________________
૧૪૨
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય નિત્ય કર જોઈએ. આપત્કાલ, માંદગીમાં અથવા યાત્રામાં પણ થડ જપ કરવા જ જોઈએ. જે રીતે ઘરને, વસને અને શરીરને શુદ્ધ રાખવું આવશ્યક છે, તેવી જ રીતે આત્મશુદ્ધિ માટે નિત્ય જપ કરવા આવશ્યક છે. એથી આત્મશુદ્ધિની સાથે જપને અભ્યાસ વધે છે, આનંદ વધે છે, ચિત્ત શુદ્ધિ થાય છે, વાણી શુદ્ધ બને છે અને ધાર્મિક ભાવના વૃદ્ધિ પામે છે. પાપ અને અધર્મથી ધૃણ થાય છે. એવા અનેક લાભ થાય છે. અને જેમ, જેમ જપની સંખ્યા વધે છે, તેમ, તેમ પ્રભુકૃપાને અનુભવ થાય છે, અને પોતાની નિષ્ઠા, અને વિશ્વાસ દઢ થાય છે.
૨. કામ્ય જપ
કઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે જે જપ કરવામાં આવે છે તેને કામ્ય જપ કહે છે. જેને મોક્ષની ઈચ્છા હોય, તેને માટે આ જપ કામને નથી. આતિ, અર્થાથી, કામકામી લેકે માટે ઉપયોગી છે. એનું સાધન કરતી વખતે પવિત્રતા, નિર્મોનું પાલન, જાગૃતિ, ધૈર્ય, સરળતા, મનેનિગ્રહ, ઈન્દ્રિયનું દમન, વાણીને સંયમ, મિતાહાર, મિત શયન, બ્રહ્મચર્ય એ બધાનું હોવું અત્યંત આવશ્યક છે. યેગ્ય ગુરથી યેગ્ય સમયે લીધેલ મંત્ર હોવો જોઈએ. વિધિપૂર્વક મનથી એકાગ્રતાથી જપ કરવો જોઈએ. ગરીબોને દાન આપવું, આ બધા સાધન-સામગ્રી સહિત જપ કરવામાં આવે, તે સાધકની કામના પૂર્ણ થાય. પણ સાધન બરાબર ન હોય તે