Book Title: Manivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 10
________________ ૧૬ દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. અનુક્રમે દીક્ષા દિવસ આવ્યો. આડંબરપૂર્વક વરઘોડે ચઢયો. દીક્ષા સ્થાને આવ્યા. ઉત્સાહપૂર્વક મહાન સમુદાય એકઠા થયો. યાચકને દાન દેવાયાં. દીક્ષા વિધિ શરૂ થઇ. મેતીચંદભાઈએ જ્યારે આભરણે ઉતારવા માંડ્યાં. ત્યારે સુકોમળ હૃદયવાનનાં હૈયાં ભરાવા લાગ્યાં. કેટલાકની આંખમાંથી આંસુ પડવા લાગ્યાં. કેટલાક અનુમોદન કરવા લાગ્યા. કેટલાક મેતીચંદભાઈને, કેટલાક ગુરમહારાજને અને કેટલાક ઉભયને ધન્યવાદ દેવા લાગ્યા. અને કેટલાક વિર્ય ઉપાયરૂપ કીચડમાં ખુંચેલા પોતાના આત્માની નિંદા કરવા લાગ્યા. પરંતુ મોતી. ચંદભાઈના મુખ ઉપર તો આજે અપૂવ આનંદની રેખાઓ તરવરતી હતી. આજે પોતાની અભિલાષા પૂર્ણ થાય છે, બંધનથી મુક્ત થવાય છે, અને ચારિત્ર રત્નની પ્રાપ્તિ થાય છે, જેથી તેમને હદયમાં હર્ષના કલેલો ઉછાળતા હતા. વિધિ ચાલુ થતાં સામાયિક ઉચ્ચરાવવાનો અવસર થયો એટલે ગીત વાઈબાનો નાદ બંધ થયે. સર્વત્ર શાંતિ ફેલાઈ અને ગુરુ મહારાજ મનોહર દિવ્ય વાણીથી “ નાક ૨ પૂર્વક કરેમિ ભંતે” નો પાડ ત્રણવાર ઉચ્ચરાવ્યો અને મોતીચંદભાઈને પોતાના શિષ્ય તપસ્વી મુનિવર્ય શ્રી કસ્તુરવિજયજીના શિષ્ય તરિકે સ્થાપન કરી તેમનું “મણિવિજયજી” નામ આપ્યું. સુવર્ણમાં સુગંધ ભળી. વિનય, વિવેકી, વૈરાગી મોતીચંદને ૧.૭૭ માં ચારિત્ર રત્ન પ્રાપ્ત થયું. વિહાર ઉપવાસનું પચ્ચખાણ કર્યું. આગલે દિવસે એકાસણું કર્યું હતું ત્યાર પછી પણ ચાવત અંદગી પર્વત એકાસણાથી ઓછી તપસ્યા કરી નથી. દીક્ષાવિધિ સંપૂણ થઈ એટલે લેકા વૈરાગ્ય તરંગોમાં ઝીલતા મોતીચંદભાઈના ગુણાનું સમરણ કરતા સ્વસ્થાને ગયા. ગુરુમહારાજાએ પણ નુતન શિષ્ય સહિત અન્યત્ર વિહાર કર્યો. વિહારાદિ ચર્યા, બાલ્યાવસ્થામાં જ જેના કોમળ અંતઃકરણમાં ઉચ્ચ સંસ્કારો સ્થાપિત થયા હતા તે મે તીચંદ હવે મે તીચંદ મટીને મણિવિજયજી બન્યા. આગાર છોડી અણગાર થયા. દુન્યવી પ્રપોથી વીરમી એકાંતે આત્મહિતના અવિચળ માર્ગના પ્રવાસી બન્યા. પૂજ્યપાદ શ્રી કીર્તિ વિજયજી મહારાજશ્રીના ખેડાના પ્રથમ પરિચય વખતે તેમના દુધ સહોદર ઉલ હૃદયમાં ઉદ્દભવેલી પવિત્ર ભાવનાને તો લગભગ સાત વર્ષ જેટલે દીર્ઘ સમય વીતી ગયો. આટલા સમય પર્યત તે માતા પિતાના સ્નેહ તંતુએ મેતીચંદભાઈને દર બંધનથી બાંધ્યા હતા તેઓ પણ સર્વ વિરતિના આવારક નિબિડ પ્રતિબંધને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 216