Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રકરણ અગિયારમું : ખાસ સમારંભે અને ઘટનાઓ
જાહેર સંસ્થાઓને કોઈ ને કોઈ પ્રસંગ નિમિત્ત જાહેર સમારંભે યોજવા પડે છે. વિદ્યાલય એ જૈન સમાજની એક કપ્રિય જાહેર સંસ્થા છે, એટલે એને પિતાની ૫૦ વર્ષની કાર્યવાહી દરમ્યાન આવા અનેક સમારંભે જવાના અવસર પ્રાપ્ત થયા હોય એ સ્વાભાવિક છે.
ક્યારેક સમાજ સમક્ષ પિતાની કાર્યવાહીની વિગતે રજૂ કરીને સમાજને વિશેષ સહકાર અને વિશ્વાસ પ્રાપ્ત કરવા માટે, ક્યારેક સમાજ પ્રત્યેની પિતાની લાગણી વ્યક્ત કરવા માટે, ક્યારેક ધાર્મિક પ્રસંગની ઉજવણી નિમિત્ત, ક્યારેક સંસ્થાની કે સમાજની વિશિષ્ટ સેવા કરનાર મહાનુભાવોના સન્માન માટે, તે ક્યારેક વિદ્વાનું બહુમાન કરવા માટે–એમ જુદા જુદા નિમિત્ત વિદ્યાલય તરફથી અવારનવાર સમારંભે જાતા રહે છે. પણ સમારંભનું નિમિત્ત ગમે તે હોય, બધાય સમારંભની પાછળ વિદ્યાલયના સંચાલકાની મૂળ દષ્ટિ શરૂઆતથી જ એવી રહી છે કે, કેવળ સમારંભની ખાતર સમારંભ જેવી આનંદવિનેદની દૃષ્ટિએ નહી પણ, સંસ્થાની આર્થિક શક્તિ, કાર્યશક્તિ અને પ્રતિષ્ઠામાં વધારો કરે કે એના કાર્યક્ષેત્રને વિકાસ કરે એવા જ સમારંભે પ્રયોજવા. અને વિદ્યાલયના ક્રમિક વિકાસની વિગતો જોતાં એમ ચોક્કસ લાગે છે કે વિદ્યાલયને વિશેષ પ્રાણવાન અને પ્રગતિશીલ બનાવવામાં આ સમારંભેને પણ ચેક્ટસ અને નેંધપાત્ર ફાળે છે. આ સમારંભોની સફળતા એ પણ વિદ્યાલયની લોકપ્રિયતાની સૂચક બની રહે એવી છે. આવા કેટલાક સમારંભની અહીં ટૂંકમાં નેંધ લેવી ઉચિત લાગે છે. - જિનમંદિરની પ્રતિષ્ઠા વિદ્યાલયનું કામ ભાડાના મકાનમાં શરૂ કરવામાં આવ્યું ત્યારે તેમ જ દસ વર્ષ બાદ વિદ્યાલયનું પિતાનું આલિશાન મકાન ચણાવવામાં આવ્યું ત્યારે પણ, સંસ્થાના એક અનિવાર્ય અંગ રૂપે, એની સાથે જિનમંદિર રાખવામાં આવ્યું જ હતું. ભાડાના મકાનમાં સંસ્થા હતી ત્યારે ત્યાં એક ઓરડામાં ઘરદેરાસર કરીને એમાં ધાતુનાં પ્રતિમાજી પધરાવવામાં આવ્યાં હતાં. ગેવાળિયા ટેક ઉપર સંસ્થાનું મકાન તૈયાર થયું ત્યારે ત્યાં સંસ્થાના મકાનમાં, છતાં મંદિરની પવિત્રતા સચવાય એમ અલાયદું, જિનમંદિર ચણાવવામાં આવ્યું, અને એમાં ધાતુનાં જ પ્રતિમાજી પધરાવવામાં આવ્યાં. નવ-દસ વર્ષ આ પ્રમાણે ચલાવ્યા પછી વિ.સં. ૧૯૯૯માં સંસ્થાના પ્રેરક આચાર્યશ્રીનું મુંબઈમાં પધારવાનું થયું. તેઓશ્રીની અનુમતિથી જિનમંદિરમાં ધાતુનાં પ્રતિમાને સ્થાને આરસનાં પ્રતિમા પધરાવવાનું નકકી થયું. તેઓના મુંબઈ પધાર્યા બાદ પાંચ દિવસને ધર્મમહોત્સવ ઊજવવાપૂર્વક, વિ. સં. ૧૯૯૧ના માહ સુદિ ૧૦ના રોજ, તેઓશ્રીની નિશ્રામાં, પાટણનિવાસી સ્વ. શેઠ શ્રી જીવાભાઈ મકમચંદના શ્રેયાર્થે, તેમનાં ધર્મપત્ની સુભદ્રાબહેન તથા સુપુત્ર પ્રવીણચંદ્રભાઈના હાથે, મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિષ્ઠા કરાવવામાં આવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org