંધારદરમાં આવીને ચાતુર્માસ રહેવાના નિલ્ક્ય કરીને ત્યાં જ રહ્યા. le બાદશાહ અકબરે શ્રી હીરવિજયસૂરિની અત્યંત પ્રશંસા સાંભળી તેમને પેાતાની પાસે પધારવાનું આમંત્ર‚ કરવા માટે અહમદાબાદના સુબેદાર ઉપર ફરમાનપત્ર લખીને પેાતાના એ કમ ચારીઓને મેાકલવાની વ્યવસ્થા કરી હતી, તે મુજખ્ખ અકબરના એ બે ક્રમચારીએ અહમદાબાદ આવી પહેાંચ્યા અને ત્યાંના સુબેદારને બાદશાહનું ફરમાનપત્ર તેએએ આપ્યું. સુબેદાર શાહબુદ્દીને અહમદાબાદના મુખ્ય મુખ્ય જૈન શ્રાવક્રાને પેાતાની પાસે ખેલાવીને બાદશાહનું ફરમાનપત્ર વાંચી સંભળાવ્યુ. અને શ્રી હીરવિજયસૂરિને શહેનશાહુ અકબરની હજુરમાં જવાને માટે આજ્ઞા આપી. તે પછી જૈન શ્રાવકા ગાંધાર ગયા અને સૂરિજીને બાદશાહ અકમ્મરના આમ ત્રણની સર્વ હકીકત તેમને કહી સભળાવી અને પોતાના તરફથી પણ વિનંતિ કરી · આપ બાદશાહના આમંત્રણને માન આપી તેમની પાસે જશે! તા જૈન શાસનની બહુ જ ઉન્નતિ થશે; માટે આપ ચાતુર્માસ વિત્યા બાદ આગ્રા જવાને માટે જરૂર વિહાર કરશેા. સૂરિમહારાજે તેમની વાત સાંભળી લઈ વિચાર કર્યાં કે શહેનશાહ અક્રખર સત્યપ્રિય હેાવાથી તેની પાસે જઈને તેને સદુપદેશ આપવાથી ધર્માંની ખ્યાતિ અને દેશનું હીત થવાના પૂરતા સંભવ છે. આ પ્રમાણે વિચાર કરી સૂરિજીએ તેમને જણાવ્યુ` કે તમારી ઈચ્છા એવી છે તેા હું ચાતુર્માસ થઈ રહ્યા બાદ બાદશાહ પાસે જવાને માટે વિહાર કરીશ. શ્રાવકા એ સાંભળીને ખુશી થયા અને ચાતુર્માસને સંપૂર્ણ થવાને થાડે સમય હેાવાથી તેએ વિહાર થતાં સુધી શકાયા. ચાતુર્માસ સંપૂર્ણ થતાં શ્રી હીરવિજયસૂરિએ ગાંધારમાંથી પેાતાના શિષ્ય પરિવાર સમેત વિહાર કર્યાં. મહી નદી ઊતરી વટદલ અને ખંભાત થઈને તેઓશ્રી થાડા દિવસમાં અમદાવાદ આવી પહેાંચ્યા. અહમદાવાદના જૈનાએ તેમનેા મેાટા સમારેાહથી નગરપ્રવેશ કરાવ્યા. સુબેદ્દાર શાહબુદ્દીને તેમને ધણા જ આદરમાન સાથે પેાતાના મહેલમાં ખોલાવ્યા અને બહુમૂલ્ય હીરા, માણિકય અને મેતી વગેરે વસ્તુએ ભેટ કરીને અકબરશાહની ઇચ્છા જણાવી તેમને બાદશાહથી પાસે જવાની વિનંતિ કરી. સૂરિજીએ જવાબ આપ્યા. ખાંસાહેબ ! સાંસારના ત્યાગ કરીને મેં Page #101 -------------------------------------------------------------------------- ________________ મેવાડના પુનરુદ્ધાર મુનિજીવનને સ્વીકાર કરેલા હૈાવાથી તમે ભેટ કરેલી આ સુંદર અને બહુમૂલ્ય વસ્તુઓને લઈને હું... શું કરુ? મારે તેમાંની એક પશુ વસ્તુની જરૂર નથી, તેમ નિઃસ્વાથી જીવનના અંગે તેમા સ્વીકાર પણ મારાથી થઈ શકે નહિ; માટે તમે તેના ઉપયોગ નિરાધાર અને ગરીબ માનવાને અને પ્રાણીઆને બચાવવામાં કરજો એવી મારી ઈચ્છા છે. બાદશાહ અકબરશાહની શુભેચ્છાને માન આપી હું તેમની પાસે જવાને માટે જ વિહાર કરતા કરતા અત્રે આવેલા છું અને તેથી અહી' કેટલેાક સમય વિતાવ્યા પછી હું અહીથી વિહાર કરીને તે તરફ જઈશ; માટે તે દરમ્યાન તેમને મારા વિહાર સબંધી ખબર પહાંચાડવી હોય તેા ખુશીથી પહેાંચાડજો,’’ છે શાહજીદ્દીનસૂરિજીની નિઃસ્વાર્થ બુદ્ધિ જોઈને ચકિત થઈ ગયા અને તેમની ઘણી જ પ્રશંસા કરી. તેણે કહ્યું, “સૂરિજી! આપના કહેવા મુજબ બાદશાહ સલામતને આપની વિહાર સંબધી ખબર આજે માકલાવીશ; માટે આપને જ્યારે અનુકૂળતા હોય, ત્યારે આપ તેમની હજુર જવાને વિહાર કરજો; ઉતાવળ કરવાની કે તકલીફ ઉઠાવવાની કશી અગત્ય નથી.'' ત્યારબાદ જૂદા જૂદા વિષયેા ઉપર કેટલેાક સમય ચર્ચા ચાલી રહ્યા પછી સૂરિજી પેાતાના નિવાસસ્થાને આવી પહેાંચ્યા. અહમદાબાદમાં કેટલાક દિવસે સૂરીશ્વરે શાંતિપૂર્વક વ્યતિત કર્યા અને તે પછી બાદશાહે માકલેલા અને કમ ચારીઓ સાથે પેાતાના શિષ્ય સમુદાયને લઈ ફત્તેહપુર જવાને તેમણે વિહાર કર્યાં. * Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણું ૧૬મું વિજય શાથી મળે છે ? શિયાળાની ઋતુ અને મધ્યાન્હના સમય હતેા. આ વખતે પૃથિવીરાજ પેાતાના મહેલના એક એરડામાં વિરામાસન ઉપર દિલગીરી ભરેલા ચહેરે ખેડેા હતેા. તેના સલાહકારક કરમચંદ તેની સામેના આસન ઉપર ખેઠેલા હતા. ક્રમ, કરમચંદ ! મહારાણા પ્રતાપસિંહ તરફથી કાંઈ સમાચાર હમણાં આવ્યા છે કે નહિ ?” પૃથિવીરાજે ખિન્નતાથી પૂછ્યું, “જી હા; તેમના તરફથી અગત્યના સમાચાર લઈને એક ભીલ બહુ જ સસ્તંભાળપૂર્વક અને ગુપ્ત વેશે આજે પ્રાતઃકાળમાં આવી પહેાંચ્યા છે અને તેણે આવીને મને મહારાણાના કાગળ આપ્યા કે તુરત જ હું અહીં આવ્યા હતા; પરંતુ નેાકરે આપ બાદશાહની હજુરમાં ગયાની ખબર આપતાં હું પાછે! ફર્યાં હતા.” કરમદે મહારાણા તરફથી સમાચાર આવ્યાના જવાબ આપતાં સાથે સાથે ખુલાસા પણુ કર્યાં. ‘હા, સવારમાં બાદશાહે મને યાદ કરવાથી હું તેમની પાસે ગયે હતા; પરંતુ મહારાણાએ શા સમાચાર માકલ્યા છે ?' પૃથિવીરાજે પાત બાદશાહની પાસે ગયાની કબૂલાત કરતાં પૂછ્યું. કરમચંદે મહારાણાના કાગળ કાઢી તેને પૃથિવીરાજને આપતાં ઉત્તર આપ્યા, “Èામલમેરના ત્યાગ કર્યા પછી મહારાણા પેાતાના પરિવાર સાથે ચપન પ્રદેશમાં આવેલા ચૈાન્ડ નગરમાં જઈને વિશ્વાસુ ભીલાના આશ્રયે રહ્યા હતા તથા તે સમયે મહારાણાને પકડી ખાદશાહ સન્મુખ લાવવાની પ્રતિજ્ઞા કરીને સેનાપતિ રિદખાં અને તેની સાથે રાજા માનસહુના સરદાર ચંદ્રસિહ ચપ્પન પ્રદેશ ઉપર ચડાઈ લઈ ગયા હતા, તે તે। આપણે જાણીએ છીએ. આ યુદ્ધમાં મહારાણાના વિજય થયા છે અને ફરિદખાંના સદંતર નાશ થયા છે તથા ચંદ્રસિંહ નાસી છૂટયા છે. આ ઘટનાએનું વર્ણન કરતાં સલુખરરાજ ગાવિ ંદસિંહજી કાગળમાં લખે છે કે આ યુદ્ધમાં ખરેખરું. મહત્ત્વનું કાય' મંત્રીશ્વર ભામાશાહે કરેલું છે અને જો તેણે ચદ્રસિહની તલવારના ભાગ થતાં મહારાણાને યોગ્ય વખતે આવીને બચાવી લીધા ન હોત, તે આજે Page #103 -------------------------------------------------------------------------- ________________ ૪૨ મેવાડને પુનરુદ્ધાર મેવાડને સૂર્ય ક્યારને અસ્ત પામી ગયે હેત અને સમસ્ત રાજસ્થાનમાં અંધકાર વ્યાપી ગયો હતો. ગોવિંદસિંહે ભામાશાહની કાર્ય કુશળતા અને બહાદૂરીની ઘણી જ પ્રશંસા કરેલી છે. છેવટે એ અનુભવી સરદાર લખે છે કે જો કે આ યુદ્ધમાં અમને ભગવાન એકલિંગજીની કૃપાથી વિજય મળે છે; તો પણ અમે નિરાંત કરીને શાંતિથી એક સ્થળે બેસી શકીએ તેમ નથી; કારણ કે પિતાના થયેલા આ પરાજયથી બાદશાહ અકબર ધે ભરાઈને તુરત જ બીજે દૂમલે કરવાને માટે વિશાળ સૈન્યને રવાના કરશે અને તેથી અમારે અમારા બચાવને માટે આ સ્થળને ત્યાગ કરવો પડશે. વળી અમારી પાસેના ઘણાં સૈનિકે યુદ્ધમાં કામ આવી ગયા છે તથા જે જીવતા રહ્યા છે, તેને લાંબા વખત ચાલે એટલું અનાજ વગેરે પણ અમારી પાસે રહેલું નથી. આવી સ્થિતિમાં ભવિષ્યમાં શું થશે, એની કલ્પના અત્યારથી કરવી નિરુપયોગી છે અને તેથી માત્ર ભગવાન એકલિંગજીની કૃપાને ઈચ્છતાં અમે સર્વે આ સ્થળને ત્યાત્રા કરીને તમને આ કાગળ પહોંચશે તે પહેલાં અન્યત્ર ચાલ્યા ગયા હશું.” કરમચંદ !” પૃથિવીરાજે કાગળનો વત્તાંત સાંભળી લીધા પછી કહ્યું. “કાગળની હકીક્ત સાંભળતાં એક તરફથી આનંદ અને તે જ ક્ષણે બીજી તરફથી દિલગીરીને સાથે અનુભવ થાય છે. મંત્રીશ્વર ભામાશાહના યુદ્ધકોશલ્ય માટે મને બહુ માન હતું જ અને તેમાં તમે કહેલી વાતથી વિશેષ વૃદ્ધિ થયેલી છે. ભામાશાહ એ ખરેખર અલૌકિક પુરુષ છે અને મને ખાતરી છે કે મેવાડને ઉહાર પણ તેના જ હાથે થશે. મહારાણાની દઢતા અને સ્વદેશની સ્વતંત્રતા મેળવવા માટે તેમને ઉત્સાહ જોઈને પણ તેમના માટે ધન્યવાદના શબ્દ મારા મુખમાંથી નીકળ્યા સિવાય રહેતા નથી. આવા રાજા અને આવા મંત્રીને જે દેશ અને જે ભૂમિ ધરાવે છે, તેને ઉદ્ધાર ગમે ત્યારે પણ થયા સિવાય રહેશે નહિ; પરંતુ તેમની અત્યારની દુ:ખી સ્થિતિને અહેવાલ સાંભળીને મને બહુ દિલગીરી થાય છે. શું હું એક ક્ષત્રિય થઈને મારા દુઃખી થતાં જાતિભાઈને કાંઈ સહાય ન કરી શકું? કરમચંદ !” “અવશ્ય મદદ કરી શકે; પરંતુ જ્યાં સુધી આપ બાદશાહના કેદી છે, ત્યાં સુધી અહીં બેઠા મહારાણુને માત્ર અત્યંત ગુપ્ત રીતે કાગળથી આશ્વાસન આપવા સિવાય બીજુ કાંઈ કરી શકે તેમ નથી.” કરમચંદે તાથી ઉત્તર આપ્યો. Page #104 -------------------------------------------------------------------------- ________________ વિજય શાથી મળે છે ? ૯૩ પૃથિવીરાજને તેની ખરી વસ્તુસ્થિતિનું ભાન થતાં તેણે પોતાની ભ્રકુટી ચડાવીને પૂછ્યું. “તમારી વાત સત્ય છે, કરમચંદ ! પરંતુ બાદશાહની નજરકેદમાંથી શું છૂટી શકાય તેમ નથી ? તમે કોઈ ઉપાય બતાવી શકે તેમ છે ?' કરમચંદે ઉત્તર આપ્યો. “રાજાસાહેબ હું કેટલાય દિવસોથી એ જ વિચાર કરી રહ્યો છું; પરંતુ હજુ સુધી કોઈ પણ ઉપાય મળી આવ્યા નથી.” “તો પછી આપણે આ સ્થિતિમાં અહીં હાથ-પગ જોડીને કયાં સુધી બેસી રહેશું ?” પૃથિવીરાજે પુનઃ પૂછયું. “એ વિષે હાલ કાંઈ પણ કહી શકાય તેમ નથી; કેમકે અકબરશાહ જેવા મહાન દક્ષ અને રાજકળાનિપુણ બાદશાહના પંજામાંથી સ્વતંત્ર થવું, એ કાંઈ સરલ કાર્ય નથી; તેમ છતાં તેથી નિરાશ થવાનું પણ કાંઈ પ્રયોજન નથી.” કરમચંદે સત્ય જવાબ આપ્યો. પૃથિવીરાજે કશો જવાબ ન આપતા મન સેવ્યું. “રાજાસાહેબ !” કરમચંદે ફરીથી કહ્યું. “જેવી આપને દિલગીરી થાય છે, તેવી મને પણ થાય છે; પરંતુ હાલ તો મનનું સમાધાન ગમે તે પ્રકારે કર્યા સિવાય અન્ય એક પણ ઉપાય આપણી પાસે રહેલ નથી. આપણા થી જો હાલના સંજોગોમાં કાંઈ પણ થઈ શકે તેમ હોય તે તે એટલું જ છે કે મહારાણા પ્રતાપસિંહને પત્ર દ્વારા આપણે આશ્વાસન આપવું અને તેમને પોતાની દઢતા ટકાવી રાખવાને આગ્રહ કરવો.” બરાબર છે; હાલની સ્થિતિમાં આપણે તેથી કાંઈ વિશેષ કરી શકીએ તેમ નથી. અને તેથી મનનું સમાધાનઃ નિરુપાયે પણ કરવું પડે છે; પરંતુ મહારાણુના પત્રને ઉત્તર ક્યારે લખવાને છે ?” પૃથિવીરાજે કરમચંદના અભિપ્રાયને સ્વીકારીને પૂછયું. આપ કહે ત્યારે હું લખવાને તૈયાર જ છું.” કરમચંદે જવાબ આયે. તે પછી આજે જ ઉત્તર લખી નાંખીને આવેલ ભીલને પાછા ગુપ્ત રીતે રવાના કરી દે, એ જ ઠીક છે; કેમ ખરું ને ?” પૃથિવીરાજે કહ્યું. “હા, એ જ ઠીક છે અને તેથી હું હમણું જ ઉત્તર લખીને આવું છું અને આપ તેને વાંચી લે કે તુરત જ આવેલ ભીલને એ ઉત્તરરૂપી કાગળને આપી રવાના કરી દેશું.” કમમચંદે આસન ઉપરથી ઊભા થતાં કહ્યું. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૪ મેવાડને પુનરુહાર કરમચંદ પાસેના બીજા ઓરડામાં ગયો અને ત્યાં બેસીને સલંબરરાજ ગોવિંદસિંહે લખેલ પત્રના ઉત્તરરૂપે સરસ શબ્દોમાં એક કાગળ થેડીવારમાં લખી નાખ્યો અને ત્યારબાદ પુનઃ પૃથિવીરાજ પાસે આવીને તેને એ કાગળ વાંચવાને આ પૃથિવીરાજે સદરહુ કાગળને વાંચી લીધે અને પિતાને સંતોષ જાહેર કરતાં કહ્યું. “કરમચંદ ! કાગળ બહુ જ સારી રીતે લખેલો છે અને તેથી તેમાં કાંઈ સુધારો કરવા જેવું નથી; માટે તેને પરબીડિયામાં બરાબર બંધ કરીને તમે જાતે જ મહારાષ્ટ્રના ભીલને હાથે હાથ આપજે.” “બહુ સારું, આપની આજ્ઞા મુજબ અમલ કરીને આપને ખબર આપીશ.” એમ કહી કરમચંદ પૃથિવીરાજ પાસેથી કાગળ લઈને પિતાના આવાસે આવવાને ઓરડાની બહાર નીકળ્યો અને જરા આગળ ચાલ્યા. પરંતુ મસ્તકમાં કાંઈક વિચાર ઉદ્ભવતાં તે પાછો વળીને પુનઃ એારડામાં આવ્યું. Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭મું ચંપાદેવી ન થા માલુમ કે ઉફતમેં ગમ ખાનાં ભી હોતા હે, જીગ૨કી એકલી ઓર જીકા ગભરાનાં ભી હોતા હે. અગર દાની સીમી રોઝન, અજલ દાગે જુદાઈરા, નમીકરદન બદલ રાશન, ચીરાગે આશનાઈર.” કરમચંદ પુનઃ ઓરડામાં આવ્યું, ત્યારે પૃથિવીરાજ વિચારસાગરમાં ગોથાં ખાતે હતો અને તેથી તેને કરમચંદના આગમનની ખબર પડી નહિ. કરમચંદે તેને બેધ્યાન જોઈને તેનું ધ્યાન પિતાની તરફ ખેંચવા માટે કહ્યું. “રાજાસાહેબ !” પૃથવીરાજે ઝટ લઈને તેની સામે જોયું અને આતુરતાથી પૂછયું. કેમ કરમચંદ !” “મારી એક વિનંતિ સાંભળશે?” કરમચંદે આસન ઉપર બેસતાં કહ્યું, “મારા સાચા સલાહકાર અને મિત્રની વિનંતિને શું હું સાંભળીશ નહિ, એમ ધારીને તમે એ પ્રશ્ન કરે છે ?” પૃથિવીરાજે પૂછયું. આપ મારી વિનંતિને નહિ સાંભળે, એ હેતુથી મેં એ પ્રશ્ન કર્યો નથી; પરંતુ આપને તેને સાંભળવા જેટલી અત્યારે ફુરસદ છે કે નહિ એ જાણવાના હેતુથી મેં એ પ્રશ્ન કર્યો છે.” કરમચંદે ઉત્તર આપ્યો. “પ્રિય મિત્ર ! તમારી વિનંતિ કે શું પણ તમારી સલાહ પણ ગમે તે સમયે સાંભળવાની ફુરસદ જ છે, માટે તમારે જે કહેવું હોય તે ખુશીથી કહો, હું તેને સાંભળવાને તૈયાર જ છું.” “બહુ સારું સાંભળે ત્યારે.” કરમચંદે એમ કહીને પૃથિવીરાજની બરોબર સામે જોઈને પૂછયું. “મારી વિનંતિ એવી છે કે આપ આમ ને આમ આ સ્થિતિમાં ક્યાં સુધી વખતને વ્યતિત કરશે ?” “તમે શું કહેવા માગે છે, તે હું બરાબર સમજી શકતો નથી; માટે તમારે જે કહેવું છે, તે જરા સ્પષ્ટતાથી કહેશે, તે તેને સમજવાની મને સરલતા થશે.” પૃથિવીરાજે તેના મર્મને નહિ સમજતાં કહ્યું. Page #107 -------------------------------------------------------------------------- ________________ મેવાડને પુનરુદ્ધાર “મારે કહેવાને ભાવાર્થ એ છે કે અણજીના પરલોક ગમનને હવે ઘણો સમય થઈ ગયો છે અને તેથી આ૫ ફરીથી લગ્ન કરે, તે શી હરકત છે ?” કરમચંદ પોતાના કથનને ભાવાર્થ કહી બતાવ્યો. પૃથિવીરાજે એ સાંભળીને વિશ્વાસ મૂકતાં કહ્યું. “કરમચંદ ! તમારું કહેવું ઠીક છે; પરંતુ ફરીથી લગ્ન કરવાને માટે વિચાર નથી; કારણ કે લીલાદેવી જેવી સદ્ગુણી અને સંદર્યવતી પત્ની શું વારંવાર મળવી સહેલા છે ?” . “રાજાસાહેબ " કરમચંદે ગંભીરતાપૂર્વક કહ્યું. “આ૫નું કથન સત્ય છે કે શ્રીમતી લીલાદેવી જેવાં રાણીજી મળવા, એ સહેલ નથી, પરંતુ આપ તેમના શેકમાં રહીને ફરીથી લગ્ન નહીં કરો તો તેથી એક વખત મૃત્યુ પામેલા રાણીજી જેમ આપને પુનઃ મળવાના નથી, તેમ તેથી આપને શેક પણ ઓછો થવાનું નથીમાટે મારી વિનંતિને સ્વીકાર કરીને આપે ફરીથી લગ્ન કરવું, એ જ આપને માટે શ્રેયસ્કર છે. “કરમચંદ !” પૃથિવીરાજે દિલગીરી ભરેલા અવાજે કહ્યું. “તમારી મારા પ્રત્યેની લાગણીને માટે હું તમારો ઉપકાર માનું છું; પરંતુ દિલગીર છું કે હું તમારી વિનંતીને સ્વીકાર કરી શકતો નથી.” “તેમ કરવાનું કાંઈ કારણ?” કરમચંદે પ્રશ્ન કર્યો “હા, કારણ છે અને તે તમે કયાં જાણતા નથી ? મારી હદયેશ્વરી લીલાદેવી જો કે મૃત્યુ પામી છે અને તે મને પુનઃ મળે એવી આશા રાખવી એ પણ કેવળ મૂર્ખતા છે, તે પણ તેના અસામાન્ય પ્રેમને, તેના ઉચ સદ્દગુણેને, તેની મીઠી વાણીને, તેના અપ્રતીમ રૂ૫-લાવણ્યને અને તેના સદૈવ હસતા મુખાવિંદને હું હજી ભૂલી ગયો નથી. તેને અમર આત્મા કે સ્વર્ગમાં જ વિરાજતા હશે; તો પણ તેની સ્મૃતિરૂપ મૂર્તિ મારા હૃદયમંદિરમાં જ વિરાજે છે અને તેથી તેને તિરસ્કાર કરીને, તેને વિસારી દઈને હું અન્ય સ્ત્રીની સાથે લગ્ન કરવાને તૈયાર નથી. કરમચંદ ! તમે ચતુર અને વિદ્વાન થઈને મને બેટે માર્ગ કાં દેર છે ?” પૃથિવીરાજે કાંઈક આવેશથી જવાબ આપે. રાજાસાહેબ !” કરમચંદે કહ્યું. “આપને બેટે માર્ગ દેરવાનું મને શું પ્રયોજન છે? હું તો આપને ખરા જ માર્ગે દોરું છું અને એમ કરવું, એ Page #108 -------------------------------------------------------------------------- ________________ ચંપાદેવી મારી ફરજ છે; પરંતુ રાણીજીના મૃત્યુ પછી આપને જીવ ઉદાસ રહેતા હોવાથી આપને મારી સાચી સલાહ પણ વિપરીત લાગે છે અને તેથી જ આપ તેને ખોટે માર્ગ કહે છે.” તમને મારા કથનથી માઠું લાગ્યું હોય તેમ જણાય છે; પરંતુ કરમચંદ ! તમે જ વિચાર કરો કે લીલાદેવી જેવી બીજી સ્ત્રી મળવી એ શું સહજ વાત છે ?” પૃથિવીરાજે પૂછ્યું. જેમ એ સહજ વાત નથી, તેમ એ અસંભવિત પણ નથી; પરંતુ એથી લીલાદેવી શું આપને પુનઃ મળશે ખરા ?” કરમચંદે પૃથિવીરાજના પ્રશ્નનો ઉત્તર આપતાં સવાલ કર્યો. નહિ જ; એક વખત મૃત્યુ પામેલું માણસ પુનઃ મળતું નથી. એ તે હું સારી રીતે જાણું છું.” પૃથિવીરાજે જવાબ આપે. “તો પછી એ માટે શોક કરવાથી શું ફળ મળવાનું છે ? કાંઈ જ નહિ અને તેથી મારી વિનંતિને સ્વીકાર કરી આપ પુનઃ લગ્ન કરીને સુખી થાઓ, એવી મારી ઈચ્છા છે.” કરમચંદે મૂળ વાત લાવીને મૂકી. “ધડીભર માને કે હું તમારી વિનંતિને સ્વીકાર કરીને લગ્ન કરવાને તૈયાર થાઉં; પરંતુ મારે કેની સાથે લગ્ન કરવું ? પૃથિવીરાજે પ્રશ્ન કર્યો. “એ વિષે મેં મારાથી બનતી સઘળી ગોઠવણ કરી રાખી છે. લીલાદેવીના બહેન ચંપાદેવી આ૫ના રાણું થવાને સર્વાશ લાયક છે, અને વળી તેની સાથે લગ્ન કરવાથી સ્વર્ગસ્થ રાણીજીના પ્રેમને પણ આપ સ્મૃતિમાં રાખી શકશે. માટે આપે ચંપાદેવી સાથે લગ્ન કરવું એ ઉત્તમ છે.” કરમચંદે કરેલી સઘળી ગાઠવણુ કહી બતાવી. “એ વાત પણ ઘડીભરને માટે હું સ્વીકારી લીં; પરંતુ શું ચંપા મને ચાહે છે ? અને જે તે મને ન ચાહતી હોય, તે તેની સાથે બળાત્કારે મારે લગ્ન કરવું, એ શું ઉચિત છે?” પૃથિવીરાજે પુનઃ પ્રશ્ન કર્યો. કાઈની સાથે બળાત્કારે લગ્ન કરવાને માટે હું આપને આગ્રહ કરતો નથી; પરંતુ જે ચંપાદેવી આપને ચાહતા હોય, તો પછી આપ તેની સાથે લગ્ન કરવાને તૈયાર છેને ?” કરમચંદે એમ કહીને પૃથિવીરાજની સામે જોયું, Page #109 -------------------------------------------------------------------------- ________________ મેવાડના પુનરુદ્ધાર પૃથિવીરાજ હવે વિચારમાં પડી ગયા. તેણે કરમચંદના પ્રશ્નનેા કાંઈ પશુ ઉત્તર આપ્યો નહિ. ૯૪ પૃથિવીરાજને નિરુત્તર રહેલા જોઈને કરમચંદે કહ્યું. “કેમ ઉત્તર આપતા નથી રાજા સાઝેબ ?” કરમચંદ ! હું તમારા પ્રશ્નને વિચાર કરીને જવાબ આપીશ. શહેનશાહ અકબરે પણુ મને ગઈ કાલે પુનઃ લગ્ન કરવાની મિત્રતાને દાવે સલાહ આપી છે અને તેના જવાબ પણ વિચારીને આપવાના છે. ’’ પૃથિવીરાજે કહ્યું. ત્યારે તા આપે શહેનશાહની સલાહને માન્ય રાખવી પડશે, કેમ ખરુને ?” કરમચંદે જરા હસીને પૂછ્યું', ઉપરથી મિત્રતાના દાવા કરનારા અને અંદરથી શત્રુતા ધરાવતા શહેનશાહની સલાહને માન્ય રાખવાને હું કૈાઈ પણ રીતે તૈયાર નથી; પરંતુ આ વિષયમાં તમારેા જ્યારે બહુ આગ્રહ છે, ત્યારે મારે અવશ્ય વિચાર કરવા પડશે. હાલ તેા તમે તમને સાંપેલા કામ ઉપર જાએ. દરમ્યાન હું વિચાર કરીને યેાગ્ય જવાબ આપીશ.' “બહુ સારુ; આપને યોગ્ય લાગે ત્યારે જવાબ આપજો, પરંતુ મારી વિનતિના અસ્વીકાર કરવાનું સાહસ એકદમ કરી નાંખતા નહિં, એવા મારા ખાસ આગ્રહ છે. હું હવે રજા લઉ છુ. અને સાંજે અગર કાલે સવારે આપને મળીશ.” એમ કહી કરમચંદ ચાહ્યા ગયા અને પૃથિવીરાજ કરમચંદે કરેલા આગ્રહ વિષે વિચાર કરવા લાગ્યા. પૃથિવીરાજે આજપર્યંત ચંપાદેવીને દિપણું ધ્યાનપૂર્વક જોઈ નહોતી અને તેથી તેનું સૌંદર્ય" કેવું છે, તેની કલ્પના સરખી પણુ તેને નહેતી; પરંતુ અત્યારે તેણે તેને બરાબર જોઈ અને તેને જોતાં જ તે આશ્ચર્ય પામી ગયે. તેણે જોયું કે ચંપાદેવી પેાતાની સ્વર્ગસ્થ પ્રિયપત્ની લીલાદેવીથી રૂપમાં જરા પણ ઉતરતી નહેાતી. એ જ લાવણ્યના ભંડાર સરખું મુખ, એ જ સીધી સરલ નાસિકા, એ જ ગુલાખી ગાલા, એ ચંચળ આંખેા, એ જ દાડમની કળીએ જેવી દંત પ ંકિત, એ જ કનકકળશ જેવાં સ્તન, એ જ કમળદડને પણ શરમાવે તેવા નાજુક હાથ, એ જ પાતળા કટીભાગ, એ જ. સ્થૂળ નિતંબપ્રદેશ, એ જ ચંપકવા ૧ દેહલતા અને એ જ ગજ ગામિની ચાલ ! ટુંકામાં કહું તા એ જ Page #110 -------------------------------------------------------------------------- ________________ ચ'પાદેવી લલિત લલના લીલાદેવી ! પૃથિવીરાજ ચંપાદેવીને જોઈને–તેના અનુપમ રૂપલાવણ્યને નિરખીને પેાતાનું ભાન ક્ષણવારને માટે ભૂલી ગયા. તેણે પોતાના મનથી પ્રશ્ન કર્યો. શું આ લીલાદેવી છે ?' અંતરમાંથી તુરત જ જવાબ મળ્યા કે આ લીલાદેવી તા નથી, પણ તેની પ્રતિમૂર્તિરૂપ તેની બહેન ચપાદેવી છે. પૃથિવીરાજે ચંપાદેવીની સામે જોઈને કહ્યું. “ચંપાદેવી !” “શું કહેા છે!, રાજાસાહેબ !'' ચંપાદેવીએ પૂછ્યું. “તું ખરેખર ચંપાદેવી છે કે લીલાદેવી ?'' પૃથિવીરાજે પ્રશ્ન કયા. ee “કેમ, આપ મને એળખી શકતા નથી, એ કેવી વાત ? હું ચંપાદેવી જ છું. લીલાદેવી હવે આ સંસારમાં નથી, એ આપ કયાં જાણુતા નથી ?'' ચ'પાદેવીએ એક નિઃશ્વાસ નાંખીને જવાબ આપ્યા. “ઠીક, તું ચંપાદેવી છે તેા ભલે; પરંતુ લીલાદેવી તમે કદિ યાદ આવે છે? તુ તેને કદિ સંભારે છે?'પૃથિવીરાજે બીજો પ્રશ્ન કર્યો. રાજા સાહેબ! એ પ્રશ્ન પૂછીને મને શા માટે દુઃખી કરા છે.! લીલાદેવી-મારી પવિત્ર અને સદ્ગુણી બહેનને હું દિનરાત સંભારું છું. પરંતુ સુભારવા માત્રથી તેના ચિરકાળને માટે થયેલા વિયાગ શુ* દૂર થાય તેમ છે ખરા ?'' ચ’પાદેવીએ પુનઃ નિશ્વાસ નાખીને જવાબ આપતાં પૂછ્યું. 'નહિ, તેના વિયેાગ મટીને સયેગ થાય તેમ નથી તે નથી જ. ઠીક, જવાદે એ વાતને; પરંતુ ચ'પાદેવી ! હું તારી પાસેથી એક વાત જાણુવા માગુ છું.” પૃથિવીરાજે મૂળ વાત લાવીને મૂકી. “શી વાત જાણવા માગેા છે, રાજા સાહેબ ?'' ચ’પાદેવીએ પૂછ્યું. “એ જ કે તેં તારું દિલ કાઈને અપણુ કયુ" છે? તું કાઈને ચાહે છે ?'' પૃથિવીરાજે પૂછ્યું અને હવે તે શા ઉત્તર આપે છે, એ જાણુવાને તે આતુરષ્ટિએ તેની સામે જોઈ રહ્યો. પૃથિવીરાજને નહી ધારેલા પ્રશ્ન સાંભળીને તે વિચારમાં પડી ગઈ અને શરમથી નીચુ' પણુ જોઈ ગઈ. તેણે તેના પ્રશ્નનેા કાંઈ પણ ઉત્તર આપ્યા નહિ. પૃથિવીરાજતે જ્યારે કાંઈ પણ ઉત્તર મળ્યે નહિં, ત્યારે તેણે પુનઃ એ જ પ્રશ્ન કર્યા. ‘ચ’પાદેવી ! કેમ ઉત્તર આપતી નથી?તુ કાઈને ચાહે છે ?” Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦. મેવાડને પુનરુદ્ધાર ચંપાદેવીએ પૃથિવીરાજની સામે અર્થસૂચક દૃષ્ટિથી જોઈને કહ્યું. “રાજાસાહેબ ! મેં જે કહ્યું છે, તેમાં શંકા ધરાવાનું કશું પણ પ્રોજન નથી; કારણ કે હું આપને ચાહું છું એ નિર્વિવાદ વાત છે; પરંતુ આપને હું શા કારણથી ચાહું છું અથવા તે આપને મેં મારું હૃદય શા માટે અર્પણ કર્યું છે, તે હું પણ જાણતી નહિ. હેવાથી તેને ઉત્તર આપી શકીશ નહિ.” ચંપાદેવીએ સ્પષ્ટતાથી કહ્યું. | ચંપાદેવીના ઉત્તર પછી પૃથિવીરાજે ક્ષણવાર વિચાર કરીને કહ્યું. ચંપાદેવી ! તારી બહેન લીલાદેવીનું મૃત્યુ થતાં અન્ય સ્ત્રીની સાથે લગ્નની ગાંઠથી જોડાવાને મારે વિચાર કિંચિતમાત્ર પણ નહોતું અને વિચાર પ્રમાણે વર્તવાને મેં નિશ્ચય પણ કરી રાખ્યા હતા; પરંતુ મારા મિત્ર અને સલાહકાર કરમચંદે આજે મને ફરીથી લગ્ન કરવાનો અને તે પણ તારી સાથે લગ્ન કરવાને એટલો બધો આગ્રહ કર્યો છે કે હું તેને તે બાબત સ્પષ્ટતાથી ના પાડી શકું તેમ નહિ હોવાથી વિચાર કરીને જવાબ આપીશ, એમ કહીને મેં તેના મનનું હાલ તુરત સમાધાન કર્યું છે. મારી માન્યતા એવી હતી કે તું મને ચાહતી નહિ હોય અને તેથી તારી પાસેથી તેને ખુલાસો મેળવ્યા પછી કરમચંદને હું જવાબ આપવાનો હતો કે ચંપાદેવી મને ચાહતી નથી એટલે પછી મારે તેની સાથે બળાત્કારે શી રીતે લગ્ન કરવું ? આવી રીતે તેને ઉત્તર આપીને હું મારા નિશ્ચયને વળગી રહેવા માગતો હાઈને મેં તારી પાસેથી તું કેમને ચાહે છે, એ જાણી લેવાના હેતુથી એ વિષયના પ્રશ્નો તને કર્યા હતા, પરંતુ તું જ્યારે મને ચાહે છે, ત્યારે તારા પ્રેમને અસ્વીકાર કરીને તને-મારી પ્રિય પત્નીની બહેનને દુઃખી કરવી અને સાથે સાથે મારા સાચા મિત્ર કરમચંદની સલાહને અમાન્ય રાખવી, એ હવે મને ઉચિત લાગતું નથી. ચંપાદેવી ! પ્રિયતમા લીલાદેવીને પ્રેમ એટલે બધો અગાધ હતો કે તેને હું મારા આખા જીવનપર્યત ક્ષણવારને માટે પણ ભૂલી શકું તેમ નથી; તે પણ મારી પ્રિયતમાના એ પ્રેમની અને ખુદ તેમની સ્મૃતિ કાયમ રાખવાને માટે હું તારી સાથે લગ્ન કરું તે મેં મારા પ્રિયતમાને અન્યાય આપે છે, એમ ગણાશે નહિ અને તેથી હું તારા પ્રેમને સ્વીકાર કરીને તે બદલામાં હું તને મારે અર્ધ પ્રેમ આપું તે તું મારી સાથે લગ્ન કરવાને ખુશી છે ?” પૃથવીરાજે નિખાલસ દિલથી બધી હકીકત કહીને છેવટે પૂછ્યું. રાજાસાહેબ ! પ્યારા ! આપ મને આપનો અર્ધ પ્રેમ આપો કે Page #112 -------------------------------------------------------------------------- ________________ ચંપાદેવી ૧૦૧ બધો પ્રેમ આપો અથવા તો મને ચાહે કે સદતર ન પણ ચાહે, પણ મેં મારું દિલ જે આપને અર્પણ કર્યું છે, તે અન્યનું કદિ પણ થશે નહિ અને તેથી આપની ગમે તેવી શરત મારે કબૂલ છે. હું આપની સાથે લગ્નથી જોડાવાને ખુશી જ છું.” ચંપાદેવીએ જવાબ આપે. - પૃથિવીરાજે ખુશી થતાં કહ્યું “ચંપાદેવી! જ્યારે તું મારી શરતને કબૂલ કરે છે, ત્યારે તું સ્વર્ગસ્થ પ્રિયતમાની બહેન હોઈને હું પણ તારી સાથે લગ્ન કરવાને ખુશી છું. મારી ચંપા ! તું લીલાદેવીની સાક્ષાત મૂર્તિ જ છું અને તેથી મારે તારે શા માટે તિરસ્કાર કરવો જોઈએ ? આવ,પ્રિય ચંપા ! આવ અને આ દુઃખી પૃથિવીરાજના બળતા હૃદયને આલિંગીને તેને શાંત કર.” ચંપાદેવીને એટલું જ જોઈતું હતું. તે પૃથિવીરાજના વચનેથી અત્યંત ખુશી થઈ ગઈ; પરંતુ સ્ત્રીચિત લજ્જાના આવરણથી તે નીચું જોઈને ઊભી રહી અને તેણે કાંઈ પણ ઉત્તર આપે નહિ. પૃથિવીરાજ તેને નિરુત્તર રહેલી જોઈને તેની પાસે ગયા અને તેને પિતાના બાહુપાશમાં લઈને લજાથી લાલચળ બનેલા તેના અધરોષ્ટ ઉપર સ્નેહદાનરૂપી ચુંબન ભરીને તેણે કહ્યું – ચાંપાં ડગલાં ચાર, લટકંતી લાલાં જસી; ભામન ભર ધર ભાર, પા અમૃત પૃથીરાજરે."* ચંપાદેવી પોતાના પ્રિયતમ કવિની કાવ્યચાતુરી જોઈને હસી પડી અને હસતાં હસતાં તે પણ વૃક્ષને જેમ સુકેમળ વેલી આલિંગન કરે છે તેમ પૃથિવીરાજને આલિંગતી ભેટી પડી. તેઓ તે પછી લગ્નની પવિત્ર ગાંઠથી જોડાઈને પરમાનંદથી દિવસ ગુજારવા લાગ્યા હતા. * પ્રતાપ પ્રતિજ્ઞા નાટકમાંથી Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮મું કષ્ટને અવધિ ચાન્ડ નગરના ઉપવનમાં થયેલ યુદ્ધમાં મોગલોનો પરાજય થયા પછી તેઓ પુનઃ મોટું સન્મ લઈને પ્રતાપસિંહ ઉપર ચડી આવવાની તૈયારી કરી રહ્યા હતા. આ ખબર પ્રતાપસિંહને પિતાના ગુપ્ત દૂત મારફત મળતાં તેણે ભામાશાહ તથા ગોવિંદસિંહની સલાહથી ચાન્ડ નગરને ત્યાગ કરીને આબુથી બાર ગાઉ પશ્ચિમમાં દૂર આવેલા પહાડોમાં ચાલ્યા જવાનો નિશ્ચય કરી રાખ્યો હતો, એ આપણે સત્તરમા પ્રકરણમાં જોઈ ગયા છીએ. આ વખતે પ્રતાપસિંહની પાસે સૈન્ય માત્ર નામનું જ હતું; કારણકે તેના ઘણાખરા બહાદૂર દ્ધાઓ છેટલા યુદ્ધમાં માર્યા ગયા હતા અને જે બચ્યા હતા તેઓ પણ તેની પાસે આવી દુઃખી સ્થિતિમાં કેટલો સમય રહેશે, તે વિષે કાંઈ કહી શકાય તેમ ન હતું અને તેથી જ્યારે તેણે ચાન્ડ નગરને ત્યાગ કર્યો, ત્યારે તેની સાથે માત્ર તેના પરિવારનાં માણસે, તેનાં આપ્તજનો, તેનાં ત્રણ ચાર વિશ્વાસુ સરદારે, થોડાક રાજપૂત સૈનિકે અને તે સિવાય કેટલાક વિશ્વાસુ ભલે જ માત્ર હતા. સમસ્ત મેવાડમાંથી એક પણ નગર કે એક પણ ગામ પ્રતાપસિંહના કબજામાં રહ્યું ન હતું. તેને પિતાને રાજા જાણુને કોઈ પણ મનુષ્ય આશ્રય આપે તેમ પણ નહોતું અને તેથી તેણે કઈ ગુપ્ત અને દૂરના પ્રદેશમાં ચાલ્યા જવાને વિચાર કરીને વનમાં આશ્રયહીન અને નિરાધાર માણસની જેમ આમથી તેમ અને તેમથી આમ ભટકવાનું શરૂ કર્યું. ઘડીમાં એક સ્થળે તે ઘડીમાં બીજે સ્થળે એ પ્રમાણે વનમાં ભટકતાં ભટકતાં તેના દુઃખને અવધિ આવી રહ્યો હતો. એકાદ ગુપ્ત સ્થળ શોધીને ત્યાં વસવાનો નિશ્ચય કરતો હતો કે તુરત જ તેના ભીલદૂતે મોગલે તેની શોધમાં આવી પહોંચ્યાની ખબર આપતા હતા અને તેથી તેને તાબડતોબ ત્યાંથી ચાલ્યા જવું પડતું હતું અને બીજા સ્થળની તપાસ કરવી પડતી હતી. કેઈ વખતે વનમાંથી કંદમૂળાદિ જે મળતું હતું. તેને ખાઈને પિતાની ક્ષુધાને તૃપ્ત કરવાની ખાતર તે પિતાના પરિવારનાં માણસો સાથે બેસવાની તૈયારી કરતા હતા, પરંતુ તે દરમ્યાન શત્રુઓના આગમનના સમાચાર તેને મળતા અને તેથી ખાવાનું મુલતવી રાખીને પણ તેને પિતાનાં Page #114 -------------------------------------------------------------------------- ________________ કષ્ટને અવધિ ૧૦૩ આપ્તજનેને બચાવવાની ખાતર નાસી જવું પડતું હતું. આ પ્રમાણે એક બે વાર નહિ, પણ ઘણી વાર બનતું હોવાથી તેના દુઃખને હવે પાર રહ્યો ન હતો. મોગલ તેની શોધ એટલી બધી ખંતથી અને કાળજીથી કરતા હતા કે તે એક પણ સ્થળે નિરાંત કરીને રહી શકતો નહોતો અને ઘડીએ ઘડીએ તેને એક સ્થળેથી બીજે સ્થળે અને બીજે સ્થળેથી ત્રીજે સ્થળે નાસી જવું પડતું હતું. મેવાડના મહારાણા પ્રતાપસિંહની આ સમયે એટલી બધી દુઃખદ અવસ્થા થઈ પડી હતી કે તેને અને તેના માણસોને ખાવાને પેટપૂર અને પણ મળતું નહોતું અને કદિ જ્યાં ત્યાંથી લાવીને ખાવાને બેસતાં તો મેંગલો તેની શોધમાં નિરંતર ફરતા રહેતા હોવાથી તેમને નિરાંતે બેસીને ખાવાને વખત પણ રહેતો નહોતે. ટૂંકમાં કહીએ તે આ સમયની પ્રતાપસિંહની સ્થિતિ એક ગરીબમાં પણ ગરીબ અને નિર્ધનમાં પણ નિર્ધન દુઃખી ભિક્ષુકની સ્થિતિ કરતાં પણ ખરાબ હતી. પ્રાણનાથ !” પ્રતાપસિંહની પત્ની પદ્માવતીએ રડતાં રડતાં કહ્યું. આજ સુધી મેં અનેક સંકટને હસતા મોઢે સહન કર્યા છે, પરંતુ હવે આપણાં પ્રિય બાળકોનું દુઃખ જોઈને મારી ધીરજ રહેતી નથી અને તેથી જ અનિચ્છાએ પણ આંખમાંથી અશ્રુઓ નીકળી પડે છે.” “આપણું બાળકનું કયું દુઃખ જોઈને તેને રડવું આવે છે, પ્રિયા !” પ્રતાપસિંહે જીજ્ઞાસાથી પૂછયું. “પ્રિય પતિ ! તેમનાં સુધાનાં અત્યંત તીવ્ર દુઃખને જોઈને મને રડવું આવે છે. તેઓ બિચારાં ભૂખથી એવાં તો બેહાલ થઈ ગયાં છે અને એવાં તો કલ્પાંત કરી રહ્યા છે કે મારાથી તેમનું એ દુ:ખ જોઈ શકાતું નથી, આપ એક વખત પર્ણકુટીમાં આવીને જુઓ તો ખરા કે કેવી તેમની ભયંકર હૃદયવિદારક સ્થિતિ છે?” મહારાણીએ જવાબ આપતાં કહ્યું. મહારાણીને ઉપર્યુક્ત કથનથી પ્રતાપસિંહ જ્યાં બેઠા હતા, ત્યાંથી તુરત જ ઊભો થયો અને તેની સાથે તૃણુ અને કાઝથી બાંધેલી કામચલાઉ પર્ણકટી દ્વાર પાસે ગયે. દ્વારમાં ઊભા રહીને તેણે પોતાના બાળકની જે દયાજનક સ્થિતિ જોઈ તેથી તેનું હૃદય અત્યંત દિલગીરીમાં ગરકાવ થઈ ગયું અને તેથી તે એકદમ ત્યાંથી પાછો ફર્યો. પાછા ફરતાં ફરતાં તેની આંખોમાંથી પણ અશુઓ જેસબંધ નીકળવા લાગ્યાં અને તેથી જ્યાં ઊભે હતો ત્યાં જ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ મેવાડને પુનરુદ્ધાર નીચે બેસી ગયે, કેટલીકવાર રડીને હત્યના ભારને ઓછા કર્યા પછી તેણે પિતાની પત્નીને કહ્યું “પ્રિયા ! થયું, હવે આપણે દુખને અવધિ આવી રહ્યો છે; કારણ કે રાજભવમાં ઉછરેલા બાળકનું સુધાનું દુઃખ જોઈને મારી ધીરજ પણ હવે રહેતી નથી. ધીરજ કયાં સુધી રહે? રાજ ગયું, વૈભવ ગયે, ધનને નાશ થયો, કીર્તિ ગઈ અને છેવટે ભૂખનાં દુઃખથી પ્રિય બાળકોના પ્રાણ પશુ જવાની તૈયારીમાં છે; હવે બાકી શું રહ્યું કે ધીરજને રાખવી ? દેશની સ્વતંત્રતાના યજ્ઞમાં સર્વસ્વની આહૂતિ આપવા છતાં પણ જ્યારે વિજયની આશા જણાતી નથી, ત્યારે પછી આમ કયાં સુધી અને શા માટે દુઃખી થવું જોઈએ ? હું પરમાત્મા ! હે કૃપાળુ ભગવાન ! હવે આ દુઃખને જોયું જાતું નથી; હવે તે સહન થતું નથી અને તેથી જીવીને પણ હવે શું કરવું છે ? કાં તો આ દુઃખી જીવનને સ્વેચ્છાએ અંત આણવો અને કાં તે આ ભૂમિને સદંતર ત્યાગ કરીને ચાલ્યા જવું. આ બન્નેમાંથી એક ઉપાય અજમાવ્યા સિવાય હવે અન્ય એક પણ માર્ગ આપણું માટે રહ્યો નથી. પ્રિય દેવી! કહે સત્ય હોય તે કહે કે આ ઉભય ઉપાયમાંથી મારે કયા ઉપાયને ગ્રહણ કરવો ?” મહારાણએ જોયું કે પોતાના પતિ તદ્દન નિરાશ થઈ ગયા છે અને તેથી નિરાશાના અતિરેકથી તે વગર વિચાર્યું કેઈ પણ કાર્ય કરી બેસશે, એમ વિચારીને તેણે તેની પાસે જઈ ને અત્યંત મીઠી મધુર વાણીથી કહ્યું. “પ્રાણપતિ !” કેમ ?” મહારાણાએ આંખો ફાડીને કહ્યું ! “આપને આ શું થયું છે ? આપ કેમ સાવ નિરાશ થઈ ગયા છો ? મેવાડને સિંહ એક સામાન્ય દુઃખથી શું કાયર બની ગયો છે કે તેના મુખમાંથી નિર્બળ શિયાળને પણ ન છાજે તેવાં અયોગ્ય વચને નિકળે છે ? મહારાણું ? પ્રાણનાથ ! આપ વિચાર કરો કે આપ કોણ છો ? આપની પ્રતિજ્ઞાને યાદ કરો. ગમે તે ભોગે અને ગમે તે ઉપાયે મેવાડને પુનરુદ્ધાર કરવાની આપે પ્રતિજ્ઞા કરી છે, તેનું શું આપને વિસ્મરણ થયું છે ? હું નથી ધારતી કે આપને તેનું વિસ્મરણ થયું હોય અને તેમ છતાં આ૫ આવા નિરાશાના ઉદ્દગારો કાઢો છે એ શું આપને શોભે છે ?” પદ્માવતીએ આવેશપૂર્વક કહ્યું. પ્રતાપસિંહે દિલગીરી ભરેલા સ્વરથી કહ્યું. “વહાલી ! પ્રતિજ્ઞાને હું ભલી ગયો નથી અને જ્યાં સુધી મારી હૈયાતી હશે, ત્યાં સુધી ભૂલીશ પણ Page #116 -------------------------------------------------------------------------- ________________ કષ્ટના અધિ નહિ; પરંતુ તેને ભૂલવી કે ન ભૂલવી, એ બન્ને હવે સરખુ જ છે; કારણ કે આવા અત્યંત ભયંકર દુ:ખનાં સમયમાં મેવાડનેા પુનરુદ્ધાર મારાથી થવા શુ સવિત છે કે મારે તેને સ્મરણમાં રાખવી ? નહિ જ અને તેથી આવી દુઃખી અને અપમાનજનક સ્થિતિમાં પ્રતિજ્ઞાનું પાલન કરવાના આગ્રહને ટકાવી રાખી હું હવે તમને વધારે વખત દુ:ખી કરવાને માગતા નથી. પ્રિયદેવી ! હવે હુ· તમારા મિથ્યા આશ્વાસનને માનવાના નથી; કિન્તુ મને જે ઠીક લાગશે તે જ કરવાની છું.” પદ્માવતી કાંઈક ખેલવા જતી હતી, પણ એટલામાં મંત્રીશ્વર ભામાશાહને આવતા જોઈને ચૂપ થઈ ગઈ અને તેની સામે જોઈ રહી. ભામાશાહે રાજદંપતીને નમન કરીને મહારાણા તરફ જોઈ મહારાણીને ઉદ્દેશીને પૂછ્યું', “રાજરાણી ! શી વાતચીત ચાલી રહી છે ? મહારાણા કેમ ઉદાસ જષ્ણુાય છે ?' મહારાણીએ જવાબ આપ્યા. “મંત્રીશ્વર ! વાતચીત ખીજી શી ઢાય ? તમારા મહારાણા બાળકાનું ક્ષુધાનું દુઃખ જોઈ ઉદાસ અને નિરાશ થઈ ગયા હાવાથી હું તેમને આશ્વાસન આપું છું; પરંતુ તેઓશ્રી કહે છે કે હું હવે તમારા નિરાશ મિથ્યા આશ્વાસનને માનવાના નથી; કિન્તુ મને જે ઠીક લાગશે; તે જ કરવાના છેં." ૧૦૫ “મહારાણી !'' ભામાશાહે કહ્યું “આપની વાતને હું અસત્ય ઠરાવવા ઇચ્છતા નથી; પરંતુ વીશિરામણી અને દૃઢપ્રતિજ્ઞ મહારાણાના સ્વભાવને હું જાણું છું; તેઓશ્રી નિરાશાના ઉદ્ગારા કાઢે, એ મને સ`ભવિત લાગતુ નથી. શું સિદ્ધ કદાપિ ધાસ ખાવાને તૈયાર થતા હશે ખરા ?’ “મંત્રીશ્વર !' મહારાણાએ કહ્યું. “તમારી વાતના હુ" સ્વીકાર કરું છું કે સિંડ કદાપિ ધાસ ખાય નહિ; પરંતુ મહારાણાની ઉદાસ મુખમુદ્રાને અને તેમની દુČળ સ્થિતિને એક વખત જોઈ લ્યે! અને પછી જે કહેવું હોય, તે મને કહેજો.'' ભામાશાહે મહારાણાની મુખમુદ્રા તરફ જોયુ' તેા ખરેખર તેની ઉપર ઉદાસિનતા અને નિરાશાની કાલિમા છવાઈ ગઈ હતી અને તેથી તેણે પૂછ્યું, “મહારાણા ! મેવાડેશ્વર ! દેવી પદ્માવતી જે હકીકત કહે છે, તે શું સત્ય છે ?” “હા, તે જે કહે છે, તે સત્ય છે; કારણ કે હવે મારા દુઃખના અવધિ આવી રહ્યો છે, હવે હુ. તેને સહન કરવાને તૈયાર નથી,” મહારાણીએ જવાબ આપ્યા. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ મેવાડને પુનરુદ્ધાર “પણ આમ નિરાશ થવાનું કોઈ કારણ છે ?” ભામાશાહે પુનઃ પૂછયું. “કારણ” પ્રતાપસિંહે કહ્યું “કારણ વિના કાર્ય સંભવતું જ નથી. ધન, કીતિ, માન, મોટાઈ, વૈભવ, વિલાસ, રાજપાટ વગેરે સર્વ સુખનાં સાધનેને ત્યાગ કરીને દેશની સ્વતંત્રતા સાચવવાને માટે વનવાસને પ્રહણ કર્યા છતાં પણ જયારે જય મેળવવાની એક પણ આશા રહી નથી, ત્યારે દુરાગ્રહને વશ થઈ અસહ્ય દુઃખને સહન કરવા, એ શું મૂર્ખતા નથી ? મંત્રીશ્વર ! હવે તો જે રીતે હું મારા આતજનને સુખી કરી શકું, તે જ રીતને ગ્રહણ કરવાની છે અને તેથી જ હું કહું હવે તમારા મિથ્યા આશ્વાસનને નહિ માનતાં મને જે ઠીક લાગશે તે જ કરીશ.” મહારાણા! કોઈ દિવસ નહિ અને આજે આપને આપનાં આપ્તજમને બહુ મેહ લાગે, એનું શું કારણ? આપ વિચાર કરશે તે જણાશે કે અમે પણ અમારાં આપ્તજનને સુખી કરવાને આતુર છીએ, પરંતુ તેમને સુખી શી રીતે કરવા ? બીજા રાજપૂત રાજાઓએ જેવી રીતે પિતાની સ્વતંત્રતા વેચીને તથા પોતાની બહેન-દીકરીઓને મેગલ બાદશાહને આપીને મહાન ઐશ્વર્યને પ્રાપ્ત કરી પિતાનાં વહાલાંઓને સુખી કર્યા છે એવી રીતે શું આપ તેમને સુખી કરવાને ચાહો છે? અને જે ચાહે છે તે આપ શહેનશાહ અકબરનું દાસત્વ સ્વીકારવાને શું તૈયાર છે ?” ભામાશાહે આવેશપૂર્વક કહ્યું. "શહેનશાહ અકબરનું દાસત્વ! મેગની ગુલામગીરી ! મંત્રીશ્વર ! તમે શું કહે છે, તે હું સમજી શકતા નથી. શું હું મારી પુત્રીને વિધમ મોગલ બાદશાહને આપીને તથા મારી સ્વતંત્રતાને વેચીને મારાં આપ્તજનને સુખી કરવાનું ચાહીશ, એમ તમે માને છે ? અને જો તમે એમ માનતા હે, તો તમારી એ માન્યતા તદ્દન ભૂલ ભરેલી છે.” પ્રતાપસિંહે દાસત્વ અને ગુલામગીરી શબ્દ ઉપર ભાર મૂકીને આશ્ચર્ય દર્શાવતાં કહ્યું. મારી માન્યતા જયારે ભૂલભરેલી છે. ત્યારે આપ શી રીતે સુખી થવાને ઇચ્છો છો ?” ભામાશાહે પૂછયું. તે “શી રીતે ?” પ્રતાપસિંહે આશ્ચર્ય પામીને કહ્યું. અને એમ કહેતાં જ તે વિચારમાં પડી ગયે. કેટલાક સમય સુધી શાંતિપૂર્વક વિચાર કર્યા પછી Page #118 -------------------------------------------------------------------------- ________________ કષ્ટને અવધિ ૧૦૭ તેણે કહ્યું. “ભામાશાહ ! ખરેખર મારી ભૂલ થઈ છે. દુઃખના અતિરેકથી મારાથી નિરાશાના જે શબ્દો બોલી જવાયા છે, તે માટે મને હવે ઘણે જ પશ્ચાત્તાપ થાય છે. મારાં પ્રિય બાળકને સુધાના દુઃખથી પીડાતાં જોઈને મારી ધીરજ ચાલી ગઈ હતી, પરંતુ તમારા તથા મહારાણીના આવેશપૂર્ણ શબ્દોથી મારામાં પુનઃ ધીરજ અને દઢતાએ આવીને વાસ કર્યો છે અને તેથી ભગવાન એકલિંગજીના સેગન ખાઈને પ્રતિજ્ઞા કરું છું કે હું જે દુઃખને અનુભવ હાલ કરી રહ્યો છું તેનાથી અધિકતર દુખને અનુભવવાને સમય ભવિષ્યમાં કદાચ પ્રાપ્ત થાય અને મૃત્યુ બે દિવસ પછી આવતું હોય, તે ભલે આજે જ આવે; પરંતુ મેગલના દાસત્વને નહિ સ્વીકારવાને મેં જે નિશ્ચય કર્યો છે, તેને પૂર્ણ દઢતા અને અડગ શ્રદ્ધાથી વળગી રહીશ. કહે, પ્રિયદેવી અને ભામાશાહ ! હવે તમે શું કહેવા માગો છો ?” “પ્રાણનાથ !' પદ્માવતીએ તુરત જ ઉત્તર આપે. “હવે અમારે કાંઈ પણ કહેવાનું છે જ નહિ અને જે હોય, તો તે માત્ર એટલું જ છે કે ભગવાન એકલિંગજીની કૃપાથી આપને નિશ્ચય ફળિભૂત થાઓ.” મારું કહેવાનું પણ એટલું જ છે કે પરમાત્માની કૃપાથી આપનો વિજ્ય થાઓ.” ભામાશાહે કહ્યું. પ્રતાપસિંહ ઉત્સાહિત વદને કાંઈક બોલવા જતો હતો, એટલામાં તેના એક વિશ્વાસુ ભીલે તેની સામે આવી તેને નમીને તેના હાથમાં એક કાગળ મૂક્યો. પ્રતાપે કાગળને હાથમાં લઈ આમ તેમ ફેરવતાં આવેલ ભીલને પૂછયું. “મારા મિત્ર પૃથિવીરાજને આ કાગળ જણાય છે. કેમ ખરું ને ?” - “જી હા, તેમને જ આ કાગળ છે અને તેને લઈને આગ્રા ગયેલે આપણે દૂત હમણાં જ આવી પહોંચે છે.” ભીલે જવાબ આપે. પ્રતાપસિંહે સદરહુ કાગળને ખેલીને ભામાશાહને વાંચવા માટે આ અને તેણે સાંભળી શકાય તેટલા અવાજથી તેને નીચે મુજબ વાંચ્યોઃવિર શિરોમણી રાજેન્દ્ર ! વિનંતી કે સલુંબરરાજ શ્રી ગોવિંદસિંહજીના હાથથી લખાયેલો મારા મિત્ર કરમચંદ ઉપર આવેલ આપને કાગળ મળે છે અને તેને વાંચીને મને ઘણો જ આનંદ થયો છે. સલું બરરાજની લેખનશૈલી ઉપરથી આપ કેટલેક અંશે કાયર થઈ ગયા છે, એવું ગર્ભિત રીતે મને જણાયું છે Page #119 -------------------------------------------------------------------------- ________________ મેવાડના પુનરુદ્ધાર અને તેમ બનવું જો ક્રૂ સંભવિત છે; તેાપણુ પ્રિય ભૂમિ મેવાડની સ્વતં ́ત્રતા અને આપણી રાજપૂત જાતિની કીર્તિને સાચવવા માટે આપ આપની પ્રતિજ્ઞામાંથી જરા પણ ચિલત થશેા નહિ કારણું કે પ્રતાપસી. “અકબર સમદ અથાહ. સૂરાપણુ ભરિયે સજલ; મેવાડા તણુંમાંહી, પાયા કુલ અક્બર એકણુ ખાર, દાગણુકી સારી દુની; અણુદાગલ અસવાર, રહિયે। રાણ પ્રતાપસી. અમ્મર ઘેર અધાર, છાણા હિન્દુ અવર; જાગે જુગ દાતાર, પહેર રાણ પ્રતાપસી. હિન્દુ પતિ પરતાપ, પત રાખે। હિન્દુ આશરી; સહુ વિપત્તિ સંતાપ, સત્ય સર્ચ કર આપણી. ચૌથા ચિતેડાહ, માંટે માજતી તણું; દીસે મેવાડાહ, તે સિર રાષ્ટ્ર પ્રતાપસી.” * માટે રાજેન્દ્ર મેવાડના ઉદ્દારની અને રાજપૂત જાતિની સ્વતંત્રતાની બધી આશા આપના ઉપર હાઈ આપ આપની પ્રતિજ્ઞામાં દૃઢ રહેને, એ મારી આપને ખાસ કરીને ભલામણું—અરે નહિ—પ્રાના છે. દેશને ઉદ્ધાર કરવાનું કૃત્ય મારા ભાગ્યમાં લખાયલું નથી અને તેથી હું દિલગીર છું; પરંતુ જ્યારે હું આપના સાહસને! અને આપની વીરતાને વિચાર કરું છું, ત્યારે મારી એ દિલગીરી ટલેક અંશે ઓછી થાય છે. છેવટમાં ભગવાન એકલિ ગજી આપણા દેશનું કલ્યાણું કરા, એ અંતરની તીવ્ર ઈચ્છા સમેત વરમુ છું. મંત્રીશ્વર ભામાશાહ જેવા મુસદ્દી અને કલાવિન્દ પુરુષ જેના સલાહકાર અને સહાયક છે, તે રાન્ત કદિપણુ પરાજય પામશે નહિં, એવી મને ખાતરી છે અને મારી એ ખાતરી સાચી નિવડેા એવી પરમાત્મા પાસે નમ્ર લી. પરતંત્રતાની એડીમાં જકડાયેલા પૃથિવીરાજ પ્રાર્થના છે. ૧૦૮ ભામાશાહ ઉપર પ્રમાણે પત્ર વાંચી રહ્યો, એટલે પ્રતાપસિહે આનંદ પામીને કહ્યુ', ‘“ભામાશાહ ! મારા મિત્ર પૃથિવીરાજની દેશના ઉદ્ધાર માટેની તીવ્ર લાગણી જોઈ મને બહુ જ આનંદ હૃદયમાં બળના સ ́ચાર થાય છે. પૃથિવીરાજ જેવા * જુઓ મેવાડના ઈતિહાસ થાય છે અને તેથી મારા રાજા જો આ વખતે સ્વ Page #120 -------------------------------------------------------------------------- ________________ કષ્ટને અવધિ ૧૮૯ તંત્ર હોત, તો તેની સહાયથી આજે જ્યારનેએ મેવાડને ઉદ્ધાર થઈ ગયે હેત. કેમ મારી ધારણા સત્ય છે ને ?' “આપની ધારણ કેવળ સત્ય છે, કેમકે તેઓ જેમ સાહિત્ય રસિક અને કાવ્યાવિદ છે, તેમ યુદ્ધમાં પણ જવાંમર્દ અને બહાદૂર નર છે અને તેથી તેમને જેવા પુરુષ આપણા પક્ષમાં આ વખતે હેત તે આપણને ઘણી જ સરલતા મળી આવી હત; પરંતુ તેઓ શહેનશાહ અકબરની નજરકેદમાં લેવાથી આપણને તેમની સહાયતાને લાભ મળી શકે તેમ નથી, એ જે કે દિલગીરી ભરેલું છે, તે પણ તેમની લાગણી અને શુભેચ્છા માટે આપણે તેમને આભાર માનવો જોઈએ છે. રાજસ્થાનનાં ઘણુ ખરા રાજાએ અને ખુદ તેમના ભાઈ રાયસિંહ પણ જ્યારે અકબરના દાસત્વને સ્વીકાર કરી પિતાની પુત્રીઓ તેને આપી ચુયા છે. ત્યારે પૃથિવીરાજ જેવા નરરત્ન બાદશાહની નજરકેદમાં રહ્યા છતાં પણ આપણને આટલી સહાય અને સલાહ આપે છે એ કાંઈ જેવી તેવી ખુશાલીની વાત નથી.” ભામાશાહે કહ્યું. આ વખતે કુમાર અમરસિંહ અને રણવીરસિંહ ઉતાવળા ઉતાવળા આવી પહોંચ્યા અને તેમણે મહારાણા તરફ જઈને કહ્યું. “મોગલોને આપણું આ નિવાસસ્થાનની પણ ખબર પડી ગઈ જણાય છે; કેમકે તેમની એક ટુકડી આ તરફ એકદમ ધસારાબંધ ચાલી આવે છે અને તેથી ભીલના નાયકે આપણને આ સ્થળને ત્યાગ કરવાની સૂચના મેકલાવી છે.” “ધારતો જ હતો કે ચાલાક મેગલેથી આપણું આ સ્થળ પણ ગુપ્ત રહેશે નહિ અને થયું પણ તેમજ. ઠીક, તમે આપણું સઘળાં પરિવારને લઈ ભીલ નાયક સલાહ આપે, તે તરફ ચાલ્યા જવાની ગોઠવણ કરે અને અમે પણ તમારી પાછળ જ આવી પહોંચીએ છીએ.” પ્રતાપસિંહે એમ કહીને તેમને જવાની સૂચના કરી. “ભીલનાયકે આપણી ગાઠવણ મુજબ સુધાના પહાડોમાં જવાની અમને ખબર મોકલાવી છે અને તેથી અમે ત્યાં જવાની ગોઠવણ કરી લઈએ છીએ.” એમ કહી અમરસિંહ તથા રણવીરસિંહ મહારાણુને પોતાની સાથે લઈને તુરત જ ચાલ્યા ગયા. તેના જવા પછી પ્રતાપસિંહ તથા ભામાશાહ અન્ય સરદાર અને રાજપૂતોની સાથે તેમની પાછળ ગયા અને તેઓને ગયાને બહુ વાર થઈ નહિ હોય, એટલામાં તો મોગલે ત્યાં આવી પહોંચ્યા; પરંતુ પ્રતાપસિંહ વગેરેને ત્યાં નહિ જોવાથી તેઓ બીજી દિશામાં તેમની શોધ કરવાને દેડી ગયા, Page #121 -------------------------------------------------------------------------- ________________ પ્રરણુ ૧૯હ્યું ધાર્મિક એક્ય શહેનશાહ અકબરના સંબંધમાં આપણે જાણવા યોગ્ય ઈતિહાસ પ્રસ્તુત નવલકથામાં વાંચી ગયા છીએ અને તેના ગુણદેષની બને બાજુઓને પણ પ્રસંગોપાત જોઈ ગયા છીએ. બાદશાહ અકબર સારી રીતે સમજતો હતો કે હિન્દુસ્થાનના લોકે પિતાના ધર્મને પિતાના પ્રાણ કરતાં પણ વધુ ચાહનારા છે અને તેથી તેણે જુદા જુદા ધર્મને માનનારા વિદ્વાનોની એક સભા સ્થાપી હતી અને તે દ્વારા ' પિતે દરેક ધર્મનું રહસ્ય સમજીને સર્વને સંતોષ આપતો હતો. હિન્દુ અને મુસલમાન એ એક વિરુદ્ધ સ્વભાવ, વિરુદ્ધ આચાર વિચાર અને વિરુદ્ધ ધર્મને ધારણ કરનારી જાતિઓ હોવાથી તેમનું ધાર્મિક ઐક્ય કરવાની ખાતર તેણે આ સભા સ્થાપી હતી અને તેનું નામ તૈહિદ-ઈ-ઈલાહી એટલે કે “પરમતત્વની એકતા' એવું રાખ્યું હતું. આ સભાને માટે તેણે ફતેપુર સીક્રીમાં ખાસ મકાન તૈયાર કરાવીને તેને ઈબાદતખાનાનું નામ આપેલું હતું. શહેનશાહ અકબરે છે કે પોતાની રાજગાદી આગ્રામાં રાખેલી હતી; તે પણ તે પોતાને ઘણેખરે સમય ફત્તેહપુર સીકીમાં જ ગાળતો હોવાથી તેણે ઈબાદતખાનાના અતિ ભવ્ય અને સુંદર મકાનને ત્યાં જ બંધાવ્યું હતું. બાદશાહ આ ઈબાદતખાનામાં બેસીને પ્રત્યેક ધર્મના વિદ્વાનની સાથે ધાર્મિક ચર્ચા ચલાવતો હતો અને પોતાની શંકાનું સમાધાન કરતો હતો. વિદ્વાન અને તત્ત્વજ્ઞ પુરુષના સહવાસ અને નિત્યના પરિચયથી તેનું જીવન ઉજ્જવળ બનતું જતું હતું; પરંતુ જ્યારથી તેને જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિને સમાગમ થયા અને તેમના ઉત્તમ અમૃતમય ઉપદેશનું તેણે પાન કર્યું, ત્યારથી તેના જીવનમાં ઘણો જ ફેરફાર થઈ ગયા હતા અને તે એટલે સુધી કે કેટલાક કટ્ટર મુસલમાને તેના જીવનમાં થયેલા ફેરફારના અંગે તેના આચાર-વિચાર જોઈને તેનાથી નારાજ થઈ ગયા હતા અને ખુદ શાહજાદા સલીમને પોતાના બાબાની વિરુદ્ધ ઉશ્કરીને તેની સામે બળવો જગાડવાને પણ લલચાવી શક્યા હતા; પરંતુ મહા વિચક્ષણ અને રાજ્યકાર્યકુશળ અકબરે પોતાના વિરોધીઓને શામ, દામ, ભેદ અને દડથી સમજાવીને પિતાની સત્તા જેવીને તેવી ટકાવી રાખી હતા. Page #122 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક ઐકય જે સમયની ઘટનાના અમે અત્રે ઉલ્લેખ કરીએ છીએ, તે સમયે મેગલકુલતિલક શહેનશાહ અકબર ફત્તેપુર સીસ્ક્રીમાં વિરાજતા હતા. જ્યારે જ્યારે તે આગ્રાથી ફત્તેહપુર આવતા હતા, ત્યારે ત્યારે તે પેાતાના ખાસ દરબારીએ પેાતાના મિત્રા, પેાતાના સલાહકારા અને તાહિદ-ઈ-ઈલાહીના સર્વ વિદ્યાનેાને પેાતાની સાથે જ લઈ જતેા હતેા અને તેમની સાથે વિવિધ પ્રકારના વિનેાદ કરીને અલૌકિક આનંદના ઉપભાગ કરતા હતા. રવિવારના દિવસ અને અનુકૂળ સમય હાવાથી ઈબાદતખાનામાં નિયમ મુજબ તાહિદઈ-ઈલાહીના વિદ્વાનેાની સભા ભરવામાં આવી હતી અને સર્વ સભાસદાની મધ્યમાં બાદશાહ અકાર ઈંદ્ર સમાન શાભતેા હતેા. આ સભામાં અત્રુલક્ ઝ, અબુલક્ઝુલ, અબદુલ કાદર, કાજી, શાહ મનાસુર, મીર આલમ, તાનસેન, રાજા પૃથિવીરાજ, રાજા ખીરમલ, દિવાન ટાડરમલ,૧ થાનસિ ંહ, કરમચંદ, વિગ ગ, અને પંડિત જગન્નાથ વગેર વિદ્વાના હાજર હતા અને તેઓ પરસ્પર અનેક પ્રકારના વિષય ઉપર ચર્ચા ચલાવી રહ્યા હતા. બાદશાહ અકબરે આ વખતે સને ચૂપ રહેવાની ઈશારત કરતાં સર્વ સભાસદા ચૂપ થઈ ગયા. ત્યાર બાદ તેણે તાનસેન સામે નજર કરીને કહ્યુ‘તાનસેન !” તાનસેને તુરત જ જવાબ આપ્યા, “ફરમાન ખુદાવંદ !'' ‘“આપણે અત્યારે કઈ પણ વિષય ઈપર ચર્ચા ચલાવીએ તે પહેલાં ૧૧૧ ૧ દિવાન ટેાડરમલ અકબરશાહના મુખ્ય દિવાન અને તિને બ્રહ્મક્ષત્રી હતા અને તે અરબ્બી, ફારસી સને સંસ્કૃત ભાષામાં મહા નિપુણ હતા, એમ પ્રતાપપ્રતિજ્ઞા નાટકમાં રા. નથુરામ સુંદરજી શુકલ લખે છે; પરંતુ શ્રીયુત બાબુ ઉમરાવસિ ંહજી ટાંક ખી. એ. એલ. એલ ખી. કહે છે કે ટાડરમલ્લ શહેનશાહ અકબરના કાધ્યક્ષ હતા. તેનું નામ અકબરના દરબારના પ્રસિદ્ધ જૈનીએામાં સથી મશ છે. તે જાતએ એસવાલ હતા અને તેના વશો ટાડરમલંહાર નામથી પ્રસિદ્ધ છે અને અજમેર તથા જોધપુરમાં આજ પણ જોવામાં આવે છે. આ બને વાતામાંથી કઈ ખરી અને કઈ ખેટી, એ નક્કી કરવાનું કાર્ય અમે ઇતિહાસવેત્તાએને સોંપીએ છીએ, ઐતિહાસિક વિષયેામાં આવા ધણા મતભેદે રહેલા છે અને તેથી આવા વિદ્વાન પુરુષાનાં જુદાં જુદાં જીવન ચરિત્રા લખવામાં આવે, તેા જ તેઓ હતા, એ જાણી શકાય. ખરી રીતે કાણુ -લેખક - Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ મેવાડને પુનરુદ્ધાર તમે એકાદ મીઠું અને મધુર ગાન સંભળાવીને અમારા સર્વના દિલને ખુશ કરો એવી મારી ઈચ્છા છે.” બાદશાહે કહ્યું. તાનસેને બાદશાહની ઈચ્છાને જે દૂકમ કરીને પિતાના કર્ણપ્રિય કઠને ખુલ્લું મૂકી દીધો : “તેરી બદન કમળ પર શામ સુંદર પીય રીઝ રહે એક ઠર, બીન દેખે નેન, જયાકું ન પરે ચેન, બેલત એર કે ઓર, ઘરી ઘરી પછિન કર ન પરત હે ઓર ન સુઝત કેઈ ઠેર, તાનસેનકે પીયાસે ઉઠ હીતમીલ કરો નહારત દોર - તેરી બદન કમળપર..................” તાનસેને ઉપર્યુક્ત ગાન એવા તે મને રંજક આલાપ અને મીઠા સૂરથી ગાઈ બતાવ્યું કે તેને સાંભળનારા સર્વે સભાસદે ઘડીભર મંત્રમુગ્ધ બની ગયા અને તેઓ એક અવાજે તેની પ્રશંસા કરયા મંડી ગયા. ખુદ બાદશાહે પણ તાનસેનની ગાયનકળાના વખાણ કરતાં બીરબલને ઉદ્દેશીને કહ્યું. "બીરબલ! ગાયનાળામાં તાનસેન ઘણું જ ઉસ્તાદ અને પ્રવીણ છે. મને લાગે છે કે સમસ્ત હિન્દુસ્થાનમાં તેના જેવો બીજે ગાયક ભાગ્યે જ હશે.” બાદશાહ સલામતની એ માન્યતા સત્ય છે કે તાનસેન ગાયનકળામાં ઘણું જ ઉસ્તાદ છે; પરંતુ તેથી તેના જેવો બીજે કઈ ગાયક સમસ્ત હિન્દુસ્તાનમાં ભાગ્યે જ હશે, એમ કહેવું એ મને જરા અતિશયોકિત ભરેલું લાગે છે.” બીરબલે ખરી હકીકત કહી બતાવી. રાજા બીરબલનું કથન સર્વથા સત્ય છે.” દિવાન ટેડરમલે તેના મતને અનુમોદન આપતાં કહ્યું. * હિન્દુસ્થાન જેવા વિશાળ દેશમાં મિયાં તાનસેનથી પણ ગાયનકળામાં અધિક ઉસ્તાદ ગાયકે હેવા, એ કાંઈ અસંભવિત વાત નથી. જ્યાં સુધી આપણે બીજા જ્ઞાત પુરુષોના સહવાસમાં આવ્યા હતા નથી, ત્યાં સુધી તુલનાના અભાવે આપણે એક વ્યકિતને બહુ જ મહત્વ આપી દઈએ છીએ અને એમ બનવું એ સ્વાભાવિક પણ છે. આ ઉપરથી મિયાં તાનસેનને હું ઉતારી પાડવા ઈચ્છતો નથી; કારણ કે તેમની ગાયનકળાની નિપુણતા માટે મને સંપૂર્ણ માન છે. મારો કહેવાને ભાવાર્થ માત્ર એટલે જ છે કે તાનસેનજી જેવા બીજા ગાયકે પણ ભાગ્યે જ હશે.” એ માન્યતા જરા ઉતાવળી છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક ઐક્ય. ૧? અકબરે રાજા બીરબલ તથા દિવાન ટોડરમલને એક જ અભિપ્રાય જાણીને ગંભીરતાથી કહ્યું. “તમારે શુદ્ધ અને નિષ્પક્ષપાત અભિપ્રાય જાણીને મને સંતોષ થયો છે; કારણ કે આપણી આ સભામાં હરકેઈ સભાસદને સંપૂર્ણ સ્વતંત્રતા અને નિડરતાથી વિષય પર પિતાનાં અભિપ્રાય આપવાની છુટ છે; પરંતુ તાનસેનની ગાયનકળાને માટે આપણે અત્રે વાદવિવાદ કરવાનું નથી અને તેથી એ વાતને પડતી મૂકવાની હું સર્વને સૂચના કરું છું અત્રે આપણે જે વિષયને હાથ ધરી વાદવિવાદ કરવાનો છે અને ચર્ચા ચલાવવાની છે, તે આપણા નવિન પંથને પુષ્ટ કરવા વિષેને હેવાથી તે સંબંધી પોતપોતાના વિચારે જણાવવાને માટે હું તમારું સર્વનું ધ્યાન ખેંચું છું.” બાદશાહના છેવટના શબ્દો સાંભળી કાજીએ જરા આવેશપૂર્વક કહ્યું. “નામવર શહેનશાહ ! ધાર્મિક ઐકય સાધવાને માટે આપે નૈહિદઈ-ઈલાહી નામક નવિન પંથ સ્થાપીને જે પ્રયાસ કરવા માંડે છે તે પરવર દેગારના ફરમાનથી વિરુદ્ધ છે, એમ હું ઘણીવાર કહી ગયે છું અને હજ પણ એમ જ કહું છું. માટે આપ એ ભ્રમમૂલક પ્રયાસને ત્યાગ કરીને પાક ઈસમાલ ધર્મને પ્રચાર કરવાના કાર્યને હાથ ધરે, એવી મારી આપને અરજ છે.” “મારી પણ આપને એવી જ અરજ છે; કારણ કે કાજી સાહેબ જે કહે છે, તે બીલકુલ સત્ય છે.” અબદુલકાદરે કાજીના મતને પુષ્ટિ આપતાં કહ્યું. પરંતુ ધાર્મિક ઐકય સાધવાને હું જે પ્રયાસ કરું છું, તે પરવરદેગારને ફરમાન વિરુદ્ધ શી રીતે છે, તે મને જરા સમજાવશો ?” અકબરે કાજીને ઉદ્દેશીને પૂછયું. “એ હકીક્ત આપને કેાઈ વખતે એકાંતમાં સમાવીશ; પરંતુ તે પહેલાં આપને એ સમજાવવાની જરૂર છે કે હિન્દુ અને ઈસલામ એ ઉભય વિરોધી ધર્મનું ઐકય થવું શું સંભવિત છે? હરગીજ નહિ અને તેથી જ હું આપને અરજ ગુજારું છું કે આપ ધાર્મિક ઐક્યના પ્રયાસને છોડી દે–સદંતર છોડી દે. હા, એટલું છે કે જે આપને ધાર્મિક ઐકય ખરી રીતે કરવું જ હોય તો કાં તે બધાને મુસલમાન કરવા જોઈએ અને કાં તો આપણે બધાએ હિન્દુ થઈ જવું જોઈએ. કેમ શાહ મનસુર ! તમારે આ વિષે શો અભિપ્રાય Page #125 -------------------------------------------------------------------------- ________________ મેવાડના પુનરુદ્ધાર છે ?' કાજીએ એમ કહીને શાહ મનસુર કે જે પેાતાના મતને સર્વથા મળતા આવતા હતા, તેને પૂછ્યું. “ખરાબર છે, કાજીસાહેબ ! તમારુ` કથન રાસ્ત છે.” શાહ મનસુરે હા ભણી. કાજીસાહેબ ! મને માફ કરજો; પરંતુ મારે કહેવું જોઇએ કે તમે ધાર્મિક ઐકય સબંધી નાહક વહેમને ધરા છેા. ધાર્મિક ઐકયનેા અથ એવા નથી કે બધાંએ ઇસલામ કે હિન્દુ ધર્મને જ ગ્રહણુ કરવા; તેના અર્થ માત્ર એટલે જ છે કે હિન્દુ, જૈન અને ઇસલામ ધર્મોમાં અરસપરસ જે મતભેદે છે, તેને એક બાજુએ રાખીને સર્વ ધર્મના અનુયાયીએએ દેશના સામાન્ય હિતની ખાતર પોતાની વચ્ચેના વૈમનસ્યને દૂર કરીને પરસ્પર ભ્રાતૃભાવથી વ વું. તૌહિદ-ઈ-ઈલાહીના અર્થ અથવા તા સિદ્ધાંત આ જ છે; તેમ છતાં આવા સામાન્ય વિષયમાં તમે આનાકાની કરીને શહેનશાહને અવળે રસ્તે દારવા માગા છે, એ તમારા જેવા વિદ્વાન પુરુષને યોગ્ય નથી.” અજીલાલે ધાર્મિક ઐકયના ખુલાસેા કરતાં કહ્યું. 19 “અખુલક્જલ ! શહેનશાહને હું અવળે રસ્તે દારવા માગું છુ' કે તમે દ્વારવા માગેા છે, એ હકીકતને સર્વ ઈસલામીએ સારી રીતે જાણુતા હાવાથી તમારે મને એ વિષે કાંઈ પણ કહેવાની જરૂર નથી. હું તેા મને જે યેાગ્ય લાગે છે, ખુલ્લા દિલથી શહેનશાહને તુરત જ કહુ' છું; કારણ કે હું તેને મારી ફરજ સમજું છું; પરંતુ તેથી તેમણે મારા વચનેને માન્ય રાખવા જ જોઈએ, એવા મારા તમને આગ્રહ નથી.' કાજીએ સહેજ રાષપૂર્વક કહ્યું, હું કયાં કહું છું કે તમે એવા આગ્રહ કરેા છે ? અને કદાચ કરતા હૈ!; તા પશુ શહેનશાહ તેને વગર વિચાયે` માની લે, એવા ઉતાવળા કે બુદ્ધિહીન નથી. ખુદાતાલાએ તેમને સમજણુ શકિતની ઉત્તમ ક્ષિસ ઉદાર હાથે આપેલી હેાવાથી તેએશ્રી હરÀાઈ પુરુષના આગ્રહને અને તેની વાર્તાના મને સહેજમાં સમજી શકે તેવા છે અને તેથી તમે આગ્રહ કરી કે ન કરે!, એ સરખુ જ છે.” અબુલફજલે કાછને સચોટ જવાબ આપ્યા અને તેથી કાજીની આંખેામાં રતાશ છવાઈ ગઈ અને તે તેના પ્રત્યુત્તર આપવાને તૈયારી કરતા હતા; પરંતુ અકબરે તેને નેત્રની ઈશારતથી શાંત રહેવાની સૂચના કરી એટલે તે અનિચ્છાએ પણ ચૂપ રહ્યો. Page #126 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક ઐક્ય ૧૧૫ તે પછી બાદશાહે કરમચંદ પ્રતિ જોઈને તેને ઉદ્દેશીને કહ્યું. “કરમચંદ! ધાર્મિક ઐકય સંબંધી તમારો શો અભિપ્રાય છે ? તમે કાજી અને અબુલફઝલ એ ઉભયમાંથી કોના મતને મળતા થાઓ છે ?" , - કરમચંદે ક્ષણવાર વિચાર કરીને કહ્યું, “બાદશાહ સલામત ! ધાર્મિક ઐક્ય સાધવાનો પ્રયાસ જે સ્વાર્થ રહિતપણે કરવામાં આવતો હોય, તે મારા મત મુજબ પ્રશંસનીય છે, કારણ કે તેમ કરવાથી ધર્મના અંગે અરસપરસ જે વિરુદ્ધતા અસ્તિત્વ ધરાવતી હોય, તેને ઘણે અંશે નાશ થાય છે અને તેથી દેશમાં સામાન્ય રીતે શાંતિ જળવાઈ રહે છે. ધાર્મિક ઐકય કરવાથી કઈ પણ ધર્મને નાશ થતો નથી, એ સહજમાં સમજી શકાય તેવી વાત છે; કારણ કે તેથી કોઈને પોતપોતાના ધર્મની માન્યતા અને શ્રદ્ધાને ત્યાગ કરવાની જરૂર રહેતી નથી; કિન્તુ જુદા જુદા ધર્મોના જે મતભેદે રહેલા છે, તેની ઉપેક્ષા કરીને સર્વ ધર્માનુયાયીઓએ પરસ્પર એકસંપીથી વર્તાવાનું છે. રાજકીય દૃષ્ટિથી ધાર્મિક ઐકયને સિદ્ધાંત બહુ અગત્યને છે; કારણકે તેથી. ખુદ રાજકર્તાને પણ લાભ થવાનો સંભવ છે અને તેથી મારે અભિપ્રાય શેખ અબુલફજલને મળતો છે.” - શહેનશાહ અકબર કરમચંદને અભિપ્રાય જાણીને અંતરમાં ખુશી થઈ ગયે; પરંતુ તેણે પોતાની ખુશાલીને દબાવી રાખીને રાજા બીરબલને પૂછયું. “અને તમે આ વિષે શું કહો છો ? તમે કોને મતને મળતા થાઓ છો ?” રાજા બીરબલે તુરત જ જવાબ આપે. “જહાંપનાહ ! હું શાહ કરમચંદના મતને મળતો થાઉં છું; કારણ કે તેમણે ધાર્મિક ઐકય સંબંધમાં પિતાને જે અભિપ્રાય આપે છે, તે ઘણો જ વિચારણીય અને મહત્ત્વનું છે. જે દેશમાં જુદા જુદા ધર્મને માનનારી પ્રજા અને વિધમી રાજકર્તા હોય, તે દેશમાં ધાર્મિક એકયની ઘણી જ જરૂર છે અને આ જરૂર જેમ પ્રજાને લાભકારી છે, તેમ રાજકર્તાને પણ લાભકારી છે. રાજકર્તા જે પ્રજાના ધર્મમાં હાથ નહિ નાખતાં સર્વને પિતપતાના ધર્મ પ્રમાણે વર્તવાની સ્વતંત્રતા આપે છે, તો તેના રાજ્યને પાયો મજબૂત થવાની સાથે પ્રજાજનો તેને દલોજાનથી, ચાહે છે. ધાર્મિક ઐકયથી હિન્દુએ મુસલમાન અને મુસલમાને હિન્દુ થવાની જરૂર રહેતી નથી, પરંતુ હિન્દુ અને મુસલમાન ઉભય ધર્માનુયાયીઓએ અરસપરસ ધાર્મિક મતભેદ હોય તેને ભૂલી જઈને દેશના સામાન્ય લાભની ખાતર Page #127 -------------------------------------------------------------------------- ________________ મેવાડને પુનરુદ્ધાર ઐકય સાધવું, એ જ માત્ર ધાર્મિક ઐકય હેતુ છે અને આ હેતુને લક્ષ્યમાં રાખીને જ તૌહિંદ-ઈ-ઈલાહી નામક પંથની આપે સ્થાપના કરી છે, એ અમે સારી રીતે જાણીએ છીએ.” રાજા બીરબલનું કથન સર્જાશે સત્ય છે અને તેથી બધાને મુસલમાન કરવા જોઈએ અથવા તો બધાએ હિન્દુ થઈ જવું જોઈએ, એ કાજી સાહેબના સિદ્ધાંત અસત્ય ઠરે છે.” ફેજીએ કહ્યું. મારા સિદ્ધાંતને તમે બધા ભલે અસત્ય ઠરાવવા માગો; પરંતુ મેં જે કહ્યું છે, તે બીલકુલ રાસ્ત છે. અને તેથી તમે તેને અસત્ય ઠરાવી શકશો નહિ, કારણ કે હિન્દુ અને મુસલમાન એ ઉભય કેમનું ધાર્મિક ઐકય થવું, એ તદ્દન અસંભવિત છે.” કાજીએ દઢ નિશ્ચયપૂર્વક કહ્યું. ઉપર્યુકત શબ્દ સાંભળી લીધા પછી સર્વ સભાસદે ક્ષણવાર ચૂપ રહ્યા અને શહેનશાહ અકબર વિચારમાં પડી ગયું. થોડી વાર પછી તે પિતાના આસન ઉપર ટટ્ટાર થઈને કહ્યું. “મારા વિદ્વાન મિત્રો ! ધાર્મિક ઐકયના સંબંધમાં તમે અત્યારે જે જે અભિપ્રાયે આપ્યા છે, તે બધાને મેં ધ્યાનપૂર્વક સાંભળ્યા છે. ધાર્મિક ઐકય કરવાને આપણે આશય શાહ કરમચંદ અને રાજા બીરબલ કહે છે તેમ પરસ્પરના ધાર્મિક ભેદને ભૂલી જઈને હિન્દુ અને મુસલમાન ઉભય કેમેએ અરસપરસ એકસંપીથી વર્તવું એટલો જ છે અને આ આશયને લક્ષ્યમાં રાખીને તૈહિદ-ઈ-ઈલાહીની સ્થાપના આપણે કરેલી છે. આપણે આશય આ રીતે શુદ્ધ અને કોઈ પણ ધર્મને બાધક થાય તેઓ નથી; તે પણ તેમાં આપણે ફલિભૂત થશું કે નહિ, એની મને શંકા જ રહ્યા કરે છે, કારણ કે આપણું આ ધાર્મિક ઐકયતાના પ્રયાસથી હિન્દુ તેમજ મુસલમાનને મોટે ભાગ વિરુદ્ધ છે, એટલું જ નહિ, પણ તેવા વિરોધીઓ આપણું વિરુદ્ધ ખટપટ પણ ચલાવી રહ્યા છે. મારી પ્રજાનાં સુખશાંતિ અને મારા મુલકના સામાન્ય હિતની ખાતર હું તેના વિરોધીઓની દરકાર નહિ કરતાં ધાર્મિક ઐકય કરવાના ઉમદા વિચારને સતત વળગી રહેવા ઈચ્છું છું અને તમે મારા સર્વ મિત્રો મારા આશયને સમજી મને આ કાર્યમાં સહાય કરવાને સદા તત્પર રહેશે, એવી મારી ઈચ્છા છે. તેમ છતાં જેઓ મારા મતથી વિરુદ્ધતા ધરાવતા હોય, તેઓને આગ્રહથી મારા પ્રયાસમાં જોડાવાનું હું કહેતા નથી; કારણ કે ધર્મ સંબંધી વિષયમાં હું Page #128 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક એકય ૧૧૭ કેઈ ઉપર ફરમાન ચલાવવાને ઈચ્છતો નથી. આ વિષય સંબંધી આપણે આગળ ઉપર વિશેષ ચર્ચા કરશું; હાલ તે અગત્યના રાજકીય કામ માટે મારે જવાનું હોઈ એ ચર્યાને બંધ કરવી પડે છે.” બાદશાહ તુરત જ આસન ઉપરથી ઊઠયો અને તે સાથે સર્વ સભાસદો પણ ઊભા થઈ ગયા. ત્યારબાદ તે દિવાન ટોડરમલ્લ તથા કોજીને પિતાની સાથે લઈ ત્યાંથી રવાના થઈ ગયા અને અન્ય સભાસદો પણ પિતપોતાના કાર્ય ઉપર ચાલ્યા ગયા. Page #129 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૦મું સૂરીશ્વર અને સમ્રાટ આચાર્ય શ્રી હીરવિજયસૂરિ અહમદાબાદથી વિહાર કર્યા પછી પાટણ, સિદ્ધપુર, સતરા, સિરોહી, સાદડી, રાણપુર, આઉઆ અને મેડતા વગેરે પ્રસિદ્ધ નગરો અને ગ્રામમાં થોડે થે સમય રહી છેવટે સાંગાનેર સ્થાનમાં આવી પહોંચ્યા. સૂરિજી જે જે સ્થાનમાં થઈને વિહાર કરતા હતા, તે સર્વ સ્થાનના શ્રાવકે અને રાજાએ તેમને પ્રવેશ મહત્સવ ઘણી જ ધામધૂમથી કરતા હતા અને તેમના ઉત્તમ ઉપદેશને લાભ લેતા હતા. પાટણમાં એક શ્રાવિકા માટે ઉત્સાવ કરીને સૂરિજીના હાથે જીનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. સિદ્ધપુરમાંથી પંડિત શાંતિચંદ્રને સૂરિજીએ પોતાની સાથે લીધા હતા, સતરાને ઠાકોર અર્જુનસિંહ કે જે ઘણે દુર્વ્યસની અને પાપી હતી, તેને સૂરિજીએ સદુપદેશ આપીને સારા માર્ગે ચડાવી દીધો હતો અને આઉઆને તાહા શેઠે સૂરિજીને નગરપ્રવેશ બહુ જ ઉત્સાહપૂર્વક કરાવીને ભારી મહોત્સવ કર્યો હતો. આ પ્રમાણે સ્થળે સ્થળે ઉપદેશ આપતાં, સન્માન પામતાં અને પ્રસિદ્ધ તીર્થોની યાત્રા કરતાં સૂરીશ્વરે સાંગાનેર નગરમાં આવીને વિશ્રાંતિ લેવાને માટે સ્થિરતા કરી. શહેનશાહ અકબરને હીરવિજયસૂરિ અહીં સુધી આવી પહોંચ્યાની ખબર પડતાં તેણે થાનસિંહ, કરમચંદ, અમીપાલ અને માનું વગેરે પ્રસિદ્ધ જૈનીઓ અને અબુલફજલ તથા બીરબલ વગેરે અધિકારીઓને સૂરિજીને આદરમાન સાથે ફત્તેહપુર તેડી લાવવાને માટે આજ્ઞા આપી દીધી અને તેથી તેઓ અનેક હાથી, ઘોડા, રથ અને સૈન્યને લઈને સાંગાનેર આવ્યા. સાંગાનેર આવીને તેઓએ સૂરીશ્વરને ફત્તેહપુર આવવાની વિનંતિ કરી. એટલે તેઓશ્રી પોતાના પરિવાર સમેત ધીમે ધીમે વિહાર કરીને ફત્તેહપુર આવી પહોંચ્યા અને નગરની બહાર એક રાજપૂત સરદારના મહેલમાં નિવાસ કર્યો. ત્યાર પછી થાનસિંહ, બીરબલ વગેરે બાદશાહની પાસે આવ્યા અને તેને સરિજીના આગમનની ખબર આપી. બાદશાહ એ સમાચાર સાંભળીને ઘણું જ ખુશી થયે અને સૂરિજીને બીજે દિવસે સવારમાં પોતાની પાસે આવવાની વિનંતિ કરવાને માટે કરમચંદને આજ્ઞા આપી. કરમચંદ સૂરિજીને બાદશાહની ઈચ્છા મુજબ વિનંતિ કરીને તરત જ પાછો આવ્યો અને એ ખબર બાદશાહને આપીને પિતાને આવાસે ગયે, Page #130 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રાટ ૧૧૯ બીજે દિવસે સવારમાં હીરવિજયસૂરિ પિતાની પાસે આવે, તે પહેલાં ઈબાદતખાનામાં રાજયના સર્વ મુખ્ય મુખ્ય અધિકારીઓ અને દરબારીઓ તથા નગરના આગેવાન શ્રાવકેને હાજર રહેવાને દૂકમ બાદશાહે કર્યો હતો અને તેથી વખત થતાં તેઓ સર્વ હાજર થઈ ગયા હતા અને ઈબાદતખાનામાં સૂરીશ્વર તથા સમ્રાટની રાહ જોતાં બેઠા હતા. આચાર્ય શ્રી હીરવિજયસૂરિ પિતાના શિષ્યમંડલ સાથે સવારના નવ વાગે શાહી દરબારમાં આવી પહોંચ્યા. એટલે હાજર રહેલા સર્વ સભાસદોએ તેમને આદરસત્કાર કરીને તેમને સર્વને મેગ્ય સ્થળે બેસવાની વિનંતિ કરી. સૂરિજી તથા તેમના શિષ્ય પિતાને યોગ્ય એવી જગ્યાએ બેસી ગયા, તે પછી થાનસિંહ તથા કરમચંદ બાદશાહને સૂરિજીના આગમનની ખબર આપવાને તેના ખાસ આવાસમાં ગયા. સૂરીશ્વરની સાથે આ વખતે પ્રધાન તેર શિષ્ય હતા અને તેઓ સર્વે શાસ્ત્રના પારગામી અને વિદ્વાન હતા. થાનસિંહ તથા કરમચંદ જ્યારે ખાદશાહને સૂરિજીના આગમનની ખબર આપવાને ગયા ત્યારે બાદશાહ પોતે મહત્વયુક્ત રાજકીય વાતચીતમાં પોતાના સેનાપતિઓ સાથે રોકાયેલો હોવાથી તેણે થાનસિંહ તથા કરમચંદના મુખથી સૂરિજીના આગમનની વાત સાંભળીને દિવાન ટોડરમલ તથા અબુલફજલને તેમનું આતિથ્ય કરવાને માટે તુરત જ મેકલ્યા. દિવાન ટોડરમલ તથા શેખ અબુલફજલ બાદશાહની આજ્ઞા પ્રમાણે સૂરિજીની પાસે આવી પહોંચ્યા અને તેમને બાદશાહ સલામત ખાનગી મસલતમાં રોકાયેલા હોઈ તેમને આવતાં થોડી વાર થશે, એમ કહીને તેમનાં કુશળ સમાચાર પૂછ્યા. સૂરીશ્વરે તેનો યોગ્ય ઉત્તર આપ્યા પછી અબુલફજલે ધર્મ સંબંધી ચર્ચા કરતાં કરતાં ઈસલામ ધર્મ વિશે અને ખુદાતાલાની હયાતી વિષે અનેક પ્રકારનાં પ્રશ્નો પૂછીને સૂરિજીનું જ્ઞાન કેવું અને કેટલું છે, તે જાણી લીધું અને તેથી ખુશી થઈને તેણે તેમને બહુ જ ઉપકાર માન્ય. અબુલફજલ પણ વિદ્વાન હતો અને તેથી સૂરિજીની અપૂર્વ વિદ્વતા જોઈને તેમની સાથે વિશેષ વાર્તાલાપ કરવાની તેની ઈચ્છા હતી, પરંતુ એટલામાં બાદશાહ અકબર પોતાના ખાસ મિત્ર ફજી સાથે આવી પહોંચતાં તેને પોતાની ઇચ્છાને દાબી રાખવી પડી, બાદશાહે આવીને તુરત જ શ્રી હીરવિજયસૂરિને પ્રણામ કરીને કુશલસમાચાર પૂછડ્યા અને તેમણે તેને યોગ્ય ઉત્તર આપીને ધર્મલાભરૂપી આશીર્વાદ આપે. ત્યારબાદ બાદશાહે સૂરિજીને હાથ પકડી તેને પિતાના આસન પાસે લઈ ગયે અને તે ઉપર પોતાની સાથે જ બેસવાનું કહ્યું. પરંતુ સૂરિજીએ સોના-રૂપા વગેરે ધાતુના આસન ઉપર બેસવું અથવા Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ મેવાડને પુનરુદ્ધાર તે તેને સ્પર્શ કર, એ પિતાના મુનિધર્મની વિરુદ્ધ હેઈને તે ઉપર બેસવાની ના પાડી એટલે બાદશાહ પિતે નીચે ગાલીચા ઉપર ગાદી નંખાવીને તે ઉપર બેઠે અને સૂરિજી તથા તેમના શિષ્યો કેરી જમીન ઉપર નાનાં નાનાં ઉનનાં કપડાંનાં કકડા પાથરીને તે ઉપર બેઠા. અન્ય દરબારીઓ પણ તે પછી પિતાપિતાને ઉચિત જગ્યાએ આસપાસ બેસી ગયા. તે પછી શહેનશાહે મિત હાસ્યપૂર્વક કહ્યું. “સૂરિજી ! આગ્રા નગરના મુખ્ય શાહુકાર થાનસિંહ શાહની પુત્રી ચંપાના મુખથી આપની પ્રશંસા સાંભળી હું આપને મળવાને માટે અત્યાર આગમચ બહુ જ આતુર થઈ રહ્યો હતો. પરંતુ આજે અત્યારે આપના પવિત્ર દર્શન થવાથી મારી એ આતુરતા શમી ગઈ છે અને તેથી મને બહુ જ આનંદ થયો છે. આપ ગુજરાતમાં હોવાની મને ખબર મળતા મેં આપને અત્રે આવવાને માટે મારા ખાસ કર્મચારીઓને વિનંતિ કરવાને મોકલ્યા હતા અને એ ઉપરથી આપ મારા આમંત્રણને માન આપી અત્રે આવ્યા છે, તે માટે હું આપને ઉપકાર માનું છું. ઠીક, આપ ગુજરાતના કયા ગામમાંથી અને શી રીતે અહીં આવ્યા છે ? આપને કાંઈ તકલીફ તે પડી નથી ને ?” બાદશાહની સહૃદયતા જોઈને સૂરીશ્વરે પ્રસન્ન થઈને જવાબ આપે, જહાંપનાહ ! હું પણ આપની સહૃદયતા જોઈને બહુ જ ખુશી થયે છું અને તે માટે આપને આભાર પણ માનું છું. આપનું આમંત્રણ લઈને આપના કર્મચારીઓ ગુજરાતમાં આવ્યા, ત્યારે હું ગંધારબંદરમાં ચાતુર્માસ હતો અને તેથી ચાતુર્માસ પૂર્ણ થતાં પગે ચાલીને આજ લગભગ છ મહીને અહીં આવી પહોંચે છું. ઉપદેશને માટે અમારે મુનિઓને એક સ્થળે કાયમ રહેવાનું નથી, પરંતુ જુદે જુદે સ્થળે ફરતાં જ રહેવાનું છે અને તેથી મને અહીં આવવામાં કશી પણ તકલીફ પડી નથી.” બાદશાહ આ સાંભળીને આશ્ચર્ય પામી ગયો. તેણે પૂછયું. “શું આ૫ ઠેઠ ગંધારથી દિલ ચાલ્યા આવે છે ?” “હા.” સૂરીશ્વરે સંક્ષિપ્ત ઉત્તર આપ્યો. ત્યારે તો આપને આટલી વૃદ્ધાવસ્થામાં પગે ચાલીને આવતાં જરૂર તકલીફ ઉઠાવવી પડી હશે અને મુશ્કેલી પણ ભોગવવી પડી હશે. સૂરીશ્વર ! મને તે માટે માફ કરજે; પરંતુ અહમદાબાદના સુબેદારે આપને અહીં Page #132 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રાટ ૧૨૧ આવવા માટેની કાંઈ સગવડ કરી આપી નહિ, એ કેવી વાત?” અકબરે વિશેષ આશ્ચર્ય પામીને પૂછ્યું. “પૃથિવીપતિ !” આચાર્ય મહારાજે મંદ સ્મિત કરીને કહ્યું. “હું પગે ચાલીને આવ્યું, તેમાં સુબેદારને કાંઈ પણ દેષ નથી, તેણે તો મને જે જોઈએ તે આપવાની ઉદારતા દર્શાવી હતી; પરંતુ અમારા મુનિધર્મના અંગે મારાથી એક પણ વસ્તુ તેમની પાસેથી લઈ શકાય તેમ નહિ હોવાથી હું મારી ઈચ્છા પૂર્વક જ પગે ચાલીને આવ્યો છું. અને તેથી “સુબેદારે મને કેમ કાંઈ સગવડતા કરી આપી નહિ' એ સવાલ રહેતો નથી.” “સૂરિ મહારાજ !” બદશાહે કૃતજ્ઞતાથી કહ્યું “આપને દિલ જ મુસાફરી કરવી પડતી હશે, એમ જે મારા જાણવામાં પ્રથમથી આવ્યું હેત તે હું આપને અહીં સુધી આવવાની તકલીફ આપત નહિ, મારા સમજવામાં તો એમ જ હતું કે આપને મારા સુબેદાર તરફથી વાહન વગેરેની સગવડ કરી આપવામાં આવશે એટલે આપ સુખપૂર્વક અત્રે આવી શકશે; પરંતુ આપના કથનથી મારી એ સમજણ અસત્ય ઠરે છે. અને તેથી મારી એ ગેરસમજણને લઈ આપને મુસાફરીમાં જે જે મુશ્કેલીઓ અનુભવવી પડી હોય, તે માટે હું પુનઃ આપની માફી ચાહું છું.” “નામવર બાદશાહ ” સૂરિજીએ કહ્યું. “આપની કૃતજ્ઞતા માટે હું આપને અહેસાનમંદ છું; પરંતુ જ્યારથી મેં મુનિધર્મને સ્વીકાર કર્યો છે, ત્યારથી ઉપદેશને માટે જુદે જુદે સ્થળે મારે પૈદલ મુસાફરી કરવી પડતી હેવાથી તેમાં કેટલીક મુશ્કેલીઓને અનુભવવી પડે છે, પરંતુ એ મારા મુનિધર્મની ફરજ હોવાથી તેમ કરવામાં મને લેશ માત્ર પણ દુઃખ ઉપજતું નથી અને તેથી તે માટે આપે માફી માગવાની કશી પણ આવશ્યકતા નથી.” “સૂરિજી! એ આપના પરાથી હૃદયની ઉત્તમતાની સાક્ષી પૂરે છે. હું આપની મુસાફરીની હકીકત જાણવાને બહુ જ ઈન્તજાર છું અને તેથી કૃપા કરી મને તે કહી સંભળાવશે.” બાદશાહે જીજ્ઞાસાથી કહ્યું, સૂરીશ્વરે તેને કાંઈ પણ જવાબ આપ્યો નહિ. એટલે તેણે બીરબલ તરફ જોઈને કહ્યું, બીરબલ! સૂરિજી પોતાની મુસાફરીને હાલ પોતે કહેવાને ખુશી નથી, માટે તેમને આમંત્રણ કરવાને જે બે કર્મચારીઓ ગયા હતા, તેમને અને બેલા; તેમની પાસેથી આપણે સર્વ હકીક્ત જાણું શકીશું.” Page #133 -------------------------------------------------------------------------- ________________ મેવાડના પુનરુદ્ધાર બીરબલ જો હુકમ કહીને બહાર આવ્યા અને બંને કમ ચારીઓને મેાલાવી લાવવાને માટે એક પહેરગીરને આજ્ઞા આપીને તે પુનઃ અંદર આવીને પેાતાના સ્થળે બેઠા. થોડીવારમાં જ તે ઉભય ક્રમ ચારીએ બાદશાહની હજુરમાં આવી નિસ બજાવીને ઊભા રહ્યા; બાદશાહે તેમાંના એકને કહ્યુ, “કમાલ !” ખુદાવંદ! કમાલે નમ્રતાથી કહ્યું. ૧૨૨ .. આચાર્ય શ્રી હીરવિજયસૂરિજીની મુસાફરીને। સવિસ્તર હાલ જાણુવાને હું ઈંતેજાર છુ; માટે તેને કહી સંભળાવ; ‘બાદશાહે આજ્ઞા કરી. “જો હુકમ, જનાબ !' એમ કહી કમાલે શરૂઆત કરી; જ્યારે અમે આપ નામવરના ફરમાનથી અહીથી રવાના થઈ અહમદાબાદ પાંચ્યા, ત્યારે સૂરીશ્વર ગંધારમાં હતા અને તેથી સુબેદાર સાહેબે અહમદાબાદના કેટલાક આગેવાન શ્રાવકાને આપ નામવરના આમરાણુની તેમને ખબર આપવા અને ફત્તેહપુર પધારવા સંબંધી વિનંતિ કરવાને મેાકલ્યા હતા, સૂરીશ્વર ચાતુર્માસ પૂર્ણ થતાં ગંધારથી વિહાર કરીને અહમદાબાદ આવ્યા અને સુબેદાર સાહેબને મળ્યા. સુબેદાર સાહેબે તેમને અનેક કિંમતી વસ્તુએ ભેટ કરવા માંડી અને ફત્તેહપુર પહોંચવાને માટે જે વાહના જોઈએ તે આપવાને કહ્યું; પરંતુ તેમણે તે સર્વના ઈન્કાર કર્યાં, અહમદાબાદમાં કેટલાક દિવસા રહી તેઓએ આ તરફ આવવાને વિહાર કર્યો અને આજે લગભગ છ મહિને તેએાશ્રી અહીં આવી પહેાંચ્યા છે, ઠેઠ ગધારથી અહીં સુધી તેએ પગે ચાલતા આવ્યા છે. પેાતાની પાસે જરૂર જોગ જે સામાન હતા, તે સર્વ રસ્તામાં પેતે જ ઉઠાવીને ચાલતા હતા અને વચમાં કાઈ નગર કે ગ્રામ આવતું, ત્યાં તે વિશ્રાંતિ લેવાને થેાલતા અને ઘેર ઘેરથી ભિક્ષા માંગી લાવીને પેાતાના નિર્વાહ કરતા હતા. આખી મુસાફ્રી દરમ્યાન તે નીચે જમીન ઉપર પેાતાની પાસેનું વસ્ત્ર પાથરીને નિદ્રા લેતા હતા અને રાત્રિ પડયા પછી ક્રાઈપણુ ચીજ (આહાર અથવા પાણી) વાપરતા નહેાતા, ચાહે તા કાઈ તેમની ભક્તિ કરે અને ચાહે તા કાઈ તેમની ઉપેક્ષા કરી નિંદા કરે; તેા પશુ તેએ ઉભય તરફ સમાન બુદ્ધિથી જોતા હતા અને તેએ કદિ પણુ કાઇને વરદાન કે શ્રાપ આપતા હેાતા. તેમની આવી નિરાભિમાન વૃત્તિ અને સહનશીલતા જોઈને અમે તેમને જોઇએ તે પ્રકારની સગવડતા કરી આપવાને આગ્રહ કરતા; પરંતુ તેઓશ્રી અમારી વિનતિના લેશ માત્ર પણ સ્વીકાર કરતા ન હતા. હજુર ! આવા મહાન્ ચારિત્રસ'પુન અને અમારા સમ યાગી મહાત્મા અમે આજ પર્યં′′ત જોયા Page #134 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રાટ ૧૨૩ નથી અને અમારા આ કથન ઉપરથી આપ નામવર તેમની ઉત્તમતા વિષે ખ્યાલ કરી શકશે.” ' સૂરિજીની મુસાફરીને ઉપર પ્રમાણે હાલ સાંભળીને બાદશાહ અકબર તથા અન્ય સભાજને આશ્ચર્યમાં લીન થઈ ગયા અને સૂરિજીના ઉત્તમ ચારિત્ર વિષે તેમની અનેક પ્રકારે પ્રશંસા કરવા લાગ્યા. પછી શહેનશાહે પ્રસન મુખમુદ્રાથી કહ્યું, “આચાર્ય મહારાજ ! સુશીલા શ્રાવકા ચંપાના મુખેથી આ૫ની પ્રશંસા જયારથી મેં સાંભળી હતી, ત્યારથી આપના પ્રત્યે મને પૂજ્યભાવ ઉત્પન્ન થયો હતો, પરંતુ આજે ખુદ મારા કર્મચારીના મુખથી આપના સત્કૃષ્ટ ચારિત્રનું વર્ણન સાંભળીને મને પૂજ્યભાવની સાથે એટલો બધો આનંદ ઉ૫-ન થયો છે કે જેનું વર્ણન હું શબ્દો દ્વારા કરી શકવાને સમર્થ નથી. આજ સુધી મેં પ્રત્યેક ધર્મના ઘણું આચાર્યોની મુલાકાત લીધી છે અને તેમના ચારિત્રની પણ ઘટતી તપાસ કરી છે; પરંતુ ચારિત્રના વિષયમાં તેમાંથી એક પણ આચાર્ય આ૫ની તુલનામાં આવે તેમ નથી. આપનું ચારિત્ર અલોકિક છે. આપના જેવા દૌવી પુરુષનું દર્શન કરીને હું ખરેખર કૃતાર્થ અને પાવન થયો છું.” ' સૂરિજી પિતાની પ્રશંસા સાંભળીને નીચું જોઈ રહ્યા. ક્ષણવાર એ પ્રમાણે રહ્યા પછી તેમણે શહેનશાહની સામે જોઈને કહ્યું. “આપને મારું ચારિત્ર અલૌકિક જણાય છે, એનું કારણ આ૫ની નિર્મળ અને ગુણગ્રાહક બુદ્ધિને પ્રતાપ જ છે; બાકી હું તો માત્ર એક અતિ સમાન્ય મનુષ્ય જ છું અને તેથી આ૫ કહે છે તેટલી પ્રશંસાને હું લાયક નથી.” શહેનશાહે સૂરિજીની નિખાલસ વૃત્તિ જોઈને વિશેષ આનંદને પામતા કહ્યું. “ગુરુજી ! હું આપની મિથ્યા પ્રશંસા કરતા નથી, પરંતુ મને જે સત્ય જણાય છે, તે જ પ્રમાણે આપના વખાણ કરું છું. આપ ભલે આપને સામાન્ય મનુષ્ય માનતા હે; પરંતુ હું તો આપને દેવી પુરુષ વિના આવું નિખાલસ દિલ, આ નિરભિમાની સ્વભાવ, આવી શાંત ચિત્તવૃત્તિ અને આવું ચારિત્ર એક સામાન્ય મનુષ્યમાં હોવાં સંભવતાં નથી. સૂરીશ્વર ! ખરેખર આપ જીન્નતના ફરસ્તા જ છે.” ત્યારબાદ સૂરીશ્વર અને સમ્રાટ વચ્ચે ધાર્મિક ચર્ચા ચાલી. ઈશ્વર, જગત, સુગુરુ અને સત્યધર્મ વિષે અનેક પ્રકારને વાર્તાલાપ થયે. અંતે અકબર બહુ જ ખુશી થયે અને તેના દિલમાંથી કેટલાક સંશને નાશ થયો. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ મેવાડને પુનરુદ્ધાર અત્યાર સુધી તે સૂરિજીના ઉત્તમ ચારિત્ર ઉપર મુગ્ધ થઈ રહ્યો હતો, પરંતુ હવે તે તે તેમની અપૂર્વ વિદ્વત્તા જોઈને બહુ જ પ્રસન્ન થઈ ગયે. ક્ષણવાર રહી સૂરિજીએ પોતાના આવશ્યક કાર્યને સમય થઈ ગયો હેવાનું જણાવી પિતાના નિવાસસ્થાને જવાની ઈચ્છા દર્શાવી એટલે બાદશાહે તેમને જવાની રજા આપતાં કહ્યું. “મહારાજ ભલે, આપની ઈચ્છા હોય તો પધારો. આપની સાથે ધાર્મિક ચર્ચા કરવાથી મને ઘણું જાણવાનું મળે છે; માટે બીજા અનુકૂળ પ્રસંગે હું આપને યાદ કરીશ અથવા તે હું જ આવીને આપને મળીશ.” ' સૂરિજી અને તેમના શિષ્યો જવાને માટે ઊભા થયા અને તેમની સાથે બાદશાહ અને સભાજને પણ ઊભા થઈ ગયા. બાદશાહે કહ્યું. “સૂરીશ્વર ! જતાં પહેલાં મારી એક અરજને આપ સ્વીકાર કરો, આપ ત્યાગી અને સાધુ હોવાથી આપને હું ગમે તેટલી મૂલ્યવાન વસ્તુઓ ભેટ કરીશ, તે તેને આપ લેશે નહિ; માટે મારી પાસે કેટલાંક હિન્દુ અને જૈન સાહિત્યનાં પુસ્તકે છે, તેને આપ સ્વીકાર કરો. આ પુસ્તકે પદ્મસુંદર નામક જૈનયતિ કે જેઓ ફત્તેહપુરમાં જ રહેતા હતા અને જેઓની સાથે મારો ખાસ પરિચય હતા, તેઓનાં છે. પદ્મસુંદર વતિના સ્વર્ગગમન પછી એ સર્વ પુસ્તકે મારા ખાનગી પુસ્તકાલયમાં મેં સંગ્રહી રાખેલાં છે, તે એવા હેતુથી કે જ્યારે કઈ વિદ્વાન પુરૂષને મને મેળાપ થશે, ત્યારે તેને જ તે પુસ્તકે અર્પણ કરીશ. આપની અપૂર્વ વિદ્વત્તા જોઈને હું મુગ્ધ થઈ ગયો છું; માટે આપ જ આ સર્વ પુસ્તકને સવીકાર કરી મને ઉપકૃત કરો.” ' સૂરિજીએ ઘણી આનાકાની કર્યા પછી સદરહુ પુસ્તકોને સ્વીકાર તે કર્યો, પરંતુ તે સર્વ પિતાની પાસે નહિ રાખતાં શહેનશાહ અકબરના નામથી આગ્રા નગરમાં પુસ્તકાલય બનાવીને તેમાં તેમને રાખવાની ગોઠવણ કરી દીધી. તે પછી બાદશાહના ફરમાનથી શાહીવાજિંત્ર અને શાહીફોજના સરઘસ સાથે સારી મહોત્સવ પૂર્વક આચાર્ય શ્રી હીરવિજયસૂરિ પોતાના નિવાસસ્થાને ગયા. Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૧મું સ્નેહ સ્વીકાર “સ્વપ્નમાં પણ અચળ દીઠું સ્નેહનું સભારણું, પ્રેમનું પગલુ થતાં ઉઘડે હૃદયનું બારણુ; શુદ્ધ સાચા સ્નેહ પાસે તુચ્છ છે સુખ સ્વગ નું; ના ચહે પ્રેમી વિના સુખ મેાક્ષ કે અપવગ નું,” – મેવાડની સા ઘણા દિવસથી જેની મૂર્તિને હૃદયમાં ધારણ કરી રાખી છે, તેનું અચાનક અહીં આગમન થયું', તે મારા ભાગ્યની પરિસીમા નહિ તેા ખીજી શું? પરંતુ સાંભળ્યું છે કે ` જ્યાં સુધી મેવાડનેા પુનરુદ્ધાર ન થાય, ત્યાં સુધી ભેગવિલાસ અને પ્રેમચર્યાને સ્વપ્નમાં પશુ સ`ભારીશ નહિ.” એવી તેમણે સખ્ત પ્રતિજ્ઞા લીધેલી છે. અને તેથી આવી વિરાગી અવસ્થામાં તે મારા સ્નેહને સ્વીકાર કરશે ખરા ? આ ઘટના જરા વિચારવા જેવી છે ખરી; પરંતુ શું તે મારા પ્રેમને તિરસ્કાર કરશે ? અને જો તે મારા પ્રેમનેા તિરસ્કાર કરે, તેા પછી આ જીવન શું કામનું છે ? જીવનના ઉદ્દેશ્ય પણ પછી શે। રહે તેમ છે ? ના, ના; તે મારા સ્નેહના તિરસ્કાર કરે, એ તા મને સંભવત લાગતું નથી. ત્યારે શું સ્વીકાર કરશે? અલબત્ત, તેમણે મારા સ્નેહના સ્વીકાર કરવા જોઈએ! પરંતુ કદાચ ન કરે તેા ?' એક લગભગ અઢાર-વીશ વર્ષની અવસ્થાએ પહેાંચેલી સુધરી આ પ્રમાણે પેતાના મનથી વિચાર કરતી હતી અને અવનવી કલ્પનાઐમે ઉપજાવતી હતી. પ્રાતઃકાળ સમય હતેા, સૂર્યનારાયણુના ઉષ થઈ ગયા હñ.. મીઠા, મધુર અને સુશીતલવાયુ વહન કરી રહ્યો હતા. બાગમાંહેના વિવિધ જાતિના પુષ્પા દિવાકરને માન આપવાને ખીલી ઊઠયાં હતાં. જુદા જુદા રસના ભાગી ભ્રમરા તેમની ઉપર ગુંજારવ કરી રહ્યા હતા. વૃક્ષો ઉપર પંખીએ આન થી કલેાલ કરી રહ્યાં હતાં અને શ્યામ રોંગની પણ મીઠા કર્ડની ક્રાયલ ક્ષણે ક્ષણે પેાતાના ટહૂકાર કરીને આખા ભાગને ગજાવી આ સમયે એક યુવાન સુંદરી આમ્રવૃક્ષના આશ્રયે બેસીને પુષ્પોની માળા ગુંથી રહી હતી. રહી હતી. ખરેાખર ગુલાબના સુમધુર Page #137 -------------------------------------------------------------------------- ________________ મેવાડના પુનરુદ્ધાર આમ્રવૃક્ષની છાયા નીચે જે સુંદરી બેઠી હતી, તેનાં રૂપનું જો અમે આલંકારિક ભાષામાં વર્ણન કરીએ, તે તેનાં મુખ અને નેત્રથી પરાજય પામીને ચંદ્ર અને હરિણુ ઉભય એકત્ર થઈને પુનઃ વિજય મેળવવાને વિચાર કરી રહ્યા હતા; કારણ કે જો તેમ ન હોય તેા ચંદ્ર કે જે ગગનવિહારી છે અને હરિણ કે જે ભૂચારી છે, તેનેા સહચાર શી રીતે સંભવી શકે ? ૧૨૬ “અલબત્ત, તેમણે મારા પ્રેમના સ્વીકાર કરવા જ જોઈએ; પરંતુ કદાચ ન કરે તે ?” તે ખાળાના મુખમાંથી આ શબ્દો પુનઃ જરા જોરથી નીકળી પડયા. આજ સમયે એક તરુણુ રમણીએ આવીને કહ્યું. “કેમ નહિ કરે ? જો તમારે પ્રેમ સાચો જ હશે, તેા તેના સ્વીકાર અવશ્ય થવા જ જોઈએ.” તે ખાળાએ પરિચિત સ્વર સાંભળી ઊંચું મુખ કરીને જોયું' તે પેાતાની સામે એક પચીશેક વષઁની તરુણી મંદ મંદ હસતી ઉભેલી હતી. તે બાળાએ જરા શરમાઈને વાતને ઉડાવી દેવાના હેતુથી પૂછ્યું, 'લલિતા ! અહી કયાંથી ?” “હું અહીં કયાંથી, એ પ્રશ્ન શા માટે પૂછે। હા, રાજકુમારી ? પ્રથમ તા એ જ ઉત્તર આપેને કે કયા ભાગ્યશાળી વીર પુરુષને તમારા સ્નેહનેા સ્વીકાર કરવાને તમે તમારા મનથી આગ્રહ કરી રહ્યાં છે ?'' લલિતાએ સામેા સવાલ કર્યા. .... “પરંતુ એ જાણીને તું શું કરીશ ? તે જાણવાનું તને પ્રયેાજન પશુ શું છે ?” રાજકુમારીએ પુનઃ પૂછ્યું, “તમારી ગુપ્ત વાત જાણીને હું શું કરીશ, એ સવાલ પૂછવાને તમને કાંઈ પ્રયેાજન નથી; પરંતુ એને જાણવાનું તેા મને પ્રયેાજન છે. મારી પ્યારી સુખીની ગુપ્ત વાત જાણુવાના શુ' મને અધિકાર નથી ?” લલિતાએ પ્રયોજન કહી ખતાવતાં પૂછ્યું. રાજકુમારી વિચારમાં પડી ગઈ. લલ્તિાને હવે શે. ઉત્તર આપવે, તેની એને સમજણ પડી નહિ. તે ધ્રુવળ નિરુત્તર જ રહી. લલિતાએ જરા રાષપૂર્વ કે કહ્યું “ભલે, જો તમારી ગુપ્ત વાત જાણવાને મને અધિકાર ન હેાય, તેા હું આ ચાલી. તમે તમારે એકલા બેઠાં બેઠાં વિચાર કર્યા કરા.’ Page #138 -------------------------------------------------------------------------- ________________ સ્નેહ સ્વીટર ૧૨૭ એમ કહી લલિતા જરા ચાલી એટલે રાજકુમારીએ તેને પાલવ પકડી રાખીને કહ્યું. “કયાં જાય છે, લલિતા ? શું તને મારા ઉપર રીસ ચડી છે?” હાસ્તો; વાતને મારાથી છુપાવો છો શા માટે લલિતાએ જવાબ આપ્યો. “મારી સખી !” રાજકુમારી તેને પિતાની પાસે બેસારતાં કહ્યું. “તારાથી મેં કઈ વાતને છૂપી રાખી છે કે આ વાત તને ન કહું !” તો પછી ઝટ કહી નાંખને ? મેંઘા શા માટે થાઓ છો અલકાબહેન ” લલિતાએ મજાક કરતાં કહ્યું. તું સાંભળ તે ખરી; હું તને એ જ વાત કહું છું. મેવાડના મહારાણા પ્રતાપસિંહ દુઃખના માર્યા પણ અતિથિ થઈને આવ્યા છે અને પિતાજીએ તેમને આશ્રય આપ્યો છે એ વાતને તો તું જાણે છે ને ?' અલકાસુંદરીએ વાતની શરૂઆત કરી. હા, એ તો હું જાણું છું, પરંતુ તેથી તમે શું કહેવા માગે છે ?” લલિતાએ અધિરથી પૂછયું. એ જ કે હું તે મહારાણાને ચાહું છું અને તે હમણુથી નહિ પરંતુ આજથી બે વર્ષ પહેલાં જયારે તેમની સ્વદેશપ્રીતિની અપૂર્વ વાત મેં સાંભળી હતી ત્યારથી તેમને ચાહું છું. મોગલેના ત્રાસથી કંટાળી અને તેમનાથી પરાજય પામીને તેમનું અચાનક આગમન અહીં થવાથી જે કે તેમને પ્રેમ સંપાદન કરવાને મને સરલતા થઈ છે; તે પણ આજ સુધી મારા પ્રેમથી તેમને વાકેફ કરવાનું સાહસ હું કરી શકી નથી અને તેથી જ હું અત્યારે અહીં બેઠી બેઠી વિચારતી હતી કે તેઓ મારા સ્નેહને સ્વીકાર કરશે કે નહિં ?” અલકાસુંદરીએ પિતાની ગુપ્ત વાત પિતાની સખીને કહી બતાવી. વાહ, વાહ, અલકાબહેન ! પ્રેમ પાત્રની પસંદગી તો બહુ સારી કરી છે હે ! પરંતુ આ વાતને મારાથી અત્યાર સુધી કેમ ગુપ્ત રાખી હતી ?” લલિતાએ રાજકુમારીના ગુલાબી ગાલ ઉપર ચુંટી ખણીને પૂછ્યું. - અલકાએ પોતાના ગાલને પંપાળતા ઉત્તર આપે. “પણ તે મને ક્યારે પૂછયું ? ને મેં વાત ગુપ્ત રાખી ? જેમ આજસુધી તે કાંઈ મારા પ્રેમપાત્ર સંબંધી વાત પૂછી નહતી, તેમ મેં તને તે વિષે કાંઈ કહ્યું પણ નહોતું.” Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ મેવાડને પુનરુદ્ધાર “અલકાબહેન ! તમારી ચતુરાઈથી તે હું હારી ! જુઓને બીજાના માથે દોષારોપણ કરતાં કેવું આવડે છે ? મેં તમને વાત ન પૂછી, તેથી કાંઈ મેં તમને વાત કહેવાની બંધી તે નહતી કરીને ?" લલિતાએ કહ્યું. બંધી તે નહતી કરી, પરંતુ લલિતા ખરું કહું ? માત્ર લજજાને લીધે હું તને એ વાત કરી શકી નહતી.' અલકાએ ખરી હકીકત કહી “બહુ સારું. પ્રેમપાત્ર તે ઉત્તમ શોધી કાઢયું છે. એમાં જરાએ શક નથી; પરંતુ તારા એ પ્રેમપાત્રને તારા તરફ કેવો ભાવ છે ?” લલિતાએ પ્રશ્ન કર્યો. “તે હું જાણતી નથી, કારણ કે તેઓ જે કે અહીં બે-ત્રણ માસથી આવ્યા છે, તે પણ તેમને મેં નજરે નજર કદિ પણ જોયા નથી અને તેથી તેમને મારી તરફ કે ભાવ છે, તે હું શી રીતે કહું ?” અલકાએ જવાબ આપે. "ઠીક; પરંતુ પિતાજી તથા માતુશ્રી તમારી આ વાતને જાણે છે કે નહિ ?” લલિતાએ પુનઃ પૂછયું. નહિ, તેઓ મારી આ વાતને જરા પણ જાણતાં નથી; કારણ કે મેં આ વાતને બહુ જ ગુપ્ત રાખી છે. જે કઈ જાણતું હોય તે તે માત્ર તું જ છે અને તે પણ તને મેં અત્યારે તેનાથી જાણીતી કરી એટલે જ. પ્યારી સખી! મારા આ પ્રેમનું શું પરિણામ આવશે ? એટલે કે મહારાણા તેને સ્વીકાર કરશે કે નહિ ? તથા માતાપિતા તે કબૂલ કરશે કે નહિ એની મને બહુ ચિંતા થાય છે. શું તું મને આ ચિંતાસાગરમાંથી તરી પાર થવાને કેઈ ઉપાય નહિ બતાવે ?' રાજકુમારી અલકાસુંદરીએ લલિતાના પ્રશ્નને ઉત્તર આપીને દીન વાણીથી પૂછ્યું. “વાહ, વાહ! અત્યારસુધી તો વાતને મારાથી ગુપ્ત રાખી અને હવે ઉપાય બતાવવા માટે વિંનત કરી છે, એ કેવી વાત ? હું તે કાંઈએ તમને ઉપાય બતાવવાની નથી.” લલિતાએ હસીને કહ્યું. “લલિતા ! પ્યારી સખી ! મશ્કરીની વાત જવા દે અને કૃપા કરીને મને કોઈ ઉપાય બતાવ કે જેથી કરીને મારા દુઃખી જીવને આરામ થાય.” અલકાએ પુનઃ દીનતાથી કહ્યું. “અલકાબહેન !” લલિતાએ ગંભીરતાપૂર્વક કહ્યું “મશ્કરી કરવાનો Page #140 -------------------------------------------------------------------------- ________________ સ્નેહ સ્વીકાર ૧૨૯ મારો સ્વભાવ જ છે એટલે તમે મનમાં કાંઈ લાવશે નહિ. મને લાગે છે કે આ ચિંતામાંથી મુક્ત થવાના બે ઉપાય છે. એક તે એ છે કે તમારા માતાપિતાના કાને તમારા પ્રેમની વાત પહોંચાડવી અને તેમની પાસેથી તેની કબૂલાત લેવી અને બીજો ઉપાય એ છે કે મહારાણના પ્રેમને જીતો. હવે પેલા ઉપાયને તે હું અજમાવી જોઈશ; પરંતુ બીજા ઉપાયને તમારે અજમાવવો પડશે. કેમ ખરું કે નહિ ?” રાજકુમારી એ સાંભળીને ક્ષણ વાર નિરુત્તર રહી. તે પછી તેણે કહ્યું. “બરાબર છે. જે માતાપિતાની પાસેથી તું મારી વાતની કબૂલાત મેળવીશ તે હું બીજે ઉપાય અજમાવી જોઈશ; પછી બને તે ખરું.' “તો માતુશ્રીને આજે જ તમારા પ્રેમની વાત કહીને તથા તેમને બરાબર સમજાવીને કબૂલાત મેળવી લઈશ; પરંતુ તમે મહારાણુના પ્રેમને શી રીતે જીતશે?” લલિતાએ પૂછયું. પણ એ જ વિચાર કરી રહી છું કે તેમના પ્રેમને મારે શી રીતે છતો ? તું કાંઈ ઉપાય બતાવીશ ?” અલકાસુંદરીએ સામે સવાલ કર્યો. એને ઉપાય છે એ જ છે કે તમે કોઈ પણ રીતે તેમને એકાંતમાં મળે અને વખત જોઈને તમારા દિલની વાત તેમને કરો. આ સિવાય બીજે ઉપાય મારા સમજવામાં આવતો નથી.” લલિતાએ ઉપાય દર્શાવ્યો. પરંતુ મારાથી તેમને શી રીતે મળાય ? અને મળવાનું કદાચ બને, તો પણ દિલની વાત તેમને શી રીતે કહી શકાય ?” અલકાએ પુનઃ પૂછ્યું, મારા સમજવા પ્રમાણે તેમને બાગમાં આવવાનો સમય થઈ ગયો છે અને તે આવ્યા પછી હું જોઉં છું કે તેમને મળતાં અને તેમની સાથે વાત કરતાં તમને કેવીક લન્સ આવે છે ? નાહક ઢોંગ શા માટે કરી રહ્યાં છો ? પોતાના પ્રેમ પાત્રને મળવાને માટે તો આતુર થઈ રહ્યાં છે અને વળી ભાવ શું કામ ખાઓ છો ?” લલિતાએ સ્મિત હાસ્ય કરીને કહ્યું. ઠીક, લલિતા ! તું કહે તે ખરું. હું તેમને મળવાને માટે જ અત્રે આવી છું, પછી છે કાંઈ ?” અલકાએ આડંબરને ત્યાગ કરીને કહ્યું. હવે કેવા ઠેકાણે આવ્યાં ?” એમ કહી લલિતાએ આસપાસ જોઈને સૂચના કરી. “જુઓ, અલકાબહેન ! સામેથી તમારા મનના માલિક આવે છે, તેની સાથે બરાબર વાર્તાલાપ કરજો અને તેમને તમારા પ્રેમપાસમાં જરૂર Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મેવાડને પુનરુદ્ધાર સપડાવી લેજે. હું હવે જાઉં છું.” લલિતા હસતી હસતી એ પ્રમાણે સૂચના કરીને ચાલી ગઈ અને અવકાસુંદરીએ સામેથી મહારાણા પ્રતાપસિંહને આવતાં જોઈ સ્તબ્ધ થઈને ઊભી રહી. નિત્યના નિયમ પ્રમાણે પ્રતાપસિંહ પ્રાતઃકાલમાં વહેલાં ઊઠીને વિકસિત બનેલાં પુષ્પની તાજી હવાને ઉપભોગ કરવાને બાગમાં આવ્યા હતા. તેણે આ વખતે સાદાં અને વેત વસ્ત્રો પરિધાન કરેલાં હતાં. અગાધ ચિંતા અને અસહ્ય દુઃખથી તેનું ભવ્ય મુખ જે કે ઉદાસ જતું હતું અને તેની આંખો જો કે ઊંડી પેસી ગઈ હતી; તે પણ તેના શરીરના મજબૂત બાંધામાં, તેના મુખની ભવ્યતામાં અને તેની આંખેના તેજમાં બહુ ન્યૂનતા થઈ નહોતી. પ્રતાપસિંહ ફરતો ફરતો અને બાગની સુગંધી હવાને ઉપભોગ કરતે કરતે અલકાસુંદરી જે આમ્રવૃક્ષ નીચે નિશ્ચળ ભાવે ઊભી હતી, તેની નજીક આવી પહોંચ્યા અને આવતાં જ ત્યાં અલકાને અવનત મુખે ઊભેલી જોઈને તે ત્યાં ઊભો થઈ રહ્યો. જ્યારથી પ્રતાપે મેવાડને ઉદ્ધાર કરવાનું અને સ્વદેશી સ્વતંત્રતા સાચવવાને માટે સર્વ ભોગ વિલાસને ત્યાગ કર્યો હતો, ત્યારથી તેનું હૃદય ઘણે ભાગે શુષ્ક થઈ ગયું હતું અને તેમાંથી નેહરૂપી અમૃત કેટલેક અંશે સુકાઈ ગયું હતું અને તેથી કોઈ પણ સુંદર સ્ત્રીને જોઈને તેના હૃદયમાં કશી પણ અસર થતી નહતી; પરંતુ અત્યારે અલકાસુંદરીને જોઈને અને તેના અલોકિક રૂપને અવલોકીને તેને સ્વાભાવિક રીતે જ અજાયબી થઈ અને તેના હૃદયમાં ચમત્કારીક અસર પણ થઈ. તેણે અલકાને બરાબર ધ્યાનપૂર્વક જોઈ લીધી અને તે પછી તેને તેની સાથે વાર્તાલાપ કરવાની જીજ્ઞાસા થઈ. તેણે તુરત જ મીડા અને મધુર અવાજે પૂછ્યું. “તમે કોણ છો અને અહીં શા માટે ઊભાં છો ?” - અલકાએ કાંઈ પણ ઉત્તર નહિ આપતાં મૌન સેવવાનું જ ઉચિત વિચાર્યું. પ્રતાપસિંહે ફરીથી પૂછયું. “કેમ ઉત્તર આપતાં નથી? મેં સાંભળ્યું છે કે ઠાકાર રાયધવલને એક અલૌકિક સૌદર્યવતી પુત્રી છે; શું તે તમે તે નહિ ને !” અલકાએ આ વખતે આડી નજરે પ્રતાપસિંહના મુખને એકવાર જોઈ લીધું; પરંતુ કાંઈ જવાબ આપે નહીં. Page #142 -------------------------------------------------------------------------- ________________ સ્નેહ સ્વીકાર ૧૩૧ “અને જે તમે ઠાકોર રાયધવલના પુત્રી છે, તે મારા સમજવા પ્રમાણે તમારું નામ અલાસુંદરી છે, કેમ ખરું ને ?" પ્રતાપસિંહે પુનઃ પૂછયું. અલકાની લજજા હવે પલાયન કરી ગઈ હતી. તેણે પિતાના અવનતા મુખને ઊંચું કરીને પ્રતાપસિંહના મુખ ઉપર પિતાના કમળ સમાન ને સ્થાપીને કહ્યું, “આપની ધારણું સત્ય છે. હું ઠાકાર રાયધવલની પુત્રી છું અને મારું નામ અલકાસુંદરી છે.” મેં તમને આજસુધી નજરોનજર જોયા ન હતા અને તેથી અત્યાર આગમચ હું તમને ઓળખી શક્યા નહોતા; પરંતુ તમને જોતાં જ મેં જે કલ્પના કરી હતી, તે તમારા કથનથી સત્ય નીવડી છે. અલકાસુંદરી ! જેવું તમારું નામ છે, તેવું તમારું રૂપ પણ અલૌકિક છે.” પ્રતાપસિંહે આનંદસહ કહ્યું. અલકાસુંદરી પોતાનાં રૂપનાં વખાણ સાંભળીને શરમાઈ ગઈ. શરમથી તેના ગાલ ઉપર લાલ રંગની છટા વિલસી રહી. પ્રતાપે તેને શરમાઈ જતી જોઈને કહ્યું “રાજકુમારી ! શા માટે શરમાઓ છે ? તમારા રૂપની મેં જે પ્રશંસા કરી છે, તે મિથ્યા નહિ; કિન્તુ કેવળ સત્ય છે અને તેથી તમારે શરમાવાનું કાંઈક કારણ નથી; પરંતુ તમે કોઈ દિવસ નહિ ને આજે સવારમાં વહેલા બાગમાં શા માટે આવ્યાં છે ? જ્યારથી અમે અહીં આવ્યા ત્યારથી આ બાગમાં હું હમેશાં દિલને આરામ આપવાને માટે સવારમાં આવું છું; પરંતુ આજ પર્યત તમને મેં જોયા નથી અને તેથી જ હું તમને એ સવાલ કરું છું.” મહારાણાના પ્રશ્નને શો ઉત્તર આપવો તેની અલકાને સમજણ પડી નહિ અને તેથી તે નિરુત્તર રહી. તેને નિરુત્તર રહેલી જોઈને પ્રતાપસિંહે પુનઃ સવાલ કર્યો. “કેમ ઉત્તર આપતા નથી, અલકાસુંદરી ! શું તમે શરમાઓ છો ?” અલકાએ વિચાર્યું કે હવે ઉત્તર આપ્યા સિવાય ચાલે તેમ નથી અને તેથી તેણે કહ્યું. “મેવાડના પુણ્યશ્લેક મહારાણાના દર્શન કરવાની ઈચ્છા હૃદયમાં કેટલાએ દિવસથી હતી અને તેથી એ ઇચ્છાને તૃપ્ત કરવાની ખાતર હું અત્રે આવી છું. આજ આપના પવિત્ર દર્શન કરીને હું કૃતાર્થ થઈ છું.” પ્રતાપસિંહે હસીને કહ્યું, “વાહ, વાહ, રાજકુમારી! તમે ઉત્તર તો સારે આયે; પરંતુ મેવાડને પુણ્યશ્લોક મહારાણા પ્રતાપસિંહ આ દુનિયા Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ મેવાડને પુનરુદ્ધાર ઉપર નથી; હવે તે તેના બદલે સીધે-સાદે રાજપૂત પ્રતાપ જ છે અને તેથી તમે દેના દર્શન કરીને કૃતાર્થ થાઓ છો ?" અલકાએ જવાબ આપ્યો. “મહાપુરુષ પોતાની પ્રશંસા સ્વમુખે કરતાં નથી; તેઓ તે હંમેશાં લઘુતા જ બતાવ્યા કરે છે અને એ જ એમની પ્રભુતાનું લક્ષણ છે. આપ ભલે પિતાને સીધાસાદા રજપૂત માનતા હે; પરંતુ હું તે આપને મેવાડના પુણ્યક મહારાણા ગણું છું અને તેથી આપનાં દર્શન કરીને કૃતાર્થ થઈ છું.” અલકાસુંદરી! મારી પાસે નથી રાજપાટ કે વૈભવવિલાસ, નથી વિશાળ સૈન્ય કે નથી અખૂટ સંપત્તિ અને નથી ધનદેલત કે નથી રાજ્યચિન્હ, તે છતાં તમે મને મેવાડને મહારાણે શી રીતે ગણે છે ? તે હું સમજી શકતું નથી.” પ્રતાપસિંહે કહ્યું. “એ વાત ખરી છે કે આપની પાસે એ બધાં બાહ્ય સાધન નથી; પરંતુ તેથી શું થઈ ગયું ? આપની એજસ્વિની મુખમુદ્રા, આપને ભવ્ય દેખાવ, આપની તીવ્ર આંખે, આપના આજાનુ બાહુ અને તે ઉપરાંત આપની સ્વમાન સાચવવાની દઢતા અને આપની મેવાડને ઉદ્ધાર કરવાની દઢ પ્રતિજ્ઞા આદિ હજુ પણ આપનામાં છે અને તેથી હું આપને જ મેવાડના મહારાણા ગણું છું.” અલકાએ જવાબ આપે. આ વખતે હું મેવાડને મહારાણે નહિ હોવા છતાં પણ જ્યારે તમે મને ઠરાવો છો, ત્યારે મને લાગે છે કે તમારો મારા તરફ પક્ષપાત છે.” પ્રતાપસિંહે કહ્યું. “હા આપ જે એને પક્ષપાત ગણતા હે, તે હું પણ તેને પક્ષપાતા ગણું છું.” અલકાએ કહ્યું. પરંતુ મારા તરફ પક્ષપાત રાખવાનું તમને શું કારણ છે ?” પ્રતાપસિંહે પૂછ્યું. અલકાએ ક્ષણવાર વિચાર કરીને જવાબ આપ્યો, “કારણ! કારણ તે કાંઈએ નથી; પરંતુ ગુણવાન પુરુષોને પણ પક્ષપાત કરતું નથી ?” “એ ઠીક છે, પરંતુ કારણ તે કાંઈક હોવું જ જોઈએ.” પ્રતાપે કહ્યું. “કદાચ હેય પણ ખરું; તે જાણીને આપ શું કરશે ?' અલકાએ અર્થસૂચક સ્વરે પૂછ્યું. Page #144 -------------------------------------------------------------------------- ________________ સ્નેહ સ્વીકારે ૧૩૩ એને જાણીને હું શું કરીશ, એ સવાલ નિરાળે છે; પરંતુ તમારો મારા તરફ શા કારણથી પક્ષપાત થયું છે, એ જાણવાને તે હું બહુ જ આતુર છું.” પ્રતાપસિંહે ઉત્તર આપે. અલકાએ વિચાર કર્યો કે હવે ધીરે ધીરે અગત્યના સવાલ ઉપર આવવાની અગત્ય છે અને તેથી તેણે કહ્યું. “મહારાણા! આપની પ્રત્યે મારો પક્ષપાત ખાસ કરીને શા કારણથી છે. તે હું બરાબર જાણતી નથી; હું જાણું છું માત્ર એટલું જ કે આ૫ મેવાડના પુણ્યક મહારાણું છે, દેવી પુરુષ છે, વીરશિરામણું છે અને સર્વગુણસંપન્ન રાજેન્દ્ર છે. આપની પ્રત્યેના મારા પક્ષપાતનું આથી અન્ય કારણ આપ શું જાણવા માગે છે ?” “અલકાસંદરી !” પ્રતાપસિંહે કહ્યું. “એક માણસની માત્ર મોઢેથી પ્રશંસા કરવી, એ કાંઈ તેની તરફના પક્ષપાતનું ખરું કારણ નથી.” “મહારાણું !” અલકાએ જરા સ્પષ્ટતાથી કહ્યું. “એક પુરુષ તરફ એક સ્ત્રીને કોઈ પણ પ્રકારના ખાસ કારણ વિના પક્ષપાત હોવાનું પ્રેમ-નેહ સિવાય બીજું શું કારણ હોઈ શકે ? આ૫ આવા સીધા અને સરલ વિષયને સમજી શકતા નથી, એ કેવી વાત ?” અલકાસુંદરી ! તમારી મર્મયુકત વાતને બરાબર સમજી શકતો નથી; માટે તમારે જે કહેવાનું હોય, તે હજુ પણ વધારે સ્પષ્ટતાથી કહે, તેમાં શું કંઈ હરકત છે ?” પ્રતાપસિંહે જીજ્ઞાસાથી કહ્યું. અલકા વિચારમાં પડી ગઈ. પિતાના મનથી વિચાર કર્યો કે હવે ખરી હકીકત કહ્યા સિવાય અર્થ સરે તેમ નથી. તેણે પોતાનાં વિશાળ લચતેને પ્રતાપસિંહને મુખ ઉપર સ્થાપીને અતિ મીઠા અને કોમળ સ્વરે કહ્યું. મહારાણું ! આપના તરફ મારે પક્ષપાત લેવાનું કારણ માત્ર એટલું જ છે કે મેં મારા તન-મન અને ધન આપને અર્પણ કરવાનો નિશ્ચય કર્યો છે અને તેથી આપની હું જેટલી પ્રશંસા કરું તેટલી થોડી જ છે. આપને મેવાડના મહારાણું તે શું પરંતુ સમસ્ત ભારત વર્ષના રાજાધિરાજની ઉપમા આપું તો પણ તે મારા મનથી કાંઈ જ નથી.” પ્રતાપસિંહે અજાયબ થઈને પૂછ્યું. “તમે તમારાં તન-મન અને ધન મને અર્પણ કરવાનો નિશ્ચય કર્યો છે. એટલે શું ? એને અર્થ શો છે ?” Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ મેવાડને પુનરુદ્ધાર “એને અર્થ એ જ છે કે હું આપને ચાહું છું અને આજથી નહિ; પરંતુ જ્યારથી મેં આપની સ્વદેશ અને સ્વમાનનું રક્ષણ કરવાની તીવ્ર ઉત્કંઠાની વાત સાંભળી છે, ત્યારથી જ હું આપને ચાહતી આવી છું.” અલકાએ લજ્જાને સર્વથા ત્યાગ કરીને ઉત્તર આપ્યો. પ્રતાપ તેના સ્પષ્ટ ઉત્તરથી વિશેષ અજાયબ થઈ ગયો. તેણે ગંભીરતાથી કહ્યું “અલકાસુંદરી ! તમે મારી સ્વદેશ અને સ્વમાનના રક્ષણ કરવાની તીવ્ર ઉત્કંઠાની વાત સાંભળી હશે, એ ઠીક છે; પરંતુ તેથી કરીને મને ચાહવામાં–તમારું દિલ મને અર્પણ કરવામાં તમે ઉતાવળ કરી છે.” “એનું કારણ ?” અલકાએ જીજ્ઞાસાથી પૂછયું. એનું કારણ એ છે કે મેવાડને ઉદ્ધાર કરવાને માટે મેં સર્વ ભેગવિલાસને ત્યાગ કર્યો હોવાથી સંસારમાં રહ્યા છતાં પણ હું એક સંન્યાસી છું અને તેથી અલકાસુંદરી ! સંસારના ભેગ વિલાસને તિલાંજલી આપીને વિરકત જીવન ગુજારતા મારા જેવા એક સામાન્ય પુરુષને ચાહવામાં તમે ઉતાવળ કરી છે, એ મારું કથન શું સત્ય નથી ?” પ્રતાપસિંહ કારણ દર્શાવતાં પૂછ્યું. મહારાણું ! મને ક્ષમા કરજે; પરંતુ મારે કહેવું જોઈએ છે કે આપનું કથન સત્ય નથી. મેવાડના ઉદ્ધાર માટે આપે ભેગવિલાસને ત્યાગ કર્યો તે ભલે કર્યો; કારણ કે દેશના કલ્યાણને માટે એના જેવું બીજુ એ કે ઉત્તમ કાર્ય નથી; પરંતુ તેથી કોઈપણ કુમારી બાળાને આપને ચાહવાને અધિકાર શું ચાલે જાય છે કે જેથી આપ તેને ઉતાવળ કહે છે ?” અલકાસુંદરીએ સામો પ્રશ્ન કર્યો. “અલકાસુંદરીના આ પ્રશ્નને શો ઉત્તર આપવો, એની પ્રતાપસિંહને ખબર પડી નહિ અને તેથી તેણે કહ્યું. “અલકાસુંદરી! તમારો એ પ્રશ્ન ઘણે જ કઠિન છે અને તેથી તેને ખરે અને વ્યાજબી ઉત્તર શે આપ, એની મને સમજણ પડતી નથી, પરંતુ તેમ છતાં તમે મને ચાહવામાં ઉતાવળ કરી છે એટલું જ નહિ, પણ મને ચાહવામાં તમે ભૂલો છે, એમ કહ્યા સિવાય મને ચાલતું નથી.” અલકાએ તેને પ્રતિવાદ કરતાં કહ્યું. “મહારાણા! આપ જ્યારે મારા પ્રશ્નને વ્યાજબી ઉત્તર આપી શકતા નથી, ત્યારે આપને ચાહવામાં મેં Page #146 -------------------------------------------------------------------------- ________________ સ્નેહ સ્વીકાર ૧૩પ ઉતાવળ કરી છે અથવા તે તેમ કરવામાં હું ભૂલું છું એમ આપ શા ઉપરથી કહે છે ?” “તમે વિચાર કરો કે જ્યારે મેં સર્વ ભોગવિલાસને ત્યાગ કરીને સાધુજીવન ગુજારવાનો નિશ્ચય કર્યો છે અને જયાંસુધી મેવાડને પુનરુદ્ધાર ન થાય ત્યાંસુધી મારાથી સંસારનાં સુખોને સ્વીકાર થાય નહિ, જ્યારે મારી આવી પ્રતિજ્ઞા છે, ત્યારે આવી સ્થિતિમાં તમે મને ચાહીને શું કરશો ? તમે મને ચાહો કે ન ચાહો એ બને સરખું જ છે; કારણ કે મારા વર્તમાન સાધુ-જીવનમાં હું તમારે સતીકાર કરી શકું તેમ નથી અને તેથી જ હું કહું છું કે તમે મને ચાહવામાં ઉતાવળ કરી છે. મેવાડના મહારાણુને મોહીને જે તમે મને ચાહતા હે, તે તેમાં પણ તમારી ભૂલ થાય છે; કારણકે મેવાડના મહારાણાનું પદ હું ઈ બેઠો છું. અત્યારે મેવાડનું એક નગર, એક કિલ્લે કે એક નાનું સરખું ગામડું પણ મારા કબજામાં નથી. એ ઉપરાંત મારાં ધન-દેલત-સુખ સંપત્તિ ઈત્યાદિને પણ નાશ થયે છે અને તમે મને ચાહીને તેના બદલામાં મારો પ્રેમ સંપાદન કરીને જે સુખની આશા રાખી હશે, તેમાં તમને નિરાશા મળશે. અલકાસુંદરી ! આ બધી વસ્તુસ્થિતિને વિચાર કરી મને ચાહવાનું છોડી દે અને હું આગ્રહપૂર્વક કહું છું કે તેમ કરવામાં જ તમારું કલ્યાણ છે.” પ્રતાપસિંહે સવિસ્તર હકીકત કહીને તેને સલાહ આપી. અલકાસુંદરીએ આ સાંભળીને એક નિઃશ્વાસ મૂક્યો. તેણે કાંઈક દિલગીરી ભરેલા અવાજે કહ્યું. “એક સ્ત્રી જે એક પુરુષને તેના ઐશ્વર્ય અને તેની સંપત્તિને માટે ચાહતી હોય, તે તે તેને પ્રેમ નહિ; કિન્તુ મેહ જ છે અને તે અધમ છે–સ્વાથી છે. મહારાણું ! હું આપને ચાહું છું, તે આપના પદને કે આપના વૈભવવિલાસને માટે નહિ, પરંતુ આપના દેવી ગુણને અને આપની સ્વદેશસેવાની દઢ પ્રતિજ્ઞાને માટે જ ચાહું છું અને તેથી આપ સાધુ હો કે સંન્યાસી છે, ગરીબ હો કે તવંગર હો, મહારાણું હે કે સામાન્ય રાજપૂત હો અને સુખી હો કે દુઃખી તે તરફ મારે શા માટે ધ્યાન આપવું જોઈએ ? મહારાણું! આપને ચાહવામાં મેં સુખની લાલસા રાખી જ નથી અને તેથી આપે જે સર્વ ભોગવિલાસને ત્યાગ કરીને સાધુજીવન ગુજારવાનો નિશ્ચય કર્યો હોય, તો તેની મને શી દરકાર છે? આપ જેવા નરકો અને પુરુષોત્તમ પુરુષનાં પવિત્ર ચરણેની સેવા Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ મેવાડને પુનરુદ્ધાર કરવાને અને આપના સ્વદેશસેવાના પુણ્ય કાર્યમાં એક સ્ત્રી જેટલી સહાય પિતાના પ્રાણનાથને કરી શકે તેટલી સહાય કરવાને માટે જ હું આપને ચાહું છું–ખરા હૃદયથી ચાહું છું અને તેથી મહારાણું આપને વિનંતિ કરીને કહું છું કે આપ મારા પ્રેમને સ્વીકાર કરી મને અનાથને સનાથ બનાવે.” પ્રતાપસિંહ અલાસુંદરીની આ લાંબી દલીલ સાંભળીને વિચારમાં પડી ગયું. તેણે ક્ષણવાર વિચાર કરીને કહ્યું. “અલકાસુંદરી ! તમારા હૃદયની શુદ્ધ લાગણી અને તમારી શુભેચ્છા જઈને મને ઘણો જ આનંદ થાય છે; પરંતુ તમારી એ લાગણી અને શુભેરછી કાયમ ટકી રહેશે કે કેમ, એની મને શંકા રહે છે. તમે જાણે છે કે મેગલ શહેનશાહ અકબર મને નમાવવા, ખુવાર કરવા અને બની શકે તો પકડી કેદ કરવાને માટે બહુ જ આતુર થઈ રહ્યો છે અને તે માટે પોતાના સૈન્યને વારંવાર મેકલીને મને હેરાન કરવામાં કશી પણ મણું મૂકતું નથી. આવી વિપદ્રગ્રસ્ત સ્થિતિમાં મારે આ સ્થળને ક્યારે અને કઈ ઘડીએ ત્યાગ કરવો પડશે, તે તથા આ સ્થળને ત્યાગ કરીને મારે મારા આતજનને બચાવ કરવાને કયાં નાસી જવું પડશે, તે ચોક્કસ નથી અને તેથી મને ચાહવામાં અને મારે સ્નેહ સંપાદન કરવામાં તમને સુખને અંશમાત્ર પણ મળવાને સંભવ નથી. આ કારણથી હું તમને આગ્રહપૂર્વક કહું છું કે તમારો પ્રેમ મને અર્પણ કરીને તેના બદલામાં મારે સ્નેહ મેળવવાની વાતને તમે વિસારી દેજે.” અલકાસુંદરીએ ગંભીર ભાવથી કહ્યું “મહારાણા ! હવે ક્યાં સુધી કસોટી કરશે? હું આપને એક વખત કહી ચૂકી છું અને હજુ પણ કહુ છું કે હું આપને ખરા હદયથી ચાહું છું અને તેથી આપ જે કદાચ મારા સ્નેહને તિરસ્કાર કરશે; તે પણ આપના પ્રતિ મારે જે નેહ બંધાય છે, તેમાં સહેજ પણ ન્યુનતા થશે નહિ.” - અલકાસુંદરીની દઢતા જોઈને પ્રતાપસિંહ ઘડીભર વિચાર સાગરમાં ગોથાં ખાવા લાગ્યો. તેને શું જવાબ આપ, એની તેને સમજણ પડી નહિ અને તેથી તે તેના પ્રતિ અનિમિષ નયનેએ જેતે મૌનપણે ઊભો રહ્યો. અલકાસુંદરીએ તેને નિરુત્તર રહેલો જોઈને આવેશપૂર્ણ સ્વરે કહ્યું. “મહારાણું ! હવે શો વિચાર કરે છે ? આ આતુર હાય બાળાને હવે વધારે શા માટે તલસા છે ?” Page #148 -------------------------------------------------------------------------- ________________ સ્નેહ સ્વીકાર ૧૩૭ પ્રતાપસિંહે તેના કાંઈ પણ ઉત્તર આપ્યા નહિ અને પૂર્વવત્ માનપણે તેની સામે જોતા ઊભા રહ્યો. આ વખતે પણ તેને નિરુત્તર રહેલા જોઈને અલકાસુંદરીની ધીરજ રહી નહિં તેણે પ્રતાપસિંહની નજીક જઈ તેના ચરણુ ઉપર પેાતાનું મસ્તક લગાવી દીધુ અને પછી ગદગદિત કઠે કહ્યું. “મહારા ! હ્રદયેશ્વર ! ભગવાન સૂર્ય નારાયણની સાક્ષીએ હું મારુ દિલ આપને અપ ણુ કરીને મારુ' મસ્તક આપના ચરણુમાં ધરૂ' છુ. ચાહે તેા આપ તેના સ્વીકાર કરી કે ચાહે તેા ઠાકર મારી, આપની ઈચ્છામાં આવે તેમ કરી; પરંતુ હું તેા આજથી-અત્યારથી આપની અર્ધાંગના બની ચૂકી છું અને આપ મારા સ્વામી બન્યા છે.” આ શબ્દ ખેાલતાં ખેાલતાં અલકાનાં નેત્રામાંથી અએની ધારા નીકળીને પ્રતાપસિંહના ચરણેાતે પલાળવા લાગી. આ દૃશ્ય જોઈને પ્રતાપસિંહનું હૃદય પીગળી ગયુ... અને તેથી તેણે તેને કામળ કર પકડીને તેમ ઉઠાડતાં સ્નેહસૂચક સ્વરે કહ્યું. “અલકાસુંદરી ! તમે તમારી અડગ શ્રદ્ધાથી મારા નિશ્ચયને ચલિત કરી નાંખ્યા છે; મારા અતિ કઠિન હૃદયને પીગળાવી નાંખ્યું છે. ઊઠો, અલકાસુંદરી ! પ્યારી અલકા ! હું તમારા સ્નેહના સ્વીકાર કરું છું અને બદલામાં મારા સ્નેહ-મારું દિલ તમને અપણુ કરું છું. માટે ઊઠે ' અલકા ઊભી થઈ અને આનદના અતિરેકથી પ્રિયતમની સામે જોઈ રહી. આ વખતે તેના લાવણ્યના ભંડાર સમાન મુખય ઉપર હાસ્યની અપૂર્વ છટા વિલસી રહી હતી અને તેથી તેના સૌંદર્ય માં એર વૃદ્ધિ થયેલી .. હતી. પ્રતાપસિંહે તેને પૂછ્યું યારી અલકાસુંદરી ! ડાકાર રાયધવલની આ વિષયમાં શી ઈચ્છા છે ? તે આપણા પ્રેમ સંબધ કબૂલ રાખશે ખરા?” તે સંબધી આપને કશી પણ ચિંતા કરવાની નથી; કારણ કે મારા માતપતાના મારા ઉપર એટલે બધા પ્રેમભાવ છે કે તેએ મારી ઇચ્છાને અવશ્ય કબૂલ રાખશે, એ નિઃસશય છે.” અલકાએ જવાબ આપ્યા. “બહુ સારું; પરંતુ અલકા ! તને એક વાત કહેવાની છે અને તે એ કે તારા પિતા આપણા પ્રેમસબંધ કબૂલ રાખે એટલે આપણાં લગ્ન થશે; પરંતુ કાઈ પણ પ્રકારની ધામધૂમ વિના કરવાના છે એટલું જ નહિ, પશુ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ મેવાડને પુનરુદ્ધાર લગ્ન પછી તારે મારી જેમ સર્વ ભેગવિલાસને ત્યાગ કરીને સાધુ-જીવન ગુજારવું પડશે. કહે, આ તને કબૂલ છે?' પ્રતાપે પુનઃ પૂછયું. હૃદયેશ્વર ! આ તે શું, પણ આપની ગમે તે શરત મારે કબૂલ છે. આપ જ વિચાર કરો કે આપ જ્યારે સામાન્ય પર્ણકૂટીમાં રહીને આ૫નું જીવન ગુજારતા હશે, ત્યારે શું હું રાજમહેલમાં રહીને એશઆરામ કરીશ ? કદિ નહિ. હું તે આપની છાયાની જેમ આપના સુખમાં અને દુઃખમાં ભાગ લેવાને આપની આજ્ઞાનુવતિની બનીને આપની સાથે જ રહીશ અને આપના ચરણની સેવા કરીને મને પિતાને ભાગ્યશાલિની ગણીને આનંદ માનીશ.” અલકાએ શરતને સ્વીકાર કરતાં ઉત્તર આપે. પ્રતાપે હસીને કહ્યું. “બહુ સારું. હું હવે જાઉં છું.” એમ કહીને પ્રતાપ પોતાની પ્રિયતમાને પ્રેમમયી દૃષ્ટિથી જોત જોતા આગળ ચાલે એટલે અલકાએ તેને સંબોધીને ઊભા રહેવાની ઈશારત કરતાં તે ઊભો રહ્યો. અલકા તેની પાસે ગઈ અને પિતાના હસ્તમાં ગુલાબના પુષ્પોની તૈયાર કરેલી જે માળા હતી, તે તેના કંઠમાં પહેરાવી દીધી. પ્રતાપ તેનું ચાતુર્ય જોઈને હસી પડ્યો. તે પછી તેણે એ માળાને પિતાના કંઠમાંથી લઈને અલકાના કંઠમાં તેને આરોપણ કરી અને ત્યાર પછી તે ત્વરાથી ત્યાંથી ચાલ્યો ગયો. અને ગુલાબનાં પુષ્પોની એ માળા અલકાસુંદરીના સુંદર કંઠમાં અને તેના અતિ ઉચ્ચ સ્તનપ્રદેશ ઉપર સ્થાન મેળવીને કૃતાર્થ થઈ. Page #150 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૨મું ભામાશાહની સ્વદેશભક્તિ મેગલેાના ત્રાસથી બચવાને માટે મહારાણા પ્રતાપસિંહે પેાતાના પરિવાર સાથે આજીથી બાર ગાઉ પશ્ચિમમાં દૂર આવેલ સુધાના પહાડામાં આવીને નિવાસ કર્યાં હતા. આ પહાડામાં દેવડા રાજપૂતાની વસતિ હતી અને તે સમાં લેયાણાના ઠાકાર રાયધવલ મુખ્ય રાજા હતા. ઠાકાર રાયધવલે મહારાણા પ્રતાપસિંહને આશ્રય આપ્યા હતા અને તેમને કાઈપણુ પ્રકારની ઉણુપ ન લાગે એવી રીતે તે તેમની આગતાસ્વાગતા કરતા હતા. સુધાના પહાડામાં આવીને વસવાથી પ્રતાપસિ'હને મેગલાના ત્રાસની ચિંતા એછી થઈ ગઈ હતી અને થી તે પેાતાના મહારાણાના પદને છાજે તેવી સ્થિતિમાં આનંદપૂર્વક ત્યાં રહેતા હતા. પ્રતાપસિહ જોકે અહીં આવીને સુખશાંતિમાં પડયા હતા; તા પણ તે પેાતાની પ્રતિજ્ઞા વિસરી ગયા નહેતા. તે લેાયાણા ગ્રામની બહાર એક સાદી પણૢ કુટિમાં રહેતા હતા અને નિરસ ભજન જમીને તથા ભાવિલાસના ત્યાગ કરીને સાધુ જીવન ગુજારતા હતા. તેના આપ્તજના તથા તેના સરદારા વગેરે પણ તેની સાથે જ રહેતાં હતાં અને તેએ પણ તેનું અનુકરણુ કરતાં હતાં. પ્રતાપસિંહે આ સ્થળે પેાતાના ચિત્તની પ્રસન્નતાને માટે એક વાવ અને એક વિશાળ બાગ બનાવ્યાં હતાં. * આ બાગ માંહેના વિવિધ પ્રકારનાં વૃક્ષેા અને પુષ્પાની મધુર હવામાં તે પોતાના ઘણાખરા સમય ગુજારતા હતા. સુધાના પહાડામાં આવી નિવાસ કરવાથી તથા ઠાકેાર રાયધવલના ઉત્તમ આતિથી પ્રતાપસિ ંહને કેટલેક અંશે શાંતિનું જો કે ભાન થયું હતુ. તા પણ હજુ તેના હૃદયમાંથી મેાગલા તરફની ચિંતાના સર્વથા નાશ થયે નહેાતા અને તેથી તે તેમનાથી સર્વાંદા સાવચેત જ રહેતા હતા. તેણે પેાતાના વિશ્વાસુ ભલેને મેગલેાની હિલચાલની ખબર રાખવા માટે રાખેલા હેાવાથી તેએ પ્રસ`ગાપાત તેને ખખર મેાકલાવતા હતા અને તેથી તે કેટલીક રીતે અગાઉ કરતાં નિશ્ચિત હતા. તા પશુ ચાલાક મેગલા તેના પત્તા કેાઈ વખતે પણ મેળવી લેશે, એવી તેને ખાતરી હેવાથી તે બહુ જ સાંભાળપૂર્વક રહેતા હતા. આ પ્રમાણે કેટલેક સમય * પ્રતાપ પ્રતિજ્ઞા નાટકમાં તેના કર્તા રા. રા. નથુરામ શુક્રલ લખે છે કે આ વાવ અને ખાગ હજુ પશુ મેાજુદ છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ મેવાડને પુનરુદ્ધાર ગુજાર્યા બાદ પ્રતાપસિંહ એક વખતે પિતે બંધાવેલી વાવના આગળના ચોરા ઉપર બેઠા હતા અને અનેક પ્રકારના વિચારોમાં લીન થઈ ગયે હતો ત્યારે ભામાશાહ તથા ગોવિંદસિંહ ત્યાં આવી પહોંચ્યા અને તેને નમન કરીને તેની સામે ઊભા રહ્યા. પ્રતાપસિંહે વિચારનિદ્રામાંથી જાગૃત થઈને તેમની સામે જોયું અને તે પછી મંદ સ્મિત કર્યું. ગોવિંદસિંહ તથા ભામાશાહે પણ તેના પ્રત્યુત્તરરૂપે મંદ સ્મિત કર્યું. ત્યારબાદ ક્ષણવાર રહી ગોવિંદસિંહે કહ્યું. “મહારાણા! મોગલોને આપણું આ નિવાસસ્થાનની પણ ખબર પડી ગઈ જણાય છે; કારણ કે બાદશાહને અત્યંત માનીતે સેનાપતિ અબદુલરહીમખાં ખાનખાન મોગલોનું વિશાળ સૈન્ય લઈને આ તરફ ચાલ્યો આવે છે, એવી ખબર આપણે એક ભીલ હમણાં જ લાવ્યા છે, મને લાગે છે કે આપણને આ સ્થળને ત્યાગ એકદમ કરીને અન્યત્ર ચાલ્યા જવાની અગત્ય છે.” પ્રતાપસિંહે આ ખબર સાંભળી લઈને કાંઈક દિલગીરી યુક્ત સ્વરથી પૂછ્યું “પરંતુ આપણે કયાં ચાલ્યા જઈશું ? મેવાડની આસપાસનું એક પણ સ્થળ આ૫શુ નિવાસને માટે હવે યોગ્ય રહ્યું નથી; કારણ કે મોગલો પ્રત્યેક ગુપ્ત સ્થળથી જાણીતા થઈ ગયા છે અને તેથી તેઓ આપણને હવે જરા વાર પણ સુખે બેસવા દેશે નહિ. આ સ્થિતિમાં મારી માન્યતા પ્રમાણે આપણને સિંધના રણની પેલે પાર ચાલ્યા જવાની અગત્ય છે. કેમ, ભામાશાહ! તમારી શી માન્યતા છે ?” ભામાશાહ પિતાને પૂછેલા પ્રશ્નને ઉત્તર આપવાને જાતે હતા; પરંતુ તે દરમ્યાન ઠાઠેર રાયધવલ ત્યાં આવી પહોંચ્યું અને પ્રતાપસિંહને નમન કરીને પૂછ્યું, “શી વાતચીત ચાલી રહી છે, મહારાણા !” મહારાણાએ ઠાકોર રાયધવલને હર્ષથી આવકાર આપી પોતાની પાસે બેસાર્યો અને તે પછી ઉત્તર આપ્યો, “ઠીકેર હાલના સમયમાં બીજી શી વાતચીત હોય ? મોગલેને અમારા આ નિવાસસ્થાનની પણ ખબર પડી છે. અને તેથી તેઓ આ તરફ અમને પકડવાને માટે ચાલ્યા આવે છે, એવા સમાચાર અમારા એક દૂતે આપતાં અમે તે સંબંધી વિચાર કરીએ છીએ.” શું મોગલેને આ સ્થળને પણ પ મળી ગયું ! બહુ જ આશ્ચર્યની વાત; પરંતુ આપે તે સંબંધી શે વિચાર કર્યો છે ?” રાયધવલે આશ્ચર્ય દર્શાવતાં પૂછયું. Page #152 -------------------------------------------------------------------------- ________________ ભામાશાહની સ્વદેશભક્ત ‘અમે હજુ કાઈ પણ ચોક્કસ નિર્ણય ઉપર આવ્યા નથી; પરંતુ મારા વિચાર આ સ્થળના ત્યાગ કરીને સિંધના રની પેલે પાર ચાલ્યા જાનેા છે; કારણ કે હવે સ્વભૂમિા ત્યાગ કર્યા સિવાય અન્ય એક પણ મા અમારા માટે અવશેષ રહેલા નથી અને તેથી હવે તેા દૂરના દેશમાં જઈને કેવળ અજ્ઞાત અવસ્થામાં બાકીના જીવનને વ્યતિત કરવું એ જ હિતાવહ છે.’ પ્રતાપસિંહે જવાબ આપ્યા, ૧૪૧ “મહારાણા !” રાષધવલે કહ્યુ, “આપ કેટલેક અંશે નિરાશ થઈ ગયેલા હૈ, એમ આપનાં વચનેા ઉપરથી મને જણાય છે; પરંતુ મારે કહેવું જોઈએ કે આપને આ સ્થળના ત્યાગ કરવાનું તથા નિરાશ ધવાનું કશું પ્રયેાજન નથી. આપ જેવા સ્વદેશાભિમાની મહાવીરને દરેક ઉપાયે સહાય કરવી એને હુ' મારી ફરજ સમજતા હોવાથી મેગલેાની સામે બચાવ કરવાને મારી પાસે જેટલું સૈન્ય છે, તે આપની સેવામાં અર્પણ કરું છું, એટલું જ નહિ, પણ અન્ય ઠાકારાને વિનંતિ કરીને તેમના સૈ-મેાતે પશુ આપની સેવામાં અપણુ કરાવીશ અને તેથી આપે આ સ્થળેથી ચાહ્યા જવાને વિચાર માંડી વાળવા, એ જ ઉત્તમ છે'' પ્રતાપસિંહે તેની આ ઉદારતા જોઈને કૃતજ્ઞતા દર્શાવતા કહ્યું. ‘‘ક્રાર ! મને સહાય કરવાની તમારી તીવ્ર લાગણી જોઈને હું તમારે. ધણા જ ઉપકાર માનું છું. તમે મને આજ સુધી આશ્રય આપીને તથા મારુ યોગ્ય આતિથ્ય કરીને તમારા જે ઋણી બનાવ્યા છે, તેના યેાગ્ય બદલા વાળી આપવાની મારામાં શક્તિ નહિં હાવાથી હું તેમાં વધારા કરવાને હવે ઈચ્છતા નથી. મેગલેાના વિશાળ સૈન્યની સામે તમારી નાની જાગીરને લડાઈમાં ઉતારી તમને પણુ મારી સ્થિતિમાં લાવી મૂકવા, એ મારી ધ્રુવળ મૂર્ખતા જ ગણાય અને તેથી હું હવે જેમ બને તેમ આ સ્થળના ત્યાગ કરી જવાના વિચાર ઉપર આગવા માગું છું.' મહારાણાના ઉપર્યુકત વચને! સાંભળીને રાયધવલ તેરા પ્રતિવાદ કરવા જતા હો; પરંતુ તેને અટકાવીને મ`ત્રીશ્વર ભામાશાહે કહ્યું. “મહારાણા ! આ સ્થળને ત્યાગ કરીને દૂરના પ્રદેશમાં ચાલ્યા જવાથી મેવાડના ઉદ્દાર કરવાની તથા તેની સ્વતંત્રતા પુનઃ મેળવવાની આપણા માથે જે જવાબદ્દારી રહેલી છે, તેને શું આપણે વિસરી જશુ નહિ ?’ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ મેવાડને પુનરુદ્ધાર દૂરના પ્રદેશમાં ચાલ્યા જવાથી આપણે તેને જે કે સર્વથા વિસરી જશું નહિ; તે પણ વિસરી જવા જેવું કરીએ છીએ, એ સત્ય છે; પરંતુ અત્યારે આપણી જે દુર્બળ સ્થિતિ છે, તેમાં રહીને આપણે શું મેવાડનો પુનરુદ્ધાર કરી શકીએ તેમ છીએ કે? આપણે એ જવાબદારીને વળગી રહીને આપણા આશ્રયદાતાને પણ જોખમમાં શા માટે ઉતારવા જોઈએ ?" મહારાણાએ ભામાશાહના પ્રશ્નને ઉત્તર આપતા પૂછ્યું. ભામાશાહ તેનાં આ પ્રશ્નથી વિચારમાં પડી ગયું. તેણે કેટલાક સમય સુધી વિચાર કરીને કહ્યું. “મહારાણું ! આપના વિચારો આપણી વર્તમાન સ્થિતિને વિચાર કરતાં જે કે અસત્ય તો નથી; તે પણ આપણે ગમે તે ભોગે મેવાડને ઉદ્ધાર કરવો જ જોઈએ, એ મારે દૃઢાગ્રહ છે.” અને મારે પણ તે જ આગ્રહ છે.” ગોવિંદસિંહે કહ્યું. તમારો ઉભયને આગ્રહ બરાબર છે; પરંતુ આપણે મેવાડને ઉદ્ધાર શી રીતે કરવો ? આપણી પાસે ધન નથી, સૈનિકે નથી અને તે ઉપરાંત યુદ્ધનાં સાધને પણ નથી; તેમ છતાં મેવાડના ઉદ્ધારની જવાબદારીને વળગી રહીને આપણે શું કરવાના છીએ ?” મહારાણાએ પૂછ્યું. ભામાશાહે કે ગોવિંદસિંહે તેને કાંઈ પણ ઉત્તર આપે નહિ, એટલે તેણે પુનઃ કહ્યું. “ભામાશાહ અને ગોવિંદસિહજી ! આ સ્થળને ત્યાગ કરીને અન્યત્ર ચાલ્યા જવાથી આપણે જે કઠોર પ્રતિજ્ઞા લીધી છે, તેને ત્યજી દઈને આપણું કર્તવ્યથી ચલિત થવું, એવો મારા કથનને ભાવાર્થ નથી. મારું કથન તે એટલું જ છે કે મેવાડના ઉદ્ધારની જયારે એક પણ આશા રહી નથી, ત્યારે આપણે અહીં પડયા રહીને અન્યને ભારરૂપ શા માટે થવું જોઈએ ? આપણી પાસે જે ધન હોત, સૈન્ય હેત અને જે યુદ્ધનાં સાધને હત, તો શું આપણે આપણી માતૃભૂમિને ત્યાગ કરીને અન્યત્ર ચાલ્યા જવાનું પસંદ કરત ખરા ? નહિ જ; પરંતુ જ્યારે આપણી પાસે કાંઈ પણ સાધન નથી, ત્યારે નાહક આપણે અહીં શા માટે પડયા રહેવું જોઈએ ?” ભામાશાહે તુરત જ કહ્યું. “મહારાણા! આપણી પાસે કશું પણ સાધન નથી અને તેથી “અહીં શા માટે પડયા રહેવું જોઈએ' એ આપની માન્યતા સત્ય છે, પરંતુ આપણે જો ધન વગેરે સાધનો મેળવી શકીએ તે Page #154 -------------------------------------------------------------------------- ________________ ભામાશાહની દેશભક્તિ ૧૪૩ પછી આપણને અહીં રહેવાને અને મેવાડના ઉદ્ધાને માટે પ્રયાસ કરવાની કાંઈ હરકત છે ખરી ?” “નહિ, તો પછી કશી પણ હરકત નથી; પરંતુ આપણી પાસે ધન વગેરે સાધન નથી. તેનું કેમ ?" પ્રતાપસિંહે તેની વાતને સ્વીકાર કરતાં પૂછયું. “ મહારાણા !” ભામાશાહે કહ્યું. “આપની વાત ઠીક છે; પરંતુ જે આપ ધન વગેરે સાધનના અભાવે નિરાશ થઈને મેવાડને ત્યાગ કરવા ઈચછા ધરાવતા હો, તો આપની એ ઈચ્છાને અંતરમાં જ સમાવી દે; કારણ કે મારી પાસે આપના રાજ્યની સેવા કરીને મારા પૂર્વજોએ મેળવેલું જે પુષ્કળ ધન છે, તેને મેવાડના ઉદ્ધારને માટે આપના ચરણોમાં નજર કરું છું, એ ધનથી પચીશ હજાર માણસના સૈ યને બાર વર્ષ સુધી નિભાવી શકાય તેમ છે; માટે મહારાણું ! મારી આ સામાન્ય પ્રાર્થનાને સ્વીકાર કરી દૂરના દેશમાં ચાલ્યા જવાના વિચારને આપ તિલાંજલી આપી દે.” ભામાશાહની આ અપૂર્વ સ્વદેશભક્તિ અને તેનું અલૌકિક સ્વાર્પણ જોઈને પ્રતાપસિંહે આશ્ચર્યા દર્શાવતાં પૂછ્યું. “મંત્રીશ્વર ! તમારી ઉદારતાને માટે હું તમને ધન્યવાદ આપું છું. પરંતુ જે ધન તમારું છે તેને મારે શા માટે લેવું જોઈએ ? અને તમારે મને શા માટે આપી દેવું જોઈએ ?” ભામાશાહે કાંઈક દિલગીરી ભરેલા અને કાંઈક આવેશપૂર્ણ સ્વરથી કહ્યું. “મહારાણ! આપ શું કહો છો તે હું સમજી શકતો નથી. જે ધન આપને હું પણ કરવા માગું છું, તે અલબત્ત મારા કબજામાં છે; પરંતુ તેથી તે મારું શી રીતે થયું ? મારા પૂર્વજોએ આપના પૂર્વજોની સેવા કરીને ત ધન મેળવેલું છે અને તેથી વસ્તુત તે આપનું જ છે; મેવાડના મહારાણું તરીકે આપ જ તેના સ્વામી છે. સેવકની સંભાળ લેવાની અને તેના દુઃખમાં સહાય કરવાની જેમ સ્વામીને માથે ફરજ રહેલી છે, તેમ સ્વામીના દુઃખે દુઃખી થવાની અને પિતાનું અર્પણ કરીને પણ તેની કિંચિત્ સેવા બજાવવાની ફરજ સેવકની ઉપર પણ રહેલી છે. મારી આ ફરજના અંગે હું મારી પાસેના ધનને આપને જ્યારે અર્પણ કરવા માગું છું ત્યારે આપે તેને અસ્વીકાર શા માટે કરવો જોઈએ ? સ્વામી-સેવકના સંબંધને ઘડીભર બાજુએ રાખીએ; તો પણ જે ભૂમિ મારી જન્મદાતા છે, જે ભૂમિમાં રહીને મેં મારું આટલું જીવન સુખપૂર્વક વ્યતિત કર્યું છે, જે ભૂમિના અન્નપાણીથી મારું શરીર પિોષાયું છે, જે ભૂમિ મારા દેશબાંધી આશ્રય પ્રદાતા છે અને જે ભૂમિની Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ મેવાડને પુનરુદ્ધાર સુશીતલ છાયામાં વસીને મેં યથેષ્ઠ આનંદને અનુભવ્યું છે, તે પ્રિય જન્મભૂમિના ઉદ્ધારને માટે પણ મારે મારા સર્વસ્વનું સવારણ કરવું, એ મારે ધર્મ છે અને એ ધર્મને બજાવવાને માટે મારી પાસે જે દલિત છે, તે હું આપને અર્પણ કરતા હોવાથી તેને તમારે શા માટે આપી દેવી જોઈએ ?' એવો પ્રશ્ન પૂછવાની આપને અગત્ય નથી અને તેથી મારી માગણને સ્વીકાર કરવાની હું આપને આગ્રહપૂર્વક વિનંતિ કરું છું. પ્રતાપસિંહે હર્ષપૂર્વક કહ્યું. “મંત્રીશ્વર ! તમારા વડિલેએ મારા વડિલેની સેવા કરીને જે ધન મેળવ્યું હોય, તે વાસ્તવિક રીતે જોતાં તમારું જ કહેવાય અને તેથી તેની ઉપર મારો જરા પણ અધિકાર ગણાય નહિ; પરંતુ તમે મારે તેને મેવાડના ઉદ્ધારને માટે અર્પણ કરવાને તૈયાર થયા છે, ત્યારે હું તેને સ્વીકાર કરવાનું ઉચિત માનું છું અને તમારી આવી અલૌકિક ઉદારતા માટે તમને શત કેટી ધન્યવાદ આપું છું. ભામાશાહ ! “તમારા ધનથી મેવાડને જે ઉદ્ધાર થશે, તે તેને સઘળે યશ તમને જ મળશે અને રાજપુત જાતિનું ગૌરવ તમે જ સાચવી રાખ્યું છે, એમ ભવિષ્યના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે કોતરાઈ રહેશે. તમારી આ ઉદાર સહાયથી મારામાં હવે નવિન ચૈતન્ય પ્રકટયું છે અને તેથી હું હવે દૂરના દેશમાં ચાલ્યા જવાના વિચારને માંડી વાળું છું અને મેવાડના કલ્યાણના કાર્યમાં પુનઃ જોડાવાની વધારે દઢાગ્રહથી પ્રતિજ્ઞા કરું છું.” ભામાશાહ પ્રતાપસિંહને નમન કરીને કહ્યું. “મહારાણા! મારી મિથ્યા પ્રશંસાની વાતને જવા દે; કારણ કે મેં જે કાંઈ કર્યું છે; તે મારી ફરજથી વિશેષ નથી કર્યું. અને તેથી મારી પ્રશંસા કરવાની કે મને ધન્યવાદ આપવાની જરૂરીઆત નથી, આપે કૃપા કરીને મારી વિનંતિને સ્વીકાર કર્યો, એ જ મારા મોટા ભાગ્યની વાત છે. મારું ધન મેવાડના ઉદ્ધારને માટે વપરાશે. એ વિચારથી મને ઘણે જ આનંદ થાય છે.” ઠાકર રાવધવલે ભામાશાહની પ્રશંસા કરતાં કહ્યું. “મંત્રીશ્વર ! તમારી આવી ઉદારતા અને દેશને ઉદ્ધાર કરવાની તમારી તીવ્ર લાગણી જોઈને મને ઘણો જ આનંદ થયે છે. જન્મભૂમિના કલ્યાણને માટે તમે આજે જે સ્વાર્પણ કર્યું છે, તે ઈતિહાસમાં સોનેરી અક્ષરેથી સર્વદા કેતરાઈ રહેશે અને તેથી મેવાડના ઉદ્ધારનું બધું માન તમને જ મળશે, એમ મહારાણાનું કહેવું છે, તે સર્વથા સત્ય છે. ધન્ય છે; ભામાશાહ ! તમારે જેવા Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રતાપે કહ્યું – “ભામાશાહ ! તમારા ધનથી મેવાડના જો ઉદ્ધાર થશે તો તેને સધળે યશ તમને જ મળશે.” Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ મેવાડના પુનરુદ્ધાર પેાતાના દેશ અને સ્વામીના સાચા સેવકને સહસ્રવાર ધન્ય છે !” “અને હુક પણુ ઠાકાર રાયધવલજીના મતને મળતા થાઉં છું; કારણકે મંત્રીશ્વર ! તમે તમારૂં સધળું ધન દેશના ઉદ્ધારને માટે અપણુ કરીને સ્વદેશભક્તિનું જે ઉત્તમ કાય કયુ′′ છે, તે માટે તમને જેટલા ધન્યવાદ આપીએ તેટલા થોડા જ છે અને તમારી જેટલી પ્રશંસા કરીએ, તે પણ ઘેાડી જ છે. મારે નિવિવાદપણે કહેવું જોઈએ છે કે આજે તમે કરેલા સ્વાર્પણુથી મેવાડીએની ચાલી જતી આબરૂનું રક્ષણ થયું છે, એટલું જ નહિ, પણ તેનું નાશ પામતુ ગૌરવ સચવાઈ રહ્યું છે.” ગાવિંદસિંહે પેાતાના ખરા જીગરથી કહ્યું, મ`ત્રીશ્વર ભામાશાહે આ ઉભય વીરાએ કરેલી પેાતાની પ્રશ'સા સાંભળીને કહ્યુ, “ઠાકાર રાયધવલજી તથા સલુખરરાજ ! મારા પ્રત્યેની તમારી ઉભયની શુભ લાગણી જોઈને હું તમારા અત્યંત ઉપકાર માનું છું; પરંતુ તમે મારી જે પ્રશ'સા કરી છે., તેને માટે હું યેગ્ય નથી; કારણ કે મેં જે કાંઈ યત્કિંચિત્ સ્વાપણું કર્યુ” છે, મારી ક્રૂરજના અંગે જ કરેલું છે.'' આ વાતચીત થઈ રહ્યા પછી મહારાણા પ્રતાપસિહે કહ્યું: “ભામાશાહ ! તમે હવે તમારું ધન કે જે મેવાડના ઉદ્ધાર માટે અણુ કરવાને તૈયાર થયા છે; તેને અત્રે લાવવાની વ્યવસ્થા કરવાને આપણા કેટલાક વિશ્વાસુ ભીલાને લઈને ાએ અને અમે આસપાસના પ્રદેશમાંથી સૈનિકને એકત્ર કરવાના કાર્યમાં જોડાઈએ છીએ.” “જેવી મહારાણાની આજ્ઞા.” એમ કહીને ભામાશાહ ત્યાંથી તેને નમન કરીને પેાતાને સાંપવામાં આવેલા કા ઉપર જવાને રવાના થઈ ગયા અને તે પછી પ્રતાપસિંહ પણુ યુદ્ધનાં સાધનાની તૈયારી કરવાને ત્યાંથી જવાની તૈયારી કરતા હતા તેને ડાઢાર રાયધવલે અટકાવીને નમ્રતાપૂર્વક કહ્યુ', ‘‘મહારાણા ! મંત્રીશ્વર ભામાશાહની વિનતિના સ્વીકાર કરીને જેમ આપે તેમને કૃતા કર્યા છે, તેમ મને પણ મારી વિનંતિના સ્વીકાર કરીને કૃતાથ કરશો.’ મહારાણાએ આન પૂર્ણાંક કહ્યું, “ઠાક્રાર ! તમારે જે કહેવું હાય તે, ખુશીથી કહેા. હુ· તેના અવશ્ય સ્વીકાર કરીશ.” રાયધવલે કહ્યું: “મારી વિનતિ એ છે કે આપ જેવા સ્વદેશભક્ત, વીશિરામણી, પુણ્યશ્લેાક, દૃઢપ્રતિજ્ઞ અને પુરુષાત્તમ મહારાણાએ અત્રે આવીને મને જે માન આપ્યું છે, તે માટે આપને હું જેટલે ઉપકાર માનું Page #158 -------------------------------------------------------------------------- ________________ ભામાશાહની સ્વદેશભક્તિ ૧૪૭ તેટલો થેડે જ છે, પરંતુ મને કહેવાને દિલગીરી થાય છે કે આપને જોઈએ તેવી અને તેટલી આગતાસ્વાગતાં મારાથી થઈ નથી, એટલું જ નહિ પણ આપને યોગ્ય એવી એક પણ વસ્તુ મારાથી આપની સન્મુખ નજર કરી શકાઈ નથી અને તેથી મારી પુત્રી અલકાસંદરી કે જે રૂપ અને ગુણમાં આપને, સર્વથા યોગ્ય છે, તેનું પાણગ્રહણ કરીને મને કૃતાર્થ કરશે.” પ્રતાપસિંહને ઠારની આ માગણીથી આશ્ચર્ય થયું નહિ; કારણ કે અલકાસુંદરીની પ્રેરણાથી જ તે આ પ્રમાણે તેનું પાણિગ્રહણ કરવાને માટે કહે છે, એમ તેના અલકાસુંદરી સાથે થયેલા મીલનથી તેને જણાયું; તેમ છતાં તેણે કહ્યું: “રાયધવલજી! મારા દુઃખના અને ખરેખરી કટોકટીના સમયે તમે મને મારા પરિવાર સહિત આશ્રય આપીને જે આગતાસ્વાગતા કરી છે, તેને યોગ્ય બદલે મારાથી આવી હાલતમાં શી રીતે વાળી શકાશે, તેને હું રાત્રિ દિવસ વિચાર કરું છું. તેમાં વળી તમે મને તમારી પુત્રીનું પાણિગ્રહણ કરવાનું કહીને તમારા મારા ઉપરના ઉપકારમાં વૃદ્ધિ કરે છે, એ કેવી વાત? તમે મને ખરા સમયે આશ્રય આપીને જે સહાય કરી છે, તેને લઈને હું તમારી માગણીને અસ્વીકાર કરવાનું ઉચિત માનતો નથી; પરંતુ મારી પ્રતિજ્ઞાને અંગે તમારી પુત્રી સાથે હાલ તુરત હું લગ્ન કરી શકીશ નહિ અને હું આશા રાખું છું કે તે માટે મને માફ કરશે.” રાયધવલે કહ્યું : “મહારાણુ! આપની પ્રતિજ્ઞાને હું જાણું છું અને તેથી આપ ધામધૂમથી મારી પુત્રી સાથે લગ્ન કરી શકે નહિ એ સર્વથા સ્વાભાવિક છે, પરંતુ હું આપની પ્રતિજ્ઞાને કોઈ પણ પ્રકારની હરકત આવે તેમ કરવા માગતા નથી. મારી વિનંતિ માત્ર એટલી જ છે કે આપે મારી પુત્રીનું પાણીગ્રહણ કરીને તેને આપની અર્ધાગના બનાવી આપની સેવામાં જ રાખવી. આ ક્રિયા કઈ પણ પ્રકારની ધામધૂમ વિના આજે સંધ્યા સમયે કરવાની મેં સર્વ ગોઠવણ પણ કરી રાખી છે; માટે આપ તેને સ્વીકાર કરીને મને વિશેષ ઉપકૃત બનાવશે, એવી મને સંપૂર્ણ આશા છે. “બહુ સારું. જ્યારે તમે મારી પ્રતિજ્ઞાથી પરિચિત છે અને કોઈ પણ પ્રકારની ધામધૂમ વિના તમે તમારી પુત્રીને મારી અર્ધાગના માત્ર વાગ્દાનથી બનાવવાને ઈચ્છે છે, ત્યારે મને તેને સ્વીકાર કરવાની કશી પણ હરકત નથી. અને તેથી આજ સંધ્યા સમયે તમારી ઈચ્છા મુજબ વર્તવાને હું તૈયાર છું. રાયધવલજી ! તમે મને ખરા સમયે આશ્રય આપીને મારા ઉપર જે ઉપકાર Page #159 -------------------------------------------------------------------------- ________________ મેવાડના પુનરુદ્ધાર કર્યો છે અને વિશેષમાં તમારી પુત્રી પણ મને આપવા તૈયાર થયા છે, તેમા ચોગ્ય બદલે મારે તમને શી રીતે આપવા, તેના મને હંમેશાં વિચાર થયાં કરે છે. હાલની મારી વિચિત્ર અવસ્થામાં હુ' તમને કાંઈ કિંમતી ભેટ કે અમુક સારી જાગીર આપી શકતા નથી, એ જો કે દિલગીરી ભરેલુ છે; તા પશુ તમારા ઉપકારના બદલા વાળવાની ખાતર હું તમને ‘રાણા'ની પદ્મથી વિભૂષિત કરુ છુ” પ્રતાપસિંહે અલકાસુ`દરીના સ્વીકાર કરવાની કબૂલાત આપતાં કહ્યું. ૧૪૮ “મહારાણા!” રાયધવલે કહ્યું. “આપને આશ્રય આપીને મેં આપની જે આગતા સ્વાગતા કરી છે તે માટે આપને મનમાં કાઈ પણ પ્રકારના સદેહ રાખવાની જરૂરીઆત નથી; કારણ કે તિભાઈએ જાતિભાઈને સહાય કરવી, એને હું મારી ક્રૂરજ સમજું છું, તેથી મારાથી બનતી આપની જે સેવા મેં કરેલી છે, તેના બદલે આપવાની કશી પશુ અગત્ય નથી, તેમ છતાં જ્યારે આપ મને ‘રાણા'ની માનવંત ઉપાધિથી વિભૂષિત કરેા છે, ત્યારે હુ’ તેના સ્વીકાર કરુ છું. અને હવે હું મારી પુત્રીના વાગ્લાનની ક્રિયાની જરૂરજોગ તૈયારી કરવાને જવાની રજા માગું છું. યેાગ્ય સમયે મારી કુમાર આપને તેડવાને માટે આવશે; માટે આપ તે વખતે બે-ત્રણ સરદારા સાથે મારા મહેલે પધારશેા.” પ્રતાપસિંહે ઈશારતથી હાકહી એટલે રાયધવલ ચાલ્યા ગયા અને તે પછી તે તથા સરદાર ગાવિંદસિંહ પણ ભવિષ્યમાં થનારા યુદ્ધની તૈયારી કરવાને અને આસપાસના પ્રદેશમાંથી સૈનિા મેળવવાના પ્રયાસ કરવાને પેાતાના નિવાસસ્થાને ગયા. પ્રતાપસિંહે પેાતાની પણુ કુટીમાં જઈને દેવી પદ્માવતીને રાયધવલની માગણી કહી દર્શાવી એટલે તેણે પશુ અલકાસુંદરીના સ્વીકાર કરવાને આગ્રહ કર્યો. સંધ્યા સમયે ચેાગ્ય મુક્તે પ્રતાપસિંહે અગ્નિદેવની સાક્ષીએ અલકાસુંદરી સાથે પાણિગ્રહણ કરીને તેને પેાતાની અર્ધાંગના બનાવી અને તે વખતથી અલકાસુંદરી પેાતાના પ્રિયતમની પણુ કુટીમાં જઈને તેણે જે પ્રમાણે પ્રતિજ્ઞા લીધી હતી, તે પ્રમાણે પોતે પણ પ્રતિજ્ઞા લઈને રહેવા લાગી. Page #160 -------------------------------------------------------------------------- ________________ કરણ ૨૩મું શાહજાદો સલીમ “દુનિયામેં અછી ચીજ જે કુછ હય વ શરાબ હય; ઇ શિવા જે ચીજ હય બિલકુલ ખરાબ હય. જે પીતા હય ઈસે આલમમેં વે સરદાર હતા હય; જે બેવકુફ હય ઈસે ઈન્કાર હેાતા હય.” શાહજાદા સલીમે શરાબની બે ત્રણ પ્યાલીઓ ઉપરા ઉપરી ગટગટાવીને ઉપરની બેત કહી. એટલે તેને જાની મિત્ર મહમદ કે જે તેની સામે જ બેઠે હત, તેણે તેને વધાવી લઈને કહ્યું. “શાહજાદા સાહેબ ! આપે કહેલી બેત બિલકુલ રાસ્ત છે; કાં કે આ દુનિયામાં ખુદતાલાએ જે કાઈ અછી ચીજ બનાવી હોય, તો તે શરાબ છે. શરાબની મૌજ અને તેને નીશો ખરેખર અજબ છે અને તેથી જે ઈસમ તેને ઈન્કાર કરે છે, તે ખરેખર બેવકુફ અને ઉલ્લુને સરદાર જ છે, પરંતુ મારા મહેરબાન ! ગુલામની ગુસ્તાખી માફ કરજો; કાં કે દુનિયામાં શરાબ એ જો કે બહુત અછી ચીજ છે; તે પણ મારે કહ્યા સિવાય નથી ચાલતું કે ગુલાબી બદનની નવજવાન નાજુક પરી પણ શરાબથી જરાએ કમતી નથી.” શાહજાદે એ સાંભળીને ખડખડાટ હસી પડયો. તેણે શરાબની એક પ્યાલી પુનઃ ગટગટાવી જઈ કહ્યું. “વાહવાહ, દસ્ત તે પણ ખૂબ કરી. ખુદાતાલાએ બનાવેલી શરાબ અને સુંદરી એ બે અજબ કરામતોમાં સુંદરી સર્વશ્રેષ્ઠ છે; કારણ કે શરાબને નીશો તો મારે મન સાધારણ બીના છે; પરંતુ સુંદરીના બેનમૂન રૂપને નીશ એટલે બધે બેહદ છે કે તેને તેની શી વાત કહું ? પેલી મદમાતી નવજુવાન સુંદરી મહેર-અમીર આયાસબેગની પુત્રી અને શેર અફગાનની બીબીને તે તે જોઈ છે ને ? તેના અજબ રૂપને મને એ તો નીશે ચડયો છે કે હજુ પણ તેની મનમોહન મૂરત મારો જીગરમાંથી દૂર થઈ નથી. હાલ તો જો કે બાબાએ તેને મારી નજરથી દૂર કરવાને માટે નાલાયક હશેર અફગાન સાથે પરણાવી દીધી છે; તો પણ હું તેને ભૂલી ગયા નથી અને તેથી કઈને કઈ વખતે હું એ રૂપસુંદરી મહેરને મેળવીશ અને તેને મારી રાજરાણું બનાવીને સુખી થઈશ.” Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ મેવાડને પુનરુદ્ધાર “શાહજાદા સાહેબ ! શું એ મનમોહન સુંદરી મહેરને આપ હજુ ભૂલી ગયા નથી ? દાણી જ આશ્ચર્યની વાત ! પરંતુ આપ તેને મેળવશે શી રીતે ?” મહમદે સવાલ કર્યો. મહમદ ! દસ્ત ! તું હજુ ઉલ્લુ જ રહ્યો છે; શી રીતે મેળવશે, એ કાંઈ સવાલ છે! જમીન આસમાન એક થાય; તો પણ હું તેને છોડનાર નથી. જ્યારે દિલ્હીના તખ્તતાઉસ ઉપર તારે આ મિત્ર વિરાજમાન થશે, ત્યારે બિચારા શેર અફગાનની શી તાકાત છે કે તે મહેરને સાચવી શકે ? ગમે તે ભોગે અને ગમે તે ઉપાયે હું મહેરને મારી દિલબર બનાવીશ, એ ચેકસ છે. અને જ્યારે એમ કરીશ, ત્યારે જ મારા દિલની આગ બુઝાશે.” શાહજાદાએ આખો ફાડીને જવાબ આપે. મહમદે હસીને કહ્યું. પાક પરવરદેગારની મહેરબાનીથી આપની ઈચ્છા જલદી પાર પડે, એમ હું ઈચ્છું છું; પરંતુ શાહજાદા સાહેબ ! જ્યારે આપ એ લલિત લલનાને મેળવશે, ત્યારે પેલી ગુલબદન રજીયાનું શું થશે ! શું તેને વિસરી જશો ?” રજીયા !” શાહજાદાએ આશ્ચર્ય પામીને કહ્યું : “નહિ, રજીયાને વિસારી મેલવી મને પાલવે તેમ નથી; કારણ કે મને તેની કેટલાક રાજકીય કામોમાં ખાસ કરીને અગત્ય છે, પરંતુ મહેરની આગળ રજીયા તુરછ છે; કાંઈ વિસાતમાં નથી, મહમદે શરાબની પ્યાલી લઈને કહ્યું: “સાહેબ! આ૫ મહેરને વધુ મહત્વ આપે છે; પરંતુ મારા મતાનુસર મદમાતી સ્થૂલકાય સુંદરી રજીયા મહેરથી જરા પણ ઉતરતી નથી. પછી તે આપ જે ધારતા હે, તે ખરું.” “દસ્ત ! તારું કથન ઠીક છે, પરંતુ મહેર તે મહેર જ છે; તેની તુલનામાં રછયા ટકી શકે તેમ નથી. યા ખુદા ! યા પરવરદગાર ! મહેર હા, મહેરને જ હું મારી રાજરાણું બનાવીશ.” શાહજાદે શરાબના બેહદ નીશામાં બેલી ઊઠ. બરાબર આ સમયે પચીસેક વર્ષની એક તરુણીએ શાહજાદા સલીમની સન્મુખ આવીને કહ્યું : “શાહજાદા સાહેબ ! કાને આપની રાજરાણું બનાવવવા માગે છે ?” શાહજાદાએ નીશામાં જ જવાબ આપ્યો. “તને, પ્યારી રજીયા ! Page #162 -------------------------------------------------------------------------- ________________ શાહજાદે સલીમ ૧૫૧ તને જ બીજી કોને ?” તે આવનાર તરુણી ઉમરાવ ફિઝની બીબી રછાયા જ હતી. તેણે કહ્યું. “ખોટી વાત ! આપ તે પેલી નાદાન છોકરી મહેરને આપની રાજરાણી બનાવવાને માગે છે; કેમ ખરું ને ?” “મહેર ! હા, મહેરને. પછી છે કાંઈ ?” શાહજાદાએ પુનઃ નીશામાં જ જવાબ આપે. “ઠીક, તો પછી મને વિસારી મૂકશે ને ? અને જે મને આ પ્રમાણે વિસારી મૂકવાને માગતા હતા, તે પછી મારી સાથે પ્રેમસંબંધ શા માટે બાંધે ?' રજીયાએ કર્કશતાથી પ્રશ્ન કર્યો. રજીયાના કર્કશ સ્વરથી શાહજાદાને જરા ભાન આવ્યું. તેને લાગ્યું કે નીશામાં તેણે કાચું કાપ્યું હતું અને તેથી પિતાની થયેલ ભૂલને સુધારી લેવાને માટે તે એકદમ ઊભો થઈ ગયો અને રછયાના કમળ, કરને પ્રેમથી પકડીને તેને પિતાની તરફ ખેંચીને બે. કેણુ પ્યારી રજીયા! જીન્નતની હુરી! તું અહીં કયાંથી ? તું અહીં કેટલા સમયથી આવીને ઊભી છે ?” રજીયા કઈ કાચાપોચી નહેતી કે શાહજાદાનાં આ ઉપર ઉપરનાં મીઠાં વચનને ન સમજી શકે. તેણે ઝટ લઈને તેના હાથને તરછોડી નાંખીને કહ્યું. “નહિ. શાહજાદા સાહેબ! હું હવે તમારાં મીઠાં મીઠાં વચનેથી ભેળવાઈ જવાની નથી. તમે મહેરને ચાહતા હે અને તેને આપની રાજરાણું બનાવવાને માગતા હો, તો ભલે, હું મારે આ ચાલી. આપના જેવા ચંચળ ચિત્તના પુરુષ સાથે યાર બાંધવાથી જે આવું ફળ મળતું હશે, એવી મને પ્રથમથી ખબર હોત, તે હું મારા ખાવિંદને વિશ્વાસઘાત કરીને કદિ પણ આપની સાથે પ્રેમ જોડવાને આવત નહિ.” આ પ્રમાણે કહીને ૨જીયા ત્યાંથી રીસાઈને ચાલી જવા લાગી એટલે શાહજાદાએ તેને હાથ પકડીને તેને ઊભી રાખી અને મંદ સ્મિત કરતાં કહ્યું.. “પ્યારી દિલબર ! શા માટે રીસાય છે? શા માટે તારા નાજુક દિલને દુઃખી કરે છે? શરાબના બેહદ નીશામાં મારાથી કાંઈ તને અપમાનકારક શબ્દો કહી જવાયા હોય, તે તે માટે તું મને માફ કર, કારણ કે શરાબના નીશામાં મારાથી ઘણીવાર ન બોલવાના શબ્દો બોલી જવાય છે, તે તું કયાં નથી જાણતી કે નાહક મારા ઉપર કરે છે ? Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ મેવાડને પુનરુહાર રજીઆએ કાંઈક શાંતિને ધારણ કરીને કહ્યું. “શાહજાદા સાહેબ! હું આપના ઉપર ક્રોધ કરતી નથી, પરંતુ જે આપ મહેર–પેલી એક વખતની કંગાલ કરીને ચાહતા છે અને તેને જ તમારી રાજરાણું બનાવવા માગતા હે, તે પછી આપને મારી શી જરૂર છે? અને આપ જ્યારે તેને વધારે મહત્ત્વ આપવાને માગો છો, ત્યારે મારે અહીં આવવાનું પ્રયોજન પણ શું છે?” “રજીયા! જરા” શાહજાદાએ રજીયાને મનાવતાં કહ્યું, “તું નાહક વહેમાય છે. નીશાના-અવેશમાં મહેર વિષે હું કાંઈ આડું અવળું બેલી ગયો હોઉં, તે તે તરફ તારે જરા પણ ધ્યાન આપવું જોઈએ નહિ. મહેર ગમે તેવી રૂપસુંદરી હોય, તો તેની મને શી પરવા છે? હું તે બસ તને જ ખરા હૃદયથી ચાહું છું અને તેથી જ્યારે હું હિન્દુસ્થાનને શહેનશાહ થઈશ, ત્યારે તને જ મારી શહેનશાહબાનું બનાવીશ, એવું મેં જે વચન તને આપ્યું છે, તેને હું વિસરી ગs નથી. વળી આજે તને પુન: પણ કહું છું કે હું મારા એ વચનને ગમે તે ભેગે પાળવાને તૈયાર જ છું. હવે તને મારા પ્રેમને વિશ્વાસ આવે છે, યારી ? રજીયા શાહજાદાના ભોળા દિલને જાણતી હતી અને તેથી તેણે હસીને જવાબ આપે. “યાય આપના પ્રેમને મને વિશ્વાસ જ છે અને તેથી આપે આપેલ વચનને ગમે તે ભોગે આપ પાળશે, એવી મને સંપૂર્ણ ખાતરી જ છે; પરંતુ આપ કરે શરાબના વ્યસનની કાંઈ હદ રાખો તો ઠીક; નહિ તે પછી આપની તબિયતને ભેટે ધક્કો લાગશે.” શાહજાદાએ રજીવાને પોતાના આસન ઉપર પોતાની પાસે જ બેસારીને અને તેનાં ગુલાબી ગાલ ઉપર ચુંબન ભરીને કહ્યું. “યારી ! હું ધણુએ જાણું છું કે શરાબનું રહસન ખરાબ છે; પરંતુ મને તેને એટલે બધે રસ લાગી ગયા છે, કે અસ્થી તેને છેડાતું નથી; તેમ છતાં તારી વ્યાજબી સલાહને માન આપીવે હું તેને ઓછું કરવાનો પ્રયાસ અવશ્ય કરીશ. જોધા અને જગત પણ મને તે વિષે બહુ જ શિખામણ આપે છે, પરંતુ ખરાબ તેના સહવાસથી સસબને હું છોડી શકતો નથી. ઠીક, પણ મહમદ કયાં ગયો ?” “તે તે હું જ્યારે અહીં આવી, ત્યારને ચાલ્યા ગયા છે.” ૨જીયાએ કહ્યું. હં, રજીયા, પણ પેલા કાગળનું શું થયું ? મને લાગે છે કે બાબાના હાથમાં એ કાગળ ગયા છે જોઈએ.” સલીમે કહ્યું.. Page #164 -------------------------------------------------------------------------- ________________ શાહજાદા સલીમ ૧૫૩ હા, આપની ધારણા સત્ય છેકારણ કે એ વખતે વિજયને એ કાગળ આપીને હું તેને સમજાવતી હતી તે વખતે ખુદ શહેનશાહ હિન્દુના પોષાકમાં સજ્જ થઈને ત્યાં આવી પહોંચ્યા હતા. તેમના આગમનથી હું તો તુરત જ પલાયન થઈ ગઈ હતી; પરંતુ વિજય ત્યાંને ત્યાં જ ઊભો રહ્યો અને શહેનશાહે તેની સાથે ઘણી વાર સુધી વાર્તાલાપ કર્યો હતો અને તેથી મારો એ કાગળ અવશ્ય તેમના હાથમાં જ ગયે હશે.” રજીયાએ સલીમની ધારણને સ્વીકારતાં પિતાની માન્યતા કહી બતાવી. એ કાગળ જે બાબાના હાથમાં ગયે હશે, તો તે આપણી પૂરી ફજેતી થવાની છે; પરંતુ ૨જીયા! તે તે કાગળમાં શી હકીરત લખેલી હતી ? સલીમે જીજ્ઞાસાથી પૂછયું. “શી હકીકત લખેલી હતી, કેમ? શહેનશાહ વિરુદ્ધ આપણે જે બળવો જગાડવાનાં છીએ અને આપણા તથા પાક ઈસ્લામ ધર્મના વિરોધી અબુલફજલ વગેરેને કાંટે આપણું માર્ગમાંથી દૂર કરવાની આપણે જે ઈચ્છા ધરાવીએ છીએ, તે વિષે કેટલાક ખુલાસા અને ગુપ્ત બાતમીઓને તે કાગળમાં લખવામાં આવેલી હતી અને તેથી તે કાગળ જે શહેનશાહના હાથમાં ગયો હશે તો આપણી બધી ગોઠવણ ધૂળમાં મળવાનો સંભવ છે. મને લાગે છે કે આપણે વિજયને એ કાગળ વિષે પૂછીએ તો શી હરકત છે ?” ૨જીયાએ કાગળની હકીકત કહેતાં પ્રશ્ન કર્યો.. નહિ તેને હવે એ વિષે કાંઈપણ પૂછી શકાય તેમ નથી; કારણ કે તે બાબાને માનીતો થઈ પડે છે અને તેથી તેને કાગળની હકીકત પૂછવાથી કાંઈ અર્થ સરે તેમ નથી.” શાહજાદાએ જવાબ આપ્યો બી, જવાદો એ વાતને, પરંતુ બળ જગાડવા સંબંધી આપ હવે શું નિશ્ચય ઉપર આવ્યા છે” રજીએ વિષયને બદલીને સવાલ કર્યો. બળવો જગાડ એ ચોકકસ છે, પરંતુ જ્યારે અને શી રીતે જગાડવો, તે વિષે મેં હજુ કશે પણ નિશ્ચય કર્યો નથી. બાદશાહને રાજધાનીને ત્યાગ કરીને દૂરના દેશમાં યુદ્ધાદિ કારણસર જવાનું થાય, તે બળ જગાડીને રાજધાનીનો કબજો મેળવવાનું કાર્ય સહેલું થઈ પડે તેમ હોવાથી હું તેની જ રાહ જોઈ રહ્યો છું. કેટલાક મુસલમાન સરદારોને તે મેં આપણું પક્ષમાં સામેલ કરી દીધા છે; પરંતુ રાજપૂત અને અન્ય હિન્દુ Page #165 -------------------------------------------------------------------------- ________________ મેવાડતા પુનરુદ્ધાર ૧૫૪ સરદારા અને અમીરા આપણા પક્ષમાં આવતા નથી. તે તે। બાદશાહને માટે પેાતાના પ્રાણ આપવાને પણ તૈયાર છે અને તેથી ખળવા જગાડવાનું કાર્યાં હાલ તુરંત સહેલુ નથી. અબદુલકાદરે મને ગઈ કાલે જ ખબર આપી છે કે બાદશાહ દક્ષિણમાં ખાનદેશ તરફ યુદ્ધ કાને માટે જવાના છે અને જો આ ખબર ખરી હાય અને તેએ રાજધાનીના ત્યાગ કરીને દક્ષિણમાં જવાના હાય તા પછી રાજધાની અને ખજાનાના કબજો મળવાનું કાર્ય આપણુને બહુ જ સરલ થઈ પડે તેમ છે. તથા એક વખત તેના કબજો આપણા હાથમાં આવી ગયા કે પછી બાદશાહથી ડરવાનું આપણને કશું પ્રયેાજન નથી.'' સલીમે ખળવા જગાડવાની પેાતાની ગાઠવણુ કહી બતાવી. “આપની ગાઠવણુ તા ધણી જ સારી છે અને ખુદાતાલાની રહેમથી તે પાર પશુ પડશે; પરંતુ તે પછી એટલે આપ શહેનશાહ થયા પછી આપની આ નાચીજ દાસીને ભૂલી તે। જશે! નહિ તે ?” રજીયાએ સૂચક દષ્ટિથી પૂછ્યું. “નહિ . પ્યારી રયા !'' સલીમે ર્જીયાને આલિગન આપીને કહ્યું. “તને તે। હુ' કદિ પણ ભૂલી જવાનેા નથી; કિન્તુ જ્યારે હું સમસ્ત હિન્દુસ્થાનના શહેનશાહ થઈશ ત્યારે તને મારી સામ્રાજ્ઞી બનાવીશ. ર્જીયા શહિાદા સલીમની અપૂર્વ પ્રીતિ જોઈને ખુશી થઈ ગઈ. આનંદના અતિરેકથી તેનું સુંદર મુખ ખીલી ઊઠયું. તેણે સાનાની પ્યાલી શરાબથી ભરીને શાહદાને પ્યારથી આપતા કહ્યું. “નામવર શાહનદ્દા | પ્યારા જીગર ! મારા તરફની આપની અપૂર્વ પ્રીતિ જોઈને હું. આપની ઘણી જ અહેશાનમંદ છું." શાહજાદાએ રજીયાના હાથમાંથી શરાખની પ્યાલી લઈને તેને ગટગટાવીને કહ્યુ. વાહવાહ, રજીયા ! શરાખકી કર્યાં માજ ? કયા આનંદ ?' રયાએ પુનઃ ખીજી પ્યાલી ભરીને આપી અને તેને પણ તે પૂર્વવત્ ગટગટાવી ગયા. તે પછી શાહજાદાએ નીશાના જોરમાં રજીયાને અનેક પ્રકારની રાજખટપટની વાતા કહી દીધી અને તે પણુ વધારે ને વધારે ગુપ્ત વાતા તેની પાસેથી પ્રેમનાં મીઠાં વચનેાથી લેાભાવીને કઢાવતી હતી. જ્યારે આ પ્રમાણે શાહજાદા સલીમ અને અમીર ફ્ છની ખીખી રયા શરાબમાં મસ્ત બનીને એશઆરામ ભોગવતાં હતાં ત્યારે શહેનશાહ અકબર અને તેના મિત્ર ફ્જી Page #166 -------------------------------------------------------------------------- ________________ શાહજાદે સલીમ ૧૫૫ તેમની આ બિભત્સ ચેષ્ટાને ગુપચુપ નિહાળીને મનમાં ને મનમાં આશ્ચર્ય પામતા હતા. શાહજાદાને વધારે બેભાન અવસ્થામાં જઈને શહેનશાહ અકબર તથા ફજી ઓરડામાં દાખલ થયા. રજીયાએ શરાબ પીધેલ નહિ હોવાથી તેને નીશો ચડેલ નહતા અને તેથી તે અકબર તથા ફળને આવેલા જોઈને આશ્ચર્ય પામી ગઈ અને બેઠી હતી ત્યાંથી એકદમ ઊભી થઈ ગઈ. શાહજાદે તે હજુ બેભાન અવસ્થામાં પડયો હતો અને મુખેથી “શરાબકી કયા મિાજ ? શરાબકી ક્યા બાત? પ્યારી રછયા? કયા આનંદ ” એમ વારંવાર અસ્પષ્ટ સ્વરે બરાડતો હતો. બાદશાહે તેની પાસે જઈને તેના ખભા ઉપર જરથી પિતાને હાથ મૂકીને ગંભીરતાપૂર્વક કહ્યું “સલીમ !” સલીમે નીશામાં જ જવાબ આપ્યો. “દિલોજાન રછયા ! શરાબકી કયા મિજ? શરાબકી કયા બાત ?” અકબર રાષપૂર્વક પુનઃ ગંભીરતાથી કહ્યું, “સલીમ !” આ વખતે શાહજાદાએ કઈ જવાબ આપ્યો નહિ; પરંતુ નીશાના આવેશમાં ખડખડાટ હસી પડશે. અકબરે તેને સંપૂણ બેભાન બને જોઈને તેને જાગૃત કરવાની ખાતર તેને હાથ જોરથી ખેંચીને કહ્યું. “સલીમ ! સાવધ થા અને જરા નિહાળીને જે કે હું કેણ છું ? રજીયા નહિ, પણ તારો બાબા અને સમગ્ર હિન્દુસ્થાનને શહેનશાહ અકબર છું, શું તું શરાબના નીશામાં એટલે બધે ચકચૂર થઈ ગયા છે કે મને એળખતો પણ નથી ?" સલીમની કર્ણેન્દ્રિયમાં શહેનશાહ અકબર એ બે શબ્દોને પ્રવેશ થયે અને તેમ થતાં જ તેની જ્ઞાનેન્દ્રિય સતેજ થઈ ગઈ. તે આંખો ફાડીને અકબરની સામે પ્રથમ તે જોઈ રહ્યો; પરંતુ ત્યારબાદ તેને સંપૂર્ણ ઓળખવાથી મંત્રમુગ્ધ થઈ ગયે અને શરમથી અવનત મુખે ઊભો થઈ રહ્યો. અકબરે તેને શુદ્વિમાં આવેલ જાણીને પૂછયું, “કેમ, સલીમ ! હજુ તે શરાબનો ત્યાગ નથી કર્યો ? તારા બાબાના હુકમને તું આવી જ રીતે અમલ કરે છે કે ? ઠીક, પણ આ સ્ત્રી કેશુ છે અને તે શા માટે અત્રે આવેલી છે ?” શાહજાદે તેના બાબાનાં ઉપરા ઉપરી પ્રશ્નો સાંભળીને જરા ગભરાઈ ગયે અને તેથી તેણે કાંઈ જવાબ નહિ આપતાં ચુપ જ રહેવું પસંદ કર્યું.. Page #167 -------------------------------------------------------------------------- ________________ મેવાડના પુનરુદ્ધાર અકબરે પુનઃ કરડા સ્વરે પૂછ્યું, “Ýમ જવાબ આપતા નથી. સલીમ ? મહે, આ શ્રી કાણું છે અને તે શા કારણથી અત્રે આવેલી છે ?' સલીમે આ વખતે પણ કાંઈ જવાબ આપ્યા નહિં, એટલે ક્રૂજીએ જરા આગળ આવીને કહ્યું, “નામવર શહેનશાહ ! શાહદા સાહેબને હવે શરમાવેશ નહિં, તેઓ મને અહી હાજર જોઈને જવાબ આપતાં અચકાય છે અને તેથી હુ જ આપના પ્રશ્નના ઉત્તર આપું છું કે એ સ્ત્રી મારી ખેવસ્ ખીખી ૨થયા છે; પણુ અહીં શુ` કારણથી આવી છે, તે હું આપને કહી સતા નથી.” ૧૫૬ “આ ભાનુ તમારી ખીખી છે, એ હું સારી રીતે જાણું છું; પરંતુ તે વાત મારે શાહજાદાના મુખમાંથી જ કઢાવવી હતી.” શહેનશાહે ફૌજીતે એ પ્રમાણે કહીને સલીમ તરફ જોઈને પૂછ્યું, “સલીમ ! રજીયાખાનુ અહીં કેમ આવેલાં છે અને તેમની સાથે તું શી ખાનગી મસલત ચલાવતા હતા ?” સલીમે ાંતાના બાબાના મુખ સામે એકવાર આડી નજરે જોઈ લીધું; પરંતુ તેને યોગ્ય જવાબ આપવા જેટલી હિંમત તેનામાં નહેતી અને તેથી તે માન જ રહ્યો. શહેનશાહે તેને કેવળ નિરુત્તર રહેલા જોઈને મારા યુવરાજ પુત્ર હોવાથી મારી પાછળ તું જ આ સમ્રાટ થવાના છે. વળી મારી ઉમ્મર પણ જઈંફ્ થવા આવી છે અને તેથી હુ હવે જેટલુ જીવ્યા છું, તેટલું જીવવાનેા નથી, એ ચેાક્કસ છે; તેમ છતાં તું મારી વિરુદ્ધ ખળવી જગાડવાની ખટપટ શા માટે કરી રહ્યો છે, હું સમજી શાતા નથી. તાહિદ-ઈ-ઈલાહીના મતની સ્થાપનાથી કેટલાક મુસલમાને! મારી વિરુદ્ધ થઈ ગયા છે અને તેમણે જ તને આડુ અવળુ ભભેરીને મારી સામે ઉશ્કેરવાની પેરવી કરી છે; ... પરંતુ યાદ રાખજે સલીમ ! તું તારી પુરી મતલબમાં કદિ પણ સફળતા મેળવવાના નથી. પાક પરવરદેગાર હમેશાં સત્યના–ધમ ના– નીતિના જ વિજય કરે છે અને અસત્ય-અનીતિનેા, પરાજ્ય કરે છે અને તેથી તે તથા તારા દુષ્ટ સલાહકારાએ મારી વિરુદ્ધ ગમે તે પ્રકારની ખટપટ રચી હશે; તા પણ તમે અનીતિના માર્ગે ચાલતાં હાવાથી તેમાં કૃલિભૂત થશે। નહીં. સલીમ ! તારા સ્થળે જો કાઇ ખી શખ્સ હોત, તા મે... તેને શાહનશાહત વિરુદ્ધ ખટપટ કરવાના ગુન્હા માટે ક્યારઞાએ ફ્રાંસીના લાકડે લટકાવી દીધો હેત; પરંતુ તું મારા બેટા છે-ત કહ્યું, “સલીમ ! તું સમગ્ર શહેનશાહતના Page #168 -------------------------------------------------------------------------- ________________ શાહજંદા સલીમ ચાલતુ નથી. બાબા વહાલા ભેટા છે અને તેથી તને સખ્ત શિક્ષા કરવાને મારું હૃદય શાહનશાહતના રક્ષણુને માટે ન્યાયષ્ટિએ મારે તને સખ્તમાં સખ્ત એટલે કે દેહાંત દંડની શિક્ષા કરવી જેઈએ અને તારાં અનિષ્ટ આચરણા જોતાં તું એવી શિક્ષાને લાયક છે; પર ંતુ પ્યારા બેટા ! તારા માટે મારા હ્રદયમાં એટલે બધા અગાધ પ્રેમ ભર્યાં છે કે હુ· તેમ કરી શકતા નથી. સલીમ ! ક્રાંઈક સમજ અને વિચાર કર કે તું કાણુ છે ? તું કાના બેટા છે ? તારા ક્રાણુ છે? તારા અધિકાર શા છે ? અને તારુ` મહત્ત્વ શું છે? તુ· પોતે વિષ્ણુઞા શડેનશાહ જ છે અને તેથી દિનરાત શરાબના નીશામાં અને દુષ્ટ થીએના સહવાસમાં પડયા રહેવાનું તને યાગ્ય છે ? વહાલા બેટા ! બરાબર વિચાર કરીને મને જવાબ આપ કે તને તારુ' હાલનુ વર્તન ઉચિત લાગે છે ?” શહેનશાહનાં પ્રેમાળ અને શિક્ષાનાં વચને સાંભળીને શાહનદા સલીમનું હૃદય ભેદાઈ ગયું અને તેથી તેની આંખામાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી. તેણે તેના બાબાના કમેા ઉપર પડીને ગદ્વૈિત અવાજે કહ્યું. “પ્યારા બાબા ! આપના આ ખેવફા બેટાને ફ્રાંસીના લાકડે લટકાવી દેા, એ જ શિક્ષા યાગ્ય છે.” કારણ કે તેને ૧૫૭ બાદશાહ અકબરે સલીમને! હાથ પકડીને ઊભા કર્યાં અને તે પછી પુનઃ પ્રેમાળ સ્વરથી કહ્યું. “સલીમ ! બેટા! તુ' માતની શિક્ષાને ચાન્ય નથી; કિન્તુ આગ્રાના જગવિખ્યાત તખ્ત ઉપર બેસીને લાખા મનુષ્યને યોગ્ય ન્યાય કરવાને લાયક છે. મારા તને ખાસ કરીને આગ્રહ છે તું તારા હાલના દુષ્ટ ચારિત્રને સુધાર અને ખરાબ દાસ્તાનેા ત્યાગ કર અને પછી જો કે તારી આબરૂ કેટલી બધી વધી જાય છે. માણસ માત્ર ભૂલને પાત્ર છે અને તેથી આજ સુધી તે કરેલી ભૂલેના તને જો હવે ખરાખર પશ્ચાત્તાપ થતા હાય, તા તે જ શિક્ષા તને પૂરતી છે. ખેાલ તને પશ્ચાત્તાપ થાય છે ?” પશ્ચાત્તાપ!” સલીમે આશ્ચય સૂચક અવાજે કહ્યું. પશ્ચાત્તાપ તેા શું; પરંતુ આ પૃથિવી માર્ગ આપે તેા તેની અંદર સમાઈ જાઉં, તેટલી શરમ પણ થાય છે અને તેથી આપને અરજ ગુજારીને કહું છુ કે મને યોગ્ય દંડ આપે!-મને ચિત શિક્ષા કરી. પ્યારા બાબા ! તે વિનાન્યેાગ્ય ટાર વાગ્યા વિના હું સુધરી શકવાના નથી.” હિ, ખેટા !" શહેનશાહે કહ્યું. “તને પૂરતા પશ્ચાત્તાપ થતા હોવાથી હવે શિક્ષા આપવાની જરૂર નથી. પશ્ચાત્તાપ અને શરમ એ ખે એવી Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ મેવાડને પુનરુદ્ધાર શિક્ષાઓ છે કે જેથી ગમે તેવા દુષ્ટ માણસ પણ સુધરી જાય છે, તેથી તેને કાંઈ પણ શિક્ષા નહિ કરતાં માફી આપું છું.” “પરંતુ પ્યારે બાબા ! શું હું આપની રહેમને રેગ્ય છું કે આપ મને માફી આપે છે ?” સલીમે આતુરતા સૂચક સવરે પૂછયું. હા, તું મારી રહેમને સર્વ ગ્ય જ છે; કેમકે પુત્ર કપુત્ર થાય છે; પરંતુ માવતર કદિ પણ કમાવતર થતાં નથી અને તેથી તું માફીને પાત્ર છે. સલીમ તું હવે જા અને મારા ખાસ એારડામાં મારી રાહ જો; હું હમણાં જ તારી પાસે આવી પહોંચું છું.” એમ કહી બાદશાહ અકબરે તેને ત્યાંથી ચાલ્યા જવાની ઈશારત કરી એટલે તે તેને નમીને તુરત જ ચાલ્યા ગયે. તે ગયા પછી શહેનશાહે પોતાના દોસ્ત જીને કહ્યું, “યારા મિત્ર ! તમારી બીબીને માટે હવે તમે શું કરવા માગો છો? તમને જે કાંઈ હરકત ન હોય અને તમારી કબૂલાત હોય, તે હું તેને કેદ કરવાને માગું છું. કારણ કે સર્વ ખટપટનું મૂળ તે જ છે.” * “નામવર શહેનશાહ !” ફજીએ કહ્યું. “મારી બેવફા બીબીને માટે આપ ગમે તે કરવાને મુખત્યાર છે; મને તેમાં કોઈ પણ પ્રકારની હરકત નથી.” “બહુત ખૂબ.” બાદશાહ અકબરે એમ કહીને પિતાના અંગરક્ષને જોરથી બૂમ મારી. તુરત જ બે હથિયારબંધ કર્મચારીઓ બાદશાહની સન્મુખ આવીને કુનિસ બજાવીને ઊભા રહ્યા. બાદશાહ અકબરે તેમને કરડા અવાજે હુકમ કર્યો. “આ બાનુને ભયંકર કારગૃહમાં લઈ જાઓ અને તેમાં તેને કેદ કરીને મને સત્વરે ખબર આપે.” કર્મચારીઓ રછયાને લઈને ત્યાંથી ચાલ્યા ગયા. રજીયાએ જતી વખતે શહેનશાહને તથા તેના શૌહર ફેંજીને પિતાને પણ શાહજાદાની જેમ માફી આપવાનું ઘણું ઘણું અરજ ગુજારી હતી, પરંતુ સંગ દિલના શહેનશાહે કેફ છએ તે પ્રતિ જરા પણ લક્ષ્ય આપ્યું નહોતું. શાહજાદે સલીમ તેને બાબાની રહેમથી છુટી ગયો અને રજીવાને કેદમાં સપડાવવું પડયું એ વિધિની વિચિત્ર લીલા નહિ તે બીજુ શું ? . તે પછી શહેનશાહ અને ફજી ત્યાંથી અન્યત્ર ચાલ્યા ગયા. Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રરણું ૨૪મું સ્થિત્યંતર સુખ અને દુઃખ, ચડતી અને પડતી તથા ઉદય અને અસ્ત એ પ્રકૃતિના સામાન્ય નિયમો છે અને તે એવી રીતે સંકળાયેલા છે કે વ્યક્તિ અને સમષ્ટિ ઉપર તેઓ અનુક્રમે પિતાનું સામ્રાજ્ય જમાવતા જોવામાં આવે છે. આ નિયમો એ બીજું કાંઈ જ નહિં; પરંતુ પૂર્વજન્મમાં કરેલાં કર્મોનાં ફળવિશેષ જ હોવાથી તેને સહન કર્યા સિવાય અન્ય એક પણ ઉપાય મનુષ્યને માટે રહેતો નથી. કર્મના એ ફળ અનુકૂળ બનીને સહન કરવાં, એમાં ખરા પુરુષાર્થ રહેલો છે અને તેથી જે માને તે પ્રમાણે સુખ અને દુઃખ ઉભય સ્થિતિઓને શાંતિથી અનુભવીને પોતાનાં જીવનને ઉજજવળ બનાવે છે, તેઓ જ ખરેખરા મહાપુરુષો છે. મેવાડના મહારાણા પ્રતાપસિંહ અને મંત્રીશ્વર ભામાશાહ આદિ વીર પુરુષોએ પિતાની જન્મભૂમિને ઉદ્ધાર કરવાને, પિતાનું સ્વમાન સાચવી રાખવાને, પોતાના ધર્મનું રક્ષણ કરવાને, પોતાની કીતિને ટકાવી રાખવાને અને પોતાની સ્વતંત્રતાને પુનઃ મેળવવાને જે જે પ્રયાસો કર્યા હતા, તે સર્વ પ્રયાસેનું મેગ્ય ફળ તેમને તત્કાળ મળ્યું નહોતું; કિન્તુ દરેક વખતે તેમને દુઃખ અને પરાજયને જ અનુભવવા પડયાં હતાં, એ અત્યાર સુધી બનેલી ઘટનાઓથી વાચક મહાશયે સારી રીતે પરિચિત છે; પરંતુ સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ, એ જેમ અનુક્રમે આવ્યા કરે છે, તે પ્રમાણે હવે પ્રતાપસિંહની વર્તમાન સ્થિતિમાં ફેરફાર થવાને વખત સ્વભાવિક રીતે આવી પહોંચ્યા હતા. દેશભક્ત ભામાશાહે પિતાની સઘળી સંપત્તિ મેવાડના ઉહારને માટે મહારાણું પ્રતાપસિંહને અપર્ણ કરવાથી તે તેની સહાયવડે સૈનિકોને મેળવી શક્યો હતો. આ ઉપરાંત રાયધવલ અને બીજા ઠાકરએ પણ પિતાનાં સભ્યો પ્રતાપસિંહની મદદમાં આપ્યાં હતાં અને તેથી તે પોતાની પાસે સારું લશ્કર જમા કરવાને શક્તિવાન થયો હતો. લશ્કરને એકત્ર કર્યા પછી પ્રતાપસિંહે ભામાશાહને મુખ્ય સેનાપતિની પદવી આપીને કેટલુંક સૈન્ય તેને સુપ્રત કર્યું અને બાકીનું બીજું સૈન્ય અમરસિંહ, રણવીરસિંહ, કર્મસિંહ, ગોવિંદસિંહ, કૃષ્ણલાલ વગેરેના કબજામાં સંપીને અબ્દુલરહીમખાંની સરદારી નીચે આવતાં મેગલ સિન્યની સામે થવાને સર્વ પ્રકારની વ્યવસ્થા કરી લીધી. સિપાહસાકાર અબ્દુલરહીમખાં બહુ જ દિલાવર દિલને હેવાથી તેણે પ્રતાપસિંહને હેરાન Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ મેવાડને પુનરુદ્ધાર કરવાને અને તેનાં સૈન્ય સાથે યુદ્ધ કરવાને હજુ સુધી કોઈ પણ પ્રયાસ કર્યો નહેત; કિન્તુ તે તે પોતાનાં વિશાળ સૈન્યને આસપાસ ગોઠવી દઈને એક સ્થળે નિરાંતે બેસી રહ્યો હતો. આ તકને લાભ લઈ પ્રતાપસિંહના કુમાર અમરસિંહે મોગલોના શેરપુરા થાણુ ઉપર હુમલો કર્યો. આ થાણામાં મેગલસત્ય બહુ જ થેડું હોવાથી ક્ષણવારમાં તેણે તેને કબજે કરી લીધું અને તેની અંદરના મનુષ્યને કેદ કરીને પ્રતાપસિંહ આગળ લઈ ગયો. પ્રતાપસિંહ તથા ભામાશાહ આ સમયે મેગલસિન્યનાં બીજાં થાણુઓને શી રીતે જીતી લેવા, તે વિષે યોગ્ય સ્થળે વિચાર કરી રહ્યા હતા. અમરસિંહ કેદ કરેલા મનુષ્યોને લઈને ત્યાં હાજર થયો અને પોતે શેરપુરના થાણાને કેવી રીતે જીતી લીધું, તે વિષેની સઘળી વાત તેને કહી દર્શાવી. પ્રતાપસિંહે તેની સઘળી વાત સાંભળી લઈને કહ્યું, “પ્રિય પુત્ર અમરસિંહ. શરૂઆતમાં જ તે મોગલસેના થાણાને જીતી લીધું, તે માટે તેને હું મુબારકબાદી આપું છું અને ઈચ્છું છું કે બીજ થાણુઓને કબજે કરવામાં પણ તું વિજયી થઈશ; પરંતુ આ મનુષ્ય કેણ છે? તેમને તું અહીં શા માટે લાવ્યો છે ?” અમરસિંહે સહાસ્યવદને જવાબ આપ્યો. “પિતાજી ! તેઓ કોણ છે, તે હું જાણતો નથી; પરંતુ શેરપુરના થાણામાંથી તેમને કેદ કરેલા છે. મને લાગે છે કે તેઓ કેઈ મોગલ સરદારના કુટુંબનાં મનુષ્યો હોવા જોઈએ.” પ્રતાપસિંહે જરા કરડા અવાજે કહ્યું. “અમરસિંહ. આ નિરાધાર સ્ત્રીઓ અને બાળકને કેદ કરવામાં તે ડહાપણનું કાર્ય કર્યું નથી; કેમકે સ્ત્રીઓ કે બાળ કેને કેદ કરવાને આપણા ક્ષત્રિયોને ધર્મ નથી. ક્ષત્રિયોએ તો નિરાધાર મેન્થોને હમેશાં મદદ કરવી જોઈએ, તેના બદલે તું આમને પકડીને અહીં લઈ આવ્યા તે પેગ કર્યું નથી, માટે તેમને તત્કાળ મુક્ત કરીને તેઓ કહે તે સ્થળે તેમને પહોંચતાં કરવાની ગોઠવણ તુરત જ કરીને પાછો અહીં ચાલ્યા આવજે.” અમરસિંહે કહ્યું. “પિતાજી ! આપનું કથન સત્ય છે કારણ કે તેમને પકડવામાં મારી ભૂલ થયેલી છે, એ હું કબૂલ કરું છું અને તે માટે આપની ક્ષમા માગું છું. આપની આજ્ઞા મુજબ તેમને એગ્ય સ્થળે પહોંચાડીને હમણાં જ પાછો આવું છું.” એ પ્રમાણે કહીને અમરસિંહ પકડી લાવેલ સ્ત્રીઓ તથા બાળકોને લઈને ત્યાંથી જવાનું કરતો હતો, એટલામાં પ્રતાપસિંહે તેને જતાં અટકાવ્યું Page #172 -------------------------------------------------------------------------- ________________ સ્થિત્યંતર ૧૬૧ અને તે માંહેના એક કરોડ વર્ષના બાળક તરફ જોઈને પૂછ્યું. “તારું નામ મારું નામ છે બાળકે જરા અજાયબી દર્શાવતાં જવાબ આપ્યો. “મારું નામ સીકંદરખાં છે.” “સીકંદરખાં ” પ્રતાપસિંહે કહ્યું. “તારી પાસે ઊભેલો આ પરિવાર કાન છે તથા તું મને બેટા છે ?" મોગલસેના શેરમર્દ સિપાહાલાર ખાનખાના અબ્દુલરહીમખાંના સુપ્રસિહ નામને તે તમે સાંભળ્યું છે ને ? આ પરિવાર તેમને જ છે અને હું પણ તેમને જ બેટ છું.” “બહુ સારું. હું તમને સને તમારા પિતાના નિવાસસ્થાને સુખરૂપ પહેચાડવાની ગોઠવણ કરું છું. તમે સર્વ મારા કુમાર અમરસિંહ સાથે જાઓ; તે તમને તમે કહેશે ત્યાં પહોચતાં કરશે.” પ્રતાપસિંહે એ પ્રમાણે કહીને અમસિંહને તેમની સાથે જવાની સૂચના કરી, અમરસિંહ પોતાના પિતાની આજ્ઞા મુજબ તેમને સર્વને લઈને ત્યાંથી ચાલે છે. તે પછી પ્રતાપસિંહે ભામાશાહ તરફ જોઈને કહ્યું. “મંત્રીશ્વર ! આ સમયે શરૂઆતમાં જ મગનું થાણું આપણે કબજે થવાથી મને લાગે છે કે હવે આપણે વિજય જ થશે. કેમ, તમારી શી માન્યતા છે ?" ભામાશાહે પોતાનો અભિપ્રાય આપતા કહ્યું. “મહારાણું ! આપની ધારણું સત્ય છે, કારણ કે શરૂઆતમાં જીત થી, એ ભવિષ્યમાં મળનારા મેટા વિજયનું શુકન છે અને તેથી હવે આપણે વિજય જ થશે, એ નિઃસંદેહ વાત છે. જેવી આપની માન્યતા છે, તેવી જ મારી પણ માન્યતા છે; પરંતુ તે સાથે મારો અભિપ્રાય એ છે કે આપણે હવે જેમ બને તેમ જલદીથી લેનાં બીજાં થાણુઓ ઉપર ચડાઈ લઈ જવાની અગત્ય છે.” મારે અભિપ્રાય પણ એ જ છે અને તેથી હું તથા તમે ઉભય આપણી પાસેના સૈન્ય સાથે એકદમ દેલવાડાના કિલ્લા ઉપર ચડાઈ લઈને જઈએ; કારણ કે એ કિલ્લામાં શાહબાજખાં પોતાના થોડા જ સૈન્ય સાથે પડેલ છે અને તેથી એ કિલો આપણું કબજામાં સહજમાં આવી શકશે. સિપાહયાલાર ખાનખાના કયાં છે, તેને પત્તે આપણને હજુ મળ્યું નથી અને જો કદાચ મળશે, તો પણ તેનાં વિશાળ સૈન્ય સામે થવાની આ૫ણુમાં હજુ શક્તિ નથી અને તેથી પ્રથમ શાહબાજખાને દબાવી દેવો એ જ આપણું માટે યોગ્ય છે.” Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ મેવાડને પુનરુદ્ધાર પ્રતાપસિંહે ભામાશાહના અભિપ્રાયને અનુમોદન આપતાં પિતાના વિચારો કહી બતાવ્યા. “બાપે કહી બતાવેલા વિચારો સ્તુત્ય છે. એ પ્રમાણે વર્તવાથી દેલવાડાના કિલ્લાને હસ્તગત કરવાની સાથે કેમલમેરના કિલ્લાને પણ આપણે તુરતમાં જ હસ્તગત કરી શકશું અને બને કિલ્લાઓ એટલા બધા મજબૂત છે કે તેને કબજો મેળવ્યા પછી આપણે મોગલેની સાથે ઘણી જ સરલતાથી યુદ્ધને ચાલુ રાખી શકવાને શક્તિમાન થઈ શકશું” ભામાશાહે પ્રતાપસિંહના વિચારો સાથે સંમત થતાં કહ્યું. “અને આપણું સૈન્યની બીજી ટુકડીઓને મેગલનાં બીજાં થાણુઓ ઉપર હુમલો લઈ જવાની અને અરસપરળ સહાય આપવાની સૂચના આપી દઈએ.” પ્રતાપસિંહે એમ કહીને પોતાની પાસે પણ જરા દૂર ઊભેલા બે સૈનિકેને બોલાવી ગોવિંદસિંહ, અમરસિંહ તથા કર્મસિંહ વિગેરેને યુદ્ધની ગોઠવણ સંબંધી ઘટતી સૂચનાઓ આપવાને માટે યોગ્ય સ્થળે રવાના કરી દીધા. આ પ્રમાણે બધો ભૂહ રચીને પ્રતાપસિંહ તથા ભામાશાહ પિતાના સૈન્ય સાથે દેલવાડાના કિલ્લા ઉપર ચડાઈ લઈ ગયા અને ત્યાં પહોંચીને સદરહુ કિલ્લાને તેમણે ઘેર પણ નાંખી દીધે. શાહબાજ ખાંને શત્રુન્યના આગમનની ખબર પડતાં તે પ્રથમ તો "અજાયબ થઈ ગયે; પરંતુ તે પછી હિંમતને ધરીને પિતાની પાસે જે થોડું ઘણું સૈન્ય હતું, તેને તૈયાર કરી કિલ્લાને બચાવ કરવા પ્રયાસમાં પડે. દેલવાડાના કિલ્લાની ચેતરફ પિતાના સૈનિકોને યોગ્ય રીતે ગોઠવી દીધા પછી મહારાણાએ પિતાના એક દૂતને શાહબાજખાની પાસે કિલો પિતાને વગર હરકતે સેંપી દેવાને માટે વાતચીત કરવા મોકલ્યા; પરંતુ શાહબાજ ખાંએ તેનું અપમાન કરીને તેને કેદ કરી દીધેમહારાણા પ્રતાપસિંહને આ વાતની ખબર પડતાં તે બહુ જ ગુસ્સે થયા અને તેથી તેમણે તુરતજ કિલ્લા ઉપર હુમલો કરવાને અને તેને તોડી પાડવાને હુકમ આપી દીધો. રાજપૂત સૈનિકે આજ્ઞા મળતાં જ કિલ્લા ઉપર તુટી પડયા અને ક્ષણવારમાં તેને એક બાજુએથી તેડી નાંખીને અંદર દાખલ થઈ ગયા. શાહબાજ ખાં પણ પોતાના સૈનિકો સાથે યુદ્ધ કરવાને સામે દોડી આવ્યું. મંત્રીશ્વર ભામાશાહે તેને તુરત જ પકડી પાડયો અને તેને પિતાનાં શસ્ત્રો સંભાળવાની સૂચના આપી દીધી, આ ઉભય યોદ્ધાઓ વચ્ચે બહુ જ સખ્ત રીતે યુદ્ધ ચાલ્યું. કેટલીક વાર સુધી તો કોણ કોને હરાવશે, એ કહી શકાય તેમ નહોતું, પરંતુ તે પછી Page #174 -------------------------------------------------------------------------- ________________ સ્થિત્યંતર ૧૬૩ તુરત જ ભામાશાહે કૈધે ભરાઈને શાહબાજખાના શસ્ત્ર પકડેલા હાથ ઉપર પિતાની તલવારને સખ્ત ફટકે લાગ જોઈને લગાવી દીધો અને તે જ ક્ષણે શાહબાજખાંના હાથમાંથી તેની તલવાર ખણખણાટ કરતી દૂર જઈને ઊડી પડી. ભામાશાહે આ તકને લાભ લઈને શાહબાજ ખાંનાં મસ્તક ઉપર પોતાની તલવાર ઉગામી અને જે તેણે ઘા કર્યો હોત, તો તે ખુદાના દરબારમાં પણ પહોંચી ગયો હતઃ પરંતુ નિઃશસ્ત્ર પ્રતિસ્પર્ધને નહિ મારવાને વિચાર કરીને તેણે પિતાની તલવારને મ્યાનમાં નાંખી દીધી. તલવારને માન કર્યા પછી તેણે અનુકંપા દર્શાવતાં કહ્યું. “ખાં સાહેબ ! તમે મારા પ્રતિસ્પર્ધિ છો અને તે ખાતર તમને ખુદાતાલાની 'હજરમાં મેકલવાની આ તકને ચૂકી જવી જોઈએ નહિ; પરંતુ અત્યારે તમે નિઃશસ્ત્ર છે અને તેથી તમારા ઉપર ઘા કરવાનું મને વ્યાજબી લાગતું નથી. મારી ઈચ્છા છે કે તમે કાં તો શસ્ત્રને પુનઃ ધારણ કરો અને કાં તે અહિંથી સુખ રૂપ પલાયન કરી જાઓ.” શાહબાજખાંએ કાંઈ પણ ઉત્તર આપ્યો નહિ. તે દિલગીરી ભરેલા મુખથી આસપાસ જોઈ રહ્યો. તેને ચૂપ રહેલા જોઈને ભામાશાહે કહ્યું. “શો વિચાર કરો છો; ખાંસાહેબ !”. આ વખત પણ તેણે કાંઈ ઉત્તર આપ્યું નહિઃ કિન્તુ તે તે પૂર્વવત ‘આસપાસ જોઈ રહ્યું હતું. આ ઉપરથી તેની નાસી જવાની ઈચ્છા જાણીને ઉદાર દિલને ભામાશાહ તેને તેની તક આપવાની ખાતર કાંઈ પણ બેલ્યા વિના અન્યત્ર ચાલ્યો ગયો. શાહબાજખાંને પણ એટલું જ જોઈતું હતું. "ભામાશાહને ત્યાંથી ચાલ્યો ગયેલો જોઈને તે તુરત જ સાવધ થયો અને પોતાના ભેડાઘણા સૈનિકે જે આ યુદ્ધમાંથી બચવા પામ્યા હતા, તેમને લઈને ત્યાંથી નાસી ગયો. આ પ્રમાણે દેલવાડા કિલ્લાને કબજે પ્રતાપસિંહના હસ્ત ગત થતાં તેણે પોતાની આણ ત્યાં વર્તાવી દીધી અને ત્યાર પછી ભામાશાહને કમલમેરના કિલ્લા ઉપર ચડાઈ લઈ જવાની આજ્ઞા આપી દીધી. પિતાના મહારાણુની આજ્ઞા મુજબ મંત્રીશ્વર ભામાશાહ કેટલાક સૈનિકો સાથે કેમલમેરના કિલ્લા ઉપર હુમલો કરવાને તુરત ચાલ્યો ગયે. ભામાશાહે કમલમેર નજીક આવીને કિલ્લાની ચેમરફ પોતાનું સૈન્ય ગોઠવી દીધું. એટલામાં પ્રતાપસિંહ પણ દેલવાડાને કિલ્લાને ભાર સલ્બરરાજ ગોવિંદસિંહને સોંપી તુરત રણવીરસિંહ તથા કર્મસિંહની સાથે તેની મદદે આવી પહોંચ્યો. કેમલમેરને કિલ્લેદાર અબ્દુલખાં રજપુત સૈન્ય સાથે ઘણી જ બહાદુરીથી લ; પરંતુ રજપૂતોના પ્રબળ ધસારા Page #175 -------------------------------------------------------------------------- ________________ મેવાડના પુનરુદ્ધાર સામે તે ટકી શકયેા નિહ. એટલું જ નહિં, પશુ તેના ઘણુાખરા સૈનિ સાથે તેના નાશ થયેા. કામલમેરને કબજો આ રીતે હસ્તગત થતાં મહારાણાના ઉત્સાહ દ્વિતિ વધી ગયા અને તેથી તેમણે અનુક્રમે ખીજા અનેક કિલ્લાએ, દુર્ગા, ગ્રામા, શહેરા અને નગરી ક્બજે કરવા માંડયાં. દેલવાડાના યુદ્ધમાં શાહખાજમાંના પરાજય થવાથી બાદશાહ અકખર તેના ઉપર ઘણા જ નારાજ થયા અને તેથી તેણે તેને પાથરીમાં નીચે ઉતારી નાંખ્યા હતા. આ સમય દરમ્યાન શડેનશાહ અકબરને જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિના ઉપદેશની ધણી સારી અસર થઈ હતી. તેમજ તેનું ઘણું ખરુ· ધ્યાન ઉત્તર,તથા પશ્ચિમમાં ચાલતી રાજકીય ખટપટામાં અને ખુદ આગ્રામાં પશુ પેાતાના વિરુદ્ધ કેટલાક ઉમરાવાની સલાહથી પોતાના બેટા સલીમની મારફત કાવાદાવા ચાલતા હાવાથી તેમાં રાકાયેલું રહેતુ હતુ. અને તેથી તેણે મહારાણા પ્રતાપસિંહની બહુ દરકાર રાખી નહેાતી. તેણે અબ્દુલરહીમખાંને તુરત જ પાળેા ખેલાવી લીધે। અને ખીજી કામગીરી ઉપર તેને રોકયા. આ તકના લાભ લઈને પ્રતાપસિહે મેવાડના ઘણા ખા ભાગ પાતાને કબજે કરી લીધા. શહેનશાહે મહારાણાને પુનઃ પકડવાને જગન્નાથ કચ્છવાહને વિશાળ સૈન્ય સાથે મેલ્યે. તેણે મેવાડમાં આવીને મહારાણાને પકડવાને માટે ઘણી તજવીજ કરી; પરંતુ તેમના કાંઈ પત્તા નહિ લાગવાથી છેવટે તે પશુ કંટાળીને પાછા ચાહ્યા ગયા. તેના આગમન પછી બાદશાહ અકબરે ફરીથી ઊઁાઈ પશુ સિપાહસાલારને મેવાડમાં યુદ્ધ કરવાને માટે મેકિયેા નહિ અને મહારાણા પ્રતાપસિહૈ ચિત્તા, અજમેર અને માંડલગઢ સિવાય મેવાડના તમામ પ્રદેશને જીતી લીધા હતા. ત્યારખાદ મહારાણાએ રાજા માનસિંહ તથા જગન્નાથ કછવાહને નાના ખબળા સ્વાદ ચખાવાની ખાતર તેમની રાજધાનીના નગરા ઉપર ચડાઈ કરી અને તેમની સ`પત્તિ લુંટી લઈને પેાતાની પુતિને ચેતરફ પ્રસારી દીધી. આ રીતે મેવાડનું સ્થિત્યંતર થયું. જે મેવાડને પુનઃ મેળવવાની એક પણ આશા પ્રતાપસિંહને રહી નહેતી, તે મેવશ્વના ધણા ભાગને ઘણી જ સરલતાપૂર્વક કબજે કરવાથી તેને ધણા જ હર્ષ થયો. સંસારની ઘટમાળ આ પ્રમાણે જ ચાલી રહી છે. ઉદય અને અસ્તના ત્રિગ્નાલાધ નિયમનું સત્ય આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ. મેવાડના રાજય અને ત્યારબાદ તેના પુનરુદ્ધાર એ જ આ નિયમનું રહસ્ય છે. મ`ત્રીશ્વર ભામાશાહના સ્વા ણુથી મેવાડના પુનરુદ્ધાર થયે,.એ પ્રત્યેક ઈતિહ!ર 'સક'ર 'સ્વીકારે છે અને તેથી તેની કીતિ મેવાડના ઉદ્ધારકર્તા તરીકે વ્યાવશ્વ વિદ્યાદી'' બનવા પામી છે. ૧૬૪ Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૫મું પ્રેમી યુગલ. “અગાધ ભવ સિંધુ તન, ઔર ન કેઈ ઉપાય; પ્રેમ નાવ કે આશરે, પ્રેમી-જન તર જાય.” વર્તમાન સમયમાં વિધાતાની વિચિત્ર લીલાથી શુદ્ધ અને નિર્મળ પ્રેમને હૃદયમાં ધારણ કરનારાં મનુષ્ય શેડાં જોવામાં આવતાં હશે; તો પણ તેવાં પ્રેમી યુગલે આ પુનિત ગણાતા હિન્દુસ્થાનમાં પૂર્વ ઘણું થઈ ગયાં છે, એ નિર્વિવાદ સત્ય છે. હિન્દુસ્થાન દેશ તે આજે પણ એને એ જ છે; પરંતુ સમય અને સ્થિતિમાં ફેરફાર થઈ ગયેલ હોવાથી માનવ-પ્રાણીઓનાં હત્યામાં પણ તફાવત પડી ગયો છે. અને તેથી જ પ્રેમનું સ્થાન મેહે લઈ લીધું છે. આ ઉપરથી પૂર્વે મેહનું સ્થાન અસ્તિત્વમાં જ નહોતું, એમ કહેવાને અમારો આશય નથી, તેમ એ પ્રમાણે માની લેવાનું પણ નથી; પરંતુ અમારે કહેવાને ભાવાર્થ માત્ર એટલો જ છે કે હાલમાં મેહનું જે પ્રબળ સામ્રાજ૫ જામી ગયું છે, તેવું પૂર્વ સર્વથા નહોતું. તે સમયે એવાં ઘણાં પ્રેમીયુગલે હયાતી ધરાવતાં હતાં કે જેમણે પોતાના ધર્મની ખાતર, પિતાના સમાજની ખાતર, પિતાની કીર્તિની ખાતર અને પિતાના ગૌરવની, ખાતર પોતાના પ્રિય પ્રાણની પણ દરકાર રાખી નહોતી. આ વાતને માત્ર અમે જ કહીએ છીએ એમ નથી; કિન્તુ ઈતિહાસ તેની સાક્ષી પૂરે છે અને તેથી ઈતિહાસનાં રસિકજને અમારી વાતને સારી રીતે સમજી શકે તેમ છે. વિજય અને ચંપાનું યુગલ પણ આવાં પ્રેમીયુગલ માંહેનું એક હતું. શહેનશાહ અકબરની રૂપશાલિની શાહજાદીના પ્રેમમાં નહીં ફસાતાં વિજયે જેમ પિતાનાં હદયને સ્વસ્થ રાખ્યું હતું, તેમ ચંપાએ પણ તેના પિતાના તેને કઈ લાયક અને શ્રીમંત યુવક સાથે પરણાવવાના આગ્રહની સામે પિતાની દઢતાને ટકાવી રાખી હતી. આ ઉભય પ્રેમીઓનાં હદમાં શુદ્ધ અને નિર્મળ પ્રેમને જન્મ થયેલ હોવાથી તેઓ પિતાની દઢતાને છેવટ સુધી સાચવી શકતાં હતાં અને તેથી જ તેઓ પોતાની ધારણમાં ફલિભૂત થતાં હતાં. ચંપા રેલા વ્રતના ઉત્સવ પછી થાનસિંહ શેઠ તેનું વિજય સાથે લગ્ન સુરતમાં જ કરી નાખ્યું હતું. આ સમયે ખુદ શહેનશાહ અકબરે જાતે હાજર રહીને તેમને અખૂટ સંપત્તિથી નવાજ્યાં હતાં. લગ્ન થયા પછી વિજય અને ચંપાનું પ્રેમીયુગલ પ્રેમને અનુભવ કરતું સુખમાં દિવસે વ્યતિત કરતું હતું. આજ સુધી નવલકથાની અન્ય ઘટનાઓમાં આપણે ગુંથાયલા રહેવાથી Page #177 -------------------------------------------------------------------------- ________________ મેવાડના પુનરુદ્ધાર તેમને વિસરી ગયા હતા; પરંતુ હવે તેની સમાપ્તિ થવાની હ।ઈ તેમનાં સુખી સૌંસારનું એકાદ ચિત્ર આલેખવાની અમારી તીવ્ર ઈચ્છાને અમે રેકી શકતા નથી. આ બધા સમય દરમ્યાન વિજય પોતાની પ્રિયતમા ચંપાના સુખભર્યા સહવાસમાં રહેવાથી શાહજાદી આરામખેગને સર્વથા વિસરી ગયા હતા; પરંતુ શાહજાદી તેને તેની પેઠે વિસરી ગઈ નહેાતી. શહેનશાહ અકબરે શાહજાદીની પ્રત્યેક ચર્ચા ઉપર સખ્ત દેખરેખ રાખેલી હાવાથી તે પુનઃ વિજયને કદાપી મળી શકી નહેાતી. પરંતુ તેથી કરીને તેનાં હૃદયમાંથી વિજયની સ્મૃતિ ભૂંસાઈ ગઈ નહેાતી. તે પેાતાના આવાસમાં અને તારિણી સ્ત્રીએ અને હબસી ગુલામેાના સખ્ત ચેકી પહેરામાં રહ્યાં છતાં પણુ વિજયને પ્રતિદિન સ'ભારતી હતી અને તેનું સદૈવ ધ્યાન ધરતી હતી. ૧૬૬ અમે ઉપર કહી ગયા તેમ વસંતઋતુ તે ચાલતી જ હતી અને વળી વિશેષમાં જે સમયની ઘટનાના ઉલ્લેખ કરવાના પ્રસંગ અત્રે અમે હાથમાં લીધા છે; તે સમય પ્રાતઃકાળતા હતા. મધુર અને સ્નિગ્ધ પવનની લહેરીએ એરડામાં વાતાયનની પાસે જ સુોાભિત આસન ઉપર બેઠેલા વિજયને આનંદના મીઠા અનુભવ કારવતી હતી. પ્રાતઃકાળના આવશ્યકીય કાર્યોથી પરવારી જે વખતે વિજય નિમળ ચિત્તે એકાદ ધાર્મિક પુસ્તકનું અધ્યયન કરી રહ્યો હતેા, તે વખતે તેના નાકરે આવી તસ્લીમ કરીને કહ્યું. “ સાહેબ ! આપને એક સ્ત્રી મળવાને માટે આવી છે અને તે આપની આજ્ઞાની રાહ જોતી બહાર દરવાજે ઊભી છે.'' . વિજયે પુસ્તકમાંથી પેાતાની ષ્ટિને બહાર કાઢીને તેમ પૂછ્યું, “તે શ્રી ક્રાણુ છે અને મને શા કારણુથી મળવાને માગે છે” “તે વિષે હું કાંઈ પણુ જાણુના નથી અને તેથી આપની આજ્ઞા હેય તે પ્રમાણે અમલ કરુ'.'' નાકરે નમ્રતાથી જવાબ આપ્યા. “ઠીક, એને અહીં આવવા દે.' વિજયે આજ્ઞા આપી નાકર તુરત જ ચાલ્યે ગયા અને થાડીવારમાં એક સ્ત્રી સાથે તે પુનઃ વિજય સન્મુખ આવીને ઊભો રહ્યો. તે સ્ત્રીને આવેલી જોઈને વિજયે પેાતાના નાકરને બહાર ચાલ્યા જવાની ઈશારત કરી અને તે ગયા પછી તેણે આવ નાર સ્ત્રી તરફ જોઈને પૂછ્યું. “તમે કેણુ છે અને અત્રે શા કામ માટે આવેલાં છે ?'' આવનાર સ્ત્રીએ વિજયના મુખ સામે તીક્ષ્ણ દષ્ટિપ્રુાત કરતાં જવાબ Page #178 -------------------------------------------------------------------------- ________________ પ્રેમી યુગલ ૧૬૭ આયે, અને શા માટે આવેલી છું, એની પછી વાત; પરંતુ આપ મને ઓળખતા નથી, એ ઘણું જ અજાયબી ભરેલું છે.” * હું સત્ય જ કહું છું કે હું તમને ઓળખતું નથી અને કદાચ ઓળખતો હોઉં; તો પણ હાલ મને તમારો પરિચય યાદ આવતો નથી.” વિજયે નિખાલસ દિલથી કહ્યું. “આપ મને ઓળખો તે છે; પરંતુ હાલ મને ભૂલી ગયા હશો, એ આપની વાત સત્ય છે; કારણ કે ઘણે ભાગે દરેક માણસ ઉચ્ચ પદને પ્રાપ્ત કરે છે, ત્યારે તે આગલા પરિચયવાળાં માણસેને ભૂલી જાય છે. આપના સંબંધમાં પણ આમ જ થયું છે આપ જ્યારે મારા પરિચયને ભૂલી ગયા ત્યારે મારે આપને યાદી આપવી જોઈએ કે હું શાહજાદી આરામબેગમની બાંદી છું અને મારું નામ જુલિયા છે.” બાંદી જુલિયાએ પિતાને પરિચય કરાવતાં કહ્યું. “જુલિયા ?” વિજયે અજાયબ થઈને કહ્યું, “તમને તે હું સારી રીતે ઓળખું છું; કારણ કે આજથી કેટલાક સમય પૂર્વે યમુના નદીના કિનારેથી તમે જ મને શાહજાદી સાહિબાની હજુરમાં લઈ ગયાં હતાં, પરંતુ તેને આજ ઘણે સમય થઈ ગયો હોવાથી હું તમને ઓળખી શક્યા નહોતા ઠીક, પણ તમારું આગમન અત્રે શા કારણથી થયું છે? શાહજાદી સાહિબાની તબીયત કેવી છે ?" - “વિજયકુમાર !” જલિયાએ જવાબ આપ્યો. “હું અત્રે શા કારણથી આવી છું તથા શાહજાદી સાહિબાની તબિયત કેવી છે, તે સંબંધી વિગતવાર વાત કહેવાને મને અવકાશ નથી; કારણ કે હું અત્રે આવી છું, તે ઘણું જ છુપી રીતે આવેલી છું અને તેથી શાહજાદી સાહેબાએ આપને આપવાને એક કાગળ આપે છે, તે આપીને જ અત્રેથી ચાલ્યા જવાની રજા લઉં છું.” જલિયાએ એ પ્રમાણે કહીને વસ્ત્રમાં છૂપાવી રાખેલો એક કાગળ કાઢીને વિજયને આપ્યો. વિજયે તે કાગળને પિતાના હાથમાં લીધે, તે પછી જલિયાએ કહ્યું. “આપની જુદાઈથી શાહજાદી સાહિબાના કેવા હાલ થયા છે, તે આપ સદરહુ કાગળના વાચનથી જાણી શકશો. હવે હું જાઉં છું અને કહું છું કે આપને શાહજાદી સાહિબાને આ કાગળના પ્રત્યુત્તરમાં કાગળ લખ હોય, તો લખીને આપના વિશ્વાસુ માણસ સાથે યમુના નદિના કિનારે ચક્કસ સ્થળે રાત્રિના આઠ વાગે મેકલવાની વ્યવસ્થા કરજે. હું તેની રાહ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ મેવાડને પુનરુદ્ધાર જેતી ત્યાં ઊભેલી હઈશ. આટલું કહીને બાંદી જુલિયા ઝપાટાબંધ ઓરડાની બહાર નીકળી ગઈ અને ક્ષણવારમાં આગ્રાના વિશાળ રાજમાર્ગમાં જઈને અદશ્ય થઈ ગઈ. જુલિયાના ગમન પછી વિજયે કાગળને બરાબર તપાસીને જે તે તે એક બંધ કરેલું પરબીડિયું હતું. તેણે તુરત જ ઉપરનાં પરબીડિયાને ફાડી નાંખીને અંદરથી લાલ રંગનો કાગળ કાઢશે અને તેને નીચે મુજબ વાંચવા મા :“વિજયકુમાર !” ઘણા દિવસે આ પત્ર લખું છું. તેથી તમને અજાયબી તે પરી; પરંત મારા હૃદયમાં તમારા માટે જે લાગણી રહેલી છે, તેને આપણે પુનઃ મીલનની અશક્યતાને લઈ પત્ર દ્વારાએ તમને છેલ્લીવાર દર્શાવવાની સાવકતા મેં હીકારી છે અને તેના પરિણામે મેં ઈચ્છીએ કે અનિરછાએ આ કાગળ તમારા તરફ લખી મોકલે છે. મારા મહાલયમાં તે રાત્રિએ જયારે આપણું મન થયું હતું, ત્યારે મેં તમને સ્પષ્ટતાથી કહ્યું હતું કે હું તમને ઘણા સમય પૂર્વે પી એટલે કે મારી સખી ચંપાના આવાસમાં તમને મેં પ્રથમવાર જેવા, ત્યાપી હતી આવી છું અને હજુ પણ કહું છું કે મારા હૃદયમાં તમારા તરફ જે ચાહના છે, તેમાં જરા પણ ન્યુનતા થયેલી નથી અને તેથી હું તને પ્રણામ જે રીતે યાહતી હતી, તે જ રીતે હાલ પણ ચાહું છું. સમરત હિંદુસ્થાન જેના ામાં મસ્તક નમાવી રહ્યું છે, તેવા પ્રબળ પ્રતાપી સમ્રાટ અકબરસાન ઃ તિ વહાલી શાહજાદી છું, એ જાણવા છતાં પણ તમે મારા પર છવાના પ્રેમને તિરસ્કારો છે, ત્યારે કાંઈ નહિ તે માત્ર સ્વમાનની ખાતર ૫૫ વાર તમારી ઉપેક્ષા કરવી જોઈએ; પરંતુ શું જાણે શાથી એ માસથી તેમ થઈ શd નથી. મારા હૃદયમાં તમારી મનમોહન મૂરતિ એટલી બધી હોટ રીતે ગતિ થયેલી છે કે તેને દૂર કરવાને બળ પ્રવાસ કરવા છતાં પણ તેમ થઈ શકયું નથી. હું જાણું છું કે તમે હિંદુ છો, હું મુસલમાન છું અને તેથી તમારા પ્રત્યેની મારી ગમે તેવી અને ગમે તેટલી ચાહના છતાં પણ મારું અને તમારું ઐકય થવું, એ સર્વથા અશકય છે. આ સ્પષ્ટ વાત જાણવા છતાં પણ મારા તમારા તરફ જે પ્રેમ છે, તેને તથા ખુદ તમને હું કોઈ પણ રીતે વિસરી જઈ શકું તેમ નથી અને તેથી પાકે પરવરદેગારને હાજર જાણ પ્રતિજ્ઞા લઉં છું કે તમારા વિના બીજા કોઈ પણ પુરુષને મારા હૃદયમાં સ્થાન આપીશ નહિ. Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રેમી યુગલ ૧૬૯ હિન્દુ અને જૈન શાસ્ત્રને મેં જફરજોગ અભ્યાસ કરેલો હોવાથી હું એ પણ જાણું છું કે તમારા શાસ્ત્રકારોએ પુનમના સિદ્ધાંતને માન્ય રાખેલો છે. અમારે ઈસ્લામ ધર્મ છે કે આ સિદ્ધાંતને માન્ય રાખતા નથી. અને તેથી એક ઈસ્લામી તરીકે મારે તેમાં લેકિન ન રાખવું જોઈએ. તે પણ મારો તમારા તરફ જે પ્રેમ છે, તેને લઈને તમારી સન્મુખ જાહેર કરું છું કે જે પુનમને સિદ્ધાંત પર હોય અને મૃત્યુ પછી કર્માનુસાર બીજો જન્મ ધારણ કરવો પડતે હેય, તે ભવિષ્યમાં હું અને તમે એક જ જાતિ અને એક જ ધર્મમાં જમીને પણ પ્રેમગ્રંથીથી જોડાઈને સુખી થઈ શકીશું. ખુદાતાલા મારી આ ઇચ્છાને પાર પાડે, એ છેવટની તેમના પ્રતિ અને કોઈવાર પત્ર લખી મને યાદ કરશે, એવી તમારા પ્રતિ પ્રાર્થના છે. અસ્તુ. લી. શાહજાદી આરામબેગમ વિજયે ઉપર્યુક્ત કાગળને બે-ત્રણ વાર વાંચો અને તેમાં લખેલી હકીકતથી તથા શાહજાદીને પોતાના પ્રત્યેને નિરસીમ પ્રેમ જોઈને તે આશ્ચર્યમુગ્ધ થઈ ગ. કાગળમાં છેવટે પિતાને કરેલી પ્રાર્થના મુજબ શાહજાદીને પત્ર લખવો કે નહિ, તેના ગંભીર વિચારમાં તે પડી ગયો અને એશ્લે સુધી કે તેની પ્રિયતમા ચંપા તેની સન્મુખ આવીને ઊભી રહી; તો પણ તેને તેની ખબર પડી નહિ. ચંપાએ પોતાના પ્રિયતમને વિચારસાગરમાં ગોથાં ખાતાં નિહાળીને તેનું ધ્યાન પોતાની તરફ ખેંચવાને માટે વિજયને ઉદ્દેશીને પૂછ્યું. “શું વિચારી રહ્યા છે, નાથ ?” વિજયે ચંપાને મધુર સ્વર સાંભળીને ઘોર નિદ્રામાંથી જાગૃત થઈ સ્મિત હાસ્યપૂર્વક કહ્યું. “યારી! તું અહીં કેટલા સમયથી આવીને ઊભી છે?” ચંપાએ હસીને જવાબ આપે. “પ્રિયતમ! મને અહીં આવ્યાને બહુ સમય થયું નથી. પરંતુ મારા આગમન પૂર્વે આપ શે વિચાર કરી રહ્યા હતા, તે હરકત ન હોય તે કૃપા કરીને કહે.” “ચંપા !' વિજયે કહ્યું. “મારા મનની વાત અથવા તે મારા મનને વિચાર ગમે તેવો ગુપ્ત હેય તે પણ તને કહેવાને કશી પણ હત છે જ નહિ. પ્રિય દેવી ! તું જાણે છે કે હું કઈ અજબ સંગને લઈ શહેનશાહ અકબરની પ્રીતિ સંપાદન કરી શકો છું; પરંતુ તે શા કારણથી સંપાદન કરી શક છું, એ વિષેની હકીકત મેં તને કે થાનસિંહ શેઠને કહી નથી. જ્યારે તે મને એ હકીકત જાણવાને Page #181 -------------------------------------------------------------------------- ________________ મેવાડના પુનરુદ્ધાર માટે પૂછ્યું' હતુ, ત્યારે મેં તને યાગ્ય વખતે તે વિષે કહેવાનું વચન આપ્યું. હતું. આજ એ વચનને પાર પાડવાના વખત આવી લાગ્યા હૈ।વાથી હુ તને સઘળી વાતથી વાક્ કરુ બ્રુ.” ૧૭૦ એ પ્રમાણે કહીને વિજયે ચંપાના મહાલયના ત્યાગ કર્યા પછી શાહજાદીનું મીલન, તેના પ્રેમ, પેાતાને કેદમાં પડવું, કેદમાંથી છુટકારા, બાદશાહની સાથે વાતચીત અને છેવટે તેની પ્રોતિને સંપાદન કરવી, એ આદિ બનેલી ઘટનાઓનું વિસ્તર વર્ષોંન કરી બતાવ્યું. ચંપા આ સર્વ અજાયખી ભરેલી હકીકત સાંભળીને ક્ષણુવાર તા માઁત્રમુગ્ધ ખની ગઈ; પરંતુ ત્યારપછી સાવધ થઈને તેણે આશ્રય દર્શાવતાં કહ્યું. “શું મારી સખી શાહજાદી આરામબેગમ તમને ચાહે છે? શુ આ હકીકત સભવિત છે ?' “પ્રિયતમા !” વિજયે જવાબ આપ્યા. હા, મે' તને જે હકીકત કહી, તે સાઁભવિત છે. એટલું જ નહિ પણુ સત્ય છે અને જો તને મારા કથનમાં વિશ્વાસ ન આવતા હાય, તેા શાહજાદીનેા હમણાં જ આવેલા આ કાગળ ખરાખર વાંચી જો એટલે તારી શકાનું આપોઆપ સમાધાન થશે.'' ચંપાએ વિજયના હાથમાંથી કાગળ લેતાં લેતાં કહ્યું. “પ્રાણનાથ ! મને આપના કથનમાં સહેજ પણ અવિશ્વાસ નથી; પરંતુ શાહજાદી આરામબેગમ આપને ચાહે છે, એ વાત જાણીને મને આશ્ચર્ય થયું છે અને તેથી જ મે’ આપને એ સવાલ કર્યો છે.” “ચ’પા !” વિજયે કહ્યું, “એમાં આશ્ચર્ય પામવાનું કાંઈપણ પ્રયાજન નથી. તુ... એક વખત શાહજાદીને। કાગળ વાંચી જો એટલે તારુ આશ્ચ પલાયન થઈ જશે.” 'પાએ તે પછી શાહદીના કાગળ અતિ બે-ત્રણુ વાર વાંચી જોયા અને તે પછી તેની શંકાનું સમાધન થઈ ગયુ. તેણે અંતરમાં આનંદને ધારણુ કરીને કહ્યું. પ્રિયપતિ ! શાહજાદીના કાગળના વાંચનથી મારી શંકાનું સમાધાન થઈ ગયું' છે અને તેથી તત્સ ંબધી હવે કાંઈપણુ સવાલ આપને પૂછવાના રહેતા નથી; પરંતુ મને તેના કાગળના વાંચનથી દિલગીરી તથા આનંદની લાગણી એકી સાથે જ થાય છે. દિલગીરી એટલા માટે કે તે બિચારી પેાતાની ઈચ્છા કુલિભૂત થઈ નહિ અને વિશેષમાં તેના પિતાની અકૃપાના ભાગ થઈ પડતાં તેને નજરકેદ રહેવું પડે છે, અને આનંદ એટલા માટે કે આપે આરામ Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્રેમી યુગલ ૧૭૧ બેગમ જેવી મહાન ઐશ્વર્યશાલિની તથા રૂપશાલિની શાહજાદીના ખરા જીગરના પ્રેમમાં નહિ ફસાતાં મારા પ્રત્યેના પ્રેમને દઢતાથી વળગી રહેવામાં ધર્મને માન્ય છે. પ્રિયતમ! ખરેખર આપ મનુષ્ય નહિ, પણ દેવ છે; કારણ કે શાહજાદી જેવી પરમ નવયૌવના તરુણના પ્રેમમાં નહિ ફસાતાં આપ આપના ધર્મને વળગી રહ્યા, એ કાંઈ સહજ વાત નથી. સુંદરીની સાંદર્ય. જ્વાલામાં ઘણું મહાન ગણાતા પુરુષો પણ અંધ બનીને કુદી પડયા છે, એ ઈતિહાસ પ્રસિદ્ધ વાત છે; પરંતુ આપે સેંદર્યન, મેહને, ઐશ્વર્યન, લોભને અને કામને ઠાકરે મારીને હૃદયની નિર્મળતા દર્શાવી આપી છે અને તેથી આપ દેવના ઉપનામને સર્વથા લાયક છે. પ્રાણનાથ ! હું આપને તે માટે ધન્યવાદ આપું છું.” ' વિજયે પોતાની પ્રિયતમાનું લંબાણ ભાષણ સાંભળીને આનંદ પામતાં કહ્યું. “યારી! તું મારા ગુણાનુવાદ ગાઈને મને દેવની ઉપમા આપી ધન્યવાદ આપે છે, એ ઠીક છે; પરંતુ તે પણ મારા પ્રત્યેના તારા પ્રેમને તારા પિતાની વિરૂદ્ધતા છતાં દઢતાથી વળગી રહેવામાં ધ દર્શાવ્યું છે, તે કાંઈ જેવું તેવું સામાન્ય કાર્ય નથી અને તેથી તેને પણ હું સ્વર્ગલેકની દેવીની ઉપમા આપી તને શતકેટી ધન્યવાદ આપું, તે તેમાં જરા પણ અતિશક્તિ કરી કહેવાશે નહિ. પ્રિય ચંપા ! હાલ મારી સ્થિતિ બદલાઈ ગઈ છે; પરંતુ જે સમયે મેં તારા આવાસને ત્યાગ કર્યો. તે સમયે મારી સ્થિતિ તદ્દન દુર્બળ હતી અને મને ચાહવામાં તારા જેવી શ્રીમંત પિતાની પુત્રીને લેશ માત્ર પણ સુખ મળવાને સંભવ નહોત; તેમ છતાં મારા ચાલી ગયા પછી પણ તું મને વિસરી ગઈ નહિ એટલું જ નહિ, પણ તારા પિતાની વિરૂદ્ધ થઈને પણ તેં મારા તરફ તે પ્રેમને તારા હૃદયમાં સાચવી રાખે, એ એક સામાન્ય સ્ત્રીથી બની શકે તેવું સરલ કાર્ય નથી; કિન્તુ તે તો એક પરમ સુશીલા અને સતી સાવી દેવીથી જ બની શકે તેવું છે અને તેથી ખરેખર ધન્યવાદને પાત્ર તો તું જ છે.” ચંપા પોતાના ગુણાનુવાદ ગવાતાં સાંભળીને શરમાઈ. શરમથી તેના ગુલાબી ગાલ ઉપર લાલીમા તરી આવી. તેણે શરમથી મૃદુ સ્વરે કહ્યું : “પ્રાણપતિ ! મારી મિથ્યા પ્રશંસા શા માટે કરે છે ? એક આર્ય રમણી જે પુરુષને પિતાનું દિલ એક વખત અર્પણ કરે છે, તેના પ્રેમને ગમે તે ભોગે વળગી રહેવું, તેને તે પિતાનું કર્તવ્ય ગણે છે. હું પણ મારા પિતાની વિરૂદ્ધતા Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ મેવાડનો પુનરુહાર છતાં આપના પ્રેમને વળગી રહી, એ મેં મારા કર્તવ્યથી કાંઈ વિશેષ ક્યું નથી અને તેથી મારી પ્રશંસા કરવાની કોઈ પણ અગત્ય નથી. વિજ્ય પિતાની પ્રિયતમાની નિરાભિમાન વૃત્તિ જોઈને આનંદમગ્ન થઈ ગયો. તેણે આનંદના અતિરેકથી આસન ઉપરથી ઊઠી નવયૌવના ચંપાને પિતાની બાથમાં લઈ તેને દઢાલિંગન આપતાં કહ્યું. “વહાલી ચંપા ! મારી કે તારી ઉભયની પ્રશંસાની વાતને જવા દઈએ; કારણ કે આપણે આપણું કર્તવ્યથી કાંઈ વિશેષતા કરી નથી. કેમ મારું કથન તને સત્ય જણાય છે કે નહીં?” રૂપસુંદરી ચંપા કે જે અત્યારસુધી પિતાના પ્રિયતમના સુખકર આલિંગનની મજા માણતી હતી, તેણે સ્મિત હાસ્ય કરી જવાબ આપે. “પ્રાણેશ! આપનું કથન સર્વથા સત્ય છે.” ક Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૬મું આનંદોત્સવ. મહારાણા પ્રતાપસિંહે મેવાડના ઘણાખરા પ્રદેશને જીતી લીધું હતું; પરંતુ અમે અગાઉ કહી ગયા તેમ ચિત્તોડ, અજમેર તથા માંડલગઢ એ ત્રણ કિલ્લાઓ અને તેની આસપાસનો મુલક તે જીતી શકયા નહતા અને તેથી તેમણે પોતાની રાજધાની ઉદયપુરમાં રાખીને મેવાડના મહારાણાના પદને પુનઃ પ્રાપ્ત કરી રાજ્ય કારભાર વ્યવસ્થાપૂર્વક ચલાવવાની ગોઠવણ કરી લીધી હતી. શહેનશાહ અકબરે પણ પ્રતાપસિંહને હેરાન કરવાનો વિચાર માંડી વાળેલ હતા અને તેથી તેણે પિતાનું સૈન્ય મેવાડમાં પુનઃ કદિ પણ કહ્યું નહોતું. મોગલોને ત્રાસ આ પ્રમાણે દૂર થવાથી મહારાણુ પોતાના પરિવાર સાથે જોકે આનંદમાં દિવસો વ્યતીત કરતા હતા, તે પણ તેમને ચિરોડ કબજે ન થઈ શકવાથી સંપૂર્ણ શાંતિ મળી નહોતી અને તેથી તે માટે તે ચિંતાતુર પણ રહેતા હતા, પરંતુ એકંદર રીતે તેમનું જીવન સુખ અને શાંતિમાં વ્યતીત થતું હતું. આ શાંત અને સુખની ગ્ય તકને લાભ લઈ તેમણે લાંબા સમયના યુદ્ધ દરમ્યાન જે માણસોએ પોતાના દુઃખમાં ભાગ લીધો હતો, તે માણસોની યોગ્ય કદર કરવાને અને તે નિમિત્તે આનંદોત્સવ કરવાને માટે તેમણે થોડા જ સમયમાં એક દરબાર ભરવાનું નક્કી કર્યું હતું. આ દરબારને દિવસ પણ મુકરર કરવામાં આવેલ હોવાથી તે માટેની જરૂરી તૈયારીઓ પણ ચાલી રહી હતી. મેગ્ય સમયે દરબારને માટે મુકરર કરેલો દિવસ આવી પહોંચ્યો. તે દિવસે પ્રાતઃકાળથી જ રાજમહાલયમાં માણસેની દોડધામ થઈ રહી હતી. જે વિશાળ ઓરડામાં દરબાર ભરવાનું નક્કી થયેલું હતું, તેને અછી રીતે શણગારવામાં આવ્યા હતા. એક બાજુ મધ્યમાં મહારાણા અને યુવરાજના સિંહાસન અને તેની બન્ને બાજુએ રાજ્યના ભાયાત, સરદાર, અધિકારીઓ, વિદ્વાન પંડિત અને પ્રજાજના જુદાં જુદાં આસને ગોઠવેલાં હતાં. પ્રાતઃકાળના બીજા પ્રહરની નોબત વાગી ગયા પછી માણસોની આવ-જા વધી પડી. કારણ કે દરબારને સમય નજીક આવતો જતો હતો અને તેથી દરબારમાં બેઠક લેનારાં માણસો ઉતાવળાં ઉતાવળાં ક્રમાનુસાર આવીને પોતપોતાના આસને ઉપર બેસતાં હતાં. રાજયના ભાયાતે મૂછોને વળ દેતા હતા. સરદારે છાતી કાઢીને ટટ્ટાર બેઠા હતા. વિદ્વાને અને પંડિતો પરસ્પર વાર્તાલાપ કરતા હતા અને પ્રજાના આગેવાને આનંદમગ્ન જણાતા હતા. સમસ્ત દરબાર ચિકાર ભરાઈ ગયો હતો. વચ્ચે રાજ્યના આશ્રિત કવિઓ પલાંઠી વાળીને આતુરતાથી Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ મેવાડને પુનરુદ્ધાર બેઠેલા હતા. આ ઓરડાની લગોલગ એક બીજો પણ ઓરડો હતો અને તેની વચ્ચેની દિવાલમાં દ્વાર રાખેલું હોવાથી ત્યાં ચક નખાવીને સ્ત્રીવર્ગને માટે બેસવાની ગોઠવણ કરવામાં આવેલી હતી સ્ત્રી વર્ગમાં મહારાણી પદ્માવતી, અલકાસુંદરી, રાજકુમારી કમળા, સલ્બરરાજની કન્યા યમુના રાજા રઘુવીરસિંહની કન્યા રૂકિમણી, ભામાશાહની પુત્રી કુસુમ, કૃષ્ણલાલની પત્ની મનેરમાં અને તે ઉપરાંત અન્ય સરદાર અને પ્રજાના આગેવાનની સ્ત્રી, બહેને અને પુત્રીઓ હાજર હતી. તેઓ સર્વ ચકની આડમાંથી દરબારના કાર્યક્રમને જેતી હતી અને પરસ્પર ઝાણી ઝીણું વાત કરતી હતી. રાજયના મુખ્ય સરદાર, મંત્રીશ્વર ભામાશાહ તથા પ્રતાપસિંહના બીજા કુમારો પણ આવી ગયા હતા અને પિતાને યોગ્ય એવા આસને ઉપર બેઠેલા હતા. દરબારને સમય થઈ ગયા હોવાથી બધાં મહારાણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તે દરમ્યાર નેકીને અવાજ સંભળાયો અને તે સાથે જ મહારાણા પ્રતાપસિંહ અને યુવરાજ અમરસિંહ પિતાના ખાસ અંગરક્ષકે સાથે દરબારમાં આવી પહોંચ્યા. બધાએ ઊભા થઈને તેમને ઘટિત માન આપ્યું અને દરબારની ચોતરફ ગોઠવેલા સૈનિકોએ પિતાની ઉઘાડી રાખેલી તલવારે નમાવીને તેમને આદરસત્કાર કર્યો. મહારાણા પ્રતાપસિંહ અને યુવરાજ અમરસિંહ પોતપોતાના આસને ઉપર બેસી ગયા કે તુરત જ બધા સભાજને પણ બેસી ગયાં. ત્યારબાદ મંત્રીશ્વર ભામાશાહની સૂચનાથી રાજયના મુખ્ય કવિએ નીચે પ્રમાણે કવિત જુસ્સાભેર ગાયું - વીર મહીપતિ નરપતિ જય જય, રવિકુલ-રવિ તુમ ભારત-રક્ષક, કાંત શત્રુ સદા તુમ્હરે ભય, પ્રગટ ગગન પ્રતાપ પ્રબલ તવ, હોહી સદા પ્રભુ રિપુદલબલ છ૩.” * કવિતા શ્રવણથી સમસ્ત દરબારમાં વીરચિત ભાવનાની અસર પ્રસરી ગઈ. સર્વ દરબારીઓ મૂછોના આંકડા વાળવા લાગી ગયા અને સેના પિતાની તલવારને ઊંચી નીચી કરવા મંડી ગયા. ક્ષણવાર પછી મહારાણા પ્રતાપસિંહે નેત્રસંકેત કર્યો અને તે સાથે જ દરબારમાં શાંતિનું સામ્રાજ્ય જામી ગયું. ત્યારબાદ મહારાણા પ્રતાપસિંહ સિંહાસન ઉપરથી ઊભા થયા કે તુરત જ સમસ્ત સભાજનેએ તેમને આનંદના ઉદ્દગારોથી વધાવી લીધા. * મેવાડ પતન નાટકમાંથી, Page #186 -------------------------------------------------------------------------- ________________ આનંદોત્સવ ૧૭૫ આ આનંદનો અવનિ શાંત થયા પછી મહારાણાએ બેસવાની શરૂઆત કરતાં કહ્યું મારા પ્રિય સરદાર, અધિકારીઓ અને પ્રજાજને ! મોગલ સમ્રાટ શહેનશાહ અકબરની સાથે ઘણાં લાંબા સમયથી જે યુદ્ધ ચાલી રહ્યું હતું, તેમાં છેવટે આપણને ભગવાન એકલિંગજીની કૃપાથી વિજય મળે છે, તે વાત તમે સર્વ જાણે છે. હવે આ યુદ્ધમાં પિતાના આપ્તજને અને પિતાના પ્રાણની પણ દરકાર કર્યા સિવાય જે જે માણસોએ મારી સાથે રહીને તથા વને વને ભટકીને મને જે અમૂલ્ય સહાય કરી છે, તે તે માણસોની એગ્ય કદર કરવાને અને તે નિમિત્તે આનંદેત્સવ ઉજવવાને માટે આ દરબાર ભરવામાં આવ્યો છે. મારે ઘણા જ આનંદપૂર્વક કહેવું જોઈએ કે મારી સાથે દુઃખ સહન કરવામાં જે સરદારે હતા તે સર્વેએ મને ઘણી અમૂલ્ય સહાય કરેલી છે; પરંતુ તે સર્વમાં મંત્રીશ્વર ભામ શાહે મને-કહે કે સમસ્ત મેવાડને-જે સહાય કરી છે, તેની કયા શબ્દોમાં પ્રશંસા કરવી, તે મને સુજતું નથી. મંત્રીશ્વર ભામાશાહે મારા દુઃખના દિવસોમાં મારી સાથે રહી મારી નિરાશાના વખતે યોગ્ય સલાહ અને ઉત્સાહ આપવાની સાથે ચપનના પ્રદેશમાં થયેલા યુદ્ધમાં મેગલ સરદાર ચંદ્રસિંહની તલવારને ભેગા થતાં મને બચાવી લીધો હતો. આ ઉપરાંત મેવાડના પુનરુદ્ધાર માટે પોતાની સકળ સંપત્તિને ભોગ આપીને તેમણે દેશના રક્ષણ માટે જે સ્વાર્પણ કર્યું છે, તે ખરેખર મારા એકલાના જ નહિ; કિન્તુ સમસ્ત મેવાડના ધન્યવાદને પાત્ર છે. મારે ખાસ ભાર દઈને કહેવું જોઈએ છે કે - મંત્રીશ્વર ભામાશાહે પિતાના અખૂટ ધનને મેવાડના પુનરુદ્ધાર માટે જો મને અર્પણ ન કર્યું હોત, તો આજે પણ મેવાડ પરતંત્ર દશામાં જ હોત અને તમારે આ મહારાણે કાણું જાણે કેટલાએ દૂરના દેશમાં નિરાશ બનીને ચાલ્યા ગયા હતા. આ કારણથી એટલે કે તેમના અલૌકિક સ્વાર્પણથી જ મેવાડને વિજય થયો છે અને તેથી તેને સઘળો યશ તેમને જ મળે છે. મંત્રીશ્વર પિતાની જન્મભૂમિના રક્ષણ માટે અને પિતાના દેશના ઉદ્ધારને માટે જે કિંમતી સહાય કરેલી છે, તે બદલ તેમની શી અને કેવી કદર કરવી તે મને જે કે સુજતું નથી; તે પણ ફૂલ નહિ ને ફૂલની પાંખડી, એ ન્યાયે મારાથી બનતી કદર કરવાની આ તકનો લાભ લેવાનું મને ઉચિત લાગે છે. મંત્રીશ્વર ભામાશાહને વંશપરંપરાને માટે મેવાડની કેટલીક જાગીર આપવાની છે, તે વિષે હું આગળ ઉપર વિચાર કરીને જાહેર કરીશ; પરંતુ તે દરમ્યાન અત્યારે તે મેવાડના ઈતિહાસમાં તેમનું નામ સુવર્ણાક્ષર કેતરાઈ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ મેવાડને પુનરુદ્ધાર રહે એવી નવાજેશ તેમને કરવાની મારી ઈચ્છા છે અને તેથી તેમને મેવાડના ભાગ્યવિધાયક અને તેમના વંશજોને મેવાડના ઉદ્ધારકની માનવંત ઉપાધિ હું આજથી જ આપીને મારી એ ઇચ્છાને પૂર્ણ કરું છું. સભાજને ! મેવાડના ભાગ્યવિધાયક અને ઉદ્ધારકર્તાની પદવી તેમને અને તેમના વંશજોને સર્વથા ગ્ય છે, કારણકે તેમની જ સહાયથી મેવાડને પુનરુદ્ધાર થયો છે, એ વારંવાર કહેવાની અગત્ય હવે રહેતી નથી અને તેથી તેમને જે પાવીઓ આપવાની હું આ તક લઉં છું, તેમાં તમે સર્વ સંમત થશે.” દરબારમાં ચોતરફથી અવાજ આવ્યું. “અમે સર્વ મહારાણાની ઇચ્છાને સંમતિ આપીએ છીએ. લાયક માણસની કદર કરવી, એ રાજાને ધર્મ છે અને તેથી મંત્રીશ્વરને આપ જે પદવીઓ આપે છે, તે સર્વથા. ઉચિત જ છે.” અવાજ બંધ થતાં મહારાણાએ આગળ ચલાવ્યું. “યારભાઈએ ! ભગવાન એકલિંગજીની કૃપાથી અને તમારા સર્વના પ્રયાસથી મેવાડનો પુનરુદ્ધાર થઈ શકે છે અને જે સ્વાધીનતાને માટે આપણે અથાગ પરિશ્રમ કરતા હતા અને દુઃખને સહેતા હતા, તે આપણે પ્રાપ્ત કરી શક્યા છીએ અને તેથી તે માટે આપણે ગૌરવ ધરવાનું છે. મેવાડના પુનરુદ્ધારને ખરો જશ તે તમને જ મળે છે, કારણ કે તમે જો મને સહાય ન કરી હેત, તે હું એકલે શું કરી શક્ત ? આ આનંદના પ્રસંગે લાંબા સમયના યુદ્ધ દરમ્યાન ઝાલાકુલતિલક રાજા માનસિંહ વગેરે વીર સરદારો તથા રાજપુતો કે જેઓએ પોતાના પ્રાણને પણ દેશના રક્ષણને માટે ખુશીની સાથે જતાં કર્યા છે, તેમના માટે દિલગીરી દર્શાવવાની તકને પણ હું જતી કરતા નથી, પરંતુ તે દિલગીરી સાથે આપણે આનંદને પણ ધરવાને છે અને તે એ છે કે તેમણે પોતાના દેશની સ્વતંત્રતા મેળવવાને માટે પ્રાણપણ કરેલું લેવાથી તેમનાં નામે અમર થઈ ગયા છે. એટલું જ નહિ પણ તેઓ અક્ષય કીર્તિને સંપાદન કરીને સ્વર્ગલોકમાં ગયા છે. હવે મંત્રીશ્વર ભામાશાહ સિવાય સલુંબરરાજ ગોવિંદસિંહજી, ચંદાવત કૃષ્ણ, રણવીરસિંહ, કર્મસિંહ, ભીલ નાયક ભીલ સરદાર, ઠાકર રાયધવલ તથા બીજા ઠાકારો અને બીજા જે જે સરદાર તથા સૈનિકોએ દેશના રક્ષણના કાર્યમાં જે કિંમતી સહાય મને કરી છે તે સર્વ વીર પુરુષની તથા જેમણે પોતાના પ્રાણને યુદ્ધમાં ભોગ આપ્યો છે, તેમના વંશજોની યોગ્ય કદર કરવાનું છું વિસરી જતું નથી. તેઓ સર્વને પિત Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ આનદાત્સવ પેાતાને ચે।ગ્ય એવા ઈનામેા અમે જાગીરી અપણુ કરવાનું જાહેર કરુ છું. આ ઈનામે! તથા જાગીરેની સવિસ્તર હકીક્ત હૂ' થોડા સમયમાં તમને જણાવવાનું વચન આપું છું. આ ઉપરાંત યુદ્ઘના કાર્ય માં મેં મારુ સધળું જીવન વ્યતિત કરેલુ' હાઈને હવે મારી પ્રભુભક્તિ કરવાની ઈચ્છા હેાવાથી મને શાંતિવાસની જરૂર છે અને તેથી મેવાડના ચિરસ્મરણીય મુકુટ થાડા જ વખતમાં હું યુવરાજ અમરસિંહને સુપ્રત કરવા માગું છું અને તેથી તે માટેની તથા મારા અત્યંત પ્રીતિપાત્ર સરદાર રાજા રધુવીરસિંહની કન્યા રૂકિમણી સાથે યુવરાજ અમરસિંહનું લગ્ન કરવાની સર્વ પ્રકારની તૈયારી કરવાની સૂચના મંત્રીશ્વરને આપું છું વળી મારા જાણૅવામાં આવ્યું છે કે મંત્રીશ્વર ભામાશાહ પણ પેાતાની પુત્રી કુસુમનું લગ્ન કસ્તુ સાથે કરવાને ઈચ્છા ધરાવે છે અને તેથી તેમનાં લગ્નની સર્વ વ્યવસ્થા પણ મારા રાજ્ય તરફથી કરવાની આજ્ઞા કરું છું. છેવટમાં જે કૃપાથી આપણે પુનઃ આનંદના દિવસે જોવા ભાગ્યશાલી થઈ શકયા છીએ, તે ભગવાન એકલિંગજીના જય માલી હુ. મારુ· ક્તવ્ય સંપૂર્ણ કરું છું 11 મહારાણા પ્રતાપસિંહૈ પેાતાના સિંહાસન ઉપર એ પ્રમાણે ખાલીને બેસી ગયા તુરત જ દરબાર ‘ભગવાન એકલિંગજીતેા જય, મેવાડના મહારાણાના જય, સ્વતંત્રતાદેવીના જય' એ વાકયાથી ગાજી ઊડયા, આ હૈની ગર્જના શાંત પડયા પછી મંત્રીશ્વર ભામાશાહ પેાતાના આસન પરથી ઊઠયા અને તેને પશુ સભાજનાએ વધાવી લીધા. ત્યારબાદ તેણે ખેલવાની શરૂઆત કરતાં કહ્યું : “ક્ષાત્રયકુતિલક મહારાણા ! વીશિરામણી સરદારા ! અને સગૃહસ્થા | મેવાડતા પુનરુદ્ધાર કરવાની આપણી ધણુા દિવસેાની જે તીવ્ર ઈચ્છા હતી, તે ભગવાન એકલિંગજી તથા પરમાત્મા મહાવીરના કૃપા પ્રસાદથી લિભૂત થઈ છે અને તેથી તે ખાતર આપણે જેટલા આનંદ દર્શાવીએ તેટલેા થોડા જ છે. આપણા પ્રશ્ન દેશ મેવાડના થયેલ પુનરુદ્ધારના ખધેા યશ મહારાણી મને આપે છે અને તે માટે મારી પ્રશંસા કરે છે તે તેઓશ્રીનાં હૃદયની નિમ ળતાનું દર્શન કરાવે છે; પરંતુ ખરી રીતે જોતાં મે' જે કાંઈ સ્વાપણુ કર્યું છે, તે મારી ફરજથી જરા પણું વિશેષ નથી. સ્વદેશની સ્વતંત્રતા માટે ભેગ આપવેશ, દેશના રક્ષક્ષ્યને માટે સ્વાર્પણુ કરવું અને સ્વતંત્રતાની પ્રાપ્તિને માટે દુ:ખા સહન કરવાં, એ પ્રત્યેક સ્વદેશભક્ત માણુસની ફરજ છે. અને મેં આ ફરજથી શું વિશેષ કાર્ય કર્યુ” છે કે મારી આટલી Page #189 -------------------------------------------------------------------------- ________________ મેવાડના પુનરુદ્ધાર ખધી પ્રશંસા કરવામાં આવે છે ? મેવાડના ઉદ્ધારને માટે આપણે બધાએ સાથે મળીને ઉદ્યમ કરેલા છે અને તેથી તેના યશ મને એકલાને જ નહિ; કિન્તુ આપ સર્વને મળવા જોઈએ છે. વસ્તુસ્થિતિ આ પ્રમાણે હેવા છતાં પણ મહારાણાશ્રી મારા યત્કિંચિત સ્વાર્પણુને માટે મારી જે કદર કરે છે, તેના સેવકભાવે સ્વીકાર કરુ છું અને પરમાત્મા પાસે પ્રાર્થના કરુ છું કે દેશની, સમાજની અને ધર્મની સેવા કરવાના શુભ પ્રસંગ મને પુનઃ પુનઃ મળે. છેવટે ભગવાન એકલિ’ગજી તથા પરમાત્મા મહાવીર સર્વનું કલ્યાણ કરી, એવી અંતરની ઈચ્છા સહિત બેસી જવાની રજા લઉ' છુ’ ૧૭૮ ". ભામાશાહ એ પ્રમાણે કહીને બેસી ગયા કે તરત જ ફરીથી દરબાર જયઘાષણુાથી ગાજી રહ્યો. તે પછી સલુબરરાજ ગાવિંદસિંહે ઊભા થઈને કહ્યું. “મેવાડના મુકુટમણુ મહારાણા ! વહાલા સરદારા, અધિકારીએ ! તથા પ્રજાજના ! આપણા મહાર ણુાશ્રીએ મેવાડના ઉદ્ધારને માટે મત્રીશ્વર ભામાશાહ તથા અન્ય સરદાર।, સૈનિકા અને ભીલાની જે કદર કરી છે, તે સવ થા યેાગ્ય જ છે, કારણુ કે તેમણે બધાએ દેશના ઉદ્ધારા કાર્યમાં ધણા જ ભાર આપેલા છે અને તેથી લાયક માણસેાની કદર થાય, એ સર્વથા સ્વાભાવિક અને ચિત જ છે. મારા પેાતાના અનુભવ ઉપરથી હું ખાતરીપૂર્વક કહુ છુ ? મેવાડના ઉદ્ધારને માટે મંત્રીશ્વર ભામાશાહે જે સ્વાણુ કર્યુ છે, તે અલૌકિક જ છે અને તેથી મેવાડના ઉદ્ધારના બધા યશ તેમને આપવાને મહારાષ્ટ્રાશ્રીએ જે ઉદ્ગારા કાઢયા છે, તે સત્ય જ છે. મેવાડના ઉદ્ધાર કરનારા મંત્રીશ્વર ભામાશાહ જ છે; તેમની જ સહાયથી આપણને વિજય મળ્યો છે અને તેમની જ સલાહથી આપણે આ શુભ દિવસ જોવા ભાગ્યશાલી થઈ શકયા છીએ. ગુણુવાન પુરુષે। પેાતાના ગુરુની થતી પ્રશ'સાને સાંભળવાનું પસંદ કરતાં નથી, એ ન્યાયે જો મ ંત્ર શ્વર ભામાશાહ પેતાની પ્રશ ંસાને સાંભળવાને ઇચ્છતા ન હેાય તેા તે સ્વાભાવિક જ છે; પરંતુ તેમણે પેાતાના અખૂટ ધનના દેશના ઉદ્ઘારને માટે જે ભાગ આપ્યા છે, તે પ્રશંસાને જ પાત્ર છે.' આ પ્રમાણે ખેલીને ગાવિંદસિંહ ખેસી જતાં પુનઃ ‘મહારાણા પ્રતાપસિહુના જય, મેન્નાડના ઉદ્ધારકર્તાના જય અને જન્મભૂમિ મેવાડના જય 'એ ત્રણ જયકારાથી દરખાર ગાજી રહ્યો. ધન્ય છે પ્રતાપસિંહ તમારી દૃઢતાને ! ધન્ય છે ભામાશાહ તમારી સપૂર્ણ ઉદારતાને. Page #190 -------------------------------------------------------------------------- _