________________
મંત્રવિદ્યાને પ્રભાવ
૨૮૧
થવાની હતી એટલે શ્રમ લીધા વિના ચાલે તેમ ન હતું. અને ભાવીની ભીતરમાં ડોકિયું કરીને કલ્પના પણ કેણ કરી શકે કે આ સામાન્ય બીમારી થોડા દિવસમાં ભયંકર સ્વરૂપ ધારણ કરશે
સાધારણ જણાતી બીમારી અસાધારણું નીવડી. આદર્યા અધૂરા રહ્યા ને ડે. ઝવેરીની કાયા જીવલેણ રોગ વચ્ચે આબાદ સપડાઈ ગઈ. ડે. ખાનને બોલાવવામાં આવ્યા. રીએકશન લાવતી ટ્રીટમેન્ટ ન થાય એ માટે એમણે પોતાની પત્ની શાંતાબહેનને સૂચના કરી.
ડે. ખાનની રાહ જોઈ જોઈને કંટાળી ગયેલાં શાંતાબહેન સ્નાન કરવા ગયાં. અને થોડી જ વારમાં ડે. ખાન આવી પહોંચ્યા. દુર્ભાગ્ય બે ડગલા આગળ હતું. એમણે જે ટ્રીટમેન્ટ શરૂ કરી એનું જોરદાર રીએકશન આવ્યું. શરીર તો ધખી જ રહ્યું હતું. કમ્મર તૂટું તૂટું થઈ રહી હતી. એમાં વળી દવા અવળી પડી અને ઉલટીઓ શરૂ થઈ. શરીરનું રહ્યું-રહ્યું સત્ત્વ નીચેવાઈ જતાં ડે. ઝવેરીની હાલત અત્યંત ગંભીર બની ગઈ. તરત જ ડો. ગીબ્સનનને બોલાવવામાં આવ્યા. | ગબ્સનના હાથ નીચે જ ડે. ઝવેરી તાલીમ લઈ રહ્યા હતા. ગબ્સનને આ હિન્દી ડે. ઝવેરી માટે ઘણું જ માન હતું. તેઓ તરત જ આવ્યા. ઝવેરીની તબિયત જોતાં જ એ ગભરાઈ ગયા. દર્દ ગંભીર લાગ્યું. ગબ્સનને થયું કે હેમરરિમથે હોસ્પિટલમાં જે આ કેસ દાખલ કરવામાં આવે તો કદાચ બચી જાય.