________________
સૂરીશ્વર અને સમ્રાટ
૧૧૯
બીજે દિવસે સવારમાં હીરવિજયસૂરિ પિતાની પાસે આવે, તે પહેલાં ઈબાદતખાનામાં રાજયના સર્વ મુખ્ય મુખ્ય અધિકારીઓ અને દરબારીઓ તથા નગરના આગેવાન શ્રાવકેને હાજર રહેવાને દૂકમ બાદશાહે કર્યો હતો અને તેથી વખત થતાં તેઓ સર્વ હાજર થઈ ગયા હતા અને ઈબાદતખાનામાં સૂરીશ્વર તથા સમ્રાટની રાહ જોતાં બેઠા હતા. આચાર્ય શ્રી હીરવિજયસૂરિ પિતાના શિષ્યમંડલ સાથે સવારના નવ વાગે શાહી દરબારમાં આવી પહોંચ્યા. એટલે હાજર રહેલા સર્વ સભાસદોએ તેમને આદરસત્કાર કરીને તેમને સર્વને મેગ્ય સ્થળે બેસવાની વિનંતિ કરી. સૂરિજી તથા તેમના શિષ્ય પિતાને યોગ્ય એવી જગ્યાએ બેસી ગયા, તે પછી થાનસિંહ તથા કરમચંદ બાદશાહને સૂરિજીના આગમનની ખબર આપવાને તેના ખાસ આવાસમાં ગયા. સૂરીશ્વરની સાથે આ વખતે પ્રધાન તેર શિષ્ય હતા અને તેઓ સર્વે શાસ્ત્રના પારગામી અને વિદ્વાન હતા. થાનસિંહ તથા કરમચંદ જ્યારે ખાદશાહને સૂરિજીના આગમનની ખબર આપવાને ગયા ત્યારે બાદશાહ પોતે મહત્વયુક્ત રાજકીય વાતચીતમાં પોતાના સેનાપતિઓ સાથે રોકાયેલો હોવાથી તેણે થાનસિંહ તથા કરમચંદના મુખથી સૂરિજીના આગમનની વાત સાંભળીને દિવાન ટોડરમલ તથા અબુલફજલને તેમનું આતિથ્ય કરવાને માટે તુરત જ મેકલ્યા. દિવાન ટોડરમલ તથા શેખ અબુલફજલ બાદશાહની આજ્ઞા પ્રમાણે સૂરિજીની પાસે આવી પહોંચ્યા અને તેમને બાદશાહ સલામત ખાનગી મસલતમાં રોકાયેલા હોઈ તેમને આવતાં થોડી વાર થશે, એમ કહીને તેમનાં કુશળ સમાચાર પૂછ્યા. સૂરીશ્વરે તેનો યોગ્ય ઉત્તર આપ્યા પછી અબુલફજલે ધર્મ સંબંધી ચર્ચા કરતાં કરતાં ઈસલામ ધર્મ વિશે અને ખુદાતાલાની હયાતી વિષે અનેક પ્રકારનાં પ્રશ્નો પૂછીને સૂરિજીનું જ્ઞાન કેવું અને કેટલું છે, તે જાણી લીધું અને તેથી ખુશી થઈને તેણે તેમને બહુ જ ઉપકાર માન્ય. અબુલફજલ પણ વિદ્વાન હતો અને તેથી સૂરિજીની અપૂર્વ વિદ્વતા જોઈને તેમની સાથે વિશેષ વાર્તાલાપ કરવાની તેની ઈચ્છા હતી, પરંતુ એટલામાં બાદશાહ અકબર પોતાના ખાસ મિત્ર ફજી સાથે આવી પહોંચતાં તેને પોતાની ઇચ્છાને દાબી રાખવી પડી, બાદશાહે આવીને તુરત જ શ્રી હીરવિજયસૂરિને પ્રણામ કરીને કુશલસમાચાર પૂછડ્યા અને તેમણે તેને યોગ્ય ઉત્તર આપીને ધર્મલાભરૂપી આશીર્વાદ આપે. ત્યારબાદ બાદશાહે સૂરિજીને હાથ પકડી તેને પિતાના આસન પાસે લઈ ગયે અને તે ઉપર પોતાની સાથે જ બેસવાનું કહ્યું. પરંતુ સૂરિજીએ સોના-રૂપા વગેરે ધાતુના આસન ઉપર બેસવું અથવા