Page #1
--------------------------------------------------------------------------
________________
श्री महावीर जैन विद्यालय सुवर्णमहोत्सवग्रंथ
Page #2
--------------------------------------------------------------------------
________________
श्री महावीर जैन विद्यालय सुवर्ण महोत्सव ग्रंथ
Page #3
--------------------------------------------------------------------------
________________
Page #4
--------------------------------------------------------------------------
________________
नामाकृतिद्रव्यभावैः पुनतस्त्रिजगज्जनम् । क्षेत्रे काले च सर्वस्मिन अर्हतः समुपास्महे ।।
ભગવાન ઋષભદેવ ( ઝુરીચના મ્યુઝીયમમાંની ચંદ્રાવતીની પ્રાચીન જિનપ્રતિમા )
( Courtesy of the Rietbery. Museum, Zurich)
Page #5
--------------------------------------------------------------------------
________________
Page #6
--------------------------------------------------------------------------
________________
बलभ विजय
श्री महावीर जैन विद्यालय सुवर्णमहोत्सव ग्रंथ
ORNORMA WEarna
Wa
LER
શ્રી મહાવીર જૈન વિદ્યાલય પ્રકાશન
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રંથ ભાગ બીને
ખંડ પહેલે વિદ્યાલયની વિકાસકથા
લેખક- શ્રી રતિલાલ દીપચંદ્ર દેસાઈ
ઈ
ખંડ બીજો
લેાકાપયેગી સાહિત્ય સોંપાદક શ્રી જયભિખ્ખુ
ย
પ્રકાશક
શ્રી મહાવીર જૈન વિદ્યાલય ગોવાલિયા ટેંક ગડ, મુંબઇ-૨૪
ย
૧૯૬૮ કિંમત પંદર રૂપિયા
મુદ્રક : ઠાકોરલાલ ગેરવિંદલાલ શાહ, શારદા મુદ્રણાલય, પાનકેર નાકા, અમદાવાદ. પ્રકાશક : ચંદુલાલ વર્ધમાન શાહ, મનુભાઈ ગુલાભચંદ કાપડિયા, જયંતીલાલ રતનચંદ શાહ, માનદ મંત્રી, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ગાવાલિયા ટેંક રેાડ, મુંબઈ-ર૬.
Page #8
--------------------------------------------------------------------------
________________
પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજ
ભસૂરીશ્વરજી મહારાજ
Page #9
--------------------------------------------------------------------------
________________
www.janely org
Page #10
--------------------------------------------------------------------------
________________
॥ सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः ॥
સંતોષની વાત
(પ્રકાશકીય નિવેદન) શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ મહોત્સવ ગ્રંથના બીજા ભાગનું પ્રકાશન કરતાં અમને આનંદ થાય છે.
વિદ્યાલયની સ્થાપના મુખ્ય ઉદ્દેશ ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવાને હોવા છતાં શરૂઆતથી જ બંધારણમાં એક મહત્ત્વના ઉદ્દેશ તરીકે જન સાહિત્યના પ્રકાશનને પણ સ્થાન આપવામાં આવ્યું છે, તે વિદ્યાલયના આદ્ય પ્રેરક આચાર્ય ભગવંત પૂજ્યપાદ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની તેમ જ તે સમયના વિદ્યાલયના નિષ્ઠાવાન સંચાલકોની દીર્ધદષ્ટિનું સૂચન કરે છે. બંધારણમાંની આવી જોગવાઈને લીધે જ વિદ્યાલય સાહિત્ય પ્રકાશનની ઉપયોગી પ્રવૃત્તિ પણ ચલાવી શકે છે. આ માટે અમારે વિદ્યાલયના પ્રેરક આચાર્યદેહનો તેમ જ અમારા પૂર્વગામી કાર્યવાહક બંધુઓને આભાર માનવો ઘટે છે. - વિદ્યાલયની પચાસ વર્ષની ગૌરવભરી કાર્યવાહી અંગે, સુવર્ણ મહોત્સવ ગ્રંથ અંગે, આ ગ્રંથના વિદ્વાન સંપાદક મંડળ અંગે તેમ જ વિદ્વાન લેખકો અંગે અમારે જે કંઈ કહેવાનું છે તે અમે સુવર્ણ મહોત્સવ ગ્રંથના પહેલા ભાગના પ્રકાશકીય નિવેદનમાં સવિસ્તર કહ્યું છે, એટલે અહીં એની પુનરુક્તિ કરવાની જરૂર નથી રહેતી.
વિદ્યાલયના સુવર્ણ મહોત્સવના એક સુંદર સંભારણ રૂપે સુવર્ણ મહોત્સવ ગ્રંથ બે ભાગમાં પ્રકાશિત કરવાની યોજના કરવામાં આવી હતી. આ યોજના મુજબ પહેલા ભાગમાં જૈન સંસ્કૃતિના વિવિધ વિષયોને સ્પર્શતા તે તે વિષયના નિષ્ણાત વિદ્વાનોને હાથે લખાયેલા સંશોધનાત્મક લેખ તેમ જ જૈન ચિત્રકળા તથા શિલ્પકળાનો ખ્યાલ આપતી કળાસામગ્રી આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. એ ગ્રંથનું પ્રકાશન વિદ્યાલયના સુવર્ણ મહોત્સવની ઉજવણી વખતે મુંબઈમાં તા. ૨૭–૧–૧૯૬૮ ના રોજ મુંબઈ યુનિવર્સિટીના રેકટર પ્રો. ગેવર્ધન ડી. પારીખને શુભ હસ્તે થઈ ચૂકયું છે.
ગ્રંથની યોજના મુજબ ગ્રંથના બીજા ભાગના બે ખંડ કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. પહેલા ખંડમાં વિદ્યાલયની અરધી સદીની કાર્યવાહીની સવિસ્તર રૂપરેખા આપવાની હતી અને બીજા ખંડમાં રાસ, સુગમ નિબંધો, કથા-વાર્તા જેવું લેકે પયોગી સાહિત્ય આપવાનું હતું. આ રીતે બે ખંડમાં તૈયાર થયેલ ગ્રંથનું આજે પ્રકાશન થઈ રહ્યું છે, તેની સાથે સુવર્ણ મહોત્સવ ગ્રંથની યોજના અમારી ધારણ મુજબ સાંગોપાંગ પાર પડી છે તેને અમને સંતોષ અને આહ્વાદ છે.
બીજા ભાગના પહેલા ખંડમાં આપવામાં આવેલ “વિદ્યાલયની વિકાસકથા”નું આલેખન ભાઈ રતિલાલ દીપચંદ દેસાઈએ કર્યું છે. વિદ્યાલયના સુવર્ણ મહોત્સવ નિમિત્તે આ રીતે વિદ્યાલયના
Page #11
--------------------------------------------------------------------------
________________
વિકાસની કેટલીક રૂપરેખા ગ્રંથસ્થ થઈને સમાજ સમક્ષ રજૂ થઈ શકી છે તે ઉપયોગી કામ થયું છે. આ અતિ મહત્વના કપરા કાર્યને શ્રી રતિલાલ દેસાઈ એ બહુ ખંતથી ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે,
ગ્રંથના બીજા ખંડનું સંપાદન ગુજરાતના લોકપ્રિય લેખક ભાઈશ્રી ભિખુ ભાઈએ કર્યું છે. ઉપરાંત અનેક વિદ્વાન મુનિરાજે તેમ જ લેખકબંધુઓએ લાગણીપૂર્વક પોતાની કૃતિઓ મોકલીને તે વિભાગને રોચક અને સમૃદ્ધ કરવા અમને સહકાર આપ્યો છે. આ બધાને અમે હાર્દિક આભાર માનીએ છીએ.
આ ગ્રંથનું મુદ્રણ બહુ જ ટૂંકા વખતમાં અમદાવાદના શારદા મુદ્રણાલયે કરી આપ્યું છે. તેમનો આ લાગણી ભર્યો સહકાર ન હેત તે આ કામ આ રીતે સમયસર પૂરું થઈ શકયું ન હોત. એ જ રીતે અમદાવાદની સુવિખ્યાત એમ. વાડીલાલ એન્ડ કંપનીએ આ ગ્રંથમાંની છબીઓનું બહુ જ ટૂંકા સમયમાં સુંદર મુદ્રણ કરી આપ્યું છે. રાજ પ્રોસેસ ટુડિઓ તેમ જ પ્રભાત પ્રોસેસ ટુડીઓએ આને બ્લેકે અમારી જરૂરિયાત મુજબ ખૂબ ઝડપથી બનાવી આપ્યા છે. આ પુસ્તકના બાઈન્ડીગનું કામ સાંભારે એન્ડ બ્રધર્સે પણ ઝડપથી કરી આપ્યું છે. આ બધાના અમે ખૂબ ઋણી છીએ.
વિદ્યાલયની આ “વિકાસકથા” તેમ જ આ ગ્રંથમાં આપવામાં આવેલ લેકોપયોગી સાહિત્ય સમાજને માટે રુચિકર થઈ પડશે એવી ઉમેદ સાથે અમે સુવર્ણ મહોત્સવને આ બીજો ભાગ શ્રીસંધના કરકમલમાં ભેટ ધરી કૃતકૃત્ય બનીએ છીએ. ગોવાલિયા ટેંક રોડ
ચંદુલાલ વર્ધમાન શાહ મુંબઈ-૨૬
મનુભાઈ ગુલાબચંદ કાપડિયા માહ શુકલા પૂર્ણિમા, સં. ૨૦૨૪
જયંતીલાલ રતનચંદ શાહ તા. ૧૪-૨-૬૮
માનદ મંત્રીઓ.
Page #12
--------------------------------------------------------------------------
________________
બહુમૂલો અવસર શ્રી મહાવીર જૈન વિદ્યાલયનું નામ અને કામ તો ઘણાં વર્ષોથી સાંભળ્યું હતું, પણ એની સાથે નિકટના પરિચયની શરૂઆત સને ૧૯૫૧થી થઈ. તે વખતે પૂ. પંડિતવર્ય શ્રી સુખલાલજીની ભલામણથી એક માસ માટે ધાર્મિક શિક્ષક તરીકે વિદ્યાલયની શાખામાં કામ કરવાનો અવસર મળ્યો હતા. તે પછી વિદ્યાલયના માનદ મંત્રી શ્રીયુત ચંદુલાલ વર્ધમાન શાહ અને મહામાત્ર અને મારા મિત્ર ભાઈશ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કેરા સાથે ધાર્મિક અભ્યાસક્રમ તથા સાહિત્યપ્રકાશન જેવી બાબતો અંગે ચર્ચા-વિચારણાને પ્રસંગ પ્રાપ્ત થતાં વિદ્યાલયની સાથેનો પરિચય કંઈક ગાઢ બન્યો. આ પછી સને ૧૯૫૭ માં વિદ્યાલયની અમદાવાદ શાખામાં ધાર્મિક શિક્ષક તરીકે મારી નિમણૂક થઈ અને એ સ્થાને મેં પાંચ વરસ કામ કર્યું, તે દરમ્યાન વિદ્યાલયની યશસ્વી કાર્યવાહીને મને વધારે નિકટને પરિચય થયો.
આ બધો વખત દરમ્યાન પણ ધાર્મિક શિક્ષણ, ધાર્મિક અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો તેમ જ અન્ય સાહિત્યપ્રકાશન અંગે વિદ્યાલય સાથે કંઈક ને કંઈક પણ પ્રસંગ પડતો જ રહ્યો. જ્યારે વિદ્યાલયે બધા મૂળ આગમ ગ્રંથને પ્રકાશિત કરવાની મહાન યોજના હાથ ધરી ત્યારે તે કાર્યમાં મારી આગમ પ્રકાશન વિભાગના સહમંત્રી તરીકે વિદ્યાલયના કાર્યવાહકોએ નિમણૂક કરી તેને હું મારી ખુશનસીબી ગણું છું. આગમસૂત્રના સંશોધન-સંપાદનમાં તો મારી લેશ પણ ગતિ નહિ હેવા છતાં આ કાર્યના એક વ્યવસ્થાપક તરીકે વિદ્યાલય સાથે જોડાવાનું થતાં પૂજ્યપાદ આગમપ્રભાકર મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ, મારા મિત્ર પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા તથા અન્ય વિદ્યાનિક વિદ્વાનોની સાથે કામ કરવાનો અવસર મળ્યો એ મારે મન એક અપૂર્વ અવસર છે. આવો અવસર આપવા બદલ હું વિદ્યાલયના કાર્યવાહકોને અને ખાસ કરીને શ્રીયુત ચંદુભાઈને એટલે આભાર માનું એટલે ઓછો છે. આમાં મારી યોગ્યતાને બદલે વિદ્યાલયના સંચાલકોની મારા પ્રત્યેની ભલી લાગણીએ વધુ ભાગ ભજવ્યો છે, એ મારે કબૂલ કરવું જોઈએ.
અમારા વચ્ચે આ પરિચય સમય જતાં વધુ ગાઢ બન્યો, અને ત્રણેક વર્ષ પહેલાં વિદ્યાલયને સુવર્ણ મહોત્સવ ઊજવવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે વિદ્યાલયની અરધી સદીની યશસ્વી કાર્યવાહીનો ઈતિહાસ લખવાનું મને સોંપવામાં આવ્યું, એ મારા માટે આનંદને અવસર હતો. વિદ્યાલયના સંચાલકોએ મારામાં મૂકેલ વિશ્વાસનું જ આ ફળ કહી શકાય.
સળંગ મોટું પુસ્તક લખવાનો મને મહાવરે નહીં, છતાં મેં એ કાર્ય હાંશ પૂર્વક સ્વીકાર્યું. આ અંગેની પૂર્વતૈયારી કરતાં તેમ જ “વિદ્યાલયની વિકાસકથા ” નામે વિદ્યાલયની પચાસ વર્ષની કાર્યવાહીનો ઇતિહાસ લખતાં મને ઘણીવાર એ વાતની પ્રતીતિ થતી રહી છે કે ટકડા ટકડા જેવી સંખ્યાબંધ પ્રવૃત્તિઓમાં અટવાયેલા રહેતા મારા જેવાને માટે આવા મોટા કામને જોઈએ તે ન્યાય આપવાનું અતિ મુશ્કેલ છે. પચાસ વર્ષના રિપટ તપાસીને સંઘરવા લાયક સામગ્રીની નોંધ કરવી, તેમ જ વિદ્યાલયના મોટા દફતરને ઝીણવટથી જોઈને એમાંથી ઉલ્લેખનીય બાબતોની તારવણી
Page #13
--------------------------------------------------------------------------
________________
કરવી એ પૂર્ણ એકાગ્રતા વગર શકય નથી; અને આવી એકાગ્રતા તે મને ખૂબ દુર્લભ છે. કેટલીય વાર તેા મતે એમ પણ લાગ્યા કર્યુ છે કે રખેને એક સારું કામ મારા હાથે કદરૂપુ` બની જાય.
આમ છતાં કામ કરવા જેવું તે। હતુ, જ અને મારે વિદ્યાલયના સંચાલકોએ મારામાં મૂકેલ વિશ્વાસને પાત્ર પણ સાબિત થવુ હતુ. એટલે મારી શક્તિ-અશક્તિને, આવડત-ખીનઆવડતના તેમ જ નિરાંત અને નિરાંતના અભાવને વિશેષ વિચાર કર્યા વગર મેં એ કામ માથે લઈ લીધું. એનુ'. જે ક'ઈ પરિણામ આવ્યુ' તે આજે “ વિદ્યાલયની વિકાસકથા ”તે નામે સમાજ સમક્ષ રજૂ કરતાં હું આનંદ અને સંકાચની મિશ્રિત લાગણી અનુભવુ છુ. અને આ પ્રસંગે એટલું જ પ્રા છુ" કે મારા હાથે કશું અજીતુ ન થયુ. હાય.
આ વિકાસકથા તૈયાર થઈ શકી તેનેા ખરા યશ વિદ્યાલયના પચાસ વર્ષના રિપોર્ટના ધડવૈયાઆને તેમ જ વિદ્યાલયના દફતરને વિગતવાર સુવ્યવસ્થિત રાખનાર મહાનુભાવાને જ ઘટે છે. રિપોર્ટમાં તેમ જ દફતરમાં સંગ્રહાયેલી આ બધી સામગ્રી એટલી બધી સવિસ્તર, આધારભૂત અને સુવ્યવસ્થિત છે કે કુશળ લેખકને હાથે આના કરતાં વધુ વિસ્તૃત, વધુ માહિતીપૂર્ણ તેમ જ વધુ રોચક ઇતિહાસકથા તૈયાર થઈ શકે. હું જે કંઈ લખી શકયા તે આ રિપેર્ટા અને દફતરને આધારે જ. એટલે આ માટે સૌથી વિશેષ આભાર મારે આ રિપેર્ટો તૈયાર કરનાર તથા દફતર સાચવનાર મહાનુભાવાને માનવાના રહે છે.
આ અંગેની સામગ્રીનું અવગાહન કરતાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી, સદ્ગત સ્વનામધન્ય શ્રીમાતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયા, શેઠ શ્રી દેવકરણ મૂળજી વગેરે સમાજહિતચિંતકો તથા સંસ્થાના સ્ત ંભોના જે પ્રેરણાત્મક અને આહ્લાદકારી પરિચય થયા તે મનની એક પ્રકારની કાયમની સમૃદ્ધિ બની રહે એવે છે. એ જ રીતે વિદ્યાલયની યશનામી કાર્યવાહીનુ એક સુંદર-સુભગ-સુરેખ ચિત્ર મન ઉપર્ અંક્તિ થયેલુ છે. મારા માટે આ ઘણા મેાટા લાભની વાત છે.
આટલી બધી વિપુલ સામગ્રીમાંથી વિદ્યાલયની વિકાસકથાનું ચિત્ર ઉપસાવવા જતાં હકીકતદોષ રહેવા ન પામે એમ જ મહત્ત્વની અને તેાંધપાત્ર ઘટનાને ઉલ્લેખ કરવાનેા ન રહી જાય એ માટે યથાશકય તકેદારી રાખવાતા પ્રયત્ન તા કર્યાં જ છે, છતાં ઉપયોગી બીન-ઉપયાગી કેટલીયે પ્રવૃત્તિઓમાં સમય અને શક્તિ ઓછાં થઈ જવાને કારણે એમ જ છેલ્લા દિવસેામાં કરવી પડેલ ઉતાવળને કારણે આવા દોષ આમાં નહીં જ રહ્યો હાય એવું વિશ્વાસપૂર્વક કહેવાની હિંમત હું કરી શકું' તેવી સ્થિતિ નથી. એટલે આ બન્ને બાબતેા અંગે આ પુસ્તકમાં જે કંઈ ક્ષતિ રહી જવા પામી હાય એ માટે મારે બહુ જ નમ્રતાપૂર્વક ક્ષમા જ માગવાની રહે છે.
શ્રી કાન્તિભાઈ કારા તેા વિદ્યાલયની કાÖવાહીની માહિતીના ખેાલતા ખજાના જેવા જ છે. એમણે આમાં કેવળ સંસ્થાના મુખ્ય સચાલક તરીકેની ફરજ રૂપે જ નહી પણ આત્મીયભાવે જે સહાયતા કરી છે તેને લીધે જ આ વિકાસકથાની રચના હું કરી શકો છુ. આગમ પ્રકાશન વિભાગમાં અમારી સાથે અમદાવાદમાં કામ કરતા મારા સ્નેહી પડિત શ્રી હરિશંકરભાઈ અંબારામ પડવાએ આ કા માં માંમાગી ઘણી મદદ આપી છે. પૂજ્ય આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના અનન્ય અનુરાગી ભાઈ શ્રી મણીલાલ ત્રિકમલાલ શાહે પણ કેટલાક પ્રસંગોની વિગતા મને પૂરી પાડી છે. ઉપરાંત વિદ્યાલયના સ્ટાફના ભાઈશ્રી જયન્તીભાઈ વગેરેએ પણ મને જોઈ તા સહકાર આપ્યા છે. આ પુસ્તકમાં પૂજ્ય આચાર્યશ્રી વિજ્યવલ્લભસૂરિજી મહારાજની ચૈત્યવંદન મુદ્રાની જે સુદર છબી આપવામાં આવી છે તે વિ. સંવત ૧૯૯૯માં ખભાતની પ્રતિષ્ઠા ઃ ઉત્સવ વખતે
Page #14
--------------------------------------------------------------------------
________________
તા. ૨૪-૯-૧૯૪૨ના રોજ લેવામાં આવેલી છે. આ છબી આચાર્ય મહારાજના અનુરાગી અને મારા સ્નેહી ભાઈ શ્રી ભુરાભાઈ ફૂલચંદ શાહ તરફથી મળી છે. આ બધાયને હું ખૂબ ઋણી છું,
વિદ્યાલયના ઈતિહાસ સાથે સંખ્યાબંધ છબીઓ આપવામાં આવી છે તે આ ગ્રંથ પરથી જોઈ શકાશે, આમાં આદ્યપ્રેરક આચાર્યશ્રી તથા અન્ય મુનિવરેની, પેટ્રનની, મુખ્ય સંચાલકની, મુંબઈ તેમ જ શાખાઓનાં મકાનો તેમ જ વ્યવસ્થાપક સમિતિઓની, ખાસ ખાસ સમારંભોની વગેરે છબીઓ આપવામાં આવી છે. પેટ્રનની તેમ જ પહેલાંના કાર્યકરોની પૂરેપૂરી છબીઓ મેળવવાનો પ્રયાસ કરવા છતાં કેટલીક વ્યક્તિઓની છબીઓ પ્રાપ્ત થઈ શકી નથી, તેમ જ બે–ચાર વ્યક્તિઓ એવી પણ છે કે જેમણે પોતાની છબીઓ આપવાની અનિચ્છા દર્શાવી છે, આના લીધે નકકી કરેલ ધરણના પ્રમાણમાં આમાં કેટલીક છબીઓ ઓછી જોવા મળે એ સ્વાભાવિક છે. પણ આ માટે બીજો કોઈ ઈલાજ નહીં હોવાથી આમ થવા દેવું પડયું છે, એટલે ખુલાસો અહીં બસ થશે એમ માનું છું.
* આમાં જોવામાં આવતી ક્ષતિ તરફ મારું ધ્યાન દેરવાની વિનતિ સાથે વિકાસથા લખવાનું આલાદકારી અને જવાબદારીભર્યું કામ કરવાને મને બહુમૂલે અવસર આપવા બદલ હું ફરી વિદ્યાલયના સંચાલકોને અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. ભાદલપુર, અમદાવાદ-૬
રતિલાલ દીપચંદ દેસાઈ વિ. સં. ૨૦૨૪, માહ સુદિ પૂર્ણિમા
તા. ૧૪-૨-૧૯૬૮
ઉમેરે તથા સુધારા આ વિકાસકથામાં એક જરૂરી બાબતને નિર્દેશ કરવો રહી ગયું છે તેની નોંધ અહીં લેવી ઉચિત લાગે છે. વિદ્યાલયના શરૂઆતના ચૌદ વર્ષ સુધીના હિસાબની તપાસણી કરવાની માનદ ઓડીટર તરીકેની કાર્યવાહી ભાવનાપૂર્વક નીચેના ચાર મહાનુભાવોએ બજાવી હતી :–
૧ શ્રી મોહનલાલ ખોડીદાસ શાહ ૨ શ્રી નરોત્તમદાસ ભગવાનદાસ શાહ ૩ શ્રી ચંદુલાલ સારાભાઈ મોદી ૪ શ્રી ચીમનલાલ મોતીલાલ પરીખ
પૂ. આ. ભ. શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજે મુંબઈમાં પાંચ માસાં ક્યાં હતાં; પણ આ પુસ્તકમાં ૧૩૮મે પાને ચાર માસાં કર્યાનું લખ્યું છે, અને વિ. સં. ૧૯૯૧નું ચોમાસું કર્યાને ઉલ્લેખ કરવાનું રહી ગયું છે તે સુધારીને વાંચવા વિનતી છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
લેખ
૨૧
અનુ કમણિ કા પહેલે ખંડ
પૃષ્ઠ પ્રકરણ પહેલું: સ્થાપના અને શરૂઆત
વિકાસ માત્રની પહેલી જરૂરિયાત : જ્ઞાન–૪; અંગ્રેજી શાસનકાળ : વિદ્યાવિસ્તારને યુગ;
જ્યોતિર્ધરનું યુગદર્શન-૯; યુગદ્રષ્ટાના સંદેશવાહક-૧૧; વિદ્યાલયની સ્થાપના-૧૩; કાર્યની
શરૂઆત–૧૭; પ્રકરણ બીજું : બંધારણ
ઉદ્દેશનું સામાન્ય દિગ્દર્શન તથા કાર્યક્ષેત્ર–૨૨; સભ્યપ્રકાર–૨૩; વ્યવસ્થાપક સમિતિ-૨૩; ટ્રસ્ટીઓ-૨૪; ઉપસમિતિ-૨૪; વિદ્યાર્થીઓ-૨૫;સ્ટ વિદ્યાર્થીઓની જના-૨૬, ધાર્મિક સંસ્કાર
અને અભ્યાસ-૨૭; જૈન સાહિત્ય માટે ઉત્તેજન-૨૮; કન્યા છાત્રાલય-૨૮; જનરલ કમિટીએ
નિમેલ પહેલી મેનેજિંગ કમિટી-૨૯; પહેલું ટીમંડળ-૩૦; વિદ્યાલયનું રજિસ્ટ્રેશન–૩૦ પ્રકરણ ત્રીજુ મકાન પ્રકરણ ચોથું : વ્યવસ્થા તંત્ર
માનદ મંત્રીએ-૪૦; વચગાળાના માનદ મંત્રીએ-૪૦; ખજાનચીએ-૪૦; વચગાળાના ખજાનચીએ-૪૧; ટ્રસ્ટીઓ-૪૧; વ્યવસ્થાપક સમિતિના કાયમી સભ્ય-૪૨; વ્યવસ્થાપક સમિતિના સભ્યો
-૪૨; કાર્યપદ્ધતિ-૪૩ પ્રકરણ પાંચમું : અર્થવ્યવસ્થા
આવકના માર્ગો-પ૩; શેઠ શ્રી દેવકરણ મૂળજીનો અસાધારણ સહકાર-પ૭; લેન રિફંડ-૬૦; મુંબઈનું ઓલ્ડ બેઝ યુનિયન-૬૪; ખર્ચ માટે સંચાલકોની ખબરદારી-૬; ભાવનાનાં
નીરની સતત વર્ષ–૭; પ્રકરણ છ વિદ્યાલયની શાખાઓ
અમદાવાદ-શાખા–૭૨; પૂના-શાખા–૭૬; વડોદરા-શાખા–૭૭; વલ્લભવિદ્યાનગર (આણંદ) શાખાની તૈયારી–૮૧; શેઠ ગોકુળભાઈ મૂળચંદ જૈન હોટેલ–૮૩; મુંબઈમાં શાખા માટે
જમીન–૮૪ પ્રકરણ સાતમું : વિદ્યાર્થીઓ
પરદેશમાં તથા દેશમાં વિદ્યાલય બહાર અભ્યાસ–૯૦; ઘડતર માટે ચીવટ–૨૨: પન તથા બે સ્ટ-રકલરનો હકક મેળવનાર–૯૭; એક સ્ટ-કૅલરનો હક્ક મેળવનાર–૯૭; પેદન બનનાર કન્યાઓનું રિફંડ ૯૯
૪૯
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ આઠમું રૂ ધાર્મિક શિક્ષણ
૧
શ્રી મેઘજી સેાજપાળ ઉચ્ચ ધાર્મિક શિક્ષણ સહાયક કુંડ—૧૦૭
પ્રકરણ નવમું : સાંસ્કૃતિક પ્રવૃત્તિ
વ્યાયામનાં સાધના—૧૧૧; વાચનાલય તથા પુસ્તકાલય—૧૧૨; વિદ્યાર્થી મ`ડળ—૧૧૩ પ્રકરણ દસમુ* : સાહિત્ય પ્રકાશન
૧૧૨
વિદ્યાલયનાં પ્રકાશને ૧૧૯; શ્રી મેાતીચંદ કાપડિયા 'થમાળા—૧૨૧; આગમ પ્રકાશનયાજના—૧૨૩
પરિશિષ્ટ ૧ પેટ્રનની નામાવલી—૧૯૯
પરિશિષ્ટ ૨ ટ્રસ્ટ સ્કોલરાના સ્થાપકોની નામાવલી—૨૦૧
પરિશિષ્ટ ૩ કન્યા છાત્રાલયના આદ્ય સંસ્થાપકોની નામાવલી—૨૦૫ પરિશિષ્ટ ૪ લાન રિફંડની વર્ષવાર યાદી—૨૦૬ પરિશિષ્ટ ૫ પરિશિષ્ટ
પ્રકણ અગિયારમું : ખાસ સમારંભ અને ધટનાએ
સંસ્થાકીય સમાર્ંભા——૧૨૬; અભિનંદન સમારંભા—૧૩૨; નોંધપાત્ર ઘટનાઓ—૧૩૬; વિદ્યાલયના પ્રેરક વિદ્યાલયમાં—૧૩૭; ઉપસ’હાર—૧૪૦
શ્રદ્ધાંજલિ
૧૪૨
મહાપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી વિજયાનંદસૂરીશ્વરજી—૧૪૨; સાહસિક પિતાને ત્યાં જન્મ~૧૪૩; જૈન કુટુંબમાં ઉછેર અને કરુણાભરી સાહસિકતા~~૧૪૪; સયમને માગે સત્યની શોધ——૧૪૫; મત પરિવર્તન—૧૪૫; ધર્માંદ્ધાર અને આચા` ૫૬—૧૪૬; વિશ્વખ્યાતિ અને યુગદર્શીન—૧૪૬; સાહિત્ય સર્જન—૧૪૮; જ્ઞાન પ્રસારની ઝંખના—૧૪૯; સરસ્વતી મદિશના પ્રેરક પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી—૧૫૧; જન્મ અને દીક્ષા—૧૫૨; અભ્યાસ અને ગુરુભક્તિ—૧૫૪; દાદાગુરુના ચરણામાં; એમનેા સ્વર્ગવાસ—૧૫૬; ખાર વર્ષોં પ ંજાબમાં : ધર્મગુરુ તથા લાકગુરુ૧૬૧; વારંવાર પંજાબની યાત્રા—૧૬૫; ગુજરાનવાલાને છેલ્લી સલામ——૧૬૬; મારું પંજાબ મારું પંજાબ——૧૭;સમાજ ટકે તેા ધર્મ ટકશે ૧૭૧; મુંબઈ અને મુંબઈ મારફત આખા સમાજને લાભ—૧૭૩; અન્યસ્થાનાને લાભ—૧૭૮; અંતિમ વિદાય—૧૭૯; સરસ્વતી મદિરા અને સેવા મદિરા—૧૮૦; પ્રેરક વ્યક્તિત્વ; થાડાક પ્રસંગા——૧૮૧; અમૃતવાણીની થેાડીક સસ્વાણી—૧૮૪; અંજલિ—૧૮૫; સમતાના સાગર પૂજ્ય પ્રવક શ્રી કાંતિવિજયજી મહારાજ—૧૮૬; કર્તવ્યનિષ્ઠ પૂજ્ય આચાર્ય શ્રી વિજયલલિતસૂરિજી મહારાજ—૧૮૮; વિદ્યાલયના પ્રાણ શ્રી મોતીચ ંદભાઈ કાપડિયા—૧૯૦; વિદ્યાલયના કલ્પવૃક્ષ શેઠશ્રી દેવકરણ મૂળજી—૧૯૨; સનામધન્ય શેઠશ્રી મેાતીલાલ મૂળજી—૧૯૪; અન્ય મહાનુભાવેશ—૧૯૫; શ્રી મૂળચંદ હીર્—૧૯૬; શેઠશ્રી સારાભાઈ મગનભાઈ માદી તથા શ્રી ચંદુલાલ સારાભાઈ માદી—૧૯૬.
પરિશિષ્ટા :
૧૦૦
વિદ્યાલય હસ્તકનાં ટ્રસ્ટ સ્કોલરા સિવાયનાં અન્ય ટ્રસ્ટ ફંડા—૨૦૭ ઈનામી યોજનાએ તથા ઈનામે મેળવનારાએ—૨૦૮
૧૧૧
૧૨૫
Page #17
--------------------------------------------------------------------------
________________
લેખ
પર
પરિશિષ્ટ ૭ વિદ્યાર્થીઓનું વર્ગીકરણ તથા પરીક્ષાના પરિણામોની ટકાવારી–૨૫. . પરિશિષ્ટ ૮ વર્ષવાર જુદા જુદા વિષયના ગ્રેજ્યુએટ–૨૧૭ પરિશિષ્ટ ૮ કન્યા છાત્રાલયઃ પરીક્ષાનું પરિણામ, ગ્રેજ્યુએટ વર્ગીકરણ તથા શિષ્યવૃત્તિ–૧૮ પરિશિષ્ટ ૧૦ શ્રી મહાવીર લેન ફેડ–૨૧૯ પરિશિષ્ટ ૧૧ શ્રી દેવકરણ મૂળજી પરદેશ અભ્યાસ ફંડ–૨૨૦ પરિશિષ્ટ ૧૨ ગૃહપતિઓ–૨૨૦ પરિશિષ્ટ ૧૩ ધાર્મિક શિક્ષકે-૨૨૨ પરિશિષ્ટ ૧૪ ધાર્મિક પરીક્ષક–૨૨૩ પરિશિષ્ટ ૧૫ શાખા સમિતિના પૂર્વ તથા ચાલુ સભ્યો તેમ જ શાખા વિદ્યાર્થીગૃહની સંપર્ક સમિતિ –૨૨૪
બીજો ખંડ
લેખક ૧ કલ્યાણ લક્ષી વિચાર પૂજ્ય મુનિરાજ શ્રી ન્યાયવિજ્યજી ન્યાયવિશારદ ન્યાયતીર્થ ૧ ૨ મદન-ધનદેવ-રાસ પૂજ્ય પંન્યાસ શ્રી રમણિકવિજયજી ગણી ૩ ક્ષેમરાજ
શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ ૪ વશીકરણ વિદ્યા અને પુનર્જન્મ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી
મહારાજના શિષ્ય મુનિરાજશ્રી ચંદ્રશેખરવિજયજી. ૫. સંઘર્ષ
વૈદ્યરાજ શ્રી મોહનલાલ ચુનીલાલ ધામી. ૬. પાયાની કેળવણી
પૂજ્ય સાધ્વીજી શ્રી સદ્ગણાશ્રીજી. ૭ જ્ઞાન અને સ્વાનુભૂતિ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયજીપ્રેમસૂરીશ્વરજીના - એક વિચારણું. શિષ્ય પૂ. પં. શ્રી ભાનુવિજયજી ગણિશિષ્ય પૂજ્ય
મુનિશ્રી અમરેન્દ્રવિજ્યજી ૮ વિદ્યાર્થી અને શિક્ષકની યોગ્યતા
અને અગ્યતાની ભૂમિકા પૂજ્ય સાધવીજી શ્રી મૃગાવતી શ્રીજી. ૯ સ્નેહતંતુના તાણાવાણ પૂ. આ. ભ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વર પ્રશિષ્ય પૂ. પં.
શ્રી ભદ્રકવિજયજીના પ્રશિષ્ય પૂજ્ય મુનિશ્રી
ધુરંધરવિજયજી. ૧૦ ગુજરાતમાં સાંસ્કૃતિક ઘડતરનાં પરિબળે. શ્રી કુમારપાળ દેસાઈ
૧૨૩ ૧૧ ત્રણ રસ્તે “ શ્રી સુરેશ ગાંધી
૧૩૧ ૧૧ અભયસમકૃત
માનતુંગ–માનવતી–ઉપઈ સં. કનુભાઈ વ. શેઠ એમ. એ. ૧૨ મરજી મહાકવિ.
શ્રી મગનલાલ ડી. શાહ બાજીપુરાવાલા.
૧૦,
૧૧૩
૧૫૮
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૩ શ્રીમદ્ રાજચંદ્રની ‘અમૃત' કૃતિઃ દર્શનપ્રભાવક' મેાક્ષમાળા
૧૪ મદનરેખા
૧૫ અનાગ્રહી મહાવીરની સત્યસ`શેાધનની ઉદાર દિષ્ટ.
૧૬. કેટલીક પ્રાચીન કાવ્યકૃતિએ ૧૭ આર્ય જંબૂસ્વામી.
૧૮ જૈનદર્શનમાં યોગસાધના-એક અંગુલિનિર્દેશ.
૧૯
રૂપ-અપે
૨૦ આપણું સંસ્કારધન
૨૧
શ્રી વિદ્યાલયના વિદ્યાર્થી ઓને ૨૨ પંડિત શ્રી કીર્તિવિજ્યજી વિરચિત ક્રોધ-માન—માયાલેાભ ઉપ
૨૩ રાજ્યવાત્સલ્ય
૨૪
સ્વ. મહાપાધ્યાય શ્રીમદ્ યોવિજયજી ગણિ વિરચિત વિનયોટાસમઢાવાથ્ય (એક અજ્ઞાત કૃતિને ફૂંક પરિચય)
૨૬ વિદ્યાલય અંગે ઘેાડીક વિચારણા.
૨૬ જૈન વિદ્યાલય
२७
રાજા અને યાગી
૧૩
ડો. ભગવાનદાસ મનસુખલાલ મહેતા. શ્રીમતી જયાબહેન ાકાર
શ્રી રતિલાલ મકાભાઈ શાહ.
સ. પૂજ્ય પન્યાસ શ્રી રમણીકવિજ્યજી ગણી શ્રી બાપુલાલ કાળિદાસ સધાણી-ધીરબાલ’
સ. પૂજ્ય પંન્યાસ શ્રી રમણીકવિજયજી ગણી શ્રી સુમેધચંદ્ર નાનાલાલ શાહ
શ્રી નવીનચંદ્ર અજરામર દેશી.
૧૯૭
શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા
૨૦૨
પૂજ્ય મુનિરાજ શ્રી ચંદ્રપ્રભસાગરજી (ચિત્રભાનુ) ૨૦ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયધસૂરિજી
૨૧૯
પૂજ્ય મુનિરાજ શ્રી યશોવિજયજી.
શ્રી ડેા. વલ્લભદાસનેસીભાઈ મહેતા. શ્રી જય'તભાઈ એમ. શાહ. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ
૧૬૬
૧૭૧
ca
૧૭૬
૧૮૧
૧૯૦
૨૨૨
૨૨૫
૨૩૩
૨૩૬
૨૩૯
૨૪૧
Page #19
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયનું કામ મને યાદ છે કે ક્યારેક મેં વિચારેલું અને એ મતલબનું કહેલું કે મહાવીર જૈન વિદ્યાલયના પાયા બહુ મજબૂત છે, યુગની લાગણને અનુરૂપ છે અને તેની અનેક શાખાઓ વિસ્તરવાની પરિસ્થિતિ પણ છે.
આજે આપણે જોઈએ છીએ કે એ મક્કમ વિચારના અને દૂરદર્શી સ્થાપક અને સંચાલકેના પ્રયત્નને પરિણામે પાંચ વિશ્વવિદ્યાલયનાં ધામોમાં મહાવીર જૈન વિદ્યાલયનાં થાણાં છે; અને તે દ્વારા સેંકડો ગૃહસ્થ વિદ્યાર્થીઓ જુદી જુદી વ્યાવહારિક વિદ્યાઓની શાખાઓમાં નિષ્ણાત થઈ અનેક રીતે કામ કરે છે અને તેમાંના કેટલાક તો એવા પ્રતિભાશાળી થયા અને ક્યાત છે કે તેને લીધે માત્ર જૈન સમાજ જ નહીં, આખું રાષ્ટ્ર ગૌરવ અનુભવે.
પહેલેથી પરંપરાગત રીતે એક સંસ્કાર ચાલ્યો આવતો અને જેનું અસ્તિત્વ આજે પણ છેક ભૂંસાયું નથી; તે સંસ્કાર એ હતો કે સાધુએ દુન્યવી ગણાતી વ્યાવહારિક વિદ્યાએના પ્રસારમાં અને તે પણ ગૃહસ્થોને તાલિમ આપવાની બાબતમાં પડવું એ યોગ્ય નથી. આ સંસ્કારની વિરુદ્ધ જે બે વ્યક્તિઓએ (શાસ્ત્રવિશારદ વિધર્મસૂરિજી તથા આચાર્ય વિજયવલ્લભસૂરિજીએ ) સિંહગર્જના કરી અને જે અનેક રીતે ફળવાહી સિદ્ધ થઈ તે જોતાં હવે એવો અવસર દરેક સમજદાર અને ઉદાર દષ્ટિવાળા સાધુઓ અને આચાર્યો માટે આવી ગયા છે કે તેમણે સમાજના ઉત્થાન, વિકાસ અને દઢીકરણ માટે પોતાની બધી શક્તિઓ વિદ્યા, સાહિત્ય આદિના પ્રસારની દિશામાં સક્રિય કરવી.
મહાવીર જૈન વિદ્યાલયનાં પ્રસ્તુત પાંચ થાણું એ પણ હવે અપૂરતાં છે. ક્યારેક બનારસમાં એની એક શાખા સ્થાપવાનો વિચાર હતો. અત્યારે એ પ્રશ્ન બાજુએ રાખીએ તો પણ ગુજરાતમાં હવે બે નવી યુનિવર્સિટીઓ અસ્તિત્વમાં આવતાં વિદ્યાલયે એ દિશામાં પણ વિચાર કરવાનો રહેશે. સૌરાષ્ટ્રમાં કદાચ બે જગાએ વિદ્યાલયે જવાબદારી ઉપાડવી પડે, અને દક્ષિણ ગુજરાતમાં સુરતમાં જ. પણ વિદ્યાલયનું કામ આટલાથી પણ પૂરું થવાનું નથી. જેમ જેમ એના સંચાલકો અને વિચારશીલ સહાયકે આ દિશામાં વિચારશે તેમ તેમ એમને એનું વિશાળ કાર્યક્ષેત્ર ધ્યાનમાં આવ્યા વિના રહેવાનું નથી.
આ રીતે છેલ્લાં સાઠેક વર્ષમાં જૈન સમાજે વિદ્યાઓની પ્રાપ્તિની બાબતમાં જે સફળતા મેળવી છે તેનાં પ્રેરક બળો અનેક હતાં અને છે; પણ ધ્યાન ખેંચે એવો પુરુષાર્થ તો ઉપર સૂચવેલ બે સાધુપુરુષને જ હતો, જેને હું અમુક અંશે સાક્ષી પણ છું.
મહાવીર જૈન વિદ્યાલયે ઉચ્ચ વિદ્યાઓના શિક્ષણ ઉપરાંત બીજાં બે કામ પણ પ્રથમથી વિચારી રાખેલાં તે હાથમાં લીધાં જ છે. અલબત્ત, આ બે કામો જરા પાકે પાયે તો કાશીમાં જ શરૂ થયેલાં. તેમાંનું એક ગ્રંથપ્રકાશન, અને બીજું ધર્મ તથા તત્ત્વજ્ઞાનનું શિક્ષણ. મહાવીર જૈન વિદ્યાલયના કાર્યપ્રદેશમાં આ બે કામો આવે છે, છતાં એ એક રીતે ગૌણ છે. તે પણ વિદ્યાલય આ બાબતમાં મગરૂર હોઈ એણે એ બન્ને કામોનો પ્રવાહ ચાલુ રાખે જ છે. અને હમણાં હમણું તો એણે સૌનું ધ્યાન ખેંચે અને વિશેષ ઉપયોગી બને એવાં આગમગ્રંથનાં તથા અન્ય પ્રકાશનો પણ કર્યા છે.
- પંડિત શ્રી સુખલાલજી
પ
Page #20
--------------------------------------------------------------------------
________________
સમાજની નજરે વિદ્યાલય
(ડાક અભિપ્રાયે) પૂજ્ય આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજી અમદાવાદ નિડરપણે રહી સ્થાપન કરાવી. એમાં સૌથી મોખરે
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંસ્થા પોતાનાં પ૦ વિદ્યાધામ શ્રી મહાવીર જૈન વિદ્યાલયનું નામ આવે વર્ષ પૂરાં કરે છે. વ્યાવહારિક જ્ઞાન માટેની સંસ્થાઓ- છે, એ વિશેષ હર્ષની વાત છે. માં આ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંસ્થા અજોડ વિદ્યાનું ધામ શ્રી મહાવીર જૈન વિદ્યાલય વટઅને મુખ્ય સંસ્થા છે, અને પચાસ વર્ષમાં તેમાંથી વૃક્ષની જેમ દેશ-વિદેશ અને નગરાનગરમાં પોતાની અનેક રન પણ નીકળ્યાં છે. આ સંસ્થાની મુખ્ય શાખાએાને ફેલાવતું ચિરકાલ સુધી જતું રહે વિશિષ્ટતા એ છે કે તેના સંસ્થાપક પંજાબ કેસરી અને અજ્ઞાનાંધકારને ફગાવવા મધ્યાહ્ન સર્યનું કામ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે તથા કરતું કરતું જૈન યુનિવર્સિટીનું નામ ધરાવી ગુરુદેવ તેના કાર્યકર્તાઓએ વ્યાવહારિક જ્ઞાન આપવા આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયવલભસૂરીશ્વરજી સાથે જનધર્મના સંસ્કાર અને શ્રદ્ધા ટકાવવા મહારાજશ્રીની અંતિમ ભાવનાને સફળ કરતું જૈન આચારપરિપાલન સાથે આધ્યાત્મિક જ્ઞાન પાયામાં શાસન દીપાવતું પિતાનો વિજયવાવટો વિશ્વભરમાં ખાસ રાખેલ છે, અને તેથી જ તેમાંથી રને અને ફરકાવતું શ્રી ગુરુદેવના અને પિતાના શુભ નામને તેની જે ઉજજ્વળતા દેખાય છે તે આ સંસ્થાએ અમર બનાવે એ જ મારી શુભ કામના શુદ્ધાન્ત;પાયામાં રાખેલ ધાર્મિક સંસ્કારને આભારી છે. કરણથી છે. આ સંસ્થા દિનપ્રતિદિન ઉત્કર્ષ સાથે એવા અમારા પૂમુનિરાજ શ્રી પુણ્યવિજયજી અમદાવાદ અંતરના શુભાશિષ છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપનાના પૂ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી બાત પ્રારંભ સમયથી શરૂ કરી આજ પર્યત શેઠ દેવકરણ
પરમપૂજ્ય ગુરુદેવ આચાર્ય ભગવંત ૧૦૦૮ શ્રીમદ્દ મૂળજી, ભાઈશ્રી મોતીચંદ ગિરધર કાપડિયા સેલીવિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે જૈન સમાજની સીટર આદિ અને તમારા જેવા કુશળ કાર્યકરોએ -શ્રીસંઘની નાડ તપાસી અનાનાંધકારને દૂર કરવા અનેક સમ-વિષમ પ્રસંગે વટાવી વિદ્યાલયને ઉત્તરસારૂ અને પિતાના પરમગુરુદેવ પંજાબ દેશદ્ધારક તર વર્ધમાને સ્વરૂપે પ્રગતિમાન રાખવા માટે જે ન્યાયાંનિધિ ૧૦૦૮ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી કૌશલ દાખવ્યું છે તેવું જ કૌશલ સદા માટે (આત્મારામજી) મહારાજશ્રીના વચનને પૂર્ણ કરવા સવિશેષરૂપે તમે સૌ કાર્યકરે રાખશે. સારૂ કોઈ પણ જૈન બચ્યું સમ્યફ શિક્ષણ અને વિદ્યાલયના કુશળ સંચાલકોએ શિક્ષણ ઉપરાંત રોટી વિના ન રહે અને સાચે જૈન–કર્તવ્યથી વિવિધ પ્રકારના વિશિષ્ટ સાહિત્ય પ્રકાશન તેમ જ જેન–અને એ શુભ ઉદ્દેશથી અજ્ઞાનતિમિરને મટાડવા જૈન આગમોના વિશિષ્ટ પ્રકાશન માટે જે જવાબદારી જ્ઞાનજનના સમાન ગુરુકુલ-કેલેજે, હાઈસ્કૂલે, પોતાને શિરે રાખી છે, એ મહાવીર વિદ્યાલયના કુશળ વિદ્યાલયે આદિ શિક્ષણ સંસ્થાઓ પ્રતિકૂળ વાત- સંચાલકોની વ્યાપક વિચારશીલતા અને કારકીર્દીનું વરણું હોવા છતાં પોતાના પ્રભોવશળી ઉપદેશથી' ઉજજવેલ પાસું છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની ઉજજવલ કારકીર્દીના સાક્ષિરૂપ શહેરમાં ફેલાઈ રહી છે. આ મહાન સંસ્થાએ સેંકડો આ મહાન ઉત્સવ પ્રસંગે એક વાત સચવવાનું મન તેજસ્વી સંસ્કારી સેવાભાવી ભિન્ન ભિન્ન વિષયના થાય છે કે વિદ્યાલયના વિજ્ઞ અને પુરુષાર્થશાલી નિષ્ણાત સ્નાતકે સમાજને ચરણે ભેટ આપ્યા છે, કાર્ય કરો જૈન ચેરની સ્થાપના કરી તેનું સંચાલન કરે સેંકડો કન્યાઓને ઉચ્ચ અભ્યાસ માટે સહાયતા તે એ વિદ્યાલયની ઉજજવલ કારકીર્દી માટે મહત્ત્વનું આપી છે. અને જૈન સાહિત્યના ઉત્તમ ગ્રંથો પ્રસિદ્ધ બની રહેશે.
કર્યા છે, અને તાજેતરમાં આગમ પ્રકાશન યોજના પૂ. મુનિ શ્રી જિનભદ્રવિજયજી મહારાજ, બડેલી પણું હાથ ધરી છે. આ રીતે વિદ્યાલયે જૈન સમાજને * શ્રી મહાવીર જૈન વિદ્યાલય પરમાત્માની કૃપા ગૌરવવંત બનાગ્યો છે. અને કાર્યકર્તાઓની ધગશ તેમ જ શ્રીસંઘના શેઠશ્રી ભોળાભાઈ જે. દલાલ , મુંબઈ સહકારથી સુવર્ણ મહોત્સવ ઊજવવા ભાગ્યશાલી શ્રીમદ્ આચાર્ય વિજ્યવલ્લભસૂરિની પ્રેરણાથી થયું છે. આ વિદ્યાલય જેમ વડના બીમાંથી મોટું શ્રી મહાવીર જૈન વિદ્યાલય અસ્તિત્વમાં આવ્યું. વડનું ઝાડ ફાલે તેમ ફાવ્યું છે. વિદ્યાલયમાં રહેલા અને તેમાં સૌષ્ઠવ, ગૌરવ, અને પ્રાણનો સંચાર વિદ્યાર્થીઓ પાછળ ઘણો જે મોટે ખર્ચ કરવામાં ભાઈશ્રી મોતીચંદ ગિરધર કાપડીઆ તથા ભાઈશ્રી આવે છે તે ઉપરાંત વિદ્યાલયની મદદથી બેંગલોર, ચંદુલાલ વર્ધમાન શાહે કર્યો તે ઘણો જ પ્રશંસાબનારસ, કલકત્તા વગેરે ઠેકાણે પણ. જુદા જુદા પાત્ર છે. કેળવણી–વિદ્યાદાન દ્વારા જૈન કોમ, જૈનઅભ્યાસ કરવા સારૂ વિદ્યાર્થીઓને વિદ્યાલયના ખર્ચે ધર્મ, જૈન સાહિત્ય તથા સંસ્કૃતિની અમર ઇમારત મોકલવામાં આવે છે. વળી વિદ્યાલયની એવી ઈચ્છા ઊભી કરી છે. તેમાં વૃદ્ધિ કરનાર દરેક વ્યક્તિને મારા છે કે આર્થિક મુશ્કેલીને લીધે કોઈ પણ યોગ્ય વિદ્યાર્થી તરફથી ધન્યવાદ આપું છું તથા સુવર્ણ મહોત્સવ અભ્યાસથી વંચિત ન રહે. આ બાબતમાં આર્થિક પ્રસંગે મારા અંતરના આશીર્વાદ તથા શુભેચ્છા સ્થિતિને પહોંચી વળવા માટે શ્રી સંઘને વિદ્યાલય પાઠવું છું. પ્રભુને પ્રાર્થના કરું છું કે આવી જૈન તરફ વારંવાર જેમ ધ્યાન આપે છે તેમ આપવાની. સંસ્થા જૈન સંસ્કૃતિની સ્મૃતિ તરીકે કાયમ રહે. જરૂર છે. આ પ્રમાણે થવાથી ભવિષ્યમાં હીરક શેઠશ્રી કરતુરભાઈ લાલભાઈ અમદાવાદ ભરોસવ વખતે વિદ્યાલય પોતાનું વધારે કાર્યો પચાસ વર્ષ કે ઈ સંસ્થા જીવંત રહી આગળ બતાવી શકે. વળી વિદ્યાલયની મદદથી અભ્યાસ કાર્ય કરતી રહે તે ગૌરવની વાત છે. વધારે ગૌરવની કરનાર વિદ્યાર્થીઓમાંના કેટલાક રાજનીતિનું અધ્ય- વાત તો એ છે આ સંસ્થાના ટેકાથી ઘણીએ થન કરતા થાય અને આગળ જતાં રાજકારણમાં વ્યક્તિઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકી અને સમાજમાં ભાગ લઈ સરકારની મત્સ્ય ઉદ્યોગ જેવી પ્રવૃત્તિઓને તે વ્યક્તિઓ આજે ઉંચું સ્થાન ભોગવે છે અને . અટકાવવા સમર્થ બને એવી શુભેચ્છા છે. પિતાને મળેલા સુશિક્ષણનો લાભ સમાજને આપે પૂ. સાધ્વીજી શ્રી મૃગાવતી શ્રીજી મહારાજ મુંબઈ છે. આ સંસ્થાની એક વિશિષ્ટતા એ છે કે તેની
પૂ. આચાર્યશ્રીના ઉપદેશથી સ્થાને સ્થાન પર આવી શાખાએ આજે અમદાવાદ, વડોદરા, આણંદ વિદ્યાનાં ધામો અને જ્ઞાનની પરબ પંજાબ, રાજ- અને પૂનામાં પણ છે. આવી વિકસિત પ્રવૃત્તિવાળી સ્થાન, યુ. પી., ગુજરાત આદિ દેશમાં ચાલી રહી ભાગ્યે જ કોઈ સંસ્થા હોય છે. આ પ્રવૃત્તિ છે, તેમાંથી શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંસ્થાપિત ' યશ આ સંસ્થા માટે તન મનથી કાર્ય કરતા સંચા, સંસ્થાઓમાં મોખરે છે. આજે દિન પ્રતિદિન તેનું લકોને જ આપી શકાય. તેમની ધગશ અને ઉત્સાહ મૂલ્યાંકન વધી રહ્યું છે. અને વટવૃક્ષની જેમ તેની વિના આ સંસ્થા ફાલી શકત નહીં. આજે આ શાખાએ અમદાવાદ, વડોદરા, પૂના, આણંદ આદિ પ્રસંગે આપણે તેમની સેવાઓની કદર કરવી એચ.
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૭*
છે અને આપણે આશા રાખીએ કે આ સંસ્થા સમાજ શ્રી મહાવીર વિદ્યાલયનો ચિરઋણ રહેશે આવા સેવકથી વંચિત રહેશે નહિ.
એમાં શક નથી. તેનું અનુકરણરૂપે અન્ય સંસ્થાઓ શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી મુંબઈ પણ કાર્ય કરતી થઈ તે પણ તેની સફળતાની
શ્રી મહાવીર જૈન વિદ્યાલયે મુંબઈ શહેરના નિશાની છે. મારી પત્નીની બિમારીને પ્રસંગે મને શિક્ષણક્ષેત્રે મહત્વનો ફાળો આપ્યો છે—ખાસ કરીને જે અનુભવ થયો તે તો ખરેખર આંખ ઊઘાડી દે જૈન વિદ્યાર્થીઓ માટે. ભવિષ્યમાં આ સંસ્થા એની તેવા હતા. હું જે જે નામાંકિત દવાખાને ગયો. ઉપયોગિતા જાળવી રાખે એ મારા શુભાશિષ છે.
છે. ત્યાં ત્યાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં ભણી ગયેલા
અનેક દાક્તરે જોયા-જાણ્યા અને મને થયું કે પં. શ્રી બેચરદાસ જીવરાજ દોશી અમદાવાદ
સમગ્ર મુંબઈને માટે તો આ વિદ્યાલય આશીર્વાદ . બીજમાંથી જેમ વૃક્ષ ઊગે, વધે અને સોને
રૂપ છે. તે જ પ્રમાણે અન્યત્ર પણ દાક્તરો કે પિતાને શીતળ છાંયે તથા મધુર ફળ આપે તેમ
એન્જિનિયરો જે સાર્વજનિક સેવાઓમાં રત છે, સંસ્થાએ પિતાની બીજ રૂપ મૂળ સ્થિતિમાંથી
તેમાંના ઘણું મહાવીર વિદ્યાલયના છે—એ પણ અંકુરરૂપે પ્રગટી સમાજની ઉદારતાનાં ખાતર પાણી વડે પોષણ પામી વર્તમાનમાં એક ઘટાદાર અને
જાણી શકાયું છે. આમ મહાવીર વિદ્યાલયે માત્ર
જૈન સમાજની જ સેવામાં ફાળે નથી આ પણ મધુર ફળ આપનાર વક્ષનું રૂપ ધારણ કરેલ છે તે
સમગ્ર ભારતની સેવા કરી છે, માનવસમાજની સાથે સમાજને પિતાને શીતળ છાંયે આપી મધુર
સેવામાં અમૂલ્ય ફાળો આપે છે એમ કહી શકાય. મધુર ફળે પણ ચખાડવા માંડ્યાં છે. સંસ્થાએ
શ્રી મહાવીર જૈન વિદ્યાલયે આગમ પ્રકાશનનું મહઆજ સુધીમાં સમાજની અને દેશની સેવામાં અનેક
ત્વનું કાર્ય ઉપાડયું છે તે જે પૂર્ણ થાય તો તેની કુશળ એંજિનિયર તથા ડોકટરો પૂરા પાડવા સાથે
યશકલગીમાં અપૂર્વ તેજ આવશે, એમાં શંકા નથી. ચતુર સાહિત્યશાસ્ત્રીઓ પણ પૂરા પાડ્યા છે અને
વિદ્યાલયની પ્રવૃત્તિ વિકાસ પામે અને ઉત્તરોત્તર પિતાનું નામ “મહાવીર જૈન વિદ્યાલય” સાર્થક
વધારે છાત્રો તેનો લાભ લે તેવું થાય તો વિદ્યાકરેલ છે. જમાને વિજ્ઞાનપ્રધાન છે એટલે ઉત્તમ
લય દ્વારા ભાવી ભારતના નિર્માણમાં એક મહત્વને રસાયન શાસ્ત્રીઓ, અર્થશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ,
ફાળો જૈન સમાજ મારફત થશે એમ મારું માનવું છે. અને કાયદાશાસ્ત્રીઓ વિના સમાજનાં અનેક કાર્યો અટકી પડે છે. આ રીતે વિચારતાં મહાવીર જૈન શેઠશ્રી કેશવલાલ લલુભાઈ અમદાવાદ વિદ્યાલયે જે ફાલ ઉતારેલ છે તે સમાજ અને દેશ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના કાર્યકર્તાઓ માટે અત્યંત ઉપયોગી છે. એટલે એમ કહેવું જોઈએ ઉત્સાહપૂર્વક તેનો સુવર્ણ મહોત્સવ ઊજવે છે. તેમ કે મહાવીર વિદ્યાલયે આજ સુધીની પોતાની કાર જ ઉત્સાહથી તેને આવા સારા વહીવટદારો દરેક કિર્દીમાં સમાજ અને દેશને પિતાનાં અનેક મધુર રીતે વધારે ને વધારે ઉન્નતિ પમાડે અને વિદ્યાલય ફળો ચખાડ્યાં છે એ શક વિનાની વાત છે. મહા- હજી પણ વધારે ફાલે-ફૂલે એવી અભિલાષા. વીર વિદ્યાલય જૈનધર્મને પૂરેપૂરું વફાદાર રહીને શ્રી રવિશંકર રાવળ
અમદાવાદ જ પોતાની પ્રવૃત્તિ કરી રહેલ છે અને સમાજ દ્વારા શ્રી મહાવીર જૈન વિદ્યાલયે જૈન કેમ માત્ર ઉદારતાપૂર્વકનું પોષણ મેળવી પોતાના નામને દ્રવ્યની જ સાધના કરે છે એવી લેકવાણીને ખોટી * સાર્થક કરી જ રહેલ છે.
પાડી છે. વર્ષોવર્ષ આપ જે વિદ્યાર્થી-સમુદાયને પં. શ્રી દલસુખભાઈ માલવણિયા ટેરેન્ટે જ્ઞાનોપાર્જન માટે સહાય કરતા રહ્યા છે તેને લઈને - જૈન સમાજના કેળવણીના ક્ષેત્રે જે સૂઝબૂઝથી સંખ્યાબંધ સુશિક્ષિત નરનારીઓને સમાજ આગળશ્રી મહાવીર જૈન વિદ્યાલયે કામ કર્યું છે તે માટે આવ્યા છે અને તે જ સાચી જૈન વૃત્તિથી
Page #23
--------------------------------------------------------------------------
________________
વિશ્વમાં ઉપકારક સંસ્થાઓ અને કાર્યો સંભાળી સંસ્કાર અને સંશોધન ક્ષેત્રે જૈન સમાજની અસારહ્યા છે. અહિંસાવૃત્તિથી પ્રાણીમાત્ર પ્રતિ સદ્ભાવ ધારણ સેવા કરી છે. સુવર્ણ મહોત્સવ ગ્રંથ, એક અને સમભાવ સ્થાપનાર ભારતપિતા ગાંધીજીના રીતે જોઈએ તો, એ કીમતી સેવાના સરવૈયા જેવો નૂતન આદર્શોમાં જૈન કોમ અગ્રણી રહી છે. આરોગ્ય છે. એમાં પ્રગટ થતી લેખસામગ્રી તેમ જ ચિત્રદાન, અનદાન અને વિદ્યાદાનમાં નામના કરનાર સામગ્રી અભ્યાસીઓ અને જનતાને હમેશ માટે જૈન અગ્રણીઓને ધન્યવાદ હો !
ઉપયોગી થશે. સુવર્ણ મહોત્સવ, સંસ્થાના ઉત્કર્ષનું છે. શ્રી ઉમાકાંત પ્રેમચંદ શાહ વડેદરા એક સીમાચિહ્ન છે. એ ઉત્કર્ષ માં ઉત્તરોત્તર વૃદ્ધિ
વિદ્યાલય સાથેના આજ સુધીના મારા સંબંધના થાઓ એ શુભેચ્છા. અનુભવે હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે સંસ્થાના શ્રી રતિલાલ મણિલાલ નાણાવટી મુંબઈ નાના-મોટા કાર્યકર્તાઓ ઉદાર દષ્ટિબિંદુ ધરાવનાર દેશભરમાં આવી જદી જુદી સંસ્થાઓમાં રહેવાઅને સેવાભાવી છે. આવા કાર્યકરે મળવા એ જૈન ને લાભ મેળવી કેટકેટલાયે વિદ્યાથીઓ શાસ્ત્રોનું સમાજનું તેમ જ વિદ્યાલયનું અહોભાગ્ય છે. સંસ્થા જ્ઞાન પ્રાપ્ત કરે છે, છતાં પણ આ શ્રી મહાવીર જૈન પોતાની પ્રવૃત્તિઓ મુંબઈ બહાર આણંદ, પૂના, વિદ્યાલયની પ્રતિષ્ઠા કંઈક અનોખી છે. આ વિદ્યાલય અમદાવાદ, વડોદરા ઇયાદિ સ્થળોએ વિકસાવતી જાય અજોડ, બેનમૂન અને વિખ્યાત છે, કારણ કે બીજી છે, અને જૈન સમાજની સેવા સાથે સાથે એક રીતે સંસ્થાઓના કરતાં આ સંસ્થાની કાર્યવાહી તેના ભારતીય સમાજની અમૂલ્ય સેવા બજાવતી જાય છે, વિશિષ્ટ પ્રકારના ધારાધે રણુ બંધારણ અને આદર્શ તેને માટે સંસ્થાને ધન્યવાદ ઘટે છે.
એ મુજબ કામ કરી રહી છે. સંસ્થાએ આગમ પ્રકાશનનું જે કાર્ય ઉપાડ્યું સમસ્ત જૈન સંઘનું દાન તેમાં પ્રસરેલું હોવાથી, છે તે ફક્ત જૈન સમાજ કે જૈન વિદ્વાનોને જ ઉપકારક આ સંસ્થાની કાર્યવાહક સમિતિ તેના ઉપર પોતાના છે એટલું જ નહીં પણ આ કાર્ય ભારતીય સંસ્કૃતિના બાળકની માફક માવજત કરે છે. અને સમિતિના સર્વે દેશી તથા પરદેશી વિદ્વાનોને અત્યંત ઉપયોગી સભ્ય સદાયે જાગૃત અને કાર્યશીલ રહે છે. આજે થઈ પડશે. આ સંસ્થા હવે જૈન કલા અને સંસ્કૃતિ હવે સુવર્ણ જયન્તી ઊજવવાના ઉજજવળ પ્રસંગે, વિષયક પ્રમાણભૂત ગ્રંથોના પ્રકાશનનું કાર્ય શરૂ કરે તે સમિતિએ વધુ પ્રગતિશીલ થઈ સંસ્થાને વધુ વિકાસ ઈચ્છવા યોગ્ય છે. જૈન કલા અને સંસ્કૃતિએ ભારતીય સાધવા માટે યોજનાઓ સમાજ પાસે રજૂ કરી છે કલા અને સંસ્કૃતિના વિકાસમાં જે અમૂલ્ય ફાળો તે માટે સમિતિના તમામ સભ્યો અને કાર્યકર્તાઓને આપ્યો છે તે વ્યવસ્થિતપણે પ્રકાશમાં આવવો જોઈએ. મારા હાર્દિક ધન્યવાદ આપું છું. ડો. શ્રી હરિવલલભ ચૂ. ભાયાણી અમદાવાદ આવાં વિદ્યાલયમાં આદર્શ ચારિત્ર્ય ઘડી શકાય
શ્રી મહાવીર જૈન વિદ્યાલય તેની વિદ્યાવર્ધનની છે, માનવતાના તેમ જ સારા સંસ્કારોનું સિંચન યશસ્વી કારકિર્દીનાં પચાસ વર્ષ પૂરાં કરે છે તે કરી શકાય છે. સાથે સાથે ઉચ્ચ કક્ષાએ શિક્ષણ બધા વિદ્યાપ્રેમીઓ માટે આનંદનો પ્રસંગ છે. વિદ્યા મળતાં સાધમાં ભાઈ-બહેનોને જીવન ગુજારવાની લયનું શિક્ષણ ને સંશોધનની વૃદ્ધિ અને પુષ્ટિનું હામ મળે છે. મહાવીર પ્રભુજીના આદેશ મુજબ પ્રશસ્ય કાર્ય વધુ અને વધુ પ્રમાણુ અને વેગ ધારણું જીવન જીવી શકાય છે અને ભાવી જીવનને ઊજળું કરતું રહે એવી હાર્દિક શુભેચ્છા તેના સુવર્ણ બનાવી શકાય છે. બદલાતા જતા નવા યુગની મહોત્સવ પ્રસંગે હું વ્યક્ત કરું છું.
જમાનામાં પુરુષાર્થ કરે ખૂબ જ જરૂરી છે. હે શ્રી ભોગીલાલ જ. સાંડેસરા વડેદરા વાડ વિના વેલે ચઢી શકતો નથી, તેમ સમસ્ત
છેલ્લાં પચાસ વર્ષમાં આ સંસ્થાએ શિક્ષણ, જૈન સમાજના બાળકને સંસ્કારી બનાવી તેમને
Page #24
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક સંસ્કાર આપવા હોય તે મહાવીર જૈન ધાર્મિક, શૈક્ષણિક વગેરે વિવિધ ક્ષેત્રે પ્રવૃત્તિઓ હાથ વિદ્યાલય જેવી સંસ્થાઓની જરૂર છે.
ધરી હરણફાળે યશસ્વી કાર્યકીર્દી સાથે અરધી સદી વિદ્યાલયે આદરેલી તમામ પ્રવૃત્તિઓમાં ખાસ કરતાં વિશેષ સમયથી પ્રગતિ-કૂચ કરતી રહી છે તે ધ્યાન ખેંચે એ એમનો સાહિત્યપ્રકાશન વિભાગ નિમિત્તે સંસ્થા સુવર્ણ–મહેસવ ઊજવે છે એ છે. મૂળ જૈન આગમ ગ્રંથને સસંપાદિત અને સમગ્ર જૈન સમાજ માટે આનંદ અને ગૌરવને પ્રસંગ સુસંશોધિત રૂપમાં પ્રગટ કરવાની તેમની યોજના છે. શ્રી સંઘના ઉદાર સહકાર તેમ જ વ્યવસ્થાપક સમાજમાં ખૂબ જ લાભકારક બની છે અને પ્રશંસાને –ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાઓની મમતાભરી લાગણી. પાત્ર બની છે.
નિરપેક્ષ ભાવના અને અથાગ પરિશ્રમના પ્રતીકરૂપે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ મુંબઈ આ સંસ્થા–ઉદ્યાન પૂર્ણ કળાએ વિકસતું રહ્યું છે.
જૈન સમાજની આ એક મહાન સંસ્થા છે શ્રી દુર્લભજી કે. ખેતાણી - મુંબઈ અને ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહી છે. મુંબઈ, વડોદરા, કેળવણીના ક્ષેત્રે, એ મહાન આચાર્યશ્રીની પણ અમદાવાદ, આણંદ તથા પૂનામાં વિદ્યાલય દ્વારા એમાં પ્રેરણું હતી. હજારોની સંખ્યામાં વિદ્યાર્થીલગભગ ૪૫૦ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ લે છે. ઓએ આ સંસ્થાનો લાભ લઈ, જીવનમાર્ગ ઉજજવળ વિશેષ આનંદ એ છે કે વિદ્યાર્થીઓને અપાતી લેન કરીને સમાજની સમૃદ્ધિમાં અમૂલ્ય હિસ્સો આપે સારા પ્રમાણમાં દર વર્ષે ભરપાઈ થાય છે, જેથી છે. મહાવીર જૈન વિદ્યાલય એ જૈન સમાજનું સંસ્થાના વિકાસમાં કાયમી આવક રહે છે, અને ગૌરવ છે. સંસ્થાને વધુ સહકાર મળતાં બીજી બીજા વિદ્યાર્થીઓને લાભ મળે છે. ભૂતપૂર્વ વિદ્યા- શાખાઓ ખોલીને અન્ય સ્થળે પણ ઉપકાર કર્યો થઓ સંસ્થા પ્રત્યે મમતા રાખી તેની પ્રગતિ કરવામાં છે. તેથી સમાજની પ્રશંસાને પાત્ર બનેલ છે. ઉત્તસારો ફાળો આપે છે.
રોત્તર ચુનંદા કાર્યકરોએ દીર્ધદષ્ટિ રાખી સંસ્થાને પં. શ્રી લાલચંદ્ર ભગવાન ગાંધી વડોદરા વિકસાવી છે તેથી તેઓ સહુ આખા સમાજના વ્યાવહારિક સાથે આવશ્યક ધાર્મિક શિક્ષણ
અભિનંદનને પાત્ર છે. શિક્ષણ ક્ષેત્રે આવતાં પચાસ આપવાની સંસ્થાની દીર્ઘ દૃષ્ટિભરી ચેજના છે. ઉચ્ચ
વર્ષ પણ ઉજજ્વળ કારકિર્દીનાં જાય એ પ્રભુ પ્રત્યે કક્ષામાં અભ્યાસ કરતી બહેનોને પ્રેત્સાહન આપ
પ્રાર્થના છે. વાની પણ જના છે. જૈન આગમોને સંશોધનાત્મક શ્રી ભંવરમલજી સીંધી
કલકત્તા વ્યવસ્થિત રૂપમાં પ્રકાશિત કરવાની ભવ્ય ભાવનાત્મક इस विद्यालयका जैनधर्म और समाजकी उन्नति યોજના છે. સંસ્થાની વ્યવસ્થાપક સમિતિ, ઉંચ્ચ નો શૌર નિતના થાવાન રહા હૈ, યસ હિરે પ્રકારના દીર્ઘદશી સુપ્રતિષ્ઠિત અનુભવી મહાનભાવોની રચાયેલી છે, જેણે સંસ્થાની ઉત્તરોત્તર ઉન્નતિ
- इसका नाम जैन समाजके इतिहासमें सदाके लिये પ્રગતિ કરી સંસ્થાનો યશસ્વી ઈતિહાસ રચ્યો છે. ઐતિ રહેગા સમાન યુવોને ૩૨ રિક્ષા શ્રી ખુશાલભાઈ ખેંગારભાઈ મુંબઈ પ્રચાર-પ્રસાર મેં વિદ્યાર્ચથી શોરણે પૈસુત
સમયને અનુરૂપ જૈન સમાજને સર્વાગી વિકાસ મરવ q સેવા ક્રાર્ય ક્રિયા કયા હૈ રુત યુવોનૈકે થાય એ કેવળ ઉદ્દેશથી સ્વ. આચાર્યપ્રવર શ્રી વલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબની આંતર પ્રેરણા અને અદમ્ય ભાવનાના બીજ રૂપ સને ૧૯૧૫ની સાલમાં અસ્તિત્વમાં આવેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલય દૃા શ્રેય વિચારથ હી હૈ. વિચારોને અનેક તેની શાખા-પ્રશાખાઓ સાથે ઉચ્ચ વ્યાવહારિક, ૩-ગરછે પંડિત પુર્વ વિદ્વાનોં સહયોગાણે જૈન
Page #25
--------------------------------------------------------------------------
________________
ધર્મ અદાચ મૌરાણિ-ચાર જે સ્ટિં સુવા- પ્રાંતમાં જે શિક્ષણ સંસ્થાઓ પાણી, તેમાં પણ વા કાર્ય છિયારે વાતવ. વિજ્ઞાથને મુંબઈનું શ્રી મહાવીર જૈન વિદ્યાલય અગ્રસ્થાનમાં
છે. અનેકવિધ તડકા-છાયા વચ્ચેથી પસાર થયેલ ધર્મઝરાર પર્વ સમાગ વાળી 5 અરર્જાય આ સંસ્થા પિતાના ધ્યેય તરફ એકનિષ્ઠ રહી છે, પરમ્પરા પ્રારમ યિા મીર નિરંતર કસવ નિર્વાદ વિકાસ સાધતી ગઈ છે અને આજે પચાસ વર્ષ પૂરાં ક્રિયા |
કરી સુવર્ણ મહોત્સવનો શુભ પ્રસંગ ઉજવી કેળવણશ્રી મંજુલાલ ૨. મજમુદાર વડોદરા ના ક્ષેત્રે વધુ ને વધુ વિકાસ સાધવાની ઉત્તમ તક - શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પ્રેરક આચાર્ય પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થઈ છે તે માત્ર વિદ્યાલય શ્રીમદ્ વિજ્યવલ્લભસૂરિએ એક એવા પ્રકારની માટે જ નહીં પરંતુ સમગ્ર જૈન સમાજ માટે અતિસંસ્થાને કલ્પતરુ રોપાવ્યો, જેને કાળે કરીને મન- ગૌરવનો પ્રસંગ છે એ નિર્વિવાદ હકીકત છે. વિદ્યાલય ગમતાં કલ્યાણકારી ફળ આપવાની શક્તિ સહેજે શિક્ષણના ક્ષેત્રે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને ઉચ્ચ પ્રાપ્ત થઈ છે. વિદ્યાલયમાં છાત્રોના યોગક્ષેમને પ્રાપ્ત અભ્યાસમાં પૂરતી સહાય આપી તે ક્ષેત્રમાં અપૂર્વ કરાવે તેવી વિદ્યાઓનું ઉપાર્જન કરવાની સુવિધાની સિદ્ધિ મેળવી છે, પણ તેટલાથી સંતોષ ન માનતાં સાથે પોતાના ધાર્મિક સંસ્કારોને પોષણ મળતું સાહિત્યના ક્ષેત્રે પણ ઘણાં સુંદર પ્રકાશને સમાજના હે તેવી સ્વધર્મ શિક્ષાને પ્રબંધ પણ આવશ્યક ચરણે ધર્યા છે. આ ઉપરાંત પરમ પૂજ્ય આગમ સ્વરૂપે ત્યાં યોજવામાં આવેલ છે તે નોંધપાત્ર છે. પ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજના - વિદ્યાલયમાં અન્યત્ર આર્થિક સાધનોને અભાવે માર્ગદર્શન નીચે આપણા મહામૂલા આગમોને સર્વાગજે બુદ્ધિશક્તિથી તરવરતા એવા કિશો અને કુમારે
સે પૂર્ણ રૂપમાં પ્રગટ કરવાની મહામુશ્કેલ કામગીરી તથા કુમારીઓ હોય છે તેમને હાથ ઝાલવાનું ઈષ્ટ
પણ વિદ્યાલયે ઉપાડી છે. જેને સાહિત્યના ક્ષેત્રે થઈ કાર્ય વિદ્યાલયના સંચાલકો કરતા હોય છે. મુંબઈ
રહેલા આ ભગીરથ કાર્ય બદલ આ સભા વિદ્યામાંથી શરૂ થયેલી વિદ્યાલયની આવી પ્રવૃત્તિના વડની
લયને હાર્દિક અભિનંદન આપે છે. વડવાઈઓ હવે અમદાવાદ, વડોદરા, પુના, વિદ્યાનગર શ્રી અમૃતલાલ બી. યાજ્ઞિક
મુંબઈ એવાં વિદ્યાપીઠનાં સ્થળોમાં મૂળ નાખી રહી છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે છેલ્લાં પચાસ વર્ષથી એ પ્રકારે સૌરાષ્ટ્રમાં પણ એકાદ વડવાઈ રોપાશે પણ વધુ સમયગાળા દરમ્યાન અનેક જૈન વિદ્યાર્થીતો આશ્ચર્ય નહીં થાય.
.
ઓના કારકિર્દી ઘડતરમાં તેમ જ ચારિત્ર્ય ઘડતરમાં વિદ્યાલયના સંચાલકો ગુજરાતના ખ્યાતનામ
મૂલ્યવાન ફાળો આપે છે એ હકીકત વિદ્યાલયનો જૈન સંઘના યશસ્વી મહાજન, સંધપતિઓ અને લાભ લેનાર અનેક વિદ્યાર્થીઓ પાસેથી મેં જાણી શ્રેણીઓ છે; જેમાં “સંઘ”નું કાર્ય, ગણરાજ્યની છે. વિદ્યાલયે કરી આપેલી અનુકુળતાઓનો ઉલ્લેખ જેમ, સંપૂર્ણ લોકશાહીના વહીવટથી ચાલે છે; તેથી કરતાં એ વિદ્યાર્થીઓના હૃદયમાં રહેલી કૃતજ્ઞતા વ્યક્તિગત ત્રુટિઓ, રાગદ્વેષ કે ઉદાસીનતાને તેમાં વ્યક્ત થતી જોઈને મેં આનંદ અનુભવ્યો છે. શ્રી અવકાશ રહેતો નથી. વિદ્યાલયનું સંચાલન એવા મહાવીર જૈન વિદ્યાલયની સેવાનું સાચું પ્રમાણપત્ર શાણ, અનુભવી અને વ્યવહારકુશળ સંચાલકોને મેં આમ પરોક્ષ રીતે વાંચ્યું છે. જ હસ્તક છે તે હકીક્ત સંસ્થાને અનેક શતકો સુધી શ્રી મહાવીર જૈન વિદ્યાલય માત્ર જુદી જુદી કૂલતી અને ફાલતી રહેવાની ખાતરી આપે છે. વિદ્યાસંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓનું નિવાસ
મચંદ ચાંપશી શાહ ભાવનગર સ્થાને અને અભ્યાસસ્થાન જ નહોતું રહ્યું; પણ 0 પંજાબ, મારવાડ, ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે તેમના સાંસ્કારિક વ્યક્તિત્વને પોષણ આપે તેવું
Page #26
--------------------------------------------------------------------------
________________
સંસ્કારસ્થાન પણ બન્યું છે. આ રીતે કેળવણીના વિદ્યાથીઓ ભણીને ઉત્તીર્ણ થયા છે, અને આજે કાર્ય અર્થે વિદ્યાલયે ઘણી મોટી સેવા બજાવી છે લાભ લઈ ભણે છે અને ભવિષ્યમાં લાભ લઈ ભણશે તે માટે તેના સુવર્ણ મહોત્સવ પ્રસંગે હું મારી તે સૌ જીવન પર્યત આ સંસ્થાના ઋણ રહેશે. ભાનાંજલિ અર્પ” .
આજના કહેવાતા આધુનિક શિક્ષણ ઉપરાંત શ્રી બચુભાઈ પી. દેશી
સુંદર ધાર્મિક સંસ્કાર અને શિસ્તપાલનના આદર્શ મહાવીર જૈન વિદ્યાલયે સંખ્યાબંધ જૈન કુટું- ભાવનાપ્રદાન કરવાના ઉચ્ચ ઉદ્દેશને વરેલી આ બેને સંસ્કારી અને ધાર્મિક જીવનમય બનાવવામાં સંસ્થાની ભવિષ્યની કારકિર્દી ઉત્તરોત્તર વિકાસ અમૂલ્ય ફાળો આપ્યો છે અને તેની પ્રક્રિયા આજે સાધવામાં સફળ થાઓ એવી શુભેચ્છાઓ પાઠવતાં પણ અવિરત ચાલે છે.
હું કૃતાર્થતા અનુભવું છું. ફેસર પૃથ્વીરાજ જૈન અંબાલા કી લાલચંદજી ઠઠ્ઠા
મદ્રાસ
SHRI MAHAVIRA JAINA VIDYALAYA श्रीमहावीर जैन विद्यालय बम्बईने अपने ५०
is the only institution througout India who વર્ષ તીર્થ નીવન જૈન સમાનશ્રી ક્રિતીય સેવા is helping thousands of students for higher શ્રી સૈક્રો યુવો ૩ન્ન ફિક્ષા કે સ્વર્ણિમ education.
શ્રી ચુનીલાલ બી. મહેતા
મુંબઈ अवसर प्रदान करने के अतिरिक्त जैन साहित्य के
The Vidyalaya was established as प्रकाशन का महत्त्वपूर्ण कार्य करके विद्यालयने आदर्श
early as 1915 at a time when their was उदाहरण उपस्थित किया है।
not much attraction for education and
much less about the higher education. શ્રી કનુભાઈ એલ. મહેતા અમદાવાદ
However the Vidyalaya has turned out a - સંસ્થામાં મારા જેવા અનેક દ્યિાથી ઓને જ્ઞાન- great blessing to the Jain students. Year દીક્ષા મળી છે. અમારા વ્યક્તિત્વ અને ચારિત્રના by year increasing number of students ઘડતરમાં સંસ્થાને અમૂલ્ય ફાળે છે. સંસ્થાએ
have been taking advantage of the facili
ties of Vidyalaya. અમારામાં ધાર્મિક અને સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન કરી અમારા જીવન-પંથને અવિરત પ્રકાશ સાહૂ શ્રેયાંશપ્રસાદજી જૈન અને શક્તિ આપ્યાં છે. ઉચ્ચ કેળવણી ઉપરાંત
The Vidyalaya has been rendering
yoemen sevice to the community. It has સધમી અને બંધુત્વની ઉમદા ભાવના અમારા
promoted the cause of unity among diffહૃદયમાં પ્રગટાવી છે. જૈન સમાજના સેંકડો યુવાનોને
erent sub-section of Jain, and has contriકાર્યદક્ષ અને સ્વાશ્રયી બનાવ્યા છે.
buted to the uplift of society in the fields શ્રી અમૃતલાલ યુ. શેઠ મોબાસા of religion, culture and education. The આ સંસ્થામાં રહી ઉચ્ચ અભ્યાસ કરવાનો મને
bi most gratifying part of its activitiy is
that it has endeavoured to instill a feeling મોકે ન મળ્યો હોત તો આજે મારી કેવી સ્થિતિ
of fellow-ship, love, mutual undertsanding, હોત તે કલ્પવું મુશ્કેલ છે. વિદ્યાલયમાં રહી માત્ર and co-operation among different commuઆગળ અભ્યાસ કરવાની તક મળી એટલું જ નહીં પણ nities of the land. ઘણા ઓછા ખર્ચે First year artsથી M. B. શ્રી એસ. કે. પાટીલ
મુંબઈ B.S. થયે. વિદ્યાલયને હું આજન્મ ઋણી છું This institution was founded under the એટલું જ નહીં, પણ ત્યાં આજ સુધી રહી છે જે inspiration of Acharya Vijayavallabhsuri
મુંબઈ
Page #27
--------------------------------------------------------------------------
________________
who was a great Saint and educatiopist. a true citizen, full of honour and self It has lived up to his great ideal during respect and in future life they have taken all these long years. There is need of this vidayalaya as their own. many institutions of this kind to serve the
stitutions of this kind to serve the My BLOY fan couse of education,
The institutison has proved its useful#sale varza (ELLEL Dezetet ova) ness by the very noble service it has
te rendered to the cause of education in The institute has rendered very useful India, service to the students community at UHLY CLS 248414 RUG DALAL jous large by subsidizing their expenses and
It is no mean pleasure to find that providing full facilities for academic attain
this Institute which has been almamcter ments in different branches of study. It has
of many a bright Jain students and illus. & glorious and brilliant record in the
trious persons we now find in different domain of research. Its project of publishing
walks of life in the Jain community, is Agmic texts with the cooperation of renow.
now celebrating its Golden Jubilee, ned scholars of the age is sure to add laurels to its present achievement.
šu cha A1. RUG ડો. હસમુખ ડી. સાંકળિયા
at Shri Mahavira Jain Vidyalaya, which I know this Institute and the work done and the work done has fondled me in her lap from the year
1930 to 1937, has given us the basic things by it very well.
of our life i. e, the modern scientifc edu. કીમ આહવા
નવી જિલી
cation with the background of relegious How can one forget the magnificent education and disciplene. With the strength service of Shri Mahavira Jain Vidyalaya of that education, I and hundreds like me and above all one of its pioneer and could go forwords boldly in this vast sea noblest promoters, my revered friend and of life career as a respectable and responesteemed companion at Nasik Jail, late sible citizen of our country. Motichand G. Kapadla.
શ્રી એમ. સી. ભંડારી ડો. વી. એમ. કુલકણી
કેલહાપુર
This instituiion has been rendering Shri Mahavira Jain Vidyalaya has most valuable services in the cause of been doing excellent work in the field of
education among the students of the Jain educatin for more thun fifty years pastand
community graduating in diffent branches in ways more than one.
of study from the Uuiversity of Bombay. શ્રી બિજયસિંહ નાહાર
Selbett 31 41
41, 3-224 ( 4 With the inspiration of the great lam sure that Vidyalaya will continue Acharya Vijayavallabh Suriji Maharaj, this to play its important role in training institution is doing unique service in the India's high talent technical and professupliftment of education. This Vidyaly is 'a ional manpower, an important factor is type of its own. The students come out as building a prosperous economy.
Page #28
--------------------------------------------------------------------------
________________
અર્ધ શતાબ્દીના અવસરે
5
વ્યક્તિના જીવનમાં પણુ અર્ધશતાબ્દી સૂચક ઘટના છે, કિંતુ સંસ્થાની અર્ધશતાબ્દી તા મહેાત્સવ જ ગણાય.
મહાવીર જૈન વિદ્યાલયના સુવણૅ મહેાત્સવ એ માત્ર સંસ્થાના અસ્તિત્વનાં ૫–ચા-સ વ સરવાળા નથી, પણ એક ઊધ્વગામી તે એજસ્સી પ્રવૃત્તિની જીવન્ત યશગાથા છે. તેમ જ શિખર પર્ ફરકતી ગૌરવશીલ વિજયપતાકાને પરમ અને ચરમ યશ છે એના પાયામાં સૂતેલી જીવન્ત મુનિયાદને.
અભિવંદન છે એ દૂરંદેશી ને વિકાસમૂલક જીવનદૃષ્ટિવાળા યુગપુરુષ આચાર્ય તે—જેમણે ધર્મદિશાની સાથે આવાં કર્મંદિરેશનો પણ ઉદ્ઘાષણા કરી.
અભિવંદન છે અનેા અપૂર્ણ તે સમ ઉપયોગ કરી જાણનાર ઝિંદાદિલ દાતાઓને—જેએની ઉદાર ઝ-બૂઝ થકી આદ` ને ઉન્મેષને મૂર્તિમંત થવાનું નિમિત્તે મળ્યું.
અભિવંદન છે સૌ નામી-અનામી દુઆગીરી અને સદ્ભાવકાને—જેનું મૂક અને મૂર્તિમંત તણુ વિદ્યાલયનું અમૂલું નજરાણું છે.
તે અભિવંદન છે—પ્રત્યક્ષ કે પરાક્ષ રીતે, અલ્પ કે અનન્ય કક્ષાએ તન, મન, ધન કે જીવનનું નૈવેદ્ય ધરનાર મગામી કવીરેશને—જેના હામ અને દૂધ્ થકી શૂન્યમાંથી સુવર્ણ સૃષ્ટિ સર્જાઈ રહી. ગઈ કાલની એ અવાવરો કેડીનું સુરેખ મજલમાં રૂપાંતર થઈ ગયું ઃ ગઈ કાલના એક આદર્શ વિચારને નક્કર તે નિષ્ઠાવંત સ્વરૂપ મળ્યું ઃ ગઈ કાલનું એક નાનકડુ કેડિયું અનેક પ્રતિભાના સત્ત્વ તે સ્વત્વની સાખે શતરાગ આરતિમાં વિકાસ પામી ગયું.
"3
“ વિદ્યાલય ” જૈન સંસ્થા હોવા છતાં સાંપ્રદાયિક રૂઢિચુસ્તતામાં એની દૃષ્ટિ સીમિત નથી : આવતી કાલ ભણી દૃષ્ટિ રાખ્યા છતાંય ગઈકાલના સત્ત્વશીલ તત્ત્વનું અહીં વિલાપન નથી થયું. બાહ્ય રીતે શૈક્ષણિક સ ંસ્થા હેવા છતાંય એની પ્રવૃત્તિના પાયા જીવનના ઘણા ક્ષેત્રને સ્પર્શે છે.
એક અંતેવાસીએ વિદ્યાલયને * Home away from Home ' કહેલું એ બહુ સાક લાગે છે. વિદ્યા—ના લય થઈ રહ્યો છે. એ કટોકટીના કાળમાં વિદ્યાલયનાં મહત્ત્વ તે મૂલ્ય અનેકગણુાં વધી જાય છે. જીવનનાં શિખરા સર કરનાર આજના અનેક વ્યક્તિત્વની આધારશીલા વિદ્યાલય છે.
અર્ધ શતાબ્દીની મજલ સર કરનાર વિદ્યાલયને અનેક શતાબ્દીની યાત્રા કરવાની બાકી છે, ઘણા ધણા વિદ્યાર્થીઓને પ્રકાશ ને પ્રગતિના પંથ એણે ચીધ્યા છે; અનેકાનેક પ્રતિભા ને તેજ હજી એણે ખીલવવાં બાકી છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૪
વિદ્યાલયની ગઈ કાલ સત્ત્વશીલ તે પ્રેરક હતી; આજ વિકાસેાન્મુખ તે ઉજ્વલ છે; આવતી કાલ દીપ્તિમાન ને કલ્યાણકારી હશે.
કોઈ પુણ્યોદયના પવિત્ર પરિણામ સમી આ માતૃસંસ્થાના સર્વાંગી ને સુરેખ વિકાસ થયા કરા! ન એને ખાટ પડે। કાશીલ સેવકોની તે ન એને ઓટ હા શીલવંત વિદ્યાર્થી એની.
શાતા આપે એવા દાતા તે મમ ઉજાળે એવા કવીરાને અવિરત સથવારા મળ્યા કરે. No donation is too small, No devotion is too big !
સાગરથીયે ઘેરી, ગગનથીયે વિશાળ, વસુન્ધરા સમી શમવત તે ન જેવી ક્રિયાશીલ વિદ્યાલયની પ્રવૃત્તિઓને સ–રસ, સ–કલ ને સતત રીતે યાવચંદ્રદિવાકરો વિકાસ થયા કરે !
અક્ષયપાત્ર સમે એને કોષ કદી લુપ્ત ન થાએ ; અખંડ જ્ઞાનયજ્ઞ સમી એની ઉજજવળ શિખાએ સમગ્ર માનવતાની સૂઝ ને સાર લેતી પ્રજ્વળી રહા !
મામ્બાસા
જયન્તીલાલ એન. માનકર
મુંબઇ
**
શ્રી મહાવીર જૈન વિદ્યાલયની ઉત્તરાત્તર થતી બૈંગતિ માટે આપ અને તેના સંચાલકોએ અને સહાયકાએ ગૌરવ લેવું જોઈએ. આજના “ સંસ્કૃતિએના ધણુ અને સંક્રાન્તિ”ના કાળમાં પ્રભુ મહાવીરની મહાન્ સસ્કૃતિના સ ંચાર સમી આવી સંસ્થાએ ચલાવવી અને તેને પ્રગતિમાન બનાવવી એ કાઈ ન્હાનીસૂની સિદ્ધિ નથી. વિદ્યાલયને લાભ લેનાર અનેક વિદ્યાર્થીએ જે શહેરી બન્યા પછી પણ સંસ્થા પ્રત્યે. અધિક નિષ્ઠાવાન નીવડે છે તે વિદ્યાલયની સ્થાપના, અસ્તિત્વ અને પ્રગતિની સફળતા અને ઉપયેાગિતાને સચોટ પૂરાવે છે.
શ્રી હિ. જે. મહેતા.
Page #30
--------------------------------------------------------------------------
________________
ખંડ પહેલો વિદ્યાલયની વિકાસકથા
Page #31
--------------------------------------------------------------------------
________________
h, એ.
Any mhion:
- ૧ --ન તેલ ૧મા નં -વા માટે ભા ' ન મુ ની મા (ન+ ની લતનિમ્” ના ૧ ઉપર ની ૧n 1 9 61 01 ( 5૫ - તા 21 Mo એ ખ}
ૐ ની + ૫. 3 રાક ખો ની તા તા ૬ ૧૨ જા ! જેમ? છે કે મા૫ ના મ ા પ ા ા ા મ 1 ( ( [ ૨ ૧a• ના ''3"Y ^ ૧ખત ખા સંe 3 ના રી ૧ ૧ળ તે માટે માલાબ45 46 - 11 / a ના ૧} (A - ૮મ(કે # મા પા ા પ ા ૨૧ક ક મ ન ની જા જા કે તે જ મ દ ન 9તા તે મરી ખા ણ બની નળ (જામા ૧ વી આ (i = 0 ... મન વા માટે તેn A - ૧ ૨ ના જ ભીન્નમ (14 તેમ જ તે ટ ર લ ળ +૧ અમુકે કેમ માલા ને જે તે કી તેના ૧૧ ૧૨ -2 તન મ ત ક 01 તેમ ( ૧ ના Mા કે ટલા જ onngouronethelesenan {144 tibsnizillame મા કાર તી, ૧ વાગે - { AM | “છત M M – 64 • 3 • મો જ ખર્ષ ૧n - r.chilarnesi 4 W38
n imel ૬ - 4 - 2 - (1 +-9 C ન ી (૧૭ કી {" C• -4w{ Mk {M/ / \ 5 th A (2t-2
શ્રી મહાવીર જૈન વિદ્યાલયની કાર્યવાહીના પડાનું પહેલું પાનું વિદ્યાલયની સ્થાપનાની નોંધ એમાં કરવામાં આવી છે.
( હસ્તાક્ષર : શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા)
Page #32
--------------------------------------------------------------------------
________________
વિ ઘા લ ય ની
વિ કા સ ક થા
Page #33
--------------------------------------------------------------------------
________________
Page #34
--------------------------------------------------------------------------
________________
॥ नमामि वीरं गिरिसारधीरम् ॥
પ્રકરણ પહેલું સ્થાપના અને શરૂઆત
નમો રિસ–શ્રીસંઘ એ ચેતનવંતું તીર્થ છે અને તત્વજ્ઞાન અને ધર્મ બન્નેને સમાવેશ એમાં થાય છે; એ બન્નેને આધાર પણ એ જ છે. વળી, શ્રીસંઘને મહિમા એ જ ધર્મને મહિમા અને ધર્મનો મહિમા એ જ શ્રીસંઘનો મહિમા બની રહે છે. અને જ્યારે ધર્મ અને શ્રીસંઘ એકરૂપ બની જાય છે ત્યારે જ ધર્મતીર્થ પ્રભાવશાળી " બને છે, અને માનવસમાજ એના પવિત્ર આરે કૃતાર્થતા અનુભવે છે. સંઘબળ એ સાચું કાર્યસાધક બળ ગણાય છે; શક્તિનો સ્ત્રોત પણ સંઘમાંથી જ પ્રગટે છે, અને એની શક્તિની તોલે બીજી કોઈ શક્તિ આવી શકતી નથી. આ શ્રીસંઘ એ જાજરમાન જગમ તીર્થ છે; અને તેથી તીર્થકર ભગવાન પણ એને નમસ્કાર કરે છે? જો તિરસ એ ધર્મ, શા જતન કરેલી સંઘતીર્થના મહિમાનું ગાન કરતી ભગવાન તીર્થંકરની પવિત્ર વાણી છે.
ધમ ધમર્ષિના–ધર્મની ચેતના ટકી રહે છે એના અનુયાયીઓનો આધારે. જે ધર્મના અનુયાયીઓનું અસ્તિત્વ લુપ્ત થઈ જાય છે, એ ધર્મ પણ છેવટે નામશેષ થઈને માત્ર ઈતિહાસને વિષય બની રહે છે. એટલે તે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચારે અંગેનું જતન કરવું અને એ બધાંય અંગે શક્તિશાળી બને એનું પૂરતું ધ્યાન રાખવું એ શ્રીસંઘની ફરજ માનવામાં આવી છે. બીજી રીતે કહીએ તો, સાતે ક્ષેત્રની બરાબર સાચવણું કરવામાં જ શ્રીસંઘનું સંઘપદ અને કર્તવ્ય ચરિતાર્થ થાય છે. જેટલા પ્રમાણમાં શ્રીસંઘ પિતાના આ કર્તવ્યનું પાલન કરે છે, તેટલા પ્રમાણમાં ધર્મ અને સંઘ બને તેજસ્વી બને છે અને બન્નેને મહિમા વિસ્તરે છે. જેને સંસ્કૃતિની ચડતી પડતીને ઈતિહાસ આ વાતની સાખ પૂરે છે.
સહુ કોઈના અભ્યય માટે સમયે સમયે તીર્થકર ધર્મતીથની પ્રરૂપણ કરે છે. આ ધર્મતીર્થના પવિત્ર આરે કેવળ શ્રીસંઘનું જ નહીં, માનવમાત્રનું કલ્યાણ થાય છે. અને એ ધર્મતીર્થને આદેશ તો મિત્તા મે સમૂહુ, વેર અન્ન ન ૪-જગતના જીવમાત્ર સાથે મૈત્રીસંબંધ બાંધવાને અને કોઈ પણ જીવની સાથે વૈશ-વિરોધ નહી રાખવા—-જેટલે વ્યાપક છે. આકાશના જેવા વ્યાપક અને શિરછત્ર સમા સુખકારક આ ધર્મ-આદેશના પાલન અને પ્રસાર માટે પ્રયત્ન કરવાનું શ્રીસંઘને કહેવામાં આવ્યું છે. શ્રીસંઘ જેટલા પ્રમાણમાં આ માટે નિષ્ઠા અને દષ્ટિપૂર્વક પ્રયત્ન કરે છે, તેટલા પ્રમાણમાં આ સર્વકલ્યાણકારી આદેશને લાભ પિતાને તેમ જ વિશ્વને મળે છે, અને ધર્મતીર્થની સાચી પ્રભાવના પણ થાય છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસકથી ધર્મ તીર્થની આવી પ્રભાવના માટેના પ્રયત્નમાં જ્ઞાન અને ક્રિયાનું અર્થાત્ તત્ત્વદર્શન અને ધર્માચરણનું એટલે કે સત્યગામી સમજણ અને અહિંસાગામી આચરણનું મુખ્ય સ્થાન છે. આત્મસાધને કે આત્મસાક્ષાત્કારનો એ જ રાજમાર્ગ છે. જ્ઞાનનિયાભ્યાં મોક્ષ એ શાસ્ત્રવાણીનું આ જ રહસ્ય છે. તેથી જ તે જ્ઞાનની આરાધના માટે વિદ્યાતીર્થોની અને ચારિત્રની આરાધના માટે ધર્મતીર્થોની સ્થાપના કરવી, એની રક્ષા કરવી અને એની સુવ્યવસ્થા સાચવવી એ શ્રીસંઘનું ધર્મકૃત્ય લેખવામાં આવ્યું છે. એ ધર્મકૃત્યના પાલનથી શ્રીસંઘ અને ધર્મ બન્નેને મહિમા વધતો રહે છે.
સાચી સમજણ વગર સાચું આચરણ ન થઈ શકે એ સહેજે સમજી શકાય એવી વાત છે. ગમે તે દિશામાં કેવળ ચાલ ચાલ કરવાથી નહીં પણ સાચી દિશામાં પ્રવાસ કરવાથી જ ઈષ્ટ સ્થાને પહોંચી શકાય છે, એ સહુ કેઈના અનુભવની વાત છે. તેથી જ ધર્મશાસ્ત્રના રચનારાઓએ પદમ ના તો રયા-પહેલું જ્ઞાન ને પછી ક્રિયા–એમ કહીને દરેક પ્રકારના વિકાસને માટે જ્ઞાન કે વિદ્યાપ્રાપ્તિને અગ્ર સ્થાન આપ્યું છે–પછી એ વિકાસ આત્મલક્ષી યાને આધ્યાત્મિક હોય કે વ્યવહારકેટને એટલે કે દુન્યવી હોય.
જેન સમાજનો દુન્યવી વિકાસ સાધવાની સાથે સાથે ધાર્મિકતા અને સંસ્કારિતાનું એમાં બીજારોપણ કરીને એને આંતર-બાહ્ય રીતે પ્રાણવાન બનાવવાને એક સમર્થ પુરુષાર્થ, એક યુગદ્રષ્ટા સૂરીશ્વરજીના પ્રેરક માર્ગદર્શન નીચે, શ્રીસંઘે કર્યો, અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવા જાજરમાન વિદ્યાધામની સ્થાપના કરી, એ વાતને પચાસ વર્ષ પૂરાં થઈ ગયાં. એ વિદ્યાધામની પચાસ વર્ષની યશસ્વી અને ગૌરવશાળી કાર્યવાહીની રૂપરેખાને કંઈક પરિચય મેળવી આહુલાદિત થઈએ અને સેવાની પ્રેરણા લઈએ.
[૧]
વિકાસમાત્રની પહેલી જરૂરિયાત: જ્ઞાન બધા ધર્મો અને ધર્મશાએ જ્ઞાનની મહત્તા મુક્ત મને વર્ણવી છે. જ્ઞાનની ઉપગિતા અને ઉપકારિતા અવર્ણનીય છે. પ્રકાશ વગર પંથે ન દેખાય અને મોટા ભાગની પ્રવૃત્તિ પણ થંભી જાય; પરિણામે પ્રગતિ રૂંધાવા લાગેએ જ રીતે જ્ઞાન વગર આગળ વધવાને માર્ગ નથી સૂઝતો. આ વિકાસ બાહ્ય અને આ વિકાસ આંતરિક, અથવા તે આ કલ્યાણ ધાર્મિક કે આધ્યાત્મિક અને આ કલ્યાણ વ્યાવહારિક કે ભૌતિક–એવા ભેદમાં કેટલેક અંશે તથ્ય હોવા છતાં વિકાસ કે કલ્યાણની સાધનામાં પાયાની વાત વસ્તુસ્થિતિનું અને વિકાસના ઉપાયનું યથાર્થ જ્ઞાન મેળવવું એ જ છે. જ્ઞાન કે સાચી સમજણુ એ વિકાસની પહેલી શરત કે આવશ્યકતા છે. - આચરણને સફળ બનાવવામાં સાચી સમજણનું કેટલું મહત્વ રહેલું છે તે શ્રી ભગવતીસૂત્રમાં, સાતમા શતકના બીજા ઉદ્દેશામાં આવતા ગુરુ ગૌતમ અને ભગવાન મહાવીરસ્વામી વચ્ચે થયેલ નીચેના પ્રશ્નોત્તરથી પણ સમજી શકાય છે :
“ગૌતમ-હે ભગવન્! કઈ માણસ એવું વ્રત લે કે, “હવેથી હું સર્વ પ્રાણ, સર્વ ભૂત, સર્વ છે અને સર્વ કરવાની હિંસાને ત્યાગ કરું છું'; તે તેનું તે વ્રત સુવત કહેવાય કે દુર્વત ?”
Page #36
--------------------------------------------------------------------------
________________
૧ : સ્થાપના અને શરૂઆત
ભગવાન મહાવીર–હે ગૌતમ ! તેનું તે વ્રત કદાચ સુવત હેય કે કદાચ દુર્વત પણ હેય.” “ગૌતમ–હે ભગવન ! એનું શું કારણ?”
ભગવાન મહાવીરએ પ્રમાણે વ્રત લેનારને, “આ જીવ છે, આ અજીવ છે, આ ત્રસ (જંગમ) છે, આ સ્થાવર જીવ છે.' એવું જ્ઞાન ન હોય, તે તેનું તે વ્રત સુવ્રત ન કહેવાય, પણ દુર્બત કહેવાય. જેને જીવ-અજીવનું જ્ઞાન નથી, તે જીવહિંસા ન કરવાનું વ્રત લે તે તે સત્ય ભાષા નથી બેસતો, પરંતુ અસત્ય ભાષા બોલે છે. તે અસત્યવાદી પુરુષ સર્વ ભૂત-પ્રાણોમાં મન-વાણી-કાયાથી કે જાતે કરવું કે બીજા પાસે કરાવવું કે કરનારને અનુમતિ આપવી—એ ત્રણે પ્રકારે સંયમથી રહિત છે, વિરતિથી રહિત છે, એકાંત હિંસા કરનાર તથા એકાંત અન છે. પરંતુ જેને જીવ વગેરેનું જ્ઞાન છે, તે તેમની હિંસા ન કરવાનું વ્રત લે, તો તેનું જ વ્રત સુવત છે, તથા તે સર્વ ભૂત-પ્રાણોમાં બધી રીતે સંયત, વિરત, પાપકર્મ વિનાને, કર્મબંધ વિનાને, સંવર યુક્ત, એકાંત અહિંસક તથા પંડિત છે.”
(શ્રી ભગવતીસાર, પૃ. ૩૦ ૩૧) - જેમ ભગવાને અહિંસાના યથાર્થ આચરણ માટે જ્ઞાનની અનિવાર્યતા બતાવી તેમ, એ જ વાત બધાં વ્રતો, નિયમ, આચાર વગેરેને પણ લાગુ પાડીને કહેવું હોય તો એમ કહી શકાય કે, પ્રવૃત્તિમાત્રમાં પહેલી જરૂર જ્ઞાનની સાચી સમજણની–પડે છે; આટલું જ શા માટે, નિવૃત્તિ તરફ વળવું હોય તો પણ જ્ઞાનની અને સારાસારના વિવેકની પહેલી જરૂર રહે છે. મતલબ કે સાચી સમજણ વગરની કોઈ પણ પ્રવૃત્તિનું પરિણામ રેતીને પીલવા જેવું કે પાણીને વલોવવા જેવું નકામું આવે છે, અને ક્યારેક તો સાચી દિશાના જ્ઞાન વગર ખોટી દિશામાં ચાલનાર જેમ પિતાના ઈષ્ટ સ્થાનની નજીક પહોંચવાને બદલે એનાથી વધુ ને વધુ દૂર જતો જાય છે, એમ એનું પરિણામ ધાર્યા કરતાં સાવ ઊંધું સુધાં આવે છે. આવું ન બને અને આદરેલ પ્રયત્ન દ્વારા હાથ ધરેલ કાર્ય ધારણા મુજબ સફળ રીતે પાર પડે એ માટે, તેમ જ જીવનવિકાસના માર્ગે ઉત્તરોત્તર પ્રગતિ થઈ શકે એ માટે પણ, જ્ઞાનની પહેલી જરૂર પડે છે. માળાના બધા મણકા જેમ દેરાથી પરોવાયેલા હોય છે, એમ પ્રવૃત્તિમાત્રની સફળતા જ્ઞાનના સૂત્રથી પરોવાયેલી છે. જે એ સૂત્રને આવકારી અને સાચવી જાણે છે, એ પોતાના જીવનને સફળતાથી સમૃદ્ધ બનાવી શકે છે.
જ્ઞાનને મહિમા આ સર્વવ્યાપી અને અપાર હોવાને લીધે જ તદ્રષ્ટાઓએ એને જુદી જુદી ઉત્તમોત્તમ ઉપમાઓથી બિરદાવ્યું છે. કેઈકે એને પ્રકાશ રેલાવનાર કહ્યું તે કઈ કે એને સૂર્યની ઉપમા આપીને એને મહિમા વર્ણવ્યું. કોઈ એ એને સર્વશ્રેષ્ઠ સંપત્તિ કહ્યું, કે ઈકે અમૃત કહ્યું તે વળી કેઈએ પરમ પવિત્રતરીકે એનું ગુણકીર્તન કર્યું.
જ્ઞાનની શાખા-પ્રશાખાઓને કઈ પાર નથી. એમાં પારમાર્થિક જ્ઞાન (પરા વિદ્યા) અને અપારમાર્થિક-વ્યાવહારિક જ્ઞાન (અપરા વિદ્યા) એ બનેનો સમાવેશ થઈ જાય છે. એટલે જ્ઞાનના પ્રત્યેક અંશ તરફ અને જ્ઞાનની બધી શાખા-પ્રશાખાઓ તરફ બહુમાનને ૧. નાળ પાતળા ૨. નમો નમો નારિવારજ્ઞા 3. विद्याधनं सर्वधनप्रधानम् । ४. अमृतं तु विद्या । विद्ययाऽमृतमश्नुते । ૫. ન હિ શનિ સદા પવિત્રનિદ વિતે.
Page #37
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસકથા ભાવ રાખવો જરૂરી છે. જે સમાજ, રાષ્ટ્ર કે ધર્મમાં જ્ઞાન-વિજ્ઞાનની વિવિધ શાખાપ્રશાખાઓનું વ્યાપક અને તલસ્પર્શી ખેડાણ થતું રહે છે તે શક્તિશાળી અને સમૃદ્ધ બનીને પિતાના અસ્તિત્વને જાજરમાન બનાવે છે, એટલું જ નહીં, વખત આવ્યે એ આગેવાની પણ કરી શકે છે. ગુદ્ધિ તા –જેની બુદ્ધિ એનું બળ—એ કથન સાવ સાચું છે. હૃદય અને બુદ્ધિને વિકાસ કરનાર જ્ઞાન-વિજ્ઞાનની ઉપાસનામાં જે પાછળ રહે છે તે વિકાસયાત્રામાં પણ પાછળ રહી જાય છે.
[૨] અંગ્રેજી શાસનકાળ : વિદ્યાવિસ્તારને યુગ અંગ્રેજોને સંપર્ક અને શાસનકાળ હિંદુસ્તાનને માટે ભારે વિલક્ષણ અને અજોડ નીવડ્યો. એ લકે વેપાર ખેડવા આવ્યા હતા, અને વેપાર ખેડીને બને તેટલું વધુ ધન વિલાયત ભેગું કરવાની એમની નેમ હતી. એ ચાર લોકોએ એ નેમ પૂરેપૂરી પાર પાડી હતી એ વાતનો ઈતિહાસ સાક્ષી પૂરે છે.
પણ, એથીય આગળ વધીને, ચાણક્યબુદ્ધિના વિચક્ષણ અંગ્રેજોને એ સમજતાં વાર ન લાગી કે અનેક ધર્મ, પંથ, વર્ણ, જાતિ અને નાનાં-મોટાં સંખ્યાબંધ રાજ્યમાં વહેંચાયેલા હિંદુસ્તાનના વતનીઓને, એક યા બીજા બહાને, આપ આપસમાં લડાવીને દેશની રાજસત્તા હાથ કરવી, એ આકડેથી મધ ઉતારી લેવા જેવું સહેલું કામ છે. વળી, અત્યાર સુધીના વિદેશી શાસક કરતાં આ અંગ્રેજ શાસકો કંઈક જુદી જ તાસીરના હતા. બીજા કેટલાય વિદેશી શાસકે ભલે અહીં આવ્યા હતા પરદેશથી, પણ મોટા ભાગના છેવટે હિંદુસ્તાનના વતની બનીને અડી જ વસી ગયા હતા, જ્યારે અંગ્રેજે તે હમેશને માટે ઇંગ્લેંડના વતની રહીને જ હિંદુસ્તાન ઉપર રાજ્ય ચલાવવા આવ્યા હતા; અને એ કાર્ય એમણે સફળતાપૂર્વક કરી બતાવ્યું હતું !
પણ વેપાર અને રાજશાસન બનેથી ચડિયાતું લેખાય એવું કામ તો અંગ્રેજોએ ભારતવર્ષના સાંસ્કૃતિક કાયાપલટનું કર્યુંએને મૂંગી, છૂપી અને પ્રશાંત કાંતિ ખુશીથી કહી શકીએ ? એની એટલી બધી ઊંડી અને વ્યાપક અસર ધીમે ધીમે ભારતની સંસ્કૃતિ ઉપર થઈ છે. અંગ્રેજો પિતાની સાથે એવી અદ્ભુત સંસ્કૃતિ લેતા આવ્યા અને એને પ્રસાર એમણે એવી તો સિફતથી દેશભરમાં કર્યો કે, પતંગિયાં સામે દોડીને દીવામાં ઝંપલાવે એ રીતે, આપણે ધીમે ધીમે એ સંસ્કૃતિને વશ થતા ગયા, અને આપણી સંસ્કૃતિને વીસરતા ગયા, તે એટલી હદે કે આપણામાંના કેટલાક તે એને હલકી કે નમાલી પણ માનતા થયા! આજે તો એ પશ્ચિમની ઢબની રહેણીકરણીને અને ત્યાંની સંસ્કૃતિને રંગ કેટલે ઘેર બન્યું છે, એ વાત હવે સમજાવવા જેવી રહી નથી. ઘરના નાના સરખા રસેડાથી લઈને તે લેકસભાના સુવિશાળ સભાખંડ સુધી જ્યાં જુઓ ત્યાં એની જ અસર વ્યાપેલી દેખાય છે.
અંગ્રેજોની સંસ્કૃતિનું ભારતમાં ગૌરવ વધારવામાં અને ભારતીય જનસમૂહ ઉપર એની ઘેરી અસર પાડવામાં તેમ જ અંગ્રેજી રાજશાસનને મજબૂત બનાવવામાં જેમ
Page #38
--------------------------------------------------------------------------
________________
૧ : સ્થાપના અને શરૂઆત
ખ્રિસ્તી ધર્મની ધર્માંતરની પ્રવૃત્તિએ ઘણા મહત્ત્વના ભાગ ભજન્મ્યા છે, તેમ અ'ગ્રેજી ભાષાએ તથા અંગ્રેજી ઢબની શિક્ષણપદ્ધતિએ પણ એટલે જ અગત્યના હિસ્સા આપ્યા છે.
અંગ્રેજ શાસકેાની એક ખૂબી એ હતી કે રાજ્યશાસનના પાયારૂપ કે ચાવીરૂપ સત્તાસ્થાના પેાતાને કબજે રાખીને બાકીનાં સ્થાનામાં હિંદુસ્તાનીએ દ્વારા કામ ચલાવવું. આ માટે પેાતાની શાસનપદ્ધતિમાં ઉપયોગી થઈ શકે એવા માણસા હજારોની સ`ખ્યામાં તૈયાર કરવાનું જરૂરી હતું. આ જરૂરિયાતને પૂરી કરવા માટે અ ંગ્રેજી શિક્ષણપદ્ધતિ અને અંગ્રેજી ભાષાનુ` શિક્ષણ દેશમાં શરૂ કરવાનુ... એમને અનિવાર્યું. લાગ્યુ. લોર્ડ મૅકલેએ આ વાતની પ્રમળ રીતે રજૂઆત કરતાં સને ૧૮૩૪માં કહ્યુ` હતું કે
“ આપણે હિંદુસ્તાનમાં એક એવા વં પેદા કરવાના પ્રયત્ન કરવા જોઈ એ કે જેમના ઉપર આપણે રાજ્ય ચલાવીએ છીએ એવા અસંખ્ય હિંદી લેાકેા તથા આપણી વચ્ચે એ વર્ષાં સમજાવટનું કાર્યાં કરે, આ લેકા એવા હોવા જોઈ એ કે તે કેવળ લોહી અને રંગની દૃષ્ટિએ જ માત્ર હિંદી ઢાય, પરંતુ રુચિ, ભાષા, વિચારે અને ભાવનાની દૃષ્ટિએ તેા અંગ્રેજ ખની ગયા હોય.'’૧
લોડ મૅકોલેના આ સૂચનને અમલી બનાવવા માટે લાડ બેન્ટિકે એક જ વ પછી, સને ૧૮૩૫માં, હુકમ કર્યાં કે—
જેટલી રકમ કેળવણી માટે મજૂર કરવામાં આવે તે બધી અંગ્રેજી કેળવણી ઉપર જ વપરાય, એ એને સારામાં સારા ઉપયાગ છે.”ર
..
આ હુકમના અમલનું પરિણામ માત્ર પંદર-સત્તર વર્ષીમાં જ લોર્ડ મેકોલેની ધાર ણાને સાચી ઠરાવતુ કેવુ' આવ્યું તે પ્રેફેસર એમ. એચ. વિલ્સનના પાર્લામેન્ટની સિલેકટ કમીટી સમક્ષના નીચેના ઉદ્ગારા ઉપરથી ખરાબર જાણી શકાય છે. તેઓએ કહ્યું કે— ખરું જોતાં, આપણે અંગ્રેજી લખી-વાંચી જાણનારાએની એક જ્ઞાતિ બનાવી દીધી છે. આ વ એવા ઊભા થયા છે કે જેને પેાતાના દેશવાસીઓ પ્રત્યે બિલકુલ સહાનુભૂતિ નથી; અથવા છે તે બહુ જ ઓછી છે.’૩
આ રીતે ધીમે ધીમે ભારતની પાતાની શિક્ષણપદ્ધતિ અસ્ત થતી ગઈ; અને અગ્રેજી ભાષા અને અંગ્રેજી ઢમનુ' શિક્ષણ દેશમાં ફેલાતાં ગયાં. પરદેશી શાસન સામેના ૧૮૫૭ ના મળવાના ઐતિહાસિક વર્ષમાં જ અંગ્રેજોએ ભારતીય શિક્ષણપદ્ધતિ અને સંસ્કૃતિ ઉપર વધારે પ્રબળ આક્રમણ કરવાનું પગલું ભર્યું : એ જ વર્ષોંમાં કલકત્તા, મુંબઈ અને મદ્રાસમાં સરકારી યુનિવર્સિટી સ્થાપવાના કાયદો પસાર કરવામાં આવ્યા.
ખરી રીતે તેા ઓગણીસમી સદીની પહેલી પચીશીમાં જ અંગ્રેજીના પ્રવેશના શ્રીગણેશ મ`ડાઈ ગયા હતાઃ સને ૧૮૧૪માં ખ્રિસ્તી પાદરીઓને મુંબઈમાં અંગ્રેજી શાળા ખાલવાની મજૂરી મળી ચૂકી હતી. રાજા રામમેાહનરાયના પ્રયાસથી કલકત્તામાં સને ૧૮૧૭માં અંગ્રેજી શાળા શરૂ થઈ હતી. ગુજરાતમાં સને ૧૮૨૦થી અંગ્રેજી શિક્ષણ શરૂ થયુ' હતું. સૂરતની અંગ્રેજી શાળા સને ૧૮૪૨ માં શરૂ થઈ હતી. વડાદરા, અમદાવાદ, ભાવનગર અને જૂનાગઢની કૉલેજો સને ૧૮૫૭ પછી સ્થપાઈ હતી.
૧. ભારતમાં અંગ્રેજી રાજ્ય, ભાગ ખીજો, પૃ॰ ૭૬.
૨. એન. ૩. એન.
Page #39
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસકથા
દેશમાં, આ રીતે, અંગ્રેજી શિક્ષણ અને અંગ્રેજી ઢબની રહેણીકરણી પેાતાના વિસ્તાર કરી રહ્યાં હતાં, તેની સાથેાસાથ સમુદ્રયાત્રા કરીને વિશેષ અભ્યાસ માટે પરદેશ જવાના પ્રસંગેા પણ વધતા જતા હતા.
આનું એક પરિણામ તો અંગ્રેજોની ધારણા મુજમ જ આવ્યુ: કેવળ રાજ્યસંચા લનમાં પૂરેપૂરા વફાદાર જ નહીં પણ અંગ્રેજોની રહેણીકરણીના જયજયકાર એલાવનારાઆના એક આખા વર્ગ ઊભા થયા. પણ એનું ખીજું પરિણામ, ગુલાબની સાથેાસાથ કાંટા પણ ઊગી નીકળે એમ, એમની ધારણાથી ઊલટું પણ આવ્યુ : ૧૮૫૭ના ઐતિહાસિક મળવેા ધારણા મુજબ સળ ન થવા છતાં તે વખતે દેશમાં સ્વાતંત્ર્યપ્રેમી અને વિદેશી શાસનના વિરોધીઓની સંખ્યા ક'ઈ જેવી તેવી ન હતી; એમાં જેએ પરદેશમાં અભ્યાસ કરવા ગયા હતા અને સ્વતંત્રતાનુ' મહત્ત્વ અને પરત ંત્રતાનું કલંક વધારે સ્પષ્ટપણે સમજતા થયા હતા, એમનુ' મળ ઉમેરાયુ' પરિણામે અંગ્રેજી રાજશાસન સામેના વિરાધ વિશેષ પ્રમળ બનવા લાગ્યા.
અંગ્રેજી ભાષા અને અંગ્રેજી ઢબની શિક્ષણપદ્ધતિનું ત્રીજું પરિણામ વળી આ બે પરિણામેા કરતાંય વધારે વ્યાપક, વધારે ચિરસ્થાયી અને વધારે અસરકારક આવ્યું; તે એ કે કોલેજો અને વિશ્વવિદ્યાલયેામાં જુદા જુદા વિષયાનું ખેડાણ થવા લાગ્યું; તેમાં વળી ભારતીય ધર્મો, દેશન, સંસ્કૃતિ, ઇતિહાસ અને કળા જેવા ભારતના પેાતાના જ વિષયામાં વિદેશના વિદ્વાના નિપુણતા મેળવીને આપણને એ એવી અનોખી આકર્ષક ઢબે શીખવવા લાગ્યા કે એથી, આપણા વિદ્યાથીએ તા ઠીક, આપણા નામાંકિત વિદ્વાના પણ મુગ્ધ બની ગયા. અને તેએ એ વિદેશી વિદ્વાનાએ દર્શાવેલી સ`શેાધન-સ`પાદનની પદ્ધતિનું ઉમળકાપૂર્ણાંક સ્વાગત અને અનુકરણ કરવા લાગ્યા. ભારતીય સંસ્કૃતિના વ્યાપક અને તલસ્પર્શી, તુલનાત્મક અને ઐતિહાસિક અધ્યયન-અધ્યાપન તેમ જ સશેાધનસંપાદનની આ પ્રક્રિયાના પરિણામરૂપે વેદાનુ સૌપહેલું મુદ્રણ-પ્રકાશન પરદેશમાં થયુ..૧ વળી બૌદ્ધધર્માંના પિટકાર અને જૈનધમના આગમગ્રંથા તરફ પણ વિદેશના વિદ્વાને આ અરસામાં જ આકર્ષાયા. અને એ ક્ષેત્રમાં એમણે એવું મહત્ત્વનુ' અને મૌલિક કે પાયાનુ કહી શકાય એવું કામ કર્યું કે જે આજે પણ નમૂનારૂપ અને માદક બની શકે એવુ' લેખાય છે. આની સાથેાસાથ વિદેશી સાહિત્ય અને સ ંસ્કૃતિના અધ્યયન તરફ પણ આપણા દેશના વિદ્વાનેા સારા પ્રમાણમાં આકર્ષાયા.
૧. ઋગ્વેદના પ્રથમ અષ્ટકના લેટિન અનુવાદ શ્રી એ. રાજન નામે વિદ્વાને છેક સને ૧૮૩૭માં કર્યા હતા. સંપૂર્ણ ઋગ્વેદના જર્મન અનુવાદ શ્રી એ. લુવિગ નામે વિદ્વાને સને ૧૮૭૬માં કર્યાં હતા. યજુવેનુ' સ ́પાદન પ્રા. એ. વેખર દ્વારા સને ૧૮૪૯-પરમાં થયું હતું. પ્રે. મેકસમૂલરનુ આ ક્ષેત્રનું કામ તે પછી આવે.
૨. વિનયપિટકનુ` સંપાદન એચ. એલ્ડનબર્ગ નામના વિદ્વાને સને ૧૮૭૯માં કરીને એને રામનલિપિમાં છપાવ્યું હતું.
tr
૩. પસૂત્ર અને નવતત્ત્વનેા અનુવાદ શ્રી જે. સ્ટીવન્સન નામે વિદ્વાને સને ૧૮૪૮માં કર્યાં હતા. આચારાંગ અને કપસૂત્રને અનુવાદ ડૉ. હુન જેકાળીએ કર્યાં હતા; અને તે સને ૧૮૮૪માં સેક્રેડ મુક એફ્ ધી ઈસ્ટ'' નામે ગ્રંથમાળાના ૨૨મા ગ્રંથરૂપે પ્રગટ થયા હતા.
Page #40
--------------------------------------------------------------------------
________________
ન્યાયાંનિધિ, યુગદ્રષ્ટા પૂજ્ય આચાર્ય શ્રી વિજયાનંદસૂરિજી (આત્મારામજી) મહારાજ
Page #41
--------------------------------------------------------------------------
________________
સ્વ. પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ
સ્વ. મુનિરાજ શ્રી ચતુરવિજ્યજી મહારાજ
સ્વ. પૂજ્ય આચાર્ય શ્રી વિજયલલિતસૂરિજી મહારાજ
Page #42
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ |
પૂજ્ય આચાર્ય શ્રી વિજયપૂર્ણાનંદસૂરિજી મહારાજ
પૂજ્ય આચાર્ય શ્રી વિજયવિકાસચદ્રસૂરિજી મહારાજ
Page #43
--------------------------------------------------------------------------
________________
આગમ પ્રકાશન જનાના પ્રણેતા અને મુખ્ય સંપાદક પૂજ્ય આગમ પ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ
Page #44
--------------------------------------------------------------------------
________________
૧ : સ્થાપના અને શરૂઆત
સમય વીતતો ગયો તેમ તેમ એક બાજુ જેમ વિનયન, વિજ્ઞાન, વાણિજ્ય, ઈજનેરી, દાક્તરી, ભૂસ્તરવિદ્યા, કૃષિવિદ્યા જેવા નવા નવા વિષયોના અધ્યયનની જોગવાઈઓ વધતી ગઈ, તેમ બીજી બાજુ એવા વિષયનું અધ્યયન કરનારાઓની સંખ્યામાં પણ વધારે થતો ગયો. આ વિદ્યાર્થીઓ અમુક જ્ઞાતિ, અમુક વર્ણ કે અમુક ધર્મના જ હતા એવું નહીં, પણ એમાં બધી જ્ઞાતિઓ, બધા વર્ષો અને બધાય ધર્મોના છાત્રોને સમાન રીતે આવકાર મળતો હતો. ઉપરાંત, એમાં કન્યાઓને પણ ધીમે ધીમે સ્થાન મળતું જતું હતું. પરિણામે થોડાક દાયકામાં જ વિદ્યાઅધ્યયનના ક્ષેત્રમાં જ્ઞાતિ, વર્ણ કે ધર્મગત વિશિષ્ટતાને કઈ સ્થાન રહેવાનું ન હતું. જેને જે વિષયનું અધ્યયન કરવું હોય તે મુક્ત મને તે વિષયનું અધ્યયન લેશ પણ રોકટોક વગર કરી શકે–એ વિદ્યામુક્તિને નો યુગ શેડાંક વર્ષોમાં જ ઊગવાને હતે.
શાસ્ત્રીય તેમ જ બીજી બધી વિદ્યાઓના અધ્યયનની આવી–હિન્દુસ્તાનના શિક્ષણના ઇતિહાસમાં કંઈક અપૂર્વ કહી શકાય એવી–મોકળાશનું સ્વાભાવિક પરિણામ નજીકના ભવિષ્યમાં જ એવું આવવાનું હતું કે, જેમ વિદ્યા-ઉપાર્જન જ્ઞાતિ, વર્ણ, ધર્મ કે પુરુષસ્ત્રી-પણાના પુરાણા વાડાઓથી મુક્ત બનીને સર્વજનસુલભ બનવાનું હતું, તેમ હુન્નરઉદ્યોગ કે વેપાર-વણજ દ્વારા થતું અર્થોપાર્જન પણ વધુ વખત સુધી હવે જ્ઞાતિ, વર્ણ કે ધર્મનિષ્ઠ રહી શકવાનું ન હતું. મોથા વસુધાની જેમ હવે યંત્રપ્રધાન યુગ એ આવવાને હતું કે જે કેઈ નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરે એના ઉપર સરસ્વતી અને લક્ષ્મીદેવીની કૃપા વરસવાની હતી !
આવા સમયમાં એ સમાજ જ પ્રગતિશીલ બની શકવાન હતો કે જેને યુગદ્રષ્ટા જ્યોતિધર મહાપુરુષનું સમયાનુરૂપ માર્ગદર્શન મળે, અને જે એ તિર્ધરની આર્ષ વાણું ઝીલીને પિતાની ઊછરતી પેઢીને વિદ્યા અને હુન્નર-ઉદ્યોગનાં વિવિધ ક્ષેત્રમાં નિપુણ બનાવવા નિષ્ઠાપૂર્વક પ્રયત્નશીલ બને.
જૈન સમાજ પિતાના ઉજજવળ ભાવી માટે આવા જ કઈક તિર્ધરના માર્ગદર્શનની રાહ જોતો હતે: એ એ યુગ હતો.
[૩]
જ્યોતિર્ધરનું યુગદર્શન પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયાનંદસૂરીશ્વરજીઅપરનામ શ્રી આત્મારામજી મહારાજ પંજાબની ધરતીના, સમસ્ત ભારતના ગૌરવ સમા, સપૂત હતા. તે કાળે જેન સંધને તે તેઓ મુખ્ય અધિનાયક જ હતા. એક સમર્થ યુગદ્રષ્ટા તરીકે, આવતા સમયનાં એંધાણ કળી જઈને, જેન ધર્મ અને સંઘના ગક્ષેમ માટે એમણે જે પુરુષાર્થ કર્યો અને જે માર્ગદર્શન આપ્યું એ ઈતિહાસની એક અમર કહાની બની રહે એવાં છે. એમના એ પ્રયત્નનાં મધુર ફળ આજે પણ જૈન સંઘ આસ્વાદી રહ્યો છે–એમના પ્રયત્ન અને માર્ગદર્શનમાં એટલી હરદેશી, કલ્યાણભાવના અને ધર્મની ધગશ ભરેલી હતી. એમને આ ઉપકાર જેન સંઘ ક્યારેય વીસરી શકે નહીં. એ તિધરનું નામ અને કામ સિકાઓ સુધી પ્રેરણા આપતું રહે એવું છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
૧૦
વિદ્યાલયની વિકાસકથા
શ્રી આત્મારામજી મહારાજની વિદ્વત્તા વિદ્વાનેામાં માગ મુકાવે એવી હતી. તેના રામરામમાં જૈન સંઘના અભ્યુદયની ભાવના ધબકતી હતી, અને તેએ આગામી યુગનું સ્પષ્ટ દર્શન કરી શકતા હતા. તે ધમાઁ ધામિવિના ।-ધમ પેાતાનું અસ્તિત્વ એના અનુ. ચાયીઓમાં જ ટકાવી શકે છે—એ વાતનું હા તેએશ્રી ખરાખર સમજતા હતા. અંગ્રેજોના શાસનકાળ દરમ્યાન ક્રાંતિ કહી શકાય એટલું વ્યાપક પરિવર્તન સમાજવ્યવસ્થામાં પ્રવેશી ગયું હતું; અને પેાતાના વસ્વને ટકાવી રાખવા માટે દરેક વ, જ્ઞાતિ અને સમાજે વ્યાપક વિદ્યાધ્યયનને આશ્રય લીધા વગર ચાલવાનું ન હતું. અગમચેતી વાપરીને આ દિશામાં વહેલાં પ્રયત્નશીલ થનાર સમાજ વહેલા શક્તિશાળી અને સમૃદ્ધ બની શકવાને હતાઃ આત્મારામજી મહારાજની ચકાર બુદ્ધિએ આ વાત બરાબર સમજી લીધી હતી. અને તેથી જ જૈન સમાજ વિદ્યાસાધનામાં પછાત ન રહેતાં પ્રગતિશીલ અને એવી એમની તીવ્ર ઝ’ખના હતી, અને પેાતાની ઉત્તરાવસ્થામાં એ માટે પ્રયત્ન કરવાની એમનો તમન્ના પણ હતી.
સમાજ તથા વ્યક્તિના વિકાસને માટે જેમ એક બાજુ દેવદિની જરૂર હતી, તેમ બીજી ખાજી સરસ્વતીમંદિની પણ એટલી જ જરૂર હતી, એ રહસ્ય તેએ ખરાખર જાણતા હતા. આ સમાજહિતૈષી આચાર્યશ્રીની વિદ્યાપ્રસારની તીવ્ર ઝંખનાને કંઈક ખ્યાલ ‘નવયુગનિર્માતા' ગ્રંથમાંના (પૃ. ૪૦૯) નિમ્ન પ્રસંગ ઉપરથી પણ મળી રહે છે. એ યાદગાર પ્રસંગ કહે છે કે—
k
“ જ્યારે આચાર્યશ્રી (વિ. સ’. ૧૯૫૨માં) લુધિયાનામાં બિરાજતા હતા ત્યારે એમના શ્રદ્ધાળુ એક ક્ષત્રિયે એમને કહ્યું : ‘આપ દિરા બનાવરાવી રહ્યા છે એ તે સારું છે, પરંતુ એની શ્રદ્દાપૂર્વક પૂજા કરનારા પેદા કરવા માટે આપે સરસ્વતી-મદિરાની સ્થાપના તરફ્ પણ ધ્યાન આપવું જોઇ એ.’ આના જવાબમાં આયા'શ્રીએ ફરમાવ્યું કે પ્રિય ભાઈ, તમારું કઙેવુ' સાચું છે; હું પણુ આ વાત સમજુ' છું. પરંતુ સૌપહેલાં આમની-શ્રાવકાની શ્રદ્દાને સ્થિર કરવા માટે આ મદિરાની જરૂર હતી; તેથી એ કામ તેા હવે પ્રાયઃ પૂરું થઈ ગયું છે; અને એમાં જે કઈ ખામી છે તે પણ ધીમે ધીમે પૂરી થઈ જશે. હવે હુ` સરસ્વતી-મંદિરની સ્થાપના તરફ જ વિશેષ ધ્યાન આપવાના પ્રયત્ન કરીશ. તે માટે આખા પંજાબમાં ગુજરાતવાલા જ વધારે ઉપયોગી થઈ શકે એમ છે. હવે હું એ બાજુ જ વિહાર કરી રહ્યો છું. જો આયુષ્યે સાથ આપ્યા તે વૈશાખ મહિનામાં સનખતરાની પ્રતિષ્ઠા કરીતે સીધે ગુજરાનવાલા પહેાંચીશ અને પહેલાં આ કામને જ હાથ ધરવાના પ્રયત્ન કરીશ.’
લુધિયાનામાં ઉપરના પ્રસંગ અન્યા તેના આગલે વધે, અખાલાથી વિ. સ’. ૧૯૫૧ના ભાદરવા સુદિ ૧૩ ને સામવારના રાજ, શ્રી આત્મારામજી મહારાજે, મુંબઈમાં શેઠ શ્રી ફકીરચંă પ્રેમચંદ રાયચંદ આદિ સકળ સંઘ ઉપર ખામણાને પત્ર લખતાં, મુંબઈમાં જૈન કલેજ સ્થપાવાની વાત અંગે પેાતાની ખુશાલી દર્શાવતાં લખ્યું હતું કે~~
- શહેર અંબાલા—પૂજ્યપાદ શ્રી શ્રી શ્રી ૧૦૮ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વવરજી ( ( આત્મારામજી) મહારાજ્જીના તરફથી ધલાસ વાંચો—
“ મુંબઈ. બંદર—શ્રાવક પુણ્યપ્રભાવક દેવગુરુભક્તિકારક શેઠ કરયદ પ્રેમય રાયયદજી વિગેરે સકળ શ્રીસંધ ચેગ્ય—........................
Page #46
--------------------------------------------------------------------------
________________
૧ સ્થાપના અને શરૂઆત
૧૧ પ્રથમ હમેને અમરચંદ પિ. પરમારના કાગળથી સમાચાર મળ્યા હતા કે “અત્રે શ્રીસંઘની એક જૈન કોલેજ ખોલવાની મરજી થઈ છે અને તેના ફંડને માટે ગોઠવણ પણ થવા લાગી છે, તેવું માલમ પડયું છે.” આ વાત વાંચી હમારા દિલમાં એટલે ઉત્સાહ પેદા થયું હતું કે તે જ્ઞાની મહારાજજી જાને છે; પરંતુ હવે તે વિચાર પરિપૂર્ણ કરી હમારા ઉત્સાહને વૃદ્ધિ કરે તથા જૈન ધર્મને ઝાડે ફરકાવશે. આપના જેવા નરરત્ન શ્રીસંધમાં વિદ્યમાન છે, જે ધારે તે કરી શકે એમ છે, માટે આ કામ પૂરું કરી જ્ઞાનવૃદ્ધિ કરી જૈન ધર્મના અસલ તો પ્રકાશ કરશે, એ જ વારંવાર હમારું કહેવું તથા લખવું છે.”
(“આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ, પૃ. ૩૭) જૈન સંઘમાં જ્ઞાનોપાસનાની અભિવૃદ્ધિ થાય એ માટે આચાર્યશ્રીની ઝંખના કેટલી તીવ્ર હતી તે આ ઉપરથી પણ સમજી શકાય છે. પરંતુ, કમનસીબે, આચાર્ય મહારાજશ્રી પિતાના આ મનોરથોને મૂર્ત કરવાને સક્રિય પ્રયત્ન કરે તે પહેલાં જ, વિ. સં. ૧૫૩ (ગુજરાતી ૧૯૫૨)ના જેઠ સુદ ૭ની પાછલી રાત્રે, ગુજરાનવાલામાં, તેઓને સ્વર્ગવાસ થયે; અને જ્ઞાનવિસ્તારના એમના મનર અધૂરા રહી ગયા !
પરંતુ કાળધર્મ પામવાની થોડીક ક્ષણો પહેલાં જ, મુનિશ્રી વલ્લભવિજયજી, જેઓ આચાર્યશ્રીના શિષ્યના પ્રશિષ્ય થતા હતા, અને જેમના ઉપર આત્મારામજી મહારાજને અપાર હેત અને શાસનના ઉજજવળ ભાવી માટે અખૂટ આશા-શ્રદ્ધા હતી, એમની સાથેના અંતિમ વાર્તાલાપમાં પણ આચાર્ય મહારાજે સરસ્વતી-મંદિરો ઊભાં કરવાની પિતાની ભાવનાનું પુનરુચારણ કર્યું હતું. આ પ્રસંગનું વર્ણન કરતાં “નવયુગનિર્માતા” પુસ્તક (પૃ. ૪૧૧)માં કહેવામાં આવ્યું છે કે
તમને સૌને મારું છેલ્લું નિવેદન એ જ છે કે મારાં અધુરાં રહેલા કામ તમે પૂરાં કરવાને પૂરેપૂરે પ્રયત્ન કરે અને આપસમાં સુમેળ રાખજે ..........કેટલીક ક્ષણે પછી એમણે અખેિ ઉઘાડી અને સામે બેઠેલા સાધુઓ તથા શ્રાવક તરફ તજર નાખી; અને આ સેવકને બોલાવીને કહ્યું: “વલલભ ! લુધિયાનામાં થયેલી વાત યાદ છે?' મેં રૂંધાયેલા રે જવાબ આપે : “હા ગુરુદેવ, બરાબર યાદ છે ?” ગુરુદેવે કહ્યું : “એનું પૂરેપૂરું ધ્યાન રાખજે, જ્ઞાન વિના લકે ધર્મને નહીં સમજી શકે.” “બહુ સારું ગુરુદેવ!' પરંતુ હું આટલું કહી શકો એટલામાં તે “ ભાઈ, હવે અમે રવાના થઈએ છીએ અને સૌને ખમાવીએ છીએ; ૩ૐ અર્હન'–એટલું કહીને તેઓ સદાને માટે અંતર્ધાન થઈ ગયા!”
યુગદ્રા તિર્ધરનું જીવન સાઠે વર્ષે સંકેલાઈ ગયું ! પણ એમની આ ઝંખનામાં વિદ્યાલય જેવાં સરસ્વતી મંદિરની સ્થાપનાનાં ચેતનવંતાં બીજે છુપાયાં હતાં. એ બજેમાં કર્તવ્યનિષ્ઠાનાં ખાતર-પાણી નાખીને શ્રી આત્મારામજીના મહારાજના વિદ્યાવિસ્તારના મને રથને સફળ બનાવનાર સમર્થ સંદેશવાહકની પ્રેરણાની જૈન સંઘ આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યો.
| [૪]
યુગદ્રષ્ટાના સંદેશવાહક વીરભૂમિ પંજાબની વિભૂતિએ સેવેલા સરસ્વતી મંદિરની સ્થાપનાના મનોરથને પૂરા કરવાને કળશ ગરવી ગૂર્જર ભૂમિની વિભૂતિને માથે હેળાવાને હતે. સૂરિપ્રવર
Page #47
--------------------------------------------------------------------------
________________
૧૨.
વિદ્યાલયની વિકાસકથા આત્મારામજી મહારાજના સાન્નિધ્યમાં અને એમના હાથે જ મુનિ વલ્લભવિજયજી આ માટે સજજ થઈ રહ્યા હતા.
આમ જોઈએ તો મુનિ વલ્લભવિજયજી આત્મારામજી મહારાજના શિષ્ય મુનિ લક્ષમીવિજયજીના શિષ્ય મુનિ હર્ષવિજયજીના શિષ્ય હતા. પણ અંતરને સ્નેહતંતુ ક્યારેક નજીકના કે દૂરના સગપણની ખેવના કરતો નથી; અંતર આપમેળે જ પિતાના સ્નેહભાજનને શોધી લે છે. વડદાદાગુરુ શ્રી આત્મારામજી મહારાજની અવિરત સેવા કરીને મુનિ વલ્લભવિજયજી એમના અપાર વાત્સલ્યના અધિકારી બની ગયા હતા.
આવા મહાન યુગદ્રષ્ટા તિર્ધરની સેવા કરવાનો અને એમના સાનિધ્યમાં રહેવાને લાભ મુનિ વલ્લભવિજયને માત્ર ૮-૯ વર્ષ જ મળ્યો હતો; પણ જાણે એ બે આત્માઓ જુગજુગજૂની ધસગાઈની પવિત્ર ગાંઠે બંધાયેલા હોય એવી એકરૂપતા એમની વચ્ચે પ્રવર્તતી હતી. આત્મારામજી મહારાજને મનિ વલલભવિજયજીની કાર્યશક્તિ, કાર્યનિષ્ઠા શાસનભક્તિ, સૂઝ અને શાણપણમાં પૂર્ણ શ્રદ્ધા હતી; તેથી જ તે એમણે પંજાબની ધર્મભક્તિનું જતન કરવાનું અને ઠેર ઠેર સરસ્વતી મંદિરની સ્થાપના કરવાનું યુગકર્તવ્ય એમને ભળાવ્યું હતું–જાણે એમને પિતાના સંદેશવાહક કે ધર્મ પ્રતિનિધિ જ નીમ્યા હતા. | મુનિ વલ્લભવિજયજીએ પણ પિતાના શિરછત્રે પિતાના શિરે નાખેલી આ જવાબ દારીને સવાઈરીતે પૂરી કરી બતાવીને પોતાના જીવનને કૃતાર્થ બનાવ્યું હતું અને શાસનની તેમ જ સમાજની શોભા અને શક્તિમાં ઘણું વધારે કરી બતાવ્યું હોં.
આચાર્ય શ્રી વિજયવલલભસૂરીશ્વરજીની જીવનગાથા વાંચનાર સૌ કોઈએ કબૂલ કરશે કે, ગુરુ વલ્લભે પંજાબની ધર્મભાવનાનું પૂરેપૂરું જતન કર્યું હતું એટલું જ નહીં, પંજાબવાસીઓની ધર્મભાવનાની ફૂલવેલને ખૂબ વિકસાવી હતી. પંજાબ જૈન સંઘની પ્રત્યેક વ્યક્તિના અંતરમાં આજે પણ ગુરુ વલ્લભ પ્રત્યે અપાર ભક્તિની ગંગા વહી રહી છે.
વળી, આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજીએ ઠેર ઠેર સરસ્વતી-મંદિરો ઊભાં કરીને જેન સંઘમાં વિદ્યાની ગંગા વહાવવાને જે ભગીરથ પ્રયત્ન કર્યો છે, તે વીસ વીસરાય એ નથી. અને જૈન ધર્મ અને સંઘના આધારરૂપ શ્રાવક-શ્રાવિકાઓના ઉત્કર્ષ માટે સતત ચિંતા સેવીને અને પ્રેરણા આપીને એમણે જે કાર્ય કરી બતાવ્યું તેથી તે તેઓ જૈન સંઘના સુખદુઃખના શાથી એવા સાચા અને આદર્શ ધર્મગુરુ બની શક્યા હતા ? એમના રોમરોમમાં જાણે “મારે શ્રાવક-શ્રાવિકાને સંઘ સુખી હાય”—એ મમતાને અખૂટ ઝરે વહ્યા કરતો હતો, અને એમના ભલા માટે, ઊંઘ અને આરામને વેગળાં મૂકીને, કાર્ય કરવાની એમને પ્રેરણા આપ્યા કરતો હતો. તેઓ પણ જૈન સંઘના એક સમર્થ યુગપુરુષ જ હતા.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના એ યુગદ્રષ્ટા શ્રી આત્મારામજી મહારાજના આ સમર્થ અને યુગવીર સંદેશવાહકની પ્રેરણાનું જ ફળ છે
જ આચાર્ય શ્રી વિજ્યવલ્લભસુરીશ્વરજીને પરિચય આ ગ્રંથમાં અન્યત્ર આપેલ હોઈ અહીં એમના જીવનની વિગતો આપવામાં આવી નથી.
Page #48
--------------------------------------------------------------------------
________________
૧ : સ્થાપના અને શરૂઆત
૧
ર
વિદ્યાલયની સ્થાપના અંગ્રેજી રાજ્યવ્યવસ્થાને કારણે દેશમાં વિવિધ વિષયોના ઉચ્ચ શિક્ષણની શાખાઓ અને સંસ્થાઓ સ્થપાવા લાગી હતી તેમ જ નવી નવી યુનિવર્સિટીઓ પણ અસ્તિત્વમાં આવી હતી. આ સ્થિતિમાં જે સમાજે શિક્ષણક્ષેત્રે સમયની આ પ્રગતિ સાથે પ્રગતિશીલ રહેવું હોય એને માટે પિતાની ઊછરતી પેઢી આવું શિક્ષણ લેવા પ્રેરાય એવી આર્થિક તેમ જ બીજી જોગવાઈ કરી આપવી અનિવાર્ય બની ગઈ હતી–સમય પિતે જ જાણે શિક્ષણનાં બધાં ક્ષેત્રોને અપનાવવાની હાકલ કરતો હતો.
સમયની આ હાકલ મુંબઈમાં વસતા, પ્રગતિશીલ અને સમાજહિતચિંતક જૈન આગેવાનેના અંતરને સ્પર્શી ગઈ. મુંબઈ શહેર તો આપણું દેશની નાડ સમું પચરંગી અને પ્રગતિશીલ શહેર છે. એના વસનારને દુનિયાભરની પ્રગતિ અને પ્રવૃત્તિને છેવટે આછોપાતળો પણ ખ્યાલ મળતો જ રહે છે. એટલે તે સમયની પરિસ્થિતિ ઉપરથી મુંબઈના જૈન આગેવાનોને લાગ્યું કે જૈન સમાજને જે અન્ય સમાજેથી પાછળ રહી જાતે રેકો હોય તે સમાજના વિદ્યાથીઓ નવી પદ્ધતિનું ઉચ્ચ શિક્ષણ નિશ્ચિત રીતે લઈ શકે એવી વ્યવસ્થા કરવી જ જોઈએ. અને આ માટે તેઓ કંઈક ને કંઈક પણ વ્યવસ્થા ઊભી કરવાને ગંભીરપણે વિચાર કરતા થયા હતા. શિક્ષણ આપવાના હેતુ અંગે આ
મનુભાવની દૃષ્ટિ કેટલી સ્પષ્ટ હતી, તે વિદ્યાલયના ચોથા વર્ષના રિપોર્ટના ૨૭મે પાને છપાયેલ આ એક વાક્યથી જ સમજી શકાય એમ છે. એમાં કહેવામાં આવ્યું છે કે
“કેળવણીના સવાલને આપત્તિધર્મ તરીકે સ્વીકારવાને નથી, પણ સમયધર્મ તરીકે સ્વીકારવાને છે.” મક
વિ. સં. ૧૯૬૮-૬૯ (સને ૧૯૧૨–૧૩) ના અરસાની આ વાત છે.
* વિદ્યાલયના સ્થાપકનાં અંતરમાં કેરળણુનું મહત્વ કેટલું સ્પષ્ટપણે અંકિત: થયેલું હતું તેને ખ્યાલ વિદ્યાલયના રિપોર્ટમાંનાં નિખ લખાણે ઉપરથી પણ આવી શકે એમ છે. એ લખાણ કહે છે
વારંવાર વિચાર કરતાં એમ જણાય છે કે કેળવણી વગર આપણે વિસ્તાર નથી, સંસ્કાર વગર પ્રગતિ નથી, પ્રગતિ વિના જાહેરજલાલી નથી અને જાહેરજલાલી વગર અનેક જવાબદારીઓને પહોંચી વળવાનાં સાધનો ઉત્પન્ન થાય તેમ નથી.............
ગમે કે ન ગમે પણ કેળવણી વગર ચાલે તેમ તે નથી જ, એને સુંદર રીતે સુવાસિત કરશે તે સારાં ફળો મળશે, એને અવગણનાના સ્થાને રાખશો તે એક પ્રચંડ વર્ગ તમારી સામે ઊભે થશે, એને દરિદ્ર સ્થિતિમાં રાખશે તો એનાં ફળ પણ નિર્માલ્ય, તુચ્છ, સડેલાં મળશે. એને પાળી પિષી તંદુરસ્ત રાખશો તો એની સંતતિ સુદઢ, તંદુરસ્ત અને આગામી ચિંતનશીલ ઉત્પન્ન થશે. કેળવણી તરફ પ્રહાર કરે, કેળવાયેલા વર્ગની માત્ર કેળવણું ખાતર જ અવધીરણ કરવી એ મહા નુકશાન કરનાર છે.” (ચે રિપિટ, પ. ૨૫-૨૬)
સમાજની સર્વ શુંચવણને નિકાલ અમને કેળવણીના પ્રશ્નના નિકાલમાં લાગે છે. પોતાની જવાબ દારી સમજનાર મેટ વર્ગ ઉત્પન્ન થશે ત્યારે પિતાનું હિત ક્યાં છે અને કેમ સાધી શકાય તે તેઓ
Page #49
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસકથા જોગાનુજોગ વિ. સં. ૧૯૬૯ (સને ૧૧૩)ની સાલનું ચોમાસું પૂ. મુનિ શ્રી વલ્લભવિજયજી મુંબઈમાં રહ્યા હતા; અને જૈન સંઘમાં સરસ્વતી મંદિરની સ્થાપના કરવાના મનેર એમના અંતરમાં રમતા જ હતા. એટલે એમણે પણ મુંબઈના જૈન આગેવાનને પિતાના વિશાળ અનુભવને લાભ આપીને યંગ્ય માર્ગદર્શન કરાવ્યું અને ઉચ્ચ શિક્ષણ માટેની સંસ્થા સ્થાપવાની પ્રબળ પ્રેરણા આપી. આ સંસ્થાને આકારપ્રકાર કે હે જોઈએ એ સંબંધી જે નિખાલસ ચર્ચા કરવામાં આવી હતી, એનો કંઈક ખ્યાલ શ્રી મોતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયાને બહુમાન માટે રચવામાં આવેલા સન્માન સમિતિ તરફથી સને ૧૯૪૯માં કરવામાં આવેલ સન્માન પ્રસંગે શ્રી મોતીચંદભાઈએ ઉચ્ચારેલ નીચેના ઉદ્ગારે ઉપરથી આવી શકે એમ છે. તેઓએ કહ્યું કે
જ્યારે મુંબઈમાં પંજાબ અનુસાર ગુરુકુળ કરવું કે નહિ એની ચર્ચા થઈ હતી (આજથી ૩૪ વર્ષ ઉપર) ત્યારે મેં મારા વિચારો પુરતી છૂટથી જણાવ્યા હતા. મારે મન જૈન કામને કેળવણું જરૂરી છે અને તેમાં જ સમાજનું ગૌરવ છે એમ લાગવાથી હું ગુરુકુળની યેજના વિરુદ્ધ પડવો. પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી પણ મારી યોજના સંપૂર્ણ સહાનુભૂતિથી નીરખી રહ્યા.”
( સન્માન સમિતિની કાર્યવાહી, પૃ. ૧૬) સમાજના આગેવામાં કાર્ય કરવાની શક્તિ અને તમન્ના અને હતા એમાં સમયજ્ઞ મુનિશ્રીની પ્રબળ પ્રેરણાનું બળ ઉમેરાયું; તેઓ આવી શિક્ષણ સંસ્થાની સ્થાપના કરવા માટે કૃતનિશ્ચય બન્યા. અનેક ભાવનાશીલ આગેવાનું એક એકરાગી જૂથ રચાયું અને ઉચ્ચ શિક્ષણની સંસ્થાની સ્થાપના માટે વાતાવરણ પૂરેપૂરું અનુકૂળ બની ગયું. પરિણામે એક સમય પારખું અને સંકલ્યાણના વાંછુ મુનિવરની પ્રેરણા અને અનેક સેવાપરાયણ આગેવાની ભાવનાના સંગમતીર્થને આરે વિ. સં. ૧૯૭૦ના ફાગણ સુદિ પંચમી ને સોમવાર, તા. ૨-૩-૧૯૧૪ના યાદગાર દિવસે, મુંબઈમાં જૈન સંઘના વિદ્યાતીર્થ શ્રી મહાવીર જૈન વિદ્યાલયની મંગલ સ્થાપના થઈ. શોધી શકશે. શાસ્ત્રના ઊંડા અભ્યાસ, વિચારની ઉદારતા, નિમલ બાબતની ઉપેક્ષા અને સંપ્રદાયના જ્ઞાન સાથે જ્યારે સમાજશાસ્ત્રને અભ્યાસ બરાબર થશે ત્યારે જ ઉન્નતિના માર્ગ તરફ આપણે વળશું. તેને રસ્તે વ્યવસ્થા પૂર્વક કેળવણીને માર્ગે પ્રગતિ કરવામાં જ છે. ભણેલ વર્ગ ઉપર આધાર રાખવામાં કદાચ સંકોચ થતો હશે, પણ તેના ઉપર જ ભવિષ્યનું મંડાણ છે. કેળવણુ કેવી, ક્યાં અને ક્યારે આપવી એ વિચારવાની જરૂર છે પણ એના વગર નભે તેમ નથી. શાસ્ત્ર, સંપ્રદાયનું જ્ઞાન અને વર્તમાન કેળવણીના ઊંડા અભ્યાસ વગર સમાજના ભવિષ્યનાં કંકો નકકી કરાય તેમ નથી.” (અગિયારમે રિટે, ૫ ૨૯)
“આપણે જેટલા ભાઈઓને ભણવાનું ઉત્તેજન આપીએ તેટલાને આપણે ભાગે લઈ ચાલીએ છીએ અને નિરાશ્રિતના પ્રશ્નને અલ્પાંશે નિકાલ કરીએ છીએ. એક ભણેલે માણસ કેટલાને ઠેકાણે પાડે છે તેને ખ્યાલ કરવા જેવો છે. આર્થિક બુંચવણને વ્યવહાર નિકાલ લાવવામાં આપણે પારસી મને દાખલો અનુકરણ કરવા યોગ્ય છે. આવી સંસ્થામાં આપેલ દાન અનેક વાર ફર્યા કરે છે, વસુલ આવેલ લોનની રકમ અન્યને ભણવામાં જ વપરાય છે, ભણેલે ભિક્ષા માગશે તોપણું રીતસર ભાગશે અને જૈન કામને દીપાવનાર પણ એ વર્ગમાંથી જ નીકળશે.” (સેળ રિપોર્ટ, પૃ. ૨૪ A)
Page #50
--------------------------------------------------------------------------
________________
૧ : સ્થાપના અને શરૂઆત
૧૫
વિદ્યાલયના પહેલા વર્ષના અહેવાલમાં આ અંગે જે કહેવામાં આવ્યું છે તે જાણવા જેવું છે. એ અહેવાલ વિદ્યાલયની સ્થાપનાની પૂર્વભૂમિકાના ખ્યાલ આપતાં કહે છે કે~~ “ અન્ય નાની નાની મેાભે! ધરાવતી કામની સાથે સરખાવતાં આપણે સાંસારિક અને રાજકીય આખતમાં ધણા પછવાડે પડી ગયા છીએ એમ વિચારશીલ સુન્ન નેતાએને લાગતાં આપણા જાતીય અસ્તિવને જાળવી રાખવા તથા આપણી અનેક પ્રકારની ખાસ જવાબદારીઓને પહેાંચી વળવાના માર્ગો પર વિચાર કરતાં આપણે ધાર્મિક અને સાંસારિક અનેક સવાલે પર વિચાર કર્યાં. આાપણે જોયુ તે એક બાજુથી નવીન સંસ્કારના પવન ખડ્રુ જોરથી ફૂંકાતા હતા; બીજી બાજુએ આપણાં અનેક તત્ત્વનાં પુસ્તકાનું, મદિરાનુ, તીર્થાતું અને પૂર્વાંની જાહેાજલાલી યાદ કરાવનારી અનેક વસ્તુઓનું રક્ષણુ કરવાનું મહાન કર્તવ્ય આપણને જણાયુ'; અને એવા મહાન પ્રશ્નો આપણી સમક્ષ એટલા બધા રજૂ થઈ ગયા કે તેના નિર્ણય કરવા માટે આપણે અનેક પ્રબુદ્ર માણસાની સસ્થાઓ [સભાએ ? ] મેળવી.
અનેક અગત્યનાં કાર્યો અને રજોને પહેાંચી વળવા માટે જે દીધ` પ્રયાસની જરૂરિયાત હતી તેના નિષ્કર્ષ કાઢતાં આપણા વિચારકે છેવટે એક નિશ્ચય પર આવી ગયા કે આપણું પ્રથમ કર્તવ્ય કેળવણીના સવાલાના નિર્ણય કરવામાં સમાયેલું છે. આપણા નવયુવાન બાળકોને જો યોગ્ય અંકુશ નીચે સારા પ્રકારનું શિક્ષણુ વર્તમાન શૈલી પ્રમાણે ધાર્મિક જ્ઞાન સાથે આપવામાં આવે અને સાથે તેમનાં મગજ અને હૃદય એક સાથે કેળવાય એવા પ્રબંધ કરવામાં આવે તે મદિરા, પુસ્તકા, તીર્થાં, નિરાશ્રિત, જીવયા વગેરે અનેક વિષયાને અંગે ઉપસ્થિત થતા પ્રશ્નોને યોગ્ય આકારમાં આછે વખતે અને સતેષ કારક રીતે સ્વતઃ નિવેડા થઈ જાય તેવી સ્થિતિ લાવી શકાય. સખ્ત હરીફાઈના જમાનામાં અન્ય પૂર ઝડપથી આગળ વધતી કામે। સાથે ટકી રહેવાનુ અને ધ' તથા ધર્મસ્થાના અને સંસ્થાએાને અંગે ઉપસ્થિત થતી આપણી ખાસ ક્રૂરજોને પહોંચી વળવાનુ સાધન કેળવણી દ્વારા પ્રાપ્ય છે એવા નિય અનેક ચર્ચાઆને પિામે થયા.”
(6
મુનિરાજ શ્રી વલ્લભવિજયજીના ઉપદેશ
“ એવા નિ ય થયા પછી અવલાકન કરતાં એમ જણુાવ્યુ` કે માત્ર નવીન શિક્ષણુથી એકલા મગજની ખીલવણી થાય છે; તદ્દન પ્રાચીન પદ્ધતિ પર અભ્યાસ કરાવવાથી વર્તમાન યુગને અંગે આપણે પૂરતું કાર્યં કરવાના સંયોગામાં આપણી જાતને મૂકી શકતા નથી; બન્નેનું મિશ્રણુ કરવામાં ઘણી અગવડા ઊભી થાય છે. આવી ચર્ચા ચાલતી હતી તે દરમ્યાન સંવત ૧૯૬૯ના વૈશાખ માસમાં પૂજ્યપાદ મુનિ મહારાજ શ્રી વલ્લભવિજયજીનું ચાતુર્માસ મુંબઈ શહેરમાં થયું. તેઓએ દેશ પરદેશ કરી ધા અનુભવા મેળવેલા હોવાથી તેમ જ નવીન સંસ્કારવાળા યુવાની અભિરુચિ કઈ દિશાએ દારવાય છે તેમ જ તેને મેગ્ય રીતે વાળવાથી કેવી લાભકારક રીતે તેના ઉપયોગ થઈ શકે છે તેને તેઓશ્રીએ ખારિક અભ્યાસ કરેલા હોવાથી તેમણે પોતાના વિચારા જૈન કામની સમક્ષ મુદ્દાસર રજૂ કર્યાં અને સાથે જાવ્યું કે હવે વાતા કરી બેસી રહેવાના સમય નથી, પરંતુ કામને જે ક્ષતિ લાગુ પડેલી જોવામાં આવે છે તેનેા સવર્ ઉપાય કરવા માટે કાર્ય કરવાની જરૂર છે. મહારાજ શ્રી વલ્લભવિજયજીએ ત્યાર પછી કેળવણીના કાર્યં પર કેવી રીતે કામ લેવુ' જોઈએ તેની યાજના બતાવી. તેઓશ્રીના ખ્યાલ ગુરુકુળને મળતી સંસ્થાની જરૂરીઆત બતાવવાના હતા. અનેક પ્રકારની ચર્ચાએ તથા ચેાજના થયા પછી છેવટે એક નિણૅય પર હકીકત તેઓશ્રી લાવી શકયા અને તે એ હતી કે નવીન પદ્ધતિની ઊંચા પ્રકારની કેળવણી લઈને ધર્મના દૃઢ સંસ્કાર સાથે કામનું હિત હૃદયમાં રાખીને કાર્યો કરનારા યુવાનને એક મોટા સમૂહ ઉત્પન્ન કરવાની ખાસ જરૂર છે, અને તેને માટે એક યેાજના તાત્કાલિક હાથ ધરવાની બહુ જરૂર છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસકથા પ્રૌઢ ભાષામાં ગ્ય શબ્દોમાં અસરકારક રીતે આ ઉપદેશ તેઓશ્રીએ આખા ચાતુર્માસમાં ચાલુ રાખે અને છેવટે તેઓશ્રીના ઉપદેશથી આ વિદ્યાલયની સ્થાપના કરીને નિર્ણય સંવત ૧૯૭૦ ના ફાગણ સુદ પ ને રોજ થયે.” (પૃ. ૫ ૬).
નામ “કઈ પણ વ્યક્તિનું નામ સંસ્થા સાથે જોડવાથી એકદેશીય સંસ્થા થઈ જાય છે. તેથી કાં તે તે ખાનગી ખાતા જેવી થઈ જાય છે અથવા અમુક ગ૭ કે સંપ્રદાયની એક શાખા થઈ જાય છે. તેમ ન થાય તેટલા માટે સંપૂર્ણ વિચાર કરી આ સંસ્થા સાથે આપણું પરમોપકારી ચરમ તીર્થંકર જેમને આપણા ઉપર સીધે આભાર છે તે શ્રી મહાવીર પરમાત્માનું નામ જોડી આ સંસ્થાનું નામ શ્રી મહાવીર જૈન વિદ્યાલય રાખવામાં આવ્યું.” (પૃ. ૭)
સંસ્થાના પ્રેરક પૂજ્ય મુનિશ્રી વલ્લભવિજયજીએ કે મુનિશ્રીની પ્રેરણા ઝીલનાર આગેવાનોએ સંસ્થાની સાથે પિતાને માન્ય એવી કોઈ વિશિષ્ટ વ્યક્તિનું નામ જોડવાને વિચાર ન કરતાં સમસ્ત જન સંઘને માન્ય અને પૂજ્ય પરમાત્મા મહાવીદેવનું નામ જેડયું એમાં એમનાં શાણપણ અને દૂરંદેશી દેખાઈ આવે છે. વિદ્યાલયની લોકપ્રિયતામાં અને એના ઉત્કર્ષમાં આવા સર્વમાન્ય નામનો પણ નોંધપાત્ર હિસ્સો છે એમ કહેવું જોઈએ.
સંસ્થાનું કાર્યક્ષેત્ર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજ પૂરતું મર્યાદિત રાખવા અંગે વિદ્યાલયના પહેલા વર્ષના રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે
જૈન કેમની જરૂરિઆત જોતાં આવી સંસ્થા માટે ઘણું મેટા ફંડની જરૂરિઆત દેખાઈ પરંતુ મુંબઈના ઝવેરાત વિગેરે જૈન કેમના મુખ્ય વ્યાપારો તે વખતે ઘણી કફોડી સ્થિતિમાં હોવાથી એકદમ મેટા ફંડની ગોઠવણ થઈ જાય એવા સંયેગો ન દેખાવાથી આ સંસ્થા શ્વેતાંબર વિભાગના મૂર્તિપૂજક જેને માટે રાખવી એવો નિર્ણય થયે. એ પ્રમાણે કરવામાં અન્ય કેમ કે વિભાગ માટે કોઈ પણ પ્રકારને તિકાર અથવા તેઓ તરફ અનભિરુચિ છે એવું કાંઈ છે જ નહીં, પરંતુ આપણી શક્તિ હોય તેટલું જોર કરીએ તો કામ નભાવી શકાય, નહીં તે જલદી થાકી જવાય; વળી જુદા જુદા વિભાગો પિતાનું કાર્ય વધારે સરળતાથી, સંતોષથી અને વગર કચવાટે ચલાવી શકે તે આખરે કેળવણીને પરિણામે જે સસંપની સ્થિતિની અપેક્ષા રાખવામાં આવે છે તે સહેજે પ્રાપ્ત થાય –એ દઢ નિશ્ચય થવાથી અને એવા નિર્ણય ઉપર ફંડની સ્થિતિને આધાર ખાસ રહેતો હોવાથી આ સંસ્થાના કાર્યને વિસ્તાર મૂર્તિપૂજક શ્વેતાંબર જૈનો માટે રાખવો એ નિર્ણય જનરલ કમિટિએ કર્યો ” (પૃ. ૭-૮)
સંસ્થાની સ્થાપના શુભ નિર્ણય કર્યા પછી સંસ્થા કાર્યશીલ બને એ માટેની આર્થિક તેમ જ બીજી પૂર્વ તૈયારી કરવા માટે નીચે મુજબ નવ સભ્યની એક કામચલાઉ મેનેજિંગ કમિટીની રચના કરવામાં આવી?
(૧) શ્રી રતનચંદ તલકચંદ માસ્તર (૨) શ્રી ગુલાબચંદજી ઠઠ્ઠા, એમ. એ. (૩) શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા (૪) શ્રી હેમચંદ અમરચંદ (૫) શ્રી મકનજી જૂઠાભાઈ મહેતા, બેરિસ્ટર–એટ–લે (૬) શ્રી જમનાદાસ મેરારજી
Page #52
--------------------------------------------------------------------------
________________
૧ : સ્થાપના અને શરૂઆત
(૭)
શ્રી ચુનીલાલ વીરચંદ (૮) શ્રી મેાહનલાલ દલીચ'નૢ દેસાઈ (૯) શ્રી મૂલચંદૅ હીરજીભાઈ
શ્રી મૂલચંદ હીરજીભાઈને આ કમિટીના મંત્રી નીમવામાં આવ્યા હતા. ઉપરાંત, શેઠ દેવકરણ મૂલજી તથા શેઠ નગીનભાઈ મધુભાઈની ખજાનચી તરીકે વરણી કરવામાં આવી હતી.
નવપદ જેવા શુકનવંતા નવ સભ્યો અને એ ખજાનચીએ મળીને અગિયાર ગણુધરના અંકની યાદ આપતા અગિયાર આગેવાનાએ સમાજના સહકાર મેળવીને પેાતાના કાના આરલ કર્યાં.
૧૭
આ રીતે વિદ્યાલયની સ્થાપનાનું મગલ કાર્ય પૂરુ' થયું; અને સંસ્થાને કાર્યાન્વિત ફરવાનું મહાન જવાખદારીવાળુ કાર્ય શરૂ થયું.
[ ૬ ] કાર્યની શરૂઆત
કવ્યના સાદ આગળ આરામ કેવા ? સામે જ કબ્યની મૂર્તિ સમા સદા જાગ્રત ગુરુમહારાજ બિરાજતા હતા: ન સ્વયં પ્રમાદ કરવા, ન ખીજાએને પ્રમાદમાં પડવા દેવા એ એમના સ્વભાવ હતા.
વિદ્યાલયના કાર્ય કરો તરત જ કામે લાગી ગયા. પહેલા નિણૅય તે સ્થાનના કરવાના હતા. શરૂઆતમાં તે સૌને લાગ્યું કે પૂના એ મુંબઈ પ્રાંતનું કાશી જેવુ' વિદ્યાધામ છે, ત્યાંનુ જીવન પણ પ્રમાણમાં સસ્તું છે, ત્યાંની રહેણીકરણીમાં નમૂનેદાર સાદાઈ ભરેલી છે અને ત્યાંનાં હવા-પાણી વિદ્યાથી એને માફક આવી જાય એવા છે, એટલે ત્યાં જ વિદ્યાલય શરૂ કરવું. આ માટે પૂના જઈ ને કેટલીક તપાસ પણ કરવામાં આવી; અને પૂનાના શેઠ ગગલભાઈ હાથીભાઈ જેવા આગેવાનાએ આ વિચારને વધાવી લઈ ને પૂરો સહકાર આપવાનું પણ કહ્યું.
પણ આ અંગે ઊંડાણથી વિચાર કરતાં મુ`બઈના દીદી આગેવાનેાને લાગ્યુ કે બીજી બધી સગવડા ગમે તેટલી સારી હાય, પણ સ`સ્થાની નિયમિત દેખરેખ રહી શકે એમ ન હેાય તે। સસ્થામાં અવ્યવસ્થા ઊભી થાય અને સસ્થાના વિકાસ અટકી ગયા વગર ન રહે. છેવટે મુંબઈમાં જ સસ્થા શરૂ કરવાના નિર્ણય કરવામાં આવ્યેા.
કામ ઘણું મેટુ' હતું, જવાબદારી પણ ઘણી મેાટી હતી અને એ માટે પૈસે પણુ ઘણા જોઈએ એમ હતા; ખીજી માજી પહેલા વિશ્વયુદ્ધના એ સમયમાં ઝવેરાત તેમ જ ખીજા મુખ્ય વેપારાની સ્થિતિ બહુ કફ઼ાડી હતી. છતાં કાર્યકરા પાસે ગુરુપ્રેરણા અને સમાજસેવાની ભાવનાનુ' અખૂટ ખળ હતું. પોતાની કે સમાજની શક્તિ-અશક્તિની ઝાઝી વિમાસણમાં અટવાયા વગર તે મન દઈને કામે લાગી ગયા. નિષ્ઠાપૂર્વક કામ કરનારને કુદરત પણ સહાય કર્યાં વગર રહેતી નથી.
૩
Page #53
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસકથા એ વખતે મોટા ફંડફાળા કરી શકાય એવી સ્થિતિ ભલે ન હતી, પણ સાથે સાથે, ટીપે ટીપે સરોવર ભરવાની ધીરજ દાખવનારને માટે, કામ પૂરતાં નાણાં ભેગાં કરવામાં ખાસ કંઈ મુશ્કેલી પણ ન હતી. સંસ્થાના કાર્યકરોએ દશ વર્ષ સુધી, દર વર્ષે, રૂા.૫૧)૫૧) ની મદદ સેંધાવનારનાં નામે લખવાને અને એવી મદદ ધાવનારને સંસ્થાના સભ્ય ગણવાને નિર્ણય કર્યો. આગળ જતાં, વીસ વર્ષ સુધી, દર વર્ષે રૂા. ૨૫)-૨૫) ની મદદ નોંધાવનારને સંસ્થાના સહાયક સભ્ય ગણવાનું ઠરાવવામાં આવ્યું.
સંસ્થાના ખંતીલા કાર્યકરે એક બાજુ આ નિર્ણય મુજબ સભ્યો નોંધવાના કાર્યમાં લાગી ગયા; બીજી બાજુ શેઠ શ્રી દેવકરણ મૂળજી અને શેઠ શ્રી હેમચંદ અમરચંદે, દશ વર્ષ માટે, વાર્ષિક એક એક હજાર રૂપિયાની સહાયતા આપવાની ઉદારતા દાખવી; અને ત્રીજી બાજુ આ વિદ્યાવૃદ્ધિના વિશાળ કાર્યમાં નાની-મોટી જે કંઈ રકમ મળે તે, સામાન્ય જનસમૂહની વિદ્યા અને વિદ્યાલય પ્રત્યેની મમતાના પ્રતીકરૂપે, સ્વીકારવાનું અને એ રકમ ચાલુ મદદ ખાતે લઈ જવાનું ઠરાવવામાં આવ્યું. વધારામાં, વિદ્યાલયનું કાર્ય દઢ થાય અને સંઘનું ધ્યાન વિદ્યાલય પ્રત્યે સવિશેષ દોરાય એ હેતુથી મુનિ શ્રી વલ્લભવિજયજીએ વિ. સં. ૧૯૭૦ નું ચાતુર્માસ પણ મુંબઈમાં રહેવાનું નક્કી કર્યું, આથી કાર્યકરોને ઉત્સાહ અનેક ગણો વધી ગયા. - વટવૃક્ષનું બીજ વવાઈ ચૂક્યું હતું. એને ઉત્તમ ખાતર પૂરનાર અને અવિરત જળસિંચન કરનારાઓનું સુંદર જૂથ પણ રચાઈ ગયું હતું. ધીમે ધીમે સંઘને પણ આ સંસ્થા પ્રત્યે મમતા કેળવાતી જતી હતી. મુનિ શ્રી વલ્લભ વિજયજીની પ્રેરણા તો પળે પળે વરસતી જ રહેતી હતી, અને લક્ષ્મી પણ જાણે સરસ્વતીની ઉપાસનામાં કૃતાર્થ થવા ઝંખતી હતી. આ બધા શુભ સંયોગને પરિણામે એક અતિ મુશ્કેલ લાગતું કાર્ય પણ આસાન બની ગયું, અને સંસ્થાના કાર્યનિષ્ઠ કાર્યકરો સંસ્થાના કાર્યનો મંગલ આરંભ કરવાની શુભ ઘડીની જ રાહ જોઈ રહ્યા.
સંસ્થાના કાર્યની શુભ શરૂઆત કરવા માટે સૌથી પહેલી જરૂર મકાનની હતી. શેઠ દેવકરણ મૂળજીના અંતરમાં તે સંસ્થા માટે મમતાને અખૂટ ઝરો વહેતો જ હતો. એમણે તરત જ મલાડમાં પિતાના બંગલાની બાજુમાં વિદ્યાલયને માટે જગ્યા ખાલી કરી આપવાની તત્પરતા બતાવી. પણ એ સ્થાન વધારે દૂર લાગવાથી અને ત્યાં મેલેરિયાના ઉપદ્રવનો સંભવ હોવાથી ભાયખલા લવલેનમાં તારાબાગ નામે બંગલે પસંદ કરવામાં આવ્યું અને, સને ૧૯૧૫ ના જૂનની ૧૮મી તારીખે, ૧૫ વિદ્યાથીઓથી, પંચકલ્યાણકની પૂજા ભણાવીને, સંસ્થાના કાર્યને પ્રારંભ કરવામાં આવ્યો. ૧૮મી જૂનના દિવસે પ્રાચીન ધર્મવિધિ પ્રમાણે સંસ્થાને પ્રારંભ કર્યા બાદ એક મહિના પછી, તા. ૧૮-૭-૧૯૧પ ના રેજ, સર વસનજી ત્રિકમજીના પ્રમુખપદે એક જાહેર સમારંભ યોજીને સંસ્થાને ખુલ્લી મુકાયેલી જાહેર કરવામાં આવી.
- વિદ્યાલયને મૂળ ઉદ્દેશ સમાજમાં ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો. અને ઉચ્ચ અભ્યાસમાં આર્થિક સંકડામણ અવરોધરૂપ ન બને એટલા માટે વિદ્યાર્થીઓને ફ્રી રાખવાનું વિચારવામાં આવ્યું હતું. પરંતુ સારી આર્થિક સ્થિતિ ધરાવતા વિદ્યાથીઓ, પિતાનાં સ્થાનમાં કૉલેજ ન હોવાને કે બીજા કેઈ કારણે, મુંબઈમાં અભ્યાસ કરવા
Page #54
--------------------------------------------------------------------------
________________
૧ઃ સ્થાપના અને શરૂઆત
૧૯ ઇચ્છતા હોય તો તેઓને પણ વિદ્યાલયને લાભ મળે એ માટે એક ટર્મના રૂા. ૧૦૦) લઈને પેઇંગ વિદ્યાર્થી તરીકે રાખવાનું, અને એનું પ્રમાણ કુલ વિદ્યાથીઓથી ત્રીજા ભાગનું રાખવાનું નકકી કરવામાં આવ્યું હતું.
આ નિર્ણય મુજબ શરૂઆતમાં દાખલ કરેલ પંદર વિદ્યાર્થીઓમાં ૩ પિઇંગ વિદ્યાર્થીઓ હતા; અને બીજા સત્રમાં બીજા ૩ પેઇંગ વિદ્યાથીઓ સંસ્થામાં દાખલ થયાઃ એમ ૧૨ ફ્રી અને ૬ પેઇંગ મળીને ૧૮ વિદ્યાર્થીઓ પહેલા વર્ષમાં સંસ્થાને લાભ લેવા લાગ્યા. | ઉચ્ચ શિક્ષણની સાથે વિદ્યાર્થીઓમાં ધાર્મિક સંસ્કારો અને સંસ્કારિતાનાં બીજે રેપાય એ પણ વિદ્યાલયને મુખ્ય હેતુ હતો, એટલે ધાર્મિક શિક્ષણની જોગવાઈ પણ સંસ્થાની શરૂઆતથી જ કરવામાં આવી હતી. સમાજની નવી પેઢીનું વ્યાવહારિક અને ધાર્મિક બન્ને પ્રકારની કેળવણીથી ઘડતર થાય એ માટે વિદ્યાલયે શરૂઆતથી જ પૂરી સગવડ અને તકેદારી રાખી હતી.
વર્તમાન શિક્ષણની સાથે સંસ્કાર આપવામાં આવે તો જ એ લાભકારક થઈ પડે, એ અંગે ચેથા વર્ષના રિપોર્ટમાં( પૃ. ર૬) યોગ્ય જ કહેવામાં આવ્યું છે કે
“ અન્ય કામો એટલી બધી આગળ વધી ગઈ છે, અન્ય દેશે વિજ્ઞાનમાં એટલા કુશળ થઈ ગયા છે, તેની સાથે ત્યાં સ્વછંદતા પણ એટલી આગળ વધી ગઈ છે કે આખા કેળવણીના સવાલ પર બહુ દીર્ધ વિચાર કરવાની જરૂર છે. માત્ર ભણાવવાથી ધારેલ પરિણામ નહિ આવે, અભણ રાખવાથી તે અગતિ સ્પષ્ટ છે, ભણેલા ઉપર સંસ્કાર પાડવાની યોગ્ય પેજના ન કરવામાં આવે તે ભણતરને લાભ કોમને કે દેશને પૂર્ણ ન પણ મળે એ બનવા જોગ છે...............
“ કેળવાયલા વર્ગ વગર સર્વ અગત્યની બાબતો સમજીને ઉપાડી લેનાર બીજે કઈ નીકળશે નહિ. વળી એ ખાણમાંથી કઈ મહા આત્મત્યાગી નીકળી આવશે તે તે બહુ મોટો લાભ કરી આપશે. આ સ બાબતે લક્ષમાં રાખવાની છે. કેળવણીની જરૂરીઆત સ્વીકારવામાં જ કેમને લાભ છે, ધર્મને શોભા છે, સમાજને આગળ પ્રયાણ છે અને દેશને ઉદય છે.”
વિદ્યાલયના કર્તવ્યપરાયણ સંચાલકોને હૈયે, વિદ્યાલયના આરંભથી જ, વિદ્યાર્થીઓનું હિત અને એમની અનુકૂળતા વસેલાં હતાં. ભાયખલા લવલેનવાળું મકાન બીજી બધી રીતે સારું હતું, પણ ત્યાં જવા-આવવામાં વિદ્યાર્થીઓને વધુ વખત બગડતો લાગ્યો, અને ચોમાસામાં બીજી પણ કેટલીક અગવડો જોવામાં આવી, એટલે કમિટીએ તરત જ શહેરના મધ્ય ભાગમાં, લેમિંટન રોડ ઉપર, નવું મકાન વાડેકર બિડિંગ ભાડે રાખી લીધું; અને સંસ્થાને ત્યાં લઈ જવામાં આવી. ત્યાં ઘરદેરાસર પણ સ્થાપવામાં આવ્યું.
આ રીતે સંસ્થાની સ્થાપના બાદ આશરે સવા વર્ષે સંસ્થા કામ કરતી થઈ ગઈ એટલે સંસ્થાના કાર્યકાળને એક અગત્યનો અથવા પાયાનો તબક્કો પૂરો થયે; પણ સાથે સાથે સંસ્થાને સંગીન પાયા ઉપર મૂકવાની અને વધુ ને વધુ વિદ્યાર્થીઓને સંસ્થાને લાભ મળે એવી જોગવાઈ કરવાની સંસ્થાના સંચાલકોની સવિશેષ જવાબદારીને આરંભ થયે. પણ સૌનાં અંતરમાં ગમે તે ભેગે કામને આગળ વધારવાની તમન્ના હતી એટલે વિદ્યાલયને ઉત્તરોત્તર વિકાસ જ થવાનો હતો.
Page #55
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસકથા વિદ્યાલયના પહેલા વર્ષના અહેવાલને અંતે વિદ્યાલયને મદદ કરવાની સમાજને વિનતિ કરતાં વિદ્યાલયના માનદ મંત્રી શ્રી મેતીચંદ ગિરધરલાલ કાપડિયાએ યોગ્ય જ કહ્યું હતું કે –
“જે આપને અનુભવથી જણાયું હોય કે આપણી વર્તમાન સ્થિતિ અસહ્ય છે અને તેમાંથી બહાર નીકળવા માટે કટિબદ્ધ પ્રયત્ન કરવાની જરૂર છે, તે આ ખાતાને, આવી સંસ્થાને પૈસાથી, સલાહથી, કાર્યથી, પ્રેરણાથી, સૂચનાથી બને તે પ્રકારે સહાય આપે. તનથી, મનથી, ધનથી આવી કેળવણીની સર્વગ્રાહી પ્રથમ સંસ્થાને મદદ કરે.”
અને, વિદ્યાલયને ઇતિહાસ કહે છે કે, સમાજે વિદ્યાલયને મમતાપૂર્વક અપનાવીને એની વિનતિને સવાઈ રીતે પૂરી કરી આપી હતી.
g 0 0 0 0 0 0 0 0 1 1 ] [ 0 ]
શિક્ષણના પ્રચારની ઝંખના અલ્પ ઉન્નતિથી મને સંતોષ નથી. હું તો માગું છું હજુ આ વિદ્યાલય મારફત જૈન સમાજ માટે શિક્ષણનાં અનેક કાર્યો થાય. સમજનાર માટે ઈશારે બસ છે. વિદ્યાલયને તમારી ઈચ્છા પ્રમાણે દાન આપી શિક્ષણનાં કાર્યોને વેગ આપો. જૈન શાસનને ઝંડે જગતમાં ફરકાવવો હોય તો તમારું ધન શિક્ષણપ્રચારના કાર્યમાં લગાડે. એ મારી ભાવના છે, મારા અંતરની ભાવના છે. હજુ તમે મારી એ ભાવના પારખી શક્યા નથી એનું મને દુઃખ છે.”
(મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં તા. ૯-૧૧-૧લ્પરના રોજ યોજાયેલ સંમેલનમાં પૂ. આચાર્ય શ્રી વિજયવલ્લભસુરીશ્વરજીના ઉભાર) 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0
Page #56
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બીજું : બંધારણ
બંધારણ અને ધારાધોરણ એ જાહેર સંસ્થાને આત્મા છે; અને એને નિષ્ઠાપૂર્વક અમલ સંસ્થાને ચિરંજીવ, લેકપ્રિય અને શક્તિશાળી બનાવે છે. વિદ્યાલયના સ્થાપક આ વાત બરાબર સમજતા હતા. વિદ્યાલયની સ્થાપનાનો ઐતિહાસિક નિર્ણય લીધા બાદ તરત જ એમણે સંસ્થાનું બંધારણ તૈયાર કરવા તરફ પિતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. આ બંધારણ બને તેટલું પરિપૂર્ણ, સુસ્પષ્ટ અને દૂરંદેશીભર્યું બને એ એમને પ્રયત્ન હતો.
સંસ્થાની સ્થાપના તા. ૨–૩–૧૯૧૪ (વિ. સં. ૧૯૭૦ના ફાગણ સુદિ પ ને સોમવાર) ના રોજ કરવામાં આવી; તે પછી એક વર્ષમાં જ સંસ્થાનાં ધારાધોરણ વિગતવાર તૈયાર કરીને તા. ૨૮–૪–૧૧૫ની જનરલ કમિટીમાં મંજૂર કરાવવામાં આવ્યાં. બંધારણના અમલના સવા વર્ષના અનુભવ બાદ એમાં કેટલાક સુધારા-વધારા કરવાનું જરૂરી લાગવાથી તા. ૧૬–૭–૧૯૧૬ની જનરલ કમિટીમાં એ મંજૂર કરાવવામાં આવ્યા, અને સંસ્થાના પહેલા વર્ષના રિપોર્ટમાં ૧૦૨ કલમ જેટલું વિસ્તૃત એ આખું બંધારણ છાપી દેવામાં આવ્યું.
આ પછી પણ સમયે સમયે બંધારણમાં જરૂરી ફેરફાર થતા રહ્યા. અને છતાં મૂળભૂત બંધારણ એવું વ્યાપક અને સર્વસ્વશી હતું, અને એના અમલ પ્રમાણે સંસ્થાને કારોબારી એવી સરળતાપૂર્વક ચાલતો હતો, કે જેને લીધે એમાં ધરમૂળનો કહી શકાય એ ફેરફાર કરવાની જરૂર ભાગ્યે જ ઊભી થઈ હતી. છેલ્લે છેલ્લે સને ૧૯૬૪માં બંધારણની અમુક કલમમાં સામાન્ય ફેરફાર કરવામાં આવ્યો હતો. અત્યારે સને ૧૯૬૪માં સુધારેલા બંધારણ મુજબ સંસ્થાનો વહીવટ ચાલી રહ્યો છે.
વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં બને એટલી વધુ સગવડ મળે, બને તેટલા વધુ વિદ્યાર્થીઓને સંસ્થાનો લાભ મળે, વિદ્યાથીઓના જીવનમાં વિદ્યાભ્યાસની સાથે સાથે સંસ્કારિતા અને ધાર્મિકતાને સુમેળ સધાય, જેનધર્મ અને સાહિત્યના વિશિષ્ટ અભ્યાસીને પ્રોત્સાહન મળતું રહે, જૈન સાહિત્યના વિશિષ્ટ ગ્રંથનું પ્રકાશન કરી શકાય, સંસ્થાનો ઉત્તરોત્તર વિકાસ થતો રહે અને સંસ્થાને વહીવટ કાર્યકરોમાં કોઈ પણ પ્રકારના મતભેદ તેમ જ મનભેદ વગર એકધારો ચાલતો રહે એવી વ્યાપક દષ્ટિ આ બંધારણ ની પાછળ રહેલી છે.
કોઈ પણ જાતના મતભેદ, વાદાવાદ કે વિખવાદ વિના વિદ્યાલયનું કાર્ય અધી સદી કરતાં પણ વધુ સમય સુધી એકસરખું ચાલતું રહ્યું, અનેક શાખાઓની સ્થાપના દ્વારા તેમ જ સાહિત્ય-પ્રકાશન જેવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાલયના કાર્યક્ષેત્રને, વટવૃક્ષની જેમ, ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો અને જૈન સંઘની એક સર્વમાન્ય અને સર્વપ્રિય શિક્ષણ
Page #57
--------------------------------------------------------------------------
________________
૨૨
વિદ્યાલયની વિકાસકથા સંસ્થા તરીકે વિદ્યાલયને પ્રતિષ્ઠા અને ગૌરવ મળ્યાં તે આવા ઉત્તમ અને સર્વાગીણ બંધારણ અને એના નિષ્ઠાપૂર્વકના અમલને કારણે જ.
સંસ્થાના બંધારણને એક પવિત્ર કરાર લેખીને એનું એ રીતે બહુમાનપૂર્વક પાલન કરવામાં સંસ્થાના આદ્ય પ્રેરક પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે અને સંસ્થાના ભાવનાશીલ સંચાલકોએ શરૂઆતથી જ જે સાવધાની અને સમયજ્ઞપણું દાખવેલ છે, અને પોતાના અંગત મત કે લાભને વિચાર એમાં જરા પણ આડે ન આવી જાય એ માટે જે જાગૃતિ રાખી છે, તે વિરલ અને દાખલારૂપ બની રહે એવાં છે. આવી કર્તવ્યબુદ્ધિ અને ખેલદિલીને લીધે જ સંસ્થા અવ્યવસ્થા કે આંતરિક વિખવાદથી બચી જઈને ઉત્તરોત્તર પ્રગતિ સાધી શકી છે.
વિ. સં. ૧૯૮પ ની સાલનું ચોમાસું પૂ. આ. ભ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ મુંબઈમાં રહ્યા હતા. પણ એ ચોમાસા દરમ્યાન એમણે સંસ્થાના બંધારણ મુજબ રચાલતા કારોબારમાં ક્યારેય દખલગીરી કરી ન હતી. આ અંગે વિદ્યાલયના પંદરમા વર્ષના રિપોર્ટમાં (પૃ. ૨૫) જે કહેવામાં આવ્યું છે તે તેઓશ્રીએ વિદ્યાલય સાથે જીવનભર ટકાવી રાખેલ નિખાલસ અને અલિત સંબંધની પ્રશસ્તિ બની રહે એવું છે. મજકૂર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે –
તેઓ સંસ્થા સાથે નિર્લેપ સંબંધ રાખે છે અને યોગ્ય સૂચના વારંવાર આપે છે તે પ્રમાણે ચાતુર્માસ દરમ્યાન તેમ જ વખતોવખત તેમણે કર્યું હતું. તેઓ સંસ્થાની આંતર વ્યવસ્થામાં કદી હસ્તક્ષેપ કરતા નથી અને એ રીતિ તેમણે આ ચાતુર્માસમાં કાયમ રાખી હતી.” - વિદ્યાલયના સદ્દભાગ્યે પૂજ્ય આ. ભ. શ્રી વિજયવલ્લભસૂરિજી અને એમની સાથેના અન્ય મુનિરાજેએ સંસ્થાના બંધારણને અગ્ર સ્થાન આપ્યું છે. બીજી બાજુ સંસ્થાના સંચાલકોને આવા ઉપકારી આચાર્ય મહારાજ પ્રત્યે પૂરેપૂરાં ભક્તિ અને બહુમાન હોવા છતાં એમની સૂચનાઓ ઉપર સંસ્થાના હિત અને બંધારણની દૃષ્ટિએ પૂર્ણ વિચાર કર્યા પછી કે જરૂરી ખુલાસા મેળવ્યા પછી જ એને અમલ કરવાની તંદુરસ્ત પ્રણાલી તેઓએ પાડી છે. આ રીતે આચાર્ય મહારાજ તેમ જ સંસ્થાના કાર્યકરો બન્નેના મનમાં સંસ્થાના ઉત્કર્ષને વિચાર જ સર્વોપરી સ્થાને રહેલે હોવાથી સંસ્થાના બંધારણનો નિષ્ઠાપૂર્વક અમલ થઈ શક્યો અને વિદ્યાલયના ઉત્કર્ષ સાધી શકાય.
સંસ્થાના બંધારણની ખાસિયત ખ્યાલમાં આવે તે માટે એની કેટલીક કલમો અહી આપવામાં આવે છે –
ઉદ્દેશનું સામાન્ય દિગ્દર્શન તથા કાર્યક્ષેત્ર ૩, આ સંસ્થાની કેળવણીની પ્રગતિનો ઉદ્દેશ પાર પાડવા માટે છાત્રવૃત્તિ, ઊંચા અભ્યાસ કરનારને ખાસ મદદ, સ્નાતક (ગ્રેજ્યુએટ) થયા પછી અભ્યાસ આગળ વધારનારને ઉત્તેજન, દૂર દેશમાં જઈ અભ્યાસ વધારવામાં મદદ, ઈનામના મેળાવડાઓ વગેરે કરી જુદી જુદી અનેક દિશાઓમાં કાર્ય કરવું; સંસ્કૃત તથા પ્રાકૃતના પ્રચાર માટે તથા ઊંચા અભ્યાસ માટે શાળા કે વર્ગો શરૂ કરવા, કોલેજ સ્થાપવી અને તેવી અન્ય રીતિએ કેળવણીને પ્રચાર કરવો; સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિન્દી વગેરેનું સાહિત્ય અભ્યાસ તથા પ્રચાર માટે તૈયાર કરાવવું, પ્રગટ કરવું અને તેનો સંગ્રહ કરે; જૈન સાહિત્ય, તત્વજ્ઞાન અને ઇતિહાસને
Page #58
--------------------------------------------------------------------------
________________
૨ : બંધારણ
અંગે ધખેળ ખાતું યાને પુરાતત્ત્વ મંદિર બાલવું અને કેળવણીનાં સર્વ ક્ષેત્રને વિશાળ અર્થમાં પિષવા પ્રવૃત્તિ કરવી, તથા સંસ્થાના ફંડ અનુસાર ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને પરદેશ મોકલવા પ્રબંધ કરવો, ભારતમાં ઉચ્ચ અભ્યાસ માટે અન્ય સ્થળે મોકલવા સંસ્કૃત, પ્રાકૃતના જ્ઞાન તથા વિકાસ માટે પ્રબંધ કરવો, છાત્રવૃત્તિ આપવી તથા મુંબઈમાં તેમ જ અન્ય સ્થળોએ ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીગ્રુહ સ્થાપવાં, અન્ય વિદ્યાર્થીગૃહોને વહીવટ સ્વીકારે અને સર્વ જૈન વિદ્યાર્થીગૃહને કેન્દ્રિત કરવા વ્યવસ્થા કરવી, જે અભ્યાસ મુંબઇની તેમ જ સંસ્થાની અન્ય શાખાઓ હોય ત્યાંની કોલેજમાં થઈ શકતો ન હોય તેને માટે બહારની કેલેજમાં અભ્યાસ કરવાની સગવડ કરી આપવી; સંસ્થાના ઉદેશ અનુસાર કોઈ સ્ટ સેપે અથવા જના (Scheme) કરીને આપે તો તેને વહીવટ કરે.
સભ્ય પ્રકાર ૧૦. આ સંસ્થાની સામાન્ય સમિતિના સભ્ય ત્રણ પ્રકારના રહેશે :
(૧) સભ્ય. (૨) આજીવન સભ્ય, (૩) આશ્રયદાતા (પેટૂન). ઉપર પ્રમાણે કોઈ પણ પ્રકારના સભ્ય થવા ઈચ્છનારની અરજી વ્યવસ્થાપક સમિતિમાં પસાર થયે તેને સભ્ય ગણવામાં આવશે.
૧૧ સભ્ય : દશ વર્ષ સુધી દર વર્ષે આ સંસ્થાના ભંડાળમાં ઓછામાં ઓછી રૂા. ૧૦૦) એક રૂપિયાની રકમ આપવાનું વચન આપનાર વ્યક્તિ તે પ્રમાણે આપે જશે ત્યાં સુધી તે સભ્ય ગણાશે.
૧૨, આજીવન સભ્ય ઃ (૧) ઉપર પ્રમાણે દશ વર્ષ સુધી સહાય કરનાર વ્યક્તિ આજીવન સભ્ય ગણાશે. (૨) આ સંસ્થાના ભંડોળમાં રૂા. ૧૦૦૦) એક હજાર અથવા તેથી વધારે રકમ આપનાર વ્યક્તિ આજીવન સભ્ય ગણાશે. (૩) કન્યા છાત્રાલયને એકીસાથે રૂા. ૧,૦૦૧) અથવા વધારે આપનાર વ્યકિત આજીવન સભ્ય ગણાશે.
૧૩. આશ્રયદાતા (પેન) : (૧) જે કોઈ વ્યક્તિ અથવા પેઢી આ સંસ્થાના ભંડોળમાં દર વર્ષે ઓછામાં ઓછી રૂા. ૧,૦૦૦) એક હજાર રૂપિયાની રકમ આપવાનું વચન આપશે અને એ મુજબ આપે જશે, ત્યાં સુધી તે આ સંસ્થાના આશ્રયદાતા (પેન) ગણાશે. (૨) જે કઈ વ્યક્તિ અથવા પેઢી આ સંસ્થાના ભંડોળમાં વગર શરતે એકીસાથે અથવા છૂટક છૂટક ભળીને કુલ રૂા. ૧૦,૦૦૦) દશ હજાર રૂપિયા અથવા તો તેથી વધારે રકમ આપશે તે આ સંસ્થાના આશ્રયદાતા (પેટ્રન) ગણાશે. (૩) આ સંસ્થામાં ચકકસ શરતે ઓછામાં ઓછી રૂા. ૨૫,૦૦૦) પચીસ હજાર રૂપિયાની રકમ આપવાનું વચન આપનાર વ્યક્તિ અગર પેઢી તેની શરત પ્રમાણે આપે જશે ત્યાં સુધી તે આ સંસ્થાના આશ્રયદાતા (પેન) ગણાશે.
૪. વ્યવસ્થાપક સમિતિ રર, () વ્યવસ્થાપક સિમિતિના સભ્યો : આ સંસ્થાની વ્યવસ્થાપક સમિતિ નીચે મુજબના સભ્યોની બનશે: (૧) વ્યવસ્થાપક સમિતિ માટે દર વર્ષે ત્રણ મંત્રીઓ, એક કોષાધ્યક્ષ અને બાર સભ્યોની ચૂંટણી કરવામાં આવશે. (૨) સંસ્થાના આશ્રયદાતાઓ અને કન્યા છાત્રાલયના આદ્ય સંસ્થાપક ' જ શરૂઆતમાં એક સેક્રેટરી અને એક આસિસ્ટન્ટ સેક્રેટરી જ રહેતા. આગળ જતાં બે મંત્રીઓની ચૂંટણી કરવામાં આવતી. અત્યારે ત્રણ મંત્રીઓ ચૂંટાય છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
૨૪
વિદ્યાલયની વિકાસકથા અધિકારની રૂએ વ્યવસ્થાપક સમિતિના સભ્યો ગણાશે. (૩) સામાન્ય સમિતિના જે સભ્યો એકીસાથે કે છૂટક છૂટક કુલ પંદર વર્ષ સુધી વ્યવસ્થાપક સમિતિના સભ્ય રહ્યા હોય તેઓ અધિકારની
એ વ્યવસ્થાપક સમિતિના સભ્યો ગણાશે. (૪) સંવત ૧૯૮૭ના આ વદ અમાસ પહેલાં દશ વર્ષ સુધી દર વર્ષે રૂા. ૨૫૧) અથવા તેથી વધારે રકમ આપનારા વ્યવસ્થાપક સમિતિના સભ્ય ગણાશે.
(ણ) આ વ્યવસ્થાપક સમિતિ સામાન્ય સમિતિના સભ્યોમાંથી જરૂર મુજબ સભ્યોને ચૂંટીને વ્યવસ્થાપક સમિતિમાં ઉમેરી શકશે.
(૧) આ મુજબ બનેલી વ્યવસ્થાપક સમિતિ આ સંસ્થાની સર્વ વ્યવસ્થા ધારાધોરણ અનુસાર કરશે અને જ્યાં સુધી નવી વ્યવસ્થાપક સમિતિ આ સંસ્થાનો વહીવટ હાથ ધરે નહિ ત્યાં સુધી કામ કરશે.
૨૯. પ્રમુખ : વ્યવસ્થાપક સમિતિની સભા વખતે હાજર રહેલા સભ્યોમાંથી એક સભ્યની તે દિવસની સભાના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવશે.
વિદ્યાલયના બંધારણમાં ત્રણ મંત્રીઓ અને એક કષાધ્યક્ષ એમ ચાર હેદ્દેદારો નીમવાની જોગવાઈ કરવામાં આવી છે; અને પ્રમુખની નિમણુક માટે કઈ કલમ રાખવામાં આવી નથી. એટલે વ્યવસ્થાપક સમિતિની સભા તેમ જ સામાન્ય સમિતિની સભા વખતે હાજર રહેલ સભ્યોમાંથી સભાના પ્રમુખની વરણી કરવામાં આવે છે. બંધારણની આ બીના નેધપાત્ર છે.
ટ્રસ્ટીઓ ૯૯. (૧) સંસ્થાની સ્થાવર મિલક્ત તથા જામીનગીરીઓ ટ્રસ્ટીઓનાં નામ પર રહેશે.
ગીરીઓ નામે ચઢાવતી વખતે એવી ગોઠવણ રાખવામાં આવશે કે તે કોઈ પણ બે ટ્રસ્ટીની સહીથી વેચી શકાય અને તેનાં નાણાં તથા વ્યાજ કઈ પણ બે દ્રસ્ટીની સહીથી વસૂલ કરી શકાય. જામીનગીરીમાં રોકાણ તથા ફેરફાર વ્યવસ્થાપક સમિતિના ઠરાવથી થઈ શકશે. સ્થાવર મિલકત પર રોકાણ, તે પરની ધીરધાર તેમ જ તેમાં ફેરફાર વ્યવસ્થાપક સમિતિના ઠરાવ પ્રમાણે થઈ શકશે.
(૨) ટ્રસ્ટીઓની મુદત પાંચ વર્ષની રહેશે, દર પાંચ વર્ષની આખરે સામાન્ય સમિતિ મતપત્રથી ચૂિંટણી કરી ટ્રસ્ટીઓની નિમણૂક કરશે. એવી ચૂંટણીમાં નિવૃત્ત (રિટાયર) થતા ટ્રસ્ટીઓ ફરી વાર ચૂંટાવાને યોગ્ય ગણાશે. સામાન્ય સમિતિનો કઈ પણ મતદાર સભ્ય ટ્રસ્ટી તરીકે ઉમેદવારી કરી શકશે.
સંસ્થાને વહીવટ ઘણો જ બહોળો છે; અને એને પહોંચી વળવા માટે એના અનેક વિભાગે કરવામાં આવેલ છે. તે તે વિભાગનું કામ સમયસર અને ધોરણસર થતું રહે એવી ગોઠવણ કરવામાં ન આવે તે કામમાં વિલંબ થયા વગર ન રહે, આટલા માટે સંસ્થાએ અનેક પેટા સમિતિઓ નીમીને એની મારફત કામ પૂરું કરવું પડે છે. આવી મુખ્ય પેટા સમિતિઓનાં નામ બંધારણની નીચેની કલમ ઉપરથી જાણી શકાય છે :
ઉપસમિતિ ૩૬. વ્યવસ્થાપક સમિતિ પોતાના વર્ષની શરૂઆતમાં સંસ્થાને લગતાં જુદાં જુદાં કાર્યો માટે નીચે જણાવેલ ઉપસમિતિઓ નીમી શકશે :
(૧) લેન રિફંડ સમિતિ (૨) ધાર્મિક શિક્ષણ સમિતિ (૩) પુસ્તકાલય સમિતિ (૪) શ્રી સારાભાઈ મ. મોદી લોન લરશિપ ફંડ સમિતિ (૫) શ્રી સારાભાઈ ભ૦ મોદી ઉચ્ચ અભ્યાસ
Page #60
--------------------------------------------------------------------------
________________
૨ : બંધારણ શિષ્યવૃત્તિ ટ્રસ્ટ ફંડ સમિતિ (૬) શ્રી ખેડા જૈન વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ લોન સ્કોલરશિપ ફંડ સમિતિ (૭) બિલ્ડિંગ સમિતિ (૮) નાણાકીય વ્યવસ્થા સમિતિ (૯) કન્યા છાત્રાલય સમિતિ (૧૦) વિદ્યાર્થીગૃહ સમિતિ (નોંધ : દરેક વિદ્યાર્થીગૃહ માટે જુદી સમિતિ નિમાશે.)
આ ઉપરાંત જરૂર પડયેથી બીજી ઉપસમિતિ વ્યવસ્થાપક સમિતિ નીમી શકશે.
વિદ્યાલયની સ્થાપનાનો મૂળભૂત હેતુ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં સહાયભૂત થવાને છે; એટલે કઈ પણ કાબેલ અને હોંશિયાર વિદ્યાથીને આર્થિક સગવડને અભાવે અભ્યાસમાં આગળ વધતાં અટકી જવું ન પડે એની બને તેટલી વધુ તકેદારી સંસ્થાના બંધારણમાં રાખવામાં આવી છે, તે નીચેની કલમ ઉપરથી જોઈ શકાશે –
વિદ્યાથીઓ - ૬૧. દાખલ કરવા યોગ્ય વિદ્યાથીઓઃ કેઈ પણ જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક વિદ્યાર્થી કે જેણે ભારતીય યુનિવર્સિટીની મૅટ્રિક્યુલેશન અથવા સેકંડરી સ્કૂલ સર્ટિફિકેટ અથવા સમાન કક્ષાની પરીક્ષા પસાર કરી હશે અને જે પોતાનો અભ્યાસ આસ, વ્યાપારી, હુરઉદ્યોગ શિક્ષણ, વિજ્ઞાન, ડાકટરી, વૈદ્યકીય, ઇજનેરી, આર્કિટેકચર, ખેતીવાડી, પ્રાણવૈદક તથા સોશિયોલેજની લાઈનમાં કરવા ઈચ્છતો હશે તેને આ સંસ્થામાં યોગ્યતા જોઈ વ્યવસ્થાપક સમિતિ દાખલ કરશે.
ઉપરાંત, બીજી કોઈ પણ યોજના અનુસાર દાખલ કરવાના વિદ્યાર્થીઓને તે યોજના અનુસાર યોગ્યતાં જોઈ વ્યવસ્થાપક સમિતિ દાખલ કરશે.
૬૩. વિદ્યાથીઓના પ્રકાર તથા વગીકરણનું ધોરણ વિદ્યાર્થીઓ પાંચ પ્રકારના રહેશે : લેન, હાફપેઈંગ, પેઇંગ, ટ્રસ્ટ અને અન્ય વિદ્યાર્થીઓ. જેની આર્થિક સ્થિતિ સારી હશે તેને પેઈગ અને મધ્યમ હશે તેને હાફપેઈગ તરીકે લેવામાં આવશે. જેની આર્થિક સ્થિતિ નબળી હશે તે લેન તરીકે લેવામાં આવશે. જે
૬૫. લેન વિદ્યાથીઓ : લોન વિદ્યાર્થીઓને સામાન્ય સગવડે ઉપરાંત વિશેષ સગવડ એટલે કોલેજ ફી અને પરીક્ષાની ફી આપવામાં આવશે. લેન વિદ્યાર્થીઓએ દર વર્ષ (૧) સામાન્ય સગવડ માટે કલમ ૬૪ અનુસાર વાર્ષિક રકમ, તથા (૨) કોલેજ ફી, પરીક્ષા ફી, તથા (૩) કલમ ૭૧ અને ૮૮ અનુસાર જે ખર્ચ થાય તે રકમ પાછી વાળવાનું કરારનામું કરી આપવું પડશે. બહારગામ અભ્યાસ કરનાર વિદ્યાર્થીને જેટલી રકમ આપવામાં આવશે તેટલી રકમ પાછી વાળવાનું કરારનામું તેણે કરી આપવું પડશે.'
૬૬. હાફ પેઇંગ વિદ્યાથીઓ ઃ હાઈગ વિદ્યાર્થીઓને લેન વિદ્યાર્થીઓની માફક વિશેષ સગવડ આપવામાં આવશે અને તેમણે કલમ ૬૫ (૧) (૨) (૩) અનુસાર ખર્ચ થાય તેની અરધી રકમ દરેક સત્રની શરૂઆતમાં રેકડી આપવી પડશે. અને તે રકમ પાછી વાળવાનું કરારનામું કરી આપવું પડશે.
૧. વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું ત્યારે વિદ્યાર્થીઓના ફી અને પગ એવા બે જ વર્ગ પાડવામાં આવ્યા હતા.
૨. હાફ પેઈગ વિદ્યાર્થી પાસેથી અત્યારે વાર્ષિક રૂ. ૩૫૦) (એક સત્રના રૂા. ૧૭૫) લઈને એમને લોન વિદ્યાર્થીઓ જેટલી બધી સગવડ આપવામાં આવે છે, અને એમણે ભરેલી રક્સ ઉપરાંતના ખર્ચની રકમ લોન તરીકે ગણીને એ માટેનું એમની પાસે બડ લખાવી લેવામાં આવે છે.
૪
Page #61
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસકથા છે, પગ વિઘાથીઓ. પેઈગ વિદ્યાર્થીઓએ સામાન્ય સગવડ માટેનો ખર્ચ કલમ ૬૪માં જણાવ્યા પ્રમાણે દર સત્રની શરૂઆતમાં આપ પડશે.”
૬૮. ટ્રસ્ટ વિદ્યાથીઓ ટ્રસ્ટ વિદ્યાર્થીઓને લોન વિદ્યાર્થીઓની માફક સગવડે આપવામાં આવશે, પણ તેમની પાસેથી કરારનામું લેવું કે નહિ, અને લેવું તો કેટલી રકમનું લેવું તેને નિર્ણય જે ટ્રસ્ટને તે વિદ્યાથી હેય તેના ધારણ અનુસાર કરવામાં આવશે. તે ઉપરાંત કલમ ૭૧ અને ૮ અનુસાર જે ખર્ચ થાય તે તેણે આપ પડશે. ટ્રસ્ટ વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થાપક સમિતિ વખતોવખત નિયમો કરશે અને તે અનુસાર ટ્રસ્ટ વિદ્યાર્થીઓએ વર્તવું પડશે.
૬૮. અન્ય વિદ્યાથીઓને લોન : ભારત અથવા પ્રદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે અન્ય વિદ્યાર્થીઓને લોન આપવાની રકમ વ્યવસ્થાપક સમિતિ વખતોવખત ઠરાવે તે પ્રમાણે આપવામાં આવશે.
૮૭. પગ અને લોન વિદ્યાથીઓનું પ્રમાણ વ્યવસ્થાપક સમિતિ ઈિગ વિદ્યાર્થીઓની સંખ્યા એવી રીતે મુકરર કરશે કે તે દર બે લોન વિદ્યાર્થીએ એક પગ વિદ્યાર્થીથી વધારે નહિ હેય. એવી ગણતરી કરતાં હાફ પેઈગ વિદ્યાર્થીની સંખ્યાને અર્ધો ભાગ પેઈંગ તરીકે અને અર્ધા ભાગ લોન તરીકે ગણવામાં આવશે. આ પ્રમાણ માટે ટ્રસ્ટ વિદ્યાર્થીઓની ગણતરી કરવામાં આવશે નહિ. આ નિભ માટે વિદ્યાર્થીઓની સંખ્યા ગણતરીમાં લેવામાં આવશે નહિ.
રટ-વિદ્યાથીઓની જિના સંસ્થાના બંધારણમાં કરવામાં આવેલ જોગવાઈ અનુસાર વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિએ ટ્રસ્ટ-વિદ્યાર્થીઓ રાખવાની યેજના દાખલ કરી હતી, અને એ માટેના નિયમ ઘડ્યા હતા
આ યોજનાને મુખ્ય નિયમ એ હતો કે જે વ્યક્તિ એકીસાથે પહેલાં રૂા. દસ હજાર કે તેથી વધુ રકમ અને હવે (તા. ૧-૧-૧૯૬૪ પછી) રૂા. સાડાબાર હજાર કે તેથી વધુ રકમ સંસ્થાને આપે તેના નામથી, એ દાતા જેની ભલામણ કરે તે એક વિદ્યાર્થીને વિદ્યાલયમાં રાખવામાં આવે છે, અને તે ટ્રસ્ટ વિદ્યાર્થી (ટ્રસ્ટ-સ્કૉલર) ગણાય છે.
ટ્રસ્ટ-સ્કૉલરની પેજના બે રીતે લાભકારક બની છે. એક તો, એથી દાતાઓને, પિતાનું નામ કાયમ કરવા સાથે, પિતાને પસંદ હોય તે વિદ્યાર્થીને વિદ્યાલયમાં દાખલ કરાવવાને અધિકાર મળે છે. અને આને બીજો વિશેષ મહત્ત્વનો લાભ એ છે કે એથી ઓછી ગુણવત્તા ધરાવતા વિદ્યાથીઓને પણ સંસ્થામાં રહીને અભ્યાસ કરવાની અને પોતાની કારકિદીને ઉજજવળ બનાવવાની તક મળે છે. ટ્રસ્ટ-વિદ્યાથીઓના વર્ગ સિવાયના બાકીના લેન, હાફ પેઈગ અને પેઈંગ વિદ્યાર્થીઓને કેવળ ગુણવત્તાને ધોરણે જ વિદ્યાલયમાં પ્રવેશ મળે છે. એ દષ્ટિએ ટ્રસ્ટ-સ્કલરની યોજના સામાન્ય કક્ષાના વિદ્યાર્થીઓને માટે, એમને પોતાનો ઉત્કર્ષ સાધવાની તક મળતી હોવાને કારણે, આશીર્વાદરૂપ નીવડી છે.
ટ્રસ્ટ-વિદ્યાથીની વૈજના મુજબ દરેક ટ્રસ્ટને મુખ્ય નિયમ એકસરખે હોવા છતાં બીજા નિયમોમાં, દાતાની ઈચ્છા મુજબ, કેટલાક ફેરફાર હોય છે. એ ઉપરથી બધા ટ્રસ્ટેનું સામાન્ય વગીકરણ નીચે મુજબ ત્રણ વિભાગમાં કરી શકાય?
૧. પેઈબ વિદ્યાર્થી પાસેથી અત્યારે વાર્ષિક રૂ. ૭૦૦) (એક સત્રના રૂ. ૩૫૦) લેવામાં આવે છે, અને કોલેજ ફી, પરીક્ષા ફી વગેરેનું બધું ખર્ચ એમણે પોતે જ કરવાનું હોય છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
૨ : બંધારણું
છે. (૧) કેટલાંક ટ્રસ્ટમાં એવી શરત મૂકવામાં આવી છે કે ટ્રસ્ટની રકમનું વ્યાજ ગમે તેટલું (ઓછું) આવે, પણ એ ટ્રસ્ટના વિદ્યાર્થી અંગે કરવામાં આવતું બધું ખર્ચ વિદ્યાલયે જ ભેગવવું.
(૨) કેટલાંક ટ્રસ્ટોમાં વિદ્યાર્થી અંગે જે કંઈ ખર્ચ થાય તેમાંથી ટ્રસ્ટની વ્યાજની રકમ બાદ કરતાં બાકીની રકમ વિદ્યાથીને લોન તરીકે આપેલી ગણીને એ અંગેનું કાયદેસરનું બેન્ડ તે વિદ્યાર્થી પાસેથી લખાવી લેવામાં આવે છે.
(૩) કેટલાંક ટ્રસ્ટો એવાં પણ છે કે જેના ટ્રસ્ટીઓ પિતાની પસંદગીના વિદ્યાર્થીને વિદ્યાલયમાં પ્રવેશ કરાવવા પૂરતો જ હક્ક ભગવે છે; અને વિદ્યાલય તરફથી એ વિદ્યાર્થી અંગે જે કંઈ ખર્ચ કરવામાં આવે તેનું, લોન વિદ્યાર્થીની જેમ, તેની પાસેથી કાયદેસરનું બોન્ડ લખાવી લેવામાં આવે છે.
ટ્રસ્ટ-ઑલર-પેટ્રનની યોજના–જે દાતા સંસ્થાને પહેલાં વીસ હજાર રૂપિયા અને હવે (તા. ૧-૧-૧૯૬૪થી) પચીસ હજાર રૂપિયા આપે એમને બે ટ્રસ્ટ-ઑલરો વિદ્યાલયમાં રાખવાનો અધિકાર આપવા ઉપરાંત એમને સંસ્થાના પેટ્રન (આશ્રયદાતા) ગણવામાં આવે છે, અને તેઓ પિન તરીકેના બધા હકકો ભેગવી શકે છે.
ટ્રસ્ટ-ઑલરની યેજનાને સંઘ તરફથી ઘણો સારો આવકાર મળે છે. ૫૦મા વર્ષને અંતે (તા. ૩૧-૫-૧૯૬૫ સુધીમાં) આવાં કુલ ૯૪ ટ્રસ્ટે ધાયાં છે; અને તેને લાભ ૧૩૨ વિદ્યાર્થીઓને મળે છે. આ રીતે નોંધાયેલાં ટ્રસ્ટની કુલ રકમ રૂ. ૧૩,૦૦,૯૭૪ જેટલી થાય છે.?
ધાર્મિક સંસ્કાર અને અભ્યાસ ૯૧. ધાર્મિક જીવનઃ આ સંસ્થામાં દાખલ થનાર વિદ્યાર્થીનું જીવન ધાર્મિક તેમ જ સંસ્કારી થાય તે આશય લક્ષમાં રાખીને દરેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરવાનો છે અને તે જ આશયપૂર્વક વ્યવસ્થાપક સમિતિએ વ્યવસ્થા કરવાની છે.
હર, વિદ્યાર્થીગૃહના મૂળ નિયમો: વિદ્યાર્થીગૃહમાં રહેતા દરેક વિદ્યાર્થીએ દરરોજ જિનપૂજા કરવી જોઈશે, અને રાત્રિભોજનનિષેધ અને કંદમૂળ-અભક્ષ્યના ત્યાગનો નિયમ પાળવો જોઈશે; તેમ જ નિર્ણત ધાર્મિક શિક્ષણ બરાબર નિયમિત લેવું જોઈશે. વિદ્યાર્થીગૃહની બહાર અભ્યાસ કરનાર વિદ્યાથીઓએ તે નિયમો પાળવા જોઈશે અને ધાર્મિક શિક્ષણના સંબંધમાં વ્યવસ્થાપક સમિતિ દર વર્ષ માટે જે પાઠ્યપુસ્તકે નિણત કરે તેનો અભ્યાસ કરવો પડશે. આ મૂળ નિયમોમાં વાજબી કારણ સિવાય કાંઈ પણ ખૂલના કરનારને યોગ્ય શિક્ષા થશે અને અનેક વખત સ્કૂલના કરનાર ૭૮ મી કલમ પ્રમાણે સંસ્થાના વિદ્યાર્થી તરીકે બંધ થશે.
૯૩. ધાર્મિક પરીક્ષા : ધાર્મિક વિષયની પરીક્ષા દર વર્ષે જાન્યુઆરી માસમાં યોગ્ય પરીક્ષક મારફત લેવાની ગોઠવણ મંત્રી કરશે અને દરેક વિદ્યાથીઓએ તે પરીક્ષા આપવી પડશે અને તેની પરીક્ષામાં જે વિદ્યાર્થીની તૈયારી બિલકુલ હતી નહિ એવું માલુમ પડશે તે અથવા જે લાગલગાટ તેવી ધાર્મિક પરીક્ષામાં બે વખત નાપાસ થશે તે સંસ્થામાંથી કમી થવાને પાત્ર થશે. આવી પરીક્ષા ઉપરાંત છ માસિક આદિ સામયિક પરીક્ષા વ્યવસ્થાપક સમિતિ ઠરાવે તે વિદ્યાથીએ આપવી પડશે.
૧. વિદ્યાલયના બાવનમા વર્ષના રિપોર્ટ (પૃ. ૮)માં જણાવ્યા મુજબ આવા ટ્રસ્ટોની સંખ્યા ૧૨૪ની અને ટ્રસ્ટ-વિદ્યાર્થીઓની સંખ્યા ૧૬૪ની છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસકથા ( ૮૬, લોન માટે અપવાદ: ધર્મ, દેશ, સમાજ કે વિદ્યાલય માટે મહાન ત્યાગ કરનારના સંબંધમાં અથવા કોઈ ખાસ સંજોગોમાં કલમ ૮૫ ની બાબતમાં અપવાદ કરવાની સત્તા વ્યવસ્થાપક સમિતિને છે.
જૈન સાહિત્ય માટે ઉત્તેજન ૮૧, (૨) પોસ્ટ ગ્રેજ્યુએટ કેર્સમાં જૈન સાહિત્ય (લિટરેચર) લેનાર કોઈ પણ વિદ્યાર્થીને વ્યવસ્થાપક સમિતિ વિદ્યાર્થીગૃહમાં દાખલ કરી શકશે અને તે પરીક્ષામાં પાસ થશે તો તેણે કરી આપેલ કરારનામાની રૂએ પાછી વાળવાની રકમ આપવાનું તેની ઈચ્છા પર રહેશે. તે જ પ્રમાણે લેન કે હાફ પેઈંગ તરીકે દાખલ થયેલ વિદ્યાથી જૈન સાહિત્યને લઈને પાસ થશે તો તેણે કરી આપેલ કરારનામાની રૂએ બી. એ. નાં બે વર્ષની પાછી વાળવાની રકમ આપવાનું તેની ઈચ્છા પર રહેશે.
કન્યા છાત્રાલય કન્યાઓની ઉચ્ચ કેળવણી માટે કન્યા છાત્રાલયની જરૂર અંગે વિદ્યાલયના સંચાલકનું ધ્યાન છેક સને ૧૯૩૪ની સાલમાં ગયું હતું. આ સંબંધમાં વીસમાં વર્ષના રિપોર્ટ (પૃ. ૨૩-૨૪)માં મંત્રીઓના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે
“અહીં એક વાત પ્રાસંગિક હોઈ જણાવવી ઊચિત ધારી છે. કોલેજના અભ્યાસ માટે સ્ત્રીઓની અરજીઓ આવવા લાગી છે. આપણે તો છોકરાઓને પહોંચી વળી શકતા નથી અને વર્ષ આખરે વટાવ ખાતે ઉધાર કરીએ છીએ ત્યાં સ્ત્રીઓની અરજીનો વિચાર ક્યાંથી કરીએ ? પણ એ વાત ઉપેક્ષવા જેવી નથી. પાંચ-દશ વર્ષમાં મોટી સંખ્યામાં કોલેજ કેળવણી લેતી જૈન કન્યાઓ થઈ જશે. તેમને માટે વિદ્યાર્થીઓથી અલગ અને સ્ત્રીનિયામકના હાથ નીચે ચાલતી આપણા જેવી સંસ્થાની જરૂર પડશે. કોઈ ઉદારચિત્ત બંધુ અથવા બહેન બે લાખની સહાય કરે તો આપ એવી સંસ્થાની વ્યવસ્થા કરવા જરૂર વિચાર કરશે એવી ભલામણ કરવી અસ્થાને નહિ ગણાય.”
વળી, વિદ્યાલયના બંધારણમાં પણ (કલમ ૯, ૧૦૬, ૧૦૭, ૧૦૮માં) ઉચ્ચ અભ્યાસ કરતી કન્યાઓ માટે કન્યા છાત્રાલય ઊભું કરવાની જોગવાઈ રાખવામાં આવી છે અને એ માટે, પચાસમાં વર્ષના રિપોર્ટમાં જણાવ્યા મુજબ રૂા. ૧,૩૩,૦૧૭) જેટલું ફંડ પણ એકત્ર થયેલ છે. - વિદ્યાલયના ૨૭મા વર્ષમાં (સને ૧૯૪૧-૪રમાં) કન્યા છાત્રાલયની સ્થાપનાને વિચાર વધુ પ્રબળ બનતાં એ દિશામાં સક્રિય કાર્ય કરવાનાં ચક્રો ગતિમાન થયાં. તા. ૭–૨–૧૯૪૩ની સામાન્ય સમિતિની સભાએ કન્યા છાત્રાલયની યોજનાને મંજૂરી આપી હતી અને એને અમલી રૂપ આપવા વ્યવસ્થાપક સમિતિના નીચે મુજબ સભ્યોની એક ભંડોળ સમિતિ નીમી હતી: - (૧) શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ (૩) શ્રી બબલચંદ કેશવલાલ મોદી (૨) શ્રી પ્રવીણચંદ્ર હેમચંદ અમરચંદ (૪) શ્રી ડો. મોહનલાલ હેમચંદ શાહ
(૫–૬) સંસ્થાના મંત્રીઓ – શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા શ્રી ચંદુલાલ સારાભાઈ મોદી
પણ પછીથી કન્યા છાત્રાલયની સ્થાપનાની દેજનાનો અમલ ન થઈ શક્યો એટલે છેવટે બહાર રહીને ઉચ્ચ અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને, ગુણવત્તાને ધોરણે, છાત્રવૃત્તિ આપવાનું નક્કી કરવામાં આવ્યું. અને એ નિર્ણય અનુસાર દાક્તરી વિદ્યાના અભ્યાસ માટે
Page #64
--------------------------------------------------------------------------
________________
૨ : બંધારણ
૨૯
વાર્ષિક રૂા. ૩૦૦)ની અને અન્ય વિયેના અભ્યાસ માટે વાર્ષિક રૂા. ૨૦૦)ની છાત્રવૃત્તિ આપીને કન્યાઓને ઉચ્ચ કેળવણી માટે પ્રેાત્સાહન આપવામાં આવે છે.
વિદ્યાલયના કા પ્રદેશ અને કા સચાલનના ખ્યાલ આપતી કેટલીક મહત્ત્વની કલમેા ઉપર આપવામાં આવી છે. આ ઉપરાંત મંત્રીએ, મહામાત્ર ( Registrar) તથા ગૃહપતિ ની ફરજો અને સત્તાએ, નાણાકીય ખાખતા, વિદ્યાથી એ માટેના નિયમે વગેરે અંગેની કલમે એવી સુસ્પષ્ટ બનાવવામાં આવી છે કે જેથી ઝીણી-મેાટી બધી ખાખતામાં સંસ્થાના કારેાખાર આપમેળે જ એકસરખા ચાલતા રહે; અને મૂંઝવણ, ગૂંચવણ કે ગેરસમજને ભાગ્યે જ અવકાશ રહે. વિદ્યાલય સાસાયટીઝ રજિસ્ટ્રેશન ઍક્ટ તથા પબ્લિક ટ્રસ્ટ રજિસ્ટ્રેશન ઍકટ મુજબ રજિસ્ટર થયેલ સૌંસ્થા છે, એટલે એ રીતે પણ એના બધા કારોબાર સુવ્યવસ્થિત ચાલે છે.
જનરલ કમિટીએ નીમેલ પહેલી મૅનેજિંગ ક્રિમી
સસ્થાની સ્થાપના વખતે, તા. ૨-૩--૧૯૧૪ના રાજ, નવ સભ્યાની કામચલાઉ મૈંનેજિંગ કમિટીની અને એ ખજાનચીએની નિમણુક કરવામાં આવી હતી. તે પછી એક વ માદ તા. ૯-૩-૧૯૧૫ ના રાજ મળેલ જનરલ કમિટીએ નીચે મુજબ મૅનેજી'ગ કમિટીની નિમણુક કરી હતી :—
(૧) શ્રી મેાતીચંદ્ય ગિરધરલાલ કાપડિયા, સેાલિસીટર (૨) શેઠ દેવકરણ મૂળજી (૩) શેડ મૂળચંદ હીરજી
શેઠ હુંમઢ અમરચંદ્ર
(૫) શેઠ મેાતીલાલ મૂળજી
(૬) શેઠ મકનજી ડાભાઈ મહેતા, બૅરિસ્ટર-એટ-લા (૭) શેઠ મેહનલાલ દલીચંદ દેસાઈ બી.એ., એલ એલખી. (૮) ડૉકટર નાનચંદ કસ્તૂરચઃ મેાદી, એલ.એમ. ઍન્ડ એસ. (૯) શેઠ ચુનીલાલ વીરચંદ (૧૦) શેઠ મણિલાલ સૂરજમલ (૧૧) ઝવેરી કીરચંદ્ય નગીનચંદ (૧૨) ઝવેરી લલ્લુભાઈ ગુલામચંદ (૧૩) શેઠ અમરચંદ ઘેલાભાઈ (૧૪) શેઠ નરાન્તમદાસ ભાણજી (૧૫) શેઠ સારાભાઈ મગનભાઈ મેાદી, બી.એ.
( એમના સ્વર્ગવાસ થતાં એમના પુત્ર શ્રી નરોત્તમદાસ હેમચ'ને મેમ્બર તરીકે દાખલ કર્યો. )
આ. સેક્રેટરી ખજાનચી આસિસ્ટંટ સેક્રેટરી
મેમ્બર
27
22
77
,,
77
,,
77
,,
ܕܙ
""
સંસ્થાના બંધારણ મુજબ ચૂટાયેલી પહેલી મૅનેજિંગ કમિટી
વિદ્યાલયના બધારણને તા. ૨૬-૫-૧૯૧૫ના રોજ જનરલ કમિટીએ મહાલી આપી; અને તા. ૧૬-૭-૧૯૧૬ના રોજ મળેલી જનરલ કમિટીએ બંધારણમાં જરૂરી સુધારા-વધારા મંજૂર કર્યા. અને જનરલ કમિટીની એ જ સભામાં, ખંધારણ મુજબ,
,,
Page #65
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસકથા મતપત્ર દ્વારા પહેલી મેનેજિંગ કમિટીના નીચે મુજબ સભ્યની ચૂંટણી કરવામાં આવી – (૧) શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા સોલિસીટર
ઓ. સેક્રેટરી (૨) શેઠ દેવકરણ મૂળજી
ખજાનચી (૩) શેઠ મોતીલાલ મૂળજી
મેમ્બર (૪) શેઠ મકનજી જૂઠાભાઈ મહેતા, બેરિસ્ટર-એટ-લે (૫) ડોકટર નાનચંદ કસ્તુરચંદ મેદી, એલ. એમ. એન્ડ એસ. , (૬) શેઠ નરોત્તમદાસ ભાણજી (૭) શેઠ મૂળચંદ હીરજી
આસિસ્ટન્ટ સેક્રેટરી (૮) શેઠ સારાભાઈ મગનભાઈ મોદી, બી.એ.
મેમ્બર (૯) શેઠ અમરચંદ ઘેલાભાઈ (૧૦) શેઠ નરોત્તમદાસ હેમચંદ અમરચંદ (૧૧) શેઠ મોહનલાલ દલીચંદ દેસાઈ બી.એ., એલ.એલ.બી. (૧૨) શેઠ મણિલાલ સૂરજમલ ઝવેરી (૧૩) શેઠ ચુનીલાલ વરચંદ (૧૪) ઝવેરી લલ્લુભાઈ ગુલાબરાંદ (૧૫) ઝવેરી ફકીરચંદ નગીનચંદ
આ રીતે સંસ્થાની સ્થાપના બાદ આશરે સવા બે વર્ષના ગાળામાં સંસ્થા કામ કરતી થઈ ગઈ; સુધારાવધારા સાથે એનું બંધારણ સ્થિર અને વ્યવસ્થિત થઈ ચૂક્યું; અને એ બંધારણ મુજબ મેનેજિંગ કમિટીની ચૂંટણી પણ કરી લેવામાં આવીજાણે વિદ્યાલયની પ્રગતિની ગાડી સરળતાપૂર્વક અને ઝડપથી આગળ વધી શકે એ માટે પાટા નંખાઈ ગયા સંસ્થાના સંચાલકોની સમાજસેવાની ધગશ, ભાવના અને નિષ્ઠાની એ સિદ્ધિ હતી.*
પહેલું ટ્રસ્ટી મંડળ તા. ૨૨-૧૨-૧૯૧૮ના રોજ વિદ્યાલયના બંધારણની ૯૨મી કલમમાં સુધારોવધારો કરીને સંસ્થાની સ્થાવર મિલકત તથા જામીનગીરીઓ પાંચ ટ્રસ્ટીઓનાં નામે રાખવાનું ઠરાવવામાં આવ્યું અને પહેલું ટ્રસ્ટી મંડળ નીચે મુજબ પાંચ સભ્યોનું રચવામાં આવ્યું –
(૧) શ્રી મેતીચંદ ગિરધરલાલ કાપડિયા (૩) શેઠ મોતીલાલ મૂળજી (૨) શેઠ દેવકરણ મૂળજી
(૪) શેઠ ફકીરચંદ નગીનચંદ ઝવેરી
(૫) શેઠ ગોવિંદજી ખુશાલ ટ્રસ્ટી મંડળની દર પાંચ વર્ષે જનરલ કમિટીમાં નવેસરથી ચૂંટણી કરવામાં આવે છે.
વિદ્યાલયનું રજિસ્ટ્રેશન વિદ્યાલયની સ્થાપના બાદ ૧૯ વર્ષે, તા. ૪-૫–૧૯૩૪ના રોજ, ૧૮૬૦ના સોસાયટી રજિસ્ટ્રેશન ઍક્ટ પ્રમાણે, વિદ્યાલયનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. તેમ જ બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટ મુજબ તા. ર૭–૫–૧૯૫૩ ના રોજ નોંધણી કરાવવામાં આવી.
તા. ૨-૩-૧૯૬૪ થી તા. ૯-૩-૧૯૧૫ સુધીના એક વર્ષના ગાળામાં મેનેજિંગ કમિટીની છ સભાઓ મળી હતી; અને તા. ૯-૩-૧૯૧૫ થી તા. ૧૬-૭–૧૮૧૬ સુધીના સળ માસના ગાળામાં બૅનેજિંગ કમિટીની ત્રીસ સભાઓ મળી હતી.
Page #66
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ત્રીજું મકાન
વ્યક્તિની જેમ સંસ્થાને માટે પણ મકાન એ પાયાની જરૂર લેખાય છે. તેમાંય ભાડાના મકાનને બદલે પિતાનું મકાન હોય તો કોઈનીય રોકટોક વગર, મનગમતી રીતે, સંસ્થાના કાર્ય અને વિકાસને માટે એને ઉપયોગ નિશ્ચિતપણે કરી શકાય છે. પિતાની માલિકીનું મકાન ન હોય તો સંસ્થાને એક પ્રકારના અધૂરાપણાને અનુભવ થયા કરે છે.
વિદ્યાલયને માટે પોતાની માલિકીના મકાનની આ પાયાની વાત સંસ્થાના કાર્યદક્ષા સંચાલકે અને વિદ્યાલયના હિતની સાથે પોતાનું જીવન ઓતપ્રોત કરી જાણનાર વિદ્યાલયના સદા જાગરુક મંત્રી શ્રીયુત મોતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયાના અંતરમાં પહેલેથી જ વસી ગઈ હતી. પોતાના અંતરમાં સતત રમ્યા કરતી આ ભાવનાને વાચા આપતાં શ્રી મોતીચંદભાઈએ પહેલા વર્ષના રિપોર્ટને અંતે (પૃ. ૨૬) ખૂબ લાગણી ભરી ભાષામાં નિવેદન કર્યું હતું કે
છેવટે એક જ વાત પર લક્ષ્મ ખેંચી રિપોર્ટ પૂર્ણ કરીશ. આ સંસ્થાને મુકામની એકદમ જરૂર છે. શહેરની જરા દુર સુંદર જગ્યા પર ક્રીકેટ ટેનીસના અથવા હિન્દી કસરતાનાં સાધને સાથે ફરવાની સગવડવાળી આકર્ષણીય જગામાં દેરાસરની ગાઠવણ હોય, પ્રેમાળ સુપ્રીન્ટેન્ડેન્ટની માથે દેખરેખ હેય, આત્મ-જાગૃનિ અને ધર્મભાવના જાગૃતિ કરે તેવાં વ્યાખ્યાનો થયાં કરતાં હોય, એવા અનુકૂળ સ્થાનમાંથી તૈયાર થયેલ વિદ્યાર્થી શાસનને દીપાવશે, ભયમાંથી બચાવશે અને કીર્તિધ્વજ વિસ્તારશે. ભાડાના મુકામમાં રહેવું અમને કોઈને પસંદ આવતું નથી. સગવડવાળું વિશાળ મુકામ આ સંસ્થાને અર્પણ થશે ત્યારે એક પ્રથમ અગત્યની જરૂરીઆત પૂરી પડશે.
મકાન અંગેની પિતાની લાગણી વ્યક્ત કરતાં શ્રી મોતીચંદભાઈ જાણે મનોરથદશી બની જઈને વિદ્યાલય અને એના વિદ્યાર્થીઓના ભવ્ય ભાવના અને સમાજના ઉત્થાનના સુભગ દર્શનમાં લીન બની જાય છે. વિદ્યાલયના ઉજજવળ ભાવીના આવા તે કંઈ કંઈ મનોરથ એમના અંતરમાં રમતા હતા. અને છતાં મકાનને માટે થઈને સંસ્થાના સર્વપ્રિય નામમાં ફેરફાર કરવાનું એમને કે અન્ય કાર્યકરને હરગિજ મંજૂર ન હતું. એ જ નિવેદનમાં તેઓ આગળ ચાલતાં દઢતાપૂર્વક કહે છે કે –
ગમે તે ગોઠવણે પણ આ સંસ્થા માટે એક ઘરનું સ્થાન કરાવી આપવા એક આગેવાન હિંમત કરી શકે એમાં નવાઈ નથી. આ૫ આ બાબતને ખાસ મહત્ત્વની ગણશો. મુકામની સુસ્થિતિમાં સંસ્થાની સ્થિરતા છે. એક ગૃહસ્થ એક લાખ લગભગ ખરચવાનો નિર્ણય ન કરે તે તેની સાથે એકથી વધારે ઉદાર ગૃહસ્થો પણ જોડાઈ શકે. સંસ્થાના નામનિર્દેશમાં તો ફેરફાર ગમે તેટલી રકમ આપે તે પણ કરવાને નથી એમ સર્વનો નિર્ણય છે. પણ મુકામ ઉપર તખ્તી વગેરેથી નામનિર્દેશ થઈ શકે.”
સંસ્થાના સંચાલકે કે મંત્રીશ્રીના મનમાંથી સંસ્થાના મકાનની વાત જાણે ક્યારેય
Page #67
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસકથા ખસતી ન હતી. એમને તો સતત એમ જ થયા કરતુ કે કઈ શુભ ઘડીએ સંસ્થા પિતાના મકાનમાં નિવાસ કરતી થઈ જાય? અને એમને પોતાની આ ભાવનામાં પૂર્ણ વિશ્વાસ હતા કે એ સફળ થવાની જ છે, તેથી જ તે બીજા વર્ષના રિપોર્ટ (પૃ. ૧૨-૧૩)માં મકાનની જરૂરિયાતનું પુનરુચ્ચારણ કરતાં એ પૂરી થવા અંગે પૂર્ણ શ્રદ્ધાપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે –
સર્વથી વધારે ઉપયોગી વાત એ છે કે સંસ્થાની સ્થિરતા મુકામની સ્થિરતામાં છે, ઘરના મુકામમાં તેના પાયા બહુ ઊંડા જાય છે અને સ્વત્વની ખૂબી કાંઈક ઓર જ છે. અમારી ભાવના એવું સુંદર, કોમની કીર્તિને જોબ આપે એવું મુકામ મેળવવાની છે અને અમને પૂર્ણ આશા છે કે આ વર્ષે જે સુયોગ સાથે થયો છે તેના પરિણામે એ ભાવના ફળવતી જરૂર નીવડશે.”
સંસ્થાના સંચાલકોના આ આત્મવિશ્વાસની પાછળ સંસ્થાના આદ્ય પ્રેરક મુનિવર્ય શ્રી વલ્લભવિજયજી મહારાજની અદમ્ય ભાવના અને પ્રબળ પ્રેરણાનું પીઠબળ રહેલું હતું. એ મહાપ્રભાવક મુનિશ્રી સમાજ ઘડતરના મહાન શિલ્પી હતા; અને સંઘના સહકાર અને પિતાના પુરુષાર્થના બળે જૈન સમાજનું એક સમૃદ્ધ, સુશિક્ષિત, સંસ્કારી, સેવાપરાયણ અને શક્તિશાળી સમાજ તરીકે ઘડતર કરવાના મનોરથે એમના અંતરમાં ઊભરાતા હતા. - વિદ્યાલયની સ્થાપના થઈ અને એના કાર્યની શરૂઆત થઈ એ કંઈ ઓછા હર્ષ અને ગૌરવની વાત ન હતી; પણ મુનિશ્રીના ભાવનાલક્ષી આત્માને એટલાથી સંતોષ થાય એમ ન હતો. તેઓને તો સતત એક જ ઝંખના રહ્યા કરતી કે સંસ્થા કેવી રીતે આર્થિક તેમ જ બીજી બધી રીતે પગભર થાય અને એને ઉત્તરોત્તર વિકાસ થતો રહે. સંસ્થાને પિતાનું મકાન હોવું જોઈએ એ વાત પણ તેઓ બરાબર સમજતા હતા. અને તેથી તેઓ સંસ્થાને માટે હમેશાં ચિંતા સેવ્યા કરતા હતા, અને સંધને પ્રેરણા આપતા રહેતા હતા. - સંઘકલ્યાણવાંછુ આવા સમર્થ ગુરુવર્યા અને સેવાકાર્યમાં ઓતપ્રોત બનેલા આવા ભાવનાશીલા સંચાલકો વચ્ચે જ્યાં મનમેળ સધાય ત્યાં ગમે તેવું મુશ્કેલ કાર્ય પણ આસાન બન્યા વગર ન જ રહે. વિદ્યાલયના મકાનની કથા પણ આ વાતની સાખ પૂરે છે. | મુનિ શ્રી વલ્લભ વિજયજીએ વિ. સં ૧૯૬૯ તથા ૧૯૭૦નાં બે ચોમાસાં મુંબઈમાં કર્યા તે દરમ્યાન વિદ્યાલય કાર્ય કરતું થઈ ગયું. વિ. સં. ૧૯૭૧ અને ૧૯૭૨નાં ચોમાસાં તેઓએ બહારગામ (સૂરત અને જૂનાગઢમાં) કર્યા, પણ વિદ્યાલયની સહાયતાનું કામ સારી રીતે આગળ વધી શકે એટલા માટે એમણે પોતાના શિષ્ય મુનિ શ્રી લલિતવિજયજી ને ચતુર્માસ માટે મુંબઈ મોકલ્યા.
મુનિ શ્રી લલિતવિજયજી પણ સમાજકલ્યાણની ધગશવાળા અને શિક્ષણપ્રેમી શક્તિશાળી મુનિ હતા. તેઓએ મુંબઈ જન સંઘને વિદ્યાલયને માટે સતત પ્રેરણા આપતાં રહીને પિતાના ગુરુવર્યની ગેરહાજરીની પૂતિ કરી. ધીમે ધીમે સંઘનું ધ્યાન વિદ્યાલય પ્રત્યે વધુ ને વધુ મમતાળું બનતું ગયું.
વિ. સં. ૧૯૭૩ના ચોમાસા માટે સમતા અને સાધુતાની મૂર્તિ પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ તથા મુનિ શ્રી વલભવિજયજી મહારાજ અને પિતાના મોટા
Page #68
--------------------------------------------------------------------------
________________
૩૩
૩ : મકાન
શિષ્ય સમુદાય સાથે, મુબઈ પધાર્યાં. મુનિ શ્રી વલ્લભવિજયજીના શિષ્ય પન્યાસ સાહનવિજયજી પણ સાથે હતા. એ સૌના રામરામમાં વિદ્યાલયને સ્થિર અને શક્તિશાળી બનાવવાના જ વિચારો ભર્યાં હતા.
મૅનેજિંગ કમિટીએ સમય જોઈ ને મકાનક્ડની યેાજના શ્રીસંઘ સમક્ષ રજૂ કરી. મુનિવરે એ વિચારનું સતત સિંચન કરતા રહ્યા. પહેલા વિશ્વયુદ્ધના પાછલા સમયમાં વેપારીઓને કમાણી પણ સારી થઈ હતી. એક ંદરે મકાનફંડને માટે વાતાવરણ અનુકૂળ હતું.
મકાનમ્ ડની ઉત્સાહપ્રેરક પહેલ કરી કેાટના શ્રીસ`ઘે : પન્યાસ શ્રી સાહનવિજયજીના ઉપદેશથી પર્યુષણના પહેલે જ દિવસે ત્યાં બારહાર રૂપિયા નોંધાયા — જાણે સ`સ્થાને માટે શ્રીસંધના અંતરની ઉદારતાનાં ખરે દ્વાર ખૂલી ગયાં !આ શરૂઆત ખૂબ શુકનવંતી નીવડી : પર્યુષણ પર્વ દરમ્યાન જ કેાટ અને અહારકેાટમાં થઈને બેંતાલીશ હજાર જેવી રકમ મકાનફ'ડમાં નોંધાઈ ગઈ. સચાલકેાની આશા અને આસ્થા અંકુરિત થવા લાગી. શ્રીસ`ઘની આવી મમતાભરી ઉઢારતાથી સૌ આહ્લાદ અનુભવી રહ્યા.
મુનિવરોની પ્રેરણાની વર્ષાં સતત ચાલુ જ હતી. ખીજી બાજુ કાર્યકરો પણ સમયની તાણ કે શક્તિને થાક વીસરીને કામે લાગી ગયા હતા. શેઠ દેવકરણ મૂળજી અને શેઠ મેાતીલાલ મૂળજી જેવા શ્રીમાનાએ પણ જણે કમર કસીને પેાતાની સમગ્રશક્તિ વિદ્યાલયની સેવામાં લગાવી દીધી હતી. અન્ય કાર્યકરો પણ ખડા સૈનિકની જેમ આવી મળ્યા હતા. જોતજોતામાં શરદપૂર્ણિમા સુધીમાં અઠ્ઠાણુ હજાર જેવુ` માતબર મકાનક્ડ ભેગુ થઈ ગયુ’. મુનિવરા, સ`ચાલકેા અને શ્રીસંઘ ધન્યતા અનુભવે એવી એ ઘડી હતી.
પણ એટલાથી સંતાષ માનીને સુખચેનથી બેસી શકાય એવી સ્થિતિ ન હતી; કામ વિરાટ હતું અને નાણાં પણ અઢળક ભેગાં કરવાનાં હતાં. એટલે ફંડનું કામ ચાલુ હતું. એકાદ વર્ષીના પ્રયત્નને અંતે રૂા. ૧,૩૦,૦૦૦) એક લાખ ત્રીસ હજાર જેટલી રકમ ભેગી થઈ.
પણ સંસ્થાના સંચાલકા ભારે ચકાર હતા. નાણાની તગીને તેઓ આશીર્વાદરૂપ લેખતા હતા. આવી તંગી હાય તે, ઊંઘ અને આરામને આશ્રય લીધા વગર, સતત કામ કરવાની પ્રેરણા મળતી રહે એ તેએ ખરાબર સમજતા હતા. વળી, આછી મૂડીમાં વધુ વેપાર કેમ કરવા, એ કળા એમને સહજસિદ્ધ હતી. એમણે તેા ઉપર સૂચવેલી રકમ એકત્ર થઈ તે પહેલાં જ ગાવાળિયા ટેંક રોડ ઉપર, પારસી સગૃહસ્થ ખમનજીનાં ચાર મકાના રૂા. ૧,૪૮,૦૦૦ ( એક લાખ અડતાળીસ હજાર )માં ખરીદવાનુ` તારીખ ૨૭-૫-૧૯૧૮ના રાજ નક્કી કરી લીધું હતું. એનું ક્ષેત્રફળ ૧૬૨૨ સમચારસ વાર હતું.
વિદ્યાલયના વિકાસ અને વિસ્તારના ભવિષ્યદર્શનની દૃષ્ટિએ એના આદ્ય પ્રેરક મુનિશ્રીને અને સંચાલકોને આટલી જગાથી સ`Ôાષ ન થાય એ સ્વાભાવિક હતુ', એટલે પેાતાની પાસે ભડાળ કેટલુ' ભેગું થયું છે એની ચિંતા સેન્યા વગર એમણે આ ચાર મકાનાની લગે લગતુ' ૩૫૭ સમચારસ વારનું પાંચમું મકાન રૂા. ૪૨,૦૦૦ માં અને ૩૬૯ સમર્ચારસ વારનું છઠ્ઠું મકાન રૂા. ૩૧,૦૦૦માં ખરીદી લીધુ'. આમ રૂા. ૨,૨૧,૦૦૦ ના ખર્ચે કુલ ૨૩૪૮ સમચારસ વારનાં છ મકાનો ખરીદ્રી લઈ ને એક વિકસતી સસ્થાને
૫
Page #69
--------------------------------------------------------------------------
________________
૩૪
વિદ્યાલયની વિકાસકથા
અનુરૂપ વિશાળ અને જરૂરી બધી સગવડાવાળુ મકાન તૈયાર થઈ શકે એવી જોગવાઈ કરી લેવામાં આવી. મુંબઈમાં અત્યારે જે જગાએ ( ગાવાળિયા ટેંક રોડ ઉપર) વિદ્યાલય ચાલી રહ્યું છે તે જ આ જગા. આ જગા અંગે સંસ્થાના રિપોટ માં જણાવવામાં આવ્યું છે કે—
મેનેજીંગ કમીટીએ મુકામ ખરીદવા માટે એક પેટાકમીટી નીમી હતી. તેમણે ઘણાં મુકામે જોયાં, લગભગ પાણેાસેા ઉપર જગાએ તપાસી, પણ કોઈ સ્થાનને અંગે, કેાઈ ટાઈટલને અંગે અને કોઈ કિમતને કારણે પસંદ ન આવી. આખરે આ જગા પર પસંદગી પડી છે, કારણ કે તેના સામે પૂરેલા ગોવાળીઆ તળાવના ઘણા વિશાળ પ્લાટ ખાલી છે જે આપણા વિદ્યાર્થી એને રમત ગમત હરવા ફરવાના ઉપયેગમાં સારી રીતે આવે તેમ છે અને ત્યાંથી કોલેજોમાં જવાની સગવડ પડે તેમ છે.” ( ત્રીજા વર્ષના રિપોર્ટ, પૃ. ૮-૯ ) “ સંસ્થાનાં મુકામેાનુ સ્થાન અને જગા એવી સારી રીતે આવેલાં છે કે આપ એ સ્થાન જોશી ત્યારે આપને જરૂર આનદ થશે. ત્યાં કેટલેા ભાગ વસવાટ માટે કરવા, કેટલા લાયબ્રેરી માટે, કયા ભાગ સ્ટાર માટે, કયા રસાડા માટે, કયા કસરતના રૂમ માટે અને કયા વિભાગ સુપ્રીન્ટેન્ડેન્ટ માટે વાપરવા તે સ નિર્ણય મેનેજીંગ કમીટી કરશે. અત્યારથી જ મેટા નફા સાથે એ મુકામની માગણીઓ થઈ ગઈ છે જે બતાવે છે કે એ ખરીદી યોગ્ય રીતે અને ચેાગ્ય વખતે થઈ છે. ( ચેાથા વર્ષના રિપોર્ટ, પૃ. ૧૪)
<<
આ રીતે સંસ્થા પાસે મકાન ફંડમાં જેટલી રકમની (રૂા. ૧,૨૯,૪૮૩ની) જોગવાઈ હતી, તેના કરતાં આશરે એકાદ લાખ રૂપિયા વધુ ખરચીને વિદ્યાલયના સંચાલકોએ, જરાય ખમચાયા વગર, આ જગાએ ખરીદી લીધી હતી; કેમ કે એમને સ ંસ્થાએ હાથ ધરેલ કાર્યની ઉપયેાગિતામાં, જૈન સંઘની ઉદારતામાં અને પેાતાની કાનિષ્ઠામાં પૂર્ણ શ્રદ્ધા હતી; અને દરેક કાર્ય તેએ આત્મવિશ્વાસપૂર્વક હાથ ધરીને સમયસર પૂરું કરતા હતા—જાણે સમાજના ઉજજવળ ભાવીના કોઈ સંકેત જ અદૃશ્ય રીતે કામ કરી રહ્યો હતા.
પણ આ કામ તે ઘણું જંગી કામ હતું. જગા ખરીઢવામાં જે ખર્ચી (રૂા ૨,૩૧,૦૦૦) થયું તેના કરતાં વધારે ખરચે—આશરે અઢી લાખ રૂપિયાના ખરચે—વિદ્યાલયને અનુરૂપ નખશિખ નવું મકાન ઊભુ` કરવાના પ્લાન ઇજનેર શ્રીયુત મેાતીલાલ ગાંધીએ તૈયાર કરી આપ્યા હતા, અને એ મુજબ મકાનનુ' કામ પૂરું કરવાનું' જ હતું.
નવાં ખરીદેલ છ મકાનમાંથી પાંચમા તથા છઠ્ઠા મકાનમાં જરૂરી ફેરફાર અને સમારકામ કરીને વિદ્યાલય ત્યાં લઈ જવામાં આવ્યું; અને ૧-૨-૩ ન’બરવાળાં મકાનોને જમીનદોસ્ત કરીને એ સ્થાને જરૂરી બધી સગવડાવાળુ. આલિશાન મકાન ઊભું કરવાની તૈયારીઓ થવા લાગી. આ માટેના પૈસાની ટહેલ નાખતાં સંસ્થાના મંત્રી શ્રીયુત મેાતીચંદભાઈ એ, પાંચમા વર્ષના રિપોર્ટ(પૃ. ૧૩)માં કહ્યું હતુ` કે—
“ જ્યાં સુધી મુકામના સવાલને છેવટને નિચ ન થાય અને મુકામે બધાઈને તમારી જાહેોજલાલીનું જવલંત અને જીવંત દશ્ય રજુ ન કરે ત્યાં સુધી અમે કોઈ પણ પ્રકારના સંપૂર્ણ સતાષ પામી શકીએ એમ નથી. આપ અમારી સેવાને બદલેા આપવા માગતા જ હું તે આ અમારી યોજનાને વ્યવહારુ કરી દેજો અને અમારી પૂર્ણ ખાતરી છે કે અમારું આ મંતવ્ય સ્થાને
Page #70
--------------------------------------------------------------------------
________________
૩ : મકાન
૩૫
છે, વ્યવહારુ છે અને આપને સુગમ્ય છે. અમારા માગવા રિવાજ થઈ પડ્યો છે અને આપ આપા છે તે અમારી ખાતરી છે,”
નવા મકાનનું ખાંધકામ હાથ ધરી શકાય તે માટે શેઠ શ્રી દેવકરણ મૂળજીએ પચીસ હજાર રૂપિયા, અને શેઠ શ્રી મેાતીલાલ મૂળજીએ તથા શેઠ શ્રી હીરાલાલ કારદાસે સાડાબાર હજાર-સાડાબાર હજાર રૂપિયા ઉછીના આપવાનું વચન આપ્યું હતું. સાથે સાથે મકાનફંડમાં ફાળે નોંધાવવાનું કામ પણ ચાલુ જ હતું, છતાં મકાન માટે જોઈતી રકમ એકત્ર કરવાની મંજિલ તા હજી દૂર જ હતી.
આમ છતાં કામ તે પૂરું' કરવુ'જ હતું, એટલે પ્લાન, તેની મંજૂરી, જૂનાં મકાનોને જમીનદૅાસ્ત કરવાનું કામ વગેરે પૂર્વ તૈયારી પૂરી થતાં, વિદ્યાલયના આઠમા વર્ષ માં, તા. ૧૩-૧૨-૧૯૨૨ના મંગલ દિવસે વિદ્યાલયના પ્રાણ અને ધર્માનુરાગી શ્રેષ્ઠીવર્ય શ્રી દેવકરણ મૂળજીના શુભ હસ્તે, નવા મકાનનું ખાતમુહૂત કરવામાં આવ્યું. એ ઉત્સવ અને એ દિવસ વિદ્યાલયના ઇતિહાસના એક સાનેરી સીમાસ્તંભરૂપ બની ગયા.
આ શુભ પ્રસંગે જાણે સરસ્વતી મંઢિરના પાયામાં સમર્પિત થઈને લક્ષ્મીદેવી કૃતાથ થયાં : શેડ શ્રી ગેવિશ્વજી માધવજી કરમચંઢ તરફથી ખાસ વિદ્યાલયના મકાનના પાયામાં પૂરવા માટે ૨૬ તાલા સેનાની ઢાલ (લગડી) ભેટ મળી હતી; તેની રજ (તેજમતૂરી) બનાવીને શ્રી દેવકરણ શેઠના હાથે પાયામાં પધરાવવામાં આવી હતી. ઉપરાંત, એ પ્રસ’ગે હાજર રહેલ જનતાએ પણ સારા પ્રમાણમાં રૂપાનાણું ઉલ્લાસપૂર્વક પાયામાં નાખીને પેાતાની ભક્તિ વ્યક્ત કરી હતી. વિદ્યાલયના અત્યાર સુધીને ઇતિહાસ સાક્ષી પૂરે છે કે વિદ્યાપ્રસારના કાર્ય માં વિદ્યાલય ઉપર હમેશાં લક્ષ્મીદેવીની કૃપા વરસતી રહી છે: આણુ કલ્યાણી જૈનસ ંઘે સંસ્થાની માગણીને સદાય સવાઈ રીતે પૂરી કરી છે; અને નાણાની સગવડના અભાવે એના વિકાસ રૂંધાય એવા વખત કયારેય આવવા દીધા નથી.
સુવર્ણ રજ અને રૂપાનાણાથી પાચે તેા પૂર્યા, પણ એ વખતે પૈસા મેળવવાનું કામ કંઈક મુશ્કેલ ખની ગયું' હતું. પહેલા વિશ્વયુદ્ધની શાંતિ પછીના સમયમાં બજારો કઈક નબળાઈ વેઠી રહ્યા હતા અને વેપારીએ કે શ્રીમાનેાની ઉદારતાને જગાડવાના પ્રયત્ન કરવા પડે એવી પરિસ્થિતિ હતી. સંસ્થાના સંચાલકે આ માટે સજાગ હતા; એટલા જ—અરે, એથીય વધારે—સર્ચિંત હતા. સંસ્થાના પ્રેરક મુનિવર શ્રી વલ્લભવિજયજી મહારાજ, પંજાબ જેટલા દૂરના પ્રદેશમાં બેઠા બેઠા પણ તેએ કયારેય વિદ્યાલયના કાર્યોને અને એની આર્થિક જરૂરિયાતને વીસરી શકતા ન હતા. પરિસ્થિતિને પારખી જઈને તેઓએ પજાબથી પંન્યાસ શ્રી લલિતવિજયજી આદિ એ સાધુઓને અને ગુજરાતથી પન્યાસ ઉમ’ગવિજયજી વગેરે પાંચ સાધુએને વિદ્યાલયની સહાયતા માટે મુંબઈ પહોંચી જવાની આજ્ઞા કરી; અને એ મુનિવરા પેાતાના ગુરુજીની આજ્ઞાને શિરે ચડાવી, લાંબા લાંખા વિહારની કે બીજા' કષ્ટાની પરવા કર્યાં વગર, વિ. સ. ૧૯૮૦ના જેઠ માસમાં મુંબઈ પહેાંચી ગયા.
આ સાત મુનિવર મુંબઈ પહાંચ્યા તે અગાઉ વિ. સં. ૧૯૮૦ના વૈશાખ માસમાં, અમૃતસરથી, ‘હું છું સમસ્ત જૈનસંઘનેા દાસ મુનિ વલ્લભવિજય' એવી સહીથી શ્રી શ્વેતાંબર જૈન સંઘ પ્રતિ વિજ્ઞપ્તિ નામે જે અપીલ પ્રગટ કરવામાં આવી હતી (અને જે
Page #71
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસકથા નવમા વર્ષના રિપોર્ટના પૂંઠા ઉપર છાપવામાં આવી છે.) તેમાં સમાજસેવાની એમની ઉત્કટ તમન્ના અને વિદ્યાલય પ્રત્યેની અપાર મમતા દેખાઈ આવે છે. તેઓ એ વિજ્ઞપ્તિમાં
હું નીચે સહી કરનાર સકળ શ્વેતાંબર જૈન (ખાસ કરીને મુંબઈ નિવાસી) શ્રી સંઘની સેવામાં વિજ્ઞપ્તિ કરવા રજા લઉં છું કે કેટલાક સમયથી શ્રીસંઘ મુંબઈની, જેમાં પણ ખાસ કરીને શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મેમ્બરની, મુંબઈ આવવા માટે ઈચછા પ્રદર્શિત કરવામાં આવેલ. પણ હું દૂર દેશ પંજાબમાં હોવાથી એકદમ મુંબઈ પહોંચી શકું એમ બનવું મુશ્કેલ જાણી તેમ જ પંજાબમાં કેટલેક સ્થળે નવીન શ્રી જિનમંદિર તૈયાર થયેલ છે તેની પ્રતિષ્ઠા કરવાના કારણને લઈ આપ શ્રીસંઘની ઈચ્છાને માન આપી શક્યો નથી. તે બાબત હું આશા રાખું છું કે શ્રીસંઘ દરગુજર કરશે; તેમ છતાં ફુલ નહિ ફુલની પાંખડી સહી, એ હિસાબે યથાશક્તિ સમાજસેવા થવી ચોગ્ય જ છે એમ જાણી મેં મારી પોતાની હાર્દિક ઈચ્છા પંન્યાસ લલિતવિજ્યજીને જણાવી કે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની યોગ્ય સેવા ઘણા સમયથી બની આવી નથી...... માટે સમાજને પ્રેરણા કરી તે તરફ સમાજની લાગણી દોરનારની ખાસ જરૂર છે....... મારી ભાવનાને સાદર માન આપી પં. લલિતવિજયજીએ અર્જ કરી કે અગર આપની એવી જ ઈછા છે, અને મને ત્યાં જવાને માટે આપ યોગ્ય જાણતા હો તો ખુશીની સાથે આપ મને આજ્ઞા ફરમાવો, હું ગમે તે કહે આત્મભોગે પણ ત્યાં પહોંચી યથાશક્તિ સમાજસેવા કરી આપની ઈચ્છાને આધીન થવા તૈયાર છું !......... મેં પં. લલિતવિજયજીને આજ્ઞા ફરમાવી કે આવું સમાજસેવાનું કામ અવશ્ય કરવું ઘટે છે, તમો કરી શકે છે એવું હારું માનવું છે માટે મુંબઈના શ્રી સંઘની ઈચ્છાને માન આપી તમારે બનતી કોશીસ કરી આ માસું–ત્યાં જ જઈ કરવું યોગ્ય છે......ઉમંગવિજ્યજીને (અમદાવાદ) પત્ર લખી સાથે મુંબઈ જવા માટે પ્રેરણા તેમ જ આજ્ઞા કરી.......આશા રાખવામાં આવે છે કે પંન્યાસ શ્રી લલિતવિજયજી, પંન્યાસ ઉમંગવિજયજી આદિ સાતે સાધુઓ પરસ્પર પ્રેમની સાથે વર્તાવ રાખી બધા એક જ ધ્યેયને માટે યથાશકિત સમાજસેવામાં કચાશ રાખશે નહીં, તેમ જ મુંબઈના શ્રી જૈન સંઘ આવેલા મુનિઓને અપનાવી યથાશકિત શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા જૈન સમાજની ઉન્નતિ ને કેસ કરવામાં પાછી પાની કરશે નહીં....”
પંન્યાસ શ્રી લલિતવિજયજી તથા પંન્યાસ શ્રી ઉમંગવિજયજી વિદ્યાલયને માટે ભાવનાનું ભાતું અને ગુરુની પ્રેરણાનું બળ લઈને મુંબઈ પધાર્યા હતા અને, વિદ્યાલય દ્વારા સમાજની સેવા કરવામાં જરા પણ પાછી પાની કરવાના ન હતા. સાચે જ, એમના આગમનથી મકાનકુંડની પ્રવૃત્તિમાં ન પ્રાણસંચાર થયો. જોતજોતામાં ફાળામાં હજારોની શ્કમ એકત્ર થઈ. મારવાડના ભાઈઓએ પણ ખૂબ ઉમંગ દાખવ્યો. ખૂટતી રકમ માટે મકાનના કામને રોકી રાખવાને કોઈ સવાલ જ ન હતું. સમાજે આપેલા જવાબથી કાર્યકરો પૂરા ઉત્સાહમાં આવી ગયા હતા. પરિણામે એક જ વર્ષમાં આલિશાન નવું સરસ્વતી– મંદિર ખડું થઈ ગયું, અને સંસ્થાના કાર્યની (તા. ૧૮-૬-૧૯૧૫ના રેજ) શરૂઆત કર્યા બાદ દસ વર્ષ પછી, વિ. સં. ૧૯૮૧ના શ્રાવણ સુદિ ૬ ને સોમવાર (તારીખ ૨૭–૭–૧૯૨૫)ના રોજ સંસ્થાને નવા મકાનનું વાસ્તુ પ્રાચીન પદ્ધતિ પ્રમાણે કરવામાં આવ્યું. આ પ્રસંગે પંન્યાસ શ્રી લલિતવિજયજી તથા પંન્યાસ શ્રી લાભ વિજયજી આદિએ મજ આ લખાણને અહીંથી પછીને કેટલેક ભાગ પાંચમા પ્રકરણમાં લેવામાં આવ્યો છે
Page #72
--------------------------------------------------------------------------
________________
૩ : મકાન પધારી પ્રસંગને વિશેષ પવિત્ર બનાવ્યું હતું. મુંબઈના જૈન સંઘને માટે એ એક આનંદ અને ઉત્સાહને અવસર હતો. વિદ્યાલયના ઈતિહાસની એ અત્યંત ોંધપાત્ર ઘટના હતી. કાર્યકરોના મરથ પૂર્ણ થયા વિદ્યાલયને પિતાનું મકાન સાંપડયું. મકાનના પાયા સાથે વિદ્યાલયના પાયા પણ વધુ મજબૂત થયા.
સંસ્થાના મકાનના ઉદ્ઘાટનને ભવ્ય જાહેર સમારંભ તા. ૩-૧૦-૧૯૨૫ના રોજ ભાવનગર રાજ્યના દીવાન સર પ્રભાશંકર દલપતરામ પટ્ટણીના પ્રમુખપદે ઊજવવામાં આ હતો. આ પ્રસંગે પ્રમુખશ્રીએ ભાવનગર રાજ્ય તરફથી સંસ્થાને, દસ વર્ષ સુધી, વાર્ષિક ૨૫૦) રૂપિયા આપવાની જાહેરાત કરીને સમારંભની ઉત્સાહપ્રેરક કાર્યવાહી ઉપર જાણે સુવર્ણકળશ ચડાવ્યા.
સાચા સોનાના અને ભાવનાના સોનાના પાયા ઉપર ઊભી થયેલી સંસ્થા જેન સમાજને માટે સેનાની ખાણ સમી બની ગઈ
અનેક વ્યક્તિઓ અને અનેક શક્તિઓના સંગમને આરે આ સરસ્વતી મંદિર ઊભું થઈ શકર્યું હતું, એટલે એમાં કોને કોનો આભાર માન, એ મીઠી મૂંઝવણ હતી. શ્રી મોતીચંદભાઈએ પોતાની આ મૂંઝવણને વ્યક્ત કરતાં (નવમે રિપોર્ટ, પૃ. ૨૧માં) સાચું જ કહ્યું હતું કે–
- “અમારે આભાર કેટલાનો માનવો ? જ્યાં આખી કોમ અનેક પ્રકારે સંસ્થાને સહાય કરવા હળીમળી રહેલી હોય, મચી રહેલી હોય, ઉઘુક્ત થઈ બેઠી હોય, ત્યાં કેટલા નામ નિર્દેશ કરીએ ? બારસે તેરસો માઈલને ઉગ્ર વિહાર કરનાર મુનિ મહાશ માટે અમે કયા શબ્દોમાં વર્ણન કરીએ ? સંસ્થાને માટે રાતદિવસ પ્રયાસ કરનાર આપણું ભાવિક મારવાડી બંધુઓનું જે જુથ રાત્રે ફરવા નીકળે છે તેમના ઉત્સાહનું શું વર્ણન કરીએ ? હજુ અનેક નવીન કાર્યવાહક પ્રેરણા કરી રહ્યા છે, તેમને માટે અગાઉથી શું લખીએ? દિવાળી પછી આપને સંપૂર્ણ રિપોર્ટ મળશે. અત્રે વક્તવ્ય એટલું જ છે કે આ સંસ્થા માટે પૂર્ણ પ્રેમ, ઉત્સાહ અને ધીરજથી કાર્યકરનાર સર્વબંધુઓ અને મુનિઓને અમારા અંતઃકરણથી અમે આભાર દર્શાવીએ છીએ.” - સમયના વહેવા સાથે સમાજમાં જેમ જેમ ઉચ્ચ શિક્ષણને ફેલાવો વધતો ગયે તેમ તેમ વિદ્યાલયની લોકપ્રિયતા પણ વધતી ગઈ. પરિણામે વિદ્યાલયની શક્તિ પ્રમાણે વધુમાં વધુ વિદ્યાર્થીઓને રાખવાની વ્યવસ્થા પણ ઓછી પડવા લાગી, અને સંખ્યાબંધ અરજીઓને નકારવાની પરિસ્થિતિ આવી પડી. વિદ્યાલય તે હમેશાં વિદ્યાથીઓની સગવડનો જ વિચાર કરતું રહે છે, એટલે સને ૧૯૫૪માં ગોવાળિયા ટેક રોડ ઉપરના મકાન ઉપર ચોથો માળ લેવરાવીને ત્યાં ૨૫ વધુ વિદ્યાર્થીઓને રાખી શકાય એવી સગવડ કરવામાં આવી.
હવે આ મકાનમાં વધારે સગવડ કરી શકાય એવી કોઈ શક્યતા જ નથી રહી, અને પ્રવેશ માટેની વિદ્યાર્થીઓની અરજીઓ તો સતત વધતી જ જાય છે. એટલે છેવટે મુંબઈ માં જ વિદ્યાલયની શાખારૂપે નવું મકાન ઊભું કરવાનું નક્કી કરવામાં આવ્યું અને એ માટે ઘાટકોપરમાં એક લેટ ખરીદી લેવામાં આવ્યું છે. સંસ્થાના સુવર્ણ મહોત્સવના કાયમના સંભારણારૂપે આ સ્થાને નવું મકાન બને તેટલું વહેલું ઊભું કરવાની સંસ્થાના સંચાલકોની ઉમેદ છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ચોથું : વ્યવસ્થાતંત્ર
- ઉદેશ અને બંધારણ સુનિશ્ચિત હોય, કુશળ અને ધ્યેયનિષ્ઠ કાર્યકરો હોય અને કાર્યકરોમાં સમૂહભાવના અને ખેલદિલી હોય, પછી કઈ પણ સંસ્થાને કારોબાર સર. ળતાપૂર્વક અને સફળતાપૂર્વક ચલાવવામાં ભાગ્યે જ મુશ્કેલી નડે. વિદ્યાલયની ૫૦ વર્ષની સફળ કાર્યવાહી આ વિધાનનું સમર્થન કરે એવી છે.
સમાજનું ભાગ્ય કહો કે સંસ્થાને ઉદયગ કહે, વિદ્યાલયને એની સ્થાપના સમયથી જ વિકાસને અનુરૂપ સંયોગે મળતા રહ્યા છે. એને જેમ ભાવનાશીલ અને નિખાલસ કાર્યકરોનું જૂથ મળ્યું, તેમ સંઘમાંથી માગી મદદ આપનારા સખીદિલ મહાનુભાવ પણ મળતા રહ્યા. પરિણામે સારા કાર્યકરો અને ઉદાર સહાયકો જેવા બે પાટા ઉપર સંસ્થાના વ્યવસ્થાતંત્રની ગાડી નિરાકુલપણે આગળ વધતી રહી અને વિકાસના સીમાચિહ્ન સમી એક એક મંજિલને પસાર કરીને સમાજની વધુ ને વધુ સેવા કરતી રહી.
બાકી તો, બંધારણ ગમે તેટલું સારું હોય, પણ એને અમલ કરનારાઓની દાનત કે આવડતમાં ખામી હોય તો સંસ્થાનું વ્યવસ્થાતંત્ર કે સંચાલન ખામીવાળું બન્યા વગર ન જ રહે. અને જે કાર્યકરોની બુદ્ધિ નિર્મળ અને દૃષ્ટિ સ્પષ્ટ હોય તો કદાચ બંધારણમાં કોઈ ખામી રહી જવા પામી હોય તો પણ એ ખામી સંસ્થાના વિકાસને રૂંધી નથી શકતી. સંસ્થાના વ્યવસ્થાતંત્રમાં ખરો મહિમા સાચા કાર્યકરો મળવા એ જ છે. આ બાબતમાં શરૂઆતથી જ વિદ્યાલય ભાગ્યશાળી છે.
વિદ્યાલયના વ્યવસ્થાતંત્રમાં સૌથી વધુ અગત્યનું અને જવાબદારીભર્યું સ્થાન છે માનદ મંત્રીનું. એની દોરવણ સંસ્થાના નાવને સાચી દિશામાં આગળ વધારવામાં સુકાનીની ગરજ સારે છે. વિદ્યાલયની સ્થાપનાથી જ શ્રીયુત મોતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયાની વિદ્યાલયના માનદ મંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી : આ રીતે આવી મોટી અને સતત વિકાસશીલ રહેલી સંસ્થાના પ્રથમ માનદ મંત્રી નિમાવાનું માન શ્રી મોતીચંદભાઈને ફાળે જાય છે; અને એ જવાબદારી એમણે સવાઈ રીતે પૂરી કરીને એક ઉત્તમ દાખલ રજૂ કર્યો હતો એમ કહેવું જોઈએ. પણ શ્રી મોતીચંદભાઈની સંસ્થા અંગેની બહોળી કામગીરી જોતાં તેઓ વિદ્યાલયના માનદ મંત્રીપદ ઉપરાંત બીજું પણ ઘણું ઘણું મહત્વનું સ્થાન ધરાવતા હતા : સંસ્થાની સ્થાપનામાં તેમ જ એના સંચાલનમાં તેઓ એના પ્રાણ રૂપ હતા–એમ વિના અતિશયોક્તિએ કહી શકાય. સંસ્થાની સ્થાપના વખતે જેમ એમણે સંસ્થાના ઉદ્દેશે અને એના આકાર-પ્રકાર નક્કી કરવામાં અગ્રગામી ભાગ ભજવ્યો હતો, એમ સંસ્થાના વ્યવસ્થાતંત્રને વિશિષ્ટ ઘાટ આપવામાં તેમ જ કેટલીય તંદુરસ્ત પ્રણાલિકાએ કાયમ કરવામાં પણ એમણે પુરોગામી તરીકે કામ કર્યું હતું કે તેઓ સંસ્થા સાથે એટલા બધા ઓતપ્રોત થઈ ગયા હતા.
Page #74
--------------------------------------------------------------------------
________________
૪ : વ્યવસ્થાતંત્ર
૩૯
શરૂઆતમાં વિદ્યાલયના ખ'ધારણમાં એક માનદ મ`ત્રી અને એક આસિસ્ટન્ટ માનદ મંત્રીની નિમણૂક કરવાની જોગવાઈ હતી. પંદર વર્ષ સુધી આ પ્રમાણે ચાલતુ' રહ્ય': શ્રી મેાતીચંદભાઈ માનદ મંત્રીના અને શ્રી મૂળચંદ હીરજીભાઈ આસિસ્ટન્ટ માનદ મ`ત્રીને હો સંભાળતા રહ્યા. શ્રી મૂળચંદભાઈ પણ ખૂબ સેવાભાવી કાર્યકર હતા, અને શ્રી માતીચંદભાઈ સંસ્થાનું સુકાન સફળ રીતે સ'ભાળી શકયા એમાં એમના પણ નોંધપાત્ર ફાળા હતા.
સાળમા વ માં સંસ્થાના બંધારણમાં ફેરફાર કરીને આસિસ્ટન્ટ માનદ મંત્રીના હો અ'ધ કરીને એ માનદ મંત્રીએ નીમવાનું ઠરાવવામાં આવ્યુ અને શ્રી મેાતીચંદભાઈ સાથે બીજા માનદ મંત્રી તરીકે જાણીતા રાષ્ટ્રીય કાર્યકર શ્રી વીરચંદ પાનારાઢ શાહની વરણી કરવામાં આવી.
સ'સ્થાના ખ'ધારણમાં બીજો હેડ઼ો ખજાનચીનેા છે. શરૂઆતથી જ આ સ્થાન સંસ્થાના આધાર સમા શેઠ શ્રી દેવકરણ મૂળજીએ શેાલાવ્યું હતુ.
આ બન્ને હાદ્દાએ સંસ્થાના સ`ચાલન અને વિકાસ માટે ઘણા જવાબદાર હા હતા, તેથી એ હેાાને ધારણ કરનાર વ્યક્તિએની ગેરહાજરીને કારણે સસ્થાના કામમાં વિક્ષેપ આવવા ન પામે તે માટે કેટલી તકેદારી રાખવામાં આવતી હતી તે નીચેના થોડાક પ્રસંગેા ઉપરથી પણ જાણી શકાશે :
(૧) અગિયારમા વર્ષમાં શ્રી મેાતીચંદભાઈને અંગત કામસર વિલાયત જવાનું થતાં એમની જગ્યાએ અકિટંગ આનરરી સેક્રેટરી તરીકે શ્રી કકલભાઈ ભૂદરભાઈ વકીલની નિમણુક કરવામાં આવી હતી.
(૨) ચૌદમા વર્ષ માં, શ્રી અંતરીક્ષજી તી'ના કેસ અ'ગે, શ્રી મેાતીચંદભાઈને વિલાયત જવાનું થયું તે વખતે પણ ઍકિંટગ ઑનરરી સેક્રેટરી તરીકે શ્રી કકલભાઈ વકીલને નીમવામાં આવ્યા હતા.
(૩) સત્તરમા વર્ષીમાં (૧૯૩૨ માં) અહિંસક સ્વાતંત્ર્ય યુદ્ધમાં શ્રી મેાતીચંદભાઈ તથા શ્રી વીરરાંઢ પાનાચંદ શાહને જેલનિવાસ મળતાં એમના સ્થાને ડૉ. નાનચં કસ્તૂરચંદ મેાદી તથા શ્રી મકનજી જૂડાભાઈ મહેતાની નિમણુક કરવામાં આવી.
(૪) પંદરમા વર્ષમાં ખજાનચી તરીકે અમદાવાદના વતની અને મુંબઈમાં રહેતા શ્રી અમૃતલાલ કાળિદાસ શેઠની વરણી કરવામાં આવી; પણ પેાતાની ગેરહાજરીને કારણે એમણે એ જવાબદારીના અસ્વીકાર કર્યાં એટલે એમના સ્થાને શેડ ગેવિંદજી ખુશાલભાઈ ને ખજાનચી મનાવવામાં આવ્યા.
(૫) સને ૧૯૫૦ માં તથા ૧૯૫૧ માં શ્રી પ્રવીણચ'દ્ર હેમચંદ કાપડિયાને વિદેશ જવાનું થતાં એમની ગેરહાજરીના સમયમાં શ્રી ચંદુલાલ વÖમાન શાહે અને એમની પછી શ્રી ચિમનલાલ મેાતીલાલ પરીખે ખજાનચી તરીકેની કામગીરી બજાવી હતી.
શ્રી મેાતીચંદભાઈ એ સ’સ્થાની સ્થાપનાથી લઈને તે ( તેએ વિદેશ ગયા કે જેલમાં ગયા એટલે સમય બાદ કરતાં) એકધારાં ૩૪ વષઁ સુધી માનદ મંત્રી તરીકેની ફરજ પૂર્ણ જાગૃતિપૂર્વક બજાવી હતી; અને પેાતાની નાદુરસ્ત તબિયતને કારણે, સસ્થાના કામમાં
Page #75
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસકથા વિક્ષેપ ન આવે એ દષ્ટિએ, રાજીનામું આપ્યું હતું. રાજીનામાના પત્રમાં પણ વિદ્યાલય પ્રત્યેની લાગણી દર્શાવતાં એમણે લખ્યું હતું કે “હું મૅનેજિંગ કમિટીની ચર્ચામાં ભાગ લઈશ. માત્ર રાજીનામું અત્યારની મારી તબિયતને અંગે અને સામાન્ય સગવડ માટે છે. વિદ્યાલય તરફ મારી લાગણી પૂરતી છે.”
શ્રી દેવકરણ શેઠે પણ એકધાશે તેર વર્ષ સુધી વિદ્યાલયનું ખજાનચીપદ સાચા અર્થમાં સંભાળીને : ક્યારેય એના ખજાને ખોટ આવવા દીધી ન હતી. એમણે પણ, પિતાની નાદુરસ્ત તબિયતને કારણે, વિદ્યાલયના કારેબારમાં ખામી ન આવે એ દષ્ટિએ જ, પિતાના હોદ્દાનું રાજીનામું આપ્યું હતું.
અડતાલીસમા વર્ષથી બેને બદલે ત્રણ માનદ મંત્રીઓની વરણી કરવાને સુધારે સંસ્થાના બંધારણમાં કરવામાં આવ્યો. શાખાઓના વધારાને લીધે વધી રહેલ સંસ્થાની કામગીરીને પહોંચી વળવા માટે આમ કરવું જરૂરી હતું.
૫૦ વર્ષ દરમ્યાન સંસ્થાના માનદ મંત્રી, ખજાનચી તેમ જ ટ્રસ્ટી તરીકેનો હોદો સંભાળનાર કાર્યકરોની નીચે આપેલી નામાવલી જોતાં આ પદ કેવી કેવી વ્યક્તિઓ શોભાવી ગઈ છે તેમ જ અત્યારે ભાવી રહી છે અને તેમ જ આવી પદધારી વ્યક્તિઓની વારે વારે ફેરબદલી કરવાને બદલે એમને સ્વસ્થ અને સ્થિરપણે લાંબા સમય સુધી પિતાની ફરજ બજાવવાની કેવી તક આપવામાં આવે છે એનો પણ ખ્યાલ આવી શકશે. વળી, કેટલાક પ્રસંગમાં તો સંસ્થાના જૂના વિદ્યાથીઓ આ પદે નિયુક્ત થયા છે એ પણ જાણી શકાશેઃ
માનદ મંત્રીઓ (૧) શ્રી મેતીચંદ ગિરધરલાલ કાપડિયા (તા. ૧૫-૭–૧૯૪૭થી તા. ૧૦-૭–૧૯૪૯) (૨) શ્રી વીરાં પાનાચંદ શાહ (તા. ૧૫-૧૧-૩૧ થી તા. ૧૮-૫-૩૪) (૩) શ્રી મોહનલાલ ભગવાનદાસ ઝવેરી (તા. ૧૯--૩૪ થી તા. ૧૭–૧૧–૩૪) (૪) શ્રી ચંદુલાલ સારાભાઈ મેદી (તા. ૧૮-૧૧-૩૪ થી તા. ૭-૮-૬૨) (૫) શ્રી હીરાલાલ મંછાચંદ શાહ (તા. ૧૦-૭-૪૯ થી તા. ૨૦-૯-૫૨ ) (૬) શ્રી રતિલાલ ચિમનલાલ કોઠારી (તા. ૨૧–૯–પર થી તા. ૧૯-૯-પ૩) * (૭) શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ (તા. ૨૦-૯-૫૩ થી ચાલુ) (૮) શ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડિયા (તા. ૧૪-૧૦-૬૨ થી ચાલુ) (૯) શ્રી જયંતીલાલ રતનચંદ શાહ (તા. ૬-૧૦-૬૩ થી ચાલુ)
વચગાળાના માનદ મંત્રીઓ (૧) શ્રી કમલભાઈ ભૂદરદાસ વકીલ (તા. ૮-૬–૨૬ થી તા. ૧૪-૧૦-૨૬) ) શ્રી મકનજી જેઠાભાઈ મહેતા (તા. ૨૩-૧-૩૨ થી તા. ૨-૧૧-૩૩) ) શ્રી નાનચંદ કસ્તુરચંદ મેદી (તા. ૨૩-૧-૩૨ થી તા. ૨-૧૧-૩૩) (૪) શ્રી ચિમનલાલ મોતીલાલ પરીખ (તા. ૨૩-૨-૩૪ થી તા. ૧૮-૫-૩૪)
ખજાનચી (૧) શ્રી દેવકરણ મૂળજી (તા. ૧૫-૭-૧૭ થી તા. ૧૨-૩-૨૯) (૨) શ્રી ગોવિંદજી ખુશાલ (તા. ૧૩-૩-૨૯ થી તા. ૧૯-૭–૩૧)
*
*
Page #76
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયના માનદમંત્રી, ટ્રસ્ટી, પેટ્રન તથા પ્રાણ
શ્રી મોતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયા
Page #77
--------------------------------------------------------------------------
________________
CALE
5J45VALA & D
所
1922
S JASAWALA & CO
મુંબઇ, ગાવાળિયા રૅક રોડ ઉપરનું પાંચ મજલાનુ... આલિશાન મકાન
શેઠ શ્રી વાડીલાલ સારાભાઈ વિદ્યાર્થીગૃહ
Page #78
--------------------------------------------------------------------------
________________
શેઠશ્રી દેવકરણ મૂળજીની સખાવતનુ અમર સ્મારક પ્રિન્સેસ સ્ટ્રીટ ઉપર, ત્રણ ખાજી રાજમા ધરાવતું દેવકરણ મેન્શન
Page #79
--------------------------------------------------------------------------
________________
માનદમંત્રી
શ્રી જયંતીલાલ રતનચંદ શાહ
વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિ
માનદમ`ત્રી
શ્રી મનુભાઈ ગુલાચ'દ કાપડિયા
Page #80
--------------------------------------------------------------------------
________________
માનદમંત્રી તથા ટ્રસ્ટી શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ
ટ્રેઝરર તથા ટ્રસ્ટી શ્રી પ્રવીણચંદ્ર હેમચંદ કાપડિયા
ટ્રસ્ટી Jain Educatioથી કપુરચંદ નેમચંદ મહેતા
ટ્રસ્ટી For Private & Personal use only whe
તો | શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી
Page #81
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયના ટ્રસ્ટી શેઠ શ્રી ભોગીલાલ લહેરચંદ ઝવેરી
સુવર્ણ મહોત્સવ નિધિ માટે યોજેલ પ્રથમ સ્નેહમિલનના
તથા સુવર્ણ મહોત્સવ સમારંભના
પ્રમુખ શેઠ શ્રી માણેકલાલ ચુનીલાલ
Page #82
--------------------------------------------------------------------------
________________
મુંબઈના ઓલ્ડ બોયઝ યુનિયનની વ્યવસ્થાપક સમિતિ
યુનિયનના મંત્રી શ્રી મગનલાલ ભગવાનજી શાહ
યુનિયનના પ્રમુખ શ્રી બાલચંદ ગાંડાલાલ દોશી
યુનિયનના મંત્રી શ્રી મદનલાલ ઠાકરલાલ શાહ
Page #83
--------------------------------------------------------------------------
________________
મુંબઈના ગૃહપતિ
1)
શ્રી કિશાર ચુનીલાલ શેઠ
અમદાવાદ શાખાના ગૃહપતિ શ્રી દામુભાઈ ન. ગાંધી
વિદ્યાલયના મહામાત્ર શ્રી કાંતિલાલ ડાઘાભાઈ કારા
મહામાત્ર
તયા
ગૃહપતિએ
વલ્લભવિદ્યાનગર શાખાના ગૃહપતિ શ્રી હસમુખભાઈ સી. શાહ
પૂના શાખાના ગૃહપતિ
શ્રી અશાક મણિલાલ કાહારી
વડેાદરા શાખાના ગૃહપતિ શ્રી મેાહનલાલ નગીનદાસ શાહ
Page #84
--------------------------------------------------------------------------
________________
૪૧
૪: વ્યવસ્થાતંત્ર
(શ્રી અમૃતલાલ કાળિદાસ શેઠની વરણી થઈ હતી, પરંતુ તેમણે ગેરહાજરીને
કારણે ના પાડવાથી શ્રી ગોવિંદજી ખુશાલની નિમણુક કરવામાં આવી.) (૩) શ્રી રણછોડભાઈ રાયચંદ મોતીચંદ (તા. ૧૯-૭–૩૧ થી તા. ૧૭–૧૧–૩૪) (૪) શ્રી કમલભાઈ ભૂદરદાસ વકીલ (તા. ૧૮-૧૧-૩૪ થી તા. ૮-૫-૪૯) (૫) શ્રી પ્રવીણચંદ્ર હેમચંદ કાપડિયા (તા. ૮-૫-૪૯ થી ચાલુ)
વચગાળાના ખજાનચીઓ * (૧) શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ (સને ૧૯૫૦માં) * (૨) શ્રી ચિમનલાલ મોતીલાલ પરીખ (સને ૧૯૫૧માં)
ટ્રસ્ટીઓ
વિદ્યાલયના બંધારણની ૯૨મી કલમ મુજબ તા. ૨૨-૧૨-૧૯૧૮થી દર પાંચ વર્ષને માટે પાંચ ટ્રસ્ટીઓની વરણી કરવાની હોય છે. તે મુજબ પહેલવહેલાં સને ૧૯૧૮ ની આખરમાં અને તે પછી અનુક્રમે સને ૧૯૨૪, ૧૯૨૯, ૧૯૩૪, ૧૯૩૯, ૧૯૪૪, ૧૯૪૯, ૧૯૫૪, ૧૫૯ અને છેલ્લે ૧૯૬૪માં એમ દસવાર ટ્રસ્ટી મંડળીની વરણી કરવામાં આવી; તેમ જ વચગાળામાં રાજીનામા કે અવસાનને કારણે કઈ ટ્રસ્ટી કામ કરતા બંધ થયા તે બાકીના સમય માટે તેમને સ્થાને બીજા સભ્યની ટ્રસ્ટી તરીકે વરણી કરવામાં આવી. અત્યાર સુધીમાં ટ્રસ્ટીપદ સંભાળનાર સભ્યોનાં નામે તથા એમના ટ્રસ્ટીપદની સમયમર્યાદા નીચે આપવામાં આવે છે –
(૧) શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા (તા. ૨૨-૧૨-૧૮ થી તા. ર૭–૩–૫૧) (૨) શ્રી દેવકરણ મૂળજી (તા. ૨૨-૧૨-૧૮ થી તા. ૧૯-૫-૨૯) (૩) શ્રી મોતીલાલ મૂળજી (તા. ૨૨–૧૨–૧૮ થી ૧૯૨૪ને ડિસેમ્બર) (૪) શ્રી ફકીરચંદ નગીનચંદ ઝવેરી (તા. ૨૨-૧૨-૧૮ થી ૧૯૨૯નો નવેમ્બર) (૫) શ્રી ગોવિંદજી ખુશાલ (તા. ૨૨-૧૨-૧૮ થી તા. ૧૮-૭–૩૧) (૬) શ્રી મણિલાલ મોતીલાલ મૂળજી (તા. ૧૫-૩-૨૫ થી તા. ૨૧–૩–૩૬) (૭) શ્રી અમૃતલાલ કાળિદાસ શેઠ (તા. ૧૦-૧૧-૨૯ થી તા. ૨૮-૭–૧૫). (૮) શ્રી રણછોડભાઈ રાયચંદ મેતીચંદ (તા. ૧૦-૧૧-૨૯ થી તા. ૪-૧૦-૩૫) (૯) શ્રી સારાભાઈ મગનભાઈ મેદી (તા. ૪-૯-૩૧ થી તા. ૨૨-૪-૩૨)
(૧૦) શ્રી ડાહ્યાભાઈ નગીનદાસ શાહ (તા. ૨૫-૪-૩૨ થી તા. ૧૮-૧૧-૩૪) * (૧૧) શ્રી ચંદુલાલ સારાભાઈ મોદી (તા. ૧૮-૧૧-૩૪ થી તા. ૨૬-૯-૫૪)
(૧૨) શ્રી કકલભાઈ ભૂદરદાસ વકીલ (તા. ૪-૧૦-૩૫ થી તા. ૧૪-૩–૫૭)
(૧૩) શ્રી સાકરચંદ મોતીલાલ મૂળજી (તા. ૬-૮-૩૯ થી તા. ૨૨-૯-૫૧). છે(૧૪) શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ (તા. ૨૨-૯-૫૧ થી ચાલુ)
. (૧૫) શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી (તા. ૨૨-૯-૫૧ થી ચાલુ) (૧૬) શ્રી કપૂરચંદ નેમચંદ મહેતા (તા. ૨૬-૯-૫૪ થી ચાલુ)
* જે જે નામોની આગળ આવું કૂદડીનું નિશાન મૂકવામાં આવેલ છે તેઓ વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાથીઓ છે એમ સમજવું.
Page #85
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસકથા. (૧૭) શ્રી ભોગીલાલ લહેરચંદ ઝવેરી (તા. ૨૮-૭-૫૫ થી ચાલુ) (૧૮) શ્રી પ્રવીણચંદ્ર હેમચંદ કાપડિયા (તા. ૧૪-૩-૫૭ થી ચાલુ)
વ્યવસ્થાપક સમિતિના કાયમી સભ્ય વિદ્યાલયના બંધારણની ૨૨ (૪) કલમ મુજબ બધા પેટ્રન (આશ્રયદાતાઓ) તથા કન્યા છાત્રાલયના આદ્ય સંસ્થાપકે વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિના કાયમી સભ્ય ગણાય છે. ઉપરાંત, જે સભ્ય એકીસાથે કે છૂટક છૂટક પંદર વર્ષ સુધી વ્યવસ્થાપક સમિતિના સભ્ય રહ્યા હોય તેઓ પણ અધિકારની રૂએ વ્યવસ્થાપક સમિતિના કાયમી સભ્ય ગણાય છે. આ રીતે પંદર વર્ષ સુધી વ્યવસ્થાપક સમિતિના સભ્ય રહેવાને લીધે જેમને આવો હક્ક મળે છે તેઓની નામાવલી નીચે મુજબ છે – (૧) શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા (૮) શ્રી રતિલાલ ચિમનલાલ કોઠારી (૨) શ્રી ચિમનલાલ મોતીલાલ પરીખ (૯) શ્રી હીરાલાલ હાલચંદ દલાલ (૩) સ્વ. શ્રી પ્રસન્નમુખ સુરચંદ બદામી (૧૦) શ્રી નાનચંદ જૂઠાભાઈ મહેતા ) શ્રી હીરાલાલ મંછાચંદ શાહ
(તેઓ હવે પેટ્રન થયા છે.) (૫) સ્વ. શ્રી લલ્લુભાઈ કરમચંદ દલાલ (૧૧) શ્રી પૂજાલાલ નાથાલાલ શાહ (૬) શ્રી માધવલાલ હીરાલાલ શાહ (૧૨) શ્રી કાન્તિલાલ ઉમેદચંદ બડિયા (૭) શ્રી મગનલાલ ભગવાનજી શાહ
(૧૩) શ્રી ચિમનલાલ ઉજમશી શાહ
વ્યવસ્થાપક સમિતિના સભ્યો+ વિદ્યાલયની સ્થાપનાથી તે અત્યાર સુધીમાં જે સભ્ય વ્યવસ્થાપક સમિતિના સભ્ય તરીકે ચૂંટાયા છે તેમની નામાવલી નીચે આપવામાં આવી છે. આ સભ્યોમાં કેટલાક વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે, કેટલાક પાછળથી પેટન બન્યા છે, તે કેટલાક સભ્યો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હવા સાથે પેટ્રન પણ બનેલા છે – ૧. શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા, પેટ્રન ૧૩. શ્રી અમરચંદ ઘેલાભાઈ ગાંધી ૨. ,, દેવકરણ મૂળજી, પેટૂન
૧૪. , નરોત્તમદાસ ભાણજી કાપડિયા ૩. , મૂળચંદ હીરજી
૧૫. ,, સારાભાઈ મગનભાઈ મોદી, પેટ્રન ૪. , નરોત્તમદાસ હેમચંદ અમરચંદ, પેટૂન ૧૬. , હીરાલાલ અમૃતલાલ, પેટ્રન ૫. , મોતીલાલ મૂળજી, પેટ્રના
૧૭. / મણિલાલ મોતીલાલ મૂળજી ૬. ,, મકનજી જેઠાભાઈ મહેતા
૧૮. , કકલભાઈ ભૂદરદાસ વકીલ, પેન ૭. , મેહનલાલ દલીચંદ દેસાઈ
૧૯. , લલ્લુભાઈ કરમચંદ દલાલ ૮. ડે. નાનચંદ કસ્તુરચંદ મોદી
૨૦. * ડે. નગીનદાસ જગજીવનદાસ શાહ ૯. શ્રી ચૂનીલાલ વીરચંદ
૨૧. શ્રી મગનલાલ મૂળચંદ શાહ ૧૦. / મણિલાલ સૂરજમલ ઝવેરી
૨૨. ,, મોહનલાલ ભગવાનદાસ ઝવેરી ૧૧. , ફકીરચંદ નગીનચંદ ઝવેરી
, અમૃતલાલ કાળિદાસ શેઠ ૧૨. , લલુભાઈ ગુલાબચંદ ઝવેરી
૨૪. , મણિલાલ શીખવચંદ ઝવેરી, પેટૂન 1 + જે સભ્યોના નામ આગળ આવું જ કૂદડીનું નિશાન મૂકેલું છે તે વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. જે સભ્યો પાછળથી પેન બન્યા છે તેમના નામ સાથે પેટ્રન છાપેલ છે.
Page #86
--------------------------------------------------------------------------
________________
૪: વ્યવસ્થાતંત્ર
2
૨૫. શ્રી ભોગીલાલ લહેરચંદ ઝવેરી, પેટ્રન ૫૬. શ્રી રતિલાલ ભીખાભાઈ શાહ ૨૬. ,, ગોવિંદજી ખુશાલભાઈ
૫૭. ,, હીરાલાલ હાલચંદ દલાલ ૨૭. ,, રણછોડભાઈ રાયચંદ ઝવેરી, પેટ્રન ૫૮. ,, વિનાયક કુંવરજી શાહ, પેટૂન ૨૮. , વીરચંદ પાનાચંદ શાહ, પિન ૫૯. , નાનચંદ જૂઠાભાઈ મહેતા, પેટ્રના ઉમેદચંદ દોલતચંદ બરોડિયા
૬૦. ,, મણિલાલ ચૂનીલાલ ભણશાળી ૩૦. , ચિમનલાલ મોતીલાલ પરીખ, પેટ્રન ૬૧. , પૂજાલાલ એન. શાહ ૩૧. *, ચંદુલાલ સારાભાઈ મોદી, પેટ્રન ૬૨. ,, ચિમનલાલ ઉજમશી શાહ ૩૨. , પરમાનંદ કુંવરજી કાપડિયા
૬૩. ડે. ચતુરદાસ ત્રિકમજી દડિયા ૩૩. ,, મણિલાલ મહેકમચંદ શાહ
૬૪. શ્રી ખીમજી માંડણ ભુજપુરિયા ૩૪. ,, રવજીભાઈ સેજપાળ, પેટ્રન
૬૫. *ૐ ઠાકરશી ખુશાલચંદ વારા ૩૫. ડૅ. ટી. એ. શાહ
૬૬. શ્રી. ચિમનલાલ જેચંદ શાહ ૩૬. શ્રી. બબલચંદ કેશવલાલ મોદી, પેટ્રન
૬૭. ,, મોહનસિંહ નંદલાલ મહેતા ૩૭. ડો. મોહનલાલ હેમચંદ શાહ, પેટૂન
૬૮. , દીપચંદ મગનલાલ શાહ ૩૮. શ્રી. જમનાદાસ અમરચંદ ગાંધી
૬૯ ,, જયંતીલાલ રતનચંદ શાહ, પેન *, પ્રસન્નમુખ સુરચંદ બદામી
૭૦. શ્રીમતી પન્નાબહેન જયંત પારેખ ૪૦. *, હીરાલાલ મંછાચંદ શાહ
૭૧. શ્રી બાલચંદ ગાંડાલાલ દોશી, પેટૂન ૪૧. , દુર્લભજી ઉમેદચંદ પરીખ
૭૨. * મદનલાલ ઠાકરદાસ શાહ, પેન ૪૨. એ જ્યવદન અનોપચંદ શાહ
૭૩. ,, સોહનલાલ એમ. કેકારી, પેટ્રના ૪૩. , કાળિદાસ સાંકળચંદ દેશી
૭૪. , જમનાદાસ સારાભાઈ મોદી, પેટૂન ૪૪. ,, માણેકલાલ અમુલખ ભટેવરા
૭૫. *, સેવંતીલાલ ચિમનલાલ શાહ ૫. ,, માધવલાલ હીરાલાલ શાહ
૭૬. , રમણલાલ નગીનદાસ પરીખ, પેટ્રન ૪૬. ,, મનસુખલાલ હીરાલાલ લાલન
૭૭. ,, બાબુભાઈ મગનલાલ ગાંધી ૪૭. , બાબુભાઈ કસ્તુરચંદ શાહ
૭૮. , શ્રીમતી તારાબહેન પ્રસન્નમુખ બદામી ૪૮. ડો. ચિમનલાલ નેમચંદ શ્રોફ
૭. શ્રી જયંતકુમાર માધવલાલ શાહ
૮૦. , કેશવલાલ બુલાખીદાસ ૪૯. શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ, પેટ્રના
૮૧. , કેશવલાલ ચૂનીલાલ શાહ ૫૦, , વલભદાસ ફૂલચંદ મહેતા ૫૧. , મગનલાલ ભગવાનજી શાહ
૫૦મા વર્ષ પછીના સભ્ય ૫૨. , કાંતિલાલ ડાહ્યાભાઈ કોરા
૪૨. ,, મોહનલાલ છોટાલાલ શાહ ૫૩. ,, કાંતિલાલ ઉમેદચંદ બડિયા
ખાંતિલાલ ગોકળદાસ શાહ ૫૪. , રતિલાલ ચિમનલાલ કોઠારી
, સુમતિલાલ ભોગીલાલ દવાવાળા ૫૫. ,, મનુભાઈ ગુલાબચંદ કાપડિયા, પિન ૮૫. ,, ચિમનલાલ ચૂનીલાલ શેઠ
કાર્યપદ્ધતિ વિદ્યાલયના કારોબારના સંચાલન માટે સંસ્થાના બંધારણને વફાદાર છેએવી બહુમતીના નિર્ણયને માન્ય રાખવાની, લોકશાહી કાર્યપદ્ધતિ અપનાવવામાં આવી છે. આમ છતાં મેટે ભાગે સહુને સાથે રાખીને, સહુને માન્ય થાય એ રીતે સર્વાનુમતે નિર્ણય
Page #87
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસકથા લેવાની તંદુરસ્ત પ્રણાલી પહેલેથી જ પાડવામાં આવી છે. આને લીધે બે લાભ થયા છે. ક્યારેક કોઈક બાબતમાં સભ્ય ભિન્ન ભિન્ન મત ધરાવતા હોય, અને મતગણતરી કરવાની ફરજ પડી હોય તોપણ છેવટે બહુમતીથી કરવામાં આવેલ નિર્ણયને સૌ ખેલદિલી દાખવીને સર્વાનુમતે કરેલા નિર્ણયની જેમ વધાવી લે છે અને એ અંગેના વાદાવાદથી દૂર રહીને એના અમલમાં પૂર્ણ સહકાર આપે છે. આથી બીજે લાભ એ થયે છે કે સમાજમાં કે જેમાં અંદરોઅંદર વિદ્યાલય અંગે બિનજરૂરી અને હાનિકારક વાદ-વિવાદ ઊભું થતું અટકી જાય છે અને સંસ્થાનું કામ સુવ્યવસ્થિત રીતે ચાલતું રહે છે.
વિદ્યાલયના સંચાલકે સંસ્થાના સંચાલનમાં નવા નવા કાર્યકરોને આવકારવા કેટલા ખુશી અને ઉત્સુક હતા તે રિપોર્ટમાંની નીચેની નોંધ ઉપરથી પણ જાણી શકાય છે –
એક હકીક્ત ઉપર આપનું ધ્યાન ખેંચવાનું મન થઈ આવે છે. આપે નવા નવા બંધુઓને કામ કરવાની જરૂર તક આપવી ઘટે. વ્યવસ્થાપક સમિતિ અને એપેદારોમાંથી થોડા થોડા બદલાયા કરે તો અનેકને કામ કરવામાં રસ રહે અને સંસ્થાની દઢતા કાયમ થતી જાય. નવીન બુદ્ધિ સંસ્કારનો સંસ્થાને લાભ મળે અને સંસ્થા વધારે નિચળ થાય. વળી અમુક માણસ તો અમુક સ્થાન પર હેવી જ જોઈએ એ ખોટો ખ્યાલ છે અને પ્રાગતિક યુગને તથા સાદી સમજને અપમાન કરનાર છે. અત્યારે તો જેમ બને તેમ નવીન ભાવનાને પોષવાની જરૂર છે અને “વહેતાં પાણી નિર્મળાં ”ને સિદ્ધાંત સ્વીકારવા ચોગ્ય છે. સંસ્થાની વ્યવસ્થામાં અમુક માણસ હોય તો જ સંસ્થા ચાલે એ હકીકત ઘણી ગેરવ્યાજબી છે, અને એવો ખ્યાલ હોય તો તે સંસ્થાના હિત નાખવા યોગ્ય છે. આપણો તો આણંદ કલ્યાણી સંધ છે અને “બહુરત્ના વસુંધરા'ને આપણને માન્ય છે. મુદ્દામ કારણસર આ ઉલ્લેખ આપની સમક્ષ કર્યો છે, તેનું રહસ્ય લક્ષ્યમાં લઈ તદ્યોગ્ય નિરાકરણ કરશો એટલી આશા અને પ્રાર્થના છે.” (વીસમો રિપોર્ટ, પૃ. ૨૪-૨૫)
જેને પડી હોય તે ભોગવે એવો ખ્યાલ થાય એ બહુ કષ્ટકર છે. અત્યારે આપણે કેટલીક સંસ્થાઓ પડી ભાંગી છે અથવા મૃતપ્રાય સ્થિતિમાં દેખાય છે તે આવા દુર્લક્ષ્યનું પરિણામ છે. જેના દેખરેખ રાખનારા જાગૃત હોય, તેના કાર્ય કરનારાઓએ બહુ સાવચેત રહેવું પડે છે અને એ જાગૃતિને પરિણામે જ વગર પ્રયત્ન સીધા માર્ગ પર ગાડું ચાલે છે, પણ માથે પૂછનારનો અભાવ હોય અથવા સેવકવૃત્તિને બદલે શેઠવૃત્તિ થઈ જતી હોય ત્યાં પરિણામે ગેટ વળે છે.” (આઠમો રિપોર્ટ, પૃ. ૧૬)
વળી, વિદ્યાલયને વહીવટ ચેખે રહે એ માટે સંસ્થાના સંચાલક ઝીણી ઝીણી બાબતમાં તેમ જ પોતાની ખામીઓ અંગે કેવા સભાન હતા તે માટે નીચેની ને જુઓ –
કેટલીક વાર અમુક સંસ્થા પર રાગ હેય તેથી તેની ત્રુટિઓ કાર્યવાહકોના લક્ષ્યમાં ન આવે એ પણ બનવા જોગ છે. તેથી સર્વ વિદ્યાપ્રગતિના ઇચ્છનારા બંધુઓ આ સંસ્થાની ભેટ લઈ આંતર વ્યવસ્થાનો અભ્યાસ કરી સૂચનાઓ કરશે એવી ખાસ વિજ્ઞપ્તિ છે.” (છઠ્ઠો રિપોર્ટ, પૃ. ૧૩)
સંસ્થામાં અનેક પ્રકારની ત્રુટિઓ હશે, હવાને સંભવ છે, સંપૂર્ણતાને દાવો કરવો એ પણ ધૃષ્ટતા છે, પણ પ્રેમભાવે સૂચના કરવાથી કાર્યસિદ્ધિ થાય છે અને આવી સંસ્થાઓને તો લેકમત ઉપર જ જીવવાનું હોવાથી ગેરવાજબી રીતે તેના પાયા હચમચતા નથી. કોઈ કોઈ વાર આવી અવ્યવસ્થિત રીકા લક્ષ્ય પર આવે છે તેથી આ પ્રસંગે તે બાબતસર જરા ઉલ્લેખ કરે ગ્ય ધાર્યો છે.” (આઠમો રિપોર્ટ, પૃ. ૮)
Page #88
--------------------------------------------------------------------------
________________
૪: વ્યવસ્થાતંત્ર
આ સંસ્થા વ્યાવહારિક શિક્ષણને અંગે હાઈ અને તેનો લાભ આપણું જ ભાઈઓ લે છે તેથી કોઈ પણ જ્ઞાનખાતાની રકમ અમે લેતા નથી. પ્રથમ પ્રોસ્પેકટસમાં જણાવ્યું છે કે આ ખાતાને પોતાના સાધારણ અથવા ખર્ચ ખાતામાંથી જ સહાય આપવી અને તે ધરણે જ સહાય ભળે તે અમે સ્વીકારીએ છીએ. એ સિવાય જ્ઞાનખાતાની રકમ હજુ મળી નથી, પણ મળે તો તેનું ખાતું ટ્રસ્ટ તરીકે જુદું રાખવાનો પ્રબંધ કર્યો છે એટલે આપણું વ્યાવહારિક શિક્ષણનો લાભ લેનારને કોઈ પ્રકારનો આડકતરી રીતે પણ દોષાપત્તિનો સંભવ ન રહે એવી ખાસ વિચારણું આ સંસ્થાની શરૂઆતથી જ રાખી છે.” (દસમો રિપોર્ટ, પૃ. ૧૪)
“બાકી પાંચ વાસણ એકઠાં થાય તે જરૂર ખખડે એવી વાત છે, પણ તમે બારીકીથી જોશે તો વિદ્યાલયની યોજના એકંદરે સફળ થતી જોવાય છે. અવારનવાર કોઈ છૂટાછવાયા અનિચ્છનીય બનાવ બને તેથી ઘુંચવાઈ ન જતાં એવી સ્થિતિ તો આપણા ખાનગી વ્યવસાયમાં પણ દૂર ન કરી શકાય તેવી છે એમ સમજી આખી યોજનાનું બારીક નિરીક્ષણ કરશો. જૈન કોમના વર્તમાન ઈતિહાસમાં આ સંસ્થાએ નાનો પણ ચોક્કસ ફાળો આપ્યો છે, એટલું સ્વીકારી આપ એને વિશેષ કાર્યકર નિવડે એવી કક્ષામાં જરૂર મૂકશે, તો એની આખી યોજનાના અંતરમાં સમસ્ત સમાજવિકાસનાં ઊંડાં તો છે એમ આપ જોઈ શકશો. સાધને જરૂર પૂરાં પાડશો અને વર્ષ આખરે તેનાં સરવૈયાં કાઢી કરાવી આપ જોશો તો તેમાં આપ ઠીક ઠીક જમે પાસે જોઈ શકશો. અને આપ તેમ જુઓ એવી સર્વની આંતર ભાવના છે. શ્રી વીર પરમાત્માની કૃપાથી એ આપની અને આપણી ભાવના સફળ થાઓ એટલું ઇચ્છી અત્રે વિરમીએ.” (વીસમો રિપોર્ટ, પૃ. ૨૫)
સંસ્થાનું વહીવટી તંત્ર વ્યવસ્થાપક સમિતિની દેરવણી નીચે ચાલે છે અને વ્યવસ્થા પક સમિતિ શરૂઆતથી જ બંધુભાવની લાગણીથી કામ કરવા ટેવાયેલી છે, એટલે એમાં કઈ બાબત અંગે ખેંચતાણને ભાગ્યે જ અવકાશ રહે છે. ત્રણ માનદ મંત્રીઓ અને એક ખજાનચી ઉપરાંત બાર સભ્યોની દર વર્ષે વરણી કરવામાં આવે છે, અને આગળ જણાવવામાં આવ્યું છે તેમ, વિદ્યાલયના પેટ્રને, કન્યા છાત્રાલયના આદ્ય સંસ્થાપકે તેમ જ લાગલગાટ અગર છૂટક છૂટક મળીને પંદર વર્ષ સુધી વ્યવસ્થાપક સમિતિના સભ્યપદે ચૂંટાઈ આવનાર સભ્ય વ્યવસ્થાયક સમિતિના કાયમી સભ્ય ગણાય છે. સંસ્થાની સ્થાપના બાદ નીમવામાં આવેલ કામચલાઉ મૅનેજિંગ કમિટી (વ્યવસ્થાપક સમિતિ)ના એક મંત્રી અને બે ખજાનચી સહિત ૧૧ સભ્યોના નામ આ પુસ્તકના પહેલા પ્રકરણ (પૃ. ૧૬)માં આપ્યાં છે; આ કામચલાઉ મૅનેજિંગ કમિટીના બદલે જનરલ કમિટીએ નીમેલ મેનેજિંગ કમિટીના ૧૫ સભ્યનાં નામ બીજા પ્રકરણ (પૃ. ૨૯)માં, અને બંધારણ મુજબ ચૂંટાયેલી પહેલી મૅનેજિંગ કમિટીના ૧૫ સભ્યોનાં નામ બીજ પ્રકરણ (પૃ. ૩૦)માં આપ્યાં છે. ૫૦મા વર્ષમાં ચૂંટાયેલ વ્યવસ્થાપક સમિતિના ૧૬ સભ્યોના નામ નીચે મુજબ છે – માં ૧. શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ
માનદ મંત્રી . ૨. શ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડિયા
૩. શ્રી જયંતીલાલ રતનચંદ શાહ ૪. શ્રી પ્રવીણચંદ્ર હેમચંદ કાપડિયા
કોષાધ્યક્ષ ૧ ૫. શ્રી બાલચંદ ગાંડાલાલ દેશી
સભ્ય ૬. શ્રી જમનાદાસ સારાભાઈ મેંદી
Page #89
--------------------------------------------------------------------------
________________
૪૬
g,
* ૮. શ્રી
શ્રી સેવંતીલાલ ચિમનલાલ શાહે મદનલાલ ઠાકેારદાસ શાહ
૯. શ્રી દીપચંદ મગનલાલ શાહ શ્રી ખાબુભાઈ મગનલાલ ગાંધી શ્રીમતી પન્નાબહેન જયંત પારેખ શ્રી વિનાયક કુંવરજી શાહ શ્રીમતી તારાબહેન પ્રસન્નમુખ ખદામી
*
* ૧૦. ૧૧.
* ૧૨.
૧૩.
* ૧૪. શ્રી જયંતકુમાર માધવલાલ શાહ ૧૫. શ્રી કેશવલાલ બુલાખીદાસ શાહ ૧૬. શ્રી કેશવલાલ;ચૂનીલાલ શાહ+
*
૧. શ્રી ભગીલાલ લેહેરચંદ્ય ઝવેરી ૨. શ્રી પ્રવીણચંદ્ર હેમચ'દ કાપડિયા ૩. શ્રી ચંદુલાલ વમાન શાહુ ૪. શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી ૫. શ્રી કપૂરચંદ્ગ નેમચંદ મહેતા
વિદ્યાલયની વિકાસકથા
સભ્ય
""
,,
,,
""
',
22
સંસ્થાના પહેલા ટ્રસ્ટીમ ́ડળના પાંચ સભ્યોનાં નામ બીજા પ્રકરણ (પૃ. ૩૦)માં આપ્યાં છે. અત્યારનું (૫૦મા વર્ષનું) ટ્રસ્ટીમંડળ નીચે મુજબ છે :~
""
""
77
સ'ચાલકેાની એકરાગી સંઘભાવના અને સમાજની ઉપયાગી સેવા બજાવીને વિદ્યાલયે પ્રાપ્ત કરેલી લેાકચાહનાને લીધે કયારેક આર્થિક સંકડામણુ કે બીજી કોઈ મુશ્કેલી ઊભી થતી તે તેનું તે સમયસર નિરાકરણ થઈ જ જતું, ઉપરાંત એક વાર (૧૧મા વમાં; સને ૧૯૨૫-૨૬ દરમ્યાન) વિદ્યાલયમાં રહીને દાક્તરી લાઈનના અભ્યાસ કરતા વિદ્યાર્થીએને કારણે સંસ્થા ઉપર ઝંઝાવાત જેવી આફત આવી પડી હતી, એમાંથી પણ એ હેમખેમ પાર ઊતરી શકી હતી. આ પ્રકરણ અંગે “પચીશ વર્ષની કાવાહી” (પૃ. ૫૬)માં નોંધ કરવામાં આવી છે કે :——
“ સંસ્થામાં દાક્તરી લાઈનનેા અભ્યાસ કરનાર વિદ્યાર્થી એને પણ લેવામાં આવે છે. તેના સબંધમાં સંસ્થાના અગિયારમા વર્ષમાં (૧૯૨૫-૨૬માં ) ચર્ચા ઉત્પન્ન થઈ. કેટલીક તપાસ કરવા માટે (૧) ૐ।. ડી. એ. શાહ, એફ. આર. સી. એસ., (૨) ૐર્ડા. ચિમનલાલ શ્રાફ, ડી. એ. એમ. એસ; (૩) ડૅા. નાનચંદભાઈ મેાદી, એલ. એમ. ઍન્ડ એસ., અને (૪) શેઠ મણિલાલ મેાતીલાલ મૂળની તપાસ કરી રિપેર્ટ કરવા સમિતિ નીમી. તા. ૨૦-૧૦-૧૯૨૫ના રાજ વ્યવસ્થાપક સમિતિએ
* જેમની સામે “તું ચિહ્ન કરેલ છે તે સભ્યા વિદ્યાલયના જૂના વિદ્યાર્થીઓ છે.
+ ૫૩મા વર્ષોંની વ્યવસ્થાપક સમિતિ પણ એક સભ્યના ફેરફાર સિવાય ઉપર મુજબ જ છે. શ્રી મદનલાલ ઠાકેારદાસ શાહ પેટ્રન થવાથી વ્યવસ્થાપક સમિતિના કાયમી સભ્ય બન્યા છે. અને તેમના સાથે શ્રી ચિમનલાલ ચૂનીલાલ શેડ વ્યસ્વથાપક સમિતિના નવા સભ્ય બન્યા છે.
* આ પેઢા સમિતિની નિમણૂક તા. ૧૮-૮-૨૫ના રોજ કરવામાં આવી હતી ( રિપે, ૧૧, પૃ. ૨૧)
Page #90
--------------------------------------------------------------------------
________________
જ: બવસ્થાત
૭ સર્વાનુમતે તે રિપોર્ટ પર હરાવ કર્યો કે “ રિપોર્ટ ઉપર વિચાર કરતાં શ્રી મહાવીર જેત વિદ્યાલમના કેટલાક વિવાથી એ દાકારી લાઈનને અભ્યાસ કરે તે બાબતમાં કમીટીને કાંઈ પણ ફેરફાર કરવાની જરૂર લાગતી નથી.’
આ ચર્ચા ચાલતી હતી તે વખતે સંસ્થાનાં મકાન બાંધવાનું કામ ચાલતું હતું. ચર્ચા ઉગ્ર વરૂપ કે ખોટો આકાર ન લે તે જોવાનું કાર્ય વ્યવસ્થાપક સમિતિનું હતું. કાંઈક ચિંતા ઉપજાવે તે આ પ્રસંગ વ્યવસ્થાપક સમિતિએ પાર પાડ્યો તેની નોંધ આ ઈતિહાસમાં લીધા વગર રહીએ તો ઈતિહાસ અધૂરી રહી જાય, બાકી તે વખતે સંસ્થાને અંગે કેટલીક અટપટી ટીકાઓ થઈ હતી. અને સંસ્થાનું વહાણ ડામાડોળ સ્થિતિમાં આવી ગયું હતું. અંતે સર્વ ઠીક થઈ ગયું અને ચાલુ નિર્ણય કરેલી પરિસ્થિતિને તાબે થવામાં સમાજનું હિત અને શ્રેય છે તે વાત કાયમ રહી, અને સંસ્થા તરફ ઉલટી કરુચિ વધી એ વાત નોંધ કરવા લાયક છે. આ ચર્ચાને અંગે સંસ્થાના રિપોર્ટમાં ઘણી જ ટૂંકી નોંધ લેવામાં આવેલી છે અને દફતરે પણ બહુ અલ્પ હકીકત છે, એ વાત ઘણું અર્થસૂચક છે.”
આ મુસીબત સંસ્થાને જોખમમાં મૂકી દે અને કાચાપોચા સંચાલકમાં મતભેદ તેમ જ મનભેદ ઊભું કરી દે એવી વિલક્ષણ હતી. આવી કટોકટીના વખતે વ્યવસ્થાપક સમિતિના સભ્ય અને સામને આવા સર્વસંમત નિર્ણયથી કરી શક્યા એ તેઓમાં રહેલ સમાજસેવાની ધગશ, સંઘભાવના, દીર્ઘ દષ્ટિ, શાણપણ, ઠરેલપણું, દઢતા અને સત્ત્વશાળી હીરનું સૂચન કરે છે. આ શક્તિઓના બળે જ સંસ્થા આ અગ્નિપરીક્ષામાંથી સોપાંગ પાર ઊતરી શકી અને, ઉપર સૂચવ્યું છે તેમ, વધારે લોકપ્રિય બની શકી. સમાજનું અને ખાસ કરીને ઊછરતી પેઢીનું એ સદ્ભાગ્ય હતું.
સંસ્થાને કારોબાર જેમ બિલકુલ ધેરણસર ચલાવવાનો આગ્રહ રહે તેમ તેમાં કરકસર કરવા તરફ પણ પૂરતું ધ્યાન આપવામાં આવતું. આની થેડીક વિગતે હવે પછીના પ્રકરણમાં (પાંચમા પ્રકરણમાં ખર્ચ માટે સંચાલકોની ખબરદારી” એ મથાળ નીચેના લખાણમાં) આપવામાં આવી છે. આના અનુસંધાનમાં અહી એ જણાવવું ઉચિત લાગે છે કે કરકસરની દષ્ટિએ ૧૫ વર્ષ સુધી સંસ્થાને હિસાબ તપાસવા માટે માનદ એડિટરોની નિમણૂક કરવામાં આવતી હતી. શ્રી નરોત્તમદાસ ભગવાનદાસ શાહ તથા શ્રી મોહનલાલ ખેડીદાસ શાહે શરૂઆતમાં દસ વર્ષ સુધી સહર્ષ આવી નિઃસ્વાર્થ સેવા બજાવી હતી. તે પછી શ્રી ચિમનલાલ મોતીલાલ પરીખ અને શ્રી ચંદુલાલ સારાભાઈ મોદીએ આવી સેવા આપી હતી. ૧૬મા વર્ષથી નરેરિયમ આપીને અધિકૃત ઓડિટરે પાસે હિસાબની તપાસણી કરાવવાનું શરૂ કરવામાં આવ્યું.
કુશળ સંચાલકે અને ઉદાર સહાય મેળવવામાં જેમ વિદ્યાલય ભાગ્યશાળી રહ્યું છે, તેમ સંસ્થાના બંધારણને અને વ્યવસ્થાપક સમિતિના નિર્ણયને અમલી બનાવીને સંસ્થાના કારોબારને ખૂબ દીપાવી શકે એવા ભાવનાશીલ અને કાર્યકુશળ સુપરિન્ટેન્ડેન્ટ અને ગૃહપતિઓ મેળવવાની બાબતમાં પણ એકંદરે એ ભાગ્યશાળી રહ્યું છે.
સુપરિન્ટેન્ડેન્ટ કે ગૃહપતિ તરીકેની સાચા દિલથી ફરજ બજાવનાર મહાનુભાવમાં
૪ ૧૧મા રિપોર્ટ (પૃ. ૨૨)માં જણાવ્યા મુજબ આ ઠરાવમાં આ પ્રમાણેનું વાક્ય પણ મૂકવામાં આવ્યું હતું: “કમિટીએ ઉપરની બાબતની ચર્ચામાં ઊતરવું નહીં.”
Page #91
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસકથા કેટલાકે કહ્યું. પણ વળતર લીધા વગર જ કામ કર્યું છે; આમાંના કેટલાક સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાથીઓ હતા. આ બધાની નામાવલી જુદા પરિશિષ્ટમાં આપવામાં આવી છે. - આમાં સને ૧૯૩૭થી (રરમા વર્ષથી વિદ્યાલયના સુપરિન્ટેન્ડેન્ટ તરીકે અને સને ૧૯૪૬થી (૩૧ મા વર્ષથી વિદ્યાલયની પહેલી શાખાની અમદાવાદમાં સ્થાપના થઈ ત્યારથી) વિદ્યાલયના મહામાત્ર તરીકેની જવાબદારી મૂકપણે સંભાળી રહેલ શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કોરાની સેવાઓ ને વીસરી શકાય એવી છે. સંસ્થાના વ્યવસ્થાતંત્રને સુસ્થિત, સ્વચ્છ અને સુઘડ રાખવામાં તેઓ સદા સજાગ અને પ્રયત્નશીલ રહે છે. વિદ્યાથીઓના ભલા માટેની એમની એક વડીલને છાજે એવી લાગણી અને જાગૃતિ અને વિદ્યાર્થીવર્ગની એમના પ્રત્યેની આદરભરી પ્રીતિ અને ભક્તિ એમની નિષ્ઠાભરી દીર્ઘકાલીન સેવાઓ માટે અંજલિરૂપ અને બીજાઓને માટે દાખલારૂપ બની રહે એવી છે. નામનાની કામના અને સ્વાર્થ સાધવાની લાલસાથી દૂર રહીને, શાંત, એકાગ્રભાવે, ત્રણ ત્રણ દાયકા સુધી એક જ સ્થાને આ રીતે ધર્મ બુદ્ધિથી કામગીરી બજાવવી; એ કંઈ સહેલી વાત નથી. અંતમાં કર્તવ્યનિષ્ઠાની લાગણી સતત જાગતી હોય તે જ થઈ શકે એવું આ કાર્ય છે. શ્રી કેરા સાહેબ સાવ સહજભાવે એ કાર્ય બજાવી શકે છે અને એમાં આનંદ અને આત્મસંતોષને અનુભવ કરી શકે છે, એ એમની વિશેષતા છે.
જાણે સંસ્થાના પ્રેરક મહાપુરુષના છૂપા આશીર્વાદ કામ કરતા હોય એમ વિદ્યાલયના સંચાલન અને વિકાસ માટે જરૂરી એવી બધી અનુકૂળતાઓ વિદ્યાલયને મળતી રહે છે; અને એને લીધે સંસ્થાનું કારોબારી વ્યવસ્થાતંત્ર ખૂબ સંતોષકારક રીતે પિતાની કામગીરી બજાવતું રહે છે. સંસ્થાની યશસ્વી અને ગૌરવશાળી કારકિદી આવા સમર્થ અને સુસ્થિર વ્યવસ્થાતંત્રને જ આભારી છે. T T T U D D D D D D D D D D D D D D D D D D D n m n m d.
ધર્મ-શિક્ષણની સાચી વ્યવસ્થા કેળવણીને કાંઈ મર્યાદા નથી. જગત આખું જ મહાવિદ્યાલય છે. માણસને જિંદગીની આખર સુધી નવું નવું શીખવાનું મળે છે, એટલે કેળવણીનો કઈ અંત નથી. સમયને અનુકૂળ જ્ઞાન મેળવવું એ ધર્મ છે.
આ સંસ્થામાં જૈન ધર્મના શિક્ષણની વ્યવસ્થા છે એ સારી વાત છે. આજની કેળવણીમાં ધર્મને સ્થાન નથી એમ કહીએ તો ચાલે. એથી ઘણી મુસીબતો પેદા થાય છે. માત્ર ભરણ-પોષણને ખાતર જ કેળવણું લેવી એ સામાન્ય વસ્તુ છે. માનવીના જીવનની કિંમત શું છે? દેહ અને આત્માને શું સંબંધ છે? તે બધી વસ્તુઓનું જ્ઞાન ન હોય તો ગ્રેજ્યુએટ થવા છતાં બધું નકામું છે. - અજ્ઞાન માણસને ખડકી કે દરવાજો દેખાતો નથી. જ્ઞાન એ દીપક છે. એટલે જ્ઞાન તો મેળવવું જોઈએ. નહીં તે પેટ તે જાનવરે પણ ભરે છે. પરંતુ મનુષ્યમાં જે વિશેષતા છે એ મનુષ્ય ન ઓળખે તો એને મળેલું જ્ઞાન નકામું છે. આ વિદ્યાલયમાં જૈન ધર્મનાં મૂળ તો જાણવાની વ્યવસ્થા છે એ વિશેષ અગત્યની વસ્તુ છે. એવી સાચી વિદ્યા મળે તે સખાવત કરનારને પણ સંતોષ થાય.
( તા. ૨૯-૧૨-૧૯૪૬ના રાજ, અમદાવાદ શાખાનાં ઉદ્ધાટન તથા શેઠ શ્રી ભોળાભાઈના ખસ્ટના અનાવરણ પ્રસંગે, સરદાર શ્રી વલ્લભભાઈ પટેલે કરેલ પ્રવચનમાંથી ). D D D D D
] 0
] ]
1
Page #92
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પાંચમું : અર્થવ્યવસ્થા
પૈસા વગર પગલુંય આગળ ન ભરાય : ધરવ્યવહાર ચલાવવા હોય કે જાહેર સંસ્થા ચલાવવી હાય, પૈસાની પહેલી જરૂર પડે. તેમાંય આર્થિક સગવડ વગરના સમાજના યુવાનાને ઉચ્ચ કેળવણીનાં જુદાં જુદાં ક્ષેત્રામાં આગળ વધારવા હોય તે એમાં તેા પુષ્કળ પૈસા જોઈએ; અને તે પણ સંધમાં સંસ્થા પ્રત્યે આત્મીયતાની ભાવના અને ઉદારતા જગાવીને એની પાસેથી માગીને મેળવવાના : ભારે મુશ્કેલ અને મન સ કાચાઈ જાય એવું કામ ! પણ એ કામ કર્યે જ છૂટકા હતા.
વિદ્યાલયના સંચાલકે સંસ્થાની નાણાકીય જરૂરિયાત પૂરેપૂરી સમજતા હતા. તેથી જ તો એના પહેલા જ વર્ષના રિપોર્ટ (પૃ. ૨૬)માં વિદ્યાલયના ઓનરરી સેક્રેટરી શ્રી મેાતીચંદભાઈ એ કહ્યુ` હતુ` કે—
જેટલી જરૂર મુકામની છે તેટલી જ સ્થાયી ક્રૂડની છે. પરચુરણ ટુંક વખતની મદદ ઉપર તેા સમયને લઈને જ આધાર રાખવા પડયો છે. મેટા યુદ્ધના સમયમાં સારી રકમ એટલી મેાટી થાય કે જેના વ્યાજમાં આ સંસ્થા ચાલી શકે તે જરા મુશ્કેલ જણાયાથી વાર્ષિક મદદનાં વચન પરના માનનીય વિશ્વાસ પર સંસ્થા શરૂ કરી છે. અનુકૂળતાએ એક સ્થાયી કુંડ લગભગ ચાર લાખનું આ સંસ્થાના હાથ નીચે થવાની જરૂર છે.”
""
સંસ્થા પાસે જોઈતું સ્થાયી ફંડ એકત્ર થાય અને એ રીતે સસ્થા આર્થિક રીતે સધ્ધર અને પગભર થાય તેા સંચાલકે સંસ્થાના વિકાસ તરફે વધારે ધ્યાન આપી શકે, એ વાત બિલકુલ સાચી હતી; પણ સ્થાયી ફ્રેંડ કરતાંય સૌથી પહેલી જરૂર મકાનની હતી, તેથી સ ંસ્થાના સંચાલકાનુ` બધું ધ્યાન પહેલાં એ તરફ કેન્દ્રિત થાય એ સ્વાભાવિક હતું. એટલે તત્કાળ સ્થાયી ફડ કરવાના વિચાર મેાફ રાખીને દસ વર્ષ સુધીની વાર્ષિક મદનાં જે વચના મળ્યાં હતાં, અને દર વર્ષે છૂટક જે કંઈ મદદ મળતી રહેતી હતી, એને આધારે સંચાલકાએ સંસ્થાનું કામ આગળ વધારવાનું મુનાસિબ માન્યું.
આ સંચાલક એવા તે ધ્યેયનિષ્ઠ અને એકર’ગી હતા કે, તેઓ પૈસા માટે સતત ચિ'તા અને પ્રયત્ન કરતા રહેતા છતાં, પૈસા વગર કામ કેમ ચાલશે કે હવે શુ' કરીશું', એવી મૂંઝવણુ એમને કયારેય અનુભવવી પડી ન હતી. કેટલાકની તેા આર્થિક શક્તિ પણ ઘણી સારી હતી, અને સેવાભાવની અને કાર્યનિષ્ઠાની સૌની સંપત્તિ તે અપાર હતી. સાથે સાથે સંસ્થાના આદ્યપ્રેરક મુનિવર અને એમના સાથી મુનિરાજોની એમને ખૂબ હૂંફ હતી. તેએ સંસ્થાને માટે શ્રીસંધને સતત જાગૃત રાખતા અને સંસ્થાને સહાય મળે એવા એક પણ અવસર ચૂકતા નહી'.
પૂજય મુનિ શ્રી વલ્લભવિજયજી પજાખ જેટલે દૂર રહ્યા રહ્યા પણ સંસ્થાની આર્થિક સ્થિતિ માટે કેટલી ચિંતા સેવતા હતા તે એમના વિ. સ. ૧૯૮૦ના વૈશાખ માસમાં
૭
Page #93
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસકથા અમૃતસરથી લખાયેલા પત્રમાંના નીચેના લાગણીભીના ઉદ્દગારોથી પણ જાણી શકાય છે. તેઓ કહે છે –
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના અંગે જૈન સમાજમાં કેટલી જાગૃતિ આવી છે તેમ તેના દરવર્ષના રિપોર્ટ ઉપરથી માલુમ પડી આવે છે. જે દિવસથી આ સંસ્થાએ જન્મ લીધો છે, હમેશાં એની જોઈતી સાર સંભાળ લેવામાં આવી હોત તો આજે આ સંસ્થાનું કેઈ અપૂર્વ જ રૂ૫ નીકળી આવ્યું હતું પણ કમનસીબે તેમ બની શકયું નહીં. માટે સમાજને પ્રેરણા કરી તે તરફ સમાજની લાગણી દોરવવાની ખાસ જરૂર છે. વળી સંસ્થાને મદદ આપનારા મેંબરેની દશ વર્ષ સુધીની બેલી છે તે સમય પણ નજીકમાં આવતો જાય છે, તો તે પહેલાં પ્રેરક તરીકે ઉપદેશ દ્વારા સમાજની સેવા બની આવે તો જૈન સમાજને ઉન્નતિના પાયા ઉપર પહોંચાડનાર શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સંસ્થા મજબૂત થઈ જાય.” (નવમે રિપોર્ટ, ટાઈટલ)
આ રીતે શ્રમણ સમુદાય અને શ્રાવક-સમુદાય બને, સંસ્થાની આર્થિક તથા બીજી જરૂરિયાતને પૂરી કરવા માટે તથા એની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે એ માટે પણ, સતત જાગૃત અને પ્રયત્નશીલ હતા, એટલે સંસ્થાને ક્યારેય આર્થિક મુશ્કેલીમાં મુકાવાને કે આર્થિક સગવડના અભાવે વિદ્યાલયના કાર્યને રોકી રાખવાને અવસર આવ્યું નથી; કાર્યને અનુરૂપ પૈસા શ્રીસંઘ તરફથી સંસ્થાને હમેશાં મળતા જ રહ્યા છે.
આમ છતાં વધારે પડતા આત્મવિશ્વાસ કે સમાજ ઉપરના વિશ્વાસને લીધે ખોટું સાહસ ખેડાઈ ન જાય અને સંસ્થા માટી આર્થિક જવાબદારીમાં ન અટવાઈ જાય એ માટે પણ સંસ્થાના સંચાલકે પૂરેપૂરા જાગ્રત હતા, અને વ્યવહારુ દીર્ધદષ્ટિ ધરાવતા હતા. સને ૧૯૩૨-૩૩ના વર્ષમાં—અઢારમા વર્ષમાં–સંસ્થા રોલાવવામાં વધારે પડતી આર્થિક મુશ્કેલી લાગી તો એને પાર ઊતરવાને ઉપાય હાથ ધરતાં એમને માન કે પ્રતિષ્ઠાનો વિચાર રોકી ન શક્યો; અને એમણે એક વર્ષ માટે લોન વિદ્યાથીઓ લેવાનું બંધ રાખ્યું. આ માટે ૧૮મા વર્ષના રિપોર્ટ (પૃ. ૭)માં કહેવામાં આવ્યું છે કે –
(તા. ૨૩-૪-૩૩ના રોજ કેરમના અભાવે મુલતવી રહેલી સામાન્ય સમિતિની અસાધારણ) બેઠક તા. ૩૦-૪-૩૩ના રોજ શ્રી ગેડીજી મહારાજની ચાલમાં બોલાવવામાં આવી હતી, અને માંગરોળ જૈન સભાના હોલમાં મળી હતી તે વખતે શ્રીયુત મકનજી જે. મહેતા બેરીસ્ટરના પ્રમુખપણું નીચે, નીચે પ્રમાણેના ઠરાવ સર્વાનુમતે પાસ થયા હતા :
(૧) આ સંસ્થાના ધારાધોરણની કલમ ૮૮માં લેન અને પિઈગ વિદ્યાર્થીઓની સંખ્યાનું જે પ્રમાણ મુકરર કરવામાં આવ્યું છે તે પ્રમાણેનો અમલ કરવાનું આવતા વર્ષે એટલે કે સને ૧૯૩૩-૩૪ના વર્ષ દરમ્યાન બંધ રાખવું.
(૨) સંસ્થામાં રહેતા લોન વિદ્યાર્થીઓ પાસેથી કૅલેજ ફી તથા પુસ્તકોના સંબંધમાં જેટલી રાહત તેઓ આપી શકે તેટલી મેળવવાનો પ્રયત્ન કરવાનું મંત્રીઓને સૂચવવામાં આવે છે. અને તે બાબતમાં વિદ્યાર્થીઓ સાથે થયેલ એગ્રીમેન્ટમાં ફેરફાર કરવાની તેઓને સત્તા આપવામાં આવે છે.
ઉપરના ઠરાવો લક્ષમાં રાખીને સને ૧૯૩૩ની સાલના જુનથી એક વર્ષને માટે લેન | # આ પત્રમાં આગળપાછળ કેટલોક ભાગ “મકાન' નામે ત્રીજા પ્રકરણમાં આવે છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
૫: અર્થવ્યવસ્થા વિદ્યાર્થીઓ નહિ લેતાં નવા ફક્ત પેઈંગ વિદ્યાર્થીઓ જ દાખલ કરવામાં આવ્યા હતા, જેથી કરીને સંસ્થાને તે વર્ષમાં નાણું સંબંધી મુશ્કેલીઓ કાંઈક અંશે ઓછી થવા સંભવ છે.”
આ તો સંસ્થાના સંચાલકોની સજાગતાનો એક દાખલો છે. બાકી તો શરૂઆતથી જ સંસ્થાના સંચાલકોની ઇચ્છા સંસ્થાને માટે એવું માતબર સ્થાયી ફંડ કરવાની હતી, કે જેથી ભવિષ્યમાં સંસ્થાને કેઈ જાતની પૈસાની મુશ્કેલી ન પડે. પણ મકાન ફંડને કારણે એ ઈચ્છા પૂરી ન થઈ શકી. છતાં સંસ્થાના બીજા જ વર્ષે (સને ૧૯૧૬-૧૭માં) રૂ. ૨,૦૦૦ની રકમથી આ કુંડની શરૂઆત થઈ શકી હતી. શરૂઆતમાં તો આ ફંડની ગતિ કીડીના વેગ જેવી ધીમી રહી; પચીસ વર્ષમાં ફક્ત રૂા. ૧૪,૮૮૧ એમાં ભેગા થયા; પણ પછીનાં વર્ષોમાં એમાં કંઈક વેગ આવ્યો. પરિણામે સંસ્થાએ એની યશસ્વી અધી સદી પૂરી કરી ત્યારે એની પાસે સ્થાયી ફંડમાં રૂા. ૧,૪૬,૨૮૨ જેવી સારી રકમ એકત્ર થયેલી છે.
પણ જે સંસ્થાનું વાર્ષિક ખર્ચ અંદાજે સાડાત્રણ લાખ રૂપિયા જેટલું હોય, અને સંસ્થાના કાર્યક્ષેત્રના વિસ્તારને (તેમ જ અત્યાર મુજબના કાર્યક્ષેત્ર પ્રમાણે પણ વધતી જતી મેંઘવારીને) કારણે એમાં ક્રમે ક્રમે વધારો જ થતો રહેવાનું હોય, તો એની સરખા મણીમાં આ સ્થાયી ફંડ ઘણું જ ઓછું ગણાય. પણ સંસ્થાની ઉંમર અને પ્રવૃત્તિ વધવાની સાથે સાથે શ્રીસંઘ તરફથી એને નવી નવી યોજનાઓ દ્વારા ઉદારતાપૂર્વક સારા પ્રમાણમાં જે આર્થિક મદદ મળતી રહી તેને લીધે સંસ્થાનો કારોબાર પ્રગતિશીલ લેખી શકાય એવી રીતે ચાલતો રહ્યો અને વધુ ને વધુ વિદ્યાથીઓને સંસ્થાને લાભ મળતો રહ્યો. સાથે સાથે સમાજ પણ જુદી જુદી વિદ્યાશાખાઓના કાબેલ, કાર્યનિષ્ઠ અને સંસ્કારી સ્નાતક ( ગ્રેજ્યુએટ)થી સમૃદ્ધ અને શક્તિશાળી બન ગયે. આજે તે વિદ્યાલય સામાન્ય કે ગરીબ સ્થિતિના યુવકેમાંથી ભિન્ન ભિન્ન વિષયના નિષ્ણાત સ્નાતક ઘડી કાઢનારી એક શિલ્પશાળા જ બની ગયેલ છે.
સંસ્થા શરૂ થઈ તે અરસામાં વિદ્યાલયના પ્રાણસમાં સંચાલકો પૈસા માટે કે દિલ દઈને પ્રયત્ન કરતા હતા તે વાત રાધનપુર નિવાસી અને મુંબઈમાં વસતા પૂ. આ. શ્રી. વિજયવલ્લભસૂરિજી મહારાજના અનુરાગી ભાઈ શ્રી મણિલાલ ત્રિકમલાલે કહેલા બે-ત્રણ પ્રસંગે ઉપરથી પણ જાણી શકાય એમ છે. શ્રી મણિભાઈ કહે છે કે
વિદ્યાલયની સ્થાપના થઈ ત્યાર પછી રોજ રાત્રે છા-૮ વાગે એટલે શેઠ શ્રી દેવકરણ મૂળજી, શેઠ શ્રી મોતીલાલ મૂળજી, શેઠ શ્રી ગોવિંદજી ખુશાલ અને શ્રીયુત મોતીચંદ ગિર ધરલાલ કાપડિયા ઝવેરી બજારમાં, જ્યાં અત્યારે ગોડીજી પાર્શ્વનાથનું નાનું દેરાસર છે ત્યાં, અચૂક ભેગા થાય, અને નકકી કરે કે આજે કેની પાસે ફંડ માટે જઈશું ? થાક કે આરામની ચિંતા કર્યા વગર અમુક સ્થળોએ ફરીને વિદ્યાલયને માટે ડી-ઘણું પણ મદદનાં વચનો મેળવે ત્યારે જ એમને સંતોષ થાય.
એક વાર મુનિવર્ય શ્રી વલ્લભવિજયજી મહારાજ પાસે હીરાકુંવરબહેન, સૂરતવાળા શેઠ નગીનદાસ કપૂરચંદનાં વિધવા પત્ની શ્રીમતી રુક્ષ્મણબહેન અને શ્રી દેવકરણ શેઠનાં પત્ની પૂતળી શેઠાણ વંદના કરવા આવ્યાં. મહારાજશ્રીના મનમાં તે તે વખતે વિદ્યાલયની વાત જ રમતી હતી. એમણે પૂતળી શેઠાણીને કહ્યું: “દેવકરણ શેઠે તે વિદ્યાલયમાં મદદ
Page #95
--------------------------------------------------------------------------
________________
પર
વિદ્યાલયની વિકાસકથા આપીને લાભ લીધે છે; તમે કંઈ લાભ લીધે કે નહીં ?” શેઠાણીએ સંકેચપૂર્વક ના કહી; પણ બીજે જ દિવસે આવીને કહી ગયાં કે મહારાજ સાહેબ વિદ્યાલયમાં મારા એક હજાર રૂપિયા લખી લેજે. તરત જ મહારાજશ્રીએ રાજી થઈને કહ્યું: “બહુ સારું, એ રકમ સીધી વિદ્યાલયમાં મોકલી આપજે.”
જ્યારે પણ મુનિ શ્રી વલ્લભવિજયજી મહારાજનું વ્યાખ્યાન હેાય ત્યારે પિરસી વખતે જુવાનિયાઓ ગૃહસ્થના ખેસની મેટી ઝોળી બનાવીને વિશાળ સમુદાયમાં ફરી વળે અને ઘણાં ભાઈઓ-બહેને એમાં રાજી થઈને કંઈક ને કંઈક આપે. ટીપે ટીપે સરોવર ભરવા જે આ પ્રાગ હત; પણ એથી જનસમૂહમાં વિદ્યાલય પ્રત્યેની ભાવનાનું સીંચન થતું હતું એ બહુ મોટો લાભ હતો. - શ્રીમતી હીરાકુંવરબહેનને તો પૂજ્ય વલ્લભવિજયજી મહારાજે “શાસનદેવી”નું બિરુદ આપ્યું હતું: શાસન-સેવા કે સમાજસેવાનું કોઈ પણ કામ હોય ત્યાં તેઓ હાજર જ હેય. સાધુ-સાધ્વીઓની સેવાભક્તિમાં અને સંઘનાં કાર્યોમાં આ જાજરમાન બહેન હમેશાં ઉત્સાહપૂર્વક ભાગ લેતાં. વિદ્યાલયને માટે શરૂ શરૂમાં દર વર્ષે તેઓ ચાર-આઠ આના કે રૂપિયા–બે રૂપિયા જેવી નાની નાની રકમ ઉઘરાવીને પર્યુષણ જેવા પ્રસંગે અમુક ફાળો એકત્ર કરી આપતાં. વિદ્યાલયના શરૂઆતના રિપોર્ટો જોતાં આ વાત જણાઈ આવે છે.
વિદ્યાલય પ્રત્યે એ સમયે શ્રીસંઘમાં કેટલે ઉત્સાહ અને કેટલી મમતા પ્રવર્તતા હતાં એનો આ ઉપરથી પણ કંઈક ખ્યાલ મળી શકે છે. પ્રયત્ન કરીએ તે આવા તે કેટલાય પ્રેરક પ્રસંગે મુંબઈમાંથી મળી શકે. . છેલ્લાં વર્ષો દરમ્યાન સાધુ-મુનિરાજેની પ્રેરણાથી સંસ્થાને ખાસ નોંધપાત્ર આર્થિક સહાયતા મળી શકી નહીં, છતાં સંસ્થાના વિકાસમાં એથી કશી ખામી આવવા પામી ન હતી. એનું એક કારણ તો એ છે કે સંઘમાંથી સંસ્થાને માટે વધુ નાણાં મેળવવા અંગે તેમ જ સંસ્થાના કાર્યક્ષેત્રને વિસ્તાર કરતા રહેવા અંગે વિદ્યાલયના સંચાલકે અને ખાસ કરીને માનદ મંત્રીઓ આજે પણ એટલા જ સજાગ અને પ્રયત્નશીલ છે.
અને બીજું મહત્ત્વનું કારણ એ છે કે સંસ્થાએ ઉચ્ચ શિક્ષણના પ્રસાર દ્વારા સમાજની સેવા કરીને શ્રીસંઘની એવી ચાહના મેળવી છે કે એ આખા સંઘની સંસ્થા બની ગઈ છે. અને, એક યા બીજે પ્રકારે, શ્રીસંઘ એની આર્થિક જરૂરિયાતને પૂરી કરતો જ રહે છે.
શ્રીસંઘે વિદ્યાલયને કેવી કેવી રીતે આર્થિક મદદ આપીને એને પ્રગતિશીલ બનાવ્યું છે એની કેટલીક વિગતે જાણવા જેવી અને પ્રેરણારૂપ બની રહે એવી છે.
સ્થાયી ફંડ સારા પ્રમાણમાં થઈ શકે એવી સ્થિતિ ન હતી, અને સંસ્થાનું કામ તે તરત શરૂ કરવું જ હતું, એટલે દસ વર્ષ માટે વાર્ષિક મદદનાં જે વચને મળ્યાં અને દર વર્ષે સંઘ તરફથી જે કંઈ છૂટક મદદ મળતી રહી, તેના આધારે સંસ્થાનું કામ ચાલુ કરવામાં કશી જ મુશ્કેલી ન પડી, એટલું જ નહીં, શરૂઆતનાં દસ વર્ષમાં તે, ફક્ત નવમા વર્ષને બાદ કરતાં, દરેક વર્ષે ખર્ચ કરતાં આવકને કંઈક ને કંઈક પણ
Page #96
--------------------------------------------------------------------------
________________
પઃ અર્થવ્યવસ્થા ધ્યાનપાત્ર વધારો થતો રહ્યો છે, તે એટલે સુધી કે દસમા વર્ષને અંતે બધું ખર્ચ બાદ કરતાં ચોર્યાશી હજારથી પણ વધુ રકમનો વધારો રહ્યો હતો. અને આ બધાં વર્ષ દરમ્યાન વિદ્યાથીઓની સંખ્યામાં એકંદરે ઉત્તરોત્તર વધારો જ થતો રહ્યો હતો : ૧૫ વિદ્યાથીઓથી શરૂ થયેલ સંસ્થામાં દસમે વર્ષે ૪૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા.
સંસ્થાની ૫૦ વર્ષની કાર્યવાહી દરમ્યાન શ્રીસંઘે આર્થિક સહકાર આપીને વિદ્યાલયને કેટલું સધર બનાવ્યું તેને ખ્યાલ એની દસ વર્ષની કાર્યવાહી ઉપરથી પણ સારી રીતે આવી શકે એમ છે. ઉપર સૂચવ્યું તેમ, દસ વર્ષના ચાલુ ખર્ચને પહોંચી વળવા ઉપરાંત ચોર્યાશી હજારથી પણ વધુ રકમને વધારે રહ્યો; રૂપિયા ૧૩,૮૮૧ જેટલું સ્થાયી ફંડ એકત્ર થયું; ગોવાળિયા ટેક શેડ ઉપર ૬ મકાનો ખરીદીને એમાંનાં ત્રણ મકાને કાયમી ભાડાની આવક માટે સ્થાવર મિલકત તરીકે રાખીને બાકીના ત્રણ મકાનની જમીન ઉપર સંસ્થા માટે પાયામાંથી આલીશાન નવું મકાન ચણાવ્યું. (આ મકાનો ખરીદવામાં અને નવું મકાન ચણવવામાં કુલ રૂા. ૩,૫૬,૫૨૮-૧૩-૬ જેટલું ખર્ચ થયું, અને મકાન ફંડમાં રૂ. ૨,૩૦,૮૪૧-૨-૯ ફાળાના આવ્યા; એટલે સંસ્થાને આ અંગે રૂા. ૧,૨૫,૬૮૭–૧૦–૯ જેટલું વધારે ખર્ચ કરવું પડયું. ) માધ્યમિક શિક્ષણ માટે મદદ આપવા માટે “શ્રી સારાભાઈ મગનભાઈ મોદી લોન સ્કોલરશિપ ફંડ”ના રૂા. ૩૧,૦૦૦ શ્રી સારાભાઈ તરફથી સંસ્થાને સોંપવામાં આવ્યા; શેઠ દામોદર ભીમજી ટ્રસ્ટ તરફથી રૂા. ૧૦,૦૦૦નું ટ્રસ્ટ મળ્યું; ધાર્મિક પરીક્ષા પસાર કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે શેઠ સેમચંદ ઉત્તમરાંદ તરફથી ઇનામ અનામત ફંડમાં રૂ. ૨,૫૦૦ મળ્યા; પરદેશ જઈ અભ્યાસ કરવા માટે રૂા. ૧૧,૦૦૦ જેટલી રકમ શ્રી મહાવીર લેન ફંડ તરીકે એકત્ર થઈ. - દસ વર્ષમાં મળેલ આર્થિક મદદની આ હકીકત ઉપરથી શ્રીસંઘ તરફથી વિદ્યાલયને વિવિધ રૂપે કેવું એકધારું આર્થિક પ્રોત્સાહન મળતું રહ્યું છે તેનું, અને વિદ્યાલયે પિતાની કાર્યવાહી અને કાર્યક્ષમતા દ્વારા શ્રી સંઘને કેટલો ચાહ અને વિશ્વાસ સંપાદન કર્યો હતો તેનું, એક સુરેખ અને આકર્ષક ચિત્ર આપણી સમક્ષ દોરાઈ રહે છે.
આવકના માર્ગે દસમા વર્ષમાં વિદ્યાલયમાં ૪૮ વિદ્યાથીઓ અભ્યાસ કરતા હતા. પચાસમા વર્ષમાં મુંબઈ, તેમ જ વિદ્યાલયની અમદાવાદ, પૂના અને વડોદરા શાખામાં તથા બહાર રહીને અભ્યાસ કરતા વિદ્યાથીઓની સંખ્યા ૩૬૦ જેટલી થાય છે. ઉપરાંત કન્યા છાત્રાલયમાં
૧. મુંબઈમાં ૧૨૫; અમદાવાદમાં ૭૦; વડોદરામાં ૧૦૯; પૂનામાં ૩૨; અને બહાર રહીને અભ્યાસ કરતા ૨૪.
વિદ્યાલયના છેલ્લા બાવનમાં વર્ષના રિપોર્ટમાં જણાવ્યા મુજબ, બાવનમાં વર્ષમાં મુંબઈમાં ૧૨૫, અમદાવાદમાં ૭૦, વડોદરામાં ૧૨૧, પૂનામાં ૩૦ અને બહાર રહીને અભ્યાસ કરતા ૨૫–એ બધા મળીને કુલ ૩૭૧ વિદ્યાર્થીઓ વિદ્યાલયમાં હતા; અને ૭૦ જેટલી કન્યાઓને ૧૭,૪૦૦ રૂપિયા જેટલી છાત્રવૃત્તિ આપવામાં આવી હતી. આ ઉપરાંત પ૩મા વર્ષથી વિદ્યાલયની વલ્લભવિદ્યાનગર શાખાનું કામ પણ ૩૧ વિદ્યાર્થીઓથી શરૂ થઈ ગયું છે અને એ શાખામાં ૮૦ વિદ્યાર્થીઓ રહી શકે એટલી સગવડ કરવામાં આવી છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
૫૪
વિદ્યાલયની વિકાસકથા ૬૭ જેટલી વિદ્યાર્થિનીઓને પંદર હજાર રૂપિયા જેટલી ઑલરશિપ આપવામાં આવી છે. આ બધા ખર્ચને પહોંચી વળવાને માટે આશરે વાર્ષિક સાડાત્રણ લાખ રૂપિયા જેટલું મેટુ ખર્ચ કરવું પડતું હોય તે સંસ્થા પાસે આવકના સાધને પણ એવા જ સધ્ધર હોય તે જ એને પહોંચી શકાય એ સહેજે સમજી શકાય એવી બાબત છે.
નીચેની વિગતોથી આવકના કેટલાક મુખ્ય માર્ગોને ખ્યાલ આવી શકશે -
સભ્ય વગેરેનું લવાજમ સંસ્થાના પ્રારંભમાં જ દસ વર્ષ સુધી વાર્ષિક રૂા. ૫૧ની સહાયતા આપનારા સભ્ય નોંધવાને જે નિયમ કરવામાં આવ્યો હતો, તે હજી પણ ચાલુ છે. ફક્ત એમાં ફેરફાર એટલે કરવામાં આવ્યો છે કે તા. ૧-૧-૧૯૬૪ પછી વાર્ષિક રૂા. ૫૧ને બદલે રૂા. ૧૦૦ લેવામાં આવે છે. આ રીતે દસ વર્ષ સુધી સહાયતા આપનાર છેવટે આજીવન સભ્ય ગણાય છે. સંસ્થાના બંધારણ પ્રમાણે આજીવન સભ્યો અને આશ્રયદાતાઓ (પેટ્ર) બનાવવામાં આવે છે. પચાસ વર્ષ દરમ્યાન ૮૪ ટ્રિને; અને ૬૦૨ આજીવન સભ્ય નેંધાયા છે.
ટ્રસ્ટ સ્કોલર–સ્ટ-સ્કલરની ચેજનાની શરૂઆત અગિયારમા વર્ષથી થઈ. સૌથી પહેલું આવું ટ્રસ્ટ શેઠ ઉત્તમચંદ ત્રિવનદાસ ઍન્ડ વલ્લભદાસ ટ્રસ્ટ ફંડને નામે, શેઠ ઉત્તમચંદ રણછોડદાસના એકિઝક્યુટોની ઈચ્છાથી, વિદ્યાલયને રૂા. ૨૨,૦૦૦ જેવી મેટી રકમ મળી તેથી રચાયું. આ ટ્રસ્ટની શરત પ્રમાણે માંગરોળના ત્રણ વિદ્યાર્થીઓને ફી વિદ્યાર્થી તરીકે વિદ્યાલયમાં રાખવાના હતા. ટ્રસ્ટ મળવાની આ ગતિ યોજનાની શરૂઆતમાં કંઈક ધીમી રહી. ઉપર જણાવેલ પહેલું ટ્રસ્ટ રચાયા પછી પંદર વર્ષના ગાળામાં (એટલે કે સંસ્થાએ પચીસ વર્ષ પૂરાં કર્યા તે દરમ્યાન) ૧૩ ટ્રસ્ટ-સ્કેલને લાભ મળી શકે એવા રૂા. ૧,૧૨,૬૩૦ની સખાવતનાં ફક્ત પાંચ જ ટ્રસ્ટ વિદ્યાલયને મળ્યાં હતાં.
પણ પછીની બીજી પચીસી દરમ્યાન આ પેજનાને સમાજ તરફથી ઘણો મોટો આવકાર મળે. ૫૦મા વર્ષની આખરે આવાં કુલ ૮૯ ટ્રસ્ટો ખેંધાયાં છે. એને લાભ ૧૨૬ ટ્રસ્ટ-સ્કોલરોને મળે છે. અને એ નિમિત્તે વિદ્યાલયને કુલ રૂા. ૧૩,૨૯,૧૭૫ જેટલી સારી સખાવત મળી છે. એ સખાવતે વિદ્યાલયના કાર્યને આગળ વધારવામાં અને એના પાયા દઢ મૂળ કરવામાં મહત્ત્વનો હિસ્સો આપે છે. જે
આ પેજના વિદ્યાલય, વિદ્યાર્થી અને દાતા ત્રણેને માટે લાભકારક સાબિત થઈ છે. તેથી જ એને અત્યારે પણ એટલા જ ઉમળકાથી સત્કાર થઈ રહ્યો છે. અને હવે તે ટ્રસ્ટ-ઑલરની વધી ગયેલી સંખ્યા જોતાં, એના ઉપર પણ કંઈક નિયંત્રણ મૂકવાને વિચાર કરે પડે એવી સ્થિતિ ઊભી થઈ છે.
શેઠ શ્રી વાડીલાલ સારાભાઈની મોટી સખાવત–ટ્રસ્ટ-ઑલરની એજના શરૂ થઈ તે પહેલાં અમદાવાદના શેઠશ્રી વાડીલાલ સારાભાઈએ વિદ્યાલયને, તે સમયમાં, એક લાખ
૧. તા. ૩૧-૫-૧૯૬૭ સુધીમાં (બાવનમા વર્ષને અંતે) ૧૦૧ પેટ્રન તથા ૬૮૩ આજીવન સભ્યો નેંધાયેલા છે. તા. ૩૧-૧૨-૧૯૬૭ સુધીમાં પેટ્રનની સંખ્યા ૧૦૭ થયેલ છે.
૨. તા. ૩૧-૧૨-૧૯૬૭ સુધીમાં આવાં કુલ ૧૩૩ ટ્રસ્ટ નોંધાયાં છે; અને એને લાભ ૧૭ર વિદ્યાર્થીઓને મળી શકે છે.
Page #98
--------------------------------------------------------------------------
________________
૫ : અર્થવ્યવસ્થા
૫૫ .' રૂપિયા જેવી બાદશાહી સખાવત આપી હતી. આ સખાવતને કારણે વિદ્યાલયના મુંબઈના મકાનને “શેઠ વાડીલાલ સારાભાઈ વિદ્યાર્થિગૃહ”નું નામ આપવામાં આવ્યું એમને સંસ્થાના આશ્રયદાતા (પેટ્રન) તરીકેનું બહુમાન આપવામાં આવ્યું; અને એમને કાયમને માટે બે ટ્રસ્ટ-ઑલર નીમવાનો અધિકાર આપવામાં આવ્યા. વિદ્યાલયના મકાનના ઉદ્દઘાટન સમારંભ બાદ છ એક મહિને જ આ સખાવત મળી હતી. એક લાખ રૂપિયાની સખાવત આમેય નાદર સખાવત લેખી શકાય; તેમાંય સંસ્થા જ્યારે એક પ્રકારની આર્થિક સંકડામણમાં હતી એ વખતે આવી મોટી સખાવત મળવી એ કુદરતની મોટી મહેર જેવું કે સંસ્થા અને સમાજની જાગતી પુણ્યાઈ જેવું જ લેખી શકાય. વિદ્યાલયને આ સખાવત મેળવી આપવામાં શેઠ શ્રી મનસુખલાલ છગનલાલે ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. આ સમારંભ તા. ૯-૪–૧૯૨૬ના રોજ સર પ્રભાશંકર પટ્ટણીના પ્રમુખપદે ઊજવાયો હતો.
અમદાવાદનિવાસી શેઠ શ્રી સારાભાઈ મગનભાઈ મોદી સામાન્ય સ્થિતિમાંથી આપબળે શ્રીમંત થઈ શક્યા હતા. અમદાવાદને શેઠ જમનાભાઈ ભગુભાઈની મદદથી તેઓ બી.એ. સુધી અભ્યાસ કરી શક્યા હતા અને પોતાના ભાગ્યને ખીલવવામાં આ અભ્યાસે ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો તે વાત તેઓ ક્યારેય વિસરી શક્યા ન હતા. તેથી એમનું દિલ વિદ્યાથીઓ તથા વિદ્યાર્થિનીઓને એમના માધ્યમિક તેમ જ ઉચ્ચ અભ્યાસ માં સહાય કરવા હંમેશાં તલસ્યા કરતું. એમના તરફથી મળેલ બે મોટી સખાવતની વિગતો એમની આ ભાવનાની સાક્ષી પૂરે છે.
શ્રી સારાભાઈ મગનભાઈ મોદી ન સ્કોલરશિપ ફંડ–વિદ્યાર્થીઓ તથા વિદ્યાથિનીઓને માધ્યમિક શિક્ષણમાં લેનરૂપે સહાયભૂત થવાના હેતુથી દર વર્ષે સાત હજાર રૂપિયા ખરચી શકાય એ માટે (સાતે વર્ષે પાંત્રીસ હજાર થઈ રહે એ હિસાબે) એમણે વિદ્યાલયને રૂ. ૩૧,૦૦૦ સને ૧૨૩ના ઑકટોબર માસમાં સોંપ્યા. સાથે સાથે એમણે એવી તત્પરતા પણ દાખવી કે કઈ સજજન રૂા. ૬૫,૦૦૦ આપીને આ ફંડને એક લાખ રૂપિયાનું બનાવે તો આ ફંડ સાથે એમનું નામ જોડીને પોતાનું નામ કમી કરી શકાય. પાંત્રીસ (રોકડા એકત્રીસ) હજાર જેવી રકમથી શરૂ થયેલ આ ફંડમાંથી છેલ્લાં ૪૧ વર્ષ દરમ્યાન ૮૫૮ વિદ્યાથી–વિદ્યાર્થિનીઓને, લોનના વળતરને કારણે, રૂા. ૯૫,૮૮૯ જેટલી રકમ આપી શકાઈ છે; અને અત્યારે એ ફંડ પાસે રૂ. ૨,૩૦૪-૭૬ ની પુરાંત છે.
આ ફંડને વહીવટ આઠ સભ્યની એક પિટાસમિતિ દ્વારા થાય છે, જેમાંના પાંચ સભ્ય વ્યવસ્થાપક સમિતિ દ્વારા અને ત્રણ સભ્ય શ્રી સારાભાઈ મોદીના ઉત્તરાધિકારી દ્વારા નિમાય છે. અત્યારની સમિતિ નીચે મુજબ છે – ૧. શ્રી મદનલાલ ઠાકોરદાસ શાહ
૫. શ્રી જમનાદાસ સારાભાઈ મોદી (મંત્રી) ૨. શ્રી દીપચંદ મગનલાલ શાહ
૬. શ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડિયા ૩. શ્રીમતી પન્નાબહેન જયંતભાઈ પારેખ ૭. શ્રીમતી તારાબહેન પ્રસન્નમુખ બદામી ૪. શ્રી મગનલાલ ભગવાનજી શાહ
૮. શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કેરા ૧. વિદ્યાલયના બાવનમા વર્ષના રિપોર્ટમાં જણાવ્યા મુજબ તા. ૩૧-૫-૧૯૬૭ સુધીમાં ૮૮૩ વિદ્યાથીઓ-વિદ્યાર્થિનીઓને રૂા. ૯૮,૨૯૯-૮૭ની સહાય આપી શકાઈ છે; રૂા. ૪૯,૭૭૮–૧૮ જેટલું લેન-રિફંડ મળેલ છે; અને ફંડમાં રૂ. ૧,૬૪૩–૧૨ જેટલી પુરાંત રહે છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસસ્થા શ્રી સારાભાઈ મગનભાઈ મોદી ઉચ્ચ અભ્યાસ શિષ્યવૃત્તિ દ્રસ્ટ–ઉચ્ચ શિક્ષણને પ્રેત્સાહન આપવાના હેતુથી શેઠ શ્રી સારાભાઈ એ દર વર્ષે સાત હજાર રૂપિયાની લોન સાત વર્ષ સુધી આપી શકાય અને એના વહીવટનું ખર્ચ પણ પિતાના તરફથી આપવામાં આવે એ રીતે રૂા. ૫૧,૦૦૦ વિદ્યાલયને આપવાનું વિચાર્યું હતું. આ માટે એમણે રૂા. ૭,૦૦૦ રોકડા અને રૂા. ૩૦,૦૦૦ મૈસુર મિલની દવા ટકાના વ્યાજની ડિપોઝિટમાં રક્યા હતા. આ યોજનાનો વિદ્યાલયે તા. ૬-૩-૧૯૩૨ના રોજ સ્વીકાર કર્યો, ત્યાર પછી ફક્ત દેઢ જ મહિને, તા. ૨૨-૪-૧૯૩૨ ના રેજ, એમને સ્વર્ગવાસ થયે; પણ ફેલ એની ખુશ મૂકતું જાય એમ શ્રી સારાભાઈ મોદીની એ સખાવતમાંથી, લેન રિફંડને કારણે, છેલ્લાં ૩૩ વર્ષ દરમ્યાન કુલ ૬૭૩ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને રૂા. ૧,૩૩,૭૪૩ જેટલી મેટી રકમની લેન આપી શકાઈ છે; અને અત્યારે આ ટ્રસ્ટમાં રૂા. ૧૬,પર૯-૪૩ જમા છે.
આ ટ્રસ્ટને વહીવટ દસ સભ્યની એક પેટા સમિતિ દ્વારા થાય છે, જેમાંના પાંચ સભ્ય વ્યવસ્થાપક સમિતિ દ્વારા અને પાંચ સભ્ય શ્રી સારાભાઈ મોદીના ઉત્તરાધિકારી દ્વારા નિમાય છે. અત્યારની સમિતિ નીચે મુજબ છે – (૧) શ્રી મદનલાલ ઠાકરલાલ શાહ
() શ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડિયા (૨) શ્રી દીપચંદ મગનલાલ શાહ
(૭) શ્રી રતિલાલ ચીમનલાલ શાહ (૩) શ્રીમતી પન્નાબહેન યંતભાઈ પારેખ (૮) શ્રીમતી તારાબહેન પ્રસન્નમુખ બદામી (૪) શ્રી મગનલાલ ભગવાનજી શાહ
(૯) ડો. રતિલાલ મોહનલાલ વાલવાળા (૫) શ્રી જમનાદાસ સારાભાઈ મોદી (મંત્રી) (૧૦) શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કેરા
શેઠ સારાભાઈ કેવળ છાત્રવૃત્તિરૂપે સીધેસીધી મદદ આપી દેવાને બદલે લેનરૂપે મદદ આપવાના ખાસ આગ્રહી અને હિમાયતી હતા. એના પરિણામે જ એમનાં ઉપર્યુક્ત બે ફડેને આટલા બધા વિદ્યાર્થીઓને લાભ મળી શક્યો છે અને હજી પણ મળી રહ્યો છે.
શેઠ મેઘજી સેજપાળ ઉચ્ચ ધાર્મિક શિક્ષણ સહાયક વિદ્યાલયના સોળમાં વર્ષમાં મુંબઈના શિક્ષણપ્રેમી અને ધર્માનુરાગી આગેવાન શેઠ શ્રી મેઘજી સોજપાળે, ચાલુ ધાર્મિક શિક્ષણથી આગળ વધીને વિદ્યાથીઓ ઉચ્ચ ધાર્મિક શિક્ષણ લેવા પ્રોત્સાહિત થાય એટલા માટે, ત્રીસ હજાર રૂપિયા જેવી સારી રકમ આપવાની ઉદાર ભાવનાથી, એક વિશિષ્ટ પેજના તૈયાર કરીને વિદ્યાલયને સોંપી. વિદ્યાલયે તા. ૧૩-૪–૧૯૩૧ના રોજ એને સ્વીકાર કરીને એના અમલની દિશામાં પગલાં માંડ્યાં. આ યોજનાની વિગતે ધાર્મિક શિક્ષણ અને સંસ્કારિતા” નામના પ્રકરણમાં જોઈ શકાશે.
શેઠ શ્રી ભોળાભાઈ જેસિંગભાઈની મોટી સખાવત–શેઠ શ્રી ભોળાભાઈ જેસિંગભાઈ દલાલે એક લાખ રૂપિયા જેવી મોટી રકમની સહાય આપી તેને લીધે વિદ્યાલયની પહેલી જ શાખા વિ. સં. ૨૦૦૨ માં સ્થાપવાનું ગૌરવ અમદાવાદ શહેરને મળ્યું. શેઠ શ્રી ભેળાભાઈને વિદ્યાલયના પેટ્રન બનાવવામાં આવ્યા, તથા એમને અમદાવાદ શાખામાં
૧. વિદ્યાલયના બાવનમા રિપોર્ટમાં જણાવ્યા મુજબ તા. ૩૧-૫-૧૯૬૭ સુધીમાં ૭૧૭ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓને રૂ. ૧,૪૪,૧૮૧-૪૪ની લોન આપી; રૂા. ૮૧,૭૬૪–૦૭ જેટલી લેન પાછી મળી; અને ફંડમાં રૂા, ૧૨,૮૮૧-૮૦ જમા છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
પેટ્રન, ભૂતપૂર્વ પ્રેઝરર તથા પાયાના મુખ્ય સહાયક
શેઠશ્રી દેવકરણ મૂળજી
Page #101
--------------------------------------------------------------------------
________________
પેટ્રન તથા પાયાના સહાયક શેઠશ્રી મોતીલાલ મૂળજી
Page #102
--------------------------------------------------------------------------
________________
પેટ્રન તથા પાયાના સહાયક શેઠશ્રી હેમચંદ અમરચંદ
Page #103
--------------------------------------------------------------------------
________________
પેટ્રન તથા ઉચ્ચ ધાર્મિક અભ્યાસની એજનાના પ્રાજક
શેઠશ્રી મેઘજી સેજપાળ
Page #104
--------------------------------------------------------------------------
________________
પદ્દન તથા શ્રી સા. મ. . લેન સ્કેલરશીપ ફંડ તથા શ્રી સા. મ. મો. ઉચ્ચ અભ્યાસ શિષ્યવૃત્તિ ટ્રસ્ટ ફંડના સ્થાપક
શેઠશ્રી સારાભાઈ મગનભાઈ મોદી
Page #105
--------------------------------------------------------------------------
________________
મુંબઈના “શેઠશ્રી વાડીલાલ સારાભાઈ વિદ્યાર્થીગૃહના સ્થાપક
શેઠશ્રી વાડીલાલ સારાભાઈ
Page #106
--------------------------------------------------------------------------
________________
પેટ્રન તથા અમદાવાદ શાખાના “શેઠશ્રી ભેળાભાઈ જેસીંગભાઈ
દલાલ વિદ્યાથીગૃહ”ના સ્થાપક શેઠશ્રી ભેળાભાઈ જેસીંગભાઈ દલાલ
Page #107
--------------------------------------------------------------------------
________________
પિન તથા વિદ્યાલયના અનેક સમારંભના પ્રમુખ
શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ
Page #108
--------------------------------------------------------------------------
________________
૫ : અર્થ વ્યવસ્થા
૫૭
એક સ્કોલર નીમવાના હક્ક આપવામાં આળ્યેા. આની વિશેષ વિગતા ૬૮ વિદ્યાલયની શાખાએ ” નામના પ્રકરણમાં આપવામાં આવી છે.
પૂના તથા વાદરા શાખાએ—સને ૧૯૪૭ માં પૂનાના શ્રી ભારત જૈન વિદ્યાલયના ટ્રસ્ટીઓએ એ સસ્થા વિદ્યાલયને સોંપી. સંસ્થા પાસે મકાન તૈયાર હતાં અને વિશાળ જમીન પણ હતી. એથી પૂનામાં વિદ્યાલયની શાખાની શરૂઆત થઈ શકી. એ જ રીતે સને ૧૯૫૪માં વડાદરાના શ્રી જૈન વિદ્યાથી આશ્રમના સંચાલકેાએ એ સંસ્થા વિદ્યાલયને સોંપી. આ સંસ્થા પાસે પણ મકાન તૈયાર હતું અને ખાલી જમીન પણ સારા પ્રમાણમાં હતી; તેથી વિદ્યાલયના આદ્ય પ્રેરક પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની જન્મભૂમિમાં વિદ્યાલયની શાખા શરૂ કરવાનું શકય ખન્યું. આ અને શાખાએ સંબંધી વિશેષ માહિતી “ વિદ્યાલયની શાખાએ ” નામના પ્રકરણમાંથી જાણવા મળી શકશે.
શ્રી ખેડા જૈન વિદ્યાથી ઉચ્ચ શિક્ષણ લેાન-સ્કૉલરશિપ ફૅ ડ—ઉચ્ચ અભ્યાસમાં આગળ વધવા ઇચ્છતા પરંતુ વિદ્યાલયમાં પ્રવેશ નહી' મેળવી શકનાર ખેડાના શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન વિદ્યાથી ઓને સહાયરૂપ થવાના ઉદ્દેશથી ખેડાના ભાવનાશીલ ભાઈ એએ આ કુંડની સને ૧૯૪૬માં સ્થાપના કરી હતી. દોઢ-બે વર્ષ સુધી આ ક્રૂ'ડના વહીવટ પેાતે સભાળ્યા પછી, આ કાર્ય સુવ્યવસ્થિતપણે ચાલે એ માટે એમણે એના વહીવટ વિદ્યાલયને સાંપવાની ઇચ્છા પ્રદર્શિત કરતાં વિદ્યાલયે તા. ૪-૧-૧૯૪૮ ના રોજ એના, રૂા. ૩૩,૫૦૧ સાથે સ્વીકાર કર્યાં. વિદ્યાલયે નીમેલી એક પેટાકમિટી આ કાર્યનું સંચાલન સંભાળે છે. નવી આવક તેમ જ લેન રિફંડને કારણે આ ફંડમાંથી અત્યાર સુધીમાં ૧૦૦ વિદ્યાથી. આને વિદ્યાલયના ૫૦મા વર્ષ સુધીમાં કુલ રૂા. ૬૨,૪૧૦ની લેાન આપવામાં આવી છે, અને અત્યારે આ ફંડમાં રૂા. ૩૫,૩૧૦ જેટલી રકમ જમા છે.૧
આ ક્'ડનો વહીવટ સાત સભ્યાની પેટાસમિતિ મારફત થાય છે, જેમાંના ચાર સભ્ય વ્યવસ્થાપક સમિતિ દ્વારા અને ત્રણ સભ્ય શ્રી ખેડા ક્રૂડ સમિતિ તરફથી નિમાય છે. અત્યારની સમિતિ નીચે મુજબ છેઃ
-
૧. ૐૉ. રતિલાલ મેાહનલાલ વાઢેલવાળા
૨. શ્રી કાન્તિલાલ નાનચંદ મેાદી
૩. શ્રી સામચંદ્ર ધૂળાભાઈ ભાવસાર
૪. શ્રી રતિલાલ ચીમનલાલ શાહ
૫. શ્રી ચીમનલાલ મેાતીલાલ પરીખ
૬. શ્રીમતી તારાબહેન પ્રસન્નમુખ બદામી
૭. શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કેારા (મંત્રી)
શેઠ શ્રી દેવકરણ મૂળજીનેા અસાધારણ સહકાર
જેમ વિદ્યાલયની સ્થાપનામાં એક ચાલક ખળ તરીકે શેઠ શ્રી દેવકરણ મૂળજીના અસાધારણ ફાળા હતા, એ જ રીતે આર્થિક દૃષ્ટિએ તેા તેએ સસ્થાને માટે કલ્પવૃક્ષ જેવા જ હતા. વિદ્યાલયને માટે ફંડ એકત્ર કરવામાં એમણે જે કામગીરી ખજાવી હતી
૧. વિદ્યાલયના આવનમા રિપેટ માં જણાવ્યા મુજબ તા. ૩૧-૫-૧૯૬૭ સુધીમાં ૧૨૮ વિદ્યાર્થીએ-વિદ્યાર્થિ નીઓને રૂા. ૭૫,૨૮૫–૦૦ની લેાન આપી; રૂા. ૨૧,૩૮૫-૦૦ જેટલી રકમ પાછી આવી; અને કુંડમાં રૂા. ૭૪,૨૦૨-૯૦ જમા છે.
.
Page #109
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસકથા એ પિતે જ એક યાદગાર બની રહે એવી બાબત હતી. ઉપરાંત, એમના પિતાના તરફથી અને એમના સ્વર્ગવાસ બાદ એમના નામથી વિદ્યાલયને મોટી મોટી રકમની સખાવતે મળતી રહી છે એટલું જ નહીં, એમની ચેજનાપૂર્વકની સખાવતને લીધે અત્યારે પણ સંસ્થાને વર્ષમાં એક લાખ રૂપિયા જેટલી નિયમિત આવક થતી રહે છે. એમની એ સખાવતની વિગતો નીચે મુજબ છે –
વાર્ષિક એક હજારની મદદ– સંસ્થાને પ્રારંભ થયે ત્યારે શ્રી દેવકરણ શેઠે (તથા શેઠ શ્રી હેમચંદ અમરચંદે) દસ વર્ષ માટે વાર્ષિક રૂપિયા ૧,૦૦૧ આપવાનું સ્વીકારીને સંસ્થાને ગતિશીલ કરવામાં નોંધપાત્ર પ્રેરણા અને ફાળો આપ્યાં હતાં. શરૂઆતમાં જ આવી સારી મદદ આપવાને કારણે શેઠ શ્રી હેમચંદ અમરચંદ તથા શેઠ શ્રી દેવકરણ મૂળજી એ બન્નેનાં નામે સંસ્થાના પેટ્રન મહાનુભાવોની યાદીના મેખરે શોભે છે. વાર્ષિક રૂ. ૧,૦૦૧ આપવાની ૧૦ વર્ષની સમયમર્યાદા પૂરી થયા બાદ બીજા દશ વર્ષ માટે વાર્ષિક રૂા. ૨૫૧ આપવાનું આ બન્ને શ્રેષ્ઠીઓએ સ્વીકાર્યું હતું. ઉપરાંત, શ્રી દેવકરણ શેઠે વીસેક હજાર રૂપિયા જેટલી છૂટી છૂટી મદદ પણ આપી હતી.
વિશેષ નોંધપાત્ર બીના તો એ છે કે શ્રી દેવકરણ શેઠે પિતાની હયાતીમાં વિદ્યાલયને જે આર્થિક સહાય આપી હતી, તેના કરતાં ઘણી વધારે મદદ એમના અવસાન બાદ સંસ્થાને મળી હતી. એમણે પિતાના વસિયતનામામાં આવી રદેશીભરી વ્યવસ્થા કરી હતી. શ્રી દેવકરણ શેઠનું આ પગલું એમની વિદ્યાલય તેમ જ કેળવણી પ્રત્યેની અપાર પ્રીતિની પ્રશસ્તિરૂપ બની રહે એવું છે.
પાંચ ટ્રસ્ટ સ્કૉલર–શ્રી દેવકરણ શેઠના વસિયતનામા મુજબ, વિદ્યાલયને એમના નામથી વિદ્યાલયમાં પાંચ ઑલરે રાખવા માટે એમના વસિયતનામાના એક્ઝિક્યુટર તરફથી પચાસ હજાર રૂપિયા જેવી મેટી રકમ મળી હતી. આ અંગે એમના વસિયતનામામાં લખવામાં આવ્યું છે કે
(૧૯) રૂપીઆ પચાસ હજારની રકમ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ટ્રસ્ટીઓને શરત કરીને આપવા અને તેનું ટ્રસ્ટ કરવું જે જુનાગઢની મારી બોર્ડિગનો કોઈ વિદ્યાર્થી દાખલ થવા અરજી કરે તો તેને દાખલ કરવો. સોરઠને કોઈપણ વિશાશ્રીમાળી જૈન દાખલ થવા અરજી કરે અથવા પાલીતાણું બાળાશ્રમને કોઈ વિદ્યાર્થી દાખલ થવા અરજી કરે અને ધારાધોરણ અનુસાર તેને દાખલ કરી શકાય તે તેને દાખલ કરો, અને એ રીતે અથવા એમ ન બને તો કોઈ અન્ય પાંચ વિદ્યાર્થીને મારા નામથી “દેવકરણ મૂળજી સ્કોલર” તરીકે રાખવા.” (વર્ષ ૨૪, પૃ. ૧૪૦)
શેઠ દેવકરણ મૂળજી પરદેશ અભ્યાસ ટ્રસ્ટ ફંડ-શેઠ દેવકરણ મૂળજીના વસિયતનામાના એકિઝકયુટોએ, એમના વસિયતનામાની રૂએ, પરદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાથીને મદદ આપવા માટે, તા. ૧૬-૫–૧૯૩૮ના રેજ, વિદ્યાલયને રૂપિયા દસ હજાર આપ્યા હતા. એની શરત આ પ્રમાણે હતી:
- “(૨૦) ઉપર જણાવેલ રૂપીઆ પચાસ હજાર ઉપરાંત રૂપીઆ દસ હજાર શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ટ્રસ્ટીઓને આપવા, ને શરત કરવી કે જ્યારે પણ જુનાગઢવાળા ડૉકટર લીલાધર વાલજી મહેતા વધુ અભ્યાસ માટે યુરોપ જતા હોય તો, વિદ્યાલયના નિયમ પ્રમાણે રૂપીઆ દસ હજાર સુધી
Page #110
--------------------------------------------------------------------------
________________
પ: અર્થવ્યવસ્થા
પ૯
મજકુર ડોકટરને લેન તરીકે આપવા. મજકુર ડોકટર પાસેથી રકમ પાછી મળેથી વિદ્યાલયના ટ્રસ્ટીઓએ પોતાની મરજી મુજબ મારા નામથી એવા જ કામમાં કાઠીઆવાડના વિસા શ્રીમાળી વિદ્યાર્થીને આપવામાં એ રકમનો ઉપયોગ કરો.” (વર્ષ ૨૪, . ૧૪૨ B)
ડે. લીલાધરભાઈએ આ રકમનો ઉપયોગ ન કર્યો, અને તેઓની હયાતી દરમ્યાન એ રકમને બીજી રીતે ઉપયોગ થઈ શકે એમ ન હતું, એટલે ૧૯૬૩-૬૪ની સાલ સુધી એ રકમનો ઉપયોગ ન થઈ શક્યો. અને વ્યાજ અને કુલ મળીને વિદ્યાલયના ૪હ્મા વર્ષમાં આ ટ્રસ્ટમાં રૂા. ૧૮,૪૭૬–૧૪ ભેગા થયા. એ જ અરસામાં ડૉ. લીલાધર ભાઈનું અવસાન નીપજતાં કાઠિયાવાડના બીજા વિદ્યાર્થીઓને પરદેશમાં અભ્યાસ કરવા માટે લોન આપવામાં એનો ઉપયોગ કરવાનું તા. ૧૪-૭– ૬૪ના રોજ વ્યવસ્થાપક કમિટીએ ઠરાવ્યું. વિદ્યાલયના ૫૦ વર્ષના સરવૈયામાં આ ટ્રસ્ટ ખાતે રૂા. ૧૭,૦૪૪-૬૦ જમા છે. આમાં શિહોર ધર્મશાળા માટેની અનામત રકમ ભેળવી દેવામાં આવી છે. તેની વિગત નીચે મુજબ છે –
શિહોરની ધર્મશાળાની રકમ–શેઠ શ્રી દેવકરણ મૂળજીના વસિયતનામા પ્રમાણે શિહોરની ધર્મશાળા માટે અમુક રકમ જુદી રાખવામાં આવી હતી અને તે મહારાષ્ટ્ર રાજ્યના ઓફિશિયલ ટ્રસ્ટી પાસે હતી. એ રકમને એ ધર્મશાળાના કામમાં ઉપગ ન થવાથી એ અંગેની કાયદેસરની જરૂરી કાર્યવાહીને અંતે, શ્રી ગોકુળદાસ મૂળજીના સહકારથી રૂા. ૮,૩૦૦-૦૦ની ફેઈસ વેલ્યુની ૩ ટકાના દરની ૧૯૪૬-૮૬ની કન્વરઝન લેન સિક્યુરિટીએ વિદ્યાલયને મળેલ છે. આ રકમનો ઉપયોગ કેળવણીના કામમાં કરવાને છે, અને સૌરાષ્ટ્રના વીસા શ્રીમાળી જૈન વિદ્યાથીઓને એને પહેલે લાભ આપવાનો છે. આ રકમ ૪હ્મા વર્ષમાં વિદ્યાલયને મળેલ છે. આ સિક્યુરિટીઓને વટાવવામાં આવતાં રૂ. ૫,૩૦૯-૯૭ ઊપજેલ છે અને એ રકમ ઉપર સૂચવેલ પરદેશ અભ્યાસ કુંડમાં ભેળવી દેવામાં આવેલ છે.
શેઠ દેવકરણ મૂળજી રેસિધુ ટ્રસ્ટ—સને ૧૯૪રમાં શેઠ દેવકણ મૂળજીની શેષ (રેસિડથુ) મિલકતના રૂા. ૫૦,૦૦૦ એમના વસિયતનામાના એકિઝકયુટરો તરફથી વિદ્યાલયને મળ્યા. આ ટ્રસ્ટની શરત મુજબ વિદ્યાલયે પાંચ વિદ્યાથીઓને “શેઠ દેવકરણ મૂળજી રેસિડથુ સ્કૉલર” તરીકે રાખવાના થાય છે, અને એમાં કાઠિયાવાડના વીસા શ્રીમાળી જૈન વિદ્યાથીને અગ્રહક આપવામાં આવે છે. (વર્ષ ૨૭, પૃ. ૧૭)
દેવકરણ મેન્શન–પ્રિન્સેસ સ્ટ્રીટ જેવા મુંબઈના કેન્દ્રવતી સ્થાનમાં આવેલ આ ઈમારત એક જંગી ઈમારત છે. ત્રણ માળની આ ઈમારતની ચારે તરફ સરિયામ રસ્તા આવેલ છે. શ્રી દેવકરણ શેઠના વસિયતનામામાંની અમુક જોગવાઈઓ અનુસાર તેવીસમા વર્ષથી (તા. ૧૪-૧૧-૩૭થી) તે ર૭માં વર્ષ સુધી આશરે ચાર વર્ષ મજકૂર વસિયતનામાના એકિઝક્યુટર સાથે વાટાઘાટે, જરૂરી ઠરાવે, કોર્ટ તથા ચેરિટી કમિશ્નરની મંજૂરી વગેરે વિધિમાં વિતાવ્યા બાદ છેવટે તા. ૨૯-૮-૧૯૪૧ના રોજ રૂા. ૫,૭૨,૯૯૬ જેવી રકમ આપીને, અને વસિયતનામામાં ઉલ્લેખેલી જવાબદારી અદા કરતાં એના એકિઝક્યુટર પાસે જે રકમ વધે–શેષ રહે–તે તેઓ વિદ્યાલયને સેપે, એ શરતે, દેવકરણ મેન્શનને કાયદેસર કબજો મેળવી લીધો. ત્યાર બાદ સને ૧૯૫૫–૫૮ દરમ્યાન આ ઈમારત ઉપર,
Page #111
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસકથા આવક વધારવાની દષ્ટિએ, રૂ. ૩,૩૭,૨૦૫-૦૦ ખરચીને ત્રીજો માળ લેવામાં આવ્યું. (આ ઈમારતની જમીન ભાડાપટાની હાઈ એનું વાર્ષિક જમીનભાડું આશરે એકાવન હજાર રૂપિયા ચૂકવવાનું થાય છે.) આ ઈમારતને કબજો મેળવવા માટે વિદ્યાલયને જે દેવું કરવું પડ્યું હતું તે, તથા ત્રીજો માળ લેતાં જે ખરચ કરવું પડ્યું તે, સમાજ તરફથી મળતી રહેલી સખાવતોને કારણે, સમય જતાં, પૂરું થઈ ગયું. પરિણામે સંસ્થાના ખર્ચના અંદાજપત્રને પૂરું કરવામાં વર્ષે દિવસે એક લાખ રૂપિયા જેટલી ચે-ખી આવક દેવકરણ મેન્શન કરી આપી છે. સંસ્થાના સંચાલકોની દીર્ધદષ્ટિ અને હિંમતને કારણે જ આવું મોટું કાર્ય સફળતાપૂર્વક પૂરું થઈ શક્યું. આને લીધે એક બાજુ સંસ્થા પિતાના ખર્ચ માટે ઠીક ઠીક પ્રમાણમાં નિશ્ચિત બની શકી; અને બીજી બાજુ શ્રી દેવકરણ શેઠનું નામ પણ સવિશેષપણે યાદગાર બની શકયું.
આ બધી વિગતે ઉપરથી જોઈ શકાશે કે શેઠ શ્રી દેવકરણ મૂળજીની સખાવતે એમની હયાતી દરમ્યાન તેમ જ એમના સ્વર્ગવાસ બાદ પણ, જુદે જુદે રૂપે વિદ્યાલયને મળતી જ રહી છે.
શ્રી દેવકરણ શેઠની વિદ્યાલય ઉપર નિરંતર સખાવતની વર્ષા કરતી મમતા અંગે વિદ્યાલયના ૩૭માં વર્ષના રિપોર્ટ (પૃ. ૯)માં એગ્ય જ કહેવામાં આવ્યું છે કે
“શેઠ શ્રી દેવકરણ મૂળજીના નામ અને સખાવતોથી આજે જૈન અને જૈનેતર સમાજમાં કોણ પરિચિત નથી ? પ્રામાણિક વ્યવહાર, ચિવટ, ખંત અને પુરુષાર્થ જ્યારે પુષ્ય સાથે સંકળાએલ હોય છે ત્યારે મનુષ્ય શું શું કરી શકે છે તેનું આદર્શ દષ્ટાંત શેઠ શ્રી દેવકરણ ભાઈનું જીવન પુરું પાડે છે. આ સંસ્થાના આરંભથી પોતાના અંતકાળ સુધી ટ્રસ્ટી અને કેશાધ્યક્ષ તરીકે તેમણે સેવા અપી હતી. કેળવણી પ્રત્યેનો તેમનો સદ્દભાવ અભુત હતો. આર્થિક સહાય આપવા ઉપરાંત અનેકને પ્રેરણારૂપ બની તન, મન અને ધનથી સહાય કરવા આદેશ આપેલ છે. એમની આર્થિક સહાય કરતાં એમનું સંસ્થા પ્રત્યેનું ઉદાર ભાનસ, જીવનના અંત સુધી સંસ્થાને આપેલ મદદ, અનેક બંધુઓને ફંડ ભરાવવા માટે કરેલ પ્રેરણાઓ, સંસ્થા અને કેળવણી પ્રત્યેનો અભાવ, પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી પ્રત્યેનો ભક્તિભાવ, જૈન સમાજની ઉન્નતિ માટેની તેમની અનુકરણીય ભાવના આજે પણ અનેક કાર્યકર્તાઓની સ્મૃતિમાંથી ભૂંસાય તેમ નથી. શેઠશ્રીનું વસિયતનામું અને તે દ્વારા તેમ જ જીવન પર્યત કરેલ સખાવત કેળવણી દ્વારા સમાજ ઉન્નતિની ભાવનાનું પ્રતિબિંબ પાડે છે. પ્રિન્સેસ સ્ટ્રીટમાં આવેલ ભવ્ય ઈમારત “દેવકરણ મેન્શન” સોંપતાં આ સંસ્થા પ્રત્યેની મમતાને કાયમી સ્વરૂપ મળેલ છે.”
લેન રિફંડ વિદ્યાલયને લાભ લઈને સમાજના સેંકડો વિદ્યાર્થી ઓ જુદા જુદા વિષયના કાબેલ સ્નાતકે બની શક્યા અને એ રીતે પિતાનાં કુટુંબને સુખી અને સમાજને સમૃદ્ધ તેમ જ ગૌરવશાળી બનાવી શક્યા તે મુખ્યત્વે વિદ્યાલયની લોન આપવાની યેજનાને કારણે જ. પચાસ વર્ષ દરમ્યાન કયા વિષયના કેટલા સ્નાતકો થયા તેની વિગત “વિદ્યાથીઓ” નામના સાતમા પ્રકરણમાં આપવામાં આવેલ છે. આમ જોઈએ તો લેનનું ખાતું એ ખર્ચ ખાતા જેવું ખાતું કહી શકાય. પણ લોનને પાયાને ઉદ્દેશ વિદ્યાર્થીઓને સહાયરૂપ થવાની સાથે, વિદ્યાથીઓ જાહેર સંસ્થાની મદદ મેળવ્યાના ભારથી મુકત રહી શકે એ રીતે,
Page #112
--------------------------------------------------------------------------
________________
૫ : અર્થ વ્યવસ્થા
એમની પાસેથી એમને લેાન આપવામાં આવેલી રકમ પાછી લેવાની હાવાથી એક રીતે લેાન દ્વારા ધનનું વાવેતર જ થયું હતું. અને સમય જતાં, જેમ હૂડી પાકે એમ, લેાનની રકમનું વળતર થવા લાગ્યું અને ક્રમે ક્રમે લેાન રિફંડની રકમમાં પણ વધારો થતા ગયેા. લેન રિફંડની શરૂઆત બીજા જ વર્ષોંથી રૂા. ૧૫-૯-૦ની રકમથી થઈ હાવાનું, વિદ્યાલયના બીજા વર્ષના રિપોર્ટ જોતાં, જાણી શકાય છે.
લાન ચેાજનાની ઉપચાગિતા અંગે વિદ્યાલયના ૧૫મા વષઁના રિપેાટ (પૃ. ૬)માં કહેવામાં આવ્યું છે કે
“ આ ચેાજનાથી બે પ્રકારના લાભ દેખાયા છે: એક, વિદ્યાર્થીના મન પર પાતે સખાવત ( ચેરિટી ) ઉપર આધાર રાખનાર છે એવી છાપ ન પડે અને તે ભવિષ્યમાં ઉત્પન્ન કરી દેવુ ફીટાડનાર છે તે ખ્યાલથી તેને જાતીય વિશ્વાસ આવે. અને બીજું, સંસ્થામાં એવી રકમ પ્રતિ વ આવ્યા કરે તેથી તેના ખર્ચમાં ટેકો મળે. આ બન્ને પ્રકારના લાભ ખાસ વિચારવા લાયક છે અને આટલાં વર્ષ સુધી એ ચેાજનાના અમલ કર્યા પછી આપને સહુ નિવેદન કરતાં અમને આનદ થાય છે કે એ યેાજના કુંતેહમદ થઈ છે. સંસ્થાને પૈસાની સહાય કરનારને પણ એથી ઘણા આનંદ થાય છે; એની એક વાર કરેલી સહાય વારવાર કર્યા કરે એટલે એક વખત વાવેલ અન્ન ઉત્તરોત્તર વધારે ને વધારે ફળ આપે એ વિચારથી એને પણ ખૂબ રસ પડે છે.”
લેાન રિફંડ માટેનું કાયદેસરનું ફોર્મ દરેક લેાન વિદ્યાથી પાસે ભરાવી લેવામાં આવતું હાવા છતાં વિદ્યાર્થી એ સામે એને ઉપયાગ ન છૂટકે અને વિદ્યાલયના હક્ક ડૂબી જતા હાય એને બચાવવા માટે જ કરવામાં આવે છે. અને સરખી કમાણી નહીં કરી શકનાર વિદ્યાર્થી ને કનડગતરૂપ થઈ પડે એ રીતે તે કાયદાનાં પગલાં એમની સામે કયારેય ભરવામાં નથી આવતાં. છવ્વીસમા વર્ષ દરમ્યાન નવ વિદ્યાથીએ સામે આવાં પગલાં ભરવાની વિદ્યાલયને ફરજ પડી હતી. આ ઉપરથી તેમ જ લેાન ભરપાઈ કરવાની કેટલાક વિદ્યાર્થીઓની સહજ ઉપેક્ષાવૃત્તિ ઉપરથી જોઈ શકાય છે કે જેમ કેટલાક વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સુકતા અને આભારની ઊંડી લાગણી સાથે પેાતાની લેાન ભરપાઈ કરી આપે છે, કેટલાક માત્ર લેાન ભરપાઈ કરીને જ સતેાષ ન માનતાં વિદ્યાલયને પેાતાથી બનતી સખાવત કરવા પ્રેરાય છે, તેા કેટલાક એવા પણ વિદ્યાર્થીએ હાય કે જે છતી શક્તિ અને સગવડે પણ આ ખાખત તરફ્ બહુ જ એછું ધ્યાન આપે છે. આની સામે વિદ્યાલયના ૩૬મા વર્ષના રિપોર્ટ (પૃ. ૧૦)માં ટકાર કરવામાં આવી છે; તેમ જ ૪૩મા વર્ષોના રિપોટ ( પૃ. ૩૫)માં પણ કહેવામાં આવ્યું છે કે—
“ જેમ કેટલાક વિદ્યાર્થીએ રિફંડ મેાકલવામાં નિયમિત અને ઉત્કટ ભાવનાવાળા છે તેમ કેટલાક વિદ્યાર્થીએ તે અંગે શિથિલ રહે છે. આર્થિક સ્થિતિ સાવ નબળી હેાય અને રિફંડન મોકલી શકાય એ સમજી શકાય તેમ છે; પરંતુ જે વિદ્યાર્થીએ અભ્યાસ પૂરા કર્યાં બાદ સારી નોકરીએ લાગી ગયા હૈાય અથવા ધધામાં સ્થિર થયા હોય તે પણ ફ્િડ મેકલવામાં શિથિલ રહે, પ્રા. નેટ પર સહી ન કરે, પત્રના જવાબ ન લખે અને પેાતાના સરનામામાં ફેરફાર થાય તે સસ્થાને જણાવવાની પણ તસ્દી ન લે તે એવું વન કોઈ પણ રીતે યાગ્ય ગણી શકાય નહિ. કેટલાક વિદ્યાર્થી ઓને લેાન લીધે ઘણાં વર્ષો વીતવા છતાં રિફંડ મેાકલવાની કાળજી રાખતા નથી, આ પરિસ્થિતિથી સ્વાભાવિક જ દુ:ખ થાય.”
Page #113
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસકથા પણું જ્યાં આપ-લેની રકમને આંકડે લાખની રકમ ઉપર પહોંચ્યું હોય અને લેનને લાભ લેનારાઓ પણ સેંકડોની સંખ્યામાં હોય ત્યાં આવું બનવાનું જ. આમ છતાં લેન રિફંડનું કામ એકંદર સંતોષ કારક કહી શકાય એ રીતે ચાલી રહ્યું છે, એટલું પણ સ્વીકારવું જોઈએ.
વિદ્યાલયે પચાસ વર્ષ દરમ્યાન કુલ રૂા. ૨૯,૮૮,૪૮૬-૪૮ લેન તરીકે આપ્યા છે, અને બીજા જ વર્ષથી શરૂ થઈને તે પચાસમા વર્ષ સુધીમાં કુલ રૂા. ૧૬,૧૪,૧૮૬–૩૨ પાછા મળ્યા છે. અને રૂા. ૧૩,૭૪,૩૦૦–૧૬ની લેન બાકી છે. પચાસમા વર્ષનું લેન રિફડ રૂા. ૧,૧૮,૪૨૮-૮૭ જેટલું થયું છે. આ અંગેની વિશેષ વિગત આ પ્રમાણે છે: ૭૩૭ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં રૂા. ૧૬,૮૫,૧૪૫-૦૨ની સહાય આપવામાં આવી, જેમાંથી ૪૫૧ વિદ્યાથીઓએ લોન ચૂકતે કરતાં ૨૮૬ વિદ્યાથીઓ પાસે રૂા. ૫,૭૭,૮૮૪–૭૩ બાકી રહે છે. ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓનું કુલ રિફંડ રૂ. ૧૧,૦૭,૨૬૦–૨૯ છે. એવી જ રીતે અધૂરા અભ્યાસે છૂટા થયેલ ૮૨૭ વિદ્યાથીઓને કુલ લેન રૂા. ૯,૪૭,૪૯–૧૭ આપવામાં આવી, રૂા. ૪,૧૧,૧૨૭–૩૭ રિફંડ મળતાં ૪૭૩ વિદ્યાર્થીઓ પાસે રૂા. ૫,૩૬,૩૭૧-૮૦ બાકી રહે છે. ઉપરાંત, ચાલુ વિદ્યાર્થીઓ પાસે રૂા. ૨,૬૦,૦૪૩-૬૩ની લેન બાકી રહે છે. આમ ગ્રેજ્યુએટ થનાર વિદ્યાર્થીઓ પાસે રૂા. ૫,૭૭,૮૮૪–૭૩, અધૂરા અભ્યાસે છૂટા થનાર વિદ્યાથીઓ પાસે રૂા. ૫,૩૬,૩૭૧-૮૦ તથા ચાલુ વિઘાથીઓ પાસે રૂા. ૨,૬૦,૦૪૩-૬૩ મળીને કુલ રૂા. ૧૩,૭૪,૩૦૦-૧૬ જેટલી રકમ ૫૦મા વર્ષને અંતે વિદ્યાથીઓ પાસે લેણી રહે છે. આ ઉપરથી જોઈ શકાશે કે વિદ્યાલયના ખર્ચના બજેટને પહોંચી વળવા માટે જેમ દેવકરણ મેન્શનની એક લાખ જેટલી રકમનો મહત્ત્વને હિસ્સો છે, એ જ રીતે લોન રિફંડની રકમને પણ ઘણું મહત્ત્વનો હિસ્સો છે. વળી, જેમ વિદ્યાલયની જુદી જુદી શાખાઓ સ્થપાવાથી તેમ જ ખર્ચને આંક ઊંચો જવાને કારણે લેનની રકમમાં વધારો થતો જવાને છે, તેમ એના ફિડની રકમમાં પણ સમય જતાં વધારે થત રહેવાને છે, એ બીને લેન રિફંડના વર્ષવાર આંકડાઓ ઉપરથી દેખાઈ આવે છે.
૧. બાવનમાં વર્ષના રિપોર્ટ ઉપરથી જાણી શકાય છે કે તા. ૩૧-૫-૧૯૬૭ સુધીમાં રૂ. ૩૩,૪૩,૮૦૮-૮૬ જેટલી લોન આપવામાં આવેલ છે, તેમાંથી રૂા. ૧૮,૪૯,૦૮૦-૧૬ જેટલું રિફંડ આવેલ છે; રૂા. ૧૪,૯૪,૭૨૮-૭૦ની લેન બાકી રહે છે; અને બાવનમાં વર્ષ દરમ્યાન રૂા. ૧,૧૩,૫૦–૧૩ રીફંડ આવેલ છે. આની વિશેષ વિગતો આ પ્રમાણે છે: ૮૧૪ સ્નાતક વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં રૂ. ૧૮,૯૭,૮૮૬-૧૬ની સહાય આપવામાં આવી, જેમાંથી ૫૦૦ વિદ્યાર્થીઓએ લોન ચૂકતે કરતાં ૩૦૫ વિદ્યાર્થીઓ પાસે રૂા. ૬,૬૩,૭૮૬–૯૨ બાકી રહે છે. સ્નાતક વિદ્યાર્થીઓનું કુલ રિફંડ રૂા. ૧૨,૩૪,૦૯૮-૬૪ છે. એ જ રીતે અધૂરા અભ્યાસે છૂટા થયેલ ૯૦૧ વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં રૂા. ૧૦,૪૮,૩૫૫-૬૨ની સહાય આપવામાં આવી. તેમાંથી ૪૧૪ વિદ્યાથીઓએ લોન ચૂકતે કરતાં ૪૮૭ વિદ્યાર્થીઓ પાસે રૂ. ૫,૬૭,૭૨૨-૧૧ બાકી રહે છે. ઉપરાંત, ચાલું વિદ્યાર્થીઓ પાસે રૂ. ૨,૬૩,૨૧૯-૬૭ની લોન બાકી રહે છે. આમ ગ્રેજ્યુએટ થનાર વિદ્યાર્થીઓ પાસે રૂા. ૬,૬૩,૭૮૬-૯૨, અધૂરા અભ્યાસે છૂટા થનાર વિદ્યાર્થીઓ પાસે રૂ. ૫,૬૭,૭૨૨-૧૧ તથા ચાલુ વિદ્યાર્થીઓ પાસે રૂ. ૨,૪૩,૨૧૯-૬૭ મળીને કુલ રૂા. ૧૪,૯૪,૭૨૮-૭૦ જેટલી રકમ બાવનમા વર્ષને અંતે વિદ્યાથી એ પાસે લેણી રહે છે.
Page #114
--------------------------------------------------------------------------
________________
૫ અર્થ વ્યવસ્થા
૬૩
લેાનની યાજનાને કારણે (તેમ જ બીજી રીતે પણ) વિદ્યાર્થીએ વિધાલય પ્રત્યે વિશેષ મમત્વ ધરાવતા થાય છે એમ વિદ્યાલયની કાર્યવાહી જોતાં લાગ્યા વગર નથી રહેતું. જે વિદ્યાર્થીઆમાં ગુણજ્ઞતા અને કૃતજ્ઞતાની લાગણી જાગતી હૈાય છે તે વહેલાંમાં વહેલી તકે પેાતાની રકમ પાછી આપી દેવાની ભાવના સેવવા ઉપરાંત વધુ રકમ આપી શકાય તેા સારું એવી પણ ઉત્સુકતા ધરાવતા હૈાય છે. વિદ્યાલયના ૫૦મા વર્ષોંના રિપોર્ટ (પૃ. ૬૧ )માં અમેરિકા ગયેલ એક વિદ્યાથીના નીચેના ઉગારે આવી ભાવવાનું પ્રતીક અની રહે એવા છે. એ ભાઈ લખે છે કે—
“I hate to see my name on the list of people who haven't paid the loan. I hesitate to pay for any charity drive here, while my loan is still unpaid. It's an awful feeling. I just hope that it won't be too long '
[અર્થાત્ જે વિદ્યાર્થી ઓએ પેાતાની લેાન ચૂકતે નથી કરી એમની યાદીમાં મારુ નામ જોઈ ને મને ( મારી જાત ઉપર) તિરસ્કાર છૂટે છે. મારી લેાન હજી સુધી ભરપાઈ નથી થઈ તેથી હું કોઈ પણ સખાવતી કામમાં મારા કાળા આપતા ખમચાઉં છું. આ બહુ જ ભયંકર લાગણી છે. હું ઉમેદ રાખુ છું કે હવે એમાં વધારે પડતા વિલંબ નહીં થાય.]
આથી આગળ વધીને એક વિદ્યાથી ભાઈ (રિપેટ ૪૮ : પૃ. ૫૫-૫૬) ખૂખ લાગણી પૂર્વક લખે છે કેઃ—
"It has been my cherished desire to repay the Institution's debt first by a single payment and before other interest bearing dues are repaid. I am happy to tell that what was desired has been carried out. To-day, I am much filled with legitimate pride as the repayment has been made, earned and obtained as a direct consequence of the education I received, through the assistance of the institution. ''
......My obligation to the institution in this sence if really inextinguishable, though the books of account may not show any debit to my account.
( અર્થાત્ હું એવી ઇચ્છા સેવતા રહ્યો છું કે સંસ્થાની લેાન એકીસાથે અને બીજી વ્યાજે લીધેલી રકમા પાકે તે પહેલાં ચૂકતે કરી દઉં. એ જણાવતાં આનંદ થાય છે કે મારી એ ઇચ્છા પાર્ પડી છે. આજે હું મારું દેવું ચૂકતે કરી શકયો છું એનેા હું વાજી ગ અનુભવી રહ્યો છું. હું જે કંઈ મેળવી શકયો છું તે સંસ્થાની સહાયથી મેળવેલ શિક્ષણનુ જ પરિણામ છે. આ રીતે વિચારતાં સંસ્થાનુ` મારા ઉપરનુ' ઋણ કયારેય ફેડી શકાય એવું નથી—ભલે ને પછી ચાપડામાં મારા નામે કશું લેણું નીકળતુ ન હેાય. )
આથી પણ એક કમ આગળ વધતા હાય એમ અમેરિકાથી એક વિદ્યાર્થીમિત્રે વિદ્યાલય ઉપર જે લાગણીથી ઊભરાતા પત્ર લખ્યા છે એ અ ંગે (રિપાટ ૪૩ : પૃ. ૩૫માં) લખવામાં આવ્યુ` છે કે—
“ સંસ્થામાંથી છૂટા થયા પછી માત્ર ચાર જ વર્ષમાં એકીસાથે પાંચહજાર રૂપિયાની રકમ મેાકલતાં હૈં।. મેાહનરાજ એચ. જૈન યુ. એસ. એ. થી લખેલ પત્રમાં જણાવે છે કે :
"To the institution, I owe a great deal, much more than the few thousand rupees. I wish that in the near future, I may be able to do a little more than my commitments, ''
Page #115
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસકો
(અર્થાત્ સંસ્થાનુ` મારા ઉપર ધણું ઋણ છે—અમુક હજાર રૂપિયા કરતાં ઘણું વધી જાય એવું એ ઋણ છે. . હું ઇચ્છુ છુ કે નજીકના ભવિષ્યમાં જ હું મારું દેવું ચૂકતે કરવા ઉપરાંત કઈક વધુ રકમ આપવા શક્તિશાળી બનું. )
“ ડૅ. જૈનની સંસ્કારિતા માત્ર આર્થિક ઋણ અદા કરવા પૂરતી નથી; પણ તે અદા કરવા પાછળની ભાવના પણ નોંધપાત્ર છે. માત્ર ચાર જ વર્ષોંમાં લેાન ભરપાઈ કરવા છતાં તેએ લખે છેઃ— “ My only regret is that I could not make it earlier.” ( મને એ વાતના ર્જ થાય છે કે હું આ દેવું વહેલું ચૂકવી ન શકયો!)
વળી એમણે માત્ર પૈસા માકલીને જ સતેષ માની લીધેા નથી; પરંતુ સંસ્થા દિન પ્રતિદિન વિશેષ પ્રગતિ સાધે અને એ વિકાસમાં તે પણ પેાતાનાથી બનતા ફાળેશ નોંધાવે એવી શુભ ભાવના વ્યક્ત કરતાં તેએ લખે છેઃ—
"India is striding a head and it is quite proper for me to think that our institution too has its plans to further its achievements in the service of the community......please feel free to write if I could beof any service to the institution."
( અર્થાત્-ભારત આગેકદમ કરી રહ્યું છે; અને મને એવી ભાવના થાય એ સર્વથા ઉચિત છે કે આપણી સંસ્થાએ પણ સમાજની સેવા માટે એની સિદ્ધિએને આગળ વધારવાની યેાજના કરી હાય. જો હું સ ંસ્થાની કોઈ પણ રીતે સેવા કરી શકું એમ આપને લાગે તે આપ કૃપા કરી મને વિના સકાયે લખશે।. )
સામાન્ય રીતે અવસાન પામેલ વિદ્યાથી પાસે બાકી રહેતી લેાન વસૂલ કરવા માટે દબાણ કરવામાં આવતું નથી. આમ છતાં કેટલાક પ્રસ`ગેામાં એવા વિદ્યાથી એનાં ભાવનાશીલ સગાંઓ, આપમેળે, પેાતાની નૈતિક ફરજ સમજીને, લેાન રિફંડ કરવા પ્રેરાય છે. વિદ્યાલયના ૩૪મા અને ૩૫મા વર્ષ (૩૪મેા રિપેટ : પૃ. ૧૪)માં અનુક્રમે શ્રી જેસી ગલાલ દલસુખભાઈ શેઠ તથા ડૉ. ઉમેદચંદ વાલજી દેસાઈનું અવસાન થતાં, એમની પાસે લેણી પડતી લેાનની રકમ એમનાં સગાંઓએ ચૂકવી આપી હતી.
આ ઉપરથી જોઈ શકાશે કે લેાનની યાજના કેટલી સફળ નીવડી છે ! એણે વિદ્યાથીએમાં સસ્થા પ્રત્યે આત્મીયતાની લાગણી જન્માવવામાં કેટલે આગળ પડતા ભાગ ભજળ્યે છે! અને એથીય આગળ વધીને, વિદ્યાલયના ખર્ચને પહેાંચી વળવા માટે લાખ ઉપરાંતની રકમની કાયમી આવક કરી આપવા સાથે સેંકડો વિદ્યાથી ઓને એમનાં કુટુંબને સુખી અને સપન્ન મનાવવામાં કેવી મહત્ત્વની સેવા મજાવી છે!
મુંબઈનું આલ્ડ બોય્ઝ યુનિયન
વડલાની વડવાઈ પણ કચારેક સમય જતાં, ધરતીમાં પેાતાનાં મૂળિયાં નાખીને, થડનું રૂપ ધારણ કરી લે છે. વિદ્યાલયના લાભ લઈ જનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીએ આપસઆપસમાં ભાઈચારા કેળવવાની સાથે પેાતાની માતૃસસ્થા પ્રત્યેનુ' ત્રણ અદા કરવામાં ઉપયાગી સેવા બજાવી શકે એ માટે, છેક સને ૧૯૨૮માં, મુખઈમાં એલ્ડ બૅાય્ઝ યુનિયનની સ્થાપના કરવામાં આવી હતી. આ સ'સ્થાએ અવારનવાર વિદ્યાલયને સહાય મેળવી આપતાં રહીને પાતાની ઉપયેાગિતા પુરવાર કરી આપી છે; અને સાથે સાથે એક શક્તિશાળી સસ્થા
Page #116
--------------------------------------------------------------------------
________________
પેટ્રને
શ્રી ગોવિંદજી ખુશાલ (શ્રી કલ્યાણજી ખુશાલ)
શ્રી હીરાલાલ અમૃતલાલ શાહ
શ્રી હીરાલાલ બોરદાસ
શ્રી ઓતમચંદ રણછોડદાસ
શ્રી પાનાચંદુ માવજી
શ્રી રાયચંદ મોતીચંદ
શ્રી કક્કલભાઈ ભુદરદાસ વકીલ
શ્રી નગીનદાર કમરદ રીse Only
શ્રી દામોદરદાસ ભીમાગ jainelibrary.org
Page #117
--------------------------------------------------------------------------
________________
પદ્રને
શ્રી સેજપાળ કાયા
શ્રી કાંતિલાલ ઈશ્વરલાલ
શ્રી હેમચંદ મેહનલાલ ઝવેરી
શ્રી મણિલાલ રિખવચંદ ઝવેરી
શ્રી માણેકલાલ ચુનીલાલ
શ્રી પ્રાગજીભાઈ ઝવેરચંદ
શ્રી ચુનીલાલ મૂળચંદ કાપડિયા
શ્રી પુરુષોત્તમભાઈ અમરશી
શ્રી જીવણલાલ કેશરીચંદ પરીખ
Page #118
--------------------------------------------------------------------------
________________
પિને
શ્રી મહોલાલ મગનલાલ
શ્રી મેહનલાલ હેમચંદ ઝવેરી
શ્રી કેશવલાલ પ્રેમચંદ મોદી
શ્રી લહેરચંદ ઉત્તમચંદ ઝવેરી (મે. ભેણીલાલ લહેરચંદ ઝવેરી)
શ્રી રતિલાલ વર્ધમાન શાહ
શ્રી રમણીકલાલ નાનચંદ શાહ (મે. રમણીકલાલ મેહનલાલ એન્ડ કું.)
શ્રી ચંદુલાલ સારાભાઈ મોદી
શ્રી પોપટલાલ મંનસુખરામ Use Only
un
10
sen
ainelibrary.org
Page #119
--------------------------------------------------------------------------
________________
પદ્રને
શ્રી પુરુષોત્તમદાસ સુરચંદ
બી ફૂલચંદ લીલાધર વોરા
શ્રી મૂળચંદ હીરાચંદ (મે. મૂળચંદ હીરાચંદ એન્ડ સન્સ)
શ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ પરીખ
શ્રી જમનાદાસ મનજી ઝવેરી
શ્રી તારાબહેન જીવણલાલ પરીખ
શ્રી ભાયચંદ અમુલખ (મે. ભાયચંદ અમુલખ)
શ્રી હીરાલાલ ભેગીલાલ શાહ
શ્રી ચીમનલાલ જેસિંગભાઈ દલાલ (મે. ચીમનલાલ જે. દલાલ એન્ડ કાં.),
Page #120
--------------------------------------------------------------------------
________________
શ્રી જાદવજી નરસીદાસ (મે. જાદવજી નરસીદાસની કાં.)
શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી (મે. વાડીલાલ ચત્રભુજ ગાંધી)
શ્રી ગનલાલ અમરચંદ Jain (મેપ છગનલાલ કસ્તુરચંદ)
પેઢા
શ્રી ગિરધરલાલ દીપચંદ મહેતા
ડૉ. મેહનલાલ હંમદ શાહ
શ્રી માક મેાતીલાલ મૂળજી
શ્રી ભોગીલાલ મગનલાલ શાહુ
શ્રી કેશવલાલ વર્જદ કાપડિયા (મે. કેશવલાલ વહેંચ’દ કાપડિયા)
ડૉ. અમૃતલાલ ઉજમશી
www.antelibrary.org
Page #121
--------------------------------------------------------------------------
________________
પદ્રને
શ્રી કપુરચંદ નેમચંદ મહેતા
શ્રી નંદગૌરી કપુરચંદ મહેતા
શ્રી ઝવેરચંદ નેમચંદ મહેતા
એક જ કુટુંબમાંથી
આઠ વ્યક્તિઓ વિદ્યાલયના પેટ્રન બનવાનો લાભ
શ્રી કેવળચંદ નેમચંદ મહેતા
શ્રી શાંતાબહેન ઝવેરચંદ મહેતા
| Jainકી કમળાબહેના કેવળચંદ મહેતા
શ્રી વ્રજલાલ કપૂરચંદ મહેતા Only
શ્રી ચંદનબહેન વ્રજલાલ મહેતા brary.org
Page #122
--------------------------------------------------------------------------
________________
પદ્રને
શ્રી હિમચંદ કપુરચંદ શાહ
શ્રી દિનેશચંદ્ર હિમચંદ શાહ
શ્રી કેશવલાલ કપુરચંદ શાહ
એક કુટુંબની ત્રણ
અને બીજા એક કુટુંબની
પાંચ વ્યક્તિઓ વિદ્યાલયના પેટ્રન બનવાનો લાભ લે છે.
શ્રી હસમુખભાઈ દીપચંદ ગાડ
શ્રી રશ્મિકાન્ત દીપચંદ ગાર્ડી
શ્રી વિદ્યાબહેન દીપચંદ ગાર્ડ
શ્રી દીપચંદ સવરાજ ગાડી
શ્રી રૂક્ષ્મણીબહેન દીપચંદ ગાડી
Page #123
--------------------------------------------------------------------------
________________
ટ્રિનો
શ્રી અમૃતલાલ જેઠાલાલ શાહ
શ્રી સેહનલાલ મ. કોઠારી
શ્રી ચીનુભાઈ નાથાલાલ શાહ
શ્રી જમનાદાસ કાળીદાસ ઝવેરી
શ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડિયા
શ્રી જયંતીલાલ રતનચંદ શાહ
શ્રી જસવંતલાલ ચુનીલાલ શાહ
શ્રી રતિલાલ ચીમનલાલ શાહ
શ્રી હરજીવનદાસ રામજીભાઈ શાહ (મે. એચ. ટી. શાહ એન્ડ કાં.)
9
Page #124
--------------------------------------------------------------------------
________________
શ્રી ઈંદુલાલ ભોગીલાલ મહેતા
શ્રી લખમીચંદ જેડાભાઈ (મે. ઝવેરી સારાલાલ લખમીચંદ એન્ડ કં.)
શ્રી પ્રાણલાલ કાનજીભાઈ દેશી
પેટ્રો
શ્રી રમણલાલ નગીનદાસ પરીખ
શ્રી ચીમનલાલ અમૃતલાલ શાહે
શ્રી વિનાયક વરછરાg only
શ્રી ચંદુલાલ વર્ધમાન શાહે (મે. જયસુખલાલ ચંદુલાલ એન્ડ ક..)
શ્રી નાનકદ રીખવદ શાહે
શ્રી નાનચંદ જુડાભાઈ મહેતrary.org
Page #125
--------------------------------------------------------------------------
________________
પેટ્રને
શ્રી ચીમનલાલ મોતીલાલ પરીખ
શ્રી બાલચંદ ગાંડાલાલ દોશી
શ્રી જમનાદાસ સારાભાઈ મોદી
શ્રી નરેશચંદ્ર મનસુખરામ (શ્રી નરેશચંદ્ર મનસુખરામ ચેરીટી ટ્રસ્ટ).
શ્રી માવજીભાઈ દામજીભાઈ શાહ
શ્રી ખેમચંદ છોટાલાલ (મે. સેવંતીલાલ કાંતિલાલ એન્ડ .)
Jain શ્રી ભાણજીભાઈ ધરમશીભાઈ
ડૉ. હિંમતલાલ જેવતલાલ મહેતા
શ્રી કેશવલાલ એમશાહbrary.org |
Page #126
--------------------------------------------------------------------------
________________
પેટ્રને
શ્રી મદનલાલ ઠાકરલાલ શાહ
શ્રી પ્રવીણચંદ્ર હેમચંદ કાપડિયા (શ્રી હેમચંદ અમરચંદ ચેરિટી ટ્રસ્ટ)
શ્રી છોટાલાલ કાળીદાસ શાહ (મે. શાહ ટ્રેડિંગ એજન્સીઝ)
શ્રી રણછોડભાઈ રાયચંદ શાહ
શ્રી લાલભાઈ લલુભાઈ પરીખ
ડો. વીરચંદ મગનલાલ શાહ
શ્રી કેસરીચંદજી હીરાચંદજી સંઘવી
શ્રી રતિલાલ મોહનલાલ વાઢેલવાળા
શ્રી છોટુભાઈ રતનચંદ ચોકસી | (હા, અનિલભાઈ છોટુભાઈ ચેકસી)
Page #127
--------------------------------------------------------------------------
________________
ડૉ. કીર્તિલાલ એમ. ભણસાળી
શ્રી ચીમનલાલ ચુનીલાલ ચેાકસી
શ્રી રંભાબહેન હરજીવનદાસ
પેટ્રના
શ્રી ચીમનલાલ લલ્લુભાઈ
કન્યા છાત્રાલય
અન્યત્ર છપાયેલ છબીએ
શ્રી તારાબહેન જીવણલાલ
શ્રી કેશવલાલ પ્રેમચંદ મેાઢી
કન્યા છાત્રાલયના આદ્ય સસ્થાપકા
શ્રી લીલાવતીબહેન પે।પટલાલ શાહ
શ્રી વાડીલાલ આર. શાહ
શ્રી દામેાદરદાસ કરસનદાસ
શ્રી શણગારખહેન જમનાદાસ ઝવેરી
Page #128
--------------------------------------------------------------------------
________________
કન્યા છાત્રાલયના આદ્ય સંસ્થાપક
શ્રી પુંજાભાઈ દીપચંદ
શ્રી વીરચંદ પાનાચંદ
શ્રી વર્ધમાન જેઠાભાઈ
શ્રી નરોત્તમદાસ હેમચંદ અમરચંદ
શ્રી રતિલાલ મણિલાલ નાણાવટી (મે. નાણાવટી ફેમિલી ચેરીટી ફંડ)
શ્રી ભીખાભાઈ ભુદરદાસ કોઠારી
શ્રી અંબાબહેન મગનલાલ શાહ Jain Education international
શ્રી સરલાબહેન રતિલાલ નાણાવટી
શ્રી નરોત્તમદાસ જગજીવનદાસary.org
Page #129
--------------------------------------------------------------------------
________________
વ્યવસ્થાપક સમિતિમાં ૧૫ વર્ષ ચૂંટાવાથી બનેલ કાયમી સભ્ય
સ્વ. લલ્લુભાઈ કરમચંદ દલાલ
શ્રી પરમાનંદભાઈ કુંવરજી કાપડિયા
સ્વ. શ્રી પ્રસન્નમુખ સુરચંદ બદામી
શ્રી માધવલાલ હીરાલાલ શાહ
શ્રી મગનલાલ ભગવાનજી શાહ
શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી
શ્રી હીરાલાલ હાલચંદ દલાલ શ્રી કાંતિલાલ ઉમેદચંદ બરોડિયા શ્રી ચીમનલાલ ઉજમશી શાહ
(શ્રી હીરાલાલ મંછાચંદ શાહની છબી ભૂતપૂર્વ મંત્રીઓમાં મૂકેલી છે.)
Page #130
--------------------------------------------------------------------------
________________
ભૂતપૂર્વ માનદ મંત્રીઓ
| શ્રી હીરાલાલ મંછાચંદ શાહ
શ્રી નાનચંદ કસ્તુરચંદ મેદી
શ્રી ચંદુલાલ સારાભાઈ મોદી
અન્યત્ર છપાયેલ છબીઓ
પૂર્વ મંત્રીએ શ્રી વીરચંદ પાનાચંદ શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી શ્રી કકલભાઈ ભુદરદાસ વકીલ શ્રી ચીમનલાલ મોતીલાલ પરીખ
શ્રી મકનજી જૂઠાભાઈ મહેતા
પૂર્વ ટ્રસ્ટી શ્રી અમૃતલાલ કાળીદાસ શેઠ
કન્યા છાત્રાલયના આદ્યસ્થાપક
કન્યા છાત્રાલયના આદ્યસ્થાપક
શ્રી ખીમજીભાઈ ભુજપુરીઆ (શ્રી ખીમજીભાઈ ભુજપુરીઆ ટ્રસ્ટ ફંડ)
આગમ પ્રકાશન યોજનાના મુખ્ય સંપાદક પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા
શ્રી જગજીવન રાજારામibrary.org
Page #131
--------------------------------------------------------------------------
________________
Vanguard
વિદ્યાલયના રજત મહેાત્સવની ઉજવણી વખતની (૧૯૪૧-૪૨)ની વ્યવસ્થાપક સમિતિ,
w.jainelibrary.org
Page #132
--------------------------------------------------------------------------
________________
૫ અર્થવ્યવસ્થા તરીકે પણ નામના મેળવી છે. આ સંસ્થા વિદ્યાલયની આર્થિક જવાબદારી પૂરી કરવામાં સમયે સમયે નોંધપાત્ર કામગીરી બજાવતી રહે છે એટલે એને નિર્દેશ આ સ્થાને જ કરી લેવો પ્રસંગ પ્રાપ્ત છે.
આ સંસ્થા વિદ્યાલયને આર્થિક સહાય મેળવી આપવા માટે પોતાથી બનતો પ્રયત્ન અવારનવાર કરતી જ રહે છે. આમાં બે પ્રસંગે ખાસ બેંધપાત્ર છે: (૧) સને ૧૯૫૨માં વિદ્યાલયના પ્રાણ સમા સદૂગત શ્રી મોતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયા પ્રત્યેની પિતાની ભક્તિ, આભાર અને બહુમાનની લાગણી વ્યક્ત કરવા માટે યુનિયનના સભ્યોએ (ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ) ફાળો એકત્ર કરીને “ઓલ્ડ બોઝ યુનિયન મોતીચંદ કાપડિયા ટ્રસ્ટ” રચીને વિદ્યાલયને કાયમને માટે એમના સ્મરણરૂપે એક ટ્રસ્ટ સ્કૉલર આપેલ છે. (૨) ૧૯૬૦માં, આ સંસ્થાએ ચેરિટી શું રાખીને પેટ્રને, સભ્યો અને સહાયક સભ્ય નોંધીને તેમ જ ટિકિટના વેચાણ તેમ જ જાહેરાતો વગેરે દ્વારા વિદ્યાલયને રૂા. ૧,૩૮,૩૫૪ જેવી સારી રકમ મેળવી આપી હતી. આ સંસ્થાએ સને ૧૯૬૪માં પિતાને રજત મહોત્સવ ઊજવ્યો હતો અને વિદ્યાલયના સુવર્ણ મહોત્સવની ઉજવણીમાં પણ એ પોતાને નકકર ફાળો બે રીતે આપી રહેલ છેઃ (૧) સુવર્ણ મહોત્સવ-નિધિ એકત્ર કરવા માટે એના સભ્યો દિલ દઈને પ્રયત્ન કરી રહ્યા છે. અને (૨) વિદ્યાલયના બધા જૂના વિદ્યાથીઓની માહિતી પૂર્ણ ડિરેકટરી તૈયાર કરવાનું મોટું કામ એણે હાથ ધર્યું છે. આનું પ્રકાશન વિદ્યાલયના સુવર્ણ મહોત્સવ પ્રસંગે થવાનું છે.
માતાને માટે પુત્રોની જેમ, પિતાને આંગણે તૈયાર થયેલ વિદ્યાર્થીઓ પણ, સમાજ અને શ્રીસંઘની જેમ, વિદ્યાલયનું મોટું અને કાયમનું બળ છે, એમ કહેવું જોઈએ. આવું યુનિયન રચાયું અને એ વ્યવસ્થિત રીતે કામ કરી રહ્યું છે, એ બીના પણ વિદ્યાલય અને વિદ્યાર્થીઓ વચ્ચે જે મમતાના મજબૂત તાણાવાણુ રચાઈ જાય છે તેની સૂચક બની રહે એવી છે. આ યુનિયન અંગે વિદ્યાલયના ૪૩માં રિપોર્ટ (પૃ. ૧૬)માં ઠીક જ કહેવામાં આવ્યું છે કે
દિન પ્રતિદિન શ્રી મહાવીર જૈન વિદ્યાલયનું ક્ષેત્ર વિસ્તૃત બનતું જાય છે અને અત્યાર સુધીમાં કેટલાય વિદ્યાર્થીઓ તેને લાભ પામ્યા છે. લાભ લઈ છૂટા થયેલ વિદ્યાર્થીઓને સંસ્થા સાથે સતત સંપર્ક રહે એ સંસ્થા તેમજ સમાજની વિશેષ પ્રગતિ માટે આવશ્યક છે. એવી જ કંઈ ભાવનામાંથી
ઓલ્ડ બોયઝ યુનિયન નો સને ૧૯૨૮માં જન્મ થયો અને એ રીતે વિચારતાં આ યુનિયન સંસ્થાની પ્રગતિનું પ્રશંસનીય પ્રતીક છે.”
આ યુનિયને પોતાનું ચોક્કસ બંધારણ ઘડી, વિકાસશીલ સભ્યપદ્ધતિ છે, વહીવટ માટે વ્યવસ્થાપક સમિતિની વારંવાર ચૂંટણી કરી, “શ્રી મોતીચંદ કાપડિયા ટ્રસ્ટ સ્કોલર’ની જવાબદારી સ્વીકારી અને એવી બીજી પ્રવૃત્તિઓ દ્વારા સારી એવી પ્રગતિ સાધી છે અને તે પોતાની માતૃસંસ્થા, શ્રી મહાવીર જૈન વિદ્યાલય તેમ જ સમાજને ઉપયોગી થવાની અભિલાષાઓ સેવી રહેલ છે.
મંડળના આર્થિક વિકાસની પ્રવૃત્તિઓ સાથે બીજી બૌદ્ધિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરી આ યુનિયને સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓમાં સારી કપ્રિયતા મેળવી છે. અનુકૂળતા મુજબ પર્યટન
Page #133
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસકથા બેઠવી, સ્નેહ સંમેલન યોજી, ફિલ્મ શો બતાવી, ચર્ચાસભા તેમ જ મિલન-સમારંભો કરી આ મંડળના સભ્યોએ એકબીજાની નિકટ આવવાને પ્રશંસનીય પ્રયાસ કર્યો છે.”
અત્યારે શ્રી બાલચંદ ગાંડાલાલ દેશી યુનિયનના પ્રમુખ છે, અને શ્રી મગનલાલ ભગવાનજી શાહ તથા શ્રી મદનલાલ ઠાકોરદાસ શાહ એના મંત્રીઓ છે. યુનિયનના બંધારણ મુજબ યુનિયનના જે સભ્ય શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિના સભ્ય હોય તેઓ અધિકારની રૂએ યુનિયનની વ્યવસ્થાપક સમિતિના સભ્ય ગણાય છે.
ખર્ચ માટે સંચાલકોની ખબરદારી સંસ્થાના વહીવટમાં બિનજરૂરી ખર્ચ ન થાય અને એની આવક–ખર્ચની સમતુલા બરાબર સચવાઈ રહે એ માટે સંસ્થાના સંચાલકે શરૂઆતથી જ કેવા ખબરદાર રહેતા હતા એનું સૂચન નીચેનાં ત્રણેક લખાણે ઉપરથી પણ મળી રહે છે –
આ વર્ષે આ રિપોર્ટ જેમ બને તેમ નાનો કરવાનો તમારી મેનેજિંગ કમીટીનો ઉદ્દેશ છે. અત્યારે છાપવાનાં સર્વ સાધન એટલાં મોંઘાં છે કે અનિવાર્ય કારણ વગર એક પંકિત પણ ફોકટ છપાવવી પાલવે તેમ નથી. અને ટૂંક ભંડોળ પર ચાલતી સંસ્થાએ તો ખાસ કરીને નકામો વ્યય ન જ કરવો જોઈએ.” (પાંચમો રિપોર્ટ, પૃ. ૬)
“આ વર્ષે અસહ્ય અને અભૂતપૂર્વે મોંઘવારી છે, તે આપ સર્વના અનુભવનો વિષય છે. ગ્ય કરકસરથી વહીવટ કરવા છતાં બજેટથી બહુ વધારે ખર્ચ થયો છે.” (પાંચમો રિપોર્ટ, પૃ. ૧૧)
ચાલુ મોંઘવારીને પરિણામે ખર્ચ દર વર્ષે વધતો જાય છે. યોગ્ય પ્રકારની ચીવટ રાખી ખર્ચ કરવામાં આવે છે, છતાં વસ્તુઓની કિંમત ઘણી વધારે હોવાથી ખર્ચ વધતું જ જાય છે. દર વિદ્યાથી પ્રમાણે ખર્ચ રૂા. ૫૬૬) આખા વર્ષને સરેરાશ આવેલ છે. મેઘવારી ઉપરાંત મેડીકલ લાઈનના વિદ્યાર્થીઓને માટે ખર્ચ આવે છે તે પણ સરેરાશ ખર્ચ વધારે આવવાનું કારણ છે.” (છો રિપોર્ટ, પૃ. ૧૪)
વિદ્યાલયની સ્થાપના પછીને સમય એ પહેલા વિશ્વયુદ્ધ પછીને આર્થિક ભીંસનો સમય હતો, એટલે એ વખતે ખર્ચની બાબતમાં સંસ્થા માટે ખૂબ સજાગ રહેવાની જરૂર હતી. અને વળી સમય સેંઘારતને હોય કે મેંઘારતને, જાહેર સંસ્થાના કારોબારમાં
કસરને સ્થાન મળવું જ જોઈએ. કરકસર કરવામાં ન આવે અને બિનજરૂરી ખર્ચાઓ વધારી મૂકવામાં આવે તો મોટામાં મોટી આવક પણ, કાણી કાઠી ક્યારેય ભરાવા ન પામે એમ, સરવાળે ઓછી પડે અને પરિણામે સંસ્થાના વહીવટ ઉપર એની માઠી અસર થયા વિના ન રહે. વિદ્યાલયમાં આવું ન બને એ માટે એના સંચાલકો પહેલેથી જ ચેતીને ચાલતા હતા.
વળી, સંસ્થાના સંચાલન અને સંસ્થાને ચલાવવા માટે જરૂરી નાણું ભેગાં કરવાને–એમ બન્ને પ્રકારને ભાર સંસ્થાના સંચાલકે ઉપર જ આવી ન પડે એ માટે તેઓ અવારનવાર સમાજને આ માટે સજાગ કરતા રહેતા હતા. આ માટે આઠમા વર્ષના રિપોર્ટ (પૃ. ૧૫)માં મંત્રીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે –
“ઘણાખરાની વિચારણું વ્યવસ્થાપક ઉપર આધાર રાખવાની રહે છે. એમ માની લેવામાં
Page #134
--------------------------------------------------------------------------
________________
૬૭
૫ : અર્થવ્યવસ્થા આવે છે કે કામ કરનારા કરી લેશે. કામ કરનારાઓએ જ કામ કરવાનું છે એ વાત સત્ય છે, પણ એમાં દારૂગોળો પૂરું પાડવાનું કામ પ્રત્યેક વ્યક્તિનું છે. કામ કરનારા વ્યવસ્થા પણ કરે અને માથે દ્રવ્યોપાર્જનની ચિંતા પણ રાખે એ અણુઈચ્છવા જોગ છે. ભવિષ્યમાં કામ કરનાર નીકળવામાં અગવડ ઉત્પન્ન કરે તેવું છે.”
ઉપરાંત, પિોતાની સ્થાવર-જંગમ મિલકતને કારણે સમાજમાં સંસ્થા પૈસાદાર ન ગણાઈ જાય, અને સમાજ એની સ્થિતિ સદ્ધર માની લઈને એની જરૂરિયાત તરફ બેધ્યાન ન બની જાય એ માટે પણ સંસ્થાના ચકર સંચાલકે સમાજ સમક્ષ અવારનવાર વસ્તુસ્થિતિની રજૂઆત કરતા રહીને વધુ સહાયની માગણી કરતા જ રહેતા હતા. જુઓ પાંત્રીસ વર્ષનું અંતર ધરાવતા બે દાખલા :
“એક ગેરસમજુતી ન રહે તે માટે પ્રથમથી ઉલ્લેખ કરી નાખવો યોગ્ય લાગે છે. સંસ્થાને મકાન કરાવી આપ્યું એટલે હવે સંસ્થા સર્વ સાધનસંપન્ન થઈ ગઈ છે એમ ઘણા માની લે છે. સાધવતી થઈ છે એ સાચી વાત છે પણ એના અંતરમાં બીજી વાત વિચારવાની રહે છે તે આપ ખૂબ વિચારશો. સંસ્થાને ભવ્ય મકાન આપે આપ્યું તેમાં ઇતિકર્તવ્યતા થઈ જતી નથી. હવે મકાન સંબંધી પીડા દૂર થઈ છે, પણ એ મકાનને આપણાથી કંઈ ભૈરગેજ મૂકાય નહિ. એના ઉપર જે ખર્ચ થયો છે તેના કરતાં એની કિમત અત્યારના મંદા બજારમાં પણ વધારે થાય છે, એટલે આપનાં નાણાં સલામત છે એમ આપે માનવાનું છે; પણ એ માન્યતા ઉપર સંસ્થા ચાલે નહિ. સર્વ પ્રકારનું દેવું દેતાં હાલ જે રોકડ રકમ રહે છે તેમાંથી સંસ્થા એક વર્ષ ચાલે એટલી જ મૂડી આપણી પાસે છે તે આપને હવે પછી બતાવશું. અત્ર જે ગેરસમજુતી દૂર કરવાની વાત કરી તે આ મુદ્દા પર છે. સંસ્થા સાધનવાળી થઈ છે, પણ ધનવાળી નથી થઈ.” (માનદ મંત્રી શ્રી મેતીચંદ ગિરધરલાલ કાપડિયા; બારમા વર્ષના રિપોર્ટના નિવેદનમાંથી, પૃ. ૬)
“ વિદ્યાલય માટે સમાજમાં એવી માહિતી ફેલાયેલી છે કે વિદ્યાલય સંપત્તિશાળી સંસ્થા છે. આવી નામના હોવી એ સારી વાત છે. પણ મારે આપને જણાવવું જોઈએ કે આ સંસ્થા એ કોઈ સંપત્તિશાળી સંસ્થા નથી. એની પાસે કોઈ મોટી રકમની મૂડી નથી. દર વરસે બે લાખ ઉપરાંતનું એનું ખર્ચ દેવકરણ મેનશન વગેરે મકાનોના ભાડાની આવકમાંથી તેમ જ જૂના વિદ્યાર્થીઓ તરફથી મળતાં લોન રિફંડના આધારે ચાલે છે. આમ હોવા છતાં સંસ્થાના વિકાસ માટે અમે પૈસાની ચિંતા વધારે કરતા નથી, એ માટે પ્રયત્ન જરૂર કરીએ છીએ. અમારી સાચી મૂડી સમાજની વિદ્યાલય તરફની મમતા છે; અને સમાજના ભરોસે જ અમે અમારું કાર્ય આગળ વધારીએ છીએ. અત્યાર સુધીનો એનો વિકાસ આ રીતે જ થતો રહ્યો છે.” (માનદ મંત્રી શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ, વડોદરા શાખાના નવા મકાનના ઉદ્દઘાટન પ્રસંગના નિવેદનમાંથી; ૪૭મા વર્ષને રિપોર્ટ, પૃ. ૨૧)
આવી સતત જાગૃતિ અને સમાજ પાસેથી મદદ મેળવતાં રહેવાની ધગશને કારણે વિદ્યાલયને, પોતાની મૂળ કામગીરી ઉપર અસર કરી જાય એવી આર્થિક ભીંસ વેઠવાને વખત એકાદ અપવાદ સિવાય, ક્યારેય નથી આવ્યા.
ભાવનાનાં નીરની સતત વર્ષ લેકલાગણી એ જાહેર સંસ્થાને માટે અમૂલ્ય ભેટરૂપે ગણાય છે, એને પ્રાણ જ બની રહે છે. વિદ્યાલયે પોતાની સમાજ-ઉન્નતિની યશસ્વી કાર્યવાહી દ્વારા જનસમુદાયના
Page #135
--------------------------------------------------------------------------
________________
ઘૂંટ
વિદ્યાલયની વિકાસકથા
અંતરમાં એવી મમતાની લાગણી જન્માવી છે કે જન સમુદાય હેાંશે હોંશે એને નાની– મેાટી રકમની ભેટ અર્પણ કરવા પ્રેરાતા જ રહે છે. વિદ્યાલયની આવી કામગીરીને કારણે સસ્થા, સંચાલકે અને સમાજ વચ્ચે કેવી એકસૂત્રતા અને સ્નેહની ગાંઠ અંધાઈ હતી તેના ખ્યાલ પાંચમા વર્ષના રિપેાટ' (પૃ. ૧૩)માં છપાયેલ માનદ મંત્રી શ્રી મેાતીચંદ્રભાઈના નિવેદનમાંના લાગણીથી નીતરતા નીચેના માત્ર એક જ વાકચથી આવી શકે એમ છે. શ્રી મેાતીચંદ્રભાઈ કહે છે કે~~
“ અમારા માગવાનેા રિવાજ થઈ પડયો છે અને આપ આપેા છે તે અમારી ખાતરી છે.’
આવી મમતા અને લાગણીને લીધે સારે પ્રસંગે કે કઈ પણ સખાવત કરવી હેાય એવે વખતે અથવા તે કોઈ રકમ વગર વપરાયેલી પડી રહી હૈાય તે તેના સદુપયેાગ કરવાની દૃષ્ટિએ વિદ્યાલયને યાદ કરવામાં આવે છે. આવી આવકારદાયક સ્થિતિના નિર્દેશ કરતાં નવમા વષઁના રિપોર્ટ (પૃ. ૧૫)માં મંત્રીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે—
“ ચાલુ ખાતામાં લગ્નાદિ પ્રસંગે સારી ભેટ મળે છે, પર્યુષણમાં નાની નાની રકમે ભેટ મળે છે, અન્ય પ્રસ ંગેાએ લેાકે! હવે આ સંસ્થાને યાદ કરવા લાગ્યા છે.”
લેાકલાગણીના આવા ઘેાડાક પ્રસંગે જોઈ એ—
વિદ્યાલયના પહેલા જ વર્ષોંની વાત છે. કૉન્ફરન્સનું દસમું અધિવેશન મુંબઈમાં શ્રી ખાલાભાઈ મગનલાલ નાણાવટીના પ્રમુખપદે મળ્યું હતું. પ્રમુખશ્રીનું અહુમાન કરવાના એક મેળાવડો તા. ૨૩-૪-૧૯૧૬ના રોજ વિદ્યાલય અને મુંબઈ માંગરોળ જૈન સભા તરફથી યેાજવામાં આવ્યેા હતેા. સમાર'ભમાં કેળવણીની ખૂબ વાતા થઈ. એથી પ્રભાવિત થઈ ને શેઠ મેાતીલાલ મૂળજીએ એ પ્રસંગે વિદ્યાલયને પાંચસે રૂપિયા આપવાની જાહેરાત કરી.
ખીજા વર્ષમાં એક સગૃહસ્થે, પેાતાનું નામ જાહેર કરવાના ઇન્કાર કરીને, ધામિક અભ્યાસ માટે પાંચસો રૂપિયા આપ્યા.
છઠ્ઠા વર્ષની વાત છે. એક સગૃહસ્થ વિદ્યાલયના કારોબારથી ખૂબ જ રાજી થયા. તેઓએ રૂા. ૨,૫૦૦ જેવી રકમ, પેાતાનુ નામ નહીં આપવાની શરતે, ધાર્મિક ઈનામી ક્’ડ માટે વિદ્યાલયને આપી. એના વ્યાજમાંથી ઇનામેા આપવાની એમની ભાવનાના વિદ્યાલયે સહર્ષ સ્વીકાર કર્યાં.
એક આફ્રિકામાં વસતા જૈન ભાઈ દર વષે વિદ્યાલયને કઈક ને કઈક ભેટ મેાકલતા રહેતા હતા. છઠ્ઠા વર્ષમાં એમણે પુસ્તકાલયને માટે ૬૭૦ રૂપિયા મેાકલ્યા.
દસમા વર્ષમાં એક જૈનેતર ગૃહસ્થ સસ્થા જોવા આવ્યા. સંસ્થાના કારાબાર જોઈ ખૂબ રાજી થયા. પાંચ વર્ષ માટે એમણે વાર્ષિક રૂા. ૧,૫૦૦ આપવાની જાહેરાત કરી.
અગિયારમા વર્ષમાં તા. ૩-૧૦-૧૯૨૫ના રોજ વિદ્યાલયના નવા ભવ્ય આલિશાન મકાનનું ભાવનગર રાજ્યના દીવાન સર પ્રભાશંકર પટ્ટણીના હાથે ઉદ્ઘાટન થયું. વિદ્યાલય તા સરસ્વતી મંદિર. ત્યાં કંઈ પણ ભેટ ધર્યાં વગર પાછા કેમ જવાય ? એમણે ભાવનગર રાજ્ય તરફથી દસ વર્ષ માટે વિદ્યાલયને વાર્ષિક રૂા. ૨૫૦ આપવાની જાહેરાત કરી.
Page #136
--------------------------------------------------------------------------
________________
૫ : અર્થ વ્યવસ્થા
૬૯
વિ. સ. ૧૯૮૫માં પૂજ્ય આચાર્ય પ્રવર શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ મુંબઈ પધાર્યાં. જનતાના ઉત્સાહ અનેરા હતા; અને વિદ્યાલયને મદદ કરવાની ઉત્સુકતા પણ ખૂબ હતી. આ માટે શ્રી મુખઈ જૈન યુવક સ`ઘે વિદ્યાલયને મદદ કરવાના વિશિષ્ટ પ્રકારના કાર્યક્રમ રચ્યા હતા. આચાર્ય મહારાજશ્રીનું સ્વાગત કરવા સંઘે એક એક રૂપિયાની ટિકિટ કાઢી હતી. સ્વાગત વખતે સ ંઘે વિદ્યાલયને રૂપિયા પચીસસે કરતાં વધુ રકમ સમર્પણ કરી. આ પ્રસંગ યુવકોના વિદ્યાલય માટેના અજબ ઉત્સાહના સાક્ષી અની ગયા. કાટના તથા ગેાડીજીના ઉપાશ્રયેાની બહેનોએ પણ આ પ્રસંગ નિમિત્તે પેાણાસા રૂપિયા જેવી નાની પુષ્પ પાંખડીએ વિદ્યાલયને ભેટ ધરી.
સ્વ. શ્રી ચંદુલાલ સારાભાઈ મેદીએ ખૂબ નિષ્ઠાપૂર્વક વિદ્યાલયની સેવા બજાવી હતી. એમના રામ રામમાં જાણે વિદ્યાલયનું હિત વસેલું હતું. તેએએ એમના સદ્ગત પિતાશ્રીની કેળવણીને પ્રાત્સાહન આપવાની ભાવનાનુ ખૂમ નિષ્ઠાપૂર્વક અનુસરણુ કયું હતું, અને વિદ્યાલયના માનદ મંત્રી તરીકે એકધારી અઠ્ઠાવીસ વર્ષ સુધી અનુપમ સેવા બજાવી હતી. એમની આવી આદશ અને નિષ્ઠાભરીદી કાલીન સેવાના કાયમી સ્મરણરૂપે એમના મિત્રા, પ્રશસકો તથા કુટુબીજના તરફથી અગિયાર હજાર રૂપિયા જેવી સારી રકમ એકત્ર કરી એનુ‘ “ શ્રી ચંદુલાલ સારાભાઈ મેદી ટ્રસ્ટ ” રચીને, એમના નામથી કાયમને માટે વિદ્યાલયમાં એક ટ્રસ્ટ-સ્કોલર રાખવા માટે સને ૧૯૬૩માં એ ટ્રસ્ટ વિદ્યાલયને સાંપવામાં આવ્યું.
મુંબઈના ઝવેરી મહાજન મેાતીના ધરમના કાંટા તરફથી દર વર્ષે કંઈક ને કંઈક રકમ વિદ્યાલયને ભેટ મળતી જ રહે છે. એમાં કેાઈક વમાં પાંચ હજાર રૂપિયા જેવી રકમ પણ મળેલી છે. (અને હવે બાવનમા વર્ષ માં તે। આ સંસ્થા તરફથી એક ટ્રસ્ટ-સ્કૉલર પણ મળેલ છે.)
પ્રિન્સેસ સ્ટ્રીટ લુહાર ચાલ જૈન સંઘ પણ છેલ્લાં કેટલાંક વર્ષોંથી વિદ્યાલયને દર વષે યાદ કરતા જ રહે છે.
શ્રી ઉમેચનૢ દોલતચંદ ખાડિયાએ પેાતાની બે હજારની વીમાની પાલિસી સને ૧૯૬૩ની સાલમાં વિદ્યાલયના લાભમાં ફેરવી આપીને વિદ્યાલય અને વિદ્યા પ્રત્યેની પેાતાની ભક્તિ દર્શાવી હતી.
વિદ્યાલયની વલ્લવિદ્યાનગરની શાખાના શિલારે પણ પ્રસંગે જેમના હાથે શિલારાપણુ વિધિ કરાવવામાં આવ્યેા હતેા તે શ્રી ચીમનલાલ પ્રાણજીવન શાહે પુસ્તકાલયને માટે અગિયાર હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.
શ્રી કેશવલાલ પ્રેમચંદ મેાદીના સ્મરણ નિમિત્તે વિદ્યાલયના ૧૯મા વર્ષમાં કૉલેજનાં પુસ્તકા માટે બે હજાર રૂપિયાની ભેટ મળી હતી. તેમ જ ભાવનગરના શેઠ શ્રી કુંવરજી
૧. તા. ૧૧-૨-૧૯૬૬ના રાજ શ્રી ઉમેદચંદ બરેાડિયાનું અવસાન થતાં વિદ્યાલયના ૫૧મા વર્ષીમાં આ વીમા-પોલિસીની રકમ વિદ્યાલયને મળી ગઈ છે. અને સ્વર્ગસ્થના બન્ને પુત્રો શ્રી કાંતિભાઈ તથા શ્રી શાંતિભાઈની ઇચ્છા મુજબ એ રકમને ઉપયેાગ શ્રી વીરચંદ રાધવજી ગાંધીના પ્રગઢ–અપ્રગઢ સાહિત્યમાંથી વિદ્યાલય પસંદ કરે તે સાહિત્યના પ્રકાશનમાં કરવાનું ઠરાવવામાં આવ્યું છે.
Page #137
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસકથી આણંદજીને તેમ જ મુંબઈમાંથી શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાને (એક જ કુટુંબના બે ધર્માનુરાગી અને વિદ્યાસેવી મહાનુભાવેનો) ગ્રંથસંગ્રહ વિદ્યાલયને ભેટ મળે છે.
અને વિદ્યાલય પ્રત્યેની સમાજની મમતા અને લેકલાગણીના આ મંદિર ઉપર સુવર્ણ કળશ ચડાવ્યે જોધપુરનાં એક ધર્માનુરાગી બહેને ! આ અંગે વિદ્યાલયના પચાસમાં રિપિટ (પૃ. ૧૯)માં યોગ્ય જ કહેવામાં આવ્યું છે કે –
“જોધપુરનાં એક ભાવનાશીલ બહેનનું અંતર આપણું જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ માટે જાગી ઊઠયું. અને એમણે પોતાની જિંદગી દરમિયાન થોડું થોડું કરીને બચાવેલી રૂ. ૬,૦૦૦ની રકમ વિદ્યાલયને, કોઈ પણ જાતની નામનાની કામના કે શરત વિના, ભાવપૂર્વક ભેટ આપી. આ રકમનો ઉપયોગ, એ ભાવનાશીલ બહેનની ભાવના મુજબ, સંસ્થાની સહાયથી અભ્યાસ કરતા અને વિશેષ સહાયની જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને લોન સ્કોલરશિપ રૂપે સહાય આપવામાં થશે.
પોતાના સર્વસ્વ સમી આ રકમની આવી હૃદયસ્પર્શી સખાવત કરનાર એ બહેને આ યોજના સાથે પોતાનું નામ જોડવાની કે પોતાનું નામ જાહેર કરવાની પણ ના પાડી છે. આ બીના એ બહેનની સાચી ધર્મભાવના, વિદ્યાર્થીઓ પ્રત્યેની મમતા અને દાનમાર્ગની સાચી સમજણનું સૂચન કરવા સાથે એમના પ્રત્યે આંતરિક બહુમાન જન્માવે એવી છે. અનામી સખાવતનું આ સત્કાર્ય બીજાઓને માટે ભારે અનુમોદનીય અને અનુકરણીય બની રહે તેવું છે.” - વિદ્યાલય પ્રત્યેની સમાજની ચાહના અને ભક્તિના પ્રતીકરૂપ આ તે થોડાક પ્રસંગે ઉપર નેંધ્યા છે. શોધવા નીકળીએ તો આવા સંખ્યાબંધ પ્રસંગે મળી આવે એમ છે.
સમાજની આ મમતા જ વિદ્યાલયની સાચી શક્તિ અને સનાતન સંપત્તિ છે. એને પ્રતાપે જ વિદ્યાલય પાસે લાખોની સ્થાવર મિલકત એકત્ર થઈ શકી છે, જરૂરિયાત પ્રમાણેની જંગમ મિલકત એને સમાજ તરફથી હમેશાં સમયસર મળતી રહી છે, વિદ્યાલય વ્યવસ્થિત અને નિશ્ચિંત રીતે પ્રગતિ સાધી શકયું છે, અને વિદ્યાલયની અર્થવ્યવસ્થા સુસ્થિર થઈ શકી છે.
D D D D D D D D D D D D D D D D m
તન-મન-ધનથી સહકાર આપો “ જ્યારે આ સંસ્થાની સ્થાપના થઈ તે વખત કરતાં અત્યારે અધ્યયનની ભૂખ વધી ગઈ છે. આજે તો આ સંસ્થાના જેવી સો સંસ્થાઓ હોય તો એકસો એકમી સંસ્થાની જરૂર સમાજને લાગવાની જ. જે વ્યક્તિઓ શક્તિશાળી છે, એમની એ ફરજ છે કે સંસ્થા ફળ-ફૂલે અને વિકાસ સાધે એટલા માટે એને તન-મનધનથી પોતાનો સહકાર આપે.”
–પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી (પચાસ વર્ષની પૂર્ણાહુતિ પ્રસંગે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની અમદાવાદ-શાખામાં તા. ૬-૬-૧૫ના રોજ આપેલ પ્રવચનમાંથી)
I
m
D
D
D
D D
D
D
D
D
D D
D
D D
D
D
D
D D
D
Page #138
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ છઠ્ઠ: વિદ્યાલયની શાખાઓ
શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના એ જૈન સમાજને માટે વટવૃક્ષની રોપણી જેવી મહત્વની ઘટના હતી. અને, સમાજના સહકાર દ્વારા એન શાખા-પ્રશાખારૂપે વિસ્તાર કરીને, ઉચ્ચ અભ્યાસના ઈચ્છુકોને એની નીચે હેતભર્યો આશ્રય આપવાનું હતું. આ નાની સરખી જ્ઞાનની પરબેથી કઈ વિદ્યાપિપાસુ પા છે ન જાય એ માટે શક્ય તેટલી વધુ સગવડ વિદ્યાલયના સંચાલક અને સમાજે કરી આપવાની હતી. સમાજને માટે તે, ખરી રીતે, પોતાના અંગને જ પરિપુષ્ટ બનાવવા જેવું એ કાર્ય હતું. અને સમયની અનુકૂળતા મુજબ એ કાર્યમાં પ્રગતિ સાધતાં રહેવાનું હતું.
વિદ્યાલયના સંચાલકો અન્ય સ્થાનેમાં વિદ્યાલયની શાખાઓ ખાલીને તેમ જ બીજી અનેક રીતે પણ વિદ્યાલયને વિકાસ સાધવાના કેવા કેવા મરથ સેવતા હતા તે ૩૦મા રિપોર્ટ (પૃ. ૨૪)માં મંત્રીઓના નિવેદનમાંના નીચેના લાગણીથી ઊભરાતા ઉદ્ગારો ઉપરથી પણ સમજી શકાય છે. એ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે –
સંસ્થાનું કામ પ્રગતિમાન છે, ચાલુ છે અને એના કોડ મહાન છે. એને મહાન વિદ્યાપીઠ કરવું છે, એને ઠામ ઠામ શાખા ખોલવી છે, એને સાહિત્ય નવયુગની દૃષ્ટિએ તૈયાર કરવું છે અને શ્રી મહાવીરના વેગવંતા અહિંસા, ત્યાગ અને સંયમના સંદેશા ઘેરે ઘેર પહોંચાડે તેવા સવશાળીઓ ઉત્પન્ન કરવા છે. એની ભાવના ભવ્ય છે, એના આશયો પવિત્ર છે, એના ઉચ્ચ ગ્રાહો આશાવંતા છે. એને તો વગર માગણીએ દ્રવ્યથી ભરી દેવી ઘટે.”
પૂનામાં મહારાષ્ટ્ર યુનિવર્સિટી અને અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી સ્થપાતાં એ શહેરમાં વિદ્યાલયની શાખાની જરૂર પડવાની એ વાત વિદ્યાલયના અગમચેતી ધરાવતા કાર્યવાહકના ધ્યાન બહાર ન હતી. આ અંગે ૩૩માં રિપોર્ટ (પૃ. ૬)માં મંત્રીએના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે –
મહારાષ્ટ્ર યુનિવર્સિટીની માગણી કરી અને તે માગણી મંજુર રખાઈ એટલું જ નહીં, પણ એની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે અને કાર્યની શરૂઆત પણ નજીકના ભવિષ્યમાં જ થશે. ગુજરાત યુનિવર્સિટી માટે પણ પ્રજાની માગણી લાંબા સમયની હતી. એ માટે કમિટી નીમાઈ હતી, અને કમિટિ ચકકસ પ્રશ્નો પર અભિપ્રાય માગી રિપોર્ટ તૈયાર કરી રહી છે, એટલે ભવિષ્યમાં આપણા વિદ્યાર્થીઓને આ બે યુનિવર્સિટીઓ સાથે પણ કામ લેવાનું રહેશે.”
જ્યારે સંસ્થાના સુકાનીઓના અંતરમાં વિદ્યાલયની શાખાઓ ખોલવાની આવી ભાવના ઉદય પામી રહી હતી એ જ અરસામાં જાણે કુદરત પણ એ ભાવનાની કદર કરીને એને સફળ બનાવવા માટે સાનુકૂળતા કરી રહી હતી.
ત્રીસે વર્ષે પેઢી બદલાય એટલે કે નવીન પેઢીને જન્મ થાય એ સામાન્ય નિયમને
Page #139
--------------------------------------------------------------------------
________________
૭૨
વિદ્યાલયની વિકાસકથા લાભ વિદ્યાલયને પણ મળી રહે એવી અનુકૂળ સ્થિતિ સર્જાવા લાગીઃ વિદ્યાલયની પહેલી શાખાની સ્થાપના જૈન પુરી અમદાવાદમાં થાય એ અંગેની કેટલીક પ્રાથમિક વિચારણા પછી એ માટે કેટલીક તૈયારી પણ થવા લાગી હતી.
અમદાવાદ-શાખા તે વખતે વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિના સભ્ય (અત્યારે વિદ્યાલયના માનદ મંત્રી) અને જૈન સમાજના જાણીતા કાર્યકર અને ઉદ્યોગપતિ શ્રી ચંદુલાલ વર્ધમાન શાહને કેટલાક વખતથી એમ લાગ્યા કરતું હતું કે અમદાવાદમાં વિદ્યાલયની શાખા સ્થપાવી જોઈએ. અને આ માટે તેઓ પોતાની રીતે કેટલીક તપાસ પણ કરતા રહેતા હતા. એવામાં કઈક પ્રસંગે તેઓને અમદાવાદનિવાસી અને મુંબઈમાં રહેતા શેઠ શ્રી ભેળાભાઈ જેસીંગભાઈ દલાલ સાથે વિદ્યાલયના સંચાલકોની ભાવના અમદાવાદમાં વિદ્યાલયની શાખા સ્થાપવાની હોવા અંગે વાતચીત થઈ ત્યાર પછી શ્રી ચંદુભાઈના વિશેષ પ્રયાસથી શેઠ શ્રી ભેળાભાઈના મનમાં એ વિચાર વધાવી લેવાની ભાવના જાગી. અને અમદાવાદમાંના “નિર્મળ નિવાસ નામના પોતાના ૭૩૮૧ સમચોરસ વાર જેટલી વિશાળ જમીન ઉપર બાંધેલ બંગલાને ઉપગ વિદ્યાલયની શાખા માટે થઈ શકે એ રીતે એની સખાવત કરવાને એમણે વિચાર કર્યો.
આ અંગે વિદ્યાલયના સંચાલકો સાથે વિગતવાર વિચારવિનિમય કર્યા બાદ છેવટે મજકુરે બંગલાની કિંમત ત્રણ લાખ રૂપિયા નક્કી કરીને એમ ઠરાવવામાં આવ્યું કે વિદ્યાલય ત્રણ લાખ રૂપિયામાં જમીન સાથેને એ બંગલો ખરીદી લે; અને એ ત્રણ લાખની રકમમાંથી એક લાખ રૂપિયા શેઠ શ્રી ભેળાભાઈ એ વિદ્યાલયને આપવા. એના બદલામાં એ મકાનમાં વિદ્યાલયની અમદાવાદ-શાખા ચાલુ કરીને એમાં વિદ્યાલયના નામની સાથે “શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ વિદ્યાર્થીગૃહ” એ પ્રમાણે નામ જોડવું, શ્રી ભેળાભાઈ શેઠનું નામ પિટ્રની યાદીમાં ઉમેરવું, એમને એમના નામથી અમદાવાદ-શાખામાં એક ટ્રસ્ટસ્કૉલર નીમવાનો અધિકાર આપો. આ મુખ્ય શરતોનો વિદ્યાલયની સામાન્ય સમિતિએ તા. ૨૨-૭–૧૯૪૫ના રોજ સ્વીકાર કર્યો અને એ રીતે વિદ્યાલયની અમદાવાદ-શાખાની સ્થાપનાની પૂર્વભૂમિકા તૈયાર થઈ - આ પછી અમદાવાદ-શાખાનું વિદ્યાર્થીગૃહ શરૂ કરી શકાય એ માટેની જરૂરી સાધન સામગ્રીની સગવડ પૂરી થયા પછી, પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયવલભસૂરીશ્વરજી મહારાજે કાઢી આપેલ મુહૂર્ત પ્રમાણે, વિ. સં. ૨૦૦૨ના જેઠ સુદિ ૧૦ ને રવિવાર, તા. ૯-૬-૧૯૪૬ના રોજ કુંભસ્થાપન કરીને તથા પૂજા ભણાવીને ૪૪ વિદ્યાથીઓથી આ શાખાની શુભ શરૂઆત કરવામાં આવી. આ પ્રસંગે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયકલ્યાણસૂરિજી, પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયકસૂરસૂરિજી તથા પૂજ્ય મુનિમહારાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ આદિ મુનિવરોએ પધારી આ પ્રસંગને ભાળ્યો
જ અહીં એ જાણવું રસપ્રદ થઈ પડશે કે બાકીના બે લાખ રૂપિયા શેઠ શ્રી ભોળાભાઈએ અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભાને ( ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને ) “શેઠ બોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન ” સ્થાપવા માટે આપી દીધા હતા.
Page #140
--------------------------------------------------------------------------
________________
અમદાવાદ શાખાના ઉદ્ઘાટન સમારંભ
ન ભાભાઇ પગી તારી મા તો મહાત્મા પ
નીતિ
ભારતનો તેમાકે
સરદાર શ્રી વલ્લભભાઈ પટેલ શેઠશ્રી ભેાળાભાઈના મસ્ટનું અનાવરણ કરી રહ્યા છે.
અમદાવાદ શાખાનુ” શેઠશ્રી ભાળાભાઇ જેસીંગભાઈ દલાલ વિદ્યાથી ગૃહ : નિર્માળનિવાસ ’
Page #141
--------------------------------------------------------------------------
________________
અમદાવાદ શાખાની વ્યવસ્થાપક સમિતિ
-
-
આ
ક
'
શ્રી લાલભાઈ લલુભાઈ પરીખ, શ્રી કનુભાઈ લલ્લુભાઈ મહેતા, શ્રી હરિલાલ રવચંદ શાહ (મંત્રી) શ્રી કચરાભાઈ નાથાલાલ શાહ (મંત્રી), ડૉ. જયંતીલાલ જગજીવનદાસ વેરા,
શ્રી ચંદુલાલ ઉમેદચંદ શાહ
'
ડી છે
?
" શેઠશ્રી ભેળાભાઈ જેસીંગભાઈ દલાલ
For Private & Personal use only
Page #142
--------------------------------------------------------------------------
________________
અમદાવાદ શાખાના વર્તમાન મંત્રીઓ
શ્રી કચરાભાઈ નાથાલાલ શાહ
શ્રી હરિલાલ રવચંદ શાહ
નિવૃત્ત મંત્રીઓ
શ્રી શાંતિલાલ પુંજાભાઈ શાહ
શ્રી લાલભાઈ ચીમનલાલ શાહ
Page #143
--------------------------------------------------------------------------
________________
પૂના શાખા
તાજેતરમાં નવી બંધાવેલ ભવ્ય ઈમારત
શ્રી ભારત જૈન વિદ્યાલયનું જૂનું મકાન
Page #144
--------------------------------------------------------------------------
________________
પૂના શાખાની વ્યવસ્થાપક સમિતિ
શ્રી કેસરીચંદ જવારમલ લલવાણી શ્રી કાંતિલાલ ગગલભાઈ શ્રી મણિલાલ માણેકચંદ શ્રી પોપટલાલ રામચંદ શાહ (મંત્રી) શ્રી ચતુરદાસ મણિલાલ શાહ ( છઠ્ઠા સભ્ય છબીમાં નથી તે – શ્રી કાંતિલાલ એમ. પારેખ)
મંત્રી શ્રી પોપટલાલ રામચંદ્ર શાહ
Page #145
--------------------------------------------------------------------------
________________
વડોદરા શાખાના નવા મકાનને ઉદ્દઘાટન સમારંભ
શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈના પ્રમુખપદે ઊજવાયેલ સમારંભ
Tો
શ્રી જૈન વિદ્યાર્થી આશ્રમના જૂના મકાનમાં ફેરફાર કરીને તૈયાર કરેલ ભવ્ય ઈમારત
Page #146
--------------------------------------------------------------------------
________________
વડોદરા શાખાની વ્યવસ્થાપક સમિતિ
શ્રી કાંતિલાલ ચીમનલાલ શાહ, શ્રી ચીમનલાલ છગનલાલ શાહ, શ્રી જમનાદાસ કાળીદાસ ઝવેરી, શ્રી લાલચંદ ભાઈલાલ શાહ, શ્રી રસિકલાલ છગનલાલ શાહ (મંત્રી)
શ્રી જસુભાઈ મણિલાલ શાહ (મંત્રી)
મંત્રી, શ્રી જસુભાઈ મણિલાલ શાહ
મંત્રી, શ્રી રસિકલાલ છગનલાલ શાહ
Page #147
--------------------------------------------------------------------------
________________
સ્વ. છગનલાલ લક્ષ્મીચંદ વડુવાળા ( મગળકાકા)
વાદરા શાખાનુ” રળિયામણુ જિનમંદિર
વડાદરા શાખાના પ્રેરકા
ભૂતપૂર્વ' મંત્રી : સ્વ. શ્રી નાગકુમારભાઈ મકાતી
શ્રી જમનાદાસ કાળીદાસ ઝવેરી
Page #148
--------------------------------------------------------------------------
________________
દ: વિદ્યાલયની શાખાઓ
93 : હતો. આ શાખાની દેખરેખ માટે નીચે મુજબ પાંચ સભ્યની સ્થાનિક સમિતિની રચના કરવામાં આવી :–
(૧) શ્રી શાંતિલાલ પૂંજાભાઈ શાહ (મંત્રી) (૨) ડો. સભાગચંદ ભેળાભાઈ શાહ (૩) શ્રી લાલભાઈ ચીમનલાલ શાહ (૪) શ્રી હરિલાલ રવચંદ શાહ (૫) શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ
શ્રી શાંતિલાલ પૂંજાભાઈ શાહે, પોતાને ધંધાને કારણે બહારગામ વધુ રહેવાનું થવાથી, મંત્રી તરીકે રાજીનામું આપવાથી સને ૧૯૪૯-૫૦ (પાંત્રીસમા વર્ષથી વકીલ શ્રી લાલભાઈ ચીમનલાલ શાહની મંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી. તેઓએ છેક ૧લ્પ૯-૬૦ (પિસ્તાલીસમા વર્ષ) સુધી, દસ વર્ષ લગી, સંસ્થાની કાર્યવાહી ભાવના અને કુશળતાપૂર્વક સંભાળી હતી.
શેઠ શ્રી ભોળાભાઈની આ સખાવત નિમિત્તે એમને અભિનંદન આપવાને એક સમારંભ તા. ૨૪–૧૨–૧૯૪પના રોજ મુંબઈમાં શ્રી ખીમજીભાઈ માંડણ ભુજપુરીઆ ના પ્રમુખપદે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. એ પ્રસંગે પોતાની આભારની લાગણી દર્શાવતાં શ્રી ભેળાભાઈ શેઠે જે મુદ્દાસરનું વક્તવ્ય કર્યું હતું તેમાં તેઓએ જણાવ્યું હતું કે
હું સદ્ભાગ્યે ગરીબીમાં જન્મ્યો અને તેમાંથી જ રસ્તો કાઢવો પડ્યો. મને એમાં થોડીક આર્થિક સફળતા મળી. મેં મારા અંગત અને કૌટુંબિક જીવનમાં એ સફળતાનો ઠીક ઠીક છૂટે હાથે ઉપયોગ કર્યો. પરંતુ મારા મનમાં લાંબા વખતથી એક ડંખ હતો જ કે માણસ કેવળ અંગત અને કૌટુંબિક જીવનમાં જ રચ્યોપચ્યો રહે એ બરાબર નથી.
“મને જેન પરંપરાના ઉપરના ખોખા પ્રત્યે નહીં પણ તેના તાત્વિક વિચાર અને કલ્યાણકારી આચારના સિદ્ધાતો પ્રત્યે બહુમાન છે અને તેમાં થોડોક રસ પણ છે. હું માનું છું કે સામાજિક સુધારણ અને રાષ્ટ્રિયપણાના વિકાસ માટે દરેક પ્રકારના વિદ્યાપ્રચારની સમાજમાં જરૂર છે. હું એ પણ લાંબા વખતથી જાણું છું કે આ દિશામાં જૈન સમાજ માટે ઉચ્ચ પ્રકારની કેળવણી અર્થે
મહાવીર જૈન વિદ્યાલય ' ડીક ઠીક પ્રવૃત્તિ કરી રહ્યું છે. અને મારી ટુંક જાણ પ્રમાણે મને એમ પણ લાગે છે કે જૈન સમાજની ઉચ્ચ કેળવણીને લગતી સંસ્થાઓમાં “મહાવીર જૈન વિદ્યાલય” મોખરે છે.
“વિદ્યાલયનું કામ આજ લગી મુંબઈમાં જ મર્યાદિત હતું અને તે વિદ્યાર્થીઓની સીમાથી આગળ ન હતું, પણ વિદ્યાલય પોતાના કાર્ય પ્રદેશ વિસ્તારવા ઇચ્છતું હતું. તેણે વિદ્યાર્થિનીઓ માટે જોગવાઈ કરવાની પેરવી ક્યારનીએ શરૂ કરી છે. મુંબઈ બહાર પણ વિદ્યાલયની શાખાઓ કાઢવા તે ઈચ્છતું હતું અને તજવીજમાં હતું તે દરમ્યાનમાં શ્રી ચંદુલાલ વર્ધમાન શાહે વિદ્યાલયનો એ મનોરથ મને કહ્યો અને તે યોજના મને પસંદ આવી.
અમદાવાદ મારું જન્મસ્થાન અને ત્યાં જ મારું મકાન. મારી ઈચ્છા હતી કે આ મકાનનો
Page #149
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસકથા અમદાવાદમાં જ વિદ્યાદાન અગર બીજા કેઈ પ્રકારની જાહેર સેવા નિમિતે ઉપયોગ કર. અમદાવાદ ગુજરાતનું મધ્યવર્તી સ્થાન અને ઉદ્યોગની દષ્ટિએ એક મોટું કેન્દ્ર. વહેલી કે મોડી ત્યાં “ગુજરાત યુનિવર્સિટી” અવશ્ય થવાની. તે અંગેની તૈયારીઓ ત્યાં અનેક રીતે થઈ રહી છે. જૈન પરંપરાની દષ્ટિએ તો તે એક જૈન પુરી જેવું જ છે. એટલે મુંબઈ પછી ક્યાંક પણ બહાર વિદ્યાલયની શાખા કાઢવાની હોય તો તે માટે અમદાવાદ જ પ્રથમ પસંદગી પામે. તેથી જ શ્રીયુત ચંદુભાઈના પ્રસ્તાવે મને તરત જ ખેંચી લીધે.
વિઘા જેવી પવિત્ર વસ્તુને ફેલાવવા માટે મારા મકાનનો ઉપયોગ થાય એને હું મારા જીવનની ધન્ય ક્ષણ માનું છું અને એવી ક્ષણ પુરી પાડવા બદલ મારે વિદ્યાલયના બધા જ કાર્યકર્તાઓ અને હિતચિંતકોને જ આભાર માન જોઈએ. હું દિલપૂર્વક ચાહું છું કે હવે પછી અમદાવાદમાં ખેલાનાર શ્રી મહાવીર જૈન વિદ્યાલયની શાખાને અમદાવાદમાં વસતા શ્રીમાન અને બુદ્ધિમાન જેને એવી રીતે ઉત્તેજન આપે કે જેથી અમદાવાદને મોભો વધે અને એ શાખા મુંબઈ વિદ્યાલયના વટવૃક્ષની વિશાળ વડવાઈ બને.” (૩૧ મો રિપોર્ટ, પૃ. ૧૦-૧૦૪).
આ સમારંભ પછી એક વર્ષે, તા. ર૯–૧૨–૧૯૪૬ના રેજ, અમદાવાદમાં સરદાર શ્રી વલ્લભભાઈ પટેલના શુભ હસ્તે શેઠ શ્રી ભેળાભાઈના બસ્ટના અનાવરણવિધિને તેમ જ વિદ્યાર્થીગૃહના ઉદ્ઘાટનને જાહેર સમારંભ ઊજવવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોલતાં સરદારશ્રીએ કહ્યું હતું કે
આવી સંસ્થાને સાથ આપવાની મારી ફરજ હોય. જે અનેક સંદેશાઓ અને આશીર્વાદ આવ્યા છે તેમાં મારે શું ઉમેરે કરવાનો હોય ? આ આશીર્વાદના સંદેશામાં હું મારે સાદ પુરાવું છું.
“મારે અને ભોળાભાઈને મહેબત છે. તેઓ મને જ્યાં હું હોઉં ત્યાં ઘણી વાર મળવા પણ આવે છે. તેમની સખાવત કાયમ કરવા માટે સ્મારક કરવાનું છે. એમનું કાર્ય જ એ એમનું સાચું સ્મારક છે. આ સંસ્થાએ કેટલી પ્રગતિ કરી છે તે તમારી પાસે રજૂ કરેલી છે. આ સંસ્થાની શાખાઓ પુના વગેરે સ્થળે પણ ખોલવાની છે.
જ કેળવણીને કાંઈ મર્યાદા નથી. જગત આખું જ મહાવિદ્યાલય છે. માણસને જીંદગીની આખર સુધી નવું નવું શીખવાનું મળે છે એટલે કેળવણુ કાંઈ અંત નથી. સમયને અનુકૂળ જ્ઞાન મેળવવું એ ધર્મ છે. આ સંસ્થામાં જૈન ધર્મના શિક્ષણની વ્યવસ્થા છે એ સારી વાત છે. આજની કેળવણીમાં ધમને સ્થાન નથી એમ કહીએ તો ચાલે. આ વિદ્યાલયમાં જૈન ધર્મના મૂળ તો જાણવાની વ્યવસ્થા છે તે વિશેષ અગત્યની વાત છે. એવી સાચી વિદ્યા મળે તો સખાવત કરનારને પણ સંતોષ થાય.” (૩૨ મો રિપોર્ટ: પૃ. ૧૧૮-૧૧૮)
અમદાવાદ શાખાનું કામ પાંચેક વર્ષ સુધી શેઠશ્રી ભોળાભાઈને મકાનમાં સારી રીતે ચાલતું રહ્યું. તે પછી એ મકાન બદલવાના વિચારનું સૂચન કરતા, ૩૬મા રિપોર્ટ (પૃ. ૯) માં મંત્રીઓના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે –
“અમદાવાદ-શાખાનું હાલનું મકાન સારા હવા-ઉજાસવાળા વિસ્તારમાં છે, છતાં શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીને કેન્દ્રસ્થળથી દૂર છે. આ સંસ્થાઓના નજીકના વિસ્તારમાં અનુકૂળ જગ્યા મળે તો ફેરવી નાખવા પ્રબંધ કરવો ઠીક પડશે.”
પણ યંગ્ય સ્થાન (મકાન) ન મળે ત્યાં સુધી સ્થાનની ફેરબદલી કરવાનું શક્ય ન
Page #150
--------------------------------------------------------------------------
________________
૬વિદ્યાલયની શાખાઓ
૭૫ હતું; છતાં એ અંગે તપાસ તો ચાલુ જ હતી. છેવટે એક વર્ષ બાદ, સને ૨૦૧૩૧૪ની સાલમાં, નવરંગપુરામાં, યુનિવર્સિટીની નજીક એક મોટો ૬૫૩૪ સમરસ વારને
પ્લેટ બાવનેક હજાર રૂપિયાના ખર્ચે ખરીદી લેવામાં આવ્યા અને ત્યાં વિદ્યાલય માટે નવું મકાન ઊભું કરવાની તૈયારીઓ થવા લાગી.
પણ ધરતીના દેવના જાગ્યા વગર એને ભગવટો થઈ શકતું નથીઃ અમદાવાદશાખા માટે નવું મકાન ઊભું કરવાની બાબતમાં પણ કંઈક આમ જ બન્યું. ખાસ નવું મકાન ઊભું કરવા માટે જ આ જમીન ખરીદવામાં આવી હતી, પણ અમદાવાદ-શાખાનું ભાવી એના જૂના મકાનમાં જ ચાલુ રહેવાનું હતું, એટલે છેવટે નવી જગ્યાએ નવું મકાન ઊભું કરવાના વિચારને જતો કરવામાં આવ્યો. આ અંગે ૪૮મા રિપોર્ટ (પૃ. ૪) માં સૂચવવામાં આવ્યું છે કે –
“આ [અમદાવાદ ] શાખાના વિદ્યાર્થીગૃહના વિસ્તાર માટે નવરંગપુરામાં ખરીદેલ જમીન પર મકાનના બાંધકામ માટે અગાઉ નિર્ણય લીધો હતો, પરંતુ આ ખરીદેલ જમીન ઉપર ટાઉન પ્લાનિંગ સ્કીમની મંજૂરી વગેરે અનિવાર્ય કારણોને લીધે નવું બાંધકામ કરવામાં આપણી ધારણાથી સવિશેષ વિલંબ થાય તેમ છે. એટલે શાખાને વિસ્તૃત કરવા માટે પાલડી નાકા પરના સંસ્થાના ચાલુ મકાનમાં નવા બાંધકામ દ્વારા નવા સુધારાવધારા કરી, ત્યાં ૧૨૫ વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ શકે એ રીતે જનાને મૂર્ત સ્વરૂપ આપવાનું નકકી કરવામાં આવ્યું છે.”
આ રીતે વિદ્યાલયને જના મકાનમાં જ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યા તેથી, નવી જમીનને વેચી નાખવામાં આવતાં, જમીનના ભાવમાં સારો એવે વધારો થવાને કારણે, વિદ્યાલયને અમુક પણ ગણનાપાત્ર સારો લાભ થવાનો.
અત્યારે (૫૦મા વર્ષમાં અમદાવાદ-શાખાની સ્થાનિક સમિતિ નીચે મુજબ છે – શ્રી કચરાલાલ નાથાલાલ શાહ, મંત્રી શ્રી હરિલાલ રવચંદ શાહ, મંત્રી ડો. જયંતીલાલ જગજીવનદાસ લેારા શ્રી કનુભાઈ લલ્લુભાઈ મહેતા શ્રી લાલભાઈ લલ્લુભાઈ પરીખ શ્રી ચંદુલાલ ઉમેદચંદ શાહ શ્રી શાંતિલાલ પુંજાભાઈ શાહ (બાવનમા વર્ષમાં પણ આ જ સ્થાનિક સમિતિ છે.) ૧. પચાસમાં વર્ષ બાદ આ જમીનના વેચાણનું કાર્ય પતી ગયું છે. ઉપરાંત, અમદાવાદ
વસ્તાર કરવા માટેના પ્લાન તૈયાર થઈ ગયો છે, અને આ પ્લાન એવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે જેથી વિદ્યાલયમાં સવાસો વિદ્યાર્થીઓને રાખી શકાય, તેમ જ ધી બેંક ઓફ ઇન્ડિયાને તેમ જ બીજી આફિસોને ભાડે આપીને કાયમી આવક કરી શકાય. આમાં આશરે અગિયાર લાખ રૂપિયા જેટલું ખર્ચ અંદાજવામાં આવ્યું છે, અને આ માટે, ધી બેંક ઓફ ઇન્ડિયા સાથે કરવામાં આવેલ કરાર મુજબ, આઠ લાખ રૂપિયા બેંક પાસેથી લેન તરીકે મળવાના છે,
Page #151
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસકથા
પૂના-શાખા દક્ષિણનું કાશી લેખાતા વિદ્યાધામ પૂના શહેરમાં વિદ્યાર્થીઓની અનુકૂળતા માટે, - શ્રી ભાત જૈન વિદ્યાલયની સ્થાપના વિ. સં. ૧૯૧૬ આસપાસ થઈ હતી અને એને
વહીવટ પૂનાના જૈન આગેવાને સંભાળતા હતા. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વહીવટી શિક્તિ અને નામને સાંભળીને, પૂનાના આ આગેવાની ઈચ્છા આ સંસ્થા વિદ્યાલયને સેંપી દેવાની થઈ આ અંગે કેટલીક વાટાઘાટો પછી તા. ૧૫–૧૨–૧૯૪૬ના રોજ, વિદ્યાલયની સામાન્ય સમિતિએ શ્રી ભારત જૈન વિદ્યાલયને કબજે સંભાળી લઈને એ સ્થાનમાં વિદ્યાલયની શાખા શરૂ કરવાની શ્રી ભારત જેન વિદ્યાલયના કાર્યવાહક મંડળની માગણીને સ્વીકાર કર્યો. તે પછી તારીખ ૨૧-૬-૧૯૪૭ના રોજ પૂજા ભણાવીને ૩૧ વિદ્યાથીઓથી, આ શાખાના કાર્યને શુભ આરંભ પણ કરવામાં આવ્યા; અને સંસ્થાના વહીવટની દેખરેખ માટે નીચે મુજબ સ્થાનિક સમિતિ નીમવામાં આવી –
શ્રી પોપટલાલ રામચંદ શાહ, મંત્રી શ્રી કાંતિલાલ ગગલભાઈ શ્રી મણિલાલ માણેકચંદ શ્રી કેશરીમલ જવારમલ લલવાણી શ્રી કાંતિલાલ મગનલાલ પરીખ શ્રી ચતુરદાસ મણિલાલ શાહ
પૂનામાં વિદ્યાલયની શાખા હોવી જોઈએ એ વિચાર તે મુંબઈમાં વિદ્યાલયની શરૂઆત થયા પછી થોડા જ વર્ષે વિદ્યાલયના સંચાલકને આવવા લાગ્યા હતા. પાંચમા વર્ષના રિપોર્ટ (પૃ. ૮)માં આ માટે મંત્રીના નિવેદનમાં સૂચવવામાં આવ્યું હતું કે–
* એક બીજી બાબત પર આપનું ખાસ ધ્યાન ખેંચવા યોગ્ય છે. ગયા વર્ષના ૪૫ વિદ્યાર્થીઓ પૈકી ૧૫ વિદ્યાર્થીઓ મેડિકલ લાઈનમાં જુદાં જુદાં વર્ષોમાં હતા. વહેલે મોડે આપણે પુનામાં એક બ્રાન્ચ ખોલવાની જરૂર પડશે. ત્યાં આર્ટ, ઈજીનીઅરીંગ અને એગ્રીકલ્ચર (ખેતીવાડી) લાઈનના વિદ્યાર્થીઓને રાખવાથી ખર્ચ અને અભ્યાસમાં વધારે લાભ કરી શકાશે એમ લાગે છે.”
પૂનામાં વિદ્યાલયની શાખા ખોલવાની સને ૧૯૨૦ માં સેવેલી ભાવનાને સફળ થતાં પૂરાં ર૭ વર્ષ લાગ્યાં.
ટેકરી જેવા ઊંચાણવાળા સ્થાનમાં આવેલ આ સંસ્થા આહવા તેમ જ પ્રાકૃતિક સૌંદર્ય અને દષ્ટિએ ચિત્તને વશ કરી લે એવી છે; અને આ દૃષ્ટિએ વિદ્યાલયની બધી શાખાઓમાં એનું સ્થાન મેખરે છે એમ કહેવું જોઈએ. આવા સહજસુંદર સ્થળમાં આવેલ આ સંસ્થામાં વધુ વિદ્યાથીઓ રહી શકે એ માટે એના જૂના મકાનને વિસ્તાર કરવાને બદલે, જમીન પુષ્કળ હોવાથી, એ જ કંપાઉન્ડમાં વધુ ઊંચાણવાળા ભાગમાં, એંશી વિદ્યાથીઓ રહી શકે એવું ભવ્ય મકાન ઊભું કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, અને એનું કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. આમાં આશરે પાંચેક લાખ રૂપિયાનું ખર્ચ થવાને અંદાજ છે.
( 4 વિદ્યાલયના બાવનમા વર્ષમાં આ મકાન તૈયાર થઈ ગયું છે અને તા. ૧૮-૬-૭ ના રોજ પંચકલ્યાણક પૂજા ભણાવીને નવા મકાનને ઉપયોગ કરવાની શુભ શરૂઆત કરવામાં આવી છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની શાખાએ
७७
પૂના-શાખાની કાર્યવાહીમાં, એની સ્થાપના પછી ત્રણ-ચાર વર્ષોના અનુભવ ખાદ, એક મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યેા એની નોંધ અહીં લેવી જરૂરી લાગે છે.
દુઃ
શરૂઆતમાં તે પૂના-શાખામાં પણ, મુંબઈ અને અમદાવાદની જેમ, વિદ્યાલય તરફથી જ રસેાડું ચલાવવામાં આવતું હતું. પણ એ અંગે કંઈક પુ વ્યવસ્થા કરવાની જરૂર જણાતાં તા. ૧૮-૧૦-૫૦ના રોજ વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિએ, આ અંગે ઘટતી તપાસ કરી પેાતાના અહેવાલ રજૂ કરવા માટે એક સમિતિની નિમણૂક કરી હતી. આ સમિતિની ભલામણેાના વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિએ સ્વીકાર કરતાં તા. ૨૫-૨-૧૯૫૧ના રાજ સામાન્ય સમિતિની અસાધારણ સભામાં એને મંજૂર કરાવવામાં આવી; અને એને અમલ નવા સત્રથી કરવાનું ઠરાવવામાં આવ્યું. આ ભલામણ મુજખ વિદ્યાલય તરફથી રસેાડું ચાલતું હતું તે બંધ કરવામાં આવ્યું.
આમ છતાં, કૉલેજની હોસ્ટેલની ઢબે, ખર્ચની સરખે ભાગે વહેંચણી કરી લેવાની પદ્ધતિ મુજબનું રસોડું વિદ્યાલયમાં ચલાવી શકાય એવી વાસણ, રસાઈ કરવાની તથા જમવાની જગા વગેરેની જરૂરી બધી સગવડ વિદ્યાલયે આપવાની હતી, જેથી રાત્રિèાજન અને અભક્ષ્યભક્ષણના ત્યાગના નિયમ સચવાઈ શકે. એક રીતે વિદ્યાથીએ પેાતે જ રસેાડાની વ્યવસ્થા અને જવાખદારી સંભાળે, એ વિદ્યાલયના વ્યવસ્થાતંત્રમાં નવા ચીલે હતા, પણ અત્યાર સુધી આ વ્યવસ્થા સતાષકારક રીતે ચાલુ રહી છે એ વાત નોંધપાત્ર છે.
અત્યારે ( વિદ્યાલયના ૫૦મા વર્ષે તથા બાવનમા વર્ષીમાં પણ) પૂના-શાખાની સ્થાનિક સમિતિ નીચે જણાવેલ સભ્યાની મનેલી છે —
શ્રી પેાપટલાલ રામચ'≠ શાહ, મત્રી શ્રી ચતુરદાસ મણિલાલ શાહુ શ્રી કાંતિલાલ એમ. પારેખ શ્રી કેશરીમલ જવારમલ લલવાણી શ્રી કાંતિલાલ ગગલભાઈ શ્રી મણિલાલ માણેકચંદ
વડાદરા-શાખા
ગુજરાતનું સુપ્રસિદ્ધ શહેર વડેદરા જેમ જૈન ધર્મનું વિશિષ્ટ સ્થાન છે, તેમ વિદ્યા અને કળાનું પણ નામાંકિત ધામ છે. વળી, એ શહેર વિદ્યાલયના પ્રેરક આચાય પ્રવર શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની જન્મભૂમિ પણ છે. અનેક કોલેજોથી શાલતી સ્થાનિક યુનિવર્સિટી પણ ત્યાં છે. આ બધાંય તત્ત્વા વહેલામાં વહેલી તકે ત્યાં વિદ્યાલયની શાખાની માગણી કરે એવાં હતાં; પણ ભવિતવ્યતાને યાગ કાંઈક એવા જ હતા કે વડાદરામાં વિદ્યાલયની શાખા સ્થપાતાં લગભગ ચાર દાયકા જેટલે! સમય વીતી ગયા!
6
વડોદરાના કેટલાક ભાવનાશીલ, વિદ્યાપ્રેમી અને સમાજસેવાની ધગશ ધરાવતા ભાઈ એએ, અંગ્રેજો ચાલ્યા જાવ ’ (−કિવટ ઇન્ડિયા)ની ઐતિહાસિક લડતના સને ૧૯૪૨ના વર્ષમાં, બહારગામથી વડાદરા અભ્યાસ માટે આવતા માધ્યમિક શાળા (હાઈસ્કૂલ)ના વિદ્યાથી આની સગવડ માટે વડેાદરામાં, સાડા સેાળ હજાર સમર્ચારસ વાર જેટલા
Page #153
--------------------------------------------------------------------------
________________
७८
વિદ્યાલયની વિકાસકથા વિશાળ પ્લેટ ઉપર, સુંદર શિખરબંધી દેરાસર સહિત, “શ્રી જૈન વિદ્યાર્થી આશ્રમ”ની સ્થાપના કરી હતી.
સ્વરાજ્યની પ્રાપ્તિ બાદ ઠેર ઠેર માધ્યમિક શાળાઓ (હાઈસ્કૂલ) જેમ જેમ સ્થપાતી ગઈ તેમ તેમ બહારગામથી વડેદરામાં, હાઈસ્કૂલના અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થતી ગઈ. છેવટે સંસ્થાના સંચાલકોને લાગ્યું કે હવે હાઈસ્કૂલના વિદ્યાથી ઓ માટે આ વિદ્યાર્થી આશ્રમને કોઈ ખાસ ઉપયોગ રહ્યો નથી, પણ સાથે સાથે એમણે એમ પણ વિચાર્યું કે વિદ્યાભ્યાસ માટેના આવા શાંત, એકાંત, પૂર્ણ હવાઉજાસવાળા અને બધી સગવડ ધરાવતા આશ્રમને ઉપગ, એના મૂળ હેતુ પ્રમાણે, સમાજમાં શિક્ષણનો વિકાસ થાય એ માટે જ થતો રહેવો જોઈએ. એટલે આ માટે શું કરવામાં આવે તે વિદ્યાર્થીઓ આવા ઉત્તમ વિદ્યાર્થી આશ્રમને સારી રીતે લાભ લઈ શકે, એને તેઓ ગંભીરપણે વિચાર કરવા લાગ્યા
વિચાર વિનિમય કરતાં કરતાં, પૂનાના શ્રી ભારત જૈન વિદ્યાલયના સંચાલકોની જેમ, આ વિદ્યાર્થી આશ્રમના સંચાલકોનું ધ્યાન પણ મુંબઈને શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફ ગયું : વિદ્યાલયનાં વહીવટ, વ્યવસ્થા અને વિદ્યાપ્રવૃત્તિની સમાજમાં આટલી બધી નામના અને પ્રતિષ્ઠા છે.
આ દરમ્યાન ચિત્તોડની જેન બોડિ•ગના એક સમારંભ પ્રસંગે વિદ્યાલયના માનદ મંત્રી શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ અને શ્રી શાંતિલાલ મગનલાલ શાહનું ચિત્તોડ જવાનું થયું. વડોદરાથી વડુવાળા શ્રી છગનલાલ લક્ષ્મીચંદ શાહ ઉમંગલકાકા પણ આ પ્રસંગે ચિત્તોડ ગયા હતા. શ્રી મંગલકાકા ખૂબ ભાવનાશીલ અને સખીદિલ મહાનુભાવ હતા, અને વડોદરાના વિદ્યાર્થી આશ્રમની સ્થાપનામાં એમને પણ મહત્વનો ફાળે હતો. એમણે શ્રી ચંદુભાઈ તથા શ્રી શાંતિભાઈને આ સંસ્થા વિદ્યાલયને સેંપવાનું વિચારે જણાવ્ય. શ્રી ચંદુભાઈને તો એ ગમતી જ વાત હતી. એ વાત એમણે વધાવી લીધી અને એને કૂનેહપૂર્વક આગળ વધારી. છેવટે વિદ્યાલય અને વિદ્યાર્થી આશ્રમના સંચાલકે વચ્ચે ચાલેલી કેટલીક વાટાઘાટને અંતે વિદ્યાર્થી આશ્રમના સંચાલકોએ વડોદરામાં ઉચ્ચ શિક્ષણ માટે આવતા વિદ્યાર્થીઓના ઉપયોગ માટે પિતાની સંસ્થા, અમુક જવાબદારીઓ પૂરી કરવાની તેમ જ બીજી જરૂરી શરતે સાથે, શ્રી મહાવીર જૈન વિદ્યાલયને સોંપી દેવાનો નિર્ણય કરીને તા. ૨૯-૧૧–૫૩ના રોજ વિદ્યાલયના કાર્યવાહકો ઉપર લખી જણાવ્યું. આ ઉપરથી વિદ્યાલયની સામાન્ય સમિતિએ, તા. ૨–૫–૧૯૫૪ના રેજ, વિદ્યાર્થી આશ્રમને વિદ્યાલયની શાખારૂપે ફેરવવાની માગણને સ્વીકાર કર્યો અને ત્યાર પછી સવા મહિના પછી જ તા. ૧૧-૬-૫૪ના રોજ, પૂજા ભણાવીને, ૩૦ વિદ્યાર્થી એથી વડેદરા-શાખાને મંગલ પ્રારંભ કરવામાં આવ્યા.
આ રીતે શ્રી જૈન વિદ્યાર્થી આશ્રમના સંચાલકોની સેવાભાવના, કર્તવ્યપરાયણતા અને દીર્ધદષ્ટિને લીધે, પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની જન્મભૂમિમાં, તેઓશ્રીના તા. ૨૨-૯-૫૪ના રોજ થયેલ સ્વર્ગવાસના ત્રણેક મહિના પહેલાં જ, વિદ્યાલયની સ્થાપના કરવાનું શક્ય બન્યું. વડોદરામાં વિદ્યાલયની શાખાની સ્થાપનાથી આચાર્ય મહારાજશ્રી તથા વિદ્યાલયના વિકાસવાં સંચાલક અને આલાહ અનુભવી રહ્યા
Page #154
--------------------------------------------------------------------------
________________
૭૯
૬ વિદ્યાલયની શાખાઓ
તે વખતે વડેદરા શાખાના વહીવટ માટે નીચે મુજબ સ્થાનિક સમિતિની નિમણુક કરવામાં આવી :
શ્રી નાગકુમાર ના. મકાતી, મંત્રી શ્રી જમનાદાસ કાળિદાસ ઝવેરી શ્રી છગનલાલ લક્ષ્મીચંદ શાહ ઉર્ફે મંગળકાકા શ્રી વાડીલાલ મગનલાલ વૈદ્ય શ્રી લાલભાઈ નંદલાલ વકીલ શ્રી શાંતિલાલ ન્યાલચંદ ગાંધી શ્રી રસિકલાલ દલસુખભાઈ શાહ
શ્રી જૈન વિદ્યાર્થી આશ્રમની સ્થાપના અને પ્રગતિમાં મહત્વનો ફાળો આપનાર શ્રી જમનાદાસ કાળિદાસ ઝવેરીની સેવાની કદરરૂપે એમને વિદ્યાલયના પેટ્રન બનાવવામાં આવ્યા અને એમને વડેદરા શાખામાં એક ટ્રસ્ટ સ્કોલર રાખવાને અધિકાર આપવામાં આવે. ઉપરાંત, એમના ધર્મપત્ની શ્રીમતી શણગારબહેનને કન્યા છાત્રાલયના આદ્ય સંસ્થાપક બનાવવામાં આવ્યાં. - શ્રી જૈન વિદ્યાર્થી આશ્રમ હસ્તકની સ્થાવર-જંગમ મિલકત વિદ્યાલયના નામે ચડાવવાના કાયદાને વિધિ ત્રણેક વર્ષમાં પૂરો થયો. અને એને ફેંસલો તા. ૨૮-૮-પ૭ના રેજ વડેદરાના જિલ્લા ન્યાયાધીશ (ડિસ્ટ્રિક્ટ જજ) તરફથી મળી ગયે. તે પછી આ સંસ્થાને વિદ્યાલયની શાખા તરીકે સ્વીકાર કરતાં જે કેટલાંક કામ પૂરાં કરવાની જવાબદારી સ્વીકારવામાં આવી હતી તે તરફ ધ્યાન આપવામાં આવ્યું. સાથે સાથે પાંસઠ વિદ્યાર્થીઓને રાખવાની સગવડ હતી તે વધારીને સવાસે વિદ્યાથીઓ રાખી શકાય એ રીતે મકાનને વિસ્તૃત કરવાનું પણ નિર્ણય કરવામાં આવ્યું.
લગભગ ત્રણ લાખ રૂપિયાના ખર્ચે આ આલિશાન મકાન તૈયાર થતાં એ મકાનનું તેમ જ શ્રી મંગળભાઈ ઉર્ફે શ્રી છગનલાલ લક્ષ્મીચંદ વડુવાળા સભાગૃહનું, શ્રી ઉમાભાઈ લીલાભાઈ સ્મારક પુસ્તકાલયનું તથા શ્રી મણિબહેન શિવલાલ સત્યવાદી અતિથિગૃહનું ઉદ્ઘાટન તેમ જ શ્રી જમનાદાસ કાળિદાસ ઝવેરીની આરસ-પ્રતિમાનું અનાવરણ દેશના જાણીતા ઉદ્યોગપતિ અને જૈન સંઘના મુખ્ય અગ્રણી શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈના વરદ હસ્તે કરાવવાનો ભવ્ય સમારંભ વિ.સં. ૨૦૧૮ના જેઠ સુદિ ૧૩, તા. ૧૬-૬-દરને રવિવાર ના રોજ સવારમાં ઊજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિદ્યાલય, એના સ્થાપક આચાર્યશ્રી તેમ જ વિદ્યાલયના સંચાલક અંગેની પોતાની હાર્દિક લાગણી દર્શાવતાં શેઠશ્રી કસ્તુરભાઈએ કહ્યું હતું કે –
“ વિદ્યાલય એ એક એવી સંસ્થા છે કે જેના માટે હિંદભરના જેને ભાઈઓ ગૌરવ લઈ શિકે. આ સંસ્થાને સ્થપાયાં ૫૦ વર્ષ થવા આવ્યાં–૪૭ વર્ષ થઈ ગયાં છે. આ સંસ્થાના એકનિષ્ઠ કાર્યકરોએ આ સંસ્થાને એટલી સુંદર રીતે ચલાવી છે કે તે સમસ્ત જેન આલમમાં પ્રથમ પંક્તિની સંસ્થા બની છે. એનો રિપોર્ટ જોતાં આ વાતની ખાતરી થાય છે. સંસ્થાનો લાભ સેંકડો વિદ્યાર્થીઓએ લીધો છે અને સંસ્થાએ સેંકડે ગ્રેજ્યુએટ તૈયાર કર્યા છે. ખુશી થવા જેવી વાત છે કે સેંકડોની સંખ્યામાં આ સંસ્થાનો લાભ લઈ વિદ્યાર્થીઓ જુદા જુદા ક્ષેત્રે સારા સ્થાને છે. આવા
Page #155
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસકથા વિદ્યાર્થીઓએ પિતે લીધેલી લોન સંસ્થાને પરત કરવામાં સંકોચ કર્યો નથી, એ ગૌરવની વાત છે અને એ રીતે સંસ્થાને મોટી રકમ પાછી મળી છે. આ લાભ લેવા માટે તે વિદ્યાર્થીઓ ધન્યવાદ પાત્ર છે.
પૂજ્ય આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી આ સંસ્થાની સ્થાપના થઈ હતી અને એ મગરૂર થવા જેવી વાત છે કે સંસ્થાની શાખાઓ વધતી જાય છે. આ માટે સ્થાનિક કાર્યકરોને અભિનંદન ઘટે છે. કોઈ પણ કામ સાથે વગર થઈ શકતું નથી.
સામાન્ય રીતે આવી સંસ્થાઓ લાંબા સમય સુધી ટકી શકતી નથી, કારણ કે સંસ્થામાં હોદ્દા અને સત્તા માટે સ્પર્ધા જાગે છે અને ખેંચાખેંચ થાય છે. સદ્ભાગ્યે આ સંસ્થાને સેવાભાવી કાર્યકરો મળ્યા છે; અને એના લીધે જ એની આટલી પ્રગતિ થઈ શકી છે. કોઈ પણ સંસ્થાના પ્રાણુરૂપ વ્યક્તિ ન હોય તો સંસ્થા ન ચાલે. શ્રી મોતીચંદભાઈ કાપડિયા અને શ્રી ચંદુલાલ વધે. માન શાહ, એ બન્ને આ સંસ્થાના પ્રાણ બન્યા છે.
“આ અવસરે હું એક સૂચન કરવું ઉચિત સમજુ છું કે આ સંસ્થાના વિદ્યાર્થીઓ રોજી રળી શકાય તે અભ્યાસ કરવાની અને ડિગ્રીઓ મેળવવાની સાથે સાથે આપણા મોટા મોટા જ્ઞાનભંડારે, એમાં હજારોની સંખ્યામાં સચવાયેલા આપણું મહાન આચાર્યોના ગ્રંથે, અને એમનાં કાર્યોનો પણ ખ્યાલ રાખે, અને એ દિશામાં પણ તેઓ કામ કરે. શ્રી ભોગીભાઈએ રિસર્ચની અને પ્રાચીન ગ્રંથના અધ્યયન-સંશોધનની જે વાત કરી છે તેની સાથે હું સહમત થાઉં છું. સંસ્કારને માટે પણ વિદ્યાર્થીઓએ આવું અધ્યયન કરવું જોઈએ.
પૂજ્ય ગાંધીજીએ આપણને સેવાને મંત્ર આપે છે. એ મંત્ર પ્રમાણે આ સંસ્થાના વિદ્યાર્થી ઓ ઉત્તીર્ણ થયા બાદ સેવામાર્ગ તરફ વળે અને અભ્યાસકાળ દરમ્યાન મહાન જૈનાચાર્યોએ લખેલા ગ્રંથોનું અને જૈનધર્મના તત્ત્વજ્ઞાનનું અધ્યયન કરે તો એમને તે ઘણું ઉપયોગી થઈ પડશે. નિર્વાહ માટે સારી કમાણીની જરૂર છે; પરંતુ સાથે સાથે જીવનમાં સંસ્કાર પાડવાનું કામ એથીયે વધુ જરૂરી છે. ( રિપોર્ટ ૪૭ : પૃ. ૨૩)
આ નવા મકાનનું ઉદ્ઘાટન થયા બાદ એ શાખાને લાભ વધુ વિદ્યાર્થીઓને મળવા લાગે છે.
વડોદરા-શાખાના પુસ્તકાલયના વિકાસ અંગે એ શાખાની કાર્યવાહક અને ખાસ કરીને વિદ્યાર્થીઓએ કરેલા પ્રયાસની અહીં નેંધ લેવી જરૂરી છે. આ વિદ્યાથીમિત્રોએ મને રંજન-પ્રવૃત્તિઓ દ્વારા તેમ જ કાર્યવાહકના સહકારથી અમુક રકમ એકત્ર કરીને જુદા જુદા વિષયના અભ્યાસ માટે જરૂરી એવાં કીમતી પુસ્તક એકત્ર કરીને “ટુડન્ટ્સ લેન્ડિંગ લાયબ્રેરી” શરૂ કરી છે, જે ઘણી ઉપયોગી સાબિત થઈ છે. આ પ્રવૃત્તિની ઉપયોગિતા સમજીને આ લાયબ્રેરીમાં પુસ્તક ભેટ મળવા લાગ્યાં છે. વડોદરાના જાણીતા પુસ્તકવિતા શ્રી એમ. સી. કોઠારીએ એમાં છ રૂપિયા જેટલી કિંમતનાં અને વડોદરાના જાણીતા વકીલ શ્રી ડાહ્યાભાઈ મગનલાલે એક હજારની કિંમતનાં પુસ્તકો ભેટ આપ્યાં છે.
આ શાખાના નવા મકાનનું તા. ૧૬-૬-રના રોજ ઉદ્દઘાટન થયું તે વખતે, વડોદરાના જૈન તેમ જ સાર્વજનિક જાહેરજીવનના પ્રાણ સમા એ શાખાના કર્તવ્યનિષ્ઠ અને ભાવનાશીલ મંત્રી શ્રીયુત નાગકુમારભાઈ મકાતી, પિતાની નાદુરસ્ત તબિયતના કારણે
Page #156
--------------------------------------------------------------------------
________________
૬: વિદ્યાલયની શાખાઓ મુંબઈમાં સારવાર લેતા હોઈને, એ સમારંભમાં હાજર નહોતા રહી શક્યા. પણ સહુને ઉમેદ હતી કે તેઓ છેડા વખતમાં સાજા થઈ જશે. મુંબઈમાં એમની તબિયત ધીમે ધીમે સુધરતી હોવાના પણ સમાચાર મળતા રહેતા હતા. પણ એવામાં એમની બીમારીઓ સાવ અણધાર્યો પલટો લીધે, અને માત્ર ૫૫ વર્ષની ઉંમરે તા. ૨૦-૭-૬રના રોજ મુંબઈમાં જ એમને સ્વર્ગવાસ થયે!
આપણી શ્રી જેન વેતાંબર કોન્ફરન્સના કાર્યમાં પણ તેઓ હમેશાં ઉમંગપૂર્વક સક્રિય ભાગ લેતા રહેતા હતા. કૉન્ફરન્સને ઈતિહાસ એમણે લખ્યો હતો. તેઓની સાહિત્યરુચિ જાણીતી હતી. એમણે વીર દયાળદાસ, શત્રુંજદ્ધારક સમરસિંહ જેવી નવલકથાઓ લખી હતી; અને સમાજસુધારાની લાગણીથી પ્રેરાઈને એમણે સંખ્યાબંધ લેખે લખ્યા હતા. વિદ્યાથીઓ પ્રત્યે એમને ખૂબ મમતા હતી. એમની પરગજુ અને પ્રેમાળ પ્રકતિને કારણે એમનો એડીવ ઘણે વિશાળ હતા. એમની કાર્યકશળતા અને સુજનતાની સુવાસ ચોમેર ફેલાયેલી હતી. વડેદરાના જૈનસંધની તેમ જ ત્યાંની પ્રજાની દરેક સેવાપ્રવૃત્તિમાં શ્રી નાગરકુમારભાઈ હમેશાં મોખરે રહેતા.
શ્રી જૈન વિદ્યાર્થી આશ્રમની સ્થાપનામાં, એ આશ્રમ વિદ્યાલયને સુંપાવી વડોદરામાં વિદ્યાલયની શાખા શરૂ કરાવવામાં અને આ શાખાનું કુશળતાપૂર્વક સુવ્યવસ્થિત સંચાલન કરવામાં શ્રી નાગકુમારભાઈએ જે ફાળો આપે હતું તે અમૂલ્ય અને એમના સેવાપરાયણ જીવનની યશકલગીરૂપ બની રહે એવે છે. એમના અકાળ અવસાનથી વિદ્યાલયની વડેદરા-શાખાને ન પૂરી શકાય એવી ખોટ પડી છે; એટલે એમના સ્વર્ગવાસની નેંધ આ સ્થાને જ લેવી ઉચિત માની છે.
૫૦મા વર્ષમાં (તથા બાવનમાં વર્ષમાં પણ) આ શાખા માટેની સ્થાનિક કમિટી નીચે મુજબ છે –
શ્રી જસુભાઈ મણિલાલ શાહ , મંત્રીઓ શ્રી રસિકલાલ છગનલાલ શાહ શ્રી જમનાદાસ કાળિદાસ ઝવેરી શ્રી લાલરાંદ ભાઈલાલ શાહ શ્રી ચીમનલાલ છગનલાલ શાહ શ્રી કાંતિલાલ ચીમનલાલ શાહ
વલભ વિદ્યાનગર (આણંદ) શાખાની તૈયારી વિદ્યાલયને મુખ્ય ઉદ્દેશ બને તેટલા વધુ વિદ્યાર્થીઓને વિદ્યાલયનો લાભ મળે એ જ રહ્યો છે. અને વિદ્યાલયના સંચાલકે આ ઉદ્દેશને પાર પાડવા માટે હરહંમેશ દિલ દઈને પ્રયત્ન કરતા રહે છે. વિદ્યાલયના કાર્યવાહકે એ સામાન્ય રીતે એવું ધેરણ સ્વીકાર્યું છે કે જ્યાં યુનિવર્સિટી હોય ત્યાં વિદ્યાલયની શાખા સ્થાપવાના શક્ય પ્રયત્ન કરવા.
આણંદ પાસે વલ્લભ વિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારથી જ મૂળ વઢવાણ શહેરના વતની અને ઘણાં વર્ષોથી આણંદમાં રહેતા ધર્મભાવનાશીલ શ્રીયુત મણિલાલ નરસીદાસ દેશીને એમ લાગ્યા કરતું હતું કે વલ્લભ વિદ્યાનગરમાં વિદ્યાલયની
Page #157
--------------------------------------------------------------------------
________________
૨૨
વિદ્યાલયની વિકાસકથા શાખાની સ્થાપના થાય છે તેથી ઘણા જેન વિદ્યાથીઓ એને લાભ લઈ શકે. અવસર જોઈને એમણે પિતાના મનની આ વાતની વિદ્યાલયના માનદ મંત્રી શ્રીયુત ચંદુલાલ વર્ધમાન શાહને જાણ કરી. સમાજનું ઉત્થાન મુખ્યત્વે કેળવણી દ્વારા જ થઈ શકવાનું છે, એ પાયાની વાત શ્રી ચંદુભાઈને મનમાં બરાબર વસી ગઈ છે. તેથી જ તો તેઓ વિદ્યાલયના કાર્ય ક્ષેત્રના વિસ્તાર માટે અને એની નવી નવી શાખાઓની સ્થાપના માટે હમેશાં ઝંખતા જ હોય છે. એટલે એમણે શ્રી મણિભાઈની આ વાતને સહર્ષ આવકાર આપ્યો. અને શ્રી ચંદુભાઈની યોગ્ય રજૂઆતથી વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિએ પણ એ વાતને વધાવી લીધી. છેવટે શ્રી મણિભાઈ દોશીના પ્રયાસથી વિ. સં. ૨૦૧૮ના વસંત પંચમીના શુભ દિવસે (તા. ૮-૨-૬૨ના રોજ) આ શાખાને માટે ૭૯ ગુંઠા જેટલી જમીન આશરે સાડા સાત હજાર રૂપિયામાં ખરીદી લેવામાં આવી. આ વિચારને મૂર્ત રૂપ આપવામાં આણંદ અને એની આસપાસનાં ગામનાં જૈન ભાઈઓએ પણ સારો સહકાર આપ્યો હતો. - આ પછી આ શાખાના મકાનનું બાંધકામ થઈ શકે એવી જરૂરી પૂર્વ તૈયારી પૂરી થતાં, પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીજી મહારાજે કાઢી આપેલ મુહૂર્ત પ્રમાણે, વિ. સં. ૨૦૨૦ના માહ સુદિ બીજ, તા. ૧૬–૧–૬૪ ને ગુરુવારના રોજ આ શાખાના મકાનને ભૂમિખનનવિધિ નડિયાદના પ્રસિદ્ધ ડો. જયંત એમ. શાહને હાથે કરાવવામાં આવ્યું. આ મકાનને શિલારોપણવિધિ તે પછી થોડા જ વખતમાં, વિ. સં. ૨૦૨૦ના માહ સુદિ ૧૧, તા. ૨૫-૧-૬૪ને શનિવારના રોજ વલ્લભ વિદ્યાનગરની સરદાર વલ્લભભાઈ વિદ્યાપીઠના ઉપકુલપતિ શ્રીયુત ઈશ્વરભાઈ જેઠાભાઈ પટેલના પ્રમુખપદે, મૂળ ખંભાતના વતની અને મુંબઈમાં રહેતાં, જાણીતી ચીમનલાલ પેપર કંપનીવાળા શ્રીયુત ચીમનલાલ પ્રાણજીવન શાહના હાથે કરાવવામાં આવ્યું.
આ સમારંભમાં મુંબઈથી વિદ્યાલયના સંચાલકે સારી સંખ્યામાં હાજર રહ્યા હતા ઉપરાંત આણંદ અને એની આસપાસનાં ગામના જન ભાઈઓ પણ ઘણા આવ્યા હતા. આ પ્રસંગે શ્રી ચીમનભાઈએ આ શાખાના પુસ્તકાલયને માટે પિતા તરફથી અગિયાર હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી, અને વિદ્યાલયના કાર્યવાહકોની કાર્યદક્ષતાને ભાવભરી અંજલી આપી હતી.
પ્રમુખસ્થાનેથી બોલતાં શ્રી ઈશ્વરભાઈ પટેલે કહ્યું હતું કે –
“વિદ્યાનગર એ માત્ર વિદ્યાને માટે જ સ્થપાયેલ સ્થાન છે. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની પ્રેરણાથી આ વિદ્યાલયની સ્થાપના થઈ અને તેની શાખા વિદ્યાનગરમાં થાય છે એ આનંદજનક ઘટના છે. ધર્મની સર્વતોમુખી પાયાની કેળવણી મળે એ અગત્યનું કાર્ય છે, અને ચારિત્રઘડતરની દષ્ટિએ પણ એ વધુ ઉપયોગી છે. કેળવણીમાં નૈતિક શિક્ષણની જરૂર છે. વિદ્યાર્થીઓને લે તરૂપે અપાતી આર્થિક સહાયની યોજના ખૂબ પ્રશંસાને પાત્ર છે.” (રિપોર્ટ ૪૯: પૃ. ૨૧-૨૨)
* અહીં એ વાતની જાણ કરતાં આનંદ થાય છે કે આ શાખાના ૮૦ વિદ્યાથીઓ રહી શકે એવા આલિશાન મકાનનું બાંધકામ પૂરું થઈ ગયું છે; અને તા. ૧૮-૬-૭ ના રોજ પંચકલ્યાણક પૂજા ભણીને, ૩૧ વિદ્યાર્થીઓથી, આ શાખાના કાર્યની શુભ શરૂઆત કરવામાં આવી છે.
Page #158
--------------------------------------------------------------------------
________________
દઃ વિદ્યાલયની શાખાઓ
શેઠ ગોકુળભાઈ મૂળચંદ જેને હોસ્ટેલ (મુંબઈમાં વધુ વિદ્યાર્થીઓ માટે કામચલાઉ વ્યવસ્થા) શેઠ શ્રી ગોકુળભાઈ મૂળચંદ વિદ્યાપ્રેમી શ્રીમાન હતા અને શિક્ષણના કાર્યને પ્રોત્સાહન મળે એવી કેટલીક સખાવતે એમણે કરી હતી. એમના સુપુત્ર શ્રી મણિભાઈએ પિતાના પિતાશ્રીની યાદમાં મુંબઈમાં એલ્ફિન્સ્ટન રેડ ઉપર પરેલમાં એક હોસ્ટેલ બંધાવી હતી.
જૈન સમાજમાં ધીમે ધીમે ઉચ્ચ શિક્ષણની ભૂખ વધતી જતી હતી, અને વિદ્યાલયની સુવ્યવસ્થાની લોકપ્રિયતાને લીધે ઘણા વિદ્યાર્થીઓ વિદ્યાલયમાં દાખલ થવા પ્રેરાતા હતા. પણ જગ્યાની મર્યાદિત સગવડને કારણે અનેક સુગ્ય વિદ્યાર્થીઓની અરજીઓ પણ નકારવી પડતી હતી. વિદ્યાલયના ભાવનાશીલ સંચાલકોને આ વાતનું ઘણું દુઃખ હતું; અને આને કંઈક ઉપાય શોધવા તેઓ હમેશાં વિચારતા રહેતા હતા. એમની આ ચિંતાનો કંઈક ખ્યાલ ૩૦મા રિપિટ (પૃ. ૨૪-૨૫)માંના નીચેના લાગણુ ભીના ઉદ્ગારો ઉપરથી પણ આવી શકે એમ છે –
ભણવાની અભિલાષાવાળાને સ્થળ કે ધનસહાયને અભાવે અભ્યાસ મૂકી દે પડે તો તે વાત આપણને પાલવે તેમ નથી. એકલા મુંબઈ શહેરમાં ૪૦૦ વિદ્યાથીઓ રહે તેટલી વ્યવસ્થા કરવાની જરૂર છે. અત્યારના વિદ્યાથીઓના વલોપાત, રખડાટ અને ફફડાટ જેણે જોયા જાણ્યા હોય તેને આ બાબત મુલતવી રાખવાનું કહેવામાં આવે તો ખરેખર ખેદ થાય તેવું છે. અને કેળવણીના પ્રશ્નના નિકાલમાં સમાજને જ્યવાર છે, રાષ્ટ્રની ઉન્નતિના ઊંડા પાયા છે અને સાધ્યને સમીપમાં લાવવાના વ્યવસ્થિત સમારંભો છે.”
આ દરમ્યાન એમનું ધ્યાન આ હોસ્ટેલ તરફ ગયું અને ડે. શ્રી જયંતીલાલ સુરચંદ બદામી, પીએચ.ડી. મારફત આ હોસ્ટેલ વિદ્યાલયના વિદ્યાર્થીઓને વસાવવાના ઉપયોગ માટે વિદ્યાલયને મળે એ પ્રયત્ન ચાલુ કરવામાં આવ્યો.
શેઠ શ્રી ગોકુળદાસ મૂળચંદના પૌત્ર શ્રી ચીનુભાઈ મણિભાઈ સાથે દોઢેક વર્ષની વાટાઘાટને અંતે, આ હોસ્ટેલનું સમારકામ વિદ્યાલય પિતાને ખર્ચ કરે એ શરતે, પાંચ વર્ષને માટે એ હોસ્ટેલ વિદ્યાલયને ઍપવાને શ્રી ચીનુભાઈ સંમત થયા. વિદ્યાલયની સામાન્ય સમિતિએ તા. ૨-૭–૪૪ના રોજ આ ગોઠવણને પોતાની મંજૂરી આપી અને આ ઈમારતના સમારકામ માટે પંદર હજાર રૂપિયા મંજૂર કર્યા.
તરત જ આ મકાનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું, અને મકાનનું ઉદ્ઘાટન કૅલેજોના બીજા સત્રની શરૂઆતમાં કરાવવાનું નક્કી કરવામાં આવ્યું. એ પ્રમાણે તારીખ ૧૨-૧૧-૧૯૪૪ના રોજ સાંજના ૪ વાગતાં જાણીતા ધર્મપ્રેમી, વિદ્વાન, સુરત નિવાસી શ્રીયત સુરચંદભાઈ પરસેતમદાસ બદામીના વરદ હસ્તે આ મકાનનું ઉદ્દઘાટન કરીને એમાં વિદ્યાલયની મુંબઈની શાખાની શરૂઆત કરવામાં આવી. આ પ્રસંગે આગમ દ્વારક પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ પધાર્યા હતા, અને તેઓએ, તે દિવસે સવારમાં આ સમારંભ માટે બાંધવામાં આવેલ વિશાળ મંડપમાં, મનનીય
Page #159
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસકથા
८४
વ્યાખ્યાન આપ્યુ હતું અને ખપેારે પંચકલ્યાણક પૂજા ભણાવવામાં આવી હતી. શરૂઆતમાં આ સ્થાનમાં ૨૧ વિદ્યાથી એને રાખવામાં આવ્યા હતા. આગળ જતાં એમાં ૫૦ વિદ્યાથી આને રાખવામાં આવતા હતા.
આ ગેાઠવણ, કરાર પ્રમાણે, પાંચ વર્ષ સુધી ચાલુ રહ્યા બાદ શેઠ શ્રી ગેાકુળભાઈના પૌત્રાની ઇચ્છા એ હ્રાસ્ટેલના વહીવટ પેાતાના હસ્તક લેવાની થવાથી તા. ૩૦-૪-૧૯૪૯ ના રાજ વિદ્યાલયે એ મકાનના કમજો એમને સોંપી દીધા.
વિદ્યાલયના જૂના મકાનને હવે વધુ વિશાળ મનાવવાની કાઈ શકયતા ન હતી, અને પાંચ વર્ષ માટે વધુ વિદ્યાથી એને રાખવાની જે સગવડ મળી હતી તેને જતી કર્યાં વગર પણ છૂટકો ન હતા. પણ સ્વીકારેલ કરારનું પાલન ગમે તેમ કરીને કરવાનું જ હતું. મુંબઈમાં શાખા માટે જમીન
વિદ્યાલયની પચાસ વર્ષની કાર્યવાહીના પરિણામે મુંબઈના વિદ્યાર્થીગૃહ ઉપરાંત અમદાવાદ, પૂના અને વડાદરાની ત્રણ શાખાએ સ્થપાઈ ચૂકી હતી, અને એ ચારે સ્થાનામાં થઈ ને સવાત્રણસે સાડાત્રણસો વિદ્યાર્થીઓને રાખવામાં આવતા હતા. ઉપરાંત વલ્લભ વિદ્યાનગર (આણુ ંદ)ની શાખાના મકાનનું બાંધકામ પણ શરૂ થઈ ગયું હતું. આ રીતે અરધી સદી દરમ્યાન વિદ્યાલયના વિકાસ વિદ્યાલયના સચાલકે સતાષ અને ગૌરવ લઈ શકે એવા થયેા હતેા. પણ સાથે સાથે દેશમાંના અન્ય સમાજોની જેમ જૈન સમાજમાં પણ ઉચ્ચ શિક્ષણની રુચિ સારા પ્રમાણમાં વધી હતી, અને સમાજના અભ્યુદય માટે, એ રુચિને પ્રેાત્સાહન આપવા માટે વધારેમાં વધારે સગવડ પણ ઓછી પડે એવી સ્થિતિ હતી એ હકીકત વિદ્યાલયના વિચક્ષણ કાર્યકરોના ધ્યાન બહાર ન હતી. સમાજના ભલાની દૃષ્ટિએ આ સ્થિતિ ખૂબ આવકારદાયક હતી; એટલે શિક્ષણના ગુણ પક્ષપાતી વિદ્યાલયના સંચાલકા હમેશાં વધારે ને વધારે વિદ્યાર્થીઓને વિદ્યાલયના લાભ કેવી રીતે આપી શકાય એની જ ચિંતા અને વિચારણા કરતા રહેતા.
આ વિચારણામાંથી એમને મુંબઈમાં વિદ્યાલયની શાખા શરૂ કરી શકાય એવી જમીન ખરીદવાના વિચાર સ્ફુર્યાં. અને વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિએ એ વિચારનું સ્વાગત કરીને ટૂંક સમયમાં જ ઘાટકોપરમાં એક પ્લાટ ખરીદ્યવાના નિર્ણય કરીને એના અમલ ફરવાની વિદ્યાલયના ટ્રસ્ટીઓને સત્તા આપી છે.
વિદ્યાલયના સુવણુ મહેાત્સવના ૫૦મા વર્ષોંમાં ભરવામાં આવેલું આ પગલું વિદ્યાલયના સ‘ચાલકાની વિદ્યાર્થીએ પ્રત્યેની હાર્દિક લાગણીની સાક્ષી પૂરવાની સાથે વિદ્યાલયની વિકસતી જતી કાર્યશક્તિની પણ સાક્ષી પૂરે છે. વ્યક્તિની ઉંમર વધતાં એ વૃદ્ધ થાય છે, જ્યારે, જાહેર સંસ્થાનું સંચાલન જો સુચારુ રીતે થતુ રહેતુ હાય તેા, સંસ્થાની ઉંમર વધવા સાથે એનામાં નવું જોમ પ્રગટે છે : વિદ્યાલયના વધુ વિકાસ માટે જમીનની ખરીદ્વી કર્યાંની આ ઘટનાએ આ વાતને પુરવાર કરી આપી છે.
* અગાઉ સૂચવવામાં આવ્યું છે તેમ, બાવનમા વર્ષોમાં આ શાખા કામ કરતી થઈ ગઈ છે,
Page #160
--------------------------------------------------------------------------
________________
હું : વિદ્યાલયની શાખાએ
૮૫
વિદ્યાલયનાં શરૂઆતનાં ૩૦-૩૧ વર્ષના સમયને વિદ્યાલયની સ્થિરતાના, એના પાયાની દૃઢતાના તેમ જ યશનામી, લેાકપ્રિય અને વિકાસગામી કાર્યવાહીના યુગ તરીકે પિછાની શકીએ, તે તે પછીના ૨૦-૨૨ વર્ષીના સમયને વિવિધ શાખાઓની સ્થાપનાને કારણે તેમ જ સાહિત્ય પ્રકાશનની વિશિષ્ટ પ્રવૃત્તિની શરૂઆતને કારણે વિદ્યાલયના વિકાસના યુગ તરીકે ખુશીથી પિછાની શકીએ. આમાં શરૂઆતમાં વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિના સભ્ય તરીકે અને પછીથી માનદ મંત્રી તરીકે શ્રી ચંદુલાલ વમાન શાહે ઘણુંા અગત્યના, માર્ગદર્શીકા અને નિર્ણાયક ફાળે આપ્યા છે, એમ કહેવું જોઈ એ. એમના સહકાય કરાએ આપેલા સાથ પણ એટલા જ મહત્ત્વના છે.
"
| [][][][][][][]
]]
વિદ્યાલયમાં આપનું નામ અમર કરા
“ દાનવીર્ સેઠ દેવકરણુ મૂલજી જોગ ધ લાભની સાથે માલમ થાય જે ગઈ કાલે અમારી સાથે તમારી જે વાત થઈ હતી તે મુજબ અને અમુક વિશ્વાસુ આદમીની સાથે થયેલી વાચિત મુજબ અમારા વિચાર નીચે મુજબ જણાય છે.
“ હેાસ્પીટલની વાત ઘણી મેાટી અને અશકય જેવી અમને લાગે છે તેા એના બદલામાં હાસ્પીટલની જલદી જરૂરત ન પડે એવી રીતે આપના સાધિ ભાઈ એની તદુરસ્તીને માટે ખાસ સગવડ મેાટા પાયા ઉપર થાય તેા વધારે સારૂં અનવા જોગ છે અને આ કામ જૈન સમાજમાં આજ સુધી થયુ' નથી. આપનું નામ પ્રથમ નંબરે આવશે અને હમેશાંને માટે કાયમ રહેશે માટે ઘણાં નાનાં નાનાં કામે કરવા કરતાં એક જ મેઢુ અને સંગીન કામ થાય તેા કાંઈ પણ કર્યું કહેવાય. આ બાબત પ્રથમ પણ કઈ વખતે પત્રામાં તમને જણાવેલ યાદ હશે.
“ એ ઉપરાંત શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં આપનું અમર્ નામ અમદાવાદવાળા વાડીલાલ સારાભાઈની માફક થવાની જરૂરત છે એ આપ પાતે જાણેા છે, કારણ કે પ્રથમથી આપે જ શ્રી મહાવીર જૈન વિદ્યાલયનું કામ માથે લીધેલું છે.
“ આ એ કામ ખરાં આપની જીંદગીમાં લાહે લેવાનાં સમજવામાં આવે છે, તે આશા છે કે આપ જરૂર ઉદારતા દાખવી વિચારી એક મક્કમપણુ' જણાવશેા. મેાતીચંદભાઈ આવશે ત્યારે બની શકશે તે। હું પણ આવીશ. હાલ એ જ. દ. વલ્લભ વિ. ના ધર્મલાભ, પૂ. આ. મ. વિજચવલ્લભસૂરિજી
તા. ૭-૬-૨૯
[ આચાય મહારાજે શ્રી દેવકરણ શેઠને લખેલ પત્ર. આ પત્ર લખ્યા પછી ૧૨ દિવસે, તા. ૧૯-૬-ર૯ના રાજ, શ્રી દેવકરણ રોઢના સ્વર્ગવાસ થયા. ]
□ □ □ □3日司
- an an u 日
-
Page #161
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સાતમું : વિદ્યાથીઓ
વિદ્યાલયનું અસ્તિત્વ વિદ્યાર્થીઓને લીધે તેમ જ વિદ્યાર્થીઓને માટે જ છે એટલે વિદ્યાલયની સ્થાપના અને પ્રગતિની કથા એ ખરી રીતે વિદ્યાર્થીઓએ લીધેલ વિદ્યાલયના લાભની અને સાધેલ પ્રગતિની જ કથા બની રહે છે. મતલબ કે વિદ્યાથીઓ જ વિદ્યાલયનું જીવન અને સર્વસ્વ છે. વિદ્યાલયના સંચાલકો વિદ્યાર્થીઓ માટે કેવી આશા અને પ્રશંસાની દૃષ્ટિ ધરાવે છે તે સાતમા રિપોર્ટ (પૃ. ૧૬)ની નીચેની એક જ પંક્તિથી સમજી શકાય છે –
“આપણે અત્યારના વિદ્યાર્થીઓ એટલે આપણી ભાવી જૈન મનોરથ સૃષ્ટિ છે.”
વિદ્યાર્થીઓ અંગે શરૂઆતથી જ વિદ્યાલયના સંચાલકોનું વલણ બે પ્રકારનું રહ્યું છે: એક તે, સામાન્ય કે ગરીબ સ્થિતિના હોશિયાર વિદ્યાથીને અભ્યાસ આર્થિક સગવડના અભાવે ન રૂંધાય તે તરફ ધ્યાન રાખવું અને બીજું, વિઘાલયને લાભ વધારેમાં વધારે વિદ્યાર્થીઓને મળે એને ખ્યાલ રાખવે.
સામાન્ય સ્થિતિના સુયોગ્ય વિદ્યાર્થીઓનું સંચાલકેના હૈયે કેટલું હિત હતું તે તેમ જ જગા ખાલી હોય તે પેઇંગ વિદ્યાર્થીઓને રાખીને બને તેટલા વધુ વિદ્યાર્થીઓને લાભ આપવાની કેવી ભાવના તેઓ ધરાવતા હતા તે ચોથા વર્ષના રિપોર્ટ (પૃ. ૭)માંના નીચેના લખાણ ઉપરથી પણ જાણી શકાય છે:
શ્રી વિદ્યાર્થીને ભોગે પગને દાખલ કરવામાં સંસ્થાનો ઉદ્દેશ જળવાતો નથી. પણ સગવડ અને સમાસ હોય તો ખાલી રહેતી જગા મેનેજિંગ કમિટી પગ વિદ્યાર્થીઓથી તે વર્ષ માટે પૂરે એવી સત્તા આપવાની જરૂરીઆત લાગે છે.”
આ લખાણુમાં જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે, શ્રી વિદ્યાર્થીઓને દાખલ કરવા છતાં જગા ખાલી હોય તે સંસ્થાએ પિતાના ધારાધોરણમાં સ્વીકારેલ પ્રમાણ કરતાં પણ વધુ સંખ્યામાં પેઇંગ વિદ્યાથીઓને દાખલ કરવાની સત્તા વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિને આપવામાં આવે એટલા માટે, તા. ૭-૯-૨૪ના રોજ વિદ્યાલયની સામાન્ય સમિતિની સભા બેલાવવામાં આવી હતી. આ સભાએ કી વિદ્યાર્થીઓને ગેરલાભ ન થઈ બેસે એટલા માટે છેવટે આ માગણીનો સ્પષ્ટ ઈનકાર કરી દીધે એ ઉપરથી પણ સામાન્ય સ્થિતિના વિદ્યાથીઓ પ્રત્યે સંસ્થા કેવી હમદર્દભરી ભલી લાગણું ધરાવે છે તે જણાઈ આવે છે. આ સામાન્ય સમિતિની સભાની કાર્યવાહીને અહેવાલ આપતાં “પચીશ વર્ષની કાર્યવાહી” (પૃ. ૧૯૨૦)માં કહેવામાં આવ્યું છે કે –
સંસ્થાના ધારાધોરણમાં શરૂઆતથી એક નિયમ રાખવામાં આવ્યું છે કે “વ્યવસ્થાપક સમિતિ પગ વિદ્યાર્થીની સંખ્યા એવી રીતે મુકરર કરશે કે તે વધારેમાં વધારે લેન વિદ્યાર્થીઓ કરતા
Page #162
--------------------------------------------------------------------------
________________
૭ : વિદ્યાર્થી એ
૨૭
એક તૃતીયાંશ ભાગથી વધારે નહિ હાય.'૧ આનો અર્થ એ થયો કે ત્રણ લેાન વિદ્યાર્થી સંસ્થામાં દાખલ કરવામાં આવે ત્યારે એક પેઇંગ વિદ્યાર્થી રાખી શકાય. આ પ્રમાણ બહુ વિચાર કરીને શરૂઆતથી જ સ્વીકારવામાં આવ્યું છે. સંસ્થાના ચોથા વર્ષમાં આ પ્રમાણુ પર અપવાદ કરવાની સત્તા વ્યવસ્થાપક સમિતિને આપવાની બાબત જનરલ સભામાં વિચાર માટે રજૂ કરવામાં આવી હતી. કારણ કે તે વખતે પેઇંગ વિદ્યાર્થી આ સસ્થામાં મેટી સખ્યામાં આવવા ઇચ્છા ધરાવતા હતા અને દર વર્ષે ઉપરનું પ્રમાણ જાળવવામાં ભારે મુશ્કેલી પડતી હતી....મુંબઈમાં લાલબાગમાં સંધની મેટી મેદની જામી હતી. તે વખતે પેઇંગ અને લેાન વિદ્યાર્થીના ઉપર જણાવેલાં પ્રમાણેામાં ફેરફાર કરવાની સત્તા વ્યવસ્થાપક સમિતિને આપવાની જરૂરીઆત પર મંત્રીએ વિવેચન કર્યું. પેઈંગ અને લેાન વિદ્યાર્થીઓના પ્રમાણમાં ફેરફાર કરવાની વ્યવસ્થાપક સમિતિને સત્તા આપવાનાં અનેક કારણેા મંત્રીએ રજૂ કર્યાં, તે પર કેટલાંક વિવેચનો થયાં અને દરખાસ્ત પસાર થવાની લગભગ અણી ઉપર હતી.
“ તે વખતે શેઠ મેાતીલાલ મૂળજી ખડા થઈ ગયા. તેમણે ખરેખર ભાષણ કર્યું. તેમના કહેવાતા સાર એ હતા કે આપણે આ વિદ્યાલય ખાસ મધ્યમ વર્ગ અને ગરીબ સાધી ભાઈ એના હિત માટે કાઢ્યુ છે, ધનવાન પેઇંગ વિદ્યાર્થી તે ગમે ત્યાં સગવડ કરી લઈ ભણશે, પણ ખૂબ વિચાર કરી પેર્ટીંગ અને લેાન વિદ્યાર્થીના પ્રમાણનું જે ધેારણ આપણે સ્વીકાર્યું છે, તેમાં જરા પણ ફેરફાર કરવાની જરૂર નથી. એમણે પેાતાની દલીલના ટેકામાં કેટલાક દાખલાઓ આપ્યા અને સના આશ્રય વચ્ચે વ્યવસ્થાપક સમિતિએ ભલામણ કરેલી અને મંત્રીએ રજૂ કરેલી પેઇંગ અને લેાન વિદ્યાર્થીના પ્રમાણમાં અપવાદ કરવાની વ્યવસ્થાપક સમિતિને છૂટ આપવાની દરખાસ્ત સર્વાનુમતે રદ્દ થઈ ગઈ.”
વિદ્યાલયના લાભ વધુમાં વધુ વિદ્યાથીઓને મળે એ માટે સંસ્થાના સ’ચાલકેા કેટલા પ્રયત્નશીલ અને સજાગ હતા તે નીચેની એ નોંધા ઉપરથી પણ જાણી શકાય છે. એ નોંધા કહે છે કે—
k
આ વર્ષે વ્યવસ્થાપક કમીટીને એવા વિચાર થયો કે આ સંસ્થાનો લાભ વધારે સ ંખ્યામાં વિદ્યાર્થીઓ લે તેટલા માટે જાહેરખબર સારી રીતે છપાવી અર્જી માગવી. આટલા ઉપરથી મુંબઈનાં
તેમ જ દેશાવરનાં છાપાંઓમાં જાહેરખબર આપી હતી.” ( સાતમેા રિપોર્ટ, પૃ. ૮ )
¢¢
“ આપણે વિદ્યાર્થી સંખ્યા કમી કરી શકતા નથી એટલે આવકમાં વધારા કર્યે જ આપણી સિદ્ધિ છે.” ( છવ્વીસમા રિપોર્ટ, પૃ. ૨૫)
વળી વિદ્યાથીઓને માટે જુદા જુદા વિષયના અભ્યાસ માટેની સગવડ કરવાની તે કેવી તમન્ના ધરાવતા હતા તે અંગે નીચેની એ નાંધા, જાણે એમની પ્રશસ્તિ કરતી હાય એમ, કહે છે કે—
“ હજી એગ્રિકલ્ચરલ ( ખેતીવાડી ) અને મીકેનીકલ લાઈનમાં પણ વધારે વિદ્યાર્થીએ જાય તે ઇચ્છવા યાગ્ય છે. આપણે સર્વાં ક્ષેત્રોમાં આપણા ભાઈ એને સ્થાન મેળવતા જોવા ઇચ્છીએ તે સ્વાભાવિક છે.” ( સાતમા રિપે, પૃ. ૯ )
પરદેશ અભ્યાસ કરવા અગર તેા અનુભવ મેળવવા જનાર બુદ્ધિશાળી પ્રવીણુ વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે સંસ્થા પાસે નિયત ફંડ નથી. હાલ પૂરક રકમ આપી સતેષ માનવામાં આવે ૧. અત્યારે એ લેાન વિદ્યાર્થીએ એક પેઇંગ વિદ્યાર્થી લેવામાં આવે છે.
""
Page #163
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસકથા છે, પરંતુ તે બરાબર નથી. આશાસ્પદ બુદ્ધિશાળી વિદ્યાર્થીઓને પરદેશ મોકલવા માટે એક સારું સ્થાયી ફંડ ઊભું કરવાની આવશ્યકતા અનિવાર્ય છે એમ અમને ચોક્કસપણે લાગે છે.” (૪૧ મેં રિપેર્ટ, રૂ. ૧૨)
આર્થિક સગવડ વગરના વિદ્યાર્થીઓનું હિત પૂરેપૂરું સચવાય, વધુમાં વધુ વિદ્યાથી એને વિદ્યાલયને લાભ મળે અને વિદ્યાનાં વિવિધ ક્ષેત્રોને અભ્યાસ કરવાની તેમ જ વિશેષ અભ્યાસ માટે પરદેશમાં પણ જવાની વિદ્યાર્થીઓને પ્રેરણું મળે એ માટે વિદ્યાલયના સંચાલકો માત્ર ભાવના ભાવીને જ બેસી રહે એવા ન હતા. વિદ્યાથીઓના હિતને માટે તેઓને જે વિચાર આવતા અને વિદ્યાલયના વિકાસને માટે એમને જે કામ કરવા જેવું લાગતું એને અમલી બનાવવા માટે તેઓ સમૂહ ભાવનાથી દિલ દઈને પ્રિયત્ન કરતા અને આ માટે જહેમત ઉઠાવવામાં તેઓ, મનહર ઉદ્યાનના કુશળ અને નિષ્ઠાવાન બાગબાનની જેમ થાક કે કંટાળાને બદલે એક પ્રકારને આનંદ અનુભવતા. આમ હેવાને લીધે જ વિદ્યાલયને વિવિધ શાખાઓ રૂપે તેમ જ દરેક શાખામાં વધુ વિદ્યાથીઓ રાખવાની સગવડરૂપે સતત વિકાસ થતો રહ્યો છે. વિદ્યાલયના વિકાસની આ પ્રક્રિયા અત્યારે પણ ચાલે છે, અને એ માટે વિદ્યાલયના અત્યારના સંચાલકે એટલા જ સજાગ, પ્રયત્નશીલ અને સમૂહભાવનાના સૂત્રે બંધાયેલા છે, એ સમાજની ખુશનસીબી અને સંસ્થાના આદ્યપ્રેરક આચાર્યશ્રીના આશીર્વાદનું જ ફળ લેખી શકાય.
વળી, વિદ્યાલયના પ્રવેશ માટે ટ્રસ્ટ-સ્કોલરને બાદ કરતાં, વિદ્યાથીઓની પસંદગીનું ધારણ કેવળ એમની લાયકાત (ગુણવત્તા) અને જરૂરિયાત જ રાખવામાં આવ્યું છે. અને એ માટે સંસ્થાના બંધારણમાં જે સુસ્પષ્ટ અને સુનિશ્ચિત જોગવાઈઓ કરવામાં આવી છે એનું પૂરી સાવધાની સાથે પાલન કરવામાં આવે છે. સંસ્થાની શરૂઆતથી જ આવી તંદુરસ્ત અને નિષ્પક્ષ પદ્ધતિ અપનાવવામાં આવેલ હોવાથી વિદ્યાથીઓની પસંદગીનું કામ કઈ પણ પ્રકારની તાણ ખેંચ વગર, જાણે સ્વયં સંચાલિત ન હોય, એ રીતે બિલકુલ સરળતાપૂર્વક ચાલતું રહે છે. આમ થવામાં સ્વર્ગસ્થ આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભ સૂરિજી મહારાજ તથા એમના સમુદાયના મુનિવરેએ દાખવેલી નિર્મોહવૃત્તિ અને તટસ્થતા તેમ જ સંસ્થાના સંચાલકોએ દાખવેલી સંસ્થાના બંધારણ પ્રત્યેની વફાદારી અને ખેલદિલી દાખલારૂપ બની રહે એવી છે. આને લીધે જ સંસ્થા ઉત્તરોત્તર વિકાસ સાધી શકી છે, ડાં કા નથી. વિદ્યાથીની પસંદગી માટે અપનાવવામાં આવેલ ધરણને ખ્યાલ નીચેની તૈધ ઉપરથી પણ આવી શકશે. એ ને કહે છે કે –
વિદ્યાર્થીઓની લાયકાત અને તેની જરૂર ઉપર જ લક્ષ્ય આપવામાં આવે છે. આથી કેટલીક વાર ભલામણ કરનારાઓને ખેદ થવાનો પ્રસંગ આવે છે; પરંતુ ભલામણની કઈ બાબત પર કમીટી વિચાર કરતી નથી, એ બાબત અહીં ખાસ જણાવવાની જરૂર એ છે કે આ સંસ્થામાં જ્ઞાતિ કે ભલામણ ઉપર લક્ષ્ય ન આપવાને સંબંધે કોઈએ ખેદ કરવાનું કારણ નથી. આખી શ્વેતાંબર કેમની નજરે જોવાની આપણે ટેવ પાડવાની જરૂર છે અને તે સાથે લક્ષ્યમાં રાખવામાં આવે છે.” (ત્રીજો રિપોર્ટ, પૃ. ૧૪)
અરજી પસાર કરતી વખતે ગામ કે કેમ ઉપર લક્ષ્ય જરા પણ અપાતું નથી. સંસ્થાના નિયમને ગ્ય હોય, જરૂરિયાતવાળા હોય અને સહાય વગર અભ્યાસ કરવા અશક્ત હોય તેને કઈ
Page #164
--------------------------------------------------------------------------
________________
૭: વિદ્યાર્થીઓ ભેદભાવ વગર અન્ન દાખલ કરવામાં આવે છે, અને તે ઉપરાંત જગા ખાલી રહે, સગવડ હોય તો પેઈંગ વિદ્યાર્થીને સ્થાન આપવામાં આવે છે.” ( છઠ્ઠો રિપોર્ટ, પૃ. ૧૦ )
સંસ્થામાં દાખલ કરતી વખતે જ્ઞાતિ કે દેશને ગણનામાં લેવામાં આવતા નથી. વિદ્યાર્થીના અભ્યાસની સ્થિતિ, વય, કૌટુંબિક સ્થિતિ અને જરૂરીઆત પર ખાસ લક્ષ્ય અપાય છે, છતાં પરિશિબ્દો પરથી જોઈ શકાશે કે લગભગ સર્વ પ્રાંતિ અને વિભાગોને તથા સર્વજ્ઞાતિઓને સપ્રમાણ ન્યાય મળે છે. અમુક શહેરના વિદ્યાર્થીને દાખલ ન કરતાં કોઈ વાર કચવાટ થાય છે તો તે સંબંધમાં જણાવવું અસ્થાને નહિ ગણાય કે અમારે આખી જૈન કોમની દૃષ્ટિએ કામ લેવાનું છે, સમષ્ટિના હિતમાં વ્યક્તિઓનો સમાવેશ થઈ જાય છે અને ખાસ અગવડ ન થાય તેની ચીવટ રાખવા છતાં વ્યક્તિગત અપવાદ લાગે તો પૂછાવવું, તપાસ કરવી, પણ વિના કારણે સંસ્થા વિરુદ્ધ અભિપ્રાય બાંધી દે નહિ, તેની વિરુદ્ધ એક તરફી હુકમનામું કરી નાખવું નહિ.” (આઠમો રિપોર્ટ, પૃ. ૭)
વિદ્યાથીઓની પસંદગીનું ધોરણ આવું ગુણવત્તામૂલક હોવાને લીધે એકંદરે વિદ્યાલયમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ પ્રથમ કક્ષાના કે ઉચ્ચ કક્ષાના તેમ જ બુદ્ધિશાળી જ હોય છે. પણ સારા વિદ્યાથીઓ મળવા માત્રથી જ રાજી થઈ જવાનું નથી હોતું; જે જરૂરી દેખરેખ અને સાવચેતી રાખવામાં ન આવે તો સારા વિદ્યાથીઓને અભ્યાસમાં (તેમ જ વર્તનમાં પણ) પાછા પડી જતાં વાર લાગતી નથી; આ વાત વિદ્યાલયના સંચાલકે બરાબર જાણતા હતા; અને જ્યારે પણ, પરીક્ષાના પરિણામો દ્વારા, વિદ્યાથી ઓના અભ્યાસમાં કચાશ આવ્યાને ખ્યાલ આવે ત્યારે તે જરૂરી ચીમકી આપવાનું તેમ જ આત્મનિરીક્ષણ કરવાનું પણ ન ચૂકતા. મુખ્યત્વે આવી જાગૃતિને લીધે જ વિદ્યાલયના વિદ્યાર્થીઓની ગુણવત્તાનું ધોરણ સચવાઈ શક્યું છે એમ કહેવું જોઈએ. વિદ્યાલયના સંચાલકોની આ વિશેષતાનું દર્શન નીચેની કેટલીક માં પણ થઈ શકે છે. એ નેંધે
૨૯ પૈકી ૧૮ વિદ્યાથીઓ પસાર થયા છે. પસાર થનારમાંથી ૮ સેકન્ડ કલાસમાં આવે છે, અને એક ફર્સ્ટ કલાસમાં આવે છે. આ વર્ષનું પરિણામ સંતોષકારક લેખી ન શકાય. વિદ્યાર્થીઓને તે સંબંધી ઘટતી ચેતવણી આપવામાં આવી છે અને નવીન વર્ષમાં તેનું પરિણામ જરૂર દેખાશે એવો પૂરતો સંભવ છે.” (સાતમો રિપોર્ટ, પૃ. ૭)
સંસ્થામાં સર્વ પ્રકારની સગવડ મળવા છતાં ર૯ પૈકી પાંચ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. એ ઉપરથી વિચારવાનું એ પ્રાપ્ત થાય છે કે તદ્દન નરમ વિદ્યાર્થી હોય તેને એક વર્ષની તપાસને પરિણામે પણ બંધ કરી શકાય એવી વ્યવસ્થા હોવી જોઈએ એવી અમારી સુચના છે. એક બીજી બાબત પણ વિચારવા ગ્ય છે. ૨૪ પસાર થનારા વિદ્યાર્થીમાંથી ૧૦ સેકન્ડ કલાસમાં આવે છે જ્યારે ફર્સ્ટ કલાસમાં તો માત્ર એક જ આવે છે. પૂરતી સગવડ છતાં પરિણામ આવું આવે તે બહુ સંતોષકારક ન જ લેખાય. વિદ્યાર્થીઓને માથે અભ્યાસ સાથે કમાવાની ચિંતા નથી, આંતર વ્યવસ્થા ઉપર બહુ જ ધ્યાન આપવાનું હોય છે, છતાં સારા કલાસમાં મોટી સંખ્યા કેમ ન આવે અને એક પણ વિદ્યાર્થી નપાસ કેમ થાય તે સમજાતું નથી. આયંદે આ સંબંધમાં વિદ્યાર્થીઓ બહુ મુદ્દામ લક્ષ્ય આપશે એવી આશા રાખવામાં આવે છે.” (આઠમો રિપોર્ટ, પૃ. ૬)
આ વર્ષના આંકડા ઉપરથી જેવાશે કે ઈન્ટર આર્ટ્સનું પરિણામ સર્વથી વધારે ખરાબ છે. વિદ્યાથીઓને દાખલ કરતી વખત બતાવાયેલી ઉદારતાનું એ પરિણામ લાગે છે. આ વખતે વિદ્યાથી
Page #165
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસકથા એને ચેતવણી આપવામાં આવે છે કે જે આવી રીતે પરિણામ આવ્યા કરશે તો એક પરીક્ષામાં નાપાસ થનારને પણ રદ કરવાનો ઠરાવ કરવો પડશે. આ વર્ષમાં વધારે ઉદ્યોગ, ખંત અને ચીવટ વિદ્યાર્થીઓ રાખશે એવી ખાતરી મળી છે. આ સંબંધમાં કમિટીએ તપાસ કરવાની જરૂર છે. આવતી કમિટી એ સંબંધમાં જરૂર એગ્ય તપાસ અને તજવીજ કરશે એવી અમારી સૂચના છે.” (નવમે રિપોર્ટ, પૃ. ૮–૯)
સંસ્થામાં ભણતા ૩૮ વિદ્યાથીઓ પરીક્ષામાં બેઠા તેમાંથી ૨૨ પસાર થયા તે પૈકી ૧૨ સેકન્ડ કલાસમાં આવ્યા, ૧ ફર્સ્ટ કલાસમાં આવ્યો અને તે પૈકી ૭ ગ્રેજ્યુએટ થયા. પરિણામે ૧૬ નાપાસ થયા, પરિણામ ૫૮ ટકા આવ્યું. યુનિવર્સિટીની પરીક્ષામાં ૩૧ બેઠા તેમાં ૧૮ પસાર થયા તેનું પરિણામ ૫૮ ટકા આવ્યું. આ પરિણામ અસંતોષકારક છે. આટલા વર્ષમાં આવું મંદ પરિણામ આવ્યું નથી. એક પણ વિદ્યાર્થી એક પરીક્ષામાં નાપાસ થાય તો નીચું જોવરાવનારી હકીક્ત બની છે એમ વિદ્યાર્થીએ જાણવું જોઈએ. કેમ જે રીતે તેમની ઉપર આશા બાંધે છે તેના ઉપર આ તે માટે પ્રહાર કહેવાય. જીવનની શરૂઆતમાં એક વર્ષ પછાત પડવું એ નાની સુની નુકસાની નથી.” (અગિયારમો રિપોર્ટ, પૃ. ૭-૮)
એ ૫૧ વિદ્યાર્થી પરીક્ષામાં બેઠા તેમાં ૩૫ પસાર થયા અને ૧૬ નપાસ થયા એટલે પરીક્ષાનું પરિણામ ૬૮ ટકાથી સહજ વધારે આવ્યું. આ પરિણામ સંતોષકારક ન ગણાય. એ વિદ્યાથીઓ પૈકી યુનિવર્સિટીની પરીક્ષા ૩૮ વિદ્યાથીને હતી તે પૈકી ૨૬ વિદ્યાથી પસાર થયા. પરિણામ ૬૮ ટકા આવ્યું. આ પરિણામ પણ સંતોષકારક ન ગણાય. આપણે ત્યાં વિદ્યાથીને સર્વ પ્રકારની સગવડ અપાતી હોય, તેમને અન્ય કેટલાક વિદ્યાર્થી પેઠે ભણવા સાથે રળવાની ચિંતા ન હોય, છતાં ૧૬ વિદ્યાર્થી પરીક્ષામાં પસાર ન થાય તો ઘણું ખરાબ ગણાય. આથી પણ વધારે દિલગીરી ભરેલી વાત તો એ બની છે કે આ વર્ષે પાંચ વિદ્યાર્થીઓ એકની એક જ પરીક્ષામાં ઉપરાઉપરી બે વર્ષ નિફળ થયા. સંસ્થાના ધારાધોરણ પ્રમાણે અમે તેમને રદ કર્યા છે....આમાં સંસ્થાને કેટલો અન્યાય થાય છે તે વિદ્યાર્થીઓએ વિચારવાનું છે. ઇન્ટર કોમર્સ જેવી પરીક્ષામાં ઉપરાઉપરી બે વાર નાપાસ થવું એટલે એમણે વિદ્યાલયનાં ત્રણ વર્ષ બગાડયાં. તેમ જ અધુરે અભ્યાસે તેમને રખડવું પડયું. આ હકીક્ત અમારી નજરમાં બહુ ગંભીર જણાઈ છે.” (બારમો રિપોર્ટ, પૃ. ૭-૮)
વિદ્યાલયના વિદ્યાર્થીઓના અભ્યાસના ધોરણની અને પરીક્ષાના પરિણામોની ઉચ્ચ કક્ષા ટકાવી રાખવામાં સંચાલકોની આ ખબરદારીએ ઘણે અગત્યને હિસ્સો આપે છે એમાં શક નથી.
પરદેશમાં તથા દેશમાં વિદ્યાલય બહાર અભ્યાસ સને ૧૯૧૫માં વિદ્યાલયની સ્થાપના થઈ, અને ૧૯૪૬માં સંસ્થાની પહેલી શાખા અમદાવાદમાં સ્થપાઈ, એ દરમ્યાનનાં ૩૧ વર્ષ સુધી વિદ્યાલયનું વિદ્યાર્થીગૃહ માત્ર મુંબઈમાં જ હતું, છતાં વિદ્યાલયના સંચાલકોએ એ આગ્રહ ક્યારેય નહોતે રાખ્યો અને હજી પણ નથી રાખતા કે જે વિદ્યાથીઓ વિદ્યાલયમાં રહીને અભ્યાસ કરે એમને જ વિદ્યાલયને લાભ આપે. માત્ર મુંબઈમાં જ વિદ્યાલય હતું ત્યારે તેમ જ અમદાવાદ, પૂના અને વડોદરામાં વિદ્યાલયની શાખાઓ સ્થપાઈ તે પછી પણ જે જે વિદ્યાશાખાઓના અભ્યાસ માટેની કૉલેજે આ સ્થાનોમાં ન હતી, અને, આવી કોલેજો હોવા છતાં, જેમાં વિદ્યાર્થીઓને
અમદાવાદમ'
ના સંચાલકોએ એવી
જ
સ કરે એમને જ વિઘાલ'
Page #166
--------------------------------------------------------------------------
________________
૭ઃ વિદ્યાર્થીઓ પ્રવેશ મળી શકો ન હતો, તે વિદ્યાશાખાઓને અભ્યાસ સુયોગ્ય વિદ્યાર્થીઓ પરદેશમાં જઈને તેમ જ દેશમાં વિદ્યાલયની બહાર રહીને પણ કરી શકે એવી જોગવાઈ સંસ્થાના બંધારણમાં જ કરવામાં આવી છે. સંસ્થાના ઉદ્દેશ અને કાર્યક્ષેત્રનું વિવરણ કરતી બંધારણ ની ત્રીજી કલમમાં સૂચવવામાં આવ્યું છે કે –
“સંસ્થાના ફંડ અનુસાર ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને પરદેશ મોકલવા પ્રબંધ કરવો, ભારતમાં ઉચ્ચ અભ્યાસ માટે અન્ય સ્થળે મોકલવા.”
આ જોગવાઈ પ્રમાણે, ફંડની મર્યાદા હોવાને કારણે, પરદેશમાં અભ્યાસ માટે તો મર્યાદિત પ્રમાણમાં જ વિદ્યાલય સહાય આપી શકેલ છે, છતાં વિદ્યાલયના સંચાલકો આ દિશામાં પણ વિદ્યાલયે સમયને અનુરૂપ કામ કરવાની તૈયારી કરવી જોઈએ એ માટે હમેશાં ચિંતા સેવતા અને શક્ય પ્રયત્ન કરતા રહ્યા છે. સને ૧લ્પ૬માં (તા. ૨૮-૬-૫૬ ના રેજ) “આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિસ્મારકગ્રંથ”ના પ્રકાશન સમારંભ મુંબઈમાં શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈના પ્રમુખપદે ઉજવાયે તે વખતે વિદ્યાલયના મરથદશી માનદ મંત્રી શ્રીયુત ચંદુલાલ વર્ધમાન શાહે લાગણીભર્યા શબ્દોમાં આ બાબતની રજૂઆત કરતાં કહ્યું હતું કે –
“ અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આપના તરફથી જે સહાય અને સહકાર મળેલ છે તે માટે સમાજ જરૂર ગૌરવ લઈ શકે, પણ પરદેશ જવાની ઇચ્છા સેવનાર બુદ્ધિશાળી વિદ્યાર્થીઓ માટે હજુ સુધી આપણે સક્રિય કાર્ય કરી શક્યા નથી એથી દુ:ખ થાય છે. માત્ર દેશમાં જ નહીં પણ પરદેશમાંય આપણા વિદ્યાર્થીઓ પોતાની, પોતાના સમાજની, દેશની, ધર્મની કીર્તિ ફેલાવે એવું તે સૌ કોઈ ઈચ્છે છે. આપણા દેશ કરતાં પરદેશમાં કેળવણીનો વધુ વિકાસ થયેલ છે. ત્યાં સંશોધન માટે અનેક સાધન તેમ જ માર્ગદર્શક છે. આપણે વિદ્યાર્થી વધુ જ્ઞાન પ્રાપ્ત કરી સમાજ ની તેમ જ રાષ્ટ્રની ઉપયોગી સેવા કરી શકશે એ નિઃશંક છે.
ઘણાં વર્ષની અમારી ઝંખના છે કે વિદ્યાર્થીઓને પરદેશ મોકલવા સારુ એક નિયત ફંડ હોવું જરૂરી છે. અત્રે પધારેલા સર્વ ભાઈ-બહેનોને અમારી આગ્રહભરી વિનંતી છે કે આપ આ માગણી ખૂબ ધ્યાનપૂર્વક વિચારશે. સમાજના અગ્રગણ્ય આગેવાનો, સાધનસંપન્ન સજન અને વેપારી બંધુઓ સમક્ષ આ વિજ્ઞપ્તિ બહુ જ આશા અને શ્રદ્ધાથી રજૂ કરીએ છીએ. સમાજના વિદ્યાર્થીવર્ગ તરફથી આપને વિનંતી કરીએ છીએ કે દર વર્ષે પચીસ હજાર રૂપીઆ પરદેશ અભ્યાસ કરવા જઈ શકે એવા બુદ્ધિશાળી વિદ્યાર્થીઓને સહાય કરી શકાય એવું એક સ્થાયી ફંડ ઊભું કરવામાં મદદ કરે અને પ્રેરણા આપે.”
આ પ્રસંગને ૧૦ વર્ષ વીતી ગયા પછી પણ આ દિશામાં ખાસ બેંધપાત્ર કહી શકાય એવું કામ થઈ શકયું નથી. તેથી સંસ્થાના સુવર્ણ મહોત્સવ નિમિત્તે મોટો સુવર્ણ. મહોત્સવ-નિધિ એકત્ર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે તેમાંથી ફંડની અનુકૂળતા પ્રમાણે અમુક રકમ પરદેશ-અભ્યાસ માટે અનામત રાખવાનું વિચારવામાં આવ્યું છે.
આમ પરદેશ-અભ્યાસને પ્રોત્સાહન અને સહાય આપવા માટે ધારણા મુજબ આર્થિક સગવડ ન થઈ શકી તેથી એ કાર્ય મર્યાદિત પ્રમાણમાં જ થઈ શકે એ સ્વાભાવિક છે. પણ હિંદુસ્તાનમાં ખાસ વિશિષ્ટ વિષયને અભ્યાસ વિદ્યાલયની બહાર રહીને કરવા
Page #167
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસકથા માટેની જોગવાઈની સ્થિતિ આના કરતાં જુદી તેમ જ સંતોષકારક છે. વિદ્યાલયના સંચાલકોએ સંસ્થાની શરૂઆતથી જ વિશિષ્ટ વિષયના અભ્યાસ માટે સુયોગ્ય વિદ્યાર્થીઓ - વિદ્યાલય સિવાય બીજાં સ્થળામાં પણ વિદ્યાલયના વિદ્યાર્થી તરીકે રહી શકે એ બાબત તરફ ધ્યાન આપ્યું હતું અને અત્યારે પણ આપે છે.
બીજા જ વર્ષમાં બે વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગના અભ્યાસ માટે પૂનામાં રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. દસમા વર્ષમાં બે વિદ્યાથીઓને એ જ વિષયના અભ્યાસ માટે કરાંચી મોકલવામાં આવ્યા હતા. અને અગિયારમા વર્ષમાં પૂના તથા કરાંચીમાં અભ્યાસ કરતા વિદ્યાથીઓને ખર્ચ માટે અપાતી રકમ ઓછી પડતી હોવાની ફરિયાદ થતાં એ માટે એક પેટાકમિટી નીમવામાં આવી હતી. આ અંગે ૧૧મા રિપોર્ટ (પૃ. ૨૦): માં કહેવામાં આવ્યું છે કે
પુના કરાંચીમાં અભ્યાસ કરતા ફ્રી વિદ્યાર્થીઓને દર વર્ષે ૪૦૦ રૂપીઆ લેનના એગ્રીમેન્ટથી આપવામાં આવતા હતા અને જે રકમ તેમને રોકડી અપાય તે તેમને ખાતે ઉધારવી એ ઠરાવ થયો હતો. ચાલુ મોંઘવારીથી સદર રકમ ઘણી ઓછી પડવાની અનેક અરજીઓ આવતાં નીચેના ચાર મેમ્બરોની પેટાકમીટી તે સંબંધી તપાસ કરવા અને પત્રવ્યવહાર કરી હકીકત મેળવી રિપોર્ટ કરવા તા. ૨૩-૧-૨૬ના ઠરાવથી નીમવામાં આવી હતી. કમીટીના સેંબાનાં નામ શેઠ હીરાલાલ મંછાચંદ શાહ, શેઠ મુળચંદ હરજી, શેઠ હીરાલાલ અમૃતલાલ શાહ, શેઠ મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ. - “સદર કમિટીએ પત્રવ્યવહાર તપાસી અન્ય કોલેજોમાં તપાસ કરી તા. ૧૯-૩-૨૬ના રોજ રિપોર્ટ કર્યો હતો. તે પર મે. કમીટીએ તા. ૨૧-૪-૨૬ને દિન ઠરાવ કર્યો કે પુને અથવા કરાંચીમાં અભ્યાસ કરનાર આપણા વિદ્યાર્થીઓને રૂ. ૬૦૦) પ્રત્યેક વર્ષ માટે વધારેમાં વધારે આપવા અને તે રકમ તેમને ખાતે માંડવાનું તેમની પાસે એગ્રીમેન્ટ કરાવી સુધરાવી લેવું. સદર રમે તેમણે કેળવણીના ખર્ચ અંગે જ વાપરવાની છે.”
ખાસ વિદ્યાથીઓને, ખાસ વિષયના અભ્યાસ માટે, વિદ્યાલય બહાર રહેવાની સગવડ આપવાની આ પ્રણાલિકા અત્યારે પણ ચાલુ જ છે. એકતાલીસમા વર્ષમાં આવી બહાર રહી અભ્યાસ કરતા વિદ્યાથીઓની સંખ્યા ૬૧ જેટલી હતી; ૫૦મા વર્ષમાં એ સંખ્યા ૨૧ની હતી; અને એ સંખ્યામાં દરેક વર્ષે ફેરફાર થતા રહે છે, એ બીના આ હકીકતની સાક્ષી પૂરે છે. મુંબઈમાં તેમ જ બીજા સ્થાનમાં વિદ્યાલયની શાખાઓ હોવા છતાં વિદ્યાલયના સંચાલકોએ અપનાવેલી આ ઉદાર પદ્ધતિ જેમ એમની વિદ્યાવૃદ્ધિની સાચી દૃષ્ટિનું સૂચન કરે એવી છે, તેમ એ અને બી પણ છે. (બાવનમાં રિપોર્ટ મુજબ ૨૧ વિદ્યાર્થીઓ બહાર રહી અભ્યાસ કરે છે.)
ઘડતર માટે ચીવટ વિદ્યાથીઓના અભ્યાસની જેમ એમના જીવનઘડતર અને સદ્વર્તન માટે પણ હમેશાં ખૂબ ધ્યાન રાખવામાં આવે છે, તેથી તેઓ, પિતાના વિષયના મર્મજ્ઞ અભ્યાસી બનવાની સાથે, પિતાના સુસંસ્કારી જીવનથી સમાજ અને દેશની યથાશક્ય સેવા બજાવીને લોકપ્રિયતા પ્રાપ્ત કરી શકે અને વિદ્યાલયના ગૌરવમાં વધારે કરી શકે. આ માટે તેઓમાં સ્વતંત્રતા અને સ્વનિયંત્રણની સમતુલા જળવાય એ ખૂબ જરૂરી છે. વિદ્યાલયે શરૂઆતથી
Page #168
--------------------------------------------------------------------------
________________
વિદ્યાર્થી એ
૯૩
G:
જ આ ખાખતમાં કેટલી સજાગતા ખતાવી છે તે નીચેની કેટલીક નાંધા ઉપરથી પણ જાણી શકાય છે :~
“ આવી સંસ્થામાં જે એક અતિ અગત્યની બાબત લક્ષ્યમાં રાખવાની હેાય છે તે વિદ્યાર્થીએના વર્તન પર છાપ પાડવાની, અરસપરસ પ્રેમમૈત્રી ઉત્પન્ન કરવાની અને બંધુભાવની લાગણી વધારવાની છે. તેમના પર જે અંકુશ રહે તે જેમ ગેરવાજબી દબાણ કરનાર ન હેાવા જોઈએ તેમ તદ્દન સ્વચ્છંદી બનાવનાર છૂટ પણ ન મળવી જોઈએ. અત્યંત નિયંત્રણાના દબાણથી બુદ્ધિની પરિપકવતા કદી થતી નથી અને નિરંતર પરવશ રહેવા ટેવાયેલું મન પ્રગતિ કરી શકતું નથી, જ્યારે તદ્દન નિરંકુશ રહેનારને પેાતાની જાત ઉપરાંત અન્યનું ભાન પણ રહેતું નથી. આંતર વ્યવસ્થામાં આ નિયમે બરાબર લક્ષ્યમાં રાખી કામ લેવામાં આવે છે. આથી વિદ્યાર્થીઓને સ્વાશ્રયી થવાનું શીખવવામાં આવે છે અને તેમના પર વત્સલ ભાવે દેખરેખ રાખવામાં આવે છે.” (ખીો રિપોર્ટ, પૃ. ૯ )
“ કમિટીએ જરૂરી જુબાની લઈ લંબાણુ રિપોર્ટ કર્યાં છે તે સંસ્થાના દફતરે છે. રિપે પરથી એક વાત ખાસ ધ્યાન આપવા ચેાગ્ય લાગે છે તે એ છે કે વિદ્યાર્થીઓએ . અત્યારના વાતાવરણને તાબે થઈ જવુ ઈષ્ટ નથી. અત્યારે પૂર્વ આ ભાવનાને નાશ થતા ચારે તરફ જોવામાં આવે છે અને વિનય વિવેક રાખવા એ નબળાઈ ગણાય છે. આ સ્થિતિ અત્રત્ય સ્થિતિ માટે ઇષ્ટ નથી. જે દેશમાં સ્વતંત્રતાની પાષણા વિશેષ થાય છે ત્યાં જવાબદારીનેા ખ્યાલ પણ એટલે જ ઉચ્ચ વર્તે છે. અત્રે હક્કના ઉપર જોર વધારે અપાય છે, પણ ફરજ-ધર્મ તરફ તદ્દન ખેદરકારી થતી જાય છે એ ઈષ્ટ નથી. સ્વત ંત્રતાના અમે પાષક છીએ પણ સ્વતંત્રતા સ્વચ્છંદતામાં ન ફેરવાઈ જાય એ ખાસ ધ્યાનમાં રાખવું એ ખરી સ્વતંત્રતા મેળવવાનું લક્ષણ છે એમ અમે માનીએ છીએ,’ ( અગિયારમા રિપોર્ટ, પૃ. ૧૧)
**
વિદ્યાર્થીના કેટલાક વ પડી શકે તેવુ' જોવામાં આવ્યુ છે. કેટલાક તેા માત્ર ભણવા જ આવે છે, એને ખાવાનું શું મળ્યું, કેટલું મળ્યું, કારે મળ્યું તેને વિચાર કરવાની ફુરસદ કે દર્કાર હાતી નથી, એ તેા પોતે ભલેા કે પેાતાનાં પુસ્તકે ભલાં. એ કેાલેજના ટાઈ મે કાલેજમાં જાય, સાંજે ફરવા જાય અને બાકીના વખત પેાતાનાં પુસ્તકાની સાથે નિમકહલાલ રીતે ગેલ કરે. એને તમે ખાધા પછી અરધા કલાકે પૂછે કે આજે શેનું શાક બનાવ્યું હતું તેા તેને તેને ખ્યાલ નહિ હાય. કારણ કે એનું ધ્યાન અભ્યાસ પર જ છે.” ( “ પચીશ વર્ષની કાર્યવાહી ’, પૃ. ૩૧ )
(6
• વિદ્યાલયમાં છાત્રા રહે છે એ સાચા છાત્રા બને અને પેાતાના ચારિત્ર્ય દ્વારા વિદ્યાલયની પ્રગતિ અને પ્રતિષ્ઠા વધારે, વિદ્યાલયને માત્ર રૂપિયા આપવાથી અને વિદ્યાર્થીઓને કેવળ પૈસાની મદદ આપવાથી કામ નહીં ચાલે પણ ચારિત્રની શુદ્ધિ તરફ પૂરતું ધ્યાન આપવુ જોઈએ, એ છાત્રાલયનુ ધ્યેય છે. અહી વિદ્યાર્થી એ જ્ઞાન મેળવે છે પણ જ્ઞાનની વ્યાખ્યા જ એ છે કે જે આચાર તરફ પ્રેરે; પરિગ્રહ ઓછો થાય એવું જ્ઞાન તે સાચું જ્ઞાન. જે વસ્તુ સિવાય સારી રીતે જીવી શકાય એવી વસ્તુ વિના ચલાવી લે એવા સમાજ તૈયાર થાય એવા પ્રયત્ના કરવા જોઈ એ. જરૂરિયાતા ઘટી તેા પાપ ઘટયું; જરૂરિયાતા વધી તે પાપ વધ્યું. મહાવીરસ્વામી ખરા ત્યાગી હતા. છેવà દિશા, વસ્ત્ર અને કરપાત્ર એ જ એમની પાસે બાકી રહ્યું હતું.” ( શ્રી રવિશંકર મહારાજ, વડાદરા શાખાના નવા મકાનના ઉદ્ઘાટન પ્રસ ંગે; સુડતાલીસમેા રિપોર્ટ, પૃ. ૨૨ ) .
વિદ્યાથી ઓના અભ્યાસ અને સન માટે પરિણામે સે’કડા વિદ્યાથીએ જુદા જુદા વિષયના
આ રીતે લેવામાં આવેલી કાળજીને નિપુણુ સ્નાતકો (ગ્રૅજ્યુએટ) ખની
Page #169
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસકથા શક્યા હતા; અને જેઓ, કઈ પણ કારણસર પિતાને અભ્યાસ પૂરો કર્યા વિના અધૂરે અભ્યાસે છૂટા થયા હતા, તેઓ પણ હમેશાં વિદ્યાલય પ્રત્યે આભારની લાગણું દર્શાવતા રહે છે.
પચાસ વર્ષની કાર્યવાહીને અંતે વિદ્યાલયે જુદા જુદા વિષયના ૧૦૮૧ સ્નાતકે સમાજને અને દેશને ભેટરૂપે આપ્યા તેની વિગત નીચે પ્રમાણે છે –
૧૮૯ દાક્તર, ૧૯૨ વિનયન(આસ)ની જુદી જુદી શાખાના સ્નાતકે ૨૩૦ ઈજને ૨૪૯ વિજ્ઞાનની જુદી જુદી શાખાના સ્નાતકો ૨૧પ વાણિજ્ય અને કાયદાના સ્નાતક; ૬ ખેતીવાડીના સ્નાતકે.
અધૂરે અભ્યાસે છૂટા થયેલ વિદ્યાથીઓની સંખ્યા ૧,૪૯૪ છે. એમાંના જેઓ સ્નાતકપદ સુધી પહોંચ્યા છે એને પાયે વિદ્યાલયમાં જ નખાયે હતું એમ કહી શકાય. કન્યાઓની ઉચ્ચ કેળવણીને પ્રોત્સાહન આપવા માટે ૨૪૧ વિદ્યાર્થિનીઓને રૂપિયા ૧,૨૮,૭૦૩ જેટલી રકમની ઍલરશિપ આપવામાં આવી છે.
માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સહાય આપવા માટે સને ૧૯૨૪માં સ્થપાયેલ “શ્રી સારાભાઈ મગનભાઈ મેદી લેન સ્કોલરશિપ ફંડ”માંથી, ૫૦મા વર્ષ સુધીમાં, ૮૫૮ વિદ્યાર્થીઓને રૂા. ૯૫,૮૮૯ જેટલી લોન આપવામાં આવી છે.
ઉચ્ચ શિક્ષણ લેતા વિદ્યાથીઓને પૂરક સહાય આપવાના ઉદ્દેશથી સને ૧૯૩૫માં સ્થપાયેલ “શ્રી સારાભાઈ મગનભાઈ મેદી ઉચ્ચ અભ્યાસ શિષ્યવૃત્તિ ટ્રસ્ટફંડમાંથી ૫૦મા વર્ષ સુધીમાં, ૬૭૩ વિદ્યાર્થીઓને રૂા. ૧,૩૩,૭૪૩ની લોન આપવામાં આવી છે.
ઉચ્ચ શિક્ષણ લેતાં ખેડાનાં વતની વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓને સહાયરૂપ થવાના ઉદ્દેશથી સને ૧૯૪૮માં સ્થપાયેલ “શ્રી ખેડા જૈન વિદ્યાથી ઉચ્ચ શિક્ષણ લેન સ્કોલરશિપ ફંડ” તરફથી, ૫૦મા વર્ષ સુધીમાં, ૧૦૦ વિદ્યાથીઓ-વિદ્યાર્થિનીઓને મળીને રૂા. ૬૨,૪૧૦ લેન-ઑલરશિપ તરીકે આપવામાં આવેલ છે.
ઉપરાંત, વિદ્યાલયની કાર્યવાહીને યશસ્વી બનાવવામાં એટલે કે સામાન્ય સ્થિતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ દ્વારા પોતાની કારકિદીને ઉજજવળ બનાવવામાં સૌથી વધુ અગત્યને અને મહત્ત્વનો ફાળો આપનાર લેનજના મુજબ, ૫૦ વર્ષ દરમ્યાન, ૧૫૬૪ વિદ્યાર્થીઓને (૭૩૭ અભ્યાસ પૂરો કરનારા અને ૮૨૭ અધૂરા અભ્યાસે છૂટા થયેલા વિદ્યાથીઓને) રૂા. ૨૯,૮૮,૪૮૬ જેટલી રકમની લોન આપવામાં આવી છે. એમાંથી ૮૦૫ વિદ્યાર્થીઓએ (૪૫૧ પૂરો અભ્યાસ કરનાર અને ૩૫૪ અધૂરા અભ્યાસે છૂટા થનાર વિદ્યાથીઓએ) રૂા. ૧૬,૧૪,૧૮૬ જેટલી રકમ પાછી આપી છે.
૧. બાવનમા વર્ષને અંતે (તા. ૩૧-૫-૬૭ સુધીમાં) વિદ્યાલયમાં રહીને તૈયાર થયેલ સ્નાતકે વગેરેની વિગત નીચે મુજબ છે – સ્નાતક (ગ્રેજ્યુએટે)––બાવન વર્ષમાં નીચે મુજબ ૧૨૧૩ સ્નાતકે વિદ્યાલયમાં તૈયાર થયા
૨૦૦ દાક્તરે; ૨૦૨ વિનયન (આસ)ની જુદી જુદી શાખાના સ્નાતકે ૨૮૪ ઈજનેરે (આર્કિટેક્ટ) ૨૮૨ વિજ્ઞાનની જુદી જુદી શાખાના સ્નાતકે ૨૩૯ વાણિજ્ય
Page #170
--------------------------------------------------------------------------
________________
૭વિદ્યાર્થીઓ
પરદેશમાં રહી અભ્યાસ કરવા માટે સહાય આપવા માટે (સને ૧૯૨૦-૨૧માં) રચાયેલ “શ્રી મહાવીર લેન ફંડ” માંથી ૧૨ વિદ્યાથીઓને, ૫૦મા વર્ષ સુધીમાં, રૂા. ૬૫,૯૯૭ની લેન આપવામાં આવી છે. આ વિદ્યાથીઓની નામાવલી પરિશિષ્ટમાં આપવામાં આવી છે.
“શ્રી દેવકરણ મૂળજી પરદેશ અભ્યાસ ટ્રસ્ટ ફંડ” વિદ્યાલયને ૧૯૮ની સાલમાં મળ્યું હતું; પણ એની શરત પ્રમાણે એને ઉપગ થઈ શક ન હતું, તે છેક વિદ્યાલયના ૫૦મા વર્ષથી ૩ વિદ્યાર્થીઓને રૂા. ૭,૫૦૦ની લોન આપીને એને ઉપગ શરૂ કરવામાં આવ્યું છે.
વિદ્યાલયના અભ્યાસકાળ દરમ્યાન પિતાની કુશાગ્રબુદ્ધિ, અભ્યાસનિષ્ઠા અને પરિશ્રમ શીલતાને કારણે કોલેજોમાં, યુનિવર્સિટીના તેમ જ બીજે ચંદ્રકો કે પરિતોષિક મેળવનાર વિદ્યાથીઓની નામાવલી કંઈ નાની સૂની નથી. આના લીધે જેમ એ વિદ્યાર્થીઓને યશ મળે છે, તેમ વિદ્યાલયના ગૌરવમાં પણ વધારે થાય છે. વિદ્યાલયના વિદ્યાર્થીએ શિસ્ત પાલન, સંસ્કારિતા અને અભ્યાસમાં હમેશાં આગળ જ હોય. વિદ્યાલયની આવી નામના થવામાં વિદ્યાલયના સુવ્યવસ્થિત સંચાલનને તેમ જ વિદ્યાર્થીઓને–એ બંનેને સમાન હિસ્સો છે. અભ્યાસકાળ દરમ્યાન વિશિષ્ટ રીતે સન્માનિત વિદ્યાથીઓની યાદી જે અહીં રજૂ કરવાનું શકય બન્યું હોત તે વિદ્યાલય અને વિદ્યાથીઓ–બનેની સુમેળભરી કારકિર્દીનું એક આલાદક ચિત્ર દેરી શકાત; પણ સ્થળ-સંકોચને કારણે એ ઈચ્છા ઉપર નિયંત્રણ મૂકવું જરૂરી લાગે છે.
એ જ રીતે વિદ્યાલયમાં અભ્યાસ કરી જુદે જુદે ઊંચે સ્થાને ગોઠવાઈને પિતાને તેમ જ પિતાના કુટુંબનો અભ્યદય સાધવાની સાથે યથાશક્તિ સમાજ તેમ જ દેશનું કામ કરીને વિદ્યાલયનું નામ રોશન કરનાર વિદ્યાથીઓની યાદી પણું ઘણું મટી થઈ જાય એમ છે. મન તો થાય છે કે આવા કાબેલ ભાઈઓની કાર્યવાહીના સંક્ષિપ્ત પરિચય સાથે
તથા કાયદાના સ્નાતકે; ૬ ખેતીવાડીના નાતક.
અધૂરા અભ્યાસે છૂટા થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૬ ૧૮ છે. કન્યાઓને સહાય–ઉચ્ચ અભ્યાસ કરવા માટે ૩૦૪ કન્યાઓને રૂા. ૧,૬૫,૦૦૩ જેટલી રકમની સ્કોલરશિપ આપવામાં આવી.
શ્રી સા, મ, મેંદી લેન સ્કે. કંડ–માધ્યમિક શાળાના શિક્ષણ માટે ૮૮૩ વિદ્યાથીઓને રૂ. ૯૮,૨૯૯-૯૭ ની લેન આપવામાં આવી. એમાંથી રૂ. ૪૯,૭૭૮–૧૮નું રિફંડ મળેલ છે. અને બાવનમા વર્ષને અંતે આ ફંડમાં રૂા. ૧,૬૪૩-૧૨ જમે રહે છે. - શ્રી સા. મ, માદી ઉ. અ. શિષ્યવૃત્તિ ટ્રસ્ટ ફંડ—આ ફંડમાંથી ૭૧૭ વિદ્યાર્થીઓને રૂા. ૧,૪૪,૧૮૧–૪૪ જેટલી લેન આપી; એમાંથી રૂા. ૮૧,૭૬૪-૦૭ જેટલું રિફંડ મળ્યું. બાવનમાં વર્ષને અંતે આ ફંડમાં રૂા. ૧૨,૮૮૧-૮૦ જમે રહે છે.
શ્રી ખેડા જૈન વિદ્યાથી ઉ. શિ. લો, કે. કુંડ—આ ફંડમાંથી ૯૫ છાત્રો અને ૩૩ કન્યાઓ મળીને કુલ ૧૨૮ વિદ્યાર્થીઓને રૂા. ૭૫,૮૨૫ જેટલી લોન આપવામાં આવી; એમાંથી રૂ. ૨૧,૩૮૫) પાછા મળ્યા છે, અને બાવનમા વર્ષને અંતે ફંડમાં રૂા. ૭૪,૨૦૨-૯૦ જમે રહે છે.
લેન અને તેના રિફંડની વિગત પાંચમા પ્રકરણમાં લેનરિફંડની વિગતેમાં આપવામાં આવી છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસકથા .
એમની નામાવલી અહી રજૂ કરી દેવામાં આવે. પણ આમ કરવા જતાં કાના વિસ્તાર ઘણેા વધી જાય એમ હેાવાથી એ ઇચ્છાને પણ રાકી રાખવી પડે છે. આમ છતાં સમુચયરૂપે એમ જરૂર કહી શકાય કે આ વિદ્યાથીમિત્રાએ, સમાજની યુવાન પેઢીને ઉચ્ચ શિક્ષણ અને સૌંસ્કારિતા દ્વારા સ્વાશ્રયી અને શક્તિશાળી બનાવીને સમાજને સુખી અને સમૃદ્ધ બનાવવાના વિદ્યાલયની સ્થાપનાના પાયાના હેતુને સફળ બનાવ્યેા છે; અને વિદ્યાલયના કાર્ય ક્ષેત્રના વિસ્તાર કરવા માટે સમાજને એક પ્રકારનુ` પ્રાત્સાહન પણ આપ્યુ છે. આ વિદ્યાથી એ જે જે સ્થાનમાં કામ કરી રહ્યા છે ત્યાં એમણે પેાતાની કુશળતાની અને સંસ્કારિતાની સુવાસ પ્રસરાવી છે. વળી વિદ્યાલયના કેટલાક જૂના વિદ્યાથી ઓ જે સેવાભાવના અને કૃતજ્ઞતાની લાગણીથી વિદ્યાલયના સંચાલનમાં પોતાના ફાળા ભૂતકાળમાં આપી ગયા છે અને અત્યારે પણ આપી રહ્યા છે એ ખીના પણ વિદ્યાલય અને વિદ્યાથી એ મમતાના કેવા તંતુથી બધાયેલા છે તેનો ખ્યાલ આપી શકે એમ છે.
>
વિદ્યાલયમાંથી અભ્યાસ કરીને છૂટા થયેલા વિદ્યાથીએ પ્રત્યે વિદ્યાલયના કાર્યવાહક કેવી સહાનુભૂતિની લાગણી ધરાવતા હતા અને વિદ્યાથી ઓ પણ સંસ્થા સાથે પેાતાના સબંધ ચાલુ રાખે એ માટે કેવી અપેક્ષા રાખતા હતા તે માટે છઠ્ઠા વર્ષના રિપાટ (પૃ. ૪૫)માં કહેવામાં આવ્યું છે કે—
“ આ સંસ્થામાં અભ્યાસ કરી ગ્રેજ્યુએટ થનારને આ સ`સ્થા સાથે પત્રવ્યવહાર ચાલુ રાખવાનું કહેવામાં આવે છે. તેઓને વ્યવહારમાં સ્થિત થવા માટે ભલામણ કે એળખાણ જોઈએ તેને માટે તજવીજ કરી દેવામાં આવે છે.”
વળી સંસ્થાના વિદ્યાથી એની સંસ્થા પ્રત્યેની તેમ જ સમાજ અને દેશ પ્રત્યેની આવકારપાત્ર લાગણી અ'ગે નવમા વર્ષના રિપેટ (પૃ. ૯)માં યેાગ્ય જ કહેવામાં આવ્યુ છે કે
“ સંસ્થામાંથી બહાર નીકળેલા લગભગ દરેક વિદ્યાર્થી સંસ્થા તરફ ઘણા સદ્ભાવ રાખે છે, સસ્થા માટે પ્રેમ રાખે છે, કાર્ય કરવા ઉદ્યુક્ત રહે છે અને તેમાંતે સારે। ભાગ આગળ જતાં સમાજ કે દેશસેવામાં જોડાઈ આપણી ભાવનાને જરૂર પેશે એવી પૂર્ણ આશા રહે છે.”
વિદ્યાલયમાંથી છૂટા થતા વિદ્યાથીએ પાતાની માતૃસસ્થા પ્રત્યે કેવી કૃતજ્ઞતાની લાગણી ધરાવે છે એ ખાખતની સવિસ્તર રજૂઆત અર્થવ્યવસ્થા” નામે પાંચમા પ્રકરણમાં લેાનિરક્’ડની તેમ જ મુંબઈના “ એલ્ડ બોય્ઝ યુનિયન”ની વિગતા આપતી વખતે કરવામાં આવી છે, એટલે અહીં એ અંગે વધારે વિસ્તારથી લખવાની જરૂર નથી.
ટૂંકમાં કહેવું હાય ! એમ જરૂર કહી શકાય કે જૈન સમાજે પેાતાની આ સસ્થાના વિકાસ માટે મેાકળે મને જે સહાય આપી હતી તેનું વિદ્યાલયમાં ખર્ચ નહીં પણ વાવે. તર થયું હતું એમ વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાથી એએ વિદ્યાલય પ્રત્યેના પેાતાના કૃતજ્ઞતાભર્યાં ઉદાર વતનથી પુરવાર કરી આપ્યુ છે. આ માટે વિદ્યાલયના સંચાલકે તેમ જ સહાયકા જરૂર ગૌરવ અને સતાષ લઈ શકે. વિદ્યાથી'એનુ' આવુ. ગુણવત્તાભયુ" વલણ સમાજમાં વિદ્યાલય પ્રત્યે વિશેષ મમતાની લાગણી જન્માવવામાં અને વિદ્યાલયને વિશેષ
* વિદ્યાલયના સુવર્ણ-મહાત્સવ પ્રસંગે એલ્ડ Öાય્ઝ યુનિયન તરફથી પ્રગટ થનાર વિદ્યાલયના જૂના વિદ્યાર્થીઓની ડિરેક્ટરીમાંથી આવી કેટલીક માહિતી જાણી શકાશે.
Page #172
--------------------------------------------------------------------------
________________
૭: વિદ્યાથી ઓ
૭
લાકપ્રિય બનાવવામાં નિમિત્ત મન્યુ' છે એમ ખુશીથી કહી શકાય. વિદ્યાથી ઓના વિદ્યાલય પ્રત્યેના આવા પ્રશ'સનીય વલણ અંગે વિદ્યાલય તરફથી એના રજત-મહેાત્સવ પ્રસ’ગે પ્રગટ થયેલ “ પચીશ વષઁની કાર્યવાહી” (પૃ. ૨૩)માં ચેાગ્ય જ કહેવામાં આવ્યું છે કે
“ એના પુત્રાની માતા તરફ કેવી ભકિત છે તે બતાવવા માટે જે એમનો સસ્થા સાથે પત્રવ્યવહાર રજૂ કરવામાં આવે, તેા એમની ભક્તિનો ભર્ ખ્યાલમાં આવે. આખા પત્રવ્યવહાર રજૂ કરવાનું અશકય છે, પણ એ પત્રવ્યવહાર વાંચનાર તરીકે અત્યંત ગૌરવ સાથે આપની સમક્ષ કહી શકાય તેમ છે કે અત્યાર સુધીના આખા ઇતિહાસમાં સ'સ્થા તરફ અવફાદાર થનાર એક અપવાદ સિવાય એક પણ વિદ્યાર્થીએ પેાતાનો હિસાબ જરા પણ મેળેા આપ્યા નથી. કાઈ વિદ્યાર્થી લેાન ભરપાઈ કરી શકયા નથી, તે તે માટે પેાતાની અશક્તિ, અલ્પશક્તિ, કૌટુબિક જવાબદારી કે ધધા યા નેાકરી ન મળવાનું કે મેડું મળવાનું કારણ આપે એવા અનેક કિસ્સા બન્યા છે, પણ કોઈ એ સંસ્થા તરફ અસદ્ભાવ બતાવ્યા હાય, એના તરફ તિરસ્કાર બતાવ્યા હેાય એવું ( એક અપવાદ સિવાય ) બન્યું નથી. સસ્થાનો એ મહાન વિજય છે, એના કાકરાનો એ મહા ગૌરવાસ્પદ વિષય છે અને દેરવણી અને દાન આપનારનો એમાં સફળ પ્રસંગ છે.'
વિદ્યાલયના વિદ્યાર્થી એ વિદ્યાલય પ્રત્યે કેવી આત્મીયતાની લાગણી ધરાવે છે એ અંગે હવે વિશેષ ન લખતાં, એમની આવી લાગણી કેવળ મેાઢાની કે નિષ્ક્રિય નહીં પણ સક્રિય અને જ્વલંત હતી તેના પ્રત્યક્ષ પુરાવારૂપે જે જૂના વિદ્યાથી એ, સંસ્થાની લેાન વેળાસર ભરપાઈ કરવા ઉપરાંત, વિદ્યાલયના પેટ્રન અન્યા છે, જેઓએ ટ્રસ્ટ-સ્કૉલરના હક્ક મેળવ્યો છે તેમ જ જેઓએ પેટ્રન બનવા સાથે એ ટ્રસ્ટ-સ્કોલર નીમવાના હક્ક આપતી ચેાજનાના લાભ લીધા છે તેમનાં નામ અહી' આપવાં ઉચિત લાગે છે
--
(૧) શ્રી ચંદુલાલ વમાન શાહુ
(આ યાદી તા. ૧૫-૧-૧૯૬૮ સુધીની છે) પેટ્રન તથા એ ટ્રસ્ટ-કોલરોના હક્ક મેળવનાર
ટ્રસ્ટનું નામ—શ્રી વર્ધમાન ટ્રસ્ટ
(શ્રી ચંદુભાઈ કન્યા છાત્રાલયના આદ્ય સૌંસ્થાપક પણ અન્યા છે.) (૨) ડૉ. Rsિ`મતલાલ જેવતલાલ મહેતા
ટ્રસ્ટનું નામ—(૧) શ્રી દુધીબહેન જેવતલાલ મહેતા (વાંકાનેરવાળા) ટ્રસ્ટ (૨) શ્રી જૈવતલાલ મનજીભાઈ મહેતા (વાંકાનેરવાળા ) ટ્રસ્ટ (૩) શ્રી જગજીવનદાસ પે।પટલાલ શાહ
ટ્રસ્ટનુ' નામ—(૧) શ્રી પેાપટલાલ ધનજી શાહ ટ્રસ્ટ
-
(૪) ડૉ. વીરચંદ મગનલાલ શાહ
ટ્રસ્ટનું નામ —ડૉ. વીરચંદ મગનલાલ શાહ તથા શ્રીમતી ચંપાબેન વીરચ'દ શાહ (માંડળવાળા) ટ્રસ્ટ એક ટ્રસ્ટ-કોલરના હક્ક મેળવનાર
(ર) શ્રી જગજીવનદાસ પાપટલાલ શાહ ટ્રસ્ટ
(૧) એલ્ડ ઑબ્ઝ યુનિયન શ્રી મેાતીચંદ્ર કાપડિયા ટ્રસ્ટ
( જૂના વિદ્યાથી ઓએ મળીને શ્રી મેાતીચંદભાઈના માનમાં રચેલું ટ્રસ્ટ )
Page #173
--------------------------------------------------------------------------
________________
૪ ૨
(૨) શ્રી ચીમનલાલ ઉજમશી શાહ
ટ્રસ્ટનું નામ——શ્રી ચીમનલાલ ઉજમશી શાહ તથા શ્રીમતી સૂરજગૌરી ચીમનલાલ શાહ ટ્રસ્ટ
(૩) શ્રી માધવલાલ નથુદાસ શાહે
ટ્રસ્ટનું નામ—અ.સૌ. પ્રભાલક્ષ્મી નથુદાસ જીવણદાસ ટ્રસ્ટ (૪) શ્રી અમીચંઢ ખીમા દ ઝવેરી
ટ્રસ્ટનું નામ—શ્રી ખીમચંદ ધરમચંદ ઝવેરી ટ્રસ્ટ
(૫) શ્રી ખાભુભાઈ મગનલાલ ગાંધી
ટ્રસ્ટનું નામ—કુમારી દક્ષાબહેન બાબુભાઈ ગાંધી ટ્રસ્ટ
(૬) ડાઁ. કાંતિલાલ ખેમચંદ કાપડિયા
ટ્રસ્ટનું નામ—શ્રી માનકેારબહેન પ્રેમચ’દ કાપડિયા (ચાંદવડવાળા) ટ્રસ્ટ
(૭) ડૉ. જીવણલાલ મૂળચંદ લાખાણી ટ્રસ્ટનું નામ—ડૉ. લાખાણી ટ્રસ્ટ
(૮) શ્રી ચતુરદાસ મણિલાલ શાહ
ટ્રસ્ટનું નામ—શ્રી રમેશચંદ્ર ચતુરદાસ શાહ ટ્રસ્ટ
(૯) શ્રી ચંદુલાલ સારાભાઈ મેાદી ટ્રસ્ટ
(એમના સ્મરણાર્થે પૂર્વ વિદ્યાર્થીઓ, મિત્રો અને પ્રશ'સાએ આ ટ્રસ્ટ રચ્યું છે.) (૧૦) શ્રી મણિલાલ ચુનીલાલ ભણસાળી
ટ્રસ્ટનું નામ—શ્રીમતી લલિતા મણિલાલ ભણસાળી ટ્રસ્ટ
(૧૧) ડૉ. જયેન્દ્ર મેાતીલાલ શાહ ટ્રસ્ટ
(એમના સ્મરણાર્થે એમના પિતા શ્રી મોતીલાલ કસ્તુરચંદ શાહે આ ટ્રસ્ટ રચ્યું છે. ) (૧૨) શ્રી ચંદુલાલ જગજીવનદાસ શાહ તથા ખીજા ભાઈ એ
ટ્રસ્ટનું નામ—શ્રી જગજીવનદાસ વેલજીભાઈ શાહ ટ્રસ્ટ (૧૩) શ્રી સુબેાષચંદ્ર ખાંતિલાલ શાહ
ટ્રસ્ટનું નામ-~~શ્રી સુમેાષચંદ્ર ખાંતિલાલ શાહ ટ્રસ્ટ (૧૪) શ્રી દીપચં સવરાજ ગારડી
ટ્રસ્ટનું નામ—ગ’ગાસ્વરૂપ કથ્થરબહેન સવરાજ ગારડી ટ્રસ્ટ (૧૫) શ્રી છેટાલાલ કાળિદાસ શાહ
વિદ્યાલયની વિકાસકથા
ટ્રસ્ટનું નામ—શ્રી ચંચળમહેન છેટાલાલ શાહ ટ્રસ્ટ (૧૬) શ્રી રાજેન્દ્ર ખાલચદ્ર મહેતા
ટ્રસ્ટનું નામ—શ્રી લીલાલતી માલચંદ્ર મહેતા તથા શ્રી ખાલચંદ્ર મગનલાલ મહેતા ટ્રસ્ટ (૧૭) ડૉ. વ્રજલાલ નરશીદાસ મડિયા
ટ્રસ્ટનું નામ—શ્રી શેઠ નરશીદાસ ઓઘડભાઈ અગડિયા તથા શ્રીમતી સમરતબહેન નરશીદાસ ભગડિયા ટ્રસ્ટ (૧૮) શ્રી પ્રવીણચંદ્ર વાડીલાલ કપાસી
ટ્રસ્ટનું નામ—શ્રી પ્રવીણુચંદ્ર વાડીલાલ કપાસી ઍન્ડ ફેમિલી ટ્રસ્ટ
Page #174
--------------------------------------------------------------------------
________________
૭ : વિદ્યાથી એ
(૧૯) ૐ. નગીનદાસ પાનાચંદ શાહ હસ્તક એક ટ્રસ્ટ (૨૦) શ્રી સેવ’તીલાલ કેશવલાલ શાહ
ટ્રસ્ટનું નામ—શાહ કેશવલાલ કુંવરજી (વાંકાનેરવાળા) ટ્રસ્ટ (૨૧) ડૌ. બાબુલાલ કેશરીમલ પ્રાગાણી
ટ્રસ્ટનું નામ—ડૉ. બાબુલાલ કેશરીમલ પ્રાગાણી ટ્રસ્ટ (૨૨) શ્રી કસ્તુરચંદ પ્રેમચંદ શાહ, શ્રી શાંતિલાલ પ્રેમચંă શાહ તથા બીજા ભાઈએ ટ્રસ્ટનું નામ—શ્રી પ્રેમચંદ છેોટાલાલ શાહ તથા
શ્રીમતી શનીબહેન પ્રેમચંદ શાહ (ખંભાતવાળા) ટ્રસ્ટ.
પેટ્રન બનનાર
( આ યાદી તા. ૧૫-૧-૧૯૬૮ સુધીની છે)
(૧) શ્રી ચ'દુલાલ સારાભાઈ મેદી (૨) શ્રી હીરાલાલ ભોગીલાલ શાહ (૩) ડૉ. મેહનલાલ હેમચંદ શાહ (૪) શ્રી અમૃતલાલ જેઠાલાલ શાહ (૫) શ્રી દીપચંદ સવરાજ ગારડી (૬) શ્રી ચીનુભાઈ નાથાલાલ શાહ (૭) શ્રી જસવંતલાલ ચુનીલાલ શાહ (૮) શ્રી રતિલાલ ચીમનલાલ શાહુ (૯) શ્રી ઇંદુલાલ લેાગીલાલ મહેતા (૧૦) શ્રી વિનાયક કુંવરજી શાહ (૧૧) શ્રી નાનચંદ જૂઠાભાઈ મહેતા
૯૯
(૧૨) શ્રી ચીમનલાલ મેાતીલાલ પરીખ (૧૩) શ્રી બાલચ’૪ ગાંડાલાલ દેશી (૧૪) શ્રી મદનલાલ ઢાકારલાલ શાહ (૧૫) શ્રી છેોટાલાલ કાળિદાસ શાહ
[મે. શાહ ટ્રેડિંગએજન્સીઝ ] (૧૬) શ્રી રણછેાડભાઈ રાયચંદ શાહ (૧૭) શ્રી જયંતીલાલ સેાભાગચંદૅ શાહુ (૧૮) ડૉ. શાંતિલાલ નગીનદાસ શાહ (૧૯) શ્રી લાલભાઈ લલ્લુભાઈ પરીખ (૨૦) શ્રી સવાઈલાલ કેશવલાલ શાહ (૨૧) શ્રી શ્રી. કે. શાહ
કન્યાઓનું રિફંડ
કન્યા છાત્રાલય તરફથી વિદ્યાર્થિની બહેનોને ઉચ્ચ અભ્યાસ માટે જે સહાય આપ વામાં આવે છે તે લેાનરૂપે નડ્ડી પણ સ્કોલરશિપરૂપે અપાતી હોવાથી એ રકમ પાછી આપવાનું કોઈ બંધન એમના ઉપર નથી. આમ છતાં કેટલીક બહેનેા પેાતાની મેળે સમજીને અને કેળવણી માટેની સહાયનુ મહત્ત્વ પિછાનીને, પેાતે લીધેલ સહાય પાછી આપે છે, એ વાતની અહી' સહુ નોંધ લઈને એમને ધન્યવાદ આપતા ઘટે છે.
વિદ્યાલયના સસ્વરૂપ વિદ્યાર્થીઓ માટે જેટલું લખીએ એટલું એછું છે; પણુ સ્થળની મર્યાદાને ખ્યાલ રાખીને સારરૂપે અહીં જે કંઈ નિરૂપણ કરવામાં આવ્યું છે તે ઉપરથી પણ વિદ્યાથી ઓએ વિદ્યાલયના આશ્રયે જે પ્રગતિ સાધી છે અને વિદ્યાલય પ્રત્યે જે લાગણી દર્શાવી છે, એનું પ્રેરક ચિત્ર જોવા મળશે એવી આશા છે.
વિદ્યાથી ઓના સ'સ્કાર-ઘડતર માટેના વિદ્યાલયના પ્રયત્નની વાત હવે પછીના પ્રકરણ. માં કહેવામાં આવશે.
Page #175
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ આઠમું : ધાર્મિક શિક્ષણ
હિંદુસ્તાનમાં જેમ જેમ, પશ્ચિમની શિક્ષણ પદ્ધતિ પ્રમાણે, વિનયન, વિજ્ઞાન, વાણિજ્ય, હુન્નર-ઉદ્યોગ, દાક્તરી, ઈજનેરી, ખેતીવાડી વગેરે વિષચેના વ્યાપક ઉચ્ચ અધ્યયન માટે મહાશાળાઓ (કોલેજ) અને વિશ્વવિદ્યાલય (યુનિવર્સિટીઓ) સ્થપાતાં ગયાં તેમ તેમ, એની સાથે, બહારગામના વિદ્યાર્થીઓને રહેવા માટે છાત્રાલયે (હસ્ટેલ) પણ બનવા લાગ્યાં. વળી, ૫૦-૬૦ વર્ષ પહેલાં, જેમ આવી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની સંખ્યા મર્યાદિત હતી તેમ એમાં અભ્યાસ કરનારાઓની સંખ્યા પણ ઓછી જ હતી. એટલે એ સમયે જે કેવળ આવી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં અભ્યાસ કરવા માટે જ જે રહેવાની સગવડની જરૂર હોત તો તે મોટે ભાગે છાત્રાલય દ્વારા પૂરી થઈ શકત અને તે પછી ખાનગી કે કમી છાત્રાલયની ભાગ્યે જ જરૂર રહેત.
પણ, કેવળ અર્થોપાર્જનમાં ઉપયોગી થાય એવું શિક્ષણ લેવા માત્રથી જ વ્યક્તિ અને સમાજના વિકાસનું કામ પૂરું થતું નથી; એ માટે તો જીવનઘડતર માટેની એટલે કે ધર્મ અને સંસ્કાર માટેની વિશિષ્ટ કેળવણું કે પ્રવૃત્તિની જરૂર પડે છે. અને, ભારતમાં અનેક ધર્મો હોવાને કારણે, સરકારમાન્ય જાહેર શિક્ષણ સંસ્થાઓમાં આવી ધર્મ અને સંસ્કાર ની કેળવણીને માટે બહુ જ ઓછો અવકાશ હોય છે. એટલે પછી એ કામ જુદા જુદા ધર્મોમાં શ્રદ્ધા ધરાવતી કેમેએ ખાનગી રાહે જ કરવાનું રહે છે. જુદા જુદા ધર્મોનાં કમી છાત્રાલયને, સમય જતાં, વેગ મળે એનું આ પણ એક કારણ લખી શકાય. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના પણ કંઈક આવા જ વિચારથી અને આશયથી પ્રેરાઈને જૈન સંઘે કરી હતી. આ અંગે વિદ્યાલયના પહેલા જ વર્ષને રિપોર્ટ (પૃ. ૬)માં કહેવામાં આવ્યું છે કે
અનેક પ્રકારની ચર્ચાઓ તથા જનાઓ થયા પછી છેવટે એક નિર્ણય પર હકીકત તેઓશ્રી (મુનિ મહારાજ શ્રી વલ્લભવિજયજી) લાવી શક્યા અને તે એ હતી કે નવીન પદ્ધતિની ઊંચા પ્રકારની કેળવણી લઈને ધર્મના દઢ સંસ્કાર સાથે કોમનું હિત હૃદયમાં રાખીને કાર્ય કરનારા યુવાનને એક મોટે સમૂહ ઉત્પન્ન કરવાની ખાસ જરૂર છે અને તેને માટે એક યોજના તાત્કાલિક હાથ ધરવાની બહુ જરૂર છે. પ્રૌઢ ભાષામાં યોગ્ય શબ્દમાં અસરકારક રીતે આ ઉપદેશ તેઓશ્રીએ આખા ચાતુર્માસમાં ચાલુ રાખે અને છેવટે તેઓશ્રીના ઉપદેશથી આ વિદ્યાલયની સ્થાપના કરવાનો નિર્ણય સંવત ૧૯૭૦ ના ફાગણ સુદ ૫ ને રોજ થશે.” . એ જ રિપોર્ટમાં આગળ ચાલતાં (પૃ. ૧૪) કહેવામાં આવ્યું છે કે
“મગજની કેળવણી સાથે હૃદયને ખીલવવાની ખાસ જરૂર છે તે ધોરણ પર જ આ સંસ્થાની શરૂઆત કરવામાં આવી છે, જે ઉપર જણાવ્યું છે. ધાર્મિક શિક્ષણ કોલેજમાં જ આપવાની જરૂર છે, પણ હિંદુસ્તાનમાં મતમતાંતરની વિવિધતા હોવાથી તેમ બની શકે તેવું નથી તેમ જ એક
Page #176
--------------------------------------------------------------------------
________________
૮ : ધાર્મિક શિક્ષણ
૧
ધર્માંની કૉલેજ કરવામાં એકદેશીયતા થઈ જવાને સંભવ હાવાથી આવી સંસ્થામાં કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને ધાર્મિક શિક્ષણથી સંસ્કારિત કરવામાં આવે તેા તેથી બહુ લાભ થાય એવા નિર્ણય કરવામાં આવ્યા હતા.”
વિદ્યાથી એ સંસ્કારસંપન્ન બને તે માટે ધાર્મિક શિક્ષણ આપવું અનિવાય` લાગવાથી સસ્થાના બધારણમાં શરૂઆતથી જ આ માટેની જોગવાઈ કરવામાં આવી હતી. વિદ્યાલયના પહેલા જ રિપેામાં છપાયેલ સસ્થાના અધારણની ૫૩, ૮૩ અને ૪મી કલમેામાં આ ખાખતના નિર્દેશ જોવા મળે છે. સ`સ્થાના છેલ્લા (૧૯૬૪માં સુધારેલા) ખ'ધારણમાં કેટલાક ફેરફાર સાથે આ અંગે નીચે મુજબ ત્રણ કલમે રાખવામાં આવી છેઃ—
“ ૯૧. આ સંસ્થામાં દાખલ થનાર વિદ્યાર્થી નું જીવનધાર્મિ ક તેમ જ સંસ્કારી થાય તે આશય લક્ષમાં રાખીને દરેક વિદ્યાર્થીએ અભ્યાસ કરવાને છે અને તે જ આશયપૂર્વક વ્યવસ્થાપક સમિતિએ વ્યવસ્થા કરવાની છે.
“ ૯ર. વિદ્યાર્થી ગૃહમાં રહેતા દરેક વિદ્યાર્થીએ દરરાજ જિનપૂજા કરવી જોઈશે, અને રાત્રિભાજન નિષેધ અને કંદમૂળ-અભક્ષ્યના યાગને નિયમ પાળવા જોઈ શે; તેમ જ નિર્ણીત ધાર્મિક શિક્ષણ બરાબર નિયમિત લેવું જોઈશે. વિદ્યાર્થીગૃહની બહાર અભ્યાસ કરનાર વિદ્યાર્થી ઓએ તે નિયમા પાળવા જોઈશે અને ધાર્મિક શિક્ષણના સંબંધમાં વ્યવસ્થાપક સમિતિ દર વષૅ માટે જે પાડચપુસ્તકા નિીત કરે તેને અભ્યાસ કરવા પડશે. આ મૂળ નિયમેામાં વાજબી કારણ સિવાય કાંઈ પણ સ્ખલના કરનારને યોગ્ય શિક્ષા થશે અને અનેક વખત સ્ખલના કરનાર ૭૮ની કલમ પ્રમાણે સંસ્થાના વિદ્યાર્થી તરીકે ખૂંધ થશે.
“ ૯૩. ધાર્મિક વિષયની પરીક્ષા દર વર્ષે જાન્યુઆરી માસમાં યેાગ્ય પરીક્ષક મારફત લેવાની ગેાઠવણુ મંત્રી કરશે અને દરેક વિદ્યાર્થીઓએ તે પરીક્ષા આપવી પડશે અને તેવી પરીક્ષામાં જે વિદ્યાર્થીની તૈયારી બિલકુલ હતી નહી. એવું માલૂમ પડશે તે અથવા જે લાગલાગઢ તેવી ધાર્મિક પરીક્ષામાં એ વખત નાપાસ થશે તે સંસ્થામાંથી કમી થવાને પાત્ર થશે. આવી પરીક્ષા ઉપરાંત છ માસિક આદિ સામયિક પરીક્ષા વ્યવસ્થાપક સમિતિ ઠરાવે તે વિદ્યાર્થી એ આપવી પડશે.”
વળી ધાર્મિક શિક્ષણ અને એના અભ્યાક્રમ વગેરેનું ધ્યાન રાખવા માટે સંસ્થાના ખ’ધારણની ૩૬મી કલમ મુજબ ધાર્મિ કશિક્ષણ સમિતિ નામે પેટાસમિતિ નીમવામાં આવે છે. કૉલેજમાં જૈન સાહિત્યના અભ્યાસને પ્રાત્સાહન મળે એટલા માટે વિદ્યાલયના અ'ધારણની ૮૧મી કલમમાં નીચે મુજમ જોગવાઈ રાખવામાં આવી છેઃ—
“ પેસ્ટ-ગ્રેજ્યુએટ કાર્સમાં જૈન સાહિત્ય ( લિટરેચર) લેનાર કેાઈ પણ વિદ્યાર્થીને વ્યવસ્થાપક સમિતિ વિદ્યાર્થી ગૃહમાં દાખલ કરી શકશે અને તે પરીક્ષામાં પાસ થશે તે તેણે કરી આપેલ કરારનામાની રૂએ પાછી વાળવાની રકમ આપવાનુ` તેની ઇચ્છા પર રહેશે. તે જ પ્રમાણે લેાન કે હાફ પેઇંગ તરીકે દાખલ થયેલ વિદ્યાર્થી જૈન સાહિત્યને લઈને પાસ થશે તે તેણે કરી આપેલ કરારનામાની રૂએ બી.એ.નાં બે વર્ષની પાછી વાળવાની રકમ આપવાનું તેની ઇચ્છા પર રહેશે.
* વિદ્યાલયના ત્રીજા વર્ષમાં શ્રી અંબાલાલ ચતુરભાઈ શાહે જૈન સાહિત્ય વિષય લઈ તે ખી.એ. ( આન )તી પરીક્ષા બીજા વર્ગમાં પસાર કરી હતી. તેંતાલીસમા વર્ષમાં શ્રી નગીનદાસ જીત્રગુલાલ શાહ મુખ્ય વિષય જૈન તત્ત્વજ્ઞાન અને પૂરક વિષય અર્ધમાગધી ભાષાના લઈ તે એમ.એ.માં
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૦૨
વિદ્યાલયની વિકાસકથા વિદ્યાર્થીઓમાં ધર્મના સંસ્કાર પડે અને તેઓ નિયમિતપણે ધાર્મિક અભ્યાસ કરી શકે એ માટે સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી જ મુંબઈમાં તેમ જ બધી શાખાઓમાં દેરાસરની અને ધાર્મિક શિક્ષકની જોગવાઈ રાખવામાં આવે છે.
વિદ્યાલયની શરૂઆત ભાયખલામાં મકાન ભાડે રાખી કરવામાં આવી ત્યારે ત્યાં તે સુપ્રસિદ્ધ જૈન મહાજન અને શાહ સોદાગર શ્રી મેલીશા શેઠે બંધાવેલું ઐતિહાસિક જિનમંદિર હતું જ. પણ વિદ્યાથીઓની વિશેષ સગવડ માટે જ્યારે સંસ્થાને લેમિંટન રેડ ઉપર વાંડેકર બિલ્ડિંગમાં ફેરવવામાં આવી ત્યારે ત્યાં કે નજીકમાં દેરાસર ન હતું એટલે ત્યાં ઘરદેરાસરની સ્થાપના કરવામાં આવી હતી. આ માટે પ્રતિમાજી મુનિમહારાજ શ્રી વલ્લભવિજયજીએ સુરતમાંથી મોકલાવ્યાં હતાં; એને ગૃહપ્રવેશ વિ. સં. ૧૯૭૨ના કારતક સુદિ ૬ના રોજ મુનિ મહારાજ શ્રી લલિતવિજયજીના સાંનિધ્યમાં કરવામાં આવ્યા હતા.
શરૂઆતમાં ધાર્મિક શિક્ષણ માટે આગ્રાવાળા બાબુ દયાલચંદજીની સાથે પત્રવ્યવહાર કરીને પંડિત શ્રી વ્રજલાલજીને રોકવામાં આવ્યા. તેઓ છયે દર્શનના અને ન્યાયશાસ્ત્રના જાણકાર હતા અને સેવાભાવથી, જરૂર પૂરતું ખર્ચ લઈને, આ કાર્યમાં જોડાયા હતા. પાઠયપુસ્તક તરીકે શ્રી ઉમાસ્વાતિ વાચકકૃત તત્ત્વાર્થાધિગમ સૂત્ર રાખવામાં આવ્યું હતું. પંડિત શ્રી વ્રજલાલજીની કામગીરી અંગે પહેલા વર્ષના રિપોર્ટ (પૃ. ૧૪)માં નેધ કરવામાં આવી છે કે
તેઓએ જે ઉચ્ચ આશય બતાવ્યો તેનું પરિણામ ઘણું સુંદર આવ્યું છે. સંસ્થાના વિદ્યાર્થીમાં જે ચારિત્રની વિશિષ્ટતા કે વિગુણ જણાય છે તે આ આદર્શ આત્મભોગીને આભારી છે. આવી સારી ગોઠવણ થતાં વિદ્યાલયમાં અભ્યાસ કરાવવા માટે શ્રી ઉમાસ્વાતિ વાચકનો તત્વાર્થાધિગમ નામનો ગ્રંથ ચલાવવાનો ઠરાવ કમિટીએ કર્યો. પ્રથમ વર્ષમાં પંડિતજીએ એ ગ્રંથના પ્રથમના બે અધ્યાય શીખવ્યા, પરંતુ સાથે પ્રકીર્ણ એટલી બધી બાબતો વિદ્યાથીના મન ઉપર ઠસાવી છે કે તેના અનુભવ એકાદ કલાક આ ધાર્મિક કલાસ કેવી રીતે ચાલે છે તે જોયાથી જ સમજાય તેવું છે. આપણે મગરૂરી કર્યા વગર કહી શકીએ છીએ કે ધાર્મિક અભ્યાસને અખતર અહીં ફોહમંદ થયો છે અને તેનો આધાર, તેનું જીવન પંડિત વ્રજલાલજી જ છે. અભ્યાસ જુલાઈથી જ શરૂ થાય છે, વચ્ચે એક માસની રજા આવે છે, છતાં ડિસેમ્બર માસમાં મી. કેશવલાલ પ્રેમચંદ મોદી, બી.એ., એલએલ.બી.એ ધાર્મિક પરીક્ષા લઈ સંતોષ જાહેર કર્યો છે.”
વિદ્યાલયની શરૂઆત થયા પછી બે મહિને જ (તા. ૧૪-૮-૧૯૧૫ના રેજ) વિદ્યાલયની મુલાકાતે આવનાર શ્રીયુત મેહનલાલ નાગજીભાઈ ચીનાઈના મન ઉપર વિદ્યાલયમાં અપાતા ધાર્મિક શિક્ષણ અંગે કેવી સારી છાપ પડી હતી તે એમના નીચેના ઉદ્દગારો બીજા વર્ગમાં ઉત્તીર્ણ થયા. એમને સંસ્કૃતમાં સૌથી વધુ માર્કસ મેળવવા બદલ “શ્રી મોતીલાલ લલ્લુભાઈ વ્યાકરણ પ્રાઈઝ મળ્યું છે. પછીથી અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં રહી એમણે “ Aklanku's Criticism of Dharmakirti's Philosophy : A Study” નામે મહાનિબંધ લખી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી છે અને અત્યારે તેઓ પં. શ્રી દલસુખભાઈ માલવણિયા સાથે એ સંસ્થાના ડેપ્યુટી ડાયરેકટર પદે કામ કરે છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
: ધાર્મિક શિક્ષણ
ઉપરથી જાણી શકાય છે. તેઓ કહે છે :
પૉંડિત શ્રી વ્રજલાલજી જેએને હું નામથી ઓળખતેા હતેા તેમને પણ મળવાના લાભ મળ્યા. વિદ્યાર્થી એ માટેની બીજી ખેાડી ગેા કરતાં આ વિદ્યાલયમાં—વિદ્યાલય કાઢવાના હેતુ—ધાર્મિક અભ્યાસ તરફ સારું ધ્યાન આપવામાં આવે છે,”
"(
વિદ્યાલયની સ્થાપનાની પ્રેરણા ત્યાગી ધર્મગુરુએ આપી હતી, એની આર્થિક સહાય આપનારાએ પણ વિદ્યાપ્રેમી અને ધર્માનુરાગી મહાનુભાવ હતા, અને વિદ્યાથી એમાં ધર્મ સંસ્કારોનું સિંચન થાય એ વિદ્યાલયના હેતુને પાર પાડવા માટે વિદ્યાલયના ધર્મપ્રેમી સંચાલકા હમેશાં ધ્યાન આપતા રહેતા હતા. તેમાંય વિદ્યાલયના પ્રાણસમા વિદ્યાલયના આજીવન માનદ મંત્રી શ્રીયુત મેાતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયાની શાસ્ત્રાભ્યાસની રુચિ અને ધાર્મિકવૃત્તિ ખૂબ જાણીતી હતી, એટલે વિદ્યાથી એ જૈન દનનાં મૂળતત્ત્વાના જાણકાર અને જૈન ધર્મના નિયમોનું પાલન કરવામાં રુચિ ધરાવનાર અને અને એમનું જીવન ધાર્મિકતા અને સંસ્કારિતાથી સુરભિત અને એ માટે વિશેષ ચીવટ રાખવામાં આવે એ સ્વાભાવિક હતુ'. એટલે જ છેક વિદ્યાલયની શરૂઆતથી લઈ ને તે અત્યાર સુધી આ બાબતને ઘણી મહત્ત્વની ગણીને એ તરફ પૂરતું ધ્યાન આપવામાં આવે છે.
૧૦૩
ધાર્મિક અભ્યાસ અંગે પહેલા વર્ષના રિપેામાં જે કહેવામાં આવ્યુ છે તે ઉપર રજૂ કરવામાં આવ્યું છે. એની સાથે ૫૦મા વર્ષોંના રિપોર્ટમાં આ અંગે જે નોંધ કરવામાં આવી છે તે જોવાથી એ વાતની પ્રતીતિ થયા વગર નહી રહે કે સ’સ્થાની સ્થાપનાથી લઈને તે છેક અત્યાર સુધી ધાર્મિક અભ્યાસ અને ધર્મીના સસ્કારની ખાખતમાં કેવું સાતત્ય જળવાઈ રહ્યું છે. ૫૦મા રિપોર્ટ (પૃ. ૧૫)માં કહેવામાં આવ્યું છે કે—
“ સંસ્થામાં રહી ધાર્મિક અભ્યાસ કરીતે તેમ જ જિનપૂજા, રાત્રિભોજનનિષેધ વગેરે મૂળભૂત નિયમોના પાલન દ્વારા વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કારિતા, ધર્મ પ્રત્યેની અભિરુચિ અને શિસ્તપાલનની તત્પરતા નજરે પડે છે. નૈતિક જીવનના ધડતરમાં સંસ્થાએ સિ ંચેલ ધર્મભાવનાનું મૂલ્ય કાંઈ જેવું તેવું નથી. કેળવણીનું એક પાસુ છે વ્યાવહારિક કેળવણી, એની સાથે બીજા પાસાંઓની ઉપેક્ષા ન થઈ શકે. એ રીતે ધાર્મિક કેળવણી પણુ આવશ્યક છે. કેળવણીકારા અને તત્ત્વચિંતકો પણ હવે આ દિશામાં વિચારતા થયા છે. આ રીતે ધાર્મિક કેળવણીની મહત્તા સમજી સંસ્થામાં ધાર્મિક અભ્યાસ ક્રરજિયાત રાખવામાં આવ્યા છે. તદનુસાર ધાર્મિક સમિતિએ નક્કી કર્યા મુજબ ધાર્મિક અભ્યાસ કરવામાં આવે છે.”
:
વિદ્યાલયના ખીજા વર્ષના રિપોર્ટ જોયા પછી મુંબઈના સુપ્રસિદ્ધ ગુજરાતી દૈનિક પત્ર ‘ મુંબઈ સમાચાર ’ના તા. ૧૯-૭-૧૯૧૭ના અકમાં શ્રી ‘જૈને ’ વિદ્યાલયની કા વાહીની પ્રશ’સાત્મક સુવિસ્તૃત નોંધ લીધી છે તેમાં ધાર્મિક શિક્ષણ અંગેની વિદ્યાલયની વિશેષતાને બિરદાવતાં એ પત્રે લખ્યું છે કે —
એ વર્ષોં થયાં મુંબઈમાં સ્થાપન કરવામાં આવેલુ શ્રી મહાવીર જૈન વિદ્યાલય પેાતાના શરૂઆતના તબક્કામાં પણ ઘણું સારું કામ બજાવી ચૂક્યું છે એમ તેના હમણાં જ બહાર પડેલા દ્વિતીય વાર્ષિક અહેવાલ ઉપરથી જોવાને બની આવે છે. ઊંચા પ્રકારની કેળવણીને ઉત્તેજન આપવા માટે સ્થાપવામાં આવેલી તે સંસ્થાએ કૉલેજની કેળવણી લેનારા વિદ્યાર્થી એને ઊંચા પ્રકારનું ધાર્મિક
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૦૪
વિદ્યાલયની વિકાસકથા શિક્ષણ આપવાની વ્યવસ્થા કરીને વ્યાવહારિક તેમ જ ધાર્મિક ઊંચું જ્ઞાન ધરાવનારા જૈન યુવકે બહાર પાડવાનો જે સાહસ માથે ઉઠાવ્યો છે તે સંતોષકારક રીતે પાર પાડવાનાં દરેક ચિહ્નો તેના હમણાં સુધીના કામકાજ ઉપરથી જોઈ શકાય છે....એ સંસ્થામાંથી તૈયાર થઈને બહાર પડનારા વિદ્યાથીએ જેમ વ્યાવહારિક તેમ ધાર્મિક સૃષ્ટિમાં ઘણો સારો દેખાવ કરવા સમર્થ થઈ પડશે.” ( રિપોર્ટ બીજો, પૃ. ૬૭)
આ પછી ત્રીશ વર્ષ બાદ, તા. ૨૯-૧૨-૪૬ના રોજ, વિદ્યાલયની અમદાવાદ શાખાનું ઉદ્દઘાટન તેમ જ શેઠ શ્રી ભોળાભાઈ જેસિંગભાઈ દલાલના બસ્ટનું અનાવરણ કરતાં, સરદાર શ્રી વલ્લભભાઈ પટેલે પણ વિદ્યાલયની આ વિશેષતા અંગે કહ્યું હતું કે—
આ વિદ્યાલયમાં જૈન ધર્મનાં મૂળ તો ભણાવવાની વ્યવસ્થા છે એ વિશેષ અગત્યની વસ્તુ છે. એવી સાચી વિદ્યા મળે તો સખાવત કરનારને પણ સંતોષ થાય. વિદ્યાર્થીઓએ જેન ધર્મના સિદ્ધાન્ત જાણી લેવા જોઈએ. જૈન ધર્મના સિદ્ધાંતોનું પાલન કરવા જેવો જૈન સાધુઓને ધર્મ છે, તેવો સંસારવાળાઓને પણ ધર્મ છે.”
બીજા વર્ષની ધાર્મિક પરીક્ષાના પરીક્ષક જાણીતા જેન ધર્મના મર્મજ્ઞ અને ધર્માનુરાગી મહાનુભાવ શ્રીયુત સુરચંદભાઈ પુરુષોત્તમદાસ બદામીએ પરીક્ષાના પરિણામ અંગે પોતાની સંતોષની લાગણી દર્શાવતાં (રિપોર્ટ ૨, પૃ. ૪૫) કહ્યું હતું કે
The result of the examination is highly satisfactory. The answers with very few exceptions show that the subject is intelligently taught and learot, and reflect much credit on the teacher and the taught."
( અર્થાત –પરીક્ષાનું પરિણામ ખૂબ સંતોષકારક છે. જે જવાબો આપવામાં આવ્યા છે તે, બહુ જ ઓછા અપવાદને બાદ કરતાં, આ વિષયને કે બુદ્ધિપૂર્વક અધ્યાપક ભણાવે છે અને વિદ્યાર્થીઓ ભણે છે એ દર્શાવે છે. ઉપરાંત એ અધ્યાપક અને વિદ્યાર્થીઓને ઘણા યશના ભાગી પણ બનાવે છે.)
પહેલાં દસ વર્ષ દરમ્યાન, પહેલા વર્ષમાં ૧૮ વિદ્યાર્થીઓએ ધાર્મિક પરીક્ષા આપી હતી, એમાંથી ૧૭ પાસ થયા હતા, અને દસમા વર્ષમાં ૩૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને એમાં બધાય પાસ થયા હતા. આ દસ વર્ષમાં ઓછામાં ઓછું પરિણામ નવમા વર્ષમાં ૩૧માંથી ૨૯ પાસ થતાં ૯૩ ટકા આવ્યું હતું. દસમા વર્ષના પરીક્ષક શ્રી મોહનલાલ ભગવાનદાસ ઝવેરીએ પિતાને સંતોષ દર્શાવતાં (રિપોર્ટ ૧૦, પૃ. ૪૨) લખ્યું હતું કે
“સર્વ વિદ્યાર્થીઓ પાસ થાય છે. વિવિધ પરીક્ષાનાં વાંચનના રોકાણ છતાં વિદ્યાર્થીઓએ શ્રમ સારો કર્યો હોય એમ માલમ પડે છે.”
આ રીતે મુંબઈમાં તેમ જ વિદ્યાલયની બધી શાખાઓમાં ધાર્મિક અભ્યાસ માટે તેમ જ ધર્મના સામાન્ય નિયમોના પાલન માટે વ્યવસ્થા અને આગ્રહ રાખવામાં આવે છે; અને પરીક્ષાના પરિણામ પ્રત્યે મોટે ભાગે પરીક્ષક સંતોષ વ્યક્ત કરતા રહ્યા છે. વિદ્યાલયના રિપોર્ટમાં, ઉપર ટાંક્યા એવા બીજા અભિપ્રાય પણ જોવા મળે છે, પણ એ બધાને અહીં રજૂ કરવાની જરૂર નથી.
Page #180
--------------------------------------------------------------------------
________________
૮. ધાર્મિક શિક્ષણ
૧૦૫ - ધાર્મિક વર્ગો ઉપરાંત ધર્મશાના જાણકાર વિદ્વાનોનાં વ્યાખ્યાને અવારનવાર યોજવામાં આવતાં હતાં. ત્રીજા વર્ષમાં પૂજ્ય આગમેદ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ, ચોથા વર્ષમાં પૂજ્ય શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ, પાંચમા વર્ષમાં જાણીતા ધર્માભ્યાસી શેઠ શ્રી કુંવરજી આણંદજી, શ્રી મનસુખલાલ કિરારાંદ્ર મહેતા, મુનિરાજ શ્રી તિલકવિજયજી, પંદરમા વર્ષમાં જાણીતા દિગંબર વિદ્વાન બૅરિસ્ટર શ્રી ચંપતરાયજી જૈન વગેરે વિદ્વાનોનાં નામે રિપોર્ટમાં નોંધાયેલાં મળે છે. છઠ્ઠા વર્ષમાં એક એવી પણ વિચારણા કરવામાં આવી હતી કે– - “ ત્રિમાસિક પત્ર જૈનોની કેળવણી અને સામાન્ય કેળવણી તથા ધાર્મિક વિષયોનો સંગ્રહ કરનાર નીકળે એવી ભાવનાને આ વર્ષમાં પણ છાપવાનાં સર્વ સાધનોની મોંઘવારીને લઈને અમલમાં મૂકાણી નથી. એક બીજી જરૂરિયાત જણાય છે. આપણે દર વર્ષે એક લેકચરશિપ સ્થાપવી. હરિભદ્ર, હેમચંદ્ર, મુનિસુંદરાદિ મહાન પૂર્ણ પુરુષોનો અભ્યાસ કરી તે પર ચાર સુંદર ભાષણ લેખિત તૈયાર કરી આપવાની પ્રથમથી માગણી કરવી. અરજી આપનારમાંથી એકને છ માસ તૈયાર થવા વખત આપો. નવા વર્ષની શરૂઆતમાં તે ભાષણ તેણે સંસ્થામાં ચાર રવિવારે આપવાં, પછી ઠીક લાગે તો તે છપાવવાં. એ કાર્ય કરનારને પારિતોષિક તરીકે રૂપિયા ૫૦૦ની રકમ આપવી. આ કાર્ય કરવા માટે વિધાનની કમિટી નીમવી. આ કાર્યથી અભ્યાસ આગળ વધશે અને શોધક બુદ્ધિ જાગૃત થશે.”
ઉપરાંત, રજાઓના વખતને ઉપયોગ વિદ્યાથીઓ જૈન ધર્મના સિદ્ધાંતો અને આચારોને જાણવા માટે કરે એ દષ્ટિએ ઉનાળાના વૅકેશન માટે એક પુસ્તક નક્કી કરીને રજાઓ પૂરી થયા પછી એની ઈનામી પરીક્ષા લેવામાં આવતી હતી. અને એ માટે તે વખતમાં સારી કહી શકાય એવી દેઢસો રૂપિયા જેવી રકમના ઇનામો આપવામાં આવતાં હતાં. દા. ત., બીજા વર્ષમાં જૈન ધર્મ ઉપર ઊંડી શ્રદ્ધા ધરાવનાર અંગ્રેજ વિદ્વાન હર્બટ વેરનકૃત “જેનિઝમ” નામક અંગ્રેજી પુસ્તકની પરીક્ષા શ્રી ઉમેદચંદ દોલતચંદ બરોડિયાએ લીધી હતી; પાંચમા વર્ષમાં ન્યાયવિશારદ, ન્યાયતીર્થ મુનિરાજ શ્રી ન્યાયવિજયજીકૃત “જેનદર્શન” પુસ્તકની પરીક્ષા શ્રી અમરચંદ ઘેલાભાઈ ગાંધીએ લીધી હતી, તેવીસમા વર્ષમાં શ્રી હરિસત્ય ભટ્ટાચાર્યલિખિત અને શ્રી સુશીલ દ્વારા અનુવાદિત “જિનવાણી” પુસ્તકની પરીક્ષા શ્રી ચીમનલાલ જેચંદભાઈ શાહે લીધી હતી; સતાવીસમાં વર્ષમાં ગાભ્યાસી પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયકેશર સૂરિકૃત “સમ્યગ્દર્શન” પુસ્તકની પરીક્ષા શ્રી સૌભાગ્યચંદ ઉમેદચંદ દોશીએ લીધી હતી; અઠ્ઠાવીસમા વર્ષમાં શ્રી ગોપાલદાસ જીવાભાઈ પટેલકૃત “મહાવીરસ્વામીને સંયમધર્મ” નામે પુસ્તકની પરીક્ષા શ્રી મોહનલાલ ભગવાનદાસ ઝવેરીએ લીધી હતી અને બત્રીશમા વર્ષમાં શ્રીમદ્ રાજચંદ્રકૃત “મોક્ષમાળા”ની પરીક્ષા ડો. ભગવાનદાસ મનસુખલાલ મહેતાએ લીધી હતી. “મોક્ષમાળા”ના પરીક્ષક ડૉ. ભગવાનદાસ મહેતાએ પિતાના અહેવાલમાં જણાવ્યું હતું કે–
સમગ્રપણે જોતાં પરિણામ સંતોષપ્રદ અને ઉત્સાહવર્ધક કહી શકાય, કારણ કે વિદ્યાથીઓએ આમાં ઊલટથી ભાગ લઈ પ્રશ્નોની છણાવટ રસથી કરી છે. પ્રાયઃ પ્રત્યેક વિદ્યાર્થીના હૃદય પર આ ગ્રંથના પઠનથી તત્ત્વજિજ્ઞાસા અને સદ્ધર્મ રુચિમાં અભિવૃદ્ધિ કરનારી ઊંડી છાપ પડી છે. આ ઉપરથી પ્રતીત થાય છે કે વિદ્યાલયે વિદ્યાર્થીઓને વેકેશનમાં વાંચનાર્થે આ ગ્રંથ (મોક્ષમાળા ) આપેલ તે પ્રશસ્ત અને સમુચિત જ કર્યું છે.” ૧૪.
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૦૬
વિદ્યાલયની વિકાસકથા ઉપર સૂચવ્યું તેમ ત્રિમાસિક પત્રિકાનું પ્રકાશન કરવાનું કે જુદા જુદા જેને વિષે ઉપર વિદ્વાનેનાં લેખિત વ્યાખ્યાને જવાનું શક્ય ન બન્યું. તેમ જ ઉનાળાની રજાઓમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે એવું વિશિષ્ટ ધાર્મિક પુસ્તક નકકી કરીને રજાઓ બાદ એની ઈનામી ધાર્મિક પરીક્ષા લેવાની પ્રથા પણ અવિચ્છિન્નપણે ચાલુ ન રહી શકી. આમ છતાં એના ઉપરથી એટલું તે ચોક્કસ જાણી શકાય છે કે વિદ્યાથીઓ ધાર્મિક અભ્યાસમાં વધુ ને વધુ રસ લેતા થાય એ માટે એક યા બીજા પ્રકારની યોજના કરવા માટે વિદ્યાલયના સંચાલકો હમેશાં પ્રયત્નશીલ રહેતા હતા.
ધાર્મિક અભ્યાસક્રમ વિદ્યાલયની ધાર્મિક સમિતિ નામે પેટા સમિતિની સલાહ મુજબ નક્કી કરવામાં આવે છે. આ સમિતિ અત્યારે નીચે મુજબ સભ્યોની બનેલી છે :
(૧) ડે. જયંતીલાલ સુરચંદ બદામી (૨) શ્રી જયંતીલાલ રતનચંદ શાહ (૩) ડો. ભગવાનદાસ મનસુખલાલ મહેતા (૪) શ્રી સેવંતીલાલ ચીમનલાલ શાહ (૫) શ્રી હીરાલાલ હાલચંદ દલાલ
વિદ્યાલયે નકકી કરેલ ધાર્મિક અભ્યાસક્રમને મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અહિંસા અને અનેકાંતવાદ મૂલક જૈન દર્શનનાં તો તેમ જ સિદ્ધાંતથી, જૈન ધર્મના આચારોથી અને જેને ઇતિહાસ, કળા, સાહિત્ય તથા સંસ્કૃતિથી માહિતગાર થાય એ છે. એટલે એમાં સૂત્રો ગેખવાનાં હતાં નથી. અભ્યાસક્રમને ખ્યાલ નીચે સૂચવેલ કેટલાંક પાઠયપુસ્તકે ઉપરથી પણ આવી શકશે –
શ્રી ઉમાસ્વાતિ વાચકકૃત તત્વાર્થસૂત્ર (પંડિત સુખલાલજીકૃત વિવેચનયુક્ત).
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત જ્ઞાનસાર. પ્રથમ કર્મગ્રંથ. નવતત્વ. આનંદઘનજીકૃત ચોવીશી. પદર્શન સમુચ્ચયમને જેના દર્શનને લગતે ભાગ.
શ્રી હરિભદ્રસૂરિજીકૃત અષ્ટક તથા ધર્મબિંદુ. અધ્યાત્મસાર, ન્યાયદીપિકા, પ્રણામનયતવાલેકાલંકાર, સન્મતિપ્રકરણ (વિવેચન ૫સુખલાલજી તથા બેચરદાસજી), ન્યાયાવતાર.
શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈસ્કૃત જૈનસાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ. શ્રી હેમચંદ્રાચાર્ય કૃત યેગશાસ્ત્ર (ચાર પ્રકાશ). મુ. શ્રી. ન્યાયવિજયજીકૃત જેનદર્શન.
શ્રી હરિસત્યભટ્ટાચાર્ય કૃત જિનવાણ. ગુણસ્થાન ક્રમારેહ. પં. સુખલાલજીકૃત આધ્યાત્મિક વિકાસક્રમ વગેરે.
સત્તાવીસમા વર્ષના ધાર્મિક પરીક્ષક શ્રી દલસુખભાઈ માલવણિયાએ પિતાના પત્ર (રિપોર્ટ ર૭, પૃ. ૬૦)માં પાઠયપુસ્તક અંગે યોગ્ય જ કહ્યું છે કે
પાઠયપુસ્તક સારું હોય તો વિદ્યાર્થી રસપૂર્વક વાંચે છે અને તૈયાર કરે છે એટલું જ નહિ, પણ પ્રતિપાદ્ય વિષયને તે પોતાની ભાષામાં સહજ રીતે મૂકી શકે છે. આ વાતની ખાતરી, આપ પ્રારંભિક શ્રેણીના વિદ્યાથીઓના “જૈનદર્શન” સંબંધી ઉત્તર તપાસી જોશો તો, આપને જરૂર
Page #182
--------------------------------------------------------------------------
________________
૮ : ધાર્મિ ક શિક્ષણ
૧૦૭
થઈ જશે. આગળની શ્રેણીમાં એ ઢબનાં પુસ્તક અભ્યાસક્રમમાં નહિ હાવાથી તત્ત્વજ્ઞાનના વિષયમાં વિદ્યાર્થીને પેાતાની માત્ર સ્મૃતિ પર જ અને અધ્યાપકે જે કાંઈ ઉપરથી કહ્યું હાય તેના ઉપર જ આધાર રાખવા પડે છે. આમ થવાથી તે વિષયને યથાયેાગ્ય ન્યાય આપી શકયા નથી. આમાં તેમના કરતાં અભ્યાસક્રમ પર જ દોષ ઢાળવા રહ્યો. એટલે ‘ જૈનદર્શન ' છે તે બહુ જ ઉપયુક્ત છે અને તે જ ઢબથી લખાયલાં આગળની શ્રેણીએ માટે પાઠ્યપુસ્તકા પસંદ કરવાં જોઈ એ.”
શ્રી મેઘજી સેાજપાળ ઉચ્ચ ધાર્મિક શિક્ષણ સહાયક ફંડ
વિદ્યાલયમાં રહી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પેાતાના કાલેજના અભ્યાસની સાથે સાથે (તેમ જ બીજા વિદ્યાર્થીએ સ્વતંત્રપણે) કલકત્તા સાંસ્કૃત ઍસેાસિયેશનની ન્યાય—બ્યાકરણતીની પદવીની તેમ જ કૉલેજને માન્ય અર્ધમાગધી (પ્રાકૃત)ની પરીક્ષાએ આપવા પ્રેરાય એ માટે ધશાસ્ત્રાના અભ્યાસના હિમાયતી શેઠ શ્રી મેઘજી સેાજપાળે એક ખાસ ચેાજના સને ૧૯૬૧માં તૈયાર કરી હતી. અને એ ચેાજનાને અમલી બનાવવા માટે એમણે જરૂરી શરા સાથે એ કામ શ્રી મહાવીર જૈન વિદ્યાલયને સેાંપવાની ઇચ્છા દર્શાવતાં વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિએ તા ૧૩-૪-૧૯૩૧ના રાજ એને સ્વીકાર કર્યાં હતા. આ યેાજનાનું મહત્ત્વ સમજાવતાં સાળમા વર્ષના રિપેાટ (પૃ. ૧૨૭)માં કહેવામાં આવ્યુ છે કે—
“ અત્યાર સુધીમાં ભારતવર્ષના જુદા જુદા ધર્મમાં સંબધી પાશ્ચાત્ય વિદ્વાનેાએ જે શેાધખેાળા કરી છે તથા ધાર્મિક સાહિત્યને અભ્યાસ કરી ઐતિહાસિક દૃષ્ટિએ જે અજવાળું પાડયું છે તે જોતાં હિંદુસ્તાનના વિદ્યાર્થીએ પણ પેાતાના જ દેશમાં ઉદ્ભવેલ ધર્માં સંબંધી અભ્યાસ તથા શોધખેાળ કરે એવી આશા ભારતીય પ્રજા રાખે એ સ્થાને જ છે. આધુનિક પદ્ધતિએ કામ કરી શકે એવા વિદ્વાને ત્યારે જ તૈયાર થઈ શકે કે જો ઇંગ્રેજીને ઊંચા અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સાથે સાથે ઉચ્ચ ધાર્મિક શિક્ષણ લે. આ ચેાજનાની એ જ વિશેષતા છે અને તેનેા સારા પ્રમાણમાં લાભ લેવામાં આવે તે ઉપાધિ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછીના અભ્યાસ (Post-graduate Study) માટે પુરાતત્ત્વનું એટલે શેાધખેાળનુ અને તે સંબંધી જરૂરી પ્રકાશનનું ખાતું કાઢવાની જરૂર રહે.”
આવી ઉપયાગી અને દીર્ઘ દૃષ્ટિથી આ ચેાજના શેઠશ્રી મેઘજી સેાજપાળે તૈયાર કરી હતી, અને એમાં વિદ્યાથીઓ ભાગ લેવા ઉત્સાહિત થાય તે માટે ન્યાય-વ્યાકણુતી ના અભ્યાસ માટે પ્રથમાના વિદ્યાથીઓને માસિક રૂા. ૧૦, મધ્યમાના વિદ્યાથી ઓને માસિક રૂા. ૧૨ અને તીની છેલ્લી પરીક્ષાના વિદ્યાથીઓને બે વર્ષ માટે માસિક રૂા. ૧૫ની સ્કોલરશિપ આપવાનું ઠરાવવામાં આવ્યુ. અમાગધીના અભ્યાસ માટે કૉલેજના પ્રથમ વર્ષ ( પ્રિવિયસ )થી લઈ ને તે બી.એ. તેમ જ એમ.એ. માટે સુ`બઈ યુનિવસિ ટીએ માન્ય કરેલ અભ્યાસક્રમને આ ચેાજનામાં સ્વીકાર કરવામાં આવ્યા હતા; અને પ્રિવિયસ માટે માસિક રૂા. ૧૦, ઈન્ટર માટે માસિક રૂા. ૧૨ અને બી.એ. તથા એમ.એ માટે માસિક 31. ૧૫ની સ્કોલરશિપ આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. આ માટે શેઠશ્રી મેઘજીભાઈ એ વિદ્યાલયને દસ વર્ષ માટે વાર્ષિક ત્રણ હજાર રૂપિયા આપવાનું સ્વીકાર્યુ હતુ, અને શરૂઆતમાં એકીસાથે દસ હજાર રૂપિયા વિદ્યાલયને મેાકલી પણ આપ્યા હતા.
આ ચાજનાના હેતુ ન્યાયતી, વ્યાકરણતીની પદવી માટેના તથા અધ ભાગધીના
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૦૮
વિદ્યાલયની વિકાસકથા અભ્યાસને પ્રત્સાહન આપીને જૈન દર્શન અને સાહિત્યના અભ્યાસ પ્રત્યે વિદ્યાર્થીઓને આકપીને જૈન વિદ્વાને તૈયાર કરવાને લેવાથી એમાં એમ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે જે વેતાંબર મૂર્તિપૂજક વિદ્યાથીએ કૉલેજમાં અભ્યાસ કરતા ન હોય એવા વિદ્યાથીઓ પણ જે આ યોજના મુજબ અભ્યાસ કરવા ઈચ્છતા હોય તો એમને અમુક મર્યાદિત સંખ્યામાં વિદ્યાલયમાં રેસિડેન્ટ વિદ્યાર્થી તરીકે દાખલ કરવા. વળી, જૈનેતર વિદ્યાથીઓ પણ જે આ પરીક્ષા આપવા માગતા હોય તો તેમને પણ ન્યાયતીર્થ અને વ્યાકરણતીર્થના અભ્યાસ માટે ઉપર સૂચવી તે મુજબની અને અર્ધમાગધીના અભ્યાસ માટે ઉપર સૂચવી છે તેથી અરધી સ્કોલરશિપ આપવાનું પણ ઠરાવવામાં આવ્યું.
આ માટે વિદ્યાલયમાં નિયમિત વર્ગો ચલાવવાની વ્યવસ્થા કરવામાં આવી. પં. દરબારીલાલજી (અત્યારે સ્વામી સત્યભક્ત' તરીકે જાણીતા વિદ્વાન) ન્યાય અને અર્ધમાગધીના વર્ગ લેતા હતા; અને વ્યાકરણને માટે પંડિત નાગેશ પાંડશેને રોકવામાં આવ્યા હતા.
શરત પ્રમાણે આમાં વાર્ષિક ત્રણ હજારનું ખર્ચ કરવાનું હતું, પરંતુ આ જનાને લોકપ્રિય કરવામાં કે આગળ વધારવામાં આર્થિક તંગી કારણભૂત ન બને એટલા માટે પહેલા વર્ષમાં શેઠ શ્રી મેઘજીભાઈએ વધારાના પચીસ રૂપિયા આપ્યા હતા. આ બીના તેઓ આ માટે કેવી ધગશ ધરાવતા હતા એનું સૂચન કરે છે.
આ ભેજના પ્રમાણે છ વર્ષ સુધી વિદ્યાર્થીઓને છાત્રવૃત્તિ આપવામાં આવી, તેમ જ વિદ્યાથીઓ પરીક્ષાઓ પણ આપતા રહ્યા. પણ છેવટે એનું પરિણામ ધારણા મુજબ આવતું ન લાગ્યું એટલે કે પદવીની-છેલ્લી પરીક્ષા સુધી પહોંચનાર વિદ્યાથીઓની સંખ્યા ઘટતી ગઈ તેથી છેવટે એને બંધ કરવામાં આવી. બાવીશમાં રિપોર્ટ (પૃ. ૧૪)માં આ અંગે નોંધ કરવામાં આવી છે કે
ન્યાય તથા વ્યાકરણના અભ્યાસ માટેની યોજના તરફ શેઠ મેઘજીભાઈનું ખાસ દિલ હવા છતાં અને તે માટે તેમણે ઉદાસ્તા ભરેલી રૂ. ૨૭,૮૨૧ જેટલી નવાજેશે કરેલ હોવા છતાં એ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓમાં ખાસ રસ ઉત્પન્ન કરી શક્યો નથી. કૉલેજના અભ્યાસના બેજાને કારણે તથા આ અભ્યાસ તરફ પૂરતું ધ્યાન ન આપવાને કારણે વિશિષ્ટ સમિતિએ આ અભ્યાસક્રમ ઉપર ખૂબ ચર્ચા કરી તેને આખરે બંધ કરવાનો નિર્ણય કર્યો છે.”
આ એજના બંધ કરવા છતાં વિદ્યાથીઓ ધાર્મિક શિક્ષણ નિયમિત રીતે લેતા રહે એ તે જરૂરી જ હતું. એટલે આના સ્થાને વિદ્યાલયે પિતાનો પંચવર્ષીય અભ્યાસક્રમ પંડિત શ્રી ભગવાનદાસ હરખચંદ પાસે તૈયાર કરાવ્યું. આગળ જતાં આ અભ્યાસક્રમમાં પણ વિદ્યાર્થીઓની સ્થિતિ, શક્તિ અને રુચિ પ્રમાણે જરૂરી ફેરફાર કરવામાં આવ્યું. (રિપોર્ટ ૨૪, પૃ. ૫૫) આને લીધે મુંબઈમાં તેમ જ શાખાઓમાં ચાલતા અભ્યાસક્રમમાં કેટલાક ફેરફાર જોવામાં આવે છે. - વિદ્યાલયને ૩રમા વર્ષને રિપોર્ટ (પૃ. ૧૩, ૨૦, ૭૨) જોતાં માલૂમ પડે છે કે વિદ્યાલય તેમ જ જૈન સંઘને પણ ) જરૂર મુજબ ચગ્ય ધાર્મિક શિક્ષકે મળતા રહે તે માટે વિદ્યાલયની ધાર્મિક શિક્ષણ સમિતિએ, ધાર્મિક શિક્ષક તૈયાર કરવા માટે એક જના તૈયાર કરી હતી.
Page #184
--------------------------------------------------------------------------
________________
૮: ધાર્મિક શિક્ષણ
આ યોજના મુજબ દર વર્ષે સંસ્કૃત અગર પ્રાકૃત લઈને બી.એ. થયેલ પાંચ વિદ્યાર્થીઓને બનારસ અથવા બીજા યેગ્ય સ્થાને જેન શિક્ષણ માટે મોકલવાના હતા. એમને રહેવા-જમવાનું તેમ જ પુસ્તક અને ફીનું ખર્ચ આપવા ઉપરાંત માસિક રૂા. ૨૫ ની છાત્રવૃત્તિ પણ આપવાની હતી. અને આ રીતે તૈયાર થયેલ વિદ્યાર્થીઓએ વિદ્યાલયમાં અથવા વિદ્યાલય નક્કી કરે તે સ્થાનમાં પાંચ વર્ષ સુધી, નક્કી કરેલ પગારથી, ધાર્મિક અધ્યાપક તરીકે કામગીરી બજાવવાની બાંહેધરી આપવાની હતી.
ગ્ય ધાર્મિક શિક્ષક તૈયાર કરવાની દષ્ટિએ આ પેજના ખૂબ જ મહત્વની હતી, પણ ભવિતવ્યતાને વેગે એની શરૂઆત જ ન થઈ શકી !
જૈન પંડિત તૈયાર કરવા માટેની શેઠ મેઘજી સોજપાલની લેજના તેમ જ ધાર્મિક શિક્ષક તૈયાર કરવાની આ યોજનાનો જે અમલ થઈ શક્યો હોત તો આપણે ત્યાં વતતી પંડિતે અને ધાર્મિક શિક્ષકોની તંગીને દૂર કરવામાં એ જરૂર ઉપયોગી થઈ શકત. પણ એ તે જેવી ભવિતવ્યતા! આમ છતાં આ ઉપરથી એટલું તે જરૂર ફલિત થાય છે કે વિદ્યાલયના સંચાલકે જેમ ઉચ્ચ વ્યાવહારિક શિક્ષણ માટે પ્રયત્નશીલ રહે છે, તેમ ઉચ્ચ ધાર્મિક અભ્યાસ માટે પણ એટલા જ સજાગ છે. આપણી જરૂરિયાત જોતાં આ બને પ્રકારની યોજનાની (સમયાનુરૂપ જરૂરી ફેરફાર સાથે) અત્યારે પણ એટલી જ જરૂર અને ઉપગિતા છે.
ધાર્મિક શિક્ષકે, પરીક્ષક અને ધાર્મિક પરીક્ષા માટે જવામાં આવેલાં ઈનામ કે મેડલ વગેરેની હકીકત અહીં નહીં આપતાં જુદા પરિશિષ્ટરૂપે આપી છે તે ઉપરથી પણ જોઈ શકાશે કે ધાર્મિક અભ્યાસ માટે વિદ્યાલય હમેશાં કેટલું ધ્યાન આપતું રહે છે.
અહીં એ જાણવું ઉપયોગી થઈ પડશે કે ધાર્મિક અભ્યાસ અને ધર્મસંસ્કારના પ્રયત્નોને લીધે વિદ્યાથીઓમાં એકંદર તત્વજિજ્ઞાસા અને યથાશક્તિ ધર્મપાલનની રુચિ જાગતી રહે છે. પર્યુષણ મહાપર્વ જેવા પવિત્ર દિવસે માં અઠ્ઠાઈ જેવી મોટી તપસ્યા પણ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ કરી હોવાના દાખલા વિદ્યાલયના રિપોર્ટમાં જોવા મળે છે.
આની સાથોસાથ અહીં એ પણ સેંધવું જોઈએ કે આપણું સંઘમાં અન્યત્ર ધાર્મિક શિક્ષણ અંગે બને છે તેમ, વિદ્યાલયના વિધાર્થીઓને પણ ક્યારેક આ કામ સીધાં ચઢાણ જેવું મુશ્કેલ લાગતું હોય, એમ વિદ્યાલયના રિપિટમાની કેટલીક ને ઉપરથી જોવા મળે છે. આમ થવાનાં કારણેને સહાનુભૂતિ પૂર્વક વિચાર કરવામાં આવે તો એ માટે વિદ્યાર્થીઓની ઓછી રુચિ કે અમુક અંશે ઉપેક્ષાવૃત્તિ ઉપરાંત એમના ઉપર વધી રહેલ અભ્યાસનું ભારણ, અત્યારના વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને સંતોષે એવા પાઠયપુસ્તકે, શિક્ષક અને શિક્ષણ પદ્ધતિને અભાવ વગેરે બાબતોને પણ એ માટે જવાબદાર લેખી શકાય એવી સ્થિતિ છે. પણ જ્યારે પણ ધામિક પરીક્ષાનું પરિણામ અસંતોષકારક માલુમ પડે છે ત્યારે પરીક્ષકે એ અંગે સંસ્થાના સંચાલકોનું ધ્યાન દેરતા જ રહે છે, અને વિદ્યાલયના સંચાલકે પણ એ માટે ઘટતાં પગલાં લેવાનું ચૂકતા નથી. આને લીધે મુંબઈમાં તેમ જ વિદ્યાલયની બધી શાખાઓમાં ધાર્મિક શિક્ષણ નિયમિત ચાલુ રહે છે અને છમાસિક તેમ જ વાર્ષિક ધાર્મિક પરીક્ષાઓ પણ નિયમસર લેવાતી રહે છે.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૧
વિદ્યાલયની વિકાસકથા અનેક દિશામાં વહેંચાઈ જતી મનોવૃત્તિ તેમ જ સમયના પ્રભાવને લીધે પલટાતી રુચિ વગેરે કારણે ધાર્મિક શિક્ષણ ક્યારેક કડવા ઔષધ જેવું અરુચિકર કે ઓછા સ્વાદુ કે સ્વાદ વગરના પથ્ય જેવું નીરસ લાગવા છતાં એ માતાના ધાવણ જેવું નરવું અને સંસ્કારપષક છે એમાં શંકા નથી. માનવીને સાહ્યબીના વખતમાં છકી જતાં અને સંકટના સમયમાં ભાંગી પડતાં એ જ બચાવી શકે છે. એમાંથી જ જીવનનું સાચું બળ મળે છે અને જીવનઘડતર પણ એ દ્વારા જ થઈ શકે છે. માનવીની માનવતાને જાગ્રત કરીને એને સાચા વિકાસને માગે એ જ દેરી જાય છે. જે વ્યક્તિઓ, રુચિપૂર્વક કે કચવાતે મને પણ ધર્મના અભ્યાસ અને આચરણ તરફ વળે છે તેઓ જીવનને સાર પામવાની સાથે જીવનને સ્વસ્થ, સુસંસ્કારી અને તેજસ્વી બનાવે છે. એના વગર માનવીનું સંસ્કાર ઘડતર સાવ અપૂર્ણ રહી જાય છે. આ ઉપરથી વિદ્યાલયે શરૂઆતથી જ આ બાબતને આગ્રહ રાખ્યા છે તે કેટલે વાજબી અને ઉપકારક છે તે સહેજે સમજી શકાય છે.
અહીં એ વાતની નેંધ લેતાં આહૂલાદ થાય છે કે વિદ્યાલયના જે ભૂતપૂર્વ વિદ્યાથી ઓએ પિતાના અભ્યાસકાળ દરમ્યાન, આનાકાનીપૂર્વક, પણ ફરજિયાત હોવાને કારણે, ધાર્મિક શિક્ષણ લીધેલ છે એમાંના કેટલાક આના લીધે પિતાને કેટલો લાભ થાય છે એ વાતનું ખૂબ કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરે છે. એમની આવી લાગણીને પ્રતિધ્વનિ, વિદ્યાલયને ૫૦ વર્ષ પૂરાં થયાં તે નિમિત્ત, વિદ્યાલયની બીજી શાખાઓની જેમ, અમદાવાદમાં પણ વિ. સં. ૨૦૨૧ના જેઠ સુદિ ૬ તથા ૮, તા. ૫-૬-૬૫ ને ૬-૬-૬૫ના રોજ પૂજા વ્યાખ્યાન વગેરે ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા, તે પ્રસંગે તા. ૬-૬-૬૫ના રોજ પૂજ્યપાદ આગમ પ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી આપેલ ધર્મ પ્રવચનમાં નીચેના શબ્દોમાં સાંભળવા મળે છે. પૂજ્ય મહારાજશ્રીએ કહ્યું હતું કે–
હું અનુભવને આધારે ભારપૂર્વક કહી શકું છું કે મારા પરિચયમાં આવવાવાળા વિદ્યાલયના જૂના વિદ્યાર્થીઓએ મને કહ્યું હતું કે સંસ્થામાં અમને ધાર્મિક સંસ્કારો આપવામાં આવતા હતા; પણ અમે એ ન લીધા એ અમારી ભૂલ હતી એમ આજે લાગે છે. જે જીવનની ઉત્તરાવસ્થામાં પણ એમને આવી લાગણી થઈ હોય તો એ વિદ્યાલયની એક મોટી સિદ્ધિ છે.”
બડભાગી રોહિણેયની માફક કમને લીધેલા સંસ્કાર પણ જે વિદ્યાલયના જૂના વિદ્યાથી. ઓને આવી આંતરખેજ તરફ દોરી જતા હોય તો એ, પૂજ્યપાદ મહારાજશ્રીએ કહ્યું છે તેમ, સાચે જ મોટી સિદ્ધિ અને વિદ્યાલયે ધાર્મિક શિક્ષણ માટે રાખેલ આગ્રહ અને કરેલ પ્રયત્નની ચરિતાર્થતાની બોલતી સાક્ષીરૂપ છે એમાં શક નથી.
Page #186
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ નવમું : સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ
કોલેજના અભ્યાસ તેમ જ ધાર્મિક શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં સામાજિક દષ્ટિ, સાહિત્યરુચિ અને રાષ્ટ્રીય ભાવના કેળવાય એ માટે પણ ધ્યાન આપવું જરૂરી છે. એમ થાય તે જ વિદ્યાર્થીઓને સર્વાગીણ વિકાસ થઈ શકે અને તેઓ પિતાના કુટુંબ ઉપરાંત સમાજ અને દેશને પણ ઉપયોગી થવાની સાથે પિતાની કાર્યકુશળતા અને સંસ્કારિતાની છાપ પાડી શકે. વિદ્યાલયના વિદ્યાર્થીઓ એકાંગી ન બનતાં એમને સર્વાગી વિકાસ થાય એ માટે વિદ્યાલયના શાણા, ઉદાર અને સમયજ્ઞ સંચાલકોએ શરૂઆતથી જ કાળજી રાખી હતી એમ વિદ્યાલયના રિપોર્ટો જેવાં કેઈને પણ લાગ્યા વગર નહીં રહે. આ અંગે વિદ્યાલયના પહેલા જ રિપિટ (પૃ. ૨૨)માં કહેવામાં આવ્યું છે કે –
વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ અને વિવેચનશક્તિ ખીલે તેટલા માટે ડીબેટીંગ સેસાયટી દર વર્ષે મેળવવામાં આવે છે.........વિદ્યાર્થીઓની સુઘડતા, સ્વચ્છતા અને પ્રેમાળવૃત્તિ ઉપર ખાસ લક્ષ્ય આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ દરેક બાબત જાતે જ સુવ્યવસ્થિત રાખે તેથી જુદી જુદી બાબતોમાં વિદ્યાર્થીઓને સેક્રેટરી નીમવાની વ્યવસ્થા સુપ્રીન્ટેન્ડેન્ટે નવા વર્ષથી કરી છે....વિદ્યાર્થીનું જીવન સાદું પણ ઉચ્ચ ગ્રાહી થાય, જવલંત અને દારિદ્ર રહિત થાય, આત્મશ્રદ્ધાયુક્ત પણ અભિમાન રહિત થાય તેવાં સર્વ ખાનપાન, વર્તન તથા વાણીવિલાસના નિયમો ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે અને પરસ્પર પ્રેમ અને મૈત્રી તથા બંધુભાવ વૃદ્ધિ પામે તથા આદર્શ જૈનત્વ પ્રગટી નીકળે તે પર આડકતરી રીતે અને સીધી રીતે બનતું લક્ષ્ય આપવામાં આવે છે.”
ઉછરતી ઉંમરમાં સૌથી અગત્યની વાત તનને તંદુરસ્ત અને મનને પ્રફુલ્લ અને વિકસિત બનાવે એ બાબત ઉપર ધ્યાન આપવાની હોય છે. આ માટે જે ઘર કરતાં શિક્ષણ સંસ્થામાં અને તેમાંય બહારગામ રહેવાનું થાય તો તેથી ઘણે લાભ થાય છે. વિદ્યાલયમાં રહેતા વિદ્યાર્થીઓને આ બંને પ્રકારને અને છેવટે એક પ્રકારને લાભ તે થાય જ છે. આ અવસરને વિદ્યાર્થીઓના શરીરના, મનના અને જીવનના ઘડતરમાં કાયમી લાભ મળે એ માટે વિદ્યાલયમાં અંગકસરતનાં, રમતગમતનાં અને જ્ઞાનને વિશાળ અને દષ્ટિને ઉદાર બનાવે એવાં સાધને વસાવવા તરફ પૂરતું ધ્યાન આપવામાં આવે છે.
વ્યાયામનાં સાધનો અંગકસરત કે વ્યાયામની બાબત તે એવી સહેલી છે કે જે વિદ્યાથીઓમાં ઘરમાંથી જ આ માટેની રૂચિ અને શરીરને સુદઢ બનાવવાને શોખ કેળવાયાં હોય તે ખાસ કંઈ ' સાધન વગર પણ આમાં પ્રગતિ થઈ શકે છે. આમાં પાયાની વાત ઘરમાંથી જ આ માટેના સંસ્કાર મળે એ છે. પણ ગુજરાતના તેમાંય જેન કેમના મોટા ભાગના વિદ્યાથીઓ અને યુવાનોમાં બચપણમાં ઘરમાંથી આ શોખ બહુ જ ઓછો કેળવાતો હોવાને કારણે આ દિશામાં જોઈએ તેટલી પ્રગતિ જોવામાં નથી આવતી. છતાં વિદ્યાલય તે આ માટેની
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૧૨
વિદ્યાલયની વિકાસકથા
જરૂરી સામગ્રી વસાવે છે તેમ જ આને પ્રાત્સાહન આપવા માટે અમુક અમુક ઇનામી હરીફાઈ એ પણ ચૈાજે છે.
ઘરમાં કે ઘરના આંગણામાં ખેલી શકાય એવી રમતાનાં સાધના શરીરને કસરત અને મનને આન–વિનાદ આપવામાં ઠીક પ્રમાણમાં ઉપયેગી થઈ પડે છે. વળી એ એકધારા અભ્યાસ–વારાનથી થાકેલ ચિત્તને તાજગી પણ આપી શકે છે. તેથી વિદ્યાલયમાં આવાં રમતગમતનાં સાધના શરૂઆતથી જ વસાવવામાં આવે છે, અને એની હરીફાઈ એ ચેાજીને ઇનામ પણ આપવામાં આવે છે. આ માટે એક મેડલ પણ આપવામાં આવે છે.
અભ્યાસના વિષય ઉપરાંત ખીજ વિષયાનું જ્ઞાન જેટલા પ્રમાણમાં વધારે મેળવી શકાય તેટલું જીવન વધુ સમૃદ્ધ અને ષ્ટિ વધુ વિશાળ અની શકે છે. એથી વ્યક્તિની હાંશિયારી પણ ખીલી ઊઠે છે. આનું મુખ્ય સાધન વિવિધ વિષયને સ્પર્શતાં પુસ્તકાનું અહેાળુ' વાચન અને જુદા જુઢ્ઢા વિષય ઉપર પ્રકાશ પાડતાં અભ્યાસપૂર્ણ વ્યાપ્યાનાનું શ્રવણ છે. આ બન્ને ખાખતા ઉપર વિદ્યાલયના સહેંચાલકાએ શરૂઆતથી જ પૂરતું ધ્યાન આપ્યુ` છે.
વાચનાલય તથા પુસ્તકાલય
આ માટે મુંબઈમાં વિદ્યાલયમાં વાચનાલય ચલાવવામાં આવે છે અને પુસ્તકાલય પણ વસાવવામાં આવ્યું છે. વાચનાલયમાં જુદી જુદી ભાષાનાં અને જુદા જુદા વિષયનાં દૈનિકા, અઠવાડિકા અને માસિકા વગેરે સંખ્યાબ`ધ સામયિકો મંગાવવામાં આવે છે. કેટલાંક પરદેશનાં સામિયકા પણ આવે છે. આને લીધે જેમ દેશ અને દુનિયામાં રાજ-બ-રોજ અનતી ઘટનાએાના સમાચારાથી માહિતગાર રહી શકાય છે તેમ પરિવ ના, શેાધા અને ઝડપથી થઈ રહેલ વૈચારિક કે મનેવૈજ્ઞાનિક ફેરફારથી પણ સુપરિચિત રહી શકાય છે; સાથે સાથે એથી વિચારાનુ પણ ઘડતર થઈ શકે છે. જીવનનિર્વાહ અને સાંસ્કૃતિક ઘડતર બન્ને દૃષ્ટિએ અત્યારના ઘટનાપ્રવાહા અને વિચારપ્રવાહાથી માહિતગાર રહી શકાય તા જ પ્રગતિના માર્ગ નક્કી કરીને આગળ વધી શકાય. વિદ્યાલયના વિદ્યાર્થીઓને આવે લાભ મળતા રહે એમાં વાચનાલય ઘણું ઉપયોગી થાય છે.
વિદ્યાલયની દૃષ્ટિએ એનું (મુંબઈનુ) પુસ્તકાલય એક સમૃદ્ધ પુસ્તકાલય છે. પાણેાલાખ રૂપિયા કરતાં પણ વધુ કિંમતનાં આશરે વીસેક હજાર પુસ્તકે એમાં વસાવવામાં આવ્યાં છે. આમાં જૈન ધર્મનાં શાસ્ત્રા તથા જૈન સંસ્કૃતિને લગતા જુદા જુદા વિષયનાં પુસ્તકોના સારા એવા સંગ્રહ છે, જેમાં ઘેાડાંક પ્રાચીન હસ્તલિખિત પુસ્તકાનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત સ`સ્કૃત, પ્રાકૃત, પાલિ જેવી પ્રાચીન ભાષાએનાં તેમ જ ગુજરાતી, હિંદી, મરાઠી, અગ્રેજી જેવી આધુનિક ભાષાઓમાં લખાયેલાં વિદ્યાની વિવિધ શાખાઓને લગતાં તેમ જ લોકપયોગી રસાત્મક ચાલુ સાહિત્યનાં—જેમ કે નવલકથા, નવલિકા, નાટકા, નિબધા, કવિતાએ, પ્રવાસવણન, ચરિત્રા વગેરેનાં—પુસ્તક પણ સારા પ્રમાણમાં વસાવવામાં આવ્યાં છે. વિદ્યાલયની અમદાવાદ અને વાદરા શાખાએમાં વાચનાલય ચાલુ છે અને પુસ્તકાલય માટે ખારેક હજાર રૂપિયાના ખર્ચ માટે ભાગે લેાકેાપયોગી પુસ્તકાના સ'ગ્રહ કરવામાં આવ્યેા છે. આમ છતાં જૈન ધર્મ, સાહિત્ય અને સંસ્કૃતિના અધ્યયન-સ`શેાધનમાં
Page #188
--------------------------------------------------------------------------
________________
૯: સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ
૧૧૩ ઉપયોગી થઈ શકે એવું સુસમૃદ્ધ પુસ્તકાલય કરવા માટે હજી ઘણું ઘણું કરવાની જરૂર છે એ વાત વિદ્યાલયના સંચાલકોના ધ્યાન બહાર નથી. આ માટે ૫૦માં રિપોર્ટ (પૃ. ૧૬)માં યોગ્ય જ કહેવામાં આવ્યું છે કે
જૈન ધર્મ, તત્ત્વજ્ઞાન, ઈતિહાસ, કળા, શિલ્પ-સ્થાપત્ય જેવા વિવિધ વિષયોને લગતું જૈન સાહિત્ય એટલું તે વિપુલ અને સમૃદ્ધ છે કે દેશ-વિદેશના વિદ્વાનો એને માટે ઘણી ઉત્સુકતા સેવી રહ્યા છે. આ સ્થિતિમાં જૈન સાહિત્યના બધા જ મુકિત ગ્રંથ સાથે તે તે વિષય સાથે સંબંધ ધરાવતા બધા ઇતર ગ્રંથન સંગ્રહ ધરાવતું, અને સાથોસાથ શક્ય હોય તેટલા હસ્તલિખિત ગ્રંથને પણ સમાવેશ કરતું એક સમૃદ્ધ કેન્દ્રવર્તી પુસ્તકાલય હોવું બહુ જ જરૂરી છે. આ કામ અઢળક ધન અને એક સ્વતંત્ર યોજના માગી લે એટલું વિશાળ છે. આપણા ધર્મ અને સાહિત્યના પ્રસારની દષ્ટિએ આ કામ જેટલું જલદી થઈ શકે તેટલું જલદી કરવા જેવું છે. વિદ્યાલય આવા મનોરથ તો સેવે છે, પણ, અત્યારની વિદ્યાલયની જવાબદારી લક્ષમાં લેતાં, એ મનોરથ તુરત સફળ થવા મુશ્કેલ લાગે છે. આમ છતાં વિદ્યાલય પોતાની શક્તિના પ્રમાણમાં આ દિશામાં કંઈક ને કંઈક પ્રયત્ન તો કરી રહેલ છે, એ વાતનો વિદ્યાલયે વસાવેલ પુસ્તકાલયની (ઉપર નેધેલી) વિગતો ઉપર થી કંઈક ખ્યાલ આવી શકશે.”
વિદ્યાર્થીમંડળ વાચનાલય અને પુસ્તકાલયના લાભ ઉપરાંત વિદ્યાલયના વિદ્યાર્થીઓને અવારનવાર જુદા જુદા વિષયના અભ્યાસ અને માહિતીપૂર્ણ તેમ જ રોચક વ્યાખ્યાને સાંભળવા મળે એની પણ ગોવઠણ થતી રહી છે. સાથે સાથે વિદ્યાથીઓની વકતૃત્વશક્તિ ખીલે એ માટે પણ ધ્યાન રાખવામાં આવે છે. આ કામ મુખ્યત્વે વિદ્યાલયના વિદ્યાર્થીમંડળ દ્વારા જ થતું રહે છે. બીજા જ વર્ષને રિપોર્ટ (પૃ. ૧૦) જોતાં માલૂમ પડે છે કે તે વખતે વિદ્યાલયના વિદ્યાથીઓની ઈચ્છાથી “યુનિયન કલબ' નામે વિદ્યાર્થીમંડળની સ્થાપના થઈ હતી. આ કલબ ધાર્મિક, સામાજિક, નૈતિક, આર્થિક જેવા વિષયો ઉપર વિઘાથી એની ચર્ચાઓ ગોઠવતી હતી; અને એમાં વિદ્યાથીઓ હોંશપૂર્વક ભાગ લેતા હતા. વિદ્યાથીઓના વિચારેને આકાર આપીને વ્યવસ્થિત કરવામાં તેમ જ પિતાના વિચારોને સુસંબદ્ધ રૂપમાં વ્યક્ત કરવાની વસ્તૃત્વશક્તિને ખીલવવામાં આ સભાઓ ખૂબ ઉપયોગી નીવડતી. અત્યારના રાજકારણ ઉપર અર્થકારણનું વર્ચસ્વ પિછાનીને એ વિશેની ચર્ચા-વિચારણું થઈ શકે એ માટે આ વિદ્યાથીબંધુઓએ એક આર્થિક મંડળ (Economic club) પણ સ્થાપ્યું હતું. વળી, વિદ્યાથીઓનું જ્ઞાન વ્યાપક થાય એટલા માટે બીજા વર્ષમાં શ્રી ગુલાબચંદજી ઠઠ્ઠા, શેઠ શ્રી કુંવરજી આણંદજી, શ્રી ઉમેચંદ દોલતચંદ બરોડિયા, દક્ષિણામૂર્તિવાળા શ્રી નાનાભાઈ ભટ્ટ વગેરે વિદ્વાને અને વિચારકનાં વ્યાખ્યાને પણ યોજવામાં આવ્યાં હતા, અને તે પછી અવારનવાર નામાંકિત વિચારકે, કાર્યકરો તેમ જ વિદ્વાનેનાં આવાં વ્યાખ્યાન યોજવામાં આવતાં હતાં. આગળ પણ જે આ પરંપરા અખંડપણે ચાલુ રહી હત તે તેથી વિદ્યાર્થીઓને ઘણું લાભ થાત.
એમ લાગે છે કે થોડા વખત પછી જ “યુનિયન કલબ'નું નામ “શ્રી મહાવીર જૈન વિદ્યાલય ટુડન્ટ્સ યુનિયન” એમ ફેરવવામાં આવ્યું હતું. આગળ જતાં આ યુનિયનનું
શ્રી મહાવીર ટુડન્ટ્સ યુનિયન” “વિદ્યાલય ટુડન્ટ્સ યુનિયન” એવું ટૂંકાક્ષરી નામ ૧૫
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૧૪
વિદ્યાલયની વિકાસકથા રાખ્યાનું પણ જાણવા મળે છે. એ દ્વારા વકતૃત્વસભાઓ અને વિદ્વાને, વિચાર અને કાર્યકરોનાં વ્યાખ્યાને જવા ઉપરાંત સ્કાઉટ જેવી ઉપયેગી પ્રવૃત્તિ પણ હાથ ધરવામાં આવતી હતી.
આ વિદ્યાથીમંડળને કામ કરવાની કેટલી બધી મોકળાશ અને કેટલે બધે સાથ વિદ્યાલયના શાણા સંચાલકો તરફથી આપવામાં આવ્યાં હતાં તે એટલા ઉપરથી પણ જાણી શકાય છે કે આ વિદ્યાર્થીમંડળના પ્રમુખ તરીકે પ્ર વાડિયા, શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ, શ્રી એમ. સી. ચાગલા, પ્રે હરસિદ્ધભાઈ દિવેટિયા, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, શ્રી. પરમાનંદભાઈ કુંવરજી કાપડિયા, શ્રીમતી વાયોલેટ જેકીમ આવા, શ્રી. મીનુ આર. મસાણી જેવી નામાંકિત જાહેર વ્યક્તિઓની વરણી કરવામાં આવતી હતી. વિદ્યાલયના માનદમંત્રી શ્રી મતીચંદભાઈ કાપડિયા, વર્ષો સુધી આ મંડળનું ઉપપ્રમુખપદ સંભાળીને, એને હેત અને મમતાપૂર્વક દોરવણ આપતા રહ્યા હતા. વિદ્યાલયના વિદ્યાર્થીઓને સર્વાગીણુ વિકાસ થાય અને અભ્યાસકાળ પછીની સુદીર્ઘ કારકિર્દીમાં એ કોઈ પણ બાબતમાં પાછા ન પડે પણ સર્વત્ર પિતાની કાબેલિયત અને સંસ્કારિતાની છાપ પાડે એવી એમની તીવ્ર ઝંખના રહેતી. એમ કહેવું જોઈએ કે આ વિદ્યાથી મંડળને આવી રાષ્ટ્રીય વ્યક્તિઓની દોરવણીને લાભ મળે તે મોટે ભાગે શ્રી મોતીચંદભાઈની વ્યાપક દષ્ટિ તેમ જ મુંબઈના જાહેર જીવન સાથે તેમ જ રાષ્ટ્રીયભાવના સાથે એમણે કેળવેલી એકરૂપતા અને મેળવેલ પ્રતિષ્ઠાને કારણે જ. વિદ્યાલયના છવ્વીસમા વર્ષમાં આ મંડળને વાર્ષિક ઉત્સવ ડો. જીવરાજ મહેતાના પ્રમુખપદે ઊજવાયો હતો, એ બીના પણ ઉપરની વાતની સાક્ષી પૂરે છે.
વિદ્યાલયની સ્થાપના પછી ચાર-પાંચ વર્ષ પછીનો સમય એ મહાત્મા ગાંધીજીના પ્રભાવ વિસ્તારને અને આખી પ્રજાના માનસ પર જામતી એમની અભુત આગેવાનીનો સમય હતે. તેમાંય વિદ્યાથીઆલમના હૃદય ઉપર તો એણે જાણે કામણ જ કર્યું હતું. ભારતના અને ખાસ કરીને રાષ્ટ્રીય લડતના હાર્દ સમું મુંબઈ શહેર, રાષ્ટ્રીય અને સામાજિક દષ્ટિબિંદુને આવકારતી વિદ્યાલયની ઉદાર દષ્ટિ અને શ્રી મોતીચંદભાઈ જેવા આગેવાનની હુંફ : આ બધાંની આવકારદાયક અસર વિદ્યાલયના વિદ્યાથીઓના માનસ ઘડતર ઉપર પડે એ સ્વાભાવિક છે. આ વર્ષોના વિદ્યાલયના રિપોર્ટમાંની વિદ્યાર્થીમંડળની કાર્યવાહીને અહેવાલ જોતાં એ સમયમાં વિદ્યાથીઓમાં કે તરવરાટ દેખાતું હતું અને સમાજસેવા - ૧. વિદ્યાલયના ૧૬ મા રિપોર્ટ (પૃ. ૫૯)માં કસ્તુરભાઈ શેઠે વિદ્યાર્થીમંડળમાં પ્રાસ્તાવિક ભાષણ (Inaugural Address) આપવાનું નોંધ્યું છે. અને એ જ રિપોર્ટમાં અન્યત્ર (પૃ. ૫૬) એ ભાષણનો સાર નોંધતાં કહ્યું છે કે—“ વરસને પ્રારંભ સફળ યુદ્ધની (૧૯૩૦ ને મીઠા સત્યાગ્રહના અહિંસક યુદ્ધની) નોબતોથી જ થઈ ચૂક્યો હતો. આખાયે દેશમાં લડાઈનાં જ રણશીંગ વાગતાં હતાં. એ સમયે અહિં વિદ્યાર્થીઓનું પણ વર્ષ શરૂ થયું. અમારા પ્રત્યેકના માનસમાં ખૂણે ચરે યુદ્ધના ભણકારા તો ક્યારનાયે વાગી રહેલા હતા. તેવામાં અમારા ચાલુ વર્ષના પ્રમુખ શ્રીયુત કસ્તુરભાઈ લાલભાઈએ અમને એમની ભાવભીની ભાવી યુદ્ધની ચમકારા દેતી છતાં મીઠી અને અનુપમ વાણીમાં અમારા વર્ષ કાર્યનું માર્ગ સૂચન કર્યું. તેમાં સ્વદેશી વસ્તુ ઉપર સારું ખ્યાન આપ્યું.”
Page #190
--------------------------------------------------------------------------
________________
: સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ
૧૧૫ અને રાષ્ટ્રભક્તિની ભાવના કેવી ઉત્કટ હતી અને એમનાં અંતર નવીનવી પ્રવૃત્તિને આવકારવા કેવા થનગની રહ્યાં હતાં એનું પ્રોત્સાહક ચિત્ર જોવા મળે છે.
આને એક જવલંત દાખલ જોઈએઃ સને ૧૯૨૭માં ગુજરાત-સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિને કારણે ભારે કારમું રેલસંકટ આવી પડ્યું. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની હાકલથી ગુજરાત, સૌરાષ્ટ્ર અને મુંબઈ ઉપરાંત આખા દેશમાંથી રાહતફંડ એકત્ર થવા લાગ્યું. માનવરાહતના આવા રાષ્ટ્રીય કાર્ય માટે વિદ્યાલયના વિદ્યાથીઓ પાછળ રહે એ ન બનવા જોગ હતું. એમણે આ કામમાં પોતાની રીતે સાથ આપ્યો : તા. ૧૯-૮-ર૭ ના રોજ જાણીતા સાક્ષરરત્ન શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીના પ્રમુખપદે “ભારત સંધ્યા” નામે નાટક ભજવીને આ ફંડમાં, ૩,૮૫૦ રૂપિયા મેકલી આપ્યા હતા. રિપોર્ટ ૧૨, પૃ. ૨૩).
અહીં એ જાણવું રસપ્રદ થઈ પડશે કે વિદ્યાલયના સંચાલકે એ વિદ્યાથીઓમાં ધાર્મિક અને સામાજિક ભાવના સાથે રાષ્ટ્રીય ભાવનાને સુમેળ સધાય એનું હમેશાં ધ્યાન રાખ્યું છે. વિદ્યાલયના એક વિદ્યાથી શ્રી રમણીકલાલ મગનલાલ મેદી (શ્રી સારાભાઈ મગનભાઈ મોદીના ભાઈ) બી.એ. થઈને મહાત્મા ગાંધીના સત્યાગ્રહ આશ્રમમાં જોડાયા એની વિદ્યાલયે ગૌરવપૂર્વક નેંધી લીધી. છઠ્ઠા વર્ષમાં વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિએ જે વિદ્યાથીઓ ચાલુ (સરકારી કે સરકારમાન્ય) કૉલેજ છોડી મુંબઈમાં રાષ્ટ્રીય કૉલેજમાં જોડાવા ઈચ્છતા હોય તેમને તેમ કરવાની છૂટ આપી હતી. અને ૧૫મા વર્ષમાં (તા. ૧૩-૭-૧૯૩૦ના રોજ રિપોર્ટ ૧૫, પૃ. ૧૦૫), જ્યારે મીઠાને સત્યાગ્રહ આખા દેશમાં પુરજોશમાં ચાલી રહ્યો હતો ત્યારે, નીચે મુજબ ઠરાવ કર્યો હત–
રાજદ્વારી વાતાવરણને અંગે કોઈ વિદ્યાથી તેમાં ભાગ લેવા જવા માંગે તો એની અરજી આવતાં તેના વાલીને ખબર આપવી અને જાહેરાત કરવી કે જેને રજા આપવામાં આવશે તે આવતે વર્ષે વિદ્યાલયમાં આવે ત્યારે તેને તે જ શરતે પાછા દાખલ કરવામાં આવશે.”
આ વિદ્યાર્થીમંડળમાંથી સંસ્થાનાં જુદાં જુદાં કામે સંભાળવા માટે વિદ્યાર્થીઓની મંત્રી તરીકે વરણી કરવામાં આવતી; અને એ રીતે વિદ્યાર્થીઓને સંસ્થાનાં અમુક કામોની જવાબદારી સંભાળવાની તાલિમ મળવાની સાથે એ નિમિત્તે સંસ્થાની કાર્યવાહી સાથે ઓતપ્રોત થવાને અવસર પણ મળતો. આ મંડળ તરફથી શરૂઆતમાં હસ્તલિખિત કે ટાઈપ કરેલ રૂપમાં અને પાછળથી મુદ્રિત રૂપમાં “તણખા” (“Sparks'') નામે વાર્ષિક પ્રગટ કરવામાં આવતું હતું. ૧૯માં રિપોર્ટ (પૃ. ૩)માંથી જાણવા મળે છે કે આપણા જાણીતા સામાજિક કાર્યકર ડૉ. ભાઈલાલ એમ. બાવીશી એક વાર આ વાર્ષિકના તંત્રી નિમાયા હતા.
આ વિદ્યાર્થીમંડળની પ્રવૃત્તિનું અવલોકન કરતાં એમ સ્પષ્ટ લાગે છે કે ૩૦-૩૫ વર્ષ સુધી તે આ મંડળની કાર્યવાહી વિદ્યાથીઓમાં રહેલા તરવરાટ અને ઉત્સાહનું દર્શન કરાવે એવી તેમ જ વિદ્યાર્થીઓમાં ચેતના જગાવે એવી વિદ્યુતવેગી (Dynamic) હતી. આ મંડળે વિદ્યાર્થીઓના સંસ્કારઘડતરમાં સેંધપાત્ર ફાળો આપવાની સાથે વિદ્યાલયના ગૌરવને વધારવામાં પણ ઘણે ફાળે આપે છે. આ મંડળે જેલ વ્યાખ્યાન, અને હાથ ધરેલ વિવિધ પ્રકારની કાર્યવાહીની વિગતો અહીં આપવાનું મન થઈ આવે એવું છે. એમાં એ સમયના વિદ્યાથીઓની પરિશ્રમશીલતા, જિજ્ઞાસા અને ઉત્સાહનું સુરેખ, આહૂલાક
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૧૬
વિદ્યાલયની વિકાસકથા અને પ્રેરક પ્રતિબિંબ નિહાળવા મળે છે. પણ સ્થળમર્યાદાને કારણે અહીં આ વિદ્યાથી. મંડળની પ્રશસ્તિમાં આટલેથી જ સંતોષ માનવો ઉચિત લાગે છે.
આવા તેજસ્વી વિદ્યાર્થીમંડળની કાર્યવાહી છેલ્લાં ૧૨-૧૫ વર્ષ દરમ્યાન ઢીલી પડી ગઈ હોય એમ વિદ્યાલયના પાછલાં વર્ષોના રિપોર્ટો જોતાં લાગે છે. આ વર્ષો દરમ્યાન વિદ્યાર્થીઓ એક કાર્યશીલ અને પ્રગતિગામી પ્રવૃત્તિઓના પુરસ્કર્તા એવું જૂથ મટીને કંઈક પિતાપિતાની ચિંતા કે પ્રવૃત્તિઓમાં અટવાઈ ગયા હોય એમ લાગે છે. પણ આ સ્થિતિ માત્ર વિદ્યાલયના વિદ્યાથીઓની જ છે એવું નથી; સ્વરાજ્યપ્રાપ્તિ બાદ આખા દેશમાં વિદ્યાથીવર્ગમાં શિસ્ત અને કર્તવ્યભાન પ્રત્યેની જે શિથિલતા આવી ગઈ છે તેને જ એક અંશ આને લેખ જોઈએ; પણ આ બાબતની ચર્ચાને અહીં અવકાશ ન હોવાથી એ માટે આટલું સૂચન જ બસ છે. મુખ્ય વાત આ વિદ્યાર્થીમંડળે વિદ્યાથીઓના સાંસ્કૃતિક ઘડતરમાં સેંધપાત્ર ફાળે આપ્યો છે એ જ છે. - વિદ્યાથીઓના શારીરિક વિકાસ માટે જેમ વ્યાયામનાં સાધને રાખવામાં આવે છે તેમ એમને પૌષ્ટિક ખોરાક મળે એ બાબત ઉપર પણ પૂરતું લક્ષ આપવામાં આવે છે. વળી, જેમ એમના બૌદ્ધિક વિકાસ માટે વિદ્યાથી મંડળ દ્વારા તથા બીજી રીતે સંખ્યાબંધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે તેમ એમની તંદુરસ્તીની તપાસ માટે પણ પૂરેપૂરી જોગવાઈ કરવામાં આવે છે. આ માટે મોટે ભાગે વિદ્યાલયમાં રહી દાક્તરીને અભ્યાસ કરનારા વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાથીઓ જ પિતાની સેવાઓ આપે છે. આ કાર્યમાં આ દાક્તર મિત્રો જે મમતા અને નિઃસ્વાર્થતા બતાવે છે તે પણ વિદ્યાલયના વિદ્યાથીઓના સંસ્કારપૂર્ણ ઘડતરની સાક્ષી પૂરે એમ છે.
તેરમા વર્ષથી કેટલાક વખત સુધી કેટલાક વિદ્યાથીએ રેવર સ્કાઉટ જેવી ખૂબ ઉપયેગી પ્રવૃત્તિમાં જોડાયા હતા, અને જ્યારે દેશમાં હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા તરીકે અભ્યાસ કરવાને જુવાળ આવ્યો ત્યારે વિદ્યાલયના વિદ્યાથીઓ પણ એમાં પાછળ રહ્યા ન હતા; એમણે પણ એ દિશામાં પ્રયત્ન કર્યો હતો, એમ છવીસમે રિપિટ (પૃ. ૧૯) જોતાં જાણી શકાય છે.
વકતૃત્વકળા અને લેખનકળા જેમ વિદ્યાથીઓના ઘડતર અને વિકાસમાં ઉપયોગી થાય છે, તેમ રમતગમત અને ખુદ વિદ્યાથીઓ પોતે જ જેમાં ભાગ લેતા હોય એવા તંદુરસ્ત મનોરંજન કાર્યક્રમે, નાટયપ્રયોગો કે પ્રહસને પણ વિદ્યાથીઓની કેટલીક પ્રસુપ્ત શક્તિએને જાગ્રત કરવામાં તેમ જ એમનાં મનને પ્રફુલ્લિત કરવામાં ઠીકઠીક ઉપયોગી થઈ પડે છે. વિદ્યાલયના વિદ્યાથીઓ વાર્ષિક મેળાવડા નિમિત્તે આવા કાર્યકમે જતા રહેતા હતા એમ વિદ્યાલયના રિપોર્ટો ઉપરથી જાણવા મળે છે. આવા મેળાવડા વખતે પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવતી નામાંકિત વ્યક્તિએ ઉપરથી પણ વિદ્યાથી ઓના આવા પ્રયાસનું મહત્વ અને ગૌરવ સહેજે ખ્યાલમાં આવ્યા વગર રહેતું નથી. આ પ્રમુખોમાં બેરિસ્ટર શ્રી મકનજીભાઈ જે. મહેતા (નવમું વર્ષ નાટક “રાણા પ્રતાપ'); બેરિસ્ટર શ્રી. એમ. આર. જયકર (૧૧મું વર્ષ નાટક “શાંકિત હૃદય”) સાક્ષરરત્ન શ્રી કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી (૧૨મું વર્ષ નાટક “ભારતસંધ્યા”); દેશભક્ત શ્રી ભુલાભાઈ જે.
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૧૭
૯ઃ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દેસાઈ (૧૩મું વર્ષ); બૅરિસ્ટર શ્રી એમ. સી. ચાગલા (૧૬મું વર્ષ નાટક “ગ્રેજ્યુએટ)* (આની સાથેના સ્નેહસંમેલનનું પ્રમુખપદ શ્રીમતી સરોજિની નાયડુએ શોભાવ્યું હતું); જસ્ટિસ હરિલાલ કણિયા (૧ભું વર્ષ); શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી (ઉપમું વર્ષ નાટક “અખો”); ન્યાયમૂ તિ હરસિદ્ધભાઈ દિવેટિયા (વર્ષ ૨૯) વગેરે. વિદ્યાથીઓને આવી નામાંકિત કે અખિલ ભારતીય દરજજો ધરાવતી વ્યક્તિઓને લાભ મળતો રહ્યો તે જેમ વિદ્યાલયની પ્રતિષ્ઠાને તેમ શ્રી. મોતીચંદભાઈની લાગવગ અને પ્રતિષ્ઠાને પણ આભારી છે એમ કહેવું જોઈએ. છેલ્લાં દસબાર વર્ષથી આ પ્રવૃત્તિમાં ઓટ આવી હોય એમ વિદ્યાલયના રિપોર્ટો જોતાં જાણવા મળે છે.
પણ, ખરી રીતે, આવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની મૂલ્યવત્તા અને ઉપયોગિતા સર્વ કાલીન છે. અને અત્યારે તો ઊલટું આ બાબતમાં ઘણું ઘણું થઈ શકે એમ છે. વળી, વિદ્યાર્થીઓના ભાવીને ઉજજવળ બનાવવાની દષ્ટિએ આવી પ્રવૃત્તિઓ વધારે ઉત્સાહપૂર્વક શરૂ કરવી જોઈએ. શરીરઘડતર અને સંસ્કારઘડતરની ખરેખરી ઉંમર આ જ છે; આ ઉંમરમાં જે કંઈ થઈ શકયું તે આખી જિંદગી સુધી કામ આવવાનું છે, અને અત્યારે જે કરવાનું રહી જશે તે કાયમને માટે રહી જવાનું છે. આને લીધે વિદ્યાર્થીઓને પિતાની કારકિદીને તેજસ્વી અને યશસ્વી બનાવવામાં પણ ઘણી સહાય મળી રહે છે.
વળી, વિદ્યાર્થી અને સંચાલકો વચ્ચે સંપર્ક સ્થપાય અને એમનું સંસ્કારઘડતર થાય એ માટે ક્યારેક ક્યારેક પ્રીતિભેજને કે સ્નેહમિલન પણ જવામાં આવ્યાં હોવાનું રિપેટ ઉપરથી જાણી શકાય છે. રિપોર્ટ ૭ (પૃ. ૧૨), રિપોર્ટ ૯ (પૃ. ૨૦), રિપોર્ટ ૨૧ (પૃ. ૧૬), રિપોર્ટ ૨૪ (પૃ. ૨૬), રિપોર્ટ ૨૫ (પૃ. ૩૨)માં આપેલી છે આ હકીકતનું સમર્થન કરે છે.
આવી સાંસ્કૃતિક તેમ જ જીવનઘડતરમાં ઉપયોગી થાય એવી અનેક પ્રકારની પ્રવૃત્તિ એ જીને વિદ્યાર્થીઓની શક્તિ અને બુદ્ધિને અનેક રીતે વિકાસ થાય એ તરફ સંસ્થા તરફથી પૂરતું ધ્યાન આપવામાં આવે છે. પિતપોતાના કાર્યક્ષેત્રમાં વિદ્યાલયના વિદ્યાર્થીઓ જે સફળતા અને નામના મેળવી શકે છે એમાં આવી પ્રવૃત્તિઓને ફાળે કંઈ નાનીસૂને નથી, એમ ખુશીથી કહી શકાય.
આ કાર્યક્રમમાં બાવીસસો રૂપિયા ઉપરાંત આવક થઈ હતી અને તે વિદ્યાલયમાં આપી દેવામાં આવી હતી. (રિપોર્ટ ૧૬, પૃ. ૨૪) I m n m n m n g T T TT TT T U L L L L L |
ગુટીનું નિવારણ જ્યારે જ્યારે પાશ્ચાત્ય કેળવણી ઉપર ચર્ચા થાય છે ત્યારે પ્રથમતઃ આપણે સાંભળીએ છીએ કે તે કેળવણીમાં ધર્મનો એક શબ્દ પણ શીખવવામાં આવતો નથી. અને એવી ન્યૂનતા આપણને પળે પળે દૃષ્ટિગોચર થાય છે. આ પ્રકારની ત્રુટી આપણા વિદ્યાલયમાં નથી; બલકે ધાર્મિક શિક્ષણ ઉપર પૂરતું લક્ષ આપવામાં આવે છે. ( રિપોર્ટ ૧૧, પૃ. ૧૦ ) o D D D D D n T I m m n n
Page #193
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ દસમું : સાહિત્યપ્રકાશન
શિક્ષણની સાથે સાથે સાહિત્યનું કામ પણ થતું રહે તો એ ધર્મ અને સંસ્કૃતિને પ્રચાર અને અભ્યાસમાં ઘણું ઉપયોગી થઈ રહે છે. અને પ્રાચીન જૈન સાહિત્યને ખજાને તે વિવિધ વિષયસ્પર્શી અને વિપુલ છે. અને હજી પણ એના સંસ્કૃત, પ્રાકૃત, રાજસ્થાની, ગુજરાતી, હિંદી વગેરે ભાષામાં લખાયેલા જુદા જુદા વિષયના અસંખ્ય ગ્રંથો પ્રગટ થવા બાકી છે. તેથી વિદ્યાલયે પોતાના બંધારણમાં ઉચ્ચ શિક્ષણના પ્રસારની સાથે સાથે જૈન સાહિત્યના સંશાધન-પ્રકાશનને પણ સંસ્થાના એક ઉદ્દેશરૂપે સ્વીકારેલ છે. આ અંગે બંધારણની ત્રીજી કલમમાં સૂચવવામાં આવ્યું છે કે –
સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિન્દી વગેરેનું સાહિત્ય અભ્યાસ તથા પ્રચાર માટે તૈયાર કરવું, પ્રગટ કરવું અને તેને સંગ્રહ કરવો; જૈન સાહિત્ય, તત્ત્વજ્ઞાન અને ઈતિહાસને અંગે શોધખોળ ખાતું યાને પુરાતત્ત્વ મંદિર ખોલવું અને કેળવણીનાં સર્વ ક્ષેત્રને વિશાળ અર્થમાં પિષવા પ્રવૃત્તિ કરવી.”
આ ઉદેશમાં જણાવ્યા મુજબ જૈન સાહિત્યનાં પુસ્તક–ખાસ કરીને પાઠ્યપુસ્તકો – પ્રગટ કરવાની યોજના અંગે બીજા વર્ષના રિપોર્ટ (પૃ. ૧૬)માં જણાવવામાં આવ્યું છે કે
યુનિવર્સિટીમાં જૈન સાહિત્ય દાખલ થયા પછી એગ્ય સાહિત્ય-સાધનોને અભાવે તેને પૂરતો લાભ લેવાતો નથી એવું અનુભવ ઉપરથી જણાયું છે. ખુદ જિજ્ઞાસુ જૈન અભ્યાસીઓ પણ જૈન સાહિત્યને ઐચ્છિક વિષય તરીકે લઈ શકતા નથી, તેથી કેળવણીને અંગે સાહિત્યનાં પુસ્તકો નવીન ઢબ પ્રમાણે નોટ તરજુમા સાથે અને પાઠાંતરે નોટ કરીને તૈયાર કરાવવાની એક વિશાળ જના હાથ ધરવાનો કમીટીએ ઠરાવ કર્યો છે. એ સંબંધી પ્રો. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ સાથે પત્રવ્યવહાર થયો હતો અને તેમને રૂબરૂ પણ મળી ઘણી વાતચીત કરવામાં આવી હતી.”
આ જ રીતે દશમા વર્ષના રિપોર્ટ (પૃ. ૧૯)માં પણ સૂચવવામાં આવ્યું છે કે
યુનિવર્સિટીમાં ચલાવવા યોગ્ય સાહિત્ય તૈયાર કરાવવાની પણ ઈચ્છા છે. ધાર્મિક કેળવણીનાં પાઠ્યપુસ્તકોની બહુ જ જરૂર છે. જૈન ધર્મનો સુલભ બંધ થાય એવાં નવીન જમાનાને રુચિ જાગૃત કરનાર પુસ્તકો સારી સંખ્યામાં બાળ યુવાનને ઉપયોગી નીવડે તેવાં તૈયાર કરાવવાં છે, ગુજરાતી સાહિત્યને જગપ્રસિદ્ધ કરવું છે, પ્રાકૃત ભાષાનો પ્રચાર કરાવવો છે. વિગેરે અનેક અનેક ભાવનાઓ છે.”
કોલેજોમાં તથા બીજી રીતે ઉપયોગી થાય એવા જૈન પાઠયપુસ્તકો તૈયાર કરાવીને પ્રગટ કરવાને આ વિચાર બિલકુલ સાચો વિચાર હતો, અને સાહિત્યપ્રકાશનની સાચી દિશામાં અંગુલીનિર્દેશ કરતો હતો. આમ છતાં આ ભાવનાને મૂર્ત કરવાની બાબતમાં વિદ્યાલય ઓછું કામ કરી શકે છે. તેથી જ છત્રીસમા વર્ષના રિપોર્ટ (પૃ. ૭૧)માં,
શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ પ્રકાશન યોજના”માં એ જ ભાવનાનું પુનરુચ્ચારણ કરવામાં આવ્યું હતું કે
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૦: સાહિત્યપ્રકાશન
૧૧૯ આજે અર્ધમાગધી ભાષાના અભ્યાસ માટે તેમ જ અન્ય ભાષાના વિશિષ્ટ સાહિત્ય તરીકે હિંદની કેટલીક યુનિવર્સિટીઓએ જૈન સાહિત્યનાં કેટલાંક પુસ્તક પાઠવ્યપુસ્તક તરીકે જાહેર કરેલાં છે અને એમ છતાં વિદ્યાર્થીઓને બુકસેલરને ત્યાંથી આમાંનાં ઘણું પુસ્તકે મળતાં નથી. આવી જ રીતે શ્રી જૈન વે. મૂ. એજ્યુકેશન બોર્ડ તથા શ્રી મહાવીર જૈન વિદ્યાલયે ધાર્મિક અભ્યાસક્રમ તથા પરીક્ષા માટે જે પાઠ્યપુસ્તકે નક્કી કરેલાં છે તેમાંનાં પણ કેટલાંક સુલભ નથી. આવાં પુસ્તકોમાંથી જેની બહુ માંગ હોય અને જેનો શિષ્ય જનતાને પણ પુરે ઉપયોગ હોય એવાં પુસ્તક પસંદગીપૂર્વક પ્રગટ કરવાં.”
આને અર્થ એટલે તે ખુશીથી કરી શકાય કે સાહિત્યપ્રકાશનની દિશામાં કામ ભલે ઓછું થઈ શકયું હોય, પણ એ કામ થવાની કેટલી જરૂર છે એ વાત તે વિદ્યાલયના સંચાલકનાં અંતરમાં બરાબર વસી ગઈ હતી. એટલે સાહિત્યપ્રકાશનની ભાવનાના આ બીજનું જ એ ફળ સમજવું જોઈએ કે, વખત જતાં, આગમ-પ્રકાશન જેવી ખૂબ મહત્તવની અને વિદેશમાં પણ આવકાર પામે એવી મહાન યેજના હાથ ધરવાનું સાહસ વિદ્યાલયના સંચાલકે કરી શક્યા. (આની વિગતે આગળ આપવામાં આવી છે.)
વિદ્યાલયનાં પ્રકાશને કાવ્યાનુશાસન–કોલેજ કે યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં ઉપયોગી થાય એવું વિદ્યાલયનું મહત્ત્વનું પ્રકાશન છે “કાવ્યાનુશાસન. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યવિરચિત આ ગ્રંથ અલંકારશાસ્ત્રને આકર ગ્રંથ છે. એના ઉપર કર્તાએ પિતે જ “અલંકારચૂડામણિ નામે વૃત્તિ અને “વિવેક” નામનું વિવરણ રચ્યું છે. ઉપરાંત એક અજ્ઞાતકર્તાક ટિપ્પણુ પણ મળે છે. એ બધી સામગ્રી સહિત આ ગ્રંથનું સંપાદન અમદાવાદની ગુજરાત વિદ્યાસભા (ગુજરાત વર્નાકયૂલર સાયટી) હસ્તકના શ્રી ભો. જે. અ. નં. વિદ્યાભવનના અધ્યક્ષ અને ગુજરાતના જાણુતા વિદ્વાન શ્રી રસિકલાલ છોટાલાલ પરીખે બે ભાગમાં કર્યું હતું. આના પહેલા ભાગમાં મૂળ ગ્રંથ, વૃત્તિ, વિવરણ અને ટિ પણ આપવામાં આવેલ છે. બીજા ભાગમાં ગ્રંથ અને ગ્રંથકારની મીમાંસા કરતી તેમ જ ગુજરાતના ખાસ કરીને સાંસ્કૃતિક ઇતિહાસનું સવિસ્તર નિરૂપણ કરતી સંપાદકની વિસ્તૃત અંગ્રેજી પ્રસ્તાવના તેમ જ ગુજરાત કોલેજના સંસ્કૃતના નિવૃત્ત અધ્યાપક શ્રી રામચંદ્ર બળવંત આઠવલેએ અંગ્રેજીમાં તૈયાર કરેલી ને આપવામાં આવી છે. આનું પુરવચન (Foreword) જાણીતા સાક્ષર ડૉ. શ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવે લખી છે. આ ગ્રંથના સંપાદનનું કામ શ્રી રસિકભાઈને સોંપવાને નિર્ણય સને ૧૯૨૭-૨૮ માં કરવામાં આવ્યા હતા. તે પછી નવ-દસ વર્ષે ૧૯૩૭–૩૮માં આ ગ્રંથ પ્રકાશિત થયો હતે. ૧૨૦૦ થી પણ વધુ પાનાંના બે ભાગનું મૂલ્ય માત્ર છ જ રૂપિયા રાખવામાં આવ્યું હતું. વિદ્વાને અને વર્તમાનપત્રોએ આ ગ્રંથની મુક્ત મને જે પ્રશંસા કરી હતી, તે ૨૩ મા રિપોર્ટ (પૃ. ૧૩૨) અને ૨૪ મા રિપોર્ટ (પૃ. ૧૭૧)માંથી જાણી શકાય છે.
અલંકારશાસ્ત્રના અભ્યાસ માટે સારો આવકાર પામેલ આ ગ્રંથની પહેલી આવૃત્તિની નકલ ખલાસ થઈ જતાં, મૂળ ગ્રંથવાળી પહેલા ભાગની બીજી આવૃત્તિ સને ૧૯૬૩માં (કિંમત રૂા. ૧૫) પ્રગટ કરવામાં આવી છે. બીજી નવી મળેલી હસ્તપ્રત સાથે આનું પુનઃ
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૨૦.
વિદ્યાલયની વિકાસકથા સંપાદન શ્રી રસિકભાઈ પરીખે સંસ્કૃત-અર્ધમાગધીના અધ્યાપક છે. વી. એમ. કુલકર્ણના સહકારથી કર્યું છે. - વિદ્યાલયના વિદ્યાર્થીઓને (અને બીજાઓને પણ) ધાર્મિક અભ્યાસમાં ઉપયોગી થાય એવાં નીચે મુજબ બે પુસ્તક વિદ્યાલય તરફથી પ્રગટ થયાં છે –
ગિશાસ્ત્ર–કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત આ ગ્રંથના ચાર પ્રકાશને ગુજરાતી અનુવાદ પં. શ્રી ખુશાલદાસ જગજીવનદાસ પાસે કરાવીને એની પહેલી આવૃત્તિ વિ. સં. ૧૯૯૭માં, બીજી આવૃત્તિ વિ. સં. ૨૦૦૫માં અને ત્રીજી આવૃત્તિ વિ. સં. ૨૦૨૨માં પ્રગટ કરવામાં આવી છે. - અષ્ટક પ્રકરણ-સાધ્વી શ્રી યાકિનીમહત્તરાના ધર્મપુત્ર તરીકે વિખ્યાત આચાર્ય શ્રી હરિભદ્રસૂરિકૃત આ ગ્રંથ, પં. શ્રી ખુશાલદાસ જગજીવનદાસે કરેલ ગુજરાતી અનુવાદ સાથે, વિ. સં. ૧૯૯૭માં પ્રસિદ્ધ થયો છે.
રજત મહત્સવ સ્મારક ગ્રંથ–વિદ્યાલયના રજત મહોત્સવ પ્રસંગે પ્રગટ કરવામાં આવેલ આ સચિત્ર સુંદર ગ્રંથમાં દોઢસો પાનામાં વિદ્યાલયની પચીસ વર્ષની કાર્યવાહીની વિગતે આપવા ઉપરાંત ત્રણ પાનામાં ગુજરાતી તેમ જ અંગ્રેજીમાં વિદ્વાનોના અભ્યાસપૂર્ણ લેખની વાચનક્ષમ સામગ્રી આપવામાં આવી છે. આનું પ્રકાશન રજત-મહત્સવ પ્રસંગે સને ૧૯૪૧ના ડિસેમ્બરની આખરે કરવામાં આવ્યું હતું
આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ—વિ. સં. ૨૦૧૦માં (ભાદરવા વદિ ૧૦ના રેજ) સંસ્થાના પ્રેરક આચાર્યશ્રીને મુંબઈમાં સ્વર્ગવાસ થયે. એમના પ્રત્યેની કૃતજ્ઞતાથી પ્રેરાઈને, એમના પુણ્ય સ્મરણ નિમિત્ત, વિદ્યાલય તરફથી એક સ્મારક ગ્રંથ પ્રગટ કરવાનું વિ. સં. ૨૦૧૧ની શરૂઆતમાં (તા. ૭-૧૨-૧૫૪ના રેજ) નકકી કરવામાં આવ્યું. તે પછી દેઢ વર્ષે તા. ૨૮-૬–૧૬ના રોજ, જૈન સંઘના જાણીતા મુખ્ય અગ્રણી શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈના હસ્તે આ ગ્રંથનું પ્રકાશન કરાવવામાં આવ્યું. ચિત્ર સામગ્રીથી સમદ્ધ અને સુઘડ અને કળામય રીતે છપાયેલ આ દળદાર ગ્રંથમાં ગુજરાતી. હિંદી અને અંગ્રેજી ત્રણે ભાષામાં સ્વર્ગસ્થ આચાર્યશ્રીને અંજલિ આપતા લેખો ઉપરાંત જૈન સંસ્કૃતિના જુદા જુદા વિષય ઉપર પ્રકાશ પાડતા અભ્યાસપૂર્ણ લેખે આપવામાં આવ્યા છે. આ માટે દસ સભ્યોની એક કમીટી (રિપોર્ટ ૪૦, પૃ. ૧૪) રચવામાં આવી હતી. કળાસામગ્રી તથા લેખનસામગ્રી બને દષ્ટિએ સમૃદ્ધ આ ગ્રંથની વિદ્વાનોએ અને વર્તમાનપત્રાએ મુક્ત અને પ્રશંસા કરી છે. રિપોર્ટ ૪૨, પૃ. ૭૩)
વળી, ડે. શ્રી નગીનદાસ જગજીવનદાસ શાહ સંસ્થામાં રહીને અભ્યાસ કરીને સને ૧૧૯-૨૦માં બી.એ. (ઓનર્સ)માં પાસ થયા. તે પછી તેઓ અર્થશાસ્ત્રના અભ્યાસને માટે લંડન ગયા. આ માટે વિદ્યાલયે એમને પાંચ હજાર રૂપિયાની પૂરક સહાય આપી હતી. લંડનમાં તેઓએ એમ.એ.ની ડિગ્રી મેળવીને ટેરીફના વિષય ઉપર મહાનિબંધ લખી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ચારેક વર્ષ બાદ તેઓ દેશમાં આવ્યા ત્યારે એમનું બહુમાન કરવામાં આવ્યું, અને બે એક હજાર રૂપિયા એકત્ર કરીને “History of Indian Tariffs” નામનો એમને એ મહાનિબંધ પ્રગટ કરવામાં આવ્યું. રિપોર્ટ ૯ પૃ. ૧૭).
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૦: સાહિત્યપ્રકાશન
૧૨૧ - શ્રી ખેતીચંદભાઈ કાપડિયાએ લખેલ “કોલેજ જીવન અને ધાર્મિક શિક્ષણ” નામે એક નાને નિબંધ વિ. સં. ૨૦૦૫માં વિદ્યાલય તરફથી પ્રગટ કરવામાં આવ્યો હતો.
શ્રી મોતીચંદ કાપડિયા ગ્રંથમાળા તા. ૨૦-૩-૪૯ના રોજ, શ્રી મોતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયાની વિદ્યાલયની દીર્ઘકાલીન સેવાઓ પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવા માટે, સર શ્રી મણિલાલ બાલાભાઈ નાણાવટીના પ્રમુખપદે, એક ભવ્ય સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો અને એમાં એમને એમના મિત્રો, પ્રશંસકે તથા સહકાર્યકરો તરફથી રૂા. ૭૦,૦૦૧ની થેલી અર્પણ કરવામાં આવી હતી. (આ સમારંભની વિગતો હવે પછીના પ્રકરણમાં આપવામાં આવી છે.) આ રકમમાં પિતા તરફથી રૂા. ૫૦૦૧ ઉમેરીને એ બધી રકમ જૈન સાહિત્યના પ્રકાશન માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને સોંપતાં શ્રી મોતીચંદભાઈએ કહ્યું હતું કે
“આપને આવી સન્માન થેલી મારા જેવા સામાન્ય માણસને આપવાની ઈચ્છા કેમ થઈ તે એક કેયડો છે; હું તે સમજી શક્યો નથી, અથવા તે સમજવાના મારા પ્રયત્નો નિષ્ફળ નીવડયા છે. હું તે રકમમાં મારા તરફથી રૂા. ૫૦૦૧) વધારી શ્રી મહાવીર જૈન વિદ્યાલયને આપું છું. વ્યાજ આવે તેમાંથી તેમ જ મુદલ રકમમાંથી વ્યવસ્થાપક સમિતિ પસંદ કરે તે પુસ્તક પ્રગટ કરે. ગુજરાતી જૈન સાહિત્યને જોઈએ એટલું પ્રોત્સાહન મળેલ નથી. આ દિશામાં વિશાળ જનારૂપે નહીં પણ સારી ગતિએ વ્યવસ્થિત રીતે પગરણ મૂકવાની જરૂર છે અને તેથી જ આ સૂચન કરેલ છે.” ( સન્માન સમિતિની કાર્યવાહી, પૃ. ૧૬ ).
શ્રી મોતીચંદભાઈની આ ભાવનાને ધ્યાનમાં રાખીને આ ગ્રંથમાળાની ચેજના તૈયાર કરવા માટે તા. ૮-૫-૧૯૪૯ના રેજ (૧) શ્રી ચંદુલાલ સારાભાઈ મેદી, (૨) શ્રી હીરાલાલ મંછાચંદ શાહ, (૩) શ્રી હીરાલાલ હાલચંદ દલાલ, અને (૪) શ્રી પરમાનંદભાઈ કુંવરજી કાપડિયાની એક પેટા સમિતિ નીમી હતી, એ સમિતિએ તૈયાર કરેલી યોજનાને વ્યવસ્થાપક સમિતિએ તા. ૪–૨–૧૯૫૧ના રોજ મંજૂર કરી. ૩૬મા રિપોર્ટ (પૃ. ૭૧) માં છપાયેલી એ ચેજના આ પ્રમાણે છે :
શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ સન્માન થેલી દ્વારા સાહિત્ય પ્રકાશન અર્થે થએલી રૂા. ૮૦૪૮૪-૧૨-૦ની રકમમાંથી કેવા પ્રકારનું સાહિત્ય પ્રગટ કરવું તે વિષે યોજના ઘડવા માટે નીમાયેલી અમારી સમિતિ બે વાર મળી હતી અને કેટલીક ચર્ચાને પરિણામે નક્કી કરવામાં આવેલી નીચે મુજબની યોજના વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિ સમક્ષ મંજૂરી માટે અમે રજુ કરીએ છીએ –
“ સન્માન થેલી દ્વારા વિદ્યાલયને પ્રાપ્ત થયેલી રકમમાંથી રૂા. ૨૦,૦૦૦) સુધીની રકમ શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડીઆના પ્રગટ તેમ જ અપ્રગટ લેખે તથા પુસ્તકોમાંથી પસંદ કરીને યોગ્ય લાગે તે લેખે અને પુસ્તક પ્રગટ કરવા પાછળ રોકવી અને તેની શરૂઆત તરીકે તેમણે લખેલું
અધ્યાત્મકલ્પદ્રુમ” ઉપરનું વિવેચન જે તેમની એક વિશિષ્ટ કૃતિ છે અને જે હાલ બીલકુલ ઉપલબ્ધ નથી તેનું પુનઃ પ્રકાશન વિદ્યાલયે હાથ ધરવું. : “ આજે અર્ધમાગધી ભાષાના અભ્યાસ માટે તેમ જ અન્ય ભાષાના વિશિષ્ટ સાહિત્ય તરીકે હિંદની કેટલીક યુનિવર્સિટીઓએ જૈન સાહિત્યનાં કેટલાંક પુસ્તકો પાડ્યપુસ્તક તરીકે જાહેર કરેલાં છે અને એમ છતાં વિદ્યાર્થીઓને બુકસેલરને ત્યાંથી આમાંનાં ઘણાં પુસ્તકે મળતાં નથી. આવી જ રીતે શ્રી જૈન છે. મૂ. એજ્યુકેશન બોર્ડ તથા શ્રી મહાવીર જૈન વિદ્યાલયે ધાર્મિક અભ્યાસક્રમ તથા
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૨૨
વિદ્યાલયની વિકાસકથા પરીક્ષા માટે જે પાઠયપુસ્તકે નક્કી કરેલાં છે તેમાંનાં પણ કેટલાંક સુલભ નથી. આવાં પુસ્તકમાંથી જેની બહુ માંગ હોય અને જેનો શિષ્ટ જનતાને પણ પ ઉપગ હોય એવાં પુસ્તક પસંદગીપૂર્વક પ્રગટ કરવાં.
“આ ઉપરાંત જૈન ધર્મ અને તત્વજ્ઞાનની સામાન્ય જનતાને સાચી સમજ આપે તેવાં દુર્લભ પુસ્તકે પુનઃ પ્રગટ કરાવવા તેમ જ નવાં પુસ્તક તૈયાર કરાવવા અને બહાર પાડવાં.
“ આ બંને પ્રકારનાં પુસ્તકની પસંદગી કરવા માટે, તેનું પ્રકાશન સંભાળવા માટે, જરૂર હોય ત્યાં મૂળ ગ્રંથ ઉપર માર્ગદર્શક નોંધ તથા વિવેચન તૈયાર કરવા માટે અને પ્રકાશનને લગતી બીજી અનેક બાજુઓ સંભાળવા માટે એક વિદ્વાન અને જૈન ધર્મના સાહિત્યનો સારે જાણકાર હોય એવી વ્યક્તિને વિદ્યાલયે રોકવી. આ જ વ્યક્તિનો ઉપગ સંસ્થામાં અપાતા ધાર્મિક શિક્ષણના કાર્યમાં પણ થઈ શકશે.”
આ રીતે આ ગ્રંથમાળાને જન્મ થયો. અત્યાર સુધીમાં એ ગ્રંથમાળામાં વિદ્યાલય તરફથી નીચે મુજબ પુસ્તક પ્રગટ થયાં છે –
અધ્યાત્મક૫મ–પંદરમી સદીમાં (વિ. સં. ૧૮૬૬માં) આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિજીએ આ ગ્રંથની રચના કરી હતી. તેના ઉપર શ્રી મેતીચંદભાઈએ વિશદ વિવેચન લખ્યું હતું, તેની વિ.સં ૧૯૬૫, ૧૯૬૭ તથા ૧૯૮૦માં એમ ત્રણ આવૃત્તિઓ ભાવનગરની શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી પ્રગટ થઈ હતી. તે પછી પણ આ ગ્રંથની માંગ ચાલુ હેવાથી શ્રી જૈન ધર્મ પ્રસારક સભાની અનુમતિથી, વિદ્યાલય તરફથી, આ ગ્રંથમાળાના પહેલા ગ્રંથ તરીકે આ પુસ્તકની ચોથી આવૃત્તિ (વિ. સં. ૨૦૦૮માં) અને પાંચમી આવૃત્તિ (વિ. સં. ૨૦૨૧માં) પ્રગટ કરવામાં આવી છે.
જૈન દષ્ટિએ ગ–શ્રી મતીચંદભાઈએ લખેલ આ માહિતીપૂર્ણ અને ચિંતનપૂર્ણ ગ્રંથની પહેલી આવૃત્તિ વિ. સં. ૧૯૭૧માં ભાવનગરની શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી પ્રગટ થઈ હતી. તેની બીજી આવૃત્તિ, વિ. સં. ૨૦૧૦માં આ ગ્રંથમાળાના બીજા ગ્રંથરૂપે, વિદ્યાલય તરફથી પ્રગટ કરવામાં આવેલ છે..
શ્રી આનંદઘનજીનાં પદો ભાગ પહેલે–યોગીરાજ શ્રી આનંદઘનજીનાં ૫૦ પદનું શ્રી મોતીચંદભાઈએ કરેલ વિશદ વિવેચન પણ વિ. સં. ૧૯૭૧માં, ભાવનગરની શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી “શ્રી આનંદઘન પદ્ય રત્નાવલી” નામે પ્રગટ થયું હતું. તે અપ્રાપ્ય થઈ જવાથી તેની બીજી આવૃત્તિ, આ ગ્રંથમાળાના ત્રીજા પુસ્તકરૂપે, વિ. સં. ૨૦૧૨માં, ઉપર સૂચવેલ નામથી વિદ્યાલયે પ્રગટ કરી હતી. આ ગ્રંથ અત્યારે અપ્રાપ્ય છે.
શ્રી આનંદઘનજીનાં પદો, ભાગ બીજો–શ્રી આનંદઘનજીનાં ૫૧થી ૧૦૮ સુધીના પદેનું શ્રી મોતીચંદભાઈએ લખેલ વિવેચન પુસ્તકરૂપે પ્રગટ થાય તે પહેલાં જ એમને સ્વર્ગવાસ થયા. એમણે પોતાના અપ્રગટ ગ્રંથની પ્રેસકોપીઓ વિદ્યાલયને સેંપી છે. એટલે એમને આ અપ્રગટ ગ્રંથ, આ ગ્રંથમાળાના ચોથા પુસ્તક તરીકે, વિ. સં. ૨૦૨૦ માં વિદ્યાલયે પ્રગટ કર્યો છે. આ ગ્રંથનું સંપાદન શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ કર્યું છે.
આ રીતે આ ગ્રંથમાળા તરફથી ત્રણ પુનર્મુદ્રિત અને એક ન એમ ચાર ગ્રંથ પ્રગટ થયા છે.
અપ્રગટ બ્ર–વિદ્યાલય પાસે મેતીચંદભાઈને આ પ્રમાણે અપ્રગટ ગ્રંથોનું
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૮ : સાહિત્યપ્રકાશન
૧૨૩ લખાણ છે : શ્રી આનંદઘનજીકૃત વીશી–અર્થ અને વિવેચન; શ્રી ઉમાસ્વાતિ વાચકકૃત પ્રથમરતિ–અર્થ અને વિવેચન, કર્મતત્વનું વિવરણ કરતું લખાણ. આ ગ્રંથ કમે ક્રમે પ્રગટ કરવામાં આવનાર છે.
આગમ-પ્રકાશન-પેજના આઠેક વર્ષ પહેલાં, સને ૧૯૬૦માં, વિદ્યાલયના માનદ મંત્રી શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ પિતાના કામે વિલાયત ગયા હતા. તે વખતે લંડન યુનિવર્સિટીમાં બૌદ્ધ ધર્મનું અધ્યાપન કરાવતા ડે. શ્રી પદ્મનાભ જેનીને તેને મળવાનું થતાં શ્રી પદ્મનાભજીએ મૂળ જૈન આગમોની સંશોધિત-સંપાદિત (Critical) આવૃત્તિઓ પ્રગટ કરવામાં આવે તે પરદેશમાં જૈન વિદ્યાના અધ્યયન-અધ્યાપનને વેગ મળે એમ સૂચવ્યું. શ્રી ચંદુભાઈ જૈન સંસ્કૃતિ અને સાહિત્યના અધ્યયનને વેગ મળે એ માટે ઘણી ધગશ ધરાવે છે, અને એ માટે જે કંઈ કરવું જરૂરી હોય તે દિશામાં પણ પ્રયત્નશીલ રહે છે. શ્રી પદ્મનાભજીની વાત એમના મનમાં વસી ગઈ અને વિલાયતથી પાછા ફરીને તરત જ એમણે એ તરફ ધ્યાન આપ્યું. આ સંબંધમાં વિદ્યાલયના પિસ્તાલીસમાં રિપોર્ટ (પૃ. ૧૮)માં જણાવવામાં આવ્યું છે કે –
આગમોનું પ્રકાશન છેલ્લાં પચાસેક વર્ષમાં ઠીક પ્રમાણમાં થવા છતાં બધાય મૂળ આગમ પ્રગટ કરવાનું કામ તો બાકી જ છે; અને છેલ્લાં કેટલાંક વર્ષથી આની માંગણી થયા કરતી હતી. આ માટે એક વ્યવસ્થિત યેજના કરવા માટે અમદાવાદમાં બીરાજતા પૂજ્ય આગમપ્રભાકર મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ તથા પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા સાથે વિગતવાર ચર્ચા-વિચારણા અને વાતચીત કરવામાં આવી. આ ઉપરથી તેઓશ્રીએ એક ચેજના તૈયાર કરી. આ યોજના ઉપર વિચાર કરી આશરે નવથી દસ વર્ષમાં ત્રણથી ચાર લાખ રૂપિયાના ખર્ચે પૂરી કરી શકાય એવી એક યોજના વ્યવસ્થાપક સમિતિએ નવીન વર્ષમાં હાથ ધરી છે, અને તે માટે એક વિશિષ્ટ સમિતિની નિમણૂક કરી છે. આવા મોટા કાર્યના પ્રકાશનના સંપાદનની જવાબદારી પૂજ્ય આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ અને પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા જેવા આગમના અભ્યાસીઓએ સ્વીકારી છે.”
આ પછી આ “જૈન આગમ ગ્રંથમાળા”ની બધી વિગતે નક્કી કરવામાં આવી. એ યોજના મુજબ પૂજ્યપાદ આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ તથા પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા એના મુખ્ય સંપાદક રહેશે; ગ્રંથની સાઈઝ રોયલ (“૨૦૪૨૭”) આઠ પેજી રહેશે, અને કુલ ૧૭ ગ્રંથમાં ૪૫ મૂળ આગને પ્રગટ કરવામાં આવશે–એમ નક્કી કરવામાં આવ્યું. તા. ૧૮-૮-૧૯૬૦ના રોજ વ્યવસ્થાપક સમિતિએ આ યોજનાને બહાલી આપીને એને માટે નીચે મુજબ આગમ-પ્રકાશન-સમિતિની નિમણુક કરી :–
(૧) શ્રી પ્રસન્નમુખ સુરચંદ બદામી (૨) શ્રી પરમાનંદભાઈ કુંવરજી કાપડિયા (૩) ડો. જયંતીલાલ સુરચંદ બદામી (૪) શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ (માનદ મંત્રી) (૫) શ્રી ચંદુલાલ સારાભાઈ મેદી (માનદ મંત્રી)
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૨૪
વિદ્યાલયની વિકાસકથા આ પછી વિ. સં. ૨૦૧૭ના કારતક વદ ૩, તા. ૬–૧૧–૧૯૬૦ ને રવિવારના રોજ બપોરના ૧ વાગતાં, અમદાવાદમાં, પૂ. મુ. શ્રી પુણ્યવિજયજી મહારાજના સાંનિધ્યમાં, નાના સરખા જ્ઞાન-સમારંભથી આ કાર્યનું મંગલાચરણ કરવામાં આવ્યું. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈની આ યોજનાની વ્યવસ્થા માટે સહમંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી. અત્યારે પૂજ્ય મહારાજશ્રી તથા શ્રી દલસુખભાઈની દેખરેખ નીચે પં. શ્રી. અમૃતલાલ મેહનલાલ તથા પં. શ્રી હરિશંકર અંબારામ પંડયા કામ કરી રહ્યા છે. વિદ્યાલયના સુવર્ણ મહોત્સવ પ્રસંગે, આ ચેજના મુજબ, નંદિસૂત્ર તથા અનુયોગદ્વાર સૂત્રને પહેલે ગ્રંથ પ્રગટ થશે એવી ધારણા છે. અત્યારે આગમપ્રકાશન-સમિતિ નીચેના સભ્યોની બનેલી છે –
૧. શ્રી પરમાનંદભાઈ કુંવરજી કાપડિયા ૨. શ્રી જયંતીલાલ સુરચંદ બદામી ૩. શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી ૪. શ્રી સેવંતીલાલ ચીમનલાલ શાહ ૫. શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ (માનદ મંત્રી) ૬. શ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડિયા (માનદ મંત્રી) ૭. શ્રી જયંતીલાલ રતનચંદ શાહ (માનદ મંત્રી) ૮. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ (સહમંત્રી)
વિદ્યાલયે હાથ ધરેલી આગમ પ્રકાશનની આ યોજના જૈન ધર્મ અને સાહિત્યની શકવતી સેવા બજાવવાની સાથે પ્રકાશનક્ષેત્રે વિદ્યાલયને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવે એવી મહત્ત્વની છે એમાં શક નથી.
સુવર્ણ—મહેસવ-ગ્રંથ–વિદ્યાલયના સુવર્ણ મહોત્સવ નિમિત્તે કળા અને લેખસામગ્રી બને દષ્ટિએ ઉત્તમ અને સમૃદ્ધ બને એ સુવર્ણ મહોત્સવ-ગ્રંથ પ્રગટ કરવાની યેજના કરવામાં આવી છે. એ માટે નવ સભ્યોનું એક સંપાદક મંડળ નીમવામાં આવ્યું છે, એમાં નામાંકિત વિદ્વાનો પણ સમાવેશ થાય છે. આ ગ્રંથ વિદ્યાલયના સાહિત્ય-પ્રકાશનક્ષેત્રમાં એક સીમાચિહ્નરૂપ બની રહે એ ઉત્તમ બનશે.
જૈન સાહિત્ય અને કળાની સામગ્રીને પ્રકાશનની જરૂર અંગે ૫૦મા રિપોર્ટ (પૃ. ૨૩)માં કહેવામાં આવ્યું કે
“અહિંસામય સંસ્કૃતિ અને એના સાહિત્યના પ્રસાર માટે અત્યારનો સમય સોનેરી છે. જૈન સાહિત્યના પ્રકાશનની દિશામાં હજુ ઘણું ઘણું કરવાનું બાકી છે. દેશવિદેશના અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓની માગણીને સંતોષવા ઘણું કામ કરવાની જરૂર છે.......જૈન કળાની સામગ્રી ખૂબ વિપુલ તેમ જ વૈવિધ્યસભર છે. એને પણ સુચારુ રૂપમાં જગત સમક્ષ મૂકી શકાય એવી જના તૈયાર કરવાની ખાસ જરૂર છે.”
વિદ્યાલયના સંચાલકની ભાવના, ભલે ધીમે ધીમે પણ, દેશવિદેશમાં ઉપયોગી થાય એવું જૈન સાહિત્ય પ્રગટ કરવાની છે; એથી એટલું તે ફલિત થાય જ છે કે વિદ્યાલયનું મુખ્ય કામ ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવાનું હોવા છતાં એ સાહિત્યના ક્ષેત્રને વિસારી મૂકવાને બદલે એમાં પણ યથાશક્ય કામ કરવાની તમન્ના સેવે છે, અને એ દિશામાં બને તેટલે પ્રયત્ન પણ કરતું રહે છે. સમાજ, સંસ્થા અને વિદ્વાને ત્રણેના લાભની આ વાત છે.
Page #200
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ અગિયારમું : ખાસ સમારંભે અને ઘટનાઓ
જાહેર સંસ્થાઓને કોઈ ને કોઈ પ્રસંગ નિમિત્ત જાહેર સમારંભે યોજવા પડે છે. વિદ્યાલય એ જૈન સમાજની એક કપ્રિય જાહેર સંસ્થા છે, એટલે એને પિતાની ૫૦ વર્ષની કાર્યવાહી દરમ્યાન આવા અનેક સમારંભે જવાના અવસર પ્રાપ્ત થયા હોય એ સ્વાભાવિક છે.
ક્યારેક સમાજ સમક્ષ પિતાની કાર્યવાહીની વિગતે રજૂ કરીને સમાજને વિશેષ સહકાર અને વિશ્વાસ પ્રાપ્ત કરવા માટે, ક્યારેક સમાજ પ્રત્યેની પિતાની લાગણી વ્યક્ત કરવા માટે, ક્યારેક ધાર્મિક પ્રસંગની ઉજવણી નિમિત્ત, ક્યારેક સંસ્થાની કે સમાજની વિશિષ્ટ સેવા કરનાર મહાનુભાવોના સન્માન માટે, તે ક્યારેક વિદ્વાનું બહુમાન કરવા માટે–એમ જુદા જુદા નિમિત્ત વિદ્યાલય તરફથી અવારનવાર સમારંભે જાતા રહે છે. પણ સમારંભનું નિમિત્ત ગમે તે હોય, બધાય સમારંભની પાછળ વિદ્યાલયના સંચાલકાની મૂળ દષ્ટિ શરૂઆતથી જ એવી રહી છે કે, કેવળ સમારંભની ખાતર સમારંભ જેવી આનંદવિનેદની દૃષ્ટિએ નહી પણ, સંસ્થાની આર્થિક શક્તિ, કાર્યશક્તિ અને પ્રતિષ્ઠામાં વધારો કરે કે એના કાર્યક્ષેત્રને વિકાસ કરે એવા જ સમારંભે પ્રયોજવા. અને વિદ્યાલયના ક્રમિક વિકાસની વિગતો જોતાં એમ ચોક્કસ લાગે છે કે વિદ્યાલયને વિશેષ પ્રાણવાન અને પ્રગતિશીલ બનાવવામાં આ સમારંભેને પણ ચેક્ટસ અને નેંધપાત્ર ફાળે છે. આ સમારંભોની સફળતા એ પણ વિદ્યાલયની લોકપ્રિયતાની સૂચક બની રહે એવી છે. આવા કેટલાક સમારંભની અહીં ટૂંકમાં નેંધ લેવી ઉચિત લાગે છે. - જિનમંદિરની પ્રતિષ્ઠા વિદ્યાલયનું કામ ભાડાના મકાનમાં શરૂ કરવામાં આવ્યું ત્યારે તેમ જ દસ વર્ષ બાદ વિદ્યાલયનું પિતાનું આલિશાન મકાન ચણાવવામાં આવ્યું ત્યારે પણ, સંસ્થાના એક અનિવાર્ય અંગ રૂપે, એની સાથે જિનમંદિર રાખવામાં આવ્યું જ હતું. ભાડાના મકાનમાં સંસ્થા હતી ત્યારે ત્યાં એક ઓરડામાં ઘરદેરાસર કરીને એમાં ધાતુનાં પ્રતિમાજી પધરાવવામાં આવ્યાં હતાં. ગેવાળિયા ટેક ઉપર સંસ્થાનું મકાન તૈયાર થયું ત્યારે ત્યાં સંસ્થાના મકાનમાં, છતાં મંદિરની પવિત્રતા સચવાય એમ અલાયદું, જિનમંદિર ચણાવવામાં આવ્યું, અને એમાં ધાતુનાં જ પ્રતિમાજી પધરાવવામાં આવ્યાં. નવ-દસ વર્ષ આ પ્રમાણે ચલાવ્યા પછી વિ.સં. ૧૯૯૯માં સંસ્થાના પ્રેરક આચાર્યશ્રીનું મુંબઈમાં પધારવાનું થયું. તેઓશ્રીની અનુમતિથી જિનમંદિરમાં ધાતુનાં પ્રતિમાને સ્થાને આરસનાં પ્રતિમા પધરાવવાનું નકકી થયું. તેઓના મુંબઈ પધાર્યા બાદ પાંચ દિવસને ધર્મમહોત્સવ ઊજવવાપૂર્વક, વિ. સં. ૧૯૯૧ના માહ સુદિ ૧૦ના રોજ, તેઓશ્રીની નિશ્રામાં, પાટણનિવાસી સ્વ. શેઠ શ્રી જીવાભાઈ મકમચંદના શ્રેયાર્થે, તેમનાં ધર્મપત્ની સુભદ્રાબહેન તથા સુપુત્ર પ્રવીણચંદ્રભાઈના હાથે, મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિષ્ઠા કરાવવામાં આવી.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૨૬
વિદ્યાલયની વિકાસકથા સાથે સાથે મૂળનાયક ભગવાનની જમણી બાજુએ મહાવીરસ્વામીની અને ડાબી બાજુએ સુમતિનાથ પ્રભુની પ્રતિમાઓ પધરાવવામાં આવી. વિ. સં. ૧૯૭૩ના માસા પછી આચાર્ય મહારાજનું મુંબઈમાં પધારવું ૧૮ વર્ષ પછી થયું હતું, અને આ દરમ્યાન વિદ્યાલય પણ ઉત્તરોત્તર કપ્રિયતા પ્રાપ્ત કરતું જતું હતું, એટલે સંઘને ઉત્સાહ અને હતુંઅને તેથી આ પ્રતિષ્ઠા મહોત્સવને રંગ પણ અનેરો હતે.
ફરી પ્રતિષ્ઠા–વીસેક વર્ષ બાદ દેરાસરને જીર્ણોદ્ધાર કરાવવાની જરૂર લાગવાથી, પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરિજીની અનુમતિ મેળવીને, મંદિરને જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યા. જીર્ણોદ્ધારનું કામ ચાલતું હતું તે દરમ્યાન પૂ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજને સ્વર્ગવાસ થયા. જીર્ણોદ્ધારનું કામ પૂરું થતાં આચાર્ય મહારાજ શ્રી વિજયપૂર્ણાનંદસૂરિજી મહારાજની નિશ્રામાં ફરી પ્રતિષ્ઠા કરાવવાનું નક્કી થયું. વિ. સં. ૨૦૧૪ના પોષ વદિ ૧૧, બુધવારથી માહ સુદિ ૬, રવિવાર તા. ૧૫–૧–૧૯૫૮થી તા. ૨૬–૧–૧૯૫૮ સુધી બાર દિવસને ધર્મોત્સવ ઊજવીને માહ સુદિ ૩ ને ગુરુવાર, તા. ૨૩-૧-'૧૮ના રોજ જિનમંદિરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની બે પ્રતિમાઓની પ્રતિષ્ઠા શ્રી હીરાલાલ રાયચંદ ભણશાળીના હાથે કરાવવા ઉપરાંત બે બાજુના બે ગોખમાં પૂજ્ય આત્મારામજી મહારાજની આરસપ્રતિમાની પ્રતિષ્ઠા શ્રી ભોગીલાલ રિંખવચંદ ઝવેરીના હાથે અને પૂજ્ય આચાર્ય વિજયવલ્લભસૂરિજી મહારાજની આરસપ્રતિમાની પ્રતિષ્ઠા શ્રીમતી મંજુલાબહેન અભેચંદભાઈના હાથે કરાવવામાં આવી. આ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયધર્મસૂરિજી પણ પધાર્યા હતા, અને મહત્સવ ખૂબ ઉત્સાહથી ઊજવાયે હતો. આ રીતે તીર્થકર ભગવંતની સાથે પરમ ઉપકારી ગુરુવર્યોની પ્રતિમાનાં નિયમિત દર્શનને શુભ યોગ બની ગયો—જાણે દેવ અને ગુરુ મૂકપણે ધર્મની પ્રેરણા આપી રહ્યા.
સંસ્થાકીય સમારંભે સંસ્થાના કાર્યનો આરંભ–સંસ્થા શરૂ કરવાની પૂર્વ તૈયારી એક જ વર્ષમાં પૂરી થતાં તા. ૧૮-૬-૧૯૧૫ના રોજ પ્રાચીન પદ્ધતિ પ્રમાણે પંચ કલ્યાણક પૂજા ભણાવીને ધર્મવિધિપૂર્વક, વિદ્યાલયના કાર્યની મંગલ શરૂઆત કરવામાં આવી. તે પછી આવી જાહેર સંસ્થા પ્રત્યે સમાજનું વિશેષ ધ્યાન જાય એ હેતુથી, એક મહિના બાદ, મુંબઈના સુપ્રસિદ્ધ આગેવાન સર વસનજી ત્રીકમજીના પ્રમુખપદે ભવ્ય મેળાવડો કરવામાં આવ્યા હતા. આ મેળાવડામાં જૈન તેમ જ અન્ય ભાઈઓ-બહેનો અને આગેવાનોએ મોટી સંખ્યામાં હાજર રહીને વિદ્યાલયને સહર્ષ વધાવી લીધું હતું. | મકાનનું ખાતમુહૂર્ત-મુંબઈમાં ગોવાળિયા ટેક ઉપર અત્યારે જે સ્થાને વિદ્યાલયનું આલિશાન મકાન ખડું છે તેનું ખાતમુહૂર્ત વિ. સં. ૧૯૭૮ના માગસર વદિ ૯, ગુરુવાર, તા. ૧૩–૧૨–૧૯૨૨ના રોજ શેઠ શ્રી દેવકરણ મૂળજીના હસ્તે કરાવવામાં આવ્યું. વિદ્યાલયનો ઈતિહાસ કહે છે કે મકાનના ખાતમુહૂર્તની સાથે સાથે વિદ્યાલયના વિકાસ માટે પણ એ પ્રસંગ જાણે ખાતમુહૂર્ત સામે સાબિત થયું હતું.
મકાનનું ઉદ્દઘાટન–વિદ્યાલયની સ્થાપના બાદ દસ જ વર્ષમાં ઉત્તરોત્તર વિકસતી સંસ્થાના ચાલુ ખર્ચને પહોંચી વળવા ઉપરાંત, મકાન માટે જમીન ખરીદવામાં તેમ જ
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૧ : ખાસ સમારંભો અને ઘટનાઓ
૧૨૭ મકાન તૈયાર કરવામાં ચાર લાખ કરતાં પણ વધારેની રકમનું (રૂ. ૪,૨૧,૦૭૫–૦૦ જેટલું) ખર્ચ કરવાની શક્તિ અને હિંમત આવવી એ ઘટના પિતે જ સંસ્થા અને સમાજ વચ્ચે કેવી આત્મીયતાની ભાવના સ્થપાઈ હતી એનું આનંદજનક અને પ્રેરક દર્શન કરાવે એવી છે. તેથી સંસ્થાનું મકાન તૈયાર થતાં એનું ભવ્ય ઉદ્ઘાટન કરાવવાની ભાવના સંસ્થાના મેવડીઓને થાય એ સ્વાભાવિક છે. વિ. સં. ૧૯૮૧ના શ્રાવણ સુદ ૬ ને સોમવાર, તારીખ ૨૭–૭–૧૯૨૫ના રોજ, મકાનનું પ્રાચીન પદ્ધતિ પ્રમાણે વાસ્તુ કરવામાં આવ્યું. આ મંગલ પ્રસંગે પૂજ્ય પંન્યાસ શ્રી લલિતવિજયજી તથા પૂજ્ય પંન્યાસ શ્રી લાભવિજયજી આદિએ પધારી પ્રસંગને ધાર્મિક ગૌરવ આપ્યું હતું. શેઠ દેવકરણ મૂળજીનાં સુપુત્રી કુમારી શાંતાબહેનના હાથે કુંભસ્થાપન કરાવીને પંચકલ્યાણક પૂજા ભણાવવામાં આવી હતી. આ પછી થેડા જ વખતે, વિ. સં. ૧૯૮૧ના આ વદિ ૮, સેમવાર, તારીખ ૩–૧૦–૧૯૨૫ના રોજ, મકાનના ઉદ્ઘાટનને જાહેર સમારંભ ભાવનગર રાજ્યના લોકપ્રિય દીવાન સર પ્રકાશંકર પટણીના પ્રમુખપદે ઊજવવામાં આવ્યા. આ પ્રસંગે પ્રમુખશ્રીએ, પિતાની ખુશાલીરૂપે, ભાવનગર રાજ્ય તરફથી, ૧૦ વર્ષ માટે, વાર્ષિક રૂ. ૨૫૦ વિદ્યાલયને આપવાની જાહેરાત કરીને આ સમારંભને વિશેષ ગૌરવશાળી બનાવ્યો હતો. આ પ્રસંગ વિદ્યાલયના ઇતિહાસમાં એક વલંત સીમાચિહનરૂપ બની રહે એ હતે. મકાનની સાથે સાથે વિદ્યાલયના પાયા પણ સમાજમાં દઢમૂળ થતા જતા હતા
શ્રી. વાડીલાલ સારાભાઈની સખાવત–વિદ્યાલયના મકાનનું ઉદ્ઘાટન થયા પછી થોડા વખતમાં જ અમદાવાદનિવાસી જાણીતા ધર્મપ્રેમી શ્રેષ્ઠી શ્રી વાડીલાલ સારાભાઈએ વિદ્યાલયને એક લાખની સખાવત આપવાને ઉદાર નિર્ણય કર્યો. એ ઉપરથી વિદ્યાલયના મકાનને “શેઠ વાડીલાલ સારાભાઈ વિદ્યાર્થીગૃહ” એવું નામ આપવાનું વિદ્યાલયના સંચાલકોએ નકકી કર્યું. અને એની જાહેરાતને સમારંભ પણ વિ. સં. ૧૯૮રના ચૈત્ર વદિ ૧૨, શુક્રવાર, તા. ૯-૪-૧૯૨૬ના રોજ સર પ્રભાશંકર દલપતરામ પટણના પ્રમુખપદે ભવ્ય રીતે ઊજવવામાં આવ્યો. આ પ્રસંગે પિતાની લાગણી વ્યક્ત કરતાં પ્રમુખશ્રીએ કહ્યું કે –
આવા ધર્મના કામમાં તેમણે આવી મોટી સખાવત કરી છે એ માટે તેમને ધન્યવાદ ઘટે છે. સખાવત ઔદાર્ય કરતી વખતે એમને ખુશાલી ઊપજી હશે અને આપણે ઉપકાર માની તેની કદર કરીએ છીએ. એમણે તમારા ઉપર ઉપકાર કર્યો છે અને તે ગ્રહણ કરીને તેમનું ઔદાર્ય બતાવવાને જે પ્રસંગ મળે છે તેથી તેમને ખરેખરી ખુશાલી ઊપજશે. આ વિદ્યાલય એક વિરાટ સ્વરૂપ જેવું છે અને તેને મદદ કરનારાઓને ખરેખર ધન્યવાદ ઘટે છે.” ( રિપોર્ટ ૧૧, પૃ. ૭૯)
* આ પ્રસંગે પ્રમુખશ્રીના હાથે વિદ્યાર્થીઓ ઉપરાંત મિસ્ત્રી, સુતાર, કડિયા વગેરેના કામની કદરદાની રૂપે એમને પણ પારિતોષિક અપાયાં હતાં. આની સાથે સાથે આ કામની નિઃસ્વાર્થભાવે અને પૂરી ચીવટથી દેખરેખ રાખવા બદલ શ્રી વાડીલાલ નભુભાઈનું રૂા. ૫૦૦) આપીને બહુમાન કરવામાં આવ્યું. એ સેવાભાવી મહાનુભાવે એ રકમમાં પિતા તરફથી રૂ. ૨૫) ઉમેરીને રૂ. ૫ર ૫) મકાન ફંડમાં અર્પણ કરી દીધા. આ પ્રસંગ જેમ શ્રી વાડીભાઈની નિઃસ્વાર્થ સેવાભાવનાની તેમ સમાજની વિદ્યાલય પ્રત્યેની મમતાની પ્રશસ્તિરૂપ બની રહે એ છે.
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮
વિદ્યાલયની વિકાસકથા " આ પ્રસંગે શેઠ વાડીભાઈ નાદુરસ્ત તબિયત છતાં હાજર રહ્યા હતા. સમારંભમાં એમનું ભાષણ એમના ભાણેજ શ્રી મણિલાલ મોહનલાલે વાંચી સંભળાવ્યું હતું, જેમાં બહુ જ વિનમ્રતાપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે
આ કાર્ય માટે મારે જે ઉપકાર માનવામાં આવ્યો છે, અને એમાં મારાં જે વખાણ કરવામાં આવ્યાં છે તે સંબંધમાં તમારો ઉપકાર માની જણાવીશ કે મેં માત્ર મારી ફરજ બજાવી છે અને તેમ કરવામાં મેં કંઈ ઉપકાર કર્યો નથી. મહાવીર વિદ્યાલયને મદદ કરવી અને તેવા કાર્યમાં મારો ફાળો આપવો એમાં કંઈ મેં મહત્ત્વનું કાર્ય કર્યું નથી. આ સંસ્થાને જોઈતી સગવડો આપી કંઈ પણ શ્રેયનું કાર્ય કરવું એ મારી ફરજ સમજું છું.” (રિપોર્ટ ૧૧, પૃ. ૭૯) - કેળવણી દ્વારા સમાજ-ઉત્કર્ષના કાર્યમાં પિતાને આ ઉમદા ફળ આપ્યા બાદ થોડા જ મહિનામાં, તા. ૧૦-૬-૧૯૨૬ના રોજ, આ સરળ, સાદા અને સખીદિલ મહાનુભાવને ખેદજનક સ્વર્ગવાસ થયા. એમનાં સત્કાર્યોની સુવાસ સદાને માટે મઘમઘતી રહેશે. - વિદ્યાલયને રજત મહોત્સવ–સને ૧૯૪૦માં વિદ્યાલયને ૨૫ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે રજત મહોત્સવની ઉજવણી માટે, સને ૧૯૪૧માં તા. ર૭-૨૮-૨૯ ડિસેમ્બરના ત્રણ દિવસનો ભરચક્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતે; અને ખૂબ ઉત્સાહપૂર્વક એ બધા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
તા. ૨૭મીની સવારે રેયલ ઓપેરા હાઉસમાં મનરંજન કાર્યક્રમ, બપોરે વિદ્યાલયના પ્રથમ સ્નાતક શ્રી રમણીકલાલ મગનલાલ મેદીના પ્રમુખપદે વિદ્યાલયના જૂના વિદ્યાથીએનું સમેલન, રાત્રે દીવાનબહાદુર સર હરિલાલ ગોસળિયાના પ્રમુખપદે અંગ્રેજી અને ગુજરાતીમાં વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવ્યાં હતાં. - તા. ૨૮મીની સવારે શ્રીયુત મકનજી જૂઠાભાઈ મહેતા, બેરીસ્ટરના પ્રમુખપદે વ્યાયામના પ્રયોગે, બપોરે સર મણિલાલ બાલાભાઈ નાણાવટીના પ્રમુખપદે રજતમહોત્સવને કાર્યક્રમ અને રાત્રે પંડિત શ્રી સુખલાલજીના પ્રમુખપદે શ્રી શંકરરાવ દેવનું અહિંસા ઉપર ભાષણ રાખ્યું હતું. અનિવાર્ય કારણે શ્રી શંકરરાવ દેવ ન આવી શક્યા તેથી ગાંધીજીના સત્યાગ્રહ આશ્રમના નિવાસી બનેલા (વિદ્યાલયના જૂના વિદ્યાથી) શ્રી રમણીકભાઈ મેદીએ અહિંસા ઉપર સુંદર ભાષણ આપ્યું હતું.
ક વિદ્યાલયના અગિયાર-બારમા વર્ષનો સમય જેમ મકાન વગેરેમાં થયેલ જંગી ખર્ચને કારણે આર્થિક કટોકટીનો હતો તેમ ડેકટરી લાઈનને લઈને વિદ્યાલયની સામે ઊભી થયેલ ચર્ચાને કારણે સામાજિક કસોટીનો પણ હતો. એ જ વખતમાં માત્ર છ જ માસના ટૂંકા ગાળામાં સંસ્થાના મકાનના ઉદ્દઘાટનનો ભવ્ય સમારંભ થયો અને શેઠ વાડીલાલ સારાભાઈની એક લાખ રૂપિયા જેવી બાદશાહી સખાવત મળી તેને લીધે આવો બીજ સુંદર સમારંભ યોજી શકાય તે એમ સૂચવે છે કે કુદરત વિદ્યાલયને માટે દરેક પ્રકારની સાનુકૂળતા કરી આપતી હતી. શેઠ વાડીલાલ સારાભાઈ વિદ્યાથગૃહના ઉદ્ઘાટન પ્રસંગે જાણીતા સ્વતંત્ર ચિંતક શ્રીયુત પરમાનંદભાઈ કુંવરજી કાપડિયાએ ઠીક જ કહ્યું હતું કે “અત્યારની શેઠ વાડીલાલની ઉદારતા માટે તેમને ધન્યવાદ ઘટે છે. અત્યારના સમયમાં નાણા સંબંધી સ્થિતિ કેવી છે, તે કાંઈ અજાણ્યું નથી. આવા સમયે તેમની એક લાખની સખાવત ચાર લાખ જેટલી છે અને એમના એ ઉદાર કાર્ય માટે તેમને ધન્યવાદ ઘટે છે.” ( રિપોર્ટ ૧૧, પૃ. ૭૮ )
Page #204
--------------------------------------------------------------------------
________________
મુંબઈના જિનમંદિરને પ્રતિષ્ઠા મહોત્સવ
1,
છે.
બેઠા ઘાટનું નાનું નમણું જિનમંદિર
A
ye/
છે
હું
તે
3
1
.
સિક
| Jain Education Inter આ, વિજયપૂર્ણાનંદસૂરિજી મહારાજ પ્રાણપ્રતિષ્ઠાવિધિ કરી રહ્યા છે..
Page #205
--------------------------------------------------------------------------
________________
श्री निराल
દેવ અને ગુરુનાં દર્શન
મૂળ નાયક શ્રી વાસુપૂજ્યસ્વામી તથા અન્ય જિનપ્રતિમા
પૂ. આ. વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ
नां
પૂ. આ. વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ
Page #206
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયને રજત મહોત્સવ સમારંભ
માનદમંત્રી શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા નિવેદન કરે છે.
પ્રમુખ શ્રી મણિલાલ બાલાભાઈ નાણાવટી પ્રવચન કરી રહ્યા છે,
Page #207
--------------------------------------------------------------------------
________________
શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાનું સન્માન
પ્રમુખ શ્રી મણિલાલ બાલાભાઈ નાણાવટી અભિનંદનપત્ર
અર્પણ કરી રહ્યા છે.
છે છે - જી:
.
ર
"
:
જ
છે.
ર
જ
'
છે.
.
શ્રી મતીચંદભાઈ જવાબ આપી રહ્યા છે.
Page #208
--------------------------------------------------------------------------
________________
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ પ્રકાશન સમારંભ
શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ ગ્રંથનું પ્રકાશન કરી રહ્યા છે.
સ્મારક ગ્રંથના બાહ્ય આવરણો દેખાવ
आचार्य
hhe
नायक ग्रंथ
आचार्य
શ્રીવિનયવશ્રમમૂહિ
स्मारक ग्रंथ
श्री महावीर जैन विद्यालय प्रकाशन
For Private & Personal use Only.
- www.jainlibrary.org
Page #209
--------------------------------------------------------------------------
________________
શેઠ શ્રી કપૂરચંદ નેમચંદ મહેતા તથા એમના કુટુંબીજનેનું બહુમાન
શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ એમને અભિનંદન આપે છે.
પંડિત શ્રી સુખલાલજીનું બહુમાન
Page #210
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શ્વે. કૅન્ફરન્સના ર૦મા અધિવેશનના પ્રમુખ શ્રી મોહનલાલ લલચંદ શાહનું બહુમાન
-
32
3
શ્રી મેતીચંદ ગિરધરલાલ કાપડિયાના આરસના બસ્ટનું શ્રી એસ. કે, પાટીલે
અનાવરણ કર્યું તે પ્રસંગની તસ્વીર
Page #211
--------------------------------------------------------------------------
________________
શાહદાગર શેઠશ્રી મેઘજીભાઈ પેથરાજનું બહુમાન
પૂ. આ. શ્રી વિજયવલભસૂરીશ્વરજીની વિદ્યાલયમાં સ્થિરતા દરમ્યાન
એમના દર્શનાર્થે આવેલ જૈન અગ્રણીઓ
Page #212
--------------------------------------------------------------------------
________________
વલ્લભવિદ્યાનગર શાખા
સરદાર પટેલ યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી ઈશ્વરભાઈ જેઠાભાઈ પટેલના પ્રમુખપદે શાખાના મકાનને શિલારોપણવિધિ શ્રી ચીમનલાલ પ્રાણજીવનદાસ
શાહે કર્યો તે પ્રસંગની તસ્વીર.
શ્રી ચીમનલાલ પ્રાણજીવનદાસ શાહ શિલારોપણ વિધિ કરી રહ્યા છે..]
Page #213
--------------------------------------------------------------------------
________________
તાજેતરમાં તૈયાર થયેલુ‘ વલ્લભવિદ્યાનગર શાખાનું વિશાળ, સુંદર મકાન
વલ્લભવિદ્યાનગર શાખાના પ્રેરક શ્રી મણિલાલ નરસીદાસ દોશી
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૧: ખાસ સમારંભે અને ઘટનાઓ
- ૧૨૯ તા. ૨૯ના સવારના સ્નાત્રપૂજા તથા શ્રી વિજયવલ્લભસૂરિજીકૃત પંચકલ્યાણક પૂજા, સાંજે સમભોજન અને રાત્રે મુંબઈ રાજ્યના માજી મુખ્યપ્રધાન શ્રી બાળાસાહેબ ખેરના પ્રમુખપદે પંડિત સુખલાલજીએ “ભારતીય સંસ્કૃતિના માર્ગો” એ વિષય ઉપર ભાષણ આપ્યું હતું. આ પ્રસંગની યાદમાં વિદ્યાલય તરફથી સચિત્ર અને સુંદર રજત-મહોત્સવ
સ્મારક ગ્રંથ પ્રગટ કરવામાં આવ્યો હતો. એમાં ૧૫૦ પાનાંમાં વિદ્યાલયની ૨૫ વર્ષની કાર્યવાહીને અહેવાલ અને ૩૦૦ પાનામાં વિદ્વાનોના અભ્યાસ પૂર્ણ લેખે આપવામાં આવ્યા હતા.
મુખ્ય સમારંભના પ્રમુખપદેથી સર મણિલાલ બાલાભાઈ નાણાવટીએ વિચારપૂર્ણ અને પ્રેરક ભાષણ કર્યું હતું. આ વક્તવ્યમાં જ્ઞાનનું મહત્ત્વ, જેનોની જ્ઞાનપાસના તેમ જ વ્યાવહારિક કેળવણીની પ્રાચીન પદ્ધતિ અંગે વિવેચન કર્યા બાદ અત્યારની પરિસ્થિતિને ઉલ્લેખ કરતાં (રિપોર્ટ ૨૭, પૃ. ૩૨-૩૪) પ્રમુખશ્રીએ કહ્યું કે
“પરંતુ કાળબળે આપણી આ પ્રાચીન શિક્ષણ પ્રણાલિકાની ઉજજ્વળ કારકિર્દી મધ્ય યુગના અંત સમયમાં ઝાંખી પડવા લાગી. આ અરસામાં જ રાજાઓના અરસપરસના ઝઘડા, ધર્મગુરુઓના ક્ષુદ્ર મતમતાંતરોની મારામારી અને યુગબળને પિછાણવાની આપણી ટૂંકી દૃષ્ટિને લીધે ભારતવર્ષમાં અંગ્રેજ સત્તાની સ્થાપના થઈ. તેની સાથે જગત પર પોતાની પ્રચંડ શક્તિઓ દર્શાવતું પશ્ચિમનું વિજ્ઞાન પણ આવ્યું. આથી આપણી સઘળી જીવનપ્રણાલિકામાં ભારે પરિવર્તન શરૂ થયાં..
“આ ક્રાંતિયુગમાં જૈનાચાર્યો પાછળ પડ્યા હોય તેમ જણાય છે. તેઓએ અંગ્રેજી ભાષાનો તથા પશ્ચિમના વિજ્ઞાનને પ્રામાણિક અભ્યાસ કરીને સમાજને દોરવણી આપવાની જરૂર હતી, પરંતુ તેઓ એ દિશામાં ઉદાસીન જ રહ્યા. માત્ર ત્રણ વ્યક્તિઓએ એ દિશામાં પ્રયાસ કર્યો. પૂજ્યપાદ શ્રી આત્મારામજી મહારાજ, પૂજ્યપાદ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ તથા પૂજ્યપાદ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ......
ઉચ્ચ કેળવણી લેનારાઓને પૂરતી સગવડ આપનાર આપણા સમાજમાં આ એકની એક સંસ્થા છે છતાં તેની નાણા વિષયક સ્થિતિ આમ કેમ ? આપણો સમાજ કે પ્રાચીન કાળનો સમૃદ્ધ જૈન સમાજ નથી છતાં તેમાં હજી અનેક ધનવાનો પડયા છે, અને દાનનો પ્રવાહ પણ વહી રહ્યો છે. પરંતુ કેટલીક ખોટી માન્યતાઓને લીધે તે એવી રીતે વહી રહ્યો છે કે તેનું જે પરિણામ આવવું જોઈએ તેટલું આવતું નથી. કેટલાક ભાઈએ શુભેચ્છાથી દાન કરે છે પરંતુ તેના ઉપયોગ માટે પિતાની નાનકડી જ્ઞાતિ અને સ્થાનની જે મર્યાદા મૂકે છે તેથી તેની ઉપયોગિતા ઘણા અંશે કમી થાય છે. આવા નાના નાના ને છુટા છુટા કંડેને જે એકત્ર કરવામાં આવે અને “જૈન એજ્યુકેશન જનરલ ફંડ” જેવું ફંડ સ્થાપવામાં આવે તો તે દ્વારા ઘણું સંગીન કાર્ય થઈ શકે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો વહીવટ નમુનેદાર છે. તેની દરેક વસ્તુ બંધારણ પૂર્વક થાય છે. દર વર્ષે તેનો નિયમિત રિપોર્ટ જનતાની સેવામાં રજુ થાય છે. તેમાં તેના હસ્તકના તમામ ટ્રસ્ટ, ચાલુ ખર્ચ, વિદ્યાથીઓની વર્તમાન સંખ્યા તથા લેન રિફંડની પ્રામાણિક માહિતી રજુ થાય છે. તેથી કોઈને તે સંબંધી ટીકા કરવાનો અવકાશ નથી.”
જૈન બંધુઓ ! આપ જૈન સમાજનો ખરેખરો ઉત્કર્ષ ચાહતા હો તો નાની નાની બાબતોના મતભેદ અને ઝઘડાઓમાં પડવાનું છોડી દઈ રચનાત્મક કાર્યક્રમની પાછળ લાગે. કેળવણીનો પ્રચાર તેમાંનું એક મુખ્ય કાર્ય છે. એ કાર્ય આપ બરાબર પાર પાડશો તો વર્તમાન કાળની અનેક વિકટ
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૩૦
વિદ્યાલયની વિકાસકથા
સમસ્યાનો આપે આપ ઉકેલ આવી જશે. સાધુ મુનિરાજો ! આપ મહાન તીર્થંકરા અને પૂર્વાચા*ના વારસદાર છે. તે યાદ કરશેા. તેઓએ જે નિષ્ઠાથી જ્ઞાનોપાસના કરી હતી, લેાકજીવનમાં જ્ઞાનનો પ્રચાર કર્યાં હતા તે જ નિષ્ઠાથી આપ પણ જ્ઞાનોપાસના કરો. એનાં ફળેા હમેશાં મધુરાં જ આવશે.’ આ પ્રસંગે વિદ્યાલયના મંત્રીશ્રીએ પણ કેળવણીનું મહત્ત્વ સમજાવતું નિવેદન કર્યું. હતું. શહેરના તથા બહારગામના આગેવાને એ મેટી સંખ્યામાં હાજર રહી આ સમારંભનું ગૌરવ વધાર્યું હતું.
અમદાવાદ શાખાનું ઉદ્ઘાટન—શેઠ શ્રી ભેાળાભાઈ જેશિ’ગભાઈ એ અમદાવાદમાં વિદ્યાલયની શાખા શરૂ કરવા માટે એક લાખ રૂપિયાની સખાવત આપી. તે મુજબ તેમના નિળ નિવાસ’ નામે બંગલામાં “શેઠ શ્રી ભેાળાભાઈ જેસિંગભાઈ દલાલ વિદ્યાર્થીગૃહ ” માં વિદ્યાલયની અમદાવાદ શાખાની શરૂઆત વિ. સં. ૨૦૦૨ના જેઠ સુદ ૧૦ને રવિવાર, તા. ૯-૬-૧૯૪૬ના રોજ, આપણી પ્રાચીન પદ્ધતિ પ્રમાણે, પૂજા ભણાવીને, કરવામાં આવી. ત્યાર બાદ આ શાખાના ઉદ્ઘાટનના તથા શ્રી ભેાળાભાઈ શેઠના અસ્ટના અનાવરણના વિધિ તા. ૨૯-૧૨-૪૬ના રોજ અમદાવાદમાં ભારતના રાષ્ટ્રપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના હાથે કરાવવામાં આવ્યા. આની વિગતા છઠ્ઠા પ્રકરણમાં (પૃ. ૭૨) આપવામાં આવી છે, તેથી એની અહીં પુનરુક્તિ કરવાની જરૂર નથી.
આગમ-પ્રકાશન-યાજનાના પ્રારંભ—આ યાજનાની અને એની શુભ શરૂઆત કરવાના નાના સરખા સમાર’ભની કેટલીક વિગતા ૧૦મા પ્રકરણમાં (પૃ. ૧૨૩) આપવામાં આવી છે. અમદાવાદમાં લુણસાવાડાના ઉપાશ્રયમાં તા. ૬-૧૧-૬૦ના રોજ ઊજવાયેલ આ સમાર’ભ અંગે વિશેષમાં ૪૬મા રિપેટ (પૃ. ૧૬-૧૭)માં જણાવવામાં આવ્યું છે કે—
“ આ સમારંભ માટે વિદ્યાલયના બન્ને માનદમંત્રી શ્રી ચંદુલાલ સારાભાઈ માદી તેમ જ શ્રી. ચંદુલાલ વર્ધમાન શાહ, કોષાધ્યક્ષ શ્રી. પ્રવીણચંદ્ર હેમચંદ કાપડિયા, વ્યવસ્થાપક સમિતિના સભ્ય શ્રી. સેવંતીલાલ ચીમનલાલ શાહ અને મહામાત્ર શ્રી. કાંતિલાલ ડા. કેારા ખાસ મુંબઈથી
અમદાવાદ ગયા હતા.
“ આ મંગળ પ્રસંગે અનેક જૈન-જૈનેતર વિદ્વાનો—પંડિત શ્રી સુખલાલજી, પુરાતત્ત્વાચા શ્રી જિનવિજયજી, ૫. શ્રી દલસુખભાઈ માલવણિયા, પ્રેા. ડૅા. વિ. એમ. કુળકી, પ્રા. વિ. એસ. શાહ, ડૅ. પ્રોાધ પડિત, ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી, શ્રી. કેશવરામ શાસ્ત્રી, શ્રી. ચુનીલાલ વમાન શાહ, શ્રી. જયભિખ્ખુ, શ્રી. મનુભાઈ જોધાણી વગેરે, તેમ જ આગેવાનો શ્રી. કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી, શ્રી. જગાભાઈ ભોગીલાલ નાણાવટી, શ્રી. રતિલાલ નાથાલાલ, શ્રી. જેશિંગભાઈ ઉગરચંદ, શ્રી. ચંદુલાલ ભીખાભાઈ સતિયા, શ્રી. સારાભાઈ ડાહ્યાભાઈ વગેરે અને શ્રી. ઇન્દુમતીબહેન ચીમનલાલ શેઠ, શ્રી. ગંગાબહેન ઝવેરી, શ્રી. હીરાબહેન પાઠક વગેરે બહેનો સારી સ ંખ્યામાં હાજર રહ્યાં હતાં. • પૂજ્યપાદ આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજના મંગળાચરણુ બાદ સંસ્થા તરફથી શ્રી. ચંદુલાલ વર્ધમાન શાહે આવકાર આપતુ પ્રાસ'ગિક નિવેદન કર્યું હતુ, અને ત્યાર બાદ પડિત શ્રી સુખલાલજી, પુરાતત્ત્વાચા શ્રી જિનવિજયજી તેમ જ પ'. શ્રી. દલસુખભાઈ માલવિયાએ અને અંતમાં પૂજ્યપાદ શ્રી પુણ્યવિજયજી મહારાજે આ કા તેમ જ વિદ્યાલયે હાથ ધરેલ યેાજનાનું મહત્ત્વ સમજાવતાં તેમ જ જૈન આગમો, એની મહત્તા, એના સંપાદનની પદ્ધતિ તેમ જ આવી સંપાદિત આવૃત્તિઓની ઉપયોગિતાની વિગતવાર સમજૂતી આપતાં પ્રવચનો કર્યાં હતાં, અને આવું
""
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૧ ખાસ સમારંભે અને ઘટનાઓ
૧૩૧ ઉપયોગી કાર્ય હાથ ધરવા બદલ વિદ્યાલયને અભિનંદન આપ્યાં હતાં.
મુદ્દાસરના અને જન આગમ સંબંધી વિશિષ્ટ માહિતી આપતાં તેમ જ એની મહત્તાનો ખ્યાલ આપતાં આ પ્રવચનોને લીધે, બે કલાક ચાલેલ આ સમારંભ, જૈન સાહિત્ય અને ખાસ કરીને આગમની દૃષ્ટિએ, નાના સરખા જ્ઞાનસત્ર જેવો ગૌરવશાળી બન્યો હતો.”
વડોદરા શાખાના નવા મકાનનું ઉદ્દઘાટન–વડેદરા શાખાનું નવું વિશાળ મકાન તૈયાર થતાં તેનું ઉદ્ઘાટન વિ. સં. ૨૦૧૮ના જેઠ સુદિ ૧૩, તા. ૧૬-૬-૧૯૯૨ ને રવિવારે શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈના હસ્તે કરાવવામાં આવ્યું. એ સમારંભનો સવિસ્તર અહેવાલ છઠ્ઠા પ્રકરણમાં (પૃ. ૭૯) આપે છે તે ત્યાં જોઈ શકાશે.
વલ્લભવિદ્યાનગર (આણંદ) શાખાનું શિલારોપણ–તા. ૨૫–૧-૬૪ના રોજ સરદાર વલ્લભભાઈ વિદ્યાપીઠના ઉપકુલપતિ શ્રી ઈશ્વરભાઈ પટેલના પ્રમુખપદે, શ્રીયુત ચીમનલાલ પ્રાણજીવનદાસ શાહના હાથે વિદ્યાલયની વલ્લભવિદ્યાનગર (આણંદ) શાખાનું શિલારોપણ કરવામાં આવ્યું તેને અહેવાલ પણ છઠ્ઠા પ્રકરણમાંથી (પૃ. ૮૧) જોઈ શકાશે.
૫૦ વર્ષની પૂર્ણાહુતિને ધાર્મિક સમારંભ–વિ. સં. ૨૦૨૧ના જેઠ સુદ છઠ્ઠના રોજ વિદ્યાલયની યશસ્વી કારકિર્દીને ૫૦ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે વિદ્યાલય તરફથી મુંબઈમાં તેમ જ અમદાવાદ, પૂના તથા વડોદરા શાખાઓમાં નીચે મુજબ બે દિવસને ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો :–
(૧) જેઠ સુદિ ૬, તા. ૫-૬–૧૯૬૫, શનિવાર, સવારે ૯ વાગે પં. શ્રી વીરવિજ્યજીકૃત પંચકલ્યાણક પૂજા.
(૨) જેઠ સુદિ ૮, તા-૬-૬-૧૯૬૫, રવિવારે બપોરે ૩ વાગે શ્રી યશોવિજયજી ઉપાધ્યાયકૃત નવપદજી પૂજા.
આ પ્રસંગ અમદાવાદમાં આગમપ્રભાકર પૂજ્યપાદ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજની નિશ્રામાં અને વડોદરામાં પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી મેરુપ્રભસૂરિજી તથા પૂ. પંન્યાસ શ્રી ચંદનવિજયજી આદિની નિશ્રામાં ઊજવાયો હતો. આ પ્રસંગે અમદાવાદમાં પૂજ્ય પુણ્યવિજયજી મહારાજે પિતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે–
“ આજે આપણે જે સંસ્થાના પ્રાંગણમાં બેઠા છીએ એની સ્થાપનાની પહેલી પ્રેરણા શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબને સ્વર્ગસ્થ બડા ગુરુદેવ (શ્રી આત્મારામજી મહારાજ) તરફથી જ મળી હતી. કેટલાક લોકોને આવી સંસ્થાઓ પ્રત્યે અણગમો પણ છે, પણ હું અનુભવને આધારે ભારપૂર્વક કહી શકું છું કે મારા પરિચયમાં આવવાવાળા વિદ્યાલયના જૂના વિદ્યાથીઓએ મને કહ્યું હતું કે “ સંસ્થામાં અમને ધાર્મિક સંરકારો આપવામાં આવતા હતા; પણ અમે એ ન લીધા એ અમારી ભૂલ હતી એમ આજે અમને લાગે છે.” જે જીવનની ઉત્તરાવસ્થામાં પણ એમને આવી લાગણી થઈ હોય તે એ વિદ્યાલયની એક મોટી સિદ્ધિ છે. જ્યારે આ સંસ્થાની સ્થાપના થઈ તે વખત કરતાં અત્યારે અધ્યયનની ભૂખ વધી ગઈ છે. આજે તો આ સંસ્થાના જેવી સે સંસ્થાઓ હોય તે એક એકમી સંસ્થાની જરૂર સમાજને લાગવાની જ. જે વ્યક્તિઓ શક્તિશાળી છે એમની એ ફરજ છે કે સંરથા ફળ-ફૂલે અને વિકાસ સાધે એટલા માટે એને તન-મન-ધનથી પોતાનો સહકાર આપે.” (૫૦મે રિપોર્ટ, ૫, ૨૭)
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૩૨
વિદ્યાલયની વિકાસકથા સુવર્ણ મહોત્સવના કાર્યને પ્રોત્સાહન આપવા માટે મુંબઈમાં તા. ૨૦-૬-૬૫ના રેજ જાણીતા સખીદિલ શ્રેષ્ઠી શ્રી માણેકલાલ ચુનીલાલના પ્રમુખપદે એક સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું. શ્રી દીપચંદ સવરાજ ગાડી આ પ્રસંગે અતિથિવિશેષ હતા. પ્રમુખ શ્રી તથા અતિથિવિશેષ એ બન્ને મહાનુભા વિદ્યાલયના પેટ્રન છે. ઉપરાંત, તા. ૧-૮-૬૫ના રોજ વિદ્યાલયના પેટ્રને, કન્યા છાત્રાલયના આદ્ય સંસ્થાપકો, વ્યવસ્થાપક સમિતિના સભ્યો અને ટ્રસ્ટ દાતાઓનો એક મિલન સમારંભ જવામાં આવ્યો હતો. બને પ્રસંગે સુવર્ણ મહોત્સવને સફળ બનાવવા માટે ૨૧ લાખને સુવર્ણ—મહત્સવનિધિ એકત્ર કરવાની વિચારણું કરવામાં આવી હતી.
અભિનંદન-સમારંભ ડૉ. શ્રી બાલાભાઈ મગનલાલ નાણાવટી–સંસ્થા શરૂ થયા પછી પહેલા જ વર્ષમાં શ્રી જેન Aવેતાંબર કોન્ફરન્સનું ૧૦મું અધિવેશન સને ૧૯૧૬ના એપ્રિલ માસમાં, ડો. શ્રી બાલાભાઈ મગનભાઈ નાણાવટીના પ્રમુખપદે મુંબઈમાં ભરાયું. તે પ્રસંગે કોન્ફરન્સના પ્રમુખશ્રીનું બહુમાન કરવા, તા. ૨૩–૪–૧૯૧૬ના રેજ, શ્રી મુંબઈ માંગરોળ જૈન સભાના સહકારમાં, ભવ્ય મેળાવડે કરવામાં આવ્યો હતો. પ્રમુખશ્રી કેળવણીના ખાસ હિમાયતી હોઈ તેઓએ સમાજને કેળવણીને પ્રેત્સાહન આપવાને અનુરોધ કરવાની સાથે વિદ્યાલયને માટે બહુ આશાજનક શબ્દ ઉચ્ચાર્યા હતા.
ડૉ. નગીનદાસ જગજીવનદાસ શાહ–તેઓ સંસ્થાના વિદ્યાર્થી તરીકે લંડનથી અર્થશાસ્ત્રમાં પીએચ. ડી. ની ડિગ્રી લઈને પાછા ફરતાં તા. ૧૮-૧૦-૨૪ના રોજ, સર પુરુષોત્તમદાસ ઠાકરદાસના પ્રમુખપદે એમને અભિનંદન આપવાનો મેળાવડે કરવામાં આવ્યો હતો. એ પ્રસંગે એમણે અભ્યાસમાં મેળવેલ સિદ્ધિ અંગે અભિનંદન આપીને એમને મહાનિબંધ છપાવવાનું પણ નકકી કરવામાં આવ્યું હતું.
ડે, દામાણુ તથા શ્રી હીરાલાલ હાલચંદ દલાલ–ડૉ. જે. એમ. દામાણ વિલાયતમાં અભ્યાસ કરી ડી. એ. ડી. એલ. એ. અને એફ. આર. એફ. પી. ની પદવી લઈને પાછા આવ્યા. મુંબઈના જાણીતા કાર્યકર શ્રી હીરાલાલ હાલચંદ દલાલ વિલાયતથી બેરિસ્ટર બનીને પાછા ફર્યા. એ બન્નેનું અભિનંદન કરવાને મેળાવડો તા. ૧૧-૮-૧૯૨૭ના રોજ જાણીતા બેરીસ્ટર શ્રી જમનાદાસ મહેતાના પ્રમુખપદે વિદ્યાલય તરફથી જવામાં આવ્યો હતો.
શ્રી નવલખા તથા ડે. અમીચંદ શાહ–કૅન્ફરન્સના ૧૪મા અધિવેશનના પ્રમુખ બાબૂ શ્રી નિર્મળકુમારસિંહ નવલખા તથા જેન યુવક પરિષદના પહેલા અધિવેશનના પ્રમુખ ડો. અમીચંદ છગનલાલ શાહનું બહુમાન કરવાને સમારંભ તા. ૮-૫-૧૯૩૪ના રાજ શ્રીયુત મણિલાલ બાલાભાઈ નાણાવટીના પ્રમુખપદે ઊજવાયે હતો. એ પ્રસંગે વડોદરા રાજ્યના કેળવણી પ્રેમી નાયબ દીવાન શ્રી ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈએ જેન સંઘને ઉદ્દેશીને વિચારપ્રેરક ભાષણ કર્યું હતું. ' ગાંધીજીની છબીનું અનાવરણ–વિદ્યાલયના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભાવનાના પ્રતીકરૂપે અંદર અંદર ફાળે કરીને, અને સંસ્થાની વ્યવસ્થાપક સમિતિની અનુમતિ મેળવીને ગાંધીજીનું તૈલચિત્ર તૈયાર કરાવ્યું હતું. તેનું અનાવરણ તા. ૧૮-૩-૪૩ના રેજ, વિદ્યાલય
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૧ : ખાસ સમારÀા અને ઘટનાએ
૧૩૩
ના વ્યાખ્યાનખંડમાં, જાણીતા રાષ્ટ્રીય કાર્યકર શ્રી વૈકુંઠભાઈ લલ્લુભાઈ મહેતાના હસ્તે કરાવવામાં આવ્યું હતું.
શ્રી ભાળાભાઈ જેશિંગભાઈ દલાલ—વિદ્યાલયની અમદાવાદ શાખાના વિદ્યાર્થીગૃહ માટે શેઠ શ્રી ભેાળાભાઈએ એક લાખ રૂપિયા વિદ્યાલયને આપ્યા, તે નિમિત્તે તેઓને અભિન’દન આપવાના સમારંભ, તા. ૨૪-૧૨-૧૯૪૬ના રોજ, શ્રી ખીમજી માંડણ ભુજપુરિયાના પ્રમુખપદે ચાજવામાં આવ્યા હતા. આ સમારંભમાં સરદાર વલ્લભભાઈ પટેલ, જેએ ભેાળાભાઈ શેઠ પ્રત્યે મિત્રતાની લાગણી ધરાવતા હતા, તેઓએ હાજર રહી પ્રસંગને વિશેષ ગૌરવશાળી બનાવ્યેા હતા.
શ્રી મેાતીથ દ ગિરધરલાલ કાપડિયા—શ્રી મેાતીચ'દભાઈએ સમાજ, દેશ, ધમ અને શિક્ષણ તથા સાહિત્યની ઘણી સેવાએ મજાવી હતી. તેમાંય વિદ્યાલયની તેમની સેવાએ તે અસાધારણ અને અમૂલ્ય હતી. વિદ્યાલયના અત્યારના માનદ્યમત્રી અને તે વખતે વ્યવસ્થાપક સમિતિના સભ્ય શ્રી ચ'દુલાલ વમાન શાહ શ્રી મેાતીચંદ્રભાઈ પ્રત્યે ખૂબ આદરની લાગણી ધરાવતા હતા. એમને તથા બીજા કાકાને પણ શ્રી મેાતીચંદભાઈની આવી દીર્ઘકાલીન સેવાઓનું બહુમાન કરવાના વિચાર આવતા રહેતા હતા. શ્રી ચંદુભાઈ એ એમના મેાટાભાઈ શ્રી રતિભાઈ તથા ખીજાઓ સાથે પરામર્શ કરીને આ માટે પૂર્વભૂમિકા તૈયાર કર્યા બાદ શ્રી કકલભાઈ ભુદરભાઈ વકીલની પ્રેરણા અનુસાર તારીખ ૭–૯–૧૯૪૭ના રાજ “ શ્રી મેાતીચંદ ગિરધરલાલ કાપડિયા સન્માન સમિતિ”ની રચના કરવામાં આવી. શ્રી કકલભાઈ વકીલને એના પ્રમુખ, શ્રી ચંદુલાલ વમાન શાહને એના મંત્રી અને શ્રી વિનાયક કુંવરજી શાહને એના કાષાધ્યક્ષ અનાવવામાં આવ્યા.
સમિતિએ દોઢેક વર્ષમાં આશરે પાણા લાખ ઉપરાંતના સન્માન–નિધિ એકત્ર કર્યાં. તા. ૨૦-૩-૧૯૪૯ના રાજ મુ`બઈમાં સુંદરાબાઈ હોલમાં, સર મણિલાલ માલાભાઈ નાણાવટીના પ્રમુખપદે, શ્રી મેાતીચ ંદભાઈનું બહુમાન કરવાના ભવ્ય સમાર’ભ ઊજવવામાં આવ્યા. આ સમાર’ભમાં મુ`બઈના દરેક ક્ષેત્રના જૈન-જૈનેતર આગેવાન સગૃહસ્થા અને સન્નારીએ તેમ જ જનસમૂહની હાજરી, આ પ્રસંગે ઠેરઠેરથી નામાંકિત વ્યક્તિએ તરફથી આવેલ સેંકડા સંદેશાઓ અને જુદા જુદા વક્તાઓએ શ્રી મેાતીચંદભાઈના વ્યક્તિત્વ અને એમની સેવાઓનાં મુક્ત મને કરેલ ગુણગાન ઉપરથી શ્રી મેાતીચંદભાઈની સેવાઓની સુવાસ કેટલી વિસ્તરેલી હતી એના કઈક ખ્યાલ આવી શકતા હતા.
પ્રમુખશ્રીએ શ્રી મેાતીચંદભાઈની વિશેષતા દર્શાવતાં ચેાગ્ય જ કહ્યુ` હતુ` કે—
""
આપણા સમાજમાં લેખકો થાડા છે, તેમાં તેમનું સ્થાન છે. વક્ત તેથી પણ ઘેાડા છે, તેમાં પણ તેમનું સ્થાન છે; અને સેવકો તેા ગણ્યાગાંઠયા જ છે, તેમાં પણ તેમનુ સ્થાન છે.”
આ પ્રસંગે શ્રી મેાતીચંદભાઈ ને અભિનંદનપત્ર તથા રૂા. ૭૦૦૦૧)ની સન્માન થેલી `ણુ કરવામાં આવી હતી, અને બીજી અનેક સંસ્થાઓ તરફથી પણ ફૂલહાર કરીને એમનું બહુમાન કરવામાં આવ્યું હતું.
સન્માનના રચનાત્મક જવાબરૂપે શ્રી મેાતીચંદભાઈએ રૂા. ૭૦૦૦૧)માં પેાતા તરફથી રૂા. ૫૦૦,૧) ઉમેરીને એ રકમ જૈન સાહિત્યના પ્રકાશનને માટે પેાતાની પ્રાણપ્રિય
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૩૪
વિદ્યાલયની વિકાસકથા સંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલયને સુપરત કરી. (આની વિગત દસમા પ્રકરણમાં (પૃ.૧૨૧) આપી છે.) વધુમાં શ્રી મતીચંદભાઈએ વિનમ્રતાભરી વાણીમાં પિતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે :
“લખવું એ તો મારો વ્યવસાય અથવા આનંદ છે. મને શિક્ષણ જ મારા કાકા સંગત શેઠ શ્રી કુંવરજી આણંદજીએ એવા પ્રકારનું આપ્યું કે મારી ઈચ્છા અથવા અનેક હિતેચ્છુઓની ઈચ્છા હોય કે ન હોય તો પણ મારે લેખક જ થવાનું નિમિત હતું.......
“સારાં કાર્યોમાં અલ્પવિરામ, અર્ધવિરામ કે પૂર્ણવિરામ મૂકશો નહિ. તે અનુસાર લેખન અને સેવાકાર્ય તો મારૂં ચાલુ જ રહેશે. જે આંખ કે મગજ બગડે તો ઉપાય નથી, બાકી એ ચાલુ રાખવા મારી ઉમેદ છે અને પરમાત્મા એ ઈચ્છા પાર પાડે....
મારી ત્રુટિઓ તો હું જાણું છું. મારે મારે ધંધો કરવાનો હતો. સાથે સાથે આ કાર્ય મારી શક્તિ મુજબ કર્યું એમાં મેં કોઈ વિશેષ કર્યું નથી. આપને લાગતું હોય કે કાંઈ થઈ શકયું છે તો તેનું માન શ્રીમાન આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીને ફાળે જાય છે, હું તો નિમિત્ત માત્ર છે. એ નિમિત્તને આ૫ માન આપે પણ ખરું માન તો મારા કાકા શ્રી કુંવરજી આણંદજી જેઓ મને ધર્મની કેળવણી આપતા હતા અને મને સેવાના માગે છે તેમને અને આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીને ફાળે જાય છે. એ ત્યાસી વરસે અનિયત વિહાર કરનારા મહાપુરુષ વગર કેઈથી આવી યોજના ઉપાડાય નહિ...
શ્રી એ. જે. વિદ્યાલયનું કામ એ તે મારે મન મારું જીવનકર્તવ્ય છે અને યથાશકિત જીવનભર કર્યો જ રહીશ.” (“સન્માન સમિતિની કાર્યવાહી ', પૃ. ૧૬–૧૮)
આ સમારંભ શ્રી મતીચંદભાઈની વિરલ સેવાઓ અને સમાજની એમના પ્રત્યેની લાગણીનું ચિરસ્મરણીય સ્મારક બની રહેશે.
શેઠ વાડીલાલ સારાભાઈ તથા શેઠ દેવકરણ મૂળજીનાં બસ્ટનું અનાવરણ–વિદ્યાલયને એ યાખની સખાવત કરનાર શેઠ શ્રી વાડીલાલ સારાભાઈ અને વિદ્યાલયને માટે કલ્પવૃક્ષ સમાન શેઠ શ્રી દેવકરણ મૂળજીનાં આરસનાં બસ્ટાનું અનાવરણ મુંબઈમાં તા. ૨૩-૧૨-૧૯પ૧ના રોજ શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધીના હસ્તે કરાવવામાં આવ્યું હતું.
શ્રી કપૂરચંદ મહેતા વગેરે ભાઈઓનું સન્માન–વિદ્યાલયને અઢી લાખ રૂપિયા જેવી ઉદાર સહાય આપનાર શ્રીયુત કપૂરચંદ નેમચંદ મહેતા, શ્રી ઝવેરચંદ નેમચંદ મહેતા, શ્રી કેવળચંદ નેમચંદ મહેતાને તા. ૧૪–૧૦–૫૩ના રોજ શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈના પ્રમુખપદે ભવ્ય સમારંભ યોજીને અભિનંદન આપવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે બોલતાં શેઠ શ્રી કસ્તુરભાઈએ કહ્યું હતું કે
પૂજ્ય આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીના સદુપદેશથી આ સંસ્થા હસ્તીમાં આવી અને તેના પાયામાં શેઠ શ્રી મોતીલાલ મૂળજી, શેઠ શ્રી દેવકરણ મૂળજી, શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા જેવા પ્રખર કાર્યકરોને પસીનો પડેલ છે. આ સંસ્થાની પ્રગતિ તેમના ભગીરથ પ્રયાસોને આભારી છે. ધનના ઢગલા કમાનારે જાણવું જોઈએ કે તેઓ એ સંપત્તિના માલિક નહીં પણ દ્રસ્ટી છે. કપુરચંદભાઈઓ એ સમજ્યા છે તે બદલ તેમને જેટલા અભિનંદન આપીએ તેટલ ઓછા છે.” (રિપોર્ટ ૩, ૫, ૧૨).
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૧ખાસ સમારંભે અને ઘટનાઓ
૧૩૫ આચાર્ય શ્રી વિજયવલભસૂરિ સ્મારક ગ્રંથ-તા. ૨૮–૬–૧૬ના રોજ આ ગ્રંથનું પ્રકાશન મુંબઈમાં શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈના હસ્તે થયું તેની વિગતો દસમાં પ્રકરણમાં (પૃ. ૧૨૦) આપી છે. આ પ્રસંગે સ્વર્ગસ્થ આચાર્યશ્રીને અંજલિ આપતાં શેઠશ્રી કસ્તુરભાઈએ કહ્યું હતું કે
“મારી એ મક્કમ માન્યતા છે કે આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી જેવી વ્યકિત, જેની જગતની મહાન વ્યકિતઓમાં ગણના થાય છે, તેમના સ્મરણમાં આ સ્મારક ગ્રંથ પ્રગટ કરવો એ તે સાવ નાની વાત છે. વસ્તુતઃ આપણે આવા સ્મારક ગ્રંથ દ્વારા એ મહાન વિભૂતિ પ્રત્યેનું યત્કિંચિત કર્તવ્ય બજાવીએ છીએ. આવી મહાન વ્યકિત માટે ફૂલ તો શું ફૂલની પાંખડી જેટલું પણ કરી શકવાની આપણી શકિત નથી. સમાજે તેમનું ઋણ ત્યારે જ અદા કર્યું લેખાય જ્યારે તે તેમના ગુણોને શ્રદ્ધાપૂર્વક અનુસરે.” (રિપોર્ટ ૪૧, પૃ. ૧૬).
આ પ્રસંગે વિદ્યાલયના માનદ મંત્રી શ્રી ચંદુલાલ વર્ધમાન શાહે વિદ્યાલયની પ્રવૃત્તિ તેમ જ સ્મારકગ્રંથની કાર્યવાહીને લગતું સવિસ્તર નિવેદન રજૂ કર્યું હતું અને એમાં પરદેશ અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને મદદ કરવા માટે વિદ્યાલય પાસે સારું એવું ફંડ હોવું જોઈએ એ વાતની ભારપૂર્વક રજૂઆત કરી હતી.
પંડિત શ્રી સુખલાલજી–ભારતીય દર્શનના ઊંડા અભ્યાસી અને મૌલિક ચિંતક પંડિત શ્રી સુખલાલજી સાથે વિદ્યાલયને એની સ્થાપનાના સમયથી જ સંબંધ રહ્યો છે. ધાર્મિક શિક્ષણ અને સાહિત્યપ્રકાશનની બાબતમાં વિદ્યાલય અવારનવાર તેઓનું માર્ગ દર્શન લેતું રહે છે. પંડિતજીને ૭૫ વર્ષ પૂરાં થતાં “પંડિત શ્રી સુખલાલજી સન્માનસમિતિ” તરફથી એમનું અખિલ ભારતીય ધોરણે બહુમાન કરવાને સમારંભ તા. ૧૫-૭૧૫૭ના રોજ, મુંબઈમાં, તે વખતના ઉપરાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના પ્રમુખ પદે જાયે હતો. આ પ્રસંગ નિમિત્તે વિદ્યાલય તરફથી પંડિતજીનું બહુમાન કરવાને સમારંભ તા. ૧૬-૬-૫૭ના રોજ જવામાં આવ્યો હતો, જે વખતે અનેક વિદ્વાનો અને આગેવાનોએ પંડિતજી પ્રત્યેની પોતાની બહુમાનની લાગણી દર્શાવી હતી. બહમાનને જવાબ આપતાં પંડિતજીએ કહ્યું કે
શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવી સંસ્થાઓએ જૈન સમાજના વિદ્યાર્થીઓને મદદ કરી આગળ ધપાવવામાં નોંધપાત્ર ફાળો આપે છે. આવી સંસ્થાઓ હાલની કેળવણી સાથે ધાર્મિક સાહિત્ય અને તત્વજ્ઞાનના અભ્યાસને ઉચ્ચ સ્થાન આપે અને સમાજનાં સંસ્કારકેન્દ્રો બની રહે એવી મારી અભિલાષા છે.”
શ્રી મોહનલાલ લલ્લચંદ શાહ–કેન્ફરન્સના ૨૦મા અધિવેશનના વપરાયેલા પ્રમુખ કલકત્તાનિવાસી શ્રી મેહનલાલ લલ્લચંદ શાહનું વિદ્યાલય તરફથી તા. ૨–૬-૫૭ના રાજ બહુમાન કરવામાં આવ્યું હતું.
શ્રી ઉમેદચંદ દાલતચંદ બરોડિયા–વિદ્યાલય સાથે જૂના વખતથી સંકળાયેલા, જાણીતા ધર્માભ્યાસી કાર્યકર શ્રી ઉમેદચંદ દેલતચંદ બરડિયાને ૭૦ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે તા. ૧૭–૧–૫૯ ના રોજ એક મિલન સમારંભ શ્રી કે. આર. પી. શ્રેફના પ્રમુખપદે વિદ્યાલય તરફથી યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી ખોડિયાએ સેવાની ભાવના
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૩૬
વિદ્યાલયની વિકાસકથા કેળવવાની વાત ઉપર ભાર આપતાં કહ્યું હતું કે– “યુવાન મિત્રોને આ તકે એટલું જ કહીશ કે શક્તિ મુજબ દરેક જણ સમાજસેવાના કઈ પણ મનગમતા ક્ષેત્રમાં જરૂર ઝંપલાવે.” (રિપોર્ટ ૪૮, પૃ. ૧૨૭)
શ્રી મોતીચંદભાઈનું બસ્ટ–વિદ્યાલયમાં શ્રી મોતીચંદભાઈની સ્મૃતિને કાયમ રાખવા માટે સંસ્થામાં એમનું બસ્ટ મૂકવાનું પહેલાં નકકી કરવામાં આવ્યું હતું. તે મુજબ તા. ૨૭–૩–૧૦ના રોજ એનું અનાવરણ દેશના જાણીતા રાષ્ટ્રીય કાર્યકર શ્રી એસ. કે પાટીલને હાથે કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી મતીચંદભાઈને અંજલિ આપતાં ન્યાયમૂર્તિ શ્રી કાંતિલાલ ટી. દેસાઈએ કહ્યું હતું કે–
સોલિસિટરનું ક્ષેત્ર પસંદ કર્યા છતાં તેમણે બીજા અનેક ક્ષેત્રોમાં એટલા જ રસપૂર્વક ભાગ લઈ કિંમતી કાળે આયે હતો. સાથે સાથે તેઓ જૈન તત્ત્વજ્ઞાનના પણ ઊંડા અભ્યાસી હતા. તેમની આ શકિતનો તેમણે સમાજ સેવામાં સદુપયોગ કર્યો અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવી સામાજિક સંસ્થાના તે તેઓ પ્રાણ જ બની રહ્યા. આ સંસ્થા આ રીતે તેમનું બહુમાન કરે તે સર્વથા ઔચિત્યભર્યું અને પ્રશંસનીય છે.” ( રિપોર્ટ ૪પ, પૃ. ૧૯)
શ્રી મેઘજી પેથરાજ—જાણતા શાહસોદાગર, દાનવીર અને દેશવિદેશમાં વિખ્યાત ઉદ્યોગપતિ શ્રી મેઘજી પેથરાજ વિદેશથી પાછા ફરતાં તેમને મળવાનો મિલન-સમારંભ તા. ૨૫-૧૧-૬૨ના રોજ વિદ્યાલયમાં યોજવામાં આવ્યો હતે.
સાક્ષર શ્રી રસિકભાઈ પરીખ–ગુજરાતના જાણીતા વિદ્વાન શ્રી રસિકલાલ છોટાલાલ પરીખ વિદ્યાલય સાથે લાંબા વખતથી સંકળાયેલા છે. ગુજરાતી સાહિત્ય પરિષદના વિલેપારેલેમાં મળેલ ૨૨મા અધિવેશનના પ્રમુખ તરીકે તેઓનું મુંબઈમાં આગમન થતાં એમનું બહુમાન કરવાને સમારંભ તા. ૩૧-૧૨-૬૩ના રોજ વિદ્યાલય, શ્રી મુંબઈ જેન યુવક સંઘ તેમ જ શ્રી ભારત જૈન મહામંડળ તરફથી શ્રી રામપ્રસાદ બક્ષીને અધ્યક્ષપદે જવામાં આવ્યો હતો
શ્રી જીવરાજ ભાણજી શાહ–મુંબઈ કૉર્પોરેશનની સ્થાયી સમિતિના પ્રમુખ તરીકે વરાયેલા શ્રી જીવરાજ ભાણજી શાહનું બહુમાન વિદ્યાલય તરફથી તા. ૩૦-૪-૬૫ના રોજ કરવામાં આવ્યું હતું.
નોંધપાત્ર ઘટનાઓ મોટા ભાગની બેંધપાત્ર ઘટનાઓ તે તે તે પ્રકરણમાં સમાવી લેવામાં આવી છે. આમ છતાં જે ડીક ઘટનાઓ નેધપાત્ર લાગે છે તે ટૂંકમાં અહીં રજૂ કરવામાં આવે છે.
- પૂ. આ. સાગરાનંદસૂરિજી મહારાજ-પૂજ્ય આગમેદ્ધારક આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદ સૂરીશ્વરજીએ ત્રીજા વર્ષમાં વિદ્યાલયમાં પધારી “જીવનઆદર્શ એ વિષય ઉપર પ્રવચન આપ્યું હતું. ઉપરાંત ત્રીસમા વર્ષમાં (મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની શાખારૂ૫) શેઠ ગોકુળભાઈ મૂળચંદ જેન હોસ્ટેલના ઉદ્ઘાટન વખતે (તા. ૧૨-૧૧-૪૪ના રેજ) પધારીને તેઓએ મનનીય પ્રવચન આપ્યું હતું.
પૂ. આ. વિજ્યધમસૂરિજી મહારાજ–શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી મહારાજે પાંચમા વર્ષમાં (તા. ર૯-૬-૧૯૧ન્ના રેજ) વિદ્યાલયની મુલાકાત લીધી હતી
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૩૭
૧૧ : ખાસ સમારંભ અને ઘટનાઓ અને તે પ્રસંગે પ્રસિદ્ધ વક્તા મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીએ “વિદ્યાર્થી જીવન ઉપર પ્રવચન આપ્યું હતું. અને આચાર્ય મહારાજના વિદ્વાન શિષ્ય ન્યાયાવિશારદ, ન્યાયતીર્થ મુનિરાજ શ્રા ન્યાયવિજયજીએ રચેલ “જૈનદર્શન”ની ૪૦ નકલ તેમના તરફથી સંસ્થાને ભેટ મળી હતી.
લાકડાનું દેરાસર–પાટણમાં લાકડાની કારીગરીવાળાં સુંદર મંદિર છે. પૂજ્ય પ્રવર્તક, સમતામૂતિ શ્રી કાંતિવિજયજી મહારાજે વિદ્યાલય પ્રત્યેની લાગણીથી પ્રેરાઈને લાકડાની કારીગરીવાળું એક નાનું સરખું મંદિર વિદ્યાલયને પંદરમા વર્ષમાં ભેટ મેલાવ્યું હતું. અત્યારે આ કળાને નમૂને વિદ્યાલયમાં વિદ્યમાન છે.
શિયાલકોટના દેરાસરને મદદ–વિદ્યાલય પાસે દેરાસરની જૂજ રકમ હોવા છતાં પૂ. આ. વિજયવલ્લભસૂરિજીની પ્રેરણાથી શિયાલકેટના દેરાસર ઉપર શિખર બાંધવા માટે વિદ્યાલય તર થી એક હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા.
પૂ. પુણ્યવિજયજી મહારાજના જન્મદિનની ઉજવણું–ખરી રીતે તે આ ઉત્સવ એ વિદ્યાલયને નહી પણ કપડવંજ શ્રીસંઘે કપડવંજમાં ઊજવેલ ઉત્સવ હતો. છતાં વિદ્યાલયના ઉત્સવ તરીકે અહીં એની નોંધ લેવી ઉચિત છે, તે નીચેની હકીકતથી જાણી શકાશે. વિ.સં. ૨૦૧૮નું ચતુર્માસ પૂજ્ય આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ કપડવંજમાં રહ્યા હતા. તે પ્રસંગે ત્યાંના સંઘે એમના વિ.સં. ૨૦૧૯ના કારતક સુદિ ૫ ના ૬૮મા જન્મદિન નિમિત્ત ઉત્સવની ઉજવણી કરવાનું નક્કી કર્યું. આ ઉત્સવ કારતક સુદિ ૫-૬-૭, તા. ૨-૩-૪ નવેમ્બર ૧૯૬૨, શુક્ર-શનિ-રવિવાર એમ ત્રણ દિવસને રાખવામાં આવ્યો હતો. જન્મદિનના અભિનંદનનો મુખ્ય સમારંભ રવિવારે રાખવામાં આર્યો હતો. અને આ પ્રસંગે પંડિતવર્ય શ્રી સુખલાલજી પ્રમુખ તરીકે અને શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ અતિથિવિશેષ તરીકે પધાર્યા હતા. વિદ્યાલયના મંત્રીઓ તથા સંચાલકો પણ આ પ્રસંગે કપડવંજ ગયા હતા. આ પ્રસંગની સ્મૃતિરૂપે કપડવંજના શ્રીસંઘે પંદર હજાર રૂપિયા પૂજ્ય મહારાજશ્રીના ઉપદેશ અનુસાર વાપરવાની ભાવના પ્રદર્શિત કરી હતી. તેઓએ એ રકમ વિદ્યાલયના આગમ–પ્રકાશનના કાર્યમાં—નંદિસૂત્ર અને અનુગદ્વારસૂત્રના પહેલા ગ્રંથ માટે–આપી દેવાનું સૂચવીને વિદ્યાલય પ્રત્યેની લાગણી દર્શાવી હતી. આ રીતે આ સમારંભ જાણે વિદ્યાલય સમારંભ જ હોય એવી લાગણી સહુએ અનુભવી હતી.
વિદ્યાલયના પ્રેરક વિદ્યાલયમાં સંસ્થાના પ્રેરક આચાર્યપ્રવર પૂજ્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજનું જ્યારે જ્યારે મુંબઈમાં આગમન થતું ત્યારે ત્યારે વિદ્યાલયને માટે એ એક પ્રેરક પ્રસંગ બની રહેતે હતો; તેમાંય છેલ્લાં વર્ષો દરમ્યાન તેઓશ્રીની વિદ્યાલયમાં સ્થિરતા એ તે વિદ્યાલયને માટે ધન્ય અવસર હતું એટલે એ અંગે પણ અહીં નોંધ લેવી ઉચિત છે.
મુંબઈના આગેવાની આગ્રહભરી વિનંતીથી વિ. સં. ૧૯૬લ્માં તેઓશ્રી પટેલવહેલા મુંબઈ પધાર્યા અને તે સાલનું તેમ જ પછીની સાલનું ચતુર્માસ મુંબઈમાં બિરાજ્યા એના લીધે તે વિદ્યાલય અસ્તિત્વમાં આવી શક્યું હતું. વિ. સં. ૧૯૭૩માં પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ તથા તેઓશ્રી પિતાના શિષ્યસમુદાય સાથે મુંબઈ ફરી વાર
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૩૮
વિદ્યાલયની, વિકાસકથા પધાર્યા અને એ ચોમાસુ તેઓએ મુંબઈમાં કર્યું તેથી સંસ્થાને વિશેષ બળ મળ્યું અને ખાસ કરીને સંસ્થાના પિતાના મકાનની બાબતમાં નક્કર પગલાં ભરાવાની શરૂઆત થઈ. આ માટે ત્રીજા રિપોર્ટ (પૃ. ૬-૭)માં સૂચવવામાં આવ્યું છે કે –
પૂજ્યપાદ મુનિ મહારાજ પ્રવર્તક શ્રી કાંતિવિજ્યજી તથા મુનિ મહારાજ શ્રી વલ્લભવિજ્યજીનું ચાતુર્માસ કરવા અને આગમન થયું. આ સંસ્થા માટે એક સુંદર મુકામની યેજના તૈયાર થાય અને અમલમાં મુકાય તો તેથી સંસ્થાની સ્થિતિ કાયમ થવાને બહુ સંભવ થાય એ હકીકત તેમના સદુપદેશથી વધારે સ્પષ્ટ થઈ”
આ પછી બાર વર્ષે, વિ. સં. ૧૯૮૫માં, આચાર્ય મહારાજ ત્રીજી વાર મુંબઈ પધાર્યા અને એ વર્ષનું ચતુર્માસ મુંબઈમાં રહ્યા. તે વખતને જનતાને ઉત્સાહ અને વિદ્યાલય પ્રત્યે અનુરાગ અનેરો હતો. શ્રી મુંબઈ જેન યુવક સંઘે તો એક રૂપિયાની ટિકિટનું વેચાણ કરીને વિદ્યાલયને પચીસ રૂપિયા જેવી રકમ અર્પણ કરીને આચાર્ય મહારાજના આગમનને અનેખી રીતે વધાવ્યું હતું. તે છેલ્લે છેલ્લે તેઓ, વિ. સં. ૨૦૦૭નું ચતુર્માસ શ્રી શત્રુંજય મહાતીર્થની પવિત્ર
શયામાં કરીને, વિ. સં. ૨૦૦૮માં મુંબઈ ચોથી વાર પધાર્યા, ત્યારે અવસ્થા ચાર વીશી વટાવી ચૂકી હતી, કાયાને ડુંગર ડેલવા લાગ્યા હતા, આંખની પણ કંઈક તકલીફ વરતાતી - હતી; છતાં સમાજકલ્યાણ અને શ્રાવકસંઘના ઉત્કર્ષની એમની ભાવનામાં જરાય ઓછાશ , આવી ન હતી; ઊલટું એમનું હૃદય વધુ સંવેદનશીલ બન્યું હતું. અને વિદ્યાલયના વિકાસની અને શ્રાવણ-શ્રાવિકાસંધના ઉત્કર્ષની એમની તમન્ના અને એ માટે પુરુષાર્થ વધુ ઉત્કટ બન્યાં હતાં. સમાજઉત્કર્ષ અને ધર્મપ્રભાવનાની આ પ્રબળ ભાવના જ જાણે એમનું જીવનબળ હતું. : વિદ્યાલયના કાર્યને વિશેષ વેગ મળે અને સૌને એ માટે સાચી દિશામાં કામ કરવાની - પ્રેરણા મળે એ માટે વિદ્યાલયના ચાલુ તેમ જ જૂના વિદ્યાથીઓ, સભ્ય અને શુભેચ્છકેનું
એક સમેલન તા. ૭, ૮, ૯ નવેમ્બર ૧૫રના ત્રણ દિવસ માટે વિદ્યાલયમાં તેઓશ્રીના સાંનિધ્યમાં યોજવામાં આવ્યું હતું. આ નિમિત્ત આચાર્ય મહારાજ પોતાના સમુદાય સાથે સંસ્થામાં પધાર્યા હતા. આ ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમ અને ચારિત્રઘડતર અને વિદ્યાલયના વિકાસ અંગે આચાર્ય મહારાજશ્રી તથા પૂજ્ય કેદારનાથજી, સમારંભના પ્રમુખ શ્રી મનસુખલાલ માસ્તર, મુંબઈ રાજ્યના પ્રધાન શ્રી શાંતિલાલ શાહ, પુરાતત્ત્વાચાર્ય મુનિ શ્રી જિનવિજયજી, શ્રી ગણપતિશંકર દેસાઈ વગેરેએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ કાર્યક્રમમાં સ્થાનિક તેમ જ બહારગામનાં ભાઈઓ-બહેનોએ સારી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધે હતો.
આ પ્રસંગે તેમ જ તે પછી બે વાર એમ ત્રણ વાર આચાર્ય મહારાજને વિદ્યાલયમાં - રહેવાનું થતાં વિદ્યાલયના સંચાલકોને પોતાના ઉપકારી મહાપુરુષની સેવા કરવાનો થડેક :: પશુ અવસર મળતાં તેઓએ કૃતાર્થતા અનુભવી. વળી, મહારાજશ્રીના આંખના સફળ
ઓપરેશનને લીધે શ્રીસંઘ તેમ જ વિદ્યાલયના સંચાલકો ખૂબ જ હષિત થયા હતા. : તેમાંય તા. ૨૧-૧૨-૫૩થી તા. ૧૨-૮-૫૪ સુધીની ખૂબ નાદુરસ્ત તબિયત વખતે
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૩૯
૧૧ઃ ખાસ સમારંભે અને ઘટનાઓ આચાર્ય મહારાજે વિદ્યાલયમાં સ્થિરતા કરી તેથી વિદ્યાલયના વિદ્યાથીઓ, વિદ્યાલયમાં તૈયાર થયેલ દાક્તરે તેમ જ સંચાલકોની હાર્દિક ભક્તિથી તેઓને સંતોષ અને હર્ષ અનુભવવાને અને વિદ્યાલયના સંચાલક અને વિદ્યાર્થીઓને પિતાના ઉપકારીની ભક્તિ કરીને કૃતકૃત્યતા અનુભવવાને સુઅવસર મળ્યું હતું. . આ અંગે ૩ભા રિપોર્ટ (પૃ. ૨૩B)માં સૂચવવામાં આવ્યું છે કે –
સંસ્થાના આદ્ય પ્રેરકની આઠ માસની સ્થિરતા દરમ્યાન વિદ્યાર્થીઓ તેમ જ સંસ્થાના સભ્યને અપૂર્વ લાભ મળે. સંસ્થાના સ્થાપક અને પ્રેરકની થોડી ઘણી શુશ્રષા કરવાની તક મળી તે સંરથાનું સદભાગ્ય છે. આ સ્થિરતા વખતે સંસ્થાની દરેક પ્રવૃત્તિઓનું બારીકાઈથી નિરીક્ષણ કરી તેનો વિકાસ કેમ થાય તે અંગે તેઓશ્રી અવારનવાર સૂચન કરતા હતા. આ સમય દરમ્યાન સંરથાની એક શાખાની પૂ. આચાર્યશ્રીની જન્મભૂમિ વડોદરામાં શરૂઆત થઈ.”
તે પછી તેઓ શેઠ શ્રી કાંતિલાલ ઈશ્વરલાલના બંગલે પધાર્યા અને થેડા જ વખતમાં વિ.સં. ૨૦૧૦ના ભાદરવા સુદિ ૧૦, તા. ૨૨-૯-૧૫૪ ને મંગળવારના રોજ, ૮૪ વર્ષની ઉંમરે, ત્યાં તેઓશ્રીને સ્વર્ગવાસ થયો. આખી મુંબઈ નગરીએ આ ધર્મનાયકને અપૂર્વ અંતિમ માન આપ્યું !
પિતાની અંતિમ અવસ્થામાં પણ તેઓશ્રીના અંતરમાં વિદ્યાર્થીઓની તેમ જ વિદ્યાલયના વિકાસની કેટલી ચિંતા હતી તે ઉપર સૂચવેલ સમેલનમાંના એમના ઉદ્દગારોથી પણ જાણી શકાય છે. તા. ૭-૧૧–પરના રોજ વિદ્યાર્થીઓની સંસ્કારિતાને અનુલક્ષીને, જાણે આર્ષવાણી ઉચ્ચારતા હોય એમ, તેઓએ કહ્યું હતું કે–
“અભ્યાસને ઉદ્દેશ પરીક્ષાઓ પસાર કરવાનો નહીં રાખતાં જીવનમાં ઉપયોગ કરવાને રાખજે. છેલ્લે અભ્યાસનો ઉદ્દેશ આપણને પશુ અવસ્થામાંથી માનવ અવસ્થામાં લાવવા અને ખરે માનવ બનાવવાનો છે. જે પુત્ર માતા-પિતાની હાંસી કરે છે અને માતા-પિતાનાં કાર્યોને ધતીંગ માનનારો છે, તે પોતે જ ઢોંગી છે. આજકાલના આ વિચારોમાં સુધારો નહીં આવે તો હિંદ પર શાં દુઃખ આવશે તે ખબર નથી. આજની કેળવણુ માણસના દિલને બગાડે છે, તેને દૂર કરવા ધાર્મિક અભ્યાસ આવશ્યક છે અને તે માટે આવાં વિદ્યાલય અને પાઠશાળા સ્થાપવામાં આવે છે.”(રિપોર્ટ ૩૮, પૃ. ૧૫)
તા. ૮–૧૧–પરના રોજ મળેલ સમેલનમાં વિદ્યાલયના વધુ વિકાસની પિતાની તીવ્ર ઝંખના વ્યક્ત કરતાં આચાર્યશ્રીએ લાગણીભર્યા શબ્દોમાં કહ્યું હતું કે---
મુંબઈ શહેરમાં ઘણા ધનાઢય અને ઉદારદિલ ગૃહસ્થો છે. છતાં મારી ભાવના મુજબ આ વિદ્યાલયની જેટલી ઉન્નતિ થવી જોઈએ તેટલી ઉન્નતિ થઈ નથી. અ૫ ઉન્નતિથી મને સંતોષ નથી. હું તે માગું છું કે હજી આ વિદ્યાલય મારફત જૈન સમાજ માટેનાં શિક્ષણનાં અનેક કાર્યો થાય. વિદ્યાલયને તમારી ઈચ્છા પ્રમાણે દાન આપી શિક્ષણના કાર્યને વેગ આપો. તમારું ધન શિક્ષણપ્રચારના કાર્યમાં લગાડે એ મારી ભાવના છે, મારા અંતરની ભાવના છે. હજુ તમે મારી એ ભાવના પારખી શક્યા નથી એનું મને દુઃખ છે.” (રિપોર્ટ ૩૮, પૃ. ૧૭)
ઈચ્છીએ અને પ્રાર્થના કરીએ કે સંસ્થાના પ્રેરક આચાર્ય દેવની આ વાણી પણ આર્ષવાણી નીવડે, વિદ્યાલય ખૂબ વિકાસ સાધીને સમાજની સવિશેષ સેવા કરે અને આચાર્ય મહારાજના અંતરની આ ભાવના સફળ થાય !
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૪૦
વિદ્યાલયની વિકાસકથા
ઉપસંહાર વિદ્યાલયના પ્રેરક આચાર્ય પ્રવરની આવી ઉત્કટ ઝંખના ત્યારે જ સફળ થઈ શકે, જ્યારે આપણે સમાજ શિક્ષણના મહત્ત્વને વધુ ને વધુ સમજતો–સ્વીકાર થાય અને એ કાર્ય માટે હજી પણ વધારે ઉદારતાપૂર્વક નાણાં આપવા લાગે. આ અંગે વિદ્યાલયના રીપ્ય મહત્સવ પ્રસંગે મંત્રીઓના નિવેદનમાં જે વાત કહેવામાં આવી હતી તે આજે પણ એટલી જ ધ્યાન આપવા જેવી છે. તે વખતે (રિપોર્ટ ૨૭, પૃ. ૩૧માં) કહેવામાં આવ્યું હતું કે–
“ આ અને આવી સંસ્થા આપણો પ્રાણ છે, એને વિકસાવવી એમાં આપણો ઉદય છે, એની પ્રગતિમાં સાથ આપવો એમાં આપણી સંતતિનું કલ્યાણ રહેલું છે, અને એને માટે તનમનધનની સહાય કરવી એ આપણા સર્વનું પરમ કર્તવ્ય છે.
“કેળવણીનું ફળ એક અને એકધારૂં જ આવશે. એ જૈનને મળે કે લુહાણને મળે, બ્રાહ્મણને મળે કે વાણીયાને મળે–પરિણામે રાષ્ટ્રભાવ ખીલે છે, વાડાભાવ નાશ પામે છે, અને આપણે ઉઘાડી આંખે જોઈએ તો આપણી ચારે બાજુએ આ બનતું જોઈ શકાય છે.
કેળવણીના વિકાસમાં ધર્મનો હાસ સમજે કે મનાવે તે આ વર્તમાન યુગને સમજ્યા નથી, એના ઝોકનો તેમણે અભ્યાસ કર્યો નથી, એમણે દર્શન કાળ અને જ્ઞાન કાળનો તફાવત જા નથી, તેમણે સમાજશાસ્ત્રનો અભ્યાસ કર્યો નથી. બાકી કેળવણીની નિંદા કરવી એ અંધારાને અપનાવવા અથવા એમાં પ્રકાશ માનવા જેવું છે. કદાચ અઢારમી અને ઓગણીસમી સદીની અંધકારદશાને એને અવશેષ ગણીએ તો ખોટું ન ગણાય. એ મનોદશા દૂર થતી જાય છે, પણ જેમ જલદી દૂર થાય તેમ વધારે સારૂં.”
વિદ્યાલયના વિકાસની આ કથામાં પચાસ વર્ષની કાર્યવાહીની રૂપરેખા આપવામાં આવી છે. તે પૂરી કરતાં પહેલાં પચીસ વર્ષની કાર્યવાહી” (પૃ. ૩૪)માં જે ઉદ્ગારો મૂકવામાં આવ્યા છે તેનું સ્મરણ–મનન કરવું ઉચિત લાગે છે. એ ઉદ્દગારો કહે છે કે –
લાખ રૂપિયા ખરચી કેળવણી આપી તેનાં પરિણામો જેવાં હોય તો એ ભણેલાનાં હૃદય તપાસો, એમના પૂર્વકાળને અભ્યાસ કરે, એમના સમવયસ્કોની સ્થિતિની વિગતો તપાસો એટલે કેળવણીના ખર્ચને અનિવાર્ય ગણવા ઉપરાંત ખાસ જરૂરી–આવશ્યકીય ગણવો પડશે. તમે બીજા ગમે તે ખર્ચ કરો તે તમારી મરજીની વાત છે, અમારે તેમાં વિરોધ નથી, અમારા અભિપ્રાયને તેમાં સ્થાન નથી, પણ એક વાત તો અમે ભાર મૂકીને કહીએ છીએ કે આ ઈતિહાસ વાંચ્યા પછી તમે કેળવણીનાં કાર્યમાં લાખો ખરચ્યા અને તમારી ઉદારતાથી આ સંસ્થાએ તેનો વ્યય કર્યો તેમાં જે તમે જરા પણ ભૂલ કરી લાગતી હોય તો વધારે ઝીણવટથી ઊંડા ઉતરો. કેળવણીને પ્રશ્ન અતિ મહત્ત્વનો છે, એમાં ખરચેલ પાઈએ પાઈને બદલે મળી શકે તેમ છે એટલું જ નહિ, પણ એને ભરપ અનેક ગણો બદલે મળે છે, મળ્યો છે અને મળી રહ્યો છે તેના હવે તો જીવતા દાખલાઓ તમારી પાસે રજૂ કરી શકાય તેમ છે.” ' અત્યારે આપણને કેળવણીનું મહત્વ વધુ ને વધુ સમજાતું જાય છે અને સમાજ પણ એમાં વિશેષ ઉદારતાપૂર્વક સખાવતા આપતે થયો છે એ સમાજના ઉત્કર્ષની દષ્ટિએ ખૂબ
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૧ઃ ખાસ સમાર અને ઘટનાઓ
૧૪૧ આશાસ્પદ ચિહન છે. અને છતાં, રોજ બરોજ નવી નવી શાખાઓરૂપે વિકસી રહેલા શિક્ષણક્ષેત્રને પૂરેપૂરો ન્યાય આપવા માટે આપણે જેટલું કરીએ તેટલું ઓછું છે, એ હકીકત પણ આપણે બરાબર ધ્યાનમાં રાખવાની છે, અને નવી પરિસ્થિતિને એટલે કે નવી જરૂરિયાતને પહોંચી વળવા માટે હમેશાં પૂરતી તૈયાર કરતાં જ રહેવાનું છે.
વિદ્યાલયની આ વિકાસકથા આપણને આ દિશામાં વિશેષ પ્રેરક બને એવી અભ્યર્થના સાથે વિદ્યાલયના આદ્યપ્રેરક આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં ત્રણ દિવસ માટે મળેલ વિદ્યાલયના જૂના તથા ચાલુ વિદ્યાથીઓ, સભ્યો અને શુભેચ્છકેના સંમેલનમાં ઉચ્ચારેલ (“આદર્શ જીવન”, પૃ. ૮૦૩) નીચેની ગૌરવ, પ્રેરણા અને શુભેચ્છાભરી વાણીથી આ વિકાસકથા પૂરી કરીએ –
“આ વિદ્યાલય તે જૈન સમાજનું ગૌરવ છે, પ્રગતિની - પારાશીશી છે, શ્રમની સિદ્ધિ છે અને આદશની ઈમારત છે. શાસનદેવને પ્રાર્થના છે કે એ તમારા મહેન્સવને નિર્વિદને પૂરે કરે, આ વિદ્યાલય સદા-સર્વદા પ્રગતિશીલ રહે, વિકાસશીલ રહે અને ધમ, સમાજ અને દેશની સેવામાં સહાયક થાય!”
ન હિ જ્ઞાન સદાં ત્રિમિટ વિથ
Page #227
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાંજલિ
ગગનમંડલને કેટકેટલાં ગ્રહ, નક્ષત્ર અને તારાઓ સુશોભિત બનાવે છે! મહેલ મહેતાતોને કેટકેટલાં ઈંટ, પથ્થર અને કંકર એકરૂપ બનીને સહારો આપે છે! નદી-સરોવરોને કેટકેટલાં જળબિંદુઓ અને ઝરણાઓ ભેગાં મળીને છલકાવી દે છે! જાહેર સંસ્થાઓનું પણ એવું જ સમજવું. કંઈક છતી-અછતી શક્તિઓ અને કેટલીય નામી-અનામી વ્યક્તિએને સંગમ સધાય ત્યારે જ એને કિનારે સેવાતીર્થની સ્થાપના થઈ શકે છે.
વિદ્યાલયની સ્થાપના અને એના વિકાસની કથા સહકારના સુભગ પરિણામની આવી જ પ્રેરક અને આહ્લાદક કહાની સંભળાવી જાય છે. સમાજે વિદ્યાલયની સ્થાપના કરી, એનું પૂરી મમતાથી જતન કર્યું અને એને મેંમાગી સહાય આપીને એને, બીજના ચંદ્રની જેમ, ઉત્તરોત્તર વિકાસ કર્યો. બદલામાં વિદ્યાલયે સમાજને સુખી, સમૃદ્ધ અને ગૌરવશાળી બનાવે એવા સુશિક્ષિત, સંસ્કારી અને શક્તિશાળી નવલોહિયાઓની ભેટ આપી. આદાન-પ્રદાનની આ પ્રક્રિયાની વચ્ચે પ્રાતઃસ્મરણીય અનેક સાધુપુરુષની મંગલકામનાભરી પ્રેરણા અને સંખ્યાબંધ સ્વનામધન્ય મહાનુભાવની સમર્પણશીલતાભરી જહેમત શોભી રહી છે.
આમ જોઈએ તે, ઘડિયાળના નાનામાં નાના કળપુરાની જેમ, સંસ્થાની સ્થાપના અને એના વિકાસમાં નાની ગણાતી વ્યક્તિથી લઈને તે મોટામાં મોટી ગણાતી વ્યક્તિને ઉપગ અને હિસ્સ હોય છે. આ સ્થિતિમાં કેને યાદ કરીએ અને કેને ન કરીએ? અને છતાં ઉપકારીઓનું સ્મરણ તે કરવું જ જોઈએ. એટલે અહી પણ આ સંસ્થા દ્વારા સમાજની સેવા કરનાર બધી વ્યક્તિઓના પ્રતિનિધિરૂપે કેટલાક સાધુપુરુષને અને કેટલાક મહાનુભાવોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી એ ઉચિત અને અવસર પ્રાપ્ત છે.
મહાપ્રભાવક પૂજ્ય આચાર્ય શ્રી વિજ્યાનંદસૂરીશ્વરજી પાંચ નદીઓને પ્રદેશઃ પંજાબ : ભારે આબદાર-પાણીદાર ભૂમિ. જેવી આબદાર એવી જ ખમીરવંતી અને એવી જ પ્રરાકમી ! અને ભક્તિની ભાગીરથી તો એની રગરગમાં સદાય વહેતી રહે. આર્યોના પ્રથમ ભારતપ્રવેશને એ પ્રદેશ. આર્યોના આગમન અને સંપર્કની ઘેરી છાપ આજે પણ પંજાબના નિવાસીઓ ઉપર જોવા મળે છે. એમને ગૌર વર્ણ, પડછંદ શરીર અને પ્રભાવશાળી ચહેરો-મોરો આ વાતની સાખ પૂરે છે. - ભક્તિ અને શક્તિના સંગમતીર્થ સમી પંજાબની આ બડભાગી ધરતીએ, એક માતાની મમતાથી, ખરે અણીને વખતે, જેન સંઘનું જતન કર્યું–એક યુગદ્રષ્ટા તિર્ધર સાધુપુરુષની ભેટ આપીને!
Page #228
--------------------------------------------------------------------------
________________
Higiela
૧૪૩ સાહસિક પિતાને ત્યાં જન્મ પંજાબ પ્રદેશના ફિરોજપુર જિલ્લાને જીરા તાલુકે એ તાલુકાનું સાવ નાનું સરખું ગામ નામે લહરા. નાનું સરખું બીજ વટવૃક્ષને જન્મ આપે એમ આ નાના સરખા ગામે એક તેજસ્કુલિંગને જન્મ આપ્યો. પિતાનું નામ ગણેશચંદ્ર; માતાનું નામ રૂપાદેવી; જ્ઞાતિ કપૂરવંશની ક્ષત્રિય; વિ. સં. ૧૮૯૪ (ગુજરાતી ૧૮૩)ના ચૈત્ર સુદિ એકમના દિવસે એમને જન્મનું નામ આત્મારામ. - પિતા શક્તિશાળી અને પરાક્રમી: પંજાબના મહારાજા રણજિતસિંહના પૂરા વિશ્વાસ પાત્ર. તલવારને બળે એમણે એક વિજયી દ્ધાની નામના મેળવેલી. માતા રૂપાદેવી એટલાં જ ભક્તિશીલ નારી. આમ આત્મારામને પિતાના પરાક્રમ અને માતાની ભક્તિશીલતાને વારસે પારણે ઝૂલતાં જ મળે. અને એ વારસો એમણે સવાયો કરીને દીપાવી જાણ્ય, એ વાતની ઈતિહાસ સાક્ષી પૂરે છે.
એ સમય ભારતના ઈતિહાસને સંક્રાંતિકાળ હતો. ભારતની પિતાની રાજસત્તા આથમતી જતી હતી; પંજાબમાંથી મહારાજા રણજિતસિંહનું શાસન દીપકને છેલ્લો ઝબકારે અનુભવી રહ્યું હતું, અને પરદેશી કંપની સરકારના (ઇસ્ટ ઇન્ડિયા કંપનીના) પગ ભારતના રાજશાસનમાં ધીમે ધીમે આગળ વધતા જતા હતા અને સ્થિર થતા જતા હતા. ગણેશચંદ્રનું ભાગ્ય છેવટે એક બહારવટિયા જેવું જોખમી અને અસ્થિર બની બેઠું હતું. આવી સ્થિતિમાં એમને ન જીવનને અભખરે રહ્યો હતો, ન મૃત્યુને ભય સતાવતે હતા; એ તો ખડિયામાં ખાંપણ રાખીને ગમે તેવી પરિસ્થિતિને આવકારવા સજજ બેઠા હતા. અને પતિને અનુસરનારાં રૂપાદેવી પણ પતિના પગલે પગલે ગમે તેવા કષ્ટમય માગે ચાલવા તૈયાર હતાં. પતિ-પત્નીને માત્ર એક જ ચિંતા સતાવતી હતી: વૃક્ષના પાકા પાનની જેમ સાવ અનિશ્ચિત બની બેઠેલા આપણા જીવનના સર્વસ્વ સમા બાળપુત્ર આત્મારામ ઉર્ફે દિત્તાનું જતન અને સંવર્ધન કેવી રીતે કરવું? આત્મારામનું હુલામણું નામ દત્તા હતું.
એવામાં એક પ્રસંગ બન્ય: લહરામાં અત્તરસિંઘ નામે એક જાગીરદાર રહેતો હતે. જાગીરદાર હોવા ઉપરાંત એ શિખેને ધર્મગુરુ પણ હતો. એ બધી વાતે સુખી હતો; પણ કુદરત માતાએ એને સંતાનના સુખથી વંચિત રાખ્યો હતો. એને વારંવાર એક જ ચિતા સતાવ્યા કરતી કે ભગવાને બધી વાતની મહેર કરી અને માત્ર સવાશેર માટીની ભેટ આપવાનું બાકી રાખ્યું ! તો પછી આટલી બધી સંપત્તિ અને આવા મોટા ધર્મગુરુપદને લાયક ઉત્તરાધિકારી કેણ બનશે? અને એ ઉત્તરાધિકારી ન મળે તે આ જિંદગી, આ સંપત્તિ અને આ સત્તા મળ્યાને અર્થ પણ ? - અત્તરસિંઘને ગણેશચંદ્ર સાથે સારો પરિચય હતો. એટલે બાળક દિત્તા એના આંગણામાં ક્યારેક ક્યારેક રમવા જતો. દિત્તા એને ભારે હોનહાર છોકરો લાગતો. એટલે તેજ અને શક્તિના પુંજ સમા બાળક દિત્તાને જોઈને એનું મન એના ઉપર ઠર્યું: બાળકનાં સુગઠિત અને મજબૂત શરીર, વિશાળ ભાલ, ભરાવદાર ચહેરો અને તેજસ્વી આંખે અત્તરસિંઘના અંતર ઉપર જાણે કામણ કરી ગયાં. એને થયું, કેઈ પણ રીતે આ બાળક
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૪૪
વિદ્યાલયની વિકાસકથા મને મળે તો લાયક વારસદાર અંગેની મારી બધી ચિંતા ટળી જાય–દિત્તાનાં સામુદ્રિક લક્ષણે એના ભાવી યુગપુરુષપણાની જાણે સાક્ષી પૂરતાં હતાં. અને, ગરજવાનને અક્કલ ન હોય એમ, એક દિવસ અત્તરસિંઘે ધીઠા બનીને ગણેશચંદ્ર પાસે પિતાની માગણી રજૂ કરી. પણ કાળજાની કેરને પિતાને સગે હાથે કરીને આપી દેવી સહેલી નથી હોતીઃ ગણેશચંદ્ર વિવેકપૂર્વક ના પાડી દીધી.
પણુ ગણેશચંદ્ર અત્તરસિંઘના કિન્નાખેર સ્વભાવને સારી રીતે જાણતા હતા. પોતાનું ધાર્યું ન થાય તે સામાનું સત્યાનાશ નોતરવામાં પણ એ પાછી પાની કરે એ ન હતો ! અને પોતાની માગણમાં નાસીપાસ થવાથી ગુસ્સે થયેલા અત્તરસિંઘ, સાચે જ, ગણેશચંદ્રની પજવણી શરૂ કરી. એને કાયદાના ગુનાના સાણસામાં સપડાવવાની એ પેરવી કરવા લાગે; એમાં એ કામિયાબ પણ થયેઃ સત્તાએ જાણે સત્ય અને શાણપણને ગળે ચીપ લગાવી દીધી !
જૈન કુટુંબમાં ઉછેર અને કરુણાભરી સાહસિકતા ગણેશચંદ્ર પિતાના પુત્રને માટે ચેતી ગયા. એમને પિતાની જાતની તે જરાય ચિંતા ન હતી? એ તો મોતને સામાન સાથે લઈને ફરનારા નર હતા. પણ શતદળ કમળની જેમ ખીલતા પિતાના પ્રાણપ્યારા પુત્ર આત્મારામનું ભાવિ જોખમાઈ ન જાય એ માટે એમણે પાણે પહેલાં પાળ બાંધી : પિતાનું હૈયું કઠણ કરીને પિતાના બાર વર્ષના પુત્રને વિ. સં. ૧૯૦૬ માં એણે જીરાના રહીશ પોતાના મિત્ર ધામલને સુપરત કરી દીધે— જાણે જાલિમ કંસના કારાવાસમાંથી છટકીને વસુદેવ-દેવકીને નંદન શ્રીકૃષ્ણ વૃંદાવનનાં પાલક પિતા-માતા નંદયશોદાના ઘરને આશ્રય પામ્યા! ધામના ભાઈનું નામ પણ દિત્તોમલ હતું એટલે દિત્તાનું ત્રીજું નામ પડયું દેવીદાસ.
જે ધામલ જાતે ઓસવાળ અને ધર્મે જેન હતા. સ્થાનમાગી ફિરકા ઉપર એમને ઊંડી આસ્થા હતી. ગણેશચંદ્ર સેપેલી જવાબદારી એમણે ધર્મબુદ્ધિથી પૂરી કરીને મિત્રધર્મનું બરાબર પાલન કર્યું. શ્રો અને સાહસી ક્ષત્રિયપુત્ર આત્મારામ જૈન વણિકકુળના શાણપણ અને વિચારશીલતાના સંસ્કારમાં ઊછરે લાગ્યો. ઉજજવળ ભાવીની પૂર્વતૈયારીને જાણે કેઈ અકળ સંકેત એમાં સમાયે હતો.
ચિત્રકળાની દેવી તે આત્મારામ ઉપર જાણે પારણે ઝૂલતાં જ પ્રસન્ન થઈ હતી. સાવ નાની ઉંમરમાં પણ તેઓ હેરત પમાડે એવાં ચિત્ર દોરી શકતા. પણ એમનું ભાવી આત્મધર્મનાં સર્વકલ્યાણકારી અદ્દભુત ચિત્રો દોરીને માર્ગ ભૂલેલાઓને સત્યધર્મને માર્ગે લાવવાનું હતું, એટલે એ ચિત્રકળા એટલેથી જ અટકી ગઈ.
વળી, બીજાની મુસીબતને ચુપચાપ જોઈ રહેવું કે એને પોતાની પરેશાનીમાં પિલાવા દઈને તટસ્થ રહેવું એ આત્મારામને હરગિજ મંજૂર ન હતું; એવી ઉપેક્ષાબુદ્ધિ કે કઠોરતા એમના સ્વભાવમાં જ ન હતી. કોઈને પણ દુઃખી કે સંકટગ્રસ્ત જોતા કે એમનું દિલ દ્રવવા લાગતું અને એ દુઃખને દૂર કરવાની પુરુષાર્થવૃત્તિ એમનામાં સહજપણે જાગી ઊઠતી. એક વાર મિત્રોની સાથે એ નદીસ્નાનનો આનંદ લેવા ગયા. જોયું તે એક મુસલમાન સ્ત્રી એના બાળકને નવરાવતી હતી. બાળક હાથમાંથી છટકી ગયો અને
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૪૫
Hisierra ડૂબવા લાગ્યો. માતાથી ન રહેવાયું એટલે એ એને બચાવવા પાછળ ગઈ તે એય તણાવા લાગી. બાળક આત્મારામથી આવું કારમું સંકટ ન ગયું. એ કશેય વિચાર કર્યા વગર નદીમાં કૂદી પડ્યો, અને જાનને જોખમે મા–બેટાને બચાવી લાવ્યો ! જેનું જીવન સંસાર–મહાસાગરને પાર કરવાના અને બીજાઓને પાર કરાવવાના પુરુષાર્થમાં જ વીતવાનું હોય એને માટે આવું સાહસ શી વિસાતમાં?
સંયમને માર્ગે સત્યની શોધ ચારેક વર્ષ જોધામના કુટુંબના સંસ્કાર ઝીલવામાં વીત્યાં. ક્ષત્રિય કુટુંબમાં જન્મેલ આત્મારામનું અંતર જૈન ધર્મની અહિંસાના સંસ્કારથી રંગાવા એમનું અંતર હિંસાનાં ઝારાં પરાક્રમથી પાછું વળીને અહિંસાનાં સર્વમંગલકારી પરાક્રમોને માટે ઝંખી રહ્યું. સોળ વર્ષની કુમારવય પૂરી થઈ અને યૌવનના મંગલપ્રવેશ વખતે જ, વિ. સં. ૧૯૧૦ ના માગશર સુદિ પંચમીના દિવસે, માલેરકેટલામાં, આત્મારામને દેહ ત્યાગી–સાધુ જીવનના અંચળાથી શોભી ઊઠયો. યુવાન આત્મારામ સ્થાનકવાસી સંત જીવનરામજીના શિષ્ય બની ગયા. બહારવટિયા પિતાને પુત્ર જાણે સંસારની સામે બહારવટે નીકળીને સંતશિરોમણિ બનવા ધર્મમાર્ગને પુણ્યપ્રવાસી બની ગયો! | મુનિ આત્મારામને જ્ઞાન અને ચારિત્રની સાધના સિવાય બીજું કશું ખપતું નથી. ઉત્કટ એમની જિજ્ઞાસા છે, અને અદમ્ય એમની સત્યની શોધની તાલાવેલી છે. સત્યધર્મ. નાં અમૂલખ મોતી શોધવા એ, મરજીવાની જેમ, ઊંઘ અને આરામ તજીને, અંધશ્રદ્ધાનાં જાળાં-ઝાંખરાંને દૂર કરીને અને નિર્ભય બનીને ધર્મશાસ્ત્રોના મહામહેરામણનાં અતળ તળિયાં સુધી ડૂબકી લગાવે છે. અને આવી એક એક ડૂબકીએ એમને આત્મા સત્યનું નિષ્કલંક અને બહુમૂ લું મોતી મેળવ્યાને આહ્લાદ અનુભવે છે.
મત પરિવર્તન ધર્મશાઓના ઊંડા અવગાહનને અંતે મુનિ આત્મારામજીને સત્યને સાક્ષાત્કાર થાય છે. એમને આત્મા અંદરથી પોકારી ઊઠે છે: જિનપ્રતિમાને નિષેધ અને આગમપંચાગી (મૂળ સૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા) ને નિષેધ એ તે ધર્મને કે સત્યને પિતાને જ નિષેધ કરવા જેવો મહાદેષ છે; આત્મધર્મના સાધકે અને સત્યના ચાહકે એ મહાદેવથી બચવું ઘટે. અને સમાજમાં જડ ઘાલી બેઠેલી જૂની અંધશ્રદ્ધા સામે બળ પિકારીને, મુનિ આત્મારામજીએ, પિતાના અનેક સમર્થ અને ભકિતપરાયણ સાથીઓ સાથે, જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક આમ્નાયને સ્વીકાર કર્યો, અને પંજાબમાં એ ધર્મને પુનરુદ્ધાર કરવાનું બીડું ઉઠાવ્યું.
મત પરિવર્તન પછી પણ કેટલાંક વર્ષ સુધી વેશ પરિવર્તનની ઉતાવળ કર્યા વગર તેઓ પ્રાચીન જૈન ધર્મનું પાલન અને એને પ્રચાર મોકળે મને કરતા રહ્યા. વિ. સં. ૧૯૩૧માં એમણે મુખવસ્ત્રિકા મોઢે બાંધવાની પ્રથાને ત્યાગ કર્યો અને વિ. સં. ૧લ્ડરના અષાડ મહિનામાં તે વખતના જૈન વેતાંબર મૂર્તિપૂજક સંઘના વયેવૃદ્ધ સાધુપ્રવર શ્રી બુદ્ધિવિજયજી અપર નામ બૂટેરાયજી મહારાજ પાસે ફરી દીક્ષા લીધી. એમનું નામ મુનિ આનંદવિજયજી રાખવામાં આવ્યું.
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૬ ' '
વિદ્યાલયની વિકાસયલ ધર્મોદ્વાર અને આચાર્યપદ આ સંવેગી દીક્ષા પહેલાંનાં અને પછીના વર્ષોમાં મુનિ આનંદવિજયજીએ ગુજરાત, સૌરાષ્ટ્ર, મારવાડ, રાજસ્થાનમાં ધર્મને ખૂબ પ્રચાર અને પુનરુદ્ધાર કર્યો. અને પંજાબને તો એમના પુરુષાર્થથી કાયાપલટ જ થઈ ગયે : પંજાબમાં ઠેર ઠેર જિનમંદિરની ધજાઓ ફરકી રહી; જિનમંદિરનાં શિખરના સુવર્ણકળશો જાણે જિનમંદિરના ઉદ્ધારક મહાપુરુષની કીર્તિગાથા સંભળાવી રહ્યા. વિ. સં. ૧૯૪૩માં કારતક વદ ૫ ના રોજ તીર્થાધિ શજ શત્રુંજયની પવિત્ર છાયામાં, આશરે પાંત્રીસ હજાર જેટલા વિશાળ સંઘ સમુદાયના હાજરીમાં, ભારે ઉત્સાહ અને ઉત્સવપૂર્વક, મુનિ આનંદવિજયજીને આચાર્યપદ અર્પણ કરવામાં આવ્યું.
તપગચ્છની પટ્ટપરંપરા પ્રમાણે, ભગવાન મહાવીરની ૬૧મી પાટે આચાર્ય શ્રી વિજય સિંહસૂરિજી થયા પછી ૧૧ પાટો આચાર્યપદ વગરની ચાલુ રહ્યા પછી, ૨૩૫ વર્ષ બાદ જૈન સંઘમાં શ્રમણ પરંપરાની ૭૩ મી પાટે આચાર્ય શ્રી વિજયાનંદસૂરિજી આવ્યા. આવા પ્રાભાવિક અને મહાન તિર્ધરની આચાર્ય પદ ઉપર પ્રતિષ્ઠા થવાથી જેન ધર્મ, સંઘ અને આચાર્યપદ એ ત્રણે ગૌરવશાળી બન્યાં; અને જૈન સંઘને એક પ્રખર વિદ્વાન, ઉત્કટ ચારિત્રના પાલક અને સમર્થ ધર્મનાયક મળ્યા. જૈનધર્મ અને સંઘના અભ્યદયના મને રથદર્શી એ મહાપુરુષ હતા.
- જેમ એમને પંજાબમાં સ્થાનકવાસી ફિરકાની સામે કામ કરવાનું હતું તેમ મૂર્તિ વિરોધ તેમ જ બીજી બાબતમાં સ્વામી દયાનંદ સરસ્વતી અને એમણે પ્રવર્તાવેલ આર્ય સમાજની સામે પણ ઘણું મુશ્કેલ કામ કરી બતાવવાનું હતું. અનેક ગ્રંથ રચીને તેમ જ અવિરત ધર્મપ્રચાર ચાલુ રાખીને એમણે આ કામ સફળ રીતે પૂરું કર્યું હતું.
વિશ્વખ્યાતિ અને યુગદર્શન પછી તો એમની પ્રખર વિદ્વત્તા અને નિર્મળ સાધુતાની નામના એક દરિયાપારના દેશે સુધી પહોંચી અને જ્યારે અમેરિકાના શિકાગો શહેરમાં સને ૧૮ટ્સ (વિ. સં. ૧૯૪૯)માં પાર્લામેન્ટ ઑફ રિલિજિયન્સ-વિશ્વધર્મ પરિષદ ભરવાનો નિર્ણય થયો ત્યારે જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે એ પરિષદમાં હાજર રહેવાનું બહુ માનભર્યું આમંત્રણ આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજને જ મળ્યું હતું.
પણ એક જૈન સાધુ તરીકે તેઓ જાતે તે એ પરિષદમાં જઈ શકે એમ ન હતા; બીજી બાજુ ઈતર ભારતીય જનની જેમ જૈનમાં પણ સમુદ્રયાત્રા સામે વિરોધ પ્રવર્તત હત; ઉપરાંત સંકુચિત દષ્ટિ અને આવા મોટા કાર્યના લાભાલાભ સમજવાની દીર્ઘ દૃષ્ટિને અભાવ પણ આડે આવતો હતો. પણ આ યુગદ્રષ્ટા આચાર્યે પોતાની વેધક દષ્ટિથી આ અવરોધની પેલે પાર રહેલ ધર્મપ્રભાવનાને મોટો લાભ જોઈ લીધે. અને લોકમાન્યતા, પરંપરાગત વિરોધ કે શાસ્ત્રને નામે આગળ ધરવામાં આવતા અવરોધોથી લેશ પણ
* આચાર્ય શ્રી વિજયસિંહરિ વિ. સં. ૧૭૦૮ માં સ્વર્ગવાસી થયા. અને મુનિ આનંદવિજય ( આત્મારામજી) વિ. સં. ૧૯૪૩ માં આચાર્ય થયા. આમ જૈન સંઘમાં ૨૩૫ વર્ષ આચાર્ય–વગરનાં વીત્યાં, એમ એને ઇતિહાસ જોતાં જાણવા મળે છે.
Page #232
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાંજલિ
- ૧૪૭ વિચલિત થયા વગર એ મહાપુરૂષ, પિતે તૈયાર કરેલ નિબંધ સાથે, શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને એ પરિષદમાં પિતાના એટલે કે જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે મોકલ્યા.
સ્વનામધન્ય શ્રી વીરચંદ રાઘવજી ગાંધીએ પિતાની વિદ્વત્તા, વકતૃત્વશક્તિ અને સચ્ચરિત્રતાને બળે અમેરિકાના વિદ્વાન અને સામાન્ય પ્રજાજનોને કેટલા ડોલાવી મૂક્યા હતા, એને અહેવાલ વાંચીએ છીએ ત્યારે ખરેખર, નવાઈ લાગે છે. આવતા યુગને પારખવાની પારગામી દષ્ટિ હોય તો જ હામ ભીડી શકાય એવું મહાન આ કાર્યું હતું. અને એ કરીને શ્રી આત્મારામજી મહારાજે જૈનધર્મની જે પ્રભાવના કરી અને જૈન સંઘનું જે ગૌરવ વધાર્યું', એનું મૂલ્યાંકન કરવું સહેલું નથી. શ્રી વીરચંદ ગાંધીએ અમેરિકામાં ભગવાન મહાવીરના જૈનધર્મને સંદેશ તે ગુંજતો કર્યો, પણ સાથે સાથે ભારતનાં બધાંય દર્શનની વાત પણ ત્યાંની જનતાને ખૂબ કુશળતા તેમ જ સરળતાપૂર્વક સમજાવી. ઉપરાંત, અમેરિકાથી પાછા ફરતા, યુરોપના દેશોમાં પણ જૈન ધર્મ અને સંસ્કૃતિ સંબંધી રોચક અને માહિતીપૂર્ણ વ્યાખ્યાન આપીને ત્યાંના લોકોને પણ જેનધર્મનો યથાર્થ ખ્યાલ આપ્યા અને એમની જિજ્ઞાસાને જાગ્રત અને પ્રેત્સાહિત કરી.
- આ યુગદશી આચાર્ય પ્રવરને સર્વ જનસમાનતાની જૈનધર્મની ઉદાત્ત ભાવનાનો કેટલે સચોટ ખ્યાલ હતો તે એમના નીચેના ઉદ્ગારો ઉપરથી પણ સમજી શકાય છે. તેઓએ કહ્યું છે કે
અસભ્ય-હીન જાતિઓને જે બૂરી (ભૂંડી) માને છે, તેમને અમે બુદ્ધિમાન કહેતા નથી. કારણ કે અમારે એવો નિશ્ચય છે કે બુરાઈ તો ખોટાં કર્મ કરવાથી થાય છે. બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય બૂરાં કામ કરે તે તેમને અમે પણ અવશ્ય બૂરા માનશું. સુકર્મ કરશે તેને સારા માનશું. નીચ ગોત્રવાળા સાથે જે ખાનપાનનો વહેવાર રાખતા નથી તેનું કારણ તો કુરૂઢિ છે. એ લેકની જે નિંદા કરે છે, તેઓ મહા અજ્ઞાની છે. કારણ કે અમારો સિદ્ધાંત છે કે નિંદા તો કોઈની પણ ન કરવી. તેમને જે અસ્પર્ય માનવામાં આવે છે તે પણ કુળાચાર છે.”
(શ્રી “સુશીલ'કૃત “ ન્યાયનિધિ શ્રી વિજયાનંદસૂરિ', પૃ. ૪) આ જ રીતે જૈન સંઘમાં પ્રવેશી ગયેલી ક્ષતિઓ પણ એમની પારદશી દૃષ્ટિની બહાર રહી શકી ન હતી. આવી ક્ષતિઓ તરફ અંગુલિનિર્દેશ કરતાં તેઓ કહે છે કે –
જૈન ધર્મમાં તો લેશમાત્ર પણ ક્ષતિ નથી, પરંતુ ભારતવર્ષના જૈનમાં આ કાળમાં શારી. રિક અને માનસિક સર્વે નથી રહ્યું; એને લીધે મોક્ષમાર્ગની જે રીતે પ્રરૂપણ કરવામાં આવી છે એ રીતે એનું સંપૂર્ણપણે પાલન તેઓ નથી કરી શકતા. આ કાળ પ્રમાણે જેવું સાધુપણું અને શ્રાવકપણું કહેવામાં આવ્યું છે એ મુજબ તો એનું પાલન કરે છે, પણ સંપૂર્ણ ઉત્સર્ગમાર્ગનું પાલન નથી કરી શકતા. જૈનમાં બીજી ખામી એ છે કે વિદ્યાને માટે જેટલે ઉદ્યમ કરવો જોઈએ એટલે નથી થતો; એમનામાં એકતા-સંપ નથી. સાધુએમાં પણ પ્રાય: કરીને આપસઆપસમાં ઈર્ષ્યા ઘણી છે. આ ખામી જૈનધર્મનું પાલન કરનારાઓની છે, નહીં કે જૈનધર્મની.” (એજન, પૃ. ૩૯)
શ્રી આત્મારામજી મહારાજના સરળ, સીધા અને સચોટ ધર્મોપદેશની જનતા ઉપર કેટલી મામિક અસર થતી હતી તે અમદાવાદના નગરશેઠ શ્રી પ્રેમાભાઈ હેમાભાઈને
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૪૮
વિદ્યાલયની વિકાસકથા નીચેના લાગણીભીના હૃદયસ્પર્શી ઉગારો ઉપરથી પણ સમજી શકાય છે. તેઓએ આચાર્ય મહારાજની ધર્મવાણીથી પ્રભાવિત અને પ્રોત્સાહિત થઈને કહેલું કે
શું કરીએ મહારાજ, જ્યારે દાંત હતા ત્યારે દાળિયા ન મળ્યા; અને જ્યારે દાળિયા (ચણા) મળ્યા ત્યારે ચાવવાને સારુ જે દાંત જોઈએ તે નથી રહ્યા.” (એજન, પૃ. ૨૪)
આને સાર એ છે કે આપને સત્સંગ પહેલાં થયે હોત તે અમે સવિશેષપણે ધર્મનું આરાધન કરી શકત-તે વખતે અમારી એટલી બધી શક્તિ હતી.
શ્રી વિજયાનંદસૂરિજી મહારાજમાં એક સમર્થ સંઘનાયકના પદને ભાવે એવી અસાધારણ કાર્યશક્તિ, સર્વસ્પશી અને તલસ્પશી વિદ્વત્તા અને ધર્મપ્રચારની ઉત્કટ ધગશ હતી; પણ એથીય આગળ વધીને, એક સહૃદય, સંવેદનશીલ અને કરુણપરાયણ શિરછત્રની જેમ એમના અંતરમાં જૈન ધર્મના અનુયાયીના દુઃખનું નિવારણ કરવાની ભાવના સતત વહેતી રહેતી હતી. સાચે જ તેઓ ભાંગ્યાના ભેરુ હતા. સ્વ. શ્રી “સુશીલ ભાઈએ પોતાની મધુર કલમે એમના સુંદર ચરિત્રનું આલેખન કરતાં યથાર્થ કહ્યું છે કે
જૈન સંધના હિત અને શ્રેયમાં પોતાનું વ્યક્તિત્વ વિસરી જનાર, એની સાથે એકતાર બનનાર આ પુરુષ વર્તમાન જૈન સમાજે આ પહેલી અને છેલ્લી વાર જોયે. જૈન સંઘના પુણે જ એમને આકર્ષ્યા હતા. આત્મારામજીની જીવનઘટનાઓ જોતાં જાણે કે કોઈ દેવદૂત, ભાંગ્યાના ભેરુ જે કઈ મહારથી, અદશ્ય પણે વિચરતા સંતસંઘનો કોઈ સિતારો, જૈન સંઘમાં અચાનક આવી પડ્યો હોય અને પોતાનું જીવનકાર્ય પૂરું થતાં કર્તવ્યના મેદાનમાંથી ચુપચાપ ચાલી નીકળ્યો હોય એમ લાગે છે.” (એજન, પૃ. ૩૯).
ચિકા વિશ્વધર્મ પરિષદના અહેવાલમાં શ્રી આત્મારામજી મહારાજની છબીની નીચે, એમને ટૂંક પરિચય આપતાં, સાચું જ કહેવામાં આવ્યું છે કે – - “જૈન સમાજના કલ્યાણ સાથે મુનિ આત્મારામજીની જેમ બીજી કોઈ વ્યકિતએ પિતાની જાતને ખાસ એકરૂપ બનાવેલ નથી. દીક્ષા ગ્રહણ કરી ત્યારથી લઈને તે જીવન પર્યત પોતે સ્વીકારેલ ઉચ્ચ જીવનકાર્યને માટે કાર્યરત રહેનાર ઉમદા સાધુસમૂહમાંના તેઓ એક છે. જૈન સમાજના તેઓ મહાન આચાર્ય છે; અને પ્રાપ્ય વિદ્યાના વિદ્વાનોને માટે જૈનધર્મ અને સાહિત્યની બાબતમાં તેઓ મોટામાં મોટા જીવંત આધારરૂપ છે. * ”
(“જૈનાચાર્ય શ્રી આત્મારામજી જન્મશતાબ્દિ સ્મારક ગ્રંથ", પૃ. ૧૬)
સાહિત્યસર્જન આચાર્ય વિજયાનંદસૂરીશ્વરજીને જૈનધર્મને ઉદ્ધાર, જૈન સંઘને અસ્પૃદય અને જેને
* “ધી વર્લ્ડસ પાર્લામેન્ટ ઑફ રિલિજિયન”ના લંડનથી પ્રસિદ્ધ થયેલ અહેવાલના ૨૧ મે પાને છપાયેલ આ મૂળ લખાણ આ પ્રમાણે છે–
"No man has so peculiarly indentified himself with the interests of the Jain Community as Muni Atmaramji. He is one of the noble bands sworn from the day of initiation to the end of life to work day and night for the high mission they have undertaken. He is the High Priest of the Jain Community and is recognised as the highest living authority on Jain Religion and literature by oriental Scholars."
Page #234
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાંજલિ
૧૪૯ સાહિત્ય તથા સંસ્કૃતિને પ્રચાર કરવાનું યુગકર્તવ્ય બનાવવાનું હતું અને બે સિકા કરતાં પણ વધુ સમય સુધી આચાર્ય વિહોણું રહીને વિશનલ બની ગયેલા જૈન સંઘને સંગઠિત અને શક્તિશાળી બનાવ હતો; સાથે સાથે જિનમૂર્તિ અને જિનવાણુ સામેના આંતરિક તેમ જ બાહ્ય વિરોધનું પણ શમન કરવાનું હતું. આ બધાં કાર્યો તેઓ અપાર પુરુષાર્થ કરીને અને પાર વગરની જહેમત ઉઠાવીને સફળતાપૂર્વક પૂરાં કરી શકયા એમાં એમની સત્યશોધક જ્ઞાને પાસના અને એમના સમયાનુરૂપ સાહિત્યસર્જનને ફાળો ઘણો મટે છે.
જૈન શાને આત્મસાત્ કરીને તેમ જ ઈતર સાહિત્યને પણ પરિચય મેળવીને એમણે સાહિત્યસર્જનને આરંભ, લગભગ મત પરિવર્તનની સાથે સાથે, ત્રીસેક વર્ષની ઉંમરથી, વિ. સં ૧૯૨૪ની સાલથી કર્યો હતે. એમનું સાહિત્યસર્જન કેવળ મનમેજ ખાતર હોવાને બદલે ધ્યેયલક્ષી હતું, તેથી એમાં વિશેષ સચોટપણું આવ્યું હતું એમ કહેવું જોઈએ.
વિ. સં ૧૯૨૪માં “નવતત્ત્વથી શરૂ થયેલું સાહિત્યસર્જનનું કાર્ય જીવનના અંત સમયે, વિ. સં. ૧૯૫૩માં, “તત્ત્વનિર્ણયપ્રાસાદ' નામે મહાન ગ્રંથના સર્જન સાથે પૂરું થયું આ ગ્રંથ એ એના સર્જકની અમર કીતિને પ્રાસાદ-મહેલ બની રહ્યો. આ બે ગ્રંથની વચમાં જૈનતત્ત્વદર્શ”, “અજ્ઞાનતિમિરભાસ્કર”, “સમ્યકત્વશલ્યદ્વાર’, ‘જૈન ધર્મ વિષયક પ્રશ્નોત્તર’, ‘ચિકા પ્રશ્નોત્તર વગેરે અનેક ગ્રંથોએ તેમ જ કેટલીક ધાર્મિક કાવ્યકૃતિઓએ આચાર્યપ્રવરના સાહિત્યસર્જનનું સાતત્ય જાળવ્યું હતું.
જ્ઞાનપ્રસારની ઝંખના ચિકાગોની વિશ્વધર્મ પરિષદમાં જૈનધર્મના પ્રતિનિધિ તરીકે હાજર રહેવાનું આમંત્રણ આચાર્ય શ્રી આત્મારામજી મહારાજને વિ. સં. ૧૯૪૯માં મળ્યું ત્યારે તેઓ હોશિયારપુરમાં બિરાજતા હતા.
આચાર્યશ્રી જ્ઞાનને મહિમા બરાબર પિછાનતા હતા. શાસ્ત્રાભ્યાસને લીધે જ પિતાને સાચા ધર્મને માર્ગ સમજાયો હતો અને જ્ઞાને પાસનાથી જ પિતાના આત્માનો ઉદ્ધાર થયો હતો, એ વાતને એમને જાતઅનુભવ પણ હતું. તેથી જ તેઓ જ્ઞાનને પ્રસાર કરવા હમેશાં પ્રયત્નશીલ રહેતા હતા. તેઓએ સાહિત્યસર્જન કર્યું, ધર્મોપદેશની અવિરત ધારા વહાવી અને સમાજના વિરોધને ગૌણ ગણીને પણ શ્રી વીરચંદભાઈ ગાંધીને પરદેશ મોકલ્યા છે આટલા માટે જ.
એમનું અંતર તે શ્રીસંઘમાં જ્ઞાનને પ્રસાર કરવા માટે જ્ઞાનની પરબ સ્થાપવા ઝંખી રહ્યું હતું, પણ એ કામ તેઓ હાથ ધરે એ પહેલાં સંઘની શ્રદ્ધાને પરિમાર્જિત અને સ્થિર કરવાનું યુગકાર્ય એમને બજાવવાનું હતું. એ કામ પૂરાં સમય અને શક્તિ માગી લે એવું મેટું અને મુશ્કેલ હતું. અને, આચાર્યશ્રીની જીવનકથા કહે છે કે, એ કાર્યની પૂર્ણાહુતિ સાથે આચાર્ય પ્રવરના જીવનની પણ સમાપ્તિ થઈ!
પણ કઈ કામ શરૂ કે પૂરું થઈ શકે કે ન થઈ શકે એ ભલે ભવિતવ્યતાના હાથની * આ ગ્રંથ આચાર્ય મહારાજના સ્વર્ગવાસ બાદ પ્રગટ થયું તો.
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૫૦
વિદ્યાલયની વિકાસકથા વાત હોય, છતાં ભાવી વિકાસને માટે ભાવનાના બીજનું વાવેતર તો કોઈ પણ દીર્ઘદશ, કલ્યાણવાંછુ અને ભાવનાશીલ વ્યક્તિ કરી જ શકે છે.
પૂજ્ય આત્મારામજી મહારાજે વિ. સં. ૧૯૪૮માં હોશિયારપુરમાં જૈન સુવર્ણ મંદિરની પ્રતિષ્ઠા કરી અને વિ. સં. ૧૯૪– ચતુર્માસ ત્યાં કર્યું. વિ. સં. ૧૯૫૦નું ચોમાસું જડિયાલાગુરુમાં કર્યું. વિ. સં. ૧૫૧માં પટ્ટીના જિનમંદિરની પ્રતિષ્ઠા કરીને એ ચોમાસું જીરામાં કર્યું.
વિ. સં. ૧૫રનું છેલ્લું ચોમાસુ અંબાલા શહેરમાં કર્યું અને ત્યાં જિનમંદિરની પ્રતિષ્ઠા કરી. આ ચતુર્માસ દરમ્યાન શ્રી વીરચંદ રાઘવજી ગાંધી વિદેશથી પાછા ફરીને આચાર્ય મહારાજને મળ્યા. એમની ધર્મપ્રચાર માટેની જ્ઞાનયાત્રાની વિગતો સાંભળીને આચાર્યશ્રી ખૂબ પ્રસન્ન થયા. સંઘના વિકાસ અને શાસનની પ્રભાવના માટે વિદ્યાવૃદ્ધિની કેટલી બધી જરૂર છે એ વાતની તેઓને વિશેષ પ્રતીતિ થઈ, અને બાકીનું જીવન હવે આ કાર્યની પાછળ જ વિતાવવાને તેઓને વિચાર વધારે દઢ થયો. - આચાર્યશ્રીની આ મનોભાવના લુધિયાનાના એક શ્રદ્ધાળુ ક્ષત્રિય મહાનુભાવ સાથેની વાતચીતમાં સ્પષ્ટરૂપે વ્યકત થયેલી જોવા મળે છે. અંબાલાનું ચતુર્માસ પૂરું કરી તેઓ લુધિયાના પધાર્યા. ત્યાં જિનમંદિરનું મંગળ મુહૂર્ત કરાવ્યું અને પેલા ક્ષત્રિય મહાનુ ભાવની સરસ્વતીમંદિરની સ્થાપના કરવાની વિનતિના જવાબમાં તેઓએ કહ્યું કે–
હવે હું સરસ્વતીમંદિરની સ્થાપના તરફ જ વિશેષ ધ્યાન આપવાનો પ્રયત્ન કરીશ. આ માટે આખા પંજાબમાં ગુજરાનવાલા જ વધારે ઉપયેગી થઈ શકે એમ છે.” ૧
જ્ઞાનપ્રસારની આ ઝંખનાને અમલી બનાવવા વિ. સં. ૧૯૫૩માં આચાર્ય પ્રવરે સનખતરાવી પ્રતિષ્ઠા કરાવીને ગુજરાનવાલા તરફ વિહાર કર્યો. પણ ભાવીને વેગ કંઈક જુદે જ હતું. વિ. સં. ૧૫૩ (ગુજરાતી ૧૯૫૨)ના જેઠ સુદિ બીજના દિવસે તેઓ ગુજરાનવાલા પહોંચ્યા ત્યારે સાઠમાં વર્ષમાં પ્રવેશેલી કાયામાં વર તેમ જ શ્વાસના વ્યાધિએ તેમ જ વધારે પડતી અશક્તિએ ઘર કર્યું હતું. જોતજોતાંમાં વ્યાધિએ ઉગ્રરૂપ ધારણ કર્યું, અને પાંચ જ દિવસ બાદ, જેઠ સુદિ ૭ની પાછલી રાત્રે, જૈન સંઘના આ મહાન તિર્ધર, સરસ્વતીમંદિરોની સ્થાપનાની પોતાની ભાવના પૂરી કરવાનું કામ પિતાના પ્રીતિપાત્ર મુનિ શ્રી વલ્લભવિજયજીને ભણાવીને, સ્વર્ગે સિધાવી ગયા ! “ - પંજાબમાં અને સમસ્ત જૈન સંઘમાં સૂનકાર વ્યાપી ગયે. એ વખતે તે એમ પણ લાગ્યું કે યુગદ્રષ્ટા આચાર્યદેવની સરસ્વતીમંદિરો ઊભાં કરવાની વાત અધૂરી રહી ગઈ પણ એ ભાવનાના બીજમાં ખમીર ભર્યું હતું. વડાગુરુએ શ્રીસંઘમાં શ્રદ્ધાની પુનઃ પ્રતિષ્ઠા કરીને એ માટેનું ખેડાણ કરી રાખ્યું હતું. એ શ્રદ્ધાની ફળદ્રુપ ભૂમિમાં જ્ઞાનનું વાવેતર કરીને ઠેરઠેર સરસ્વતીમંદિરની સ્થાપના કરવાનું યશનામી અને ઉપકારી યુગકાર્ય પૂજ્ય મુનિ શ્રી વલ્લભવિજયજીએ કરવાનું હતું, અને એ એમણે યશસ્વી રીતે કરી જાણ્યું.
ત્યારે આપણે એ યુગપુરુષના જીવનની ઝાંખી કરીએ. ૧. આ આખા વાર્તાલાપ માટે જુઓ આ પુસ્તકનું ૧૦મું પાનું. ૨. પૂજ્ય આત્મારામજી મહારાજના અંતિમ ઉદ્દગાર માટે જુઓ આ પુસ્તકનું ૧૧ મું પાનું.
Page #236
--------------------------------------------------------------------------
________________
પરમ
આચાર્ય મહારાજ શ્રી વિજયવલભસૂરીશ્વરજી મહારાજ
Page #237
--------------------------------------------------------------------------
________________
nation International
Page #238
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાંજલિ
સરસ્વતીમંદિરોના પ્રેરક
પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી
પુરાણપ્રસિદ્ધ ગૂર્જરભૂમિની ભવ્યતાને ઇતિહાસકાળે વધુ ભવ્ય મનાવી : પુરાતન સમયમાં અને ઇતિહાસયુગમાં એવાં અને સાધકો, સંતા, સતીએ, શૂરાએ અને રાજવીએ એ ભૂમિમાં થઈ ગયાં. આમ તે ગૂજરભૂમિને પ્રદેશ એ ભારતભૂમિનું જ એક અંગ છે; અને ગુજરાતની સ`સ્કૃતિ એ ભારતની સૌંસ્કૃતિધારાનુ જ એક ઝરણુ છે. અને છતાં ગુજરાતની સૌંસ્કૃતિની આગવી કહી શકાય એવી વિશિષ્ટતા પણ છે; અને એ વિશેષતા એને ભારતીય સંસ્કૃતિના ભાલતિલક સમું ગૌરવભર્યું સ્થાન અપાવે છે. આની કેડીએ પુરાતન કાળ તેમ જ ઇતિહાસયુગ બન્નેમાં જોવા મળે છે.
૧૫૧
શ્રીકૃષ્ણે અનાસક્તભાવે કન્યનુ' પાલન કરવાનો સંદેશો આપ્યા. એમના જ કુટુંબી શ્રી નેમિકુમારે કરુણાભાવથી પ્રેરિત થઈને લગ્નના લીલા તેારણેથી પાછા ફરીને વૈરાગ્યને આશ્રય લીધા અને સયમના માગ સ્વીકાર્યું. ઉત્કટ જીવનસાધના દ્વારા તેએ બાવીસમા તીથ'કર ભગવાન નેમિનાથ તરીકે અમર થઈ ગયા. ઇતિહાસયુગ પહેલાંની આ ઘટના, એમણે આપેàા કરુણા અને વૈરાગ્યના વારસા ગુજરાતની ધરતીને ભાવી ગયા; એ વારસાને પણ ગુજરાતની ભૂમિ અનુકૂળ લાગી. પરિણામે ગુજરાતની જનતાના અંતર છેક પુરાતન કાળથી તે અત્યાર સુધી જીવદયા અને ત્યાગ-વૈરાગ્યની ભાવનાથી સુવાસિત–સ'સ્કારિત ખનતાં રહ્યાં. આપણી પાંજરાપેાળા, પરખડીએ, ચકલાંને નખાતી ચણ, પારેવાંને નખાતી જાર, માછલાંને અપાતી કણીક અને પાંજરાપાળા ઉપરાંત માંદાં પશુ-પ’ખીએની માવજતમાં વ્યક્તિગત રીતે પણ દાખવવામાં આવતી ધરુચિ આ વાતની સાક્ષી પૂરે છે. ઇતિહાસયુગમાં અહિંસાપ્રધાન શ્રમણ સ`સ્કૃતિને કરુણા-વૈરાગ્યરસભીની ગુજરાતની ધરતી બહુ ગમી ગઈ, અને ગુજરાતમાં ઠેર ઠેર જૈનધમ અને બૌદ્ધધર્મનાં કેન્દ્રો સ્થપાયાં. સમય જતાં ૌદ્ધધર્મ ગુજરાતમાંથી વિદ્યાય લીધી; ત્યારે જૈનધમે આ ભૂમિમાં સ્થિરતા પ્રાપ્ત કરી અને ઘણા વિકાસ સાધ્યે.
ઇતિહાસયુગમાં શ્રી શીલગુણુસૂરિ, વનરાજ ચાવડા, કલિકાલસર્વજ્ઞ હેમચદ્રાચાય, જયસિંહ સિદ્ધરાજ, કુમારપાળ અને વસ્તુપાળ-તેજપાળે અહિંસા, કરુણા, વૈરાગ્ય અને સ'ધ બહુમાનની ભાવનાના આ વારસાને જીવી અને પ્રસારી જાણ્યે. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિ આ વારસાના જ પ્રતિભાશાળી પ્રતિનિધિ હતા. અને આપણી સામેના જ ભૂતકાળમાં શ્રી સહજાનંદસ્વામી, શ્રી દયાનંદ સરસ્વતી, શ્રીમદ્ રાજચ'દ્ર અને મહાત્મા ગાંધીજીની કારકિદી અહિંસા-કરુણા અને સંયમ-વૈરાગ્યની ભાવનાને કેન્દ્રમાં રાખીને જ વિકસી હતી. જૈન સંસ્કૃતિના પ્રખર જ્યાતિષર શ્રી આત્મારામજી મહારાજે (આચાય શ્રી વિજયાન દસૂરિશ્વરજી મહારાજે) પજામમાં જન્મ ધારણ કરીને ગુજરાત, પંજામ અને ખીજા પ્રદેશેામાં આ વાસસાને વધારે જાજરમાન બનાવ્યેા હતેા. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ એ જ ગૌરવશાળી પરંપરાના પ્રભાવક સત થઈ ગયા—સંયમ અને વૈરાગ્યના, અ`િસા અને કરુણાના એ જ વારસાને દીપાવી જાણનાર અને સ્વપરકલ્યાણુના એ જ ધર્મીમાના પુણ્યપ્રવાસી! તેએ કેાઈનાં પણ દુઃખ-દર્દ-દીનતા જોતા અને એમનુ
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૫૨
વિદ્યાલયની વિકાસકથા દયાળુ અંતર દ્રવવા લાગતું અને એ દુઃખનું નિવારણ કરવાને પુરુષાર્થ કરવાની એમને અને બીજાઓને પ્રેરણા આપતું—એવા દયાના મહેરામણ હતા એ આચાર્ય શ્રેષ્ઠ !
જન્મ અને દીક્ષા ગરવી ગૂર્જરભૂમિનું વડોદરા શહેર—વિદ્યા, કળા અને ધર્મના ધામ સમું ગુજરાતનું નાનું સરખું કાશી. એ જ આચાર્ય વિજયવલ્લભસૂરિજીની જન્મભૂમિ. વિ. સં. ૧૯૨૭ના કારતક સુદિ બીજ (ભાઈબીજ)ને એમને જન્મ. પિતાનું નામ દીપચંદભાઈ માતાનું નામ ઈચ્છાબાઈ. એમનું પોતાનું નામ છગનલાલ. જ્ઞાતિ વિસા શ્રેમાળી. શ્રી દીપચંદભાઈને ચાર દીકરા અને ત્રણ દીકરીઓ. ચાર દીકરામાં છગનલાલ ત્રીજા. માતા-પિતા ધર્મના રંગે રંગાયેલાં હતાં. એમાંય ઈચ્છાબાઈ તે ભલે ભણ્યાં ઓછું હતાં, પણ ધર્મની સાદી સમજણ અને ધર્મપાલનની એમની તાલાવેલી એમના જીવનને જાણે આધાર બની હતી. એ જેમ ઘરવ્યવહાર અને કુટુંબને સાચવતાં એ જ રીતે ધર્મને સાચવવાનું પણ ધ્યાન રાખતાં. માતા-પિતાની આ ધર્મભાવનાને પ્રભાવ આખા કુટુંબ ઉપર અને બધાં સંતોનો ઉપર વિસ્તરી રહેતું. બીજું ધન મળે કે ન મળે એ ભાગ્યની વાત છે, ધર્મધનને મેળવવું એ માનવીના પિતાના હાથની વાત છેઃ માતપિતાનું સરળ, સાદું, નિર્મળ જીવન જાણે સંતાનને આ જ બેધ આપતું.
પણ આવા શાણું, ગરવા અને ધર્માનુરાગી માતાપિતાની છત્રછાયા લાંબે વખત ન ન ટકી : પહેલાં શ્રી દીપચંદભાઈનું અવસાન થયું. પછી માતા-પિતાના શરણના અભાવે અનાથ બનતાં સંતાનને અહંતનું શરણ સ્વીકારવાની ભલામણ કરીને માતા ઈચ્છાબાઈ પણ સ્વર્ગે સિધાવી ગયાં. અંતિમ સમયે દીન બનીને પોતાની પાસે બેઠેલા છગનને માતાએ કહ્યું : “બેટા, અહંતનું શરણ સ્વીકારજે અને અનંત સુખના ધામમાં પહોંચાડે એવા શાશ્વત ધર્મધને મેળવવામાં અને જગતના જીવનું કલ્યાણ કરવામાં તારું જીવન વિતાવજે.” એ વખતે છગનલાલની ઉંમર માંડ ૧૦-૧૨ વર્ષની હતી, પણ માતાની છેલ્લી શિખામણુના શબ્દો એના અંતરમાં સદાને માટે કેતરાઈ ગયા ? એ જ જાણે એને જીવનમંત્ર બની ગયે.
છગનનું શરીર જેવું દેખાવડું હતું. એવી જ એની બુદ્ધિ તેજસ્વી હતી. ઠાવકાઈ શાણપણ અને કોઈનું પણ કામ કરી છૂટવાની પરગજુ ભાવનાની બક્ષિસ એને બચપણથી જ મળી હતી. અને ભક્તિની ગંગા તે જાણે એના રેમ રેમને પાવન કરતી હતી. ધ્યાનપૂર્વક અભ્યાસ કરીને છગને સાત ધોરણ સુધી અભ્યાસ પૂરો કર્યો. માથે બે મોટાભાઈ હીરાલાલ અને ખીમચંદ હતા, અને ઘરની કોઈ ચિંતા હતી નહી, એટલે છગનને ભણવું હોય તો ભણવાને અને વેપારી થવું હોય તે મન ફાવે ત્યાં વેપારમાં જોડાવાને માર્ગ મોકળો હતા—વાણિયાને દીકરે ખપપૂરતું ભણીને છેવટે વાણેતર થાય કે વેપારી બને, એ જ એનું ભાગ્યવિધાન. પણ છગનને જીવ કંઈક જુદી માટીને હતે. એને ન વધુ ભણવાને વિચાર આવ્યો, ન વેપાર ખેડવાનું સુચ્યું અને લગ્નસંસારમાં પડવાની તો કલ્પના પણ ન આવી. એની ઝંખના કંઈક જુદી જ હતી. એને તો એકમાત્ર આકાંક્ષા માતાની આજ્ઞાનું પાલન કરીને જીવનને ધન્ય બનાવવાની હતી.
Page #240
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાંજલિ
૧૫૩ વાણિયાને દીકરો મોટેભાગે વેપારીની સબત કરે, ધનપતિનાં પડખાં સેવે અને બીજું કંઈ ન સૂઝે તો છેવટે ઘરનું ખાઈને પણ કોઈની દુકાને વગર પગારે અનુભવ લેવા બેસે. પણ છગનનો જીવ આમાં ક્યાંય ન લાગે. એને તો દેવમંદિર વહાલાં લાગે, સંતોની સેવાના સ્વપ્નાં આવે અને ગુરૂમુખેથી ધર્મની નિર્મળ વાણીનું પાન કરવું ગમે. કાં દેવમંદિર, કાં ઉપાશ્રય એ જ એનાં સાચાં વિશ્રામસ્થાન. ઘરમાં એ મહેમાનની માફક જ રહે. ન માયા–મમતાનાં બંધન, ન પૈસાટકાની પરવા, ન ઘરવ્યવહારની જાળ, છગનનું જીવન ઘરમાં જળકમળ જેવું બની રહ્યું અને એનું અંતર સંયમ-વૈરાગ્યને ઝંખી રહ્યું ક્યારે એ ધન્ય ઘડી આવે?
ધર્મવાણીનું શ્રવણ તો અવારનવાર થતું જ રહેતું હતું. એવામાં એક પ્રેરક પ્રસંગ બની ગયે; અને જાણે એ પ્રસંગ પુરાતન ઇતિહાસને સજીવન કરી ગયે.
પચીસ સો વર્ષ પહેલાંની–ભગવાન મહાવીરના યુગની-જંબૂ કુમારની ધર્મકથા ઘેર ઘેર પ્રચલિત છે. જંબૂ કુમાર ઋષભદત્ત વ્યવહારિયા–શ્રેષ્ઠીના એકના એક પુત્ર. યૌવનવયે એનાં લગ્ન લેવાયાં. એવામાં ભગવાન મહાવીરના પટ્ટધર, પંચમ ગણધર, શ્રી સુધર્મા સ્વામીની ધર્મવાણું એમના અંતરને સ્પર્શી ગઈ, અને તેઓ લીધે લગ્ન જ ઘરવાસી મટીને ત્યાગમાર્ગના પ્રવાસી બની ગયા.
છગનનું પણ કંઈક આવું જ સદૂભાગ્ય જાગ્યું. વિ. સં. ૧૯૪૨ માં, ૧૫ વર્ષની વયે, એમને વડોદરામાં શ્રી આત્મારામજી મહારાજની વૈરાગ્યભરી ધર્મવાણી સાંભળવાને અવસર મળે. એ વાણી છગનના અંતરને જગાડી ગઈ. ત્યાગમાર્ગનો સ્વીકાર કરીને માતાની અંતિમ આજ્ઞાનું પાલન કરવા એનું અંતર તલસી રહ્યું. છગને આત્મારામજી મહારાજને પિતાને દીક્ષા આપવાની વિનતિ કરી.
આત્મારામજી મહારાજે એટલું તો જોઈ લીધું કે દીક્ષાની ભિક્ષા માગનાર વ્યક્તિમાં ભક્તિ, શક્તિ અને બુદ્ધિને ત્રિવેણીસંગમ સધાયેલ છે, અને એનું ભાવી ઉજજવળ છે, શાસનને પણ એનાથી લાભ થવાને છે. પણ તેઓ વિચક્ષણ, સમયજ્ઞ, સમતાળુ, શાણા અને દીર્ઘદશી પુરુષ હતા. એમણે ઉતાવળ ન કરતાં છગનના મોટા ભાઈ વગેરેની અનુમતિથી જ દીક્ષા આપવાનો નિર્ણય કર્યો, અને છગનને પણ ધીરજ રાખવા કહ્યું.
છગને પિતાના મનની વાત ઘરમાં કરી, પણ આવું અસાધારણ પગલું ભરવાની અનુમતિ મેળવવાનું કંઈ સહેલું નથી હોતું. કેઈએ એની વાત કાને ન ધરી. મોટાભાઈ ખીમચંદનું મન કઈ રીતે માને નહીં; એ તો એને વિરોધ કરીને બેઠા. છગનનાં બે વર્ષ કસોટીમાં વીત્યાં. એ સમય છગને ધર્માભ્યાસમાં અને દેવ-ગુરૂની સેવામાં વિતાવીને પિતાનો વૈરાગ્ય સાચો અને દઢ હોવાની સૌને ખાતરી કરાવી આપી. અને છેવટે, ઘીના ઘડામાં ઘી પડી રહે એમ, છગનની ઉત્કટ ઝંખના સફળ થઈ. વિ. સં. ૧૯૪૩ના વૈશાખ સુદિ ૧૩ ના રેજ, ધર્મનગરી રાધનપુર શહેરમાં, આચાર્ય શ્રી આત્મારામજી મહારાજે છગનને ત્યાગધર્મની દીક્ષા આપી, એમને પિતાના પ્રશિષ્ય (મુનિ શ્રી લક્ષમીવિજયજીના શિષ્ય) મુનિ શ્રી હર્ષવિજયજીના શિષ્ય બનાવ્યા, અને નામ આપ્યું મુનિ વલ્લભવિજય– ત્યાગમાર્ગના પ્રવાસી બનેલ છગનલાલનું ભાવી સાચે જ, સર્વજનવલ્લભ બનવાનું હતું!
२०
Page #241
--------------------------------------------------------------------------
________________
૧૫૪
વિદ્યાલયની વિકાસકથા અભ્યાસ અને ગુરુભકિત મુનિ વલ્લભવિજયજીને તે, ભૂખ્યાને ભાવતા ભોજન મળી ગયા જેવું થયું. એમણે પિતાનું ચિત્ત એકાગ્રપણે અભ્યાસમાં, અપ્રમત્તપણે આચારપાલનમાં અને સમર્પિતભાવે વડાદાદાગુરુ આચાર્ય શ્રી આત્મારામજી (વિજયાનંદસૂરીશ્વરજી) મહારાજની ભક્તિમાં લગાવી દીધું. તેઓ જાણે આચાર્ય મહારાજની કાયાની છાયા બની ગયા. કાયાથી છાયા અળગી થાય તે પૂજ્ય આત્મારામજી મહારાજથી મુનિ વલ્લભવિજયજી અળગા થાય. આચાર્યપ્રવર પણ પિતાના વલલભ ઉપર ખૂબ પ્રસન્ન રહેતા–જાણે જન્મજન્માંતરને કે ધર્મગ્નેહભર્યો ઋણાનુબંધ ઉદયમાં આવ્યું હતું.
પિતાના ગુરુ હર્ષ વિજયજી મહારાજની બિમારીના કારણે વિ. સં. ૧૮૪પનું ચતુર્માસ દાદાગુરુથી જુદા પાલીમાં કરવાનું થયું. ગુરુસેવાને આ વેગ મુનિ વલ્લભ વિજયજીએ સહર્ષ વધાવી લીધું. શ્રી હર્ષવિજયજી મહારાજ પિતાના ગુરુ હતા એટલું જ નહીં, તેઓ ખૂબ શાંત, સમતાધારી અને શાસ્ત્રના અભ્યાસી હતા. પદવી તે એમની પાસે કઈ હતી નહીં અને પદવી તરફનું એમને આકર્ષણ પણ ન હતું. તેઓ તે સાવ નિર્મોહી શ્રમણ હતા; પણ એમને શાના અધ્યયન-અધ્યાપનને યજ્ઞ એ અવિરત ચાલતે રહેતા કે તેઓ સમુદાયમાં વગર પદવીના છતાં સાચા અર્થમાં ઉપાધ્યાય જ હતા. સમુદાયમાં સૌ “ભાઈજી મહારાજના આદર અને સ્નેહભર્યા ઉપનામથી એમને ઓળખતા; સાચે જ તેઓ સહના હિતચિંતક ભ્રાતા જ હતા. આવા જ્ઞાની અને શાંત ગુરુના શિષ્ય બનવાને વેગ મળે એ મુનિ વલ્લભવિજયજીનું સદ્ભાગ્ય હતું. એટલે એમની ભક્તિ એ તે, ખરી રીતે, ધર્મની જ ભક્તિ હતી.
આમ છતાં દાદાગુરુથી આટલું પણ જુદું રહેવું પડયું એની ખામી શ્રી વલ્લભવિજયજીને વરતાયા વગર ન રહીઃ શ્રી આત્મારામજી મહારાજ એવા હેતાળ અને હિતચિંતક હતા. અને મુનિ વલભવિજયજી ઉપર તો એમને વિશેષ ભાવ હતો. યૌવનને આંગણે આવી ઊભેલા ૧૭–૧૮ વર્ષના આ મુનિમાં જાણે એમને આશાની આહલાદકારી એંધાણીઓ, શાસનને ભાવિ ઉદ્યોત અને સમાજના ઉત્થાનનાં દર્શન થતાં. જેમ કેઈ કુશળ શિલ્પી પોતાની કળાકૃતિ ઉપર એકાગ્ર ધ્યાન, ચીવટ અને ભક્તિથી પોતાનું ઢાંકણું ફેરવીને અને એમાં પિતાનો જીવ રેડીને એને કંડારે એવી જ મમતાભરી લાગણીથી પૂજ્ય આત્મારામજી મહારાજ, શાસનના હિતની દષ્ટિએ, મુનિ વલ્લભવિજયજીનું ઘડતર કરી રહ્યા હતા. એમ કહી શકાય કે હજી તે જીવનની પહેલી વીશીમાં જ રહેલા મુનિશ્રી અરધી સદી વટાવીને વયેવૃદ્ધ બનેલા આચાર્ય પ્રવરના અંગત મંત્રી જ બની ગયા હતા! - ધર્મગુરુ એટલે જ્ઞાની : શાસ્ત્ર તે એની જીભે હોય અને જુદી જુદી વિદ્યાઓનું અધ્યયન કરીને એ પંડિત બનેલ હોય. અજ્ઞાનનાં અને અંધશ્રદ્ધાનાં અંધારા ઉલેચવાં, સત્યને માર્ગ દેખાડે, જિજ્ઞાસુઓની જિજ્ઞાસા સંતોષવી, કેઈની પણ શંકાનું નિવારણ કરવું અને તેની જીવનશુદ્ધિનું જતન કરવું એ તો ધર્મગુરુનું જ કામ : જનસમૂહમાં ધર્મગુરુ પ્રત્યેની સામાન્ય રીતે આવી આદર-બહુમાનની લાગણી અને આવી આશા-અપેક્ષા પ્રવર્તતી હોય છે. અને જે ધર્મગુરુ એને પૂરી કરવા પ્રયત્નશીલ રહે છે એ પિતાનું અને
Page #242
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાંજલિ
૧૫૫ બીજાનું ભલું કરીને પિતાના ધર્મગુરુપદને શોભાવી જાય છે, અને જનહૃદયના અધિપતિ બની જાય છે. જનસમૂહની આવી આશાને પૂરી કરવા માટે ધર્મગુરુએ જ્ઞાન-ચારિત્રની અખંડપણે અને અપ્રમત્તભાવે ઉપાસના કરવાની હોય છે. એક વીશી કરતાંય ઓછી ઉંમરે સંયમ અને ત્યાગને માર્ગ સમજણ અને ઉલ્લાસપૂર્વક સ્વીકારનાર મુનિ વલ્લભવિજયજી ધર્મગુરુપદનાં આ જવાબદારી અને આ મહિમા જાણે હૈયાઉકલતથી આપમેળે જ સમજી ગયા હતા, અને એ માટે પિતાની જાતને સજજ કરી રહ્યા હતા. ભગવાન મહાવીરે ગુરુ ગૌતમસ્વામીને અને એ દ્વારા સમગ્ર વિશ્વને પળમાત્રને પણ પ્રમાદ ન કરવાનું (ત્તમ જોય! મા જમાના સૂત્રનું) જે ઉદ્બોધન કર્યું હતું તે મુનિ વલ્લભવિજયજીના અંતરમાં બરાબર વસી ગયું હતું. નિરર્થક વાત કે પ્રવૃત્તિમાં કાળક્ષેપ થાય તો જીવનને વિકાસ જ રુંધાઈ જાય અને સમયની બરબાદી સાથે સાધુજીવનની પણ બરબાદી થઈ જાય. આટલા માટે જ સદા જાગ્રત રહેવાની જરૂર છે.
મુનિ વલ્લભવિજયજીએ શરૂઆતથી જ વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કષ, તિષ અને ધર્મશાના અધ્યયનમાં મનને પરવી દીધું હતું અને સાથે સાથે જ્ઞાનના મહાસાગર સમા દાદાગુરુના જ્ઞાન અને અનુભવનો લાભ તો હરહમેશ મળતો રહેતો હતોઃ માગવા છતાં કે પ્રયત્ન કરવા છતાં પણ ભાગ્યે જ મળી શકે એ સુંદર વેગ મળી ગયો હતો. એને લાભ લેવામાં કશી ખામી ન રહી જાય એને ખ્યાલ રાખવાને હતો. અને એટલા માટે જ દાદાગુરુથી દૂર રહેવાનું એમને ગમતું ન હતું. અને છતાં ગુરુની સેવા પણ એટલી જ લાભકારી હતી. તેઓ સહર્ષ પાલીમાં રોકાઈ ગયા. | મુનિશ્રીએ જ્યારે પાલીમાં ચોમાસું કર્યું તે વર્ષે શ્રી આત્મારામજી મહારાજ જોધપુરમાં ચતુર્માસ રહ્યા હતા. મુનિશ્રોને તે એમ જ થતું કે ક્યારે મારા ગુરુવર્યનું સ્વાથ્ય સારું થાય અને અમે ક્યારે મારું ઊતરતાં આચાર્ય મહારાજની છત્રછાયામાં પહોંચી જઈએ. ચોમાસું પૂરું થયું અને શ્રી હર્ષવિજયજી મહારાજની તબિયત વિહારને
ગ્ય લાગી એટલે એમણે પાલીથી વિહાર કર્યો. આચાર્યશ્રીએ પણ જોધપુરથી વિહાર કર્યો હતો. બધા અજમેરમાં ભેગા થયા. મુનિ વલભવિજયજીને તે ઉપવાસને આનંદ માણનારને સુખરૂપ પારણાને આનંદ મળ્યા જેવું થયું. ત્યાંથી બધા જયપુર પહોંચ્યા.
જયપુરમાં ફરી પાછા હર્ષવિજયજી મહારાજ બિમાર થઈ ગયા. અને મનોકામના કરતાં કર્તવ્યને ઊંચે આસને બેસાડવાને તે મુનિ વલ્લભવિજયજીને સ્વભાવ જ હતો. આચાર્ય મહારાજ સાથે રહેવાની ઈચ્છા ઉપર સંયમ મૂકીને તેઓ અને બીજા મુનિઓ જયપુરમાં જ રોકાઈ ગયા. તબિયત સારી થઈ એટલે ફરી પાછા બધા દિલ્હી પહોંચીને આચાર્ય મહારાજને મળ્યા. પણ અહીં પણ એ જ વાતનું પુનરાવર્તન થયુંઃ મુનિ હર્ષવિજયજીને વળી પાછા બિમારીએ ઘેરી લીધા અને આચાર્ય મહારાજને તો જલદી પંજાબ પહેચવું જરૂરી હતું, એટલે મુનિ વલભવિજયજી વગેરે સાધુઓને એમની સેવા માટે દિલ્હીમાં મૂકીને તેઓ પંજાબ તરફ વિહાર કરી ગયા. | મુનિ વલ્લભવિજયજીને માટે આ પ્રસંગ એક પ્રકારના મનોમંથનના પ્રસંગો હતા? એક તરફ બિમાર ગુરુની ભક્તિ કર્તવ્યને સાદ કરતી હતી અને બીજી તરફ અંતરના
Page #243
--------------------------------------------------------------------------
________________
- ૧૫૬
વિદ્યાલયની વિકાસકથા અધિનાયક સમા આચાર્ય મહારાજ તરફની ભક્તિ ખેંચતી હતી અને ભક્તિનાં આ બે નેતરાંની વચ્ચે મુનિશ્રીનું મન રવૈયાની જેમ ફર્યા કરતું હતુ; પણ અંતે તે કર્તવ્યપાલનને જ વિજય થતો : જીવનમાં એ જ સાચું નવનીત મેળવવાનું હતું. જાણે કુદરત પિતે જ આવા પ્રસંગે જીને આ ઊછરતા મુનિવરને આસક્તિ-અનાસક્તિ કે મહનિર્મોહના ગેરલાભ-લાભને વિવેક પ્રચ્છન્નપણે સમજાવી-શીખવી રહી હતી. ગુરુ ગૌતમસ્વામી જેવાને પણ ભગવાન મહાવીર જેવા વીતરાગી પુરુષ ઉપરને અતિઅલ્પ પણ મેહ પૂર્ણ વીતરાગપણની પ્રાપ્તિમાં બાધક જ બન્યો હતો ને !
મુનિ વલ્લભવિજયજી અને અન્ય મુનિવર શ્રી હર્ષવિજયજી મહારાજની ખડે પગે ચાકરી કરવામાં કશી ખામી ન રહેવા દીધી. દિલ્લીના સંઘે પણ સારા સારા વૈદ્યો-હકીમેની સલાહ મુજબ દવા અને પથ્યની પૂરી સંભાળ રાખીને રાતદિવસ ભક્તિ કરી. પણ આ વખતે વ્યાધિ એવું અસાધ્ય રૂપ લઈને આવ્યો હતો કે છેવટે શ્રી હર્ષવિજયજી મહારાજ વિ. સં. ૧૯૪૬ ના ચૈત્ર સુદિ ૧૦ ના રોજ કાળધર્મ પામ્યા ! દાદાગુરુ પંજાબમાં બિરાજતા હતા અને ગુરુમહારાજે પરલોક પ્રયાણ કર્યું હતું : મુનિ વલ્લભવિજયજીના અંતરમાં સૂનકાર વ્યાપી ગયો ! દિલ્લીના સંઘે અને સાથેના મુનિવરે એ ઘણું આશ્વાસન આપ્યું; શ્રીસંઘે તે અભ્યાસ માટેની બધી જોગવાઈ કરી આપવાનું અને દિલ્લીમાં ચતુર્માસ કરવાનું પણ કહ્યું, પણ મુનિશ્રીનું મન કઈ રીતે ન માન્યું. મુનિજીના મનની સ્થિતિ સઢ ફાટેલા વહાણ જેવી અસહાય બની ગઈ. એ સઢના સાંધણહાર એક જ હતા અને અત્યારે એ પંજાબની ભૂમિમાં બિરાજતા હતા. આવા કારમાં સંકટમાં એ જ સાચું શરણ હતું. મુનિ વલ્લભવિજયજીએ પંજાબ તરફ વિહાર કર્યો. એમનું રેમ રોમ અત્યારે શ્રી આત્મારામજી મહારાજને જ ઝંખી રહ્યું હતું : કયારે આવે પંજાબ ! અને કયારે મળે ગુરુચરણેને આશ્રય !
દાદાગુરુના ચરણોમાં એમને સ્વર્ગવાસ મુનિ વલ્લભવિજયજી તથા એમના બે ગુરુભાઈઓ મુનિ શ્રી શુભવિજયજી તથા મુનિ શ્રી મોતીવિજયજી ઝડપથી પંજાબ તરફ જઈ રહ્યા છે. વાત્સલ્યમૂર્તિ આચાર્ય મહારાજના દર્શનની તાલાવેલીમાં એમને સાવ અજાણ્યા પ્રદેશ અને સાવ અજાણ્યો પંથ પણ કશી રુકાવટ કરી શકતો નથી.
છેવટે વિહાર સફળ થયેઃ તેઓ પોતાની મંજિલે દાદાગુરુના ચરણમાં, અંબાલા કેમ્પમાં પહોંચી ગયા. વલ્લભવિજયજીનું ચિત્ત ભારે સાતા અનુભવી રહ્યું. સ્વજનની સામે દુઃખનું ઢાંકણુ આપમેળે ઊઘડી જાય છે. શ્રી આત્મારામજી મહારાજને આશ્રય પામીને મુનિ શ્રી વલ્લભવિજયજીના અંતરની લાગણીના બંધ જાણે પળ માટે છૂટી ગયા. દાદાગુરુના ચરણોમાં મસ્તક ઢાળી દઈને એને તેઓ અશ્રુઓથી અભિષેક કરી રહ્યા. લાગણીના એ પ્રવાહ આગળ વાણી જાણે થંભી ગઈ. શ્રી આત્મારામજી મહારાજે હેતાળ હાથે એમને હૈયે લગાવીને આશ્વાસન આપ્યું: “મહાનુભાવ, ભાવી ભાવને કેણ રોકી શક્યું છે ભલા ?” મન કંઈક સ્વસ્થ થયું એટલે મુનિ વલ્લભવિજયજીએ દાદાગુરુશ્રીને એક જ વિનતિ કરી: “ગુરુદેવ, હવેથી મને ક્યારેય આપના ચરણેથી દૂર ન કરશો.”
Page #244
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાંજલિ
૧પ૭ આચાર્યપ્રવર આ નવયુવાન મુનિવરના આવા લાગણીભીના અંતરને મનોમન પ્રશંસી રહ્યા : કેવું કુમળું અને સંવેદનશીલ હૃદય ! અહિંસા અને કરુણાની સરવાણીઓ આવા મુલાયમ અને રસાળ હૃદયપ્રદેશમાંથી જ પ્રગટવાની અને માનવસમાજને પાવન કરવાની.
શ્રી આત્મારામજી મહારાજની ભાવના મુનિ વલ્લભવિજયજીને શાસ્ત્રવેત્તા ઉપરાંત શાસનના ઉદ્ધારક અને પિતાની પાછળ પંજાબના રક્ષક બનાવવાની હતી. જ્ઞાન અને ચારિત્રના ધારક અને સંઘના હિતચિંતક ગુરુને હમેશાં પિતાને યોગ્ય ઉત્તરાધિકારીની ઝંખના રહે છે. શ્રી આત્મારામજી મહારાજનું મન મુનિ વલ્લભવિજયજી ઉપર ખૂબ ઠર્યું હતું. અને એમનામાં પોતાનાં અધૂરાં કામોને પૂરા કરનાર શક્તિશાળી અને ભક્તિશીલ વારસદારનાં એમને દર્શન થયાં. અંબાલામાં કઈક આચાર્ય મહારાજને પૂછયું કે આ મુનિને આપ શું ભણાવી રહ્યા છે ત્યારે એમણે એ ભાઈને ભારે અર્થસૂચક અને આર્ષવાણી ભરેલે જવાબ આપતાં કહ્યું કે એમને પંજાબની સાચવણીના પાઠ ભણાવીને પંજાબને માટે તૈયાર કરી રહ્યો છું.
મુનિ શ્રી વલ્લભવિજયજીનું મન જેમ વિદ્યાઅધ્યયન માટે તલસી રહેતું તેમ વિદ્યાના પ્રસાર માટે પણ ખૂબ ઉત્સુક રહેતું. માનવીને સાચે માનવી બનાવવાનું ખરું સાધન જ્ઞાન જ છે, એ તેઓ બરાબર સમજવા લાગ્યા હતા. એક જ પ્રસંગ : એમને હમેશાં લાગ્યા કરતું કે પોતાના સ્વર્ગસ્થ ગુરુમહારાજના અપાર ઉપકારના સ્મરણ નિમિત્તે કંઈક પણ એમને પ્રિય એવું સત્કાર્ય કરવું ઘટે. અને એમનું તથા એમના ગુરુભાઈ એનું મન તાત્કાલિક ઉત્સવ–મહોત્સવના બદલે ગુરુના નામથી એક જ્ઞાન ભંડારની સ્થાપના કરવાનું થયું. એમણે પોતાની આ ભાવના આચાર્ય મહારાજને જણાવી. આચાર્ય મહારાજે આવી ઉત્તમ ભાવનાને સહર્ષ પ્રોત્સાહન આપ્યું. લુધિયાનામાં શ્રી હર્ષવિજયજી જ્ઞાનભંડારની સ્થાપના થઈ. પછીથી એ જ્ઞાનભંડાર જડિયાલાગુરુ નામે શહેરમાં લઈ જવામાં આવ્યું. જ્ઞાનપ્રસારની રુચિનું આ બીજ, સમય જતાં, ખૂબ પાંગર્યું, અને મુનિ વલ્લભવિજયજીના હાથે ઠેર ઠેર જ્ઞાનની નાની-મોટી પરબની સ્થાપના થઈ.
વિ. સં. ૧૯૪૬નું ચોમાસું મારકેટલામાં થયું. પંજાબની ભલી-ભોળી અને ભક્તિશીલ જનતાને મુનિશ્રીને ન અનુભવ હતો; અને દાદાગુરુની સેવા અને વિદ્યાભ્યાસને કારણે જનસંપર્કને અવકાશ પણ એ છે રહેતે; છતાં શાસનભક્ત મુનિવર અને ભક્તહૃદય શ્રીસંઘ વચ્ચે ધર્મનેહના તાણાવાણા રચાતાં વાર ન લાગી. મુનિ વલ્લભવિજયજીને પંજાબની ભક્તિસભર અને ખમીરવંત ભૂમિ ખૂબ ગમી ગઈ. પંજાબની ભક્તિ અને શક્તિના પ્રતીકસમા દાદાગુરુને સત્સંગ તે જીવનમાં સમજણનું પરોઢ ઊગ્યું ત્યારથી જ મળી ગયે હતો : કેવું પ્રતાપી, પુણ્યશાળી અને પાવનકારી એમનું વ્યક્તિત્વ હતું! એમાં પંજાબની પુણ્યભૂમિમાં વિચરવાને અને દાદાગુરુના હાથે ધર્મશ્રદ્ધા અને ધર્મભક્તિનું નવજીવન પામી રહેલ પંજાબ શ્રીસંઘને પ્રત્યક્ષ પરિચય કરવાને અવસર મળે. મુનિ વલ્લભવિજયજીનું અંતર પંજાબ તરફના ધર્મસ્નેહના રંગથી રંગાવા લાગ્યું. વિ. સં. ૧૯૪૭ નું માસું પટ્ટીમાં થયું.
પટ્ટીમાં પંડિત ઉત્તમચંદજીને ગ મળી ગયે. એમની ભણાવવાની શૈલી અંતરમાં દીવા પ્રગટાવે એવી આદર્શ હતી. શ્રી વલ્લભ વિજયજીને તે મતગમતા મેવા મળ્યા જેવું
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૫૮
વિદ્યાલયની વિકાસકથા થયું. ચોમાસું પૂરું થયું, પણ આવા પંડિત પુરુષ પાસેથી જ્ઞાન મેળવવાની આકાંક્ષા અધૂરી રહી; અને વિહારને સમય તે આવી પહોંચ્યો. વળી, પિતાને ક્યારેય પોતાની સેવામાંથી દૂર નહીં કરવાની ભિક્ષા તે દાદાગુરુ પાસે મુનિશ્રીએ પોતે જ માગી હતી. એટલે હવે વિશેષ અધ્યયન માટે દાદાગુરુથી છૂટા થઈને પટ્ટીમાં રોકાઈ જવું કે અધ્યયનને આ વિરલ સુયોગ મૂકીને દાદાગુરુની સાથે રહેવું, એની વિમાસણ ઊભી થઈ. નિર્ણય તત્કાળ લેવાનો હતો અને આ અવસર ફરી ફરી મળવાને ન હતો : “અવસર ચૂક્યા મેહુલા” જેવી સ્થિતિ હતી !
પણ પૂજ્ય આત્મારામજી મહારાજ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના જાણકાર અને લાભાલાભને વિવેક કરી શકે એવા વિચક્ષણ અને દીર્ઘદશી પુરુષ હતા. મુનિ વલ્લભવિજયજી ત્યાગમાર્ગ અને સંયમધર્મના ઉપાસક હતા. અને દાદાગુરુ અને પ્રશિષ્ય બન્ને મેહમમતાનાં બંધનથી જ્ઞાન-ક્રિયાની આરાધનામાં વિક્ષેપ ન આવે એ માટે જાગ્રત હતા. ભાવી લાભને વિચાર કરીને બન્નેએ છૂટા પડવાનું નક્કી કર્યું". આચાર્ય પ્રવરે કસૂર ગામ તરફ વિહાર કર્યો; મુનિ શ્રી વલ્લભવિજયજી, મુનિ શ્રી ચારિત્રવિજયજીની સાથે, પટ્ટીમાં રોકાઈ ગયા અને એકાગ્રપણે અધ્યયનમાં પરોવાઈ ગયા. વચમાં થોડો વખત અમૃતસરના જિનમંદિરની પ્રતિષ્ઠા વગેરે માટે બીજા સ્થાનમાં વિહાર કરી આવ્યા; અને વિ. સં. ૧૯૪૪ નું ચોમાસું દાદાગુરુ સાથે પટ્ટીમાં જ કર્યું. પછી પણ વિશેષ અભ્યાસ માટે એમની ભાવના પટ્ટીમાં રહેવાની હતી, એટલે જિરાના પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપીને તેઓ ફરી પાછા પટ્ટી ગયા, પણ ત્યારે પંડિત ઉત્તમચંદજી લાંબા વખત માટે બહાર ગામ ગયા હોવાથી એ ભાવના સફળ ન થઈ અને અમૃતસર આવીને તેઓ પંડિત કર્મચંદ્રજી પાસે ભણવા લાગ્યા. પણ એ યોગ પણ વધુ વખત ચાલુ ન રહ્યો. એ પંડિતજી પિતાના અભ્યાસને આગળ વધારવા બનારસ ગયા. બીજા એક પંડિતજી પાસે અભ્યાસ શરૂ કર્યો તો એમને લાભ પણ વધુ વખત ન મળી શક્યો. આમ એક પછી એક પંડિતને જે કંઈ લાભ મળી શક્યો એ તેઓ લેતા ગયા; પણ એમની જ્ઞાનપિપાસાની તૃપ્તિ ન થઈ - વિદ્યા-ઉપાર્જનની ભાવનાનું પણ અર્થોપાર્જનના લેભ જેવું જ છે. ચિત્તમાં એક વાર લોભદશા જાગી, પછી તે જેમ જેમ પૈસાને લાભ વધારે મળતો જાય તેમ તેમ લભ પણ આગળ વધતો જાય. અને પૈસો પ્રાપ્ત કરવાના નવા નવા માર્ગોએ લેભી માનવી દેવતો જ રહે; અને છતાં ધનની તૃપ્તિ થવી તે દૂર ને દૂર જ રહે. વિદ્યારસનું પણ એવું જ છે: એક વાર જિજ્ઞાસા અને જ્ઞાનોપાર્જનની તાલાવેલી જાગી, એટલે પછી જે કંઈ અધ્યયન થઈ શક્યું હોય એના કરતાં ઘણું ઘણું બાકી રહી ગયેલું લાગ્યા જ કરે અને એ મેળવવાની ઝંખના રહ્યા જ કરેઃ ક્યાં જઈને તેની પાસે આ જ્ઞાનતૃષાને છિપાવી શકાય, એવી તીવ્ર લાગણીથી પ્રેરાઈને એ નવા નવા માગે છે તે જ રહે. પણ ધનના લભ અને જ્ઞાનના લોભ વયે પાયાનું અંતર છે: ધનને લેભ માનવીને પામર બનાવી મૂકે છે; જ્ઞાનને લેભ માનવીને વિકાસ તરફ દેરી જાય છે. - મુનિ વલ્લભવિજયજીને જ્ઞાનના અમૃતને આસ્વાદ મળી ચૂક્યો હતો. એ કે અપૂર્વ હતા અને એમને જાતઅનુભવ થયો હતો, એટલે તેઓ તે હમેશાં એ વાતની જ શોધ
Page #246
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાંજલિ
૧૫૯
કરતા કે કયાં જવાથી વિશેષ અધ્યયનમાં આગળ વધી શકાય ? કયારેક તે આ ઝ‘ખના એવી તીવ્ર બની જતી કે તેઓ દાદાગુરુથી ઘણે દૂર જવાનું સાહસ કરવાને વિચાર પણ કરી બેસતા. આવેા જ એક પ્રસંગ અહી નોંધવા જેવા છે.
એક વાર ગુજરાતમાંથી સમાચાર આવ્યા કે પાલીતાણામાં મુનિવરેના અભ્યાસને માટે બાબુ બુધસિંહ દુધેડિયાએ એક સ`સ્કૃત પાઠશાળાની સ્થાપના કરી છે, અને એમાં સારા સારા પડિતા રાખવામાં આવ્યા છે. આ સમાચાર જાણીતા શાસ્ત્રાભ્યાસી ધર્માત્મા શેઠ શ્રી કુંવરજી આણુ દજી જેવા ઠરેલ અને જવામદાર આગેવાને મુનિરાજ શ્રી વીરવિજયજી ઉપર પ’જાખમાં લખ્યા હતા. શ્રી વીરવિજયજી મહારાજ પાસેથી આ વાત જાણી એટલે મુનિ વલ્લભવિજયજીનું મન પજામ છેાડીને છેક પાલીતાણા પહોંચવાના વિચાર કરવા લાગ્યું. એમણે આ માટે દાદાગુરુની અનુમતિ મગાવી તેા તેએએ, ભાવી લાભાલાભના વિચાર કરીને, પેાતાની સીધેસીધી સંમતિ ન આપી, તેમ જ એ માટે નાખુશી પણ ન દર્શાવી; પણ તમને સુખ ઊપજે એમ ખુશીથી કરી, પણ ત્યાં પાંચ વષઁથી વધુ ન રોકાશે; પાંચ વર્ષોંમાં પણ જ્યારે પણ મન થાય ત્યારે વગર સકેાચે પાછા આવી જજો અને ત્યાં જવામાં તમને અન્ને તરફથી નુકસાન ન થાય એને ખ્યાલ રાખજો—એ મતલબના હિતશિક્ષાભરેલા જવાખ આપ્યા. શ્રી વલ્લભવિજયજી મહારાજનું મન તા હજી પણ પાલીતાણા પહેાંચવા ઉત્સુક હતું; પણ પ’જામ સંઘના પ્રયાસેાથી અને ગુજરાતથી આવેલા ખુલાસાએથી છેવટે તેઓ દાદાગુરુના અંતરની ભાવનાને સમજી ગયા અને પાલીતાણા જવાના વિચાર એમણે પડતા મૂકયો. મુનિશ્રીને પણ લાગ્યું કે સારુ` થયુ` કે આ બધાએ મળીને કલ્પવૃક્ષ સમા દાદાગુરુથી દૂર થવાની ભૂલથી મને બચાવી લીધા! કોઈ પણ વિચારને જડતા કે જકપૂક વળગી રહેવાને બદલે સારાસારના વિવેક કરીને જ એના અમલ કે ત્યાગ કરવાની મુનિ શ્રી વલ્લભવિજયજીની આવી દીષ્ટિ એ પણ એમના ધર્મ ગુરુપદની સફળતાની એક ચાવી હતી, એમ કહેવું જોઈ એ. આ બધી વિ ધામાં વિ. સં. ૧૯૪૮ નું ચતુર્માસ એમણે દાદાગુરુથી જુદુ' અંબાલામાં કર્યું' અને ચામાસું ઊતરતાં જ તેઓ જલંધરમાં દાદાગુરુની સેવામાં ઉપસ્થિત થઈ ગયા. આચાય મહારાજે એમને એવા જ વાત્સલ્યથી આવકાર્યાં. મુનિશ્રીનું અંતર દાદાગુરુથી દૂર-સુદૂર જવાના દુઃસ્વપ્ન જેવા દુર્ભાગ્યથી બચી ગયાની સાતા અનુભવી રહ્યું.
આ સમય પૂજ્ય આત્મારામજી મહારાજની સાધુતા અને વિદ્વત્તાની વિખ્યાતિના સૂર્ય સેાળે કળાએ ખીલી ઊઠયાના સમય હતા. જૈનધર્મના એક સમર્થ આચાય તરીકે એમની નામના છેક અમેરિકા સુધી પહેાંચી હતી : અમેરિકામાં ચિકાગે શહેરમાં ભરાનાર વિશ્વષમ પરિષદમાં જૈનધર્મના પ્રતિનિધિ તરીકે હાજર રહેવાનું પૂજ્ય આચાય વિજયાન દસૂરિજી મહારાજને આમત્રણ મળ્યું હતું. જૈનધર્મી, સંઘ અને સંસ્કૃતિને માટે ભારે ગૌરવ લેવા જેવા એ પ્રસંગ હતા. જૈન સાધુ તરીકે આચાર્ય મહારાજ પાતે તે ત્યાં જઈ શકે એમ ન હતા, પણ આવેા લાભદાયી અવસર જતા કરવા પણ તેઓ તૈયાર ન હતા એમણે શ્રી વીરચંદ્ર રાઘવજી ગાંધીને પેાતાના પ્રતિનિધિ તરીકે ચિકાગા મેાકલ્યા અને એ સ્વનામધન્ય ધર્માત્મા વિદ્વાન પુરુષે અમેરિકામાં તેમ જ બીજા દેશેામાં પણ કેવળ જૈન સંસ્કૃતિના જ નહી, સમગ્ર ભારતીય સસ્કૃતિનેાડકા વગાડચો અને
Page #247
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસકથા ખૂબ નામના મેળવી. મુનિ વલભવિજયજી આ પ્રસંગના સાક્ષી હતા. જ્ઞાનને અને જ્ઞાનીને મહિમા કેટલે જબરજસ્ત છે તે તેઓ આ પ્રસંગ ઉપરથી પણ વિશેષ સમજ્યા, અને દાદાગુરુનો પ્રભાવ વિશેષ સમજતા થયા: આવા શીલ-પ્રજ્ઞાના વારિધિ અને વાત્સ-. લ્યનિધિ પાસેથી તે જ્ઞાન-ક્રિયાનું બળ જેટલું પ્રાપ્ત કરી શકાય એટલું ઓછું. વિ. સં. ૧૯૪૯ નું ચાતુર્માસ જડિયાલાગુરુમાં કર્યું.
દાદાગુરુના પવિત્ર સાંનિધ્યમાં સાચા ક્ષમાશ્રમણ, સમતાના સાગર, ધીર, ગંભીર, ઉદાર શ્રી કાંતિવિજયજી મહારાજના સંપર્કને લાભ મળે એની પણ મુનિશ્રીના ચિત્ત ઉપર ઘણી સારી અસર થઈ અને તેઓ એમના પ્રત્યે એક પ્રકારનું આદર-બહુમાનભર્યું આકર્ષણ અનુભવી રહ્યા. જોગાનુજોગ શ્રી કાંતિવિજયજી મહારાજનું વતન પણ વડેદરા હતું. બે મુનિવરો વચ્ચેની ધર્મસ્નેહની ગાંઠ વધારે દૃઢ થઈ.
આ બધો સમય પંજાબના જૈન સંઘના નવસર્જનનું કામ ખૂબ વેગપૂર્વક ચાલતું હતું. આચાર્ય મહારાજ એ માટે રાત-દિન પ્રયત્ન કરતા રહેતા હતા. અને પિતાના સમગ્ર સાધુ સમુદાયને પણ એમણે એ કામમાં જ જેડી દીધો હતો. સૌ આચાર્ય દેવની આજ્ઞા પ્રમાણે જ જુઠાં સ્થાનોમાં રહીને પોતાની સમગ્ર શક્તિ લગાવીને નિષ્ઠાપૂર્વક એ કામ કરી રહ્યા હતા. જાણે પ્રતાપ અને પ્રકાશ વેરતા સૂર્યની આસપાસ તેજસ્વી ગ્રહોનું એક વર્તુળ રચાઈ ગયું હતું. મુનિ શ્રી વલ્લભવિજયજીની ઉંમર તો હજી નાની હતી, પણ શક્તિ, કાર્યસૂઝ અને ભાવનાની સંપત્તિ એમની વર્ધમાન હતી, એટલે એમને પણ આ કાર્યમાં સેંધપાત્ર ફાળે હતો.
વિ. સં. ૧૯૫૦નું ચોમાસું જીરામાં થયું. ચોમાસા પછી શ્રી કાંતિવિજયજી મહારાજ તથા શ્રી વીરવિજયજી મહારાજ પટ્ટીથી વિહાર કરીને આચાર્ય મહારાજને વંદના કરવા જરા આવ્યા. મુનિ વલલભવિજયજીને આચાર્યશ્રીના પ્રીતિપાત્ર અને વિશ્વાસપાત્ર બનેલા જોઈને તેઓ ખૂબ રાજી થયા. એક દિવસ હસતાં હસતાં આચાર્યશ્રીએ કાંતિવિજયજી મહારાજને કહ્યું: “જેજે, મેં અહીં તૈયાર કરેલ સાધુઓને તમે ક્યાંક ગુજરાતમાં ઉપાડી જતા! પંજાબને માટે મેં એમને તૈયાર કર્યા છે, અને પંજાબને એમની પાસેથી ઘણી આશા છે.”
સૌ ભદ્રપરિણામી અને શાસનની પ્રભાવનામાં જ કૃતાર્થતા અનુભવનારા સંત હતા. અને ગમે ત્યાં રહીને આત્મકલ્યાણ અને ધર્મને પુનરુદ્ધાર કરવાનું જ એમનું જીવનવ્રત હતું. એટલે આવો કોઈ ભય તો હતો જ નહીં; પણ આચાર્ય મહારાજના આ શબ્દોમાં એમની પંજાબની સંભાળ માટેની ચિંતા અને મુનિ શ્રી વલ્લભ વિજયજી વગેરે મુનિવરો પ્રત્યેની લાગણીનું પ્રતિબિંબ જોઈ શકાય છે. - વિ.સં. ૧લ્પ૧નું ચોમાસું અંબાલામાં કર્યું. આ દરમ્યાન આચાર્ય મહારાજે જોઈ લીધું કે જિનમંદિર અને જિનપ્રતિમાની પ્રતિષ્ઠા દ્વારા જૈન સંઘની શ્રદ્ધાને પરિમાર્જિત અને સ્થિર કરવાનું એક યુગકાર્ય પૂરું થયું હતું, અને સરસ્વતી મંદિરની સ્થાપના દ્વારા જૈન સંઘને વધારે તેજસ્વી બનાવવાનું બીજું યુગકાર્ય સામે જ આવીને ખડું છે. અને " એમણે પોતાનું શેષ જીવન એ કાર્યમાં જ વિતાવવાનું વિચાર્યું. શ્રાવક સમુદાય આગળ એમણે પોતાની આ ભાવના વ્યક્ત પણ કરી હતી, અને મુનિ શ્રી વલ્લભવિજયજી એ બધા
Page #248
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાંજલિ
૧૬૧ પ્રસંગેના સાક્ષી હતા, એટલું જ નહીં, પિતાના દાદાગુરુની એ ભાવનાને સફળ કરવા માટે તેઓ પિતાની જાતને સજજ કરી રહ્યા હતા.
પણ કુદરતની કાર્યવહેંચણ જાણે કંઈક જુદી જ હતી. આવું મોટું એક યુગકાર્ય પૂરું કરવામાં જેમણે, કાયાની માયા અને ઊંઘ-આરામની ઈચ્છા વિસારીને, પોતાની સમસ્ત શક્તિઓ કામે લગાડી દીધી હોય એના માથે બીજા એવા જ મોટા યુગકાર્યની જવાબદારી નાખવી એ ક્યાંનો ન્યાય? પોતાનું યુગકાર્ય પૂરું થયું અને આચાર્યશ્રી આત્મારામજી મહારાજનું જીવન, સંધ્યા સમયે કમળ બિડાય એમ, શાંતિપૂર્વક ગુજરાનવાલા નગરમાં બિડાઈ ગયું. વિ. સં. ૧૯૫ર (હિંદી ૧૯૫૩)નું એ વર્ષ.
એ મહાન ત બીજી એવી જ જોત પ્રગટાવીને અમર બની ગઈ! સરસ્વતીમંદિરની સ્થાપના કરવાનું યુગકર્તવ્ય બજાવીને જેન સંઘને વધારે ઉત્કર્ષ સાધી શકે એવા મુનિ વલ્લભવિજયજી જેવા સમર્થ અને નવયુવાન યુગદ્રષ્ટાની ભેટ આપીને યુગદ્રષ્ટા તિધર શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ જૈન સંઘને સદાને માટે ઓશિંગણ બનાવતા ગયા.
ત્યારે મુનિ શ્રી વલ્લભવિજયજીની વય તે માંડ એક પચીશી વટાવી ચૂકી હતી, અને દાદાપુરુષના સંપર્કને લાભ પણ એક દાયકાથી પણ ઓછો જ મળ્યું હતું અને માથે આવી પડેલું યુગકર્તવ્ય તો ઘણું મોટું હતું : પણ શાસનસેવાની ધગશ, અંતરનું ખમીર અને આપસૂઝ તેમ જ કાર્યશક્તિ એમનાનાં એવાં પ્રગટયાં હતાં કે પિતાના ધર્મકર્તવ્યને બજાવવામાં વયની કે પદવીના અભાવની કશી મર્યાઢ આડે આવી શકે એમ ન હતી. ભાવના અને શક્તિ હોય તે કાર્યસિદ્ધિ મળ્યા વગર ન રહે!
બાર વર્ષ પંજાબમાં ધર્મગુરુ તથા લેકગુરુ જીવનપ્રદ મહાન તિનાં દર્શન સદાને માટે બંધ થઈ ગયાં હતાં અને અંતરમાં અનાથતા જેવી એકલતા વ્યાપી ગઈ હતી. પણ નિરાશ થઈને નિષ્કિય બેસી રહીએ તે દાદાગુરુને સંગ લાજે અને શ્રમણ જીવનની સાધના નબળી સાબિત થાય. હવે તે ભાવના અને કર્તવ્યબુદ્ધિના બળે એ તને હૃદયમંદિરમાં પુનઃ પ્રગટાવીને એના અજવાળે અજવાળે કર્તવ્યને માર્ગે આગળ જ વધવાનું હતું. વિ. સં. ૧૯૫ર નું ચોમાસું શ્રી વલ્લભ વિજયજી મહારાજે ગુજરાનવાલામાં જ કર્યું અને દાદાગુરુને પિતાની સક્રિય શ્રદ્ધાંજલિ આપવા માટે નીચે મુજબ પાંચ કાર્યો કરવાનો સંકલ્પ કર્યો–
(૧) શ્રી આત્મારામજી મહારાજના સ્વર્ગવાસ દિનની સ્મૃતિરૂપે આત્મસંવત ચાલુ કર. (૨) શ્રી આત્મારામજી મહારાજના અગ્નિસંસ્કારને સ્થાને સમાધિમંદિર બનાવવું. (૩) પંજાબમાં શ્રી આત્માનંદ જૈન સભાની સ્થાપના કરવી.
(૪) દાદાગુરુના નામે ઠેરઠેર પાઠશાળાઓ સ્થાપન કરવી; અને એમના નામથી એક જૈન મહાવિદ્યાલય (જેન કેલેજ) સ્થાપવું.
(૫) શ્રી આત્માનંદ જૈન પત્રિકાનું પ્રકાશન કરવું. મુનિવર્ય શ્રી વલ્લભ વિજયજીની જીવનકથા કહે છે કે એમના તથા પંજાબ શ્રીસંઘના
Page #249
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસકથા પ્રયાસથી વહેલું કે મેડે આ પાંચ કાર્યો પૂરાં થયાં છે, તે હકીકત નીચેની માહિતીથી જાણી શકાશે. * આપણું સંઘના અમુક વર્ગમાં આત્મસંવતનું ચલણ પ્રચલિત થયું છે. ગુજરાનવાલામાં શ્રી આત્મારામજી મહારાજના સમાધિમંદિરનો પા તો એ વખતે જનવિ. સં. ૧૫૨ માં જ–નંખાયા હતા. વિ. સં. ૧૯૬૨ ના વૈશાખ સુદિ ૬ ના રોજ ખૂબ ઉત્સાહ અને મહત્સવપૂર્વક સમાધિમંદિરની પ્રતિષ્ઠા કરીને એમાં આચાર્ય શ્રી આત્મારામજી મહારાજની ચરણપાદુકા પધરાવવામાં આવી. આ સ્થાન શ્રી આત્માનંદ જૈન ભવન તરીકે પણ ઓળખાતું હતું. એ સ્થાન ભક્તિની સાથે સાથે વિદ્યાનું પણ કેન્દ્ર બને એ માટે વિ. સં. ૧૯૮૧ માં ત્યાં શ્રી આત્માનંદ જૈન ગુરુકુલની સ્થાપના કરવામાં આવી. શ્રી આત્મારામજી મહારાજની અંતિમ ઈચ્છા સરસ્વતી મંદિરની સ્થાપના તરફ ધ્યાન આપવાની હતી; અને એની શુભ શરૂઆત ગુજરાનવાલાથી જ કરવાનું એમણે વિચાર્યું હતું. એ ભાવના ત્યારે તે અધૂરી રહી; અને એમના સ્વર્ગવાસ બાદ છેક ઓગણત્રીસ વર્ષે, મુનિમાંથી એ જ વર્ષે આચાર્ય બનેલા શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના પવિત્ર હાથે સફળ થઈ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી તથા પંજાબ શ્રીસંઘ યત્કિંચિત્ ગુરુઋણ અદા કર્યાને સંતેષ લઈ શકે એવું એ કાર્ય હતું. પણ પછી દેશના વિભાજન સાથે એકવીસ વર્ષ પહેલાં આવેલ સ્વરાજ્ય જેમ આખા દેશ માટે કમનસીબી લઈને આવ્યું તેમ એ જ અરસામાં તીર્થધામ બનેલ ગુજરાનવાલા ઉપર પણ સર્વનાશ વરસી ગયો! એ સ્થાન પાકિસ્તાનમાં ગયું; આજે ત્યાં એક પણ જૈનની વસતી નથી. જોતજોતામાં આ ધર્મનગર આપણું મટી પરાયું બની ગયું! કેવી ક્રૂર અને કરુણ ભવિતવ્યતા!
પંજાબમાં શ્રી આત્માનંદ જૈન મહાસભા નામે એક કેન્દ્રસ્થ સંસ્થાની સ્થાપના થવા ઉપરાંત પંજાબનાં જૈન વસતી ધરાવતાં લગભગ બધાં નાનાં-મોટાં શહેરોમાં એની શાખાઓરૂપે શ્રી આત્માનંદ જન સભાની સ્થાપના થયેલી જોવા મળે છે. આ શાખાસંસ્થાઓની મહાસભા સાથે એવી તો ફૂલગૂંથણ રચાઈ ગઈ છે કે એના લીધે સમસ્ત પંજાબને શ્રીસંઘ એકતાના સૂત્રે બંધાઈ ગયા છે. પિતાના ઉદ્ધારક પૂજ્ય આચાર્ય આત્મારામજીનું અને ગુરુ વલ્લભનું નામ પંજાબનાં ભાવનાશીલ ભાઈઓ-બહેનો ઉપર અજબ કામણ કરે છે, અને એમને ધર્મમાગે ચાલવાની અને પિતાની એકતાને ટકાવી રાખવાની પ્રેરણા આપતું રહે છે. પંજાબ ઉપરાંત સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ જેવાં સ્થાનમાં પણ શ્રી આત્મારામજી મહારાજના નામથી સંસ્થાઓ સ્થપાઈ છે. આ સંસ્થાઓ પણ આ આચાર્ય મહારાજના શ્રીસંઘ ઉપરના અસાધારણ ઉપકારનાં સ્મારક બનીને, એ આચાર્યપ્રવરે એ યુગના જૈન સંઘને સરખે ઘાટ આપીને સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવવામાં કેટલો અસરકારક ફાળો આપે હતો તેનો ખ્યાલ આપે છે. સાચે જ, બસો ઉપરાંત વર્ષના ગાળા બાદ તેઓને પ્રાપ્ત થયેલ આચાર્યપદને શ્રી આત્મારામજી મહારાજે યથાર્થપણે સફળ કરી બતાવ્યું હતું, એમાં શંકા નથી.
મુનિ શ્રી વલ્લભવિજ્યજીના સંકલ્પ મુજબ પંજાબમાં ઠેર ઠેર પાઠશાળાઓ જેવી માતા સરસ્વતીની સંખ્યાબંધ દેવકુલિકાઓ ઊભી થઈએ તો ખરું જ; પણ આ પાઠશાળાઓ આપણે બીજી પાઠશાળાઓ કરતાં વિદ્યાથીઓની અધ્યયન રુચિ, સંખ્યા અને
Page #250
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાંજલિ સંઘનો એને મળી રહે સાથ વગેરે બાબતોમાં અત્યારે પણ જુદી પડે એવી તેમ જ કેવળ બાલક-બાલિકાઓ માટે જ નહીં પણ બીજાઓને માટે પણ એક પ્રકારના સંસ્કારકેન્દ્રની અને મિલનસ્થાનની ગરજ સારે એવી છે. આ પાઠશાળાઓ ઉપરાંત આચાર્ય શ્રી વિજયવલભસૂરિજી મહારાજની, પંજાબમાં દાદાગુરુના નામથી એક જૈન મહાવિદ્યાલય એટલે કે કોલેજની સ્થાપના કરવાની ભાવના પણ વિ. સં. ૧૯૯૪ માં અંબાલા શહેરમાં “શ્રી આત્માનંદ કૉલેજની સ્થાપનાથી સફળ થઈઆટલે મોડે મોડે, શ્રી આત્મારામજી મહારાજના સ્વર્ગારોહણ પછી છેક ચાર દાયકા કરતાં પણ વધુ વખત પછી, આ કૉલેજની સ્થાપના થઈ એ બીના આચાર્ય વિજયવલભસૂરિજી કઈ પણ કામ કરવાનું નક્કી કર્યા પછી, કાળની અસર નીચે, એને વીસરી જવાને બદલે એ માટે હમેશાં ધ્યાન આપતા રહેતા હતા અને સમય પાક્યો લાગે ત્યારે એને અમલ પણ કરી બતાવતા હતા, એ વાતની સાક્ષી પૂરે છે. આ કેલેજ તે પંજાબ શ્રીસંઘની ગુરુભક્તિ અને જ્ઞાનભક્તિની પણ કીર્તિગાથા બની રહે એવી છે. એ કહેવાની જરૂર નથી કે આપણા સંઘે સ્થાપેલ જેન કૉલેજ આ એક જ છે. - માસિક પત્રિકા તરીકે ઘણાં વર્ષોથી શ્રી આત્માનંદ જૈન મહાસભા-પંજાબના મુખપત્ર રૂપે “વિજયાનંદ” નામે માસિક પ્રગટ થઈ રહ્યું.
દાદાગુરુના સ્વર્ગવાસ પ્રસંગે મુનિ શ્રી વલ્લભવિજયજીએ કરેલ આ સંકલ્પની વિગતે અહીં ખાસ હેતુસર આપવામાં આવી છે. પૂજ્ય આત્મારામજી મહારાજના સ્વર્ગવાસ પછીને પંજાબ જૈન સંઘના વિકાસનો ઇતિહાસ જોતાં કહેવું જોઈએ કે શરૂઆતમાં સામાન્ય લાગતા આ સંકલ્પની આસપાસ–એટલે કે એ નિમિત્તે–જ મોટા ભાગને વિકાસ થયેલ છે અને એ સંકલ્પોની પૂર્તિ કરવાને નામે પંજાબ શ્રીસંઘને એકતાનું અને કાર્યશીલતાનું વિશેષ બળ મળતું રહ્યું છે. માત્ર પચીસ વર્ષ જેટલી નાની ઉંમરે પણ મુનિ શ્રી વલ્લભવિજયજીમાં શ્રી સંધની જરૂરિયાત, સમયનાં એંધાણ અને વિકાસની દિશાને પામી જવાની કેવી કોઠાસૂઝ, સમજ અને દીર્ધદષ્ટિ હતી, એને કંઈક ખ્યાલ પણ આ સંકલ્પ ઉપરથી આવી શકે છે.
આમ તે મુનિ વલ્લભવિજયજી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના ધર્મગુરુ હતા. પણ વિદ્વત્તા અને સાધુતા કોઈ એક પંથ, ફિરકા કે વાડાની મૂડી નથી ગણાતી; એ તે સમગ્ર માનવસમાજની મૂડી છે. જે દિવસે વ્યક્તિ ઘરસંસારનો ત્યાગ કરીને ત્યાગધર્મ દ્વારા આત્મસાધના કરવાનો માર્ગ સ્વીકારે છે તે દિવસથી એ વિશ્વને બની જાય છે, અને આખું વિશ્વ એને માટે મિત્ર કે કુટુંબ બની જાય છે. વિશ્વ સાથે આવી એકરૂપતા સાધવી એ જ એ ધર્મને ઉપદેશ અને આત્મસાધનાને ખરો માગે છે. મુનિશ્રી આ વાત બરાબર સમજતા હતા. એમને થયું, વેષ ભલે અમુક સંપ્રદાયની માન્યતા મુજબ ધારણ કર્યો, પણ મનને જે ઉદાર કરીએ અને સંકુચિત વાડાબંધીમાંથી બહાર આવીએ તે ધર્મોપકાર કરવાને માટે આખી દુનિયા આપણી છે; એમાં વેષ કંઈ આડે આવતો નથી. સર્વમંગલકારી શ્રમણજીવન સ્વીકારીને તેઓએ અહિંસા, સંયમ અને તપની તેમ જ ધર્મશાસ્ત્રની આરાધના કરી હતી અને પૂજ્ય આત્મારામજી મહારાજના ચરણોમાં સર્વ
Page #251
--------------------------------------------------------------------------
________________
૧૬૪
વિદ્યાલયની વિકાસકથા
દનના સમન્વય કરીને એને સાર ગ્રહણ કરવાને માર્ગ દર્શાવનાર અનેકાંતષ્ટિની ઊડી સમજૂતી પણ મેળવી હતી, એટલે મુનિ વલ્લભવિજયજી એક ફિરકાના ધર્મગુરુ મટીને માનવસમાજના લેાકગુરુ ખની ગયા હતા.
પેાતાના ગુરુપદને આવું વ્યાપક, ઉદાર અને સહિતકારી બનાવવાથી મુનિ વલ્લભવિજયજી શિખા, મુસલમાન અને અન્ય જૈનેતર વર્ગોને પેાતા તરફ આકષી શકયા અને સદાચરણની પ્રેરણા આપી શકયા એ તે ખરું જ, પણ એથીય વધારે મહત્ત્વની વાત તે એ થઈ કે જિનપ્રતિમા અને જિનવાણીને પંજાબમાં પુનરુદ્ધાર કરવા માટે જે સ્થાનક માગી ફિરકાની સામે પૂજ્ય આત્મારામજી મહારાજને ઘણું કામ કરવુ' પડયુ' હતું અને પેાતાને પણ એમાં સાથ પુરાવવા પડચો હતા એ જ સ્થાનકમાગી ફિકામાંથી મુનિ શ્રી વલ્લભવિજયજી સામેના અણગમેા અને વિરાધ શમી ગયા હતા, એટલું જ નહિ એ ફ્રિકાના અનુયાયીએ પણ એમના આદર કરતા અને એમની ધ વાણી ઉલ્લાસ અને શ્રદ્ધાપૂર્વક સાંભળતા થયા હતા. આ પ્રતાપ મુનિ શ્રી વલ્લભવિજયજીની સમતા, નિમ`ળ સાધુતા અને નિ`શ મનેાવૃત્તિના હતા. કયારેક સંજોગેાના બળે કાઈની સામે થઈને કામ કરવું પડે તેાપણુ એને! ડંખ મનમાં ન રાખીએ, અને આવા કામની પાછળની દૃષ્ટિ પણ અંગત સ્વાર્થ કે માનની નહી' પણ લેાકકલ્યાણી જ હાય તે · દિલભર દિલ’ના સિદ્ધાંત મુજખ આપણી ભલી લાગણીની અસર સામાના અંતર ઉપર થયા વગર ન રહે : આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીનું જીવન આ સિદ્ધાંતની સચ્ચાઈના જ્વલંત પુરાવારૂપ છે. ધ સાધનાને પ્રતાપે જેમના જીવનમાં સમતા, સરળતા સહિતકામના, સહૃદયતા અને સાધુતાના ઉદય થયા હાય એ જ પાતે એક ફિરકાના ધર્મગુરુ હોવા છતાં, ખુમારીપૂર્વક પેાતાની જાતને માટે કહી શકે કે
“ હું ન જૈન છું ન બૌદ્ધ, ન વૈષ્ણુવ છું ન શૈવ, ન હિંદુ છું ન મુસલમાન. હું. તા વીતરાગ દેવ પરમાત્માને શોધવાના માર્ગે વિચરવાવાળા એક માનવી છું; યાત્રાળુ છું; આજે સૌ શાંતિની ચાહના કરે છે; પરંતુ શાંતિની શેાધ તા સૌથી પહેલાં પેાતાના મનમાં જ થવી જોઈએ.”
આ રીતે સૌને પેાતાના માનીને મુનિરાજ શ્રી વલ્લભવિજયજી મહારાજ પૂજ્ય આચાર્ય શ્રી આત્મારામજી મહારાજના સ્વર્ગવાસ ખાદ ૧૩ વર્ષ સુધી પંજાખમાં વિચર્યાં, અને પંજામ શ્રીસંઘને સાચવવાની દાદાગુરુની આજ્ઞાનું પાલન કરવાની સાથે પ ંજાખની અઢારે વર્ણની જનતાના ગુરુ અન્યા.
પંજાબમાં આટલા લાંખા સમય સુધીની સ્થિરતા દરમ્યાન જિનમંદિરાની તથા પાઠશાળાઓની સ્થાપના, જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા, શિક્ષણપ્રચાર, ધર્મપ્રરૂપણા, પજાબ સંધનું સૉંગઠન તથા સાહિત્યના મહિમા પુનઃસ્થાપન કરવા માટે વલ્લભવિજયજી મહારાજે જે કામ કર્યું તેથી પંજાબના જૈન સંધ ખૂબ પ્રભાવશાળી બન્યા, અને મુનિશ્રીનું વ્યક્તિત્વ પણ વિશેષ પ્રભાવશાળી અત્યુ'. મુનિશ્રીની આટલી બધી જહેમતને પ્રતાપે પ’જામ શ્રીસ'ધ ખૂબ સંગઠિત, શક્તિશાળી અને ધશ્રદ્ધામાં દૃઢ થયેા. ગુજરાતમાં જન્મેલ મહાપુરુષે ૫ જામને જ જાણે પેાતાની ક બ્યભૂમિ બનાવી દીધું હતું.
* આચાર્યાંશ્રીના ૮૪મા જન્મદિન નિમિત્તે, મુંબઈની ૭૩ જેટલી સંસ્થાઓ તરફથી શ્રી એસ. કું. પાટીલના પ્રમુખ્યપદે યેાજાયેલ સમાર્`ભ પ્રસ ંગે આપેલ પ્રવચનમાંથી. (‘આદર્શો જીવન’, પૃ. ૯૧૨)
Page #252
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાંજલિ
બાકી સંતોને તે, “સબ ભૂમિ ગોપાલકીની જેમ, જન્મ ગમે ત્યાં થયો હોય, ઉછેર, અભ્યાસ અને સાધના પણ ગમે ત્યાં થયાં હોય છતાં, છેવટે આખો દેશ પોતાનું વતન બની જાય છે. અને એમની સેવાભાવનાને આ કે તે પ્રદેશના સીમાડાઓ બંધિયાર બનાવી શકતા નથી. રાજકારણી પુરુષને પિતાની અંગત સગવડ મુજબ આ કે તે પ્રદેશને પોતાના કે પરાયા બનાવી મૂકતાં વાર લાગતી નથી, અને એમ કરવાનાં માઠાં પરિણામે
ખ્યાલ મેળવી લેવા જેટલી દીર્ધદષ્ટિ પણ તેઓની હોતી નથી. પણ લોકકલ્યાણના ચાહક સતેની વાત આથી જુદી છે. શ્રી દયાનંદ સરસ્વતી ગુજરાત (સૌરાષ્ટ્ર)માં જન્મ્યા, અને એમણે સેવા કરી ઉત્તર ભારતની. શ્રી સહજાનંદ સ્વામીએ ઉત્તર પ્રદેશમાં જન્મ ધારણ કર્યો અને ઉદ્ધાર કર્યો ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છના પ્રદેશેને. આવા તો અનેક દાખલા મળી શકે. આ ઉપરથી એટલું જોઈ શકાય છે કે ભારતદેશની અખંડિતતા–એકરૂપતાનું દર્શન મુખ્યપણે આવા ઉદારદિલ સાધુ-સંતોના જીવન અને વ્યવહારમાં જ થાય છે. પૂજ્ય આત્મારામજી મહારાજે પંજાબમાં જન્મીને ગુજરાત-સૌરાષ્ટ્રની કેટલી બધી સેવા કરી! એ જ રીતે આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની પંજાબની સેવાઓ પણ અસાધારણ હતી. પંજાબને તે જાણે એમના અંતરમાં સર્વોચ્ચ સ્થાન મળ્યું હતું.
વારંવાર પંજાબની યાત્રા આમ જોઈએ તે મુનિ શ્રી વલ્લભવિજયજી મહારાજે દીક્ષા લીધા પછીનાં ત્રણ ચોમાસાં ગુજરાત-રાજસ્થાનમાં (બે ગુજરાતમાં રાધનપુર: અને મહેસાણામાં અને એક રાજસ્થાનમાં) કર્યા પછી ૧૯ જેટલાં ચોમાસાં પંજાબમાં જુદાં જુદાં સ્થાનમાં કરીને ઘણું ગામ-શહેરોને પોતાની ભાવના, શક્તિ અને વિદ્વત્તાનો લાભ આપ્યો હતો. તેમાં છ ચોમાસાં દાદાગુરુજીની સાથે અને તેર તેઓના સ્વર્ગવાસ પછી કર્યા હતાં.
વળી, એમની પંજાબની યાત્રાઓને એકંદર વિચાર કરીએ તે ચાર વાર થઈને એમણે પંજાબમાં કુલ ૩૨ ચોમાસાં કર્યા હતાં. એમના ૬૮ વર્ષ જેટલા સુદીર્ઘ દીક્ષાપર્યાયને લગભગ અડધે સમય એમણે પંજાબને અર્પણ કર્યો હતો, એ બીના પંજાબ ઉપરની એમની અપાર પ્રીતિનું અને પંજાબ સંઘની તેઓના ઉપરની અસાધારણ ભક્તિનું સૂચન કરે છે.
પંજાબથી પહેલી વાર વિહાર કર્યા બાદ તેર ચોમાસાં ગુજરાત, મુંબઈ, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં કરીને જાણે તેઓએ પંજાબ અને પંજાબ સિવાયના પ્રદેશના જૈન સંઘના ઉત્થાન માટેની પિતાની સેવા પ્રવૃત્તિની સમતુલા સાચવી હતી, અને એ રીતે સમગ્ર જૈન સંઘ ઉપર ઉપકાર કર્યો હતો અને સૌને પિતાના ગુરુપદને લાભ લેવા અવસર આપ્યા હતા. - વિ. સં. ૧૯૭૭ નું ચોમાસું બીકાનેરમાં કરીને તેઓએ બીજી વાર પંજાબમાં પ્રવેશ કર્યો અને વિ. સં. ૧૯૭૮ થી ૧૯૮૧ સુધીનાં ચાર ચોમાસા પંજાબમાં જુદાં જુદાં સ્થાનમાં કરીને ત્યાંના શ્રીસંઘની સેવા બજાવી. | શ્રી વલ્લભસૂરિજી મહારાજ પંજાબમાં હોય કે પંજાબથી દૂર હોય, પંજાબના ગ. ક્ષેમની ચિંતા તે ક્યારેય એમના હૃદયથી દૂર થતી ન હતી. અને દૂર રહ્યા રહ્યા પણ
Page #253
--------------------------------------------------------------------------
________________
૧૬૬
વિદ્યાલયની વિકાસકથા તેઓ પોતાના સમુદાયના સાધુઓ દ્વારા તેમ જ સલાહ-સૂચનો દ્વારા જરૂરી માર્ગદર્શન કરાવતા જ રહેતા હતા. તેઓ ગમે ત્યાં હોય તે પણ “હું મારા પંજાબમાં ક્યારે પહોંચું' એવી એમને હમેશાં ઝંખના રહ્યા કરતી.
વિ. સં. ૧૭ નું ચોમાસું ખંભાતમાં કરીને એમણે પંજાબ તરફ વિહાર કર્યો અને વિ. સં. ૧૯૯૪ થી ૧૯૯ સુધીનાં છ ચોમાસાં પંજાબમાં કર્યા. આ એમની પંજાબની ત્રીજી યાત્રા હતી. તે પછી એક જ વર્ષ માટે આચાર્ય મહારાજે પંજાબની બહાર છતાં પંજાબની નજીક વિ. સં. ૨૦૦૦ નું ચોમાસું બીકાનેરમાં કર્યું. તે પછી ફરી પાછા તેઓ ચોથી–અને છેલ્લીવાર પંજાબ પધાર્યા. વિ. સં. ૨૦૦૧ થી ૨૦૦૩ સુધીનાં ત્રણ ચોમાસાં એમણે પંજાબમાં કર્યો.
સને ૧૯૪૫ થી ૧૯૪૭ સુધીને અઢી-ત્રણ વર્ષનો સમય આપણું દેશમાં ભારે અસ્થિરતા અને અસ્તવ્યસ્તતાને સમય હતો. સ્વરાજ્યપ્રાપ્તિની પૂર્વેના એ સમયમાં દેશ આ કેમી તોફાનેના દાવાનળમાં સપડાઈ ગયો હતો તેમાંય ઉત્તર ભારતની અને વિશેષ કરીને પંજાબ-સિંધ-સીમા પ્રાતની દુર્દશા તે વર્ણવી જાય એવી ન હતી. અને સ્વરાજ્ય આવ્યા પછીની કલ્લેઆમે તો માજા મૂકી હતી. આ પ્રદેશના વસનારાઓ માટે આ ખરેખરી કસોટીને કાળ હત–લેકનાં જાન-માલની લેશ પણ સલામતી નહોતી. જેઓનાં જાન-માલ સલામત રહી શક્યાં એ કેવળ અકસ્માતરૂપે કે પિતાનાં પાંશરાં ભાગ્યનાં બળે અથવા તે ભગવાનની કૃપાના કારણે
આવા કપરા અને કારમાં સમયમાં પંજાબ જવું અને ત્યાં અઢી-ત્રણ વર્ષ માટે રહેવું એ આકરી કસોટી કરે એ સમય હતો. પણ શ્રી વલ્લભસૂરિજી મહારાજને એની વિશેષ ચિંતા ન હતી—આ સમયે એમની ઊંઘને ઉડાડી મૂકે એવી ચિંતાજનક વાત હતી, આવા ભયંકર સંકટના સમયમાં પંજાબના શાંતિપ્રેમી અને અહિંસાવાદી જેના સમાજનું શું થશે એ. પણ આ કોમી તંગદિલી અને તોફાનોએ કમે કમે એવું તે ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું કે એનું શમન કરવું કે એને સામને કરે એ મોટા મોટા સત્તાધારીઓના હાથની વાત પણ નહોતી રહી–કરાળ કાળ પોતે જ જાણે માનવરધિરથી પોતાનું ખ૫ર ભરવા ક્રૂર બન્યો હતો ! આવા દાવાનળની સામે થવાનું સામાન્ય માનવીનું કે ધર્મગુરૂનું પણ શું ગજું? અને છતાં, પિતાનાં હૃદયબળ, હિંમત અને પુરૂપાર્થને બળે પિતાના ચિત્તને સ્વસ્થ રાખીને, સર્વનાશ વેરતા આ હતાશનમાંથી બની શકે તેટલાને તે અવશ્ય ઉગારી શકાય છે. આચાર્ય મહારાજે ૭૫ વર્ષની જઈફ ઉમરે, આવા મતિમૂઢ બનાવી મૂકે અને ભલભલાની હિંમતને ભરખી જાય એવા કારમાં સંકટના સમયમાં, સ્વસ્થતાપૂર્વક સંઘરક્ષાનું આવું કામ કરી બતાવ્યું એ બીના એમની સાધુતાના ખમીરની, એમની જીવનસાધના દ્વારા પ્રગટેલી ઠંડી તાકાતની અને સાચા અહિંસાધર્મના આચરણથી પ્રાપ્ત થતી તેજસ્વિતાની કીર્તિગાથા બની રહે એવી છે.
ગુજરાનવાલાને છેલ્લી સલામ! પિતાના દાદાગુરુની, એમના સમાધિમંદિરની અને એમના નામે સ્થપાયેલ ગુરૂકુળની યાદ આચાર્ય મહારાજ ક્યારેય ભૂલી નહીં શકતા. એમને તે હમેશાં એમ જ રહા
Page #254
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાંજલિ
૧૬૭, કરતું કે કયારે અવસર મળે અને ક્યારે એ બધાનાં મનભરીને દર્શન કરવા ગુજરાનવાલા જઈ પહેચીએ. વિ. સં. ૨૦૦૩ નું ચોમાસું તેઓ ગુજરાનવાલામાં રહ્યા ત્યારે એક બાજુ સ્વરાજ્યપ્રાપ્તિના પડઘમ જોરશોરથી વાગી રહ્યા હતા અને બીજી બાજુ દેશના વિભાજનની પૂર્વતૈયારી રૂપે કોમી તોફાનોએ અસાધારણ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું
–માણસને મારવો એ, તે કાળે, ચીભડાને વધેરવા કરતાં પણ સહેલું બની ગયું હતું. પંજાબની અશાંતિની કોઈ સીમા ન હતી અને ગુજરાનવાલા પણ કેમી ઝનૂને જન્માવેલી અશાંતિને અડ્ડો બની ગયું હતું.
સ્વરાજ્યને આવવાને હજી થોડાં અઠવાડિયાં ખૂટતાં હતાં, પણ કલેઆમ તો ક્યારની શરૂ થઈ ચૂકી હતી. ગુજરાનવાલાના હિંદુઓની સલામતી પૂરેપૂરી જોખમમાં હતી; અને જેનોને પણ એમાં સમાવેશ થતો હતો. કઈ કઈ વહેલાં ચેતીને ચાલી નીકળ્યા તે સિવાય બધાનાં જાન-માલ ભયમાં હતા. આચાર્યશ્રી કેવળ જૈન સંઘના કે હિંદુ જાતિના ભયંકર ભાવીથી જ નહીં પણ આખા દેશના સંકટગ્રસ્ત લાગતા ભાવથી ખૂબ ચિંતિત હતા; અને એમની પારગામી દષ્ટિ દેશના અમંગળ ભાવીનું દર્શન કરાવીને એમને દુઃખી બનાવી મૂકતી હતી. એમની આ લાગણી “આદર્શ જીવન” (પૃ. ૫૩૫)માં નોંધાયેલા નીચેના વાર્તાલાપ ઉપરથી પણ જાણી શકાય છે –
એક ગૃહસ્થ કહ્યું : “ ગુરુદેવ, હિંદુસ્તાનને સ્વરાજ્ય તો મળ્યું, પણ પંજાબના હિંદુઓને માટે તો આ આફત માલૂમ પડે છે.”
“આચાર્યશ્રીએ કહ્યું: “ જ્યારથી મેં ભાગલાની વાત સાંભળી છે ત્યારથી હું ચિંતિત છું કે આપણું ધર્મસ્થાને અને સમાજનું શું થશે ?”
એક જણે કહ્યું: “પાકિસ્તાનમાં લગભગ વીસ શહેર અને કસબ એવાં છે, જ્યાં આપણાં મંદિર અને ધર્મસ્થાનો છે.”
“આચાર્યશ્રીએ કહ્યું : “હિંદુસ્તાનમાં મુસલમાનો રહેશે કે નહીં ? હિંદુસ્તાનમાં હિંદુઓની સાથે મુસલમાને રહી શકશે; પરંતુ પાકિસ્તાનીઓની મનોવૃત્તિ જોતાં હિંદુઓ પાકિસ્તાનમાં રહી શકે એ અસંભવ જેવું લાગે છે. કારણ કે પાકિસ્તાનની રચના થતાં પહેલાં જ મુસલમાને ઉત્તેજિત થઈ રહ્યા છે.”
એકે કહ્યું : “શું પાકિસ્તાન સરકાર બિનમુસ્લિમનું રક્ષણ નહીં કરે ?” આચાર્ય શ્રી ઃ “કરવું તે જોઈએ, પણ સત્તાને મદ ભૂંડે હોય છે.' દિવસે દિવસે સૌની બિનસલામતી વધતી જતી હતી, ચિંતાને કઈ પાર ન હતે. અને ચિંતા કરવાથી કેઈ માર્ગ પણ નીકળે એમ ન હતો. હવે તે હિંમતથી કામ લેવાની અને સંઘ સહિત સહુનું રક્ષણ કેવી રીતે થાય એને માર્ગ શોધવાની જરૂર હતી. જે વ્યક્તિગત જાનમાલની સલામતીના સ્વાર્થમાં સપડાયા તો પિતાને બચાવ ત થતાં શું થાય, પણ સર્વ કેઈ ઉપર સર્વનાશની આફત વરસી જાય એવો કટોકટીને એ સમય હતે અને એની સામે હિંમત, ધીરજ, સ્વસ્થતા, દીર્ઘદ્રષ્ટિ અને કુશળતાથી કામ લેવાનું હતું.
સ્વરાજ્યની જાહેરાતના સવા મહિના પહેલાં, તા. ૨૭–૪૭ના રોજ શ્રી આત્મારામજી મહારાજના સમાધિમંદિરને આગ લગાડયાના સમાચાર મળ્યા. અંતર ચિરાઈ જાય અને
Page #255
--------------------------------------------------------------------------
________________
૧૬૮
વિદ્યાલયની વિકાસકથા મન બેકાબૂ બની જાય એવા એ સમાચાર હતા. આચાર્ય મહારાજ સ્તબ્ધ બનીને એ સમાચાર સાંભળી રહ્યા. પણ સમય એ હતો કે મનને વશ રાખ્યા વગર છૂટકે ન હતે. સંઘનાયકપદની ખરેખરી અગ્નિપરીક્ષા થઈ રહી હતી. - હવે તંગદિલી અને બિનસલામતી ઓછી થવાને તે કઈ અવકાશ જ ન હતો. કયારે શું થાય એ કહેવું મુશ્કેલ હતું. પંજાબના સંઘને જેટલી પોતાની સલામતીની ચિંતા હતી, એટલી જ ખરેખર તોફાનના કેન્દ્રમાં રહેલાં આચાર્ય મહારાજ તથા અન્ય સાધુ-સાધ્વી તેમ જ શ્રાવક-શ્રાવિકાઓની ચિંતા હતી. તેમાંય પંજાબ શ્રીસંઘના પ્રાણ સમા આચાર્ય મહારાજને કંઈ આંચ આવી જાય છે....? આ વિચારની કલ્પના પણ રૂંવાડા ખડાં કરી દે એવી હતી. સૌ અત્યારે એક જ પ્રાર્થના કરતા હતા ઃ ભગવાન આપણું ગુરુદેવને આ સંકટમાંથી ઉગારી લે.
જેમ વખત ગયો તેમ જોખમ વધતું ગયું. આખા દેશને સંઘ આચાર્ય મહારાજની સલામતી માટે ચિંતિત બની ગયો. તરફથી મહારાજજીને એક જ વિનતિ થતી હતી ? ગમે તેમ કરીને ગુજરાનવાલા છેડીને–પાકિસ્તાનમાં ગયેલ પ્રદેશ તજીને-ભારતમાં આવી જાઓ. આ માટે કેટલીક તૈયારી કરીને એની જાણ પણ આચાર્યશ્રીને કરવામાં આવી. પણ પિતાનો જીવ બચાવવા ખાતર કર્તવ્ય ધર્મનો માર્ગ ભૂલે એ બીજા. આચાર્ય મહારાજ તે જાણે એક જ નિશ્ચય કરીને બેઠા હતા કે જીવીશું તે સંઘ સાથે જ જીવીશું; અને સંઘ ઉપર જે જોખમ આવી પડશે તો એ જોખમ પહેલાં અમે ઝીલીશું. અમે જીવતા રહીએ અને સંઘને આંચ આવે એ ન બને! પહેલાં સંઘની સલામતી, પછી અમારી સલામતી. અને આમ કરતાં કદાચ અમારા જીવ ઉપર જોખમ આવી પડશે તે સંધરક્ષામાં અમારું જીવન ધન્ય બની જશે.
એક દિવસ આચાર્ય મહારાજે શ્રાવકોને કહ્યું, તમે તમારાં બાળબચ્ચાને મોકલી આપ્યાં એ સારું કર્યું; હવે તમે તમારી રક્ષા માટે અહીંથી સલામત સ્થળે ચાલ્યા જાઓ. પણ શ્રાવકોય છેવટે વલ્લભગુરુના ઘડેલા હતા; એમણે પણ એકલા જવાનો ઈન્કાર ભણી દીધો.
સરકારે આચાર્યશ્રીને હવાઈ માર્ગે લઈ જવાની તૈયારી બતાવી, પણ પિતાની જવાબદારીની ઉપેક્ષા કરવા જેવી એ વાત એમને હરગિજ મંજૂર ન હતી.
સંઘની ચિંતા દિવસે દિવસે વધુ ને વધુ ઘેરી બનતી જતી હતી; અને સંઘ તેમ જ સાધુ-સાધ્વીઓ સહિત આચાર્ય મહારાજને સહિસલામત હિંદુસ્તાનમાં લઈ આવવાના ચક્રો ગતિમાન થઈ ગયાં હતાં. હવે તે સ્વરાજ્ય આવી ચૂક્યું હતું અને પાકિસ્તાનનું સર્જન પણ થઈ ચૂકયુ હતું. અને વળી ગુજરાનવાલામાંથી હિંદુસ્તાનમાં આવી પહોંચવું અશક્ય જેવું હતું કે ભગવાન જાણે ક્યારે કેવી મુસીબત આવી પડે!
પણ આચાર્ય મહારાજ તે સ્થિતપ્રજ્ઞની જેમ સ્વસ્થ હતા, અને પિતાના સંઘને હમેશાં ધીરજ અને હિંમત આપતા રહેતા હતા. સૌને એટલી આસ્થા હતી કે માથે ઓલિયા જેવા સાધુપુરુષનું શિરછત્ર છે, તે એમના પુણ્ય આપણે જરૂર આ સંકટના મહાસાગરને પાર પામી જઈશું. આમ ધૈર્ય અને હિંમતના અવતાર બનેલા ગુરુ અને ગુરુશ્રદ્ધામાં લીન બનેલા ભક્તો સંકટની સામે જાણે લક્ષ્મણરેખા દોરીને સારા સમયની રાહ જોઈ રહ્યા.
Page #256
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાંજલિ
૧૬૯ ' એવામાં પર્યુષણ મહાપર્વ આવ્યાં. સૌને થયું, આવા વખતમાં પર્યુષણ કેવાં અને એનું આરાધન કેવું! કેઈનું ચિત્ત પર્વારાધનમાં લાગે એવી સ્થિતિ જ ન હતી. પણ આચાર્યશ્રી તો ધર્મમૂતિ હતા. સંકટને તરવાને ઉપાય એમને ધર્મારાધનમાં જ દેખાય. મનને દઢ કરીને તેઓ શાંત ચિત્તે મહાપર્વની આરાધનામાં લાગી ગયા! આવા રૂડા આત્મપર્વનું આરાધન કરતાં કદાચ જાન જવાને વખત આવે તે પણ શી ચિંતા ?
સ્થિતિ તો વધારે ને વધારે ખરાબ થતી જતી હતી. પણ જાણે પિતાના સંતજનો અને ધમી જીવોના રક્ષણની જવાબદારી કુદરતે પોતાના ઉપર લઈ લીધી હતી. અહીં જાણે પેલી કવિપંક્તિઓનું સત્ય સાકાર થતું લાગતું હતું–
મળ્યું છે યુદ્ધ બ્રહ્માંડે દેવદાનવનું સદા,
હણે છે કેઈ તે કઈ રક્ષાનું કરનાર છે. પણ આ રક્ષા ક્યારે, કેવી રીતે, કેની મારફત થવાની હતી? અને એક દિવસ આ સવાલનો જવાબ મળી ગયા.
ભાદરવા સુદિ આઠમે અમૃતસરથી ત્રણ મોટરલેરી ગુજરાનવાલા આવી પહોંચી. આવનારાઓએ સાધુ-સાધ્વી સમુદાય સાથે એમાં અમૃતસર આવવા આચાર્યશ્રીને વિનતિ કરી. પણ તેઓ તો પિતાના નિશ્ચયમાં દઢ હતાઃ પહેલા મારો સંઘ અને સમુદાયક છેલ્લો હું! મારા અહીંથી રવાના થવા સાથે જ આપણું સંઘની બિનસલામતીને પણ અંત આવી જોઈએ. વિનંતી કરનારા નિરાશ થયાઃ આમને કેવી રીતે સમજાવવા? કોણ સમજાવે?
આ અપાર સંકોએ જન્માવેલી જીવનની અનિશ્ચિતતાની વચ્ચે જાણે આચાર્ય પ્રવરનું તેજ વધારે ખીલી નીકળ્યું. એમને આત્મા સિદ્ધયોગીની ધીરતા-ગંભીરતા દાખવી રહ્યો. ભાદરવા સુદ અગિયારસે જગદ્ગુરુ હીરવિજયસૂરિજીની જયંતીની ઉજવણી કરી.
અને બીજે જ દિવસે સૌના છુટકારાનો સમય જાણે પાકી ગએ હોય એમ અમૃતસરથી એકીસાથે અગિયાર મોટર લેરીઓ આવી પહોંચી. સૌના વિદાયની અને પ્રાણપ્યારા ગરતીર્થ ગુજરાનવાલાને આખરી સલામ કરવાની વસમી ઘડી આવી પહોંચી. કુદરતને સંકેત પણ ક્યારેક કે વિચિત્ર હોય છે? જે ગુજરાનવાલા પ્રત્યે રોમ રોમમાં ધર્મભક્તિ ઊભરાતી અને જ્યાંની યાત્રા કરવાને માટે મન થનગની રહેતું એને સદાને માટે ત્યાગ કરવાનો વખત આવ્યા !
આચાર્ય મહારાજ પગે ચાલીને ગુરુકુલ સુધી ગયા. વચમાં દાદાગુરુના સમાધિમંદિર નાં છેલ્લાં દર્શન કર્યા. આંખોમાં આંસુ અને અંતરમાં અસહ્ય વેદના જાગી ઊઠયાં; પણ એના ઉપર મનનું ઢાંકણ વાળી દીધા વગર છૂટકે ન હતો. આચાર્યપ્રવરે એ તીર્થધામને અશ્રઓની છેલ્લી અંજલિ આપી. કેવાં જાજરમાન સ્થાને આજે કેવાં વેરાન બની ગયાં હતાં ! અંતર લેવાઈ જાય એવું એ દશ્ય હતું. જાણે પિતાના હૃદયને પાછળ મૂકતા જતા હોય એમ આચાર્ય મહારાજે દુભાતે દિલે, ભારે પગલે ત્યાંથી પ્રયાણ કર્યું.
ગુજરાનવાલામાં દાદાગુરુના સ્વર્ગવાસ બાદ પોતાની નજર સામે જ સંવત ૧૫ર માં ગુરુમંદિરને-સમાધિમંદિરને પાયે નંખાયો હતો. આજે પ૧ વર્ષે એ પુણ્યભૂમિને સદાને માટે ત્યાગ કર્યો! કર્તવ્યની કેડીઓ અને કુદરતની કરામતો સદાય અકળ રહી છે.
Page #257
--------------------------------------------------------------------------
________________
१७०
આખા સંઘ સુખરૂપ અમૃતસર પહોંચી ગયા. સાધુચરિત સમસ્ત સોંઘમાં આનંદ અને નિરાંતની લાગણી પ્રવતી રહી. મારું પંજાબ, મારુ પજાણ
એ વાતને સાત વર્ષ વીતી ગયાં. અત્યારે આચાર્ય મહારાજ પંજાખથી સે'કડા માઈલ દૂર મુ`બઈમાં ખિરાજે છે, પણુ પજામને પળ માટે પણ વીસરી શકતા નથી. પંજાખ તે જાણે એમના શ્વાસ અને પ્રાણ ખની ગયું છે.
વિદ્યાલયની વિકાસયા
આચાર્યશ્રીનું તપ ફળ્યું.
તખિયત સારી નથી અને ઉંમર પણ ૮૪ વર્ષ જેટલી પાકી થઈ છે. વળી શિષ્યપ્રશિષ્યા ગુરુથી છૂટા પડવા જરાય તૈયાર નથી. પણ આચાર્યશ્રી તા એટલુ જ વિચારે છે, શરીરની કે સગવડ-અગવડની ચિંતા મૂકીને પણ પજાખને સંભાળવાનું ધર્માંક વ્ય ખાવવુ જ જોઈ એ. અને તેએ આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજીને પ'જાખ પહેાંચવા માટે મુંબઈથી વિહાર કરાવે છે.
પણ આટલું જ શા માટે? છેક છેલ્લા દિવસેાની વાત છે. સને ૧૯૫૪ના એગસ્ટની ૧૨મી તારીખે . આચાર્ય મહારાજ શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાંથી શેઠ શ્રી કાંતિલાલ ઈશ્વરલાલને મંગલે પધાર્યા; અને તા. ૨૨-૯-૫૫ના રાજ એમના સ્વર્ગવાસ થયા, એ અરસામાં અમૃતસરના એક વૈદ્યરાજે મુંબઈ આવીને આચાય મહારાજના ઉપચાર કર્યાં; તખિયતમાં કઈક સુધારા લાગ્યા; વૈદ્યરાજ વિદાય થયા. વૈદ્યરાજ રજા લેવા આવ્યા તે વખતે આગેવાનાએ એમના આભાર માનીને કહ્યુ': આચાર્ય ભગવંત તા અત્યારે—આવી તબિયતની નાજુક પરિસ્થિતિમાં પણ-પાલીતાણા અને પંજાબને સંભાર્યો કરે છે. એમની ભાવના શત્રુંજયની યાત્રા કરીને ૫'જામ જવાની છે; અને ખાકીનું જીવન ત્યાં જ વિતાવવાની છે. આપ એમને જલદી સાજા કરી દ્યો. વૈદ્યરાજ શું જવાબ આપે? તે મનેામન આ સંત આચાર્યશ્રીની ઉદાત્ત ભાવનાને વઢી રહ્યા.
એ જ અરસામાં પંજાખના ભાઈએ આચાર્ય મહારાજના દર્શને આવ્યા. એમને જોઈને આચાય મહારાજનું મન ભરાઈ આવ્યું : દાદાગુરુ આત્મારામજી મહારાજ અને પજાબ સંઘની ભક્તિના સ્મરણથી એમનું રામ રામ ભરાઈ ગયુ. કેવા એ ગુરુદેવ અને કેવા મારા પ`જાબના સઘ ! અંતરના એકેએક તાર ઝણઝણી ઊઠયો અને આંખાને આંસુએ થી પખાળી રહ્યો. જાણે અંતરના લાગણીને અંધ તૂટી ગયા. સૌ લાગણીની એ પાવન ભિનાશ અને કુમાશના સ્પશ અનુભવી રહ્યા. વાતાવરણમાં એક પ્રકારની પાવનકારી ગમગીની પ્રસરી રહી, અને વાણી જાણે થભી ગઈ. થોડી વારે સ્વસ્થ બનીને આચાર્ય શ્રીએ ગદ્ગદ સ્વરે કહ્યું : “ મારી અંતરની ઇચ્છા છે કે ચેામાસુ` પૂરુ' થાય એટલે દાદાનાં દર્શીન કરવા પાલીતાણા જાઉં અને મન ભરીને દાદાનાં દન કરું. ત્યાંથી વિહાર કરીને પંજાબ જાઉ. છેવટના શ્વાસ સુધી ત્યાં જ રહું અને ત્યાંની પવિત્ર ભૂમિમાં જ આ પૌલિક શરીરને ત્યાગ કરું. આ મારી ઇચ્છા છે........શું એ પૂરી થશે ? ” ખેલતાં ખેલતાં ફરી પાછાં નેત્રા સજળ બની ગયાં. એ દૃશ્ય નીરખનારા ધન્ય બની ગયા.
પશુ એ સવાલના જવાબ કેણુ આપી શકે ? એ ઇચ્છા તેા પૂરી ન થઈ.આ દેહે પૂરી ન થઈ! પણ કેમ કહી શકીએ કે એ પૂરી ન થઈ ? એક દેહમાંથી મુક્ત બનીને એ
Page #258
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાંજલિ
૧૭૧ ઇચ્છા સર્વવ્યાપી બની ગઈ; અને આવી સુભગ ભાવના ભાવનાર પવિત્ર આત્માની સુભગ ભાવનાની શાશ્વત કીર્તિગાથા બની ગઈ. પંજાબની ભક્તિ અને રક્ષા કરવામાં શેષ જીવન સમર્પિત કરવાની આચાર્યપ્રવરની આ ઝંખના એ પંજાબ સંઘની અમર સંપત્તિ અને આચાર્ય મહારાજના મુનિસમુદાય તેમ જ ધર્મપ્રભાવનાની ધગશ ધરાવતા સર્વ મુનિવરોની જવાબદારી અને પ્રેરણાનું સ્થાન બની ગઈ.
પંજાબને પોતાની કર્મભૂમિ બનાવીને આચાર્ય પ્રવર કંઈ એકલા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના જ ગુરુ નહાતા રહ્યા, પંજાબમાં વસતા સૌકઈ પ્રત્યે એમને વાત્સલ્ય હતું અને સૌનું ભલું કરવાની એમની ભાવના હતી. આવી મંગલ કામનાનો પડઘો પણ એવો જ પડ્યો : પંજાબ વાસીઓને પણ આચાર્ય પ્રત્યે એટલી જ ભક્તિ અને આદરભરી પ્રીતી હતી. અને એ મહાનુભાવોએ અનેક પ્રસંગે પિતાની આવી ભક્તિ પ્રદર્શિત કર્યાના અનેક હદયસ્પશી પ્રસંગો, ગગનમંડળના તેજસ્વી તારાઓની જેમ, આચાર્ય મહારાજના જીવનને શોભાયમાન કરી રહ્યા છે. પણ એ બધાંનું દર્શન કરવાનો અવકાશ અહીં કયાં? બધાનો સાર એ કે પંજાબની ભૂમિની ભક્તિ અને આચાર્ય મહારાજના અંતરની ભક્તિને સુભગ સંગમ સધાય અને એ સંગમને તીરે પંજાબ કૃતાર્થ બની ગયું.
સમાજ હશે તો ધર્મ ટકશે પંજાબે ભલે શ્રી વલ્લભસૂરિજી મહારાજને પિતાના માની લીધા અને આચાર્યશ્રીએ પણ ભલે પંજાબને પિતાનું માન્યું; પણ એથી કંઈ તેઓની અન્ય પ્રદેશે સાથેની હિતચિંતાભરી આત્મીયતા મટી કે ઘટી જતી નથી. અન્ય પ્રદેશો સાથે પણ શ્રી વલ્લભસૂરિજી મહારાજને એ જ ધર્મસ્નેહ અને ધર્મ સંબંધ રહ્યો છે. સૂરજ-ચાંદાને ભલા કેણ હમેશને માટે પિતાપણાના વાડામાં રેકી રાખી શકે? એ તો એવા ઉચ્ચ સ્થાને બિરાજતા હોય છે કે એમની નજર સૌ ઉપર ફરતી રહે અને સૌ એમ જ માને કે એ અમારી સામે જ નીરખી રહ્યા છે ! જેવું સૂર્ય-ચંદ્રનું એવું જ જીવનસાધક અને વિશ્વવત્સલ સંતનુંઃ સૌ એમને પિતાના લાગે; સી એમને પિતાના માને.
આચાર્ય મહારાજ જેમ એક ધર્મગુરુ તરીકે સંઘની આવતી કાલની–આવતા ભવની– ચિંતા સેવતા હતા તેમ નજર સામેથી પસાર થઈ રહેલા આજની-વર્તમાન કાળનીઆ ભવની-ચિંતાની ક્યારેય ઉપેક્ષા કરતા ન હતા. એમની દીર્ધદષ્ટિ જેમ પરલેકનો વિચાર કરી શકતી તેમ આ લોકનો પણ વિચાર કરી શકતી; તેઓ અતિપરલેકપરાયણ બની કેવળ કલ્પનામાં જ નહોતા ઊડ્યા કરતા, પણ ધરતી પર પગ માંડીને પોતાની આસપાસની પરિસ્થિતિને પણ સમજી શકતા હતા. એક ધર્મગુરુ તરીકે આચાર્ય મહારાજની - આ જ અસાધારણ અને વિરલ વિશેષતા હતી. અને એને લીધે જ તેઓ સંઘ અને - સમાજના સુખ દુઃખના સાથી સાચા ધર્મગુરુ બની શક્યા હતા, અને સંઘની રક્ષા માટે અવિરત જહેમત ઉઠાવીને પિતાનું સંઘનાયકપદ ચરિતાર્થ કરી શક્યા હતા.
સંવેદનશીલ, કરુણાપરાયણ અને ભક્તિસભર એમનું હૃદય હતું. પોતાની જરૂરિયાત કરતાં પણ તેઓ સમાજની કે સામી વ્યક્તિની જીવનની અનિવાર્ય જરૂરિયાત વધારે -સમભાવપૂર્વક સમજી શકતા. ત્યાગધર્મ સ્વીકારીને સાધુપણાને સ્વીકાર કરવા છતાં
Page #259
--------------------------------------------------------------------------
________________
૧૭૨
વિદ્યાલયની વિકાસકથા પિતાને અન્ન-જળ કે વસ્ત્ર આવાસ વગર કે વખત આવ્યે દવા-પથ્ય વગર ચાલતું નથી
એ નગદ સત્ય તેઓ બરાબર સમજતા હતા; એક કરુણાપરાયણ સંતની જેમ જેવી પિતાની જરૂરિયાત એવી જ બીજાની જરૂરિયાતને તેઓ સમજતા થયા હતા : સમાજ સાથે આ સમસંવેદનભર્યો સંબંધ એમણે બાંધ્યું હતું. અને તેથી જ તેઓ સમાજ કે સંઘની પરલોકની તેમ જ આ લેકની એમ બન્ને જરૂરિયાત તરફ ધ્યાન આપવામાં સમતુલા જાળવી શક્યા હતા.
પિતે પિતાની રીતે કરેલ જીવનદર્શનને તથા સમાજદર્શનને તેમ જ વિશેષ કરીને ધર્મસંઘના ઈતિહાસને એ બેધપાઠ તેઓ બરાબર પામી ગયા હતા કે ધર્મ અગર ટકી શકે છે તો તે એના અનુયાયીઓમાં જ ટકી શકે છે, જે ધર્મના અનુયાયીઓ નામશેષ થઈ જાય છે, એ ધર્મ પણ નામશેષ થઈને કેવળ ઈતિહાસ અને પુરાતત્ત્વને જ વિષય બની રહે છે. જો ઘમ ઘમના એ ઉક્તિ બિલકુલ સાચી અને અનુભવયુક્ત છે. આપણા દેશના કે દુનિયાના પ્રાચીન અનેક ધર્મો કે પથનો ઈતિહાસ આ વાતની સાક્ષી પૂરે છે. આચાર્ય મહારાજની ધર્મસેવાનું ધ્યેય તો કેવળ ધર્મને ટકાવી રાખવાનું જ નહીં પણ એને પ્રભાવશાળી બનાવવાનું અને એને લાભ માનવસમાજને વ્યાપક પ્રમાણમાં આપતાં રહેવાનું હતું. મતલબ કે તેઓ ધર્મને ગંધી રાખવામાં નહીં પણ ધર્મની લહાણી કરવામાં માનનારા સંતપુરુષ હતા. અને ધર્મની લહાણું તો ત્યારે જ થઈ શકે કે
જ્યારે ધર્મની અંદરનું—એના પ્રાણરૂપ-વિશ્વકલ્યાણ કરવાનું શક્તિતત્ત્વ કુંઠિત થઈ ગયું ન હોય. અને આ ત્યારે જ બની શકે કે જ્યારે એ ધર્મને વારસદારો-અનુયાયીઓ શક્તિ- શાળી અને પ્રભાવશાળી હોય. એટલે છેવટે તો અનુયાયીઓની શક્તિ-અશક્તિ એ જ ધર્મની શક્તિ-અશક્તિ બની રહે છે. આચાર્ય મહારાજ આ રહસ્ય બરાબર સમજ્યા હતા; અને તેથી જ એમણે એ નિશ્ચય કર્યો હતો કે સંઘ કે સમાજ હશે તે જ ધર્મ ટકી શકશે.
દર્દ પરખાઈ જાય પછી દવા કરીને દર્દને દૂર કરવામાં વાર કેટલી? માર્ગ સમજાઈ જાય પછી મંજિલે પહોંચવામાં બહુ સમય ન લાગે. આમાં મોટી વાત સાચી સમજણ મેળવવી એ જ છે. સમજણ મળી ગઈ પછી ઈલાજ કરવાનું સહેલું થઈ પડે. આચાર્ય મહારાજે જૈન સંઘ અને જૈન સમાજની એમના સમયની સ્થિતિનું નિદાન પોતાની વેધક દષ્ટિથી તરત કરી લીધું. એમણે જોયું કે પ્રસંગે પ્રસંગે પુષ્કળ પૈસે વાપરીને ધનવાન હવાની ખ્યાતિ મેળવનાર જૈન સમાજની આંતરિક હાલત બેહાલ, નબળી અને ચિંતા કરાવે એવી છે. અને જે આવી ને આવી સ્થિતિ કાયમ રહી, અને કેઈએ, સજાગ બનીને, પાણી પહેલાં પાળ બાંધવાની દૂરંદેશી ન દાખવી તો સમાજની સ્થિતિ વધુ કરણ અને કફેડી બની ગયા વગર નથી રહેવાની. સમાજની આવી સ્થિતિના દર્શને આચાર્યશ્રીને વધુ સચિંત બનાવ્યા અને એમનાં ઊંઘ-આરામને હરામ બનાવી દીધાં. | નજર સામેના સમયને પારખીને તેને અનુરૂપ પગલાં ભરવાની દષ્ટિ તો પૂજ્ય દાદાગુરુ પાસેથી મળી જ હતી, સમાજના મધ્યમ અને નીચલા વર્ગના સંપકે એ દષ્ટિને વધારે તેજસ્વી બનાવી. અને અંતે એ દષ્ટિનું દીર્ઘદ્રષ્ટિમાં રૂપાંતર થયું અને આચાર્ય મહારાજ પિતાની એ પારગામી દષ્ટિથી સમાજની સાચી અને ચિંતા ઉપજાવે એવી સ્થિતિનું વધારે સ્પષ્ટ દર્શન કરી શકયા. શરીરમાં દર્દ પઠાની કે ઘરમાં સર્ષ પેસી ગયાની વાત જયા
Page #260
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાંજલિ
૧૭૩
પછી તા ભલા કેાણુ નિરાંતની કે સુખની નીંદ લઈ શકે? આચાર્ય શ્રીનું પણ એવું જ થયું. એમણે જોયું કે જૈન સમાજ અભ્યાસમાં, ખીજા સમાજોની સરખામણીમાં, ખૂબ પછાત છે. નાનીનાની-નજીવી-નમાલી ખાખાને કારણે છાશવારે ને છાશવારે સંધમાં જાગી ઊઠતા કલેશ-કલહેાને કારણે સંઘ વેરવિખેર અની રહ્યો છે અને એનું બળ અને હીર હણાઈ રહ્યું છે. અને ઊજળા અને પૈસાદાર ગણાતા સમાજની આંતરિક સ્થિતિ અને આર્થિક શક્તિ ધીમે ધીમે ઘસાઈ રહી છે. ઇતિહાસ કહે છે કે પેાતાના સહધી - એની દીનતાથી દુ:ખી થઈને આચાય હેમચંદ્રસૂરિજીએ પાણકારાનાં જાડાં વસ્ત્રો પરિધાન કરીને મહારાજા કુમારપાળને દીનજનેાનાં દુઃખ દૂર કરવાની પ્રેરણા આપી હતી. આચાય વિજયવલ્લભસૂરિજી મહારાજ એ જ પરપરાના સંઘહિતચિંતક અને સમાજરક્ષક પ્રભાવક પુરુષ હતા. સમાજનાં દ્વીનતા અને દુઃખ જોઈ ને તે ચૂપ કેવી રીતે બેસી શકે ?
તેએ ઊજળું એટલું દૂધ અને પીળું એટલુ સાનુ માની લેવાના ભ્રમમાં પડી જાય એવા ન હતા; એટલે સમાજમાં, મધપૂડાની જેમ ઘર કરી રહેલી ગરીબીના ખ્યાલ મેળવતાં વાર ન લાગી.
સમાજની કમજોરીનું કારણ સમજાઈ ગયું હતું. હવે તેા એ કારણનું નિવારણ કરી શકે એવા કારગત ઇલાજો હાથ ધરવાની જ જરૂર હતી. અને એ ઇલાજોની અજમાયશ એ જ આચાર્ય મહારાજનું જીવનકાર્ય બની ગયું હતું.
સમાજની આ સ્થિતિની સુધારણા કરીને સમાજને શક્તિશાળી અને તેજસ્વી બનાવવા માટે એમણે, રત્નત્રયીના જેવી, આ પ્રમાણે ત્રિસૂત્રીની રચના અને પ્રરૂપણા કરીઃ
(૧) સમાજનાં ખાળકાને દરેક કક્ષાનું વ્યાવહારિક તેમ જ ધાર્મિક શિક્ષણ મળે એવી શ્રીસ'ધ પૂરેપૂરી વ્યવસ્થા કરે.
(૨) અંદર અંદરના મતભેદોને દૂર કરીને બધાય ફિરકાના જૈન સંઘામાં એકતા સ્થપાય એવા પ્રયત્નો કરવા; અને નાની વાતેાને માઠુ રૂપ આપીને નકામા ઝઘડા કે કલેશ કરવાથી દૂર રહેવું. સંપ અને સંગઠન એ જ સાચુ` મળ છે; અને અત્યારે, પહેલાં કરતાં પણુ, જૈનાની એકતાની ખૂબ જરૂર છે.
(૩) સમાજની શક્તિને ટકાવી રાખવા માટે સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના ઉત્કર્ષ થાય એવા રચનાત્મક ઉપાયે મેઢા પાયા ઉપર હાથ ધરવા.
અને આચાય શ્રીની જીવનકથા કહે છે કે એમનુ' આખુ' જીવન સમાજના કલ્યાણુ માટેની આ ત્રિસૂત્રીને અમલમાં મૂકવા-મુકાવવામાં જ વીત્યું હતું; અને એમના વિચાર, વાણી અને વન આને માટે એકરૂપ બની ગયાં હતાં અને એ બધાયના કેન્દ્રમાં વિરા જતી હતી નિ`ળ સાધુજીવનની અપ્રમત્ત આરાધના ! સાચે જ તેએ સ્વ અને પર બન્નેના કલ્યાણના સાધક હતા !
મુ ંબઈ ને અને મુંબઈ મારફત આખા સમાજને લાભ
અલખેલી મુ`બઈ નગરી તેા ચેાયશી બંદરના વાવટા ગણાય છે; અને આંતરરાષ્ટ્રીય નગર હાવાનું ગૌરવ મેળવી શકે એવું એ પચર’ગી અને વિવિધ સંસ્કૃતિના અનુયા ચીનું મિલનસ્થાન છે. જૈન સમાજની દૃષ્ટિએ પણ એનું ખાસ વૈશિષ્ટય છે. સમાજ
Page #261
--------------------------------------------------------------------------
________________
૧૭૪
વિદ્યાલયની વિકાસકથા સેવાની સંખ્યાબંધ પ્રવૃત્તિઓનું જન્મસ્થાન અને આશ્રયસ્થાન મુંબઈ શહેર છે; અને તેથી સમાજસેવાની નાની-મોટી અનેક સંસ્થાઓ મુંબઈમાં સ્થપાઈ છે; અને આજે પણ યથાશક્તિ-મતિ પિતાની સેવા પ્રવૃત્તિઓને ચલાવી રહી છે. જૈન સમાજની સામાજિક સેવાપ્રવૃત્તિની દષ્ટિએ મુંબઈને પ્રથમ પંક્તિનું કેન્દ્ર ગણી શકાય એવી એની કારકિર્દી છે.
એટલે પછી જે કઈને સમાજઉત્કર્ષની પ્રવૃત્તિ કરવી હોય એનું ધ્યાન આ શહેર તરફ જાય એ સ્વાભાવિક છે. આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજનું મન પણ આ દષ્ટિએ મુંબઈ તરફ વિશેષ આકર્ષાયું હોય એ બનવા જોગ છે. જુદા જુદા વખતે મળીને ચારેક દાયકાના (વિ. સં. ૧૯૬૯ થી વિ. સં. ૨૦૦૮ સુધીના) ગાળામાં તેઓ પાંચ વાર મુંબઈ પધાર્યા હતા; અને બધાં મળીને એમણે આઠ ચતુર્માસ ત્યાં વિતાવ્યાં હતાં.
સૌથી પહેલાં તેઓ વિ. સં. ૧૯૬૯માં મુંબઈ ગયા અને ૧૯૬૯ તથા ૧૯૭૦ નાં બે ચોમાસાં ત્યાં રહ્યા. ત્યાર પછી વિ. સં. ૧૯૭૩માં મુંબઈ ગયા, અને એક ચોમાસું ત્યાં કર્યું. તે પછી વિ. સં. ૧૯૮૫ નું ચોમાસું મુંબઈમાં કર્યું. ત્યારબાદ વિ. સં. ૧૯૯૧માં તેઓ મુંબઈ ગયા, અને એ ચોમાસું ત્યાં પસાર કર્યું. અને છેલ્લે છેલ્લે વિ. સં. ૨૦૦૮માં તેઓશ્રી પાંચમી વાર મુંબઈ ગયા અને ૨૦૦૮-૨૦૦૯-૨૦૧૦ નાં ત્રણ ચતુર્માસ મુંબઈમાં કર્યા. ૨૦૧૦ નું માસું એ કેવળ મુંબઈનું જ નહીં પણ એમની ૬૭-૬૮ વર્ષ જેટલી 'સુદીર્ઘ સંયમયાત્રાનું પણ છેલ્લું ચોમાસું બની રહ્યું.
" વિદ્યાલયની સ્થાપના–મુનિરાજ શ્રી વલ્લભવિય પહેલવહેલાં વિ. સં. ૧૯૬૯માં મુંબઈમાં આવ્યા એથી આખા સમાજને સૌથી મોટો અને સ્થાયી લાભ થયે તે એમની શિક્ષણપ્રચાર માટેની સતત પ્રેરણાથી થયેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના. આ સંસ્થાએ નવી પેઢીને ઉચ્ચ શિક્ષણ માટેની સવલત આપીને દુઃખી કુટુંબને સુખી બનાવીને સમાજ ઉત્કર્ષનું કેટલું મહુવનું કાર્ય કર્યું છે તે સુવિદિત છે. વિ. સં. ૧૯૭૩ માં આચાર્યશ્રી ફરી મુંબઈ ગયા અને ચોમાસું ત્યાં રહ્યા તે પણ વિદ્યાલયને વધુ પગભર બનાવવાના હેતુથી જ. એમના આશીર્વાદ અને પ્રયત્નથી વિદ્યાલય કેટલું પાંગર્યું અને એણે કેટલી પ્રગતિ કરી એની સવિસ્તર કથા આ “વિકાસકથા ”માં આપવામાં આવી છે, એટલે અહીં એની પુનરુક્તિ કરવાની જરૂર નથી. સાચે જ, વિદ્યાલય આચાર્યપ્રવરની સમાજ ઉત્કર્ષની ઝંખના, વિદ્યાવિસ્તારની તમન્ના અને સેવાપરાયણ સાધુતાની અમર કીર્તિગાથા બની રહેશે.
' વિ. સં. ૧૯૮૫ ની સાલમાં મુંબઈનું ચોમાસું આચાર્ય મહારાજની સમતા અને - સાધુતાની કટીને નાનો સરખો પ્રસંગ બની રહ્યું. જૈન સંઘમાં જે કંઈ પક્ષાપક્ષી ચાલ્યા કરે છે એનાથી ગુણગ્રાહક દૃષ્ટિ અવરાઈ ગઈ છે અને રાગદષ્ટિ વધી ગઈ છે. નાગણ પિતાનાં જ સંતાનોનું ભક્ષણ કરી જાય એમ જૈન સંઘમાં ઘર કરી ગયેલી રાગ
૧ આ “ વિકાસકથા 'ના ૧૩૮મે પાને આચાર્ય મહારાજ ચાર વાર મુંબઈ ગયાનું લખ્યું છે; - અને તેઓ વિ. સં. ૧૯૯૧માં પણ મુંબઈ પધાર્યા હતા એ હકીકત નોંધવી રહી ગઈ છે. આ ભૂલ સુધારી લેવા વિનંતી છે . લેખક
Page #262
--------------------------------------------------------------------------
________________
બ્રહાંજલિ
૧૭૫
દૃષ્ટિએ જૈન સંઘનાં તેજ, હીર અને મળનું પ્રસન કરી દીધું છે; અને, ‘કમજોરને ગુસ્સા મહુ ' એ નીતિવાકચ મુજબ, અંદરથી કમજોર ખની ગયેલા જૈન સંઘને અંદરઅંદરના કલેશ-કકાસ અને ઝઘડાઓમાં એરી દીધા છે. આને લીધે સંઘમાં ઇર્ષ્યા અદેખાઈ, રાગ દ્વેષ, નિ ંદાકૂથલી અને મારા-તારાપણાના અનેક દુગુ ણા પ્રવેશી ગયા છે; અને પેાતાના ન હેાય એ ભલે વયેવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને ચરિત્રવૃદ્ધ સાધુમુનિરાજ હાય તાપણ એમના વિરાધ કે અવવાદમાં આવા દુર્ગુણીના ભાગ ખનેલા માનવીએ જરાય પાછી પાની કરતા નથી. આવે વખતે એ માનવીએ પાયાની એ વાત ભૂલી જાય છે કે રાગદશાથી પ્રેરિત થઈને વ્યક્તિગત નિદામાં પડીને તેએ અમુક વ્યક્તિની નહી' પણ ધર્માંની કે ધર્મમાગની જ નિંદા કરીને ધાર્મિકતાના પાયામાં કુઠારાઘાત કરી રહ્યા છે.
આચાર્ય મહારાજના સમાજના ભલા માટેના તેમ જ શાસનની સાચી પ્રભાવના માટેના પ્રગતિશીલ વિચારી ખૂનુ એટલું સેાનું અને નવું તેટલું પિત્તળ’ માનવાના જૂનવાણી વિચારો ધરાવતા શ્રમણસમુદાયને પસંદ પડતા નહીં. એટલે તેએ આચાર્ય શ્રીના કે એવા જ અન્ય વિચારકેાના વિચારોના વિધ કરવામાં, એમના વિચારેના અહાને એમના વ્યક્તિત્વની સામે વિરાધના વટાળ ખડા કરી દેતા. અને એ રીતે વિચારે તે બાજુએ રહી જતા અને વ્યક્તિ વ્યક્તિ વચ્ચે વેર વિરાધનુ વાતાવરણ જાગી જતુ. મુંબઈના આ ચતુર્માસમાં શ્રી વલ્લભસૂરિજીની સામે ઠીક ઠીક વિધ દાખવવામાં આવ્યે; અણુછાજતાં હું ખિલા પણ પ્રગટ કરવામાં આવ્યાં. પણ આચાર્ય મહારાજ સ્વય' શાંત રહ્યા અને બધાને શાંત રાખતા રહ્યા. તેએ સમજતા હતા આવી ગંઢકી ઉછાળવામાં વ્યક્તિ ને જે કંઈ નુકસાન થવાનુ, તે ઉપરાંત મુદ્દે શાસને જ ભયંકર હાનિ પહેાંચવાની.
આ યુગ એ સ્વદેશી વસ્તુના ઉપયાગના પ્રચારનો અને અહિંસક રાષ્ટ્રીય - લનના ગાંધીયુગ હતા. ગુણગ્રાહક દૃષ્ટિ, પ્રગતિશીલ મનેવૃત્તિ અને જનકલ્યાણની ભાવના ધરાવતા આચાર્ય મહારાજ એનાથી અસ્પૃષ્ઠ રહે એ ન બનવા જેવુ' હતુ'. એમણે કથારના ખાદીનો સ્વીકાર કરીને અને પરદેશી ખાંડને ત્યાગ કરીને પેાતાની રાષ્ટ્રભાવનાને સક્રિય બનાવી હતી. આચાય શ્રીના વિરોધ કરનારાઓને આ વાત ભલે ન રુચી હેાય, પણ એથી આચાર્ય શ્રી રાષ્ટ્રના લેાગુરુ કે ધ`ગુરુ બની શકયા અને ધર્માંદ્ધારની પાતાની વાત વ્યાપક જનસમાજ સુધી પહાંચતી કરી શકયા એ કઈ નાનોસૂના લાભ ન હતા.
આ ચતુર્માસ દરમ્યાન પણ તેઓ કેળવણીની, સમાજઉત્કની અને એકતાની વાત એટલી જ લાગણીપૂર્વક સમાજને સમજાવતા રહ્યા. આથી વિદ્યાલય તથા કોન્ફરન્સ જેવી સંસ્થાઓને ઘણા લાભ થયા, એમની સેવાપ્રવૃત્તિઓને ઘણુ પ્રાત્સાહન મળ્યુ અને આચાર્યશ્રીની સમાજના ઉત્કર્ષ ની ભાવનાને સમાજ વધારે સારી રીતે સમજતા થયા અને એમાં સક્રિય અને ઉદાર સહકાર આપતા થયા.
આચાર્યશ્રીની આ ચામાસાની આ બધી ધર્મપ્રવૃત્તિ ઉપર સુવર્ણ કળશ ચડાવવામા યશ લીધેા કચ્છના ભાઈ એએ. આચાર્ય મહારાજની ઉદાર દૃષ્ટિને લીધે મુનિ શ્રી સમુદ્ર. વિજયજી મહારાજ વગેરે કચ્છના વીસા એસવાળ મહાજનની વાડીમાં ચતુર્માસ રહ્યા હતા. ચતુર્માસ પછી આચાય મહારાજ વાડીમાં પધાર્યા. ત્યાં એમણે ‘શિક્ષણની જરૂર” ઉપર હૃદયસ્પર્શી પ્રવચન આપ્યું. એ વાણી મુખમાંથી નહીં પણ સમાજસેવાના ભેખ
Page #263
--------------------------------------------------------------------------
________________
१७६
વિદ્યાલયની વિકાસકથા ધારી સંતપુરુષના અંતરમાંથી પ્રગટી હતી. એ વાણી હીરજી ભોજરાજ એન્ડ સન્સ નામે પેઢીના કચ્છના માલિકનાં અંતરને એવી સ્પશી ગઈ કે એ વખતે જ એમણે કચ્છી વસા ઓસવાળ જૈન બોર્ડિગને સવા લાખનું દાન આપવાની જાહેરાત કરી. સૂર્ય જ્યાં જાય ત્યાં પ્રકાશ પાથરે; આચાર્ય મહારાજ જ્યાં જાય ત્યાં સમાજઉત્કર્ષનાં બીજ વાવે!
વિ. સં. ૧૯૯૧માં આચાર્ય મહારાજ જેથી વાર મુંબઈ પધાર્યા અને એ ચતુર્માસ મુંબઈમાં જ રહ્યા. માહ સુદિ ૧૦ના રોજ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના જિનમંદિરની પ્રતિષ્ઠા કરી. અને ચોમાસું પૂરું થતાં સુધી મુંબઈમાં ઠેર ઠેર શિક્ષણપ્રચાર, સંગઠન અને મધ્યમ વર્ગના ઉત્કર્ષને સંદેશ આપતા રહ્યા.
વિ. સં. ૨૦૦૭નું ચોમાસું આચાર્યશ્રીએ પાલીતાણામાં કર્યું, ત્યારે ત્યાં સંઘમાંતપગચ્છ સંઘમાં એકતા કરવા માટે નાનું સરખું મુનિસમેલન યોજીને ખૂબ પ્રયાસ કર્યો. એમાં સફળતા તે ન મળી, પણ આચાર્યશ્રીની એકતાની ભાવનાની સંઘને વિશેષ પ્રતીતિ થઈ. ચોમાસું પૂરું થતાં જાણે સૌરાષ્ટ્ર-ગુજરાતને પોતાને છેલ્લે ધર્મસંદેશ સંભળાવ્ય; અને અત્યારના યુગમાં શિક્ષણપ્રચાર, સંગઠન અને મધ્યમ વર્ગના ઉત્કર્ષ માટે નક્કર કામ કરવાની કેટલી જરૂર છે તે સમજાવ્યું. અનેક સ્થાને પોતાની વાણીનો લાભ આપીને વિ. સં. ૨૦૦૮માં આચાર્ય મહારાજ મુંબઈ પધાર્યા.
૮૨ વર્ષની જઈફ ઉંમરે શરીર ભલે કમજોર કે બીમાર રહેતું હોય, પણ ધર્મપ્રચારની ઝંખનામાં અને સહધમીઓનો ઉત્કર્ષ સાધવાની ભાવનામાં ઢીલાશ કેવી? આચાર્યશ્રીને આત્મા તે એ જ પ્રબળ અને જાગ્રત હતો. સામાન્ય માનવીઓ માટે સમય કેટલો બધો કપરો આવી ગયો હતો, અને એમનો જીવનનિર્વાહ કે મુશ્કેલ બની ગયો હતો, અને હજી પણ વધારે મુશ્કેલીને સમય આવી રહ્યો હતો, એ દુઃખદ અને ચિંતાકારક વસ્તુસ્થિતિ આચાર્યશ્રીની કરૂણાપરાયણ અને પારદશી દષ્ટિએ તરત જ પારખી લીધી, અને જાણે જીવનની છેલલી સંધ્યાએ, પોતાની સમગ્ર શક્તિ અને ભક્તિ એ કામને જ સમર્પિત કરી દેવાની હોય એ રીતે, તેઓ એ કાર્યમાં પરોવાઈ ગયા. જાણે એમની સંવેદનશીલતા અને વિચારણામાં નવયૌવન આવ્યું હતું.
આ અરસામાં આંખની તકલીફ ચાલુ હતી તે સંઘના સદ્ભાગ્ય દૂર થઈકરુણાભાવનાથી પ્રેરિત થઈને તેઓએ જનસમૂહ પ્રભુની વાણુ સારી રીતે સાંભળી શકે એ માટે લાઉડસ્પીકરનો ઉપયોગ શરૂ કર્યો. કેઈ કે આ માટે આચાર્યશ્રીની ટીકા કરી તે એમણે એનાથી જરાય નારાજ કે ગુસ્સે થયા વગર પોતાનું શાસનરક્ષા અને સમાજ રક્ષાનું કામ ચાલુ રાખ્યું. જે વ્યક્તિ યુગનાં એધાણ સ્પષ્ટપણે પારખી શકતી હોય, અને પરિ સ્થિતિને અનુરૂપ પગલાં ભરવાની જેનામાં હામ હોય તેને આવી બાબતે ચલિત ન કરી શકે. એક વખત આચાર્યશ્રી આંખના ઈલાજ માટે રવાના થઈ રહ્યા હતા. એ વખતે જ કેઈકે વિરોધી હેંડબિલ બહાર પાડયાના ખબર મળ્યા. મહારાજશ્રીના અનુરાગીઓ તળેઉપર થઈ ગયા. પણ આચાર્યશ્રીએ તો સૌને શાંત રહેવાની જ આજ્ઞા કરી: આચાર્યશ્રીનું જીવન આવું શાંત અને સમતાથી સભર હતું. કઈ પણ કામ કરતાં એની સચ્ચાઈની એમની કસોટી એક જ હતી. આથી પ્રભુશાસનને કેટલું લાભ થાય છે? મારા સહધમીઓનું
Page #264
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાંજલિ
૧૭૭.
કેટલુ કલ્યાણ થાય છે ? જે પ્રવૃત્તિ કે વિચારણામાંથી આવા લાભ નિષ્પન્ન થતા ન લાગતા એનાથી અળગા રહેવાની તેએ પૂરી ખબરદારી રાખતા. એક વાત શરૂઆતથી જ એમના અંતરમાં વસી હતી કે સાધુજીવનના સ્વીકાર એ પેાતાના ઉદ્ધાર અને બીજાના કલ્યાણ માટે જ કર્યા છે; તેા પછી ભૂલેચૂકે એવી એક પણ પ્રવૃત્તિ મારા હાથે ન થઈ જવી જોઈએ કે જેથી મારી સ`યમયાત્રાને અને સમાજકલ્યાણની ભાવનાને ક્ષતિ પહોંચે. જગતનું ભલું કરવામાં આપણું પણ ભલું થાય છે; એટલે છેવટે કેાઈનું ભલુ' આપણાથી કદાચ ન થઈ શકે તેાપણુ કેાઈના ભૂડાના નિમિત્ત તા ન જ થવું, પણ આપણી ભલીખૂરી કરણીનાં ફળ કેવળ આપણે જ નહીં, પણ એક ધગુરુના સગપણે, આખા સંઘને ભાગવવુ' પડશે. આચાય મહારાજની એકેએક વિચારસરણી અને પ્રવૃત્તિની પાછળ હમેશાં આવી સ્વ-પરકલ્યાણની ભાવના માટે જાગૃતિ ધખકતી રહેતી હતી.
મુંબઈની સ્થિરતા દરમ્યાન સને ૧૯૫૨ના જૂન મહિનામાં કૉન્ફરન્સનું ૧૯મું અધિવેશન સુવણુ જય'તી અધિવેશન તરીકે મુ`ખઈમાં શેઠ શ્રી અમૃતલાલ કાળીદાસ દોશીના પ્રમુખપદે મળ્યું. એ અધિવેશન પહેલાં, એ અધિવેશન દરમ્યાન અને એ અધિવેશન પછી પણ આચાર્ય મહારાજે મધ્યમ વર્ગના ઉત્કર્ષ માટે જે ધમ વાણી વહાવી અને સમાજને પ્રેરણા આપી એ અવિસ્મરણીય છે. અને ખાસ તા, આ બાબતમાં માત્ર ઉપદેશ આપીને જ ચૂપ ન રહેતાં તેઓશ્રીએ સંઘને સ્પષ્ટ જણાવ્યું કે આ દિશામાં કંઈક પણ નક્કર પગલાં ભરવામાં આવશે . તે જ મારા આત્માને સતાષ થશે, અને તમે પણ કંઈક કામ કર્યુ. ગણાશે, મેાઢાની વાતેાથી કંઈ કેાઈનુ પેટ નથી ભરાતું. અંતરમાંથી વહેતી આ લાગણીની અસર થઈ. મધ્યમ વર્ગના ઉત્કર્ષ માટે એક ભડાળ એકત્ર થયું; છતાં એમાં પેાતાને સ તાષ થાય એવી પ્રગતિ થતી ન લાગી ત્યારે આ માટે પાંચ લાખનું ભડાળ ન થાય ત્યાં સુધી દૂધના ત્યાગ કર્યાં. આચાર્યશ્રીની આવી પ્રતિજ્ઞાથી આ કામાં વેગ આવ્યા, અને ધારણા મુજબનું ફંડ પણએકત્ર થયું; અને આમાં ખરી મહત્ત્વની વાત તેા એક ધર્મગુરુ પેાતાના ધર્માંના અનુયાયીએના ઉત્કર્ષ માટે આવી લાગણી બતાવે એ છે. કુટુંબની રક્ષામાં જેમ કુટુ'બના વડીલનુ` વડીલપણું ચિરતા થાય, એ જ રીતે આ સધનાયકે સ`ઘરક્ષા માટેની આવી ઉત્કટ ઝંખના અને આવી સક્રિયતા દાખવીને પેાતાના સઘનાયકપદને ચરિતાર્થ કર્યું .... ધ પર ંપરા કે ગુરુપર'પરાના ઇતિહાસ તા ઘણુંા લાંબા અને પુરાતન છે; અને આપણી નજર સામેના યુગમાં પણ કેટલાય ધમ નાયકા થઈ ગયા અને કેટલાય વિદ્યમાન છે, પણ સંધ કે સમાજના સુખ-દુઃખ માટેની આવી ઉત્કટ ઝંખના અને ચિ’તાના દાખલા બહુ ઓછા જોવા મળે છે; અને એ બીના જ આચાર્યં મહારાજ શ્રી વિજયવલ્લભસૂરી શ્વરજી મહારાજને નવયુગપ્રવર્તક કે યુગદ્રષ્ટાનું ગૌરવ આપી જાય છે.
વિ. સ'. ૨૦૦૯ની શરૂઆતમાં આચાર્યશ્રીના સાંનિધ્યમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં વિદ્યાલયના જૂના તેમ જ ચાલુ વિદ્યાથીઓ, સભ્યા અને શુભેચ્છકોનુ સંમેલન મળ્યું. એમાં આચાર્ય શ્રીએ શિક્ષણના પ્રચાર માટે તથા વિદ્યાલયના વિકાસ માટે તેમ જ. વિદ્યાથી એની સંસ્કારિતા માટે દિલ ખેાલીને વાતા કરી અને પેાતાની ઝંખનાને સફળ કરવા જૈન સ ઘને લાગણીસ્પર્શી ઉગારામાં અનુરોધ કર્યાં.
૨૩
Page #265
--------------------------------------------------------------------------
________________
૧૭૮.
વિદ્યાલયની વિકાસકથા : મુંબઈની સ્થિરતા દરમ્યાન માંદગીએ પણ ઠીકઠીક ઉગ્ર રૂપ ધારણ કર્યું. પણ સાથે સાથે, સંઘકલ્યાણ માટે કાયાને જાણે કસ કાઢી લેવું ન હોય એમ, શરીરની વ્યાધિને પિતાની રીતે કામ કરવા દઈને પણ, આચાર્યશ્રીએ પિતાની સમાજકલ્યાણની પ્રવૃત્તિને . પણ એવી જ વેગવાન બનાવી હતી. દિવસ-રાત એમને એક જ ખ્યાલ રહેતો કે મારો સમાજ કેવી રીતે ઊંચે આવે? તેઓ આ માટે એક પણ નાનેમેટે અવસર ચૂકતા નહીં.
મુંબઈની અઢી વર્ષની આ છેલ્લી સ્થિરતામાં કંઈક સમારંભ યોજાયા, કંઈક પ્રવચન આપ્યાં, કંઈક પ્રવૃત્તિઓ આદરી; કંઈક મુલાકાત થઈ–એ બધાંયની પાછળનું આચાર્યશ્રીનું ધ્યેય એક જ હતું કે સંઘને અભ્યદય કેમ થાય, શાસનની પ્રભાવના કેવી રીતે થાય. અને આચાર્ય શ્રી ધર્મસ્નેહ કંઈ કેવળ જૈન સમાજના ભલા પૂરત જ મર્યાદિત હતો એવું નથી; તેઓ તો માનવમાત્ર અને જીવમાત્રના કલ્યાણ વાંછુ હતા; અને એ રીતે વિશ્વના સમસ્ત જીવો સાથે મૈત્રી સાધવાની (fમી સવૅમૂug)ની ધર્મઆજ્ઞાને તેઓ જીવનમાં ઉતારવાનો હમેશાં પ્રયત્ન કરતા રહેતા હતા. છેલ્લી અવસ્થામાં, છેલ્લા દિવસોમાં અને છેલ્લી ઘડીઓમાં પણ તેઓ આ જ કાર્ય કરતા રહ્યા, આ જ ભાવના ભાવતા રહ્યા.
અને આવી સર્વમંગલકારી ભાવના અને સર્વકલ્યાણકારી પ્રવૃત્તિના બળે જ આચાર્ય શ્રી મુંબઈમાં ચિરનિદ્રામાં પિઢ ગયા.
મુંબઈ નગરીને અને મુંબઈનગરી દ્વારા આખા સંઘને આચાર્યશ્રી જેવા નિર્મળ, શાણું અને હિતચિંતક સંઘનાયકને જે લાભ મળે તે ઇતિહાસને પાને સોનેરી અક્ષ
થી સદાને માટે અંકિત થઈ રહેશે; અને ધર્મભક્તિ, સંઘરક્ષા અને સમાજસેવાની પ્રેરણા આપતે રહેશે. - આચાર્યપ્રવર જેવા પારસને સ્પર્શ પામીને મુંબઈનગરી ધન્ય બની ગઈ!
અન્ય સ્થાનોને લાભ શ્રી વલ્લભસૂરિજી મહારાજનું મોટા ભાગનું કાર્યક્ષેત્ર ભલે પંજાબ રહ્યું હોય, અને સમાજના ઉત્કર્ષની દષ્ટિએ ભલે તેઓએ મુંબઈને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું હોય, છતાં, ગમે ત્યાં રહેવા છતાં, તેઓ આખા દેશના જૈન સંઘના રક્ષણ અને અભ્યદયની ચિંતા સેવતા રહેતા હતા, એ માટે સમાજને પ્રેરણા આપતા રહેતા હતા અને પિતાની શક્તિ કે સગવડની ચિંતા કર્યા વિના એ માટે પ્રયત્ન કરતા જ રહેતા હતા. છેવટે તે પોતે દેશવ્યાપી જેને સંઘના ધર્મગુર છે એમ સમજીને પિતાની જવાબદારીની ક્યારેય ઉપેક્ષા તે કંઈ જાય એની તેઓ સતત જાગૃતિ રાખતા રહેતા હતા. સંઘકલ્યાણ અને આત્મકલ્યાણ ને તેઓએ પિતાના જીવનમાં એકરૂપ બનાવી દીધાં હતાં. સર્વકલ્યાણકારી યોગસાધના કે સંયમસાધનાનું જ આ પરિણામ હતું. ન કોઈથી દ્વેષ, ન કે પ્રત્યે પક્ષપાત, ન કેઈની ઈર્ષ્યા-અસૂયા કે ન કોઈની નિંદા-બદબાઈ . તેથી જ આચાર્ય મહારાજના ધર્મપ્રવર્તનમાં અને સેવાવ્રતમાં સર્વ પ્રદેશ અને સર્વે સંઘને સમાન આદર અને સ્થાન મળતાં હતાં. આચાર્ય મહારાજના વિહારની અને ચતુર્માસની વિગતે જોઈએ તે એમાં સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશને પણ સમાવેશ થયેલું જોવા મળે છે.
Page #266
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાંજલિ
૧૭૯ ૧. તેઓએ ગુજરાતમાં રાધનપુર, પાલનપુર, વડોદરા, અમદાવાદ, સૂરત, ખંભાત વગેરે સ્થાનમાં ૧૪ ચતુર્માસ કર્યા હતાં; સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને પાલીતાણાની પવિત્ર તીર્થ ભૂમિમાં બે ચતુર્માસ કરીને આત્મચિંતનને વિશેષ લાભ લીધો હતો. રાજસ્થાનમાં સાદડી, બીકાનેર વગેરે સ્થાનમાં મળીને આઠ, ઉત્તર પ્રદેશમાં એક અને મુંબઈ સિવાયના મહારાષ્ટ્રમાં પૂના તથા બાલાપુરમાં એક-એક ચતુર્માસ કર્યા હતાં. રોષકાળમાં તે તે પ્રદેશમાંનાં સંખ્યાબંધ ગામો-શહેરોને એમના સૌમ્ય છતાં પ્રભાવશાળી વ્યક્તિત્વને લાભ મળતો રહ્યો હતો. સામાની વાતને સમભાવપૂર્વક સમજવી, શક્ય હોય તો એને સ્વીકાર કરો અને ઈન્કાર કરવાનો વખત આવે તો પણ સામાના દિલને ચોટ ન પહોચે એવી રીતે કરે : આચાર્ય મહારાજના આવા વર્તનમાં એમની અહિંસા અને કરુણાની સાધના દેખાઈ આવતી હતી. પરિણામે કઈ લાગણીપૂર્વક કંઈ માગણી કરે તો તે માટે ભાગે માન્ય જ રહેતી. પોતાના ગામ પધારવાની કે અમુક ધર્મકાર્યમાં સહકાર આપવાની કેઈની પણ વિનતિને તેઓ જવલ્લે જ ઈનકાર કરતા. અને જેમણે પોતાનું જીવન સર્વજનવત્સલ બનાવ્યું હોય તે આ ઈનકાર કરી પણ કેવી રીતે શકે?
આચાર્યશ્રી જ્યાં જતા ત્યાં પિતાને ધર્મસંદેશ લઈને જ જતા. સંધમાં જામેલા અજ્ઞાન અને અંધશ્રદ્ધાનાં અંધારાને ઉલેચીને અને સંકુચિતતા, રૂઢિપ્રસ્તતા અને સાંપ્રદાયિક કટ્ટરતાનાં પ્રગતિરોધક બંધનોની સામે જેહાદ જગાવીને સંઘને સજાગ કરો એ જ આચાર્ય મહારાજના ધર્મસંદેશને પ્રાણ હતું. આ રીતે ધર્મની સેવા થતી હોય તે તેઓ પોતાની સર્વ શક્તિને સહર્ષ સમર્પિત કરતા; અને માત્ર વાદાવાદ થતો હોય કે સમાજની પ્રગતિને રોકી રાખે એવી વાતે ચાલતી હોય ત્યાંથી તેઓ સો ગાઉ દૂર રહેતા–સાચા સાધકને સમય અને શક્તિને આ વ્યય કર્યો ન જ પાલવે. આ માટે આચાર્ય મહારાજ સદા જાગ્રત રહેતા.
આ રીતે ઠેર ઠેર વિચરીને અને સમાજઉત્કર્ષને સંદેશો ફેલાવીને આચાર્યશ્રીએ પિતાના સાધુજીવનને ધન્ય બનાવ્યું, આચાર્યપદને ચરિતાર્થ કર્યું અને સાધુસમુદાયને માટે એક જવલંત ઉદાહરણ આપ્યું.
અંતિમ વિદાય મુંબઈ તે આચાર્ય મહારાજનું પણ એક પ્રેરક કર્તવ્ય ક્ષેત્ર હતું. ત્યાંની સમાજ ઉત્થાનની પ્રવૃત્તિને લાભ આખા દેશને મળત.
આ યુગદ્રષ્ટા સંતપુરુષનાં છેલ્લાં વર્ષો મુંબઈમાં વીત્યાં. એ વર્ષોની એમની એક એક પળ પિતાની ભાવનાને સફળ બનાવવાની શ્રીસંઘને પ્રેરણા આપવામાં અને એ માટે પુરુષાર્થ કરવામાં વીતી.
અને એક દિવસે પુરુષાર્થ કરી કરીને થાકેલી કાયાએ પિતાની કળા રાકેલી લીધી? આચાર્યપ્રવરને પ્રવિત્ર આત્મા ઉચ્ચ સ્થાનને અધિકારી બનીને એ કાયાને છેડી ગયો વિ. સં. ૨૦૧૦ ના ભાદરવા વદ ૧૦, તા. ૨૨-૯-૫૪ ને એ દિવસ. પુષ્પ ખરી પડયું , પણ એની સુવાસ સંસારમાં સદાને માટે વિસ્તરી રહી! . . . .
Page #267
--------------------------------------------------------------------------
________________
૧૮૦
વિદ્યાલયની વિકાસકથા આખી મુંબઈનગરીએ જનસમાજના આ ઉપકારી સંતપુરુષને અપૂર્વ અંતિમ વિદાયમાન આપીને પિતાની કૃતજ્ઞતા દર્શાવી. ભાયખલાની દેવતીર્થની પુનિત ભૂમિ ગુરુતીર્થનું ગૌરવ અનુભવી રહી.
સરસ્વતી મંદિરો અને સેવામંદિર હૃદયમંદિરમાં સરસ્વતીની જીત પ્રગટાવે અને અંતરમાં ધર્મની ઝંખના પ્રગટયા વગર નહીં. આ ઝંખના સહુને પાવન કરે છે અને આત્મધર્મની ઉપાસનાને માર્ગ દર્શાવે છે. સમાજને આગળ વધારવાના શ્રીગણેશ પણ સરસ્વતીના ચરણોની સેવાથી જ થાય છે. જૈન સમાજને આંતર અને બાહ્ય રીતે શક્તિશાળી બનાવવા માટે આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજે નાનાં-મોટાં અનેક સરસ્વતી મંદિરની સ્થાપના કરી હતી; અને એમ કરીને ધનના વ્યયની દિશામાં સમયાનુરૂપ ફેરફાર કરવાની શ્રીસંઘને પ્રેરણા આપી હતી. અત્યારે અનેક શિક્ષણ સંસ્થાઓ આચાર્યશ્રીની વિદ્યાપ્રસારની ભાવનાનાં યશોગાન સંભળાવી રહી છે, તેમાંથી કેટલીક આ છે –
શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ અને એની ચાર શાખાઓ. શ્રી આત્માનંદ જૈન ગુરુકુળ, ગુજરાનવાલા (હવે પાકિસ્તાનમાં જવાથી સ્મૃતિશેષ થયું.) શ્રી મહાવીર જૈન વિદ્યાલય, સાદડી શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલય, વરકાણા
પંજાબમાં લુધિયાના, માલેરકોટલા અને અંબાલામાં શ્રી આત્માનંદ જૈન હાઈસ્કૂલે હેશિયારપુર અને જડિયાલાગુરુમાં શ્રી આત્માનંદ જૈન મિડલસ્કુલે જડિયાલાગુરુમાં શ્રી આત્માનંદ જૈન પ્રાયમરી સ્કુલ.
અંબાલામાં તથા માલેરકોટલામાં શ્રી આત્માનંદ જેન કૉલેજે બગવાડામાં શ્રી આત્માનંદ જેન હાઈસ્કૂલ. રાજસ્થાનમાં ફાલનામાં શ્રી પાર્શ્વનાથ જૈન ઉમેદ કૉલેજ. પાલનપુરમાં શ્રી આત્મવલ્લભ જૈન કેળવણું ફંડ.
જૂનાગઢમાં શેઠ દેવકરણ મૂળજી વીસા શ્રીમાળી જૈન બોર્ડિંગ. (અત્યારે આ બોર્ડિંગ ધોરાજીમાં ચાલે છે.)
આચાર્ય મહારાજ વિ. સં. ૨૦૦૭માં કદંબગિરિ તીર્થની યાત્રાએ ગયા ત્યારે એ તીર્થના સંચાલકે આગળ એમણે એવી ભાવના જ દર્શાવી હતી કે આવા શાંત વાતાવરણમાં સાધુઓ માટે વિદ્યાપીઠ અથવા જૈન ગુરુકુળની સ્થાપના થવી જોઈએ.
આ ઉપરાંત આચાર્ય મહારાજની પ્રેરણાથી પંજાબ, ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં છેકરાઓ માટે તેમ જ કન્યાઓ માટે અનેક પાઠશાળાઓ સ્થપાઈ હતી; અનેક પુસ્તકાલય, વાચનાલયો અને સાહિત્યપ્રકાશનની સંસ્થાઓ સ્થપાઈ હતી. - આવાં સરસ્વતીમંદિરની સાથોસાથ સેવામંદિરે માટે પણ તેઓશ્રીએ એવી જ પ્રેરણા આપી હતી. મુંબઈનું જૈન ઉદ્યોગગૃહ, બીકાનેરની શ્રાવિકા ઉદ્યોગશાલા, વેરાવળનું શ્રી આત્માનંદ જૈન આષધાલય, સૂરતનું શ્રી આત્માનંદ જૈન વનિતા આશ્રમ વગેરે
Page #268
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાંજલિ
૧૮૧
સ'સ્થાએ આચાર્ય શ્રીની સમાજસેવાની ધગશની સાક્ષી પૂરે છે. તેએની પ્રેરણાથી શ્રી અંતરિક્ષજી, કાપરડાજી, દિલ્લી, અંબાલા અને પાલીતાણામાં ધ શાળાઓ બની છે.
આચાર્ય શ્રીની પ્રેરણાથી નવાં જિનમદિરા બન્યાં છે, જૂનાં જિનમંદિરાના જીર્ણોદ્ધાર થયા છે, અંજનશલાકા તથા પ્રતિષ્ઠાઉત્સવેા થયા છે, તીથૅયાત્રાના સંઘે નીકળ્યા છે અને કેટલાંક સ્થાનામાં ઉપાશ્રયેા પણ બન્યા છે. આમ વિદ્યાવૃત્તિ, સેવાવૃત્તિ અને ધ સાધનાના નાનામાં નાનાંથી લઈને માટામાં મેટાં અને લૌકિક કે વ્યાવહારિકથી માંડીને તે લેાકેાત્તર કે આધ્યાત્મિક સુધીનાં કાર્યાં એ સમયજ્ઞ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના જાણકાર અને દી દેશી આચાર્ય પ્રવરનાં ઉપદેશ અને પ્રેરણાથી થયાં હતાં; અને એ રીતે તેઓએ જૈન સંઘના સર્વાંગીણ વિકાસ માટે આજીવન અવિરત પુરુષાથ કર્યાં હતા.
પ્રેરક વ્યક્તિત્વ; થાડાક પ્રસંગા
આચાય શ્રીનુ' આખું જીવન હૃદયસ્પથી પ્રેરક પ્રસંગેાથી સભર છે. નિરાશામાંથી આશા પ્રગટે, ક્રૂરતામાંથી કરુણા જન્મે, અધર્મીમાંથી ધર્માંને માર્ગે વળવાનું મન થાય એવા સારમાણસાઈના, નિરભિમાનતા અને નમ્રતાના, કરુણાપરાયણતાના, સમતા, શાંતિ અને સ્વસ્થતાના અનેક પ્રસ`ગે। આચાય મહારાજના વમળ, ઉચ્ચ અને ઉદાત્ત જીવનનું પાવનકારી અને પ્રેરક દન કરાવે છે; પણ અહીં તા આચાયશ્રીના જીવન, કાર્ય અને વ્યક્તિત્વનું' સારગ્રાહી ચિત્ર રજૂ કરવાનુ` હાઈ એ બધાને માટે અહી' અવકાશ નથી. સદ્દભાગ્યે આવા અનેક પ્રસંગે “ આદશ જીવન” વગેરે ગ્રંથામાં સચવાઈ રહ્યા છે. અહી તે એમાંથી બે-ચારનાં આછાં દન કરી સતાષ માનીએ.
વિ. સ. ૧૯૫૭ માં હેાશિયારપુરના સ`ઘે આચાર્ય પદ સ્વીકારવાના અતિ આગ્રહ કર્યા, પણ મુનિ વલ્લભવિજયજીએ એના વિવેક અને નમ્રતાપૂર્વક ઇન્કાર કરીને પેાતાની નિર્માહવૃત્તિની તથા સમુદાયના વય તેમ જ દીક્ષાપર્યાય બન્નેમાં પેાતાથી મેાટા સાધુએ પ્રત્યેની બહુમાન અને આદરની લાગણી દર્શાવી હતી. આ પછી ૨૪ વર્ષ બાદ, વિ. સ. ૧૯૮૧ માં, લાહેારમાં પંજાબના શ્રીસંઘના આગ્રહને વશ બનીને, ખૂબ આનાકાની પૂર્ણાંક તેઓએ આચાય પદવીના સ્વીકાર કર્યા હતા. આ પછી પચીસ વર્ષે, વિ. સં. ૨૦૦૬ માં, ફાલનામાં કૉન્ફરન્સનુ` ૧૭મું અધિવેશન મળ્યું ત્યારે, જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સ ંઘમાં એકતા કરવાનું કામ પાર પડતું ન લાગ્યું, ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે જે આપણા સંઘની એકતા સાધવા માટે જરૂર પડે તેા હું' મારું આચાર્ય પદ છેડવા તૈયાર છું. પદ તા હતું, પણ એના પ્રત્યે આચાય શ્રી આવા નિર્માહી હતા. એમને મન આ પદ એ સત્તાનું સાધન નહીં પણ જવામદારીનું કારણ હતુ. આ પદ્ય તેએએ પૂરા ત્રણ દાયકા સુધી ( વિ. સ`. ૧૯૮૧ થી ૨૦૧૦ સુધી) પૂરી જવાબદારી પૂર્ણાંક નિભાવી જાણ્યુ.
આચાર્ય મહારાજે સમાજઉત્કષઁની ભાવનામાં સાધ્વીસમુદાયના ઉત્કને ઘણું અગત્યનું સ્થાન આપ્યુ` હતુ`; અને તેથી જ પેાતાના આજ્ઞાવતી સાધ્વીસમુદાયને શાસ્ત્રભ્યાસની, શાસ્ત્રપ્રવચનની અને જાહેર વ્યાખ્યાનાની પૂરેપૂરી છૂટ આપી હતી. વિકાસની પ્રેરક અને સૂચક આવી ખાખતાના સાધ્વીસમુદાયને માટે ઇનકાર ભણવા એ શ્રમણ સમુદાયના એક માતા વના ધર્માધિકારનો ઈનકાર કરવા જેવી ભૂલ છે, અને જેઓએ
Page #269
--------------------------------------------------------------------------
________________
૧૮૨
વિદ્યાલયની વિકાસ ' અંહિંસા અને કરુણાની સાધનાને પિતાના જીવનવ્રત તરીકે સ્વીકાર કર્યો હોય તેનાથી તે પિતાના વતન ખંડિત થવા દીધા વગર આવી ભૂલ થઈ જ ન શકે. આચાર્યશ્રીએ આ ભૂલથી ઊગરી જઈને સાધ્વીસમુદાયને અણવિકસિત સ્થિતિમાં રહેવાથી ઉગારી લીધો હતો. " અનેકાંતદષ્ટિના નવનીતરૂપ ગુણગ્રાહક દ્રષ્ટિ, ઉદારતા અને સહિષ્ણુતા એ આચાર્ય મહારાજના જીવનની બીજી વિશેષતા હતી. તેથી જ તેઓ આ. મ. શ્રી જિનદત્તસૂરિજી, આ. ભ. શ્રી બુદ્ધિસાગરસૂરિજી, આ. કે. શ્રી વિજયધર્મસૂરિજી (કાશીવાળા) વગેરે પ્રાચીન -અર્વાચીન આચાર્યોની જયંતીમાં ભાગ લઈ શક્યા હતા અને મુક્ત મને એમનો ગુણાનુવાદ કરી શક્યા હતા. એ જ રીતે સ્થાનકમાગી અને તેરાપંથના સાધુસંતે સાથે પણ તેઓ સ્નેહસંબંધ કેળવી શક્યા હતા, અને જૈનેતર વિદ્વાન, પંડિતો, આગેવાને અને સંતેને સ્નેહ પણ મેળવી શક્યા હતા. જેન સંઘના કુસંપને મિટાવવા માટે એક બાજુ - આ. ભ. શ્રી વિજય પ્રેમસૂરિજી સાથે તો બીજી તરફ મુ. શ્રી ધર્મસાગરજી સાથે વિચાર વિનિમય કરી શકયા અને એ મંત્રણાઓ સફળ ન થતાં પોતાની જાતને તથા શ્રીસ વધુ કડવાશ કે કલેશમાંથી બચાવી શક્યા તે આવા ગુણને લીધે જ. કેઈ આચાર્ય મહારાજ કે સાધુમુનિરાજ ગમે તે ફિરકા, ગચ્છ કે સમુદાયના હોય, છેવટે તો એ ભગવાન મહાવીરના ધર્મસંઘના જ છે એવી વિશાળ દષ્ટિ આચાર્યશ્રીમાં પ્રગટી હતી. તેથી ગમે તે ફિરકા, ગચ્છ કે સમુદાયના સાધુમુનિરાજને તેઓ આત્મીયતાની લાગણીથી જ આવકારતા અને કોઈને જરા પણ માનભંગ થવા જેવું લાગે એવા વર્તનથી હમેશાં દૂર રહેતા. વિવેક, વાત્સલ્ય અને વિનયની રત્નત્રથી આચાર્યશ્રીના સાધુજીવનમાં એવી એકરૂપ બની ગઈ હતી કે ક્યારેય એમનાં વિચાર, વાણું અને વર્તનમાં અભદ્રતાને અંશ પણ જોવા ન મળત. આથી જ તેઓ સમતા અને સ્વસ્થતાપૂર્વક નિર્મળપણે સંયમની આરાધના ' કરી શકતા હતા. આ. ભ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ અને એમના સમુદાયના સાથે તે આચાર્ય મહારાજને ખૂબ નીકટને અને આત્મીયતાભર્યો સંબંધ હતો. વિ. સં. ૧૯૯૦ માં અમદાવાદમાં મળેલ મુનિસમેલનને સફળ બનાવવામાં આ બે શાસનપ્રભાવક આચાર્ય મહારાજોને ફાળે કેટલું મહત્વને હતો એ સુવિદિત છે. ' વળી, સંયમને સ્વીકાર કર્યો ત્યારથી તે ૮૪ વર્ષ જેવી પાકટ વયે જીવન સંકેલાઈ
ગયું ત્યાં સુધી એમના અંતરમાં તપ, ધર્મકિયાઓ અને ધાર્મિક પ્રસંગે પ્રત્યે જે રુચિ હતી તે ઉપરથી જોઈ શકાય છે કે આચાર્યશ્રીની ધર્મપરિણતિ અંતરતમ અંતર સુધી પહેચેલી હતી; અને છતાં તપ કે ધર્મકિયાઓ પ્રત્યે ઓછો રસ કે આદર ધરાવનાર વ્યક્તિ પ્રત્યે પણ એમને ક્યારેય અણગમે ઊપજતું ન હતું તેથી એમની સાધુતા વિશેષ શોભી ઊઠતી. સામી વ્યક્તિને વાણથી તિરસ્કાર કરવાને બદલે પિતાના વર્તનથી એને વશ કરી લેવામાં જ તેઓ માનતા. - સંપ ત્યાં જ જંપ, અને પિતાને પણ સંપમાં જ શાંતિ મળી શકે–આ વિચારથી - પ્રેરાઈને આચાર્યશ્રીએ ક્યારેય કાતરનું કામ કર્યું નહીં, અને કુસંપ કે વિરોધનું નિવારણું
કરીને એકબીજાનાં અંતરને એકરૂપ બનાવવા માટે સોય-દોરાનું કામ કરવાની એક પણ : તક તેઓએ ગુમાવી નહીં. વ્યક્તિઓ વચ્ચેનાં, કુટુંબમાંનાં, જ્ઞાતિમાંનાં તેમ જે સંઘમાંનાં તડાંઓ દૂર કરીને સુલેહસંપ સ્થાપ્યાના સંખ્યાબંધ પ્રસંગે આચાર્યશ્રીની એકતા અને
Page #270
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાંજલિ
૧૮૩ સંગઠનની તીવ્ર ઝંખનાની સાક્ષી પૂરે છે. એમના ઉદ્દગારોમાં આ ભાવનાનાં મેતી ઠેરઠેર વેરાયેલાં જોવા મળે છે.
- પાલનપુરમાં સંઘમાં મતભેદ છે અને આચાર્યશ્રીને આત્મા કકળી ઊઠયો. જેઠ મહિનાના બળબળતા તાપમાં વિહાર કરવા આચાર્ય મહારાજ તૈયાર થઈ ગયા : કહે, જ્યાં કુસંપ હાય ત્યાં રહેવાનું મારું કામ નહીં. સંઘ તરત જ સમજી ગયા.
રાજસ્થાનમાં નિવાસુદીના સંઘમાં ઝઘડો જોઈને આચાર્યશ્રીએ કહ્યું કે તમે ઝઘડો મિટાવે તે જ મારે ગોચરી ખપે! તરત ઝઘડો મટી ગયે. - બુરાનપુરમાં આચાર્યશ્રીએ જાણ્યું કે મા-દીકરા વચ્ચે ઘણે ખટરાગ છે, અને મામલે છેક વિલાયતની કેટ સુધી પહોંચે છે. આ કલેશ તે મટાડવો જ ઘટે. તેઓ ગેરીએ નીકળ્યા. માતા અને દીકરો બંને ગોચરી વહોરવાની વિનતિ કરવા લાગ્યાં. આચાર્ય મહારાજે કહ્યું : કલેશવાળા ઘરોમાંથી ગોચરી નહીં લઉં'. તમે બેય સંપીને સાથે વહેરાવો તો લઈશ. વર્ષો જૂનો કલેશ મિનિટમાં દૂર થઈ ગયો.
થોડાક બીજા પ્રસંગો જોઈએ—
સને ૧૯૫૪માં વિહાર કરતાં મુનિ વલ્લભવિજ્યજી એક ગામમાં જઈ પહોંચ્યા. જોયું તે એક મકાનમાં બકરે કાપીને લટકાવેલે ! મુનિશ્રીનું દયાળુ મન ખિન્ન થઈ ગયું મન તે ગામ છોડીને ચાલ્યા જવાનું થયું, પણ બપોર થઈ ગઈ હતી અને તડકે એક હતો. બધા ધર્મશાળાના એક ઓરડામાં ઊતર્યા. એવામાં એક બાઈએ કહ્યું, મહારાજ, આપે અહીં રહેવા જેવું નથી. અહી રાત રહેનારને સામાન ચેરાઈ જાય છે, અને ક્યારેક તે જાન પણ જાય છે. અને આવાં કામ ખુદ મારે પતિ કરે છે. આપના જેવા સંતેને દુઃખી ન થવું પડે માટે હું આપને અહીંથી ચાલ્યા જવાનું કહું છું. સાથેના શ્રાવકોએ કહ્યું, ચરથી ડરીને ચાલ્યા જવાની શી જરૂર છે? એ તો લાગશે એવા દેવાશે. પણ શાણ મુનિશ્રીએ કહ્યું : અમારે સાધુઓને તે કશું ચોરાઈ જવાનો ભય નથી. પણ તમે જોખ મમાં મુકાઓ અને કોઈના જાન-માલનું નુકસાન થાય એ ઠીક નહીં. અને થાક કે તાપને વિચાર કર્યા વગર તેઓ ત્યાંથી વિહાર કરી ગયા.
ગુજરાનવાલાનું ગુરુકુલ તો સ્થાપ્યું, પણ એને માટે પૈસાની પૂરી જોગવાઈ થવી જોઈએ. આચાર્યશ્રીએ નિયમ કર્યો કે ગુરુકુલ માટે એકલાખ રૂપિયા ભેગા થાય, પછી જ મારે ગાળ ખાંડ ખપે. કામ તરત પતી ગયું.
એક મુસલમાન સજન મુન્શી અબદુલ લતીફ મુનિ વલ્લભવિજયજીના એવા અનુરાગી બની ગયા કે એક દિવસ એમણે વિનતી કરી કે “મહારાજ, આપ જેવા ભાવડાઓના (શ્રાવકેના) ગુરુ છે એવા જ મારા પણ ગુરુ છે, તે મારે ત્યાંથી ભિક્ષા કેમ નથી લેતા બીજું કંઈ નહીં તે હું આપને માટે ગાયના દૂધની વ્યવસ્થા કરીશ, પછી શું વાંધો ?” મુનિશ્રીએ એમને શાંતિથી પિતાને સાધુધર્મ સમજાવીને એમનું મન જીતી દીધું.
અંબાલામાં જેને કૉલેજની સ્થાપના થઈ. પંજાબને સંધ ખૂબ રાજી થયા. સંઘના આગેવાને આચાર્ય મહારાજને માનપત્ર આપવાને વિચાર કરવા લાગ્યા. આચાર્યશ્રીએ
Page #271
--------------------------------------------------------------------------
________________
૧૮૪
વિદ્યાલયની વિકાસકથા એમને બોલાવીને કહ્યું. કોલેજને માટે દોઢ લાખ રૂપિયા ભેગા ન કરે ત્યાં સુધી મને માનપત્ર ન ખપે ! * વિ. સં. ૧૯૮૨માં બિનૌલીના હરિજનેએ આવીને આચાર્યશ્રીને કહ્યું, “મહારાજ, હિંદુઓ અમને પાણીને માટે પજવે છે; એ દુઃખ દૂર નહીં થાય તે અમે હિંદુ મટી મુસલમાન બની જઈશું.” આચાર્યશ્રીએ એમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી. શ્રાવકેએ તરત એમને એક કુવો બનાવી દીધો.
મુંબઈમાં ચોપાટી ઉપરની વિરાટ સભા પૂરી થઈ અને બધા વીખરાઈ ગયા. એક ભાઈએ આચાર્યશ્રીને ચરણસ્પર્શ કરીને કહ્યું : મહારાજ, આપ તે મને શેના ઓળખે? પણ મેરઠમાં આપના પ્રતાપે, આપે મારા માથે વાસક્ષેપ નાખેલે તેથી, હું ફાંસીની સજામાંથી બચી ગયા અને અત્યારે સુખી છું. પણ આચાર્યશ્રીએ તે આથી જરાય ફુલાઈ ગયા વગર રહ્યું, “ભાઈ, આ તે બધે કર્મોને ખેલ છે; બાકી તે નિમિત્ત માત્ર છે.” નિર્મળ જીવનસાધના દ્વારા પ્રગટેલી આવી નિર્મોહવૃત્તિ એ જ સાચી સાધુતા.
અમૃતવાણીની ડીક સરવાણી અંતરના ઊંડાણમાંથી સંવેદનપૂર્વક વહેતી આચાર્ય મહારાજની ભદ્રવાણી જેવી સરળ-સુગમ તેવી જ અંતરસ્પશી રહેતી. એમાં વાણીની છટાને બદલે સંવેદનની આભા રહેતી, અને સત્યને પક્ષ લેવા, અન્યાયને વિરોધ કરવા તેમ જ સૌકોઈના કલ્યાણની આકાંક્ષાને વાચા આપવા એ વહેતી. એ અમૃતવાણીનું થોડુંક આચમન કરીએ – ' “યુવકને નાસ્તિક અને વૃદ્ધોને અંધશ્રદ્ધાળુ કહેવાથી કશો અર્થ સરવાનો નથી. બંનેના હાથ મેળવી સમયને, દેશકાળને ઓળખીને તેમને અને જગતને બતાવી આપવાનું છે કે જૈનધર્મ શ્રેષ્ઠ છે. મોક્ષ એ કંઈ કોઈને ઈજા નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ દરેક જે વીતરાગ બને તો મેક્ષ મેળવી શકે છે.” (વિ. સં. ૧૯૮૫; અમદાવાદ). - “આપણું દેશની આઝાદીમાં આપણું સૌનું કલ્યાણ છે. આઝાદીને માટે હિંદુ-મુસ્લિમ–શીખની એકતા જરૂરી છે. આ એકતા આપણે ગમે તે ભોગે સાધવી પડશે જ. આપણા દેશમાં એકતા સ્થપાય તો વિશ્વશાંતિમાં આપણું દેશનું સ્થાન અનેરું બનશે તેની ખાતરી રાખશે. હિંદુ નથી ચોટીવાળા જન્મતા, મુસલમાન નથી સુન્નતવાળા જન્મતા, શીખ નથી દાઢીવાળા જન્મતા. જન્મ લીધા પછી જેવા જેના સંસ્કાર અને જેવા જેના આચાર તે તેને રંગ ચઢે છે. આત્મા તો બધામાં એક જ છે. સર્વે મેલના અધિકારી છે. સર્વે સરખા છે. આપણે બધા એક જ છીએ.” (વિ. સં. ૨૦૦૨; ભાલેરકેટલા)
“સંસારનો ત્યાગ કરી, આ વેશ પહેરી, ભગવાન મહાવીરની જેમ અમારે અમારા જીવનની પળેપળને હિસાબ આપવાનો છે. આત્મશાંતિ અને આત્મશુદ્ધિ તો મળતાં મળશે, પણ સમાજ, ધર્મ અને દેશના ઉદ્યોતમાં આ જીવનમાં જે કાંઈ ફાળો આપી શકાય તે આપવાનું કેમ ભૂલી શકાય?” (વિ. સં. ૨૦૦૧; લુધિયાના)
મને બધા ઓળખે છે. મારી પાસે ઘણું કામ છે. મારા આત્માને જે વાત કલ્યાણકારી લાગે છે એ હું નિર્ભયતાપૂર્વક કરું છું. આમાં કોઈની કટોકને નથી માનતો; કારણ કે પ્રવર્તક શ્રી
Page #272
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાંજલિ કાંતિવિજ્યજી મહારાજ અને શાંતમૂર્તિ હંસવિજયજી મહારાજની મારા ઉપર છત્રછાયા છે. મારા પંજાબની અને આખા ભારતવર્ષના સંધની ઉન્નતિ થાય એ જ મારું ધ્યેય છે અને એ જ અંત સમય સુધી રહેશે.” (વિ. સં. ૧૯૮૬; પાનસર)
મેં સાંભળ્યું છે કે પૂનાના સંધના લેકે અંદરઅંદર બહુ ઝઘડે છે; આટલું જ નહીં, એવું પણ સાંભળ્યું છે કે એક પક્ષના લોકોએ જ મારું સ્વાગત કરવાનું નક્કી કર્યું છે. પણ તમારે જાણવું જોઈએ કે જ્યાં સંઘમાં ઝઘડા હોય છે ત્યાં જવાનું હું ત્યારે જ પસંદ કરું છું કે જ્યારે સંઘના ઝઘડા મટી જાય.” (વિ. સં. ૧૯૮૬; ખડકી) ,
અત્યારે હજારો જૈન કુટુંબો પાસે ખાવા પૂરતું અન્ન નથી, પહેરવા પૂરતાં કપડાં નથી; માંદાની સારવાર માટે અને પોતાનાં બાળકોને ભણાવવા માટે પાસે પૈસે નથી. આજે મધ્યમ વર્ગનાં આપણાં ભાઈ-બહેન દુઃખની ચક્કીમાં પિસાઈ રહ્યાં છે. એમના પાસે થોડાં ઘણાં ઘરેણાં હતાં એ તો વેચાઈ ગયાં; હવે તો તેઓ વાસણ પણ વેચવા લાગ્યા છે. કેટલાંક તો દુ;ખના લીધે આપઘાત કરવાની પરિસ્થિતિમાં પહોંચી ગયાં છે; આ બધાં આપણાં જ ભાઈ-બહેન છે. એમની સ્થિતિ સુધારવાની જરૂર છે. જો મધ્યમ ગરીબ વર્ગ જીવતો રહેશે તો જૈન જગત પણ ટકી રહેશે. ધનિક વર્ગ લહેર કરે અને આપણા સહધર્મી ભાઈઓ ભૂખે મરે એ સામાજિક ન્યાય નહીં પણ અન્યાય છે.” (વિ. સં. ૨૦૦૮; મુંબઈ)
સાધર્મિક વાત્સલ્યનો અર્થ કેવળ મિષ્ટાન્ન ખવડાવવું એવો જ નથી, પરંતુ સાધર્મિક ભાઈઓને કામે લગાડીને એમને પગભર બનાવવા એ પણ સાચું સાધર્મિક વાત્સલ્ય છે.” (વિ. સં. ૨૦૦૭; જૂનાગઢ)
સેવા, સ્વાવલંબન, સંગઠન, શિક્ષણ અને જૈન સાહિત્યનું પ્રકાશન તથા એને પ્રચાર–આ પાંચ બાબતો ઉપર જ જૈન સમાજની ઉન્નતિને આધાર છે.” ( વિ. સં. ૨૦૦૯; મુંબઈ)
બને કે ન બને, પણ મારો આત્મા એમ ચાહે છે કે સાંપ્રદાયિકતા દૂર થાય અને જૈન સમાજ શ્રી મહાવીરસ્વામીના નેજા નીચે એકત્રિત થઈને શ્રી મહાવીરસ્વામીની જય બોલે. અને જૈન શાસનની વૃદ્ધિને માટે જેન વિશ્વ વિદ્યાલય નામે એક એવી સંસ્થા સ્થાપિત થાય કે જેમાં પ્રત્યેક જૈન શિક્ષિત થાય; અને ધર્મને બાધ ન આવે એવી રીતે રાજ્યાધિકારમાં જૈનોને વધારે થાય. પરિણામે બધા જેન શિક્ષિત થાય અને એમને ભૂખનું દુ:ખ ન રહે. શાસનદેવ મારી આ બધી ભાવનાઓને સફળ કરે એ જ હું ઈચ્છું છું” (વિ. સં. ૨૦૦૯; મુંબઈ)
અંજલિ - આચાર્યશ્રીને સ્વર્ગવાસ એ કેવળ જૈન સંઘની જ નહીં પણ દેશની બેટ બની ગયે હતો. વર્તમાનપત્રોએ, સંસ્થાઓએ અને જુદા જુદા વિભાગના આગેવાનોએ આ બેટનું સંવેદન ઝીલીને એમને ભાવભરી અંજલિ આપી હતી. ડીક અંજલિઓ જોઈએ –
આચાર્યશ્રીના કાળધર્મના સમાચાર જાણીને અમને ઘણે શોક થયો છે. રાજનગરના અખિલ ભારતીય મુનિસમેલનની સફળતા પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ તથા આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ એ બન્નેના અન્યોન્ય સંપૂર્ણ સહકારને લીધે જ થઈ હતી.”
–આ . શ્રી વિજયસૂરિજી તથા આ. ભ. શ્રી વિજયનંદનસૂરિજી.
Page #273
--------------------------------------------------------------------------
________________
૧૮૬
વિદ્યાલયની વિકાસકથા આચાર્ય શ્રી વિજયવલ્લભસરિજી સમન્વય, સદ્ભાવના અને એકતાના હામી હતા. જેમાં એમના જેવી એકતા માટેની ભાવના અને કેશિશ બીજે બહુ ઓછી જોવા મળે છે. છેલ્લા કેટલાક વખતથી તેઓ આ માટે રાતદિવસ પ્રયત્ન કરતા હતા. મારી એમની સાથે મુલાકાત થઈ અને અડધો કલાક એમની સાથે વાત થઈ તેથી લાગ્યું કે એમના મનમાં એકતાની સાચી ધગશ છે. એમની આ સમન્વયમૂલક ભાવના મારા હૃદયમાં વધારે ઊંડી ઊતરી અને એમના પ્રત્યે મને જે આદરની લાગણી હતી એમાં વધારો થયો.”—આચાર્ય શ્રી તુલસી.
તેઓએ ઠેર ઠેર શિક્ષણસંસ્થાઓ સ્થાપીને જૈન સમાજના મધ્યમ વર્ગમાં શિક્ષણનો પ્રચાર કરવામાં ઘણો પરિશ્રમ કર્યો હતો. એ વાત સૌકોઈ જાણે છે કે તેઓ સંપ્રદાયનું અભિમાન રાખવાને બદલે સૌની સાથે સમભાવ રાખતા હતા. તેથી જ જૈનની જેમ જૈનેતરોને પણ એમના માટે પૂજ્યભાવ હતો. એટલા માટે જ એમના જવાથી એમને જાણનાર પ્રત્યેક માનવીના મનમાં દુઃખની લાગણી પેદા થઈ છે.”—શ્રી કેદારનાથજી
“આચાર્ય વિજ્યવલ્લભસૂરિ આ સદીની સંતપરંપરામાં યુગપુરુષ અને અસાધારણ જનસેવાને વરેલા સર્વોત્તમ સંત હતા.....એમની પ્રેરણ, એમની લોકસેવા અને એમની અર્લભક્તિ સદા અમર રહેશે...એકતા, સમાજ સંગઠન, મધ્યમ વર્ગની સ્થિતિની સુધારણા વગેરે પવિત્ર કાર્યો એ જ એમના જીવનના મુખ્ય ઉદ્દેશ હતા. જૈન વિશ્વવિદ્યાલયની સ્થાપના એ એમની સાધનાનું અજોડ ધ્યેય હતું.” –મુનિ શ્રી સુશીલકુમારજી,
આવા યુગાવતારી પુરુષે દુનિયામાં આવીને સતત કર્તવ્યપરાયણ જીવન પૂર્ણ કરીને પરલેક સિધાવે છે અને આખી દુનિયાને કર્તવ્યની યાદ આપતા જાય છે.”
આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી. વિશ્વકલ્યાણની વ્રતધારી એ વંદનીય વિભૂતિને આપણું હાર્દિક વંદના હે!*
સમતાના સાગર પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ સમતારસ ભરપૂર એક સાધુપુરુષનું અંતર મહુવામાં શ્રી મહાવીરસ્વામીની પ્રતિમાનાં દર્શન કરીને દ્રવવા લાગે છે –
લૌકિક પંથ મેં પરિહર્યો, મારે તમારો પંથ પ્રમાણ;
તન મન વચને માનીયો, દિ સુગુણ ગુણાવલી દાન.” એ સંતપુરુષને દુનિયાની નામના, કીર્તિ, સંપત્તિની કોઈ લાલસા નથી; ઇંદ્રિયસુપભેગની કેાઈ વાસના એમને સ્પશી શકતી નથી. એમને તો એક જ ઝંખના છે : જીવનમાં સદૂગુણને સંચય કરવાની; એ માટે જ એ પોતાના ઇષ્ટદેવને અંતરથી વીનવે છેઃ “દિ સુગુણ ગુણાવલી દાન. આ ગુણોની પ્રાપ્તિ માટે તે એ સંસારી મટી ત્યાગી બન્યા છે અને ત્યાગી બનીને ત્યાગીઓના શિરોમણિ બન્યા છે. અને ભલભલા સાધકોને લાંબી અને આકરી સાધનાને અંતે પણ જે ગુણવિભૂતિ મળવી દુર્લભ હોય છે, એવી
* આ પરિચયની સામગ્રી મેળવવામાં મેં શ્રી કૃષ્ણલાલ વર્મા તથા શ્રી ફૂલચંદ હરિચંદ દોશી મહુવાકર · લિખિત “આદર્શ જીવન” નામે શ્રી આત્માનંદ જૈન સભા પંજાબ, અંબાલા તરફથી પ્રગટ થયેલ ગ્રંથને ઉપયોગ કર્યો છે, તે બદલ હું એ બન્ને લેખક મહાનુભાવોને ખૂબ આભારી છું–લેખક
Page #274
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાંજલિ
૧૮૭
સમતા, ક્ષમતા, સરળતા, સહનશીલતા, સંયમરંગ, સેવાપરાયણતા અને શીલ-પ્રજ્ઞા જેવી ગુણવિભૂતિ પિતાને સહજપણે મળી હોવા છતાં એમને એટલાથી સંતોષ નથી. એ તે પ્રભુના માર્ગે આગળ અને આગળ વધવા અને પિતાના જીવનને વધુ ને વધુ વિમળ અને શ્રેયસ્કર બનાવવા ઝંખે છે. આવી વિરલ ગુણવિભૂતિના અધિકારી પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ આદર્શ ક્ષમાશ્રમણ સંતપુરુષ થઈ ગયા. વિદ્યાલયના ઉત્કર્ષ માટેની એમની લાગણી અને સેવાઓ ન વીસરી શકાય એવી છે. - આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની અને આ સંતપુરુષની જન્મભૂમિ એક જ વડોદરા શહેર; બન્નેનું સંસારી નામ પણ જોગાનુજોગ એક જ હતું ઃ છગનલાલ. એમને જન્મ વિ. સં. ૧૯૦૭માં થયેલું. જ્ઞાતિ દશા શ્રીમાળી. પ્રબળ ત્યાગભાવનાથી પ્રેરાઈને વિ. સં. ૧૯૩૫માં ૨૮ વર્ષની ભરયુવાન વયે તેઓએ અંબાલામાં પૂજ્ય આત્મારામજી મહારાજ પાસે દીક્ષા લીધેલી. બાવીસ વર્ષના દીક્ષા પર્યાય બાદ વિ. સં. ૧૯૫૭ માં, પચાસ વર્ષની ઉંમરે, એમને પ્રવર્તકપદ આપવામાં આવ્યું હતું. પદવીને એમને ક્યારેય મેહ ન હતા, એટલે સમુદાયમાં એમનું સ્થાન વયેવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધિ અને ચારિત્રવૃદ્ધ મુનિવર તરીકે એક વડીલ તરીકેનું હોવા છતાં, તેમ જ ગંભીર, ઠરેલ, શાણી, સૌનું હિત ચાહનારી અને સર્વવત્સલ પ્રકૃતિ હોવાને કારણે સૌhઈને એમના પ્રત્યે ખૂબ આદરબહુમાનની લાગણી હોવા છતાં, એમણે ક્યારેય પદવીની આકાંક્ષા કરી ન હતી. નિર્મળ સંયમયાત્રા દ્વારા સમતાની પ્રાપ્તિ એ જ એમનું જીવન ધ્યેય હતું.
પ્રાચીન જ્ઞાનભંડારેની સુરક્ષા અને સુવ્યવસ્થા, નવા જ્ઞાનમંદિરની સ્થાપના એ જાણે એમને જીવનરસ હતે. એને લીધે વડોદરા, છાણ, લીંબડી અને પાટણના જ્ઞાનભંડારે સુરક્ષિત બન્યા અને નવા પણ સ્થપાયા. જ્ઞાનરક્ષાના આ કાર્યની પરંપરા તેઓના સુશિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી ચતુરવિજયજીએ સાચવી હતી; અને પૂજ્ય ચતુરવિજયજી મહારાજના જ્ઞાનમૂર્તિ શિષ્યરત્ન આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજે તે જ્ઞાનભંડારની સાચવણી, પ્રાચીન પ્રતાનો ઉદ્ધાર અને જ્ઞાને પાસનાને પોતાનું જીવન જ સમર્પિત કર્યું છે. જ્ઞાનભંડારો અને પ્રાચીન હસ્તપ્રતની સાચવણીના ઇતિહાસમાં એક જ પરંપરાના આ ત્રણ મુનિવરની સેવાઓ સદા મરણીય બની રહેશે. - પ્રવર્તકજી મહારાજે પંજાબ, ગુજરાત, મારવાડ, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર આદિ પ્રદેશને વિહાર કરીને એ પ્રદેશમાં પોતાની સૌમ્યતાભરી નિર્મળ સાધુતાની સુવાસ ફેલાવી હતી. જે કઈ વ્યક્તિ એમના પરિચયમાં આવતી તે એમની પ્રશાંત સાધુતાથી પ્રભાવિત થયા વગર ન રહેતી. આમાં આપણા દેશના ડો. દેવદત્ત રામકૃષ્ણ ભાંડારકર અને પરદેશના ડે. હર્મન યાકેબી જેવા વિદ્વાનને પણ સમાવેશ થતે. પંડિતવર્ય શ્રી સુખલાલજી, મુનિ શ્રી જિનવિજયજી, શ્રી રસિકલાલ છોટાલાલ પરીખ, શ્રી ઉમાશંકર જોશી જેવા વિદ્વાનો એમના પ્રત્યે ખૂબ આદર રાખતા.
એમનામાં સેવાભાવ અને કરુણાભાવ એ હતું કે જરૂર લાગે તો ગૃહસ્થ બીમારની સેવા કરતાં પણ તેઓ અચકાતા નહીં. અને એમની પાસે કામ કરતા લહિયાઓ કે વિદ્વાનેની તે તેઓ કુટુંબના વડીલ તરીકે જ સંભાળ રાખતા. અવિવેકી થવું નહીં અને અસત્ય કે અન્યાય સામે નમતું જોખવું નથી; એવી સૌમ્યભાવ અને સત્યપ્રિયતાની
Page #275
--------------------------------------------------------------------------
________________
૧૮૯
વિદ્યાલયની (વકાસકથા
સમતુલા એમના જીવનમાં સધાઈ હતી. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી અને સમુદાયના અન્ય મુનિરાજો માટે તેએ પૂછ્યાઠેકાણું હતા. આદશ શિરછત્રની ગુણિયલતા એમના જીવનમાં સહજપણે વિકસી હતી.
વિ. સ’. ૧૯૫૭માં મુનિ શ્રી વલ્લભવિજયજીને આચાય પદ્મવી આપવાની વાત આવી ત્યારે એમણે, સમુદાયનું હિત વિચારીને, એ વાત હમણાં જતી કરવાનુ સૌમ્યભાવે સહુને સમજાવ્યું હતું. તેઓ એછાખાલા અને કર્તવ્યપરાયણ સતપુરુષ હતા. વાણીના વિલાસ એમને કયારેય ખપતા નહી. પેાતાની એક સજ્ઝાયમાં એમણે જીભને ઉદ્દેશીને પેાતાની લાગણી વ્યક્ત કરતાં સાચુ' જ કહ્યું છે કે—
“રસના તુ' છે ચાર તારી, વિ જગને ઠગનારી.”
જીભાજોડી કે વાદાવાદથી સર્વથા દૂર રહેવાની પ્રકૃતિને કારણે તે એક આદેશ સંતપુરુષની જેમ પેાતાના વિચાર, ઉચ્ચાર અને આચારમાં સમરૂપતા સાધી શકયા હતા. આ સંત મુનિવરને વિ. સ. ૧૯૯૮માં, ૯૧ વષઁની વૃદ્ધ ઉંમરે, પાટણમાં સ્વર્ગવાસ થયા. એ ક્ષમાશ્રમણને આપણી ભાવભરી વંદના હા !
કર્તવ્યનિષ્ઠ પૂજ્ય આચાર્ય શ્રી વિજયલલિતસૂરિજી મહારાજ
ગુરુની સેવા માટે પેાતાનાં સર્વ શક્તિ અને સમયને હુ પૂર્ણાંક સમર્પિત કરીને પેાતાના શિષ્યપદને અને સાધુપદને કૃતકૃત્ય કરનાર આચાર્ય શ્રી વિજયલલિતસૂરિજીના શ્રીમહાવીર જૈન વિદ્યાલયના વિકાસમાં અને એને પગભર બનાવવામાં કલ્પી ન શકાય એટલે ફાળેા છે. વિ. સ. ૧૯૭૨ના મુંબઈના ચતુર્માસ દરમ્યાન તેઓએ તથા પૂજ્ય પંન્યાસ (પછીથી ઉપાધ્યાય) શ્રી સાહનવિજયજીએ મકાન ફંડની જે શુભ શરૂઆત કરાવી તેથી એ કામ સુગમ બની ગયું. ત્યાર પછી વિ.સ'. ૧૯૭૯માં, ખરે અણીને વખતે, પેાતાના ગુરુની આજ્ઞાથી વિદ્યાલય માટે છેક પંજાબથી ઝડપથી વિહાર કરી મુંબઈ પહેાંચ્યા અને પૂજ્ય પન્યાસ ઉમ’ગવિજયજી ( પછીથી આચાય વિજયઉમ'ગસૂરિજી )ની સાથે રહીને જે કામ કર્યું એણે વિદ્યાલયને મુસીખતમાંથી ઉગારી લઈને એને સુદૃઢ કરવામાં ઘણા મહત્ત્વના ફાળા આપ્યા એમ કહેવુ જોઈ એ.
એ વખતે વિદ્યાલયને પૈસાની ભીંસ હતી, અને દાક્તરીલાઈનના અભ્યાસને નિમિત્તે વિદ્યાલયની સામે ઝંઝાવાત ઊભા થયા હતા. આ બંને મુસીબતેમાં પન્યાસ શ્રી લલિતવિજયજીની સેવાઓ ખૂબ ઉપયોગી નીવડી હતી. એ અરસામાં મુખ્યત્વે એમની જ પ્રેરણાથી શેઠ શ્રી વાડીલાલ સારાભાઈ એ વિદ્યાલયને એક લાખ રૂપિયા જેવી મેાટી રકમ ભેટ
આપી હતી.
પજાબની વિભૂતિ પૂજ્ય આત્મારામજી મહારાજના 'ગત મંત્રી તરીકેની જવાખદારી ખજાવવાનું કામ ગુજરાતના સંત પૂજ્ય વિજયવલ્ભસૂરિજી મહારાજે કર્યું હતું; તેા શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના અંગત મંત્રીનું કામ પજામના મુનિ શ્રી લલિતવિજયજીએ સભાળ્યું હતું. શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની સમાજઉત્કર્ષ અને શિક્ષણપ્રસારની ચેાજનાને મૂર્ત કરવામાં આ મુનિશ્રીના ફાળા અસાધારણ હતા.
Page #276
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાંજલિ
૧૮૯
આ મુનિવરનું મૂળ વતન પંજાખમાં ગુજરાનવાલા જિલ્લાનું ભાખરિયારી ગામ. વિ. સ'. ૧૯૩૭માં એમના જન્મ. નામ લક્ષ્મણદાસ. પિતાનું નામ દૌલતરામ. તેએનું કુટુંબ શૈવધી હતું. તેએ એમના પિતાના એકના એક સંતાન હતા. પિતાનું છત્ર નાનપણમાં જ હરાઈ ગયું તેથી તેએ જૈનધમી એસવાલ લાલા ખૂડામલ ભગતને ત્યાં ઊછર્યો. એટલે ધીમે ધીમે એમનું વલણ જૈનધર્મ તરફ ઢળતું ગયું. વિ. સ. ૧૯૫૪માં એમણે પજામમાં નારાવલ ગામમાં મુનિ શ્રી વલ્લભવિજયજી પાસે દીક્ષા લીધી. નામ લક્ષ્મણવિજયજી રાખ્યુ. તે રામના હનુમાનની જેમ મુનિ શ્રી વલ્લભવિજયજીના અનન્ય સેવક મની ગયા. તેને વિ. સ. ૧૯૭૬માં ખાલીમાં પંન્યાસપદ અને વિ. સ'. ૧૯૯૩માં વીસલપુરમાં આચાર્ય પદ આપવામાં આવ્યુ' હતું.
તેએ શાસ્ત્રના અભ્યાસી અને પ્રભાવશાળી વક્તા તેમ જ સંગીતના પણ જાણકાર હતા. તેએએ જુદે જુદે સ્થાને વિહાર કરવા છતાં એમનું મુખ્ય કાર્યક્ષેત્ર મારવાડ હતું. અને મારવાડના પછાત સમાજનો ઉદ્ધાર કરવામાં એમણે ખૂબ પુરુષાથ કર્યાં હતા. તેથી જ તેઓને મરુધરદેશે દ્ધારક'નુ' સાક બિરુદ મળ્યુ હતુ.
આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજે ગુજરાનવાલાના ગુરુકુલ માટે એક લાખ રૂપિયા ભેગા ન થાય ત્યાં સુધી ગાળ-ખાંડ નહી' વાપરવાના નિયમ કરેલેા. અડસઠ હજારે ફાળા અટકી ગયા હતા. મુનિ શ્રી લલિતવિજયજી એ વખતે મુંબઈમાં હતા. એમના જેવા ગુરુભક્તથી આ સહન કેમ થાય ? એમણે, પેાતાની પ્રેરણાથી અજૈનમાંથી જૈન બનેલ શ્રી વિઠ્ઠલદાસ ઠાકેારદાસને વાત કરી. એ ભાઈ એ તરત જ ખત્રીસ હજાર રૂપિયા આપીને આચાર્ય મહારાજના સ’કલ્પ પૂરા કર્યાં.
ગુરુ પ્રત્યેની ભક્તિ અંગે તેા તેઓ કહેતા કે ગુરુમહારાજના મારા ઉપર એટલા બધા ઉપકાર છે કે જો એમની આજ્ઞાનુ પાલન કરતાં કદાચ આ દેહ પડી જાય તેપણુ એને બદલેા વળી શકે એમ નથી, પેાતાનુ` સવ સ્વ ગુરુચરણે સમર્પણ કરવુ. એ જ એમના જીવનઆનંદ હતા. વરકાણાનું શ્રી પાર્શ્વનાથ વિદ્યાલય એ ગુરુપ્રેરણાથી આ મુનિવરે કરેલ અવિરત પ્રયત્નનું જ પરિણામ છે. ફાલનામાં સ્થપાયેલ જૈન કૉલેજના પાયામાં પણ એમના પરસેવા પડેલા છે.
આ ગુરુભક્ત અને કર્તવ્યનિષ્ઠ આચાર્ય મહારાજ વિ. સં. ૨૦૦૬માં સ્વર્ગવાસી થયા. એમની સેવાની યશેાગાથા સૌને સેવાની પ્રેરણા આપતી રહેશે. આચાર્ય શ્રીને આપણી અનેકાનેક વન્દ્વના હા !
પૂજ્ય ઉપાધ્યાયશ્રી સાહનવિજયજી મહારાજ, તથા પૂજ્ય આચાર્ય શ્રી વિજયઉમ'ગસૂરિજી મહારાજ અને વિદ્યાલયને માટે મમતા દર્શાવનાર અને પ્રયત્ન કરનાર સર્વ સાધુમુનિવરને પણ આ પ્રસંગે આપણે આપણી ભાવભરી અજલિ અર્પણ કરીએ.
*
એ હાથ ભેગા થાય તેા તાળી પડે: પ્રેરક સંતા અને કાર્યકર સગૃહસ્થાના સુમેળ સધાય તા સત્કાર્ય ના જન્મ થાય. વિદ્યાલયના ઇતિહાસ કહે છે કે એની સ્થાપના માટે પ્રેરણા આપનાર સાધુપુરુષની પ્રેરણાને હાંશે હારો ઝીલનાર આગેવાના જોઈએ તેટલા મળી આવ્યા, અને એ બધાના પુરુષાર્થીને ખળે વિદ્યાલયની સ્થાપના થઈ અને એમને
Page #277
--------------------------------------------------------------------------
________________
૧૯૦
વિદ્યાલયની વિકાસકથા મળેલા શ્રીસંઘના ઉદાર સહકારને બળે વિદ્યાલયનો, બીજના ચંદ્રની જેમ, ઉત્તરોત્તર વિકાસ થયે. આવા થોડાક કાર્યકર મહાનુભાવનું આ પ્રસંગે પુણ્યસ્મરણ કરીએ.
વિદ્યાલયના પ્રાણ શ્રી મતીચંદભાઈ કાપડિયા પ્રાણ વગર શરીર ન ચાલે. જેવું શરીરનું એવું જ સંસ્થાનું. કેઈકે તે સંસ્થાના પ્રાણુ બનવું જ પડે છે; તે જ સંસ્થા ટકી રહે છે અને વિકાસ સાધી શકે છે. એમ કહેવું જોઈએ કે સ્વ. શ્રી મોતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયા વિદ્યાલયના પ્રાણ બન્યા હતા; અને સાથે સાથે વિદ્યાલય પણ એમને મન શ્વાસ અને પ્રાણ સમું વહાલું બની ગયું હતું. પ્રવૃત્તિઓની ગમે તેટલી જંજાળ હોય પણ સો કામ મૂકીને વિદ્યાલયનું કામ પહેલું : વિદ્યાલય સાથે એમણે એવી મહમ્મત કેળવી હતી. વિદ્યાલયની સ્થાપનાથી લઈને તે પિતાની જિંદગીના અંત સુધી એમણે વિદ્યાલયની બજાવેલી સેવાઓ વિદ્યાલયના તથા સમાજસેવાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ રહે એવી છે.
શ્રી મોતીચંદ ભાઈને જન્મ વિદ્યા અને સંસ્કારિતાની ભૂમિ ભાવનગરમાં વિ. સં. ૧૯૩૬, માગસર વદિ ૨, તા. ૭-૧૨-૧૮૭૯લ્માં થયો હતો. એમનાં માતાનું નામ સમરત બહેન. પિતાનું નામ ગિરધરભાઈ. કુટુંબનું વાતાવરણ જ ધર્મ અને વિદ્યામય હતું, એટલે બચપણથી જ એમને ધર્મ તરફની પ્રીતિ અને અધ્યયન તરફની રુચિનું વરદાન મળ્યું હતું.
બી. એ. સુધીનો અભ્યાસ એમણે ભાવનગરમાં કર્યો. કેવળ કૉલેજનાં પાઠ્યપુસ્તકના અધ્યયનથી સંતુષ્ટ થાય એવું એમનું મન ન હતું. વિદ્યા પ્રત્યેની વ્યાપક રુચિએ એમને દેશ-પરદેશના જુદાજુદા વિષયના સાહિત્યના પરિશીલન તરફ પ્રેર્યા –ખાસ કરીને ધર્મ અને તત્વજ્ઞાનના સાહિત્ય તરફ તેઓ વિશેષ આકર્ષાયા; અને તેમાંય જેનધર્મના સાહિત્યનું ઝીણવટપૂર્વક અધ્યયન કરવાને એમને વિશેષ સુયોગ સાંપડશે, કારણ કે આ બધો સમય દરમ્યાન એમને જૈન ધર્મના મર્મજ્ઞ વિદ્વાન અને એમના કાકા શ્રી કુંવરજી આણંદજીને સતત સંપર્ક મળતો રહ્યો.
એમના સાહિત્યસર્જનની તવારીખ તપાસતાં એ પણ સ્વીકારવું પડે છે કે એમનામાં લેખક તરીકેની પ્રતિભાને ઉન્મેષ યૌવનના આરંભથી જ થવા લાગ્યો હતો. એમણે ફક્ત વીસ વર્ષની વયે શ્રી સિદ્ધષિ ગણિવિરચિત સંસ્કૃત “શ્રી ઉપમિતિભવપ્રપંચકથા” જેવા સંસ્કૃત મહાગ્રંથના પીઠબંધરૂપ પહેલા પ્રસ્તાવને અનુવાદ કર્યો હતો.
બીએ. થઈને તેઓ એલ. એલ.બી. ને અભ્યાસ કરવા મુંબઈ ગયા; અને સને ૧૯૧૦ માં વકીલાતની પરીક્ષા પાસ કરીને સેલિસિટર થયા. હવે તો એમણે મુંબઈમાં જ સ્થિર થવાનો નિર્ણય કર્યો અને કાયદાશાસ્ત્રી શ્રી દેવીદાસ જેકિસનદાસ દેસાઈની સાથે મળીને મેસર્સ મોતીચંદ એન્ડ દેવીદાસ નામની સોલિસિટરની પેઢી શરૂ કરી. હુદય તત્ત્વપ્રેમી હતું, બુદ્ધિ સત્યશોધક હતી અને વૃત્તિ નાનું કે મોટું દરેક કામ પૂરી નિષ્ઠા, એકાગ્રતા અને ચોકસાઈથી કરવાની હતી, એટલે કાયદાના સલાહકાર તરીકે આ પેઢીને અને શ્રી મોતીચંદભાઈને ખૂબ નામના મળી.
પણ ધીકતી વકીલાતના જોરે ચાલતી પૈસાની ટંકશાળથી સંતુષ્ટ થાય એ શ્રી મોતીચંદભાઈને આત્મા ન હતા. એમને તે જીવનના બધાય સુંદર પાસાઓને આસ્વાદ
Page #278
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાંજલિ
૧૯૧ લે તે વિદ્યાગંગાનું પુણ્યસ્નાન કરવું હતું; સમાજ અને દેશની સેવા કરવી હતી અને ધસતત’ પણ પાન કરવ' હત'. તેમાંય ધાર્મિકતા એ શ્રી માતીચંદભાઈ ના શ્વાસ હતી, અને એમની વ્યાવહારિક કે પારમાર્થિક એકેએક પ્રવૃત્તિમાં હંમેશાં વિશાળ ધાર્મિકતાને પ્રાણ ધબકત રહેતા. પણ શ્રી મોતીચંદભાઈની ધાર્મિકતાને રૂઢિચુસ્તપણાએ જન્માવેલી સંકુચિતતાના સીમાડા કયારેય મંજૂર ન હતા. અલબત્ત, તેઓ ક્રાંતિવીર ન હતા, પણ મધ્યમમાગી સુધારક હતા અને વિસર્જન કરતાં સર્જનમાં પોતાનાં સમય અને શક્તિનો ઉપયોગ કરવામાં એમને વિશેષ રસ હતો.
એક બાજુ ભારે જવાબદારીથી ભરેલો અને ખૂબ સમય અને શક્તિનો ભોગ માગી લે એ વકીલાતનો ધંધો હતો, અને બીજી બાજુ જાહેરજીવનની સંખ્યાબંધ પ્રવૃત્તિઓ પણ સમય અને શક્તિનો એટલો જ હિસ્સો માગતી હતી. કહેવું જોઈએ કે શ્રી મોતીચંદભાઈએ પોતાના જીવનમાં ધંધે અને સેવા એ બન્નેની સમતુલા જાળવી જાણી હતી, એટલું જ નહીં છેવટે સેવાના પલ્લાને નમતું બનાવીને પોતાના જીવનને કૃતાર્થ બનાવ્યું હતું.
એમના જાહેરજીવનનાં અનેક પાસાં છે. રાષ્ટ્રીય, ધાર્મિક તેમ જ સમાજસેવાની અને સાહિત્યસેવાની અનેક સંસ્થાઓ અને પ્રવૃત્તિઓ સાથે તેઓ સક્રિય રીતે ગાઢપણે સંકળાયેલા હતા. પણ એ બધાયમાં એમનું સૌથી મોટું અર્પણ શ્રી મહાવીર જૈન વિદ્યાલયને હતું. સને ૧૯૧૫ માં વિદ્યાલયની સ્થાપના થઈ ત્યારથી તે છેક ૧૯૪૯ ની સાલ સુધી, એકધારાં ૩૪ વર્ષ સુધી, તેઓ સંસ્થાના માનદ મંત્રી અને ટ્રસ્ટી તરીકેની ભારે જવાબદારી ઉત્સાહપૂર્વક ઉઠાવતા રહ્યા. આ સ્થાને રહીને એક સમજુ અને હેતાળ માતાની મમતાથી વિદ્યાલયની માવજત કરીને એમણે વિદ્યાલયને વિકસાવ્યું હતું. વિદ્યાલય એ શ્રી મોતીચંદભાઈની અમૂલ્ય સેવાઓનું ચિરંજીવ સ્મારક છે.
શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સને પણ શ્રી મોતીચંદભાઈની સેવાઓનો દાયકાઓ સુધી લાભ મળતો રહ્યો હતો. કૉન્ફરન્સના જનરલ સેક્રેટરી તરીકે તેમ જ બીજી રીતે પણ એમણે લાંબા સમય સુધી કૉન્ફરન્સને પોતાને સહકાર આપ્યો હતો. કેટલીક વાર તે રૂઢિચુસ્તતાએ જન્માવેલ ઝંઝાવાત સામે કૉન્ફરન્સની નૌકાને ટકાવી રાખવામાં એક કાબેલ સુકાની તરીકે શ્રી મતીચંદભાઈને ખૂબ જહેમત ઉઠાવવી પડી હતી.
એ જ રીતે ભાવનગરની જૈનધર્મ પ્રસારક સભાની સાથે પણ તેઓ બહુ ગાઢ રીતે સંકળાયેલા હતા. શ્રી મોતીચંદભાઈને ઘણુ ખરા ગ્રંથે આ સંસ્થા તરફથી પ્રગટ થયા હતા, તેમ જ “જૈન ધર્મ પ્રકાશ” માસિકને માટે પણ તેઓ હમેશાં લેખસામગ્રી આપતા રહેતા. એ જ રીતે જેન એસોસીએશન ઓફ ઇન્ડિયા, માંગરોળ જૈન સભા અને કન્યાશાળા, ઘોઘારી વીસા શ્રીમાળી જૈન દવાખાનું, શેઠ શ્રી દેવકરણ મૂળજી ટ્રસ્ટ, શ્રી ગેડીજી ટ્રસ્ટ, ગુજરાતી સાહિત્ય પરિષદ, ફાર્બસ સાહિત્ય સભા, હરકિશનદાસ હોસ્પિટલ વગેરે સંબઈની અનેક જૈન અને જૈનેતર સાર્વજનિક સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા હતા
અંતરિક્ષજી તીર્થ અંગેના કેસ માટે સને ૧૯૨૬માં વિલાયતમાં પ્રિવીકાઉન્સીલમાં રજૂઆત કરવાની જરૂર પડી તો એ માટે કાયદાશાસ્ત્રી તરીકે શ્રી મોતીચંદભાઈની પસંદગી કરવામાં આવી. ચીવટ, ખંત, ઝીણવટ, મર્મગ્રાહી બુદ્ધિ અને ઠાવકાઈથી તેઓ એ કેસમાં સફળ થઈને આવ્યા.
Page #279
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસકથા
જેના અંતરમાં લેાકકલ્યાણની ભાવના ધખકતી હેાય તે વ્યક્તિ દેશભક્તિની ભાવનાથી અસ્પૃષ્ટ રહી જ ન શકે. મહાત્મા ગાંધીજીના નેજા નીચે દેશની સ્વતંત્રતાના અહિંસક સંગ્રામના શ્રીગણેશ મ’ડાયા ત્યારે શ્રી મે।તીચંદભાઈ પણ એના એક અદના સૈનિક બની ગયા. સને ૧૯૩૦ના સત્યાગ્રહસ ગ્રામમાં એ વર્ષ માટે જેલવાસનુ ગૌરવ પણ તેએ લઈ આવ્યા. મુંબઈ પ્રાંતિક કોંગ્રેસ કમીટીના તેએ વર્ષો સુધી સભ્ય રહ્યા હતા. સને ૧૯૨૯માં તે મુંબઈ કારપેારેશનના સભ્ય બન્યા અને છૂટક છૂટક મળીને પંદર વર્ષ સુધી એમણે કારપેારેશન દ્વારા મુંબઈ શહેરની સેવા કરી હતી. મુંબઈ યુનિવર્સિટી સેનેટના સભ્ય તરીકે પણ એમણે શિક્ષણક્ષેત્રની કીમતી સેવા બજાવી હતી.
૧૯૨
શ્રી મેાતીચંદભાઈની જ્ઞાનેાપાસના નિઃસ્વાર્થ અને આત્મપ્રસન્નતાથી પ્રેરાયેલી હતી. સાહિત્યસર્જન દ્વારા અર્થાપાર્જન કરવાની વાત તેા દૂર રહી, ઊલટું પાતા તરફથી કંઈક ને કંઈક અથ વ્યય કરીને તેએ માતા સરસ્વતીની સેવા કરતા હતા. સને ૧૯૪૯માં (તા. ૨૦-૩-૧૯૪૯ના રાજ) તેમની વિદ્યાલયની દીકાલીન સેવાઓના સન્માનરૂપે, સર મણિલાલ ખાલાભાઈ નાણાવટીના પ્રમુખપદે, એક જાહેર સમારભ યેાજીને રૂા. ૭૦૦૦૧)ની થેલી એમને અણુ કરવામાં આવી; તે વખતે એ રકમ પેાતાની પાસે ન રાખતાં, પેાતાના તરફથી માતા શારદાના ચરણે ફૂલપાંદડીરૂપે રૂા. પ૦૦૦) ઉમેરીને કુલ રૂા. ૭૫૦૦૧) જેવી રકમ એમણે સાહિત્ય-પ્રકાશન માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને સોંપી દીધી હતી.
એમનું સાહિત્યસર્જન જેમ વિપુલ છે, તેમ વિવિધ વિષયને સ્પતું પણ છે. આમ છતાં જૈન સાહિત્યની એમની કૃતિએ વિશેષ ધ્યાન ખેંચે એવી છે.
ઉપમિતિ ભવપ્રપંચકથાના અનુવાદ, અધ્યાત્મકલ્પદ્રુમના અનુવાદ, આનંદઘનજીનાં પદ્માનું વિવેચન, શાંતસુધારસનું વિવેચન, જૈન દૃષ્ટિએ યાગ, શ્રી સિદ્ધ િતું ચરિત્ર, શ્રીહેમચંદ્રાચાય તથા મેાતીશા શેઠનાં ચરિત્રા, યુરોપનાં સંસ્મરણા, નવયુગનો જૈન, સાધ્યને માગે, ધ કૌશલ્ય, વ્યવહારકૌશલ્ય, વ્યાપારકૌશલ્ય વગેરે ત્રીશેક પુસ્તકા એમણે લખ્યાં હતાં.
પેાતાની અનેક સેવાએ અને સાહિત્યકૃતિ દ્વારા પેાતાના ચિત્તને આહ્વાદિત અને સમાજને આભારિત કરીને, ૭૨ વર્ષની વયે, મુંબઈમાં, તા. ૨૭–૩-૧૯૫૧ના રાજ શ્રી મેાતીચંદભાઈ સ્વગે સિધાવ્યા ! એમને આપણા પ્રણામ હા !
વિદ્યાલયના કલ્પવૃક્ષ શેઠશ્રી દેવકરણ મૂળજી
માગેા અને આપે એ કલ્પવૃક્ષ. શ્રી દેવકરણ શેઠ તે ઘણીવાર વગર કહ્યે વિદ્યાલયની જરૂરિયાત સમજી જતા અને વગર માગ્યે આપતા. વિદ્યાલયના વિકાસમાં આ રીતે એમના અસાધારણ ફાળેા હતા. શૂન્યમાંથી તેએ પ્રારબ્ધ અને પુરુષાર્થીને ખળે શ્રીમ'ત બન્યા હતા. અને સત્કાર્યોમાં પુષ્કળ ધન ખરચીને તેઓએ પેાતાના જીવનને અને ધનને ધન્ય મનાવ્યું હતું.
* શ્રી મેાતીચ ંદભાઈનાં પુસ્તકાની વિગતવાર પૂરી યાદી એમના વિદ્યાલય તરફથી પ્રગટ થયેલ શ્રી આનંદધનજીનાં પદા ભાગ બીજો' માં આપવામાં આવેલ એમના સવિસ્તર પરિચયમાં આપવામાં આવી છે.
Page #280
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાંજલિ
૧૯૩
ન
એમના કુટુ અનુ` મૂળ વતન સારઠમાં જામક`ડારણા. ત્યાંથી ધંધા માટે એમના પિતાશ્રી માંગરોળ આવીને રહ્યા. એમના જન્મ વિ. સં. ૧૯૨૧ના પાષ સુદિ સાતમે માંગરોળમાં થયા હતા. એમની જ્ઞાતિ વીસા શ્રીમાળી. માંગરાળમાં ન ફાવ્યુ` એટલે એમના પિતાશ્રી શ્રી મૂળજી ઉકાભાઈ મુંબઈ ગયા; અને દેવકરણભાઈ જૂનાગઢ પાસે એમના મેાસાળ વણથલી ( સારઠ)માં રહ્યા. ત્યાં દસ વર્ષની ઉંમર સુધી રહીને ત્રણેક ગુજરાતી જેટલે અભ્યાસ કર્યાં. પછી તા ભણવાના ભાગ્યયેાગ ન લાગ્યા અને ઊલટુ ભાગ્ય રુડ્યું હાય એમ પિતાજીનું અવસાન થયુ'! કુટુંબને માટે ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિ ઊભી થઈ; અને માટાભાઈ હરજીવનદાસ ઉપર બધી જવાબદારી આવી પડી. દેવકરણભાઈને પેાતાની જવાખદારીના ખ્યાલ આવતાં વાર ન લાગી. ભલે ભણતર સાવ ઓછું મળ્યું હતું, પણ હૈયાઉકલત અને હિંમત પૂરી હતી : માત્ર બાર વર્ષની વયે, કુટુંબની આનાકાની છતાં, દરિયામાગે તેએ મુંબઈ પહોંચ્યા. એમના માટાભાઈ હરજીવનદાસ પણ મુંબઈમાં જ હતા. માંગરોળથી વહાણમાં મુંબઈ પહેાંચવાના એ વખતે ફક્ત આઠે જ ના થતા !
નોકરી તે મળી શકે એમ હતી પણ નાકરી કરનારનું ભાગ્ય વેચાઈ જાય છે: ઉંમરે નાના દેવકરણ આ વાત સમજતા હતા. એણે ટાપીની ફેરી શરૂ કરી. મહેનત કરવાની તૈયારી હતી અને ગ્રાહકને રાજી રાખવાની આવડત પણ હતી : ફેરીના ધંધા સારી રીતે જામ્યા. એવામાં હરજીવનદાસના શેઠ લક્ષ્મીદાસનું ધ્યાન દેવકરણ તરફ ગયું. એમના કહેવાથી તેઓ એમની કાપડની દુકાનમાં જોડાઈ ગયા, અને જોતજોતામાં બધા જાના નારાથી આગળ વધી ગયા. સિદ્ધિ માટે ઉંમર નહીં પણ અક્કલ જોઈએ. પણ આ જીવ કઈ નાકરીના ન હતા.
એમની સાથે શ્રી નારણદાસભાઈ પણ એ જ પેઢીમાં નાકરી કરતા. જ્ઞાતિએ લુહાણા હતા, અને વેપારમાં કામેલ હતા. બન્ને ખાખરિયા મળ્યા એટલે એમનામાં સ્વતંત્ર ધંધા ખેડવાની હિંમત આવી. વિ. સ’. ૧૯૪૪માં એમણે દેવકરણ નારણદાસની પેઢીના નામથી ગામઠી કાપડના વેપાર શરૂ કર્યાં. આ દરમ્યાન વિ. સ. ૧૯૪૩માં, ૨૩ વર્ષની ઉંમરે, વણથળીનાં શ્રી પૂતળીબાઈ સાથે એમનાં લગ્ન થયાં. ધમ તરફની રુચિ પહેલાંથી જ હતી, અને નીતિ-પ્રામાણિકતાથી વેપાર કરીને ગ્રાહકને રાજી રાખવાના નિયમ હતા. એમની પેઢીની ખ્યાતિ અને સંપત્તિ વધવા લાગી. અને છતાં એમનું જીવન તે! એવું જ સાદું, નિળ અને નિરભિમાની રહ્યું.
આજથી ૭૦-૮૦ વર્ષ પહેલાં જૈન મુનિરાજે મુંબઈમાં જતા જ નહીં. વિ. સં. ૧૯૪૭માં તપસ્વી અને જ્ઞાની મુનિ શ્રી મેાહનલાલજીએ પહેલવહેલાં મુંબઈ પધારીને જૈન શ્રમણેા માટે મુંબઈ ના વિહાર ખુલ્લા કર્યાં. શ્રી દેવકરણભાઈ ને એમનેા સત્સંગ ખૂબ ગમી ગયા. તેએ એમની દિલ દઈને સેવા કરવા લાગ્યા. એક દિવસ એ સેવાથી લાગણી વશ બનેલા એ સંતપુરુષનું અંતર ખેાલી ઊઠયું: “બચ્ચા, તેરા કલ્યાણુ હેાગા !” અને સાચે જ, આ સંતની અંતરની વાણી ફળી એમની ખૂબ ઉન્નતિ થઇ, એટલુ જ નહી, પણ જ્યારે બધા વેપારી ઉપર મંદી ફરી વળી ત્યારે પણ શ્રી દેવકરણ શેઠની પેઢી મુસીબતમાંથી ખચી ગઈ. અને પછી તેા એમની પેઢીની નામનાથી અનેક મિલેાની એજન્સીએ પણ એમને મળી.
૨૫
Page #281
--------------------------------------------------------------------------
________________
૧૯૪
વિદ્યાલયની વિકાસકથા શ્રી પૂતળી શેઠાણી કુટુંબવ્યવહારમાં કુશળ, ધર્માનુરાગી સન્નારી હતાં. પતિની સેવાને એમણે પોતાનું જીવનવ્રત ગયું હતું. એમને સંતાનમાં પાંચ પુત્રીઓ હતી; અને એમના ઉછેર અને સુખમાં જ એમણે પુત્રનું સુખ માન્યું હતું.
જેણે ધનને સારે માર્ગે વાપરી જાણ્યું, એણે જ ધન રળી જાણ્યું સમજવું. શ્રી દેવકરણ શેઠનું ધન આવું જ સત્કાર્ય પોષક ધન હતું. પોતાના ગુરુના સ્મરણમાં મુંબઈના લાલબાગમાં એમણે શ્રી મેહનલાલજી જૈન સેન્ટ્રલ લાયબ્રેરી સ્થાપી; વણથળીમાં શ્રી શીતળનાથ ભગવાનનું મંદિર બંધાવી એમાં તથા પ્રતિષ્ઠામાં તે વખતે એક લાખ રૂપિયા ખરચ્યા, અને એની સંભાળ તથા બીજા કામ માટે એકાવન હજારનું ટ્રસ્ટ કર્યું; મલાડમાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથનું મંદિર કરાવ્યું. અને સમાજને સુખી કરવા માટે કેળવણીને પણ કામમાં એમણે અઢળક ધન અર્પણ કર્યું. મુંબઈની માંગરોળ જૈન સભા, વણથળીની પૂતળીબાઈ કન્યાશાળા, પાલીતાણાનું બાલાશ્રમ, જૂનાગઢની (હવે ધોરાજીની) શેઠ દે. પૂ. સારાષ્ટ્ર વિસા શ્રીમાળી જૈન બોર્ડિંગ, સોનગઢને શ્રી મહાવીર જૈન ચારિત્ર રત્નાશ્રમ અને બીજી સંખ્યાબંધ સંસ્થાઓ શ્રી દેવકરણ શેઠની કેળવણીપ્રીતિ અને દાનવીરતાની પ્રશસ્તિ સંભળાવી રહી છે.
અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય તે એમની દાનશૂરતા, કેળવણીપ્રીતિ અને સમાજસેવાની ધગશનું અમર સ્મારક છે. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની પ્રેરણું અને શ્રી મોતીચંદભાઈની સલાહથી વિદ્યાલયને લાખનું દાન કરીને એ સંસ્થાને પગભર બનાવવામાં એમણે મહત્ત્વનો ફાળો આપ્યો હતો. તેઓ મુનિવર્ય શ્રી મોહનલાલ તથા આચાર્ય વલ્લભસૂરિજીના અનુરાગી બન્યા હતા, અને એમના સમાજસેવાના દરેક કામમાં પિતાને ઉદાર હિ આપતા રહેતા હતા. વર્ષો સુધી એમણે વિદ્યાલયનું ખજાનચી પદ સાચા અર્થમાં સંભાળીને એના ખજાનામાં ક્યારેય ઓટ આવવા દીધી ન હતી, એટલું જ નહીં, પિતાની આટલી શ્રીમંતાઈ છતાં એક અદના સેવક તરીકે વિદ્યાલય માટે ફાળો ઉઘરાવવાની જહેમત ઉઠાવી હતી. વિદ્યાલયની શેઠશ્રીની સખાવતોની વિગત આ ગ્રંથમાં (પાનું પ૭) વિસ્તારથી આપવામાં આવી જ છે.
આવા એક ધર્માનુરાગી અને સખીદિલ શ્રેષ્ઠી વિ. સં. ૧૯૮૫ના જેઠ સુદિ ૧૩ (તા. ૧૯-૬-૧૯૨૯)ને રેજ, ૬૪ વર્ષની ઉંમરે, મુંબઈમાં સ્વર્ગવાસ થયે, અને જેના સંઘને એક સાચા અગ્રણીની મોટી ખોટ પડી. એમની લાગણીભરી સેવાઓ માટે આપણે સદાય એમના ઓશિંગણ રહીશું. એમને આપણા અંતરના પ્રણામ હો!
સનામધન્ય શેઠ શ્રી મોતીલાલ મૂળજી રાધનપુરથી આવીને ભાગ્યને ખીલવનાર આ શ્રેષ્ઠીવર્ય એમના જમાનાના એક આદર્શ ધર્મપરાયણ શ્રેષ્ઠી થઈ ગયા. પરગજુ જૈન મહાજનની પ્રાચીન પરંપરાના તેઓ પ્રતિનિધિ હતા અને સારા કામમાં સામે ચાલીને સહકાર આપવામાં તેઓ આનંદ અનુભવતા હતા. વિદ્યાલયના આદ્ય સ્થાપકમાં શ્રી મેંતીલાલ શેઠનું સ્થાન ઘણું આગળ પડતું હતું, અને મુંબઈના જૈન સંઘમાં પણ તેઓ આગળ પડતું સ્થાન ધરાવતા હતા. તેઓ ઘણું વર્ષ સુધી વિદ્યાલયના ટ્રસ્ટી રહ્યા હતા. વિદ્યાલયને આર્થિક રીતે પગભર કરવામાં એમને ફાળો
Page #282
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાંજલિ
૧૯૫
અને એમની મહેનત જ ન વીસરી શકાય એવાં છે. એમના જીવનની વિગતા મેળવી શકાઈ નથી; એટલે સને ૧૯૨૪ના જૂન માસમાં એમનુ શેાકજનક અવસાન થતાં વિદ્યાલય તરફથી (રિપાટ ૧૦, પૃ. ૨૦) આપવામાં આવેલ નીચેની અંજલિથી જ સતાષ માનવાના રહે છેઃ-~~ મેનેજીંગ કમિટીના કાર્ય અને ઉત્સાહની વાત થતાં સાથે જ શેઠ મેાતીલાલ મૂળજીના નામનું સ્મરણ થયા વગર રહી શકે તેમ નથી. લગભગ દરેક મીટીંગમાં પૂરતા ઉત્સાહથી હાજર રહેનાર, દરેક પ્રોસીડીંગ સમજનાર, નવી ભાવનાને સમજનાર, દેશકાળના પરિચય કરનાર અને દઢ વિચાર કરી મક્કમપણે કાર્ય કરનાર એ અમારા બધુની અમારી કમિટીમાંથી ખરેખર ખોટ પડી છે. પૈસા ભરાવવાના કાર્યોંમાં હાજર, મુકામના કાર્યોંમાં હાજર, જાતે પૈસા ભરી આપવામાં અતિ ઉત્સાહી એ આપણા પેર્ટૂનના સંવત્ ૧૯૮૧ ના માગશર વદ ૪ તે રાજ થયેલા દેહવિલયથી આ સંસ્થાએ ચુસ્ત કાર્યવાહક ગુમાવેલ છે, જૈન કામે એક શ્રદ્ધાળુ દત્રતા કાર્યદક્ષ સેવાધર્માભિમાની ગુમાવેલ છે. અને વ્યાપારી આલમે એક ગણતરીબાજ વ્યવહારકુશળ વ્યાપારી ગુમાવેલ છે. અમારી ખાતરી છે કે તેમના સુપુત્ર રોડ મણીલાલ મેાતીલાલ તેઓશ્રીને પગલે ચાલીને જરૂર પડેલી ખાટ બને તેટલી પૂરી પાડવા પ્રયત્ન કરશે જ.
""
**
સામાન્ય અને ગરીબ સ્થિતિના વનું હિત હંમેશાં તેમના હૈયે વસેલું હતું. વિદ્યાલયના નવમા વર્ષોમાં જ્યારે લેાન વિદ્યાથી ઓનુ પ્રમાણ ઘટાડીને પેઇંગ વિદ્યાથી આનુ પ્રમાણ વધારવાની વાત આવી ત્યારે શ્રી મેાતીલાલ શેઠે જ વિદ્યાલયના લાભ સામાન્ય અને ગરીબ વિદ્યાથી એને વધુ મળે એ માટે એ વાતના સફળ વિરોધ કર્યાં હતા.
આવા એક સમાજકલ્યાણના વાંછુ શ્રેષ્ઠીનું અવસાન એ સમાજ અને વિશેષે કરીને વિદ્યાલયને માટે મેાટી ખેાટરૂપ બની રહ્યું. એમને આપણા પ્રણામ હા !
અન્ય મહાનુભાવે
આજ રીતે બીજા પણ અનેક મહાનુભાવાએ વિદ્યાલયની સ્થાપના કે એના વિકાસ માટે પેાતાનાં સમય, શક્તિ અને સ`પત્તિના સદુપયેાગ કર્યાં હતા. એમાંના પણ કેટલાક મહાનુભાવાનુ` સ્મરણ કરીએ.
શેઠ હેમચંદ અમદ—એમનેા પણ સસ્થાની સ્થાપનામાં એવા જ ઉદાર અને ઉત્સાહભર્યા હિસ્સા હતા. વિદ્યાલયની સ્થાપના બાદ ટ્રેક વખતમાં જ તેઓને સ્વવાસ થયા હતા.
.
શેઠ ગાવિંદ્રજી ખુશાલ ઘણાં વર્ષો સુધી વિદ્યાલયના ટ્રસ્ટી તરીકે તેમ જ એને દૃઢમૂળ કરનાર પાયાની વ્યક્તિ તરીકે એમણે બહુ કીમતી સેવાએ આપી હતી. કેટલેાક વખત એમણે વિદ્યાલયના ખજાનચી તરીકે પણ કામ કર્યુ હતુ. તેનુ વેરાવળમાં તા. ૧૮-૭-૧૯૩૧ના રોજ ગુંડાઓના હાથે કરપીણ ખૂન થયું હતું. એમને વિદ્યાલય તરફથી ( રિપોર્ટ ૧૩, પૃ. ૮) અ‘જલિ આપતાં કહેવામાં આવ્યું હતુ` કે—
વેળાવળના આ વયેાવૃદ્ધ નરરત્ને આ સંસ્થાની અનેક પ્રકારે સેવા બજાવી છે તે કઈ રીતે ભૂલાય તેમ નથી, તેઓએ સંસ્થાને નાણાની મદદ ઉપરાંત તેના ટ્રેઝરર તરીકે અને મેનેજીંગ કમિટીમાં દરેક વખતે હાજરી આપીને પેાતાના અનુભવના અને બુદ્ધિને પુરતા કાળેા આપ્યા છે અને સંસ્થાનું
Page #283
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસકથા સુકાન ચલાવવામાં ઘણી જ કિંમતી સેવા બજાવી છે. મેનેજીંગ કમિટીના દરેક સભ્ય તેમના તરફ માન અને પ્રેમની લાગણીથી જોતા અને કઈ પણ પ્રસંગે તેમના ચહેરા ઉપર ગુસ્સો અથવા ઉશ્કેરાવાની લાગણી (ગમે તેવા પ્રસંગે પણ) જોવામાં આવતી નહિ. આવા નરરત્નનું તેમના વતનની અંદર કોઈ બદમાસના હાથે ખૂન થયેલ સાંભળી વિદ્યાલયની જ નહિ પણ જેન કેમની દરેક વ્યકિતને મોટો આઘાત થયું હતું.”
શ્રી મૂળચંદ હરજી-વિદ્યાલયની સ્થાપના થઈ ત્યારથી જ આ મહાનુભાવે વર્ષો સુધી વિદ્યાલયના આસીસ્ટંટ મંત્રી તરીકે સંસ્થાની ખૂબ સેવા બજાવી હતી. તેમના અવસાન અંગે વિદ્યાલય તરફથી રિપોર્ટ ૩૬, પૃ. ૧૪) અંજલિ આપતાં કહેવામાં આવ્યું છે કે –
આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી મૂક સેવા અર્પનાર બંધુ શ્રી મૂળચંદ હીરજીના તા. ૧૧-૩-૫૧ ના રોજ થયેલ અવસાનની નોંધ લેતાં દુઃખ થાય છે. સંસ્થાને આસીસ્ટંટ સેક્રેટરી તરીકે શરૂઆતનાં ઘણાં વર્ષો સુધી અનેકવિધ સેવા અપ અને ત્યારપછી વ્યવસ્થાપક સમિતિના એક્ષ ઓફીસીઓ સભ્ય તરીકે સહકાર અને સેવા આપી તે વીસરી શકાય તેમ નથી.”
પિતાપુત્રની બેલડીની ચિરસ્મરણીય સેવાઓ શેઠશ્રી સારાભાઈ મગનભાઈ મોદી અને એમના સુપુત્ર શ્રી ચંદુલાલ સારાભાઈ મોદીની વિદ્યાલયની સેવાઓ સદાસ્મરણીય અને સૌને સેવાની પ્રેરણા આપે એવી છે. શ્રી સારાભાઈ જાતમહેનત અને શિક્ષણને બળે ગરીબમાંથી તવંગર બન્યા હતા. અને શ્રીમંત બનવા છતાં ગરીબીને વીસરી જવાને બદલે એની મુસીબત યાદ રાખીને ગરીબનું દુઃખ દૂર કરવા પ્રયત્ન કરે અને તેઓ પોતાનું કર્તવ્ય સમજતા હતા. તેથી જ એમણે માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ માટે બે લેને વિદ્યાલયને આપી હતી. આવા એક પરગજુ શ્રીમાનનું નાની ઉંમરે જ અવસાન થયું. એમને વિદ્યાલય તરફથી અંજલિ આપતાં ( રિપોર્ટ ૧૭, પૃ. ૯)ગ્ય જ કહેવામાં આવ્યું છે કે
નાની ઉમ્મરના પણ કામ કરવામાં મોટાઓને પણ શરમાવે એવા શેઠ સારાભાઈનું અવસાન આ સંસ્થાને જ નહિ પણ અનેક કેળવણીની સંસ્થાઓને ભારે આઘાત સમાન થઈ પડેલ છે. સામાન્ય સ્થિતિમાં અનેક મુશ્કેલીઓ વચ્ચે ઉચ્ચ અભ્યાસ કરી તેઓ બી. એ. થયા હતા. તેઓને જેનારને ભાગ્યે જ લાગતું કે તેઓ બી. એ. થયા હશે, તેઓ રહેણીકરણીમાં તદ્દન સાદા, નિરભિમાની અને ઘણી જ ચીવટ અને ચોખવટથી કામ કરનાર હતા. દરેક કાર્યમાં તેમની સલાહ–ખાસ કરીને નાણું વિષયમાં ઘણી જ ઉપયોગી થઈ પડતી. તેઓનું અવસાન લક્ષ્મીનગર–ખારમાં તા. ૨૨-૪-૩૨ ને રોજ થવાથી સંસ્થાએ એક મહાન સ્થંભ ખેલે છે, તેઓએ ઉપરોક્ત [લોન વગેરેની રકમ ઉપરાંત શ્રી યશોવિજ્યજી જૈન ગુરુકુલ પાલીતાણુને શેઠ સારાભાઈ મગનભાઈ જોઈતારામ નામથી એક સુંદર મકાન અર્પણ કરેલ છે. અને બીજી અનેક સંસ્થાઓને નાણાંની મદદ કરી છે. શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડની ધાર્મિક પરીક્ષાઓ માટે ઇનામની યોજનામાં તેમને ફાળો સુંદર છે. જૈન કેમમાંથી કેળવાએલ વર્ગમાંથી કેળવણું પ્રત્યે ઉદાર સખાવત કરનાર તરીકે શેઠ સારાભાઈ મગનભાઈ મોદીનું નામ સુવર્ણ અક્ષરે ચિરકાળને માટે કેતરાઈ રહેશે.”
અને શ્રી સારાભાઈના સુપુત્ર શ્રી ચંદુભાઈ એ તે પોતાના પિતાએ પિષેલી સંસ્થાની સેવામાં પોતાની કાયા અને પિતાને વેપાર સુધ્ધાં ઘસી નાખ્યાં હતાં, અને પોતાના
Page #284
--------------------------------------------------------------------------
________________
૧૯૭
શ્રદ્ધાંજલિ પિતાશ્રીની સેવાભાવનાને સવાઈ રીતે શોભાવી હતી. લગભગ બે દાયકા સુધી વિદ્યાલયના ટ્રસ્ટી તરીકે અને ૨૮ વર્ષ લગી વિદ્યાલયના માનદ મંત્રી તરીકે એમણે ખડે પગે, પોતાનાં સમય, શક્તિ અને ધનને ભોગ આપીને જે સેવા બજાવી હતી તે અમૂલ્ય હતી.
આવા જાતમહેનતુ, ખબરદાર અને પળેપળ સંસ્થાને માટે ચિંતા સેવનાર તેમ જ સંસ્થાના આજીવન સેવક ગણી શકાય એવા મહાનુભાવનું તા. ૭–૮–૧૯૬૨ના રોજ મુંબઈમાં અવસાન થતાં સંસ્થાને એક નિષ્ઠાવાન કાર્યકરની મોટી ખોટ પડી છે. એમની દીર્ઘકાલીન સેવાઓને વિદ્યાલય તરફથી (રિપોર્ટ ૪૭, પૃ. ૨૫) ભાવભરી અંજલિ આપતાં કહેવામાં આવ્યું છે કે
વિદ્યાલયનું નામ લેતાં જ જેમની છબી આપણી નજર સમક્ષ ઊભી થયા વગર ન રહે તે શ્રી. ચંદુલાલ સારાભાઈ મોદીનું, બેએક મહિનાની માંદગી બાદ, સર હરકીશનદાસ હોસ્પિટલમાં, તા. ૭-૮-૧૯૬૨ ને મંગળવારના રોજ સવારમાં, ૬૬ વર્ષની ઉંમરે, દુઃખદ અવસાન થતાં વિદ્યાલયને એક નિષ્ઠાવાન, કાર્યદક્ષ અને કર્તવ્યપરાયણ કાર્યકર્તાની, ન પૂરાય એવી ખોટ પડી છે.
“ વિદ્યાલયના સંચાલન સાથે શ્રી. ચંદુભાઈનું જીવન ઓતપ્રોત થઈ ગયું હતું અને એમના રોમરોમમાં વિદ્યાલયના અભ્યદયની ભાવના ધબકતી હતી એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. પોતાની અંગત મુસીબતોની લેશ પણ પરવા કર્યા વગર તેઓશ્રીએ લગભગ ત્રણ દાયકા જેટલા સમય સુધી, વિદ્યાલયની જે એકધારી સેવા બજાવી હતી તે કદી પણ વિસરી ન શકાય એવી, તેમ જ નિષ્ઠાવાન કાર્યકર કેવો હોય એને આદર્શ પૂરા પાડે એવી હતી. અઢાર વર્ષ સુધી તેઓ વિદ્યાલયના ટ્રસ્ટી હતા અને જીવનની છેક છેલ્લી ઘડી સુધી, એકધારાં ૨૮ વર્ષો સુધી તેઓશ્રીએ વિદ્યાલયના મંત્રી તરીકેની જવાબદારી ખૂબ જ યશસ્વી રીતે ઉઠાવી હતી. જ્યાં સુધી વિદ્યાલયનું નામ રહેશે ત્યાં સુધી ચંદુભાઈ મોદીએ જૈન સમાજને, કેળવણી ક્ષેત્રે આગળ વધારવા માટે આપેલી અમૂલ્ય સેવાઓ યાદગાર બની રહેશે.
“શ્રી. ચંદુભાઈ મોદી જાણે જન્મજાત જાહેર કાર્યકર હતા. જાહેર સેવા અને જાહેર જીવન એ જ એમના જીવનને મુખ્ય રસ હતો. અને એમનો એ રસ, અખૂટ ઝરાની જેમ એમના જીવન અને કાર્યમાં સતત વહેતો રહ્યો હતો. તેઓ દેશસેવા, સમાજસેવા અને શિક્ષણનું કામ કરતી અનેક સંસ્થાઓ સાથે સંકળાએલ હતા.
દેશની સ્વાતંત્ર્યલડતમાં પણ શ્રી. ચંદુભાઈ જરાય પાછળ રહ્યા ન હતા. એક ઉત્સાહી, નવલોહીયા યુવકની જેમ સ્વતંત્રતાના અહિંસક યુદ્ધના સૈનિક બનીને પોતાના જીવનને તેમણે ધન્ય બનાવ્યું હતું અને જરૂર પડી ત્યારે સામે પગલે જેલવાસ સ્વીકારીને એમણે પોતાની દેશભક્તિને ચરિતાર્થ કરી બતાવી હતી. કેંગ્રેસ કમિટીના સભ્ય, મંત્રી કે પ્રમુખ તરીકે તેમ જ મ્યુનિસિપાલીટીના સભ્ય તરીકે ચંદુભાઈએ પોતાની સેવાઓ આપી હતી અને એક ખાદી ભંડારની પણ સ્થાપના કરી હતી.
વિદ્યાલયના આજીવન સેવક સમા આવા નિષ્ઠાવાન કાર્યકર્તા અને સહકાર્યકરના ચિરવિયોગ પ્રત્યે અમારે હાર્દિક શોક વ્યક્ત કરીએ છીએ અને તેઓશ્રીની અમૂલ્ય સેવાઓને અંતરની અંજલિ આપવા સાથે એમના આત્માને પરમ શાંતિ પ્રાપ્ત થાઓ એવી પ્રાર્થના કરીએ છીએ.” - સંસ્થાની લાગણીપૂર્વક સેવા કરનારા ભાવનાશીલ કાર્યકરોની પરંપરામાં વિદેહ થયેલા મહાનુભાવમાં શેઠ શ્રી ફકીરચંદ નગીનચંદ કપૂરચંદ, શ્રી મણિલાલ મોતીલાલ
Page #285
--------------------------------------------------------------------------
________________
૧૯૮
વિદ્યાલયની વિકાસકથા મૂળજી, શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ, શ્રી મેહનલાલ ભગવાનદાસ ઝવેરી, શ્રી મકનજી જૂઠાભાઈ મહેતા, શ્રી ગુલાબચંદજી ઠઠ્ઠા, શ્રી કમલભાઈ ભુદરદાસ વકીલ, શ્રી મેહનલાલ ખેડીદાસ શાહ, શ્રી નાગકુમારભાઈ મકાતી, શ્રી છગનલાલ લક્ષમીચંદ શાહ વડુવાળા વગેરે સંખ્યાબંધ મહાનુભાવોની સેવાઓ વિદ્યાલયને મળી હતી. એ બધાય તેમ જ નાના–મેટા, નામી-અનામી બીજા બધાય વિદેહ આત્માઓને આપણી પ્રણામ સાથેની ભાવભરી અંજલિ હે! એમની યાદ આપણને સેવામાર્ગની પ્રેરણા આપનારી બને !
આપણું શ્રદ્ધાંજલિ અહીં પૂરી થાય છે.
અને હવે આપણી નજરે પડે છે. વિદ્યાલયના વર્તમાન નિષ્ઠાવાન કાર્યકરોની લાંબી કતાર. એ સૌ તે ઇતિહાસના વિષય નહીં પણ ઈતિહાસના ઘડવૈયા છે. એમના હાથે હજી તે વિદ્યાલયને વિશેષ ઉત્કર્ષ સધાવાનું વધુ યશનામી કામ થવાનું છે. એમને પરિચય ઈતિહાસના શબ્દ નહીં પણ એમનાં સેવા કાર્યો જ આપી રહેલ છે. વિદ્યાલયની તેમ જ ધર્મ, સમાજ અને દેશની વિશેષ સેવા કરવા એ સૌ કાર્યકર મહાનુભાવે તંદુરસ્તી અને સુખ-શાંતિભર્યું દીર્ઘ આયુષ્ય ભોગવે એવી આપણી અંતરની પ્રાર્થના અને શુભેચ્છા હો!
:
:
IT
,
8
જ
'S
JION:
18
Page #286
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટો
પરિશિષ્ટ ૧
પેટ્રનેાની નામાવલી
(સુત્ર મહેાત્સવની ઉજવણી સુધીમાં થયેલ નોંધણી મુજબ)
(નાંધ-જે જે નામેા આગળ ફૂદડીનુ નિશાન કરેલ છે તે પેટ્રના વિદ્યાલયના જૂના વિદ્યાથીઓ છે. )
૧. મે. હેમચંદ અમરચંદ
૨. શ્રી દેવકરણ મૂળજી
૩. શ્રી મેાતીલાલ મૂળજી
૪. શ્રી કલ્યાણજી ખુશાલ
૫. શ્રી હીરાલાલ અમૃતલાલ શાહ ૬. શ્રી સારાભાઈ મગનભાઈ માદી
૭. શ્રી હીરાલાલ કેરદાસ ૮. શ્રી એતમચંદ રણછેાડદાસ ૯. શ્રી વાડીલાલ સારાભાઈ
૧૦. શ્રી પાનાચંદ માવજી ૧૧. શ્રી મેઘજીભાઈ સાજપાલ ૧૨. મે. રાયચંદ મેાતીચ'દ ઝવેરી ૧૩. શ્રી કકલભાઈ ભુદરદાસ વકીલ ૧૪. શ્રી નગીનચંદ કપુરચંદ ઝવેરી ૧૫. શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ ૧૬. શ્રી દામેાદરદાસ ભીમજી
૧૭. શ્રી સાજપાળ કાયા ૧૮. શ્રી ગિરધરલાલ ત્રિકમલાલ ૧૯. શ્રી કાન્તિલાલ ઈશ્વરલાલ ૨૦. શ્રી હેમચંદ મેાહનલાલ ઝવેરી ૨૧. શ્રી મણિલાલ રીખવચંદ ઝવેરી ૨૨. શ્રી માણેકલાલ ચુનીલાલ ૨૩. શ્રી પ્રાગજીભાઈ ઝવેરચંદ ૨૪. શ્રી ચુનીલાલ મુળચંદ કાપડીઆ ૨૫. શ્રી પરસેાત્તમભાઈ અમરશી ૨૬. શ્રી જીવલાલ કેશરીચંદ પરીખ
૨૭. શ્રી મેહેાલાલ મગનલાલ ૨૮. શ્રી મેાહનલાલ હેમચંદ ઝવેરી ૨૯. મે. કેશવલાલ પ્રેમચંદ મેાદી ૩૦. મે. ભાગીલાલ લેહેરચંદ ઝવેરી ૩૧. મે. રતિલાલ વમાન શાહ *૩૨. શ્રી ચંદુલાલ સારાભાઈ માદી ૩૩. મે. રમણિકલાલ મેાહનલાલ એન્ડ ક. ૩૪. શ્રી કાળીદાસ વીરજી દોશી ૩૫. મે. પેાપટલાલ મનસુખરામ ૩૬. મે. મુળચંદ હીરાચંદ એન્ડ સન્સ ૩૭. મે. પુરુષાત્તમદાસ સુરચંદ ૩૮. શ્રી ભાળાભાઈ જેસિંગભાઈ દલાલ
૩૯. શ્રી ફુલચંદ લીલાધર વેારા
૪૦. શ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ પરીખ
૪૧. શ્રી જમનાદાસ મેાનજી ઝવેરી ૪૨. શ્રી તારાબહેન જીવણલાલ પરીખ ૪૩. મે. ભાઈચંદ અમુલખ
૪૪. મે. ફુલચંદ એન્ડ સન્સ *૪૫. શ્રી હીરાલાલ ભાગીલાલ શાહ ૪૬. મે. ચીમનલાલ જે. દલાલ એન્ડ ક.. ૪૭. મે. જાદવજી નરસીદાસની કાં. ૪૮. શ્રી ગિરધરલાલ દીપચંદ મહેતા ૪૯. શ્રી ભોગીલાલ મગનલાલ શાહ ૫૦. મે. વાડીલાલ ચત્રભુજ ગાંધી *પ૧. ૐ।. મેાહનલાલ હેમચંદ શાહ પર. મે. કેશવલાલ વજેચંદ કાપડીઆ
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૦૦
૫૩. મે. છગનલાલ કસ્તુરચંદ ૫૪. શ્રી સાકરચંદ મોતીલાલ મૂળજી ૫૫. શ્રી દિવાળીબાઈ પરીખ ૫૬. ડે. અમૃતલાલ ઉજમશી ૫૭. શ્રી કપુરચંદ નેમચંદ મહેતા ૫૮. શ્રી ઝવેરચંદ નેમચંદ મહેતા ૫૯. શ્રી કેવળચંદ નેમચંદ મહેતા ૬૦. શ્રી વ્રજલાલ કપુરચંદ નેમચંદ મહેતા ૬૧. શ્રી નંદગીરી કપુરચંદ નેમચંદ મહેતા ૬૨. શ્રી શાંતાબહેન ઝવેરચંદ નેમચંદ મહેતા ૬૩. શ્રી કમળાબહેન કેવળચંદ નેમચંદ મહેતા ૬૪. શ્રી ચંદનબહેન વ્રજલાલ કપુરચંદ મહેતા ૬૫. શ્રી હીમચંદ કપુરચંદ શાહ ૬૬. શ્રી કેશવલાલ કપુરચંદ શાહ *૬૭. શ્રી અમૃતલાલ જેઠાલાલ શાહ *૬૮શ્રી દીપચંદ સવરાજ ગાડી ૬૯. શ્રી જમનાદાસ કાળીદાસ ઝવેરી ૭૦. શ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડીઆ ૭૧. શ્રી જયંતીલાલ રતનચંદ શાહ ૭૨. શ્રી સેહનલાલ મ. કઠારી ૭૩. શ્રી ચીનુભાઈ નાથાલાલ શાહ *૭૪. શ્રી જસવંતલાલ ચુનીલાલ શાહ *૭૫. શ્રી રતિલાલ ચીમનલાલ શાહ
૭૬. મે. એચ. ટી. શાહ એન્ડ કે. *૭૭. શ્રી ઇન્દુલાલ ભોગીલાલ મહેતા
૭૮. શ્રી રમણલાલ નગીનદાસ પરીખ *. મે. જયસુખલાલ ચંદુલાલ એન્ડ કં.
4. મે. ઝવેરી સારાલાલ લખમીચંદ એન્ડ કું. ૧. શ્રી ચીમનલાલ અમૃતલાલ શાહ ૮૨. શ્રી નાનકચંદ શીખવચંદ ૮૩. શ્રી પ્રાણલાલ કાનજીભાઈ દોશી ૮૪. શ્રી રસીકલાલ મોતીચંદ કાપડીઆ * ૫. શ્રી વિનાયક કુંવરજી શાહ
૮૬. શ્રી નાનચંદ જૂઠાભાઈ મહેતા *૮૭. શ્રી ચીમનલાલ મોતીલાલ પરીખ *૮૮. શ્રી બાલચંદ ગાંડાલાલ દોશી ૮૯. શ્રી જમનાદાસ સારાભાઈ મોદી
વિદ્યાલયની વિકાસકથા ૯૦. શ્રી નરેશચંદ્ર મનસુખરામ ચૅરિટી ટ્રસ્ટ ૯૧. શ્રી માવજીભાઈ દામજીભાઈ શાહ
૨. મે. સેવંતીલાલ કાન્તિલાલ એન્ડ કં. ૯૩. શ્રી ભાણજીભાઈ ધરમશીભાઈ શાપરીઆ *૮૪ડૉ. હિંમતલાલ જેવીલાલ મહેતા
૫. શ્રી હસમુખભાઈ દીપચંદ ગાડી ૯૬. ડૉ. રશ્મિકાંત દીપચંદ ગાડી ૯૭. શ્રી વિદ્યાબહેન દીપચંદ ગાડીં ૯૮. શ્રી રૂક્ષ્મણીબેન દીપચંદ ગાડ ૯૯. મે. કેશવલાલ એમ. શાહ એન્ડ સન્સ ૧૦૦. શ્રી હેમચંદ અમરચંદ ચેરિટી દ્રસ્ટ ૧૧. શ્રી મદનલાલ ઠાકરલાલ શાહ. *૧૦૨. મે. શાહ ટ્રેડીંગ એજન્સીસ ૧૦૩. ડ. શાન્તિલાલ નગીનદાસ શાહ *૧૦૪. શ્રી રણછોડભાઈ રાયચંદ શાહ ૧૦૫. શ્રી મોહનલાલ છોટાલાલ શાહ ૧૦૬. શ્રી કસ્તુરભાઈ સેભાગચંદ ૧૦૭. શ્રી દિનેશચંદ્ર હિમચંદ શાહ *૧૦૮. શ્રી જયંતીલાલ સોભાગચંદ શાહ *૧૦૯. શ્રી લાલભાઈ લલુભાઈ પરીખ *૧૧૦. શ્રી સવાઈલાલ કેશવલાલ શાહ *૧૧૧. ઠે. વીરચંદ મગનલાલ શાહ *૧૧૨. શ્રી બી. કે. શાહ ૧૧૩. શ્રી કસ્તુરભાઈ લાલભાઈ ૧૧૪. શ્રી જગજીવન પોપટલાલ શાહ ૧૧૫. શ્રી છોટુભાઈ રતનચંદ ચેકસી ૧૧૬. શ્રી કેસરીમલ હીરાચંદજી સંઘવી ૧૧૭. શ્રી કાન્તીલાલ રામચંદ શાહ ૧૧૮. શ્રી સાંકળચંદ જેઠાલાલ શાહ ૧૧૯. ડો. રતીલાલ મોહનલાલ વાઢેલવાળા ૧૨૦. શ્રી બાલુભાઈ ગુલાબચંદ શાહ *૧૨૨. શાહ તલકચંદ સ્વરૂપચંદ ટ્રસ્ટ ૧૨૩. શ્રી જયંતીલાલ અંબાલાલ શાહ *૧૨૪. ડો. કીર્તિલાલ એમ. ભણસાલી ૧૨૫. શ્રી ચીમનલાલ ચુનીલાલ ચોકસી ૧૨૬. શ્રી દીપચંદ મગનલાલ ચોકસી ૧૨૭. શ્રી અજીતભાઈ મણીલાલ રિખવચંદ ઝવેરી
Page #288
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
૨૦૧
૧૨૮. શ્રી ચીમનલાલ લલ્લુભાઈ શાહ ૧૨. શ્રી ખીમજી એમ. છેડા ૧૩૦. મે. મુળચંદ બુલાખીદાસ ચેરિટી ટ્રસ્ટ ૧૩૧. શ્રી વાડીલાલ મગનલાલ શાહ ૧૩૨. શ્રી નાનચંદ જેઠાભાઈ દોશી ૧૩૩. શ્રી કેશવલાલ બુલાખીદાસ ચેરિટી ટ્રસ્ટ ૧૩૪. શ્રી શાન્તિલાલ ચુનિલાલ કપાસી ૧૩૫. શ્રી લક્ષ્મીચંદ દુર્લભજી શાહ ૧૩૬. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાળાશ્રમ ૧૩૭. શ્રી છગનલાલ લક્ષ્મીચંદ શાહ ઉર્ફે
મંગળદાસ વડુવાળા ટ્રસ્ટ ૧૩૮. શ્રી વાડીલાલ રણછોડભાઈ શાહ
૧૩૯. શ્રી અરજણ એન્ડ દેવજી ખીમજી
સાર્વજનિક રટ. ૧૪૦. શ્રીમતી શાન્તાબેન જીવણલાલ લાખાણી *૧૪૧. શ્રી પ્રાણજીવનદાસ વનેચંદ શાહ ૧૪૨. શેઠાણી હીરાલક્ષ્મી પૂનમચંદ
કરમચંદ કટાવાળા ટ્રસ્ટ ૧૪૩. શ્રી વાડીલાલ સી. ગાંધી ફાઉન્ડેશન ૧૪૪. શ્રી નવીનચંદ્ર સી. કંપાણી ૧૪૫. શ્રી દામોદરદાસ કરસનદાસ *1૪૬. ડો. પ્રભુદાસ જેઠાલાલ પારેખ ૧૪૭. શ્રી પોપટલાલ ભીખાચંદ ૧૪૮. શ્રી કાંતિલાલ નાગરદાસ શાહ
પરિશિષ્ટ–ર ટ્રસ્ટ-સ્કૉલરના સ્થાપકેની નામાવલી
(સુવર્ણ મહોત્સવની ઉજવણી સુધીમાં થયેલ નેધણી મુજબ) સેંધ-(૧) દરેક નામની પાછળ કૌસમાં આપેલ અંક તે તે ટ્રસ્ટમાં કેટલા વિદ્યાર્થીઓ નીમી શકાય
છે તે સંખ્યા દર્શાવે છે. (૨) જે નામોની આગળ ફૂદડીનું નિશાન કરેલ છે તે ટ્રસ્ટના સ્થાપકો વિદ્યાલયના પૂર્વ
વિદ્યાથીઓ છે. ૧. મે. ઉત્તમચંદ ત્રિભોવનદાસ અને
૧૪. શ્રી તારાબેન જીવણલાલ પરીખ ટ્રસ્ટ (૨) વલ્લભદાસ ટ્રસ્ટ (૩)
૧૫. શ્રી દીવાળીબાઈ પરીખ ટ્રસ્ટ (૨) ૨. મે. પાનાચંદ માવજી ટ્રસ્ટ (૩)
૧૬. શ્રી મેહનલાલ ચુનીલાલ શાહ ટ્રસ્ટ (૧). ૩. શ્રી વાડીલાલ સારાભાઈ ટ્રસ્ટ (૨)
૧૭. શ્રી વાડીલાલ મનસુખરામ પારેખ ૪. મે. દેવીદાસ કાનજી ટ્રસ્ટ (૧)
એજ્યુકેશનલ ટ્રસ્ટ (1) ૫. શ્રી પુરુષોત્તમ સુરચંદ ટ્રસ્ટ (૧)
૧૮. શ્રી દેવચંદ મકનજી પ્રભાસપાટણવાળા ૬. શ્રી દેવકરણ મૂળજી ટ્રસ્ટ (૫)
ટ્રસ્ટ (૧) ૭. મે. નાણાવટી ફેમિલી ટ્રસ્ટ (૧)
૧૯. શ્રી ડાહ્યાભાઈ નગીનદાસ પરીખ ટ્રસ્ટ (૧) ૮. શ્રી દેવકરણ મૂળજી રેસિડ દ્રસ્ટ (૫)
૨૦. શ્રી કાળીદાસ સાંકળચંદ દોશી ટ્રસ્ટ (1) ૯. શ્રી જમનાદાસ સુરચંદ મહુવાવાળા ટ્રસ્ટ (૧) ૨૧. એલ્ડ બેઝ યુનિયન–શ્રી મોતીચંદ ૧૦. ડે. અમીચંદ છગનલાલ શાહ ટ્રસ્ટ (1)
કાપડિયા ટ્રસ્ટ (1) ૧૧. શ્રી મણિબેન નાનાલાલ હરિચંદ દ્રસ્ટ (૧) ૨૨. શ્રી કપુરચંદ નેમચંદ મહેતા ટ્રસ્ટ (૫). ૧૨. શ્રી ગાંધી અમરચંદ ઘેલાભાઈ ટ્રસ્ટ (૧)
( ૨૩. શ્રી ચંપાબેન છોટાલાલ કોરા ટ્રસ્ટ (૧) ૧૩. શ્રી ભોળાભાઈ જેસિંગભાઈ દલાલ
૨૪. શ્રી ઝવેરચંદ નેમચંદ મહેતા ટ્રસ્ટ (૫) ટ્રસ્ટ (૧) ૨૫. શ્રીમતી નંદગીરી કપુરચંદ મહેતા ટ્રસ્ટ (૩)
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૦૨
૨૬. શ્રી વૃજલાલ કપુરચંદ મહેતા ટ્રસ્ટ (૩) ૨૭. શ્રી ચંદનમેન વૃજલાલ કપુરચંદ્ર મહેતા ટ્રસ્ટ (૨)
૨૮. શ્રીમતી શાન્તાબહેન ઝવેરચંદ મહેતા ટ્રસ્ટ (૩)
૨૯. શ્રી કેવળચંદ તેમદ મહેતા ટ્રસ્ટ (ર) ૩૦. શ્રી કમળાબહેન કેવળ મહેતા ટ્રસ્ટ (ર) ૩૧. શ્રી હીરાલક્ષ્મી પુનમચંદ કાટાવાળા ટ્રસ્ટ (૧)
૩૨. શ્રી પુનમચંદ કે. કાટાવાળા ટ્રસ્ટ (૧) ૩૩. શ્રી લેહેરચંદ ઉત્તમચંદ ઝવેરી ટ્રસ્ટ (૧) ૩૪. શ્રી ફુલચંદ શામજી ટ્રસ્ટ (૧) *૩૫. શ્રી ચીમનલાલ ઉજમશી અને શ્રીમતી સૂરજગૌરી ચીમનલાલ શાહ ટ્રસ્ટ (૧) ૩૬. શ્રી જમનાદાસ કાળીદાસ ઝવેરી ટ્રસ્ટ (૧) ૩૭. શ્રી ભીખાચંદ ગોદડચંદ ટ્રસ્ટ (૧) ૩૮. શ્રી ચંચળબેન મણિલાલ ટ્રસ્ટ (૧) ૩૯. શ્રી ગૌતમકુમાર વાડીલાલ ગાંધી ટ્રસ્ટ (૧) ૪૦. શ્રી રતિલાલ ઝુમખરામ પારેખ ટ્રસ્ટ (૧) ૪૧. શ્રી સ્વરૂપચંદ નેમચંદ શ્રાફ અને શ્રી પુરચંદ સ્વરૂપચંદ શ્રોફ ટ્રસ્ટ (૧) ૪૨. શ્રી સુભદ્રાબેન સાકરચંદ મેાતીલાલ ટ્રસ્ટ (૧)
૪૩. શ્રી લખમીચં૬ ભગાજી શાહ ટ્રસ્ટ (૧) ૪૪. શ્રી ઝવેરચ’દ મેાતીચંદ પરાણીગર ( સુરતવાળા ) ટ્રસ્ટ (૧) ૪૫. શ્રી શાંતિલાલ મગનલાલ અજમેરા તથા શ્રી મણીબેન મગનલાલ અજમેરા વીછીઆવાળા ટ્રસ્ટ (૧)
૪૬. શ્રી મફતલાલ માચ'દ શાહ અને શ્રેણીબાઈ ટ્રસ્ટ નં. ૧ (૧) ૪૭. શ્રી મફતલાલ મછાચદ શાહે અને શ્રેણીભાઈ ટ્રસ્ટ નં. ૨ (૧) ૪૮. શ્રી મણીલાલ મેાતીચ'દ લીલાધર
( પીપરિયાવાળા) ટ્રસ્ટ (૧) ૪૯. શ્રી અ. સૌ. વનિતાએન સુરેશચંદ્ર ફોઠારી ટ્રસ્ટ (૧)
વિદ્યાલયની વિકાસકથા
૫. શ્રી જાસૂમેન સૂરજમલ પરીખ ( પાલણપુરવાળા ) ટ્રસ્ટ (૧) *૫૧. શ્રી અ. સૌ. પ્રભાલક્ષ્મી નથુદાસ જીવણદાસ શાહ *સ્ટ (૧) પર. શ્રી પ્રભાસપાટણ જૈન વીસા એસવાળ કેળવણી મ`ડળ ટ્રસ્ટ (૧) ૫૩. શ્રી સ'ધવી ઝવેરચ'દ સુંદરજી ટ્રસ્ટ (૧) ૫૪. શ્રી રાંદેર જૈન લાડુઆ શ્રીમાળી શિક્ષણ સહાયક સ`ધ ટ્રસ્ટ (૧)
૫૫. શ્રી ખીમચંદ ધરમચંદ ઝવેરી ટ્રસ્ટ (૧) *4. ૩. દક્ષાબેન બાબુભાઈ ગાંધી ટ્રસ્ટ (૧) માનકારએન ખેમચંદ કાપડિયા ચાંદવડવાળા દૂરટ
*૫૭, '
પ્રતાપરાય મણિલાલ મેાતીચંદ લીલાધર ( પીપરિયાવાળા ) ટ્રસ્ટ (૧)
વિાદચંદ્ર ફુલચંદ શામજી ટ્રસ્ટ (૧) લીલાધર ગુલાબચંદ વેરાવળવાળા ટ્રસ્ટ (૧)
ચાકસી છેાટુભાઈ રતનચંદ અને શ્રીમતી કંચનબેન છેટુભાઈ ટ્રસ્ટ (૧) *૬૨. ડૅા. લાખાણી ટ્રસ્ટ (૧)
૬૩. શ્રી માઁગળભાઈ ઉર્ફે શ્રી છગનલાલ
લક્ષ્મીચંદ તથા શા મણીલાલ લક્ષ્મીચંદ (વડુવાળા) ટ્રસ્ટ (૧) રમેશચંદ્ર ચતુરદાસ શાહ સ્મારક ટ્રસ્ટ (૧)
૫. ઝ
૫૯.
૬૦.
૬૧.
*૬૪.
""
૬૫.
૬.
,,
ચીમનલાલ નગીનદાસ રાયચંદ ભાંખરીઆ ટ્રસ્ટ (૧)
મણિલાલ નગીનદાસ રાયચંદ ભાંખરીઆ ટ્રસ્ટ (૧) જડાવબેન મણિલાલ મેાતીચંદ લીલાધર (પીપરિયાવાળા) ક્રેસ્ટ (૧) હીરાલાલ કાળીદાસ વારા તથા શ્રીમતી વ્રજકારમેન હીરાલાલ વારા મેટીમારડવાળા ટ્રસ્ટ (૧)
૬૯. -,, બાપુ મેાહનલાલ પન્નાલાલ ટ્રસ્ટ (૧) કુસુમબેન માણેકલાલ ટ્રસ્ટ (૧)
9,,,
,,
,,
""
૭, ,,
૮,,,
Page #290
--------------------------------------------------------------------------
________________
પશબ્દ
२०३
૭૧. શ્રી ચંદુલાલ સારાભાઈ મોદી ટ્રસ્ટ (૧) ૭૨. ,, મંગળાબેન ભોગીલાલ મણીલાલ
મોતીચંદ (પીપરિયાવાળા) અને શ્રીમતી વિમળાબેન ભગવાનદાસ
કેશવજી વોરા ટ્રસ્ટ (૧) ૭૩. , ઝાલાવાડી દશાશ્રીમાળી મૂર્તિપૂજક
જૈન કેળવણી ફંડ ટ્રસ્ટ (૧) ૭૪. ,, હરજીવનદાસ રામજીભાઈ અને શ્રીમતી
રંભાબેન હરજીવનદાસ રામજીભાઈ
ટ્રસ્ટ (૨) *૭૫. શ્રીમતી લલિતા મણીલાલ ભણશાળી
ટ્રસ્ટ (૧) ૭૬. શ્રી ચંદુલાલ સેભાગચંદ કોઠારી અને
શ્રીમતી પરસનબેન ચંદુલાલ
કોઠારી ટ્રસ્ટ (૧) ૪૭૭. ડો. જયેન્દ્ર મોતીલાલ શાહ ટ્રસ્ટ (૧) ૭૮. શ્રી ગેધરા વેજલપુર વિસા નીમા જૈન
સમસ્ત જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ (૧) ૭૯. ,, કાન્તિલાલ હરગોવિંદદાસ ગાંધી
ભાવનગરવાળા ટ્રસ્ટ (૧) ૮૦. શ્રીમતી પ્રભાવતી રમણલાલ પરીખ અને
શ્રી રમણલાલ નગીનદાસ પરીખ
કપડવંજવાળા ટ્રસ્ટ (૨) *૮૧. શ્રી જગજીવનદાસ વેલજીભાઈ શાહ ટ્રસ્ટ (૧) ૮૨. ,, ભગવાનદાસ જેઠાભાઈ ટ્રસ્ટ
ફાઉન્ડેશન (૧). ૩. , સ્વ. શેઠ અમરચંદ તલકચંદ ટ્રસ્ટ (૧) ૮૪. ઝવેરી લખમીચંદ જેઠાભાઈ અને
શ્રીમતી ઉજમબેન લખમીચંદ
ગઢપાલણપુરવાળા ટ્રસ્ટ (૨) ૮૫. , કપડવંજ વિસા નીમા જૈન વિદ્યાથી
૮૯. શ્રી ચીમનલાલ અમૃતલાલ શાહ અને
શ્રીમતી રેવાગૌરી ચીમનલાલ
શાહ ટ્રસ્ટ (૨) ૯૦. , શ્રીમતી મણીબેન કાનજીભાઈ નરસીભાઈ
દોશી તથા શ્રીમતી કંચનબેન પ્રાણલાલ
દોશી (બગસરાવાળા) ટ્રસ્ટ (૨) ૯૧. , જાસૂદબેન ભેગીલાલ દવાવાળા
ટ્રસ્ટ (૧) કર. , સુબોધચંદ્ર ખાંતિલાલ શાહ ટ્રસ્ટ (૧) ૯૩. દુર્લભજી મુળચંદ શાહ ટ્રસ્ટ (૧) ૦૪. ,, લલિતાબેન લલ્લુભાઈ ઝવેરી ટ્રસ્ટ (1) ૨૫. શેઠશ્રી માવજીભાઈ દામજીભાઈ શાહ
અને શ્રીમતી અમૃતબેન માવજીભાઈ
શાહ ભાવનગરવાળા ટ્રસ્ટ (૨) ૯૬. શ્રી દેશી હીરાચંદ પિતામ્બર ટ્રસ્ટ (૧) ૯૭. ,, પ્રભાવતીબેન કાન્તિલાલ ઝવેરી
૯૮. , જડાવબાઈ શુભમાર્ગ (ભાવનગરવાળા)
ટ્રસ્ટ (૧) ૯૯. જેવતલાલ મનજીભાઈ મહેતા
(વાંકાનેરવાળા) ટ્રસ્ટ (૧) *૧૦, , દુધાબેન જેતલાલ નહs
(વાંકાનેરવાળા) ટ્રસ્ટ (૧) ૧૦૧. , રામજી કાળીદાસ શાહ
(કુતિયાણાવાળા) ટ્રસ્ટ (1) ૧૦૨. ,, ગં. સ્વ. કપુરબેન સવરાજ ગાડી
ટ્રસ્ટ (૧) ૧૦૭. , રૂક્ષ્મણીબેન દીપચંદ ગાડી ટ્રસ્ટ (૧) ૧૦૪., સૂરજબેન નાનચંદ રાયચંદ ટ્રસ્ટ (1) ૧૦૫. મે. કેશવલાલ એમ. શાહ એન્ડ સન્સ
ચેરિટી ટ્રસ્ટ (૨) ૧૬. ,, સુંદરલાલ રાયચંદ શાહ ટ્રસ્ટ (૧) ૧૦૭. શ્રીમતી મંગુબેન ત્રિકમલાલ શાહ
૮૬. ,, ધીરજબેન કેશવલાલ સોમાભાઈ
શાહ એજ્યુકેશનલ ટ્રસ્ટ (૧) *૮૭. , વર્ધમાન ટ્રસ્ટ (૨) ૮૮. , પટવા ભાઈચંદ ત્રિભોવનદાસ તથા
અ. સી. પ્રભાવતી ભાઈચંદ પટવા ટ્રસ્ટ (૧)
૧૦૮. શેઠ પ્રેમચંદ મોતીચંદ ટ્રસ્ટ (૧) ૧૦૯. શ્રી દામોદરદાસ ત્રિભોવનદાસ ભાણજી
સ્ટ (૧)
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૦૪
વિદ્યાલયની વિકાસકથા
૧૧૦, શ્રી ગાંડાભાઈ પ્રેમચંદ નવસારીવાળા ૧૩૧. શ્રી પ્રેમચંદ છોટાલાલ શાહ તથા ટ્રસ્ટ (૧)
શ્રીમતી શનીબેન પ્રેમચંદ શાહ ૧૧૧. શ્રીમતી રમણબેન ચંદુલાલ શાહ
(ખંભાતવાળા) દ્રસ્ટ (૧) (કઠોરવાળા) દ્રસ્ટ (૧)
૧૩. શ્રી શાન્તિલાલ ખુશાલદાસ શાહ તથા ૧૧૨. , ગોકળદાસ મોતીચંદ લીલાધર
શ્રીમતી લીલાવતી શાન્તિલાલ શાહ (પીપરિયાવાળા) તથા શ્રી ભગવાનદાસ
(ખંભાતવાળા) ટ્રસ્ટ (૧) કેશવજી વોરા ટ્રસ્ટ (૧)
-૧૩૩. ડો. વીરચંદ મગનલાલ શાહ તથા ૧૧૩. , નવલચંદ હીરાચંદ શાહ ટ્રસ્ટ (૧)
શ્રીમતી ચંપાબહેન વીરચંદ ૧૧૪. , ચંચળબેન છોટાલાલ શાહ ટ્રસ્ટ (૧)
(માંડલવાળા) ટ્રસ્ટ (૨) ૧૧૫. ,, ઠાકોરલાલ મગનલાલ વાલેડવાળા ૧૩૪. શ્રી જેસિંગભાઈ હેમચંદ મારક ટ્રસ્ટ (1)
તથા શ્રીમતી ગુણવંતીબેન ઠાકોરલાલ ૧૩૫. શ્રીમતી યશવંતીબહેન તથા શ્રી હાથીભાઈ વાલડવાળા ટ્રસ્ટ (1)
ગલાલચંદ શાહ દૂર. (૧) *૧૧૬. , લીલાવતી બાલચંદ મહેતા તથા શ્રી *૧૩૬. માતૃશ્રી ડાહીબેન તથા ડે. અંબાલાલ બાલચંદ મગનલાલ મહેતા દ્રસ્ટ (1)
ચુનીલાલ શાહ ટ્રસ્ટ (1) ૧૧૭. સ્વ. શ્રી નાથાલાલ લલુભાઈ ચોકસી ૧૭૭, શ્રી કેશવલાલ બુલાખીદાસ ચેરીટી ટ્રસ્ટ (૧)
ટ્રસ્ટ (૨) ૧૧૮. ,, પ્રભાવતી હરજીવનદાસ એડનવાળા રે. ૧૩૮. , સિદ્ધક્ષેત્ર જૈન બાળાશ્રમ (હીરક મહોત્સવ માંગરોળ ટ્રસ્ટ (1)
પાસ્ટ ટુડન્ટસ યુનિયન) ટ્રસ્ટ (૨) ૧૧૯. ,, કમળાબેન કાન્તિલાલ પરીખ દ્રસ્ટ (૧) ૧૯. , લક્ષ્મીચંદ દુર્લભજી ટ્રસ્ટ (૧) ૧૨૦. , ઝવેરી મહાજન મોતીને ધરમને ૧૪૦. શ્રીમતી રળિયાતબહેન દુર્લભજી મૂળચંદ કાંટે ટ્રસ્ટ (૧)
ટ્રસ્ટ (૧) *૧૨૧. શેઠશ્રી નરસીદાસ ઓઘડભાઈ બગડીઆ ૧૪૧. શ્રીમતી જમક બહેન તલકચંદ મોતીચંદ તથા શ્રીમતી સમરતબહેન નરસીદાસ
શાહ (પાલડીવાળા).ટ્રસ્ટ (૧) બગડીઆ દ્રસ્ટ (૧)
૧૪૨. , સોમચંદ ચુનીલાલ શાહ સ્ટ (૧) ૧૨૨. , પોપટલાલ ધનજી શાહ ટ્રસ્ટ (૧) ૧૪૩. શાહ નારણદાસ રામજીભાઈ શાહ *૧૨૩. ,, જગજીવન પોપટલાલ શાહ ટ્રસ્ટ (૧)
ટ્રસ્ટ (૧) ૧૨૪. , પ્રવીણચંદ્ર વાડીલાલ કપાસી એન્ડ ૧૪૪. , કાન્તિલાલ નારણદાસ શાહ ટ્રસ્ટ (૧) ફેમીલી દ્રસ્ટ (૧)
*૧૪૫. ,, આદ્ય વિદ્યાથી ડે. મેઘજી નરસી ગેસર ૧૨૫. ડે. ચીમનલાલ મોહનલાલ
મિત્રમંડળ ટ્રસ્ટ (1) પાટડીઆ ટ્રસ્ટ (૧)
૧૪૬. , દેવરાજ કલ્યાણજી મારુ એન્ડ શ્રી રાયશી *૧૨૬. એક સદ્દગૃહસ્થ (નામ પછી મળશે) (૧)
મૂલજી ગેસર એન્ડ બ્રધર્સ ટ્રસ્ટ (૧) ૧૨૭. શ્રી અમૃતલાલ કાળિદાસ કડિયા તથા
૧૪૭ ,, હરગોવનદાસ કેશરીચંદ ભણશાળી શ્રી નારંગીબેન અમૃતલાલ કાળિદાસ
૬૪ (૧) કાડયા દૂરું (૧)
૧૪૮. વેરા મેહનલાલ નાગરદાસ ટ્રસ્ટ (૧) ૧૨૮. ડૉ. બાબુલાલ કેશરીયલ પ્રાગણી ટ્રસ્ટ (૧) ૧૪૯. શ્રીમતી લીલાવતી મણિલાલ કિલાભાઈ શાહ ૧૨૯. ધી હિમચંદ કપુરચંદ ફાઉન્ડેશન (૧)
(ખંભાતવાળા) દ્રસ્ટ ૧) ૧૩૦. ,, કપૂરચંદ લક્ષ્મીચંદ ફાઉન્ડેશન (૧) ૧૫૦. શેઠ પ્રાગજીભાઈ ઝવેરચંદ શાહ ટ્રસ્ટ (૧)
*
*
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૦૫
પરિશિષ્ટ ૧૫૧. માતુશ્રી ચુનીબાઈ માનચંદ ટસ્ટ્ર (૧) *૧૫૨. બહેન ચંદ્રાવતી બહેન ખીમચંદ ધરમચંદ
ઝવેરી (ઓસવાલ) સૂરતવાલા ટ્રસ્ટ (૧) ૧૫૩. શ્રી અમુલખભાઈ ખૂબચંદભાઈ પરીખ
" (પાલણપુરવાળા) દ્રસ્ટ (૧) ૧૫૪. શ્રીમતી પુરીબાઈ મગનલાલ અને શ્રી
મગનલાલ થાવરદાસ ચેરીટેબલ ટ્રસ્ટ(૧) ૧૫૫ ,, સંધવી રાયચંદ લલ્લુભાઈ ધંધાવાળા
ટ્રસ્ટ (૧) ૧૫૬ શેઠ વનમાળીદાસ ઝવેરચંદ મહેતા ટ્રસ્ટ (૧) ૧૫૭ શાહ લલ્લુભાઈ દેવચંદ શાહ ટ્રસ્ટ (૧) ૧૫૮ ધી અરજણ એન્ડ દેવજી ખીમજી સાર્વજનિક
ટ્રસ્ટ-માતુશ્રી ખેતબાઈ રમૃતિફડ (૨) ૧૫૯ શાહ કેશવલાલ કુંવરજી (વાંકાનેરવાળા)
ટ્રસ્ટ (૧) ૧૬૦ શેઠ વનેચંદ અવિચળ મહેતા (વાંકાનેરવાળા)
ટ્રસ્ટ (૧) ૧૬૧ કુ. કકિલાબેન ભોગીલાલ મણિલાલ
(પીપરિયાવાળા) તથા શ્રીમતિ પુષ્પાબેન કાન્તિલાલ મણિલાલ તથા જમનાબેન મેતીચંદ લીલાધર ટ્રસ્ટ (૧)
૧૬ર શેઠાણી હીરાલક્ષ્મી પૂનમચંદ કોટાવાળા
ટ્રસ્ટ (૨) ૧૬૩ શ્રી જૈન દશા શ્રીમાળી સુડતાળીસ જ્ઞાતિ
મંડળ ટ્રસ્ટ (૧) ૧૬૪ ,, છગનલાલ લક્ષ્મીચંદ શાહ ઉર્ફે મંગળદાસ
વહુવાળા ટ્રસ્ટ (૨) ૧૬૫ મે. પન્નાલાલ ઍડ સન્સ ટ્રસ્ટ (૧) ૧૬ ૬ શ્રી વાડીલાલ સી. ગાંધી ફાઉન્ડેશન (૨) ૧૬૭. શ્રી જેસિંગલાલ લલુભાઈ ફૂટ (૧) ૧૬૮. , મોંઘીબાઈ જેઠાભાઈ અમરચંદ પ્રભાસ
પાટણવાળા ટ્રસ્ટ (૧) ૧૬૯. , શાંતિલાલ ચુનીલાલ કપાસી રટ (૧) ૧૭૦. , કાન્તિલાલ મણીલાલ ટ્રસ્ટ (1) ૧૭૧. શાહ ઓઘડદાસ વણચંદ ટ્રસ્ટ (૧) ૧૭૨. શાહ દામોદરદાસ કરસનદાસ ટ્રસ્ટ (૧) ૧૭૩. ,, પોપટલાલ ભીખાચંદ ટ્રસ્ટ (૨) ૧૭૪. શ્રીમતી લલિતાબેન મણિલાલ
ભણશાળી ટ્રસ્ટ (૧)
પરિશિષ્ટ-૩
કન્યા છાત્રાલયના પદ્ય સંસ્થાપકેની નામાવલી
( સુવર્ણ મહોત્સવની .જવણી સુધીમાં થયેલ નોંધણી મુજબ) (નોંધ-જે નામ આગળ ફૂદડીનું નિશાન છે તેના દાતા પૂર્વ વિદ્યાર્થીઓ સમજવા.)
૧. મે. પુંજાભાઈ દીપચંદ ૨. મે. વીરચંદ પાનાચંદ ૩. સ્વ. શ્રી વર્ધમાન જેઠાભાઈ હા. શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ ૪. લેડી મણીબાઈ શાંતિદાસ આશકરણ ૫. સ્વ. શ્રી નરોત્તમદાસ હેમચંદ અમરચંદ હા. શ્રી અનિલકાત હેમચંદ ૬. શ્રી ભીખાભાઈ ભુદરદાસ કોઠારી
, તારાબહેન જીવણલાલ પરીખ ૮. મે. નાણાવટી ફેમિલી ચેરિટી ફંડ ૯. શ્રી અંબાબહેન મગનલાલ શાહ હા. શ્રી શાન્તિલાલ મગનલાલ શાહ ૧૦. , કાન્તાબહેન કકલભાઈ વકીલ ૧૧ , જાસૂદબહેન મણિલાલ ઝવેરી
Page #293
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલયની વિકાસકથા
. , પ્રાણજીવનદાસ ગુલાબદાસ હા. શ્રી ચીમનલાલ પ્રાણજીવનદાસ શાહ ૧૩. , સરલાબહેન રતિલાલ નાણાવટી ૧૪. , હીરાબહેન મણિલાલ વાડીલાલ નાણાવટી ૧૫. મે. કેશવલાલ પ્રેમચંદ મોદી ૧૬. શ્રી લીલાવતીબહેન પોપટલાલ શાહ ૧૭. સ્વ. શ્રી નરોતમદાસ જગજીવનદાસ હા. શ્રો મેનાબહેન નરોતમદાસ ૧૮. શ્રી પદમશી પ્રેમજી ૧૯. સ્વ. શ્રી ચંદનબહેન મોતીચંદ કાપડીઆ ૨૦. શ્રી જગજીવન રાજારામ ૨૧. મે. મહાસુખરામ લલુભાઈ ટ્રસ્ટ હા. શ્રી ત્રિકમલાલ મહાસુખરામ ૨૨. શ્રી શણગારબહેન જમનાદાસ ઝવેરી ૨૩. ,, રંભાબહેન હરજીવનદાસ રામજીભાઈ શાહ ૨૪. ,, ખીમજીભાઈ ભુજપુરીઆ દ્રસ્ટ ફંડ | ૨૫. , ભરતકુમાર ચંદુલાલ પીતાંબરદાસ શાહ ૨૬. , હિંમતલાલ વાડીલાલ શાહ *૨૭. , અનુભાઈ મંગળદાસ શાહ ૨૮. , ભાસ્કરરાય વિઠ્ઠલદાસ શાહ
પરિશિષ્ટ-૪
વર્ષ
૧૯૧૫-૧૬ ૧૯૧૬-૧૭ ૧૯૧૭-૧૮ ૧૯૧૮-૧૯ ૧૯૧૯-૨૦ ૧૯૨૦-૨૧ ૧૯૨૧-૨૨ ૧૯૨૨-૨૩ ૧૯૨૩૨૪ ૧૯૨૪-૨૫ ૧૯૨૫-૨૬ ૧૯૨૬-૨૭ ૧૭-૧૮
લેન રિકડની વર્ષવાર યાદી
(બાવનમા વર્ષ સુધીમાં રીફંડ મળેલ) રૂ આ. પા.
રૂા .પા,
૧૯૨૮-૨૯ ૫૦૨-૦-૦ ૧૫-૮-૦
૧૯૨૯-૩૦ પ૯૧૨-૦-૦ ૧૨૪-૦-૦૦
૧૯૩૦-૩૧ ૩૭૩૫–૫-૦ ૧૭૫-૦-૦
૧૯૩૧-૩૨ ૪૦૧૨–૩–૯ ૩૪૪-૦-૦
૧૯૩૨-૩૩ ૩૫૭૪-૫-૦ ૪૦૬-૦-૦
૧૯૩૩-૩૪ ૧૩પપ૧-૩-૬ ૪૯૫-૦-૦
૧૯૩૪-૩૫ ૧૩૫૯૨-૧૪-૭ ૧૦૫૦-૦-૦
૧૯૩૫-૩૬ ૧૧૫૫૧-૬-૩ ૧૮૭૫-૦-૦
૧૯૩૬-૩૭ ૧૨૯૦૭-૧૧-૦
૧૯૩૭–૩૮ ૧૩૧૫-૧૧-૦ ૨૬૭૧-૦-૦
૧૯૩૮-૩૯ ૧૩૫૨૮-૧૧-૯ ૨૮૮૫-૦-૦
૧૯૩૯-૪૦ ૧૩પ૭૦-૪-૩ ૩૮૦૦-૦-૦
મેઘજી સોજપાલ ૫૦૦૧-૦-૦
નારિફંડ ૬૮૭-૧૧
Page #294
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
૨૦૭
વિષ
વર્ષ ૧૯૪૦-૪૧ ૧૯૪૧-૪૨ " ૧૯૪૨-૪૩
૧૯૪૪-૪૫ ૧૯૪૫-૪૬ ૧૯૪૬-૪૭ ૧૯૪–૪૮ ૧૯૪૮-૪૯ ૧૯૪૯-૫૦ ૧૯૫૦-૫૧ ૧૯૫૧-૫૨ ૧૯૫૨-૫૩ ૧૯૫૩-૫૪
રા. આ. પા. ૧૭૪૫૭–૪–૯ ૨૪૯૩૬-૩-૬ ૨૭૨૫૫-૧૪-૩ ૩૨ ૩૪૮-૪-૦ ૪૬૨૪૭-૧૫-૦ ૪૯૨૪૯-૬-૫ ૪૦ ૩૯૬-૫-૯ ૩૯૨૮૧-૧૦-૬ ૩૬૭૨-૭-૩ ૩પ૭૪૦-૮-૯ ૩૮૫૨૦-૧૩-૩ ૪૨૪૫૨-૧૫-૬ ૩૭૫૭૬-~૪૯૪૮-૯-૯
૧૯૫૪-૫૫
વર્ષ ૧૯૫૫–૫૬ ૧૯૫૬-૫૭ ૧૯૫૭–૧૮ ૧૯૫૮-૫૯ ૧૯૫૯-૬૦ ૧૯૬૦-૬૧ ૧૯૬૧-૬૨ ૧૯૬૨-૬૩ ૧૯૬૩-૬૪ ૧૯૬૪-૬૫ ૧૯૬૫-૬૬ ૧૯૬૬-૬૭
. આ, પા, ૪૫૨૩૪–૮–૩
રૂ. પૈસા ૫૪૧૨૬-૨૫ ૫૮૯૨૧-૨૮ ૬૫૯૫–૫૩ ૮૯૩૫૮–૧૧ ૯૮૬૨૩–૧૨ ૯૫૮૮૦-૩૧ ૧૦૯૯૬૯-૮૧ ૧૧૬૩૭૪-૬૭ ૧૧૧૮૧–૪૮ ૧૧૮૪૨૮-૮૭ ૧૨૦૯૪૩-૭૧ ૧૧૩૯૫૦-૧૩
પરિશિષ્ટ-૫ વિદ્યાલય હસ્તકનાં ટ્રસ્ટ કૅલરો સિવાયનાં અન્ય ટ્રસ્ટ ફડે
(બાવનમા વર્ષ સુધીમાં મળેલ)
૧ શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ સન્માન ફંડ
૧,૨૫,૫૧૫-૮૫ ૨ શેઠ દેવકરણ મૂળજી પરદેશ અભ્યાસ દ્રસ્ટ ફંડ
૪,૧૭૪–૧૫ ૩ શ્રી મહાવીર લેન ફંડ
૧૧,૦-૦૦ ૪ ,, ઈનામ અનામત ફંડ નં. ૧
૨,૫૦૦-૦૦ ૫ શ્રીમતી સરલાદેવી અમૃતલાલ કાળીદાસ મેડલ ટ્રસ્ટ ફંડ
૧,૦૦૦-૦૦ ૬ શેઠ કેશવજી ગોવિંદજી ટ્રસ્ટ ફંડ
૧,૦૦૦-૦૦ ૭ શ્રીમતી લીલાવતી ભોળાભાઈ ઝવેરી જૈન વિદ્યાર્થિની કૅલરશિપ ટ્રસ્ટ ફંડ ૫,૭૫૦-૦૦ ૮ શ્રીમતી લીલાવતી ભોળાભાઈ જેસીંગભાઈ ધાર્મિક શિક્ષણ પારિતોષિક ટ્રસ્ટ ફંડ ૨,૫૦૦-૦૦ ૯ ડો. વૃદ્ધિષ મણીલાલ શાહ સ્મારક પ્રાઈઝ ફંડ
૧,૦૦૦-૦૦ ૧૦ ડે. નગીનદાસ જે. શાહ સ્મારક ટ્રસ્ટ ફંડ ૧૧ શ્રી પ્રેમચંદ નાનચંદ કાપડિયા ચાંદવડવાળા સ્મારક પ્રાઈઝ ફંડ
૧,૭પ૦-૦૦ ૧૨ ,, રંભાબેન દીપચંદ શેઠ ચોટીલાવાળા પારિતોષિક ફંડ
૧,૦૦૦-૦ ૧૩ સ્વ. ચંચળબેન ઉમેદચંદ બરેડિયા ધાર્મિક પારિતોષિક ફંડ
૧,૦૦૧-૦૦ ૧૪ શ્રી દીપચંદ કેવળચંદ શેઠ ચોટીલાવાળા ટ્રસ્ટ ફંડ
૧,૦૦૦-૦૦ ૧૫ ,, જીવતીબેન શામળદાસ વોરા સાયેલાવાળા દ્રસ્ટ ફંડ
૧,૦૦૦-૦૦
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૦૮
વિદ્યાલયની વિકાસકથા
રૂ. પૈસા ૪,૦૦૦-૦૦ ૧,૧૨૫-૦૦
૧૬ શ્રી જૈન મહિલા, જોધપુર-લેન કૅલરશિપ ફંડ ૧૭ , શરદ–ધીરજ શાહ સ્મૃતિ પારિતોષિક ફંડ ૧૮ ,, ઉમેદચંદ શેલતચંદ બરોડિયા ફંડ ૧૯ , યુનિવર્સિટી માટે સાહિત્ય તૈયાર કરવાનું ખાતું ૨૦ , એન્યુઅલ પબ્લિકેશન ખાતું
,, સાહિત્ય સમિતિ ખાતું , આગમ પ્રકાશન (આવક) ખાતુ , સારાભાઈ મગનભાઈ મોદી ઉચ્ચ અભ્યાસ શિષ્યવૃત્તિ ટ્રસ્ટ ફંડ
,, સારાભાઈ મગનભાઈ મોદી લોન સ્કૉલરશિપ ફંડ ૨૫ ,, ખેડા જૈન વિદ્યાથી ઉચ્ચ શિક્ષણ લોન સ્કોલરશિપ ફંડ
,, દહેરાસરજી ભંડાર ખાતું
૩,૮૪૦–૧૭ ૧,૦૦૦-૦૦
૩૫૧-૦૦ ૫૧,૯૯૩–૧૫ ૧૨,૮૮૧-૮૦
૧,૬૪૩-૧૨ ૭૪,૨૦૨–૯૦ ૪૭,૮૩૨–૭૪
પરિશિષ્ટ-૬
વર્ષ
ઇનામી યોજનાઓ તથા ઇનામો મેળવનારાઓ
(૧) શ્રી સરલાદેવી અમૃતલાલ શેઠ મેડલ સંસ્થાના ૧૫મા વર્ષમાં, તા. ૧૮-૨-૩૪ના રોજ, શેઠ અમૃતલાલ કાળીદાસે પોતાની પત્ની સી. સરલાદેવીની સ્મૃતિ અર્થે રૂા. ૧૦૦૦ આપ્યા. તેના વ્યાજમાંથી દર વર્ષે બે સુવર્ણચંદ્રક. એક, યુનિવર્સિટી પરીક્ષામાં સૌથી શ્રેષ્ઠ પરિણામ લાવનાર સંસ્થાના વિદ્યાર્થીને અને બીજે, વાર્ષિક સંમેલન અગાઉ રમતગમતની હરીફાઈમાં સૌથી સુંદર પરિણામ લાવનાર સંસ્થાના વિદ્યાથીને વ્યવસ્થાપક સમિતિના નિર્ણય અનુસાર આપવાની શરતે સંસ્થાને ભેટ આપ્યા. તેના મેળવનારાઓની યાદી નીચે મુજબ છે –
મેળવનારનું નામ ૧૯૨૯-૩૦ શ્રી ચંદુલાલ જગજીવન શાહ
અભ્યાસ અંગે ૧૯૩૦-૩૧ , છોટાલાલ કેશવજી દેશી y , જબુભાઈ ઠાકરલાલ ઘીઆ
અંગબળ અંગે ૧૯૩૧-૩૨ , લાલચંદ ભાઈલાલ શાહ
અભ્યાસ અંગે સૌભાગ્યચંદ ભોળાભાઈ શાહ
અંગબળ અંગે ૧૯૩૨-૩૩ , લાલચંદ ભાઈલાલ શાહ
અભ્યાસ અંગે ૧૯૩૩-૩૪ સૌભાગ્યચંદ ભેળાભાઈ શાહ ૧૯૩૪-૩૫ આર્ટસમાં ૪૫થી ઓછા ૧૯૩૫-૩૬ નગીનભાઈ પોપટલાલ શાહ
અભ્યાસ અંગે ,, પ્રમોદરાય મકનજી મહેતા
અંગબળ અંગે ૧૯૩૬-૩૭ , ઈદુલાલ ભોગીલાલ મહેતા
અભ્યાસ અંગે
Page #296
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
વ
મેળવનારનું નામ
ચીમનલાલ કાળચંદ માવાણી રતિલાલ શંકરલાલ શાહ
૧૯૩૭-૩૮ ચતુરદાસ ત્રિકમજી દડીયા
૧૯૩૮-૩૯
૧૯૩૯-૪૦
૧૯૩૬-૩૭
""
૧૯૪૧-૪૨
""
૧૯૪૨ -૪૩ ૧૯૪૩-૪૪
૧૯૪૦૪૧ શાંતિલાલ વીચંદ્ર પટણી
૧૯૫૧-૧૨
,,
૧૯૫૨-૫૩
""
૧૯૫૩-૫૪
"3
,,
.
33
""
""
""
33
""
""
,,
કસ્તુરલાલ મણિલાલ ડાહ્યાભાઈ શાહ
૧૯૪૪-૪૫
તારાચંદ. ગીરધરલાલ સંધવી
મણીલાલ આત્મારામ શાહ
૧૯૪૫-૪૬ ૧૯૪૬-૪૭ આટ્સ ૪૫થી પાછા ૧૯૪૭-૪૮ શ્રી ોટાલાલ ચંદુલાલ મેારખીઆ પુખરાજ સુ. ચૌહાણ
""
૧૯૪૮-૪૯ કાન્તિલાલ મણીલાલ શાહ રસિકલાલ સાંકળચંદ દોશી ૧૯૫૦-૫૧ વસ તલાલ ખીમચંદ શાહ
૧૯૪૯-૫૦
મેઘજી નરસી ગેાસર
}}
22
""
39
,,
22
22
,,
,,
,,
""
35
,,
""
..
""
""
ગુણવંત ન્યાલચંદ રોડ
હરકીસન તારાચંદ મહેતા
૧૯૫૪-૫૫ ૧૯૫૨-૫૬
રમેશચંદ્ર પ્રેમચંદ શાહ
૧૯૫૬-૫૭ કિરીટકુમાર કાન્તિલાલ પરીખ ૧૯૫૭-૫૮ જગદીશચંદ્ર અમૃતલાલ મહેતા ૧૯૫૮-૫૯ કાન્તિલાલ પરમાણંદ શાહ
૧૯૫૯-૬૦
નવીનચંદ્ર શામજી દેઢિયા
૧૯૬૦-૬૧
ચંદ્રકાન્ત ખુમાજી શાહ
""
,,
કાન્તિલાલ ભગવાનજી સંધવી
,,
રમણીકલાલ અમૃતલાલ કાડારી
જયતીલાલ જગજીવનદાસ વેરા
,,
""
જયંતીલાલ જગજીવનદાસ વેારા
ભવાનજી રાયશી શાહ
ધરમચંદ તલકચંદ મહેતા
શાંતિલાલ ત્રિભાવનદાસ શાહ
વલાલ ગાંધી
નાનાલાલ કપુરચંદ શાહ
મેઘજી નરસી ગેાસર
લહેરચંદ છેોટાલાલ મહેતા
જેઠાલાલ અમૃતલાલ શાહે
રમણીકલાલ કીરચંદ ગાંધી
હેતુ
અંગબળ અગે
અભ્યાસ અંગે
""
'
અંગબળ અંગે
અભ્યાસ અંગે
અંગબળ અંગે
અભ્યાસ અંગે
અંગબળ અંગે
અભ્યાસ અંગે
અંગબળ અંગે
અભ્યાસ અંગે
અભ્યાસ અંગે રમતગમત અંગે અભ્યાસ અંગે
""
૨૦૯
""
રમતગમત અંગે
અભ્યાસ અંગે
રમતગમત અંગે
અભ્યાસ અંગે
રમતગમત અંગે
અભ્યાસ અંગે
રમતગમત 'ગે
અભ્યાસ અંગે
""
""
,,
'
""
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૧૦
વિદ્યાલયની વિકાસકથા
વર્ષ
મેળવનારનું નામ ૧૯૬૧-૬૨ ,, શિરીષ ચંદુલાલ પત્રાવાલા ૧૯૬૨-૬૩ જિતેન્દ્ર છોટાલાલ દેસાઈ ૧૯૬૩-૬૪ દિનેશચંદ્ર અમૃતલાલ શાહ ૧૯૬૪-૬૫ ,, મુકુન્દ અમૃતલાલ શાહ ૧૯૬૫-૬૬ , કિરણ જયંતીલાલ શાહ ૧૯૬૬-૬૭ ,, રૂપિકાબેન દલપતલાલ મહેતા
(૨) શ્રી. કેશવલાલ ગોવિંદજી ટ્રસ્ટ સ્કોલરશિપ રૂ. ૩૫ વલસાડવાસી શ્રી. કેશવલાલ ગોવિંદજીએ રૂા. ૧૦૦૦) તેના વ્યાજનો લાભ દર વર્ષે હોંશિયાર વિદ્યાર્થીને મળે એ અર્થે વીલ દ્વારા ભેટ આપ્યા. પ્રારંભમાં સંસ્થામાં દાખલ થનાર જે વિદ્યાર્થીએ મેટ્રીકની પરીક્ષામાં સંસ્કૃત/અર્ધમાગધી ભાષામાં સૌથી વધુ માકર્સ મેળવ્યા હોય તે આ ઓલરશિપને પાત્ર થતો. પરંતુ, પાછળથી મેટ્રીકમાં સંસ્કૃત/અર્ધમાગધીના માકર્સ અલગ ન મળવાને કારણે ઊભી થયેલી અગવડ દૂર કરવા સંસ્થાની લેન વિદ્યાથીઓમાંથી મેટ્રીકની પરીક્ષામાં સૌથી વધુ માકર્સ સમુચ્ચયે મેળવનારને આ સ્કોલરશિપ આપવાનું વ્યવસ્થાપક સમિતિએ તા. ૩૦-૭-૧૯૩૭ના રોજ ઠરાવ્યું. તેના મેળવનારની યાદી આ મુજબ છે: ૧૯૭૬-૩૭ શ્રી રમણીકલાલ જગજીવનદાસ ગાંધી ૧૯૫૨–૫૩ ,, અરવિંદ જેચંદ ડગલી ૧૯૩૭–૩૮, ગાંડાલાલ ડાહ્યાભાઈ શાહ
૧૯૫૩-૫૪ , કીર્તિ કાન્ત ત્રંબકલાલ શાહ ૧૯૩૮-૩૯ , રમણીકલાલ અમૃતલાલ કે ઠારી
૧૯૫૪–૫૫ , ભુપેન્દ્ર મહાસુખલાલ શાહ ૧૯૩૯-૪૦ , કંચનલાલ માણેકલાલ શાહ ૧૯૫૫-૫૬ , અશોકકુમાર સ્વરૂપચંદ શાહ ૧૯૪૦-૪૧ , ધરમચંદ તલકચંદ મહેતા ૧૯૫૬-૫૭ , રમેશ ચંદુલાલ શાહ ૧૯૪૧-૪૨ ,, હિંમતલાલ દુર્લભજી ટોલીઆ ૧૯૫૭-૫૮ ,, ગૌતમ બુધાભાઈ શાહ ૧૯૪૨-૪૭ , છોટાલાલ ચંદુલાલ મોરબીઆ ૧૯૫૮-૫૯, કિશોર શામજી છેડા ૧૯૪૩-૪૪ , પોપટલાલ ચુનીલાલ મહેતા ૧૯૫૯-૬૦ , અશ્વિનકુમાર ત્રિભોવનદાસ શાહ ૧૯૪૪-૪૫ , બાબુલાલ ઓછોવલાલ ગાંધી
૧૯૬૦-૬૧ , જશવંતલાલ છોટાલાલ શાહ ૧૯૪૫-૪૬ ,, અનુભાઈ મંગળદાસ શાહ
૧૯૬૧-૬૨ ,, અમૃતલાલ સજજનલાલ મંડાત ૧૯૪૬-૪૭ ,, રમણીકલાલ કીરચંદ ગાંધી
૧૯૬૨-૬૩ ,, મુકુન્દ અમૃતલાલ શાહ : ૧૯૪૭-૪૮ , વાડીલાલ દલસુખભાઈ શાહ ૧૯૪૮-૪૯ , બાબુલાલ છોટાલાલ શાહ
૧૯૬૩-૬૪ ,, ઇન્દુકુમાર જમનાદાસ કરડિયા ૧૯૪૯-૫૦, જશવંતલાલ પ્રેમચંદ શાહ ૧૯૬૪-૬૫ ,, મહેન્દ્રકુમાર ચીમનલાલ શાહ ૧૯૫૦-૫૧ , હસમુખલાલ ચીમનલાલ મહેતા ૧૯૬૫-૬૬ ,, ચંદ્રકાન્ત અભેચંદ વોરા ૧૯૫૧-૫૨ , લક્ષ્મીચંદ મુળ ગેગરી
૧૯૬૬-૬૭ , દિલીપ હરજીવનદાસ શાહ (૩) હા નગીનદાસ જે. શાહ સ્મારક પારિતોષિક રૂ. ૫) (પુસ્તક સ્વરૂપે)
સંસ્થાના ૨૩ મા વર્ષમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંત્રીઓએ ડે. નગીનદાસ જે. શાહ સ્મારક ફંડમાં એકત્રિત થયેલ રૂા. ૬૦૦)ની રકમ ભેટ કરતાં વ્યવસ્થાપક સમિતિએ તેને તા. ૪-૫-૧૯૩૬
Page #298
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટા
૨૧૧
ના રાજ સ્વીકાર કર્યાં. તા. ૩-૮-૧૯૩૯ ના રાજ વ્યવસ્થાપક સમિતિએ ઇન્ટર કામર્સ અગર બી. કોમ. ની યુનિવર્સિટી પરીક્ષામાં ઓછામાં ઓછા પચાસ ટકા સહિત વધુ માર્કસ મેળવનાર સંસ્થાના વિદ્યાર્થીને રૂ. ૨૫) તું પારિતૅાષિક પુસ્તકોના સ્વરૂપમાં ડૅૉ. નગીનદાસ જે. શાહની સ્મૃતિ અર્થે આપવાનું ઠરાવ્યું. એને મેળવનારનાં નામ નીચે મુજબ છે—
થ
નામ
૧૯૩૯-૪૦ શ્રી કનુભાઈ લલ્લુભાઈ મહેતા
૧૯૪૦-૪૧ રસીકલાલ છેટાલાલ શાહે કનૈયાલાલ ધરમશી શે
,,
""
૧૯૪૧-૪૨ જયંતીલાલ કલ્યાણજી તુરખીયા
બી. કામ.
""
૧૯૪૨-૪૩ નિયમ મુજબ ગુણ મેળવનાર વિદ્યાર્થી નહીં. હાવાથી પ્રાઇઝ આપેલ નથી.
૧૯૪૩-૪૪ શ્રી હીરાચંદ ફુલચંદ શાહ
૧૯૪૪-૪૫ હસ્તીમલ સીવી
૧૯૪૫-૪૬ શાંતિલાલ પે।પટલાલ વેરા ૧૯૪૬-૪૭ સુભાષચંદ્ર ડાહ્યાભાઈ ઝવેરી ૧૯૪૭-૪૮ ધીરજલાલ સેાભાગચંદ પરીખ ૧૯૪૮-૪૯ ફતેહચંદ્ર કસ્તુરચંદ પરીખ ૧૯૪૯-૫૦ ધીરજલાલ સેાભાગચંદ પરીખ ૧૯૫૦-૫૧ ધીરજલાલ દીપચંદ શાહ
૧૯૫૧-૧૨ જયંતીલાલ જગજીવનદાસ મહેતા ૧૯૫૨ –૫૩ ૧૯૫૩-૫૪ શ્રી જયંતીલાલ જગજીવનદાસ મહેતા ૧૯૫૪-૫૫ ગુણવંત નગીનદાસ શાહ ૧૯:૫૫-૫૬ હસમુખ જય'તીલાલ ચાંગાણી ૧૯૫૬-૫૭ પ્રતાપરાય ભગવાનદાસ શેઠ ૧૯૫૭-૫૮ ઈશ્વરલાલ ચંદુલાલ શાહ ૧૯૫૮-૫૯ પ્રવીણચંદ્ર મગળદાસ શાહ
,,
22
""
""
""
27
22
""
,,
,,
""
,,
બિપિનચંદ્ર જમનાદાસ શાહ
,,
૧૯૫૯-૬૦ અનિલકુમાર મણીલાલ દેશી ૧૯૬૦-૬૧ મનુભાઈ છેટાલાલ દેશી ૧૯૬૧-૬૨ ૧૯૬૨-૬૩ ,, મહેન્દ્ર નગીનદાસ શાહ ૧૯૬૩-૬૪ મહેન્દ્ર નગીનદાસ શાહ ૧૯૬૪-૬૫ મહેન્દ્ર નગીનદાસ શાહ ૧૯૬૫-૬૬ નવીનચંદ્ર ગાદડલાલ શાહ
૧૯૬}-૬૭
મનેાજ કેશવલાલ ગાંધી.
',
ઇન્ટર કૅમિસ
નિયમાનુસાર ગુણ મેળવનાર વિદ્યાથી નહી. હાવાથી પ્રાઇઝ આપેલ નથી.
ܕܕ
""
,,
""
પરીક્ષા
શ્રી. કામ.
..
ઇન્ટરફૅમિ બી. કામ.
,,
ઇન્ટરફૅમિ
,,
બી. કામ.
""
બી. કામ. ઇન્ટર કામસ
""
,,
. કામ.
""
,,
"
એફ. વાય. કામસ પ્રિ. યુનિ. કૅમ
એફ. વાય. બી. કામ. એસ. વાય. બી. કોમ.
બી. કોમ. એફ. વાય. બી. કામ
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૧૨
વિદ્યાલયની વિકાસકથા
(૪) શ્રીમતી લીલાવતી બાળાભાઈ માહનલાલ ઝવેરી વિદ્યાર્થિની જૈન સ્કોલરશિપ ફંડ ા. ૩૦૦
શ્રી મેાહનલાલ હેમચંદ ઝવેરીએ પેાતાની પુત્રવધૂની સ્મૃતિ અર્થે રૂા. ૨૦૦૦)ની કિંમતના “ ધી અમદાવાદ એડવાન્સ મીલ્સ ''ના ૫% વ્યાજના ૨૦ પ્રેકરન્સ શેર ભેટ આપતાં વ્યવસ્થાપક સમિતિએ તેને સ્વીકાર કર્યો. કન્યા કેળવણીના ઉત્તેજન અર્થે આ કુંડના વ્યાજની રકમ દર વર્ષે મુંબઈ યુનિવર્સિટી/એસ. એસ. સી. ખેર્ડની પરીક્ષામાં સૌથી વિશેષ માર્કસ મેળવનાર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક વધુ અભ્યાસ ચાલુ રાખનાર વિદ્યાર્થિનીને શિષ્યવૃત્તિ રૂપે આપવી એ ઠરાવ પસાર કર્યાં. આ શિષ્યવૃત્તિ નીચેની વિદ્યાર્થિનીઓએ મેળવી છેઃ—
૧૯૪૦-૪૧ શ્રી ધૈર્ય બાળા છગનલાલ પારેખ ૧૯૪૧–૪૨ ૬, યાબેન લાલભાઈ શેઠ ૧૯૪૨-૪૩ કુમુદ સાંકળચંદ શાહ ૧૯૪૩-૪૪,, કુંદન નાત્તમદાસ કાપડિયા ૧૯૪૪-૪૫ ઉષા દીપચંદ ચાકસી ૧૯૪૫-૪૬ જ્યોતિબાળા લાલભાઈ લઠ્ઠા ૧૯૪૬-૪૭,, સુભદ્રાબેન ભાગીલાલ શાહ ૧૯૪૭-૪૮ ૩, વીણા જયવદન શાહ ૧૯૪૮-૪૯ ૩, ગુણવંતીબેન અમૃતલાલ શેઠ ૧૯૪૯-૫૦ વિતાદિનીમેન પેાપટલાલ શાહ ૧૯૫૦-૫૧, વીરબાળા નગીનદાસ પારેખ ૧૯૫૧–પર, બિંદુ ત્રીકમલાલ શાહ ૧૯૫૨-૫૩ સરયૂ શાંતિલાલ કાપડીયા ૧૯૫૩-૫૪ નિરંજના ભાગીલાલ શાહ
,,
""
""
,,
""
""
૧૯૫૮-૫૯
૧૯૫૯-૬૦
૧૯૬૦-૬૧
૧૯૬૧-૬૨
૧૯૧૪-૧૫ ૩ પ્રમીલા ચંદ્રકાન્ત શાહ ૧૯૫૫-૫૬ લક્ષ્મી રતનચંદ નહાર ૧૯૫૬-૫૭ સરાજબાળા નગીનદાસ શાહ ૧૯૫૭-૫૮ નિલની નગીનદાસ પરીખ
>>
,,
""
નામ
ડો. હસમુખલાલ ચીમનલાલ મહેતા ડા. ભાગીલાલ ચંદુલાલ દેશી શ્રી નિરંજન ગિરધરલાલ સંધવી
શીરીષ ચંદુલાલ પત્રાવાલા
""
""
૧૯૫૮-૫૯ મીનાક્ષી વસંતલાલ મહેતા ૧૯૫૯-૬૦ ૩, ઇલા ખીમજી દેઢિયા ૧૯૬૦-૬૧,, વિજયા શામજી ગાલા ૧૯૬૧-૬૨, સુનંદા ચુનીલાલ કાપડિયા ૧૯૬૨-૬૩ હ'સા ત્રિલેાકચંદ પરીખ ૧૯૬૩-૬૪,, રીટા અશાકદ્ર શાહ અને
,,
આશા અનેતરાય શાહે
૧૯૬૪-૬૫,, જયવંતી પુનશી દેઢિયા ૧૯૬૫-૬૬,, લતિકા શાંતિલાલ પટણી ૧૯૬૬-૬૭ હીના હીરાલાલ શાહ
(૫) ડેડ, વૃદ્ધીશ મણિલાલ શાહ સ્મારક પારિતોષિક રૂ. ૪૫)
આફ્રિકાથી ખાસ અભ્યાસાથે ભારત આવી એમ. બી; ખી. એસ.ની પદવી મેળવી માત્ર છ માસમાં જ અકાળ અવસાન પામેલા ડેા. વૃદ્ધીશ મણીલાલ શાહની સ્મૃતિ સતત જીવંત રાખવા તેમના નાના ભાઈ શ્રીવીયેષ મણીલાલ શાહે સંસ્થા પ્રત્યેના સદ્ભાવના પ્રતીકરૂપે રૂ. ૧૦૦૦) ભેટ આપ્યા, જેને વ્યવસ્થાપક સમિતિએ સાભાર સ્વીકાર કર્યાં. યોજના અનુસાર ૪% વ્યાજની રકમનાં પુસ્તક મેડિકલ લાઈનમાં યુનિવર્સિટીમાં શ્રેષ્ઠ પરિણામ લાવનારને ડા. વૃદ્ધીશ મણીલાલ શાહના સ્મારકરૂપે આપ વામાં આવે છે. તેને મેળવનારાનાં નામ નીચે મુજબ છે:—
વ
,,
""
પરીક્ષા
ફાઈનલ એમ. બી., ખી. એસ.
,,
પ્રથમ વર્ષ
23
""
..
Page #300
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટા
વ
૧૯૬૨-૬૩
૧૯૬૩-૬૪
૧૯૬૪-૬૫
૧૯૬૫-૬૬
૧૯૬૬-૬૭
અચરતલાલ નરપતલાલ લાલ
,,
(૬) શ્રીમતી રંભાબેન દીપચંદ શેઠ (ચાટીલાવાળા) પારિતાષિક ૨. ૪૫
શ્રી. દીપચંદ કેવલચ'દ શેઠે પેાતાની પત્નીની સ્મૃતિ અર્થે રૂ. ૧૦૦૦) ભેટ આપતાં વ્યવસ્થાપક સમિતિએ તા. ૧૭-૮-૧૯૬૨ના રાજ તેને સ્વીકાર કર્યાં. ચાજના મુજબ ૪% વ્યાજની રકમનાં જૈનધર્મ અગર તત્ત્વજ્ઞાનનાં પુસ્તકે પ્રતિવર્ષ આસ અગર એન્જિનિયરિંગ લાઈનમાં યુનિવર્સિટી પરીક્ષામાં સૌથી ઉત્તમ પરિણામ લાવનારને ભેટ આપવામાં આવે છે. તેને મેળવનારા નીચે મુજબ છેઃ
વ
નામ
પરીક્ષા
""
,,
૧૯૬૧-૬૨ શ્રી ઉદ્દેશ અમૃતલાલ શાહ
૧૯૬૨-૬૩
૧૯૬૩-૬૪
""
""
""
""
,,
'
,,
નામ
પ્રવીણચદ્ર ભાગીલાલ શાહ પ્રવીણચંદ્ર ભાગીલાલ શાહ અશાક મનસુખલાલ દોશી
કિરણ જય'તીલાલ શાહ
..
22
વર્ષ
નામ
૧૯૬૧-૬૨ શ્રી કેશવલાલ ચુનીલાલ શેડ ૧૯૬૨-૬૩ મહેન્દ્ર નગીનદાસ શાહ ૧૯૬૩-૬૪ દિનેશચંદ્ર અમૃતલાલ શાહ
અનેાપચદ રતિલાલ વેારા
કેશવલાલ ચુનીલાલ શેઠ
મુકુંદ અમૃતલાલ શાહ
રૂપિકાબેન દલપતલાલ મહેતા
૧૯૬૪-૬૫ રૂપિકાબેન દલપતલાલ મહેતા ૧૯૬૫-૬૬ રમેશચંદ્ર ચંદુલાલ શાહ ૧૯૬૬-૬૭ ,, મુકેશ કાન્તિલાલ દેસાઈ
,,
પ્રથમ વર્ષ
બીજી વ પ્રથમ વ
૧૯૬૪-૬૫
૧૯૬૫-૬૬
પ્રથમ વર્ષ, કેનિં. એન્જિ એસ. વાય. બી. એ. કેમિ. એન્જિ. ત્રીજી વ
૧૯૬૬-૬૭
મુકુન્દ અમૃતલાલ શાહ
""
(૭) શ્રી. ખેમચંદ નાનચંદ કાપડિયા ( ચાંદવડવાળા) સ્મારક પારિતોષિક
પરીક્ષા
,,
..
સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી નાઈજિરિયામાં રહેતા ડૅમાં. કાંતિલાલ ખેમચંદ કાપડીઆએ તેમના પિતાશ્રીની સ્મૃતિ અર્થે રૂ।. ૧૭૫૦ના નિયત રૂા. ૭૫)ની વ્યાજની રકમ પ્રતિવર્ષાં પ્રથમ અગર દ્વિતીય વર્ષની ક્રમ અનુસાર આર્ટીસ, કેમ અગર સાયન્સ લાઇનમાં શ્રેષ્ઠ પરિણામ લાવનારને પુસ્તકાના સ્વરૂપમાં પારિતોષિક આપવું—આ શરત સહિત યાજનાના વ્યવસ્થાપક સમિતિએ તા. ૧૯-૮-૧૯૬૨ના રાજ સાભાર સ્વીકાર કર્યાં. તેને મેળવનારાની યાદી નીચે મુજબ છેઃ——
એસ. ઈ.
ખી. ઈ.
ખી. એ.
""
ક
૨૧૩
22.
પરીક્ષા ઇન્ટર આસ
(૮) સ્વ. ચ’ચળબેન ઉમેચ'દ અરાડિયા ધાર્મિક પારિતાષિક
શ્રી. ઉમેદચ'દ દોલતચંદ બરાડિયાએ રૂા. ૧૦૦૧)ની રકમ ભેટ આપતાં તા. ૧૭-૮–૧૯૬૨ના રાજ વ્યવસ્થાપક સમિતિએ તેને સ્વીકાર કર્યાં. સંસ્થાની બધી શાખાઓમાં સૌથી ઉચ્ચ કક્ષાની
પ્રિ. યુનિ. કામ
એફ. વાય. બી. એસસી. એફ. વાય. બી. એ. પ્રિ. યુ. કામ.
પ્રિ. યુ. સાયન્સ.
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૧૪
વિદ્યાલયની વિકાસકથા પરીક્ષામાં જે વિદ્યાર્થીનો અભ્યાસ ઉત્તમ હોય તેને વ્યાજની રકમનું પારિતોષિક વ્યવસ્થાપક સમિતિના નિર્ણય અનુસાર આપવું. આ પારિતોષિક નિમ્ન વિદ્યાથીઓએ મેળવ્યું છે – નામ.
શ્રેણું ૧૯૬૨-૬૩ શ્રી જયંતકુમાર કેશવલાલ શાહ
ચતુર્થ શ્રેણી. ૧૯૬૩-૬૪ , પ્રફુલચંદ્ર જેચંદ મહેતા
પંચમી શ્રેણી. ૧૯૬૪-૬૫ , ધનસુખ રાજપાલ વોરા ૧૯૬૫-૬૬ ,, અશોક છગનલાલ શાહ ૧૯૬૬-૬૭ , ચીનુભાઈ શાંતિલાલ શાહ
(૯) શ્રી દીપચંદ કેવળચંદ શેઠ ચોટીલાવાળા ટ્રસ્ટ ફંડ - શ્રી. દીપચંદ કેવળચંદ શેઠે રૂા. ૧૦૦૦)ની રકમ ભેટ કરતાં વ્યવસ્થાપક સમિતિએ તા. ૧૦-૯-૬૩ ના રોજ સ્વીકાર કર્યો. તદનુસાર રૂા. ૧૦૦૦)ના ૪ % વ્યાજની રકમનાં ધાર્મિક, તત્વજ્ઞાન કે ચરિત્રને લગતાં પુસ્તક પ્રતિવર્ષ વાર્ષિક ધાર્મિક પરીક્ષાની પ્રથમ શ્રેણીમાં પ્રથમ આવનારને ભેટ આપવામાં આવે છે. નીચેના વિદ્યાર્થીઓને આનો લાભ મળ્યો છે નામ
શ્રેણી ૧૯૬૩-૬૪ શ્રી દિનેશચંદ્ર અમૃતલાલ શાહ
પ્રથમ શ્રેણી. ૧૯૬૪-૬૫ , વિલાસ બેન્ડીચંદ શાહ ૧૯૬૫-૬૬ , પ્રફુલ છોટાલાલ શાહ ૧૯૬૬-૬૭ , શીલાંક ચંદુલાલ મહેતા
(૧૦) શ્રી, જીવતીબેન શામળદાસ વોરા (સાયલાવાળા) ટ્રસ્ટ ફંડ શ્રી રાજપાળ શામળદાસ વોરાએ રૂા. ૧૦૦૦ની રકમ પારિતોષિક અર્થે ભેટ આપતાં વ્યવસ્થાપક સમિતિએ તા. ૧૦-૯-૧૯૬૩ના રોજ તેને સાભાર સ્વીકાર કર્યો. તદનુસાર રૂ. ૧૦૦૦)ના ૪૧% વ્યાજની રકમનાં જીવનચરિત્ર, તત્વજ્ઞાન અગર જૈનધર્મનાં પુસ્તકે દર વર્ષે વાર્ષિક ધાર્મિક શ્રેણીમાં પ્રથમ આવનારને ભેટ આપવામાં આવે છે તેને મેળવનાર વિદ્યાર્થીઓ નીચે મુજબ છે –
નામ ૧૯૬૩-૬૪ શ્રી કિરણ જયંતીલાલ પુનમચંદ શાહ
દ્વિતીયા શ્રેણી ૧૯૬૪-૬૫ , કિરણ યંતીલાલ પુનમચંદ શાહ )
વિલાસ બેનડીચંદ શાહ ૧૯૬૫-૬૬ , પ્રફુલ છોટાલાલ શાહ અને તે પ્રથમ શ્રેણી
, કીર્તિકુમાર ધીરજલાલ શાહ ) તૃતીયા શ્રેણી ૧૯૬૬-૬૭ ૪ શીલાંક ચંદુલાલ મહેતા
પ્રથમ શ્રેણી (૧૧) શ્રી શરદૂ-ધીરજ શાહ સ્મૃતિ પારિતોષિક ફંડ તા. ૧૮-૭-૧૯૬૫ના રોજ આકસ્મિક અવસાન પામેલ સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓ શ્રી શરદ્દ કનૈયાલાલ શાહ અને શ્રી ધીરજલાલ દેવચંદ શાહની સ્મૃતિ માટે તેમના મિત્રવર્ગે રૂ. ૧૧૨૫) એકત્રિત કરી તેની વ્યાજની આવક રૂ. ૫૦)ની કિંમતનાં વિજેતાની પસંદગી પ્રમાણેનાં પુસ્તકે બી. એસ.
વર્ષ
શ્રેણી
Page #302
--------------------------------------------------------------------------
________________
વર્ષ
પરિશિષ્ટ
૨૧૫ સી. ડિગ્રી વર્ષની પરીક્ષામાં મુંબઈ વિદ્યાથીગૃહમાંના સર્વોત્તમ ગુણાંક મેળવનાર વિદ્યાર્થીને પારિતેષિક રૂપે આપવાની શરતે સંસ્થાને ભેટ આપતાં વ્યવસ્થાપક સમિતિએ તા. ૧-૩-૧૯૬ના રોજ તેને સ્વીકાર કરેલ છે. તે નીચે મુજબ વિદ્યાર્થીઓએ મેળવ્યું છે –
નામ
પરીક્ષા ૧૯૬૫-૬૬ શ્રી દિનેશ અમૃતલાલ પરીખ
બી. એસ. સી. ૧૯૬૬-૬૭ ઇ મયૂર ધરમદાસ પારેખ
' (૧૨) ઇનામ અનામત ફંડ શેઠ શ્રી સોમચંદ ઉત્તમચંદે આપેલ રૂ. ૨૫૦૦)ના વ્યાજમાંથી દર વર્ષે ધાર્મિક પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને ધાર્મિક અગર નવજીવન ટ્રસ્ટનાં પુસ્તકરૂપે પારિતોષિક આપવામાં આવે છે.
પરિશિષ્ટ-૭
૧૮
વિદ્યાર્થીઓનું વર્ગીકરણ તથા પરીક્ષાના પરિણામેની ટકાવારી વર્ષ લેન પિગ હાફપેઇંગ ટ્રસ્ટ કુલ પરીક્ષા પાસ ટકા
આપી ૧૯૧૫-૧૬ ૧૨ ૭
૧૮ ૧૯૧૬-૧૭ ૧૯૧૭–૧૮ ૧૯૧૮-૧૯ ૧૯૧૦-૨૦ ૧૯૨૦-૨૧ ૧૯૨૧-૨૨ ૧૯૨૨-૨૩ ૧૯૨૩-૨૪ ૧૯૨૪-૨૫ ૧૫૧૬ ૧૯૨૬-૨૭ ૧૯૨૭-૨૮ ૧૯૨૮-૨૯ ૧૯૨૮-૩૦ ૧૯૩૦-૩૧ ૧૯૩૧-૩૨ ૧૯૩૨-૩૩ ૧૯૩૩-૩૪
૧૦૭ ૧૯૩૪-૩૫
૧૧૩
| | | | | | | | | / -
૮ ૮ ૮ ૯ | | | | | | | | | | |
૪૫
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૧૬
-
૮૨
૧૦૧
૧૩૪
૨૩૭
વિદ્યાલયની વિકાસકથા વર્ષ લેન પેઇંગ હાફપેઇગ ટ્રસ્ટ કલ પરીક્ષા પાસ ટકા
આપી ૧૯૩૫-૩૬
૮ ૧૧૩
૬િ૫ ૧૯૩૬-૩૭
A , ૮૦ ૧
ય ૬ ૧૧૧ ૯૫ ૮૫ ૧૩૭–૩૮ ૫ ૧૭ ૧૧ ૫ ૧૦૮ ૭૪ ૭૫ ૧૯૩૮-૩૯
૧૧૭ ७८ ૧૯૩૯-૪૦
૧૧૮ ૧૯૪૦-૪૧
૧૧૫ ૧૯૪૧-૪૨
૧૧૬ ૧૯૪૨-૪૩
૧૨૯ ૮૨ ૧૯૪૩-૪૪
૧૨૭ ૧૦૬ ૧૯૪૪-૪૫ ૧૭૭
૧૬૦ ૧૯૪૫-૪૬ ૧૧૭
૧૮૨ ૧૫૨ ૧૯૪૬-૪૭૨ ૧૩૯
૨૨૪ ૧૭૯ ૧૯૪૭–૪૮૩ ૧૫૧ ૧૯૪૮-૪૯૪ ૧૬૪
૨૩૩ ૧૮૪ ૧૯૪૯-૫૦ ૧૪૪
૧૮૧ ૧૪૭ ૧૯૫૦-૫૧ ૧૧૩
૧૮૩ ૧૫૦ ૧૯૫૧-૫૨
૧૭૯ ૧૮૩ ૧૯૫૨-૫૩ ૭૫
૧૭૩ ૧૯૫૩-૫૪ ૮૨
૧૯૮ ૧૯૫૪–૫૫૫ ૧૦૩
૨૪૧ ૧૯૫૫-૫૬ ૧૪૭ ૧૯૫૬-૫૭ ૧૫૦
૩૩૦ ૧૯૫૭-૫૮ ૧૪૯
૩૩૨ ૩૦૮ ૧૯૫૮-૫૯ ૧૦૮
૩૧૬ ૨૮૯ ૧૯૫૯-૬૦
३०४ ૨૮૧ ૧૯૬૦-૬૧ ૨૫
- ૨૮૨ ૧૯૬૧-૬૨ ૧૦૨
૩૧૩ ૧૯૬૨-૬૩ ૧૧૩
૩૨૮ ૧૯૬૩-૬૪ ૧૦૮ ૭૩
૩૩૨
૩૦૬ ૧. મુંબઈ પરેલમાં શ્રી ગોકળભાઈ મૂળચંદ હોસ્ટેલ સંસ્થાને વાપરવા મળી. ૨. વિદ્યાલયની અમદાવાદ શાખાની શરૂઆત થઈ.
૩. વિદ્યાલયની પૂના શાખાની શરૂઆત થઈ. - ૪, શ્રી ગોકુળભાઈ મૂળચંદ જૈન હોસ્ટેલ પાછી સોંપી દીધી.
૫. વિદ્યાલયની વડોદરા શાખાની શરૂઆત થઈ.
૫
૧૯૫
૨૧૨
૨૮૨
૩૩૨
૨૯૮ ૩૦૫
૨૯૮
૨૯૦
૩૧૫
૫૨
Page #304
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
વર્ષ
૧૯૬૪-૬૫
1૧૫
૧૯૬૫-૬૬
૧૧૮
૧૧૫
૧૯૬-૬૬ 149=¢ & 1
વ
લાન
૧૯૧૫-૪૦ ७८
૧૯૪૦-૪૩ '
૧૯૪૧-૪૨
૪૨૪૩ ૫
૧૯૪૩-૪૪ ૩
૧૯૪૪-૪૫ ૧
૧૯૪૫-૪૬ ૫ ૧૯૪
ગ્
૧૯૭–૪૨ મ
૧૯૪૮-૪૯
1
૧૯-૨ ૪
૧૯૫૦-૫૧ '
૧૯૫૧-૫૨ 1
૧૯૫૨-૫૩
૧૫૩-૫૪
૧૧૪-૫૫
૧૫૫-૧
૧૫-૧૬ ૫
૧૫૮ ૯
૫૬
૫
બી.એ. બી.એસ. બી.કોમ બી.ઈ. એમ.બી.
એલ.એલ.
સી.
ચારે બી.એસ.
બી.
વિષય આયુર્વેદ
૧૮
'
૫
1
પેઇંગ
७
૩
૧૫
દુ
ર
७
૫
૩
91
૭
૪
1.
'
૧
૫
૫
પરિશિષ્ટ-૮
વવાર જુદા ઝુદા વિષયના ગ્રેજ્યુએટા
નોંધ :—પહેલાં પચીસ વર્ષના આંકડા વર્ષવારના બદલે સમુચ્ચયરૂપે આપ્યા છે; તેની વિગતો વિદ્યાલયની પચીસ વર્ષની કાર્યવાહી ના ૧૨ પાના ઉપર છે,
૩૨
પ્
'
ヒ
૧૩
૫
૫
1
હાપેઈંગ
૫
७
૪૫
૪૧
૧૧
૧૨
૩
૫
1
જ્
Τ
1
૫
४७
-
1
૧
૧૨૩
૧૩૧
૧૪૩
૧૫૫
.
૨
૩
૫
૩
ગ્
11
મ
૫
}
७
ヒ
voy
૧
૧
કુલ
૧
૫
ૐ
૧૦
1
૬. વિદ્યાલયની વલ્લભવિદ્યાનગર શાખાની શરૂઆત થઈ.
××
૩૫૮
1
×
બી.બી.એસ. ડિપ્લોમા અન્ય કામ.સી. ટેક. આયુર્વેદ (ટેક્ષટાઇલ)
1
1
ર
૩
1
1
પરીક્ષા
આપી
૧
૩૧૬
૩૪૩
૩૦૮
1
1
1
î
૨૧૭
પાસ કા
{
પ્
1/
1
-
1919
૮૯
૨૪
y r
ર્
울데
૧૪૯
૨૧
૨૫
1.
૨૩
૧૭
૧૯
૩૫
૨૯
३८
૧૯
૨૭
૩૨
૩૧
૧
૫૧
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૧૮
વ
બી.એ. એલ.એલ.
બી.
૧૯૫૮-૫૯ ૐ
૧૯૫૯-૬૦ '
૧૯૬૦-૬૧
૧૯૬૧-૬૨
૧૯૬૨-૬૩ e
૧૯૬૩-૬૪ પ્
૧૯૬૪-૬૫ ૫
૧૯૬૫-૬૬ ૨
૧૯૬૬-૬૭ ७
ન્રુત
વિદ્યાલયની વિકાસકથા
બી.એસ. બી¥ામ બી,ઈ. એમ.બી. બી. બી.એસ. ડિપ્લોમા અન્ય કુલ ચારે બી.એસ. ફાર્મ. સી. ડેટ. વિષય આયુર્વેદ આયુર્વેદ (ટેક્ષટાઈલ)
સી.
૩
૧૯૪૪-૪૫ ૩ ૧૯૪૫-૪૬ ૪ ૧૯૪૬-૪૭ દ
૩
૯
૧૨૪૭–૪૮ ૧૨ ૧૧
૧૯૪૮-૪૯ ૧૦
८
૧૯૪૯-૫૦ ૨૨ ૫ ૧૯૫૦-૫૧ ૧૬ ૧૬ ૧૯૫૧-૧૨ ૧૮ ૧૭ ૧૯૫૨-૫૩ ૨૪
૨૩ ૧૯૫૩-૫૪ ૨૫ ૨૦
૧૯૫૪–૫૫ ૩૨ ૨૬ ૧૯૫૫-૫૬ ૩૯
૩૩
૧૯૫૬-૫૭ ૪૨ ૩૫ ૧૯૫૭-૫૮ ૪૧ ૩૮ ૧૯૫૮-૫૯ ૩૯ ૩૨
૫
૩
૧૧
૧૭
૧૮
૧૫
કુલ ૨૦૨ ૨૨
૫
ગ્
૩
હું
ર
૫
૧૩
૧૬
૨૧
૧૫
૨૪
૩૦
૩૫
૨૯
e
}
ર
૧૪
७
૧૩
૧૪
૧૬
૧
૧૫
૧૧
२०
→
ફ્
૧૩
૧૫
૧૧
૨૪
૨૨૮ ૨૧૩ ૧૯૮ ૧૩
પરિશિષ્ટ—૯
३०
}}
૧૦૦
૧૦૦
૨
૧૫
૧૦૦
↑
૧
૫
૧૧
૩
૮૧ ૪
૯૪
૯૧ ૧
૭૫ ૨
૨ ૧
કન્યાછાત્રાલય : પરીક્ષાનુ પરિણામ, ગ્રેજ્યુએટ વર્ગીકરણ તથા શિષ્યવૃત્તિ
( તા. ૩૧-૫-૬૭ સુધીમાં)
વર્ષ કુલ પરીક્ષા પાસ ટકા બી.એ. બી.ટી . એમ.બી. ડી.એ. શિષ્યવૃત્તિ રકમ એસ.સી. બી.એસ. એસ.એક્.
આપી
જી.એ.
અન્ય
૧
૧૦૦ ૪
9
૯૪
ગ્
3
}
૪
ટ્
}
૪
૧
૧
૧
૧
૧
૧
જ જ
૧
મ
R
૧
૧૯
મ
૩૭
૧
م هي في له همي
૧
૧
૧
४
४
૨
'
૧
૧ ૪૩
૧
૧
૩
૧
× ૪ % જે
પર
પર
ર
ર
७०
૪૧ ૧૨૧૩
૫૫૪
૯૦૦
૨,૯૫૦
૩,૮૫૦
૩,૨૫૦
૩,૨૭૫
૪,૩૦૦
૩,૯૦૦
૪,૫૦
૪,૭૦૦
},૦૦
૭,૪૨૫
૭,૪૨૫
},૨૨૫
૫,૭૦૦
Page #306
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટા
વ કુલ પરીક્ષા
આપી
૧૯૫૯-૬૦ ૪૭ ૪૬
૧૯૬૦-૬૧ ૫૫ ૪૬
૧૯૬૧-૬૨ ૬૬ ૧૩
૧૯૬૨-૬૩ ૬૪ ૪૬
૧૯૬૩-૬૪ ૬૩ ૧૭
૧૯૬૪-૬૫ ૬૭ ૬૦
૧૯૬૫-૬} }} ૧૬ ૧૯૬૬-૬૭ ૭૯ દર
૪૪
૪૪
૫૩
४०
૫૧
૫૭
*૪૭
१७
૫
}
७
""
પાસ ટકા બી.એ.
જી.એ.
"">
૯
૩
૯૬ ૪
૧૦૦ ૪
८७ '
८८ ४
૫ ૪
૧
૨૧૯
બી.ટી બી. એમ.બી. ડી.એ. શિષ્યવૃત્તિ રકમ એસ.સી. બી.એસ. એસ.એસ.
અન્ય
૩ શ્રી ચંદુલાલ નાનચંદ શાહ
૪ જેઠાલાલ માનસિંગ દામાણી
33
૧
૧
૪
*
૩
""
૮૪
૯૭
કુલ ૪૮
४ ૧૩
૨૬
૧૨ ૧,૫૮,૬૫૪
નોંધ-૧૯૬૫-૬૬ સુધીમાં જુદા જુદા વિષયામાં ૧૦૩ બહેને ગ્રેજ્યુએટ થઈ હતી. સને ૧૯૬૬-૬૭ દરમ્યાન ૨૧ બહેના ગ્રેજ્યુએટ થતાં ગ્રેજ્યુએટ થનાર બહેનેાની કુલ સંખ્યા ૧૨૪ની થાય છે. ૨૧નું વર્ગીકરણ અહીં આપી શકાયું નથી.
પરિશિષ્ટ-૧૦
શ્રી મહાવીર લેાન ફંડ
સને ૧૯૨૦-૨૧માં બાપુસાહેબ શ્રી જીવનલાલ પન્નાલાલ તરફી રૂ।. ૭૫૦૦) ઉપરાક્ત કુંડ માટે ભેટ મળ્યા, જેનેા ઉદ્દેશ પરદેશ અભ્યાસ કરવા જનાર વિદ્યાર્થીને પૂરક સહાય આપવાનેા હતેા. પાછળથી તેમણે બીન્ન રૂા. ૧૫૦૦) ઉમેરી રૂા. ૯૦૦૦)નું' કુંડ કર્યું. શેઠ શ્રી મણીભાઈ ગેાકળદાસ મૂળચ ંદે રૂા ૨૦૦૦) ભેટ આપ્યા. કુલ રકમ રૂા. ૧૧૦૦૦)ની થઈ.
કૂંડને લાભ લેનાર વિદ્યાર્થી એ નીચે મુજબ છેઃ—
૧ શ્રી પ્યારેલાલ જૈન
૨ હૈં।. નગીનદાસ જગજીવનદાસ શાહ.
'
""
૯ ડૅૉ. બાબુલાલ કેસરીચંદજી શરાફ્
૧૦ શ્રી રાહિતકુમાર જીવણલાલ પારેખ
૧૧ શાંતિલાલ દેવજીભાઈ શાહ
જશવંતસિંહજી લેાઢા ચદ્રકાન્ત મણિલાલ પટેલ
શાંતિલાલ જયંતીલાલ શાહ
રજનીકાંત કચરસિંગ ગાંધી.
મ
૧
૪
૧
ર
ર
૧
૧
૧
},૯૫૦
૮,૨૫૦
૧૧,૮૦૦
૧૧,૪૨૫
૧૧,૧૨૫
૧૧,૫૭૫
૧૪,૪૦૦
૧૭,૪૦૦
૧૨ મધુસૂદન હિંમતલાલ કામદાર
આ બાર વિદ્યાર્થીઓમાંથી પહેલા વિદ્યાર્થી શ્રી પ્યારેલાલ જૈન સિવાય બધાની લેાન પાછી
આવી ગઈ છે; અને પ્યારેલાલજી પાસે રૂા. ૮૦૦૦) લેણા બાકી છે.
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૨૦
પરિશિષ્ટ-૧૧
શ્રી દેવકરણ મુળજી પરદેશ અભ્યાસ ફંડ.
સૌરાષ્ટ્રના વીસા શ્રીમાળી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન વિદ્યાર્થીઓને પરદેશ અભ્યાસ માટે પૂરક રકમની સહાય રૂપ લેાન આપવાના પ્રારંભ ૧૯૬૪માં કર્યા. તા. ૩૧-૫-૧૯૬૭ સુધીમાં રૂા. ૧૨૫૦૦)ની નીચે મુજબ સહાય આપવામાં આવી છેઃ
૧. શ્રી. અનાપદ રતિલાલ વાર
2. અજિતકુમાર હિંમતલાલ શાહ
વીરેન્દ્રકુમાર નગીનદાસ મહેતા
૪. હુકુમાર રસિકલાલ દોશી
૫.
અનિલકુમાર શાંતિલાલ મહેતા મહેશચંદ્ર હિંમતલાલ વેારા કિરણકુભાર કપુરચંદ શાહ દિનેશ અમૃતલાલ પરીખ
*+
*+૧૯૨૬-૨૯
*+૧૯૨૯-૩૦
.
'
""
22
'',.
૪૦૦૦
7.
४०००
૩૦૦૦
27
૯. હરકીશન મણીલાલ વો આમાંથી શ્રી અને પચંદ રતિલાલ વેરાએ પાતાની લોન ચૂકતે કરી છે; અને શ્રી અજિતકુમાર હિંમતલાલ શાહે રૂ।. ૧,૨૫૦ પાછા મોકલાવેલ છે.
27
ૉ. ૧૯૨૫–૨ ૬ શ્રી.
23
'
""
''
વ
નામ
+૧૯૧૫-૧૮ શ્રી. છોટાલાલ વમચંદ શ્રોફ બી. એ.
+૧૯૧૮-૧૯ સાંકળચંદ જેઠાલાલ શાહ. બી. એ., એલએલ. બી. છગનલાલ નાનચંદ શાહ બી. કોમ.
+૧૯૧૯-૨૧
*+૧૯૨૧-૨૩ ગોવિંદલાલ ઊજમશી શાહ બી. એ, એલએલ. બી. *+૧૯૨૩-૨૪ ચીમનલાલ સોમચંદ શાહ બી. એ.
*+૧૯૨૪-૨૫
ચીમનલાલ સેમદ શાહ બી. એ.
તથા
નગીનદાસ દોલતરામ શાહ (તા. ૨૧–૪–૨૬ સુધી )
વલ્લભદાસ માણેકલાલ પરીખ બી. એ. ( તા.૩૦-૧૧-૨૬ સુધી ) ડૅા. નગીનદાસ જગજ્વનદાસ શાહ પીએચ. ડી.
નગીનદાસ જગજ્વનદાસ શાહ પીએચ. ડી.
નગીનદાસ જગવનદાસ શાહ પીએચ. ડી.
,,
શ્રી. હિ`મતલાલ શામળદાસ દેશી બી. એસસી.
33
22
વિદ્યાલયની વિકાસકથા
પરિશિષ્ટ-૧૨ ગૃહપતિએ
મુખ
રૂા. ૨૫૦૦
૨૫૦૦
૨૫૦૦
૨૫૦૦
૨૫૦૦
४०००
૧. જે નામેા આગળ કૂદડીનુ નિશાન મૂક્યું છે તે વિદ્યાલયના જૂના વિદ્યાર્થી એ છે; અને જે નામેા આગળ ચોકડીનું નિશાન છે તેમની સેવાએ માનદ ( વેતન વગરની ) છે.
Page #308
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
વ
*
*
*
*
*
નામ ૧૯૩૦-૩૨ શ્રી હરિલાલ શિવલાલ શાહ બી. એ., બી. ટી. ૧૯૩૨-૩૩ ,, મોહનલાલ હીરાચંદ શાહ (૩ માસ સુધી )
, દલપતલાલ વિઠ્ઠલદાસ મહેતા ૧૯૩૩-૩૪ ,, દલપતલાલ વિઠ્ઠલદાસ મહેતા *+૧૯૩૪-૩૫ વીરચંદ મેળાપચંદ શાહ બાર-એટ-લે
વીરચંદ મેળાપચંદ શાહ બાર-એટ-લે , દલપતલાલ વિઠ્ઠલદાસ મહેતા
અંબાલાલ ચતુરભાઈ શાહ બી. એ. *૧૯૩૫-૩૭ અંબાલાલ ચતુરભાઈ શાહ બી. એ. ૧૯૩૭-૪૬ કાંતિલાલ ડાહ્યાભાઈ કેરા એમ. એફ ડી. એલ. (સને ૧૯૪૬ થી મહામાત્ર) ૧૯૪૬-૧૭ ચીનુભાઈ અમૃતલાલ શાહ, બી. એ. ૧૯૪૭-૪૮ કાંતિલાલ જગજીવનદાસ દેશી એમ. એ. ૧૯૪૮-૪૯ પાશવીર રૂપશી મોતા ( ત્રણ માસ )
ભોગીલાલ છોટાલાલ કોઠારી એમ. એ. ૧૯૪૯-૫૦ ભોગીલાલ છોટાલાલ કેકારી એમ. એ. -૧૯૫૦-૫૧ નવીનચંદ્ર હિંમતલાલ શાહ બી. એ. ૧૯૫૧–૫૩ , ભોગીલાલ છોટાલાલ કોઠારી એમ. એ. +૧૯૫૩-૬૩ ,, કાંતિલાલ મણીલાલ કાપડીઆ બી, કેમ, બી.એ., એલએલ, બી. :૪+૧૯૬૩-૬૪ શ્રી. અરવિંદ આશારામ શાહ એમ. એસસી. ક+૧૯૬૪ થી , કેશવલાલ ચુનીલાલ શેઠ બી. એ.
શ્રી ગોકુળચંદ મુળચંદ હોસ્ટેલ મુંબઈ મોહનલાલ દલાભાઈ શાહ બી. એ. (ઓનર્સ)
બિપિનચંદ્ર હીરાલાલ કાપડીઆ. પીએચ. ડી. ૧૯૪૬-૪૭ , મનસુખલાલ અમૃતલાલ દોશી, એમ. એ. (ઓનર્સ) *૧૯૪૭-૪૮ , કાંતિલાલ જગજીવનદાસ દેશી એમ. એ. ૧૯૪૮-૪૯ ,, ભોગીલાલ છોટાલાલ જેઠારી એમ. એ. (શાખા બંધ થઈ
અમદાવાદ શાખા (૧૯૪૬ થી) ૧૯૪૬-૫૧ - ચિનુભાઈ નગીનદાસ ડોકટર બી. એ., બી. કેમ, એલએલ. બે
૧૯૫૧-૫૪ , કાંતિલાલ ગિરધરલાલ શાહ ૪+૧૯૫૪-૬૧ , સજજનસિંહ નાથુસિંહ મહેતા બી. કોમ ૧૯૬૧-૬૨ ,, જયંતીલાલ અંબાલાલ શાહ બી. એ. ૧૯૬૨ થી , દામુભાઈ ન ગાંધી એમ. એ., એલએલ. બી.
પૂના શાખા (૧૯૪૭ થી) *૧૯૪૬-૪૭ ,, હરખચંદ હેમચંદ શાહ એમ. એ., બી. ટી.
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૨૨
૧૯૪૭-૪૮ શ્રી શાંતિલાલ શાહ
૧૯૪૮-૫૦
*+૧૯૫૦-૫૮ ચંદ્રકાંત વીરચંદ પટણી એમ. એ., એલએલ. બી. ૧૯૫૮-૬૦ શાંતિલાલ ખેમચંદ શાહ એમ. એ.
*૧૯૬૦-૬૧ અશે!ક મણીલાલ કાહારી
૧૯૬૭ ૬૮
૧૯૬૧-૬૨ હરિભાઈ એન. પટેલ
૧૯૬૨ થી
,,
"}
31.
શ્રી.
""
""
22
"3
પંડિત શ્રી વ્રજલાલજી
પંડિત દરબારીલાલજી.
""
"3
23
""
??
પંડિત નાગેશજી.
પંડિત ભગવાનદાસ હરખચંદ
""
પંડિત ,,
પંડિત મહેન્દ્રકુમાર
વાદરાની શાખા ( ૧૯૫૪થી)
મોહનલાલ નગીનદાસ શાહ
હસમુખભાઈ સી. શાહ, એમ, એસસી.
પરિશિષ્ટ ૧૩
ધાર્મિક શિક્ષક
શ્રી બિપિનચંદ્ર જી. ઝવેરી.
વલ્લભવિદ્યાનગર શાખા (૧૯૬૭ થી )
અત્યાર સુધીમાં નીચે મુજબ વિદ્વાનાએ મુંબઈમાં તેમ જ શાખાઓમાં ધાર્મિક શિક્ષકની કામગીરી મજાવી છે.—
મુંબઈ
ખુશાલદાસ જગજીવનદાસ
..
31.
ઇન્દ્રચંદ્રશાસ્ત્રી
પતિ શ્રી ઈશ્વરચન્દ્રજી
નગીનદાસ મ. મહેતા શાન્તિલાલ મણિલાલ વારા
મેાહનલાલ ઢોલાજી શાહે
બિપિનચંદ્ર હીરાલાલ કાપડિયા
નવીનચંદ્ર અ. દોશી
વિજયમૂર્તિ જૈન
અત્યારે
શ્રો
નવીનચંદ્ર અ. દાશી
મુંબઈ ગોકુળદાસ મૂળચંદ જૈન હોસ્ટેલ શ્રી મેાહનલાલ દાલાજી શાહુ
મુંબઈ
ૐૉ. બિપિનચ`દ્ર હીરાલાલ કાપડિયા
શ્રી નવીનચંદ્ર અ. દેશી
અમદાવાદ શાખા
પંડિત શ્રી એચરદાસ જીવરાજ દેશી પદ્માનાભજી ની
શ્રી
રતિલાલ દીપચંદ દેસાઈ
,,
પ્રે.
શ્રી
શ્રી
વિદ્યાલયની વિકાસકથા
અત્યારે— ડા. શ્રી નગીનદાસ જે. શાહ
""
""
23
વી. એમ. શાહ
શાન્તિલાલ મ. વેરા
પૂના શાખા
શાંતિલાલ પાનાચંદ શાહ
સુમતિલાલ શાહ
ચંદ્રકાન્ત વીરચંદ પાણી
શાંતિલાલ કે. શાહ
વાદરા
પડિત શ્રી લાલચંદ્ર ભગવાન ગાંધી
( શરૂથી તે અત્યાર સુધી ચાલુ)
Page #310
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
શ્રી કેશવલાલ પ્રેમચંદ મેાદી
સુરચંદ પુ. બદામી
23
પતિ શ્રો બેચરદાસ જીવરાજ દોશી
શ્રી ઉમેદચંદ ડી. બરેડીઆ
""
39
""
33
પાનાચંદ ખુશાલ
,,
,, પ્રસન્નમુખ સુ. બદામી
પંડિત શ્રી સુખલાલજી
"3
પરિશિષ્ટ-૧૪
ધાર્મિક પરીક્ષકા
( મુંબઈ તેમ જ શાખામાં જુદા જુદા માં ધામિક પરીક્ષક તરીકે સેવા આપનાર વિદ્વાનેાની યાદી)
પ્રેા. એચ. ડી. વેલનકર
પ્રો. એ. એન. ઉપાધ્યે (કાલ્હાપુર કૉલેજ)
પ્રેા. જગદીશચદ્ર જૈન
કુંવરજી આણંદજી
મેાહનલાલ ૬. દેસાઈ
પ્રો. વ્રજલાલ મેાહનલાલ શાહ
શ્રી સૌભાગ્યચંદ ઉ. દોશી
*તેહચંદ ઝવેરભાઈ
ચીમનલાલ જે. શાહ
ચુનીલાલ મૂળચંદ કાપડિયા
મેાહનલાલ ભ. ઝવેરી
,,
.
૫. ભગવાનદાસ હરખચંદ
૫. દલસુખભાઈ માલવણિયા
શ્રી ચંપકલાલ ડી. શાહ
ૐ. જ્યંતીલાલ સુ. બદામી ૐ।. ભગવાનદાસ મ. મહેતા
શ્રી નગીનદાસ મ. મહેતા
મેાહનલાલ દી. ચેાકસી
..
""
ખુશાલદાસ જગજીવનદાસ
>>
પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી
શ્રી રમણીકલાલ મ. મેાદી
નટવરલાલ કે. શાહ
મેાહનલાલ દેલાજી શાહે
આચાર્ય' શ્રી વિજયકસ્તૂરસૂરિજી શ્રી બિપિનચંદ્ર જી. ઝવેરી
શ્રી શાન્તિલાલ મણીલાલ વેરા ૐ. અમૃતલાલ ગેપાણી પંડિત શ્રી રત્નેશજી
શ્રી નવીનચંદ્ર અ. દેશી.
» રમણલાલ સી. કાહારી
'બાલાલ ચતુરભાઈ
..
39
,, માવજી દામજી શાહ હીરાલાલ દેવચંદ શાહ પંડિત શ્રી:શ્વિચંદ્રજી ડૉ. જિતેન્દ્ર જેટલી
શ્રી જસુભાઈ મણીલાલ શાહ
વસતલાલ ખી. કાપડિયા
33
પૂજ્ય મુનિશ્રી યાનવિજયજી
શ્રી કેશરીચંદ તેમચંદ શાહ
કાન્તિલાલ મણિલાલ કાપડિયા
,,
પૂજ્ય પં. શ્રી રમણીકવિજયજી,
શ્રી ચુનીલાલ બાબરભાઈ શાહ
,, પ્રવીણચંદ્ર જયંતીલાલ શાહ પૂજ્ય આચાર્ય શ્રી વિજયવિકાસસૂરિજી પૂજ્ય પં. શ્રી દર્શીનવિજયજી ગણી શ્રી અંબાલાલ નગીનદાસ શાહ પડિત શ્રી અમૃતલાલ મેાહનલાલ શ્રી શાંતિલાલ છેટાલાલ શાહ
લાલચંદ કે. શાહ
""
૫. શ્રી
શ્રી શાન્તિલાલ નગીનદાસ શાહ
બાલાલ પ્રેમચંદ શાહ
""
રતિલાલ દીપચંદ દેસાઈ ડૅા. ઇંદુકલાબેન ઝવેરી
રર૩
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૨૪
વિદ્યાલયની વિકાસકથા પરિશિષ્ટ-૧૫ શાખા સમિતિના પૂર્વ તથા ચાલુ સભ્ય તેમ જ
શાખા વિદ્યાથી ગ્રહોની સંપકસમિતિ અમદાવાદ શાખા સમિતિ
વડોદરા શાખા સમિતિ પૂર્વ સળે.
પૂર્વ સભ્યો શ્રી લાલભાઈ ચીમનલાલ શાહ ,, ધીરજલાલ ધનજીભાઈ શાહ
શ્રી છગનલાલ લક્ષ્મીચંદ શાહ ડે. સભાગચંદ ભોળાભાઈ શાહ
, વાડીલાલ મગનલાલ વૈદ્ય , નરોત્તમદાસ કેશવલાલ ઝવેરી
,, લાલચંદ નંદલાલ વકીલ ,, લાલભાઈ ઉમેદચંદ લટ્ટા
, શાંતિલાલ ન્યાલચંદ ગાંધી છો. સાંકળચંદ એન. શાહ
, રસિકલાલ દલસુખભાઈ શાહ ચાલુ સભ્યો
, નાગકુમાર ના. મકાતી શ્રી શાંતિલાલ પુંજાભાઈ શાહ ,, લાલભાઈ લલ્લુભાઈ પરીખ
ચાલુ સભ્યો , ચંદુલાલ ઉમેદચંદ શાહ
શ્રી જમનાદાસ કાળીદાસ ઝવેરી , કનુભાઈ લલ્લુભાઈ મહેતા
,, ચીમનલાલ છગનલાલ શાહ ડો. જયંતીલાલ જગજીવનદાસ વોરા
લાલચંદ ભાઈલાલ શાહ શ્રી હરિલાલ રવચંદ શાહ (મંત્રી).
, કાન્તિલાલ ચીમનલાલ શાહ ,, કચરાભાઈ નાથાલાલ શાહ (મંત્રી)
જશુભાઈ મ. શાહ (મંત્રી) પૂના શાખા સમિતિ
,, રસિકલાલ છગનલાલ શાહ (મંત્રી) પૂર્વ સભ્ય
શાખા વિદ્યાથી ગ્રહોની સંપર્ક સમિતિ શ્રી વિનાયક કુંવરજી શાહ
શ્રી પ્રાણલાલ કાનજીભાઈ દોશી ચાલુ સભ્યો
, રમણલાલ નગીનદાસ પરીખ શ્રી કાંતિલાલ ગગલભાઈ
,, મગનલાલ ભગવાનજી શાહ ,, મણીલાલ માણેકચંદ
,, રતિલાલ ચીમનલાલ કોઠારી કેસરીચંદ જવારમલ લલવાણી
, પ્રવીણચંદ્ર હેમચંદ કાપડિયા કાન્તિલાલ મગનલાલ પારેખ
જયંતીલાલ રતનચંદ શાહ ,, ચતુરદાસ મણીલાલ શાહ
,, મનુભાઈ ગુલાબચંદ કાપડિયા પોપટલાલ રામચંદ્ર શાહ (મંત્રી)
, ચંદુલાલ વર્ધમાન શાહ
Page #312
--------------------------------------------------------------------------
________________
ખંડ બીજે
લોકાપયોગી સાહિત્ય
版
Page #313
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય એટલું ઉપયેાગી અને કલ્યાણકારી છે કે એ જૈન–અજૈન બધાની પાસે પહેાંચે એવા પ્રયત્ન થવા જોઈ એ. આજે વિશ્વશાંતિને માટે જૈન સિદ્ધાંતાના પ્રચારની ખૂબ જરૂર છે. પૂ. આ. વિજયવલ્લભસૂરિજી
ભાવનગર : વિ. સં. ૨૦૦૮, માગસર સુદિ ૭ શ્રી આત્મકાંતિ જ્ઞાનમંદિરના ઉદ્ઘાટન પ્રસંગે
Ø
ગુજરાતી જૈન સાહિત્યને જોઈ એ એટલું પ્રાત્સાહન મળેલ નથી. આ દિશામાં વિશાળ યેાજના રૂપે નહીં પણ સારી ગતિએ વ્યવસ્થિતપણે પગરણ મૂકવાની જરૂર છે.
શ્રી મેાતીચ'દ ગિ. કાપડિયા
સુ*બઈ : તા. ૨૦-૩-૧૯૪૯ : સન્માન સમારભ પ્રસંગે
Page #314
--------------------------------------------------------------------------
________________
કલ્યાણલક્ષી વિચાર
લેખક : પૂજ્ય મુનિરાજ શ્રી ન્યાયવિજયજી, ન્યાયવિશારદ, ન્યાયતી
શાસથી સીધા અનુભવ સર્જાતા નથી, પણ શાસ્ત્રોપદેશના યાગ્ય પરિશીલન ખાદ મુમુક્ષુ જ્યારે અન્તયેંગની સાધનાનો માર્ગ ગ્રહણ કરે છે ત્યારે એ સાધનાના વિકાસમાંથી, શાસ્ત્રોથી ન મેળવી શકાય એવા અનુભવ તેને પ્રાપ્ત થાય છે. આ પ્રકારના ઉજજવળ અનુભવમાંથી સર્જાતુ શાસ્ત્ર યથા અને શ્રેયસ્કર હાય છે. આમ અનુભવનું સ્થાન ખહુ ઊંચું છે, શાસ્ત્રની ભૂમિથી બહુ ઊંચે છે.
દુનિયામાં શાસ્ત્રાના પ્રવાહેા કેટલી બધી ભિન્ન ભિન્ન વિચારધારાએમાં વહી રહ્યા છે! એમના ( શાશ્ત્રાના) પ્રણેતા ઋષિએ સમાન ભૂમિકાના નથી. તે બધાની આંતરિક નિ લતા તથા સમતા સરખી નથી. શાસ્ત્રવિદ્યાના મહારથી મહાપુરુષ આચાર્યાં વચ્ચે કેટલા અને કેવા મતભેદો જોવામાં આવે છે! અને સ્વમન્તવ્ય વિષે સમતુલા ન રહેતાં તેના પ્રતિપાદનમાં આવેશને વશ થયેલા પણ જોઈ શકાય છે. ઋિષએ અને આચાર્યોના પરસ્પર ખંડનમંડનથી ભરેલાં શાસ્ત્રા કઈ ઓછાં છે ? આ પ્રકારના વિકટ વાવંટોળથી મૂંઝાઈ અખા ભગત ખેલી ગયા કે
“ અખા કહે અધારા કૂવા, ઝધડા ચુકાવી કાર્ડ ન મુઓ.
કહેવાની મતલબ એ છે કે શાસ્ત્રમેહે શાસ્ત્રના પૂજક ન થતાં પેાતાની પ્રજ્ઞારૂપ પ્રદીપને સાથે રાખી શાસ્ત્રવિહાર કરવામાં ક્ષેમકુશલ છે. દરેક સમજદારે કોઈ પણ શાસ્ત્ર-જળ ચા ઉપદેશ-જળને પેાતાની સ્વસ્થ બુદ્ધિરૂપ ગળણાથી ગાળીને જ લેવામાં ડહાપણ છે. શાશ્ત્રારૂપ સમુદ્રમાંથી “ મરજીવા ” થઈ મેાતી કાઢવાનાં છેઃ એ રીતે શાશ્ત્રાથી કામ લેવાનું છે; પણ ડૂબી મરવા માટે કોઈ એક શાસ્ત્રને કૂવે બનાવવાનુ` નથી.
આ, પારમ શાસ્ત્રામાં જ્ઞાનસમ્પત્તિ તથા પવિત્ર વિચારસમ્પત્તિ ઘણી ભરી છે. છતાં શાસ્ત્રા લાંખ ભૂતકાળના ઝંઝાવાતામાંથી પસાર થઈ આવ્યાં છે એ વસ્તુ પણુ, શાસ્ત્રાના અવલેાકનમાં પેાતાની સહજ તટસ્થ બુદ્ધિના ઉપયાગને સાથે રાખવાની આવ શ્યકતા સૂચવે છે. કેરું “ ખાખાવાકથં પ્રમાણું ” ન ચાલે.
""
Page #315
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ આજના પ્રતિભાશાલી પ્રાના વિચારે શાસ્ત્ર પરંપરાથી વિરુદ્ધ જણાતા હોય તોયે તેથી ન ભડકતાં તે વિચારેને સમતાથી વિચારવા ઘટે; અને, ઠીક લાગે છે, સત્યશોધકની હેસિયતથી તે વિચારોને પોતાની વિચારપૂજીમાં ભેળવવા ઘટે. કોઈના પણ વિચાર એટલે અંશે યુક્ત–ઉપયુક્ત લાગતા હોય તેટલે અંશે તેમની કદર કરવી ઘટે. એ સત્યપૂજા યા જ્ઞાનપૂજાનું પ્રશસ્ત લક્ષણ છે.
સત્યને માટે શાસ્ત્ર છે, પણ શાસ્ત્રને માટે સત્ય નથી. જે સત્ય છે, જે વિચારપૂત અથવા બુદ્ધિપૂત છે, યુક્તિસિદ્ધ અને હિતાવહ છે તેને શાસ્ત્ર ઉથલાવી શકે નહિ; ઉથલાવવા જાય તે તે પિતે જ ઊથલી પડે. જે બુદ્ધિથી અગમ્ય-બુદ્ધિની પહેરાની બહારહોય તેની સામે તો વિરોધ કરવાની શક્યતા જ ક્યાં છે? તેવી બાબતમાં ગમ ન પડે તેયે ચુપકી જ રાખવી પડે. પરંતુ બુદ્ધિવિરુદ્ધ હોય (બુદ્ધિ વાંધો ઉઠાવે) એવું, લોકહિતવિરુદ્ધ હોય એવું તત્ત્વ શાસ્ત્રથી (શાસ્ત્ર કહે છે માટે) માની લેવાય નહિ. બૃહસ્પતિ સ્મૃતિમાં કહ્યું છે :
केवलं शास्त्रमाश्रित्य न कर्तव्यो विनिर्णयः ।
युक्तिहीनविचारे तु धर्महानिः प्रजायते ॥ અર્થાત કેવળ શાસ્ત્રને આધાર લઈ નિર્ણય કરી શકાય નહિ; કેમકે જે વિચાર યુતિવિરુદ્ધ હોય તેને અનુસરવાથી ધર્મની હાનિ થાય છે.
અહીં પ્રસંગોપાત્ત જણાવવું જોઈએ કે કુલાચારથી પણ સારું આચરણ કે સારાં કામ થાય તે પ્રશંસનીય છે, પણ સમજબુદ્ધિથી જે સત્કર્મ થાય તેની મજા એક ઔર છે. કુલાચારથી જે જૈન, બૌદ્ધ યા વૈષ્ણવ છે તેની એટલી મહત્તા નથી, પણ જે સમજપૂર્વક જેન, બૌદ્ધ યા વૈષ્ણવ છે, અર્થાત્ જૈનત્વ, બૌદ્ધત્વ યા વૈષ્ણવત્વના વિશુદ્ધ આદર્શ મુજબ જે જૈન, બૌદ્ધ યા વૈષ્ણવ છે તે જ ખરો જૈન, બૌદ્ધ યા વૈષ્ણવ છે; કેમકે જે સમજપૂર્વક સન્માર્ગની દીક્ષા અંગીકાર કરે છે તે એ માર્ગની પરંપરામાં કસ્તર–કચરા જેવું જે આવી પડેલું હોય તેને ખસેડવાને વિવેક પણ દાખવે છે. એવા વિવેકથી તે અસત્ તત્વને દૂર કરી પિતાના જીવનવિકાસના સાધન સાથે આમજનતા આગળ પણ એક સ્વચ્છ જ્ઞાનમાર્ગ રજૂ કરે છે.
જૈન, બૌદ્ધ, વૈષ્ણવ વગેરે સંકુચિત મનોવૃત્તિના હોય તે જ એકબીજાથી અલગજુદા જુદા માર્ગગામી–બને છે, પણ જે વિવેક દષ્ટિસમ્પન્ન અને સાચી કલ્યાણ કામનાવાળા હોય તો તેઓ, સામ્પ્રદાયિક નામ જુદાં જુદાં ધરાવવા છતાં, વસ્તુતઃ એક જ કલ્યાણ માર્ગ પર વિહરનારા હોય છે. આવા સમભાવી, શુદ્ધ જિજ્ઞાસુ, ગુણપૂજક સજજને ખરેખર, એક જ માર્ગને સહપ્રવાસી છે.
વૈષ્ણવ જન તે તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે.” –એ ભજન, જે દેશભરમાં પ્રસિદ્ધ છે, તેમાં બતાવેલા નૈતિક સગુણ જેમ વૈષ્ણવ થવા માટે આવશ્યક છે, તેમ બૌદ્ધ કે જેન થવા માટે પણ આવશ્યક છે. અતઃ એ સગુણને ધારણ કરવા એ જ જે સાચું વૈષ્ણવથવાપણું, બૌદ્ધથવાપણું અથવા જૈનથવાપણું
Page #316
--------------------------------------------------------------------------
________________
કે
મુ. શ્રી. ન્યાયવિજયજી કલ્યાણલક્ષી વિચાર હોય તો વૈષ્ણવપણું, બૌદ્ધપણું અને જૈનપણું એ જુદી વસ્તુઓ રહેતી નથી, એ એક જ વસ્તુ બની જાય છે. જેમ જલ, વારિ, પાણી, નીર શબ્દો એક જ વસ્તુના બોધક હોઈ જલ, વારિ, પાણી, નીર એક જ વસ્તુ છે, તેમ વૈષ્ણવ, બૌદ્ધ, જૈન * એક જ વસ્તુના બેધક હોઈ એક જ વસ્તુ છે.
જગતમાં દાર્શનિક મન્ત હમેશાં જુદાં જુદાં જ રહેવાનાં, તેમ જ ક્રિયાકાંડની પ્રણાલીઓ પણ જુદી જુદી જ રહેવાની.
હવે અહીં એ સમજી લેવાની જરૂર છે કે દાર્શનિક મન્તવ્ય અને ક્રિયાકાંડની જુદાઈને લીધે ધર્મમાં જુદાઈ આવી શકતી નથી. હજારો માણસમાં દાર્શનિક માન્યતાઓ અને ક્રિયાકાંડની રીતિ-પદ્ધતિઓ એકબીજાથી જુદી જુદી હોવા છતાંય જો એ બધા સત્ય-અહિંસારૂપ એક ધર્મમાં માનનાર હોય તો તેઓ એક ધર્મના ગણાવા યેગ્ય છે.
એ વાત સ્પષ્ટ છે કે ધાર્મિકતાનું માપ ધર્મથી (જીવન ધર્મના નિર્મળ રંગે જેટલું રંગાયું હોય તે પરથી) થાય, દાર્શનિક પટુતાથી કે ક્રિયાકાંડના બાહ્ય આચરણ પરથી નહિ. તેમ જ એ પણ ખુલ્લું છે કે જીવનને ઉદ્ધાર એકમાત્ર ધર્મથી (અહિંસા-સત્યરૂપ ધર્મના પાલનથી) છે, કોરાં દાર્શનિક મન્તવ્યના સ્વીકરણથી કે કેરે ક્રિયાકાંડથી નહિ. આમ છતાં ભિન્ન ભિન્ન પ્રકારના દાર્શનિક વાદે પૈકી કઈ પણ વાદ કોઈ માણસની પવિત્ર ધર્મસાધનામાં સહારો આપનાર બને અને કઈ પદ્ધતિનું કિયાકાંડ એની પવિત્ર ધર્મસાધનામાં ઉલ્લાસ પૂરનાર બને તો તે માણસ માટે તે બન્ને (તે વાદ અને તે ક્રિયાકાંડ) શ્રેયસ્કર બની જાય છે.
આમ, ધર્મ એ મુદ્દાની વસ્તુ છે, અને દાર્શનિક મતવાદ તથા ક્રિયાકાંડનું સૌષ્ઠવ ધર્મપાલનમાં ઉપગી અથવા સહાયક થવામાં જ રહેલું છે. જેની પવિત્ર ધર્મસાધનામાં જે તત્ત્વવાદ અને જે પ્રકારનું ક્રિયાકાંડ સહારો આપે તે તેને માટે અમૃતરૂપ. અતઃ દાર્શનિક મન્તવ્યની વિશેષતા કે ક્રિયાકાંડની ભિન્ન ભિન્ન પ્રણાલીઓ ઉપરથી ધર્મ જુદા જુદા માની લેવાની દષ્ટિ ખોટી હાઈ દૂર કરવી જોઈએ, અને અહિંસા-સત્યના સન્માર્ગમાં ધર્મ માનનારા બધા–ચાહે એ લાખો હોય કે કરોડો–એક ધર્મના છે, સાધમિક છે એમ સમજવું જોઈએ.
જીવનનું કલ્યાણ શાસ્ત્રજ્ઞાનની વિશાળતા કે અધિકતા ઉપર અવલંબિત નથી, પણ તત્ત્વભૂત સમજણનો દઢ રીતે અમલ કરવામાં છે. જાડી બુદ્ધિના પણ માણસ અનીતિઅન્યાય તથા રાગ-રોષ ન કરવાની શિખામણને જીવનમાં ઉતારી ઝપાટામાં તરી ગયા છે, જ્યારે મોટા મોટા પંડિતે, શાસ્ત્રીઓ કે ફિલસૂફે તત્વદષ્ટિને સ્પર્શવામાં અસમર્થ રહી ભવસાગરમાં ડૂબેલા રહે છે.
મારું તે સાચું એમ નહિ, પણ સાચું તે મારું” એમ બોલવામાં ઘણાખરા ચતુરાઈ વાપરે છે, પણ વર્તાવામાં તેઓ પક્ષમેહથી ખેંચાઈ જાય છે અને સાચું શું છે, ક્યાં છે એને વિચાર કરવાને થોભતા નથી, અને પિતાનું તે સાચું અને બીજાનું તે હું
* વૈષ્ણવ, બૌદ્ધ, જૈનની જેમ અન્ય સમ્પ્રદાયાનુયાયી ધાર્મિક પણ લેવા.
Page #317
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ એવા મનોબદ્ધ પૂર્વગ્રહથી દેરવાઈ બીજાને મિથ્યાત્વી, કુસંગી, નાસ્તિક, કાફર એવાં એવાં ઉપનામથી નવાજે છે. પરંતુ આમાં વિવેકદ્રષ્ટિની મોટી ખામી દેખાઈ આવે છે.
જેમને આપણે આપ્તપુરુષ માન્યા તેમના વિશે આપણને શ્રદ્ધાળુભાવ હેય એ સ્વાભાવિક છે, પરંતુ તે શ્રદ્ધા અંધશ્રદ્ધા ન હોવી જોઈએ. સ્થાને પડેલી હોય તોયે વિધેકવિચારના પાયાવાળી ન હોય તો તે જાગ્રત અને અડગ શ્રદ્ધા નથી હોતી. જ્યારે તે શ્રદ્ધાને વિવેક-વિચારનું પીઠબળ હોય છે ત્યારે તે સાચી શ્રદ્ધા બને છે.
અહીં આપણે એ જાણી લેવું ઉપયોગી છે કે માનવજીવનના સર્વાગીણ વિકાસ માટે બુદ્ધિ (જે જ્ઞાનનું સ્થાન છે) અને હૃદય (જે શ્રદ્ધાનું સ્થાન છે) એ બેનું સંતુલન આવશ્યક છે. એ બન્ને એકબીજાના પૂરક છે –બુદ્ધિ જે કર્તવ્યમાળ સુઝાડે છે, તે હૃદય એ માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે; હૃદય વિના બુદ્ધિ નિષ્ક્રિય છે અને બુદ્ધિ વિના હૃદય દિબ્રાન્ત છે. બુદ્ધિ અને હૃદય એ બેના સુમેળથી જ જીવનયાત્રા ચાલે છે અને જીવનયાત્રાનું સૌષ્ઠવ સધાય છે.
ચારિત્રમાર્ગમાં જ્ઞાનની અપૂર્ણતા શ્રદ્ધાથી પૂરીને આગળ વધી શકાય છે. જેમ જેમ અનુભવજ્ઞાનનું ક્ષેત્ર વધતું જાય છે તેમ તેમ શ્રદ્ધાનું ક્ષેત્ર ઘટતું જાય છે –જેકે શ્રદ્ધાની ઘનિષ્ઠતા વધતી જાય છે, અને જ્યારે અનુભવજ્ઞાન પૂર્ણતાએ પહોંચે છે ત્યારે શ્રદ્ધા પિતાનું સ્વતંત્ર અસ્તિત્વ તજીને અનુભવજ્ઞાનમાં લય પામી જાય છે.
કઈ બાબતના અસ્તિત્વના સંબંધમાં અથવા કેઈ કાર્યકારણભાવના સંબંધમાં સન્ડેહને માટે કિંચિત્ પણ અવકાશ રહેતો હોય ત્યાં શ્રદ્ધા રાખવા ન રાખવાનો પ્રશ્ન આગળ આવે છે; પરંતુ જ્યારે તે બાબતનું પ્રત્યક્ષ રીતે કે પ્રયોગસિદ્ધપણે અનુભવજ્ઞાન થાય છે ત્યારે શ્રદ્ધા રાખવા ન રાખવાનો પ્રશ્ન ઊઠતો નથી. માંડલ (વિરમગામ થઈને) : તા. ૨૯-૧૦-૬૪
-
-
-
- -
Page #318
--------------------------------------------------------------------------
________________
કવિવર પાંડત શ્રી પદ્મવિજયજી વિરચિત
મન-ધનદેવ-રાસ
સ’પાદક : પૂજ્ય પંન્યાસ શ્રી રમણીકવિજયજી ગણિ
ધર્માંપદેશ તેમ જ શાસ્ત્રરચના માટે પણ લેાકભાષાનો આદર એ જૈન સ`સ્કૃતિની ભારતીય સંસ્કૃતિને મહત્ત્વની ભેટ છે. લેાકભાષા તરફના જૈન સંસ્કૃતિના આવા આદર અને ગુણપક્ષપાતભર્યા વલણને કારણે દરેક સૈકામાં જુદા જુદા પ્રદેશોની પ્રચલિત લેાકભાષામાં જૈનધર્મના સાહિત્યના ચારે અનુયાગના ગ્રંથા રચાતા રહ્યા છે. તેમાંય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાય પછી તેા ગુજરાતી-રાજસ્થાની ભાષામાં ગદ્ય તેમ જ પદ્ય ખન્ને શૈલીમાં નાની– મેાટી ગણી ગણાય નહીં એટલી બધી કૃતિઓની રચના થઈ છે. (કન્નડ તથા તામિલભાષાનુ પ્રાચીનમાં પ્રાચીન સાહિત્ય પણ જૈન ભિક્ષુએ અને વિદ્વાનોના હાથે જ રચાયેલું છે, એમ એ સાહિત્યના અભ્યાસીઓ કહે છે. ) અને ઉચ્ચ કોટિની સાહિત્યિક રચનાએ દ્વારા લેાકભાષાનું વધુ ને વધુ સામર્થ્ય પ્રગટાવવાનો અને લેાકભાષાના સાહિત્યને વિશેષ સમૃદ્ધ બનાવવાનો આ ક્રમ અત્યારે પણ જૈન સંઘમાં પહેલા જેટલેા જ પ્રચલિત છે. આ પછી તેા સ સામાન્ય વર્ગના વિદ્વાનો અને કવિએ પણ લેાકભાષાનો પૂરેપૂરા આદર કરીને એમાં ઉત્તમ કેોટિની અસખ્ય ગદ્ય-પદ્ય કૃતિએ ઘણા લાંબા સમયથી રચવા લાગ્યા છે.
ધ કથા કહેવી હેાય કે સ'સારકથા કહેવી હાય, એને ત્રણ રીતે આકર્ષક અનાવી શકાય: સરળ અને મધુર ભાષા, સચાટ અને સરસ શૈલી, અને મનને વશ કરી લે અને કુતૂહલ, ઉત્સુકતા અને જિજ્ઞાસાને ઉત્તેજિત કરે એવું કથાવસ્તુ. કથામાં આટલું તત્ત્વ હાય એટલે પછી કથાના વાચકા કે શ્રોતાએ આપમેળે જ વશ થઈ જાય. તેમાંય રચના પદ્ય શૈલીની હાય, ભાષા સુગમ અને મધુર હાય, કથાવસ્તુ ઉત્સુકતા પ્રેરક હાય અને ગાયકને બુલંદ, મધુર અને ભાવવાહી કંઠની ભેટ મળી હેાય, પછી તે ગાયક અને શ્રોતાએ વચ્ચે એવી એકરૂપતા પ્રગટે કે જાણે આ ધરતીનું રૂપ જ બદલાઈ જાય ! આમાં મુખ્ય
Page #319
--------------------------------------------------------------------------
________________
६
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ મહેાત્સવ-મથ
વશીકરણ ગેયાત્મક-પદ્યબદ્ધ કાવ્યકૃતિનું સમજવું. સૈકે સકે સંખ્યાબંધ જૈન કવિએ નાના– મેાટા અસ`ખ્ય રાસેાની રચના કરવા પ્રેરાતા રહ્યા તે મુખ્યત્વે આ જ કારણે. ગેય કાવ્યની પાંખે ચડેલું કથાવસ્તુ જાણે સહેલાઈથી શ્રોતાના હૃદયપ્રદેશ સુધી પહેાંચી જાય છે.
વિક્રમની એગણીસમી સદીમાં થઈ ગયેલા એક ખ્યાતનામ કવિવર પૉંડિતરત્ન શ્રી પદ્મવિજયજીએ એગણીસમી સદીના ઉત્તરાર્ધમાં રચેલ આવી જ એક આજ સુધી અપ્રગટ કાવ્યકૃતિ-મન-ધનદેવ-રાસ-નું સંપાદન કરીને એને અહીં પ્રગટ કરવામાં આવે છે. આ કાવ્યકૃતિમાં આમ તા અધાય સાહિત્યરસાનો આસ્વાદ મળી રહે છે; આમ છતાં એમાં અદ્ભુતરસનું પ્રાધાન્ય છે; અને તેથી આવી રચના ચરિત્રકથાશૈલી કરતાં પૌરાણિક કથાશૈલીને વધુ અનુસરે છે, એ હકીકત રાસનું વાચન કરતાં સહેજે જણાઈ આવે છે. કવિવર પં. શ્રી પદ્મવિજયજી મહારાજ એમની સુમધુર કાવ્યકૃતિઓ દ્વારા——ખાસ કરીને જુદી જુદી પૂજાઓની રચના દ્વારા——જૈન સંઘમાં આબાલગેાપાલ જાણીતા છે. એમની અનેક કૃતિએને અંતે આવતી ઉત્તમજિનપદ્મપદ્મની સેવા’ જેવી પંક્તિએએ, મુનિવર્ય શ્રી ઉત્તમવિજયજીના શિષ્ય મુનિરાજ શ્રી પદ્મવિજયજી તરીકે, આ કવિરત્નનું નામ જનસમુદાયની જીભે રમતું કરી દીધું છે. મધુર કાવ્યનું સર્જન કરવાની પ્રતિભાનું જાણે એમને વરદાન મળ્યું હતું. ધર્મ અને તત્ત્વજ્ઞાનના કંઈક ગહન વિષયાને તેએ પેાતાની રસળતી, સરળ, કાવ્યવાણી દ્વારા સામાન્ય જનસમુદાય સુધી સહેલાઈથી પહેાંચતા કરી શકે છે.
કર્તા *
આ રાસના કર્તાનું નામ શ્રી પદ્મવિજયજી છે. કર્તાએ રાસને અ ંતે પ્રશસ્તિમાં પેાતાની ગુરુપર’પરા આપેલ છે, તે આ પ્રમાણે છે:
(તપાગચ્છ) શ્રી વિજયદેવસૂરિ વિજયસિ’હસૂરિ
પંડિત સત્યવિજયજી
ખમાવિજય
જિનવિજય
ઉત્તમવિજય
પદ્મવિજય
* આ રાસના કર્તા પંડિત શ્રી પદ્મવિજયજી મહારાજના પરિચય સાક્ષર શ્રી મેહનલાલ દલીચંદ્ર દેસાઈકૃત “ જૈન ગૂર કવિએ '', ભાગ ત્રીજો, ખંડ પહેલા—એ સુપ્રસિદ્ધ ગ્ર ંથરત્ન (પૃ. ૭૩૭૫)માંથી આભારપૂર્વક અહીં આપવામાં આવ્યા છે.
Page #320
--------------------------------------------------------------------------
________________
પં. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્મવિજયજી વિરચિત મદન ધનદેવરાસ
કર્તાના ગુરુનું નામ મુનિવર્ય શ્રી ઉત્તમવિજયજી છે. કર્તા શ્રી પદ્મવિજયજી કિદ્વારક પંડિત શ્રી સત્યવિજયજીની પરંપરામાં થયેલા છે. તેમનો પરિચય આ પ્રમાણે છે :- અમદાવાદમાં શામળાની પિાળમાં રહેતા ગણેશ નામના શ્રીમાળી વણિકને ત્યાં એની ભાર્યા ઝમકુથી વિ. સં. ૧૭૯૨ ના ભાદ્રપદ શુદ બીજને દિને એક પુત્રને જન્મ થયો. એનું નામ પાનાચંદ રાખ્યું. છ વર્ષની વયે માતા મરણ પામી. વિ. સં. ૧૮૦પના મહા સુદ પાંરામને દિને, ૧૩ વર્ષની વયે, પાનાચંદે મુનિવર્ય શ્રી ઉત્તમવિજયજી પાસે રાજનગરમાં દીક્ષા લીધી. નામ પદ્મવિજય સ્થાપિત કર્યું. પછી ગુરુ પાસે શાસ્ત્રાભ્યાસ કર્યો અને સૂરતમાં સુવિધિવિજયજી પાસે શબ્દશાસ્ત્ર (વ્યાકરણ) તથા કાવ્ય, અલંકાર આદિનો અભ્યાસ કર્યો. ઉપરાંત, એમણે તારાચંદ સંઘવીની સહાયથી ન્યાયશાસ્ત્રનું અધ્યયન શરૂ કર્યું.
પછી તપગચ્છના વિજયધર્મસૂરિ ભટ્ટારકે રાધનપુરમાં વિ. સં. ૧૮૧૦માં પદ્મવિજયઅને પંડિત પદ આપ્યું. ત્યાંથી સંઘ સાથે ગિરનાર, નવાનગર, શત્રુંજય તીર્થની યાત્રા કરીને તેઓએ ભાવનગરમાં ચોમાસું કર્યું. વિ. સં. ૧૮૧૩ અને ૧૮૧૪નાં માસાં સૂરતમાં કર્યો. તે પછી તેઓના ગુરુશ્રીએ એમને બુહરાનપુર મોકલ્યા. ત્યાં ચોમાસું કરી દક્ષિણ દેશમાં કેટલોક સમય વિચરી તેઓએ બુહરાનપુર આવી સ્થાનકવાસી સાથે વાદ કર્યો. સં. ૧૮૧૫-૧૬નાં ચોમાસાં ત્યાં કરી ૧૭નું ચોમાસું ખંભાતમાં કર્યું. પછી શત્રુંજય આવી રૂપચંદ ભીમના જિનપ્રાસાદમાં અનેક બિંબની પ્રતિષ્ઠા કરાવી. ઘોઘા જઈ ચંદ્રપ્રભસ્વામીની પ્રતિષ્ઠા કરી. પાટણમાં ચોમાસું કરી સિદ્ધપુર, પાલનપુર—એમ ફરીને સંઘ સહિત આબુની યાત્રા કરી. પછી રાધનપુર બે ચોમાસાં કરી સં. ૧૮૨૧માં સિદ્ધપુરમાં ચોમાસું કરી રાજનગર ને સૂરત ગયા. સૂરતના તારાચંદ સંઘવીને સિદ્ધાચલમાં ૨૯૫ બિંબની પ્રતિષ્ઠા કરવાની ઈચ્છા થઈ તે પદ્મવિજયજીએ પૂરી પાડી. પછી સમેતશિખરની યાત્રા કરી મકસુદાબાદમાં પ્રતિષ્ઠા કરી. સં. ૧૮૨૫માં નવસારી ચોમાસું કરી ગુરુ ઉત્તમવિજયજી સાથે રાજનગરમાં આવ્યા. અહીં સં. ૧૮૨૭માં ગુરુ દિવંગત થયા.
પછી પિોતે સં. ૧૮૩૦માં સાણંદ સમાસું કરી રાજનગરમાં ત્રણ ચોમાસાં કર્યા. પછી બે માસાં વીસનગરમાં કર્યો. પાટણ આવી પ્રેમચંદ લવજીએ કાઢેલા સંઘ સાથે સિદ્ધાચલ ગયા. સં. ૧૮૩૮ અને ૧૮૩૯ માં લીમડીમાં ચોમાસા કર્યા. અહીંથી વિસનગર ગયા અને ત્યાં ચોમાસું કર્યું. સં. ૧૮૪૩માં રાધનપુરમાં ચોમાસું કર્યું. ત્યાંથી વીરમગામમાં ચૈત્યપ્રતિષ્ઠા કરી તે જ વર્ષના જેઠ માસમાં રાધનપુરના દેવરાજ મસાલીએ ગોડીજીની યાત્રા માટે કાઢેલા સંઘ સાથે ગયા. સં. ૧૮૪૪ ના માઘ વદિ ૮ ગુરુવારે પાટણમાં બિંબપ્રતિષ્ઠા કરી. પછી રાધનપુર, પાટણ વગેરે સ્થાનમાં ચોમાસાં કરી સં. ૧૮૪૮માં રાધનપુર ચોમાસું કરી ત્યાંથી વિમલાચાલ જઈ લીબડી થઈ સૂરત આવી રદેર જઈ સ્થાનકવાસી સાથે વાદ કર્યો. ખંભાત આવી ફરી સિદ્ધાચલની યાત્રા કરી લીંબડી આવ્યા. ત્યાં પણ સ્થાનકવાસી સાથે વાદ કર્યો. પછી હૃદયરામ દીવાને કાઢેલ ગોડીજીના સંઘ સાથે જોડાઈ યાત્રા કરી લીંબડી ચોમાસું કર્યું. પછી સં. ૧૮૫૩માં રાજનગરમાં ચોમાસું કર્યું. અહીં શ્રીમાલી લમીચંદ શેઠે સહસ્ત્રફણું પાર્શ્વનાથની પ્રતિષ્ઠા ૧૮૫૪ના મહા વદિ ૫ ને સોમવારે કરાવી, તેમાં ૪૭૨ જિનમૂતિઓ અને ૪૯ સિદ્ધચકની પ્રતિષ્ઠા કરી, પછી રાજનગરના ઓસવાળ હર્ષચંદ સંઘવીએ સિદ્ધાચલને મોટો સંઘ કાઢયો. સં.
Page #321
--------------------------------------------------------------------------
________________
યાત્રા
યાત્રા
યાત્રા
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ પ્રથ ૧૮૫૭માં સમેતશિખરમાં જીર્ણોદ્ધાર કરાવ્યું. સં. ૧૮૫૮માં લીંબડી ચોમાસું કર્યું. સં. ૧૮૫૯માં અમદાવાદ વૈશાખ સુદિ ૭ ગુરુવારે પ્રતિષ્ઠા કરી. ત્યાં બે ચોમાસાં કરી પાટણ આવ્યા ત્યાં સં. ૧૮૬૨ના ચિત્ર સુદ ૪ ને બુધવારે સ્વર્ગવાસ કર્યો. એમણે પ૭ વર્ષના દીર્ઘ દક્ષા પર્યાય દરમ્યાન આ પ્રમાણે યાત્રાઓ કરી હતી –
વિમલાચલ (પાલીતાણા)ની યાત્રા તેર વાર; ગિરનારની
યાત્રા ત્રણ વાર; શંખેશ્વરની
એકવીશ વાર; ગેડીપ્રભુની
ત્રણ વાર; તારંગાજીની
પાંચ વાર; અને આબુની
યાત્રા
એક વાર. રાસકર્તાની રચનાઓને પરિચય શ્રી પદ્મવિજયજી સિદ્ધહસ્ત કવિ હતા અને દીક્ષા લીધા પછી છઠ્ઠા વર્ષથી જ તેઓએ પૂજા, સ્તવન, રાસ આદિ નાની-મોટી અનેક રચનાઓ કરવાની શરૂઆત કરી હતી. એમની રચનાને સંવવાર ક્રમ નીચે પ્રમાણે છે –
રાસ અને પૂજા (૧) અષ્ટપ્રકારી પૂજા
રચના સંવત ૧૮૧૯ ઘોઘામાં. (૨) નેમિનાથ રાસ
- ૨૦ સં૦ ૧૮૨૦ રાધનપુર. (૩) શ્રી ઉત્તમવિજય-નિર્વાણ રાસ (ઐ). ૨૦ સં. ૧૮૨૮ (૪) મહાવીરસ્તવ (૫વ મહિમાધિકાર ગર્ભિત) ૨૦ સં. ૧૮૩૦ (૫) જિનકલ્યાણસ્તવ
૨૦ સં. ૧૮૩૭ (૬) પંચકલ્યાણ-મહોત્સવ સ્તવ
૨૦ સં. ૧૮૩૭ (૭) નવપદપૂજા
૨૦ સં. ૧૮૩૮ લીંબડી. (૮) સમરાદિત્ય કેવલી રાસ
૨૦ સં. ૧૮૪૧ વિસનગર આ રાસ સમદશી આચાર્ય શ્રી હરિભદ્રસૂરિકૃત સમરાદિત્યચરિત્ર પરથી છે:
સમરાદિત્ય સુસાધુને ચરિત્ર અર્થે સુવિચિત્ર
હરિભદ્ર સૂરે ભાખીએ વચન વિચાર પવિત્ર છે ” (૯) સિદ્ધાચલ નવાણ યાત્રા પૂજા
૨૦ સં. ૧૮૫૧ (૧૦) મદન-ધનદેવ-રાસ
૨૦ સં. ૧૮૫૭ રાજનગર (૧૧) જયાનંદ કેવલી રાસ
૨૦ સં૦ ૧૮૫૮ લીંબડી આ રાસ સહસાવધાની શ્રી મુનિસુંદરસૂરિકૃત શ્રી જયાનંદકેવલિચરિત્ર પરથી બનાવ્યા છે. પિતે રાસમાં આ વાતને આ પ્રમાણે ઉલ્લેખ કરે છે –
Page #322
--------------------------------------------------------------------------
________________
પં. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્યવિજયજી વિરચિત મદન-ધનદેવ-રાસ
મુનિસુંદરસૂરિ એકાવનમેં પાટે ગુણગણદરિયા છે; સહસ્ત્રવિધાની બાલપણુથી તાય જિહાં વિચરિયા છે. અધ્યાત્મકલ્પદ્રુમ નામે સાંતિકર જિણે કીધું છે; એકસે આઠ હાથને કાગલ લિખિને ગુરુને દીધું છે. એક આઠ વર્તુલિકાના રવ ભિન્ન ભિન્ન ઓળખિયા છે; ઉપદેશરત્નાકર જિણે કીધે વાદિગેકુલસઢ લખિયા છે. ઈત્યાદિક બહુ ગ્રંથના કર્તા શ્રી જયાનંદચરિત્ર છે; જિણે કીધું નાના રસ સંયુત બહુ વૈરાગ્ય પવિત્ર છે. તેહ ચરિત્રથી રાસ રમેં એાછા અધિક લિખા છે; તે મુઝ મિચ્છા દુક્કડ હે પાપ રતિ ન રખાયે જી.
દેવવંદન, સ્તવન, સઝાય આદિ ચોવીસી બે. માસી દેવવંદન. ચોવીસી દંડક ગર્ભિત વીર જિન સ્તવન. ખંભાત ચૈત્યપરિપાટી સ્તવ. સમકિત પચીસી સ્તવન ૨૦ સં. ૧૮૧૧. સિદ્ધચક્ર સ્તવ તથા સિદ્ધાચલાદિ અનેક તીર્થ સ્તવનસંગ્રહ તથા સિદ્ધચક્રાદિ નમસ્કાર સંગ્રહ. સિદ્ધદંડિકા સ્તવન ૨૦ સં. ૧૮૧૪. પંચકલ્યાણ સ્તવન ૨૦ સં. ૧૮૧૭. પંચકલ્યાણક માસાદિ ગર્ભિત સ્તવન. આ સિવાય બીજા તીર્થ સંબંધીના, સંઘયાત્રા સંબંધીના, સીમંધર આદિ જિનસ્તવનો તેમ સઝાય, ગહેલીઓ, થેય-સ્તુતિઓની રચનાઓ કવિ શ્રી પદ્મવિજયજીએ એમના કવિ નામને સાથે કરી બતાવે એવી સરસ રીતે કરી છે. તેમનાં સ્તવનોમાં જે ભાવ બતાવેલ છે તે કાવ્યદષ્ટિએ વિશેષ રસિક છે. ચોમાસી દેવવંદનમાં આદિનાથના પ્રથમ જિનેશ્વર સ્તવનમાં ચેત્રીશ અતિશયનું વર્ણન બહુ સુંદર રીતે કર્યું છે તેવી રીતે બીજા સ્તવનમાં પણ જોવામાં આવે છે. અને સ્તુતિઓ–થોમાં તો તેઓ યમકનો ચમત્કાર બતાવ્યા વિના રહેતા નથી –
આદિ જિનવર રાયા જાસ સેવન કાયા, મરદેવી માયા ઘેરી લંછન પાયા; જગત સ્થિતિ નિપાયા શહચારિત્ર પાયા,
કેવલશ્રી રાયા મેક્ષનારે સિધાયા. (૧) પ્રસ્તુત રાસમાં તેમણે કરેલું મેઘનું વર્ણન ઉપરની હકીકતને એક સુંદર નમૂનો છે–
એક દિન પાઉસ આ રે, કામિની વિરહ અગનિ થકી ધૂમલેખા ઘનમાળા રે; વિસ્તરી ગગને તેણેિ કરી મેધ હુઆ માનું કાલા રે. દિશિવધૂને આભર્ણ પરિ જલદા ભર્તાઇ દીધું રે; ચમકે ચિંહું દિશિ વીજ તે કનકમયી સુપ્રસીધું રે. કિંડિમ પાઉસ રાયને આરિ દિશ વિસ્તરીઓ રે; હું રાજા છું ઈણિ પરં લોક ગરોં ભરીએ રે.
Page #323
--------------------------------------------------------------------------
________________
-૧૦
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ મહેાત્સવપ્રથ
પ્રથિવી મહિલાને હાર સૈર અભિરામ રે; સરિતા પસરી સાહિઈ દેશી પસરે કામ રે. મેઘ ઘટા મહિષી વલી પૃથિવી તે આકાર રે; પય ઝરતી ગાજે ઘણું શ્યામ વરણુ સુપ્રકાશે રે.
આ ઉપરથી કવિની સ્પષ્ટ રીતે ચમકતી કાવ્યરસિકતા કેાના ખ્યાલ મહાર રહે એમ છે ? આ ઉપરાંત એમણે ગદ્યની રચના કરી છે. શ્રી યશેોવિજયજીકૃત સીમ ંધરિજનના ૩૫૦ ગાથાના સ્તવન પર ખલાવમેધ રચ્યા-૨૦ સ. ૧૮૩૦; ગૌતમકુલક ' ઉપર બાલાવબાધ રચ્યા છે—સ. ૧૮૪૬, તેમ યશેાવિજયજી કૃત મહાવીર સ્તવના ખાલાવમાધ સ’. ૧૮૪૯માં; ‘ગૌતમપૃચ્છા ' બાલાવબોધની સ. ૧૮૮૪માં અને સંયમશ્રેણિ સ્તવન પર ખાની રચના કરી છે.
કવિશ્રી પેાતાની નાની-મેાટી તમામ કૃતિઓમાં પોતાના ગુરુનું ‘ ઉત્તમ ’ શબ્દ દ્વારા સ્મરણ કરતા હોય છે. એ તેમની અસાધારણ ગુરુભક્તિ જ કહેવાય :
જિન ઉત્તમ શુષ્ણેતા પદ્મને સુખ દિતા.
વાંચનાર તથા સાંભળનારને જે કવિતાનો સમૂહ રસ પેદા કરે તેને સાધારણ રીતે રાસ કહેવામાં આવે છે. પ્રસ્તુત રાસમાં મદન અને ધનદેવનું કથાનક સરસ રીતે વણુવાચેલ છે, એટલે આ કવિતાનું · રાસ ’ નામ સાર્થક અનેલ છે,
'
ભાષા
ભાષા અંગે વિશેષ લખવા જેવું નથી, કારણ કે આ રાસની ભાષા ૧૯મા સૈકાના મધ્યકાળની છે, એટલે લગભગ ચાલુ ગુજરાતી ભાષા જેવી છે; રાસ વાંચતાં તરત સમજાય તેવી સુગમ છે. કવિશ્રી સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના પડિત છે તેથી રાસમાં કેટલીક જગાએ સંસ્કૃત અને પ્રાકૃત શબ્દો જોવા મળે છે. પરંતુ સદ` જોઈને વાંચનાર કે સાંભળનાર તે શબ્દોના અર્થ તરત સમજી શકે એમ છે.
આધાર
શ્રી પદ્મવિજયજીએ પાતાની મતિકલ્પનાથી આ રાસ રચ્યા નથી; પરંતુ પૂર્વાચાએ આ કથાનકની રચના કરી છે, તેના આધારે પેાતે શસની રચના કરી છે. તે માટે પેાતે રાસના અંતે આ રીતે ઉલ્લેખ કરે છે :--
તસ આસન સાહાગુરુ એ જાણે જૈન સિદ્ધાંત; શ્રી ગુરુ ઉત્તમવિજયજી એ ૨ વૈરાગી એકાંત. તસ પદપદ્મ ભ્રમર સંમેા પદ્મવિજય વર નામ; ગુરુકિરપાથી કીધલા રે એહ રાસ અભિરામ. પાંચમ સુમતિ જિનેસરૂ રે તેઢુના ચરિત્ર મઝારી શ્રી જયાન ચરિત્રમાંથી રે લાખે. એ અધિકાર.
પાંચમા તીથ કર સુમતિનાથના ચરિત્રમાં તેમ શ્રીજયાન કેવલીચરિત્રમાં આ કથાનક આવેલ છે તેના આધારે આ રાસની રચના કરી છે.
Page #324
--------------------------------------------------------------------------
________________
પં. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્યવિજયજી વિરચિત મદન-ધનદેવરાસ ૧૧
જયાનંદકેવલીચરિત્રના કર્તા સહસાવધાની આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિજીએ પિતાના રચેલા ચરિત્રના નવમા સર્ગમાં કમલપ્રભનગરમાં કમલપ્રભ નામને રાજ છે. તેને એકને એક પુત્ર છે. તેને ગાત્રસંકેચ નામને મહાવ્યાધિ થયેલ છે. ઘણા ઉપચાર કરાવે છે, છતાં વ્યાધિ મટતો નથી. પછી નગરમાં પડહ વગડાવે છે. જે કોઈ આ વ્યાધિ મટાડશે તેને મારી પુત્રી કલમસુંદરી અને રાજ્યમાંથી એક દેશ આપવામાં આવશે. આ અવસરે એક બ્રહ્મવૈશ્રવણ નામને વૈદ્ય આવ્યો છે, તે પરોપકારદષ્ટિથી લોકોની દવા કરતો અને અસાધ્ય રોગને મટાડતો હતે. આ વાત નગરમાં પ્રસિદ્ધિ પામી ને રાજા પાસે પહોંચી. રાજા તે વૈદ્યને બેલાવે છે. બ્રહ્મવૈશ્રવણ રાજપુત્રની દવા કરે છે. વ્યાધિ મટી જાય છે. એટલે રાજા પિતાની પ્રતિજ્ઞા પ્રમાણે વૈદ્યને રાજપુત્રી આપવા તૈયાર થાય છે. રાજા બ્રહ્મવૈશ્રવણને કહે છે, “મારી પુત્રીનું પાણિગ્રહણ કરે; કારણ કે મારા પુત્રને સજજ કરનારને મારી પુત્રી આપવી એવી મેં પ્રતિજ્ઞા કરેલી છે.” આ સાંભળીને વૈદ્ય કહે છે, “મારે ઘરમાં રસાઈ કરનારી બ્રાહ્મણી છે. તે સાથે મારા જેવા સામાન્ય માણસેને વધારે પ્રિયાઓ કરવી એગ્ય નથી. તેમ બે પત્નીના પતિ મદનની કથા સાંભળીને કણ મૂખ બે પત્નીએ કરે?” એટલે રાજાએ પૂછયું : “તે મદન કેણ છે?” બ્રહ્મવૈશ્રવણ કહે છે, “સંસારમાં સુખ મુખ્યતાએ સ્ત્રીથી લાવી શકાય છે, પરંતુ પ્રાયઃ કરીને સ્ત્રી કુટિલ, ક્રૂર તથા પરિણામે અતિ દુઃખદાયી હોય છે. આ બાબતમાં મદન ને ધનદેવનું દષ્ટાંત કહું છું તે સાવધાન થઈને સાંભળે.” એમ કહીને વિદ્ય મદન અને ધનદેવનું દષ્ટાંત કહે છે (જે રાસમાં ગૂંથવામાં આવ્યું છે). આ કથાનક નવમા સર્ગમાં પૂરું થતાં મુનિસુંદરસૂરિ પિતે કહે છે, “આ ચરિત્ર પ્રાકૃત સુમતિનાથ ચરિત્ર ઉપરથી મેં રચ્યું છે.”
આથી એક વાત નક્કી થઈ કે આ ચરિત્રનું મૂળ પ્રાકૃતભાષામય સુમતિનાથના ચરિત્રમાં છે. સુમતિનાથચરિત્રના કર્તા ૧રમી સદીમાં થયેલા છે. જેમણે કુમારપાળ પ્રતિબંધ ને સિંદૂરપ્રકારની રચના કરી છે, તે સોમપ્રભાચાયે આ ચરિત્ર બનાવ્યું છે. તેમાં કથાનક આ રીતે આવે છેઆચાર્ય મહારાજ પધાર્યા છે, ત્યાં બધા દેશના સાંભળવા જાય છે. દેશના પૂરી થતાં એક વિદ્યાધર કહે છે, “આપનાં દર્શન કરતાં મને ઘણે હર્ષ થાય છે. માટે મારે ને તમારે પૂર્વન કોઈ સંબંધ હોવો જોઈએ.” તે વખતે આચાર્ય. શ્રી પિતાને ને આ વિદ્યાધરને પૂર્વ ભવ કહે છે, કે આપણે બે પૂર્વભવમાં મદનધનદેવ હતા. એમ કહીને આખી કથા કહેવામાં આવી છે. આ રાસને આધાર સુમતિનાથચરિત્ર છે.
અમદાવાદમાં ડેશીવાડાની પિળમાં ગોસાઈજીની પિળમાં સીમંધરને ખાંચો તે ભાભા પાર્શ્વનાથને ખાંચે, ત્યાં રહીને આ રાસની રચના કરી છે. રાસમાં અંતે કહે છે–
સીમંધર સ્વામી તથા રે તિમ વળી ભાભા પાસ; સાનિધે સંપૂરણ થયે રે મદન-ધનદેવ-રાસ.
પ્રતિ-પરિચય પ્રસ્તુત રાસના સંપાદન-કાર્યમાં જામનગર વીસા શ્રીમાળી જૈન ઉપાશ્રયના જ્ઞાનભંડારની પ્રતિનો ઉપયોગ કર્યો છે. આ પ્રતિ કાગળ ઉપર લખાયેલી છે. તેની લંબાઈ
Page #325
--------------------------------------------------------------------------
________________
૧૨
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-થ પહોળાઈ લા ૪૪ ઈંચની છે. આ રાસની બીજી પ્રતિઓ અમદાવાદ, પાટણ, વડોદરા, પાલનપુર, ખેડા આદિ જ્ઞાનભંડારમાં છે, તે મારા ધ્યાનમાં છે. પરંતુ જામનગરમાંથી મળેલી પ્રતિ કર્તાના પિતાના હસ્તાક્ષરમાં લખાયેલ છે એથી તેને મુખ્ય સ્થાન આપીને આ રાસનું સંપાદન મેં કર્યું છે. જે ભંડારમાંથી આ પ્રતિ મેળવી છે તે ભંડારના સૂચીપત્રમાં આ પ્રતિની માહિતી આ પ્રમાણે છે –
મદન-ધનદેવરાસ, ગૂ. પિથી ૯૪ નં. ૬૩૬, પત્ર ૧૬, કર્તા શ્રી પદ્યવિજયજી, રાસગાથા ૫૯, લેખન-કાલ ૧૯મું શતક, રચના-સંવત ૧૮૭૫, લખ્યા-સંવત ૧૮૭૫, કારણ કે કર્તાના પિતાના હસ્તાક્ષરથી લખાયેલી પ્રતિ છે.
રાસને કથાસાર રાસની રચનાને હેતુ વિશેષતઃ સંસારની અસારતા બતાવીને ધર્મબંધ આપીને માનવીને ધર્માભિમુખ બનાવવાનું છે. આ રાસમાં મદન અને ધનદેવની કથા દ્વારા કવિ સંસારની વિષમતા બતાવવા માગે છે. તેમાં પણ સંસારમાં બે પત્ની કે વધારે પત્ની હોય એવા નાયકની કેવી વિષમ સ્થિતિ થાય છે, તે આ કૃતિમાં બતાવ્યું છે. તે સાથે સ્ત્રીચરિત્ર કેવું હોય છે, તે પણ બતાવ્યું છે.
આ રાસમાં ૧૯ ઢાળે છે. એને ઢાળવાર કથાસાર નીચે આપવામાં આવે છે –
પહેલી ઢાળ–કુશસ્થળ નામના નગરમાં મદન નામને શ્રેષ્ઠી હતું. તેને નામથી અને ગુણથી ચંડા અને પ્રચંડા નામની બે સ્ત્રીઓ હતી. મદન શેઠ બ પર સરખે પ્રેમ રાખતો હતે; પરંતુ બન્ને નહીં જેવા કારણે કલહ કરતી હતી. તેથી મદન શેઠે પ્રચંડાને નજીકના બીજા ગામમાં રાખી અને એક એક દિવસને નિયમ કરીને મદને શેઠ એક એકને ઘેર જવા-આવવા લાગ્યા. એક વખત મદન શેઠ પ્રચંડાને ઘેર એક દિવસ વધારે રહ્યો, ત્યાર પછી ચંડાને ઘેર ગયો. ચંડા ખૂબ કે પાયમાન થઈ, એણે તેની સન્મુખ સાંબેલું ફેંકયું. તેનો પ્રકોપ જોઈ મદન ત્યાંથી નાઠે. કેટલેક દૂર જઈ પાછું જોયું, તે મુશળના બદલે ભયંકર સર્પ આવતે જોઈને એ ગભરાઈ ગયે ને દેડતે દેડતે પ્રચંડાના ઘેર ગયે. પ્રચંડાએ પૂછયું : “પ્રિય! તું કેમ આટલે બધે વ્યાકુળ થયો છે?” ત્યારે તેણે ચંડાને વૃત્તાંત કહ્યો. તે સાંભળી પ્રચંડ બોલીઃ “મનમાંથી ભય દૂર કર અને સ્વસ્થ થા. હમણાં તેને ઉપાય કરું છું.”
બીજી ઢાળ–પિલે ભયંકર સર્પ તેણીના ઘરના આંગણામાં આવ્યું. તેને જોઈને તેણુએ પિતાના શરીરના મેલની ગોળીઓ કરીને તે સર્પની સામે ફેંકી. એ ગોળીઓના નેળિયા થઈ ગયા અને એમણે સર્પના કકડેકકડા કરી નાખ્યા. આ જોઈને મદન શેઠ વિચાર કરવા લાગ્યાઃ ચંડાના કોપથી બચવા હુ આ પ્રચંડાને શરણે આવ્યા. પરંતુ આ પ્રચંડા પણું કેપ કરે તે મારે કોનું શરણ લેવું? માટે આ બન્ને સ્ત્રીને ત્યાગ કરીને પરદેશ ચાલ્યા જાઉં. આ પ્રમાણે વિચારી મદન શેઠ એક દિવસ પુષ્કળ ધન લઈને દેશાંતર ચાલ્યા ગ. કેટલાક દિવસે તે સ્વર્ગ સમાન સંકાશ નગરીના ઉદ્યાનમાં વિશ્રાંતિ લેવા માટે બેઠે. તે વખતે ત્યાં આવેલા ભાનુદત્ત શ્રેષ્ઠીએ એને કહ્યું: “મદન, તું ભલે આવ્યો. ચાલ મારા ઘેર.” મને એમના ઘેર ગયે, ભાનુદન્ત સ્નાન, ભેજન વગેરે કરાવી પોતાની પુત્રીને આગળ
Page #326
--------------------------------------------------------------------------
________________
પં. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્યવિજયજી વિરચિત મદન-ધનદેવ-રાસ કરીને કહ્યું: “મદન શેઠ! તમે આ મારી પુત્રીનું પાણિગ્રહણ કરે.” તિથી અધિક રૂપવતી તે કન્યાને જોઈને તેણે શ્રેષ્ઠીને કહ્યું: “મારું કુળ–શીલ જાણ્યા વિના મને તમારી પુત્રી કેમ આપે છે?” શેઠ કહે : “મારે ચાર પુત્રો અને વિદ્યુલ્લતા નામની આ એક પુત્રી છે. પુત્રી ઉંમરલાયક અને બધી કળાઓમાં નિપુણ થઈ એટલે એ કોને પરણાવવી એની મને ચિંતા થવા લાગી. મને ગઈ રાત્રે કુળદેવીએ આવીને કહ્યું: “વત્સ ! શા માટે ચિંતા કરે છે? પ્રાતઃકાળે આ નગરના ઉદ્યાનમાં તારી કન્યાને ગ્ય મદન નામને પુરુષ આવી પહોંચશે, તેને તારી કન્યા પરણાવજે અને તારા ઘરમાં રાખજે.” તેના આદેશથી જ આ પુત્રી હું તમને આપું છું.”
ત્રીજી ટાળ–મદન વિશુલ્લતાને પરણે છે, અને ભાનુદન્ત આપેલ ઘરમાં રહીને વિદ્યુલતા સાથે ભેગ ભોગવે છે. આ પ્રમાણે કેટલોક સમય સુખમાં નિર્ગમન થયા. તેવામાં વિયેગી સ્ત્રીઓને માટે યમરાજ સમાન વર્ષાકાળ આવ્યો. અહીં કવિ વર્ષાઋતુનું બહુ સરસ–સુંદર વર્ણન કરે છે. તે વખતે એક વિયેગી સ્ત્રી પતિનું સ્મરણ કરી રુદન કરતી હતી. તે રુદન ગેખમાં બેઠેલા મદને સાંભળ્યું તેથી તેને વિચાર આવે છે કે –
ચોથી ઢાળ–જેમ આ સ્ત્રી પતિના વિયોગથી કામદેવ વડે પીડા પામીને રૂવે છે તેમ મારા વિરહથી મારી અને પત્નીઓ પણ મને યાદ કરીને દુઃખી થતી હશે. તે એમની પાસે જઈને એમને આશ્વાસન આપું.” પછી મદન શેઠ આંસુ સારવા લાગ્યું. વિદ્યુલ્લતાએ
એ જોયું અને પૂછયું: “હે પ્રિય! અત્યારે અકસ્માત તમને રદન કેમ આવ્યું ?” ત્યારે મને પિતાની બે પત્નીની હકીકત કહી સંભળાવી. એ સાંભળીને તેણીએ કહ્યું: “તે તમે ત્યાં જઈને તેમને કેમ આશ્વાસન આપતા નથી?” મદને કહ્યું : “હે પ્રિયે! તે રજા આપે તે ત્યાં જઈ આવું.” તે સાંભળી એને ઈર્ષ્યા થઈ આવી, છતાં બાહ્ય શાંતિ રાખીને તે બોલી :
હે પ્રિય! હમણાં વર્ષાઋતુ હેવાથી રસ્તો કાદવ-કીચડથી વિષમ થઈ ગયું છે, માટે શરદ ઋતુ આવે ત્યારે જવું એગ્ય છે. પછી મદને અવસર જોઈને વિદ્યુલતા પાસે જવાની રજા માગી. તેણીએ તરત જ સંમતિ આપી, અને કરંબાનું ભાતું પણ આપ્યું. મદન કુશસ્થલ દેશ તરફ ચાલ્યો. મધ્યાહ્ન સમયે તે એક સવરના કાંઠે વિશ્રામ કરીને બેઠે. પછી દેવગુરુનું સ્મરણ કરી ભેજન કરવાની ઈચ્છા થતાં તેને વિચાર આવ્યો કે કઈ અતિથિને આપીને પછી હું જમું. તેવામાં એક જટાધારી તાપસને જોઈ તેણે તેને શ્રદ્ધાપૂર્વક કરબ આપે. ભૂપે તાપસ ત્યાં બેસીને ખાવા લાગ્યા. મદન ખાવા જાય છે ત્યાં છીંક થઈ. અપશુકન થયા જાણી, મદને ખાવામાં વિલંબ કર્યો; તેવાનાં કરંબાના પ્રભાવથી તાપસ ઘેટે બની ગયો.
પાંચમી ઢાળ–ઘેટે બેબે કરતો સંકાશ નગર તરફ ચાલ્યું. તે જોઈને મને વિચાર્યું કે જે મેં કરં ખાધો હોત તો હું પણ ઘેટે થઈ જાત. એ ઘેટે ક્યાં જાય છે તે જાણવા માટે તે તેની પાછળ ચાલ્યા. બન્ને જણ સંકાશ નગરમાં પહોંચ્યા. ઘેટો વિદુલલતાના ઘરમાં પેઠે. મદન એક બાજુ સંતાઈને ઊભો રહ્યો. વિદુલલતા બારણું બંધ કરીને ક્રોધથી ઘેટાને મારવા લાગી, અને બોલીઃ “અરે દુષ્ટ, નિરપરાધી એવી મને મૂકીને અપરાધી એવી બે પ્રિયાઓની સાથે રમવા માટે ઇચ્છે છે? શું મારી પાસે મુશળ નથી ? પરંતુ ભરતારના પ્રાણને નાશ કેમ કરું?–એવા વિચારથી હું તને મુશળથી હણતી નથી.
Page #327
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ ચંડાના મુશળથી ભય પામીને તું પ્રચંડાને શરણે ગયે, પણ અત્યારે મારાથી હણાતો તું કોને શરણે જઈ શકે તેમ છે?” આમ કહીને તે ઘેટાને વારંવાર મારવા લાગી. ઘેટાના પિકારથી લેકે એકઠા થઈ ગયા અને બોલ્યા, “રે નિર્દય! આ પશુને શા માટે મારે છે?” ત્યાર પછી તેણીએ મંત્રેલું પાણી ઘેટા પર છાંટયું. એટલે તરત ઘેટે જટાધારી તાપસ થઈ ગયો. તે જોઈ માણસોએ તાપસને પૂછયું, “હે પૂજ્ય! આ શું?” ત્યારે તેણે પિતાને વૃત્તાંત કહ્યો. તે સાંભળી લે કે આશ્ચર્ય પામ્યા. ભય પામેલે તાપસ ત્યાંથી નાસી ગયે. વિદુલ્લતા વિચાર કરે છે કે મને ધિક્કાર છે કે મેં નિરપરાધી તાપસને માર્યો ! લોકમાં મારી નિંદા થઈ અને પતિને વિયેગા થયા. મદન વિચારવા લાગ્યું કે સ્ત્રીઓનાં ચરિત્ર જાણવા યોગીએ પણ સમર્થ નથી. તેથી ચંડા, પ્રચંડા ને વિદ્યુલ્લતા-એ ત્રણેને તજીને હવે હું આત્મહિત કરીશ. આ પ્રમાણે વિચારી મદન શેઠ હસંતી નગરીએ પહોંચ્યો. - છઠ્ઠી ઢાળ–ત્યાં ઉદ્યાનમાં તેણે આદિજિહંદનું ચૈત્ય જોયું. ભગવાનની સ્તુતિ કરીને તે રંગમંડપમાં બેઠે. તે વખતે સુંદર વેષવાળો એક યુવાન તેની પાસે આવીને બેઠો. તેને દુઃખી જોઈને મને પૂછ્યું: “હે મિત્ર! તું કોણ છે અને શા માટે નિઃશ્વાસ મૂકે છે?” તે બોલ્યો : “મારું દુઃખ પછી કહીશ. પહેલાં તમે કેણ છે તે કહો.” ત્યારે લજજા સાથે મદન શેઠે પિતાને સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળી ધનદેવ નામને તે યુવાન બોલ્યઃ
તમારા દુઃખ કરતાં મારું દુઃખ અલ્પ છે.” મને કહ્યું, “તમારો વૃત્તાંત કહે.” એટલે ધનદેવ આ પ્રમાણે કહેવા લાગ્યા :
સાતમી ઢાળ–“આ નગરીમાં ધનપતિ નામે શ્રેષ્ઠી હતો. તેને લક્ષમી નામની ભાર્યા હતી. તેમને બે પુત્રો હતાઃ પ્રથમ ધનસાર, બીજે ધનદેવ. બન્નેને સર્વ કળા ભણાવી બે કન્યાઓ પરણાવી. તેમને કેટલાક કાળ આનંદમાં વ્યતીત થયા. તેમનાં માતાપિતા જૈનધર્મનું આરાધન કરી સ્વર્ગે ગયાં. બન્ને ભાઈઓ પરસ્પર સનેહથી રહેતા, પરંતુ સ્ત્રીઓ કલહ કરતી હતી. તેથી ધનાદિક વસ્તુઓ વહેંચીને તેઓ જુદા રહેવા લાગ્યા. નાનાભાઈને ઉદ્વેગ પામે જોઈને મોટા ભાઈએ ઉદ્વેગનું કારણ પૂછ્યું, ત્યારે નાનાભાઈએ પોતાની સ્ત્રી તરફ અસંતોષ બતાવ્યું, તેથી મોટાભાઈ એ રૂપગુણયુક્ત એવી બીજી કન્યા શોધી તેની સાથે ધનદેવને પરણાવ્યા.
આઠમી ઢાળ-નવી સ્ત્રી સાથે ધનદેવ ભેગ ભેગવવા લાગ્યું, પરંતુ દુર્ભાગ્યે તે પણ સ્વેચ્છાચારી નીકળી. એક દિવસ અને સ્ત્રીઓનું ચરિત્ર જાણવાની ઈચ્છાથી ધનદેવે કહ્યું :
મને આજે વર આવ્યા છે.” અને પછી તે સૂઈ ગયો, નાસિકાના ઘેર શબ્દ બોલાવવા લાગ્યું. તેને નિદ્રાવશ થયેલો જાણું મટી સ્ત્રીએ નાનીને કહ્યું : “બહેન, ઝટ બધી સામગ્રી તૈયાર કર.” પછી બન્ને જણ એક આમ્રવૃક્ષ પર ચઢી. તે વખતે ધનદેવ પણ ગુપ્ત રીતે આમ્રવૃક્ષના કોટરમાં બેસી ગયે. પછી તે સ્ત્રીઓએ મંત્રજાપ કર્યો, એટલે એ આંબો આકાશમાં ઊડીને રત્નદ્વીપના રત્નપુર નગરમાં ગયે. બન્ને જણ નગરમાં ઈચ્છા પ્રમાણે આશ્ચર્યો જેવા લાગી. ધનદેવ પણ તેમની પાછળ ગયે, અને તેમનું આવું ચરિત્ર જોઈને આશ્ચર્ય પામ્ય.
નવમા ઢાળ-તે નગરમાં શ્રી પુંજ નામને શ્રેષ્ઠી હતો. તેને ચાર પુત્રો ઉપર એક શ્રીમતી નામની પુત્રી હતી. તેને અત્યારે લગ્નોત્સવ ચાલતો હતો. તેને પરણવા માટે
Page #328
--------------------------------------------------------------------------
________________
૧૫
પં. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્યવિજયજી વિરચિત મદન-ધનદેવ રાસ વસુદત્ત સાર્થવાહને પુત્ર અશ્વ પર આરૂઢ થઈને તોરણે આવ્યો; પણ લેકના ધકકાથી તોરણને થંભ પડી ગયો અને તેને અગ્રભાગ વરરાજાના મસ્તક પર વાગવાથી તે તરત મૃત્યુ પામે. આ વખતે શ્રીપુંજ શ્રેષ્ઠી વિચાર કરે છે કે કન્યાને અત્યારે જ નહિ પરણાવીએ તો લેકમાં તેણીનું દુર્ભાગ્ય પ્રસિદ્ધ થશે. માટે કઈ યુવાન વર મળી જાય તે તેની સાથે આ પુત્રીને તત્કાળ પરણાવી દઈએ. અને શ્રેષ્ઠીએ વરને શોધી લાવવા માણસો મોકલ્યા. તેઓ કામદેવ જેવા ધનદેવને શ્રેષ્ઠી પાસે લઈ આવ્યા. યુવાન પુત્રીને
ગ્ય છે એમ જાણી શ્રેષ્ઠીએ પ્રાર્થનાપૂર્વક હર્ષથી તે યુવાન સાથે પુત્રીને પરણાવવાનું નકકી કર્યું. | દશમી ઢાળ–તે વખતે ધનદેવે વિચાર કર્યો કે આવી સુંદર સ્વયંવરને શા માટે ત્યાગ કરું? પછી લગ્નક્રિયા શરૂ થઈ. આ અવસરે ધનદેવની બન્ને સ્ત્રીઓ ત્યાં આવી પહોંચી, અને દેવ-દેવી જેવું વરવહનું યુગલ જોઈને પ્રશંસા કરવા લાગી. તે વેળા નાની સ્ત્રી બોલી : “બહેન ! આ વર આપણા પતિ જે દેખાય છે. મોટી બોલી : “સમાન આકૃતિવાળા મનુષ્ય ઘણું હોય છે. આપણો પતિ તે શીત જવરથી પીડાતા ઘેર સૂતો છે, જેથી તું જરા પણ ચિંતા ના કરીશ.” પછી ધનદેવ કઈ બહાનું કાઢી નગર બહાર આવી આંબાના કોટરમાં ભરાઈ ગયો. પિલી બે સ્ત્રીઓ પણ ત્યાં આવી. એમણે મંત્ર ભણે અને આ આકાશમાં ઊડીને પોતાના ઘરના આંગણે આવી ગયે. ધનદેવ તેમાંથી નીકળીને ઘરમાં જઈને ઓઢીને સૂઈ ગયે. બન્ને સ્ત્રીઓ એને સૂતેલો જોઈ શંકા વિના સૂઈ ગઈ. સવારે ઘરકામ કરતાં નાની એ ધનદેવના હાથે કંકણ બાંધેલું જેઈને મેટીને તે વાત કહી. મોદીએ કહ્યું: “તું ચિંતા ન કરીશ. હમણાં જ હું એને ઈલાજ કરું છું.”
અગિયારમી ઢાળ—પછી મોટી સ્ત્રીએ કે દેરાને મંત્રીને સાત ગાંઠ વાળીને ધનદેવના પગે બાંધી દીધે; એટલે તરત એ પિપટ થઈ ગયે. તે વિચાર કરે છે, “મનુષ્યભવ હારી ગયો, અને પક્ષી થયે; હવે હું શું કરું?” આ વિચારથી દુઃખી થયેલ પોપટ ઊડવા લાગે. તે વખતે મોટી સ્ત્રી એને પકડીને બોલીઃ “રે મૂર્ખ ! ટાઢિયે તાવ આવ્યાનું બહાનું કરી તેં અમારું ચરિત્ર જોયું છે, તે હવે કપટનું ફળ ભેગવ!” પછી એણે પિપટને પાંજરે પૂરી દીધો. નાની સ્ત્રી મોટી સ્ત્રીની આવડતની પ્રશંસા કરવા લાગી. પિોપટ પોતાના ઘરને તથા પરિવારને જેઈ ક કરવા લાગ્યું. પછી તે સ્ત્રીઓ જે વખતે વઘારના છમકાર આપતી હતી તે વખતે પિપટને કહેવા લાગીઃ “રે દુષ્ટ અમે તારે વધ કરીને તારા પણ આવા જ છમકારા બોલાવીશું.”
બારમી ઢાળ –આ બાજુ રત્નપુરમાં શ્રીમતીને પતિ ક્યાં ગયે, ક્યાં ગયો તેમ શોધ શરૂ થઈ, પણ તેને પત્તો લાગ્યું નહિ. સવારે તેણે લખેલ એક લેક શ્રીમતીના જોવામાં આવ્યું. તેમાં લખ્યું હતું કે હસંતીપુરના નિવાસી ધનપતિને પુત્ર ધનદેવ અહીં આવે હતો, તે પરણીને પાછો ગયે છે. શ્રીમતીએ આ વાત પોતાના પિતાને કહી. પિતાએ તેને કહ્યું: “તારા પતિને શીધ્ર અહીં બોલાવું છું.” પછી એક દિવસ સાગરદત્ત શેઠ ધનેપાર્જન માટે હસંતી નગરી જતો હતો તે વાત જાણીને શ્રીપુંજ શ્રેષ્ઠીએ ધનદેવને માટે રત્નના અલંકાર આપીને સંદેશે કહેવરાવ્યોઃ હે ધનદેવ, તારી પત્ની તને બહુ યાદ કરે છે, માટે જલદી આવીને એની સંભાળ લે.” સાગરદત્ત સમુદ્ર ઓળંગીને હસંતી નગરીમાં
Page #329
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ આવ્યું અને ધનદેવને ઘેર ગયે. ત્યાં એણે ધનદેવને જ નહિ, એટલે તેની પત્નીઓને પૂછ્યું કે ધનદેવ કયાં ગયો છે? એમણે જવાબ આપ્યો કે વ્યાપાર માટે પરદેશ ગયા છે. ત્યારે સાગરદત્તે કહ્યું : “શ્રી પુંજ શેઠે આ અલંકાર મોકલાવ્યા છે ને જમાઈ ધનદેવને શીધ્ર બેલાવ્યા છે. બન્ને સ્ત્રીઓ બેલીઃ “અમારા પતિ કે પત્નીને મળવા ઉત્સુક છે. પરંતુ કાર્યવશ દેશાંતર ગયા છે. જતાં કહેતા ગયા છે કે કદાચ રત્નપુરથી અહીં કોઈ આવે તે તેની સાથે મારી પ્રિયાને માટે પિપટ મોકલજે, ને જે આપે તે લઈ લેજે.” એમ કહી સાગરદત્તને પાંજરા સહિત પિપટ આપે, અને તેની પાસેથી અલંકાર લઈ લીધા. સાગરદત્ત વ્યાપાર કરીને પોતાના નગર રત્નપુર ગયે ને શ્રીજને ધનદેવના સમાચાર કહીને પિપટ આપે. શેઠે પિતાની પુત્રીને એ પિોપટ આપે. તેથી તે સંતોષ પામી અને પિપટને રમાડતી દિવસે વિતાવવા લાગી.
તેરમી ઢાળ–પિપટને રમાડતા રમાડતાં એણે એક દિવસ પિપટના પગમાં દોરો જે; આશ્ચર્ય પામી તે તોડી નાખે. તત્કાળ પિપટના બદલે ધનદેવ પ્રગટ થયે. તે જોઈને તે આશ્ચર્ય પામી. એણે પૂછયું: “આ શું આશ્ચર્ય ?” તે બોલ્યોઃ “તું જે જુવે છે તે સત્ય છે. વધારે પૂછવાની જરૂર નથી.” આ વૃત્તાંત શ્રીમતીએ પિતાના પિતાને કહ્યો. આ સાંભળી બધા આનંદિત થયા. કેટલાક સમય સુખમાં વ્યતીત થયે. શ્રીપુંજ સ્વર્ગે ગ. પિતાના ઘરમાં ભાઈઓને સ્નેહ એ જાણીને શ્રીમતીએ પતિને કહ્યું: “તમારા પિતાનું ઘર કેમ બતાવતા નથી?” ધનદેવ બોલ્યઃ “અવસરે બતાવીશ.” શ્રીમતીએ ફરી ફરી આગ્રહ કર્યો. - ચૌદમી ઢાળ–ધનદેવ બોલ્યોઃ “હે પ્રિયા, હજુ સુધી મને છમકારા સાંભરે છે.” શ્રીમતી બેલીઃ “તે છમકારા કેવા ?” એટલે ધનદેવે પોતાને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. શ્રીમતીએ કહ્યું: “તમે શંકા ન રાખશો. હું તેને પ્રતીકાર કરીશ, માટે પિતાના ઘેર ચાલે. ધનદેવ હસંતી નગરીમાં આવ્યો. તે વખતે ધનદેવને પિપટના બદલે મૂળરૂપમાં જોઈને આશ્ચર્ય પામેલી અને બહારથી હર્ષ બતાવતી તે અને સ્ત્રીઓએ સુખશાતા પૂછીને પતિને ખુશ કર્યો. પછી મોટી સ્ત્રીના કહેવાથી નાની સ્ત્રી પગ ધેવા માટે જળ લઈ આવી અને ભક્તિથી તામ્રપાત્રમાં તેના પગ ધોયા. તે જળ લઈને મોટી સ્ત્રીએ મંત્રીને જમીન પર છાંટયું. એટલે તરત ચારે તરફથી પાણી વધવા લાગ્યું. તે જોઈને ધનદેવે ભય પામીને શ્રીમતી સન્મુખ જોયું. તે બોલી: “ભય ન પામો.” વૃદ્ધિ પામતું તે જળ અનુક્રમે ઘૂંટી, ઢીંચણ, સાથળ, નાભિ, કંઠ ને છેવટે નાસિકા સુધી પહોંચ્યું. તે વખતે તેણે ભય પામીને શ્રીમતીને કહ્યું: “પ્રિયા! ડૂબી ગયા પછી શું?” શ્રીમતીએ “ગભરાશે નહિ” એમ કહીને પિતાના મુખ વડે તે જળનું એવી રીતે પાન કર્યું કે એક બિંદુ પણ બાકી રહ્યું નહિ! આ ચમત્કાર જોઈને બન્ને સ્ત્રી શ્રીમતીના પગમાં પડી અને બોલી, “તારી વિદ્યાથી અમે હારી ગયા છીએ. તારી માફક અમે પણ પતિની સેવા કરીશું.” ત્યાર પછી ત્રણે સ્ત્રીઓ પ્રીતિવાળી થઈને રહેવા લાગી. કારણ કે સરખા સ્વભાવવાળાને પ્રીતિ હોય છે. પણ પછી પ્રથમની બે સ્ત્રીઓની જેમ શ્રીમતી પણ વેચ્છાચારી થઈ ગઈ!
પંદરમી ઢાળ–આથી ધનદેવ વિચાર કરે છે કે આ ત્રણેનો ત્યાગ કરીને હું હવે આત્મહિત કરું. પછી ધનદેવ કંઈક બહાનું કરીને અહીં આવ્યો છે. તે ધનદેવ હું જ છું.
Page #330
--------------------------------------------------------------------------
________________
પં. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્ધવિજયજી વિરચિત મદન-ધનદેવ રાસ
૧૭ મેં પક્ષીની અવસ્થામાં તથા બીજી રીતે પણ જે દુઃખ ભેગવ્યું છે તે તમારા દુઃખથી વિશેષ છે.” મદન કહે, “હવે તો આ સંસાર જ દુખમય છે એમ જાણીને આપણે આત્મહિત કરવું યોગ્ય છે. આ વખતે ત્યાં વિમળબાહુ નામના ગુરુ પધાર્યા. બન્ને ભક્તિથી ગુરુની પાસે બેઠા. ગુરુએ ધર્મદેશના આપી સંસારનું સ્વરૂપ સમજાવ્યું. દેશના સાંભળીને બનેએ એમની પાસે દીક્ષા અંગીકાર કરી. સંવેગ ધારણ કરીને વિહાર કરતા બન્ને વિવિધ પ્રકારનું તપ અને છેવટે અનશન કરીને સૌધર્મ દેવલેકમાં દેવ થયા.
સોળમી ઢાળ–ત્યાંથી મદનને જીવ વિજયપુરમાં સમરસેન રાજાની વિજયાવતી રાણીથી મણિપ્રભ નામે પુત્રરૂપે ઉત્પન્ન થયો. અનુક્રમે પિતાએ તેને ગાદી પર બેસાર્યો. ચિરકાળ રાજ્યલક્ષમી ભોગવી, એક દિવસ કરમાઈ ગયેલા કમળવનને જોઈને પ્રતિબોધ પામી, પિતાના પુત્રને રાજ્ય સેંપી જિનેશ્વરસૂરિ પાસે એ દીક્ષિત થે. મણિપ્રભ રાજર્ષિ અવધિજ્ઞાન પામ્યા ને આકાશગમનની શક્તિવાળા થયા.
સત્તરમી ઢાળ-ધનદેવને જીવ વૈતાઢય પર્વતના રથનપુરચક્રવાલ નગરમાં મહેન્દ્રસિંહ નામે વિદ્યાધર-ચક્રવતી થયે. તેને રત્નમાલા નામની પટરાણી હતી. તથા રત્નચૂડ અને મણિચૂડ નામે પુત્રો હતા. એક વખત ચક્રવર્તીની પ્રિયા મહાવ્યાધિથી મરણ પામી. રાજા તેનું રક્ષણ ના કરી શક્યો. તે મેહવશ થઈ વિલાપ કરવા લાગ્યા.
અઢારમી ઢાળ–આ વૃત્તાંત અવધિજ્ઞાનથી જાણી મણિપ્રભ મુનીશ્વર આકાશગામિની લબ્ધિથી અને પૂર્વભવના સનેહના વશથી તેને નગરમાં ગયા. ત્યાં ચક્રવતી વંદન કરીને તેની સન્મુખ બેઠે. મુનિએ સંસારનું સ્વરૂપ સારી રીતે સમજાવ્યું. - ઓગણીસમી ઢાળ–ત્યાર પછી વિદ્યાધરે મણિપ્રભ મુનિને કહ્યું: “તમારા પર મને બહુ સ્નેહ થાય છે તેનું શું કારણ?” તે વખતે મુનિરાજે ધનદેવ અને મદનને પૂર્વભવ કહ્યો. પૂર્વભવની સ્ત્રીઓનું ચરિત્ર સાંભળીને વિદ્યાધર પ્રતિબોધ પામ્યા અને પુત્ર રત્નચૂડને રાજ્ય સેંપી પોતે દીક્ષા ગ્રહણ કરી. વિદ્યાધર રાજર્ષિ આગમને અભ્યાસ કરી ઉગ્ર તપ તપી અનેક લબ્ધિના ભંડાર થયા. અનુક્રમે બન્ને મુનિરાજ શુકલધ્યાન કરતાં કરતાં કેવળજ્ઞાન પામીને મોક્ષસુખ પામ્યા.
આ પ્રમાણે સુજ્ઞ પુરુષ, મદન-ધનદેવની જેમ વિષયસુખને દુઃખરૂપ માની તેનાથી વિરક્ત થઈ ચારિત્ર અંગીકાર કરીને અનુક્રમે મોક્ષસુખ પામે.
મદન-ધનદેવ-રાસ I % હૈ અહં નમઃ |
| | દુહા છે વિહરમાન પ્રભુ રાજતા, વંદુ જિનવર વીસ પદકજ પ્રણમું પાસના, જેહની ચડતી જગીસ છે ૧ . ગુણદાયક ગુણમ્યું ભર્યા, પ્રણમું ગુરુના પાયા ભમતાં જે ભવસાયરે, પ્રવહણ સમ પરખાય છે ૨ |
Page #331
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવ-ગ્રંથ જગમાં બંધન દે કહ્યાં, રાગ તથા વલી દ્વેષ તેહમાં પણિ રાગ જ વડું, જેહથી દુખ અશેષ ૩૫ સુખઈછક સહુ જીવ છે, સુખ નવિ એલ કયા જિહાં આત્મિક સુખ નીપજે, તે શિવમંદિર હોય છે અને દુબુદ્ધિ સુખભ્રાંતિથી, રમેં વિષયમાં લીન ન ગમે સજજન પુરુષને, જાસ સુકૃત મતિ પીન છે પ તેહ વિષયસાધન અછં, મુખ્યથકી વર નારી તે તે ક્રૂર કુટિલ કહી, સાપિણ પરિ નિરધાર છે ૬ જૂઠી ક્રોધમુખી ઘણું, નિરદયી સાહસવંત કલહકારી કપટી વલી, પાર લહે નહીં સંત છે ૭ | કટુક વિપાક પરિણામથી, સુણ ઈહાં દષ્ટાંત મદન તથા ધનદેવને, વિવરી કહું વૃત્તાંત છે ૮ ચરિત્ર દેષી નાસ્તિણું, વિરમ્યા જેહ મહંત તે સુખીઆ સંસારમાં, તે થાઈ ગુણવંત છે ૯ છે તે પણિ એ દષ્ટાંતથી, જાણે સુગુણનિધાન કિમ આદરી છાંડી વલી, જાણી દુખ નિદાન ૧ળા કૌતુકે ને વૈરાગ્યની, વાત ઘણું સુવિદ સાંભળતાં સુખ ઉપજે, પૂરણ લહે પ્રભેદ છે ૧૧
છે ઢાળ ૧ | || માલી કેરા બાગમાં દેય નારિંગ પકે રે લો, અહો દેય—એ દેશી જબૂદ્વીપ લખ જેણે, જગતીસ્યુ સોહે રે ,
અહો જગતીસ્યુ સોહે રે લે ! મેરૂ પર્વત મધ્ય ભાગમાં દેવી મન મોહે રે લે,
અહે દેવી મન મેહે રે લે (૧૨ા તેહથી દક્ષિણ દિશ ભલું ક્ષેત્ર ભરત દેદારૂ રે લે,
અહો ષેત્ર ભારત દેદા રે લો બિચમેં નગ વૈતાઢય છે રૂપાને વારૂ રે ,
અહે રૂપાને વારુ રે લે ૧૩ તેહથી દક્ષિણભરતમાં સેહે સર્વિસ રે ,
સેહે સન્નિવેસ રે , નામ કુસસ્થલ જણિઈ બહુ પુણ્ય પ્રવેશ રે લે
અહે બહુ પુણ્ય પ્રવેશ રે લે ૧૪ તિહાં કુલપુત્ર સહામણે રૂપે જિસ્ય કામ રે ,
અહો રૂપે જિસ્ય કામ રે લે
Page #332
--------------------------------------------------------------------------
________________
પં. શ્રી રમણીકવિજયજી : શ્રી પદ્મવિજયજી વિરચિત મદન-ધનદેવ-રાસ
મદન નામે. પરસિદ્ધ જે લમીને ધામ રે લેા, અહે। લપમીના ધામ રે લેા કહાં† થકી બાલકાલથી વિદ્યા બહુ પામ્યા રે લે, અહે। વિદ્યા બહુ પામ્યા રે લે। । સરલ સેાભાગી સુંદરૂ પુણ્ય અતિશય પામ્યા રે લે, અહા પુણ્ય અતિશય પામ્યા રે લેા નારી દેય સેહામણી જાÛિ રતિ પ્રીતિ ૨ લે, અહે। જાણિÛ રતિ પ્રીતિ રે લે। । ચ'ડા પ્રચ ́ડા નામથી તિમ ગુણથી પ્રતીત રે લેા, અહા તિમ ગુણથી પ્રતીત શૈલે પ્રેમ રે લેા, અહેા તેહને પણિ પ્રેમ રે લેા । પણિ બિહું સાકિ કલહ કરે' સાકિ ધર્મ એ નેમ રે લે
પ્રેમ ઘણા બિહું ઉપરિ` તેને પણિ
અહેા સેકિ ધમ એ નેમ રે લે
યત:
સેકિ વેધ અતિ ભાલા શૂલ તણી
॥ દુહા !
આકારા, જેહવા તીષાં તીર । પરિ', 'પિર પિર ા૨ે પીર ૫ પૂર્વ ઢાલ ।
મદન વારે પિણુ
રાષી પ્રચંડા
નિવ રહે, કાપ ને અભિમાન રે લા, અહે। કાપ ને અભિમાન રેલે નારિને, પાસે. ગામને થાન ફ્ લેા, અહે। પાસે ગામને થાન રે લે એક એક સ્ક્રિનના નિયમથી, રહે. મન તે વારે ૨ લે, અહેા રહે મન તે વારે ૨ લેા 1 મદન તે નિયમ ચૂકે નહી', ઇમ કરતાં કવારે'રે લેા, અહેાઇમ કરતાં કિવારે ૨ લા પામીને, પરચ’ડા ગેહ ૨ લેા, ૨લા ।
કારણુ કાઈક
એક દિન અધિકા
અહે પરચંડા ગેહ તિહાં રહ્યો, ધરી તાસ સનેહ રે લેા, અહે। ધરી તાસ સનેહ રે લે ધરે, કછુ ખાંડતી તેડુ ૨ કે, અહા કશુ ખાંડતી તેહ રે લે। । આવતા દી। નિજ પતિ, ક્રોધઇ ભરી દેહ રે લા, અહે। કાઈં ભરી દેહ રે લા
આવ્યો ચડાને
૫૧મા
૧૯
॥૧૬॥
૫૧૭ણા
૫૧૮૫
૫૧૯ા
ારના
૫ર૧૫
ારણા
સારા
Page #333
--------------------------------------------------------------------------
________________
1
(૨૪
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ મુસલું નાખ્યું સનમુખે, મુખિં ઇણિ પરિભાસ રે ,
અહો મુખિં ઇણિ પરિભાસ રે લો ! રે રે દુષ્ટ અભાગીયા, તુઝ નહીં ઈંડા વાસ રે ,
અહે તુઝ નહીં ઈહા વાસ રે લે દુઇ પ્રચંડા તુઝ, ઘણું પ્રાણ આધાર રે ,
અહિ ઘણું પ્રાણ આધાર રે લે જા તેહને ઘરિ સુખથકી, રહેજે ધરી પ્યારી રે લો,
અહે રહેજે ધરી પ્યાર સે લે મારા તે દેશી બીહનો અતિ, નાઠે તિ વેલા રે લો,
અહો નાઠે તિણ વેલા રે લો ! થોડી ભૂમિકા જઈ કરી, પંઠિ જૂઇ હેલા રે લે,
અહ પૂઠિ જૂ હેલા રે લે પારદા સર્ષ ભયંકર દુષીઓ, ફણાટોપ વિશાલ રે લે,
અહો ફણાટોપ વિશાલ રે લો ! યૂલ મુશલ સમ આવતો, જાણિ મહાકાલ રે લો,
અહે જાણિઈ મહાકાલ ૨ લે પરણા નાઠે સવિશેષે વલી, પરંચડા પાસ રે લે,
અહે પરંચડા પાસ રે લે છે દિઠે તિણાઈ આવતે, નવિ માઈ સાસ રે ,
અહો નવિ માઈ સાસ રે લો ૨૮ પૂછે કિમ ભયબ્રાંત તું, આ તતકાલ રે ,
અહો આ તતકાલ રે લે ! મદન કહે ચંડા ચરી, પૂઠે તું ભાલિ રે લે,
અહો પેઠે તું ભાલિ રે લે પરલા સાંજલિ પરચંડા કહે મત ભય મન આણિ રે લે,
અહે મત ભય મન આણિ રે લે છે તું મુઝ પ્રાણથી વાલહ્યો, હું કહ્યું ત્રાણ રે ,
અહા હું કરચ્યું ત્રાણ રે લે ૩૦ ધીરા થા કોઈ ભય નથી, એહને સ્ટે ભાર રે લો,
અહ ઓહને સ્ટે ભાર રે લે ! ઈમ કરી આસ્વા તિણે, નારિચરિત્ર અપાર રે ,
અહે નારિચરિત્ર અપાર રે લે ૩૧ ધન ધન તે મુનિરાજને, દૂરિ ઈડી નારિ રે લોલ,
અહો દૂરિ છેડી નારિ રે લે ! પહેલી ઢાલ ‘પદમ” કહે, સુણતાં જયકાર રે ,
હે સુણતા જયકાર રે દ્વારા પર
11
Page #334
--------------------------------------------------------------------------
________________
પં. શ્રી રણુણીકવિજયજી શ્રી પદ્યવિજયજી વિરચિત મદન-ધનદેવ રાસ
છે દુહા છે પરચંડા દીઠે પ્રબલ, ભુજંગમ ભયકાર આંગણા આગલિ આવીએ, કીનાશને અનુકાર ના કો તે દેખી કરી, તનુ ઉદ્વર્તન તામ કરી મલપિંડની ગેલિકા, નોર્ષે સનમુખ જામ રા નકુલ થયા તે તતષિણે, નાગ કર્યો નવ ખંડ ! ચમક્ય મદન તે ચિત્તમાં, ચંડાથી આ પ્રચંડ લેવા જોતાં જોતાં નલિઆ, સર્વ થયા વિસરાલ ! નાના રસ વેદે મને, ચિંતે મદન રસાલ અહો ! ચંડાના કોપથી, આ પ્રચંડા પાસ ! શરણ થઈ એ મુઝ, રાખ્યો દેઈ આસ્વાસ પા પણિ જે દેવગે કરી, કેપે પ્રચંડા એહ તે કેણ શરણ હવે તદા, જાઉં કેહ ગેહ દા વાહલો પણિ કાર્પે નહીં, એહ દુર્લભ કય તે નારિ કુભાયા, નવિ કેપે કિમ હેય પાછા એ રાક્ષસ દેય જણી, છાંડી જાઉં પરદેશ આપ કુશલને કારણે, ત્યજીઈ રાય ને દેશ ૮ યતઃ
त्यजेदेकं कुलस्यार्थ, ग्रामस्याथे कुलं त्यजेत् । ग्रामं जनपदस्यार्थे, आत्मार्थे पृथिवीं त्यजेत् ॥१॥
છે ઢાળ ૨ |
છે પુણ્ય પ્રગટ થયો એ–દેશી છે ઈમ ચિંતવી નકલ્યા રે સુહજન, સાથે બહુ ધન લેય, પુણ્ય પ્રગટ થયે મદન ભમેં દેશાંતરે રે સુવ સ્વેચ્છાઈ ગત ખેય પુણ્ય લા કેઈક વાસર વહી ગયા રે સુવ પૃથિવી જતાં તાસ પુ ભમતો ભમતે આવી રે સુત્ર નગર નામ સંકાશ ૫૦ ૧ના જીતે નિજ લષખી થકી રે સુંઠ સુરપુરી લંકાં વાસ પુરા તેહ નયર ઉદ્યાનમાં રે સુ૦ બેઠે અશોક સકાશ પુ. ૧૧ ઇણિ અવસર એક આવીએ રે સુત્ર ભાનુદત્ત ઈણ નામ પુત્ર સેઠમાંહિ શિરોમણિ રે સુર બેલે તે હવે આમ પુરુ પારા મદન સુખે તું આવી રે સુઇ કુશલ સુખશાત પુત્ર ચાલે નિજ ઘરિ ઈ ઈ રે સુત્ર માને અમચી વાત પુ. ૧૩
Page #335
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રંથ નામ સુનું ચિત્ત ચમકી રે સુડ સ્યું જાણે મુઝ નામ પુછે ! ચાલ્યા નગરમાં તેહર્યું રે સુ. પિોહતો તેહને ધામ ૫૦ ૧૪ સેઠ કરાવેં તેને રે સુઇ સ્નાન ભજન ભલી ભાંતિ પુત્ર ! ગૌરવ આદર બહુ કરી રે સુઇ ભાષે ઇમ એકાંતિ પુ૧પા કુમરી નિજ આગતિ કરી રે સુઇ કહે પરણે મહાભાગ ૫૦ મદન દે તે નારિ રે સુઇ ભાલ અરધચંદ્ર ભાગ ૫૦ ૧૬ો ચતુરા ચંપકવાનસ્ય રે સુઇ બેલે અમૃત વાણિ પુત્ર ! પકવ બિંછી કામિની રે સુo નયન કમલદલ જાણિ ૫૦ ૧ળા રૂપે રતિને હરાવતી રે સુ વદન તે ચંદ્રમાન પુ. નહિ તત્તમા એહવી રે સુઇ બે મદન સુજાણ પુ. ૧૮ કિમ જાણે મુઝ નામને રે સુનવિ જાણે કુલશીલ પુછે ! કિમ ગૌરવ કરે એવડે રે સુ વલી કન્યા દિએ લીલ પુ૧લા સેઠ કહે સુણિ સાહિબા રે સુત્ર માહરે પુત્ર છે યાર પુત્ર તે ઉપરિ એક ઈચ્છતાં રે સુત્ર પુત્રી હુઈ મને હાર પુત્ર મારવા પ્રાણુથકી મુઝ વાલહી રે સુ વિદ્યુલતા ઈણ નામ ૫૦ પાઠવી સકલ કલા વલી રે સુ આવી યૌવન જામ પુરા ૨૧ તે દેવી હું ચિંતવ્યું રે સુઇ વર ગ્યા થઈ એહ પુત્ર ! દેવી કેઈ વરસેં હવે રે સુર લેકરીતિ ધરી નેહ પુત્ર રરા વલી વિગ ન સહી સકું રે સુત્ર એહને ક્ષણ એક માત પુત્ર છે ઈમ ચિંતાતુર હું થયે રે સુઇ નવિ નિદ્રા આયાત પુત્ર ભરવા ભૂષ તરસ સવિ ઉપશમી રે સુ છાંડ સકલ વ્યાપાર પુત્ર ! શૂન્ય મને વરતુ સદા રે સુર સૂતો રાતિ મઝારિ ૫૦ ૨૪ મધ્યરાતિ કુલદેવતા રે સુ આવી ભાષે ઈમ પુત્ર વચ્છ ! કાંય ચિંતા કરે છે સુ કહું તે સાંભલિ નેમ પુત્ર રપ વિહાણે નગરઉદ્યાનમાં રે સુટ અશોક વૃક્ષને મૂલ પુત્ર પુરુષરતન કુલપિને રે સુ તરુણ કલા અનુકૂલ પુ. મારા દિવસ પ્રહર એકનેં સમેં રે સુત્ર મદનનામ ગુણવંત પુત્ર ! દેવી કન્યા દેજે તેને રે સુ તવ મેં ભાગું તંત પં. પારણા ચિંતા સમુદ્રમાં બૂડતાં રે સુઇ મુઝને ઉદ્ધર્યો માત પુત્ર
અદશ થઈ કુલદેવતા રે સુત્ર અનુક્રમેં થયો પરભાત પુ. ૨૮ કૃત્ય કરી વિહાણાં તણું રે સુર આવ્યું હું ઈણ ઠામિ પુત્ર ! દેવીઈ ભાળ્યું તે સવે રે સુત્ર નયણે દીઠું નામ પુછે રહ્યા
Page #336
--------------------------------------------------------------------------
________________
પં. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્યવિજયજી વિરચિત મદન-ધનદેવ-રાસ
ઢાલ બીજી એહ રાસમાં રે સુત્ર ભાષી અતીહિં વિશાલ પુ ‘પદ્રવિજય” કહે સાંભલો રે સુત્ર આગલિ વાત રસાલ પુત્ર ૩૦૧
| સર્વ ગાથા ૬૧ છે
| દુહા છે તે માટે કરું વીનતી, જાણું તુમચું નામ માહેરુ વચન માની કરી, કરો અહોરું કામ ના તે સાંભળીને ચિંતવે, મદન તે ચિત્ત મઝારિ વિનાં પ્રિયાં હું એકલે, વંઠ પરિ નિરધાર પર કાલ ગમાવું કિણી પરિ, રહું હવે કિણે ઠાણ દે દીધી કન્યકા, આપે છે મુઝ પાણિ આવા ભાગ્યયોગે આવી મલી, મનવિશ્રામનું ઠામ પરણીને ધન ભેગવું, એહ શેઠનું ધામ જા ઈમ ચિંતવી અંગીકારે, તેહ શેઠની વાણિ શુભ લગને પરણ્ય તિહાં, મનમાં ઉછરંગ આણિ પા
ઢાળ ૩ છે | ચતુર સનેહી મોહનાં—એ દેશી છે ભાનુદત્ત હવે સેઠીઓ, વસ્ત્ર અને અલંકાર રે બહુ ધન કંચન પૂરિઉં, ભવન દીઈ મહાર રે દા
પુન્યવંત ઈમ જાણિઈ છે વિઘલતાણ્યું તિહાં રહ્યો, સુખ ભેગવું સુરસાલ રે ! પુણ્યે મનવંછિત માઁ, દુખ થાઈ વિસરાલ રે પુન્યવંત છા
- સુપુસિ જિહાં જાઈ તિહાં, નવિ જાણે કુલ શીલ રે . પણિ તે પુણ્યઉદઈ કરી, પામે સુખ ભર લીલ કે પુન્યવંત ૮ - જે ઈચ્છક કલ્યાણના, ઈહ ભવ પરભાવિ પ્રાણી રે તો પુણ્ય ઉદ્યમ આદરે, કરિઈ ગુણમણિ ખાણી રે પુન્યવંત છેલા
સસુર દ્રવ્યથી સંપજે, ભોગ ભલા ભરપુર રે મદન મગન સુખસાગરે, દુખ વાત ગઈ દૂરિ રે પુન્યવંત ૧
કેઈક વરસ વહી ગયાં, એક દિન પાઉસ આ રે પંથી લેક વિરહી જિકે, તે ઘર ભણી સહુ ધાયો રે પુન્યવંત ૧૧
કામિની વિરહઅગનિ થકી, ધૂમલેખા ઘનમાલા રે વિસ્તરી ગગન તેણેિ કરી, મેઘ હુઆ માનું કાલા રે પુન્યવંત ૧રા
દિશિવધૂને આભર્ણ પરિ, જલદ ભર્તાઈ દીધું રે ચમકે ચિહું દિશિ વીજ તે, કનકમયી સુપ્રસીધું રે પુન્યવંત) ૧૩
Page #337
--------------------------------------------------------------------------
________________
૨૪
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્વગ્રંથ - ડિડિમ પાઉસરાયને, ચારિ દિશ વિસ્તરી રે ! હું રાજા છું ઈણિ પરે, લેક ગજર ભરીએ રે પુન્યવંત ૧૪ આ માનિની માનખંડણ ભણિ, ખડગધારા ક્યું પ્રચંડ રે ! વરસે નિરંતર તિણે સમે, જલધારા તે અખંડ રે પુન્યવંત ૧પ
પ્રથિવી મહિલાને હદે, હાર સૈર અભિરામ રે સરિતા પસરી સહિઈ, દેવી પસારું કામ રે પુન્યવંત ૧૬
કુટજ કદંબ ને કેતકી, સલ્લકી અર્જુન ફૂલ્યા રે કુરંચ ચકર નેં મરના, મદ વાધ્યા તેમ મેલે રે પુન્યવંત ૧૬
મેઘઘટા મહિષી વલી, પૃથિવી નેં આકાશે રે ! પય ઝરતી ગાજે ઘણું, શ્યામવરણ સુપ્રકાસું રે પુન્યવંત ૧૮
" ગર્ભ ધરે બગલી તદા, હરિતાંશુક ધરા પહેરે છે નૃપયાત્રા રજ ઉપશમેં, કામિની પતિપથ હે રે પુન્યવંત ૧લા
- મદન બેઠે તિહાં ગેષડે, જે પાઉસ સહા રે પાડેસિણ નયણે પડી, કરતી દુખવિ છેહા રે પુન્યવંત ર૦૧
કરતી વિલાપ ઈણિ પરં, મુકી મુઝ અનાથ રે દેશાંતર ગમે તે હજી, નવિ આવ્યા મુઝ નાથ રે પુન્યવંત પરના
ઘન ગરજારવ વિજલી, દાદુર મુઝ ડર પાવે રે ઝૂંપડી તે પાણી ઝરે, થરહર દેહ કંપાવે રે પુન્યવંત પારા - નિઠવીઉં ધન પૂર્વનું, બાલિક પણિ ઈંમ રોવે રે આણું મ્યું આવું હવે, દૈવ ન સામું જોવે રે પુન્યવંત રવા
દુખ કુલભવન હું નીપની, મદન સુણઈ કાને રે ! અતિશય કરુણા ઉપની, ચિત્તમાં ધરી ઇમ સા રે પુન્યવંત મારા
ઢાલ ત્રીજી એહ રાસની, ભાષી ગુરુ સુપસાય રે ! પદ્યવિજય કહે પુણ્યથી, પામેં વંછિત ઠાય રે પુન્યવંત પરપા
| સર્વ ગાથા ૮૬ છે
મદન વિચારે ચિત્તમાં, અહો એ રાંક અનાથ ! પતિવિરોં ઈંમ વિલપતી, નહીં કે એહને સાથે ૧ છે ચંડા પ્રચંડા બાપડી, મારે ધરતી વિગત ઈણિ પરં દુખણી બહુ હસ્ય, ભરતા વિગુ સ્ય ભેગ છે ૨ ઈમ ચિંતવને તે હવેંનયણે નીર ઝરંત છે તે દેશીને નાહને, વિદ્યુલતા ભણંત ૩ યે ઉગ તુમ ચિત્તમાં, ભાષે કારણ મુજ બહુ આગ્રહથી ભાષિઉં, જેહ હિયાનું ગુઝ છે પૂરવ ભારયા સાંભરી, તિણે મુઝ દુખ બહુ થાય છે દેષ પાડોસણ રોવતી, સાંભરી ચિત્તમાં આય છે ૫૫
Page #338
--------------------------------------------------------------------------
________________
૫. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્મવિજયજી વિરચિત મદન-ધનદેવરાસ
ના ઢાળ પ
૫૧ના
॥ આધા આમ પધારી પૂજ્ય અમ ધરે વેાહરણ વેલા—એ દેશી ગા વાત સાંભલી કામિની તે ચિત્તમાં, કરતી ઇમ વિચાર । ઇંણિ પરં સુખ ભોગવે મુઝ સાથે', પણ સાંભરે તે નારિ સ્વામી સુખે પધારા ઘરે, તેહની ષરિ તે લીજે ખાદ્ય વિકાર નવિ દેષાવે, ખેલે ઇંશુ પરે વાણી । સ્વામી એવડુ દુખ ઉપજાવા, સ્પે. કારણ હિત આણી સ્વામી તિહાં જઈને તસ રતિ ઉપજાવેા, મદન કહે તવ ઈમ । તાહરી આણા હાય તેા જાઉં, નહીં તેા જા" કેમ સ્વામી સાંભલી ચિંતવે ઇ ઈર્ષા આણી, જીએ દાસી પર સેવું । વચન ન લેાપુ એહનુ' કમહીં, કરું એહુના ચિત્ત જેવુ સ્વામી તાપણુ દુખદાયક તે બિહુને, સંભારે છઈ આમ મ્હે. તા ષસી ન સક્રીઇ ક્ષણ પણિ, દુર પીડે કામ સ્વામી પાઉસ રિતુહુ કામ જગાવે, વાત વિસારે પાડું । કાલ ક્ષેપ કરીઇ કાઈ રીતે, ઇમ ચિંતી કહે. આડુ' સ્વામી સ્વામી વાટિ વિષમ એ રિતુમાં, મારગ દુ^મ કરે' । ગિરી નદીએ અતિ વિષમ છે વાટે, જાવા ચિત્ત કિમ પસરે સ્વામી ા૨ા શરદ કાલે જખ પાઉસ ઉતરે, તવ જાજ્યે તુમ્હે સ્વામી । વાત સુણીને માન્યું મર્દને, સ્ત્રીને વશ હાઇ કામી સ્વામી ભેાગ સુખે' હવે કાલ ગમાવે, શરદ રીતુ જખ આવે । તખ જાવા ઉત્કંઠિત પૂછે, જા જો તુ ફરમાવે સ્વામી કાંય વિચાર કરીને માન્યું, `ખલ સાથે' આપે ! કરી સુગંધ કર વિધિસ્યું, મદનને હાથે થાપે' કુશસ્થલ ભણી ચાલ્યા વેગે, લેઇ કર'એ તેહ । જાતાં થયે મધ્યાહ્ન સમય તવ, કાઈ ગામે ગયેા એહ સ્વામી તાસ ઉદ્યાને સરેાવરતીરે', તરુ મૂલે વિશ્રામ । નાહી દેવ ગુરુ સ'ભારી, ઇચ્છે ભેજન કામ સ્વામી।૧ળા ચિ’તવે' જો કાઈ આવે. અતિથી, નયણે ઇંહી જ કાલ ।
॥૧૧॥
૫૧ા
૫૧૪ા
સ્વામી
૧૫મા
૫૧૯૫
તે। તસ ગ્રાસ અરધ આપીને, પુણ્ય કરું તતકાલ સ્વામી (૧૮૫ પરને શબ્દ કરીને ભુંજે, જગમાં તે ધન પ્રાણી । અતિથીસ વિભાગ કહ્યો તેણે', લષમી કરતલ આણી સ્વામી ઇં ચિંતવતાં દ્રી પાસે,દેવકુલથી નીકલતા । જટા મુકુટ ને ભસ્મવિલેપિત, ગામ ભણી સલસલતા સ્વામી
un
છા
શાળા
ht
હાફુલા
ારના
૫
Page #339
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવતપસી દેવી હરળે હૃદ, બેલા બહુ માને આ કરંબે આહાર પ્રમાણે, લેઈ વલીઓ નિજ થાને સ્વામી. ૨૧ ભૂળે તપસી ખાવા બેઠે, તેહ સરોવરતીરે ખાવા મદન આરંભે જે, લેઈ સમીપ તે નીરે સ્વામી, પારા એહ છીંક થઈ તવ શિતે, કાંય વિલંબ તે કીજે એહવે યોગી બકરો હું, કરંબ પ્રભાવ વદીજે સ્વામી. પારકા શ્રીગુરુ ઉત્તમવિજય પ્રભાવે, ભાષી થી ઢાલ ‘પદ્રવિજય” કહે પુણ્યપ્રભાવે, હે મંગલ માલ સ્વામી૨૪
છે સર્વ ગાથા ૧૧૦
બેઓં કરતો બેકડે, ચા નયર સંકાસ મદન લહ્યા વિસ્મય ઘણું, દેશી તેહ વિલાસ પેલા કિહાં જાઈ છઈ બોકડો, જેઉં પૂઠે જાય ઇમ ચિંતિને ચાલીએ, કૌતીક મન ન માય પારા મદન બોકડો બિહું જશું, પહેતા નયર મઝારી પંઠો બકરો ભવનમાં, જિહાં વિદ્યુતલતા નારી ૩ મદન જેવા છાંને રહ્યો, કઈ થાનિક તે પાસ જેઉ બકરો સ્યુ કરે, પેસીને આવાસ મઝા બકરે આવ્યે જાણિને, વિદ્યુતલતા દિઈ દ્વારા લેઈ લકુટને મારવા, ઉઠી ઉંધી નારિ પાપા બંબ પાડે તે બેકડે, તવ બોલે તે નારિ નિરઅપરાધ મુઝને તજી, રે તુઝ પડે ધિક્કાર છે બહુ કાલે પણિ પૂર્વની, નારિથી વિરપે નહિ ચાલ્ય તિહાં ઉત્કંઠવી, સ્ય જોઈ આ આંહિ છા
છે ઢાલ પર
કરે તણું ઘડદે –એ દેશી નારી કહે મુસલે કરી, દયા ધરીને આજ મારું નહીં ભરતા ભળી, જાણી હતું અકાજ ૮ ભવિક જન સુણજો રે, નારીચરિત્ર વિચિત્ર હૃદયમાં મુણ રે બીહને ચંડા મુસલથી, ગયે પ્રચંડા પાસ છે મુઝ માગંતાં હ કહે, ચિતમાં કેહની આસી ભવિક જન માલા કહી કહીને ઈમ મારતી, મિલીઓ લેક અપાર છે મદન વિચારે ચિત્તમાં, અહાહે ચરિત અપાર ભવિક જન ૧
Page #340
--------------------------------------------------------------------------
________________
પં. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્મવિજય વિરચિત મદન ધનદેવ રાસ
કરે છે જે વાત કદા, માહરી પણિ એ રીતિ | લોક બુબારવ સાંભલી, દેવી એહ અનીતિ ભવિક જન ૧૧૫ રે રે મૂઢ પશુ ભણી, મારે છે તું કેમ વણિકકુલે તું ઉપની, કિમ હિંસા કરે ઈમ ભવિક જન મારા તવ પાણી મંત્રી કરી, છાંટયું તેહને જામ ભસ્મ ગુંડિત જટા ધરે, ઊરણ જેગી થયા તામ ભાવિક જન માનવા લેક દેવી પૂછે ઈસ્યુ, ભગવન સી એ વાત તવ તે આંસુ નાષ, ભાષે નિજ અવદાત ભાવિક બીહકે તપસી નાસતે, વિસ્મય પામ્ય લોક વિદ્યુતલતાને ઉપને, મનમાંહીં ઘણે શેક ભાવિક જન. ૧પ ધિગ ધિગ નિરપરાધી એ, તપસી માર્યો આજ નવિ જાણું કિહાંઈ ગયે, પતિ જાણ એ અકાજ ભાવિક ૧૦ ૧૬ો મિલર્ચે અથવા નહીં મીલે, તે માહરે ભરતાર ! મેં જાણ્યું શિક્ષા દેઈ, લેગ ભેગવચ્ચું સાર ભવિક જન૧છા મનના મારથ મન રહ્યા, જનમાં થયે અપવાદ પતિ વિરહણ હું થઈ કિહાં કરું શેર ને દાદ ભવિક જન ૧૮ પંહક ખવાણે નહીં, વલી હાથે દીધો જેમ એહ ઉષાણે મુઝ થયે, કહાં હવે કરિઈ કેમ ભવિક જન ૧લા મદન વિચારે દેષીને, નિજ ચરિત્રે કરી એ ચંડા પ્રચંડા બિહું જણી, છતી કપટની ગેહ ભવિક જનરમા
ગીને પણિ ગમ્ય નહીં, નારિચરિત્રને અંત ધિ બિગ વિષયી જીવને, તો પણિ તિહાં રાચંત ભાવિક જન મારા રાક્ષણી સાપિણ વલી, વાઘિણ જીતી એણ જે વિશ્વાસ કરે નરા, તે પશુ નરરૂપેણ ભવિક જન ધરા પુયે ત્રણથી છૂટીઓ, હવે કરું નિજ કાજ ઈમ ચિંતવતો આવીએ, નામ હસંતી પુરી પાજ ભાવિક જન રિયા મદનરાસમાં પાંચમી, ઢાલ ઇણિ પર્વે હાય ! “પદ્યવિજયેં' પણ કરી, પુણ્ય કરો સહુ કેય ભવિક જન૨૪
છે સર્વ ગાથા ૧૩૬ [૧૩]
( દુહા |
ગોરી ઘરિ ઘરિ બારણે, ઈશ્વર માનુષ્ય માત ! રંભા વન વન દેશીઇ, ધનદની કઈ કહું વાત ?
Page #341
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવ-ગ્રંથ ગૌરી ઈશ્વર રંભા ધનદ, સહુને હસતી તેહ છે નામ હસંતી તેહનું, સુરપુરી અધિક છે એહ પરા તસ ઉદ્યાનમાં ચિત્ય છે, જાણે મેગિરિ કનકથંભ પંચાલિકા, જિહાં શ્રી રીષભજિર્ણોદ ૩
છે ઢાળ છે કે ભવિ તુહે વંદો રે સુમતિ ને શાંતિ જિમુંદા–એ દેશ છે મદન દેઉલમાં પિઠો હર, રીષભ જિનેસર દીઠા જનમ મરણ ટાલે ભવિજનનાં, મનમાં લાગા મીઠા
જિનવર નિરજી લાલ, હિરડે હરષ ધરજે !
જિનગુણ પરષી લાલ, નરભવ સફલ કરી જે છે ભવસાયરમાં ભમતાં જનને, આલંબન જિનરાયા ! દેવને દેવ સુરાસુર વંદિત, પૂરવ પુણ્યે પાયા જિનવર૦ લાપ હાથે નહીં હથિયાર ન માલા, નહીં ઉચ્છેગે વામા અવિકારી અકષાયી મુદ્રા, નિરભયી ને ગુણધામાં જિનવર દા એહ સરૂપ ન જગમાં દીસે, સફલ થયે અવતાર નયણ કૃતારથ મારાં હૂઆ, ધન્ય હું જગશિરદાર જિનવર૦ ધાણા ભવસાયરને પાર હું પામે, દુરલભ જિનપદ પામી ભવખયકારણ ભવદુખવારણ, હોં થયે શિવગતિગામી જિનવર૦ ૮ ઈમ બહુમાને જિનવર પ્રણમી, બેંઠે તિગૃહી જ કામ વણિકપુત્ર ઇણ અવસર આવ્ય, ધનદેવ તેહનું નામ જિનવર૦ છેલ્લા તે પણિ પરમાતમ પ્રણમીને, મનમાં ઉલ્લસિત ભાવે ! મદન ને ધનદેવ રંગમંડપમાં, હર બિહું જણ આવે જિનવર ૦ ૧૧ પુછે ધનદેવ સ્નેહ ધરીને, સાધર્મિક તસ જાણી ભદ્ર તુહે આવ્યા કહે કિહાંથી, જિનમુખ જોવા જાણે જિનવર૦ ૧૧ દુખ હૃદયમાં સુહુ બહુ દેવું, તવ ચિંતે તે ઈમ ! કોઈ મહાતમા મુઝને પૂછે, આણ બહુ પ્રેમ જિનવર. ૧૨ બાલ્ય મદન ભદ્ર હું આવ્યું, નગર સંકાસથી જાણિ દુખ કારણ મુજ રીદયને પૂછ્યું, તે સાંજલિ ગુણષાણિ જિનવર૦ ૧૩ વાત લજા જેવી છે તે પણિ, મચું દરિસણ દેવી
સ્નેહ ઘણે દીઠે તણું ભાથું, બીજું સર્વ ઉવેષી જિનવર૦ ૧૪ નિજ વૃત્તાંત સરવ તિણે ભાગે, ધનદેવ બલ્ય તેહરે કેટલું સુખ દુખ આગલિ તાહરું, તુઝથી અધિક દુખ માહરે જિનવર૦ ૧પ માહરી વાત ઘણી અચરિજની, સુણતાં વિસ્મય થાય છે ભાર્યા માહરે તુઝથી અધિકી, સુણતાં તુઝ દુખ થાય જિનવર૦ ૧૬
Page #342
--------------------------------------------------------------------------
________________
પં. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્યવિજયજી વિરચિત મદન-ધનદેવ રાસ
મદન કહે કહો તુમ ભાર્યાની, વાત તે વિસ્મયકારી ધનદેવ કહે તે કહિઈ સુણજો, હર્ષ ધરી નરનારી જિનવર૦ ૧ળા “પદ્મવિજય ” કહી મદન રાસમાં, રૂડી છઠી ઢાલ હવેં કહું જે ધનદેવ કેરી, વાત ઘણું સુરસાલ જિનવર૦ ૧૮
સર્વ ગાથા ૧૫૪ [૧૫] .
છે દુહા | ઈણ નયરીમાંહિં વસે, ધનપતિ નામા શેઠ ! નિશ્ચલ શ્રીજિનધર્મમાં, બીજુ જાણે વેઠ (6) ૧ મુનિજનની સેવા કરે, કરં વલી પરઉપગાર ! ગુણરાગી ગિરુઉં ઘણું, શ્રીયંતમાં શિરદાર ધારા લષમી નામ સોહામણું, નામ તિસ્ય પરિણામ લષમી ઘરિ આંગણિ વસે, સકલ કલાનું ધામ મારા એહવી નારીત્યું શેઠજી, ઉભય લોક અવિરુદ્ધ છે સાવંતાં સુત દે થયા, તેહ સદા સુવિશુદ્ધ iા તિહાં પહિલે ધનસાર છે, બીજે છે ધનદેવ યૌવન વય આવ્યા બિહં, સ્વામી કાર્તિક મહાદેવ પાપા
છે હાલ ૭ છે કે ગેબ સાગરની પાલિ ઉભી દોય નાગરી મહારા લાલ–એ દેશી છે દેય કલા હવે સીધ્યા યેવન વય આવીયા મમ્હારા લાલ, રૂ૫ લાવણ્ય વિશિષ્ટ કન્યા પરણાવી આ મહારા લાલ ! નિત્ય નિત્ય નિજ વ્યાપાર કરે તે બહું જ હારા લાલ, કાલ ગમાવે છણિ પરે સહુઇ ઇકમને હારા લાલ ૬ જીવલેકને મરણ અને આ સદા હારા લાલ, સમય સમય વિણસેં રસ રૂપ ને સંપદા મ્હારા લાલ ! ધનપતિ સેઠ આયુ નિજ અથિર જાણ કરી મહારા લાલ, શત્રુ મિત્ર રામભાવ હૃદયમાંહિ ધરી મહાશ લાલ પાછા થઈ વિરક્ત સંસારથી સહુ જીવ બમણ મહારા લાલ, મન એકાગ્રે પંચ પરમેષ્ઠિ સુમરણ મહારા લાલ પંથ સાથે પરલોકને ધનપતિ વાણિઈ મહારા લાલ, મરણ લહ્યો ઈંમ ઉત્તમ શ્રાવક જાણિઇ મહારા લાલ પાટા નિજ ભરતાર વિગ શેક હોં બહુ કરે મારા લાલ, લષમી પણિ ઘરવાસ બીહામણે ચિત્ત ધરે મ્હારા લાલ બહુ સંવેગ વિષય વિમુખી તે નિત્ય રહે મહાર લાલ, તપથી તિશેષે શોષવી કાય મરણ લહે મહારા લાલ માલા
Page #343
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ માતપિતા મરણથી શોક કરે ઘણે હારા લાલ, નવિ સુખ પામેં કિણહી ઠામ ચિત્ત દોય તણે હારા લાલ તઓ સકલ વ્યાપાર હોં ઈશુ અવસરે હારા લાલ, શ્રીમુનિચંદ મુણિંદ આવ્યા પુરપરિસરે હારા લાલ ૧ તિણે ઉપદેશ કર્યો ઈમ બે ભે કિમ કરે હારા લાલ, એવડો શોકસંભાર ધરો ચિત્તમાં ઘરે હાર લાલા નવિ સંસારસરૂપ નિરૂપણ ચિત્ત કરે મ્હારા લાલ, ચર થિર સકલ સંસારમાં સર્વને જમહરો હારા લાલ ૧૧ નિત્ય પંથીએ પ્રાણ શરીર ચલ અનેં હારા લાલ,
વન ચપલ મરણ ધ્રુવ અનુક્રમેં સવિ ગછે મહારે લાલ એક જિણવર ભાષિત શરણ તે ધર્મ છે હાર લાલ, તેહ આધાર ગતિ સ્થિત અવર અધર્મ છે મહારા લાલ ૧રા તેહ સુણીને શેક મંદ કરી ઘરિ ગયા મહારા લાલ, નિજ ઘર કાર્ય વ્યાપારમાં બિહંઈ સજ થયા હારા લાલ બિહંની નારિ તે ઘરમાં નિત્ય કલહ કરે હારા લાલ, બિહું જણ સમજી ભિન્ન રાષે ઘરે હારા લાલ ૧૩ જાતે દિન એક દિન પૂછ્યું વૃદ્ધ ભાઈ ઈ હાર લાલ, કિમ ઉદવેગ સહિત તુઝ મનડું પાઈછે હારા લાલ ! તવ લઘુ ભાઈ કહે મુઝ નારિનું દુખ ઘણું હારા લાલ, તિણે મુઝ ઉદવેગ થાય તનુ દુરબલપણું મહારા લાલ ૧૪ મેહટ ભાઈ કહે તું મને મત દુખ કરેં મહારા લાલ, કન્યા બીજી પરણાવું તેહથી સુખ ધરે હારા લાલ લઘુ ભાઈ કહે ઈંમ જ કરો જિમ સુખ લહું હારા લાલ, એહ વાત તુહ આગલિ ઝાઝી સી કહું હારા લાલ ૧પ તવ વૃદ્ધ ભાઈબ કઈક કુલવંતી ની હાર લાલ, પરણુ ધનદેવને બીજી શોભા બની હાર લાલ સાતમી ઢાલ રસાલ કહી હે ઈણિ પરે હારા લાલ, પદ્ધવિજય” કહે સાંભલે કિણી પરે નિસ્તરે મહારા લાલ ૧૬ | સર્વ ગાથા ૧૭૦ [૧૧૮] .
દુહા છે અભિનવ પરણી નારિસ્યું, ભગ નવલા ભગ ભાવી ભાવના વેગથી, સરિ મિલ્યો સંયોગ ૧ વેચ્છાચારી નારિ તે, પહિલી સરિષી એહ ચિત્ત સંતોષ ન ઉપજે, ધનદેવને તિહાં રેહ પારા
Page #344
--------------------------------------------------------------------------
________________
પં. શ્રી રમણીકવિજયજીઃ શ્રી પદ્મવિજયજી વિરચિત મદન ધનદેવરાસ
મન ચિંતે નિરભાગ્ય હે, ઘર ઉઠ ગયે રન તિહાં પણિ ભાવી ભાવથી, લાગી બહુત અગન્નિ ૩ તાસ પરીક્ષા કારણે, જે તાસ ચરિત્ત છે ઈક દિન બેંઠે ધ્રુજતો, નારિને કહે ઈણિ રીતિ જા શીતવર મુઝ આવીએ, બેંસી ન સકું તેણ વહિલી સિજ્યા પાથરે, શયન કરું હું જેણuપા પ્રગુણ કરી શિયા તિ, ધદેવ સૂતો જામ પાવરણું સીરપ પ્રમુખ, ઓઢાડ્યાં તસ તામ દ્દા
| ઢાળ ૮ ! છે ઝાંઝરીઆ મુનિવર ધન ધન તુમ્હ અવતાર—એ દેશી તિણે સમેં સૂરય આથમે છે, રાતિ થયે અંધકાર ! આછાદે સવિ દેષને જી, ગુહડ કરે છુતકાર Uા સેભાગી સયણું સાંભળો નારીચરિત્ર છે ઘર નાદ કપટે કરી , ઊંઘે તિહાં ધનદેવ તવ મોટી લઘુને કહે છે, સાંજલિ રે તું હેવ ભાગી. ૮ તું પરવારિ ઉતાવલી જી, આપણને શું કામ તવ તે કામ ઉતાવલી , કરીને પ્રગુણ થઈતામ સોભાગી. મા ઘોર નિદ્રા આ વહી , જાણી તે દેય નારિ ઘરમાંથી તે નીકલી છે, ઘરઉદ્યાન સહકાર સોભાગી૧ભા તે ઉપરિ દોઈ ચઢી છે, પાછલિથી ધનદેવ તેહને અનુસરે ગયે જી, હલુ હલૂઈ હેવ સેભાગી૧૧ તેહ જ અબે વસ્ત્રથી જી, માથું આપ શરીર બેંઠે પ્રથિવી ઉપરિ છે, સાહસ ધરીનેં ધીર સોભાગી૧૨ મંત્ર સંભાર્યો તિંણાઇ , શકતિ અંચિત્ય છે મંત ઉડીને આંબે ગયે , ચાલ્યા તે ગગનાંત સૌભાગી ૧૩ જલજંતુ બીહામણે જી, રયણાયર મધ્ય ભાગ રતનદ્વીપ રલીઆમણે જી, અવર દ્વીપ વડભાગ સોભાગી ૧૪ તસ શિર મુગટમણ સમું છે, નગર યણપુર તથ ! રતને મંડિત ઘર ઘણા છે, સહસ મેં જ0 સોભાગી૧૫ વિદ્યાધર વાસે જિહાં જી, રૂપે જીત્યે અનંગ ! વિદ્યાધર રૂપે કરી છે, રતિ હારી એકંગ સભાગી. ૧૬ તિણ નયરી ઉદ્યાનમાં જી, ઉતરીઓ સહકાર ધનદેવ તિહાંથી નીકલી જી, દૂરિ ગયો કેઈ ઠાર સભાગી૧ળા
Page #345
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ ભાર્યાઓ પણિ ઉતરી જ, પૈઠી નગર મઝારી ! ધનદેવ પણિ પેઠે થયે જ, તાસ રાણ અનુસાર ભાગી ૧૮ કૌતુક નગરીમાં જૂઈ જ, નાનાવિધ મહાર નિજ ઈચ્છાઈ વિરારતી છે, પૂંઠે તસ ભરતાર ભાગી. ૧લા તેહ ચરિત્ર જોતાં થકો છ, ચિત્તમાં ચમક્યો એહ. જાણે સ્વર્ગમાં આવી છે, સ્વપરિ લહે તે ભાગી પરના ઈણિ પરં ધનદેવરાસમાં જી, ભાષી આઠમી ઢાલ ‘પદ્રવિજય” કહે સાંભળે છે, આગલિ વાત રસાલ સોભાગી પરના
છે સવ ગાથા ૧૯૧ [૧૮]
| દુહા છે ઇણિ અવસરિ તે નયરમાં, શ્રીપુંજ ના સેઠ ! બીજા સહુ વ્યવહારિયા, માનું એહથી હેઠિ ના ચ્ચાર પુત્ર ઉપરિ સુતા, શ્રીમતી નામેં તાસ ! તિલક સમી ત્રણ લેકમેં રૂપ લાવણ્યને વાસ પર એહવી નારી ન પામીઓ, ક્ષીણ દેહ તિણે કામ હલૂઈ હલૂઈ અનંગથી, તે દુખથી માનું આમ ૩ વિદ્યા કલા સર્વે તિહાં, સ્પર્ધા કર્યો વાસ છે સૌભાગ્ય થાનિક એ સમું, નવિ લાધું કઈ પાસ મજા સાર્થવાહ વસુદત્ત તિહાં, તેહના પુત્રને તેહ કર્યો વિવાહ હવૅ પરણવા, માંડ્યો ઓચ્છવ ગેહ પા
છે ઢાળ ૯ !
છે રાગ ખંભાતી છે હવઇ શ્રીપાલકુમાર-એ દેશી છે સારવાહને પૂત વસ્ત્ર અમૂલિક અંગિ ધરે જી ! ચણતણ અલંકાર તાસ કિરણ અતિ વિસ્તરે છ પદા સાબેલા શ્રીકાર પહેર્યા વાગી જરકસી જી ! નાટક કરે વર પાત્ર જાણે રંભા ઉરવસી જી છા વાજે વિવિધ વાજિત્ર શિરણાઈ રહકે ઘણી જ ! સાજન મિલિઓ સાથે મંગલ ગાવે જાણણી જી માટે બોલે બિરુદ અનેક લેક જેવા બહુ આવીએ ? શ્રીફલ મેં વલી પાન વરરાજા કર ભાવીએ જી લા વિજે ચામર પાસ છત્ર ધર્યું શિર ઉપસિં નેબત ગડગડે છદિ ચેહટિ ચાલેંઈ ઈણિ પર્વે જી ૧ભા
Page #346
--------------------------------------------------------------------------
________________
૫. શ્રી રમણીકવિજયજી : શ્રી પદ્મવિજયજી વિરચિત મદન-ધનદેવરાસ
તે
જી ૫૧૩મા
દ્વેષી નારિચરિત્ર ધનદેવ ચિંતે ઇણ્િસમેં જી વલસ્યું. જળ એ નારિ તવ વલસ્યું હું અનુક્રમે જી ।૧૧। જોતા આચ્છવ તેહ શ્રીપુ`જ સેઠ ઘર આંગણે જી ! ઊભા તેારણે દીસે તે રલીઆમણે જી ।૧૨। ઇશુ અવસર વરરાય તુરગ ચઢયો સાહે... ઘણુંજી । વસુદત્તસુત શ્રીપુ ંજ સેઠનુ સેાહાવે. આંગણુ લાક તણી ભીડિ ભાડિ જોવા મિલિએ છઇ ઘણાં જ । થભ તે ડગીએ તામ તીષી ધાર તેારણુ તણેા જી ૫૧૪૫ પડીએ ત્રીછે તેડ ભવિતવ્યતા યેાગે લાગે તે ઉત્તમાંગ તતકાલ ગયા વસુદત્ત પરિજન જેહ તેહ શાકાતુર બહુ રાવે સવિ પરિવાર શિર ફૂટે પીટે સહ ગયા તે નિજ ઘેર હવે શ્રીપુંજ ચિત્ત સ્યા આવ્યા. અંતરાય કહે। હા સી ગતિ હાસ્યે ય શ્વેદ કરે નિજ પરિવારને’સાથિ ચિંતવે
વર
કરી જી । મરી જી ૧પપ્પા થયા જી । હીયેા જી ।૧૬। ચિંતવે જી । સ્યુ કરઇ હવે જી ।૧ા ચિત્ત આપણે' જી ઇમ ડાપણું... જી ૫૧૮ા
प्रारब्धमन्यथा कार्य दैवेन विदधेऽन्यथा । को वेत्ति प्राणिनां प्राप्यकर्मणां विषमां गतिम् ॥१९॥
છ ારગા
પરણે નહિ જો આ જ લગનેતા એ અભાગિણીજી । "મલેકે પરિસિદ્ધ સકલકી કન્યા ભણી જ ગારબા નહીં પરશે. નરાય સહુને જીવિત વાલહ્યું જી ! પરણાવુ કાઈ આજ કન્યા ભાગ્ય શાસ્ત્રે કહ્યું જી રા સયણુ કહે. કાંઈ ખેદ તુમ્હને કરવા નવ ઘટેજી । વિષ્ણુ ભાવી નવિ હાય ભાવિ ભાવ તે વિમટે. જી રરા બીજાને દ્યો અહુ સાંભલી ચિત્તમાં હરષીએ જી । નિજ નરને કરે આણુ લાવે કાઇ નર તે નર તતણ તામ વર જોવાને રાજમારગ સિવઠામ જોતાં કોઈને નવિ મલ્યા જ શારજા ઈંણ અવસર ધનદેવ નયણ્. પિડ દિવ્ય રૂપધર જેહ આવ્યા તે લાવ્યે સેઠને પાસ નિજ પુત્રી સમ પ્રાર્થના કરે તાસ સેઠીએ ચડે... મદન રાસમાં ઢાલ ભાષી નવમી પદ્મવિજય 'કહે` પ્રેમ સાંભલા આગિલ ગુણીજી નારણા
જી
ડા સવ ગાથા ૨૧૮ [ ૨૧૬]
પરષીઆ નીકલ્યા
Ð !
તેહને ભરયૌવને છ ારપા નિરષીએ જી ! હરષીએ જી તારા સૈાહામણી જી
33
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૪
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રંથ
| દુહા.
પ્રાથના સુણી સેઠની, ચિંતે ચિત્ત મઝારિ એ રૂપવંતી દેશીઇ, જેહવી પૂરવ નારિ ૧ જેમ કુશલ નિજ વાંછતે, પૂરવ છેડે નારિ . પણિ નારી વિષ્ણુ: માહેર, અફલ થયે સંસાર રા અતિથી ને વલી પ્રાહણા, ન લહે આદરમાન છે નારી વિના હાલી સમો, પુરુષ તે વિટલ સમાન છેડા તાત કરે ઈંમ પ્રાર્થના, આદર કરી અપાર ! એહવી કિમ છે હોં, નારી રતિ અનુહાર કા ઇમ કરી હાકારો ભ, ન્ડવરા ધનદેવ ! કરિય વિલેપન ચંદને, વસ્ત્ર પહેર્યા તતખેવ પા આભૂષણ અંગે ધર્યા, પહેરીને કુલમાલ શ્રીમતિ કન્યા પરણીઓ, હર થઈ ઉજમાલ દા સેડ કન્યા ધનદેવને, આનંદ વર ઇમ ! દેલી જમાઈ રૂઅડ, સેઠ ધરે બહુ પ્રેમ છેડા
છે ઢાળ ૧૦ | કે વાડી ફુલી અતિભલી મનભમરા રે—એ દેશી છે ધનદેવ ચિંતાતુર થઈ સુણો સયણ રે બેઠે દેઉં બાહરિ લાલા દેય ભાર્યા ધનદેવની સુણો ફિરી ફિરી નયર મઝારિ લાલ છે સાંભલી કૌતિક અવનવું સુણે, વિવાહ જેવા કાજ લાલ મેહટી નાંહનીને કહે સુણે રાતિ ઘણી છે આજ લાલ લા જોઈઈ ઓચ્છવ હેજર્યું સુણો લઘુઈ પડિવર્યું તે લાલ જે બિહું જણી રંગર્યું સુણો, લઘુ બોલી સુણે એહ લાલ ૧૧ દેવ દેવી સમ મનહરૂ સુણ૦ વરવહું અતીહિ ઉદાર લાલ આર્યપુત્ર સમ દેપીઈ સુણો મહટી કહે તવ નારિ લાલ ૧૧ ભોલી તું કય નવિ લહે સુણો સરિષા નર બહુ હોય લાલ આર્ય પુત્રને સારિ સુણો દીસે બીજો કેય લાલ ૧૨ા શીતજ્વર કરી પિડીઓ સુણો તે તો સૂતો ગેહ લાલ નિદ્રામાંહિ આવીઓ સુણો નહીં વિદ્યા વલી એહ લાલ ૧૩ કિહાંથી આવ્ય હેય ઈહાં સુણો ષિણ એક રહી તિણ ઠાય લાલ ! કૌતુક દેશી બિહુ જણી સુણો સહકાર સાતમી જાય લાલ ૧૪ા ઉચે ગોષિ બેઠે હવે સુણે નવ પરણિતઃ સ્ત્રીયુત લાલ ! ધનદેવ શંકા ધારત સુણો ગમન નારિનું ગુત્ત લાલ ૧પ
Page #348
--------------------------------------------------------------------------
________________
૩૫
પં. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્મવિજયજી વિરચિત મદન-ધનદેવ રાસ
સિરિમતિ વસ્ત્રને છેડે સુણો ક તે લિખીઓ એક લાલ કુંકુમ રસથી સહ નાંણી સુણે કરી નિપુણઈ છેક લાલ ૧૬
યત :--
सूनुर्धनपतेर्भाग्याद्धनदेवोऽभ्यगात् श्रियम् " ॥१॥ હસતી નગરી કિહાં સુણો કિહાં રતનપુર ડામ લાલ ! કિહાં અંબે ગગને ચલ્યો સુણો કિહાં કહો ધનદેવ નામ લાલ ૧ળા કાયક કાર્ય ઉદ્દેશીને સુણો નીકલીઓ હવે તેહ લાલ આંબે ચઢી તે દેય જણી સુણે મનમાં હર્ષ ધરેહ લાલ ૧૮ આંબે પૂર્વ પરે રહ્યો સુણે, નારિઈ ગણિઓ અંત લાલ ! ચાલ્યા આકાશે આંબલે સુણો હિતે નિજ ઘરિ તંત લાલ ૧ ઉતર્યો નિજ ઉદ્યાનમાં સુણો ધનદેવ છાને તામ લાલ ! ઘરમાં જઈ સુતો વલી સુણે શાઈ કરી આરામ લાલ પર ઓઢી નિદ્રાભર થયે સુણો આવી હä દોય નારિ લાલ ભરનિદ્રાઈ દેષીઓ સુણ૦ સુતો નિજ ભરતાર લાલ ર૧ શંકા રહિત સૂતી બિહું સુણે જાગી ખણેકમાં જામ લાલ થયે પરભાતિ રયણ ગઈ સુણો સૂર્ય ઉગ્યા તામ લાલ રરા સવિ અંધકાર નસાડીઓ સુણે ચંડકિરણ દિનના લાલ ! વલગી ઘરકાર ભણી સુણો ધંધો ઘરને અથાહ લાલ મરવા કિમહીક હવે લધુ નારી સુણો, સોઢિ વાહિર રહ્યો હાથ લાલ કંકણ સહિત તે દેખીઓ સુણો વિવાહવંતો નાથ લાલ ર૪ મટીને દેષાડીઓ સુણોવ તવ કહે મેહટી વાણું લાલ તે તિહાં કહ્યું તે સવિ મલ્લું સુણો દેવી એહને પાણિ લાલ રપ કિમહીક આવ્યો તિહાં કિણે સુણો પર કન્યા ઠામ લાલ જાણ્યો ઈણુિં આપણું સુણો સવિ વૃત્તાંત તે આમ લાલ મારા મત બીજે મનમાંહિથી સુણોકરસ્ય તસ પ્રતિકાર લાલ ! કરવું તો બીહવું કર્યું સુણો સઘણું થાયે સાર લાલ પારકા દસમી મદનના રાસમાં સુણો, ‘પદ્મવિજય કહી ઢાલ લાલ અચરિજકારી આગે સુણો સાભલે વાત રસાલ લાલ ર૮
| સર્વ ગાથા ૨૪૬ [ ૨૪૪ ] છે
Page #349
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ
| દુહા ! બીહક મ કરિ તુ બાપડી, કરું એને ઉપચાર સાત ગાંઠિ દેઈ મંત્રીને, દેર કર્યો તૈયાર ના ધનદેવનઈ ડાભે પગે, નારી બાંધે તામ ! મૂરખ ને નિરદયીપણું, કૂડકપટનું ધામ આશા મંત્ર તણા પ્રભાવથી, સૂડે થયો તતખેવ દેવી નીજ સૂડાપણું, દીનવદન ધનદેવ મારા નવિ છોડ્યું કંકણ કરે, નવ સાંભરિઉ જેણું ધનદેવ મનમાં ચિંતવે, શંકા આવી તેણુ પાકા રાતિ વૃત્તાંત જાણ કરી, સૂડો કીધે આમ ઇ|િ ચરિત્રે એ નારિ, અસંભાવ્ય નહીં કામ પા મન ચિંતેં હા હારિઓ, માનવને અવતાર પશુપણું હું પામીઓ ઈંમ ધ્યાઈ તિર્ણ વાર દ ઉડવા જાઈ જેટલે, કરથી ચાંપ્ય તાસ ! ઇણિ પર્વે બેલે પાપણું, કીધ તણે આવાસ પાછા
છે દેશી વટાઓની છે આ સમઝાવે અન્યને રે, કરે વલી અન્યસ્ય વાત રે, અન્ય હદયમાં ધારતી રે, કાંય નારી કુટિલ મુજાતિ રે ! જે હોય પિતાને ભ્રાત રે, વલી જે હાય નિજને તાત રે, તેહને પણ વંચવા જાત રે, એહવા ગુણ જગ વિખ્યાત રે
સયણ સલૂણે સાંભલે મેરે લાલ છે કોયની ન હોઈ એ કદા રે, મુકી નિજ પતિરાય રે, રાક સાથે રમે રંગમ્યું રે, તસ જાણે જીવિત પ્રાય રે ! નદીની પ નીચી જાય રે, સાપિણું પરિ કુટિલ સદાય રે, રાષણ પરિ ખાવા ધાય રે, જિહાં મન માન્યું ત્યાં ઉ જાય રે સયણ માલ્યા પિણ ઇક રે પિણ હસે રે, ષિણ દેશાવે રાગ રે, ક્ષિણમાં વિરાગિણ હુઈ રહે છે, ષિણમાં કહે મીઠી વાગે રે ષિણમાં કટુ વચનને લાગી રે, ષિણ સેં તૂસે અથાગ રે, ક્ષિણમાં કરે નિજ ઘર ત્યાગ રે, ષિણમાં દિઈ નિજ પતિ દાગ રે સયણ ૧૦ નિજ પતિ પરદેશ જતાં રે, પરમ હાઈ સુખ દેહ રે, મુખિ કહે તુમ વિણ કિમ રહું રે, આ સૂનું ઢહેર છે ગેહ રે ! તમુચ્ચું મુઝ અતિએ સનેહ રે, ઘડી વરસ સમી મુઝ એહ રે, હ થા કહે કી તહ રે, હવે દુખના વરસે મેહ રે સયણ. ૧૧
૧૮ાા
Page #350
--------------------------------------------------------------------------
________________
પં. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્યવિજયજી વિરચિત મદન-ધનદેવ રાસ
૩૭ નારી રંગ પતંગ રે, જાતાં ન લાગે વાર રે, જિમ વાદલની છાહડી રે, જિમ વીજળીને ચમકાર રે ! જિમ રાજમાન અ૫ વાર રે, જિમ કપટી ધ્યાનવિચાર રે, નહીં સાચું વયણ કિ વાર રે, અશુચિ અપવિત્ર ભંડાર રે સયણ૦ ૧૨ા પંખી પગલું આકાશમાં રે, જલમાં મચ્છપદ જોય રે, તિમ નારીના હદયને રે, જન ન લહે મારગ કોય રે બુદ્ધિ સુરગુરુ યદિ હાય રે, તારાનું ગણિત કર લેય રે, એહને પાર ન પામેં સેય રે, પિણ હસતી વિણમાં રેય રે સયણ૦ ૧૩ ધીઠ હદય નારી હર્વે રે, બેલે ઇણિ પરે વાણિ રે, અખ્ત ચરિત્ર જેવા ભણું રે, તે કીધું ઈંમ મંડાણ રે ! સૂતો જૂઠો જવર આણિ રે, અહુ સાથે પરદ્વીપ ઠાણિ રે, આવી પકડો કની પાણિ રે, આવી સૂતે ઓઢયું વસ્ત્ર તાણિ રે સયણ૦ ૧૪ તેહનું ફલ હવે દેષ રે, તે વિણ ન વલે સાન રે, ઈમ કહી પાંજરે ઘાલીઓ રે, સૂડાને દેઈ અપમાન રે ! બહું વચનપ્રહારનું દાન ૨, સાંભલે સૂડો નિજ કાન રે, લઘુ મોટીનું કરે બહુમાન રે, તુમ્હ સમ નહીં અવર કે કાન રે સયણ૦ ૧પ ઘર પરિજન દેશી ઘણું રે, શુક કરે પશ્ચાતાપ રે, ધિગ મુઝ સૂડો ભવ લહ્યો રે, મુઝ આવી પહોતું પાપ રે! ન કર્યો પરમેષ્ઠિને જાપ રે, તિણે પાપે ઈંમ સંતાપ રે, હવેં પરવશ સ્યુ કરું આપ રે, નવિ આડાં આવે માયબાપ રે સયણ૦ ૧દા ઘરકારય કરતી થકી રે, રાધે જબ તે નારિ રે, તબ ભાજી છમકાવતી રે, તેહના હોય છમકાર રે લાવી સૂડો તિણી વાર રે, બીહવા શસ્ત્રની ધાર રે, કહે સાંજલિ તું નિરધાર રે, કરું એહવે તુઝ પર કાર રે સયણ૦ ૧૭ તુઝને મારી ઈણિ પરે રે, એક દિન એહ હવાલે રે, છમકાવીણ્યે તુઝને રે, ઈમ બોલે તે વિકરાલ રે ! સુણી પામેં ભય અસરાલ રે, નિત્ય નિત્ય એ દુખ જંજાલ રે, લહે તે કાઢે કઈ કાલ રે, જાણે મલીઆ છે નરકપાલ રે સયણ. ૧૮ ધન ધન તે નર રાજીના રે, જાણી એહવી નારિ રે, દૂરિ રહ્યા મહાભાગ તે રે, જાણે જિમ જ બુકમાર રે વલી વયર સ્વામી અણગાર રે, ધરી વ્રતટું અતિશય યાર રે, ઈમ ઢાલ થઈ અગ્યાર રે, કહે “પદ્રવિજય” જયકાર રે સયણ. ૧૯
સર્વ ગાથા રપ [૨૬૩]
Page #351
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-થ
છે દુહા છે હવે જે રત્નપુરે થયે, તે સુણ અધિકાર સેઠે જાણું કિહાં ગયે, શ્રીમતિને ભરતાર ૧ ગયો તે પાછો નાવીઓ, ખેલા બહુ કામ
વિહાણે દીઠે જે લિખે, લેક મનહર તામારા તથા હિ–હસંતીપુર્વે ધનપતિ, સેઠને સુત ધનદેવ
વ્યમમારગ આવી કરી, પરણી ગયે તતવ છેડા તેમ સુણી સેઠે હવે, શ્રીમતી રોતી જેહ આસાસના દેઇ ઍમ કહે, ઈંહા તેડાવું તે મારા
• જે હાલ ૧૨ છે.
| દેશી વીંછિઆની છે ઇક દિન ઈક સારથપતિ, સાગરદત્ત નામેં સેઠ રે ! વ્યાપાર અર્થે તિહાં જતો, હસંતીપુરી જિહાં ઠેઠી રે પાપા
જુઓ જૂઓ કર્મવિટંબના છે એ આંકણી છે તેહને શ્રીપુજે પીઓ, બહુ મૂલ્ય યણ અલંકાર રે કહે ધનદેવને તુહે આપ, કરી આદર અતિ સતકાર રે જૂઓ માદા કહૈ સંદેશે ઇણિ પરે, તુહે આવો આણે ઠામિ રે ! નિજ નારિ સંભાલે મોદણ્યું, તુહ ન ઘટે એહવું કામ રે જૂઓ પાછા હવાઈ સાગરદત્ત પણિ ચાલિઓ, એલંદ સાગર જિહાજ રે હિતો હસંતી નયરિઈ, કરે તિહાં વ્યવસાયનાં કાજ રે જૂઓ૮ ધનદેવ ઘ ગયે અન્યદા, નવિ દીઠ તિહાં ધનદેવ રે તવ પૂછે તેની નારિને, ભાષે મુઝને તતખેવ રે જૂએપલા ધનદેવ કિહાં છે દોષો, તવ બેલી તે સુણ નારિ રે ! દેશાંતરે વ્યાપારે ગયા, આવસ્ય દિન દસ બાર રે જૂઓ. ૧૦ કહે સારવાહ નારી પ્રતે શ્રીપુંજે દિઓ અલંકાર રે ધનદેવ જમાઈનઈ કારણે, શ્રીમતિ તસ ઝૂરે નારિ રે જૂઓ૦ ૧૧ તે કારણ તેડ્યા છે તિહાં, તબ બેલી તે બિહુ નારિ રે તે વાત તેહ કહેતાં હતા, ઉછુકતા ચિત્ત બહુ ધારિ રે જૂએ. ૧રા પણિ કાર્યવસે દેસાંતરે, જાવું પડિઉં તતકાલ રે ! જાતાં તિણે ઈણિ પરિભાષિઉં, ધરી હર્ષનઈ થઈ ઉજમાલ રે જૂઓ. ૧૩ રત્નપુરથી આવઈ જે કઈ આપજો તસ એ સુકરાજ રે મુઝ નારિ નવોઢા રમણ, વલી પ્રેમ ઉપાવણ કાજ રે જૂઓ. ૧૪
Page #352
--------------------------------------------------------------------------
________________
૩૯
પં. શ્રી રણણીકવિજયજી શ્રી પદ્યવિજયજી વિરચિત મદન-ધનદેવ રાસ
લે વલી સુસ મેકલે, ઈમ કહીં આપ્યું તસ હાથિ રે શુક સહિત રૂડું પાંજરું, લીધી અલંકૃતિની આથિ રે જૂઓ ૧પ હવઈ સાગરદત્ત તે નયરમાં, કરી કયવિક્રય વ્યવહાર રે ચઢીઓ ઘરિ જાવા પ્રવાહણે, ક્રમે સાગર પામે પાર રે જૂઓ૦ ૧દા ઉતરી હવે નયરમાં સંચર્યો, હિ શ્રીપુંજને ગેહ રે કહ્યું સર્વ વૃત્તાંત તે સેઠને, જે નારિઈ ભાખ્યો તેહ રે જૂઓ૦ ૧ળા આ શુકપંજર તિણે આપિઉં, નારીને રમવા હેત રે તે લેઈનઈ અતિ મોદણ્યું, નિજ પુત્રીને દેઈ સંકેત રે જૂઓ. ૧૮ ભરતારપ્રસાદ એ માનતી, શુકણ્યે રમતી સુરસાલ રે ! પુણ્યઉદય થર્ચે હવે એ કહી, પંઘવિજ” બારમી ઢાલ રે જૂઓ૦ ૧લા
સર્વ ગાથા ૨૮૪ [૨૮૨ ]
| | દુહા છે રમતાં રમતાં એકદા, દવરક દીઠે પાય | વિસ્મય પામી ગોડી, તવ તિહાં અચરિજ થાય તેવા
મૂલ રૂપે ધનદેવને, દેષી હરષ ન માય ! વિસ્મય લહીને પૂછતી, પ્રણમી નિજ પતિપાય પારા સ્વામી એ અદ્ભૂત કિસ્યું, કહે મુઝને અવદાતા તે કહે. જિમ દે તુહે, તિમ જ અ છે એ વાત છેડા હિમણાં અધિક મ પૂછયે, સાંભલી એહ વિચાર! હર જઈ નિજ તાતનેં, ભાષ્યો તે પ્રકાર પાકા
છે ઢાળ ૧૩ છે
છે આવો જમાઈ પ્રાહુણા જયવંતા છ–એ દેશી છે શ્રીપુંજ સેઠ હ હરષસ્ય જયવંતા છ જઈ જમાઈરૂપ ગુણવંતા છે ! અતિ હરષિત સહ કુટુંબ તે જયવંતા જ સાંભળી તેહ સ્વરૂપ ગુણવંતા જી પા અતિ આદર સનમાનથી જયવંતા જી રહેવાને આવાસ ગુણવંતા છે ! આ સ્વર્ગવિમાન સ્ય જયવંતા જી બહુ ધન પૂરિત ગ્રાસ ગુણવંતા જ દા તિહાં ધનદેવ સુ રહે જયવંતા જ નવ પરણિત લઈનારિ ગુણવંતા જ સ્વેચ્છાઈ અતિ સ્નેહથી જયવંતા જી ભોગ ભેગ શ્રીકાર ગુણવંતા જી પાછા જાણે પુણ્યઉદય થકી જયવંતા છ પામ્ય કિરી અવતાર ગુણવંતા છે, કરે વ્યવસાય ઘણા તિહાં જયવંતા જ સકલ કલા ભંડાર ગુણવંતા જ પાટા લાભ ઘણે તેમાં થયે જયવંતા છ દ્રવ્ય પાત્ર હુએ તામ ગુણવંતા છે કાલ કેતાહિક નીગમેં જયવંતા જી રહેતાં તિણહીં જ ઠામ ગુણવંતા છ ાલા
Page #353
--------------------------------------------------------------------------
________________
૪૦
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ-મહાત્સવ-અધ ઈંદ્રજાલ સુપના સમેા જયવંતા જી એહુ અનિત્ય સ`સાર ગુણવતા જી । આઉષયે તિણે કારણે જયવ'તા જી સેઠ ગયા. યમદ્વાર ગુણવંતા જી ૫૧ના ભાઈ ભેાજા એકમનાં જયવ'તા જી શ્રીમતિ ઉપરિ રાગ ગુણવંતા જી । અલ્પ થયા તિહાં અનુક્રમે... જયવંતા જી વિરુઈ એટલે વાગ ગુણવતા જી ૫૧૧મા
યત ઃ
શ્રી પીઠુર નર સાસરે' સ'ની
સહવાસ ! એતાં હાય અલષાંમણાં જો મી થિર વાસ ॥ ૧ ॥
શ્રીમતિ નિજ ભરતારસ્યું જયવંતા જી જાવાને પરિણામ ગુણવતા જી । મન ચિતે ભરતારનાં જયવ'તા જી કેહવા રહેવાના ઠામ ગુણવતા જી ૫૧રા કેહવી ક્રાય નારી અચ્છે... જયવંતા જોઉં તાસ સ્વરૂપ ગુણવંતા જી । ઉતકતિ ચિત્ત તેહસ્યું જયવ'તા જી કહે` પતિને' કરી ચુ’પ ગુણવતા જી ૫૧૩મા જનકનુ' ઘર નિજ સ્વામિજી જયવંતા જી નવ દ્વેષાડા કેમ ગુણવંતા જી । સાસરે રહેવુ. નારને જયવંતા જી જનકગૃહે નર નેમ ગુણુવ'તા જી રા૧૪ા જસ કીતિ પામે’ ઘણી જયવતા જી અન્યથા હાય અપમાન ગુણુવંતા જી । તવ એલ્ચા ધનદેવ તે જયવ'તા જી અવસરે' મેલચુ તાન ગુણવંતા જી ૫૧મા ખીરયવ'તી શ્રીમતી જયવતા જી મૌન કરી રહી તામ ગુણુવ'તા જી। વલી કાલાંતર એકદા જયવંતા જી શ્રીમતિ કહે સુણો સ્વામિ ગુણવંતા જી ।૧૬। ત્રણ્ય જાતિના પુરુષ છે. જયવ'તા જી જઘન્ય ઉત્તમ નર જાત ગુણવંતા જી । ત્રીજા મધ્યમ જાણીÛ જયવંતા જી પ્રથમ સ્વસુરગુણે ખ્યાતિ ગુણવતા જી ।૧ા નિજ ગુણ ખ્યાતિ ઉત્તમ કહ્યા જયવ'તા જી મધ્યમ ખાપ ણે ગુણવ'તા જી । તિણે તુમ્હને' રહેતાં ઇહાં જયવંતા જી સ્વસુર તણે' દ્રવ્યેણુ ગુણવતા જી ।૧૮ા ઉત્તમતા નવિ એહમાં જયવતા જીવલી સુણો ત્રણ પ્રકાર ગુણવતા જી ખપગુણે' ઉત્તમ કહ્યા જયવતા છ મધ્યમ માત પ્રકાર ગુણવંતા જી ૫૧૯ા નારગુણે જે વિસ્તર્યા જયવ'તા જી તેહુ જઘન્ય કહેવાય ગુણવતા જી । યદ્યપિ ગુણવંતા તુમ્હે જયવંતા જી સકલ કલાના ઠાય ગુજીવતા છ ાર્તા સમરથ દ્રવ્ય ઉપાર્જવા જયવતા જી તે પશુિં ઇમ કહેવાય ગુણવ'તા જી જમા શ્રીપુ’જ શેઠનાં જયવંતા જી કહે જનના સમવાય ગુણુવંતા જી ારા તિણે' જે ઉત્તમ પુરુષના જયવંતા જી. મારગની કરી ચાહ ગુણવતા જી । જનમભૂમિ તે અનુસરો જયવતા છ સ્યુ' કહિઇ ઘણું નાહ ગુણવંતા છ ારા એહ મદનના રાસમાં જયવંતા જી તેરમી ભાષી ઢાલ ગુણુવ'તા જી । ૪ પદ્મવિજય ' કહે. આગલ જયવંતા જી વાત ઘણું સુરસાલ ગુણુવ'તા જી ારા ડા સવ ગાથા ૩૦૭ [૩૦૫ ] ॥
Page #354
--------------------------------------------------------------------------
________________
પં. શ્રી રમણીકવિજયજી શ્રી વિજયજી વિરચિત મદન-ધનદેવ-રાસ
| દુહા છે ધનદેવ નારિવયણથી, બોલે ઈણિ પરિ બેલા સ્વસુર તણે ઘરિ જે રહે, જાણું તેહ નિટેલ ૧ પણિ છમકા ભાજી તણા, નવિ વિસરિયા મુઝા હૈયામાં ખટકે ઘણા, સ્યું ભાથું હું તુઝ પર તે સાંભળી શ્રીમતી કહે, છમકાની કહે વાત તવ તે દુરથી સવિ કહે, છમકાને અવદાત ૩
|ઢાળ ૧૪ . છે રૂડી ને રઢીઆલિ રે વાલ્હા તારી વાંસલી –એ દેશી છે રૂડી ને રઢિઆલિ રે સુગુણ શ્રીમતિ રે ! હસિને બોલી તવ તિણી વાર, એહને સ્ય ગણ ચિત્ત ભાર રૂડી ને મજા મુઝને દેષા રે તે તુમહ ભારયા રે ! શકતિ હું જોઉં કેહવી તાસ, મુઝને જેવા અતિ પિપાસ રૂડી નેં પાપા શંકા મુકી રે ચાલે નિજ ઘરે રે તુમહને બાધા નહીં લગાર, મુઝ સરિષી પાસે થકાં નાર રૂડીનેં૦ માદા તેહ સુણીને ધીરય ધારતો રે દ્રવ્ય કરી સહુ ભલે તામ, સાથે લઈ પિતાની વામ રૂડી માળા સયણને પૂછી રે ધનદેવ ચાલીઓ રે સાગર ઉતરી પામે પાર, હિતે હસંતી નયરી મઝાર રૂડી નેં. આટલા બહુ ધન દેતે રે દીન અનાથને રે ગંધહસ્તિ પરિ હિત દ્વારિ, વિસ્મય પામી તબ બિહું નારિ રૂડી ને લા એ સે અચંભે રે આવ્યો કિહાં થકી રે શુક દલીઓ કિમ ધરે સંદેહ, મલપતો આવ્યો એ નિજ ગેહ રૂડી નં. ૧ ઈમ વિચારી રે બિહું ઉભી થઈ રે ! જાણિઈ હિયર્ડ હરષ ન માય, કરે મંગલ ઉપચાર બનાય રૂડી નં. ૧૧ ગૌરવ કરતી રે વિનય દેષાવતી રે ! ચિત્રશાલીમાં લાવી તામ, સિંહાસન માંડયું તિણે ઠામ રૂડી નં. ૧રા ધનદેવ બેઠો રે સાથે શ્રીમતી રે કુશલ એમની પૂછે વાત, ધનદેવ કહે મુઝ છે સુખશાત રૂડી નં. ૧૩ મોટી ભાર્થે રે નાહનીનેં સુણ રે ! જલથી પખાલે પિઉના પાય, લઘુ પણિ શીધ્ર થઈ જલ લાય રૂડી નં. ૧૪ ભક્તિથી નાંહી રે પાય પષાલતી રે ત્રાંબાકુંડી માંહિ તેહ, તે જલ મહટી ગ્રહી સનેહ રૂડી નં. ૧પ
Page #355
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવર્થ મંત્ર મંત્રી રે તિમ આચ્છાટિલું રે પ્રથવી ઉપરિ બલથી તામ, મંત્રને મહિમા અચિંત્ય છે આમ રૂડી નં૧દા વધવા લાગું રે પાણી વેલિ ક્યું રે ભય પામે ધનદેવ અત્યંત, શ્રીમતિ સામું જે તંત રૂડી . ૧ શ્રીમતી ભાથું રે મન બીજે મને રે પાણી વધતું ચાલ્યું જાય, અનુક્રમેં ઘુટી પગ બેલાય રૂડી . ૧૮ ઢીંચણે આવ્યું રે સાથલે બુડતી રે ! કટિતટ ને વલી નાભિ પ્રમાણ, ઉદર હૃદયને કઠને માણ રૂડી નં. ૧ વધતું વધતું રે નાસાઈ અડયું રે ! ધનદેવ મનમાં અતિ ખેદાય, કિમ થાયે જલ વધતું જાય રૂડી નેં મારા શ્રીમતિ ભાથું રે ભય મન માંણું રે કરું એહને હવે હું પ્રતિકાર, જે માહર ચમત્કાર રૂડી નં. ૨૧ ઘૂંટડે એકે રે તે જલ પી ગઈ રે ! જિમ નવિ ધરતીઈ જલ દેવાય, એક બિંદ નવિ તિણે હાય રૂડી નંમારા બિહું તે નારિ રે શ્રીમતી પાય પડે ? શકતિ છતી તે ઇણિ વાર, તું વિદ્યા ગુણને ભંડાર રૂડી ને મરવા તુઝને આરાધું રે સ્વામિનીની પરિં રે ત્રણ પ્રીતિ પરસ્પર જોડિ, કામ કરે ઘરનાં મન કેડિ રૂડી ને ર૪i મુદ્ર વિદ્યા રે ત્રણે બરાબરી રે ! પ્રીતિ ઘણી નિત્ય વધતી જાય, સરિષે શીલેં સહ સમ ઠાય રૂડી મેં મારા દેય સમ ત્રીજી રે સ્વેચ્છાચારિણી રે અવગુણિ સં અવગુણ થાય, ગુણ સઘલા તસ નાસી જાય રૂડી નેં પારદા યત :–
अंबस्स य निंबस्स उ दोण्ह वि समा गयाई मूलाई ।
संसग्गीए विणट्ठो अंबो निबत्तणं पत्तो ॥१॥ ધનદેવ ચિંતે રે મનમાં ઇણિ પરં રે જે એ બિ સમ ત્રીજી થાય, તો હું શરણું કરું કિહાં જાય રૂડી . મારા રાષસી સરષી ત્રણને છાંડિને રે કરું હોં આતમ કેરુ હિત, જિમ નવિ હોય મુઝ એવી ભીત રૂડી નં. ૨૮ ધન્ય ધનદેવ રે જિણે ઇમ ચિંતવ્યું રે તે કહ્યું ચૌદમી ઢાલ મઝારિ, પદ્મવિજય હવે જયજયકાર રૂડી મેં મારા
સર્વ ગાથા ૩૩૬ [૩૩૪]
Page #356
--------------------------------------------------------------------------
________________
૫. શ્રી રમણીકવિજયજી : શ્રી પદ્મવિજયજી વિરચિત મદન-ધનદેવરાસ
।। દુહા ।
કાંચક કાર્ય મિસ કરી, ઘર રીષભદેવને દેહ, આવ્યે તે ધનદેવ હું જાણજે, બેઠો તાહરી પાસ । સુડાપણું મ્હેં અનુભવ્યું, કેવલ દુખ આવાસ ારા પશુતા આવી ...કડી, પણિ કોઈ દેવ સયેાગ । પશૂપણુ' નિવ પામી, તણે' તુમ્હે સુખીઆ લેગ !! મ્હેં તે! મ્હારા તનુ થકી, દુખ અનુભવ... જોર ! તિણે તુમ્હથી મુઝ આકરાં, જાણો કમ કંઠાર ાજા મદન સુણી રીઝયો ઘણુ', વિસ્મય લહી કહે` ઇંમ । તુમ્હે દુખ જાણી કીજીઇં, આતમ હિત બિહું નેમ પા
છેડણુને હેત ! ધુમ સંકેત ।।
ા ઢાળ ૧૫ |
!! ખે... એ મુનિવર વહે ́રણ પાંગર્યાં જી—એ દેશી !
ઘણિ અવસરિ તિહાં મુનિવર આવીઆ જી, વિમલખારૂં, જસુ નામ રે । બહુ મુનિવરને વૃંદે પરિવ જી, સાધુગુણૅ અભિરામ ફ્ ઇણિ॰utu પંચ સુમતિ સુમતા સમ્રા જી, ત્રણ શુપતિના ધાર રે । દસવિધ સાધુ ધરમ આરાધતા જી, ભાવના ભાવતા ખારીરે ઈ ણિ પાછા જિનવર ચૈત્યમાં જિનવર વાંઢીઆ જી, સ્તવના કરીને' સ્તવીઆ દેવ રે । તેહ મ ́ડપમાં મુનિવર આવીઆ જી, જિહાં શિષ્યે કબલ પ્રાસુક થાનકે જી, પાયું આવી ભક્તિથી બિ ુ જણે મુનિવર વીઆ જી, કરિય ધ લાલ દ્વીધા મુનિવરે જી, જ્ઞાને કરી જાણી તાસ ચરિત્ર ૨ । ધરમદેશના ક્રિઇ પ્રતિષેાધિની જી, સાંભàા પ્રાણી કર્મ વિચિત્ર રે ઇણિ॰ ૫૧૦ના જીવિત તિટની પૂર સમું કહ્યું જી, નટપેટક સમ એહ કુટુંબ પરિવાર રે । શરના અભ્ર સમી લખમી કહી જી, ધર્મમાં જે મુઝે તે ગમાર રે ઇણિ૦ ૫૧૧૫ આપદ કાલે શરણુ ન કે હાઈ જી, સ્વારથ તત્પર એ પરિવાર રે ।
મન ધનદેવ રે ઈણિ॰ ૫૮૫ એંઠા તામ રે । પંચાંગ પ્રણામ રે ઈણિ॰ માલ્યા
શડન પડન વિધ્વંસ એ તનુ જી, લલનાં કૂડ કપટ આગાર રે ઇણિ॰ ૧૨ા `ણ પરિ' વિઘનભર્યાં સંસારમાં જી, જીવને સુખ નહીં લવલેશ રે । વિષયનું સુખ અણુ સમ તે માનતા છ, તે લલનાં આયત્ત છે. સુવિશેશ રે ઈણુિં૦ ॥૧૩॥ લલનાં તા આપદાની છે પ્રિય સખી જી, સાપિણું વાઘણિ રાસણીને તાલ રે । સ્વર્ગીની ભેાંગલ નરાની દીપિકા જી, રાચે કૂણુ પડિત જેહ અમેાલ રે ઇણિ૦ ૫૧૪૫ કા અકારય ન ગણે` પ્રાણિએ જી, વિવિધ પ્રકારનાં કરતા પાપ રે । તેથી એ સ`સારમાંહિ. ભમે જી, ખમતે તે ચિહું ગતિનાં દુખ આપ રે ઇણ્િ ॥૫॥
૪૩
Page #357
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ તે કારણ તુહે ધર્મ સમાચરે જી, વિષયથી વિરમી મહાનુભાવ રે ! સર્વ વિરતિ સડી અંગીકરે , ધર્મકાર્યમાં આણુ ભાવ રે ઇણિ૦ ૧૬ નિગ્રહ કીજે સર્વ કષાયને જી, ઇંદ્રિય જે ચપલ તુરંગ રે દુર્દમ દમી તપથી તેહને છે, ગુરુકુલવાનેં વસિઈ રંગરે ઇણિ૦ ૧ણા ઉપસર્ગ ને વલી સહીઈ પરિસિહા જી, તે ભવસાયર તરિઈ ભવ્ય રે જનમ જરા કલ્લો ન બૂડીઈ છે, નિરમલ હોઈ શુદ્ધાતમ દ્રવ્ય રે ઈણિ૦ ૧૮ સકલ સંસારિક દુખને વામતા જી, અકલ અબાધિત લહે નિરવાણ રે નિરઢંઢી શાશ્વત સુખને અનુભવે છે, વિલસુંવર કેવલ દંસણ નાણરે ઈણિ૦ ૧લા દેશના સાંભળી મન સંગીઆ જી, મદન ને ધનદેવ પ્રણમી પાય રે ! કહે ભવઅંધકૃઆથી ઉધર્યો છ, દીક્ષા કર આલંબને ગુરુરાય રે ઈણિ૦ ૨ કરે ઉપગાર સ્વામી અમહ રાંક જી, ગુરુઈ પણિ દીક્ષા દીધી તામ રે ગ્રહણ આસેવના શિક્ષા બિહં બ્રહે છે, દ્વાદશાંગી ધરે જિમ નિજ નામ રે ઈણિક પરના તીવ્ર તપ ચરણ આરાધે બિહું મુની જી, બિહં જણ સ્નેહ પરસ્પર ધાર રે ગુરુકુલવાસે વસતા બિહુ જણા છે, પ્રાઈ તે સાથે કરતા વિહાર રે ઈણિક પરા અણસણ આરાધી ગયા હમેં જ, પંચ પલ્યોપમ આય રે ! ઢાલ પનરમી ‘પદ્મવિજયે” કહી જી, શ્રીગુરુ ઉત્તમવિજય પસાય રે ઈણિક મારવા
છે સવ ગાથા ૩૫૯ [૩૫૭] છે
! દુહા ||
દેવભ પ્રીતિ જ ઘણું, કરતા કાર્ય અસેસ તિહાંથી ચવી હોં ઉપના, તે સાંભલે સુવિશેસ ૧
છે ઢાળ ૧૬ |
કરહુ કરું વંદના હું વાર લાલ–એ દેશી મદન જીવ હવે ઉપને હું વારિ લાલ, મહાવિદેહ મઝાર હું વારિ લાલ નયર વિજયપુર સેહતું હું વારિ લાલ, અલકાપુરી અનુહાર રે હું વારિ લાલ મદન મારા સમરસેન તિહાં રાજીએ હું વારિ લાલ, વિજયાવલી તસ નાર રે હું વારિ લાલા મણિપ્રભ નામેં તે થયે હું વારિ લાલ, સકલ કલા સિરદાર રે હું વારિ લાલ મદન મારા યૌવન પામ્યો જેતલે હું વારિ લાલ, પરણા તસ તામ રે હું વારિ લાલ ! પલિ દેવી પ્રતિબુઝિઓ હું વારિ લાલ, થાણે સુત નિજ ડામ રે હું વારિ લાલ મદન મા મણિપ્રભ રાજ્યને પાલતે હું વારિ લાલ, વશ કીધા બહુ રાય રે હું વારિ લાલ સામત મંત્રીશ્વર ઘણું હું વારિ લાલ, પ્રેમેં પ્રણમેં પાય રે હું વારિ લાલ મદન પા કાલ ગયે ઈમ કેતલે હું વારિ લાલ, ગજ ચઢીઓ એક દિન્ન રે હું વારિ લાલ રયવાડીઈ નીકલ્યો હું વારિ લાલ, કરી એકાગર મન્ન રે વારિ લાલ મદન
Page #358
--------------------------------------------------------------------------
________________
૫. શ્રી રમણીકવિજયજી શ્રી પશ્ચવિજયજી વિરચિત મદન-ધનદેવ-રાસ
૪૫ એક સરોવર મેટિકું હું વારિ લાલ, કમલ વિકલ્પર માંહિ રે હું વારિ લાલ ગગન તારાગણની પરિ હું વારિ લાલ, શેમેં અતિશય ત્યાંહિ ? હું વારિ લાલ મદન મેળા દેશી રમણિકતા ઘણું હું વારિ લાલ, જોઈ રહ્યો ચિરકાલ રે હું વારિ લાલ પાયક પાસે અણવિઉં વારિ લાલ, એક કમલ તતકાલ રે હું વારિ લાલ મદન ૮ રાય ગયે હોં આગલે હું વારિ લાલ, વલીઓ તેહ જ માગ રે હું વારિ લાલ તેહ સરોવર દેષિઉં હું વારિ લાલ, શોભા ગઈ તે અલગ્ન રે હું વારિ લાલ મદન માલા અહો કહો ત્યું થયું હું વારિ લાલ, પૂછે પરિજન રાય રે હું વારિ લાલ પરિજન કહે સુણે નરપતી હું વારિ લાલ, જિમ શોભા કમલાય રે હું વારિ લાલ મદનલાલ કમલ એકેકે સહુ લિઈ હું વારિ લાલ, તવ એ નીપનું ઈમ રે હું વારિ લાલ સુણ રાજા મન ચિંતવે હું વારિ લાલ, અહો એ સરવર જેમાઁ હું વારિ લાલ મદન પા૧૧ રાજ રદ્ધિ વિણ નર તથા હું વારિ લાલ, નવિ શેભે કઈ કાલ રે હું વારિ લાલ ! રીદ્ધિ અશાશ્વતી જાણિ ઇં હું વારિ લાલ, સુપન ને જિમ ઇંદ્રજાલ રે હું વારિ લાલ મદન ૧રા રમણીક જિમ કિંપાકનાં હું વારિ લાલ, ફલ કડુ પરિણામ રે હું વારિ લાલ ઈત્યાદિક ચિંતાપરે હું વારિ લાલ, ચાલ્યા આગલિ જામ રે હું વારિ લાલ મદન પાળવા તવ દીઠા ઉદ્યાનમાં હું વારિ લાલ, સૂરી જિનેશ્વર નામ રે હું વારિ લાલ ધર્મકથા કહેંતા થકા રે હું વારિ લાલ, કીધે તાસ પ્રણામ કે હું વારિ લાલ મદન ૧૪ દેશના સાંભલી હર્ષર્યું વારિ લાલ, સુત સ્પી રાજ્ય રે હું વારિ લાલ ! સંયમ લિઈ સૂરિકને હું વારિ લાલ, આપ થયા રીષીરાજ રે હું વારિ લાલ મદન ૧પા તીવ્ર તપસ્યા આદરી હું વારિ લાલ, પાલૈ શુદ્ધ આચાર રે હું વારિ લાલ ગગન ગામિની ઉપની હું વારિ લાલ, લબ્ધિ બીજી પણિ સાર રે હું વારિ લાલ મદન૧૬ અવધિનાણુ વલી ઉપનું હું વાર લાલ, જાણે જગત સ્વભાવ રે હું વારિ લાલ વિચરે પ્રથિવી પાવન રે હું વારિ લાલ, લબ્ધિતણું પરભાવ રે હું વારિ લાલ મદન ૧ળા ધનદેવ જીવ હવઈ ઉપનો હું વારિ લાલ, તે સુણો અધિકાર રે હું વારિ લાલ નગ વૈતાઢ્ય સોહે ઘણું હું વારિ લાલ, જોયણ પંચાસવિસ્તાર રે હું વારિલાલ ધનદેવના૧૮
યણ પચીસ ઉચે વલી હું વારિ લાલ, ગગનસ્યુ કરતો વાત રે હું વારિ લાલ નિઝર કણ શીતલ ઘણા હું વારિ લાલ, ફરસી પવન આયાત છેહું વારિ લાલ ધનદેવ૦ ૧લા તિણે સર કિન્નર યક્ષનાં હું વારિ લાલ, સુખી મિથુન ઉદ્યાન રે હું વારિ લાલ રયણિઈ એષધી દીપતી હું વારિ લાલ, દીપે દીપ સમાન રે હું વારિ લાલ ધનદેવ પર તિહાં નયર વર નામથી હું વારિ લાલ, રથનેઉર ચકવાલ રે હું વારિ લાલ ! પ્રતિભવને જિહાં ધૂપના હું વારિ લાલ, ધૂમ્ર તે મેઘની માલ રે હું વારિ લાલ ધનદેવ મારા રયણમણિ પંક્તી તણી હું વારિ લાલ, પ્રભાતે ઇન્દુચાપ રે હું વારિ લાલ ગગને વિદ્યાધર મણિ તણા હું વારિલાલ,કિરણ તે વીજલી વ્યાપરે હું વારિ લાલ ધનદેવ મારા સલમી ઢાલ સેહામણી હું વારિ લાલ, શ્રીગુરુ ઉત્તમ સીસ રે હું વારિ લાલ પદ્રવિજય” કહે પુણ્યથી હું વારિ લાલ, હોઈ જગમ જગીસ રે હું વારિ લાલ ધનદેવનારા
| સર્વ ગાથા ૩૮૨ [ ૩૮૦] .
Page #359
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-થ
| દુહા છે વિદ્યાધર ચકી વડે, મહેંદ્રસીંહ અભિયાન બહુ વિદ્યાધર પય ને, તેહ મહેદ્ર સમાન ના દસ દિસ જસ કીરતિ ઘણી, કરતો સબલે ન્યાય બંધુને પણિ પરિહરે, જે જાણે અન્યાય પારા ન્યાયવંતને બંધુ પરિ, જાણે તેહ નરિંદ પરરામાથી પરમુંહ, ગુણગણ કેરો વૃંદ પાયા રાણું રયણમાલા ભલી, પાણી પદ્મ સમાન ખાણી સહગ ગુણ તણી, વાણી કેફિલ માન પાછા રાયહાણી કંદર્પની, પહિંચાણું મુખચંદ રીસાણી દેષાવલી, જાણી લોયણ અરવિંદ પા સુખ ભેગવતાં દંપતી, દેય પુત્ર થયા તાસ ! રતનચૂડ મણિચૂડ તિમ, કરે કલાઅભ્યાસ દયા સાધી વિદ્યા બિહું જણે, પાંખ્યા યાવનશ પરણાવ્યા બિહું પુત્રને, રતનચૂડ સુવિશેસ ના
ગ્ય જાણીને ખગપતિ, રતનચૂડને તામ પદવી દિઈ યુવરાજની, રાજ્યભારનાં કામ ૮
છે ઢાળ ૧૭ |
મે જગત ગુરુ હીરજી રે દેશી—એ દેશી ઈણિ અવસરે હવેં એકદા રે, અશુભ કરમને ગમે પૂર્વ નિકાચિત ઉદયથી, રાણીને થયો રોગ લાલ દે ગતિ કર્મની રે, કર્ભે સુખ દુઃખ હોય છે રતનમાલા રાણી તણે રે, અંગે જવર અસરાલ ! ભૂષ ગઈ અન્ન નવિ ચેં રે, લવલેં ક્યું મચ્છ જલ દેવ ૧૫ દાહ ઘણો અંગે થયે રે, બલતી બૂ જેરા ષિણ પિણ નિદ્રા નવિ લહે રે, થિર ન રહે કઠેર દેવ ૧૧ મુખ કમલાણું માલતી રે, ફૂલ તે જિમ કમલાય રાજવૈદ્ય બહુ તેડિયા રે, વિકલપ બહુ કરે રાય દે. ૧૨ ઔષધ વિવિધ પ્રકારનાં રે, કરતા તેહ ઉપાય મંત્રવાદી મંત્રે ઘણા રે, પણ તે ગુણ નવિ થાય દે ૧૩ રાણીને રોગ વ્યાપીએ રે, વૈદ્ય જાણી અસાધ્ય હાથ ખંખેરી ઉઠી આ રે, કેઈ ઉપાય ન લાધ દે. ૧૪
Page #360
--------------------------------------------------------------------------
________________
પં. શ્રી રમણીકવિજયજી : શ્રી પદ્મવિજયજી વિરચિત મન-ધનદેવરાસ
અનુક્રમે આયુ અથિરથી રે, છાંડચા તેણિÛ પ્રાણ તખ઼ આક્રંદ્ર તે ઉછલ્યા રે, રાવે સહુ તિણુ ઠાણુ દેષા॰ ૫૧પા રાય આંસુભરàાયણે રે, કરતા અનેક વિલાપ ! હા દેવી તું ક્રુઝને રે, કમ નવિ આપે જબાપ
દ્વેષા૦ ॥૧૬॥
પાક મેલ્હી રાજા ઇ રે, મેલે રાતી ક કેલ્રિ ઢલ રાતડા રે, હા તુઝ ચરણ ને પાણિ નેત્ર તે કમલનાં દલ સમાં રે, ચંદવયણી દે ખાલ ! કુંદ સુંદર દંત તાહરા રે, વિદ્રુમ અધર અમેાલ દેષા૦ ૫૧૮૫
તુઝને કહાં હવઇ દેષસ્યું રે, ત્રિભુવન સૂનું આજ । ભાસે તુઝ વિષ્ણુ ક્રુઝને રે, ઇમરાવે મહારાજ દેષા૦ ૫૧ા
દાવ દેઈ હવે તેને ૨, દાય પુત્રસ્યુ રાય ! રાતા ન રહે. કાયથી રે, ન કરે' કાંય વ્યવસાય દ્વેષા ારા રાજકાજ સસિવ છાંડીએ રે, રહે. ચેાગીશ્વર રીતિ। મ'ત્રી પ્રમુખ મિલી રાયને રે, ઇસ સમઝાવે. નીતિ દ્વેષા શર૧॥ તુમ્હે સરિષા ધીર પુરુષને રે, ન ઘટે કરવા શાક । રાજ્ય સીદાઇ તુમ્હેં તણું રે, દુખી હાઇ લેાક દેશ ારરા ઉતપતિ લય ચુત સ છે રે, થિર નહીં જગમાં કાંય । સમઝાન્યા સમઝે નહી' રે, અધિક ધરે દુઃખ રાય દ્વેષા॰ ારા રાણી સાંભરે ષિષ્ણુ ષણે રે, દુઃખ ધરે તાસ વિયાગ เ શાતા કહિઇ નવિ લહે રે, કઠિન કરમના ભાગ દેશ ારકા
ઢાલ !
શ્રી ગુરુ ઉત્તમવિજય રે, સાથે એ કહી સત્તરમી હવે પુણ્યથી રે, દુઃખ થાઇ વિસરાલ દેશ॰ ારપા
ગગન
ગામિની લખ્સીથી, ગગન મારગથી આવીઆ, તાસ
॥ સવ ગાથા ૪૦૭ [ ૪૦૫ ] |
. દુહા ..
મેશ નિજ સભ્ય જીવ
કુમર સહિત વંદન ભણી, જાય ધરતા થકે, પ્રણમે.
પરમ હરષ
મણિપ્રભ જે
ઉદ્યાન
વાણિ । દેષા॰ ૧૭ણા
વિદ્યાધર
મુનિવર
ઉચિતાસને, મુનિવર દિક સમઝાવવા, વલી વિશેષ
અણુગાર !
મઝાર ૫૧મા
રાય
પાય ારા
ઉપદેશ !
નરેશ !!ગા
४७
Page #361
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ
|| દાળ ૧૮ છે
કે વાત મ કા
હો વ્રત તણી—એ દેશી
અંગ ચ્ચાર કહ્યાં દેહિલ્યાં, તિહાં માનવ અવતાર રે દસ દષ્ટાંતે દોહિલ, ભમતાં ઈણ સંસાર રે ઈમ જાણી વ્રત આદરે જો પૃથિવી જલ તેલ વાઉમાં, કાઢે અસંખ્યાત કાલ રે ! તિમ અનંત વનસ્પતી, દુઃખ સહેતો અસરાલ રે ઇંમ પા કાયસ્થિતિ એહની સુણી, ચમકે ચિત્ત મઝાર રે ! કાલ સંખ્યા વિગલૈંદ્રિમાં, નાના ભવ અવતાર રે ઈંમ દા દેવ તિરિ નારકપણે, ભમવાને નહીં પાર રે ઈમ ભમતાં નરભવ લહ્યો, પુણ્યતા અનુસાર રે ઈય. પાછા તિહાં સિદ્ધાંતને સાંભ, તે દુર્લભ અતિ જાણો રે ઘાંચી મચી ને વાઘરી, આહેડી તણુ ઠાણું રે ઈમ૦ ૮ માછી કસાઈ ને સઈ તણું, છીપા ને સુતાર રે ! સ્વેચ્છની જાતિ તે બહુ કહી, તિહાં લીધા અવતાર રે ઈમ, લે નરભવ તે નિષ્ફલ , સુકુલે કિમહીક આયે રે ! આંધ બહેરે ને બબડે, રેગેં અહેલેં ગમાયે રે ઈમ૦ ૧ ઈમ કરતાં ઈદ્રી પરવડાં પામ્ય સુણવાનું આવ્યું રે સરધા અતિશય હિલી, મિથ્યા મતમાં મુંઝાવ્યો રે ઈમરા ૧૧૫ દેવ કુદેવને માન, કુગુરુને ગુરુ જાણે રે કુધર્મ ધર્મ કરી સેવ, આશ્રવ ધર્મને વાણું રે ઈમ૦ ૧રા સરધા પુન્યથી પામીઓ, દુર્લભ સંજમ સાર રે ! વિષય કષાયમાં રાચીએ, વલી આરંભ અપાર રે ઈમ) ૧૩ અણુવાહલા રે આવી મલે, તિમ વાહલાને વિગ રે તેહનું દુખ ધરતો ઘણું, ન લહે તત્ત્વ સંગ રે ઈમ૧ઠા મેહે આકુલવ્યાકુલ, કરે વિષાદ અનેકે રે નવિ જાણે ઈદ્રજાલ એ, સુપન થકી અતિરેક રે ઈમ. ૧૫ તીર્થકર ચક્રી જિમ્યા, બલદેવ ને વાસુદેવ રે કાલે કોઈ રહ્યા નહીં, જસ કરતા સુર સેવ રે ઈમ૦ ૧દા શાશ્વત સુખને જે વર્યા, તેહને મરણ ન હોય રે કુશઅર્થે જલબિંદુઓ, ચપલ જીવિત તિમ ય રે ઈમ૦ ૧ળા નેત્રકટાક્ષને સારિષા, પ્રિય સંગમ મનિ ધારિ રે ગિરિનરીકલ્લોલ સરિષી, લષમી અથિર અસાર રે ઈમ. ૧૮
Page #362
--------------------------------------------------------------------------
________________
પં. શ્રી રમણીકવિજયજી શ્રી પદવિજયજી વિરચિત મદન-ધનદેવ રાસ
યૌવન ચપલ તે જાણિઈ, જેહ ગજવર કાન રે ! સંધ્યા રાગ સમે સવે, રૂ૫ લાવણ્ય પ્રધાન રે ઈમ૦ ૧લા ઢાલ અઢારમી સાંભલી, નૃપ હવેં જેહ પ્રકાસું રે પદ્ધવિજ્ય' કહે આગેલે, તે કહું મદનને રાસે રે ઈમ મારા
| સર્વ ગાથા ૪ર૦ [૨૫]
છે દુહા વિદ્યાધર ચકી કહે, ભગવંત સુણે મુજ વાત છે તુમ્હ દેવીને મુઝ, હઈયર્ડ હરષ ન માત ના શોક ગયે મુઝ વેગલ, હૈયડું હસવા જાય ! તુહ મુખચંદ વિલેકવા, અધિક પીપાસા થાય પરા વાત ન જાઈ તે કહી, સ્યું કારણ તસ હોય છે તુમ્હ સ્યુ પૂરવ ભવ તણે, સ્વામી સંબંધ છે કેય કા તવ ગુરુ બેલ્યા જ્ઞાનથી, તુઝ મુઝ સંબંધ ઈમ કહી ધનદેવ મદનને, સઘલે કહ્યો સંબંધ જો ધનદેવ તે તું ઉપને, મદન તે મુઝને જાણ સહમથી આવ્યા બિહં, એ સંબંધ પ્રમાણ પા તુઝ પ્રતિબંધને કારણે, હું આ સુણિ રાય જે કારણે પૂરવ ભ, આપણું મિત્ર સુભાય દા સ્ત્રી દુઃખથી ઉદવેગીઆ, લીધે સંજમભાર ! વસિયા ગુરુકુલે એકઠા, એક વિમાન મઝાર ના તેહવી નારી કારણે, કિમ મુંઝાણે આજ સાંભલી ઈહાપાય થકી, જાતિસ્મરણ લહે રાજ પટા ભગવન અવિતર્થ ભાષિઉં, નયણે દી હું એહ ! મુંઝ ઉપરિ અનુગ્રહ કર્યો, પાઉ ધાર્યા સસનેહ લ
છે. ઢાળ ૧૯
મેંદી રંગ લાગો એ–દેશી છે નરપતિ કહે મુનિરાયનેં રે, એ સંસાર અસાર સંયમ રંગ લાગે ભવસાગરમાં બૂડતાં રે, ઉતાર્યો મુઝ પર સંયમ રંગ લાગે છે૧માં રાજ્ય ભલાવી પુત્રનેં આવું છું તખ્ત પાય સંયમ રંગ લાગે છે સંયમ લેમ્યું ઈમ કહી રે, નરપતિ નિજ ઘરિ જાય સંયમ, ૧૧ સામગ્રી અભિષેકની રે, કરી ઠવીઓ નિજ ઠામ સંયમ છે રતનચૂડ રાજા થયો રે, સામંત પ્રણમેં પાય સંયમ, ૧૨માં
Page #363
--------------------------------------------------------------------------
________________
૫૦
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ મહત્સવ-ગ્રંથ
શિષામણુ ઢાય પુત્રને રે, દીધી અનેક પ્રકાર સયમા પરમ ઓચ્છવ મેાચ્છવ કરી રે, જિનમદિરમાં સાર સ’યમના૧૩ા પૂજા વિરચાવા કરી રે, સયણને ઈ સતકાર સયમ૦ ॥ મણિપ્રભ મુનિ પાસે જઈ રે, કહે આપા વ્રતભાર સયમ૦ ૫૧૪ા દીક્ષા દ્વીધી મુનિવરે ૐ, શ્રુતસાયર લહ્યા પાર્ સયમ॰ L તપ તપતા અતિ આકરા રે, અભિગ્રહ અનેક પ્રકાર સયમ૦ ૫૧પા વિદ્યાધર મુનિ અનુક્રમે રે, લબ્ધિ તણાં ભંડાર બિહું સુનિ રાજરીષી હવઈ રે, કરતા ઉગ્ર વિહાર સુમતિ ગુપતિ ઉપયેાગિયા ૐ, સાધુક્રિયા સુવિશેષ શુદ્ધ આહારના ષપ કરે રે, પરિસહ સહેતા અશેષ સંયમ॰ ॥૧ળા અનુક્રમે અપૂરવકરણથી રે, શુકલ ધ્યાન અલ જોય ક્ષપકશ્રેણિમાંહિ ચઢે રે, માહતણેા ક્ષય હાય ક્ષીણમેાહી કરે ક્ષય હેવઈ રે, ધાતી ત્રણ સમકાલ કેવલજ્ઞાન સૂરયતણા રે, થયે લેાકાલાક પ્રકાશતા ૨, રૂપી સૂક્ષ્મ માદરના વલી રે, જાણે શૈલેશીકરણે કરી રે, સકલ સાદિ અનંત સુખી થયા રે, અજ
સંયમ૦ ॥ સંયમ૦ ૫૧૬૫ સયમ ॥
પરકાશ વિશાલ
અરૂપી
સ્વભાવ સ્વભાવ વિભાવ કમલ જાય . સયમ૦ ! અજરામર થાય સ ય ારા થયા રાસ સંયમ ॥
ઓગણીસે ઢાલે કરી ૐ, સંપૂર
મુનિ પાંડવપ ગજ ચંદ્રમા રે, વરસ ને શ્રાવણ માસ સયમ ારરા
ઉજ્વલ
પક્ષની
પ'ચમી રાજનગરમાંહિ રહ્યા
તપગચ્છગયણદિનેસરુ
વિનયવંત તસ પાટવી
૧L૧
1
એહુ
સૂર્ય વાર સુપ્રસિદ્ધ મનારથ સિદ્ધ
રાય
વિજયદેવસૂરિ વિજયસિ’હસૂરિ થાય
સયમ॰ !!
સૌંયમ૦ ॥૧૮॥ સંયમ॰ ।
સયમ૦ ૫૧૯ના
સોંયમ॰ |
સચમ॰ ારના
સયમ૦। સંયમ॰ ારા
પોંડિતરત્નશિરામણ
કીધા કિરિયાઉદ્ધાર
સયમ૦
સયમ॰ ારપા
રે, સીસ તાસ સત્યવિજયજી રે, શુભ કિરિયા આચાર તાસ કપૂરવિજય કવી રે, ષમાવિજય તસસીસ સયમ॰ા ષિમાણે કરી સેાહિ" રે, નહીં જસ રાગ ને રીસ સયમ૦ ૨૬૫ પડિતશિરચૂડામણી રે, લક્ષણ લક્ષિત અગ સયમ ! શ્રી જિનવિજયસેાભાગીયા રે, તેહના સીસ સુચંગ સયમ૦ નારણા તસ આસન સાહાગ ૨, જાણે જૈન સિદ્ધાંત સંયમ૦ ॥ શ્રીગુરુ ઉત્તમવિજયજી રે, વૈરાગી એકાંત
સચમ॰ ારા
સયમ૦।
સયમ॰ ારકા
Page #364
--------------------------------------------------------------------------
________________
૫૧
૫. શ્રી રમણીકવિજયજી શ્રી પ૨વિજયજી વિરચિત મદન-ધનદેવ-રાસ
તસ પદપ ભ્રમર સમે રે, પદ્મવિયે” વર નામ સંયમ છે ગુરુ કિરપાથી કીધલે રે, એહ રાસ અભિરામ સંયમ, પારલા પંચમ સુમતિ જિનેસન્સ રે, તેહના ચરિત્ર મઝાર સંયમ છે શ્રી જયાનંદચરિત્રમાં રે, ભાળે એ અધિકાર સંયમ. ૩૦ સીમંધર સ્વામી તથા રે, તિમ વલી ભાભા પાસ સંયમ સાનિધું સંપૂરણ થયા રે, મદન-ધનદેવ-રાસ સંયમ. ૩૧ જે ભણયે ગણત્યે વલી રે, વાંચસ્ય પુણ્ય વિશાલ સંયમ | તે સુખ સઘલાં અનુભવી રે, લોંચ્ચે મંગલમાલ સંયમ ૩રા
| સર્વ ગાથા ૫૯ [૪૫૭] . इति श्रीमदुत्तमविजय ग. शिष्य पं. पद्मविजय ग. विरचितोऽयं मदन धनदेवगसः समाप्तः ।। लि. पं० पद्मविजयेन ।।
પણ વાત કરે છે...
ન માને
Page #365
--------------------------------------------------------------------------
________________
ક્ષેમરાજ
લેખક શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ
ગુર્જરેશ્વર ભીમદેવ સોલંકીને આબુ-ચંદ્રાવતીના પરમાર રાજાઓ સાથે અનેક વાર લડવું પડયું હતું અને તેણે તેમની પાસે ગુર્જરેશ્વરનું માંડલિક પદ કબુલાવ્યું હતું; તેમ છતાં તેઓએ મનસ્વીપણું છોડવું નહોતું. આથી કંટાળેલા ભીમદેવે એક વાર જ્યારે રાજા કૃષ્ણદેવ પરમારને હાર આપી, ત્યારે તે તેણે કૃષ્ણદેવને પકડીને પાટણમાં લાવી તુરંગમાં પૂર્યો હતે. ભીમદેવની ઉત્તર વયને એ કાળ હતું.
ચેડાં વર્ષ પછી નાડેલના ઠાકોર બાલપ્રસાદે પાટણ આવી, ભીમદેવને મળી, કૃષ્ણદેવને મુક્ત કરવા તેને વિનંતિ કરી, ત્યારે કૃષ્ણદેવે ગુર્જરેશ્વરના માંડલિક તરીકે રહેવા મૌખિક સ્વીકાર કર્યો, એટલા પરથી જાણે દયાથી પ્રેરાયો હોય તેમ ભીમદેવે તેને મુક્ત કરવાની તુરંગાધ્યક્ષને આજ્ઞા કરી, (સંવત ૧૧૧૭), તેથી ભીમદેવના બેઉ કુમારને ક્ષેમરાજ તથા કર્ણદેવને આશ્ચર્ય થયા વિના રહ્યું નહિ.
ભીમદેવે પુત્રને સમજાવ્યું : “ ગમે તે તોયે તે આપણે પડોશી રાજા છે. આજ્ઞાંકિત રહીને તે પિતાની વસતીનું રક્ષણ કરતા હોય તે પાટણ પરને એટલે ભાર એ છે.”
ક્ષેમરાજ કશું ન બેલ્યો, પણ કણે તક્ષણ કહ્યું : “ભૂતકાળનો અનુભવ આપ વીસર્યા તે નહિ હે. આબુના પરમારે માળવાના પરમારની સેડમાં ભરાતાં વાર લગાડતા નથી.”
છતાં આપણું પ્રત્યે આજ્ઞાંકિત રહેવાના શપથ લેનાર શત્રુનેય તક આપવી જોઈએ.”
એ પ્રત્યુત્તર સાંભળી કણને લાગ્યું કે નાડેલને ઠાકોર પિતાની વીર પ્રકૃતિને ભુલાવવામાં ફાવી ગયા છે. ક્ષેમરાજને લાગ્યું કે વાર્ધક્યમાં સ્વાભાવિક રીતે આવતી માનસિક દુર્બળતા ઉદારતારૂપે પિતાજીમાં દર્શન આપવા લાગી છે.
Page #366
--------------------------------------------------------------------------
________________
શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ : ક્ષેમરાજ
૫૩ ભીમદેવની ઉત્તર વયને કાળે રાજ્યકાર્ય પ્રતિ મંત્રીઓ લક્ષ આપતા અને રાજકુમાર ગુર્જરેશ્વરને સહાયક બનતા. જરૂર પડે ત્યારે ભીમદેવ પુત્રો દ્વારા મંત્રીઓને પોતાની ઈચ્છા વિદિત કરતે અને મંત્રીઓ તદનુસાર વર્તતા. ભીમદેવ હવે આજ્ઞાઓ આપવાનું છેડીને બહુધા સ્વેચ્છા જ પુત્ર કે મહામંત્રી સમક્ષ વ્યક્ત કરતે.
માલવ પ્રદેશમાં વિહાર પૂરે થતાં મુનિ સુરાચાર્ય પાટણમાં આવ્યા કે તુરત તે ભીમદેવના કુશળવર્તમાન જાણવા રાજમહાલયમાં જઈ પહોંચ્યા અને રાજસેવક દ્વારા ધર્મલાભને સંદેશે કહાવ્યા.
સુરાચાર્ય પ્રત્યે ભીમદેવનો ભક્તિભાવ હતે. એ ભક્તિ ધર્માનુરાગ કરતાં ગુણાનુરાગને વિશેષ આભારી હતી. મુનિ સુરાચાર્ય પરમ પંડિત હતા, દર્શનશાસ્ત્રના જ્ઞાતા હતા, અને સાહિત્યશાસ્ત્રમાં નિપુણ હતા. તેમના ગુરુ મુનિ દ્રોણાચાર્ય સંસારપક્ષે ભીમદેવના મામા થતા હતા. તે વિદ્યમાન હતા ત્યારે સુરાચાર્ય મુનિ ગુરુ સંગાથે ભીમદેવના પરિ. ચયમાં આવ્યા હતા. ભેજરાજાના પંડિતો કઈ કઈ વાર ગુર્જરેશ્વરના પંડિતેની પરીક્ષા કરનારી સાહિત્ય સમસ્યાઓ રાજસભામાં મોકલતા, ત્યારે એ સમસ્યાઓના ઉત્તરો કેટલીક વાર સુરાચાર્ય મુનિએ રચેલા લોકોમાં જતા. એ મુનિએ ભેજની રાજસભામાં પણ પંડિ સાથે સાહિત્યચર્ચા કરીને પ્રશંસા પ્રાપ્ત કરી હતી.
મુનિના આગમનને સંદેશો મળતાં ભીમદેવ ઢિલિયામાં સૂતો હતો તે બેઠો થયો. તેની સામે બિછાવેલી ગાદી પર મહામંત્રી ભાભ, પુરોહિત સેમેશ્વર અને યુવરાજ ક્ષેમરાજ બેઠા હતા તેઓ જરા આઘા ખસ્યા અને ભીમદેવે સેવકને કહી મુનિ માટે વચ્ચેવચ કાષ્ઠાસન મુકાવ્યું. પછી તેણે મુનિને પધારવાને પ્રત્યુત્તર પાઠવ્યું.
ધર્મલાભ” ઉગારતા સુરાચાર્ય મુનિ આવ્યા એટલે ભીમદેવે ઊભા થઈ મસ્તક નમાવી વંદન કર્યું, અને બીજાઓએ પણ ઊભા થઈ તેનું અનુકરણ કર્યું. મુનિ આસન પર વિરાજ્યા એટલે બધા યથાસ્થાને બેઠા. | મુનિએ ભીમદેવની કુશળતા પૂછતાં કહ્યું : “નગરમાં આવતાં જ મેં સાંભળ્યું કે આપનું સ્વાચ્ય બરાબર રહેતું નથી, એટલે હું માત્ર આપની કુશળતા જાણવા આવ્યો છું.”
જરાઅવસ્થા પિતાનું કામ કરે છે.” ભીમદેવે સ્વસ્થતાથી ઉત્તર આપે: “કુમારે, મંત્રીઓ અને રાજસેવકે મને શ્રમ પડવા દેતા નથી એટલે સ્વસ્થ રહી શકાય છે.”
મૂનિ બેલ્યા: “તે સારું છે. હવે જરાઅવસ્થા આવી છે એટલું જે મનુષ્ય સમજે છે તે પુણ્યશાળી લેખાય છે.”
પુરોહિત વચ્ચે બોલ્યા: “વસ્તુતઃ શક્તિની ક્ષીણુતા દ્વારા જરા પ્રકટ થાય છે, અને જો એ ક્ષીણતા નિવારવાના આયુર્વેદે નિરૂપેલા ઉપચાર કરવામાં આવે તે જરાને નિવારી શકાય છે.” - મહામંત્રી બેઃ “અને મુનિરાજ ! મહારાજ કઈ ઔષધ લેવાની ના કહે છે, એટલે ક્ષીણતા વધતી જાય છે.”
Page #367
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ-મહેાત્સવ અ‘થ
ભીમદેવ બેઉને પ્રત્યુત્તર આપતાં ખેલ્યો : “ તમે બધા કહેા છે, પણ એથી કાંઈ જરાનુ' સદ્યા નિવારણ થવાનુ છે ? વહેલા કે મેાડા જરાના અંતિમ આઘાત તેા થવાના જ છે ને !”
૫૪
ભીમદેવના એ શબ્દો સાંભળીને સુરાચાય મેલ્યા “ મહારાજને યોગ્ય કાળે ચેાગ્ય સમજ પ્રકટી છે. જે જરાને પિછાણીને જાગ્રત રહે છે અને ઉત્તર વયનાં કતવ્યમાં ચિત્તને પાવે છે તે જ પેાતાના મનુષ્યત્વને સફળ કરે છે.”
ભીમદેવ મેલ્યા : “ તેા ઉત્તર વયનુ કર્તવ્ય શું તે હવે આપ સ્પષ્ટતાથી કહેા.”
“ ઉત્તર વયનું કબ્ય એટલે નશ્વરના ત્યાગ અને શાશ્વતનું આરાધન. હ્લત્વમાંથી ચિત્તને ખસેડીને સૂક્ષ્મત્વમાં જોડવુ તે મનુષ્યને જરાના સંદેશ છે. એ સંદેશ ભૂતકાળમાં અનેક રાજવીઓએ અને પુણ્યશાળી પુરુષાએ ઝીલ્યા છે.”
ભીમદેવે પ્રશ્ન કર્યો : “ આપ સદૂંગત મૂલરાજદેવની વાત કહેા છે ? ’”
હું અનેક રાજવીએ એ માર્ગે ગયા છે, અને મનુષ્યત્વને સફળ કરી, ઇહલેાકમાં અમર થયા છે. મૂલરાજદેવ, ચામુડદેવ અને વલ્લભરાજ જેવા રાજવીએ તા પુરાતન કાળના વીર રાજવીઓને પગલે ચાલ્યા છે. આપે પેાતનપુર નરેશ સામચ'દ્ર મહારાજના ત્યાગની કથા કાઈ વાર સાંભળી છે? ''
“ નથી સાંભળી.”
“ મહારાજ સામચંદ્રના મસ્તકના કેશ શ્વેત તુરત તેમણે વાનપ્રસ્થ થવાના પેાતાના નિÖય પુત્ર દેવીને જણાવી દીધા. પુત્ર તા પિતાની ઇચ્છાને માન કહ્યું કે ‘મને પણ આપ વનનિવાસમાં સાથે રાખવાનું રહીશ નહિ.’ રાજાને માટે એ કાય એટલા માટે મુશ્કેલ વતી હતી.”
થતા હેાવાનુ તેમને ભાન થયું કે પ્રસન્નચંદ્રને અને રાણી ધારિણી આપવા તૈયાર થયા, પણ રાણીએ સ્વીકારા; હું સ્વામીથી અળગી હતુ` કે તે વખતે રાણી ગ
:
ક્ષેમરાજ વચ્ચે ખેલ્યા : “ તે રાજાએ રાણીના પ્રસૂતિકાળ તથા બાળકના સ્તન ધયાવસ્થાના કાળ સુધી વનમાં જઈ રહેવાનુ મુલ્તવી રાખવું જોઈ એ; અથવા રાણીએ વનનિવાસના વિચાર છેાડી દેવા જોઈ એ.”
મુનિ ખેલ્યા : “ એ વ્યવહારુ માર્ગ છે ખરા, પર ંતુ વીર પુરુષો અને સતી સ્ત્રીએ એવા વ્યવહારને કારણે પેાતાના નિશ્ચય-ધર્મમાંથી ચલિત થતાં નથી. તેવી સ્થિતિમાં રાજા સેામચન્દ્રે રાણી સાથે રાજધાની છેાડીને કેટલેક દૂર વેતસા નદીને તીરે આવેલા તપેાવનમાં નિવાસ કરવાનું ઠરાવ્યું; ત્યાં અનેક ઋષિકુળ વસી રહેલાં હતાં. પછી તેમણે આપ્તજનોની, મિત્રાની, રાજસેવકાની અને નગરજનાની ક્ષમા માંગી અને તુર ંગમાં પૂરેલા કેદીઓને ક્ષમા આપી મુક્ત કર્યા.”
ભીમદેવ વચ્ચે ખેલ્યા : “ એ એમણે યથેાચિત કાર્ય કર્યુ.”
મુનિ આગળ ખેલ્યા “ પછી રાજા-રાણીએ રાજધાનીમાંથી પ્રસ્થાન કર્યુ`. રાણીના આગંતુક પ્રસૂતિકાળને કારણે તેમને એક ધાત્રીને પેાતાની સાથે લેવી પડી.”
Page #368
--------------------------------------------------------------------------
________________
શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ : ક્ષેમરાજ
મહામંત્રી બેઃ “ધાત્રીને સાથે રાખી, તે ચેડા અનુચરે, વાહને અને બીજી આવશ્યક સામગ્રી પણ સાથે રાખવામાં હરકત નહોતી.”
મુનિ બેલ્યા: “વાનપ્રસ્થાશ્રમી થવું એટલે વનમાં નાની સરખી રાજ-રિયાસતા સ્થાપીને સુખે રહેવું એવું ત્યાગીઓને માન્ય હોતું નથી. સંસારત્યાગ એટલે નગરમાં સંસાર પુનઃ વનમાં વસાવ એમ નહિ. રાજા પણ રાજમહેલ અને સુખસામગ્રી તજીને વનનાં જ ધા-ફળાદિથી કે મર્યાદિત સામગ્રીથી ઉદરનિર્વાહ કરે તથા જરૂરીઆતો ઓછી કરીને ઋષિનું નિઃસ્પૃહ જીવન જીવે. જે સમૃદ્ધિને સ્વેચ્છાથી ત્યાગ કર્યો હોય તે બીજે માગે ઈતર જનો દ્વારા ગ્રહણ ન કરવી એ તો નિષ્પરિગ્રહી તપસ્વી જીવનનું હાર્દ છે. જે રાજાએ ઈછયું હોત તો તેના પુત્ર–પિતનપુરના નવા રાજવીએ–પિતાને તપોવનમાંય કોઈ વસ્તુની ઊણપ રહેવા દીધી ન હતી. પરંતુ સંસારની ઐહિક પ્રવૃત્તિ પૂરી કર્યા પછી ત્યાગી–તપસ્વીએ આત્મ-કલ્યાણની પ્રવૃત્તિમાં રત રહેવું જોઈએ; તેટલા માટે જ તે વનનિવાસ તથા સંયત જીવનને સ્વીકારે છે, એટલે તેમાંથી તે ભ્રષ્ટ ન થાય તેની તેના સંસારી આસજન તથા ઇતરજને પણ કાળજી રાખતા હોય છે. સંસારીઓના રાગબંધનમાંથી અમ જેવા ત્યાગીઓને ઘણી વાર કષ્ટપૂર્વક પસાર થવું પડે છે. મનેય એ કષ્ટાનુભવ કેટલીક વાર થયો છે, પરંતુ આત્મકલ્યાણના પરમ સાધનરૂપ સંયમના સંરક્ષણ માટે એ કષ્ટને સહી લેવું એ ત્યાગીને ધર્મ છે, એમાં મને શંકા નથી.”
ભીમદેવે પૂછયું : “હંઅ, પછી શું બન્યું ?”
પછી તપવનના આશ્રમમાં ધારિણદેવીએ પુત્રને જન્મ આપે, પરંતુ થોડા દિવસમાં રાણીનું મૃત્યુ થયું, એટલે ધાત્રીએ એને ઉછેર્યો. એકાદ વર્ષમાં ધાત્રીનું પણ મૃત્યુ થયું, એટલે સેમચંદ્ર ઋષિએ પુત્રને ઉછેરવા માંડ્યો. બાળકને કમંડલમાં બેસાડી તે પિતાની સાથે ફેરવતા અને સ્નાન, ધ્યાન, તપ આદિ આહુનિક કર્મ કરતા. એ પુત્ર માટે થવા લાગે અને બીજા ઋષિકુમારોની સાથે અભ્યાસ કરવા લાગે. ચૌદ વર્ષની વયે તે તપવન છેડી પિતાના ભાઈને પિતનપુરમાં જઈ મળે. એ રીતે સેમચંદ્ર ઋષિએ તપવનમાં નિજ જીવન પૂરું કરી આત્મકલ્યાણ સાધ્યું.”
ભીમદેવ બોલ્યો : “ધન્ય એ રાજત્વને અને ધન્ય એ તાપસ જીવનને ! સોમચંદ્ર ઋષિએ તથા મૂળરાજદેવે પણ આચરણ દ્વારા ચીંધેલા એ માર્ગે મારે પણ જવું જોઈએ, ખરું મુનિરાજ?”
જેમ સુખ ઊપજે તેમ કરવું, સત્કર્મમાં પ્રમાદ કર નહિ. સેમશર્માએ ટકોર કરીઃ “જૈનધર્મમાં તપ-ત્યાગને મહિમા બહુ ગાય છે, તે જ આપે અત્યારે પ્રતિપાદન કર્યો, પણ પ્રજાના સંરક્ષણ માટે રાજાઓને ક્ષાત્રધર્મ ત્યજવા
ગ્ય હેતું નથી.” | મુનિએ ઉત્તર આપે : “જૈનધર્મે જે કહ્યું છે તે જ વેદધર્મે બ્રહ્મર્ષિ વસિષ્ઠને રાજર્ષિ વિશ્વામિત્ર કરતાં ઊંચું સ્થાન આપીને કહ્યું છે, તે ભૂલશે નહિ, પુરોહિતજી!”
“સત્ય છે! ” ભીમદેવ બોલ્યાઃ “પૂર્વે મહાપુરુષ જે માર્ગે ગયા, તે જ બીજાએને માર્ગ હવે ઘટે.”
Page #369
--------------------------------------------------------------------------
________________
પર
ભીમદેવના એ ઉદ્ગારથી મૌન અને ગાંભીય છવાઈ ગયાં.
એ ક્ષણ રહીને ભીમદેવે ફરમાવ્યું : “ ત્યારે સામશર્મા ! યુવરાજના રાજ્યાભિષેક કરવાનું મુહૂર્ત શેાધીને કાલે મને કહેજો. ”
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ મહેાત્સવ-ગ્રંથ
આટલી ત્વરાથી ભીમદેવ રાજ્યત્યાગના અને પુત્રના રાજ્યાભિષેકના નિણૅય કરશે એવુ' કોઈની કલ્પનામાં નહેાતુ, એટલે એ સાંભળનારા સર્વ કોઇ વિસ્મય પામ્યા. મહામંત્રીએ કહ્યું : “ આટલી બધી ઉતાવળ ન હેાય મહારાજ ! એ માટે તેા સ’પૂ મંત્રણા-વિચારણા કરવી જોઈ એ ”
66
શુભસ્ય શીઘ્રમ્ . યુવરાજ રાજ્ય સંભાળશે અને હુ તીવાસ કરીશ. ઘણાં વર્ષ રાજ્ય ચલાવ્યું, ઘણાં યુદ્ધો કર્યાં, અનેકને માર્યાં, અનેકને દંડયા ને તુરગમાં પૂર્યો, ઇત્યલમ્ ! ક્ષાત્રધર્માનું પાલન કર્યું, હવે આત્મધર્મની આરાધનામાં વિલ’બ કરવા નથી. ’
અંતઃપુરમાં, રાજગઢમાં અને નગરમાં એ વાત તુરત પ્રસરી ગઈ. રાણી ઉદયમતીએ પતિની સાથે તી વાસ કરવાના મનેાભાવ પ્રગટ કર્યાં અને ભીમદેવે તે સ્વીકાર્યાં. સેામશર્માએ રાજ્યાભિષેક માટે અક્ષયતૃતીયાનુ મુહૂત કાઢી આપ્યું.
પાટણમાં રાજ્યાભિષેકના સમારંભની તૈયારીએ થવા લાગી. માંડિલકા અને મ`ડલેશ્વરાને નિમંત્રણા પાઠવવામાં આવ્યાં. નગરમાં આગામી ઉત્સવના રંગ છવાઈ ગયા.
એક દિવસ ક્ષેમરાજે એકાંતમાં પિતા સમક્ષ જઈ ને કહ્યું : “પિતાજી, મને ક્ષમા કરજો, પણ રાજાપદ ગ્રહણ કરવાની મારી ઇચ્છા નથી; કણુ ના રાજ્યાભિષેક ભલે થાય !” ભીમદેવ એકાએક રામકી જતા ખેલ્યું : “ એ શુ કહે છે, તું બેટા ! ’’
66
સ ́પૂર્ણ વિચાર કરીને મે' એ નિશ્ચય આપને જણાવ્યા છે. રાજત્વ ભાગવવામાં મને રસ નથી; રાજ્યાભિષેક માટે મને લગારે ઉત્સાહ ક્રુરતા નથી. ”
ઃઃ
રસ નથી ! ક્ષત્રિયપુત્રને ક્ષાત્રધર્માંચિત કબ્યમાં રસ કેમ ન હોય ? ”
,,
“ એ રસ ચાખી–માણીનેય છેવટે તેના ત્યાગ કરવા એ જ ક્ષત્રિયનું` આત્મકલ્યાણ માટેનુ' ક બ્ય હાય તા ત્યાગ કરવાના સમય આવ્યા પૂર્વે કલ્યાણમાના પ્રવાસી થવું એ મને વધુ ગમે છે. એમાં મને વિશેષ ઔચિત્ય લાગે છે. ’
ભીમદેવ વિચારમાં પડી ગયા. ક્ષણભર તેને લાગ્યુ કે સુરાચાય મુનિની વાણી ક્ષેમરાજના અ'તરમાં ઊંડી ઊતરી ગઈ છે અને સેામચંદ્ર ઋષિના વાનપ્રસ્થ જીવન તરફ તેના મનનુ આકષ ણુ થયુ છે.
મીજી ક્ષણે તેને લાગ્યું કે ચાળીસ વર્ષના જુવાન અને રાજ્યકામાં પળેટાયેલા રાજકુમારનું એવું આકસ્મિક આકષ ણ સ્વાભાવિક ન હેાઈ શકે.
તેણે પુત્રને પૂછ્યું : “ રાજત્વથી તું ભયભીત તા થયા નથી ને, બેટા ?'
** ના, પિતાજી ! ભય પામવાનું કશું કારણ નથી. પહેલાં જેમાં રુચિ હતી તેમાં હવે અરુચિ થઈ આવી છે, એ ખરું છે.”
Page #370
--------------------------------------------------------------------------
________________
૫૭.
શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ : ક્ષેમરાજ
એ અરુચિનું કારણ શું છે? તને માઠું લાગે એવું કશું બન્યું છે?” “કશું જ બન્યું નથી. વિશેષમાં દેવપ્રસાદ અને તેની માતા મારા નિશ્ચયને અનુદન આપે છે.”
દેવપ્રસાદ–એ કિશોર કરે એને પણ શું એમ જ લાગે છે? સવારી માટે કચ્છી ઘોડાની જેડી તે તેણે હમણાં જ મંગાવી છે. તારા જેવું વૈરાગ્ય શું એને...”
ક્ષેમરાજ વચ્ચે બોલી ઊઠશેઃ “નહિ, નહિ, પિતાજી! એ વૈરાગ્ય નથી.” ક્ષેમરાજ સ્મિત કરતો આગળ બોલ્યો : “દેવપ્રસાદ પિતૃભક્તિથી પ્રેરાઈ મારા નિશ્ચયને વધાવી લે છે. હું કાંઈ મને વૈરાગ્યવાસિત માનતો નથી. રાજ્ય અંગેનાં જે કાર્યો આપે મને પેલાં અને મેં કરેલાં તેમાંય મારે રસ નહોત–આપની આજ્ઞાને ધમ્ય તથા અધીન થવા
ગ્ય માનીને હું તેને અનુસર્યો છું. આજે જ્યારે મારે પિતાને આપનું સ્થાન લેવાને સમય આવ્યો છે, ત્યારે જ હું આપને આટલું કહેવાનું હૈયે ધારણ કરી શક્યો છું.”
તું કાંઈક અદ્ભુત લાગે તેવી વાત કરે છે....”એટલું બેલી ભીમદેવ જરા આડે પડ્યો અને આંખો મીંચી જાણે ઊંડા વિચારમાં હોય તેમ શાન્ત પડ્યો રહ્યો.
અધઘડી, ઘડી, બે ઘડી ગઈ, પણ ભીમદેવે આંખ ઉઘાડી નહિ, ત્યારે પિતાને શાન્ત નિદ્રા અનુભવતા જોઈ ક્ષેમરાજ પિતાના આવાસમાં ચાલ્યા ગયે.
ક્ષેમરાજ ઉદયમતીના આવાસમાં ગયે અને જે કાંઈ તેણે પિતાને કહ્યું હતું તે તેણે ઉદયમતીને પણ કહ્યું. રાણી ખૂબ આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે સ્વપ્નમાં પણ ધાર્યું નહોતું કે પોતે કોઈ દિવસ રાજમાતા થવા પામશે. ક્ષેમરાજ યુવરાજ હતું, કર્ણ નાને કુમાર હતા અને પોતે એકલા કર્ણની માતા હતી. કર્ણને ગુજર્જરેશ્વરનો રાજમુકુટ પહેરવાને અધિકાર ન હોય તે ઉદયમતીને રાજમાતા-પદ વરે એ કદાપિ બનવાનું નહોતું; છતાં જાણે ક્ષેમરાજ ચાહીને પોતાને રાજમાતા બનાવી રહ્યો હોય એવું તંદ્રાસુખ ઉદયમતીએ ઘડીભર માયું.
રાજમહાલયમાં એ વાત પ્રસરતાં વાર લાગી નહિ. રાજસેવક મહામંત્રીને આવાસે પહોંચી ગયે અને તેની પાસેથી વાત જાણી મહામંત્રી પાલખીમાં બેસી રાજગઢમાં દોડી આવ્યું. તેણે મંત્રણાગૃહમાં ડેકિયું કર્યું, ત્યારે પાર્શ્વકે કહ્યું : “મહારાજ ક્યારનાય આરામ લઈ રહ્યા છે.”
મહામંત્રી ઉદયમતીને આવાસે ગયે તે રાણી પણ વિચારનિમગ્ન જણાઈ. તેણે આશ્ચર્ય અનુભવતાં રાણીને પૂછયું તે વાત સાચી માલૂમ પડી. રાણીએ ક્ષેમરાજના સ્વમુખના શબ્દો મહામંત્રીને કહી સંભળાવ્યા.
ભીમદેવ સ્વસ્થ થઈને આસન પર બેઠે છે એવું સેવક પાસેથી જાણી મહામંત્રી ભીમદેવની પાસે ગયે કે તુરત ભીમદેવે આજ્ઞા કરીઃ “મહામંત્રી ! રાજ્યાભિષેકનું મુહૂર્ત જળવાય એ રીતે કર્ણને રાજ્યાભિષેક કરવાનું છે. ક્ષેમરાજની ઈચ્છાને મારે હવે સ્વીકા૨વી પડે છે.”
મહારાજ ! રાજા પદ ગ્રહણ કરવાની યુવરાજની અનિચ્છા મને ખૂબ જ વિસ્મયકારક લાગે છે. આપે એ અનિચ્છાનાં કારણો યુવરાજને પૂછજ્યાં તે હશે જ,”
Page #371
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ “બધું પૂછયું છે. તેણે અંતર ખોલીને મારા પ્રશ્નોના ઉત્તરો આપ્યા છે, મારી શંકાઓને નિવારી મને આશ્ચર્યમાં ડુબાવ્યા છે, પણ અત્યારે મારું આશ્ચર્ય શમી જવા પામ્યું છે. હવે અન્યથા કરવું ઉચિત નથી.”
નાગરિકામાં પણ આશ્ચર્ય પ્રકટયું. તેઓ કાંઈ કાંઈ સંકલ્પ-વિકલ્પ કરવા લાગ્યા. કઈ કહેતું કે ક્ષેમરાજના અંતરમાં કાંઈ ઊંડું દુઃખ હોવું જોઈએ; કઈ માનતું કે એની પાછળ અંતઃપુરની કઈ ખટપટ કામ કરી ગઈ હેવી જોઈએ.
રાજ્યાભિષેક દિવસ નજીક ને નજીક આવવા લાગ્યો હતો. કેટલાક માંડલિક અને મંડલેશ્વરો પાટણમાં આવી ચૂક્યા હતા અને કેટલાક આવી પહોંચવાના હતા, પરંતુ તેઓય આશ્ચર્ય પામી કાંઈ કાંઈ શંકા-કુશંકા સેવવા લાગ્યા હતા. બેઉ કુમારો વચ્ચે કાંઈ વૈમનસ્ય જ જણાતું નહોતું એટલે તેઓને કશા ઉપદ્રવને ભય રહ્યો નહોતે. તેઓ નવા ગુર્જરેશ્વરને ચરણે ધરવા રત્નજડિત અલંકાર અને અભિનવ વસ્તુઓ લાવ્યા હતા, તે ભીમદેવના મોટા કુમારને કે નાના કુમારને ચરણે ધરવાં તે તેમને મન સરખું હતું,
દિવસે જતા હતા. ઉદયમતી રેજ પતિને મળતી અને ક્ષેમરાજના ચિત્તના આવા પરિવર્તનનું કારણ જાણવા મથતી. ભીમદેવે જે કાંઈ મહામંત્રીને કહ્યું હતું તે જ રાણીને પણ કહ્યું હતું, પણ એ વાત રાણીના અંતરમાં બંધબેસતી નહોતી. રાજવી થવા માટે અધીરા થયેલા અનેક રાજકુમારોની વાત તેણે સાંભળી હતી. ભૂતકાળમાં કોઈ કુમારોએ પિતાને તુરંગમાં પૂરી પતે રાજમુકુટ પહેરી રાજ્ય ચલાવ્યું હેવાનાં દષ્ટાંતે તેણે સાંભળ્યાં હતાં. રાજ્ય માટે ભાઈ-ભાઈ વચ્ચે યુદ્ધો થયાં હોવાની વાતે તેણે સાંભળી હતી, ત્યારે ભીમદેવ સોલંકીને પુત્ર આત્મકલ્યાણને માટે રાજત્વને ત્યાગ કરવા તૈયાર થાય એ તેને સંભવનીય લાગતું નહોતું. તેને લાગ્યા કરતું હતું કે તેમાં કોઈ રહસ્ય હોવું જોઈએ. એ રહસ્ય જાણવાની ઈચ્છાથી તેણે મહામંત્રીને પૂછયું હતું, મહાસામં. તને પૂછયું હતું, રાજપુરોહિતને પૂછયું હતું, પણ રાણીનું મન સ્વીકારી શકે તેવું રહસ્ય કોઈ તેને બતાવી શક્યું નહોતું.
રાજ્યાભિષેકને વિધિ થવાને એક દિવસ બાકી રહ્યો ત્યારે સાંજને સમયે ઉદયમતી પતિના શમ્યાગૃહમાં પ્રવેશી. દાસ-દાસીઓ દીપકે પ્રકટાવતાં હતાં તેઓ ઝટઝટ પિતાનું કામ પૂરું કરીને બહાર ચાલ્યાં ગયાં.
ઉદયમતી પલંગની ઈસ પર બેઠી. તેણે પતિના ચરણને સ્પર્શ કર્યો, પણ મનમાંની વાત તે ઉચ્ચારી શકી નહિ. પોતે સહજ આવી હોય એ દેખાવ કરતાં તેણે પૂછયું :
રાજ્યાભિષેકને સમારંભ પૂરો થતાં આપણે કયા તીર્થમાં જઈશું ? કાંઈ વિચાર કરી રાખે છે ?”
કઈ રને સ્થળે નથી જવું. કેઈ શાન્ત અને નિરુપદ્રવ સ્થાન નિકટમાં જ હશે ત્યાં જઈ રહીશું. સરસ્વતીને તીરે જ અનેક તીર્થસ્થાને છે અને તપોવન છે. એ બાબતની વ્યવસ્થા થતાં સુધી શેડે વખત પાટણમાં રહીશું તોય ફિકર નથી. એક વાર ભાર
Page #372
--------------------------------------------------------------------------
________________
શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ: ક્ષેમરાજ
ઊતર્યો અને મન હળવું થયું પછી નિવાસસ્થાનની સમતા-વિષમતાની ચિંતા રહેવા પામતી નથી, ખરું ને?”
ખરી વાત છે.” પછી વાનપ્રસ્થ જીવન સંબંધે પતિ-પત્ની વચ્ચે વિચાર-વિનિમય થવા લાગ્યા. તે દરમિયાન તક જોઈને ઉદયમતીએ કહ્યું: “કુમાર ક્ષેમરાજે જે કાંઈ કર્યું તે એટલું વિલક્ષણ છે કે મારા મનની એક ગ્રંથિ છૂટતી નથી.”
“કઈ ગ્રંથિ?”
તેના આ વર્તનમાં બધા જે વિલક્ષણતા જુએ છે તે કરતાં અધિક ગહન એવું કેઈ રહસ્ય હોવું જોઈએ એમ હું માનું છું. કેઈએ એ રહસ્ય સંશોધી મારા મનનું સમાધાન કર્યું નથી.”
ચાપાસ વિસ્તરી રહેલી પાર્થિવતાને જેનારાંઓ ક્યાંથી સંશોધન કરી શકે ? અને હું તે કરું તેય તમારું સાચું સમાધાન થાય કે નહિ તેની મને ખાતરી નથી.”
આપે કહેલી વાત પર મેં કોઈ વાર શંકા કરી નથી....”
“તે હવે તમે મારી પાસેથી એ રહસ્ય જાણવા ઈચ્છે છે? ભલે, હું કહીશ, પણ તે તમને પચશે કે નહિ તેની મને હજીય ખાતરી નથી.”
તે એટલું મારું તપ છું.”
એમ નાસીપાસ ન થશે. ક્ષેમરાજની જનની બકુલાદેવી સોમનાથના મંદિરની નર્તકી હતી તે તમે જાણો છે. વસ્તુતઃ તે શિવનિર્માલ્ય યોગિની હતી. મારી પત્ની થવા તેણે પતન સ્વીકાર્યું, પણ ભક્તિયોગમાંથી તે ભ્રષ્ટ થઈ નહતી, તેને હું સાક્ષી છું. સગર્ભાવસ્થામાં કે પ્રસૂતિકાળમાં પણ તેને એ વેગ ચલિત થયે નહિ કે આથમ્ય નહોતા. કેઈગભ્રષ્ટ થયેલા આત્માને પુત્ર રૂપે જન્મ આપીને તેણે થોડા દિવસમાં જ ઈહલોકમાંથી ચિર વિદાય લીધી હતી. હું, તમે અને બીજાઓ એ ગભ્રષ્ટ આત્માને આજે ક્ષેમરાજના સ્વરૂપમાં જોઈ રહ્યાં છીએ. પૂર્વભવની અધૂરી રહેલી તિતિક્ષાને પૂરી કરવા તે ઈચ્છતા હોવો જોઈએ. તેના વર્તનમાંથી મડું મેંડું પણ એ જ રહસ્ય મને લાધ્યું છે, રાણીજી ! ” - ઉદયમતી એ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ, પણ પતિની વાણી પરની તેની શ્રદ્ધા એકસરખી અડગ રહી. બકુલાદેવીને તેણે જોઈ હતી, છેડા દિવસ તેની નિકટમાં તે રહી હતી, તેને સંબંધમાં ચિત્ર-વિચિત્ર વાતે તેણે સાંભળી હતી, પરંતુ ત્યારે ઉદયમતીના અંતરમાં સપત્નીભાવની કાલિમા વ્યાપી હતી; પેલા યોગભ્રષ્ટ આત્મા તરફ અંગુલિનિર્દેશ કરીને અને તેની ગિની માતાના અંત સ્વરૂપની ઓળખ આપીને પતિએ જે કાંઈ કહ્યું હતું તેથી રાણીના અંતરની કાલિમા દૂર થઈ જતાં તેમાં અપૂર્વ પ્રકાશ પથરાવા પામ્ય હતો. એ પ્રકાશમાં તેણે બેઉને નીરખ્યાં, ઓળખ્યાં, અને તત્ક્ષણ પતિના ચરણ પર તેનું માથું ઢળ્યું. તેની આંખોમાં આદ્રતા પ્રકટી. તે જોઈ ભીમદેવની આંખોમાંથી કૃતશત કરવા લાગી.
Page #373
--------------------------------------------------------------------------
________________
૬૦
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવ-ગ્રંથ - નિયત દિવસે કર્ણને રાજ્યાભિષેક થયે, અને ગુજરાતભરના માંડલિક, મંડલેશ્વર તથા નાગરિકે એ તેના રાજશાસનને વધાવી લીધું.
વધુ ને વધુ અશક્ત થતા જતા શરીરને કારણે તીર્થનિવાસને ભીમદેવનો મનેભાવ પાર ન પડ્યો અને થોડા દિવસમાં તેને સ્વર્ગનિવાસ થયો.
કણે ગુજર્જરેશ્વરના રાજસિંહાસન પર બેસીને મોટા ભાઈને દધિસ્થળી મંડલના અધીશ્વર તરીકે સ્થાપે. સરસ્વતીને તીરે આવેલા મંડુકેશ્વર મહાદેવના મંદિરથી શેભિત તથા કીર્તિત એવા એ સ્થાનમાં સહકુટુંબ વસીને ક્ષેમરાજે પ્રભુચિંતન તથા આત્મચિંતનમાં સંસારી જીવન પૂરું કર્યું. દેવપ્રસાદ રાજસેવાને અને પિતૃસેવાને સમાન ધર્મો સમજતો તથા જીવનયાપન કરતો રહ્યો. ક્ષેમરાજના અવસાન પછી તે દધિસ્થળીને મહામંડલેશ્વર થયા.
* અંજલિઃ મધુર કથા આપીને કથાકાર વિદાય થયા ! ધર્મને આદર્શ રજૂ કરતી આ સરસ, સરળ, હૃદયંગમ ઐતિહાસિક સમર્પણકથા શ્રી ચુનીભાઈએ તા. ૯-૫-૧૯૬૫ના રોજ લખી હતી. એ કથા મોકલતી વખતે શ્રી ચુનીભાઈએ મારા ઉપર નીચે મુજબ પત્ર લખ્યો હતો –
ગિરધરનગર, શાહીબાગ
અમદાવાદ તા. ૯-૫-૧૯૬૫ શ્રી કાંતિલાલ કેરા,
શ્રી. મ. જે. વિ. ના સુવર્ણ મહોત્સવના ગ્રંથ માટે આ સાથે એક એક નવલિકા એકલી છે. પહોંચ લખશો.
લિ. સેવક
ચુનીલાલ વ. શાહ લખાયા પછી બે વર્ષ કરતાંય લાંબા સમયે આ મનહર સાહિત્યકૃતિ પ્રગટ થાય છે ત્યારે શ્રી ચુનીભાઈ આ ગ્રંથ જેવા માટે આપણી વચ્ચે હયાત નથી તેથી અંતર ઊંડી વેદના અનુભવે છે. તેઓ તા. ૧૨-૫-૧૬ના રોજ વિદેહ થયા, એ વાતનેય ઢેક વર્ષ થવા આવ્યું! જવાનું તે કાને નથી ? શ્રી ચુનીભાઈ જીવનભર નિષ્ઠા અને એકાગ્રતાપૂર્વક સરસ્વતી ઉપાસના કરીને એક કૃતાર્થ સારસ્વત તરીકે અમર બની ગયા. એમની પ્રશાંત વિદ્યાનિષ્ઠા અને સાદી-સ્વસ્થ જીવનરીતિને આપણે ચિરકાળ સુધી યાદ કરતાં રહીશું.
છેક છેલ્લી અવસ્થામાં લખાયેલી, કદાચ અંતિમ લેખી શકાય એવા, આ કૃતિમાં પણ શ્રી ચુનીભાઈની કલમની સુગમતા, સ્વસ્થતા, મધુરતા અને ભાષા અને શૈલીની ઠાવકાઈ અને પ્રૌઢતા દેખાઈ આવ્યા વગર નથી રહેતી. શ્રી ચુનીભાઈની આ કૃતિનું અંતરથી સ્વાગત છે ! એ કૃતિને યશનામી કર્તાને આપણું અંતરના પ્રણામ હો !
કાંતિલાલ ડાહ્યાભાઈ કેરા
મંત્રી, સંપાદક મંડળ
Page #374
--------------------------------------------------------------------------
________________
વશીકરણુવિદ્યા અને પુનર્જન્મ
લેખક : પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયમસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી ચંદ્રશેખરવિજયજી.
નરી ઇંદ્ધિની સહાયથી પ્રત્યક્ષ પુરવાર થતી અથવા તક, અનુમાન કે આનુષંગિક પુરાવારૂપ અન્ય સામગ્રીથી નક્કી થઈ શકતી બાબતે ઉપરાંત એવી પણ કેટલીય બાબતો છે કે જેને પુરવાર કરવા માટે આનાથી પણ વધુ સૂક્ષમ સાધનસામગ્રીની, સૂક્ષ્માતિસૂક્ષમ અવલોકનની અને જેને પ્રચલિત પરિભાષામાં યૌગિક પ્રક્રિયા કહે છે, એ પ્રક્રિયા દ્વારા મેળવેલ વિશિષ્ટ જ્ઞાન કે જાતઅનુભવની અપેક્ષા રહે છે. તેથી જ આવી બાબતોને અતીન્દ્રિય કે અહેતુવાદના વિષયની કેટિની લેખવામાં આવે છે.
પૂર્વજન્મ કે પુનર્જન્મ આવો જ એક અતીન્દ્રિય વિષય છે, અને એના રહસ્યને પામવાના અનેક પ્રયત્ન છેક અતિપ્રાચીન ભૂતકાળથી લઈને તે અત્યાર સુધી થતા જ રહ્યા છે. જૈન તત્વજ્ઞાન અને ધર્મની પ્રરૂપણા અને સાધનાને પાયો જ પુનર્જન્મનું અસ્તિત્વ છે. તેથી, એમ કહેવું જોઈએ કે, પુનર્જન્મના અસ્તિત્વની શ્રદ્ધા જેટલી દઢ બને એટલી ધર્માચરણની શ્રદ્ધા અને ભાવના દઢ બને. અહીં વશીકરણવિદ્યા (Hypnotism)ને આધારે પુનર્જન્મ અને એના અસ્તિત્વ અંગે કેટલીક વિચારણા કરવા ધારી છે.
જૈન દર્શનમાં આત્માના અસ્તિત્વ અંગે શંકાને કોઈ સ્થાન નથી. સમગ્ર સચરાચર જગતની સમવિષમ–તમામ અવસ્થાઓ ત્યારે જ ઘટમાન બની શકે જ્યારે આત્મા જેવી વસ્તુ માનવામાં આવે; તેને નિત્ય માનવામાં આવે, કર્મનો કર્તા અને ભક્તા માનવામાં આવે; એ ક્રમને સંપૂર્ણ વિનાશ શક્ય હોવાનું માનવામાં આવે અને સર્વ કર્મથી મુક્ત બનવા માટેના ઉપાયનું અસ્તિત્વ પણ સ્વીકારવામાં આવે. શ્રીવીતરાગ સર્વજ્ઞ ભગવંતે એ પિતાના જ્ઞાનમાં આત્માનું આવું છ બાજુઓવાળું સ્વરૂપ જોયું અને જગતની સમક્ષ એ સ્વરૂપની પ્રરૂપણ કરી.
Page #375
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ આમ જ્યારે આત્મા નિત્ય છે ત્યારે પૂર્વ જન્મ અને પુનર્જન્મની વાતો પણ જૈન દર્શનમાં બહુ જ સહજ રીતે ઠેર ઠેર વેરાયેલી જોવા મળે છે. અને તેથી જ “કરે તેવું પામે એ ન્યાયે વર્તમાન જન્મમાં સુંદર ધર્માચરણ કરવું એ પણ જરૂરી બની જ જાય; કેમકે તેના વિના પુનર્જન્મ પામ્યા પછી જીવાત્મા પોતે સુખદ જીવનનું ઐશ્વર્ય પામી શકે નહિ.
આમ આત્મા અંગેનું વિશદ સ્વરૂપદર્શન જૈન દર્શનમાં જોવા મળે છે. તેથી જ કોઈ પણ જેન આ વિષયમાં કોઈ શંકા કરતા નથી, અને શક્ય એટલું સદાચારપરાયણ જીવન જીવવાની કોશિશ પણ કરતો રહે છે.
પણ આ હકીકત જગતના ઘણા મોટા વિસ્તારમાં ખૂબ જ ચર્ચાસ્પદ બનેલી છે. બુદ્ધિજીવી વર્ગ આત્માના સ્વરૂપમાં જાતજાતની શંકા-કુશંકાઓ કરતો રહે છે. વૈજ્ઞાનિકવર્ગ એના અંગે તરેહતરેહના ઊહાપોહ કરે છે; વૈજ્ઞાનિક પદ્ધતિથી આત્માના સત્ય સ્વરૂપનું અન્વેષણ કરવા કટિબદ્ધ પણ બનેલો છે. ( ૧૯૬૭ના માર્ચની ૧૮મી તારીખથી આત્મસિદ્ધિ કરી આપવા માટે અમેરિકાની આઠ વૈજ્ઞાનિક સંસ્થાઓ બીડું ઝડપીને તેના માટે એક વ્યક્તિએ બે કરોડ ડોલરનું જે વીલ કર્યું છે, તેની રકમ પ્રાપ્ત કરવા આગળ આવવાની જાહેરાત જોઈ છે.
ભારતમાં જયપુર વિશ્વવિદ્યાલયના પેરાસાઈ કોલેજી વિભાગના પ્રોફેસર ડે. બેનરજી આત્માના પૂર્વજન્મ અંગેનું સત્ય તપાસવા આકાશ-પાતાળ એક કરવા લાગ્યા છે. વિશ્વભરમાંથી પૂર્વ જન્મની સ્મૃતિ પ્રાપ્ત કરતા લગભગ ૫૦૦ કિસ્સાઓ તેમણે ભેગા કર્યા છે. દિવસે દિવસે તેઓ પૂર્વજન્મના અસ્તિત્વની સત્ય હકીકતની વધુ ને વધુ નજદીક આવતા જાય છે. આવું આવું તો ઘણું ઘણું આજે સંશોધન થઈ રહ્યું છે.
આ સંશોધનને અંતે આત્માનું અસ્તિત્વ અને અવિનાશિપણું નકકી થતું જાય છે. આજે જુદા જુદા ઘણું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આત્માના અસ્તિત્વને પુરવાર કરતાં સત્ય હાથ લાગ્યાં છે. અનેક વૈજ્ઞાનિકોએ નિત્યાત્માનું અસ્તિત્વ કબૂલ્યું છે. આપણે અહીં એમાંના એક સત્યાન્વેષીની આત્માના પૂર્વજન્મ અંગેની કબૂલાત વિચારીશું.
આ ભાઈએ વશીકરણવિદ્યા( Hypnotism)ના પ્રયોગો દ્વારા પૂર્વ જન્મની સિદ્ધિ કરી છે. એમણે એવા ૧૩૮૩ પ્રયોગો કર્યા છે. અને છેલ્લામાં છેલ્લા ગણાતા છઠ્ઠા નંબરના સાથી ઊંડા વશીકરણ( Deepest hypnotism)થી એ આત્માઓની પાસે તેમના પિતાના પૂર્વજન્મની સ્મૃતિ તાજી કરાવી છે. એમનું નામ છે એલેકઝાન્ડર કેનન. એમણે “ધ પાવર વિધિન” ( The Power Within ) નામનું પુસ્તક અંગ્રેજીમાં લખ્યું છે. આ પુસ્તકના સેળમાં પ્રકરણમાં એમણે વશીકરણવિદ્યાથી પુનર્જન્મની સિદ્ધિ કરતી માહિતી આપી છે. તેમણે ત્યાં બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે –
એક સમય એવો હતો જ્યારે ઘણાં વર્ષો સુધી પુનર્જન્મનો સિદ્ધાન્ત મારા માટે એક ભયંકર સ્વપ્ન સમો હતો. તે વખતે હું આ સિદ્ધાન્તને તોડી પાડવા માટે સતત પ્રયત્નશીલ રહેત. વશીકરણવિદ્યાને નિષ્ણાત હતો એટલે અવારનવાર અનેક વ્યક્તિઓ ઉપર વશીકરણવિદ્યાના પ્રયોગો કરતા અને તેઓને ઘણી ઘણી વાત પૂછો. જ્યારે ક્યારે પણ તેમાંનું કેઈ પણ મને પુનર્જન્મના અસ્તિત્વની વાત કરતું ત્યારે હું સખ્ત
Page #376
--------------------------------------------------------------------------
________________
મુ. શ્રી ચંદ્રશેખરવિજયજી : વશીકરણવિદ્યા અને પુનર્જન્મ રીતે તેમની વાતને વડી કાઢતો. પણ અફસોસ! જ્યારે ઘણાબધાએ એ જ વાતનું પુનરુચ્ચારણ કર્યું ત્યારે તે માટે પણ માનવું પડયું કે પુનર્જન્મ જેવી કઈ વસ્તુ જરૂર અસ્તિત્વ ધરાવે છે.'
વશીકરણને પ્રયોગ કરવા દ્વારા એક આત્મા (subject) પિતાની જાતને પૂર્વજન્મમાં વિદ્યમાન માને અને જાણે કે એ જ જન્મની અવસ્થાઓને વર્તમાન કાળમાં અનુભવો હોય એ રીતે જ એનું વર્ણન કરવા લાગે—એ બધું આપણને આશ્ચર્યમુગ્ધ કરી દે તેવું જરૂર છે, પરંતુ આ તો વૈજ્ઞાનિકોની દુનિયાની વાત છે. આજનું બાળક, આધુનિક જગતને એક યુવાન કેલેજિયન કે કોઈ પ્રૌઢ માનવ આ વાતની સામે બંડ પુકારવા સદા લાચાર હોય છે, કેમકે એને આજના વૈજ્ઞાનિકોના જાતપ્રાગે ઉપર પરિપૂર્ણ વિશ્વાસ હોય છે. આ વસ્તુસ્થિતિ છે માટે જ અહી આત્માના પૂર્વજન્મની વાતને વશીકરણ વિદ્યાના પ્રયોગથી જે રીતે સિદ્ધ કરી દેવામાં આવી છે, તે જ હકીકત આપણે વિચારીશું.
જેમણે આ પ્રયોગો કર્યા છે, તેઓ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે વર્તમાન કાળમાં જીવન જીવતે કોઈ પણ માનવ પિતાના આ જીવનમાં જે કાંઈ સુખ કે દુઃખને અનુભવ કરે છે, તેનાં કારણે, હકીકતમાં છે, તેના પૂર્વજોમાં જ પડેલાં હોય છે. વશીકરણ વિદ્યાના સાધકે કહે છે કે પૂર્વના દેશોના ચિંતક “કર્મ” જેવી એક વસ્તુને માનીને જન્માંતરનાં કારણે અને વર્તમાન જન્મનાં સુખદુઃખાદિ કર્યો વચ્ચેની ખૂટતી કડી જોડી આપે છે. ઘણા માણસે પિતાના જીવનમાં ઉપરાઉપરી ત્રાટકતી આપત્તિઓનાં કારણ પિછાણી શકતા નથી, પરંતુ પૂર્વજન્મને સિદ્ધાન્ત એ કારણે શેધી આપે છે. શું સુખ કે શું દુઃખ-બેય કાર્યોનાં કારણે અવશ્ય છે, આ જન્મમાં નહિ તો જન્માતરમાં. વશીકરણ વિદ્યાથી, સામાન્ય રીતે તે, વર્તમાન જીવનના જ ભૂતકાળની સ્મૃતિઓ તાજી કરવાને પ્રયત્ન આજ સુધી કરવામાં આવતું હતું, પરંતુ હવે તે ગર્ભાવસ્થાના અનુભવો અને એની પૂર્વના જન્મના અનુભવોનું પણ સ્મરણ કરાવવામાં આવે છે. વર્તમાન જીવનના
9. Por years the theory of reincarnation was a nightmare to me and I did my best to disprove it and even argued with my tranee sobjects to the eliect that they were taking nossence, and yet the years went by. One subject after another told me the same story in spite of different and varied conseious beliefs, in effect until now, well over a thousand cases hare been so investigated and I have to admit that there is such a thing as reincarnation.
--ધ પાવર વિધિન (The Power Within), પૃ. ૧૭૦ .. This study explains the secret of justice in a very broad way showing how a person appears to suffer in this life as a result of something he has done in a past life through this law of action and reaction know in the East as "Karma". ......... Many a person cannot see why he suffers one disaster after another in this life, yet reincarnation may reveal atrocities committed by him in lives gone by. Others, no matter what they seem to do, 'fall on their feet' as it were; and may it not be the reward for services rendered in lives gone by ?
–એજન, પૃ. ૧૭૦-૧૭૧
Page #377
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-થ જન્મની જેટલાં વર્ષ પૂર્વની વાત પૂછવામાં આવે, ખરેખર તેટલાં વર્ષ પૂર્વની અનુભૂતિ તે વ્યક્તિ બહુ સ્પષ્ટ શબ્દોમાં રજૂ કરે છે. આમ સો, બસે કે ત્રણ વર્ષ પૂર્વની વાત કે હજાર વર્ષ પૂર્વની વાત પણ પૂછવામાં આવે તો તેની પણ સ્પષ્ટ ભાષામાં–જાણે કે તે વખતે તે જીવનની જ અનુભૂતિ થઈ રહી હોય તેવી રીતે–રજૂઆત કરી શકે છે.
આ વિદ્યાના તો એમ માને છે કે આ રીતે પૂર્વજન્મ જેવી વાત સિદ્ધ થાય છે, માટે તે વર્તમાન જીવનના અનેક ગૂંચવણભર્યા પ્રશ્નોને ઉકેલ લાવી શકાય છે. એવા અનેક માણસે છે, જેઓ જાતજાતના ભયથી સદા પીડાતા હોય છે. આવા માણસો એ ભય વગેરેની ગ્રંથિની પીડાનાં કારણે ઉકેલી શકતા નથી, કેમકે તેમને તેમના વર્તમાન જીવનમાં તેનાં કારણે મળતાં જ નથી. પણ જે વશીકરણવિદ્યાને આશ્રય લેવામાં આવે અને છઠ્ઠા નંબરનું સૌથી વધુ ઊંડુ વશીકરણ તેમની ઉપર અજમાવવામાં આવે તો તેમના પૂર્વજન્મની સ્મૃતિઓ જાગૃત થાય અને તેમાંથી વર્તમાન કાળની ભયગ્રંથિની પીડાનાં કારણે પકડી શકાય. આજને બુદ્ધિવાદી માનવ માને કે ન માને પણ આ સિદ્ધાન્ત ઉપર એ લોકોએ અનેક માનવને ભયાદિની ગ્રંથિથી મુક્ત કરીને સુખી કર્યા છે. અહીં તો આપણે આવા બે જ દાખલા વિચારીશું :
એક માણસ એ હતું, જે કોઈ દિવસ “લિફટમાં ઊતરતે નહિ; કેમકે તેને પડી જવાને ખૂબ જ ભય લાગ્યા કરતો. એક વખત તે એક હિટિસ્ટની પાસે ગયે; એને એણે પિતાની સઘળી વાત કરી. તપાસ કરતાં આ જીવનમાં તે તેવા ભયનું કઈ કારણ ન જણાયું. તરત તેને સુવડાવી દેવામાં આવ્યો અને તેના ઉપર ઊંડા વશીકરણ (deepest hypnotism)ને પ્રગ કરવામાં આવ્યું. તે વખતે તે માણસે પોતાને “ચાઈનીઝ જનરલ” તરીકે ઓળખાવ્યું અને કહ્યું કે, “હું ખૂબ ઊંચા મકાન ઉપરથી અકસ્માત પડી ગયે અને મારી ખોપરી ફાટી ગઈ. મારું મૃત્યુ થયું. ત્યાર બાદ તેને ટેબલ ઉપરથી ઊભે કરવામાં આવ્યું, અને હિટિસ્ટે તેને બધી વાત જણાવતાં કહ્યું કે, “એ જે અકસ્માત થયે તે વખતે ઉપરથી નીચે પડવાના ભયની લાગણીઓ તમારા મગજમાં સર્વત્ર પ્રસરી ગઈ એ સંસ્કારે આજે પણ “લિફટમાં નીચે ઊતરવા જતાં જાગૃત થઈ જાય છે.”
આ જ બીજો એક કિસ્સો બન્યો છે. એક બાઈ હતી. તે પાણીથી ખૂબ જ ગભરાતી હતી; કદી પણ નદી, તળાવ, સમુદ્ર વગેરે પાસે જતી નહિ. આ બાઈ પણ એક હિનોટિસ્ટ એની પાસે ગઈ. એણે એને પિતાની ભયગ્રંથિની વાત કરી. વર્તમાન જીવનમાં આવા ભયનું કઈ કારણ ન મળતાં તેની ઉપર પણ પૂર્વજોની સ્મૃતિ તાજી કરતું ઊંડું હિમ્નેટિઝમ કરવામાં આવ્યું. એ વાત જાણીને આશ્ચર્ય થશે કે એ પ્રગથી એને એક એ પૂર્વજન્મ પકડાયો, જેમાં તે સ્ત્રીને આત્મા રોમદેશમાં પુરૂષ ગુલામ તરીકે હતે. (આ ઉપરથી જૈન દર્શનની એ વાત સિદ્ધ થાય છે કે પુરુષ મરીને સ્ત્રી થઈ શકે છે, સ્ત્રી મરીને પુરુષ થઈ શકે છે.) ત્યાં તેના કેઈ અપરાધને કારણે તેને પગે સાંકળ બાંધીને પાણીમાં ઉતારીને ગૂંગળાવીને મારી નાખવામાં આવ્યું હતું. આ ઉપરથી હિનેટિસ્ટે એવું તારણ કાઢ્યું કે એ ગૂંગળામણ વખતે પાણીના ભયના જે સંસ્કાર ચિત્તમાં જામ થઈ ગયા હતા તે અત્યારના તેના સ્ત્રી-જીવનમાં જાગૃત થઈને તેને પાણીથી ડર પેદા કરાવી રહ્યા છે.
Page #378
--------------------------------------------------------------------------
________________
મુ. શ્રી ચંદ્રશેખરવિજયજી વશીકરણવિદ્યા અને પુનર્જન્મ
આ રીતે પૂર્વજન્મની સ્મૃતિઓ તાજી કરાવીને વર્તમાન જીવનની અનેક સમસ્યાઓ ઉકેલવાનું જે કામ આજના હિટિસ્ટ વૈજ્ઞાનિકે કરી રહ્યા છે, તે ઉપરથી પૂર્વજન્મ અને પુનર્જન્મની સિદ્ધિ થઈ જાય છે. જેન દાર્શનિકો માટે ખૂબ મહત્ત્વની અને જેન દર્શનનું ગૌરવ વધારે એવી આ બીના છે. જે વાત જેન દાર્શનિકોએ ઠેર ઠેર કહી છે, તે પૂર્વજન્માદિની વાત ઉપર આજ પૂર્વે કયારેય જે ઊહાપોહ થયું નથી તે ઊહાપોહ હવે થઈ રહ્યો છે. દરેક બુદ્ધિમાન માનવ આ વિષયમાં માથું મારવા તત્પર બને છે. આત્મા છે કે નહિ? આ જીવન પછી બીજું કાંઈ છે કે નહિ? શું અહીં જ સર્વથા વિનાશ થઈ જાય છે જે તેમ ન થતું હોય તો મૃત્યુ પછી શું થાય છે? વગેરે વગેરે. પ્રશ્નો આજે તે ચારે બાજુ જોરશોરથી ઊઠી રહ્યા છે. અને એ કેવા અપૂર્વ આનંદની બીના છે કે આ પ્રશ્નોને જે કાંઈ ઉત્તર પ્રાપ્ત થઈ રહ્યો છે તે જૈન દાર્શનિકે તેમ જ પૂર્વજન્મને સ્વીકાર કરતાં અન્ય દાર્શનિક વિધાનોને લગભગ સંપૂર્ણ મળતે આવે છે; આ હકીકતે સર્વજ્ઞ વિશેની શ્રદ્ધાને પણ વધુ દઢ કરે છે. - જેમની ઉપર ઊંડાં વશીકરણ કરવામાં આવ્યાં છે એવા અગણિત આત્માઓને આત્માની નિત્યતાની સત્યતા માટે જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યા ત્યારે તેમણે બધાએ બહુ સાફ શબ્દોમાં એ વાત કહી છે કે, “અમે મરતા જ નથી, અમે તો શાશ્વત કાળ સુધી રહીએ છીએ. તમારી મોટી દુનિયાને અમે શબ્દ દ્વારા એ ઘણી મહાન સાચી વાત કહેવા માગીએ છીએ કે આત્મા અમર છે કે તમે અમને પૂછશે કે આ અમરત્વ એ શું વસ્તુ છે? તે અમે તમને કહીશું કે અમરત્વ એટલે મર્યાદાનું મૃત્યુ. તમે મૃત્યુ દ્વારા આત્માના જીવનની જે મર્યાદા આંકી છે એ મર્યાદાવિહીન અવસ્થા એ જ આત્માનું અમરત્વ છે. ટૂંકમાં અમારે એ જ કહેવું છે કે આત્માના મૃત્યુ જેવી કઈ વસ્તુ જ નથી.' '
વશીકૃત થતા અગણિત આત્માઓએ આત્માની અમરતાનાં આવાં ગાન ગાયાં છે અહીં એ યાદ રાખવું ઘટે કે આ વિધાન આજના વૈજ્ઞાનિકનાં સંશોધનોથી નિષ્પન્ન થયેલાં વિધાન છે. આજનું જગત એની સામે બળવો ઉઠાવી શકતું નથી. એથી જ
એ વાતને અહીં શાસ્ત્રોને આધારે રજૂ કરવાને બદલે વશીકરણવિદ્યાની શોધને આધારે રજૂ કરવાનું મુનાસિબ માન્યું છે.
3. To Turn, for the moment, to a wider aspect of reincarnation, when we die, are we extinct ? What happens after deth? These are great questions, and today they are engaging the attention of men as never before in the history of world.
–એજન, પૃ. ૧૭૩ . We do not die ! We live on through the ages into eternity......... The Voice is the instrument where by, we, The Greater World, can make known unto you the great Truths of Eternity in language form.
–એજન, પૃ. ૧૭૩-૧૭૪ 4. What then is Eternity ? Immediately the answer comes : Eternity means the cessation of limitation.
' –એજન, પૃ. ૧૭૪
Page #379
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ મહેાત્સવ ગ્રંથ આ ક્ષેત્રમાં આગળ વધેલા સમ હિપ્નોટિસ્ટાનાં જે વિધાના વાંચવા મળે છે, એ જાણે કે હૂબહૂ શાસ્ત્રવચન હેાય એવાં જ લાગે છે. એથી જ એ વિધાના નજરે ચડતાં વીતરાગ ભગવંતાની સજ્ઞતા અંતરમાં વસી જાય છે.
દ
જૈન દન એમ માને છે કે પ્રાણીમાત્રે કોઈ પણ અશુભ વિચાર ન કરવા જોઈ એ, અને સદા શુભ વિચારામાં જ રમમાણ રહેવુ જોઈ એ. એની પાછળનો હેતુ જણાવતાં એ કહે છે કે કોઈ પણ વિચાર અંતે આત્માના સસ્કાર અની જાય છે. અને જો આવે સ'સ્કાર અશુભ હાય તેા તે પુનઃ પુનઃ જાગૃત થતા રહી આત્મામાં ઘણા વિકારા ઉત્પન્ન કરતા રહી પ્રકાશના પુજ સમા આત્મામાં અનંત અંધકાર ફેલાવી મૂકે છે. આથી ઊલટું, શુભ વિચારના સ`સ્કાર સારા પડે છે. એટલે જ મનુષ્યે વિચાર કરવામાં ખૂબ જ કાળજી રાખવી જોઈએ. અશુભ વિચાર જો ભયંકર ગણાતા હાય તે તે તેનાથી નિષ્પન્ન થતી અશુભ સંસ્કારોની પરંપરાને કારણે જ. આ હકીકતને અનુલક્ષીને જ વિચારોથી થતા કર્મોના બંધ કરતાં સ`સ્કારોના અનુબંધનું સામર્થ્ય વધુ આંકવામાં આવ્યુ છે; અને તેથી જ જન્માન્તરામાં નિષ્પન્ન કરેલા અશુભ કર્માંના અનુ ધાને તેાડી નાંખવાનુ' માનવજીવનના પરમ કર્તવ્ય તરીકે ‘ શ્રી ઉપદેશપત્તુ ’માં જણાવવામાં આવ્યું છે.
આ જ વાતને આધુનિક વિજ્ઞાનના પુરસ્કર્તાએ હિપ્નોટિઝમની વિદ્યા દ્વારા પુષ્ટિ આપે છે. તેઓ કહે છે કે સામાન્ય રીતે તા માણુસનાં એ મન મહત્ત્વનાં છે : એક જાગૃત ( Conscious ) મન અને ખીજું આંતર Sub-conscious ) મન. જાગૃત મનમાં જે વિચાર આવે છે તે થાડા સમય ત્યાં રહીને પછી અર્ધજાગૃત-સુષુપ્ત જેવા—મનમાં ચાલ્યા જાય છે. આ વિચાર ત્યાં જઈને સત્ર વ્યાપી જાય છે. પછી જ્યારે જ્યારે તેને તક મળે છે ત્યારે ત્યારે તે વ્યાપી ગયેલા વિચાર જાગૃત મનમાં આવી જાય છે અને પેાતાનુ’ કાર્ય કરતા રહે છે. વસ્તુસ્થિતિ આવી છે માટે માનવે કાઈ પણ અશુભ વિચાર ન થઈ જાય તેની ખૂબ કાળજી કરવી જોઈએ. હા, જાગૃત મનના ઉત્તેજિત વિચાર હજી ભયાનક નથી, પરંતુ પછી આંતર મનમાં એ સર્વત્ર વ્યાપી જાય છે, ત્યાં સ્થિર થઈ જાય છે; અને તેથી ફરી ફરી તેનાં માઠાં ફળે ભાગવવાનુ` દુર્ભાગ્ય અવસરે સાંપડત્યાં કરે છે, એ બધું ખૂબ જ દુ:ખદ છે. આ જ વાતને તેએ એક સુંદર દૃષ્ટાંત આપીને સમજાવે છે. એક કાચનો ગ્લાસ લેા. તેના પાણા ભાગ પાણીથી ભરી દો. પછી તેમાં ખીસાના એક રૂમાલ એવી રીતે નાખેા કે અડધા રૂમાલ ગ્લાસના પાણીમાં પડીને ભીંજાઈ જાય અને બાકીને અડધા રૂમાલ પાણીની બહારના ગ્લાસની ધાર ઉપર પડી રહે. હવે એ પાણીની બહાર રહેલા સૂકા રૂમાલ ઉપર સાકરનો એક ગાંગડા મૂકેા. શુ' આ સાકરનો કટકા ઓગળશે ખરા ? ના. સારુ'. હવે એ સૂકેા રૂમાલ પેલા સાકરના કટકા સાથે જ ગ્લાસના પાણીમાં સરકાવી દો; ઘેાડી વારમાં જ આપણને જોવા મળશે કે પેલા સાકરનો કટકા ઓગળી ગયા છે, અને એની મીઠાશ પાણીના પ્રત્યેક ટીપા સુધી અને રૂમાલના દરેક તંતુ સુધી વ્યાપી ગઈ છે.
હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. અહીં જે સૂકા રૂમાલ છે તે અજાગૃત મન છે. જે સાકરનો કટકો છે તે વિચાર છે. જ્યાં સુધી વિચાર જાગૃત મનમાં છે ત્યાં સુધી
Page #380
--------------------------------------------------------------------------
________________
૭
મુ. શ્રી. ચંદ્રશેખરવિજયજી વશીકરણવિદ્યા અને પુનર્જન્મ તે પેલા સાકરના કટકા જેવું છે કે જે ઓગળીને ક્યાંય ફેલાતો નથી, પણ જ્યારે એ વિચારરૂપી સાકરને કટકે આંતર મનમાં ચાલી ગયે ત્યારે એ ત્યાં સર્વત્ર વ્યાપી ગયે. એટલે વિચાર ક્યારેય મરી જતો નથી પણ ઊલટો એ તો આંતર મનમાં સર્વત્ર વ્યાપીને લાંબું જીવન જીવતા હોય છે. જે આ જ વસ્તુસ્થિતિ છે તે કઈ પણ પ્રાણી ક્યારેય મરી શકતું નથી; ઊલટું પેલા વ્યાપ્ત વિચારને (કે જેને જૈન પરિભાષામાં સંસ્કાર કહેવામાં આવે છે તેને) પિતાની સાથે રાખીને એ ક્યાંક આગળ વધે છે, માટે અદ્યતન જગતના બુદ્ધિવાદી માનોએ આત્માના મૃત્યુ જેવી વસ્તુ માનવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દેવે જોઈએ, કેમકે આત્મા અમર છે, અઢળક સંસ્કારને એ ખજાનો છે.
“ધ પાવર વિધિન” નામના આ પુસ્તકના લેખક એલેકઝાંડર કેનન કે જેઓ વિશ્વને ખૂણેખૂણે ખૂદી વળ્યા છે, તેઓ આ પુસ્તક લખતાં કહે છે કે મારી બધી વાતને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાર હોય તે એટલો જ છે કે, આત્માનું મૃત્યુ હોઈ શકતું જ નથી. અહે! આ વાત જે જગત સમજી જાય તે સમગ્ર વિશ્વ ઉપર ચમત્કારિક પરિવર્તન આવી જાય. લેખક કહે છે કે, પછી તે કઈ કેઈનું ખૂન નહિ કરે, કઈ દુઃખને માર્યો જીવ આત્મહત્યા નહિ કરે; કેમકે આત્મહત્યા કરવા ઈચ્છતો માણસ પછી સમજી જશે કે આત્મહત્યા કરી લેવાથી જેટલાં દુઃખને અંત આવશે તેનાથી ઘણાં વધુ દુઃખનાં ધાડાં ફરી તૂટી પડશે, કેમકે “હું અમર છું', મારે અહીંથી પણ કાયક જવાનું છે.
લેખક કહે છે કે આજના ન્યાયાલયે શું ખરેખર ન્યાય કરે છે? ના, ના, એક ખૂનીના ખૂનના બદલામાં ન્યાયાધીશ વધુમાં વધુ તે ફાંસીની જ સજા ફટકારશે ને? પણ તેથી શું થયું? ખૂની માણસના ખૂનને જે વિચાર ખૂન કરાવી ગયે તે વિચારને આત્મામાં સંસ્કાર રૂપે વ્યાપી જાત કઈ રેકી શક્યું? એ સંસ્કારને કેઈએ દૂર કરી દીધા? જે એ સંસ્કાર દૂર ન થયા તે ખૂનીને આત્મા તે મૃત્યુ પામતો જ નથી, એટલે પુનઃ પુનઃ એ સંસ્કારો એની પાસે અનેક વ્યક્તિઓનાં ખૂન કરાવતા જ રહેશે ! તે પછી આ ન્યાયાધીશે તે ન્યાય કર્યો કે અન્યાય ! ફરી ફરીને ખૂને કરતાં રહેવાની તકને જીવતી રાખીને ખૂનીને ફાંસીના માંચડે ચડાવી દે અને તેથી અનેક બીજાં ખૂને થવા દેવાં એ માનવજાત સામે ભયંકર અન્યાય નથી શું? હવે તે એવાં ન્યાયાલયની જરૂર છે, જ્યાં ખૂનીને ફાંસીએ ચડાવવાને બદલે એના આંતર મનમાં વ્યાપી ગયેલા સંસ્કારને ફાંસી દેવામાં આવે. આ કામ તે ધર્મગુરુઓ-માનસશાસ્ત્રીએ જ કરી શકશે.
4. You will never be able to say again that a man can die. Indeed, there is not, and cannot be, any room in the Universe for such an idea as death.
–એજન, પૃ. ૧૭૬ u. There is no death ! That is the Supreme massage which this chapter has for you! What a profound change would come over the whole world if that lesson were well and truely learned ! Suicide and murder would cease.
–એજન, પૃ ૧૭૭. c. What a lesson the would-be suicide can learn from the fact that we do not, cannot die ! He would then know that suicide, so far from ending his miseries, would plunge him into a dilemma ten thousand times worse than the one from which he
Page #381
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ મહેાત્સવ-ગ્રંથ
આ વૈજ્ઞાનિકોએ વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની સિદ્ધિ કરી, આત્માનું અમરત્વ જાહેર કયુ અને વિચારો તથા સંસ્કારોના મળનું કાર્યક્ષેત્ર આપણી સમક્ષ રજૂ કર્યું . જે વાતા સૈદ્ધાન્તિક સ્વરૂપમાં આપણા માટે એ અને એ ચાર જેટલી જ સાદી-સીધી અને સ્પષ્ટ હતી તે વાતા આજના વિશ્વ માટે ‘ વહેમ’, ‘ જૂઠ’, ‘ ધર્માંધતા ' વગેરે નામેાથી ખતવાતી હતી. આજે પણ હજી તેવુ ઘણુ' ઘણુ' જેવા-સાંભળવા મળે છે. પણ હવે એ દુનિયાની આવી ઉતાવળી વિચારસરણીમાં મોટુ પરિવર્તન કરવું પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. જો આ રીતે વિજ્ઞાનની દુનિયામાં સત્યની ખેાજ ચાલુ રહે તેા કદાચ એમ કહી દેવામાં સાહસ નહિ ગણાય કે એક વખત એવે આવશે કે જ્યારે વૈજ્ઞાનિકે જૈન દનની અત્યદર્શિતાના હ પૂર્વક સ્વીકાર કરવા પ્રેરાશે.
૬૮
એ વૈજ્ઞાનિકા એક જ વિષયના મૂળ સુધી પહેાંચી જવાને નિષ્પક્ષ પ્રયત્ન શું કામ કરે છે તે આજે આપણને અનેક ઠેકાણે જોવા મળે છે. વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની સ્મૃતિઓને તાજી કરાવવી અને એ વિષયમાં અનેક શંકા-કુશકાઓ કરીને તેનાં સમાધાને મેળવવાં અને અંતે જાહેર કરવુ કે પૂર્વ જન્મ જેવી વસ્તુ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થાય છે—એ માટે કરાતાં આ બધાં અન્વેષણાની પાછળ કેટકેટલા વૈજ્ઞાનિકા જીવન અપતા હશે ! એકલા એલેકઝાંડર કેનને જ આ વિષયના ૧૩૮૩ કેસ તપાસી નાખ્યા છે અને પેાતાની જાતતપાસને અંતે પૂજન્મની માન્યતાને સંપૂર્ણ સમન આપ્યું છે. એલેકઝાંડર કેનને જે પ્રયાગા આ વિષયમાં કર્યા છે તેમાંના એક ખૂબ જ રસપ્રદ પ્રયાગ આપણે સક્ષેપમાં જોઈ એ ઃ—
મધ્યમ વયની એક સ્ત્રી ઉપર ઊંડુ–છેલ્લામાં છેલ્લી છઠ્ઠી કક્ષાનું વશીકરણ કરવામાં આવ્યુ હતું. સૌપ્રથમ તે ખાઈને ટેબલ ઉપર સુવડાવી દેવામાં આવી અને તેને પુનઃ પુનઃ જણાવવામાં આવ્યું કે હમણાં તમે આજથી ખાખર ૧૦ વર્ષ પૂર્વના ૧૯૨૪ની સાલની ૪ થી આગસ્ટના દિવસમાં વર્તમાન છે. તમે હમણાં શું કરી રહ્યાં છે ?—ઇત્યાદિ અનેક પ્રશ્નો એ દિવસ અંગે પૂછયા. ખૂબ જ સતાષકારક જવાએ મેળવ્યા બાદ વધુ ૧૦ વર્ષ પૂના--૧૯૧૪ની સાલની ૪ થી ઑગસ્ટના-દિવસ ઉપર એને લઈ જવામાં આવી. અને એ દિવસની તમામ વાતા, જાણે કે પેાતે હમણાં જ અનુભવતી હાય એ રીતે, એ બાલી ગઈ. તેણે કહ્યું કે “ હમણાં બ્રિટન ઉપર અપારના સમય છે, જેના
seeks to escape-a dilemma from which escape would be ten thousand times harder than before.
The nurderer, too, pays for his crime a million times more fully than any capital punishment could ever hope to make him do. In fact, so far from punishing the murderer, society is really punishing itself when it resorts to capital punishment, since the loss of physical body, by hanging or by any other method, merely plunges the murderer's mind into the Unconscious where his murderous ideas, like the lump of sugar in our previous analogy, are able to spread into the mental atmosphere of the world. In fhis way the 'dead' murderer can take possession of other people's bodies during the sleep state, or during period of dissociation and can thus cause more murders and suicides.
~એજન, પૃ. ૧૭૭.
Page #382
--------------------------------------------------------------------------
________________
મુ. શ્રી ચંદ્રશેખરવિજયજી વશીકરણવિદ્યા અને પુનર્જન્મ ગગનમાં પહેલા વિશ્વયુદ્ધનાં વાદળ ઘેરાઈ ગયાં છે.” ત્યાર પછી ફરી વધુ ૧૦ વર્ષ પૂર્વની
સ્મૃતિ તાજી કરાવી. ત્યાર પછી એક એક વર્ષ પાછળ જતાં જતાં તેના જન્મ સમય પછીના એક જ કલાકની અવસ્થામાં તેને મૂકી. તેણે તે વખતના પોતાના સ્નાનનું વર્ણન કર્યું. અને તે વખતે વેઠવી પડેલી શ્વાસની ગૂંગળામણુ કહી. ત્યાર પછી તેને જન્મ સમયની પૂર્વના અડધા કલાકના સમયમાં મૂકી. તે વખતે તે સ્ત્રી એકદમ ચીસ પાડતી બોલી ઊઠી : “ઓહ! મને ખૂબ જ અંધારું લાગે છે અને મને આજુબાજુ કાંઈક ધસી જતા દ્રવને અવાજ આવે છે. (સંભવ છે કે તે માતાની નસોમાંથી વહેતું લોહીનું પરિભ્રમણ હોય.) આ વર્ણનમાં જ્યાં અડધો કલાક પૂર્ણ થયે કે તરત તે બોલી ઊઠી,
ઓહ! હવે હું બહાર નીકળી ગઈ છુંત્યાર પછી તે સ્ત્રીએ તે ઓરડાનું વર્ણન કર્યું. આ બધું વર્ણન પણ તે સ્ત્રીએ તે વખતની પોતાની બાલ્ય વય વખતના અવાજ જેવા અવાજથી જ કરેલું–જાણે કે એક બાળકી જ બોલી રહી હોય તેમ લાગે !
ત્યાર પછી તેને કેટલાંક વધુ વર્ષ પૂર્વે લઈ જવામાં આવી. તે વખતે તે બોલી : અત્યારે હું શુકના ગૃહમાં છું!” ત્યારે સમય પૂછતાં તેણે કહ્યું, “અમારે ત્યાં સમય જેવું કશું નથી, પણ તમારી પૃથ્વીના ઘડિયાળના હિસાબે હું સમય કહી શકું.” ત્યાર બાદ તે સ્ત્રીએ શુકના ગ્રહ ઉપરના પિતાના જીવનની કેટલીક ખૂબ જ રસપ્રદ વાત કરી. તેણે કહ્યું કે “પૃથ્વીની પ્રાણીસૃષ્ટિની જેમ અમે (વેપાર વગેરે) કાર્યો કરતા નથી. અમારે ત્યાં એટલો બધો પ્રચંડ પ્રકાશ પ્રવર્તે છે કે અમારી દષ્ટિએ તે પૃથ્વી અંધકારને જ પ્રદેશ કહેવાય–પછી ભલેને ત્યાં ભરબપેરને પૂર્ણ પ્રકાશ કાં ન હોય!” ત્યાર બાદ તેણે ત્યાંનાં વૃક્ષોનું વર્ણન કરતાં કહ્યું કે “એ વૃક્ષે ચમકતી રૅલીશ કરેલી ધાતુના જેવા ચમકારા મારી રહ્યાં છે. આની સામે જ્યારે હિટિસ્ટે વાંધો લીધે ત્યારે તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “તમે અમારી ગ્રહોની દુનિયાની વાતોને સમજી શકો એવી ચમત્કારભરી છે.”
એક બાઈ ઉપરના વશીકરણથી એલેકઝાન્ડર કેનન એને એના શુકના ગ્રહો ઉપરના જીવનમાં લઈ જાય છે. એ ત્યાંની જે વાત કરે છે એ બધી વાત જાણીને જેના દર્શને કરેલું દેવલેકનું વર્ણન સહેજે યાદ આવી જાય છે. જેના દર્શનની દષ્ટિએ ફક્ત અઢી દ્વીપમાં જ કાળ છે; દેવલેકમાં કાળ જેવું કશું નથી. ત્યાંનાં દીર્ઘ આયુષ્યોને જે કાળથી વર્ણવવામાં આવ્યાં તે અહીંના જ કાળથી કહ્યા છે, એવું સ્પષ્ટ કથન જૈન દર્શનમાં મળે છે. વળી, દેવલોકમાં રત્નના પ્રકાશની વાતો અને અદ્ભુત વૈકિય વૃક્ષોની વાતો પણ શું, ઉપરની વાતને મળતી નથી આવતી ? આગળ વધતાં એલેકઝાન્ડર કેનન કહે છે કે,
મારી તપાસમાં જેઓ પિતાના પૂર્વજન્મમાં ગ્રહો ઉપરનું જીવન પણ જીવતા સાંભળ્યા તે બધાએ પિતાનું આયુષ્ય સો વર્ષથી વધુ કહ્યું છે અને ૪-૪ હજાર વર્ષના આયુષ્ય પણ કહ્યાં છે. ”
આ વાત પણ જૈન દર્શનમાં કહેલા દેના સુદીર્ઘ આયુની ખૂબ જ નજદીકમાં ન કહી શકાય શું?
ત્યાર પછી એ બાઈને શુકના ગ્રહની પણ પૂર્વના જન્મની અવસ્થામાં લઈ જવામાં આવી. ત્યાં તેણે કહ્યું કે, “અત્યારે હું રે દેશમાં કોઈને ત્યાં ગુલામડી તરીકે છું. અને
Page #383
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રંથ મારા ગુલામ તરીકેના જીવનને આ અંત સમય છે. આટલું બોલીને જ એ સ્ત્રીનું મેં એકદમ ફિર્ક પડી ગયું. તે ભયથી કંપવા લાગી અને પછી બેલી, “મને અત્યારે પગમાં લેખંડની બેડીઓ સાથે પાણીમાં ઉતારી દીધી છે. અને ભયંકર જળચળ પશુઓ મારી ચોમેર ફરી વળ્યાં છે. ઓહ! હમણાં જ મને ફાડી ખાશે.”
લેખક કહે છે કે એ વર્ણન વખતની તેના મુખ ઉપરની વેદનાઓ સાચે જ અસહ્ય જણાતી હતી. ખેર. એ પછી એને થોડાં વર્ષ પૂર્વની ગુલામડી તરીકેના જીવનની અવસ્થામાં લઈ જવામાં આવી, જ્યાં તેણીએ પોતાની કારાવાસની કરુણ અવસ્થાનું વર્ણન કર્યું. તેણે રેમ દેશના અનેક એવા રીત-રિવાજે જણાવ્યા જેને લેખકને પણ ખ્યાલ ન હત; જેમ કે તેણીએ કહ્યું કે, “અમારે ત્યાં પુરુષના જાહેર કાર્યક્રમ સંધ્યાના સમયે જાય છે, જ્યારે સ્ત્રીઓની સભાઓ વગેરે બપોરના સમયે જ જવાનો રિવાજ છે; અમે લેકે સ્નાન કરતા નથી, માત્ર તેલની માલીશ કરાવીએ છીએ ઇત્યાદિ.”
વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની વાતે, દેવલોકની વાતે, સંસ્કાર શું કામ કરે છે અને એનું કેટલું પ્રચંડ સામર્થ્ય છે વગેરે બાબતો આજના પ્રોજકે વૈજ્ઞાનિક રીતે જણાવે છે તેનાથી હેરત પામવાની જરૂર નથી. આવી બધી વાતોથી જૈન દર્શનનાં સચોટ વિધાને પ્રત્યે સવિશેષ આદર ઉત્પન થાય છે. એલેકઝાન્ડર કેનન કહે છે કે એમણે જેમની ઉપર આ પ્રયોગો કર્યા તેમાંના લગભગ બધાએ એ વાતો એકસરખી રીતે જણાવી છે કે, (૧) અમે એક જીવન કરતાં વધુ જીવન જીવીએ છીએ, (૨) એક ગ્રહ કરતાં વધુ ગ્રહો ઉપર જીવન જીવીએ છીએ, (૩) વર્તમાન જીવનની અને ભૂતપૂર્વ જીવનની અગણિત સ્મૃતિઓ અમને થાય છે.
લેખક કહે છે કે એમના પ્રયોગોમાં ઘણા બધા આત્માઓ બુધના અને શુકના ગ્રહો ઉપર જઈ આવેલા સાંભળવા મળ્યા છે. ખેર. પૂર્વજન્મમાં જરાય શ્રદ્ધા ન ધરાવતા એક લેખક વશીકરણવિદ્યાથી એ વિષયમાં પૂર્ણ શ્રદ્ધા ધરાવતા થઈ જાય અને જગતની સમક્ષ એ વાતની જોરશોરથી રજૂઆત કરે એ ખૂબ જ આનંદ ઉપજાવે એવી બીના છે.
બીજા પણ મોરી બર્નસ્ટેઈને નામના એક હિનોટિસ્ટે એલેકઝાન્ડર કેનનની વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની સ્મૃતિ તાજી કરાવતા પ્રયોગ વાંચ્યું અને તેણે પણ કોઈ એવી મજબૂત મનની વ્યક્તિ મળે તો તેની ઉપર પૂર્વજન્મની સ્મૃતિ કરાવાય તેવું ઊંડું વશીકરણ કરવાનું નક્કી કર્યું. આ જ ગાળામાં એણે ભારતની શાન્તિદેવી નામની એક સ્ત્રીને થયેલા જાતિસ્મરણ જ્ઞાનની વાતો જાણી. એટલે એણે પણ આ વિષયમાં કાંઈક જાણવાને નિર્ણય કર્યો. ટૂંક સમયમાં જ એણે રૂથ સાયમન્સ (kuth Simmons) નામની એક સ્ત્રી ઉપર વશીકરણવિદ્યાને પ્રયોગ કર્યો. ૨૯મી નવેમ્બર ૧૯૫ના દિવસે આ પ્રયોગ શરૂ કર્યો. અને આવી બેઠકે (Sittings) પાંચ વખત મળી. પાંચેય બેઠકે દરમ્યાન થયેલી પ્રશ્નોત્તરીનું ટેપરેકોડીંગ કરવામાં આવ્યું. અતિ અદ્દભુત વાતો જાણવામાં આવી. આ બાઈને જન્મ ૧૯૨૩માં અમેરિકાને આવા રાજ્યમાં થયો હતો. પ્રયાગ વખતે તે એક વીમા એજન્ટની પત્ની હતી. એણે ૧૪૬ વર્ષ પૂર્વનું આયર્લેન્ડનું જીવન ખૂબ વિસ્તારથી જણાવ્યું. જે સ્ત્રી વર્તમાન જીવનમાં “રૂથ સાયમન્સ” તરીક હતી તેને “બ્રાઈડે
Page #384
--------------------------------------------------------------------------
________________
મુ. શ્રી. ચંદ્રશેખરવિજયજીઃ વશીકરણવિદ્યા અને પુનર્જન્મ
૭૧ મફી' તરીકે જોવા અને સાંભળવા મળી. સંમેહનાવસ્થામાં એ સ્ત્રીએ કહ્યું કે, “એનું નામ “બ્રાઈડે મફી' હતું. એના પિતાનું નામ ડંકન મફી હતું. તેઓ બેરિસ્ટર હતા. એ સ્ત્રી મિસ ટ્રેનની શાળામાં ભણતી હતી. એના પતિનું નામ બ્રિયન મેકાથી હતું. એ બેરિસ્ટરને પુત્ર હતું, તેમ જ પિતે પણ બેરિસ્ટર હતો. એ સેંટ ટેરેસાના દેવળમાં જતી. ત્યાંના પાદરીનું નામ ફાધર ન હતું. એ પોતે પ્રોટેસ્ટનટ હતી, પણ એને પતિ કેથલિક હિતે. ૬૬ વર્ષની વયે દાદર ઉપરથી પડી જવાથી તેનું મૃત્યુ થયું હતું. તે દિવસે રવિવાર હતો. એણે એમ પણ જણાવ્યું કે, ફાધર જેનના કહેવા પ્રમાણે, એને આત્મા કોઈ વિશુદ્ધ સ્થળે જવાનો હતો, પણ હકીકતમાં તેમ બન્યું ન હતું. છેવટે ઈ. સ. ૧૯૨૩માં આવામાં તેને જન્મ થયો.”
આ સ્ત્રી આયરિશ ભાષાનું લેશ પણ જ્ઞાન ધરાવતી ન હોવા છતાં તેણે સંમોહનાવસ્થામાં આયરિશ ભાષામાં જ સઘળી વાતચીત કરી હતી.
લોકેએ એ વખતે આશંકા પણ કરી હતી કે કદાચ “બ્રાઈડે મફી” નામનું કોઈ પુસ્તક લખાયું હશે, જે આ રૂથ સાયમન્સ વાંચ્યું હોય અને તેથી તેવી બધી વાતો કરતી હોય. પરંતુ તપાસ કરતાં જણાયું કે એવું કંઈ પુસ્તક લખાયું જ ન હતું. વળી, તે બાઈ કદી આયલેંડ ગઈ ન હતી, છતાં તેણે ત્યાંની કેટલા ઓરડા? રડું ક્યાં? ઘરસામે વૃક્ષો કયાં?—વગેરે પુસ્તકમાંય ન સંભવે તેની ઝીણવટભરી વાતો પણ કહી હતી. બ્રિટીશ ઈનફર્મેશન સમિતિએ પણ એ વાતને પુષ્ટિ આપી. સ્ત્રીના આ નામ ઉપરથી જ મેરી બર્નસ્ટેઈને પિતાના એ વિષયના પુસ્તકનું નામ “ધ સર્ચ ફેર બ્રાઈડે મફી ? રાખ્યું છે. એ પુસ્તકમાં પાંચે ટેઈપ-રેકેડીંગનું અવતરણ કરવામાં આવ્યું છે. ત્યાર પછી લેખકે એ પાંચે રેકેડે સારા સારા બુદ્ધિશાળી માણસેને, વૈજ્ઞાનિક વગેરેને સંભળાવી હતી અને તેમના અંગત અભિપ્રાય માંગ્યા હતા. એ બધી વાત લેખકે પિતાના તે પુસ્તકમાં જણાવી છે.
વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની સિદ્ધિ થવી એ સાચે જ પશ્ચિમના વિદ્વાનને વિચાર કરતાં કરી મૂકે એવી બાબત છે, કેમકે બાઈબલમાં પૂર્વજન્મની માન્યતાનું સમર્થન કરવામાં આવ્યું નથી. આથી એ વાત તદ્ન સહજ છે કે આવી કોઈ સિદ્ધિ થાય તે તેની સામે બહુ મોટો ઊહાપોહ થાય; ભારે મોટો વિરોધ પણ જાગે. શ્રી મેરી બર્નસ્ટેઈનને પણ આ બધી પરિસ્થિતિને સામને કરે પડ્યો હતો. તેમની સામે પણ ઘણું પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. એક માણસે તે તેમને પૂછ્યું પણ હતું કે જે આ રીતે વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની સિદ્ધિ થઈ જતી હોય તે બીજા ઘણા એ વિદ્યાના નિષ્ણાત છે, તેઓ કેમ આ વિષયમાં કશું જ કહેતા નથી? આ પ્રશ્નને ઉત્તર આપતાં તે પુસ્તકમાં મેરી બર્નસ્ટેઈન કહે છે કે આ વિષયમાં હું કાંઈ એકલા-અટૂલો નથી; મારી સાથે એલેકઝાંડર કેનન છે, જેઓ એક વખત આ વાતોને સ્વપ્નની વાત માનતા હતા. એટલું જ નહિ, બીજા પણ કેટલાક વૈજ્ઞાનિકે એ પિતાનાં અન્વેષણેથી પૂર્વ જન્મના અસ્તિત્વની બાબતમાં વિધેયાત્મક નિર્ણય લીધે છે અને તેમણે પિતાની વાતને પ્રકાશમાં મૂકી પણ
Page #385
--------------------------------------------------------------------------
________________
७२
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણ-મહાત્સવ-ગ્રંથ
છે; પરંતુ તેના જોઈએ તેટલા મહાળેા પ્રચાર જ થયેા નથી.૯
મેારી અન સ્ટેઈન આગળ વધતાં કહે છે કે એક વ્યક્તિએ પૂર્વજન્મની માન્યતાની તરફેણમાં મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી હેાવા છતાં તેણે તે વિષયમાં કશી જાહેરાત ન કરતાં મૌન રહેવાનું જ પસંદ કર્યું. તેને જ્યારે તેના મૌનનું કારણ પૂછવામાં આવ્યુ' ત્યારે તેણે કહ્યું કે, · આ બધા અનુભવાને હું મારા ખૂબ જ અંગત અનુભવ તરીકે છુપાવી રાખું છું, કેમકે મને પહેલેથી જ ખ્યાલ છે કે આવી વાતા ઉપર વિશ્વના માનવા શું ટીકા-ટિપણા કરશે ?’૧૦
પશ્ચિમના દેશોમાં આત્માની અમરતાનાં ગીત ગાવાનું કેટલું બધુ... મુશ્કેલ છે! આમ હાવા છતાં એ અંગેના ઊહાપાહ કરીને જાહેરમાં માથુ' ઊંચકનારાએ પણ ત્યાં છે. તેઓને કેવી હિંમતથી કામ લેવું પડતું હશે !
કિલિ’ગ નામના વૈજ્ઞાનિકે તા મેારી બસ્ટેઈનને કહ્યું હતું કે મને તેા ખૂબ દિલગીરી થાય છે કે સમાજ તમારા આ વિચારને જુદી રીતે રજૂ કરશે કે તેમાં કાપકૂપ કરી નાંખશે. જેએ વિરોધી છે તે તે આ બધી વાતને ઊંધી ચીતરીને જ રજૂ કરશે; કેમકે છેવટે તે પશ્ચિમના લોકો આશાસ્પદ જીવન કરતાં ભયાનક મૃત્યુને જ વધુ વિચારે છે અને વળગી રહે છે. એટલે આ લેાકેા આવી વાતાને કદારા વહેમ ' કહીને હસી પણ નાંખે.૧૧
અહી એક એવા પણ પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે કે જો આ રીતે દરેક જીવના પૂ જન્મ હેાય જ, અને ત્યાં તેણે ઘણું ઘણું અનુભવ્યું પણ હાય, તેા દરેક જીવને શા માટે પોતાના ભૂતપૂર્વ અનુભવાની સ્મૃતિ નથી થઈ આવતી? આ પ્રશ્નના સમાધાનમાં જૈન દાનિકા તે કહે છે કે એવી જાતનું મતિજ્ઞાનાવરણીય નામનુ` કમ છે, જેના રજકણા આત્મા ઉપર વધુ પ્રમાણમાં ચાંટી ગયેલ હાય ત્યારે ભૂતપૂર્વ અનુભવાની સ્મૃતિ થઈ શકે નહિ;
e. Nor does this man stand alone. There are indeed a number of scientists whose experiments have led them to same conclusion. The first of the answer, then, is that some specialists do know about this other dimansion and have been publicizing their findings. For some reason however, their reports have never been circulated as extensively as they might have been.
— સર્ચ ફાર બ્રાઇડે મફી ( The Search for Briday Murif), પૃ. ૨૧૧
to One young person explaining her silence after she discovered evidence of rebirth, summerized her position with these words:" All this experience I kept to myself as a profound secret, for, young as I was, I realised what judgement the world would pass upon the narrator of such a story.
—એજન, પૃ. ૨૧૧
22. Kipling too had given some thought to this same problem: I saw with sorrow that men would mutilate and grable the story, that rival creeds would turn it upside down till, at last, the Western world, which clings to the dread of death more closely then the hope of life, would set it aside as an intersting superstion.
—એજન, પૃ. ૨૧૨ (‘ફાઇનેસ્ટ સ્ટોરી ઇન ધ વર્લ્ડ'' પુસ્તકમાંથી ઉત્ત )
Page #386
--------------------------------------------------------------------------
________________
મુ. શ્રી ચંદ્રશેખરવિજ્યજીઃ વશીકરણવિદ્યા અને પુનર્જન્મ
૭૩ એવું કેઈ નિમિત્ત-દશન વગેરે–થાય તે જ આ કાર્મિક અણુઓ ઊખડી જાય અને આત્માને ભૂતપૂર્વ અનુભવની સ્મૃતિ થઈ આવે. વળી, પૂર્વજન્મની સ્મૃતિની તે શી વાત કરવી? આપણું વિસ્મરણશક્તિ એટલી બધી તીવ્ર છે કે આ જન્મના પણ બાલ્યકાળના અનુભવેની સ્મૃતિ ઘણાને થતી નથી! ખેર. આ તે દાર્શનિક દષ્ટિએ સમાધાન મેળવ્યું; પણ અર્વાચીન જગતને એક વિદ્યાથી તે કહે છે કે “કદાચ આપણે આપણા ભૂતકાળ જરૂર જાણી શકીએ, પરંતુ ખાસ કરીને પશ્ચિમના આપણા દેશની અધ્યયન પદ્ધતિ અને ઘડતર જ એવાં છે કે એણે આપણું મગજને ધંઈ જ નાખ્યાં છે, અને આપણું વિશિષ્ટ સ્મરણશક્તિને વિનાશ કરી નાખે છે! ૧૨
બેશક, કેઈને પણ ભૂતપૂર્વ જન્મનું સ્મરણ થઈ શકતું નથી એમ તે ન જ કહી શકાય. હવે તે શાન્તિદેવી, નેકાટી વગેરેને જાતિસ્મરણની વાત મેર ફેલાઈ ગઈ છે. અને જેમને આવાં જાતિસ્મરણે વગેરે નથી થયાં અને તેથી ભૂતપૂર્વ જન્મની સ્મૃતિ નથી થઈ તેઓ પણ પિતાના જીવનમાં જે કોઈ લાગણીઓ ધરાવે છે, તેમનામાં જ્યારે કયારે પણ કેટલાક ભાવાવેશ આવી જાય છે, તેમનામાં જે શક્તિઓ કામ કરી રહી છે, જુદા જુદા વિષયમાં તેઓ જે સુરૂચિ અને અરુશિ ધરાવે છે—એ બધાંયની પાછળ આંતરમનમાં પડેલા ભૂતપૂર્વ જન્મના સંસ્કારે જ કામ કરે છે ને? એટલે, બીજી રીતે તે દરેક આત્મા પિતાના વર્તમાન જીવનની સાથે ભૂતપૂર્વ જીવનેની કડી લગાડીને જ રહે છે, એમ માનવું જોઈશે. અને તેથી જ સારા માણસે ભૂતપૂર્વ ભૂલેની પુનરાવૃત્તિ કરતાં અટકે છે; જ્યારે દુર્જને એવી ભૂલોને પુનઃ પુનઃ કરતા જોવા મળે છે. આ બધાની પાછળ પૂર્વજન્મને સંબંધ કામ કરતો હોવાનું માન્યા વિના છૂટકે જ નથી. ૧૩
પૂર્વજન્મની વાર્તા કહેતા માણસે પોતાની તરફેણમાં કહે છે કે માતાપિતાના સંસ્કાર જ બાળકના વારસામાં આવે છે એ વાત લગભગ વજૂદ વિનાની છે. એવું જ લગભગ સર્વત્ર જોવા મળે છે કે જે મા-બાપમાં નથી હોતું તે બાળકમાં હોય છેઃ બાપ કોધી હોય અને બાળક ક્ષમાશીલ હોય; બાપ ઉદાર હોય અને બાળક કૃપણ હોય. હવે જે બાળકને એના સંસ્કાર વારસામાંથી નથી મળ્યા તે ક્યાંથી આવ્યા? આને ઉત્તર પૂર્વજન્મની માન્યતાથી જ મળી શકે છે. બાળકને આત્મા જન્માન્તરના સંસ્કારને લઈને અહીં આવેલ છે માટે જ આમ બને છે. પણ આ વિધાન સામે એક પ્રશ્ન થઈ શકે છે કે, “ભલે તેમ હોય, પણ જ્યાં પિતા-પુત્રના સંસ્કાર તદ્દન સમાન છે ત્યાં તો પુનર્જન્મની વાતને સમર્થન નથી જ મળતું ને? કેમકે ત્યાં તો સ્પષ્ટ રીતે કહી શકાય તેમ છે કે પિતાના લેહીના સંસ્કાર જ બાળકમાં ઊતરી ગયા છે.”
12. To the theory of another student who contends that perhaps we might remember something of our past but that our training and conditioning, particularly in the Western world, has 'washed our brains'obliterating these memories.
–એજન, પૃ. ૨૧૨. 13. ......... Although we do not remember specific incidents of previous lifeepisodes, we still carry over fmpressions, tendencies, capacities, and dispositions subconscious checks and balances--which resirain us from repeating past mistakes and guide us in the eternal process of erolution.
એજન, પૃ. ૨૧૩,
૧
Page #387
--------------------------------------------------------------------------
________________
७४
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રંથ આ વાતનું સમાધાન આપતાં ડે. જહોન મેક ટેગાર્ટ પિતાના “હ્યુમન ઈમેટલીટી એન્ડ પ્રોએકઝીસ્ટન્સ’ નામના પુસ્તકમાં કહે છે કે આ વાત પણ ખબર નથી. જે બાળકને આત્મા પોતાના ભાવી પિતાના સંસ્કાર જેવા જ સંસ્કાર ધરાવતો હોય તે આત્મા તે જ પિતાને ત્યાં જન્મ પામે છે, ત્યારે આવું બને છે. એટલે હવે એમ તે ન જ કહી શકાય કે પિતાના સંસ્કાર બાળકમાં ઊતર્યા. આગળ વધતાં, લેખક એક દષ્ટાન્ત આપીને પોતાની વાત સમજાવતાં કહે છે કે અમુક માથા ઉપર અમુક હેટ બરોબર ફિટ બેસી ગઈ તેથી એમ નથી કહેવાતું કે માથાની જે ગોળાઈ હતી તે હેટમાં ઊતરી ગઈ માટે માથામાં હેટ ફિટ બેસી ગઈ; બલકે અહીં એમ જ કહેવાય છે કે જેવી ગોળાઈ માથાની હતી તેવી જ ગળાઈ જે હેટની હતી તે બેય એક સ્થાને ભેગાં થઈ ગયાં. ૧૪ આ જ વાતને
ન્યુ ટેસ્ટામેન્ટના શબ્દોમાં કહીએ તો એમ કહી શકાય કે જે લોહીમાંસમાંથી બને છે તે લેહી-માંસ છે, જે આત્મામાંથી આવે છે તે આત્મા જ છે.
બ્રાઈડે મફીના પુનર્જન્મની પાંચ ટેપરેકોર્ડો સાંભળનારામાંથી ઘણાઓએ એ પ્રશ્ન કર્યો છે કે શું એ રીતે અમારા પૂર્વજન્મની સ્મૃતિ પણ તાજી કરાવી શકાય ખરી? આને ઉત્તર આપતાં શ્રી મેરી બર્નસ્ટેઈન કહે છે કે ના; આજે તે નહીં, કેમકે જેની તેવી સ્મૃતિ તાજી કરાવવાની છે તેનું મનોબળ અસાધારણ રીતે મજબૂત હોવું જરૂરી છે. રૂથ સાયમન્સ જેવું દઢ મનોબળ બહુ જ વિરલ વ્યક્તિમાં મળી શકે.
વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની સ્મૃતિ તાજી કરાવવાના પ્રયોગથી જૈન દર્શનને માન્ય એવું એક વિધાન સિદ્ધ થાય છે કે એક જ આત્માની સ્ત્રી કે પુરુષ વગેરે તરીકેની જાતિ સદા અવસિથત રહેતી નથી, પરંતુ બદલાઈ પણ જાય છે. આ વાતને આ પ્રયોગના બધા જાણકારોએ સમર્થન આપ્યું છે. શ્રી એડગર કૈસીએ પણ આજ વાત કહી છે. ૧૫ અસ્તુ.
વશીકરણવિદ્યાના પ્રયોગોથી આત્માનું અમરત્વ, પૂર્વજન્મ અને પુનર્જન્મ, દેવલોક, સંસ્કારનું પ્રચંડ બળ, જાતિનું પરિવર્તન વગેરે અનેક બાબતો સિદ્ધ થઈ જાય છે. આ વિષયનો ઊહાપોહ કરતા ઘણા ગ્રંથો લખાયા છે; જેવા કે ડો. આર. સી. હોનસનનું
ધ ઈમ્પ્રીઝન્ડ પ્લેન્ડર'; રાફ શીલેનું “પ્રોબ્લેમ ઓફ રીબર્થ'; જન સમિનારાનું . 98. The man whose nature has certain characteristics when he was about to be reborn, would be reborn in a body descended from ancestors of a similar character. It would be the character of his ancestors and its similarity to his character which would determine the fact that he was reborn in that particular body rather than in another. The shape of the head does not determine the shape of the hat, but it does determine the selection of this particular hat for this particular head.
–એજન, પૃ. ૨૧૪. (ડો. જહોન મેક નાટકૃત “હ્યુમન ઇમેટીલીટી ઓફ પ્રીએઝીસ્ટન્સ’ પુસ્તકમાંથી ઉદ્ધત ) 24. These findings, incidentally, are suported by the readings of Edgar Cayce, who maintained that race, nationality or sex might alter from one life experience to the next.
-એજન, ૫ ૨૧૫.
Page #388
--------------------------------------------------------------------------
________________
મુ. શ્રી ચંદ્રશેખરવિજયજી વશીકરણવિદ્યા અને પુનર્જન્મ
૭૫ મેની મેન્શન્સ, થોમસ સુગરનું, “ઘેર ઈઝ એ રિવર; ઈવા માટનનું “રીંગ ઑફ રીટર્ન” વગેરે.
રૂથ સાયમન્સના આયર્લેન્ડના ભૂતપૂર્વ જીવનની વાત સાંભળીને એક પત્રકારે તપાસ કરાવી. એ વાત જાણીને સાનંદાશ્ચર્ય થશે કે જ્યારે એ તપાસ કરવામાં આવી ત્યારે ઘણા પ્રયત્ન બાદ ઘણી ઘણી વાતોને સંવાદ પ્રાપ્ત થયો. આ અંગે જેમને વિસ્તારથી જાણવું હોય તેમણે આ લેખકનું “ધ સર્ચ ફોર બ્રાઈડે મફ' પુસ્તક જોઈ લેવું.
આપણે તે અહીં એટલું જ જણાવવું છે કે પાશ્ચાત્ય સંસ્કારને ગળથુથીમાં જ પામેલા કેટલાક માણસે આ રીતે આત્મા અને તેને પુનર્જન્મની માન્યતાની વાતેના ખૂબ ઊંડાણ સુધી પહોંચી જાય અને તે પછી પરિશ્રમ વેઠીને મોટાં પુસ્તક પ્રગટ કરે અને તેમાં જૈન દર્શનને ખૂબ જ અનુકૂળ વાતે જોવા મળે ત્યારે હૈયું આનંદથી છલકાઈ જાય એ સ્વાભાવિક છે.
વશીકરણવિદ્યાના પ્રગથી જે આત્માનું અમરત્વ સિદ્ધ થતું હોય, તે એ અમર આત્માના ભાવીની જ ચિંતા કરવાનું ઉચિત નથી શું ? જે વર્તમાન જીવનના સુખદુઃખના મૂળમાં જન્માંતરના સંસ્કાર કર્મ દ્વારા કામ કરતા સિદ્ધ થતા હોય તે ભાવી જમેના સૌંદર્ય માટે વર્તમાન જીવનને સુંદર સંસ્કારથી સભર બનાવવાનું અનિવાર્ય નથી શું?
અને છેલ્લી વાત. અગમનિગમની આવી વાત કહી જનારા સર્વજ્ઞ ભગવંતોની તમામ વાતમાં અપ્રતિહત શ્રદ્ધા મૂકી દેવામાં હવે આપણે પળભરાય વિલંબ કરીશું ખરા ? એ શ્રદ્ધાને અનુરૂપ જીવન બનાવવામાં લેશ પણ ઉદાસીનતા દાખવીશું ખરા ? અગમ વસ્તુને જાણ્યાને સાર જીવનને ઉચ્ચમાગી અને વિશુદ્ધ બનાવવાને નિશ્ચય અને પુરુષાર્થ કરે એ જ છે.
બાજરી,
છે
21
જ
*: 3:ક
Page #389
--------------------------------------------------------------------------
________________
સંઘર્ષ
લેખકઃ વૈદ્યરાજ શ્રી મોહનલાલ ચુનીલાલ ધામી
પરદુઃખભંજન રાજા વીર વિક્રમ સમગ્ર ભારતવર્ષના મહાન અને સમર્થ રાજા હતા. એમના રાજમાં લૂંટ, ચેરી, અનાચાર લગભગ નષ્ટ થઈ ગયાં હતાં. પરંતુ એમના એક ત્યજાયેલા અર્થાત્ વિસ્મૃત થયેલા પુત્ર દેવકુમારે પિતાની આંખ ખેલવા ખાતર અવંતિ નગરીમાં પિતાની બુદ્ધિ અને ચાલાકી વડે એ ચમત્કાર ઊભે કર્યો કે એથી વીર વિક્રમ પણ હારી ગયા અને પિતાના પુત્રને હૈયાસરસે લઈ વિસ્મૃતિનાં વાદળ દૂર કર્યા.
યુવરાજ દેવકુમારની બુદ્ધિચાતુરીની વાત રાજસભામાં જાહેર થઈ અને રાજસભાએ દેવકુમારનું નામ વિક્રમચરિત્ર પાડ્યું.
સંસારમાં સ્ત્રીચરિત્રને કઈ પહોંચી શકતું નથી, પરંતુ વિક્રમચરિત્ર આગળ સીચરિત્રની કઈ કિંમત નથી એવી પ્રશંસા થવા માંડી. આ પ્રશંસા પાછળ કેવળ રાજાને સારું લગાડવાની કઈ દષ્ટિ નહોતી, પરંતુ દેવકુમારની ચાતુરીએ ચમત્કાર સર્જાવ્યું હતું અને તેથી જ સહુ મુગ્ધ બની ગયા હતા. - વીર વિક્રમને પણ થયું નારીચરિત્ર કરતાં વિક્રમચરિત્ર શ્રેષ્ઠ છે, અને આજ પર્યત સ્ત્રીચરિત્રને મહાન માનનારાઓની માન્યતા યુવરાજે બેટી પાડી છે.
ધીરે ધીરે સ્ત્રીચરિત્ર કરતાં વિક્રમચરિત્ર મહાન છે એ વાત સમગ્ર નગરીમાં પ્રસારિત થઈ ગઈ.
અવંતિમાં જનતા ભારે સુખી હતી. ત્યાં નહાતી રાજની કનડગત કે નહોતાં કોઈ પ્રકારનાં કમ્મરતેડ કરભારણ. નહતી કેઈ નિયમ-જંજીરો કે નહતી કાયદાની અભેદ્ય જાળ. દરેક પ્રજાજન પિતાની રીતે ઉદ્યોગ-વેપાર કરી શકતા હતા અને પિતાના પરંપરાગત આદર્શો પ્રમાણે જીવી શકતો હતો. નગરીમાં કેટલાય કટાધિપતિઓ હતા. એમાં સુદંત નામનો એક શ્રેષ્ઠિવર્ય દરેક વાતે સુખી, સંસ્કારી અને ધર્મિષ્ઠ હતો. એને સંતાનમાં માત્ર મનમેહિની નામની એક કન્યા હતી; આ સિવાય કોઈ સંતાન નહોતું. સુતે અને
www.jâinelibrary.org
Page #390
--------------------------------------------------------------------------
________________
શ્રી માહનલાલ ચુનીલાલ ધાત્રી : સંઘ
તેની પત્નીએ કન્યાને લાડકોડમાં ઉછેરી નહેાતી, પણ વિવિધ કલાના અભ્યાસ કરાવીને સસ્કારી બનાવી હતી. કન્યા તે ગમે ત્યારે પરાયા ઘેર જવાની જ છે—એમ માનીને સુઈ કન્યાને સસ્કાર આપવામાં જરાયે કચાશ નહેાતી રાખી, પર`તુ પરાયા ઘેર જઈને પુત્રી પિતાના ઘરની શૈાભા વધારે એ દૃષ્ટિએ કન્યાને ઉછેરી હતી. કલા, સાહિત્ય, ધર્મ, કાવ્ય, વ્યાકરણ, સ’ગીત, રાજનીતિ વગેરે વિષયામાં તે નિપુણ બની હતી. કુલધર્મ જૈન હાવાથી મનમેાહિની યૌવનના ઉંબરે આવી હેાવા છતાં શાંત અને સૌમ્ય રહી શકી હતી. વિનય, વિવેક, મધુર વાણી, દેવકન્યા જેવુ રૂપ, શયળ પ્રત્યેના સદ્ભાવ વગેરે અનેક ગુણ્ણા મનમેાહિની માટે સહજ અની ગયા હતા.
રાજા વીર વિક્રમ પેાતાની પ્રજાના સુખદુઃખના પરિચય પ્રાપ્ત કરવા ખાતર અવારનવાર અધારપછેડા એઢીને—અર્થાત્ અદૃશ્ય રાખનારા વૈજ્ઞાનિક પાષાક ધારણ કરીને— રાત્રિચર્યા કરવા નીકળી પડતા.
فاق
એક રાતે તે સુદ ંતના ભવનમાં ગયા. ગ્રીષ્મ ઋતુ હેવાથી ભવનના ઉપવનમાં મનમાહિની અને તેની બે-ત્રણ સખીએ બેઠી બેઠી વાતા કરી રહી હતી.
વીર વિક્રમના મનમાં થયું: આ નવયુવતીએની વાતા એવી તે કેવી હશે કે આટલા રસપૂર્વક ચાલી રહી છે ? આથી તે પશુ નજીકમાં એક કુંજની એથે ઊભા રહી ગયા. વાતને વિષય વિક્રમચરિત્રને હાવાથી વીર વિક્રમને વધારે કુતૂહલ થયું.
મનમેાહિનીએ પેાતાની પ્રિય સખી સુનંદાને કહ્યું: “ સુનંદા, આપણા રાજા; દરેક વાતે મહાન છે, પણ કાઈ વાર મૂર્ખાઈના શિકાર બની જાય છે. સ્ત્રીચરિત્ર કરતાં વિક્રમચરિત્ર વધે એના જેવું હાસ્યાસ્પદ વિધાન બીજું શું હાઈ શકે? દેવકુમારે થાડીક ચારીઓ કરી, કાટવાળ, ચપળસેના, મહામંત્રી અને વિક્રમને થાપ આપી એમાં એવું તે શુ` હતુ` કે સ્ત્રીચરિત્ર કરતાં વિક્રમચરિત્ર વધી જાય ? ’
“ સખી, ચપળસેના જેવી ચતુર ગણિકા, જે ઊડતાં પંખી પાડતી હતી, તેને બનાવી જવી એ શું નાની વાત છે?”
“ સાવ નાની વાત ! માનવી જ્યારે મેહાંધ અને છે ત્યારે પેાતાની ચતુરાઈ ને બુદ્ધિ અધુ' વીસરી જાય છે. ચપળસેનાનું એવું જ થયું હતું. આ કઈ એવી મેાટી વાત નથી કે જેથી સ્ત્રીચરિત્ર કરતાં યુવરાજની માળરમત ઉત્તમ લેખાય ! આથી તે એમ નક્કી થાય છે કે રાજા વાજા વાંદરા ત્રણેય તર`ગવશ હાય છે—એ કહેવતથી આપણા મહારાજા
પણ મુક્ત નથી ! '
વીર વિક્રમ તા ત્યાંથી ચાલ્યા ગયા, પણ મનમેાહિનીના શબ્દોએ એના હૈયામાં કાતિલ ફટકા લગાવી દીધા હતા.
ખીજે જ દિવસે તેણે પેાતાના રાજભવનમાં સુત અને તેની પુત્રીને ખેલાવ્યાં. પ્રથમ તેા રાજાએ બન્નેનો આદરભર્યા સત્કાર કર્યો; ત્યાર પછી સુદંત શેઠ સામે જોઈને કહ્યું : “ શેઠજી, ગઈ રાતે નગરભ્રમણ કરતા કરતા હું આપના ભવનમાં આવી ચડયો હતા અને આપની કન્યાએ મને મૂર્ખાઈના શિકાર બનેàા જણાવીને વિક્રમચરિત્ર તે એક બાળરમત છે એમ કહ્યું હતું. આ અંગે મે આપ સૌને ખેલાવ્યાં છે. મારા આશય
Page #391
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવથ એ તો ન જ હોય કે આપની કન્યાને આ મત સાંભળીને હું રોષે ભરાયો છું અને કેઈ સજા કરવા માગું છું; હું તો કેવળ વાતને ભેદ પામવા ઈચ્છું છું.”
સુદતે કન્યા સામે જોઈને કહ્યું: “બેટી, મહારાજા કહે છે એ વાત સાચી છે?”
હા પિતાજી, ગઈ રાતે મારી સખીઓ આવી હતી એટલે અમે ઉપવનમાં બેસીને ચર્ચા કરી રહ્યાં હતાં. વિક્રમચરિત્ર માટે મેં મારી સખીઓ સમક્ષ મારે જે અભિપ્રાય વ્યક્ત કર્યો હતો તે બરાબર છે.” મનમોહિનીએ કહ્યું.
વીર વિકમે મનમોહિનીની સામે જોઈને કહ્યું: “દીકરી, હું એ વાત પુરવાર થયેલી જોવા માગું છું.”
કૃપાનાથ, સ્ત્રીચરિત્ર સમક્ષ સંસારની બધી શક્તિ સાવ પાંગળી જ છે. સ્ત્રીના એકમાત્ર ઈશારા પર અનેકનાં રાજપાટ નષ્ટ થઈ ગયાં છે. નારીની ચતુરાઈ આગળ મહાન દેવતાઓ પણ પરાજિત બન્યા છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇંદ્રાદિ દે નારીચરિત્ર આગળ શું લાચાર નથી બન્યા? જે નારીમાં આવી શક્તિ સહજ છે તે મારી આગળ વિક્રમચરિત્ર તે કઈ વિસાતમાં નથી ! આ એક નગ્ન સત્ય હોવા છતાં આપે તુલનાત્મક વિચાર કર્યા વગર આપના યુવરાજની રાતુરાઈને આ રીતે જાહેર કરી, એ શું ભાસ્પદ છે? એથી જ મેં આપને મૂર્ખાઈને શિકાર બન્યાનું કહ્યું હતું અને આજે પણ હું એ જ કહું છું કે આપે નારીચરિત્રની ખુલ્લી ઉપેક્ષા કરીને એક મોટો અન્યાય કર્યો છે.”
વીર વિક્રમ વિચારમાં પડી ગયો. થોડી પળે પછી સુદંત શેઠ સામે જોઈને એ બે શેઠજી, આપની કન્યા ખરેખર તેજસ્વિની છે, બુદ્ધિમતી છે અને રૂપવતી પણ છે. મારી એક ભાવના છે; તમે કહો તે વ્યક્ત કરું ?”
ખુશીથી વ્યક્ત કરે.” “તે આપ આપની કન્યાનાં લગ્નની તૈયારી કરે. યુવરાજ દરેક રીતે આપની કન્યા માટે સુયોગ્ય છે. હું યુવરાજનું ખાંડું મોકલીશ–આજથી સાતમે દિવસે!”
મહારાજની આ વાતથી સુદંત ભારે હર્ષમાં આવી ગયે. અને મનમોહિની પણ મનમાં ને મનમાં હસી રહી. તે સમજી ગઈ હતી કે મહારાજા આ રીતે એક સંઘર્ષ ઊભો કરીને સ્ત્રીચરિત્ર અને વિક્રમચરિત્રની પરીક્ષા લેવા માગે છે. કંઈ હરકત નહિ!
પિતાપુત્રી પિતાના મહાન રાજાને નમન કરીને વિદાય થયાં. સુદંત શેઠનું ભવન રાજભવનના વિરાટ સ્થળથી ઘણું દૂર હતું–છેક સિઝાના કિનારે !
પ્રથમ તે વીર વિક્રમે દેવકુમારને આઠ દિવસના પ્રવાસે મોકલી કીધે. પછી સિકાના તટ પાસે આવેલા રાજને એક નાના ઉપવનમાં આવેલું ભૂગર્ભાભવન એમણે સ્વચ્છ કરાવ્યું અને તેને એ ઘુમ્મટ કરાવ્યું કે કેઈને અંદર રાખ્યા પછી ઘુમ્મટનું દ્વાર ચણી દેવામાં આવે એટલે અંદરની વ્યક્તિ બહાર ન જઈ શકે અને બહારની વ્યક્તિ અંદર ન આવી શકે. અંદરની વ્યક્તિને હવા-ઉજાસ અને જોઈતી સામગ્રી મળતી રહે એટલા માટે એક લોખંડની જાળી રાખેલી. એ જાળી વાટેથી જળ, અન્ન અને બીજી જોઈતી સામગ્રી આપી શકાય; ધેવાનાં વસ્ત્રો વગેરેની આપ. લે કરી શકાય. મળમૂત્રના ત્યાગનું પાત્ર પણ લઈ
Page #392
--------------------------------------------------------------------------
________________
શ્રી મોહનલાલ ચુનીલાલ ધામી સંઘર્ષ
૭૯ મૂકી શકાય. પણ અંદરથી કઈ માનવી આ જાળી વાટે બહાર નીકળી શકે નહિ. તેમ બહારથી કેઈ અંદર જઈ શકે નહીં.
રાજા વીર વિક્રમમાં અનેક ગુણ હતા, પરંતુ એક ગુણ એ હતો કે મનમાં આવેલી વાતને પૂરી કર્યા પછી જ તે જંપતો !
બરાબર સાતમે દિવસે સુદંત શેઠના ભવનમાં વીર વિક્રમ અને તેના બે અંગત માણસો યુવરાજના ખાંડા સાથે આવી પહોંચ્યા.
ખાંડા સાથે લગ્ન થયાં એટલે એ જ પાછલી રાતે સહ પાછા વળ્યા અને રાજભવનમાં ન જતાં વીર વિક્રમ પુત્રવધૂને લઈને સિખાના કિનારે આવેલા નાના ઉપવનમાં ગયે. ત્યાં ચાર-પાંચ કડિયા કારીગરે પણ હાજર રાખવામાં આવ્યા હતા. - વીર વિક્રમે મનમોહિનીને રથમાંથી નીચે ઉતારી અને કહ્યું: “દીકરી! તારા માટે આ નિવાસ છે. તેમાં તારે રહેવાનું છે. અંદર દાખલ થયા પછી તું બહાર નહીં નીકળી શકે; અને બહારથી અંદર કેઈ નહીં આવી શકે. તારા ખંડમાં માત્ર એક જ જાળી રાખવામાં આવી છે અને તે દ્વારા તને સઘળું મળ્યા કરશે. હવે તારે એક જ પરીક્ષા આપવાની છે. તું બાળક સહિત મને મળવા આવી શકીશ, એ સિવાય તને આ ભૂગર્ભ ગૃહમાંથી છુટકારે નહીં મળે. નારીશક્તિ અજોડ અને અપૂર્વ છે તેની ખાતરી તારે મને આ રીતે કરાવી આપવાની છે. | મનમાહિની કશું બેલી નહીં. વીર વિક્રમની ચરણરજ મસ્તકે ધારણ કરીને તે એટલું જ બેલી ” નારીશક્તિ કદી પરાજિત બની નથી અને બનશે નહીં: એવા વિશ્વાસ સાથે હું આપની આજ્ઞા મસ્તકે ધારણ કરુ છું.”
મનમોહિની અંદર ચાલી ગઈ. તરત રાજાજ્ઞાથી દ્વાર બંધ કરવામાં આવ્યું અને કડિયાઓએ તત્કાળ ત્યાં ભીંત ચણ દીધી.
વીર વિક્રમે પિતાની વિશ્વાસુ દાસીઓમાંથી એક દાસીને તે જાળી પાસે ચોકો માટે બેસાડી, અને તેને ઉચિત સૂરાના પણ આપી. કેઈ પુરુષ એકિયાતને ત્યાં ન રાખે, કારણ કે પુરુષનું મન પાંગળું હોય છે. રૂપવતી નવયૌવનાને જોઈને કર્તવ્યથી વિમુખ બનતાં એને વાર લાગતી નથી!
દાસીના નિવાસ માટે બાજુમાં જ એક કુટિર બનાવવામાં આવી હતી, અને એક મહિના પછી એની જગ્યાએ બીજી દાસી આવે એવી વ્યવસ્થા પણ કરી હતી. તે એટલા માટે કે છેવટે આવી સ્થિતિથી અકળાઈને પણ કોઈ દાસી પુત્રવધૂની સહાયક ન બને!
આમ ને આમ ચાર મહિના વીતી ગયા. ભૂગર્ભદ્વારની જાળી ઊંચી હતી એટલે મનમોહિનીને માત્ર હાથ જ ત્યાં પહોંચી શકતો હતો. ચીજવસ્તુની આપ-લેમાં કશી હરકત નહોતી આવતી; પણ એકબીજાનું મુખ જોઈને દાસી સાથે વાત કરી શકાય તેમ નહોતું.
રહેવાને ખંડ ઘણો જ ઉત્તમ હતે. સૂઈ રહેવાને પલંગ, વોની પિટિકાઓ, અલંકારના દાબડાઓ, એકલા એકલા રમી શકાય એવી રમતનાં સાધન, અભ્યાસ, લેખન અને વાચનનાં સાધનો વગેરેની ત્યાં પૂરેપૂરી વ્યવસ્થા હતી,
Page #393
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ પાંચમે મહિને એક નવી દાસી આવી. મનમોહિનીએ વીર વિક્રમને પડકાર તે ઝીલી લીધું હતું, અને તે પડકારને જવાબ આપવાની યેજના પણ ઘડી લીધી હતી. તેણે જમવાને બાજઠ જાળી પાસે રાખે, અને તેના પર તે ઊભી રહી. પરંતુ હજી જાળી સુધી મોટું લઈ જઈ શકાય તેમ ન થયું, એટલે તેણે પલંગ ખેસવીને આ તરફ રાખ્યા.
પ્રથમ પાંચ-સાત દિવસ પર્યત એણે એ દાસી સાથે, એના મનમાં કરુણા જન્માવે એવી એવી વાત કરી. ત્યાર પછી પોતાની એક મૂલ્યવાન મુદ્રિકા દાસીને આપતાં કહ્યું?
બેન, મારા માટે આ અલંકારો સાવ નકામા છે. આ મુદ્રિકાનું રત્ન ઘણું જ કીમતી છે. તું સુખેથી તે ધારણ કરજે !”
પરિચારકવર્ગ ધન જોઈને પાલિત પશુ સમો બની જાય છે. દાસીએ મનમોહિનીના આવા દુઃખ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી અને કહ્યું : “આપે મહારાજા સાથે હોડ કરીને ભારે દુઃખ વહોરી લીધું છે. મહારાજા ભારે હઠીલા છે; લીધી વાત મૂકતા નથી! મારું માને તે આપ ક્ષમા માગી લે ને હાર કબૂલે એટલે આપ જરૂર મુક્ત થઈ શકશે.”
તારી વાત સાચી છે બેન! પણ એવી નામોશી વહોરવા કરતાં આ ગૃહમાં રહેવું વધારે ઉત્તમ છે. અહીં હું નિરાંતે ધર્મધ્યાન કરી શકું છું. કેઈની કૂથલી નહીં, કેઈને દ્વેષ નહીં, મને અહીં ભારે સુખ છે. પરંતુ તું જ મારું એક કામ કરી શકે તે મારા પર મેટે ઉપકાર કર્યો ગણાશે.”
મહારાજાની સૂચનાની મર્યાદામાં આવતું કામ હશે તો હું જરૂર એ કામ કરી દઈશ.” દાસીએ કહ્યું.
મહારાજાએ શી મર્યાદા મૂકી છે, એની તે મને ખબર નથી, પરંતુ આવતી કાલે મારો જન્મદિવસ છે--માર માબાપની હું એકની એક લાડકવાઈ કન્યા છું. મારા જન્મદિવસે તેઓ મારા હાથનું પાન ખાઈને ભારે સુખ અનુભવે છે. બાર મહિનામાં માત્ર એક જ વખત તેઓ પાન ખાય છે. જે તું મારા ભવન પર મારા પિતાને મારા હાથે વાળીને આપું એ બે પાન આપી આવે તે મને શાંતિ થાય.”
દાસીએ તરત કહ્યું: “આ કાર્યમાં મહારાજાએ આપેલી સૂચનાઓને ભંગ નથી થો; જરૂર પાન આપી આવીશ; ક્યારે આપવા જવાનું છે?”
આવતી કાલે વહેલી સવારે.” દાસી કબૂલ થઈ. અને બીજે દિવસે બે પાન તૈયાર કરીને મનમોહિનીએ જાળી વાટેથી દાસીને આપ્યાં.
દાસીને એક વાતની તે ખાતરી જ હતી કે જળી કાઈથી તૂટે એવી નથી અને જાળી વાટેથી કઈ બહાર નીકળી કે જઈ શકે એમ પણ નથી.
બીજે કાંઈ સંદેશ આપે છે?” દાસીએ પ્રશ્ન કર્યો.
મને આ રીતે પૂરી રાખી છે એ વાત મારા માતાપિતા કે કઈ જાણતું નથી; મહારાજા અને એમના વિશ્વાસુ માણસે સિવાય કેઈને ખબર નથી. એટલે તું પણ આ
Page #394
--------------------------------------------------------------------------
________________
શ્રી મોહનલાલ ચુનીલાલ ધામી: સંઘર્ષ વાત તેમને કહીશ નહીં. વાત સાંભળીને બિચારાં નકામાં દુઃખી થશે. માત્ર એટલું જ કહેજે કે તમારી પુત્રી ઘણી સુખી છે અને તમારા આશીર્વાદ ઈચ્છે છે.”
દાસી આ શબ્દો સાંભળીને વધારે પ્રભાવિત બની. તે તરત સુદંત શેઠના ભવન તરફ રવાના થઈ.
પિતાની પ્રિય કન્યા વગર સુદંત શેઠ અને તેનાં પત્નીને ભારે દુઃખ થતું હતું. રાજરજવાડામાં કન્યા આપીને ભારે પંચાત ઊભી કરી એમ તેમને લાગતું હતુંઃ ન કન્યા મળવા આવી શકે કે ન માબાપ ત્યાં જઈને મળી શકે ! આ કરતાં તે કોઈ ગરીબ વણિક પુત્ર વેરે કન્યાને પરણાવી હોત તો જમાઈને પણ ઘેર રાખી શકાતા અને પુત્રી નજર સામે જ રહેત ! પણ હવે શું થાય ?
વહેલી સવારે દાસી સુદંત શેઠને મળી અને બોલી : “આપનાં સુપુત્રી આનંદમાં છે. આજ એમને જન્મદિવસ છે એટલે આ બે પાન આપને માટે મોકલ્યાં છે ને આપના આશીર્વાદ માગ્યા છે.”
સુદંત શેઠે બન્ને પાન લઈ લીધાં. દાસીની વાત પરથી જ તે સમજી ગયો હતો કે પાનનાં આ બીડાં પાછળ અવશ્ય કંઈક રહસ્ય છે. સુદતે દાસીને કહ્યું : “દાસી, અમારા આશીર્વાદ તે સદાય એનું રક્ષણ કરતા જ રહે છે. અમે તે આજ નિરાશ થઈ ગયાં હતાં? રાજસુખમાં પડેલી કન્યા માતાપિતાને વીસરી તો નહિ ગઈ હેય ને? તું ઘડીક બેસજે. હું આવું છું.”
શેઠ અંદરના ઓરડે ગયા, દસ સુવર્ણ મુદ્રાઓ લઈને આવ્યા અને દાસીને આપતાં બોલ્યા: “આ બક્ષિસ તું સ્વીકારજે અને મારી કન્યાને કહેજે કે માતાપિતા બને તને ખૂબ યાદ કરે છે.”
દાસી વિદાય થઈ
શેઠ બને પાન ખેલ્યાં. એક પાનમાં એક તાલપત્ર ઘડી વાળીને ગોઠવ્યું હતું. તે કાઢીને જોયુ તે અંદર પુત્રીને સંદેશ હતે.
મનમોહિનીએ એ સંદેશમાં પિતે ક્યાં છે, કેવી રીતે રહે છે, તે સઘળી માહિતી આપી હતી અને ઉપવનની ઉત્તરે થોડે જ દૂર એક ખંડિયેર મંદિર છે, ત્યાંથી ભેંયરું ખેદાવીને પિતાના ભૂગર્ભગૃહમાં તેને છેડે પહોંચાડવાની વિનતિ કરી હતી; સાથોસાથ જણાવ્યું હતું કે આ કાર્ય વહેલું નહીં કરે તે આપની એકની એક કન્યાનું મૃત્યુ નિશ્ચિત છે !
સંતાનનું દુઃખ દૂર કરવા માબાપ ગમે તે ભેગ આપવા તૈયાર થતાં જ હોય છે. અને તેમાંય એકના એક સંતાનનું દુઃખ દૂર કરવા તેઓ કેમ શાંત બેસી રહે? - બીજે જ દિવસે તેમણે એક શિલ્પશાસ્ત્રી, જે તેને ખાસ મિત્ર હતું, તેને બોલાવ્યા તેને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કર્યો. શિલ્પશાસ્ત્રી એ સ્થળ બરાબર જોઈ આવ્યું. બે દિવસ વિચાર કરીને શિલ્પશાસ્ત્રીએ નિર્ણય કરી લીધું. અને જીર્ણ મંદિરના ઉદ્ધારના
૧૧
Page #395
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ બહાના તળે તેણે પિતાના ખાસ માણસે દ્વારા સુરંગ દાવવાનું કામ શરૂ કર્યું.
બરાબર બે મહિને સુરંગ ખોદાઈને તૈયાર થઈ ગઈ.
મનમોહિની અતિ પ્રસન્ન થઈ ગઈ. શિલ્પશાસ્ત્રીએ આ ભૂગર્ભગૃહમાંથી સુરંગ દ્વારા બહાર નીકળી શકાય એ માર્ગ તો કરી જ દીધે; પરંતુ સાથે સાથે ભૂગર્ભગૃહમાં કઈ તપાસ કરે તે તેને એ માર્ગને ખ્યાલ પણ ન આવે એવી ગુપ્તદ્વારની રચના પણ કરી.
એક રાતે દાસી પિતાની કુટિરમાં ગઈ એટલે મનમોહિની સુરંગ દ્વારા નીકળી ગઈ અને પિતાના ભવન પર પહોંચી ગઈ. ભવનમાં જઈને તેણે પોતાની એક પ્રિય દાસી, જે સમવયસ્કા હતી, તેને પિતાને વસ્ત્રાલંકારો આપીને પોતાના સ્થાને મોકલી દીધી. તેણે ખાસ સૂચના આપી કે “દાસી સિવાય ત્યાં કઈ હોતું નથી; દાસી સાથે કોઈ જાતની વાત ન કરવી. યોગ્ય સમયે હું તને બેલાવી લઈશ.”
દાસી હર્ષપૂર્વક ભૂગર્ભગૃહમાં પહોંચી ગઈ રાત્રિને અંતિમ પ્રહર હજી પૂરે નહેતો થયે.
સુદંત શેઠના રહેણાકના મકાનની બાજુમાં જ તેઓનું એક બીજું નાનું મકાન હતું. આ મકાનમાં કેટલાક સરસામાન રાખવામાં આવ્યા હતા અને સુદંત શેઠના મોટા મુનીમ એમાં રહેતા હતા. મનમોહિનીએ જના ઘડી હતી તે મુજબ સુદંત શેઠે પિતાના મોટા મુનીમને પિતાની અંદરના ભાગમાં આવેલા બીજા મકાનમાં રહેવા માટે મેકલ્યા અને આ મકાન બરાબર સાફસૂફ કરાવી ઉત્તમ રંગ વડે શોભાયમાન બનાવી તેમાં પલંગ, આસને, ગાલિચા, પિટિકાઓ વગેરે ગોઠવાવ્યું.
મનમેહિનીએ એક ગિની જે પિશાક ધારણ કર્યો, બધા મૂલ્યવાન અલંકાર દૂર કર્યા અને એ પિતાની એક પ્રિય દાસી સાથે બાજુના મકાનમાં રહેવા ગઈ
આ મકાન એવા સ્થળે હતું કે સુદંત શેઠના મકાનમાં આવનારે કઈ પણ માનવી આ મકાન પાસેથી જ પસાર થઈ શકે. મકાનની પાછળ સિખાને તટપ્રદેશ હતું અને ત્યાં રક્ષણાત્મક દીવાલ હતી. આ લત્તો સાર્થવાહ પિળના નામે ઓળખાતો હતો. આ પિળમાં રહેનારા મોટે ભાગે વણિકે હતા અને બધા શ્રીમતે હતા.
એક દિવસ પુત્રીની સૂચના મુજબ સુદંત શેઠ રાજા વીર વિક્રમ પાસે ગયો અને આવતી કાલે પર્વનું નિમિત્ત હોવાથી કન્યા, જમાઈ અને મહારાજાને ભેજન માટે પિતાને ત્યાં પધારવાનું નિમંત્રણ આપ્યું.
મહારાજા ભારે વિચારમાં પડી ગયા : મનમોહિનીને તે બહાર કાઢી શકાય તેમ છે નહીં, તેમ આ માગણુને સીધો ઈન્કાર કરે તે પણ વ્યાજબી નથી. બે પળ વિચારીને વીર વિક્રમે કહ્યું: “શેઠજી, આપનું નિમંત્રણ કેઈ અન્ય સમયે રાખે તો?
કૃપાનાથ, હું નાને માનવી છું, એટલે આપ મારા પર આટલી કૃપા કરે!” કહી સુદંત શેઠે ભારે કાલાવાલા કર્યા; નયને પણ સજળ બનાવી દીધાં.
મને આપે ભારે ધર્મસંકટમાં મૂકી દીધો છે. આવતી કાલે રાજભવનને સ્ત્રીવર્ગ
Page #396
--------------------------------------------------------------------------
________________
શ્રી મેહનલાલ ચુનીલાલ ધામી સંઘર્ષ ઉપવનવિહારમાં જવાનું છે. તે વખતે યુવરાણી મોહિની સાથે નહીં હોય તે બધી સ્ત્રીઓ નિરાશ થશે. એ કરતાં યુવરાજને એકને જ મોકલું ?”
આપ ?”
“હું નહીં શોભે. આપના જમાઈ જરૂર આવશે.” વીર વિક્રમે કહ્યું, અને નિરાંતને દમ લીધે.
શેઠને તો જોઈતું મળતું હતું! રાજાજીને આભાર માની એ વિદાય થયા.
બીજે દિવસે વીર વિક્રમે દેવકુમારને કહ્યું: “બેટા, આવતી કાલે તારે તારા સાસરે જમવા જવાનું છે.”
“મારા સાસરે ?” કુમારને નવાઈ લાગી.
“હા. તને ખ્યાલ નથી, પણ સુદંત શેઠની કન્યા મનમોહિની સાથે તારા ખાંડા વેરે લગ્ન થઈ ગયાં છે. તારે જવું જોઈએ.”
“પિતાજી !....”
વિક્રમે હસીને કહ્યું: “તારી પત્ની ત્યાં નથી; એક અગત્યના કાર્ય માટે મેં એને અન્યત્ર એકલી છે. તે નિશ્ચિંત રહે. તારે જવું જ જોઈએ.”
દેવકુમારે પિતાની વાત સ્વીકારી અને બીજે દિવસે પિતાના એક મિત્ર સાથે એ સુરંત શેઠના ઘર તરફ ગયે.
બે તેજસ્વી અશ્વો પિળમાં દાખલ થયા. એક રાહદારીઓ સુદંત શેઠનું ભવન બતાવ્યું. દિવસને પ્રથમ પ્રહર પૂરો થઈ ગયો હતો. ગિનીને વેશમાં દેવકન્યા સમી શેભતી મનમોહિની ઝરૂખે ઊભી હતી. બંને અશ્વો ત્યાંથી નીકળ્યા અને મનમેહિની તરફ વિક્રમચરિત્ર દેવકુમારની દષ્ટિ સ્વાભાવિક રીતે જ ગઈ.
નવયુવાન દેવકુમારના કાળજાની કરને વીંધવા જેટલું રૂપ તે મનમેહિનીમાં હતું જ તેણે આછા હાસ્ય સહિત માત્ર એક જ નયનકટાક્ષ કર્યો.
દેવકુમારનું હદય ઘાયલ થઈ ગયું. તે વિચારમાં પડઃ આ દેવકુમારી કેણ હશે? એણે ગિની જે વેશ શા માટે ધારણ કર્યો હશે?
પણ ઊભા રહીને પૂછી શકાય એમ તે હતું નહીં. અશ્વ એની ગતિમાં હતું. તેણે ફરીવાર પાછળ નજર કરી.
નયનબાણ નારી તણાં, તીણું ખમે જિ કેય; પંડિત નયસુંદર ભણે હું બલિહારી સેય!. ગેરી ! નયણું તુમારડાં, લેહ વિહુણ બાણ
આવંતાં દીશે નહીં, ખીંચી લિયે પરાણ. દેવકુમાર અસ્વસ્થ બની ગયે. તેનું ચિત્ત જાણે પરાધીન થઈ ગયું. તેને મિત્ર તે આગળ થઈને સુદંત શેઠના દ્વાર પાસે ઊભું રહી ગયા હતા. મિત્રને અસ્વસ્થ બનેલે
Page #397
--------------------------------------------------------------------------
________________
८४
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહત્સવ-ગ્રંથ જતાં જ તે બોલ્યો : “કેમ દેવ, શું થયું?”
કંઈ નહીં. પછી વાત કરીશ.” દેવકુમારે કહ્યું. બને સુદંત શેઠના ભવનમાં ગયા. સુદંત કોઠે જમાઈને ખૂબ આદરપૂર્વક સત્કાર કર્યો. દેવકુમારનું ચિત્ત કોઈ પણ વાતમાં કે વ્યવસ્થામાં પ્રસન્નતા અનુભવનું જ નહોતું. તેણે ભોજનમાં પણ બહુ રસ ન લીધે.
સુદંત શેઠને ભારે આશ્ચર્ય થયું, પણ તેઓ તે વારેવારે આગ્રહ જ કરતા રહ્યા.
ભેજન આદિથી નિવૃત્ત થયા પછી એક શણગારેલા ખંડમાં બન્ને માનનીય અતિથિએને આરામ માટે બેસાડ્યા.
દેવકુમારનું ચિત્ત અજાણી નવયૌવના ગિનીને પરિચય પામવા ભારે આતુર બની ગયું હતું. તેણે મુખવાસ ગ્રહણ કર્યા પછી પોતાના મિત્ર સામે જોઈને કહ્યું: “મિત્ર, તું અહીં બેસજે. હું જરા આટલામાં લટાર મારીને આવું છું.”
સુદંત શેઠે કહ્યું : “યુવરાજશ્રી, મારે કોઈ અપરાધ તો નથી થયે ને?”
ના મુરબ્બી, પણ ભેજન પછી મને જરા ઘૂમવાની આદત છે. હું હમણાં જ પાછો આવું છું” કહી તે આસન પરથી ઊભે થયે.
મનમોહિનીએ જે પરિણામ કયું હતું તે જ આવ્યું. યુવરાજ સુદંત શેઠના ભવનમાંથી બહાર નીકળે તે વખતે મનમોહિની હાથમાં એક ઝોળી લઈને સામેથી આવતી હતી.
યુવરાજ નજીક આવતાં જ ઊભું રહી ગયે. ગિની પણ ઊભી રહી ગઈ યુવરાજે કહ્યું: “એક આશ્ચર્યને ઉકેલ મેળવવા આપની પાસે જ આવતું હતું.”
મારાં અહોભાગ્ય ! મારી પાછળ પાછળ પધારે !” રૂપ અને યૌવન એ પુરુષ માટે માત્ર જાદુ જ નથી, કાતિલ વશીકરણ પણ છે. દેવકુમાર ગિનીની પાછળ પાછળ બાજુના મકાનમાં ગયે.
ગિનીએ પિતાના ખાસ ખંડમાં યુવરાજને બેસાડતાં પ્રશ્ન કર્યોઃ “આપને કઈ વાતનું આશ્ચર્ય થયું છે?”
યૌવનના પ્રાતઃકાળે આપે એવું તે કયું દુઃખ અનુભવ્યું છે કે જેથી આપને આ રીતે ગિની બનવું પડયું ?” દેવકુમારે પ્રશ્ન રૂપે પોતાનું આશ્ચર્ય વ્યક્ત કર્યું.
“સંસાર આ એક આશ્ચર્યોને જ સમૂહ છે અને માનવીમાત્રનું જીવન પણ વિવિધ આશ્ચર્યના ભંડાર સમું છે. પરંતુ પ્રથમ આપને પરિશ્ય આપે એટલે.... વચ્ચે જ દેવકુમારે કહ્યું: “હું મહારાજા વીર વિક્રમને યુવરાજ વિક્રમચરિત્ર છું.”
યુવરાજશ્રી, ગ્ય સાથી શોધવા માટે હું બે વર્ષથી ગિની બનીને ભમી રહી છું; એક જ્યોતિષીના વચન પર શ્રદ્ધા રાખીને નીકળી છું. પરંતુ” કહેતાં કહેતાં મનમોહિનીએ નિરાશ હૈયાને કાતિલ અભિનય કર્યો.
શું આપ પસંદ કરેલા સાથી સાથે લગ્ન કરવા ઈચ્છે છે?”
Page #398
--------------------------------------------------------------------------
________________
શ્રી મોહનલાલ ચુનીલાલ ધામી સંઘર્ષ
૮૫ ના...જોષીના કહેવા પ્રમાણે મારાં લગ્ન થઈ શકે એમ નથી. અને જે અમુક મુદતમાં મનગમત પ્રિયતમ ન મળે તે માટે સદાને માટે મનને મારીને સંસારનો ત્યાગ કરવાને છે. એ મુદત પણ હવે પૂરી થવા આવી છે—માત્ર એક મહિનો ને ત્રણ દિવસ બાકી રહ્યા છે.” “ઓહ! શું આપને હજી સુધી એ કોઈ પુરુષ નથી મળ્યું?”
ના. લગ્ન કર્યા વગર મિત્ર તરીકે રહે એ મનગમતે પુરુષ હજી સુધી મળે નથી. માત્ર આજે જ એક આશા હૈયામાં જાગી ઊઠી હતી. પરંતુ પરિચય જાણ્યા પછી એ આશા પણ હવામાં મળી ગઈ!” ગિનીએ નિરાશાને નિસાસો નાખતાં કહ્યું.
“કઈ આશા ?” યુવરાજે ઉત્સુકતાથી પૂછયું. મનમોહિની કશું બોલી નહીં, પણ પ્રેમભરી નજરે યુવરાજ સામે જોઈ રહી.
બને એકાંતમાં હતાં. બન્નેમાં યૌવનનું માધુર્ય છલકતું હતું. યુવરાજે ભાવભર્યા મન વડે યોગિનીને હાથ પકડી લેતાં કહ્યું : “એ ભાગ્યવંત નર કેણુ છે?”
“આ૫ હજી પણ ન સમજી શક્યા?” ' ઓહ, હું ધન્ય બન્યા ! હું આપને મારા હૈયા સાથે જ રાખીશ. પ્રિયે, તારી પ્રથમ દષ્ટિએ જ હું પરવશ બની ગયો છું !”
આજ હું પણ ધન્ય બની ગઈ તે નગરીની બહાર કઈ એકાંત સ્થળમાં આપણે જવું જોઈશે. લેકદષ્ટિએ હું ગિની છું. અને આ ભવન પણ મને બે દિવસ માટે જ મળ્યું છે...” મનમોહિનીએ બરાબર જાળ બિછાવી દીધી હતી.
દેવકુમાર એ જાળ તોડવા સમર્થ નહે. બન્નેએ નૌકાવિહાર કરીને ચાર કોશ દૂરના એક ઉપવનમાં જવાનો નિર્ણય કર્યો. મનમોહિનીએ પુરુષવેશે તૈયાર થઈને સંધ્યા પહેલાં ઘાટ પર પહોંચી જવું એમ નક્કી થયું.
ઊઠતી વખતે વિક્રમચરિત્રે ચેગિનીને બાહુબંધનમાં જકડી લીધી અને પ્રેમરસથી ભીંજવી દીધી.
સંધ્યા સમયે મનમોહિની પુરુષવેશ ધારણ કરી માતાપિતાના આશીર્વાદ લઈને સિમાના ઘાટ પર પહોંચી ગઈ. એ વખતે એક સુંદર નૌકા પણ ઘાટ પાસે ઊભી હતી. એ નકામાં પોતાના મિત્ર સાથે દેવકુમાર ઊભે હતે. નૌકા ભવ્ય હતી. અંદર એક ખંડ હતે. ખંડમાં આરામનાં સાધનો હતાં.
મનમોહિની એ નૌકા પર ચડી ગઈ. નૌકા ગતિમાન થઈ અંદરના ખંડમાં ગયા પછી મનમોહિનીએ પુરુષવેશ કાઢી નાખ્યું અને ગિનીને વેશ ધારણ કર્યો.
રૂપ-યૌવનના બંધનમાં જકડાયેલ વિક્રમચરિત્ર પિતાને ધન્ય માની રહ્યો હતો અને તેને મિત્ર પણ આવું સુંદર નારીરત્ન નિહાળીને પ્રસન્નતા અનુભવી રહ્યો હતો.
ચાર દિવસ ને ચાર રાત પર્યત મનમોહિની સાથે વિક્રમચરિત્રે ઉપવનની એ કુટિરમાં યૌવનના મધુર મિલનને આનંદ અનુભવ્યો.
Page #399
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ મહાત્સવ-ગ્રંથ
પાંચમી રાતે મનમેાહિની અનુભવી શકી કે પેાતે સગર્ભા થઈ લાગે છે, એટલે તે વહેલી જાગૃત થઈ અને એણે યુવરાજના હાથમાંની મુદ્રિકા કાઢી લીધી. યુવરાજ નિદ્રાના ગુલાખી ખેાળે કોઈ સ્વપ્નમાધુરીમાં મસ્ત બની ગયા હતા. કુટિરની બહાર તેના મિત્ર મંત્રીપુત્ર પણ ભરનિંદમાં પેયો હતા.
ચેાગિનીએ પુરુષવેશ ધારણ કર્યાં અને સ્વામીના ચરણ પર મસ્તક નમાવી તે વિદાય થઈ.
સૂર્યોદય થયા ત્યારે દેવકુમારના મિત્ર મ`ત્રીપુત્ર જાગ્યા અને દેવકુમારને જાગૃત કરવા એણે બૂમ મારી.
દેવકુમાર પણ જાગ્યા. એણે જોયુ કે શય્યામાં પ્રિયતમા નહેાતી. એણે માન્યું, કદાચ પ્રાતઃકાર્ય નિમિત્તે મહાર ગઈ હશે !
બન્ને મિત્રા પ્રાતઃકાર્ય આટાપવા માંડયા. માતાપિતા પાસેથી મેળવેલી રજા આજ પૂરી થઈ ગઈ હેાવાથી બન્ને મિત્રા આજ અતિ જવાના હતા અને ચેાગિનીને એક સ્વતંત્ર મકાનમાં રાખવાના તેમણે વિચાર પણ કર્યા હતા, એટલું જ નહી પણ એકાદ માસના પિરચય પછી તેની સાથે, ગમે તે મુશ્કેલી હાય તેપણુ, લગ્ન કરી લેવાને નિ ય કર્યા હતા.
પણ ચેાગિની કાં ?
અન્ને મિત્રા આસપાસ શેાધવા માંડયા. આમ તે ઉપવન કોઈની માલિકીનુ' ન હાવાથી સાવ નિર્જન હતું. નગરીના સહેલાણીએ કાઈ કોઈ વાર આ તરફ આવતા અને આવી બે-ચાર કુટિર હતી તેમાં રહીને ચાલ્યા જતા.
દિવસના પ્રથમ પ્રહર પૂરા થયા છતાં ચેાગિનીનાં દર્શન થયાં નહીં. બન્ને મિત્રો ભારે ચિ'તા સેવતા નદીકિનારે પહોંચ્યા. જેયુ' તે ત્યાં નૌકા પણ નહેાતી. આ જોઈ ને બન્નેને ભારે આશ્ચર્ય થયું': નૌકાના ચારે નાવિકા નૌકા લઈ ને કઈ તરફ ગયા હશે ?
મધ્યાહ્ન સુધી ખન્ને મિત્રોએ તપાસ કરી, પરંતુ ચેકિંગની ન મળી. હવે શું કરવું ? શુ' કોઈ દુષ્ટ માનવી ચેાગિનીને ઉઠાવી ગયા હશે ? આ પ્રશ્નોનુ સમાધાન પણ કેવી રીતે કરવું ?
એ જ વખતે ક્રૂરથી નૌકા આવતી દેખાણી. અન્ને મિત્રોના હૈયામાં કઈક આશા પ્રગટી. નૌકા તેા આવી પણ તેમાં નાવિકા સિવાય કોઈ નહેાતુ'. યુવરાજે પૂછ્યું : “ નૌકા લઈ ને કયાં ગયા હતા ? ”
ર
“ આપના મિત્રને ઘાટ પર મૂકવા ગયા હતા. એમને મહત્ત્વના કાર્યં નિમિત્તે આજે જ ચાંક જવાનું હાવાથી અમારે જવું પડયું..”
કુટિરમાં રાખેલા સરસામાન નાવિકા લઈ આવ્યા. અને બન્ને મિત્રા ભારે હૈચે નગરી
તરફ રવાના થયા.
૬
ભવન પર પહેાંચ્યા પછી મનમેાહિનીએ માતાને સઘળી વાત કહી અને માજીના ભવનને સ`પૂર્ણ કરવાનું જણાવી તે તરત ભૂગભગૃહમાં જવા નીકળી પડી.
Page #400
--------------------------------------------------------------------------
________________
શ્રી મેાહનલાલ ચુનીલાલ ધામી : સંઘ
८७
પંદર દિવસ વિતી ગયા. આ દરમ્યાન યુવરાજે સાવાહ પાળમાં તપાસ કરાવી તે જાણવા મળ્યુ કે ચેગિની તા ચાર-છ દિવસ પૂરતી જ ત્યાં આવી હતી અને તે ઘણા સમયથી ચાલી ગઈ છે.
એક વાર રાજા વીર વીક્રમને વિચાર આવ્યા કે મનમેાહિનીના ગવ ખ'ડિત થયા કે કેમ તે જાણવુ જોઈ એ. એક સવારે તે ઉપવનના ભૃગભગૃહની જાળી પાસે આવ્યે અને તેણે મનમેાહિનીને સ ંધીને કહ્યું : “કેમ દીકરી, તારા નિય ર્યાં કે નહિ ?” “ ના પિતાજી ! મારો નિણૅય તા અફર જ છે.”
“છતાં હું તને તક આપુ છુ....એક વર્ષીમાં તુ' મને જણાવજે.”
“હું ધન્ય અની ! પરંતુ મને અહી' ઘણા આનદ છે. પરમશાંતિ અને ધર્મ ધ્યાનમાં ચિત્ત પણ શાંત રહે છે.” મનમેાહિનીએ કહ્યું.
ઉત્તરાત્તર ગર્ભની વૃદ્ધિ થવા માંડી. પેાતે તા સાવ નિર્ભય હતી. નવમે મહિને તે સુરંગ માર્ગે પિતાને ઘેર ગઈ અને પાતાની જગ્યાએ પાતાની પ્રિય દાસીને મેાકલી દીધી. સમયને જતાં વાર લાગતી નથી. પૂરે દિવસે કુશળ દાયણના હાથે મનમેાહિનીને પુત્રને પ્રસવ થયા. શેઠે આ વાતને જાહેર થવા ન દીધી.
ચાલીસમા દિવસે રાતે મનમેાહિની પોતાના બાળક સાથે ભૂગભગૃહમાં ચાલી ગઈ અને પેાતાની દાસીને વિદ્યાય કરી.
સવારે બાળકના રુદનના સ્વર સાંભળતાં જ ચાકી કરતી દાસી ચમકી ઊઠી. તે ખેલી : “ દેવી, આ કાણુ રડે છે?....”
“મારો પુત્ર રડે છે. તું મહારાજાને સ ંદેશે આપ કે યુવરાજ્ઞી પેાતાના પુત્ર સહિત આપનાં દર્શને આવવા માગે છે, ”
દાંસી તે આશ્ચય વિમૂઢ બનીને મહારાજા પાસે ગઈ અને એમને આ સમાચાર આપ્યા. વીર વિક્રમ પણ અવાક્ અની ગયા. તે તરત ભૂગર્ભગૃહની જાળી પાસે આવ્યેા. મનમાહિનીએ કહ્યું : 66 મહારાજ, આપની સાથે થયેલી શરત મુજબ હું પુત્રવતી અની છું; વિક્રમચરિત્ર કેવળ એક તરંગ છે એ વાત મે સિદ્ધ કરી છે. આપ આપની પુત્રવધૂ અને આપના પુત્રના સ્વાગતના તત્કાળ પ્રબંધ કરો !”
66
પણ આ અન્ય કવી રીતે ? ”
((
પિતાજી, જે દેવાથી પણ ન સમજાય એ જ સ્રીચરિત્ર. પ્રથમ મને રાજભવનમાં લઈ જાઓ. પછી આપના પુત્રને ખેાલાવીને પૂછજો.
એમ જ થયુ.
આશ્ચર્ય વિમૂઢ અનેલા વીર વિક્રમે જ્યારે મનમેાહિની પાસેથી સઘળી વાત સાંભળી અને વિક્રમચરિત્રની મુદ્રિકા રજૂ કરીને વિક્રમચરિત્રની હાજરીમાં ચેાગિનીએ પેાતાની આળખાણ આપી ત્યારે તેના ગવ ગળી ગયા ! નર-નારીના સીધા સ`ધ માં પુરુષ પરાજિત બન્યા ! પરંતુ આવી ચતુર અને ઉત્તમ પત્ની પ્રાપ્ત થવા બદલ દેવકુમાર ધન્ય ધન્ય બની ગયા. તેને પેાતાની હારમાં પણ વિજયને અનુભવ થઈ રહ્યો હતા.
Page #401
--------------------------------------------------------------------------
________________
પાયાની કેળવણી
લેખિકાઃ પૂજ્ય સાધ્વીજી શ્રી સદ્દગુણાશ્રીજી સમાજની પાયામાંથી કેળવણીને એક અર્થ એ છે કે બહેનની કેળવણી, અને બહેને દ્વારા કેળવણી. બાળક માતાના ઉદરમાંથી જ સંસ્કાર મેળવતું થાય છે. સંસ્કારના ઘડતરમાં કુટુંબના વાતાવરણની જેમ જ દેવમંદિર અને ઉપાશ્રય જેવાં ધર્મસ્થાને પણ ઘણે ફાળો આપે છે. કુટુંબમાં કે દેવસ્થાનમાં અંધશ્રદ્ધા કે વહેમની હવા હોય તે બાળક એથી જુદા સંસ્કાર કેવી રીતે મેળવી શકે ? એથી ઊલટું, કુટુંબમાં, દેવના દરબારમાં અને ગુરુની સમીપમાં અહિંસા, સત્ય-પ્રિયતા, નમ્રતા, નિર્ભયતા, સદાચરણની ભાવના, ઉદારતા વગેરેથી ચેતનવંતું વાતાવરણ પ્રવર્તતું હોય તો ઊછરતી પેઢીમાં પણ એવા જ સગુણ ખીલે. આવું વાતાવરણ ધરાવતાં ધર્મસ્થાને સાચાં સંસ્કારધામે બને; અને આવા વાતાવરણને પોષનારાં પૂજ્ય સાધુ મહારાજે અને સાધ્વીજી મહારાજે સમાજમાં ઉત્તમ સંસ્કારનું વાવેતર કરી શકે.
તેમાંય પૂજ્ય સાધ્વીજી મહારાજેને અભ્યાસ કરવાની અને આપણી બહેને અને આપણું ઊછરતી પેઢીને સંસ્કારી બનાવવાની તક આપવામાં આવે તો સમાજનું પાયામાંથી જ નવઘડતર થાય. સાધ્વીજી મહારાજેની સંખ્યા આપણે ત્યાં ઘણી સારી છે, અને છેલ્લાં પાંચેક વર્ષમાં એમાં ઘણો ઉમે પણ થયે છે. નાની ઉંમરની બહેનને દીક્ષા આપવામાં શ્રીસંઘ જેવો ઉત્સાહ દાખવે છે એ જ ઉત્સાહ એમના અભ્યાસ માટેની સગવડ અને છૂટ આપવામાં તેમ જ સંઘમાં સંસ્કારોનું સિંચન કરવાની તક આપવામાં બતાવો જોઈએ. મતલબ કે એમની શક્તિઓનો વિકાસ થાય અને એ શક્તિઓને લાભ વિશાળ જનસમૂહને વધુમાં વધુ મળે એનું ધ્યાન શ્રીસંઘે ખાસ રાખવું જોઈએ.
આવાં સાધ્વીજી મહારાજના સહવાસથી આપણી બહેને માં સંતોષ, સમતા અને શાંતિનાં બી નંખાય અને કલેશ-કંકાસ ઘટી જાય. પરિણામે કુટુંબ અને બાળકે સુખી, સંસ્કારી અને સેવાભાવનાવાળાં થાય. ભણતર કદાચ ઓછું હોય તોય આવા સંસ્કાર હોય તે કુટુંબ શક્તિશાળી અને શાંતિપ્રિય બની શકે. આનું નામ જ પાયાની કેળવણું.
એક માતાને સો શિક્ષક જેવી ગણવામાં આવેલ છે, તે જેના અંતરમાં દુનિયાનું ભલું કરવાની ભાવના હોય એ ધર્મમાતા(ધર્મગુરુર્ણ)ના મહિમાનું તે કહેવું જ શું? ફક્ત એને એવો વિકાસ કરવાની અને આવું પાયાનું કામ કરવાની તક મળવી જોઈએ. આમ થાય તે સમાજ સંયમ, સાદાઈ અને શ્રમપ્રીતિ તરફ સહેજે વળે.
આ યુગમાં બહેનને અને ખાસ કરીને સાધ્વીસમુદાયને આવી તક આપવાની પહેલ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબે કરીને સંઘ ઉપર ઘણે માટે ઉપકાર કર્યો છે; વળી એમણે સંઘમાં વિદ્યાલય જેવી અનેક જ્ઞાનની પરબ બેસાડી છે? એ બધું પણ પાયાનું કામ છે. કેળવણું પ્રેમી ભાઈઓ-બહેનનાં મંડળ રચીને અને પૂજ્ય સાધુ મહારાજે અને સાધ્વીજીઓના આશીર્વાદ અને સહકાર મેળવીને આ કામ મોટા પાયા પર કરવાની જરૂર છે. આવાં કામોને સારી રીતે પ્રારંભ થાય એવી શુભેચ્છા.
Page #402
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન અને સ્વાનુભૂતિ—એક વિચારણા
લેખક : : પૂ. આ. મ. શ્રી વિજયપ્રેમસૂરીધરજીના શિષ્ય પૂ. પં. શ્રીભાનુવિજવગણિશિષ્ય પૂજ્ય મુનિ શ્રી અમરેન્દ્રવિજયજી
આમ જ્ઞાનના ઘણા મહિમા શાસ્ત્રોમાં ગવાતા આપણે સાંભળીએ છીએ. પ્રશ્ન એ થાય છે કે જેનું આટલું બધું મહત્ત્વ જ્ઞાનીએ આંકે છે એ જ્ઞાન શી વસ્તુ છે?
46
શું માત્ર પુસ્તક વાંચી જવાં, ઘણાં આગમે કંઠે હાવાં, કે એમાં ગણાવેલ પદાર્થોના ભાંગા અને ભેદ–પ્રભેદે આંગળોના વેઢે ગણાવી શકાય એવી કુશળતા પ્રાપ્ત કરી લેવી, કે પછી પ્રતિભાસ`પન્ન સાહિત્યનું નવનિર્માણુ કરવુ, એ જ્ઞાની થવા માટે જરૂરી છે ? કે જ્ઞાની થવા માટે બીજી પણ કોઈ શરત છે ?
જ્ઞાની શ્વાસેાશ્વાસમાં કરે કર્માંનો ખેહ, પૂર્વ કાડી વરસાં લગે અજ્ઞાની કરે તેહ.૧ -
એક રીતે જોઈએ તે, જગતમાં આજે વિજ્ઞાન, વાણિજ્ય, કલા, તત્ત્વજ્ઞાન આદિ ભિન્નભિન્ન ક્ષેત્રે ઘણું જ્ઞાન ભેગુ કરતી અનેક વ્યક્તિએ આપણને જોવા મળે છે.
૧૨
અર્વાચીન વિજ્ઞાન માત્ર એક માખીના જ એટલા બધા પ્રકારેા બતાવે છે, કે માણસ એ બધાનું—તેની ટેવા, સમૂહવ્યવસ્થાનુિં—અધ્યયન કરે તેા આખી જિંદગી પૂરી થઈ જાય. અરે! ફક્ત કાખીની એકસા જાતા ગણાવે છે વનસ્પતિશાસ્ત્ર. અને વિજ્ઞાનની આવી
૧.
૨.
जं अन्नाणी कम्मं, खवेइ बहुयाई वासकोडिदि । तं नाणी तिहि गुत्तो, नवेइ उमासमेत्तेण ॥
—શ્રી મૃકપભાષ્ય, ખંડ ૨. ઉદ્દેશા ૧, ગાથા ૧૧૭૦.
क्रियाशून्यं चय ज्ञानं ज्ञानशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयं, भानुखद्योतयोरिव ॥
—જ્ઞાનસાર, પ્રશસ્તિ, લેક ૧૧,
Page #403
--------------------------------------------------------------------------
________________
૯૦
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ-મહાત્સવ-ગ્રંથ
તેા કેટલીય શાખા–પ્રશાખાઓ છે, તેમાંની કોઈ એકનુ અધ્યયન કરવામાં જ આખી જિ ઢગી ખરચી નાંખનારા છે આ જગતમાં! ધારા કે કોઈ વ્યક્તિએ વિશ્વનાં મેાટામાં મોટાં ગ્ર'થા લયેામાં ગણના પામતી મેાાની લાયબ્રેરીનાં ૪૦ લાખ પુસ્તકા વાંચીને ધારી લીધાં, એમાં ભરેલુ' જ્ઞાન મેળવી લીધું, તે આપણે એને જ્ઞાની કહીશું? તમે કહેશે : “ એ તે ફક્ત માહિતી કહેવાય.” તેમ કેાઈ એ શાસ્ત્રાનુ અધ્યયન કયું, મેટામેાટા જ્ઞાનભ'ડારોમાં સ'ગ્રહીત સકળ શાસ્ત્રામાં પાર’ગતતા મેળવી, તેા એણે જ્ઞાન મેળવ્યું એમ કહેશે। કે માહિતી મેળવી એમ કહેશે ?
ના,
શાસ્ત્ર! તે ત્યાં સુધી કહે છે કે સાડાનવ પૂ ભણી જનાર પણ અજ્ઞાની હાઈ શકે.
જેમ પહેરવેશ ઉપરથી કાણુ કેટલું ભણેલા છે તે ન કહી શકાય——મેલાંઘેલાં કપડાંવાળા વિદ્વાન હેાઈ શકે અને મૂલ્યવાન કપડાં પહેરીને સુઘડ દેખાતા માણસ પણ અબૂઝ હાઈ શકે—તેમ શાસ્ત્રોના માત્ર એછા-વધતા જાણપણાથી જ જ્ઞાની-અજ્ઞાનીના વિભાગ ન કરી શકાય. ઘણું ભણેલા અજ્ઞાની હોઈ શકે; અને એકે શાસ્ત્ર ન ભણેલેા મહાજ્ઞાની હાઈ શકે. (C ” એ શી વસ્તુ
સાન
?
તા પછી આરાધનાની કાયાપલટ–ધૂળનુ સેાનું–કરનાર જ્ઞાનનું મહત્ત્વ ખતાવનાર શાસ્રવચનમાં જ્ઞાન ” શબ્દથી શુ અભિપ્રેત છે ? જ્ઞાન શબ્દની વાસ્તવિક અર્થ શે ?
કાઈ વ્યક્તિ ( દા. ત. નાખેલ પારિતાષિકના સ્થાપક આલફ્રેડ નોબેલ )ના નામથી અને કામથી આપણે પરિચિત હાઈ એ, પણ પ્રત્યક્ષ કે છત્રી દ્વારા એનુ' રૂપ જોયું ન હેાય, તા એ વ્યક્તિના આપણને અકસ્માત ભેટ થઈ જાય ત્યારે આપણે એને આળખી શકીએ ખરા?
આપણે જ્ઞાનને નામથી એળખીએ છીએ, અને કામથી—ક્રિયા કરતાં અનેકગણી ક`નિર્જરા કરાવનાર વગેરે તરીકે પણ ઓળખીએ છીએ; પણ એનુ સ્વરૂપ શું?-એ વિચાર કદી કર્યાં છે? એને પિછાણી શકીએ એવી સ્થિતિ છે આપણી ?
તે ચાલા, વિવિધ દૃષ્ટિકાણથી જ્ઞાનનું નિરીક્ષણ કરી આપણે એના સ્વરૂપના અહી વિશેષ પરિચય મેળવીએ.
સુમુક્ષુની જ્ઞાન-પ્રવૃત્તિ
એન્જીનીયરીંગ લાઈનમાં દાક્તરીનુ` કે સર્જરીનું જ્ઞાન એ કાઈ કવાલીફિકેશન-લાયકાત નથી; એ જ્ઞાન ઇજનેરીના ક્ષેત્રમાં જ્ઞાન ગણાતું નથી; તેમ સફળ દાક્તર થવા માટે કાયદાપાથીઓનુ` જ્ઞાન ઉપયેાગી નથી.
6
પ્રત્યેક ક્ષેત્રમાં · જ્ઞાન ' એટલે તે તે ક્ષેત્રને સ્પર્શતા વિષયનું જ્ઞાન જ ગણનાપાત્ર અને છે. દાક્તરને શરીરરચનાનુ, રાગેાનુ, રાગનાં લક્ષણેાનું અને દવાઓનું જ્ઞાન જરૂરી; વકીલને કાયદાનું, સાક્ષીઓના માનસનું, સાક્ષીની ઊલટતપાસ ( Cross-examination ) ની આંટીઘૂંટીનું; અને વેપારીને ઘરાકનું, માલનું, બજારનું, બજારની રૂખનું જ્ઞાન ઉપયોગી મનાય છે. વેપારી રાજકીય પ્રવાહેા જાણવા ઇચ્છે તે પણ પેાતાના વિષય સાથે એના જે
Page #404
--------------------------------------------------------------------------
________________
મુ. શ્રી અમરેન્દ્રવિજયજી જ્ઞાન અને સ્વાનુભૂતિ–એક વિચારણા
૯૧ સંબંધ છે, વેપાર પર એની જે અસર છે, તે જાણવા માટે. દાક્તર કિરત્સર્ગ વિષે વાંચે તે શરીર ઉપર એની શી અસર છે એ વધુ સારી રીતે સમજવા અને એના પ્રતિકાર માટે શું થઈ શકે તેમ છે તે જાણવા.
એ જ રીતે, આધ્યાત્મિક ક્ષેત્રે જ્ઞાન તે જ ગણાય છે જે આત્મા સંબંધી હાય. મુમુક્ષુ બીજી વસ્તુઓનું–જગતનું જ્ઞાન મેળવે તે પણ આત્મા અને જગતને સંબંધ સમજવા. જગતની માહિતી મેળવતાં પણ તેના કેન્દ્રમાં આત્મતત્ત્વ–ચૈતન્ય જ હોય. આત્મનિર્મળતાના પ્રકટીકરણમાં જે સહાયભૂત હોય તેવું જ્ઞાન જ અહીં ગણનાપાત્ર બને છે. ચૈતન્યને બાજુએ રાખી એકલી જગતની માહિતી કઈ ગમે તેટલી મેળવે, પણ આ ક્ષેત્રમાં એની ઉપયોગિતા ન ગણાય. આત્મા, જગત અને એ બે વચ્ચેનો સંબંધ, એ મુમુક્ષુની જ્ઞાનપ્રવૃત્તિને વિષય હોય.
પ્રથમ કૃત–શાસ્ત્રશ્રવણ કે અધ્યયન, પછી એના ઉપર ચિંતન, અને એમાંથી ભાવનાજ્ઞાન સુધી પહોંચે તે ક્ષયોપશમ જ બની જાય. આમ મુમુક્ષુનું જ્ઞાન આગળ વધતાં વધતાં સ્વાનુભવ સુધી પહોંચે.
શાસ્ત્ર ભણી જવા માત્રથી આત્માનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. શ્રુતથી મેળવેલું જ્ઞાન પક્ષ છે, તેથી તે સ્પષ્ટ ન હોઈ શકે. “અws gોક્ષમ્ ”૩ તેથી, આત્માનું અપરોક્ષ જ્ઞાન મેળવવું જોઈએ. “પ્રત્યક્ષમ્!” ૪
આપણું રોજના વ્યવહારમાં પણ “દાક્તરે કે વકીલે કેટલાં પુસ્તક વાંચ્યા છે?”એ નથી જોવાતું, પરંતુ તે રોગનું નિદાન કરી શકે છે? દવાથી આપણને આરામ આપી શકે છે?—એ જોવાય છે. એ કરી શકે તે દાક્તર માન્ય બને છે; જે કેસ જીતી આપે તે વકીલ માન્ય બને છે; તેમ કર્મ સામે, ભવ સામે જીત અપાવે તે જ્ઞાન મુમુક્ષુ વાંચ્યું છે. એ માટે શાસ્ત્રાધ્યયન સાથે સાધના જોઈએ. | લાખ લેકપ્રમાણુ સાહિત્યનું નવનિર્માણ કરનાર ઉપાધ્યાયજી શ્રીમદ્દ યશોવિજયજી મહારાજને અનુભવજ્ઞાન લાધ્યું ત્યારે એમના મુખેથી સરી પડેલા આ ઉદ્દગાર છે:
“સંશય નવિ ભાંજે શ્રુતજ્ઞાને, અનુભવ નિશ્ચય જેઠો;
વાદવિવાદ અનિશ્ચિત કરતે, અનુભવ વિણ જાય હેઠે રે.” અનુભવજ્ઞાનના નિર્મળ પ્રકાશ આગળ જીવનભરના અથાક પરિશ્રમથી મેળવેલું બહોળું શ્રુતજ્ઞાન એમને ફિક લાગે છે, “જૂઠું લાગે છે. ૫
આત્મસ્વરૂપનું અભાન એ જ અજ્ઞાન છે. એ અજ્ઞાન ટાળી આપે તે જ્ઞાન, દેહાધ્યાસ ટળે–દેહમાં આત્મબુદ્ધિ એટલે કે “હું” એ બુદ્ધિ ટળે, સ્વરૂપનું અનુસંધાન ચાલુ રહે-કર્મકૃત ભાવોમાં “હું” બુદ્ધિ ન થાય, તેનું નામ જ્ઞાન,
પ્રમાણનયતવાલેક, પરિચ્છેદ ૩, સૂત્ર ૧. એજન, પરિચ્છેદ ૨, સૂત્ર ૨. પાસમાં જિમ વૃદ્ધિનું કારણ, ગોયમને અંગૂઠા; જ્ઞાનમાંહિ અનુભવ તિમ જાણે, તે વિણ જ્ઞાન તે જૂઠો રે.
–શ્રી પાળરાસ, ખંડ ૪, ઢાળ ૧૦.
8. ૪.
Page #405
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ-મહેાત્સવ-ગ્રંથ આત્માનું એવું નિર્મળ, કીપક પ્રાપ્ત થયેલું નહિ પણ પોતીકુ' જ (firsthand) સ્પષ્ટ જ્ઞાન મેળવવા એનું પ્રત્યક્ષ દર્શન-સ્વાનુભૂતિ આવશ્યક છે. આત્માનું આવુ' અપરોક્ષ જ્ઞાન, જ્ઞાન તરીકે ગણનાપાત્ર છે.
૯૨
કેરી વિષે પુસ્તકોનાં પુસ્તક વાંચીએ, પણ જ્યાં સુધી તેને ચાખીએ નહી' ત્યાં સુધી તેના સ્વાદ નથી મળતા, એટલું જ નહિ, એ (સ્વાદ) ની યથાર્થ સમજણુ પણ નથી મળતી. એવું જ આત્મા વિષે છે. શ્રુતથી, તર્ક-યુક્તિ-આગમ વગેરેથી એની બૌદ્ધિક પ્રતીતિ મળે, પરંતુ ગમે તેટલું વાંચીએ, સાંભળીએ કે વાતા કરીએ પણ જ્યાં સુધી આત્માને આત્મા પાતે-ઇન્દ્રિયા કે મનની મદદ વિના-સાક્ષાત્ ન જુએ, એ આનંદસાગરના અનુભવ ન મેળવે, ત્યાં સુધીની આત્મા વિષેની આપણી સમજ અધૂરી જ રહે છે. એક વાર પણ આત્માને નિજાનંદનો અનુભવ થઈ ચૂકયો હેાય ત્યારે જ આત્મતત્ત્વને તે યથાર્થ પણે સમજી શકે છે.
સાધના-પ્રક્રિયા
પ્રશ્ન એ થાય કે અનુભવજ્ઞાન સુધી પહેાંચાય શી રીતે ?
અહી’ મુખ્ય વાત તે સ્વાનુભૂતિ માટેની તીવ્ર વ્યાકુળતા અને ઉત્કટ ઝંખના જાગવી એ જ છે. આ માનવભવ એમ જ નથી ગુમાવવા એવી તીવ્ર ચટપટી લાગી જાય તે ઉપાય અવસ્ય હાથ લાગે. આવશ્યકતા એવી વસ્તુ છે કે તે આપમેળે જ બધું શેાધી કાઢે છે. આ વ્યાકુળતા પ્રગટચા પછી સત્તા, પ્રતિષ્ઠા, નામના, કીતિ આદિની આકાંક્ષા નિવૃત્ત થાય છે; એમાં મેળવવા જેવું કંઈ લાગતું નથી. ખાળક નાનું હાય છે ત્યાં સુધી એ ઢીગલીએ સાથે રમે છે અને એ રમતમાં આનદ મેળવે છે. મેાટુ' થતાં એ રમત તે છાડતા જોય છે. તેવુ જ જગતની વસ્તુઓનું છે. તેમાં જ્યાં સુધી આનદ આવે, મેળવવા જેવું લાગે, ત્યાં સુધી સમજવું કે હજી બાળકઅવસ્થા છે. શાસ્ત્રા એને ‘ભવખાળકાળ’ કહે છે; ધ યાવન આવતાં જ એ બધુ છૂટી જાય છે અને તે આત્મા સત્ય માટે દોડે છે.
એટલે પ્રથમ તેા જીવનના ધ્યેય વિષે નિશ્ચય થવા જોઈએ. ધ્યેય નક્કી થયા પછી એની સિદ્ધિ અર્થે શું જરૂરી છે તે જાણી લઈ, સાધકે પેાતાની સાધનાની યાજના (plan) ઘડી કાઢી, એ પ્રમાણે જીવનનું ઘડતર કરતાં, પ્રથમ નજીકનાં અને પછી દૂરનાં લક્ષ્યા સિદ્ધ કરતાં, આગળ વધવું જોઈ એ.
*
આપણી સાધના-પ્રક્રિયાનું ટુંકમાં દર્શન'
ચેય : સુક્તિ=સ કમ રહિત થઈ સ્વરૂપમાં સ્થિતિ.
(૨) સ કર્મીના ક્ષય માટે : આત્મજ્ઞાન (આત્મા સંબ`ધી માત્ર બૌદ્ધિક જાણપણું નહિ
..
}. “ આત્મનિરીક્ષણુ ' ( · ધર્મચક્ર ' ફેબ્રુ મારી-એપ્રીલ, ૧૯૬૨ ) અને ‘ આધ્યાત્મિક ઉત્થાન ( ‘ કલ્યાણુ,’ મે-જૂન, ૧૯૬૩) એ શી કા હેઠળ લેખકે અહીં રજૂ કરવામાં આવેલા મુદ્દામાંના કેટલાક મુદ્દાઓનું વિશદ વિવેચન કરેલુ છે,
Page #406
--------------------------------------------------------------------------
________________
મુ. શ્રી અમરેન્દ્રવિજયજી ઃ જ્ઞાન અને સ્વાનુભૂતિ—એક વિચારણા
પરંતુ આત્માનું પ્રત્યક્ષ જ્ઞાન) પ્રાપ્ત કરવું રહ્યું.
(૩) આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થ : આત્મા શરીરથી તદ્દન જુદે છે . એના સાક્ષાત્કાર કરવાના ઉદ્દેશથી ધ્યાનની સાધના જરૂરી છે.
(૪) ધ્યાનની સિદ્ધિ માટે ; પ્રથમ ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરવી રહી. (૫) ચિત્તની સ્થિરતા માટે : ચિત્તની નિર્મળતા અને શરીરશુદ્ધિ આવશ્યક છે.
(૬) ચિત્તનો નિ`ળતા સ ંપાદન કરવા : સ્વાધ્યાયમાં—શાસ્ત્રાભ્યાસ અને તત્ત્વચિંતનમાં—મન પરોવી દેવુ જોઈ એ, જેથી બાહ્ય વિકલ્પે। આપોઆપ ટળી જાય. સાથે સાથે મૈત્રી આદિ ચાર ભાવનાએ અને અનિત્યત્વ આદિ બાર ભાવનાએથી ચિત્તને હંમેશાં વાસિત કરતાં રહેવુ જોઈ એ.
(૭) મૈત્રી આદિ ભાવેાની સિદ્ધિ માટે : એટલે કે એ ભાવાને જીવનમાં ઉતારવા અને સ્થિર કરવા માટે જીવનવ્યવહાર ન્યાય—નીતિ, વ્રત–નિયમ, ત્યાગવૈરાગ્ય અને સયમથી નિયત્રિત હાવા જોઈ એ.
(૮) શરીરની શુદ્ધિ આદિ માટે : તપની સાધના જોઈ એ.
આ છે આત્મા અને કમને જુદાં પાડી આપનાર આધ્યાત્મિક સાધનાપ્રક્રિયા (process). પાણીને તેાખવાળું કરી તેમાંથી વિદ્યુત પસાર કરીને, એકરૂપ (પાણીરૂપ) થઈ ગયેલ હાઈડ્રોજન અને આકસીજન વાયુએને વૈજ્ઞાનિકે છૂટા પાડી શકે છે, તેમ આત્મા અને કને જુદાં પાડવામાં વ્રત, નિયમ, સયમ, સ્વાધ્યાયરૂપ તેજાબ અને ધ્યાનરૂપ વિદ્યુત એ મને જરૂરી છે.૧૦
૭. (૧) મજ્ઞાન .......... આત્મનઃ વિવ્રૂવલ્ય સંવેનમેવ નૃશ્યતે ।
नातो अन्यदात्मज्ञानं नाम ।
..
4.
૧૦.
૯૩
—ચેાગશાસ્ત્ર પ્રસ્તાવ ૪, શ્લોક ૩ની ટીકા (૨) ખીરનીર પરે પુદ્ગલમિશ્રિત, પણ એથી છે અળગા રે; અનુભવ-હુ સચંચુ જો લાગે, તે નવ દીસે વળા રે. —સમકિતન સડસઠ મેટલની સઝાય, ગાથા ૬૨.
मोक्षः कर्मक्षयादेव, स चात्मज्ञानतो भवेत् । ध्यानसाध्यं मतं तच्च तदुद्ध्यानं हितमात्मन ॥
—યેગશાસ્ત્ર, પ્રસ્તાવ ૪, શ્લાક ૧૧૩. -દાત્રિ શન્દ્વાત્રિંશિકા, ૨૨, શ્લોક ૨ ની ટીકા.
આમ્યતર ( શૌત્ર ) મળ્યાલિમિશ્ચિત્તમઽવ્રુક્ષાનમ્ ।
(૧) પદ્મમોરિતિ સપ્લાય, નીચે શાળ શિયાયરૂં । तइयाए भिक्लायरियं पुणो चउत्थीए सज्झायं ॥
(4
-~ઉત્તરાધ્યયનસૂત્ર, અધ્યયન ૨૬, ગાથા ૧૨. (૨) પૂર્વધરષ્કૃત શ્રી પંચસૂત્ર ' મહાગ્રન્થમાં પણ સામાન્યથી મુનિનું વિશેષણ “ જ્ઞાન ઉન્નયળસંકો ” મૂકયુ છે, એકલુ' અધ્યયન નહિ.
( 3 ) स्वाध्यायात् ध्यानमध्यास्तां, ध्यानात् स्वाध्यायमामनेत् । ध्यानस्वाध्याय संपत्त्या, परमात्मा प्रकाशते ॥
—તત્ત્વાનુશાસન, અધ્યાય ૩, ૭, (૮૧)
Page #407
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહાત્સવ ગ્રંથ
આ રીતે આપણા ધ્યેય-આત્મજ્ઞાનનું અંતિમ સાધન ધ્યાન છે;૧૧ એ લક્ષમાં રાખી “ એની પ્રાપ્તિ કરાવવા માટે મહાવ્રતાઢિ યમ, નિયમ, તપનું આસેવન છે.”—એ સમજપૂર્વક આરાધના થવી જોઈએ;૧૨ એમ થાય તેા, એ આરાધના ઉત્તરોત્તર વધુ આત્મવિકાસ કરાવનારી અને યમ, નિયમ, તપ સીધાં જ મેાક્ષપ્રાપક નથી, પર`તુ તે ચિત્તની શુદ્ધિ અને સ્થિરતામાં સહાયક અની પરપરાએ મેાક્ષસાધક છે.
યમ, નિયમ, તપ વગેરે સીધાં જ મેાક્ષપ્રાપક છે, એવી માન્યતાને કારણે, યમ, નિયમ, તપ, સંયમાદિની શુદ્ધિ અર્થે જરૂરી આત્મનિરીક્ષણ ન રહેતાં, એનાથી નીપજવું જોઈતું પરિણામ પ્રગટતું નથી. દા. ત. તપના યથાયોગ્ય આસેવનથી નાડીશુદ્ધિ થવી જોઈ એ; એટલે કે નાડીઓમાં રહેલ મળે! (Toxins) ખળી જાય; પરિણામે, શરીર હલકુ ફૂલ લાગે અને, ધ્યાન, સ્વાધ્યાય આદિની આરાધનામાં શરીર વિઘ્નભૂત ન રહેતાં, ચિત્તની સ્થિરતા સુલભ બને.
જ્ઞાનપ્રાપ્તિ માટે બુદ્ધિની કેળવણી–બુદ્ધિના વિકાસ-ઉપરાંત હૃદયની વિશાળતાના વિકાસ ઉપર, સંયમ ઉપર, સ'કલ્પશક્તિને સુદૃઢ બનાવવા ઉપર તથા ચિત્તને શાંત, શુદ્ધ અને ઇચ્છાનુસાર એકાગ્ર કરવાની શક્તિ સ`પાદન કરવા ઉપર વધારે ધ્યાન અપાયું જોઈ એ. અંતઃકરણની આવી અવસ્થામાં જ વાસ્તવિક જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. ૧૩ તત્ત્વદર્શન મનની પ્રશાંત અવસ્થામાં પ્રાપ્ત થાય છે. માટે ચિત્ત ઉત્તરાત્તર વિકલ્પરહિત પ્રશાંત મનતું જાય, અને સમત્વ સ્થિર થતું જાય, એ દિશામાં નિત્ય, અવિરત પ્રયાસ કરવા જોઈએ. સામાયિક ભાવની–સમભાવની સ્થિરતાથી જ્ઞાનપ્રાપ્તિ થાય છે. ૧૪ સામાયિક ભાવ જેટલા ઊંડા તેટલુ જ્ઞાન ઊંડું.
શ્રુતજ્ઞાનપ્રાપ્તિમાં જરૂરી વિવેક
સ્વાનુભૂતિ સુધી પહોંચવા માટે જરૂરી સાધનાનું આપણે વિહંગાવલેાકન-ઊડતું અવલેાકન કયું; પણ ત્યાં સુધી પહોંચીએ તે પહેલાં આપણે અનુભવીએના વચનથી -શ્રુતથી નભાવવુ રહ્યું. એ જ્ઞાનાર્જનના વિષયમાં પણ આપણા ચિત્તમાં સ્પષ્ટતા હેાવી જોઈ એ. કાઈ એક વિષયનું જીવનભર અધ્યયન કરતાં રહીએ તાય પાર ન આવે એટલાં શાસ્ત્રો છે. માટે આપણા ધ્યેય વિશે નિશ્ચિત દૃષ્ટિ કેળવી, “ શાસ્ત્ર ઘણાં મતિ થેાડલી ” –એ વિચારના ખ્યાલ રાખી વિવેકપૂર્વક એમાંથી પસંદગી ન કરીએ તે જિંગ્નુગીભર શાસ્ત્રો ભણતાં રહીએ છતાં આત્માન્નતિની દૃષ્ટિએ ખાસ લાભ ન થાય, એવુય અને.
૧૧.
आत्मज्ञानफलं ध्यान - मात्मज्ञानं च मुक्तिदम् ।
—અધ્યાત્મસાર, પ્રસ્તાવ ૬, શ્લાક ૧.
૧૨.
૧૩. ૧૪.
मूलोत्तरगुणाः सर्वे सर्वा चेयं बहिष्क्रिया । मुनीनां श्रावकाणां च ध्यानयोगार्थमीरिताः ॥
—ઉપમિતિભવપ્રપંચા કથા, પ્રસ્તાવ ૮, શ્લોક ૭૨૬.
વિશતિવિશિકા, ૧, ગાથા ૧૭–૨૦. यदिदं तदिति न वक्तुं साक्षाद् गुरुणाऽपि हन्त शक्येत । औदासीन्यपरस्य प्रकाशते तत् तत्त्वं स्वयं तत्त्वम् ॥
—યામશાસ્ત્ર, પ્રસ્તાવ ૧૨, શ્લોક ૨૧.
Page #408
--------------------------------------------------------------------------
________________
gam, અને
મુ. શ્રી અમરેન્દ્રવિજયજી જ્ઞાન અને સ્વાનુભૂતિ–એક વિચારણા
માટે, પ્રારંભમાં વિશ્વમાં રહેલ ચેતન અને જડ પદાર્થોના સ્વભાવનું મૃતથી લભ્ય દર્શન પ્રાપ્ત કરવા તેમને અંગે આગમ દ્વારા–અનુભવીઓના વચન દ્વારા–જાણપણું મેળવવું રહ્યું, કે જે પિતાને સ્વભાવદશામાં, અથવા એની વધુમાં વધુ નજીક રહેવામાં સહાયભૂત થાય.૧૫ જગતના ચેતન અચેતન પદાર્થોનું જે જાણપણું વિભાવદશામાં ઘસડી જાય તે જાણપણું પણ અજ્ઞાન છે. જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેનો ભેદ “ જાણપણા–અજાણપણ એને નથી, પણ જે જાણપણું આત્માને પિતાના સ્વભાવથી દૂર લઈ જનારું હોય –પછી ભલે તે આગમ ગ્રંથનું હોય–તે અજ્ઞાન, અને જે જાણપણું સ્વભાવદશામાં સ્થાપિત થવામાં ઉપયોગી હોય કે સ્વભાવસમુખતા જગાવતું હોય તે જ્ઞાન.૧૭
સાધકે પોતાની કૃતજ્ઞાનપ્રાપ્તિની પ્રવૃત્તિનું આ રીતે નિરીક્ષણ કરતાં રહેવું જોઈએ.૧૮ ૧૫. ગરમાગરમાવી લેવાગ્યાર્થમ્ |
-તત્વાર્થસૂત્ર, અધ્યાય ' . ૧૬. અહંકારવૃદ્ધિ આદિ દ્વારા
સેક: ત્રીજી ૧૭. સ્વમાવત્રામiાર– જ્ઞાનમિષ્યતે
વર્ષ લ ध्यान्ध्यमात्रमतस्त्वन्यत् , तथा चोक्तं महात्मना ।
–સાનસાર, ૫ મું જ્ઞાનાષ્ટક, શ્લોક ૧૮. આ દષ્ટિએ જોતાં જીવવિચાર, નવતત્વ, કર્મગ્રંથ, સંગ્રહણી વગેરે ગ્રન્થમાંથી જ્ઞાન પ્રાપ્ત થયું કયારે કહેવાય?–એને વિચાર કંઈક આ રીતે કરી શકાય –
દા. ત. જીવવિચારના અધ્યયનથી—નાના, નજીવા, નગણ્ય દેખાતા છે પણ આપણા આત્મા સમાન જ છે; જેમ મેટો ફોટો અને તેની એક ઈચની કેપી; એનું કદ નાનું થતાં કેટલીક ઝીણી ઝીણી વિગતે પ્રથમ દર્શને જણાતી નથી, પણ એને એન્લાર્જ કરવામાં આવે છે, પહેલાં ન દેખાતી બધી વિગતે છૂટ થાય છે, તેમ નાના જીવજંતુઓમાં –એક કુંથુઆ સુદ્ધામાં –અને પિતાનામાં પણ કઈ ભેદ નથી; જે ભેદ ભાસે છે, તે કર્મકૃત છે.
ભવભ્રમણ માટે કેટલું વિશાળ ક્ષેત્ર છે ! કેટલી યુનિઓ ! એકેન્દ્રિયાદિમાં કાયસ્થિતિ કેટલી દીધું છે! કોઈ વખત આપણે પણ એ બધી અવસ્થામાં સમય પસાર કર્યો છે વગેરે વિચારણું જાગે અને તેથી ભવભીરતા–પાપભીરુતા જન્મ અને નાના કીટ-પતંગ પ્રત્યે તેમ જ પાપી અધમ છ પ્રત્યે પણ ઘણાભાવ કે તિરસ્કારની લાગણી ન જન્મે; પરંતુ તેમાં પણ દેખવામાં આવતા ચૈતન્યના અંશ પ્રત્યે માન (Reverance for life ) 3012.
નવતત્વનું અધ્યયન થતાં–જીવ-અજીવની સ્પષ્ટ સમજણ આવે; સાથે પોતાના વર્તમાનમાં દેખાતા પર્યાયે કર્મને લીધે છે, અને પિતાનું ખરું સ્વરૂપ કર્મથી અવરાયેલું પડયું છે એનું ભાન વધુ સ્પષ્ટ બને; સ્વરૂપે પ્રગટ કરવાના સાધન તરીકે સંવર અને નિર્જરાનાં અંગે પ્રત્યે અભિરુચિ જાગે અને સ્વરૂપપ્રાપ્તિ( મુક્તિ)અર્થે તાલાવેલી જાગે
ક્ષેત્રસમાસ, બૃહસંગ્રહણી (કૈલેષદીપિકા) નું અધ્યયન ચિત્તમાં કેવા ભય પ્રેરે !—એક તીઠાંલેકમાં જ અસંખ્ય દ્વીપસમુદ્રો ! અને તે પણ કેટલા વિરાટકાય ! અને કલ્પનાને પણ થકવી નાખે એટલા વિસ્તારમાં પથરાયેલે આ તીચ્છક પણ જેની પાસે વામણો લાગે એવા ઊર્વલક અને અધોલકા
Page #409
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ-મહાત્સવ-ગ્રંથ
શ્રુતથી શુદ્ધિ–અંતઃકરણની નિળતા-જન્મે તે એ ઉપયેાગી ગણાય. પ્રત્યેક હકીકત તે કાચા અનાજના દાણા જેવી છે. તેને કાઠારમાં સંગ્રહી રાખ્યું ન ચાલે. અનાજના દાણા વડે રસાઈ તૈયાર કરી, દાંત વડે ચાવી, તેને લેાહીના ટીપામાં પરિણમાવીએ તે એ દેહધારણમાં ઉપયોગી બને; તેમ શાસ્ત્રોની હકીકતા અને વિગતાના સંગ્રહસ્થાન માત્ર અન્ય કામ ન સરે. એ વિગતામાંથી એક જીવનદૃષ્ટિ પ્રાપ્ત થવી જોઈએ, જીવન પ્રત્યે નવુ' વલણ ઘડાવુ જોઈએ; માત્ર હકીકતા કે માહિતીઓને ગળી ગયે ન ચાલે.
એકલુ. શ્રુત એ કોઠારમાં પડેલ ખીજ તુલ્ય છે.૧૯ શ્રવણ-વાચન પછી એના ઉપર ચિંતન થવું જોઈએ. ચિંતનથી જ્ઞાન વધે છે,॰ અને તેથી મધ્યસ્થભાવ જન્મે છે,૨૧ આધુનિક ખગોળવિજ્ઞાન (Astrology ) પણ કેવડું માટુ. બ્રહ્માંડ સ્વીકારે છે. તેને ખ્યાલ પણ નીચેના અવતરણથી આવી શકરો :
૯૬
E ;
ઘેાડા સમય પહેલાં એક ખગાળશાસ્ત્રીએ ૨૦૦ ઈંચના વ્યાસના કૅમેરા-દૂરબીન ( Telescopecamera) દ્વારા એક તારાવિશ્વના ફોટોગ્રાફ લીધેા હતા. આ તારાવિશ્વ એટલું બધુ દૂર છે કે (એક સેકડે ૧,૮૬,૦૦૦ માઈલની ઝડપે અહીં આવતા ) તેના પ્રકાશને પૃથ્વી સુધી પહેાંચતાં છ અબજ શુ લાગે છે ! અત્યાર સુધી શેાધાયેલા તારાવિશ્વમાં આ તારાવિશ્વ દૂરમાં દૂર છે
..
આપણા નવ ગ્રહ અને સૂ મળીને સૂર્યમંડળ બને. અને આવાં અબજો સૂર્યંમડાનુ એક તારાવિશ્વ અને ! એવાં તે ઘણાં તારાવિશ્વા આ બ્રહ્માંડમાં છે.”
આ વિરાટ વિશ્વમાં વ્યક્તિનું સ્થાન દરિયાકાંઠાની રેતીના એક કણુ જેટલુ' પણ કહી શકાય ખરું ? આ બધું નજર સામે તરવરતું દેખાય તેા વ્યક્તિને પેાતાનાં ક્ષણિક, અપ સુખદુઃખ ઉન્માદ કે ગ્લાનિ જન્માન્ની શકે ખરાં ?
પેાતાની આકાંક્ષાઓ, પ્રવૃત્તિઓ, સિદ્ધિ કે નિષ્ફળતાઓનું મહત્ત્વ શું ? શૈલેાકષદીપિકાના અધ્યયનથી કાળ અને સ્થળની વિરાટતાનું ભાન જાગે, પેાતાની અપતા-લઘુતા સમજાય, અને પરિણામે નમ્રતા પ્રગટે, તા આધ્યાત્મિક ક્ષેત્રે જ્ઞાન તરીકે એ ગણુનાપાત્ર અને
નહિંતર, આજની ( સ્કૂલે અને કોલેજોમાં ) ભૂંગાળ ભણનાર વિદ્યાર્થી આધુનિક વિજ્ઞાનમાન્ય, વર્તમાનમાં દૃષ્ટ, પૃથ્વીનાં શહેર, ગામડાં, નદી, પવ તા વગેરે ગણાવી શકે છે; અને પેલે આજે માનવીને જે અષ્ટ છે તે સૃષ્ટિનાં નદી નાળાં, દરવાજા, જગતિ, પત્રતા વગેરે ગણાવી જવાની આવડત મેળવે એ ખૈમાં ફેર કર્યાં? એ માહિતીને માજ તેા વ્ય ન ગણાય જો એ શુદ્ધિને માર્ગે લઈ જતા હોય. વૃત્તિમાં કાંઈક પણ પરિવર્તન થતું હોય તે! જાણવું કે એ અધ્યયનથી ચિત્તમાં કંઈક જ્ઞાનનાં કિરણેા પ્રગટયાં છે. वाक्यार्थमात्र विषय, कोष्ठकगतबीजसन्निभं ज्ञानम् । श्रुतमयमिह विज्ञेयं,
૧૯.
उदक इव तैलबिन्दुर्विसर्प चिन्तामयं तत् स्यात् ।
श्रुतज्ञानाद् विवादः स्यान्मतावेशश्च चिन्तथा । माध्यस्थ्यं भावनाज्ञानात् सर्वत्र च हितार्थिता ॥
૨૦.
૨૧.
—Àાડશક, ૧૧, શ્લોક છ
પાડશક, ૧૧ શ્લોક ૮
--- વૈરાગ્યક પલતા, સ્તખક - Àાક ૧૦ પહ
Page #410
--------------------------------------------------------------------------
________________
મુ. શ્રી અમરેન્દ્રવિજયજી જ્ઞાન અને સ્વાનુભૂતિ–એક વિચારણા
૯૭ બીજાના પિતાનાથી ભિન્ન વિચાર-મતે પ્રત્યે સહિષ્ણુતા પ્રગટે છે, અને એમાંથી જે સારું હોય તે ગ્રહણ કરી લઈ બીજા અંશેની ઉપેક્ષા કરવાની ક્ષમતા આવે છે. ચિંતન પછી શ્રતને ભાવનાજ્ઞાન સુધી પહોંચાડવું જોઈએ; ત્યારે જ એ જ્ઞાન તરીકે પ્રતિષ્ઠા પામે છે. ૨૩ જ્ઞાનની કસોટી : મગુપ્તિ
જેનાથી ચિત્તમાં કંઈક શુભ પરિવર્તન આવે તે શ્રત ઉપયોગી મનાય. મનગુપ્તિ એ જ્ઞાનની કસોટી છે. મને ગુપ્તિમાં આગળ વધાતું હોય તે સાધક માની શકે કે તે જ્ઞાનમાં ખરેખર પ્રગતિ કરી રહ્યો છે, નહિતર જ્ઞાનની બ્રાતિ સમજવી. શા મને ગુપ્તિની ત્રણ કક્ષાએ બતાવી છે:
૧. આત-રૌદ્ર ધ્યાનમાં ઘસડી જનાર સંકલ્પ-વિકલ્પને વિયેગ, એ પ્રથમ કક્ષા. ૨. ચિત્ત મધ્યસ્થવૃત્તિવાળું બને કે જેથી ધર્મધ્યાન સાધી શકાય, એ બીજી; અને ૩. કુશળ–અકુશળ સકલ મનવૃત્તિઓને નિરોધ થઈ સ્વરૂપમાં સ્થિતિ, એ ત્રીજી
કક્ષા. ૨૪
આ રીતે મને ગુપ્તિમાં પ્રગતિ થતાં ચિત્તની ઉત્તરેત્તર અધિક એકાગ્રતા નિષ્પન્ન થતી જાય છે. ઊંડાણથી વિચારતાં સમજાશે કે મુક્તિ પર્વતની સમગ્ર સાધનાને મનેગુપ્તિમાં અહીં આવરી લીધી છે. ટૂંકમાં, સાધનામાં પ્રગતિ એટલે મને ગુપ્તિમાં આગળ વધવું તે, એમ કહી શકાય.
જ્ઞાન જેમ જેમ પરિણમે તેમ તેમ ક્રમશઃ મનમાંની ઈર્ષ્યા માત્સર્ય-દ્વેષની વૃત્તિઓ વિદાય લે; તિરસ્કાર, ધૃણા આદિનું સ્થાન સહાનુભૂતિ, સમજ, ઔદાર્ય અને વાત્સલ્ય લે; ભય, ચિંતા, સંકલેશ ટળી જાય; તેમ જ તત્વચિંતનમાં અને સ્વગુણની વૃદ્ધિ અને આત્મનિરીક્ષણ આદિમાં ઓતપ્રેત રહેવાથી અન્યની નરસી પ્રવૃત્તિ પ્રત્યે સહજપણે ઉદાસીનતા ૨૨. “મુળપ્રદક્ષિાનો વરવનાનુરારિદાબવાવમાવવાત.... તથા ર ત મૂાનૈમેદવાર્યતાमापाद्योपत्तिरेव कर्तव्या, इत्थमेव सम्यग्दृष्टिपरिगृहीतस्य मिथ्याश्रुतस्यापि सम्यक्श्रुतत्वसिद्धः ।'
–ષોડશક ૧૬, બ્લેક ૧૩, ટીકા. ૨૩. (૧) નેન હિ જ્ઞાનં નામ, બિયાડખેતર પૂર્વ મોક્ષાવાડા Hથ .
–ડશક, ૧૧, શ્લોક ૮ની ટીકા. (२) सम्यगभावनाज्ञानाधिगताना भावतोऽधिगतत्वसम्भवात् ।
–ઉપદેશપદ, ટીકા, ગાથા ૧૬૫. ૨૪. વિમુન્નાનાગાર્જ, સમવે સુપ્રતિષ્ઠિતમ્ | રામામં મનતમૈનોનુપ્તિ કરવા માં .
टीका-आर्तरौद्रध्यानानुबंधिकल्पनाजालवियोगः प्रथमा । ...धर्मध्यानानुबन्धिनी माध्यस्थपरिणतिद्वितीया । कुशलाकुशलमनोवृत्तिनिरोधेन योगनिरोधावस्थाभाविन्यात्मारामता तृतीया ।
–ોગશાસ્ત્ર, પ્રસ્તાવ ૧, બ્લેક ૪૧.
Page #411
--------------------------------------------------------------------------
________________
૯૮
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવ ગ્રંથ આવતી જાય, એટલું જ નહિ, પણ પિતાના મતથી તદ્દન વિરોધી જણાતી વિચારધારાને પણ તે સહી શકે એવી ક્ષમતા–પરમસહિષ્ણુતા(tolerance) ગુણ તેનામાં વિકસતે જાય છે. ક્રમશઃ જીવનનાં અન્ય દ્વન્દ્રોમાં પણ એ ઉત્તરોત્તર અધિક સમત્વ કેળવતે આગળ વધે છે. પરિણામે, એના ચિત્તમાં પ્રસન્નતા, શાન્તિ, સ્વસ્થતા સહજપણે રેલાતાં રહે છે. મને ગુપ્તિની બીજી કક્ષા વટાવી ગયા પછી નિશ્ચય-રત્નત્રયમાં પ્રવેશ મળે. વ્યવહાર અને નિશ્ચય રત્નત્રયી - નવ તત્ત્વ, ષડુ દ્રવ્ય આદિ શ્રી જિનેશ્વરદેવ(અર્થાત્ પૂર્ણજ્ઞાની કથિત ભાવેને સારી રીતે જાણીને તેનું શ્રદ્ધાન અને તે મુજબ યથાશક્તિ સંયમ, વ્રત આદિનું આચરણ એ છે વ્યવહાર-રત્નત્રયી અથવા ભેદરત્નત્રયી. પરપદાર્થોની ચિંતા છેડીને પિતાના આત્માનું જ શ્રદ્ધાન, તેના સ્વરૂપનું જ્ઞાન અને ચિત્તને અન્ય વિકલ્પથી રહિત કરી સ્વરૂપમાં જોડી, ત્યાં લીન કરવું તે છે નિશ્ચય-રત્નત્રયી ૨૭ અર્થાત્ અભેદરત્નત્રયી.
ચિત્ત ઇન્દ્રિ, વિષયે અને બાહ્ય પદાર્થો સાથે જોડાયેલું રહે છે. તેમાંથી ખેંચીને તેને આત્મા સાથે જોડવાને અભ્યાસ એ જ પારમાર્થિક થેગ છે. વ્યવહાર નિશ્ચય સુધી લઈ જવા માટે છે. ૨૮ વ્યવહાર-રત્નત્રય કારણ છે, નિશ્ચય-રત્નત્રય કાર્ય છે. જેનાથી કાર્ય ન થાય તે કારણ તરીકે ગણના પામે નહિ. . . શ્રત કેટલું મેળવવું આવશ્યક છે?—એ કેયડાને ઉકેલ આમાંથી મળી રહે છે. આ રૌદ્રધ્યાન ટાળી શકાય અને ધર્મ-શુકલ ધ્યાનમાં પ્રવૃત્તિ કરી શકાય એટલું કૃત સાધકની પ્રાથમિક જરૂરિયાત મનાઈ છે. ૨૯
મુનિને એક મનોરથ એ હોય કે “કયારે હું કૃતસાગરને પાર પામું.” પણ સમગ્ર મૃતસાગરને પાર પામ કેટલાને શક્ય હોય? સમય, શક્તિ અને સંગેની મર્યાદા એ મને રથની સિદ્ધિની આડે નડતી હોય છે. તેથી સાધકને માટે કેયડે એ રહે છે કે કેટલું અને શું ભણવું ? આ મૂંઝવણના ઉકેલ માટે શાત્રે સાધકને શું અને કેટલું ભણવું? –એ ન કહેતાં આતંરાદ્ર ધ્યાન નિવારી ધર્મ-શુકલ ધ્યાનમાં પ્રવૃત્ત થઈ શકાય એટલું ૨૫. જ્ઞાનગર્ભિત વૈરાગ્યનાં લક્ષણોમાંનું એક આ છે: " चेष्टापरस्य वृत्तान्ते, मूकान्धबधिरोपमा । उत्साहः स्वगुणाभ्यासे, दुःस्थस्येव धनार्जने ॥'
–અધ્યાત્મસાર, અધિકાર છે, બ્લેક ૪૧ ૨૬. (1) માર્ચ જ નવાd, ન ત જ્ઞાનામતા ! –એજન, અધિકાર ૬, શ્લેક ૩૭. (૨) જુએ ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજત અધ્યાત્મોપનિષદ, શારગ
શુદ્ધિ, શ્લેક ૭૦-૭૧. ૨૭. બારમાંsswવ ચક્ષુદ્ધ, નાના-ચામાનમામિના જેવું નત્રયે જ્ઞાતિ-પ્રચારારજતા મુને !
-જ્ઞાનસાર, ૧૩ મું મૌનાષ્ટક, શ્લેક ૨. ૨૮. રચવરારોડપે મુળદ્, માવોપમનો મત ! સર્વથા માવહીનતુ, શ શેયો મવદ્ગતિ |
--વૈરાગ્યેક પલતા, સ્તબક , શ્લોક ૧૦૧૮. ૨૯. ઉપદેશપદ, ટીકા, ગાથા ૮૯૭.
Page #412
--------------------------------------------------------------------------
________________
સુ. શ્રી અમરેન્દ્રવિજયજી ઃ જ્ઞાન અને સ્વાનુભૂતિ—એક વિચારણા
૯૯
શ્રુત મેળવવાનું બહુમૂલ' સૂચન કર્યું' છે. પછી એ પાંચ ગ્રન્થા હો કે પિસ્તાલીસે આગમા હા કે માત્ર અષ્ટપ્રવચનમાતાનુ' જ જ્ઞાન હા. જો આ કાર્ય ન થતું હાય તા મહાનુ શ્રુત પણ ભારરૂપ સમજાવુ.૩૦ સમિતિ-ગુમિનું જ્ઞાન એટલે શું?
જે દયાવાન છે, કરુણા છે, નિ...ભ છે, ગુણગ્રાહી છે, તે ભલે એક પદ જ જાણતા હાય તાયે જ્ઞાની છે.૩૧
સમિતિનું જ્ઞાન એટલે ઈર્યા વગેરે સમિતિ કેમ જોવી, નજર નીચી જ ઢાળેલી રાખવી, ખેલતાં મુહપત્તિ મુખે રાખવી, કે પૂજવુ–પ્રમાજવુ' એટલે' જ માત્ર નહિ પણ એની પાછળ પ્રાણીમાત્ર પ્રત્યેના વાત્સલ્યથી ધખકતું હૈયું જરૂરી છે. સિતિ અને ગુપ્તિને પ્રવચનમાતા કહી. શાથી ? બીજાના સુખમાં પેાતાના હાથે કંઈ ખાધા ન આવે, કાઈને પીડા ન થઈ જાય, એવી કાળજીપૂર્વક જીવવું એ છે સમિતિના પ્રાણ; પ્રવચન (જિનશાસન ) જીવા પરના વાત્સલ્યથી ભરપૂર છે, જીવા પ્રત્યેના વાત્સલ્યમાંથી જન્મેલુ છે, અને જીવા પ્રત્યેના વાત્સલ્યથી ભરપૂર હૈયામાંથી એ ઉભળ્યું છે, માટે સના સુખની હિતની ચિંતાને પ્રવચનની માતા કહી.૩૨
સમિતિપૂર્ણાંકનું જીવન એટલે જગત સાથે પ્રેમ, સહાનુભૂતિ, સહકાર, સહિષ્ણુતાપૂર્વ કના જીવનવ્યવહાર.
ગુપ્તિ શું માગે છે ? પરમાં પ્રવૃત્ત થતાં મન, વાણી, દેહને ત્યાંથી પાછાં વાળી એકાંત અને મૌન દ્વારા નિજમાં ઉતારવાની પ્રક્રિયાના અભ્યાસ.
આ છે સમિતિ-ગુતિપૂર્ણાંકનું જીવન.
અધ્યયન વિના પણ જ્ઞાન પ્રાસ થઈ શકે ?
આવું વિશુદ્ધ જીવન હાય અને એની સાથે તત્ત્વદર્શીનની તીવ્ર જિજ્ઞાસા હોય તા જ્ઞાન આપે।આપ પ્રગટે છે. જેનુ' અંતઃકરણ નિર્મળ હેાય તે અલ્પ શ્રુતમાંથી પણ તત્ત્વભૂત વાત ગ્રહણ કરી લે છે.૩૩ સપ્ટેાગવશાત્ શ્રવણ કે વાચનની તક ન મળે, પરંતુ તત્ત્વ પામવાની તીવ્ર જિજ્ઞાસા હાય તા એવી વ્યક્તિને શ્રુત વિના પણ જ્ઞાન પ્રાપ્ત થઈ “ સાર લઘા વિષ્ણુ ભાર કહ્યો શ્રુત, ખર દૃષ્ટાંત પ્રમાણ; ''
૩૦.
૩૧.
૩૨.
૩૩.
ચિદાન દજી મહારાજ, निर्वाणपदमप्येकं, भाव्यते यन्मुहुर्मुहुः । तदेव ज्ञानमुत्कृष्टं निर्बन्धो नास्ति भूयसा ॥ —જ્ઞાનસાર, ૫ મું જ્ઞાનાષ્ટક, શ્લોક ૨.
प्रवचनस्य प्रसूतिहेतुत्वेन हितकारित्वेन च मातृत्वमवसेयम् ।
—પાડશક, ૨, શ્લોક ૮, ટીકા,
"... ते हि बहिर्बहुश्रुतमपठन्तोऽपि अतितीक्ष्णसूक्ष्मप्रज्ञतया बहुपाठकस्थूलप्रज्ञपुरुषानुपलब्धं तत्त्वમવવુષ્યન્ત કૃતિ । તવુò—
स्पृशन्ति शरवत्तीक्ष्णाः स्वल्पमन्तर्विशन्ति च ।
13
बहुस्पृशापि स्थूलेन स्थीयते बहिरश्मवत् ॥
—ઉપદેશપદ, ગાથા ૧૯૩, ટીકા,
Page #413
--------------------------------------------------------------------------
________________
૧૦૦
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહત્સવ-ગ્રંથ જાય.૩૪ વિશુદ્ધ અંતઃકરણમાં જ્ઞાનને પ્રકાશ આપોઆપ થાય છે. ૩૫
જ્ઞાન બહારથી જ મળે, એવું આપણું ચિત્તમાં વસી ગયું હોવાથી, કઈ મળે ત્યારે, એની જ્ઞાનમાં થયેલ પ્રગતિ જાણવા, આપણે પૂછીએ છીએ કે ન્યાય ભણ્યા? વ્યાકરણ કર્યું? આગમે કેટલા વાંચ્યા ? પણ એ તો જ્ઞાનપ્રાપ્તિનાં બહિરંગ સાધન છે. માત્ર શબ્દ, સૂત્રો કે સિદ્ધાંતને સંગ્રહ એ એક વસ્તુ છે અને ચેતનામાં તે અંકુરિત થઈ પાંગરે તથા તેના ફળ સ્વરૂપ શીલપર્યવસાયી પ્રજ્ઞા જન્મે તે જુદી જ વસ્તુ છે.
ગનું રહસ્ય સાધનાથી ખૂલે છે; કેવળ ગ્રન્થાના અધ્યયનથી જ્ઞાનની પૂર્ણતા પ્રાપ્ત થતી નથી. ધારે તે જાણી શકાય તે બધું તમે જાણી લીધું. પછી પણ તમને જણાશે કે એથીય વધુ મહત્ત્વનું કાંઈક તે જાણવાનું હજી બાકી જ છે. વધુ જાણવાની જરૂરિયાત તમને જણાયા જ કરશે; તમે કદીય એને છેડે નહિ મેળવી શકો.
શાસ્ત્રવચનને અર્થ કાઢવાની શક્તિ પણ કેવળ ન્યાય-વ્યાકરણના નૈપુણ્યથી નથી પ્રાપ્ત થતી.૩૬ શાસ્ત્રને મર્મ સાધનાથી મળે છે–ભાષાજ્ઞાન અલ્પ હોય તે પણ. “ચિંતનય વિષયમાં દત્તચિત્ત હોય તેને તેવા એક જ પ્રકારના ઉપગને લીધે વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ ભાસે છે. એ જ જ્ઞાન આ યોગમાર્ગમાં ઈષ્ટસિદ્ધિનું મુખ્ય અંગ છે. એ જ તત્ત્વજ્ઞાન છે અને તે અસપ્રવૃત્તિથી નિવૃત્તિ કરાવનારું બને છે.”૩૭
જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાનાવરણીય અને દર્શન મેહનીય કર્મના ક્ષપશમને અધીન છે, એનું નિમિત્ત મળતાં, શ્રત વિના પણ, જ્ઞાન પ્રગટી નીકળે છે. તત્ત્વજિજ્ઞાસાની જેમ, સાચા જ્ઞાનીની ભક્તિ-અહમાનાદિથી તેમ જ સુયોગ્ય ગુરુની સમર્પિત ભાવે ઉપાસના ૩૪. સુતામાપ મોડ (સુબ્રણા) સુમમાગવૃત્તિતઃ फलं कर्मक्षयाख्यं स्यात्परबोधनिबन्धनम् ॥
–ોગદષ્ટિસમુચ્ચય, બ્લોક ૫૪. ૩૫. समलो न विजानीते, मोक्षमार्ग यथास्थितम् । मलक्षये पुनस्तस्य मोक्षमार्गों यथास्थितः ॥
અત્ર તત્ર સ્થિત ચાષિ, ફોષ પ્રાતે ઉપમિતિભવપ્રપંચ કથા, પ્ર. ૮, શ્લ. ૯૦૩–૪. ૩૬. આ( ન્યાય-વ્યાકરણ)ના અધ્યયન પાછળ મુમુક્ષુએ સમય અને શક્તિ કેટલો ખરચવા
આવશ્યક ગણાય? મૂળ ધ્યેયની અપેક્ષાએ શાસ્ત્ર એ ૫ણુ સાધન છે. ભાષા–ન્યાય-વ્યાકરણનું અધ્યયન તે એ સાધનનું પણ સાધન માત્ર છે; શાસ્ત્રવચનેને સમજવા માટે તેનો ઉપયોગ છે. જિંદગીનાં અમૂલ્ય વર્ષે કેવળ આ અધ્યયનમાં ખર્ચાઈ જાય અને સાધક જીવનમાં ઉપયોગી બાબતનું-સાધનાનાં અંગેનું જ્ઞાન મેળવવા માટે પછી
અવકાશ ન રહે તે, એ સાધકજીવનની કેવી કરુણતા ગણાય ! ૩૭. " तग्गयचित्तस्स तहोवओगओ तत्तभासणं होइ । एवं एस्थ पहाणं अंगं खलु इसिद्धीए ।
gયે જી તરના અવવિત્તિવિરવિત્તિયંગળનમ્ ” –ાગશતક, ગાથા ૬૫, ૬ક. ૨૮. "प्रस्तुतबुद्धिधनानां उचितानपानादिसम्पादनपादधावनग्लानावस्थाप्रतिजागरणादिरूपया भक्त्या,
चिन्तारत्नकामदुघादिवस्तुभ्योऽपि समधिकादुपादेयपरिणामात् (बहुमानतः), एतेषामेव बुद्धिमतां अप्रदेषाद् (अमत्सराद् ईर्ष्यापरिहारलक्षणात ), प्रशंसातब्ध बुद्धिर्जायते ।" ।
—ઉપદેશપદ, ટીકા માયા ૧૬૨,
Page #414
--------------------------------------------------------------------------
________________
સુ. શ્રી અમરેન્દ્રવિજયજી ઃ જ્ઞાન અને સ્વાનુભૂતિ—એક વિચારણા
કરવાથી પણ જ્ઞાનપ્રાપ્તિ થાય છે.
આંતરિક નિ`ળતામાંથી જન્મતી આંતર સૂઝ વડે સાધક યોગ્ય ગુરુને પારખી શકે છે. જે ગુરુએ પેાતે શાસ્ત્રનું રહસ્ય મેળવ્યુ હોય અને મનઃશુદ્ધિ તથા ચિત્તસ્થય માટેની સાધનામાંથી પસાર થઈને અનુભવ પ્રાપ્ત કર્યા હાય, તે પેાતાના અનુયાયીવ ને સ્વાનુભૂતિજન્ય યથાયોગ્ય માદર્શન આપી શકે છે. એવા સમર્થ ગુરુનાં ૯ ચરણુ પકડનાર શિષ્ય, પેાતાને વિશેષ જ્ઞાન ન હેાવા છતાં, સરળતાથી આત્મવિકાસ સાધી શકે છે.
આ બધું સ્મૃતિમાં રાખી સાધક શ્રુતજ્ઞાનાર્જનની પ્રવૃત્તિ કરે. ટૂંકમાં, શ્રુતને મુખ્ય હેતુ ચિત્તવૃત્તિઓમાં પરિવર્તન લાવવાના છે, એ મૂળભૂત વાત એ ન વીસરે. ધ્રુતની મર્યાદા
શ્રુતથી-વાચન, શ્રાવણ કે શાસ્રાધ્યયનથી–આત્માનું પરાક્ષ જ્ઞાન મેળવી લઈ, એ જ પ્રાપ્તવ્ય છે અને તે (આત્મા) સિવાયનું બીજું બધું-રિદ્ધિએ સિદ્ધિએ કે શક્તિએ એ બધું-માથા ઉપરથી ઉતારેલ વાળ કે આંગળીથી જુદા કરેલા નખ તુલ્ય અસાર છે, એ વિચાર સ્થિર કરવા એ અધ્યયનનું પ્રથમ કાય છે.
એ પછીની જ્ઞાનની બીજી ભૂમિકા છે મુક્તિમાર્ગની સ્પષ્ટ સમજણુ. જ્ઞાનયેાગ, કર્મીચેાગ, ભક્તિયાગ, રાજયાગ, લયયાગ આદિ વિવિધ સાધના-પદ્ધતિએ અને તે સાથે ચિત્તની એકાગ્રતાની કેળવણી અર્થે ઉપયાગમાં લેવાતી અન્ય પ્રવૃતિઓનુ —જેવી કે જપ, નાદાનુસંધાન, શ્વાસેાશ્વાસનું નિરીક્ષણ, ચિત્તમાં ઊઠતા વિચારપ્રવાહનું તટસ્થ અવલેાકન વગેરેનું—જ્ઞાન સ`પાદન કરી, પેાતાની પ્રકૃતિ, સંચાગા અને સામર્થ્યને અનુરૂપ પ્રક્રિયા શેખી કાઢવી એ આ ભૂમિકાનાં શ્રવણ-વાચન-શાસ્ત્રાભ્યાસનુ' લક્ષ્ય હેાય. શ્રવણુ, ચિંતન અને વિમ દ્વારા મુમુક્ષુ જ્ઞાન અને ક્રિયાના હાર્દ સુધી પહોંચે છે. અંતિમ ધ્યેય સુધી પહેાંચાડનાર સાધનામાર્ગોમાંથી છેવટ કોઈ એકનુ પણુ અભ્રાંત દન સાધકે મેળવી લેવુ' જોઈ એ.
આ થઈ ૌદ્ધિક સમજની વાત. અહીં શાસ્ર અટકી જાય છે. આત્મતત્ત્વનું પરોક્ષ જ્ઞાન અને તેની (આત્મતત્ત્વની) પ્રાપ્તિનાં સાધના તે બતાવી દે છે; શ્રવણુ-વાચન અહીં સુધી પહેાંચાડે છે; આંગળી ચીંધી માગ બતાવી દે છે; પછીના પથ આપણે પોતે કાપવાના છે.૪૦ પછી ચાલવું આપણે રહ્યું; જે સાંભળ્યું, વાંચ્યુ ં તે જીવનમાં અનુભવવું રહ્યું.
૧૦૧
આ બંને કા` એકસાથે થતાં રહે છે; જેમ માર્ગ ઉપર થાડુ' ચાલીએ કે આગળ એક-બે ફૂલૉગ સુધીના રસ્તા દેખાતા જાય છે, એટલું આગળ ન વધીએ ત્યાં સુધી એની આગળના માર્ગ દેખાતા નથી.
૩૯.
૪.
સસંવિતિામનોવેશવાચિનો પુન્.......તાૌતિ ।
—યાગશાસ્ત્ર, ટીકા, પ્રસ્તાવ ૧૨, લેાક ૫૩ની અવતરણકા व्यापारः सर्वशास्त्राणां दिक्प्रदर्शनमेव हि । पारं तु प्रापयत्येकोऽनुभवो भववारिधेः ॥ अतीन्द्रियं परं ब्रह्म, विशुद्धानुभवं विना । शास्त्रयुक्ति शतेनाऽपि न गम्यं यद् बुधा जगुः ॥ —જ્ઞાનસાર, અનુભવાષ્ટક, શ્લોક ૨-૩.
Page #415
--------------------------------------------------------------------------
________________
૧૦૨
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રંથ આગમ, અનુમાન અને યોગાભ્યાસ એ ત્રણ વડે પિતાની બુદ્ધિને કેળવતો સાધક ઉત્તમ તત્વ પામી શકે.૪૫ આગમથી અર્થાત અનુભવીઓનાં વચનથી જે જાણ્યું તેને તર્ક દ્વારા વિશદતાથી સમજવા પ્રયત્ન કરે રહ્યો. સાથે ગાભ્યાસથી–પિતાના જાતઅનુભવથી–એની પ્રતીતિ મેળવતા જવાય તે અતીન્દ્રિય વસ્તુના નિશ્ચિત જ્ઞાન સુધી પહોંચાય. સિદ્ધાંત(theory)માં જે સાચું સમજાયું તેને પ્રગાત્મક રીતે ચકાસીને વ્યવહાર (Practice) માં પણ તે સાચું છે એવી પ્રતીતિ મેળવતાં આગળ વધવું જોઈએ.
આગમ અને તર્કથી જ્ઞાન મળે, પણ તે અધૂરું, એનાથી શંકાઓ અને સંશય ન ટળે; એ ટળે ધ્યાનજન્ય જાતઅનુભવથી.૪૨ જ્ઞાનપ્રાપ્તિની ભૂમિકાએ
જ્ઞાનની પ્રથમ ભૂમિકામાં સંસારની નિઃસારતા ઓઘથી સમજાય છે અને તેના નાશના ઉપાયની જાણકારી માટે મુમુક્ષુ શાસ્ત્ર અને ગુરુ અર્થાત્ એ માર્ગે જે પિતાનાથી આગળ ગયેલા છે તેમના તરફ વળે છે. અર્થાત્ આ ભૂમિકા આગમપ્રધાન છે.
બીજી ભૂમિકામાં શ્રવણ-વાચન સાથે વિચારણ-ચિંતન-મનન છે. આ ભૂમિકામાં તર્કની મુખ્યતા કહી શકાય. એથી અહીં, મુક્તિના ઉપાયોનું-જ્ઞાન અને કર્મનુંએટલે કે અનુષ્ઠાનનું નિર્મળ, અબ્રાંત જ્ઞાન લાધે છે.
જ્ઞાનની ત્રીજી અવસ્થાથી શ્રવણ-મનન સાથે યોગાભ્યાસજનિત જાતઅનુભવ ભળે છે. ચિત્તમાં વિચાર-વિમળને પૂર્વે વહેતો ધોધ અહીં શાંત થતો જાય છે. અશુભ સંકલ્પવિકલ્પ ઓછા રહે છે, અને કર્મકૃત વ્યક્તિત્વ સાથે પિતાની એકતારૂપ “અહ” ઓગળતે જાય છે. ચિત્તમાંથી વિચારને પ્રવાહ ઓસરતાં અહીં શાંતિને-સુખનેઆનંદને અનુભવ થાય છે. - સંકલ્પ-વિકલ્પની અલ્પતા અને “અહં'નું બહુધા અનુથાન–આ બેમાં વિકાસ થતાં સ્વાનુભવ માટેની ભૂમિકા તૈયાર થાય છે. પરિણામે, ચોથી ભૂમિકામાં સ્વાનુભૂતિની કંઈક ઝાંખી (glimpses) મળવા માંડે છે. પછી, કેઈક ધન્ય પળે, આત્માનું પ્રત્યક્ષ દર્શન લાધે છે, કે જે જીવન પ્રત્યેની સાધકની દષ્ટિમાં ધરમૂળનું પરિવર્તન લાવી દે છે; અવળી દષ્ટિ સવળી થઈ જાય છે.
પ્રારંભમાં ક્ષણવાર અને કવચિત્ કદાચિત પ્રાપ્ત થતા આ અનુભવ પછીની સાધના દ્વારા વધુ સુલભ (frequent) અને વધુ ટકાઉ થ અને અંતે સમાધિની એ અવસ્થાતુર્યાવસ્થા સહજ દશા બનવી એ છે અનુભવ પછીની જ્ઞાનની ભૂમિકાઓ. ૪. (૧) સામેનાનુમાન, યોગાખ્યાન જો ત્રિધા રજૂચણાં, મતે તસ્વમુત્તમમ્
–ગદૃષ્ટિસમુચ્ચય, લેક ૧૦૧. (૨) આગમ ને અનુમાનથી, વળી આનર ગુણગેહ રે; કરે જે તત્વવેષણ, તે પામે નહિં સંદેહ રે.
-શ્રીપાળરાસ, ખંડ ૪, ઢાળ ૭, ગાથા ૧૩. ૪૨. નિયોડતીયિાર્થહ્ય, યોગિન્નાનાદતે ન ! –ગદષ્ટિસમુચ્ચય, બ્લેક ૧૪૧.
WWW.jainelibrary.org
Page #416
--------------------------------------------------------------------------
________________
૧૦૩
મુ. શ્રી અમરેન્દ્રવિજયજી જ્ઞાન અને સ્વાનુભૂતિ–એક વિચારણા આપણી સાધનાનું લક્ષ્ય - આમ કમશ: સાધના કરતાં કરતાં આત્મતત્વનાં અપક્ષ દર્શન-સમાપત્તિ૪૩ સુધી પહોંચવું એ આપણી વર્તમાન ભૂમિકાનું લક્ષ્ય બનવું જોઈએ.
હા, એ માટે આપણા “અહંને-આપણું કર્મકૃત વ્યક્તિત્વ, જેને મહર્ષિ પતંજલિ “અસ્મિતા” કહે છે તેને—ઓગાળતાં રહેવું જોઈએ.
કર્મકૃત ભામાં “હું” બુદ્ધિ થવી એ મોહની જડ છે; એને અધીન જ મોહિની આખી બાજી નભે છે.૪૪
કર્મકૃત જે અવસ્થાઓ છે, તેમાં “હું” બુદ્ધિ ન થવી એ જાગૃતિ માગે છે. સ્વાનુભવ વિના નિત્યના જીવનવ્યવહારમાં આવી જાગૃતિને ટકાવી રાખવી એ કપરું કાર્ય છે. કેવળ બૌદ્ધિક પ્રતીતિથી દેહાત્મબુદ્ધિ ટળવી અસંભવપ્રાયઃ છે. એને માટે નિર્વિકલ્પ અવસ્થામાં આત્માનુભવ મેળવો રહ્યો.
જેમ શિલ્પી પોતે ધારે તે ટાંકણું ઉપાડી શકે છે અને પિતાની ઈચ્છાનુસાર તેને ઉપયોગ કરી પછી છે ત્યારે તેને બાજુએ મૂકી શકે છે, તેમ મુમુક્ષુ પોતાના મનરૂપી સાધનને પિતે ધારે ત્યારે અને તેટલે વખત ઉપગ કરી શકે અને છે ત્યારે એને બાજુએ મૂકી શકે એવી સ્થિતિ હેવી જોઈએ. એમાં જ્યારે એ પૂર્ણ સફળ થાય અને મનને તદ્દન સ્થગિત-શાંત કરી દે–ભલે એવી સ્થિતિ ક્ષણભર જેટલી હોય–ત્યારે સ્વાનુભૂતિજન્ય આત્મજ્ઞાન એને લાધે. શુષ્ક જ્ઞાન
તે વિના, “હું આત્મા....શુદ્ધ, બુદ્ધ, નિરંજન છું” એવી વાતો માત્ર પોપટપાઠ છે.૪૫ એની સ્થિતિ હોટલના વેઈટર (પિરસણિયા) જેવી છે. કેઈ અદ્યતન ઢબની હોટલમાં
જાયેલ પાટમાં, કડક ઈસ્ત્રીબંધ, ઊજળાં દૂધ જેવાં વસ્ત્રોમાં સજજ “વેઈટરો” દૂધપાક પીરસી રહ્યા હોય કે મધુર સડમવાળી વિવિધ વાનગીઓની રકાબીઓ (dishes) લઈને દેડાદોડ કરતા હોય તે જોઈ અબૂઝ ભિખારીને એમની સ્થિતિ સ્પૃહણીય-ઈચ્છવા ગ્યલાગે, પણ એમના અંતરમાં ડોકિયું કરી શકનાર, પાટમાં દૂધપાકને આસ્વાદ માણતા, ૪૩ સમાનિતઃ પના
–ગદષ્ટિસમુચ્ચય, ટીકા, બ્લેક ૬૪. ૪૪. બે વર્મકૃત મારા ઘરમાર્ચચેન ચાલ્મનો મિનાર તત્રામાડડમિનિવેશોદારોડé ચયા પતિ છે ममाऽहकारनामानौ सेनान्यौ तौ च तत्सुतौ । यदायतः सुदुर्भेदो मोहव्यूहः प्रवर्तते ॥
–તત્ત્વાનુશાસન, અધ્યાય ૧, બ્લેક ૧૫, ૧૩. - ૪૫. (૧) ગૌ સૌ જન ચિર ફોત નહીં છીન, ઝિમ વીવો પાન;
वेद भण्यो पण शठ ( मूर्ख), पोथी थोथी जाण रे. * ઘટ ઘટ મો નહી, ગૌ સૌ અનુભવજ્ઞાન.
–ચિદાનંદજી મહારાજ. (૨) અવયવ સવિ સુંદર હાયે દેહે, નાકે દીસે ચાઠો; પ્રથજ્ઞાન અનુભવ વિણ તેહવું, શુક જિત્યે મુખપાઠ રે.
–ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ.
Page #417
--------------------------------------------------------------------------
________________
૧૦૪
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ સહૃદયી મહેમાનને તો તેમની (વેઈટરોની) સ્થિતિ દયામણી જ લાગેઃ બિચારે મણુબંધ દૂધપાકની હેરફેર કરતો હોય પણ એને પિતાને તે એ દૂધપાકનો સ્વાદ નસીબમાં જ નહિ ! જ્ઞાનીની નજરે એવી જ કરુણ સ્થિતિ છે શુષ્કજ્ઞાનીની.૪૬
શ્રતના રસાસ્વાદ માટે અનુભવરૂપ જીભ જોઈએ,૪૭ બુદ્ધિની કડછીથી એના રસને આસ્વાદ ન મળે; એથી તે માત્ર શ્રતની હેરફેર જ થાય. અનુભવ
શ્રત એ જ્ઞાનને પડછાય છે. પડછાયે કામ ન કરી શકે કાર્ય કરનાર તે પડછાયાનું ઉદ્ભવ સ્થાન–અનુભવ–જ છે.૮ અનુભવનું વચન એ આગમ છે. શા અનુભવમાંથી જમ્યાં છે, શાસ્ત્રવચને પાછળ અનુભવનું બળ છે, તેથી તે શ્રદ્ધેય, આદેય અને અનુસરણીય બન્યાં છે. એકલાં વચન પકડીએ તેથી એને આત્મા–શ્રતનું રહસ્ય-ન પમાય. પડછાયાને પકડવાથી એનાં હલનચલન ઉપર કાબુ નથી મેળવી શકાતે; પડછાયો જેને છે તેને પકડે તે પડછાયે આપોઆપ પકડાઈ જાય છે.
નિજાનંદને એક વાર–ભલે ક્ષણભર પણ–અનુભવ મળવો જોઈએ. નિજને નિર. તિશય આનંદ મેળવ્યા પછી વિષયે (ઈન્દ્રિયેનાં ભેગો) યથાર્થ પણે નીરસ લાગે છે.૪૯ અને સર્વ પુદ્ગલ-ખેલ ઈંદ્રજાળ સમ સમજાય છે. આવા આત્મજ્ઞાનીને મન જગતના બનાવોનું મહત્ત્વ સ્વપ્નના બનાવથી કંઈ અધિક રહેતું નથી.૫૦ - બૌદ્ધિક પ્રતીતિ વિચારમાંથી જન્મે છે, પણ વિચાર પોતે જ અવિદ્યા ઉપર નિર્ભર ૫૧
रसभाजनमें रहत द्रव्य नित, नहि तस रस पहिचान; तिम श्रुतपाठी पंडितकुं पण, प्रवचन कहत अज्ञान रे. घटमें प्रगट भयो नहीं, जो लौं अनुभवज्ञान.
ચિદાનંદજી મહારાજ માં ન નાવ રાક્ષી જmદિની વિરાસ્તાવિકોશનુમાનિધ્રયા છે
–જ્ઞાનસાર, અનુભવાષ્ટક, લેક ૫. दृढाज्ञानमयीं शङ्कामेनामपनि नीषवः । अध्यात्मशास्त्रमिच्छन्ति, श्रोतुं वैराग्यकाक्षिणः ॥ दिशः प्रदर्शकं शाखा-चन्द्र न्यायेन तत्पुनः । प्रत्यक्षविषयां शङ्कां, न हि हन्ति परोक्षधीः ॥ श्रुत्वा मत्वा मुहः स्मृत्वा, साक्ष दनुभवन्ति ये । तत्त्वं न बन्धधीस्तेषः-मात्माऽबन्धः प्रकाशते ॥
–અધ્યાત્મસાર, પ્રસ્તાવ ૬, શ્લેક ૭૪, ૧૭૫, ૧૭૭. (૧) વચનં તમાકૃતથી જ તારિવમ્ ! –ોગદષ્ટિસમુચ્ચય, લેક ૬૯. (૨) ર ર દરામતવર્ણ, રતિનિવર્તિતે –અધ્યાત્મોપનિષદ્દ, જ્ઞાનયેગ, બ્લેક ૪ (૧) આતમજ્ઞાને મગન જે, સ સબ પુદગલ બેલ; ઈન્દ્રજાળ કરી લેખ, મીલે ન તિહાં મનમેલ.
-સમાધિશતક. (૨) ગામાને મુનિર્મન, સર્વ પુસ્ત્રવિષ્યમનગાઋત્તિ, નૈવ તત્રાનરસે છે.
–અધ્યાત્મપનિષદ્દ, જ્ઞાનયેગ, શ્લોક ૬. ૫૧. विकल्पकल्पनाशिल्पं, प्रायोऽविद्याविनिर्मितम् ।
ટી—“વિશHI:” અવિરવા ગય વિશાચ, તેના કલ્પનાહ શિવું, “પ્રાયો' વહુન્શન, “નિશાવિનિર્મિત” જ્ઞાનાવરણીસાવિમલંગનેતન્. –કાત્રિ શઠાત્રિશિકા, ૨૩, શ્લેક ૬.
૪૬.
Page #418
--------------------------------------------------------------------------
________________
૧૦૫
છે; એટલે વિચાર શાંત થાય ત્યારે જ અનુભવ મળે.પર મનની ઉપશાંત અવસ્થા કે તેના નાશ એ ઉન્મની અવસ્થા છે. અને ઉન્મની અવસ્થામાં અનુભવ મળે છે. માટે આત્મજ્ઞાનની અનુભવની પ્રાપ્તિ ઇચ્છતા મુમુક્ષુએ પ્રથમ ચંચળ ચિત્તને પેાતાની ઇચ્છાનુસાર પ્રવર્તાવવાનું સામર્થ્ય મેળવવું રહ્યું; પછી એકાગ્ર બનેલ એ ચિત્તને આત્મવિચારમાં જોડી એને નાશ કરવા જોઈએ.પણ મેહનાશના આ અમેઘ ઉપાય છે.પ૪ શું વતમાન કાળે આત્માનુભવ મેળવી શકાય ?
અને સ્વાનુભૂતિ આ જીવનમાં ન જ મળે એવું નથી; આપણા નિકટના કાળમાં થઈ ગયેલ ઉપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજ, ઉપાધ્યાય શ્રી માનવિજયજી વાચક, મહાયેાગી આનદઘનજી અને ચિદાનંદજી મહારાજે પેાતાને અનુભવ પ્રાપ્ત થયાના સ્પષ્ટ ઉલ્લેખેા કર્યા છે :
:
સુ.
શ્રી અમરેન્દ્રવિજયજી : જ્ઞાન અને સ્વાનુભૂતિ—એક વિચારણા
• ૧૪
(૧) “ માહરે તે। ગુરુચરણ પસાયે, અનુભવ દિલમાં પેઢા;
ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાંહી, આતમ રતિ હુઇ બેઠો રે.. ”૫૫
(૨)
પર.
૫૩
૫૪.
૫૫.
“ અજિત જિનેસર ચરણુની સેવા હેત્રાએ હું હળી;
કહીએ અણુચાખ્યા પણુ અનુભવ–રસના ટાણા મીલીયા.
(6
—ઉપાધ્યાય શ્રી યશાવિજયજી મદ્યારાજ, શ્રીપાળરાસ, ખંડ ૪, ઢાળ ૧૩
(૧)જપના શિવૃવિશ્રાંતે તુચવાનુમથો દશા ! —અધ્યાત્મપનિષદ્, જ્ઞાનયેાગ, બ્લેક ૨૪. (૨) નટે મનાલ સમન્તાત, સ∞ વિયં ચ સર્વતો ચાલે ।
निष्कलमुदेति तत्त्वं, निर्वातस्थायि दीप इव ॥
टीका - नष्टे भस्मछन्नाभिवत्समन्ततस्तिरोहिते मनसि । तथा सह कलाभिश्चि तास्मृत्यादिरूपाभिवर्तते यत्तत्सकलं तस्मिन् जलप्रवाहालाक्तिवह्निवद्विलयं क्षयमुपगते सति तत्त्वमात्मज्ञानरूपं निष्कलं कर्मकलाविनिर्मुक्तमुदेति । —યાયશાસ્ત્ર સટીક, પ્રસ્તાવ ૧૨, ક્લાક ૩૬. विक्षिप्ताच्चेतसः स्वाभाविकाद्यातायातं चित्तमभ्यस्येत्, ततोऽपि विश्विष्टं ततोऽपि च सुलीनं, एवं पुनः पुनरभ्यासान्निरालम्बं ध्यानं भवेत् । ततः समरसभावप्राप्तेः परमानन्दमनुभवति । —યોગશાસ્ત્ર, પ્રકાશ ૧૨, શ્લોક ૫, ટીકા, ( ચિત્તની વિક્ષિપ્તાદિ અવસ્થાનું વર્ણન શ્લોક રૂપ માં કર્યુ. છે. ) (૧) બા ંથૈવવાÄ, યવાન દિચિદ્ધિચિન્તયેન્યત્ । अनुपनतेन्धनवहूनिव दुपशान्तं स्यात्तदा चेतः ॥
""
शान्ते मनसि ज्योतिः प्रकाशते शान्तमात्मनः सहजम् । भस्मीभवत्यविद्या, मोहध्वान्तं विलयमेति ॥
(૧)
***
""
(૨) વહીવદ્યાવિદ્યા જોઢેન્દ્રિયવત્રા હા
अमनस्कफले दृष्टे नश्यति सर्वप्रकारेण ॥ ——યામશાસ્ત્ર, પ્ર. ૧૨ લેક ૪૦૦ જિનગુણુ ચંદ કિરનસુ: ઉમગ્યે, સહજ સમુદ્ર અથાગ; ધ્યાતા ધ્યેય ભયે દાઉ એકહુ, મીટો ભેદ કે ભાગ.”
—ઉપાધ્યાય શાવિજયજી : ચન્દ્રપ્રભજિનસ્તવન.
--અધ્યાત્મસાર, અનુભવાધિકાર, શ્લોક ૧૭, ૧૯
મનાવા ।
Page #419
--------------------------------------------------------------------------
________________
૧૦૬
(3)
પ.
૫૭.
પ્રભુની મહેરે તે રસ ચાખ્યા, અંતરંગ સુખ પામ્યા; માનવિજય વાચક ઈમ જ`પે, હુએ મુજ મન કામ્યા.”
“ અવધુ અનુભવ મતિ મેરી આતમ
આજે પણ એવી વિરલ ોઈ એ. જે એમણે મેળવ્યું ચેાગ્ય દિશાના પુરુષા ની.
સાધના અને પ્રેરણા
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ મહેાત્સવ-અધ
– અજિતનાજિનરતવન (ઉપાધ્યાય શ્રી માનવિજયજીકૃત ચેાવીસી ) કલિકા જાગી, સમરન લાગી...
અનુભવરસમેં રાગ ન શાગા, લેાકવાદ સખ મેટા; કેવળ અચલ અનાદિ શિવશ કર ભેટા. વધુ ૩ વર્ષોંધ્યું સમુદ્ર સમાની, ખબર ન પાવે. કાઈ, આનધન હૈ ચૈાતિસભાવે, અલખ કહાવે સાઈ, અવધુ૦ ૪
અનુભવ જ્યાતિ જગી છે હૈયે અમારે એ, અનુભવ જ્યાતિ જગી છે.
પ્રથમ તેા નિધાન આપણી પાસે જ પડ્યું' છે, એનુ ભાન થવું જોઈએ. અને પછી એના સાધનનું જ્ઞાન મેળવી એની સાધનામાં લાગી જવુ જોઈએ. સાધન છે સ્થિરતા.૫૬ સ્વાનુભવ માટે પ્રગાઢ શાંતિમાં સ્થિત થવુ જોઈ એ. પાત્રની સ્થિરતા વિના તેની અંદરની વસ્તુ સ્થિર ન થઈ શકે, માટે આત્મદ્રવ્યની સ્થિરતા આવે તે પહેલાં શરીર અને મન સ્થિર થયેલાં હાવાં જરૂરી છે. તેથી મનરોધના અભ્યાસ આવશ્યક થઈ પડે છે.
સ્વાનુભૂતિ અને સમયક્ત્વ સંકળાયેલાં છે.૫૭
—ચિદાનંદ મહેતિરી, ૫૬ ૫૫.
તે
વ્યક્તિએ નહિ હાય એમ નહિ, એમને પારખવાની દૃષ્ટિ આપણે પણ મેળવી શકીએ છીએ; જરૂર છે એ માટેના
આન ધનજી મહારાજ,
(૨) ગુરુપ્રસાદ તિમતિ પાર્ક, તામે મન લગે। લીન; ચિદાન ધન અબ હુઈ ખેડે, કાહુકે નહિ ાધિન. ૧ ઘટ પ્રગટી સર્વિ સોંપદા હા. ઈન્દ્રાણી સમતા પવિ ધીરજ, જસ ટ જ્ઞાન વિમાન; જન્મ સમાધિ–નંદનવનમે ખેલે, તબ હમ ઇન્દ્ર સમાન. ચિંતામણિ સુરતરુ સુરધેનુ, કામલશ ભયેા પાસ; અષ્ટ મહાસિદ્ધિ, નવ નિધિ નિરખે, આપ મે' આપ વિલાસ ૧૨ વાચક જવિજયે ઈમ દાખી, આતમ સાખિ હિ; ભાખી સદ્ગુરુ અનુભવ ચાખી, રાખીયે કરી ધનવૃદ્ધિ. ૧૫ वत्स ! कि चञ्चलस्वान्तो भ्रान्त्वा भ्रान्त्वा विषीदसि ।
निधि स्वसंनिधावेव स्थिरता दर्शयिष्यति ॥
(૧) સમતિ દ્વાર ગભારે પેસતાં છ,
૨
—-જ્ઞાનસાર, સ્થિરતાઅષ્ટક, શ્લોક ૧.
ભુંગળ ભાંગી આવે કષાયની ૭, મિથ્યાત્વમેહની સાંકળ સાથે રે; ખાર ઊધાડાં શમ—સંવેગનાં જી, અનુભવ ભવને પેઢા નાથ રે,
Page #420
--------------------------------------------------------------------------
________________
મુ. શ્રી અમરેન્દ્રવિજયજી જ્ઞાન અને સ્વાનુભૂતિ એક વિચારણા
૧૭ જ્ઞાન સહિત ક્રિયા એટલે જે ક્રિયામાં શ્રત ઉપરાંત પિતાની આત્માની સ્વાનુભવજન્ય પ્રતીતિ ભળી હેય તે.૫૮ એ જ્ઞાની શ્વાસે શ્વાસમાં એટલી કર્મનિજર કરી શકે જે અજ્ઞાની પૂર્વ ક્રિોડ વર્ષ સુધીમાં પણ માંડ કરે. આવી વિપુલ કર્મનિર્જરી કરાવી આપનાર એવું જ્ઞાન મેળવવા પ્રત્યે ઉદાસીન રહેનાર મુમુક્ષુને સંગ તીવ્ર ગણાય ખરે?
જે જ્ઞાન વિના વિપુલ શ્રુતજ્ઞાન પણ “હું” જ રહે છે, એ અનુભવજ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રત્યેક મુમુક્ષુને કેવું આકર્ષણ હોય! અને તેમાંયે આત્મસાધના કાજે જ જેણે ભેખ લીધે તેને તે એની પ્રાપ્તિ માટે કેવી તાલાવેલી હાય ! તે શું માત્ર શાસ્ત્રજ્ઞાનથી સંતોષ માની નિરાંત અનુભવી શકે ખરે ૫૯
ભાવી ગણધરના આત્માના ધર્મગુરુ થવાનું સૌભાગ્ય જેમને સાંપડ્યું છે, તે “ કલિકાલસર્વજ્ઞ” આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે વિવેકશીલ મુમુક્ષુને સ્વાનુભવ પૂર્ણ જે સલાહ આપી છે, અને ભાવી ગણધર થનાર આત્માએ જેનું અનન્ય ભાવે અનુસરણ કર્યું છે, તે આપણે અહીં જઈશું?૬૧ આ રહી તે સલાહ
જે કંઈ દુઃખ છે તે આત્મજ્ઞાન રહિતને છે. આત્માના અજ્ઞાનજનિત તે દુઃખ અજ્ઞાનના પ્રતિપક્ષી આત્મજ્ઞાનથી શમે છે, નાશ પામે છે; જેમ પ્રકાશથી અંધકાર.”
કર્મને ક્ષય તે તપથી થાય, તો પછી આત્મજ્ઞાનને આટલું મહત્ત્વ શા માટે?” –એ શંકાનું નિરસન કરતાં તેઓ કહે છે કે “બીજાં અનુષ્ઠાનની વાત તે દૂર રહી, જેને તમે નિર્જરાનું મુખ્ય કારણ કહે છે તે તપથી પણ, આત્માના અજ્ઞાનમાંથી જન્મેલ
(૨) પિતાને અનુભવ લાધ્યાના ઉદ્દગારની સાથે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ
ઉગે સમકિત રવિ ઝહલતા, ભરમતિમિર સવિ નાઠો.
હર અનુભવ જોર હતા જે મોહમલ્લ જગડે, પરિપર તેહના મર્મ દેખાવી, ભારે કાલે બેઠો રે. અનુભવગુણ આ નિજ અંગે, મિટો રૂપ નિજ માઠે.
–શ્રીપાળરાસ, ખંડ જ, ઢાળ ૧૦.
૫૮.
૫૯
આતમ દરિસણ જેણે કર્યું, તેણે મૂવો (ઢાંક્યો) ભવભયકૂપ રે. ક્ષણ અર્થે જે અઘ ટલે, તે ન ટલે ભવની કેડી રે, તપસ્યા કરતાં અતિ ઘણું, નહિ જ્ઞાન તણું છે જેડી રે.
–શ્રીપાળરાસ, ખંડ ૪, ઢાળ ૭, ૩–૧૮. अधिगत्याखिलं शब्दबह्म शास्त्रशा मुनिः ।। स्वसंवेद्यं परं बह्मानुभवेनाऽधिगच्छति ॥
–નાનસાર, અનુભવાષ્ટક, બ્લેક ૮. કુમારપાળ મહારાજાના. " या शास्त्रात्सुगुरोर्मुखादनुभवाचाज्ञायि किञ्चित् कचित् , योगस्योपनिषद्विवेकिपरिषञ्चेतश्वमरकारिणी।
श्रीचौलुक्यकुमारपालनृपतेरत्यर्थमभ्यर्थना-दाचार्येण निवेशिता पथि गिरी श्रीहेमचन्द्रेण सा ॥ રી–મામવાવ = દાનતા –મેગશાસ્ત્ર, પ્રસ્તાવ ૧૨, શ્લોક ૫૫
Page #421
--------------------------------------------------------------------------
________________
૧૦૮
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણ મહત્સવ-2ધ દુઃખ આત્મવિજ્ઞાનવિનાનાઓથી છેદી શકાતું નથી, કારણ કે જ્ઞાન વિનાના તપનું ફળ નહિવત છે.”
: “માટે, બીજી બધી આળપંપાળ મૂકી દઈને રત્નત્રયના પ્રાણભૂત આત્મજ્ઞાન માટે પ્રયત્ન કરવો જોઈએ. અને...સ્વાનુભૂતિનું જ નામ આત્મજ્ઞાન છે; આત્મજ્ઞાન એ એનાથી જુદી કઈ ચીજ નથી.”૬૨
અને તે (અનુભવ) અસંભવિત છે એવુંયે નથી. જાતની કીતિ કે યશોગાથાની ખેવના જેવી પિતાની ક્ષુદ્ર કામનાઓની તૃપ્તિ માટે જેટલી મહેનત માણસ કરે છે, તેના કરતાં આ પ્રયાસ વધારે મુશ્કેલીભર્યો નથી. આમાં તે પોતાના મન જોડે જ યુદ્ધ કરવાનું છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના “gi ગિળેઝ અપાળ, સમે વરણી નમો’ ૬૩ એ સૂત્રને પિતાને જીવનમંત્ર બનાવી દઈ સર્વત્ર વીખરાયેલી પિતાની ચિત્તવૃત્તિઓનો નિરોધ કરી, ચિત્તને એકાગ્ર કરવાને અભ્યાસ રાખવાને છે,”૬૪ જેથી ઈચ્છાનુસાર તેને સ્વરૂપમાં જોડી શકાય અને, ત્યાં એને લય કરવા દ્વારા, આત્માનું અપક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા લાધે.
પ્રારંભમાં એ કામ નીરસ અને નિષ્ફળ લાગે છે, પણ સંકલ્પબળને આધાર લઈને, અનેક વારની નિષ્ફળતાઓને અવગણીને, ખંત અને વણથંભ્યા અથાક પ્રયત્નથી તેને જ કાબુમાં લેવાનું છે. આ કાર્ય જે પાર ઉતારે છે તેનું જીવન પ્રસન્નતાથી સભર બની રહે છે; માનવજીવનનું ખરું ફળ મેળવી તે કૃતાર્થ બની જાય છે. - “આ માર્ગે જનાર માટે એક ઉત્સાહપ્રેરક હકીકત એ છે કે આ કાર્યમાં સાધકને સદા પિતાની હૃદયગુફામાં બિરાજમાન પરમગુરુ” તરફથી ગુપ્ત રીતે પ્રેરણા, માર્ગ, દર્શન અને સહાય મળતાં જ રહે છે. આ એક નક્કર હકીકત ( fact) છે એ અનુભવ આ માર્ગે ચેડાંક જ પગલાં મૂકનારને થયા વિના નથી રહેતો. પછી તે તેનું કામ એટલું જ રહે છે કે એ અવાજ સાંભળવા સદા સજાગ રહી પૂરી શ્રદ્ધાથી એનું અનુ. સરણ કરવું.”૬૫
અમદાવાદ વિ. સં. ૨૨૩; ૫ ૫ શુકલા ૧૨, - તા. ૨૩ ૨-૭ ૬૨. “મારમાર જમવં સુલતાનને ઇંતે . તરસાડથર વિજ્ઞાનીૌછેતું ન શયતે |
टीका-इह सर्व दुःखमनारनविदा भवति, तदात्माज्ञानभवं प्रतिपक्षभूतेनात्मज्ञानेन शाम्यति
યમુનયતિ, તમ વ વારો . નનું કર્મક્ષયદેતુઃ પ્રધાન તા ૩ .• • યાદૃ, તવરાપિ आस्तामन्येनानु ठानेन तदात्माज्ञानभवं दुःखमाल वेज्ञ नहीनैर्नच्छेतुं शक्यते, ज्ञानमन्तरेण तपसोऽल्पफलत्वात् । .... तत् स्थितमेतत् --- बाद्य विषयव्य मोहमपहाय रत्नत्रयसर्वस्वभूते અરમાને પ્રતિત કર્યું .અજ્ઞાનં ૨ ... માનઃ વિટૂચ સ્વસંવેદનમેવ મૃતે, તોડવાના નં નામ ”
–સટીક રોગશાસ્ત્ર, પ્રકાશ ૪, શ્લોક ૩. પિતાની જાત ઉપર જય મેળવ, એ તારે પરમ વિજય બની રહેશે. બીજા બધા
વિ એની આગળ ફિક્કા લાગશે.” ૬૪-૬૫ “અનામી' ઉપનામથી લેખકે લખેલ એક લેખ “પાયાનું કામ” (“ધર્મચક',
જૂન ૧૯૬૨)માંથી.
Page #422
--------------------------------------------------------------------------
________________
વિદ્યાર્થી અને શિક્ષકની યોગ્યતા અને અયોગ્યતાની ભૂમિકા
લેખિકાઃ પૂજ્ય સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીજી
જગત આખામાં જ્યાં સુધી વિદ્યાની પ્રાપ્તિ કરનારા વિદ્યાર્થીઓ કે શિષ્ય છે, ત્યાં સુધી તેમને વિદ્યાની પ્રાપ્તિમાં નિમિત્ત બનનારા આચાર્યો, ઉપાધ્યાયે, અધ્યાપકો કે પ્રોફેસરો હોવાના; અને જ્યાં સુધી કઈ પણ પ્રકારની વિદ્યા હયાત છે તથા તેને મેળવવાની પ્રવૃત્તિ ચાલુ છે, ત્યાં સુધી વિદ્યાર્થીઓ પણ રહેવાના છે. આ રીતે વિચાર કરતાં વિદ્યા, વિદ્યાથએ અને તેમને શીખવનારા એ ત્રણેને સંબંધ અનિવાર્યપણે રહેવાને.
વિદ્યા, જે બીજાના કોઠામાં છે, તેને પિતાના કોઠામાં લાવવી એ કાંઈ સહેલું કામ નથી. પ્રથમ તે વિદ્યાની પ્રાપ્તિ માટે વિદ્યાથી ચગ્ય ભૂમિકા ધરાવે છે કે કેમ?—એ હકીકત ખાસ જોવી પડે છે. એ જોવા માટે ઉંમર, ઉત્તરોત્તર વર્ગોમાં ચડતી થવી, એ જેવા કરતાં વિદ્યાથીની મને ભૂમિકા વિદ્યા મેળવવાને ગ્ય છે કે કેમ?—એ વિશેષપણે તપાસવું જોઈએ. વળી, જે રીતે વિદ્યાર્થીની મનોભૂમિકા તપાસવી પડે છે એ જ રીતે વિદ્યા શીખવનાર અધ્યાપક કે પ્રોફેસર યા શિક્ષકની મનેભૂમિકા પણ વિદ્યા આપવાને લાયક છે કે નહિ?–એ પણ તપાસવું એટલું જ જરૂરી છે.
આ અંગે પ્રાચીન અનુભવી આચાર્યોએ ઘણા ઘણા વિદ્યાથીઓના સંસર્ગમાં આવી, તેમની ચિત્તસ્થિતિને અભ્યાસ કરી, અમુક જાતનું તારણ કાઢીને જણાવેલ કે વિદ્યાથીની અમુક જાતની મને ભૂમિકા હોય તે તે વિદ્યા લેવાનો અધિકારી છે અને વિદ્યાને શીખવનાર પણ અમુક એક વિશેષ પ્રકારની ભૂમિકા ધરાવતો હોય તો તે વિદ્યાને શીખવવાને અધિકારી છે. જેન આગમ શ્રી નંદિસૂત્રમાં અને આવશ્યક સૂત્રમાં આ અંગે ખાસ ચર્ચા આવે છે. આમ તે નંદિસૂત્રને મુખ્ય વિષય જ્ઞાનની ચર્ચા છે તથા આવશ્યક સૂત્રને મુખ્ય વિષય આવશ્યકની ચર્ચા છે, તેમ છતાં શાસ્ત્રકારે શાસ્ત્રને પ્રારંભ કરતાં જ વિદ્યાથીની અને આચાર્યની કેવી મનોભૂમિકા હોવી જોઈએ એ અંગે કેટલાંક લૌકિક ઉદાહરણ તથા કથાઓ આપીને ઘણી સ્પષ્ટ અને સૌને સમજાય તે રીતે જે હકીકત જણાવેલ છે તે અંગે અહીં સંક્ષેપમાં લખવાની વૃત્તિ છે.
Page #423
--------------------------------------------------------------------------
________________
૧૦
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ -મહાત્સવ-ગ્રંથ
વિદ્યા એટલે કેવળ ગેાખણપટ્ટી નથી, તેમ કેવળ શુષ્ક વિચારસરણી પાર્ટનું સ્મરણમાત્ર પણ નથી; માનવના જીવનઘડતરમાં વિદ્યાના અસાધારણ ફાળે છે એટલે જ શાસ્ત્રકારે વિદ્યાથી અને આચાર્યંની મનોભૂમિકા વિષે ચર્ચા કરેલ છે.
શરૂઆતમાં ચેગ્ય ને અચેાગ્ય વિદ્યાથીની મનેભૂમિકા વિષે ચર્ચા આવે છેઃ—
નરમ કાળી માટી હાય અને તેની ઉપર સાધારણ વરસાદ પડે તાપણુ એની અસર કાળી માટીમાં ઊંડે સુધી પહેાંચે છે, તે જ રીતે વિદ્યાથી નરમ હાય તા જ તેના ઉપર વિદ્યાની અસર ઉત્તમ રીતે થાય છે. નરમ એટલે નમ્ર, સરળ અને આચાર્ય-પ્રેફેસરની વિદ્યાપ્રાપ્તિ સાથે સંબંધ ધરાવતી આજ્ઞાને વશવતી' હાય, સ્વચ્છંદી નહી', એટલે વિદ્યાથી'ની મનેાભૂમિકા સૌથી પ્રથમ નમ્રતાયુક્ત હોવી જોઈ એ. ચેાગ્ય વિદ્યાથી નું પ્રથમ લક્ષણ નમ્રતા છે.
એથી ઊલટી ભૂમિકાવાળા વિદ્યાથી વિદ્યાપ્રાપ્તિ માટે અયેાગ્ય લેખાય છે, જેમ કાળમીઢ પથ્થર ઉપર ગમે તેટલા વરસાદ પડે તેપણ તે ઉપરથી ભલે પલળેલેા દેખાય પણ અંદરથી ભીંજાતા નથી, એ જ રીતે જે વિદ્યાથી અત્યંત દુરાગ્રહી, અકડ-અભિમાની હાય તે બહારથી ભલે હેાંશિયાર દેખાતા હોય યા વાચાળ હાય, છતાં તેના ચિત્ત ઉપર વિદ્યાની કાંઈ અસર થતી નથી. આ જાતના વિદ્યાથી વિદ્યાની પ્રાપ્તિ માટે યેાગ્ય ન ગણાય.
ઘડા કાણા હાય, કાંઠા ભાગેલા હાય, તો તેમાં પાણી ખરાખર ટકતું નથી; ઘેાડું. ઘણું ટકે પણ સરવાળે તે એ પણ નીકળી જાય છે, તેમ જે વિદ્યાથી' ચ'ચળતાને લીધે કાણા કે કાંડાભાંગલા ઘડા જેવા હાય તેના ચિત્તમાં વિદ્યા સ્થિરપણે જામી શકતી નથી, અને જે થાડીઘણી વિદ્યા મેળવેલી હાય તે પણ સરવાળે—એટલે કે પાસ થવાનું કામ પતે એટલે—ચાલી જાય છે. આ જાતના વિદ્યાથી વિદ્યા માટે અયેાગ્ય છે.
જે ઘડા તદન સારા-સાજો હેાય તેમાં પાણી ભરે। તેા ટીપુંય અહાર જશે નહીં, તેમ જે વિદ્યાથી સ્થિરતાવાળા અને એકલક્ષી હાય તેના ચિત્તમાં પડેલી વિદ્યા જીવનપર્યંત સ્થિર રહે છે અને જરા પણ નકામી બનતી નથી. આવા વિદ્યાથી વિદ્યાપ્રાપ્તિ માટે યેાગ્ય ગણાય.
કેટલાક વિદ્યાથી ચાલણી જેવા હેાય છે. જેમ ચાલણીમાં ટીપુ પણ પાણી ટકી શકે નહીં, તેમ ચાલણી જેવા ચંચળ મનના વિદ્યાથી ગુરુ પાસે ભલે કાન દઈને પાઠ સાંભળે, પણ તે પાઠ તેના મનમાં જરા પણ ટકવાનેા નથી, પણ વર્ગની બહાર આવતાં જ તે કહેશે કે વમાં હું શું ભણ્યા એની મને ખખર જ નથી. આવા વિદ્યાથી વિદ્યા માટે અનધિકારી છે.
નેતરનું ઘટ્ટ રીતે ગૂંથેલું પાત્ર હાય, તેમાંથી જેમ ટીપું પણ પાણી ટપકતું નથી તેમ જે વિદ્યાર્થીની મનોભૂમિકા વિદ્યા મેળવવા ઉત્સાહ સાથે એકાગ્ર બની હાય તેમાંથી આચાર્ય કે શિક્ષકે શીખવેલ એક પણ હકીકત બહાર ચાલી જતી નથી. આવેા છાત્ર વિદ્યાપ્રાપ્તિના અધિકારી કહેવાય.
કેટલાક વિદ્યાથીએ ઘી કે ચા ગળવાની ગળણી જેવા હેાય છે. ગળણીમાં જેમ ધીને મેલ-કીટુ` કે ચાના કૂચા જ ભરાઈ રહે પણ તત્ત્વરૂપ ઘી કે સુગંધી મીઠો ચા બહાર ચાલ્યા જાય, તેમ આચાર્ય કે શિક્ષકે કહેલી વાત કે હકીકતામાંથી જે વિદ્યાથીની મના ભૂમિકા કેવળ કૂચા જેવા ભાગ સાંઘરી રાખે તેવી હાય અને ભણતરની ઉમદા વાતને મહાર ચાલી જવા દે એવી હાય તે વિદ્યાથી વિદ્યાના અનધિકારી છે.
Page #424
--------------------------------------------------------------------------
________________
સાધ્વી શ્રી મગાવતી શ્રીજી વિદ્યાર્થી અને શિક્ષકની ભૂમિકા
૧૧૧ આથી ઊલટું, જેમ હંસપક્ષી દૂધ અને પાણી મળી ગયાં હોય છતાં તેમાંથી માત્ર દૂધ દૂધ જ પી જાય છે અને પાણી પડતું મેલે છે, તેમ જે વિદ્યાથી શિક્ષકે કહેલી વાતોમાંથી સારસારરૂપ હકીકતે તારવીને મનમાં સંઘરી રાખે અને પાણી જેવા ભાગને પડતે મેલે, તે વિદ્યાથી વિદ્યાને અધિકારી ગણાય.
પાડે તળાવમાં પાણી પીવા પડે છે તો તે બધું જ પાણી ડાળી નાખે છે, એથી પિતે
ખું પાણી પી શકતા નથી તેમ બીજાં જાનવરે પણ ચેખું પાણી મેળવી શકતાં નથી, તેમ જે છાત્ર, જ્યારે પાઠ ચાલતો હોય ત્યારે, પિતાનું ડહાપણું બતાવવા શિક્ષકને આડી. અવળી નકામી વાતે પૂછી કે નકામી ચર્ચા ઊભી કરી વર્ગને–પાઠને ડોળી નાખે તેથી તે પતે તે વિદ્યાને પામી ન શકે પણ વર્ગમાં બેઠેલા બીજા જિજ્ઞાસુઓ પણ શિક્ષક દ્વારા સમજાવાતા પાઠને પામી શકતા નથી. આ વિદ્યાથી વિદ્યાને માટે પાત્ર ન કહેવાય.
એથી ઊલટું, જેમ ઘેટું પોતાના બન્ને ગોઠણ નીચે નાખી તળાવના પાણીને ડેન્યા વગર જ પાણી પીવે છે અને બીજાં પશુઓ પણ ચોખ્ખું પાણી પી શકે છે, તેમ જે વિદ્યાર્થી ચૂપચાપ એકાગ્રમન થઈને ગુરુ દ્વારા અપાતી હકીકતોને સાંભળે, ગ્રહણ કરે, તેમાં જરા પણ ડોળાણ ન કરે, તેથી તે પોતે જરૂર વિદ્યાને પામે અને સહાધ્યાયીઓ પણ વિદ્યાને મેળવી શકે. આ વિદ્યાથી વિદ્યાને માટે સુપાત્ર લેખાય.
મચ્છર માણસને કરડીને તેનું લેહી પી પિતાને પોષે છે; આમ તે પિતાનું પિષણ કરતાં માણસને ડંખ માર્યા વિના રહેતું નથી, તેમ જે વિદ્યાથી ગુરુ પાસેથી વિદ્યા મેળ વતાં ગુરુને ડંખ મારે અર્થાત્ આ તે માત્ર ગેખણિયે છે વગેરે કહી ગુરુની નિંદા કરે અથવા અધ્યાપકની સામું તિરસ્કારભાવથી બેલે તે છાત્ર વિદ્યાને માટે કુપાત્ર છે.
તેથી ઊલટું, જેમ જળો માણસને જરા પણ દુઃખની ખબર ન પડે તેમ તેનું લોહી પી પિતાનું પિષણ કરે છે, તેમ જે વિદ્યાથી પિતાની ભક્તિ, નમ્રતા અને વિદ્યા માટેની ખંત વગેરે ગુણેથી અધ્યાપકને એ વળગે કે એને ભણાવતાં ભણતાં જરાય થાક ન જણાય અને ઊલટું તે વિદ્યાથી તરફ ખેંચાતા જ રહે–આ જાતને વિદ્યાથી વિદ્યાને ખાસ અધિકારી ગણાય.
શાસ્ત્રકારે આમ લૌકિક ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીની ગ્યતા અને અગ્યતાનું ઘણું સ્પષ્ટ દર્શન કરાવેલ છે. તે જ રીતે અધ્યાપક, શિક્ષક કે ગુરુની ગ્યતા અને અયોગ્યતા દર્શાવવા માટે પણ કેટલીક ઉત્તમ હકીકત આ પ્રમાણે બતાવેલ છે –
એક લેભી બ્રાહ્મણને કેઈ એક દાતાઓ સસ્તામાં સ્વર્ગ મેળવવા સારુ માંદલી– બેઠેલી જ ગાયનું દાન કર્યું. પેલા લોભી બ્રાહ્મણે દાતાને એ પણ ન પૂછયું કે આ ગાય ઊભી તે કરે યા તે કેટલું દૂધ આપે છે? વગેરે. પછી જ્યારે ઘરે લઈ જવા સારુ બ્રાહ્મણ ગાયને પૂંછડે ઝાલીને બેઠી કરવા લાગ્યા, ત્યારે તેને ખબર પડી કે ગાય તે માંદલી છે અને વસૂકી ગયેલ છે તેથી દૂધ તે આપતી જ નથી. હવે બ્રાહ્મણને એમ થયું કે આ બલાને કોઈને તદ્દન સસ્તામાં વેચી મારું. કોઈ બીજે એ જ એક લેભિયે ઘરાક મળે. તેણે શરૂમાં તો પૂછ્યું કે ભાઈ, આ ગાયને બેઠી તે કરે. પણ બ્રાહ્મણે કહ્યું કે જેમ મેં ખરીદેલી છે તેમ જ તમારે ખરીદવી પડશે, બીજી પૂછપરછની વાત નથી. પેલા લેશિયાએ બ્રાહ્મણ ઉપર વિશ્વાસ રાખીને બેઠેલી ગાય તદ્દન પાણીની કિંમતે ખરીદી.
Page #425
--------------------------------------------------------------------------
________________
૧૧૨
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણસ્મહત્સવ-ગ્રંથ પછી ગાયને બેઠી કરવા તેનું પૂછડું આમળવા લાગે પણ ગાય બેઠી ન જ થઈત્યારે તેને ખબર પડી કે ગાય માંદી છે અને પિતે સસ્તામાં લેવા જતાં છેતરાયે છે. એટલે એણે વિચાર્યું કે હું પણ કોઈ બીજાને આને વળગાડી દઉં. એક બીજે ઘરાક આવ્યું, પણ તેણે તે ગાય વિશે અનેક સવાલે કર્યા ત્યારે પેલાએ કહ્યું કે મેં જેમ લીધેલ છે તેમ તારે લેવી હોય તો બે રૂપિયા ભલે ઓછા આપજે! એ સાંભળીને ન ઘરાક બે કે તું તે બુદ્ધ છે, મારે રૂપિયા એવા હરામના નથી જેથી તારી પેઠે છેતરાઉં.
આ રીતે જે અધ્યાપક-શિક્ષક શાસ્ત્ર કે સાહિત્ય શીખવતી વખતે વિદ્યાર્થીને એમ. કહે કે ભાઈ, જેવું હું શીખ્યો છું તેવું મેં તમને શીખવ્યું; વિદ્યાથી તે બાબત તક કરે યા તો વિશેષ ચર્ચા કરે તો શિક્ષક એમ જવાબ આપે કે મેં તો મને જેવું મળ્યું તેવું જ શીખવ્યું, એ અંગે મેં પણ મારા અધ્યાપક પાસે કઈ તક નહીં કરેલો અથવા વિશેષ સમજણ નહીં માંગેલી, એટલે તમે પણ આ અંગે કોઈ તક ન કરે. આમ કહેનાર અધ્યાપક કે શિક્ષક પેલા બ્રાહ્મણ જે અજ્ઞાન છે અને ભણાવવાને અધિકારી છે.
આથી ઊલટું, જે શિક્ષક, ઈ–તપાસીને ગાયને દાનમાં લેનાર ચતુર બ્રાહ્મણની પેઠે, પોતાના ગુરુ પાસેથી વિદ્યા મેળવતાં માત્ર શબ્દસ્પશી જ ન રહે પણ વિશેષ તક અને મનન-ચિંતન કરીને મૂળ વાત વિષે અનેક માહિતી મેળવે અને છાત્રોને પણ કેવળ શબ્દસ્પશી ન બનાવતાં તર્કને ઉપયોગ કરવાનું સૂચન કરે તથા નવી નવી હકીકતોને શોધવાની તક આપે તથા તુલનાત્મક પદ્ધતિની સમજણ આપીને વિશેષ શોધ કરવા પ્રેરણું આપે અને કેવળ પ્રાચીન લોકેના શબ્દો ઉપર જ અંધ વિશ્વાસ રાખવાની વાતને ગૌણ રાખે, તે શિક્ષક વિદ્યા દેવાને પૂરે અધિકારી છે.
વળી, ગુરુએ કે શિક્ષકે આપેલ પાઠને જ્યારે છાત્ર ગોખતો હોય ત્યારે શિક્ષકને એમ જણાય કે છાત્ર ખોટું ગેખે છે અથવા ખોટું વિચારે છે ત્યારે શિક્ષક વિદ્યાર્થીને સૂચન કરે કે–“ભાઈ, તું તો ખોટું ગેખે છે અને વિચારે છે પણ ખોટું !” આ સાંભળી છાત્ર ચિડાઈને કહે કે “ સાહેબ તમે જ મને આમ શીખવેલ છે અને આમ વિચારવાની ભલામણ કરેલ છે, છતાં તમે કેમ ફરી જાઓ છે અને મારી ભૂલ બતાવે છે ?” આ સાંભળી શિક્ષક ગુસ્સે થઈ જાય અને વિદ્યાર્થીને કહે કે “અલ્યા! તારે ભણવામાં ધ્યાન તે રાખવું નથી અને મારી ભૂલ કાઢવી છે, આ તું નાલાયક છે એની તો મને આજે જ ખબર પડી.”—આમ એ બને ઝઘડો ઊભું કરે અને ન બોલવાનું બોલવા માંડે તો એવો છાત્ર તો અયોગ્ય લેખાય જ, પણ શિક્ષક પણ વિદ્યા દેવાની ભૂમિકા વગરને છે એમ સમજવું.
આથી વિપરીત, જ્યારે વિદ્યાર્થી શિક્ષકની સરતચૂકની વાત કરે ત્યારે શિક્ષક નમ્રપણે એમ કહે, “ભાઈ! સંભવ છે કે તને ભણાવતી વખતે મારું ધ્યાન ન રહ્યું હોય અને બેટો પાઠ અપાયે હોય તથા આમ ચિંતન કરવાની ભલામણમાં પણ મારી ભૂલ થઈ હોય, પણ ભાઈ! ખરો પાઠ આમ છે અને તેનું ખરું ચિંતન આમ કરવું જોઈએ. –આમ કહેનારે આ જાતને નમ્ર ગુરુ કે શિક્ષક વિદ્યા દેવાને ખરો અધિકારી છે.
આ રીતે આ નાના લેખમાં શિષ્ય અને ગુરુની યેગ્યતા તથા અગ્યતા વિષે જે વિવેચન પંડિત શ્રી બેચરદાસજી દેશી પાસે અભ્યાસ કરતી વખતે મને મળેલું તે અહીં રજુકરેલ છે. ભૂલ માટે ક્ષમા માંગું છું, તથા ભૂલની મને જાણ કરવાની પ્રાર્થના કરું છું.
Page #426
--------------------------------------------------------------------------
________________
સ્નેહતંતુના તાણાવાણુ
લેખકઃ પૂ. આ. ભ. શ્રી વિજયમસૂરીશ્વરપ્રશિષ્ય પૂ.પં. શ્રી ભદ્રંકરવિજયજીના પ્રશિષ્ય પૂજ્ય મુનિ શ્રી ધુરંધરવિજ્યજી
કમળવનના દર્યને જાણે હિમવર્ષાએ ઠીંગરાવી નાખ્યું હતું ? નયનમને હર સાકેતનગરીના સુંદર રાજમાર્ગો અને એની નમણી શેરીએ આજે એક વિચિત્ર દશ્યથી વિરૂપ બની ગયાં હતાં.
એક બાવરી નારી એક પુરુષના શબને ખભે નાખીને શેરીઓ અને રાજમાર્ગો વટાવીને સ્મશાનભૂમિ તરફ નાસી રહી હતી–જાણે કેઈ મહાભય પાછળ પડી હોય અને એનાથી નાસી છૂટવા મથતી હોય એમ એ ઝડપથી ચાલી જતી હતી. એના પગ જાણે ધરતીને સ્પર્શતા જ ન હતા. અને પૂર્ણ કાય પુરુષના શબને ભાર એને જરાય થકવત ને હતે. એ શબનું બેડોળ રૂપ અને એમાંથી પ્રસરતી દુર્ગંધ પણ એને અકળાવી શકતાં ન હતાં. એના અંતરમાં તે એક જ રટના હતીઃ ક્યારે દયા-માયા વગરનાં માનવીઓથી ઊભરાતું આ નગર દૂર થાય અને ક્યારે હું મારા આ પ્રિયતમની સાથે વનવગડાના વૈરાન, શાંત, એકાંત સ્થાનમાં જઈ પહોંચે.
તમાશાને તેડાની જરૂર ન હોય ? એ જ્યાં જ્યાંથી પસાર થતી ત્યાં ત્યાં નગરનાં નર-નારીઓ ટેળે વળતાં. કેઈ એની વેદનાભરી દશા જોઈ કરુણાભર્યો નિસાસો નાખતાં તે કઈ વળી ભૂતને વળગાડ વળગે હોય એવી ગહલિક જેવી એની દશા જોઈને કતૂહલને લઈને એને ઉપહાસ કરવામાં આનંદ માનતાં.
પણ એ નારીને તે ન એ કરુણાની કઈ કિંમત હતી કે ન લેકેના કુતૂહલ તરફ કેઈ અણગમે હતે. પ્રાણપ્રિય પતિના વિચારમાં એનું સંવેદનાત્ર મુરઝાઈ ગયું હતું. દેરંગી દુનિયાની પણ એને કશી ખેવના રહી ન હતી!
ભલા એવું તે શું બન્યું હતું કે એક નારી પિતાના પતિના મૃત દેહને ઊચકીને આમ દર-બ-દર ભટકતી ફરતી હતી? સાંભળે ત્યારે એ વાત –
Page #427
--------------------------------------------------------------------------
________________
૧૧૪
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવ-ગ્રંથ સાકેતનગરના શ્રમણ શ્રેષ્ઠી ભારે વૈભવશાળી પુરુષ હતા. જેવા એ રાજમાન્ય હતા એવા જ લેકમાન્ય હતા. એમને પુત્ર પ્રિયંકર સાચે જ, સૌને પ્રિય થઈ પડે એ રૂપ-ગુણ સંપન્ન હતે. યૌવનના ઉંબરે પગ મૂકતાં મૂકતાં તે એ કામદેવ જે ફૂટડે અને કામણગારો બની ગયો હતો.
પાડોશમાં જ પ્રિય મિત્ર શ્રેણી રહે. વૈશ્રમણ શ્રેષ્ઠીના એ પરમ મિત્ર. એમને એક પુત્રી. સુંદરી એનું નામ. સુંદરી તે સાચે જ સૌંદર્યની અધિષ્ઠાત્રી હતી. સૂરજ-ચાંદાનાં તેજ લઈને સેના-રૂપાના રસે રસી હેય એવી તેજના અંબાર રેલાવતી ઊજળી એની કાયા હતી. એના અંગ-અંગમાંથી રૂ૫-લાવણસૌંદર્યની આભા નીતરતી. યૌવનમાં પ્રવેશતી સુંદરીની દેહવલ્લરી જાણે રતિને સૌંદર્યભવને માત કરી રહી! - પ્રિયંકરનું તરવરતું યૌવન, સુંદરીનું રસઝરતું યૌવન જાણે યૌવન યૌવનને અણુસાંભળ્યો સાદ દઈ રહ્યું. બન્નેનાં અંતરની અણકથી કથા બનેનાં માતા-પિતાનાં અંતરને સ્પર્શી ગઈ. માતા-પિતાએ અનુમતિ આપી; પ્રિયંકર અને સુંદરી લગ્નબંધનથી બંધાઈને એકરૂપ બની ગયાં. જાણે બે દેહમાં તેઓ પ્રાણનું અદ્ભત રચી રહ્યાં ! સ્નેહની સરિતામાં સ્નાન કરતી એ જુગલજોડીને જોઈને જગતની આંખ ઠરતી!
પણ પ્રેમના દેવતાએ થોડા જ વખતમાં એ જેડીની આકરી કસોટી શરૂ કરી ? પ્રિયંકર ખૂબ માં પડી ગયા. ઔષધ-ઉપચાર અને વૈદની તે ત્યાં કઈ કમી ન હતી, અને સુંદરીની સેવાચાકરીમાં પણ કશી જ ખામી ન હતી, પણ રેગ કઈક એવું વિકરાળ રૂપ લઈને આવ્યો હતો કે જેમજેમ ઉપચારો આગળ વધતા તેમતેમ રેગ પણ ઉગ્ર બનતે જતો હતો! સુંદરીની ચિંતાને કઈ પાર ન હતો. એની વેદનાને કેઈ અવધિ નહેતી રહી. એ પોતે જ જાણે જીવલેણ વ્યાધિની અસહ્ય વેદના અનુભવી રહી: ન ખાન-પાન, ન ઊંઘ-આરામ, ન સુખ-ચેન! એ પ્રિયંકરની પીડા જોતી અને એનું અંતર બેચેન બની જતું. અમંગળ ભાવીને વિચાર એના હૈયાને લેવી મૂકતો. એ તો પ્રિયંકરની સેવા અને પ્રિય કરના મંગળ સિવાય બીજું બધું જ વિસરી ગઈ હતી. એનું રોમ રોમ મારે પ્રિયંકર કયારે જલદી સાજો થાય એની જ માળા જયા કરતું હતું.
પણ વૈદ્યોનાં નિદાન, ઔષધના ઉપચાર અને સુંદરીની સેવા–એ બધાંયને કમનસીબ ભવિતવ્યતાએ નિષ્ફળ બનાવ્યાં! ભર્યાભર્યા ઘરને સૂનું બનાવીને અને સૌ સ્વજનને વિલાપ કરતાં મૂકીને પ્રિયંકર ચાલતો થયે ! સાથે જાણે એ શાણી સુંદરીની બુદ્ધિને હસ્ત !
ડીવાર તે સુંદરી સર્વનાશની કારમી વેદના અનુભવી રહી : એને પ્રિયંકર એને એકલી–અલી–રઝળતી મૂકીને સ્વર્ગનાં સુખ માણવા ચાલ્યા ગયે? હવે મારું કોણ? પિતાના વૈધવ્યના વિચારથી એ પળવાર સ્તબ્ધ બની ગઈ. બીજી જ પળે એના અંતરમાં અસહ્ય કડાકે થયે અને એની સૂધબૂધ સર્વ હરાઈ ગઈ!
એને સુંદર ચહેરો વિકરાળ બની ગયું. એના રોમરોમ ઉપર જાણે બહાવરાપણની અસર વ્યાપી ગઈ. સુંદરી પ્રિયંકરના દેહને વળગીને જાણે હજીય એની સેવા-સુશ્રષા કરતી હોય એવા ચેનચાળા કરવા લાગી અને બબડવા લાગી : “મારા નાથ! મારા સ્વામી ! તમને હમણું સારું થઈ જશે. તમે ચિંતા ન કરશે. હું જીવતી છું ત્યાં સુધી કોઈથી તમારો વાળ પણ વાંકે થઈ શકવાને નથી!”
Page #428
--------------------------------------------------------------------------
________________
મુ.
શ્રી રધરવિજયજી : સ્નેહત‘તુના તાણાવાણા
૧૧૫
સુદરીનું એ રૂપ જોઈ સ્વજના શેહ ખાઈ ગયા આ સુંદરી! પણ કાઈ કઈ ખેલી શકયુ' નહી'. વાતાવરણમાં જાણે અસહ્ય સ્તબ્ધતા છવાઈ ગઈ!
થેાડી વારે સૌ સ્તબ્ધતામાંથી જાગ્યા અને પ્રિયરના અંતિમ સ`સ્કારની તૈયારી કરવા લાગ્યા. એ તૈયારી પણુ:થઈ ચૂકી. હવે તે શમને મધવામાં આવે એની જ રાહ જોવાતી હતી. સ્વજના બધા ભેગા થઈ ગયા હતા.
પણ સુંદરીને એ શખ પાસેથી દૂર કેવી રીતે કરવી ? અને એ કામ કોણ કરે? થાડી વાર તેા આ માટે કોઈ હિ'મત કરીને આગળ ન આવ્યું. પણ શબને આમ ને આમ ઘરમાં કેટલી વાર રહેવા:દ્યઈ શકાય ?
છેવટે બે જણા હિંમત કરીને શમની પાસે ગયા, અને શબને ગાઢ આલિંગન દઈ ને ખેડેલી સુદરીને ધીમેથી દૂર કરીને શખને ઊંચકવાની તૈયારી કરવા લાગ્યા.
પણ એમના સ્પર્શ થતાં જ સુંદરી વીક્લી વાઘણની જેમ તાડૂકી ઊઠી : “ ખખરદાર, મારા પ્રિયંકરને હાથ અડાડયો છે તે!! હું જાણું છું, યમરાજના દૂત બનીને તમે બધા મારા પ્રિય’કરના પ્રાણ હરવા આવ્યા છે ! પણ હું જીવતી જાગતી બેઠી છું ત્યાં સુધી મારા સ્વામીને કોઈ કશું નહી' કરી શકે ! ચાલ્યા જાએ પાપિયાએ ! અમને હેરાન ન કરો !’’
સુંદરીની સિંદૂર ઝરતી આંખે અને એને વિકરાળ ચહેરો જોઈને આવનારા પાછા હઠી ગયા, ભય ખાઈ ગયા. સૌને સુકુમાર સૌદર્યવતી સુંદરીમાં આજે ચ'ડીનુ' બિહામણું સ્વરૂપ દેખાયુ'! સૌ વિમાસણમાં પડી ગયા : આવી પાગલ નારીને કાણુ સમજાવે? કોઈ ને કઈ માગ ન સૂઝયા. સૌ એકબીજાની સામે જોઈ રહ્યા.
વૈશ્રમણ શ્રેષ્ઠી અને પ્રિયમિત્ર શ્રેષ્ઠીના દુ:ખને કોઈ અવિધ ન હતી. એકના પ્રાણપ્રિય પુત્ર અકાળે મરણ પામ્યા હતા; બીજાની કુસુમકળી જેવી ઊછરતી પુત્રીના માથે વૈધવ્યને વજ્રપાત થયા હતા. અધૂરામાં પૂરું... સુંદરી નેહઘેલછાને પરવશ બનીને સાનભાન ખેાઈ બેઠી હતી—આળા ઘા ઉપર જાણે મીઠું છંટાયું હતું !
છેવટે પ્રિયમિત્ર શ્રેષ્ઠી મનને કઠણ કરીને સુંદરીની પાસે ગયા. એમણે સુંદરીની પાસે બેસીને એના માથે વાત્સલ્યપૂર્વક હાથ ફેરવ્યા. પણ શું કહેવુ એ માટે એમની જીભ તે ઊપડતી જ ન હતી ! સુઢરી પળવાર કઈક શાતા અનુભવી રહી; પિતાની સામે ટગર ટગર જોઈ રહી. સ્વજનાને લાગ્યું' કે વાત કદાચ ઠેકાણે આવી જશે.
પિતાએ અચકાતે અચકાતે કહ્યુ: “ બેટા, અંદર એરડામાં તારી મા પાસે જા, અને અમને અમારુ કામ કરવા દે! કેવી શાણી મારી દીકરી! ”
“ તમારે શું કામ કરવુ' છુ'? અને એમાં હું કયાં આડે આવુ' છુ' ? ’” સુંદરીએ વિચિત્ર પ્રકારના ચાળા પાડતાં કહ્યું.
“ આ પ્રિયંકર ગુજરી ગયા છે. એમના મૃત દેહને વળગીને આવી રીતે કઈ બેસી રહેવાય ? લેાકેા હાંસી કરે! જા, તારી મા અંદર તારી રાહ જુએ છે, ’
સુંદરીએ ચીસ પાડીને કહ્યું : “ કાણુ, મારા પ્રિય'કર ગુજરી ગયાં એમ તમે કહે છે? હું જીવતી હે।" અને એ મરે એ બને જ નહીં! તમે બધા જુઠ્ઠા છે અને મારા
Page #429
--------------------------------------------------------------------------
________________
૧૧૬
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણ મહેસૂવાર સ્વામીને મારવા બેઠા છે! એના બદલે તમે જ બધા મરે ને! મારે પ્રિયંકર તો સે. વરસને થશે! જુઓ, એ મને કંઈક વાત કરવા માગે છે! દૂર હટી જાઓ તમે બધા.”
પિતાનું હૈયું ભાંગી ગયું અરેરે, પિયણ જેવી પુત્રીનું આ તે કેવું દુર્ભાગ્ય !
વૈશ્રમણ શ્રેષ્ઠી અને બીજાની સમજૂતી પણ નકામી ગઈ સુંદરી પ્રિયંકરના શબથી તસુભાર પણ આઘી ન ખસી. હવે શું કરવું એની સૌ લાચારી અનુભવી રહ્યા. ધીમે ધીમે સ્વજને વિદાય થયા. બાકી રહ્યા બે ઘરના સ્વજને. ગામ આખામાં સુંદરીની નેહઘેલછાની વાત પસરી ગઈ.
બન્ને મિત્ર-વેવાઈઓએ મન વાળ્યું કે દુઃખનું ઓસડ દાડા ! વખત વીતશે એટલે આપોઆપ સુંદરીનું ભાન ઠેકાણે આવશે. પણ એમની એ આશા ઠગારી નીવડી : ઘડી વીતી, પ્રહર વીયે, દિવસ પણ આથમે, છતાં સુંદરી ત્યાંથી બેઠી ન થઈ તે ન જ થઈ!
પછી તે શબ ગંધાવા લાગ્યું અને સ્વજને વારે વારે સમજાવવાને બદલે સતામણી કરવા લાગ્યા. છતાં સુંદરીને પ્રિયંકર મરી ગયો છે એ ન સમજાયું તે ન જ સમજાયું ! એને તો દઢ આસ્થા હતી કે મારે પ્રિયંકર મરે નહીં અને મને એકલી મૂકીને ક્યાંય જાય નહીં. આ બધા મારા વેરી બની બેઠા છે! મંત્ર-તંત્રવાદીઓના પ્રાગે અને સુખીએની નિંદા પણ નકામાં નીવડયાં!
છેવટે સગાંઓની સતામણું અસહ્ય બની એટલે પ્રિયંકરના શબને ઊચકીને ખભે નાખીને એ ઘર છોડીને ચાલતી થઈ. ઘર એને મન સ્મશાન જેવું અકારું થઈ પડયું હતું; એ અત્યારે સ્મશાનની ભૂમિને ઝંખતી હતી અને નગરની શેરીઓ અને નગરના રાજમાર્ગો વીધીને ઝડપથી સમશાન તરફ જઈ રહી હતી.
આ કૌતુકને જેનારાઓને કંઈ પાર ન હતું, પણ એના માર્ગને રોકનાર ત્યાં કોઈ ન હતું !
સુંદરીએ તો સ્મશાનમાં વાસ કર્યો હતો, પણ એની કહાની ઘર ઘરમાં ચાલતી હતી ! - પ્રિયંકર અને સુંદરીનાં માતા-પિતાની દશા તો કરુણાનેય આંસુ આવે એવી થઈ ગઈ હતી : કેવી શાણી-સમજણ દીકરી! અને એને કે ભયંકર વળગાડ વળગ્યું હતું ! ભૂત-ડાકણને વળગાડ પણ આના કરતાં સાર! | શબ તે દુર્ગધને પૂડ અને કીડાઓનું ધામ બન્યું હતું. પણ સુંદરીને ન એની કેઈ સૂગ હતી કે ન એનું જરાય વિસ્મરણ થતું હતું! એ તે આઠે પ્રહર અને સાથે ઘડી એની પાસે જ બેસી રહેતી અને જાણે બીમાર પ્રિયંકરની સેવા કરતી હોય એવા જ ચાળા કર્યા કરતી. એનાં ઊંઘ અને આરામ, ક્ષુધા અને તૃષા હરાઈ ગયાં હતાં. એનું પિતાનું જ રૂપ એવું બિહામણું બની ગયું હતું કે ભય પણ એનાથી જાણે સો ગાઉ નાસતો!
- પ્રિયંકર વગરના જીવનની એ કલ્પના જ નહોતી કરી શકતી. અને ચિરંજીવ પ્રેમની ભ્રમણામાં એ એક અતિકરુણ મણની જાળ રચી બેઠી હતી કે “મારો પ્રિયંકર તે અમર છે! એ મૃત્યુ પામી શકે જ નહીં !” આવી પ્રેમદીવાની નારીને કેણુ સમજાવી શકે કે એને પ્રિયંકર ક્યારને એને છેડી ગયો છે?
Page #430
--------------------------------------------------------------------------
________________
મુ. શ્રી ધુરંધરવિજયજી નેહતંતુના તાણાવાણ
૧૧૭ છેવટે કંઈ જ ઉપાય બાકી ન રહ્યો એટલે સુંદરી અને પ્રિયંકરના પિતાએ રાજદરબારે મદન રાજા પાસે ધા નાખી: “મહારાજ ! કૃપા કરો અને અમને અમારી આ ઉપાધિમાંથી ઉગારી લે. ન સુંદરીનું દુઃખ જોયું જાય છે, ન લેકનિંદા બરદાસ્ત થાય છે. પ્રિયંકરને તે હવે આ દુનિયા સાથે કશી લેવાદેવા નથી રહી, પણ એના વિકૃત થયેલા શબને જોઈને હૈયું હાથમાં નથી રહેતું! હે ભગવાન, આ તે કે પાપને વિપાક! મહારાજ, આને ઉપાય સત્વર જો ! અમારા માટે તે જીવવું હરામ બની ગયું છે.”
મદન રાજા આ કરુણ-દારુણ કથા સાંભળીને લાગણીવશ બની ગયા. પણ આમાં શું કરવું એ એમને પણ ન સૂઝયું: કઈ ચેર કે ખૂની હોય તો એને કેદમાં પુરાય, સજા પણ કરાય; પણ આવી ભાનભૂલી નારીની સાન કેવી રીતે ઠેકાણે લાવી શકાય ?
યુવરાજ અનંગકુમાર પાસે જ બેઠે હતે. હતો તે એ રાજકુમાર અને શુરાતન એના અંગઅંગમાં ઊભરાતું હતું : ભારે તરવરિયા યુવાન! પણ એના અંતરમાં કરુણાને વાસ હતે. કેઈનું થોડું પણ દુઃખ છે અને એનું હૈયું માખણના પિંડની જેમ ઓગળવા લાગતું. એને એમ જ થતું કે હું એવું તે શું કરું કે જેથી આ દુનિયાનું દુઃખ દૂર થઈ જાય–જાણે કોઈ પૂર્વભવના કરૂણા-મહાકરુણાના સાધક સંતે રાજકુમાર રૂપે ધરતી ઉપર અવતાર ધારણ કર્યો હતે.
એણે પિતાને કહ્યું: “પિતાજી, મેં આ સઘળી વાત જાણું છે. પ્રેમપિશાચના વળગાડે આવી શાણું નારીને ઘેલી બનાવી દીધી છે. એને આ વળગાડ શિક્ષાથી કે લાલચથી નહીં પણ બુદ્ધિપૂર્વકના સહાનુભૂતિભર્યા પ્રયત્નથી જ દૂર થઈ શકશે. આપની અનુમતિ હિય તે આ કાર્ય કરવા તૈયાર છું.”
રાજાજીએ પ્રસન્ન થઈને કહ્યું: “કુમાર, આવા વિચિત્ર કામનું જોખમ ખેડવાની તને આજ્ઞા આપતાં મનમાં સંકેશ થાય છે. પણ પ્રજાનું દુઃખ આપણે દૂર ન કરીએ તે બીજું કેણ કરે? આમાં પાછા રહીએ તે આપણે ફરજ ચૂક્યા ગણાઈએ. તને મારી અનુમતિ છે. યંગ્ય લાગે તે ઉપાય દ્વારા સુંદરીનું ગાંડપણું દૂર કરીને આપણું નગરની શેભા સમા આ શ્રેષ્ઠીઓ ઉપર ઉપકાર કર!”
અનંગકુમારે પિતાની આજ્ઞા શિરે ચડાવી. સત્કાર્ય કરવાનો અવસર મળ્યાથી એ આનંદ અનુભવી રહ્યો.
સ્મશાનમાં હવે એકના બદલે બે ઘેલાં ભેગાં થયાં હતાં!
કે એ જોયું કે પેલી નેહઘેલી સુંદરી પ્રિયંકરના સડતા-ગંધાતા શબ પાસેથી હજી પણ પળભર માટેય આધી જતી જ નથી ! ત્યાં વળી એ જ ઠેકાણે એવી બીજી બલા આવી પહોંચીઃ એક ચીંથરેહાલ મેઘે પુરુષ એક રૂપાળી સ્ત્રીનું શબ લઈને સ્મશાનમાં જઈ પહોંચે, અને જાણે એ સ્ત્રી જીવતી હોય એ રીતે જ એની આગતાસ્વાગતા કરવા લાગે !
કઈ પૂછતું તે એ અજબ ચેનચાળા કરીને એટલે જ જવાબ આપતાઃ “આ તો મારી પ્રાણપ્રિયા માયાદેવી છે ! બેવકૂફ દુનિયા એને મારી નાખવા બેઠી છે ! પણ મારી જુએ તો ખરી !” અને પૂછનારા ભય પામીને ચાલતા થતા !
Page #431
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવ-2થે સુંદરીની નજર એ પાગલ પુરુષ ઉપર પડી, પણ એની સાથે વાત કરવાનું એને મન ન થયું. પેલે પાગલ પણ એની સાથે કશું ન બોલ્યા. બે દીવાનાઓની વચ્ચે જાણે મૌનની દીવાલ ચણાઈ ગઈ! એક આખે દિવસ આમ ને આમ એકબીજાને જોવામાં જ વીતી ગયે! પણ બનાવ એ વિચિત્ર હતો કે જીભ સળવળ્યા વગર રહી ન શકે. શબની સાથે હાવભાવ અને વાત કરતા પેલા પાગલને જોઈને, જાણે પિતે ડાહી હોય એમ, સુંદરીએ પૂછ્યું : “આર્ય ! તમે આ શું કરી રહ્યા છે?”
તારે એની શી પંચાત ?” પાગલ પુરુષે એને તરછોડી નાખી.
“પંચાત તે કશી નથી. તોય જરા વાત તે કરે, આ કોણ છે?” સુંદરી ઉત્સુકતા અનુભવી રહી.
અરે બાઈ, તુંય ખરી લપિયણ છે ! આ કોણ અને હું એ જાણીને તારે શું કામ છે ? તું તારું જ સંભાળી શકે તે ઘણું !” પાગલે સુંદરીને ઉશ્કેરવા કહ્યું.
પણ ખરી વાત કરવામાં તમારું જાય છે શું ? બે માનવી ભેગાં થાય ત્યારે એકબીજાને કંઈ પૂછેકરે એમાંય તમને વાંધો !”
પિલા પુરવે નેહની ઘેલછાના શાળા કરતાં રહ્યું : “જે ને બહેન, આ મારી સેવાગિણી પ્રિયતમા છે. જે તે ખરી એનું રૂપ! અદેખી દુનિયાથી એ દેખ્યું જતું નથી. એક વાર એ થોડીક માંદી પડી તે બધાં કહેવા લાગ્યાં, આ તારી વહુ મરી ગઈ છે ! અને બધાં એને સમશાનમાં લઈ જવા તૈયાર થઈ ગયાં. લુચ્ચા નહીં તે ! એમની આવી વાત સાંભળીને હું ગભરાય, અને એમનાથી મારી જાતને અને મારી પ્રિયાને બચાવવા અહી એકાંતમાં નાસી આવ્યો! અહીં બધું સલામત છે.” .
સુંદરી તે હવે ડાહી ડાહી વાતો કરવા લાગી : “ભાઈ, તમે અહીં મારી ભાભીને લઈને નાસી આવ્યા તે બહુ સારું કર્યું. પાપી અને જુઠ્ઠા લકે હવે તમને કંઈ નહીં કરી શકે. બળી એ લોકોની દુનિયા !”
ધીમેધીમે બે ગાંડાઓ વચ્ચે મિત્રતા બંધાતી ગઈ અને વિશ્વાસ વધતે ગયે. લેકેથી દૂરની આ દુનિયામાં બેય સરખાં દુખિયારાં હતાં!
એક વાર પુરુષે મમતા બતાવીને પૂછ્યું: “તારું અને મારા આ બનેવીનું નામ તે કહે."
સુંદરીએ પિતાનાં નામ કહ્યાં. પેલા પુરુષે પોતાની પ્રિયતમાનું નામ માયાદેવી કહ્યું. પછી તે એકબીજાં એકબીજાના જણને સાચવવાનું ભળાવીને આઘાપાછાં પણ થવા લાગ્યાં.
આ બધી યુક્તિ અનંગકુમારે કરી હતી. અને ધીમે ધીમે એ સફળ થતી જતી હતી. એને તે ગમે તેમ કરીને સુંદરીને ઉદ્ધાર કરે તે અને એનાં માતા-પિતા અને સાસુ-સસરાનું દુઃખ દૂર કરવું હતું. એ માટે એણે સ્મશાનને વાસ સ્વીકાર્યો હતે. એ ખૂબ ચરતાપૂર્વક પિતાની યોજનાને આગળ વધારવા લાગ્યો.
પ્રેમની દીવાલ વાથી પણ મજબૂત હોય છે. ગમે તેવા કષ્ટ સામે પણ એ ટકી રહે છે. પણ પ્રેમમાં બેવફાઈની આશંકા સમી નાની સરખી કાંકરીને ભાર એ ઝીલી શકતી નથી. નેહમાં જાંક શંકા ઊભી થઈ કે નેહ જમીનદોસ્ત !
Page #432
--------------------------------------------------------------------------
________________
મુ શ્રી પુરષરવિજયજી નેહતતુના તાણાવાણા
૧૧૯ 'અનંગકુમાર આ વાત બરાબર જાણતો હતો. એણે એક વાર ખૂબ ઉશ્કેરાયેલા સ્વરે સુંદરીને કહ્યું: “હવે મારે અહીં નથી રહેવું, હું આજે જ બીજે ચાલ્યું જઈશ.”
આશ્ચર્યથી ચમકીને સુંદરીએ પૂછયું : “કેમ, એવું તે એકદમ શું થયું ? ”
“અરે! શું થયું શું! આજે તું બહાર ગઈ હતી અને હું જરાક આઘો હતો એવામાં મારા કાને કેઈના હાસ્યને અવાજ અથડા. હું ચમકી ગયે, અને મેં જોયું કે તારે પ્રિયંકર મારી માયાદેવી સાથે છાનીછાની વાત કરતો હતો અને ચેનચાળા કરતો હતો. અને બેય હાંસી–ઠઠ્ઠામાં જાણે બધી લાજ-શરમ ખાઈ બેઠાં હતાં ! હું પાસે આવ્યો કે બેય ચૂપ! બહેન, જે આવું જ ચાલ્યા કરે છે તો કેકવાર રંડાઈ જ જાઉં ને! નફફટ પુરુષને પારકી સ્ત્રીને ઉપાડી જતાં શી શરમ ?” - સુંદરી પળવાર તે ઘાવલ મૃગલીની જેમ તરફડી રહી. અને પછી એનું મગજ કોધને વશ થઈ ગયું. એને પ્રિયંકર ઉપર ખૂબ તિરસ્કાર આવ્યો કે જેના માટે હું આટઆટલાં દુઃખ વેઠું છું તે આ બેવફા ! અનંગકુમારની યુક્તિનું તીર બરાબર કામ કરી ગયું હતું. પણ એ વખતે એણે સુંદરીને સમજાવીને શાંત પાડી.
પણ હવે કામ પૂરું કરવાની ઘડી પાકી ગઈ હતી. સુંદરીનું મન નેહની ઘેલછાના વળગાડથી મુક્ત થવા લાગ્યું હતું. બીજે દિવસે સુંદરી જરાક આવી ગઈ કે અનંગકુમારે બન્ને શબાને ઉપાડીને પાસેના કૂવામાં નાખી દીધાં; અને પછી પોતાની જગાએ આવી પિક મૂકીને રેવા બેઠે !
સંદરી દેડતી દેડતી પાછી આવી. જોયું તે એક શબ ત્યાં ન મળે, અને માયાનો પતિ ત્યાં વિલાપ કરતો બેઠે હતે ! એ તે હેબતાઈ ગઈઃ પળવારમાં આ શું થઈ ગયું?
સુંદરીએ બહુ બહુ કાલાવાલા કર્યા ત્યારે અનંગકુમારે કહ્યું : “બહેન, તને શું કહું? તું આમ ગઈ અને હું જરા પેલી બાજુ ગયે, એવામાં, મારી નજર ચુકાવીને, બેય નાસી ગયાં અને હું આંખે ચળતો રહી ગયો ! મારું તે બધુંય લૂંટાઈ ગયું ! હવે હું એકલે શું કરીશ અને કેમ કરી જીવી શકીશ ?”
સુંદરીના ગાંડપણનું ઝેર હવે ઊતરી ગયું હતું. એણે લાગણીભીના સાદે કહ્યું : ભાઈ, હું તારી બહેન જીવતી-જાગતી બેઠી છું, પછી તું એકલે શાને ? એ બેનાં મનમાં પાપ વસ્યું હતું ! એવાં પાપિયાં તે નાસી ગયાં જ સારાં! એમનાં કર્યા એ ભેગવશે ! આપણે બેય ભાઈબહેન વીતરાગ ભગવાનનું નામ લઈ આપણું ભલું કરીશું!”
અગકુમારને જે જોઈતું હતું તે મળી ગયું.
તરત જ બને સ્મશાનમાંથી પાછા ફર્યા. પાછાં ફરતી વખતે અનંગકુમારે સુંદરીને ધર્મની કંઈ કંઈ વાતો કરીને એની ધર્મશ્રદ્ધાને દઢ બનાવી. અનંગકુમાર બરાબર સમજતો હતું કે આવી નાની વયની વિધવા નારીને માટે ધર્મના આશ્રય સિવાય બીજો એક પણ તરણે પાય ન હત; અને એને આધારે જ એના જીવનની પવિત્રતા સચવાઈ રહેવાની છે.
પિતાની વાત સુંદરીને સમજાવવાની અનંગકુમારને અત્યારે જે સેનેરી તક મળી ગઈ, એને એણે પૂરેપૂરો ઉપયોગ કરી લીધો. ગમે તેમ કરીને પારકાનું ભલું કરવું એ જ જાણે એનું જીવનકાર્ય બની ગયું હતું; પારકાના ભલામાં જ એ પિતાનું ભલું જેતે.
Page #433
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણે મહેસાણા - સુંદરી પણ સુપાત્ર નીવડી. અનંગકુમારે કહેલી ધર્મની વાત અને હિતશિખામણે એણે પિતાના હૃદયકોળામાં સંઘરી લીધી. અને, કથા તો એમ કહે છે કે, એના પ્રતાપે સુંદરીના અંતરમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિને અપૂર્વ પ્રકાશ રેલાવાને પ્રારંભ થયો. સુંદરી સાવ બદલાઈ ગઈ. દેહની સુંદરી હવે હૃદયની સુંદરી બનવા તરફ વળી ગઈ!
સાકેતનગરીએ તે દિવસે બીજું કુતૂહલ દીઠું : નેહઘેલી સુંદરી શાણી બનીને નગરમાં પાછી ફરતી હતી ! સ્વજને હર્ષઘેલાં બની એને આવકારી રહ્યાં.
અનંગકુમારનું ધર્મકાર્ય સફળ થયું. સર્વત્ર એને જયજયકાર ગુંજી રહ્યો.
એ વાતને યુગના યુગ વીતી ગયા, છતાં લાગણીના તંતુ નિર્મૂળ ન થયા. ભૂતકાળની એ કથાને તંતુ સમયની સાથે આ રીતે આગળ વધે છે --
યુવરાજ મણિરથકુમાર જબ શિકારી હતો. ઊડતાં પંખીઓને પાડી દેવાં અને તીર વેગે દોડતાં પશુઓને ઘાયલ કરવાં એને મન રમતવાત હતી. એ ધાર્યા નિશાન પાડતે અને ભલભલાં વિકરાળ પશુઓને પડકારતાં પણ ક્યારેય પાછો ન પડત. એ જે નિશાનબાજ હતો એ જ શક્તિશાળી અને હિંમતેમ હતું. શિકારનું વ્યસન જાણે એના રોમરોમમાં વ્યાપી ગયું હતું.
એ કાકંદીનગરીના રાજા કંચનરથને પુત્ર હતો. રાજાજી હંમેશાં યુવરાજના આ વ્યશનથી ખૂબ ચિંતિત રહેતા શિકારમાં જાનના જોખમની ચિંતા તે ખરી જ, ઉપરાંત એ વ્યવસને વળગેલાં બીજાં દુર્વ્યસનને લીધે જિંદગી આખી જાણે દુર્ગણોનું ઘર બની જવાને ભય હતો. આ દુર્વ્યસની યુવરાજ કેવી રીતે રાજપાટને સાચવવા શક્તિશાળી બને ? રાણી ઇંદીવર પણ પિતાના પુત્રને માટે રાત-દિવસ ચિંતા કર્યા કરતી. - રાજા, રાણું અને પ્રધાન વગેરે સૌ આ દુર્વ્યસનથી પાછા વળવા મણિરથકુમારને ઘણું ઘણું સમજાવતા, પણ કાઈની વાત એ કાને ધરતો નહીં–જાણે, કઈ ભૂતના વળગાડવાળા માનવીની જેમ, એને શિકારને વળગાડ જ વળગ્યો હતો, અને એને એ પોતે પરાધીન બની ગયા હતા. શિકારે ચડ્યા વગર એને ચેન જ પડતું ન હતું.
એ બધાંય જંગલોને ભોમિ બની ગયું હતું. એ જે જંગલમાં શિકારે જ ત્યાંનાં પશુઓ, જાણે જંગલમાં દાવાનળ સળગી ઊઠડ્યો હોય એમ, ત્રાહ્ય ત્રાહ્ય પિકારી ઊઠતાં. પશુ-પંખીઓનો એ સાક્ષાત્ યમરાજ બની બેઠો હતો.
એ પ્રદેશમાં એક કૌશાંબ નામે વન હતું. એ વનમાં મૃગ, સાબર, સસલાં જેવાં પામર પશુઓ વધારે વસતાં હતાં. ક્યાંક ક્યાંક વરાહ (સૂવર) પણ દેખા દેતાં. આજે મણિરથકુમાર એ વનમાં શિકારે જઈ ચડ્યો.
એણે મૃગલાંનું એક ટેળું જોયું. ગેલ કરતું નાચતું-કૂદતું એ ટોળું જોઈને મણિરથ કુમારને આકડેથી મઘ ઉતારી લેવા જેવું લાગ્યું. તરત જ એણે ધનુષ્ય ઉપર તીર ચડાવ્યું અને નિશાન લઈને તીર છૂટું મૂકવું. ધનુષના ટંકારથી વગડે ગાજી ઊઠ્યો. મૃગલાઓ ભયભીત બનીને મેર નાસી ગયાં. એક પણ મૃગ તે દિવસે ઘાયલ ન થયું ?
Page #434
--------------------------------------------------------------------------
________________
સુ. શ્રી રધરવિજયજી : સ્નેહતંતુના તાણાવાણા
૧૨૧
મશિરથકુમારનું નિશાન આજે ખાલી ગયું; માના, એ નિષ્ફળ તીર એના અભિમાની અંતરને જ ઘાયલ કરતુ ગયું ! એ માથું ઢાળીને વિમાસી રહ્યો ઃ આજે આ કેવુ· આશ્ચય !
ચેાડી જ પળે। પછી એણે માથુ' ઊંચુ' કરી સામે નજર કરી તે એના કરતાંય માટું આશ્ચય સામે ખડુ' હતું: ધનુષ્યના ટંકારથી ભયભીત અનીને નાનાં-મોટાં બધાંય મૃગલાં ત્યાંથી નાસી ગયાં હતાં, પણ એક સુકુમાર મૃગલી મિણુરથકુમાર તરફ જ પેાતાની આંખા સ્થિર કરીને સ્વસ્થપણે ત્યાં ખડી હતી ! એને અત્યારે કાઈ પણ ભય સતાવતા ન હતા; જાણે પાતાના આંગણામાં સહીસલામત હેાય એવી નિયમનીને એ ઊભી હતી.
મણિરથકુમાર પણ એની સામે પળવાર અનિમેષ નેત્રે જોઈ રહ્યો. ખીજી પળે એને વિચાર આવ્યા કદાચ એ ભેાળા પશુના અંતરમાં ભયની સ્તબ્ધતા વ્યાપી ગઈ હાય અને, એનાં ગાત્રો શિથિલ થઈ જવાને કારણે, એ ચાલવા-દોડવા અશક્ત બની ગઈ હાય!
એ ધીમે પગલે મૃગલી તરફ આગળ વધ્યા, પણ મૃગલી તેા હજીય એની સામે નજર ઠેરવીને જ ખડી હતી. મણરથ મૃગલીને પપાળવા લાગ્યા. મૃગલી એની સાથે ગેલ કરવા લાગી. મૃગલીની આંખે લાગણીથી કંઈક ભીની ખની ગઈ. એ જોઈ ને મણિરથકુમારની આંખેામાં પણ જળજળિયાં આવી ગયાં.
આજના દિવસ ભારે વિચિત્રતા લઈને ઊગ્યા હતા. જાણે શિકાર કરતાં કરતાં આજે એનું અંતર જ વીંધાઈ ગયું હતું, અને એમાંથી દયા, મમતા, કરુણાના સાવ અપરિચિત રસ ઝરવા લાગ્યા હતા. આવી લાગણીશીલતાના ભાર એનું કઠાર હૈયું ન ઉઠાવી શકયું. એ પાછો કીને ચાલવા લાગ્યા તા પેલી મૃગલી પણુ, જાણે એની સાથીદાર હાય એમ, પાછળ પાછળ આવવા લાગી. જાણે એ મૃગલીની મૂક વાણી એના અંતરને જગાડી ગઈ હાય એમ મણિરથકુમારે પેાતાના ધનુષ અને તીરના ટુકડા કરીને ક્રૂ'કી દીધા; અને હવેથી ફાઈ પણ જીવના શિકાર નહી કરવાની પ્રતિજ્ઞા કરી!
પણ હજીય એના અંતરને નિરાંત ન વળી : વારેવારે એના અંતરમાં એક જ સવાલ ઊઠતા હતા કે આ મૃગલીને અને મારે એવા તે કેવા સ'ખ'ધ હશે કે મારા જેવા ક્રૂર માણસથી ભય પામીને નાસી જવાને બદલે મારા નજીકમાં રહેવામાં જ એ શાતા અનુભવે છે? પણ એના ઉત્તર મળવા સહેલા ન હતા. અને આ પ્રસંગના ભેદ્ય મેળવ્યા વગર એના ચિત્તને નિરાંત પણ થવાની ન હતી. એ તા ઊંડા વિચારમાં ઊતરી ગયા.
વિચાર કરતાં કરતાં એને નગરમાં ખેલાતી વાત યાદ આવી કે આજે સર્વજ્ઞ ભગવાન મહાવીર નગરના ઉદ્યાનમાં સમેાસર્યાં છે. એ મહાજ્ઞાની ભગવાન ભલભલા કોયડાના ભેદ ઉકેલી આપે છે. અને મણિરથકુમારે ભગવાનના સમવસરણ તરફ ઝડપથી પગ ઉપાડવા. એના અંતરમાં અત્યારે એક જ ઝંખના હતી કે કયારે પ્રભુ પાસે પહોંચુ' અને કચારે આ વાતને મમ પાડ્યું.
ભગવાન મહાવીરની ધ દેશના પૂરી થઈ અને પદા વીખરાઈ ગઈ, પણ રાજા ક’ચનરથ પેાતાની રાણી સાથે ત્યાં જ બેસી રહ્યા. એમને તે રાજ્યના અને યુવરાજના ભાવીની ચિ'તા હંમેશાં સતાવ્યા કરતી હતી. એમણે ભગવાનને પ્રશ્ન કર્યું : “ભગવાન !
૧.
Page #435
--------------------------------------------------------------------------
________________
૧૨૨
મારા પુત્ર મણિરથકુમાર ભવ્ય છે કે અભવ્ય ? એનુ` ભાવી કેવું છે ”
*
ભગવાને ઉત્તર આપ્યા : “ રાજન, તમારા પુત્ર ભવ્ય છે એટલું જ નહી, એ આ ભવે જ મેાક્ષના શાશ્વત સુખના અધિકારી બનવાના છે. અત્યારે એ આ તરફ જ આવી રહ્યો છે, અને એની સાથે એક મૃગલી પણ અહી' આવી રહી છે! ”
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ મહત્સવ-ગ્રંથ
ભગવાનની વાણી પૂરી થઈ અને મિથકુમાર અને મૃગલી ત્યાં આવી પહેાંચ્યાં. મણિરથકુમાર ભગવાનના ચરણામાં ઝૂકી ગયા. રાજા-રાણીએ જોયું કે એને અવતાર જ બદલાઈ ગયા હતા! એમનાં અંતર શાંતિ અનુભવી રહ્યાં.
પછી મણિરથકુમારની જિજ્ઞાસાને પૂરી કરતાં ભગવાન મહાવીરે કરુણાભર્યાં સ્વરે કહ્યું : “મહાનુભાવ, સ્નેહતંતુના તાણાવાણા બહુ મજબૂત હેાય છે; અને યુગેાના યુગા વીતવા છતાં એ નાશ પામતા નથી. એના રહસ્યને પામવાનુ બધાને માટે સહેલુ` નથી.’’
કુમાર પ્રભુની વાણીને હૃદયના કચેાળામાં ઝીલી રહ્યો.
ભગવાને વાતના ભેદ ખુલ્લા કરતાં કહ્યું : “ કુમાર, યુગેાના યુગા પહેલાંની વાત છે. ત્યારે તારા જીવ, મારા જીવ અને આ મૃગલીના જીવ સ્નેહના સુકેામળ છતાં અતૂટ અંધનથી ખંધાયેલા હતા : તું ત્યારે સુંદરી નામે સ્ત્રીના અવતારે હતા; મારા આત્માએ એ સમયે અન’ગકુમારનું ખાળિયુ· ધારણ કરેલું હતું; અને મૃગલી તે કાળે શ્રેષ્ઠીપુત્ર પ્રિય”કરના અવતારે હતી. પ્રિયંકર અને સુંદરી વચ્ચે ત્યારે પતિ-પત્ની રૂપે અવિહડ સ્નેહ હતા. જુગજુગ વીત્યા પછી આજે વેરાન વગડામાં સ્નેહના એ તંતુ આ મૃગલીમાં સજીવન અન્યા ! સંસારનાં માહ-માયાનાં બંધન આવાં અતૂટ અને યુગાના યુગેા સુધી ટકી રહે એવાં હેાય છે. જે ધર્માત્મા સયમને માગે સમતાની આરાધના કરી, કેાઈનેય નુકસાન કર્યા વગર, એ બંધનથી મુક્ત થાય છે તે મેાક્ષના અનંત આનંદના અધિકારી બને છે. ’
મણિરથકુમાર પ્રભુની વાણીને અભિનંદી અને અભિવી રહ્યો.
એણે સદાને માટે ભગવાન મહાવીરના ચરણમાં પેાતાનું સ્થાન ચેષી લીધું
* આ કથામાં ભાઈ શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ એ કેટલાક ફેરફાર કરીને એને મઠારી આપી છે, એની ધન્યવાદ સહ અહી નોંધ લેવી ઘટે છે.
Page #436
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના સાંસ્કૃતિક ઘડતરનાં પરિબળો
લેખકઃ શ્રી કુમારપાળ દેસાઈ
માનવીએ પૃથ્વી પર પિતાનું જીવન આવ્યું. જીવનના ઉષ:કાળમાં જ એણે ભૌતિક જરૂરિયાત મેળવવાના પ્રયત્ન આદર્યા. આ જરૂરિયાતોને મેળવવાના પ્રયત્નની સાથે સાથે એ મન-ચિત્તને ઉપયોગ કરે છે, અમુક નીતિ-નિયમ ઘડે છે, પિતે એ નિયમ પાળવાને આગ્રહ રાખે છે ને બીજા પાસે પળાવવાનો આગ્રહ ધરાવે છે. આમાંથી મનમાં એક સંસ્કાર જન્મે છે. ચિત્તમાં આદ્રતા, મનમાં સહભાવ ને સમભાવ, એકબીજા તરફ ઉપયેગી થવાનું વલણ વગેરેથી એ સંસ્કૃત બનવાની પ્રવૃત્તિ તરફ વળે છે. સંસકૃતિ અને તેનું કામ
ધીરે ધીરે માનવીના જીવનસમગ્રને આ પ્રવૃત્તિ ઘાટ આપવા માંડે છે. આમાંથી એ એની જીવનરીતિમાં અમુક મૂલ્ય સ્થાપે છે. આપણા વિવિધ સંબંધો અને એમાંય સ્ત્રીપુરુષ વચ્ચેને લગ્નસંબંધ, એમાંથી એકપત્નીત્વ અને એથીય ઉચ્ચ ભૂમિકાએ પહોંચતા ભાઈબહેનને નાતે આના ફળરૂપ છે. માણસ એને મળેલાં મૂલ્યનું વધુ ને વધુ ખેડાણ કરતે જાય છે. જો કે પ્રજા પિતાનાં મૂલ્યોથી વેગળી બની જાય તો એ નિજી સત્ત્વથી પણ વેગળી બને છે. આ મૂલ્ય પ્રજાસમૂહનું માનસિક ખેડાણ કરતાં હોય છે–જીવનને વધુ ને વધુ શુદ્ધ, સમૃદ્ધ અને પરિપૂર્ણ બનાવવા કાજે.
આ પ્રક્રિયાને પરિણામે સંસ્કૃતિને એક આગવો આકાર ઘડાય છે. એ આકાર કે એક વિશિષ્ટ પ્રદેશ પર મુખ્યત્વે આધાર લે છે. અને એ ભૂમિ પર વસતી પ્રજાના જીવનમાં સૂક્ષ્મરૂપે આવિર્ભાવ પામે છે. એક સમાજ કે પ્રદેશમાં વિકસતાં આવાં આગવાં તોથી એ પ્રજાનું એક બંધારણ ઘડાય છે. એ પ્રજામાં એક વિશિષ્ટ એવી જાગૃત ચેતનાનું સાતત્ય વરતાય છે. આ બાબતે એ પ્રદેશના લોકોને એકતાંતણે બાંધે છે. આ મૂલ્ય એ સમાજની રીતરસમે, જીવનપદ્ધતિ અને વિચારશીલતાને ઘાટ આપતાં હોય છે. એક પ્રદેશ કે સમાજમાં ઊગેલાં આ મૂલ્યને વારસે ચેડેઘણે અંશે કુટુંબ, સમાજ,
Page #437
--------------------------------------------------------------------------
________________
૧૨૪
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ રાજય અને ચોપાસના વાતાવરણ પાસેથી મળે છે. આમ એક સમાજે મેળવેલે, ખીલવેલે અને આત્મસાત્ કરેલ મૂલ્યસમુદાય તે એ પ્રદેશની સંસ્કૃતિ.
આ મૂલ્ય સમુદાયના ઘડતરમાં એ પ્રદેશની આજીવિકા અને રહેઠાણ માટેની ગોઠવણ, એ પ્રજાનાં માન્યતાઓ, નિર્ણ, વલણ, ચિંતને, ખ્યાલ, એ સમાજનાં નૈતિક અને વ્યાવહારિક ધોરણે, ત્યાં વિકસેલી આર્થિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક સંસ્થાએને ફાળો હોય છે. એ ધરતીએ અનુભવેલા ઈતિહાસના વારાફેરા, એનાં યંત્ર, વિજ્ઞાને ને દશને તેમ જ એને સાહિત્ય, સંગીત, ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય આદિવિષયક કલાવારસે પણ મૂલ્યઘડતરની પ્રકિયામાં વત્તે ઓછે અંશે ભાગ ભજવે છે. એક સમાજ બીજા સમાજના સંપર્કમાં આવતાં જે ઘર્ષણ-સમન્વયનાં બળો જમે છે તે પણ સંસ્કૃતિના ઘડતરમાં ફાળો આપે છે. આવાં મૂલ્યથી ઘાટ પામેલી સંસ્કૃતિનું તેજ આપણું જીવનશૈલીમાં ઊતરેલું હોય છે.
સંસ્કૃતિની અંદર આ ઘર્ષણ-સમન્વયની પ્રક્રિયા આગવું મહત્વ ધરાવે છે. આપણા જીવનની જેમ સંસ્કૃતિ પણ સતત જીવંત, પરિવર્તનશીલ અને વિકાસગામી હાવી જોઈએ. આવી એક સંસ્કૃતિએ બીજી સંસ્કૃતિના સંપર્કમાં આવતાં ડરવું ન જોઈએ. સંસ્કૃતિમાં બીજા પ્રદેશનાં–બીજી પ્રજાનાં-મૂલ્યો સાથે સમન્વય સાધવાની અખૂટ જીવંતતા અને શક્યતા પડેલી છે. પણ જે કઈ એક સંસ્કૃતિ બીજી સંસ્કૃતિના ભયે પિતાના અંગે સંકેચી પિતાના કોચલામાં પુરાઈ રહે તો એમાં બંધિયારપણુ આવે. આ બંધિયારપણું આખીય સંસ્કૃતિને ઘાટ વગરની બનાવી દેનારી વસ્તુ છે. આથી આપણે આપણું મૂલ્યને જગતની ખુલ્લી હવામાં ઝૂમવા દેવાં જોઈએ. મનનાં દ્વાર વાસી દઈ પિતાનાં જ મૂલ્યમાં રાચતા રહીએ તે પ્રગતિ અટકી જાય છે. એટલા માટે સંસ્કૃતિમાં નવી ભાવનાઓ ને નવી શેને ઝીલવાનું, અનુભવવાનું અને સમાવવાનું સામર્થ્ય હોવું ઘટે. પણ આ સાથે પરસંસ્કૃતિના પ્રકાશમાં અંજાઈ ન જવાય એવું હીર પણ એમાં હોવું જોઈએ. જે સ્વસંસ્કૃતિનાં મૂલ્યનો અનાદર કરી પરસંસ્કૃતિની પૂજા કરવા બેસી જઈએ તે આપણે આપણા વારસાને તેમ જ સ્વત્વને ગુમાવી બેસીએ છીએ. પરિણામે આપણાં જીવનને ધારી રાખતાં બળનાં મૂળિયાં ઊખડવા માંડે છે. આમ સંસ્કૃતિનું કામ પિતાનું સત્ત્વ જાળવીને બીજાના સંપર્કમાં આવવાનું અને એના સારભૂત તત્વને આત્મસાત કરી લેવાનું છે. આપણા કેટકેટલા સમર્થ ચિંતકેએ આ હેય-ઉત્પાદેયનું કામ બજાવ્યું છે ! ગુજરાતના અહિંસા-કરુણાપ્રધાન સરકારે | ગુજરાતની ભૂમિ પર અનેક પ્રજાઓ આવીને વસી છે અને આ ભૂમિ પર વસતી પ્રજાએ ઘર્ષણ-સમન્વયની પ્રક્રિયા પણ અનુભવી છે. ગુજરાતની પ્રજાના બંધારણમાં અમુક મૂલ્યો વિશેષ જણાઈ આવે છે અને એને લીધે ગુજરાતની સંસ્કૃતિના પટ પર અહિંસા, જીવદયા અને સર્વધર્મ સમભાવની ભાવનાની ભાત વિશેષ ઊપસી આવી છે. ગુજરાતને આ સંસ્કારોની ગળથુથી ઈ. સ. પૂર્વે ત્રીજા સિકાથી મળેલી છે; એનીય પહેલાંથી આ સંસ્કારો મળ્યા હોવાનું સંભવ છે. અત્યારના પ્રજાજીવનમાં એકરસ બની ગયેલી દેખાતી આ કરૂણાગામી સુકુમાર ભાવનાઓ સૈકાઓ પહેલાં આ પ્રદેશની વસતીના જીવનમાં ઓતપ્રોત બનીને સ્થિર થઈ ગઈ છે.
Page #438
--------------------------------------------------------------------------
________________
શ્રી કુમારપાળ દેસાઈઃ ગુજરાતના સાંસ્કૃતિક ઘડતરનાં પરિબળે
૧૨૫ અહિંસાની ભાવનાને એક વિશિષ્ટ અને વ્યવહારુ આવિષ્કાર જ જીવદયા કે કરુણા છે. પિતાના નિમિત્તે ન કેઈને હણવું કે દુઃખ પહોંચાડવું એ અહિંસા અને બીજાના ભલા ખાતર પિતાની જાત કે સર્વસ્વને ઘસી નાખવામાં આનંદ માનવે તે કરુણાઃ આમ અહિંસા અને કરુણા એક જ સિકકાની બે બાજુ બની જાય છે. આથી આ બંને ભાવનાને સાથે જોવી એ જ ચગ્ય લેખાશે. ઈ. સ. પૂર્વે ર૭૪–૨૩૭ના કાળમાં થયેલા દેવાનાંપ્રિય પ્રિયદર્શી મહારાજ અશોકની ચૌદ આજ્ઞાઓ ગિરનારના શૈલકણ” પર આલેખાયેલી છે. આ શિલાલેખ એ ગુજરાતના ઇતિહાસની પહેલી ખીંટી છે, તે ગુજરાતનાં સંસ્કારબળોને પ્રથમ આલેખ છે. આમાં પ્રાણવધની મનાઈ ઉપરાંત પ્રાણધન જાળવવાની દરકાર પણ ઘણું બતાવાઈ છે. એક આજ્ઞામાં લખ્યું છે : “જ્યાં જ્યાં મનુષ્યપાગી અને પશુઉપચગી ઔષધ ન હતાં ત્યાં ત્યાં તે મંગાવવામાં આવ્યાં અને રોપવામાં આવ્યાં. જ્યાં જ્યાં મૂળ અને ફળ નહોતાં ત્યાં ત્યાં તે મંગાવવામાં આવ્યાં અને રોપવામાં આવ્યાં. પશ અને માણસના ઉપયોગ માટે રસ્તાઓ ઉપર કૂવાએ દાવવામાં આવ્યા.” આમાં માનવની સાથે મૂંગા પ્રાણીઓની પણ કેટલી બધી ખેવના રખાઈ છે! ગુજરાતે અહિંસા અને જીવદયાની ભાવના જીવનમાં અનુભવેલી, ઉતારેલી અને જીવી જાણેલી છે. પશુઓની માવજત કરવાની અને ખાસ કરીને ખેડાં ઢેરને સાચવવાની પ્રથાનાં મૂળ અહીં જણાય છે. અત્યારની પાંજરાપોળની સંસ્થાનાં મૂળ પણ ગુજરાતમાં જ છે ને!
પણ આ તો બેએક હજાર વર્ષ પહેલાંના, પ્રમાણમાં નજીકના ઇતિહાસયુગની વાત થઈ. ગુર્જરભૂમિને મળેલ અહિંસા, જીવદયા અને પ્રાણુરક્ષાની ઉત્કટ તેમ જ સુભગ ભાવનાના ચીલા તે, ઇતિહાસયુગને વટાવીને, ઇતિહાસયુગના છેક આરંભકાળ સુધી અથવા તે પ્રાગૈતિહાસિક સમયના છેલ્લા તબકકારૂપ મહાભારતના યુદ્ધના કાળ સુધી પહોંચે છે. જૈનધર્મના બાવીસમાં તીર્થકર ભગવાન નેમિનાથ શ્રીકૃષ્ણના પિતરાઈ ભાઈ થતા હતા. પિતાના લગ્ન નિમિત્તે વધ માટે ભેગાં કરેલાં મૂંગા પ્રાણુઓને આર્તનાદ સાંભળીને નેમિકુમારે લગ્નના લીલા તારણેથી પિતાનો રથ પાછો વાળી લઈને ગિરનારની ગહન ગુફાઓ અને ભયંકર અટવીઓમાં તપ, ત્યાગ, સંયમ અને તિતિક્ષાને માર્ગે વૈરાગ્યની સાધના કરવાનું મંજૂર રાખ્યું હતું. ભગવાન નેમિનાથે વિસ્તારેલ અને આપેલ કરુણા અને વૈરાગ્યને આ અમર વાર ગુજરાતની ભક્તિશીલ, ધર્મપ્રેમી અને પાપભીરુ પ્રજાએ છેક અત્યાર સુધી સાચવી અને શોભાવી જાય છે. એટલે, ખરી રીતે, સમ્રાટ અશોકે તે ગુજરાતમાં અહિંસા અને કરુણાની ભાવનાનું પૂર્વભારતમાંથી પશ્ચિમ ભારતના આ પ્રદેશમાં મોટે ભાગે પુનરુચ્ચારણ અને અમુક અંશે પુનરુજજીવન કર્યું; બાકી અહિંસા અને દયાની આ ભાવના તે ઘણા જૂના સમયથી ગુજરાતની પ્રજાના જીવનમાં તાણુંવાણાની જેમ વણાઈ ગઈ હતી. શ્રીકૃષ્ણને પશુપ્રેમ પણ એટલે જ જાણીતો છે.
જૈનધર્મની પ્રરૂપણ ભલે પૂર્વ ભારતમાં થઈ હોય, પણ, સમય જતાં, એ સ્થિર થયે પશ્ચિમ ભારતમાં, ખાસ કરીને ગુજરાતની ભૂમિમાં, તેમજ દક્ષિણ ભારતમાં ગુજરાતની ધરતીમાં પરપ્રાંતનું આ બી રેખાયું ને ફૂલ્યુ-ફાલ્યું એ જ એની અહિંસાપ્રિયતાને માટે પુરાવે છે. ક્ષત્રપ સમય દરમ્યાન આવેલા યુએન શુઆંગની પ્રવાસનધમાં રાજા શીલાદિત્ય (પહેલા)ની વાત મળે છે. આ શીલાદિત્ય જીવનભર કેઈ પ્રાણીને હાનિ પહોંચાડી ન
Page #439
--------------------------------------------------------------------------
________________
૧૨૬
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-2થ હતી અને પિતાના હાથીઓ તેમ જ ઘોડાઓ પણ જીવજંતુની હિંસા ન કરે એ માટે એ તેમને ગાળેલું પાણી પાવાને આગ્રહ રાખત. વધુમાં એ લખે છે કે એના રાજ્યનાં પચાસેક વર્ષ દરમિયાન રાની પશુઓ મનુષ્ય સાથે હળીમળી જતાં ને કે એમને મારતા ગૂડતા નહીં. ઇત્સિંગ પણ આ પ્રદેશને એક રિવાજ વર્ણવતાં કહે છે કે અહીં ગાળેલા પાણીમાંથી નીકળતાં જંતુઓને પાછાં પાણીમાં નાખી જીવતાં રાખવાનો રિવાજ છે. આમાં બૌદ્ધ ધર્મની અસર હોઈ શકે. પરંતુ જેનેએ આ ભાવનાને વ્યાપક અને પ્રબળ બનાવવામાં મોટો ફાળો આપ્યો છે. આમાં સોલંકી યુગના મહારાજા કુમારપાલને પણ આગવો ફાળો છે.
મહારાજા કુમારપાલની “અમારિ–ષણ” એ એક મોટી સાંસ્કૃતિક ઘોષણા છે. આમાં એ અશેક કરતાં એક ડગલું આગળ વધે છે. આ વિશે શ્રી હેમચંદ્રાચાર્ય એમના
દ્વયાશ્રય” કાવ્યમાં સેંધે છે: “એણે કસાઈઓથી થતી તથા શિકારીઓ દ્વારા થતી હિંસા બંધ કરી, દેવતાઓને મળતા બકરાઓના બલિ પણ બંધ કર્યા અને માંસાદિના વેચાણથી જેમની આજીવિકા ચાલતી હતી તેમની આજીવિકા બંધ થતાં તેઓને રાજાએ ત્રણ વર્ષનું ધાન્ય આપ્યું. “અમારિ–શેષણને પ્રચાર કુમારપાલે માત્ર ગુજરાતમાં જ નહીં પણ પિતાના સામંતે મારફતે પિતાના આખાય સામ્રાજ્યમાં ગુંજતો કર્યો હતો. મારવાડના છેક દક્ષિણ ભાગમાં આવેલા રત્નપુરના શિવમંદિરમાંથી અને જોધપુર રાજ્યના કિરાડુમાંથી મળતા હિંસાબંધી ફરમાવતા લેખે આની ગવાહી પૂરે છે. આ સિવાય
કાલે રાજાઓ અને રજપૂતેમાં પ્રચલિત એવા મદ્યપાન અને માંસભક્ષણની બધી ફરમાવી હતી અને પરદારાગમન અને વ્રતને ત્યાગ કરાવ્યું હતું. આથી ગુજરાતની પ્રજામાં દરેક અનાચાર પ્રત્યે સામાન્ય રીતે જોવા મળતી તિરસ્કારવૃત્તિ માટે આપણે આ રાજવીને શ્રી સહજાનંદ સ્વામી સાથે સંભાર પડે.
આ અહિંસા અને જીવદયાની ભાવના ગુજરાતની પ્રજાના હૃદયમાં સૈકાઓ સુધી ઘુંટાતી રહેલી છે એટલું જ નહીં, વ્યવહારમાં પણ ઊતરી છે. આ પ્રદેશની એક વિભૂતિ ગાંધીજીએ તે અહિંસાની ભૂમિકા પર જ સ્વાતંત્ર્યનું આંદોલન જગાવ્યું. અહિંસા અને વીરતા એ બે બાબતોને કેટલાક વિરોધી માનતા હતા; પણ ગાંધીજીએ આ તથાકથિત વિરોધી બાબતોને ભેગી કરી એક નવું બળ જન્માવ્યું. અહિંસાથી ભરેલી વીરતાથી યુદ્ધ ખેલવાના નવા જ પાઠ ગાંધીજીએ શીખવ્યા. બળવંતરાય ઠાકરે આ ભાવનાને ગ્ય રીતે બિરદાવી છે–
“છે જંગ સાત્વિક બળ પ્રકટાવવાને,
ચારિત્ર્ય સૌમ્ય વ્રત સાધુ ખિલવવાને.” સામા પર ઘા કર્યા વિના જીતવાને ભગવાન બુદ્ધ અને મહાવીરનો પ્રયોગ ગાંધીજીએ કરી બતાવ્યું. ખરેખર તે આખીય ગુજરાતની અહિંસા અને કરુણામય સંસ્કૃતિનું સર્વ ગાંધીજી સાંગોપાંગ વ્યવહારમાં ઉતારે છે અને આથી એમની સિદ્ધિ ગુજરાતના સત્ત્વનું સામર્થ્ય અને ખમીર પુરવાર કરે છે. આમ અશોકના શિલાલેખમાંની ધર્માજ્ઞાઓ કોતરાઈ તે દેશના ઘણા ખૂણામાં, પણ તે ઊગી તે ગુજરાતના જીવનમાં જ.
જ મિત્રકકાલીન ગુજરાત' ભાગ ૧; લે. ડે. હરિપ્રસાદ શાસ્ત્રી, પૃ. ૮૭-૮૯
Page #440
--------------------------------------------------------------------------
________________
શ્રી કુમારપાળ દેસાઈ ગુજરાતના સાંસ્કૃતિક ઘડતરનાં પરિબળે
૧૭ ગુજરાતની સહિષ્ણુતા
" સંસ્કૃત માનવને એક બીજે માટે પુરુષાર્થ છે પરસ્પરનાં વિચારે, વલણે અને માન્યતાઓ પ્રત્યે સહિમણુતા કેળવવાને. ગુજરાતમાં આવી પરધર્મ કે પરપ્રજા પ્રત્યેની સહિષ્ણુતા વ્યાપક રૂપે જોવા મળે છે. પિતાને પરમમાહેશ્વર કહેવડાવતા કેટલાક મિત્રક રાજવીઓએ બૌદ્ધ વિહારને છૂટે હાથે દાન આપ્યું છે. સેલંકી રાજવીઓ પિતાના નામ આગળ ઉમાતિ-જાપારનું બિરુદ લગાડવા છતાં સોલંકી યુગના સ્થાપક મૂળરાજે જેને સ્થાન અને એના પુત્ર ચામુંડે વીરગણિ નામના જૈન સાધુને આચાર્ય પદ મહોત્સવ કર્યાને ઉલ્લેખ મળે છે. સિદ્ધરાજે વિષગુમંદિર બંધાવ્યા અને નેમિનાથની પૂજા કર્યાને ઉલ્લેખ મળે છે, તે શ્રી હેમચંદ્રાચાર્ય સોમનાથના મંદિરમાં મહાદેવ-શંકરની સ્તુતિ કરે છે. મહારાજા કુમારપાળ પરમ માહેશ્વરની સાથે સાથે પરમાતનું બિરૂદ પણ ધરાવે છે. ચિત્તોડગઢમાંથી મળેલા લેખમાં દિગંબર આચાર્ય રામકીતિએ શરૂઆતમાં શિવની સ્તુતિ કરી છે. વસ્તુપાલ–તેજપાલે મસ્જિદ બંધાવ્યા અને સોમનાથની પૂજા કરી હેવાને ઉલ્લેખ મળે છે, તે પુત્રપ્રાપ્તિ કાજે હિંદુ દેવની પૂજા કરતા જગડુશાની વાત એમના ચરિત્રકારો કશીય ટીકા વિના ધે છે. કારમાં દુકાળમાંથી પ્રજાને બચાવનાર જગડુશાએ જીમલી મસ્જિદ બંધાવી. વાઘેલા વંશના અર્જુનદેવના સમયને વેરાવળ માંથી મળેલ એક લેખ સોમનાથ જેવા ધર્મસ્થાનમાં પણ પરધમીઓ પ્રત્યે કેટલી ઉદારતા બતાવવામાં આવતી હતી, તે બતાવે છે. નાખુદા પીરેઝે સોમનાથદેવના નગરની બહારના ભાગમાં મજિદ બંધાવી હતી. વળી,આવી ધાર્મિક બાબતોને વહીવટ મુસલમાની જમાત કરે એવી છૂટ પણ હતી. થોડા સમય પહેલાં જે પ્રજાહદયે મહમૂદ ગઝનીના આક્રમણને કોરી ઘા અનુભવ્યો હતો, એ જ પ્રજાહદય આટલી ઉદારતા બતાવે એ બાબત આપણા સમાજનું હૃદય ઔદાર્ય છતું કરે છે. જૈન સંસ્કૃતિના હાર્દરૂપ અનેકાંતવાદે આપેલ પરમસહિષ્ણુતા, સત્યને ગમે ત્યાંથી સ્વીકાર કરવાની વૃત્તિ અને ઉદારતાના પાઠે પણ આમાં સેંધપાત્ર ફાળો આપ્યો છે, એમ સ્વીકારવું ઘટે.
અમદાવાદની એક મસ્જિદમાંથી મળી આવેલ અરબી ભાષામાં લખાયેલ એક લેખ પણ આની ગવાહી પૂરે છે. આ મસ્જિદને કેટલેક ભાગ સોલંકી સમયમાં બંધાયેલો હવાને ઉલ્લેખ મળે છે. આથી સાબિત થાય છે કે મુસલમાનોએ ગુજરાત જીત્યું એની બે દાયકા પૂર્વે તેઓ અહીં શાંતિથી વસવાટ કરતા હતા. આપણે ત્યાં સોલંકી શાસન હતું એ વખતે દક્ષિણમાં શિવ રાજાઓએ વૈષ્ણવોની કનડગત કરી હોવાના દાખલા મળે છે. ગુજરાતમાં કઈ શિવ રાજાએ આવું કર્યું નથી. સંજાણના હિંદુ રાજાએ પારસીઓને આપેલા આશ્રય અને તેમને વસવાટ કાજે આપેલી જમીનનો બનાવ ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસને એક મહાન બનાવ ગણાય. આવી રીતે પરધમીને પિતાની સાથમાં વસવાટ આપ્યાના દાખલા ઇતિહાસમાં વિરલ છે. ગુજરાતની અહિંસામાંથી ગાંધીજીએ એક સાત્વિક બળ ઊભું કર્યું, તે ગુજરાતની સહિષ્ણુતામાંથી ગાંધીજીએ જગતને “વ્યાપક ધર્મભાવના ને વિચાર આપ્યો.
* જગડુચરિત્ર સર્ગ ૬, શ્લોક ૨૪. + ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ ભાગ ૧ લે. રત્નમણિરાવ જોટે પૃ. ૧૧૪
Page #441
--------------------------------------------------------------------------
________________
૧૨૮
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવ | ગુજરાતની આ પરધર્મસહિષ્ણુતાની વૃત્તિ કાયરતાને અંચળ લેખાય તો એ છે, કહેવાય. કદાચ કેઈ આ તડજોડ કરવાની વૃત્તિને પિતાની કાયર વૃત્તિને ઢાંકવાની વૃત્તિ તરીકે પણ ગણાવે. પરંતુ, વાસ્તવિક રીતે જોઈએ તે, ગુજરાતની અસિમતા આનાથી ક્યારેય ઘવાઈ નથી. આમાં તે સર્વધર્મસમભાવથી આગળ વધી સર્વધર્મસમભાવ તરફની ગતિ દેખાઈ આવે છે. આમ આ સહિષ્ણુતાથી ગુજરાતને, ગુજરાતના ધર્મોને અને એ ધર્મો આચરતી વ્યક્તિઓને જોબ મળી છે. ગુજરાતની પ્રજા પ્રમાણમાં વધુ સુખ-શાંતિ અને એખલાસને અનુભવ માણી શકી છે તે પણ આ કારણે જ. સંસ્કારઘડતરમાં ઇતિહાસ અને ભૂગોળને ફાળે
સંસ્કૃતિનું પ્રતિબિંબ ઇતિહાસમાં જોઈ શકાય છે. આપણી સંસ્કારિતાની સ્થિરતા કે પ્રગતિની છાપ ઇતિહાસમાં, ભલે જુદે રૂપે પણ, આવિર્ભાવ પામે છે. ઘણીવાર તે વિશિષ્ટ વ્યક્તિનાં કાર્યોમાં સંસ્કૃતિનાં આગવાં તત્તનું વિકસન કે પ્રફુલ્લન જોવા મળે છે. આમ ઈતિહાસ એ સંસ્કૃતિની આરસી છે, તો ભૂગોળ એ સંસ્કૃતિના વ્યક્તિત્વને ઘડનારું બળ છે. જેમાં માનવીને એની આસપાસની પ્રકૃતિને પાસ લાગે છે તેમ પ્રકૃતિ પણ માનવીઘડ્યા ઘાટ ધારણ કરે છે. આથી ગુજરાતના વ્યક્તિત્વને જોવા માટે જે જે ભૂમિવિભાગોએ એના વ્યક્તિત્વને ઘડવામાં ફાળો આપે છે તે જોવા ઘટે––પછી ભલેને આજે એ ગુજરાતની રાજકીય સીમાની બહાર હોય. આ માટે અત્યારે રાજસ્થાનમાં આવેલ ભિન્નમાલ કે શ્રીમાલને પણ જોવું ઘટે. ગુજરાતની સંસ્કૃતિના અભ્યાસીએ ગુજરાત એટલે ૨૦.૫થી ૨૪.૦ ઉત્તર અક્ષાંશ અને ૬૯૨થી ૭૪.૯ પૂર્વ રેખાંશ સુધીને પ્રદેશ નહીં, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતને પશ્ચિમ-હિંદુસ્તાનને ભાગ એવી વ્યાપક વ્યાખ્યા આપવી પડશે.
ગુજરાતના સાંસ્કૃતિક ઘડતરમાં સુબદ્ધ સીમાડા, ફળદ્રુપ જમીન, લાંબો, થોડાંક બંદરોવાળો કિનારે, નિયમિત આવતું ચોમાસું અને સમશીતોષ્ણ આબોહવા જેવા ભૌગોલિક સંગોએ પણ કેટલાક ભાગ ભજવ્યો છે. ગુજરાતને સાગરકાંઠે એ એની એક ભૌગોલિક વિશેષતા છે અને એ સાંસ્કૃતિક ઘડતરમાં મહત્તવનું બળ બની છે. પ્રાગેતિહાસિક કાળમાં ગુજરાતની ધરતી પર રહેલી નાગ પ્રજાની સમુદ્રયાનની વૃત્તિ અને વાણિજ્યવૃત્તિમાં આનું પગેરું શોધવાના પ્રયત્ન થયા છે. વળી પ્રાચીન ગુજરાતને પરદેશ સાથે રાજકીય સંબંધો કરતાં વ્યાપારી સંબંધે વિશેષ હતા. આજે પણ ગુજરાતીઓ એમના વેપારકૌશલ અને વ્યવહારઝીણવટ માટે જાણીતા છે. અત્યારે તે હિંદનું ભાગ્યે જ એવું કઈ ગામ હશે જ્યાં ગુજરાતી વાણિજ્ય અર્થે વસવાટ કરતા ન હોય! ગુજરાતના વેપારીઓ કુનેહબાજ પણ ખરા. ગંભૂય (ગભૂ) ગામને ઠકકુર નિનય, જગડુશા, સમરસિંહ, શાંતિદાસ ઝવેરી અને દિલ્હીના બાદશાહ પાસેથી મુસલમાનોએ તેડેલાં જેન મંદિરના જીર્ણોદ્ધારનું ખર્ચ મેળવવાની વગ ધરાવતા અમદાવાદના નગરશેઠના દાખલા મળે છે. આમ સમુદ્ર આપણું વાણિજ્યવૃત્તિ ખીલવી; આ વાણિયે આપણુમાં સમાધાનવૃત્તિ આણી. મહાજનસંસ્થાને વિકાસ
ગુજરાતની સમાધાનપ્રિય અને કલેશથી કંટાળવાની વૃત્તિને લીધે ગુજરાતમાં જેટલાં મહાજને ખીલ્યાં છે તેટલાં બીજે ક્યાંય ખીલ્યાં નથી. આ મહાજનસંસ્થા ગુજરાતનું
Page #442
--------------------------------------------------------------------------
________________
શ્રી કુમારપાળ દેસાઈ ગુજરાતના સાંસ્કૃતિક ઘડતરનાં પરિબળા
૧૨૯
એક નોંધપાત્ર સ ંસ્કૃતિખળ છે, એનું ગૌરવ છે. સંઘબળના ભારે મહિમા આ સંસ્થામાં જોવાય છે. કેટલીક વાર રાજસત્તા જે કામ લાંબા ગાળે, મોટા ખર્ચે ને મનસાથે કરી શકતી નથી, તે કામ આ સંસ્થા અલ્પ સમય અને દ્રવ્યથી, અને પક્ષના સતાષ સાથે, પૂરુ કરે છે. મહાજનાએ ઘણા વખત સુધી પરદેશીઓને વેપારમાં પેસવા દીધા નહેાતા, કાસી વેરઝેર પર કાબૂ રાખ્યા હતા ને સ્વચ્છંદ રાજસત્તાઓને નાથવાના પ્રયત્ના પણ કર્યાં હતા. સામાજિક અને વ્યાવહારિક નિયમે પણ મહાજને ઘડીને પળાવ્યા હતા. મહાજના વેપાર ઉપર વેરા નાખતા, લાગા મૂકતા ને દંડ પણ કરતા. સુતાર-લુહારનાં મહાજનાથી લઈને મિલમાલિકાનું મહાજન આજે પણ જોવા મળે છે. ગાંધીજીએ તે ' મજૂરમહાજન ને જન્મ આપી ઔદ્યોગિક દુનિયામાં એક નવા દાખલે બેસાડયો છે.
સમાધાનપ્રિયતા અને વીરત્વ
સમાધાનપ્રિયતા સદા સમન્વય ને સૌમ્યતાને શેાધે છે. જૈન મંદિરામાં થયેલી અંખામાતાની સ્થાપના એ આ સમન્વયવૃત્તિને પુરાવેા છે, તે ગુજરાતમાં ભયાનક રસવાળા સંપ્રદાયા પણ સામ્ય બન્યા, એ આના ખીજો પુરાવે છે. ગુજરાતે શિવધર્મીમાંથી એના ઉગ્ર તત્ત્વને ઓછું કરી નાખ્યું. કાલીમાતા આ પ્રદેશ પર ભદ્રકાલીમાતા બન્યાં. પરંતુ ગુજરાતની સમાધાનપ્રિયતા અને સામ્યતાને જોઈ અહીં વીરતા વિકસી જ નથી ' એમ કહેનાર થાપ ખાય છે. સિસાક્રિયા વંશના મૂળપુરુષ ખાપા રાવળ ઈડરના હતા. ચાવડા વંશ, સોલંકી વંશ અને વાઘેલા વંશની ઇતિહાસગાથામાં સ્થળે સ્થળે પરાક્રમતેજ છલકાતું જોવા મળે છે. સિદ્ધરાજ અને કુમારપાલ જેવા ક્ષત્રિયનાં અને વિમળશા અને વસ્તુપાલ જેવા વિષ્ણુકાનાં હૃદયમાં ધબળ અને હાથમાં યુદ્ધકૌશલ્ય પડેલું દેખાય છે. કચ્છ અને સૌરાષ્ટ્ર માં ઠેરઠેર જોવા મળતા પાળિયાએ આની જ સાક્ષી પૂરે છે. ભીલ, કાળી, આહીર, ચારણુ, સીર, મિયાણા, વાઘેર અને કાઠી જેવી જાતિએ આજેય બહાદુર જાતિ ગણાય છે. અસહકારની ચળવળ વખતે આ પ્રદેશના બધા વણુનાં પુરુષા, સ્ત્રીએ તેમ જ બાળકોએ પેાતાની ઠંડી તાકાત બતાવી હતી.
આ બધું હાવા છતાં એટલુ` તેા સ્વીકારવુ' પડશે કે ગુજરાતની સ’સ્કૃતિના આગવા તત્ત્વ લેખે વીરત્વને ખતાવી શકીશું નહીં. આનું કારણ એ પણ હાઈ શકે કે જે પ્રજા મહારથી અહીં આવી હાય, તે ઠરીઠામ બનવાની મનેવૃત્તિવાળી બની ગઈ હોય. અહી આવેલા ક્ષત્રિયે। ઠરીઠામ બનવાની વૃત્તિવાળા હતા એમ કહી શકાય. રજપૂતા અહી' આવ્યા ત્યાં લગીમાં એમની રજપૂતવૃત્તિ એછી થઈ ગઈ.
ગુજરાત પાસે વહાણવટાની ગૌરવશાળી પરંપરા હતી. ભારતના લગભગ ત્રીજા ભાગના સાગરકાંઠા ધરાવતા ગુજરાતમાં ભરૂચ, સેાપારા, ખંભાત, દ્વારકા, રાયપુર ( માંડવી ખ'દર ), સામનાથ, સુરત વગેરે સાગરસાહસેા અને પરદેશી સમૃદ્ધિથી છલકાતાં ખઢરા હતાં. સેાળમી સદીમાં રાણી એલિઝાબેથે અકબર બાદશાહને પત્ર લખ્યા તેમાં અકખરને ખ'ભાતના શહેનશાહે કહ્યો હતા. સમગ્ર હિંદના સમ્રાટ ગુજરાતના એક અંદરને લીધે વિદેશમાં એળખાય તે એ ખંદરની જાહેાજલાલી સૂચવે છે. કચ્છનાં નાખવાએ પેાતાની કામેલિયતથી દૂર-દેશાવરમાં ડંકા વગાડતા. આજે આપણે દરિયા તરફ પીઠ કરીને બેસી
Page #443
--------------------------------------------------------------------------
________________
૧૩૦
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવગયા છીએ. ઇંગ્લેન્ડની કલ્પનાને જેમ દરિયે ઘડે છે તેવું ગુજરાતને માટે હવે નથી રહ્યું! “લંકાની લાડી ને ઘેઘાને વર” એ વાત એક ઉક્તિરૂપે જ સચવાઈ રહી છે.
આમ વાણિજ્ય તરફનો ઝેક ને ઠરીઠામ થવાની વૃત્તિને કારણે વીરત્વને ઉદ્રક છે થયા હોવાનો સંભવ ખરે. આથી જ કવિ નર્મદે “ગુજરાતીઓની સ્થિતિ માં જેસો અને શરીરબળ વધારી “ઠંડા લોહીનું સુખ છોડી “ગરમ લોહીના સુખને ભોગવવાની વાત કરી છે !
ગુજરાતની સંસ્કૃતિ અહિંસા, જીવદયા, સર્વધર્મસમન્વય, સમાધાનવૃત્તિ જેવાં વિશિષ્ટ તોથી ઘડાયેલી છે. આ બધાં તો સૌમ્યતા અને ઉદાત્તતાથી પરિપૂર્ણ છે. આની અંદર એક નવું બળ પ્રગટાવ્યું મહાત્મા ગાંધીજીએ. એમણે નિર્બળ ગણતી ભાવનાની સબળતાનું જગતને ભાન કરાવ્યું. ગાંધીજીની વિશેષતા ગુજરાતમાં પડેલાં આ બીજને મનભર અને મનહર વિકાસ સાધવામાં છે. આપણું સંસ્કૃતિતો એ મહાન વ્યક્તિના પારસસ્પશે ચેતનવંતાં થયાં અને એને પ્રસાર ભારતમાં જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં થયે. ભારતીય સંસ્કૃતિનું જ અંગ
ગુજરાતમાં ખીલેલી આ ભાવનાઓ સુવાંગ ગુજરાતની જ છે એવું નથી. ખરેખર તે ગુજરાતની સંસ્કૃતિ તત્ત્વતઃ ભારતીય સંસ્કૃતિથી અળગી નથી, પણ પ્રાંતીય વૈશિલ્યના રંગ ધારણ કરતાં કરતાં એની કેટલીક ભાવનાઓ વિશેષપણે વિકસી છે. પરંતુ આ પ્રાંતીય વિશેષતાઓની રંગબેરંગી પુષ્પમાળાનું સળંગસૂત્ર તો ભારતીય સંસ્કૃતિ જ છે. ગુજરાતમાં કેટલીક ભૌગોલિક યા સામાજિક વિશેષતા જોવા મળે, પણ આપણે અહિંસા અને સર્વધર્મ સમભાવ જેવા સંસ્કારો માત્ર ગુજરાતમાં જ દેખાય છે એમ નથી; અમુક અંશે એ આખા ભારતમાં પણ દેખાય છે. આને વિશે એટલું કહી શકીએ કે આ સંસ્કારોની વિશેષ ખિલાવટ ગુજરાતમાં થઈ છે. આમ ભારતના જુદાજુદા પ્રદેશની પ્રજાના રીતરિવાજ, ટેવો, વલણે અને માન્યતા ભલે જુદાં હોય, પણ એમનાં મૂલ્ય તો એક જ છે. જેવી રીતે આપણે સ્વાધીનતાની ભાવનાને ભગતસિંહ, તિલક, રાનડે, ગાંધીજી અને શ્રી અરવિંદમાં જુદે જુદે રૂપે આવિષ્કાર થયે, એવું જ આપણી ભારતીય સંસ્કૃતિ વિશે છે. 'ઉપમાથી કહીએ તે આનું પિત એક જ છે, એમાં ભાત જુદી જુદી, અવનવા રંગેની ઝલકવાળી દેખાય છે એટલું જ,
Page #444
--------------------------------------------------------------------------
________________
ત્રણ રત્ન
લેખક શ્રી સુરેશ ગાંધી
યુવાન વયે મગધની ગાદીએ આવેલ રાજા શ્રેણિક પિતાના નવા ગઠિયાઓ અને વાહવાહ કરનારા સામંત-સરદારોના રંગમાં રંગાઈને વ્યભિચારી અને વ્યસની બની ગયું હતું.
નવવસંતનાં ફૂલોએ જ્યારે ફાગણ પર પ્રેમનો અભિષેક કર્યો અને વારાંગનાઓએ એમના મધુર કંઠે બિહાગ રાગ છેડી દીધે, ત્યારે શ્રેણિકે એના ગઠિયાઓને કહ્યું : “આજ તો બોરસલીની ગંધથી યૌવનનું પાનેતર ભીંજાઈ ગયું છે. મલય પવનના હિલોળે ચંચલ મન ડોલી ઊઠયું છે. ચાલે શિકારે જઈએ.”
અને એ ચાંદની રાતે શ્રેણિકની ટોળી વેણુવનમાં તૂટી પડી. મૃગલાં અને બીજાં જે પશુઓ હાથ આવ્યાં એમને મારી મારીને ધરતીને લાલ લહીથી રંગી દીધી!
પણ શ્રેણિકને મન હજુ શાંતિ નથી. જૂઈની સુગંધથી પાગલ બનેલા ભમરાની જેમ એ વિહવળ થઈને ચારેકોર ઘૂમી રહ્યો છે. ગોઠિયાઓની નજર ચુકાવી એણે રૂપની લાલસા છિપાવવા પિતાને ઘોડે દેડાવી મૂક્યો. એને એના ગુપ્તચર એ બાતમી આપી હતી કે દૂર એક ખેતરમાં એક ખેડૂત ઝૂંપડી બાંધીને ખેતી કરે છે અને તેની યુવાન પુત્રીને કામાંધ શિકારીઓની નજરથી બચાવી રહ્યો છે.
મધરાતે જઈ શ્રેણિકે ખેડૂતની ઝૂંપડીનું બારણું ખખડાવ્યું. ખેડૂતની યુવાન કન્યા નંદાએ બહાર આવીને પૂછ્યું : “અત્યારે શા માટે આવ્યા છે, અતિથિ ?”
યૌવનમાં હિલેળ લેતી આ કિસાન કન્યાને જોઈને શ્રેણિક પાગલ બની ગયે. એને કંઈ પણ બોલવાની ઈચ્છા થઈ નહિ. માત્ર ધરાઈ ધરાઈને એ એનું રૂપ જેતે રહ્યો. શરમાઈને નંદા અંદર ચાલી ગઈ ત્યારે જ એને ભાન થયું કે વસંતે ધરતી પર ફૂલનાં પગલાં મૂક્યાં છે અને કેસૂડાના રંગે એનું પાનેતર રંગાઈ ગયું છે. ઝૂંપડીની અંદર જઈ
Page #445
--------------------------------------------------------------------------
________________
૧૩૨
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવ-ગ્રંથ એણે કહ્યું: “આજની રાત રહીને કાલે સવારે મારે માર્ગે ચાલ્યા જઈશ. દરને પ્રવાસી છું, જગ્યા આપશે?”
ખેડૂત બાપ-દીકરીએ અતિથિને આદર કર્યો. જે કાંઈ ભજન પિતાની ઝૂંપડીમાં હતું તે એમણે હાજર કર્યું, અને અતિથિની ખૂબ સરભરા કરી. ચાર દિવસ સુધી અતિથિને પિતાને ત્યાં રાખે. એટલા વખતમાં તો શ્રેણિકે નંદાને પોતાના પ્રેમપાશમાં લપેટી, ભેળવી અને પતિત પણ કરી દીધી હતી! વિદાય થતી વખતે નંદાની આંગળીમાં રાજમુદ્રિકા પહેરાવતાં એ એટલું જ કહેતે ગયા : “મગધનો રહેવાસી છું. કોઈક દિવસ મગધની રાજધાની રાજગૃહીમાં આવવાનું થાય તે મારે આંગણે પધારજો!”
નામઠામ આપ્યા વિના ભેળી ખેડૂત કન્યાને ભેળવી પ્રવાસી તે ચાલ્યા ગયે, પણ નંદા, એ પ્રસંગના ચિંતાભર્યા સ્મરણરૂપે, ગર્ભને ધારણ કરી રહી. પૂરા દિવસે એને પુત્ર અવતર્યો. થોડા દિવસ પછી એક મેઘલી રાતે સર્પદંશથી નંદાને બાપ મૃત્યુ પામ્યા!
એકલી-અટૂલી નંદાએ, પિતાના ભલાળ સાથીઓની સહાયથી, મહેનત-મજૂરી કરીને, પંદર વર્ષ સુધી પોતાના બાળક અભયને ઉછેરીને માટે કર્યો.
એ વાતને પંદર વર્ષ વીતી ગયાં છે. ફરી એ જ વસંતની બહાર ખીલી ઊઠી છે. વૃક્ષપલ્લવે નવા અંકુર ફૂડ્યા છે. ફૂલે ફૂલે ભ્રમર ગુંજી રહ્યા છે. યૌવનના ઉંબરે આવેલા નંદાના પુત્ર અભયે એક દિવસ માને કહ્યું : “મા! મારા બાપુ ક્યાં છે?”
તુટેલી–જર્જરિત લાકડાની પેટીમાં મૂકેલી એક હાંડલીમાં સાચવી રાખેલી સોનાની મુદ્રિકા કાઢી નંદાએ અભયના હાથમાં મૂકીને કહ્યું : “હું જાણતી નથી બેટા, કે તારા પિતા શ્રેષ્ઠી છે કે સેનાપતિ છે. માત્ર આ મુદ્રિકા તારા પિતાની છે, અને મગધની રાજધાની રાજગૃહીમાં એ રહે છે.”
ચાલે મા, રાજગૃહીમાં જઈ એમને શોધી કાઢીએ.”
અભય અને નંદા રાજગૃહીને પાદર આવ્યાં. એમણે એક ખેડૂતને ઘેર ઉતારો કર્યો. પછી માતાને પ્રણામ કરી, આશ્વાસન આપી, અભય એના પિતાની ખોજમાં નીકળી પડયો.
છેલ્લા દશ વર્ષથી મગધપતિ શ્રેણિકના જીવનમાં મોટો પલટો આવ્યો છે. વ્યભિચારી અને વ્યસની મિત્રોની મંડળીને એણે વિદાય આપી છે. ભગવાન મહાવીરના ઉપદેશથી એણે મદિરા, માંસ અને વ્યભિચાર છેડ્યાં છે. પ્રભુના ધર્મોપદેશથી એનામાં ધર્મવૃત્તિ પ્રગટી છે; લેકો પ્રત્યે પ્રેમ અને દયાનાં ઝરણું ફૂટ્યાં છે. પ્રજાનું સુખ એ જ એની ચિંતા છે. કૂવા, વાવ અને તળાવો ઠેરઠેર બંધાવી એણે પ્રાણીમાત્ર પ્રત્યે કરુણા અને અહિંસા રાખવા પ્રધાને અને રાજ્યના અધિકારીઓને આજ્ઞા આપી છે. | મહારાજા શ્રેણિકને રાજકાજમાં મદદ કરવા માટે ચારસે નવાણુ મંત્રીઓ છે, પણ તેમાં મહામંત્રીની જગ્યા લે એ કઈ પણ વિચક્ષણ અને બુદ્ધિમાન પુરુષ હજી એની નજરે ચડતો નથી. એ હોદ્દા પર તે મહાપ્રતાપી અને બુદ્ધિને ભંડાર હોય એ જ માણસ શોભે, એટલે જુદી જુદી યુક્તિથી એવા માણસની શોધ થઈ રહી છે.
Page #446
--------------------------------------------------------------------------
________________
શ્રી સુરેશ ગાંધી : ત્રણ રને
૧૩૭ આજે મહારાજાના એક અધિકારીએ સાવ ખાલી, અવાવરૂ કૂવામાં એક સેનાની વિટી નાખીને જાહેર કર્યું છે કે “જે કોઈ માણસ અંદર ઊતર્યા વિના, કેઈ પણ સાધન વિના, એ વીંટી બહાર કાઢશે તેને રાજ્યના વડાપ્રધાનની પદવી આપવામાં આવશે.” " કુવા આગળ લોકનું મોટુ ટેળું જામ્યું છે. અંદરોઅંદર ખૂબ કોલાહલ થઈ રહ્યો છે. કુવાના તળિયે પડેલી સોનાની વીંટી અંધારામાંય ચમકી રહી છે. વીટીમાં ત્રણ રત્ન જડેલાં છે. તેને વાંસડા વિના કે એવા બીજા સાધન વિના બહાર કાઢવી કેવી રીતે?
અભયે ટેલું જોયું અને એ ટેળામાં પિસીને એ ત્યાં ભેગા થયેલા માણસોને કહેવા લાગે, “અરે, ભાઈ ! તમે બધા ચિંતામાં કેમ પડ્યા છે?”
એક જણે કહ્યું: “જુએ ને, કૂવામાં કેવી સુંદર વીંટી ચમકી રહી છે! અરે, એને ત્રણ ત્રણ તે રત્ન જડેલાં છે! લાખ સોનામહોર માલ છે. એને અંદર ઊતર્યા વગર કે બીજાં સાધને વિના બહાર કાઢવાની છે. એ કાઢનારને મગધપતિ પિતાના મહામંત્રી બનાવવાના છે. આમાં તે ભલભલા બુદ્ધિશાળીની બુદ્ધિ પણ બુઠ્ઠી બની જાય એવું કામ છે.”
અભયે કહ્યું : “મારે મન તે આ રમત છે. તમે બધા ભાઈઓ અને બહેને સહકાર આપશો ?” " બધાંએ હા પાડી એટલે અભય કૂવાની પાળ આગળ આવ્યું. એક માણસને મોકલી તાજા છાણને પિોદળે મંગાવ્યું અને બરાબર પિલી વીંટી પર નાખે. પછી એક સુકા ઘાસને પૂળે મંગાવી તેને સળગાવી એ છાણ પર ફેંક્યો. ઘાસના તાપથી છાણ સુકાઈ ગયું. વીંટી એમાં એંટી ગઈ. પછી બધાં ભાઈઓ અને બહેનેને સાબદા કરી પાસેના ભરેલા કૂવામાંથી પાણીના હાંડા ખેંચી ખેંચી આ ખાલી કૂવામાં ઠાલવવા કહ્યું. તે પણ એમની સાથે કામે લાગી ગયો. પાણી એક કૂવાના કાંઠા સુધી આવતાં છાણું પણું તરીને ઉપર આવ્યું. અભયે તે લઈ લીધું અને અંદરની વીંટી મહારાજાના અધિકારીના હાથમાં મૂકી. લેકે અભયની બુદ્ધિપ્રતિભાથી અંજાઈ આશ્ચર્યમાં ડૂબી ગયા.
બધાએ કહ્યું, ધન્ય છે. અમલદાર પણ ખુશ ખુશ થઈ ગયો અને અભયને મહારાજા શ્રેણિક પાસે લઈ ગયો. રાજાએ બધી વાત સાંભળી એને વાસ થાબડ્યો અને વીંટી ભેટ આપીને એની ઓળખાણ પૂછી. અભયે તેની માતાએ આપેલી મુદ્રિકા મહારાજના હાથમાં મૂકીને પંદર વર્ષ પહેલાને પ્રસંગ યાદ દેવડાવ્યા. મહારાજા ઝાંખા પડી ગયા.
એમને બધું યાદ આવ્યું. ગળગળા થઈ એમણે પુત્રને માથે હાથ મૂક્યો અને દરબાર ભરી એને મહામંત્રીની પદવી આપી. પછી ખેડૂતને ઘેર પાલખી મોકલી નંદાને રાજમહેલમાં બેલાવી લીધી. ચાર આખે ભેગી થતાં મહારાજાની આંખમાં હર્ષનાં આંસુ આવ્યાં. " નંદાએ પતિના પગમાં પડી કહ્યું : “દેવ, હું તે ભવભવની દાસી. આ જન્મમાં તમે ન મળતા તે અનેક જન્મ સુધી રાહ જોઈને બેસી રહેત!”
રાજગૃહી નગરીના દુર્ગપાલેએ દાંડી પીટીને મહામંત્રી તરીકે અભયની વરણી થઈ હોવાની જાહેરાત કરી દીધી છે. જોકે અને ચૌટે એની બુદ્ધિમત્તાનાં વખાણ થઈ રહ્યા છે.
Page #447
--------------------------------------------------------------------------
________________
*
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ-મહાત્સવ ગ્રંચ
લોકો તે એ સમાચાર જાણી રાજી રાજી થઈ ગયા છે. ઘેર ઘેર આસપાલવનાં તારણા મ ધાયાં છે. રંગરાગ, ઉત્સવ અને નૃત્યગાન થઈ રહ્યાં છે. જેમ પ્રજાને કુશળ મહામંત્રી મળ્યા તેમ રાજાને પણ પદર વર્ષ પછી પેાતાનાં સ્ત્રી-પુત્ર મળ્યાં એના અધિક આનંદ છે. મહારાજા શ્રેણિકે મત્રીઓને કહ્યું : “ આજના મ`ગલ પ્રસંગે પ્રભુ મહાવીરને આશીર્વાદ આપવા રાજગ્રહીમાં પધારવા આમંત્રણ પાઠવેા.”
ભગવાન મહાવીર વેણુવનમાં પેાતાના સાધુસંઘ સાથે બિરાજી રહ્યા છે. માનવજાતના કલ્યાણની અહેાનિશ કામનાથી એમનાં નયનેામાં કરુણાના નિધિ છલકાય છે. રાજસેવકાએ ઘેાડાપરથી ઊતરી એમના ચરણમાં પડી કહ્યું : “ પ્રભુની ચરણરજ લેવાની ઇચ્છાથી મગધનરેશ શ્રેણિકે આપને યાદ કર્યો છે.”
ખીજા દિવસે શ્રમણુસોંઘ સાથે પ્રભુ મહાવીરે રાજગ્રહી નગરીને પાવન કરી. લોકોના આનંદ સમાતા નથી. એમના પવિત્ર પગલે દુદુભિ વાગી રહ્યા છે. અંતઃપુરના મેટા સ્ત્રીસમુદાય સાથે મહારાજા શ્રેણિક અને અભયે પ્રભુનું વંદન કર્યું. અભયે કહ્યું : કાદવમાં ડૂબેલા એવા અમને આપની અમૃતવાણી સંભળાવી પાવન કરી પ્રભુ ! ’
<< પાપના
ત્રણ ત્રણ દિવસ સુધી પ્રભુની અમૃતવાણીના પ્રવાહ નાના-મોટા, ઊંચ-નીચ સૌ જીવાને પુણ્યસ્નાન કરાવી રહ્યો છે. જીવનની વેણુ મ'ગલ સૂરે વાગી ઊઠી છે. જાણે આકાશમાં મેઘમાલા પણ થંભી ગઈ છે. ભગવાન મહાવીરની પ્રેમવાણીથી ભીંજાયેલા અભયે એમના પગમાં પડીને કહ્યું : “ હિંસામાંથી અહિંસામાં, અસત્યામાંથી સત્યમાં અને અંધકારમાંથી પ્રકાશમાં પ્રેરનારી આપની વાણી ધન્ય છે પ્રભુ ! ” અને પછી એણે પેાતાની આંગળીમાંથી ત્રણ રત્નાવાળી વીંટી કાઢી પ્રભુના ચરણમાં મૂકી દીધી.
ભગવાન મહાવીરે કહ્યું : “ સાધુઓને સુવણ કે રત્નોની શી જરૂર છે? અમારા સંઘના બધા સાધુએ પાસે આથીયે વધુ મૂલ્યવાન ત્રણ રત્ના હાય છે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર. એ પેાતાની જાતને અને બીજાને પણ સમૃદ્ધિશાળી બનાવી શકે છે.’’
સમય થયે એટલે પ્રભુએ તેા શ્રમણુસંઘ સાથે વિદાય લીધી. પણ અભય વિચારોના ચકરાવામાં ચડયો : જેમણે ત્રણ રત્નાથી પોતાનું જીવન વિભૂષિત કર્યુ. હાય એવી વિભૂતિના ચરણે શા માટે ન જવું ?
એવામાં ઘેાડા દિવસ પછી એક મુનિનું રાજગ્રહીમાં આગમન થયુ.
પ્રભુ મહાવીર પાસે દીક્ષા લઈને નગર નગરમાં ઘૂમતે આ સાધુ રાજગૃહીની ગલીએમાં ઘૂમવા લાગ્યા. સાધુ બનેલા એ ગરીબ કઠિયારાને કાઈ એ પણુ ભીક્ષા ન આપી. કેટલાકે એમ પણ કહ્યું કે, પેટ નહેાતું ભરાતું એટલે સાધુ થયાં છે! લેાકેાના તિરસ્કાર અને ઉપાલંભાને સહન કરતા સાધુ મૂંગા મૂંગા રસ્તા પરથી નત મસ્તકે ચાલ્યા જતા હતા; એ કોઈની પણ સાથે ખેલતા નહેાતે.
નગરચર્ચા જોવા નીકળેલા અભયે તેને જોયા. લેાકેાનું ટાળું મુનિની પાછળ પડ્યુ હતું અને અનેક જાતની વાતેા કરીને એને વગેાવી રહ્યું હતું. અભય પ્રભુ મહાવીરના ભક્ત હતા. તેનું હૃદય અનુક`પાથી ભરાઈ ગયું. સાધુ-મુનિઓને એ હમેશાં વદન કરતા અને ભાવ
Page #448
--------------------------------------------------------------------------
________________
શ્રી સુરેશ ગાંધીઃ ત્રણ રત્ન
૧૩૫ પૂર્વક ભિક્ષા આપતે. એ મુનિને ઊભા રાખી પગે લાગી અભયે કહ્યું: “ગુણની પૂજા માટે વય કે જાતિ જેવાતી નથી. જ્ઞાન અને ગુણ તે સર્વત્ર પૂજ્ય છે.”
મુનિએ આનંદ પામી અભયને આશીર્વાદ આપ્યા. પાછળ આવતા લોકોના ટોળાને આશ્ચર્ય થયું. તેઓ અભય અને મુનિને આજુબાજુથી ઘેરી વળ્યા. એક જણાએ તે મુનિ પર પથ્થર પણ ફેંક્યો. એથી ચેકીને ગંભીર બનેલા અભયે પોતાના હાથમાંની સોનાની વીંટીમાંથી ત્રણ રને બહાર કાઢી લેકના ટેળાને ઉદ્દેશીને કહ્યું: “શાંત થાઓ અને સાંભળે, મારે આ ત્રણ રત્ન આપવાનાં છે.”
કોને આપવાના છે?” ટેળામાંથી અવાજ આવ્યો.
અભયે કહ્યું: “જે ત્રણ વસ્તુ છેડે તેને એક ઠંડું પાણી, બીજી વસ્તુ અગ્નિ અને ત્રીજી સી.”
લેકે કહે : “એ તે ભારે મુશ્કેલ. હંમેશા ગરમ પાણી પીવું, કઈ પણ જાતને અગ્નિ પિતાના માટે સળગાવ નહિ અને સ્ત્રી સાથે સંબંધ હંમેશ માટે છોડી દે એ તે ભાર કઠણ કામ. એ કેમ બને?”
અભયે ગંભીર બનીને કહ્યું: “આ રત્નના અધિકારી તમે નહિ, પણ આ મુનિ છે. એમણે સાધુનાં વચ્ચે એઢી હમેશને માટે ઠંડું પાણી છોડવું છે, અગ્નિ છેડ્યો અને સ્ત્રીસંગ પણ છોડ છે.”
સાધુએ કહ્યું: “અમોને એ વીટી ને ખપે. અમે અપરિગ્રહી છીએ. આવા પાર્થિવ રત્ન કરતાં વધુ કીમતી રત્નો અમારી પાસે છે.”
ધન્ય છે, ધન્ય છે,” એ મુનિને જયજયકાર કર્યો. સ્વાર્થ અને સુખમાં અહેનિશ રારાતા લકે એ એમની ચરણવંદના કરી અને કહ્યું : “અમારી ભૂલ થઈ મુનિવર, અમને ક્ષમા આપે.”
સાધુએ પિતાની પાસેનાં ત્રણે રત્નો માનવજાતના કલ્યાણ માટે આપી દીધાં. વીતરાગી સાધુની અમૃત વાણીથી તે દિવસે રાજગૃહી નગરી ધન્ય બની. બીજા દિવસે અભયે એ જ કઠિયારા સાધુ પાસે દીક્ષા લીધી અને તેમની સાથે વનને મારગ લીધે.
આકાશમાં શ્યામ મેઘઘટા જામવા માંડી હતી. અષાઢને પવન જોરજોરથી આવીને રાજગૃહી નગરીનાં બારી-બારણું ખખડાવી રહ્યો હતે. મુનિ અને અભયના અંતરનાં દ્વાર પણ એ જ રીતે ઉઘાડ-બીડ થઈ રહ્યાં હતાં. કેઈ અપાર્થિવ તેજને ઝંખતા તેઓ આગળ 'ને આગળ ચાલ્યા જતા હતા. અને નગરનાં નર-નારીઓ એમને દૂર રહ્યાં રહ્યાં અંતરથી વંદન કરી રહ્યાં હતાં.
Page #449
--------------------------------------------------------------------------
________________
અભયસમકૃત
માનતું ગ-માનવતી-ચઉપઈ
સંપાદક : કનુભાઈ વ્ર, શેઠ એમ. એ.
અભયશોમત માનતુંગ-માનવતી-ચઉપઈની રચના વિ. સં. ૧૭૨૭માં થયેલી છે. પ્રસ્તુત કૃતિનું સંપાદન અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના
મુનિ શ્રી પુણ્યવિજયજીના સંગ્રહની સં. ૧૭૪૭માં લખાયેલી, એક શુદ્ધ પ્રત પરથી કર્યું - છે. ભંડારના ૨૭૫ર ક્રમાંકવાળા ગૂટકામાં બીજી કૃતિઓની સાથે પાના ૧૧ થી ૧૮
સુધીમાં આ કાવ્ય ઉતારેલું છે. ભુજ મધ્યે સં. ૧૭૪૭ના આધિન માસમાં તેની નકલ કરવામાં આવી છે. કૃતિ સં. ૧૨૭માં રચાઈ, એ એની “પ્રશસ્તિના નીચેના ઉલ્લેખ પરથી સ્પષ્ટ થાય છે?
“સતર સતાવીશ સંવત્સરઈ, સુદિ આસાઢષ્ઠ દ્વિતીયા દિન ગુરઇ, ખરતર સહગુરુ જિણચંદ જયકરુ, તેહનઈ રાજઈ સેહગસુંદર; સુંદર સેમસુંદર પ્રસાદિ, અભયમ ઈણિપરિ કહઈ,
એ સરસ કહિનઈ કથા દાખી, ભેદ મતિમંદિર લહઈ.” (૪) - પરથી જાણવા મળે છે કે તે ખરતરગચ્છના જિનચંદના શિષ્ય સમસુંદરના શિષ્ય હતા. તે સિવાય કઈ ખાસ માહિતી તેમના અંગત જીવન વિષે પ્રાપ્ત થતી નથી.
* શ્રી મેહનલાલ દલીચંદ દેસાઈએ કવિની પ્રાપ્ત કૃતિઓની હસ્તપ્રતોને આધારે તેમને ક્વનાથ સંવત ૧૭૧૧ થી ૧૭૨૯ ગણાવ્યું છે. (જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, પૂ. ૬૪,) અને આ ચપણ ઉપરાંત બીજી ત્રણ કૃતિઓ: ૧. વૈદભ ચોપાઈ (સં. ૧૭૧૧), વિક્રમચરિત્ર ખાપરા ચોપાઈ (સં. ૧૭૨) અને વિક્રમચરિત્ર (લીલાવતી) ચોપાઈ (સં. ૧૭૨૪) ઉપલબ્ધ થતી હોવાનું નોંધ્યું છે. (જેન ગૂર્જર કવિઓ, ભાગ ૨, ૫. ૧૪-૧૪૬ )
Page #450
--------------------------------------------------------------------------
________________
શ્રી કનુભાઈઝ શેઠ અભયસમકૃત માનતુંગમાનવતી ચઉપઈ ! આ કૃતિની ભાષામાં મારવાડી-ગુજરાતીનું મિશ્રણ જોવા મળે છે. શ્રી ઉમાશંકર જોશી આ ભાષાને મારુ-ગુર્જર તરીકે અને પુરાતત્ત્વાચાર્ય મુનિ શ્રી જિનવિજ્યજી આમે, રાજસ્થાની–ગુર્જર તરીકે ઓળખાવે છે.
. . . . પ્રતમાં કુલ ૮ પાનાં છે. પાનાનું સામાન્ય મા૫ ૭૧ ૪૪૭” ઈંચ છે. દરેક પાનાં પરે ય: ૧૭ પંક્તિ છે. પત્રની ડાબી અને જમણી બાજુ ૦૬” ને હાંસિયે લાલ શાહીથી અંકિત કરવામાં આવ્યું છે. સમગ્ર પ્રત સુવાચ્ય દેવનાગરી લિપિમાં એક હસ્તે ઉતારલી છે. તે પ્રસ્તુત એક જ પ્રત પરથી આ કૃતિ અહીં રજૂ કરી છે.
કથાસાર કવિ અભયસોમ આરંભમાં ગુરુને નમન કરી, પછી પહેલી કડીમાં સરસ્વતી અને સૂદૂગુરુને પ્રણામ કરી કાવ્યને પ્રારંભ કરે છે..
માલવદેશમાં આવેલ ઉજજન નગરીમાં રાજા માનતુંગ રાજ્ય કરતો હતો. તેને રૂ૫ગુણયુક્ત ગુણસુંદરી નામે રાણી હતી. તે નગરમાં શ્રેષ્ઠી ધનપતિ અને તેની પત્ની ધનવતી રહેતાં હતા. તેમને રંભા જેવી સ્વરૂપવાન અને ચોસઠ કલામાં નિપુણ એવી માનવતી નામની પુત્રી હતી. | એકવાર રાત્રિ સમયે નગરચર્ચા કરવા નીકળેલ રાજા માનતુંગે ચાર-પાંચ કન્યકાએને અરસપરસ વાતો કરતાં સાંભળી. એકે કહ્યું: “હું પતિની સેવા કરીને તેને રીઝવીશ.” બીજીએ કહ્યું: “હું ભાતભાતનાં ભેજન દ્વારા પતિને પ્રસન્ન કરીશ.” માનવતીએ કહ્યું: છે જે પ્રીતમને પૂર્ણપણે વશ કરીએ તે જ પરણ્યાનું પ્રમાણ કહેવાય. જે સાત ઘડા પાણી વડે મારા પાદનું પ્રક્ષાલન કરશે અને હું ધરતી પર પગ મૂકું ત્યારે પિતાની હથેળી ધરશે, એવા પુરુષને હું મારે “કંથ” બનાવીશ.” પ્રછન્નપણે આ સાંભળી રહેલા રાજાએ તેને પરણીને તેને ગર્વ ઉતારવા નિર્ણય કર્યો.
બીજે દિવસે પ્રધાન દ્વારા માગું કરી રાજા ધનપતિની પુત્રી માનવતીને પરણ. પરચા આદ તેને સાથે ન રાખતાં રાજા માનતંગે માનવતીને એકાંતમાં આવેલ એકથભા મહેલમાં ચેકીપહેરા નીચે રાખી અને તે રાત્રીએ સખીઓ પાસે બોલેલા બેલ સિદ્ધ કરી બતાવવા જણાવ્યું
માનવતીએ પણ પોતાના બોલ સિદ્ધ કરવાનો નિર્ણય કર્યો. પિતાના પિતાને બેલાવી આ સર્વ બિના તેણે જણાવી, અને એમને પોતાના ગૃહથી એકથંભા મહેલ સુધી સુરંગ તૈયાર કરવા જણાવ્યું. થોડા વખતમાં જ ધનપતિએ તે પ્રમાણે સુરંગ ખોદાવી. સુરંગ વાટે એકાંતવાસ તજી માનવતી પિતાગૃહે આવી ' પછી માનવતીએ ગિનીને વેશ ધારણ કરી, હાથમાં વીણા લઈ નગરમાં ફરવા માંડયું. માનતુંગે તેના વીણાવાદન”થી આકર્ષાઈ તેને મંત્રી દ્વારા તેડાવી તેને આદરસત્કાર કર્યો. ગિનીને જોઈ રાજાને તે “એકથંભા મહેલમાં રહેતી માનવતી” હેવાને જામ થ. રાજાને વિચારમાં પડેલે જઈ માનવતી ચેતી ગઈ. ગિનીને વિદાય કરી
Page #451
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જેને સુવર્ણ વિદ્યાલયમાહાત્મય રાજા જલદીથી એકથંભા મહેલ તરફ રવાના થયે. માનવતી પણ સુરંગ વાટે એકથંભા મહેલમાં જઈ પલંગ પર સૂઈ ગઈ. રાજાએ આવી માનવતીને જે તેને ભ્રમ દૂર થયો.
ગિની તરફ આકર્ષાયેલ રાજાએ તેને ફરી બેલાવી, કાયમ પિતાની સાથે રહેવા વિનંતિ કરી. “રાજા પિતાની સાથે એક ગામ અને એક ઠામમાં રહેશે ” એવી શરત કરી,
ગિની રાજા સાથે રહેવા લાગી. . હવે એક વખતે “મુંગી પાટણનગરના રાજા દલથંભણની પુત્રી રત્નપતીનું “નારીયેલ” લઈ તેને પ્રધાન રાજા માનતુંગ પાસે આવ્યું. રાજાએ તેને સ્વીકાર કર્યો. હવે તેને પરણવા માટે “મુંગીપાટણ” જવાનું થતાં, રાજા વિસામણમાં પડયો, કેમકે શરત પ્રમાણે તે ગિનીને મૂકીને ક્યાંય જઈ શકે તેમ ન હતો. રાજાએ પિતાની મુશ્કેલી
ગિનીને જણાવતાં, તે પણ રાજા સાથે “મુંગી પાટણ” જવા તૈયાર થઈ. - રાજા ગિનીને લઈને મુંગીપાટણ જવા નીકળે. બે-ત્રણ મજલ ગયા બાદ રાજાએ વિશ્રામ કર્યો. ગિની રાજાની રજા લઈ સ્નાન કરવા સરોવરે ગઈ. યોગિનીને વેશ ઉતારી તેણે સોળ શણગાર ધારણ કર્યા અને પાસે આવેલ વૃક્ષની ડાળી પર હીંચકા ખાતી ખાતી ગીત ગાવા લાગી. • વિલંબ થતાં રાજા ગિનીની તપાસ કરવા સરોવર કિનારે આવ્યું. ગિનીને બદલે એક રૂપવતીને જોઈ તે તેના પર આસક્ત થઈ ગયા. પાસે જઈ તેણે તેની સાથે વાતચીત આરંભી. પિલી રૂપવતીએ રાજાને જણાવ્યું: “વિદ્યાધરી છું. જે કઈ સાત ઘડા પાણી લાવી મારા પગ ધોઈ તે ચરણદક પીવે તેની સાથે હું લગ્ન કરીશ.” તે સાંભળી માનતુંગે તેની સાથે પરણવાને નિર્ણય કર્યો. અન્ય સાધન ન મળતાં, તેણે હાથની અંજલિ બનાવી, પાણી લાવી તેની સર્વ શરતો પૂર્ણ કરી. હવે થોડીવાર રાજા સાથે બેસી પેલી રૂપવતી યુક્તિપૂર્વક રાજા પાસેથી અલેપ થઈ ગઈ નિરાશ થયેલે રાજા વિશ્રામસ્થાને પાછો ફર્યો.
એટલામાં માનવતી ફરી ગિનીને વેશ ધારણ કરી રાજા સમક્ષ આવી પહોંચી. રાજા તેની સાથે મુંગપાટણ પહોંચ્યા. નગર બહાર આવેલી વાટિકામાં તેને મૂકી, રાજા રત્નાવતીને પરણવા નગરમાં ગયો.
માનવતીએ ફરી પાછો ગિનીને વેશ ઉતારી અન્ય વેશ ધારણ કર્યો. અને રાજા માનતુંગ પાસે જઈ પિતાને કુંવરીની “ધાઈ' તરીકે ઓળખાવી તથા જણાવ્યું કે
ગોત્ર દેવતાનું કારજ કર્યું નથી એટલે હમણું કુંવરીને સમાગમ થઈ શકશે નહીં.” રાજા આ સાંભળી નિરાશ થયે.
' પછી માનવતીએ કન્યાવાળાઓની પાસે જઈ પોતાની જાતને “માનતુંગ રાજની વડારણ” તરીકે ઓળખાવી અને જણાવ્યું કે “અમારા કુલદેવતાને બલિ કરવાને છે, જે અમે ઉજજેનનગરી ગયા પછી થશે. એટલે ત્યાં સુધી કુંવરીને રાજાને મિલાપ થશે નહીં.”
ફરી પાછી માનવતી રાજા પાસે આવીને એની સેવા કરવા તેની સાથે રહેવા લાગી. આ સમય દરમ્યાન તેણે અનેક હાવભાવ દ્વારા રાજાને પોતાના તરફ આકષી, તેને મેહમાં પાડી દીધું. રાજા પણ તેની સાથે અનેક પ્રકારના ભેગ ભેગવા લાગ્યો. થોડા સમય બાદ
Page #452
--------------------------------------------------------------------------
________________
: શ્રી કનુભાઈ વ. શેઠ અભયસેમિકૃત માનતુંગમાનવતી ચઉપઈ
૧૯ માનવતીને રાજા માનતુંગથી ગર્ભ રહ્યો. તેણે આ વાત રાજાને જણાવી. રાજા માનતુંગે તેને પોતાની સાથે ઉજજેનનગરી આવવા જણાવ્યું. પણ માનવતીએ દલથંભણ રાજાનું બહાનું બતાવી તેમ કરવાની અશક્તિ બતાવી. પછી માનવતીએ રાજા પાસે આ બાબતની નિશાની તરીકે રાજાના નામવાળી વીંટી, મોતીને હાર અને હાથનાં સાંકળાં માગી લીધાં. બાદ માનવતી યુક્તિપૂર્વક રાજા પાસેથી છટકી ઉજજેનનગરી ચાલી આવી અને એકથંભા મહેલમાં રહેવા લાગી. તેણે પિતાને ગર્ભ રહ્યાની વાત વહેતી કરી.
રાજા માનતુંગ દલથંભણ રાજાની રજા લઈ ઉજજૈન નગરી પાછો આવ્યું. તેટલામાં ચંદરી નગરીના ચક્રવતી રાજાને પિતાને ત્યાં આવી જવાનો સંદેશ મળતાં તે એકદમ તે તરફ રવાના થયે માર્ગમાં તેને પટરાણીને સંદેશો મળે કે રાણી માનવતીને ગર્ભ રહ્યો છે. પણ રાજાને આ વાત પર વિશ્વાસ ન આવ્યું. આગળ વધીને તે ચંદરી નગરી જઈ શિશુપાલ રાજાને મળ્યો. એટલામાં બીજો સંદેશે આવ્યો કે રાણી માનવતીએ સીંમતનું સ્નાન કર્યું છે. રાજા હવે વિચારમાં પડી ગયે. થોડા સમય બાદ ફરી સંદેશો આવ્યો કે માનવતીએ પુત્રને જન્મ આપ્યો છે. રાજાને હવે આ વાત સાચી લાગી. તે તરત જ ઉજજેનનગરી પાછા આવ્યા.
પાછા આવ્યા બાદ રાજા દરબાર ભરી બેઠે હતે એટલામાં માનવતીએ આવી પુત્રને રાજા સમક્ષ મૂક્યો. પોતાના જેવું બાળકનું રૂપ જોઈ રાજા અચંબો પામ્યું. રાજાએ
આ અંગે માનવતીને પૃછા કરી. ખુલાસો કરતાં માનવતીએ સર્વ ભેદ ખુલ્લે કર્યો અને પિતે જ “ગિની”, “વિદ્યાધરી ” અને “ધાઈ હોવાનું જણાવ્યું. રાજાએ પ્રત્યક્ષ પ્રમાણ વગર આ વાત સત્ય માનવાને ઇન્કાર કર્યો એટલે માનવતીએ પેલી વીંટી, મોતીને હારે અને હાથનાં સાંકળ રજૂ કર્યા. હવે રાજાને સર્વ બાબત સમજાઈ ગઈ. માનવતીએ કહ્યું કે એણે પિતાના સર્વ બેલ સિદ્ધ કર્યા છે. રાજાએ માનવતીના શીલની પ્રશંસા કરી તેને પટરાણીપદે સ્થાપી.
હવે એક વખત નગર બહાર એક સાધુ મહારાજ પધાર્યા. માનતુંગ અને માનવતી તેમને વંદના કરવા ગયાં. વંદના બાદ પૃચ્છા કરતા સાધુ મહારાજે તેઓને તેમના પૂર્વભવને વૃત્તાન્ત કહ્યો. સાધુ મહારાજને ઉપદેશ સાંભળી તેમણે શ્રાવકને અનુરૂપ બાર વ્રતને સ્વીકાર કર્યો. આમ વ્રત ધારણ કરી રહેલા તેઓ સમત્વ પામ્યાં.
માનતુંગ-માનવતી-ચઉપઈ
શ્રીગુરુભ્ય નમઃ પ્રણમ્ માતા સરસતી, પ્રણમું સદગુરુ પાય; મુરખથી પંડિત કરઈ, જસ જગમઈ કહેવાય. ૧ કથા સરિસ નઈ કવિવયણ, કેલવીયા બહુ મીઠ; સાકર દ્વાખ અમી થકી, મઈ તે અધિકા દીઠ. ૨ ધરમ અનેક પ્રકાર છઈ, સાચ સમે નહી કેઈ; બેલણહારઉ સાચનઉ, કેઈક વિરલે જોઈ. ૩
Page #453
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવનાથ માનવતી વાંકઉ કાઉ, સમઉ હઉ અવસાણ; માનતુંગ આગલિ મિલ્યાં, જેહનઉ રહીઉ માણ. ૪. કહું કથા હવિ તેહની, જિમ હોઈ જગ માંહિ; સાવધાન થઈ સાંભલે, સુરતા મન પર ચાહિ. ૫
હાલ ૧
[ચઉપઈની ]. માલાગિર છઈ માલવદેસ, બીજા દેસાં ઉચપ્રદેશ, તીરથ તોય ઘણું તિહાં થાન, સન્નકાર ઘણા જિહાં દાન. ૧ રાજા પરજા ધરમી લેક, પાન ફૂલ લાભે સહુ શેક; ઉજેણીનગરી પરધાન, માનતુંગ રાજા બહુમાન. ૨ કેઈ ને લોપઈ જેહની કાર, વયરી છતા ખડગ પ્રહાર પરજા પાસે ટાલે વાંક, રૂપકલાગુણ આડઉ આંક.. ૩ વિજઈ પંજર સરણાઈ સૂર, વાચા અવિચલ તેજ પçર;
ખ્યાગ ત્યાગ નિકલંક નરેસ, કીરત જેહની દેસ પ્રદેસ. ૪ અણુભંગ વિરુદ માહામછરાલ, ઉન ઘનાઘન નઈ ઢાલ; ગુણસુંદરિ રાણુ ગુણભરી, સીતા સીલઈ સેહિ ખરી. પણ નગર માંહિ વસઈ વિવહારીયા, લાખ કેડિ માયા ધારીઆ સત પેઢીયા કે સાહ્કાર, ઘરઘર બારઈ દઈદઇકાર. ૬ ધનપતિ સેઠ વસઈ તિણે ઠામ, દેસ નગર મઈ જેહને નામ; ધનવતી ધરણી તેહની જણિ, મીઠી તેહની અમૃત વાણ. ૭ માનવતી તેની ઘરિ સાર, પુત્રી રંભ તણુઈ અવતાર). લખણું બત્રીસ અછઈ જે અંગ, ચઉસઠિ કલા તેહને પરસંગ. ૮ લેક માંહિ ઘણે જસ તેહ, ચંપાવરણ અછઈ તસુ દેહ; માતપિતાનઉ પણિ છે નેહ, પુત્ર જિસી ઘરરાખણ રેડ ૯ વય આવી જવનની સંધિ, લાજઈ નમીઉ જેહને કંધિ; ડાહી નઈ ભેલી પિણ જાણિ, કીજઈ તેહનાકિતાઈ વખાણ. ૧૦
હા ] - માનતુંગ એકણું સમઈ, મનમઈ અંતે એમ જેવું પરજા કેહવઉ, રાખે મુજસૂ પ્રેમ. ૧ અંધારી તારાં ભરી, રાયણ પહૂર વિતી; સીખ દેઈ દરબારથી, ઉઠયો મન ધર ચીત. ૨ શામ વેસ પહિરણ સજે, ખડગ ધરઈ નિજ હાથ; એકાકી નઈ ભય રહિત, બીજે કે નહીં સાથ. ૩
Page #454
--------------------------------------------------------------------------
________________
કનુભાઈ શેઠ અભયસેમિકૃત માનતુંગમાનવતી-ચઉપઈ
- ચઉકિ ગલી ચુટે ભમઈ, સુણત નવ નવ વાત; રલીયાં ફિરતો રંગમઈ, હુઈ તિસઈ અધરાતિ. ૪ સરખી વય સરિખે ગુણે, સરખિ રૂપ ઉદાર; સરખિઈ કુલ નઈ માજ નઈ, એલઈ સાત કુમાર. ૫
- હાલ ૨ . ' '' -
[ રાગ મા કામ પરીક્ષા, એ દેશી ] બાલી ભલી મિલને એક રે, રામતિ રમઈ રે રસાલા એક એકથી ચઢતી કલા રે, માનવતી વિચિ બાલ બાલી. ૧ લૂયરિ દીધી અસામણી રે, કુંદી દીધી ફેર; રાસ રમી નવલા રાગમઈ રે, ઘરહર મિલિનઈ ઘેર. બાલી. ૨ રામિત કરનઈ બઈડી રંગમઈ રે, વાત કરઈ ધરિ પ્રેમ; આપે કિમ રમિસ્યાં એકઠાં રે, પરણ્યા પાછઈ કેમ. બાલી૩ કહે બાલી તે ઈક કન્યકા રે, ઈણ નગરી વીવાહ; આપણાને થાસઈ એક ઠા રે, વર જોયા ધર ચાહ. બાલી. ૪ માનવતી કહઈ તિહાં માહારે રે, નહી જે કોઈ વિદ; રાતિ દિવસ તે જોતા રહઈ રે, પિતા ન આવઈ નીંદ. બાલી. ૫ વલતી કન્યા એક કહઈ ઇસ રે,
મિસ્યાં કિણ સંગ; - કથન અલ્હારો કહો ચાલસઈ રે, કંતઉ કિણહી જગ? બાલી: ૬ - માનવતી કહઈ વાલ્લાં કતને રે, દિલ છઈ આપણે હાથ;
કેલવણી જે જાણેઈ કામિની રે, બયેલ ચલઈ જિમ નાથ. બાલી. ૭ - પૂછું બહિની કિણિપરિ રીંઝવી રે, વસ કરીસ્યઉ કિમ કંત, કામણ મેહણ નારી કેલવી રે, અથવા ગુણિનઈ મંત. બાલી. ૮ કહઈ ઈકબાલી હું વસિ કરું રે, સેવા કરી રે સભાવ; કથન ન લેવું કદિહી કેતનઉ રે, હીયડઈ કરઈ હાવભાવ. બાલી. ૯ કહઈ બીજી ભેજન ભગતિશું રે, કહઈ ત્રીજી સિણગાર; , , રાગરંગ કરે જેથી કઈ રે, વસ કરનૅ ભરતાર. બાલીટ : ૧૦ - કહિ બાઈ! તું કિશુપરિ રીઝવી રે, કંતઉ કિસે ગુણેહ; માનવતી કહે તેક્ષે સાંભલઉ રે, નારિ નહી છઈ તેહ. બાલી. ૧૧
કહ્યો કરઈ જે કંતનઉ, તે કિમ કહીયઈ નારિ, પગસું પાછઉ ઠેલતાં, કદે ન મુંકઈ લાર૧ ગુણવંતી સીલ સધર, તિગુર કિસે વિચાર સદા સદા તિણ નારિનઈ, કંત ન લઈ કાર. ૨,
Page #455
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવ : જઉ કયું પામઈ હોવઈ, તેં જગ કીજે જે કંતારો કહિવઉ કિસૂ, મેલ લિઉ દે મેર. ૩ કહઈ બીજી તિહાં કન્યકા, તું કિમ રીઝિસિ કંત; હ્માંમઈ તું અધિકી ચતુર, તાહરઈ કેહઉ તંત. ૪ સાત ઘડે પાણીતણે, પાઉ પખાલઈ પીવ; પગ ધરતી દેતાં થકાં, માંડે હાથ સદીવ. ૫ માનતુંગ રાજા સૂણી, વાતાં તણઉ વિવેક; બીજી બાલા પાધરી, બલકડી છઈ એક. ૬
હાલ છે
[મઈ વઈરાગ સંગ્રહ એહની ] ચિતમઈ રાજા ચીતવઈ, બહુ બેલી ઈક બાલી રે, કહે એ વાતાં કિમ હવઈ, વાત અચંભઈ વાલી રે. ચિત અચિરજ મનમઈ આંઉ, રાજા હૃદય વિચારી રે; જેલ બેલ બોલઉ જિકયું, કામિન કઠિન કુમારી રે. ચિત૦ ૨ મનમઈ ગાંઠિ ગ્રહી સહી, રાજા એમ વિમાસી રે; બાલ ઉતારું એહને, થાઈ જગમઈ હાસી રે. શિત ૩ અધિરતિ વલી જેતલઈ, બાલ સવે ઘર જાવે રે, રાજા પૂઠઈ તેહનઈ, મનની સ્પઈ ધાવઈ રે. ચિત માનવતી ગઈ ગેહમઈ, તેહનઈ બારિ લગાવે રે, પીક ઘણુઉ તિહાં પાનને, આપણ પઈ ઘરિ આવે રે. ચિત પરભાતિ દરબારમાં, મંત્રી તેડી ભાખે રે, સહિનાણે તંબેલનઈ, ઉંચાઈ બારની સાખે રે. ચિત ચાંઉ મઉ બારણે, તેહનઈ ઘરિ તલ્લે જાઈ રે, કન્યા તેની સુંદરૂ, માહરઈ મનમઈ ભાઈ રે. ચિત) ૭ જોડિ સગાઈ આવજે, સેઠને દેઈ વડાઈ રે, કહાઉ રાજા પરધાનનઈ, કરિ હેત લગાઈ રે. ચિત. ૮ વહિ આ ઘરિ તેહનઈ, સહિનાં િતિણ ઠમિ રે; આ સનમુખ શેઠજી, કરિ આદર સિર નામઈ રે. ચિત રાજ પધારિયા આંગણે, કહિ ધનપતિ મુઝ કાજે રે ; મનમઈ વાત મ રાખજે, કહિયે મૂકી લાજે રે. ચિત. ૧૦ કહઈ મંત્રી તુહ્ય કન્યકા, રાજા પરણુણ ચાહઈ રે, આવઈ તેહ ધરિ આંગણે, કહઉ તિણ સાહઈ રે. ચિત૦ ૧૧
Page #456
--------------------------------------------------------------------------
________________
બીકનુભાઈ ત્રિ. શેઠ અભયસેમિકૃત માનતુંગ માનવતી ચઉપઈ
સેઠ કહિ કર જોડિનઈ, વનતિ વાત વનાઈ રે; સિર ઊપરિ ઈક સામિ છઈ, બીજા લેક ઘણાઈ રે. ચિત પિંડ પ્રાણ છઈ જેહના, ધન પણ તેહનઈ નામઈ રે; કીધી સાહિબ ઉવારણુઈ, રાખજઈ કિણ કામઈ છે. ચિત એિક અરજ છે માહરી, હું ગરીબ કિણ ગાંનિ રે; "કિમ દિવરાયઈ મથકી, કાથઉ ચૂને પાને રે. ચિત. ૧૪ મઈ દીધી છિ રાજનઈ, કુમરી મારી વાલ્હી રે; પરણુણ વાઈગા આવજે, મેઘાડંબર માલ્હી રે. ચિત મંત્રી તેહ સંતષિનઈ, કારિજ સિધ કરે રે, આવી રાજાનઈ કહઈ, કુમરી પરણઉ તે રે. ચિત રાજા ઉછવ અતિ ઘણુઈ, પણ ધનપતિ કન્યા રે; ધનપતિ કરઈ વધામણા, લેક કહિ એ ધન્યા છે. ચિત પરણીનઈ પૂછઈ નહી, પિઉડઈ ન કાંઈ સારે રે, લે નાખ્યાં ભંડારમે, જાણે મોતી હાર રે. ચિત. ૧૮
"
[હા ] કહઈ રાજા તો આગલિ, દેવિ પગ ધરિ હાથ; ઠેલતાં આઘે પડઈ, કરિન્યો તેહને સાથ. ૧ માનવતી મન ચીતવઈ, આસા હુઈ નિરાસ; લિખીઉ લાભઈ વખત મઈ, કીજ કિસઉ વેષાસ. ૨ કારણ કેઈ ન જાણીઉ, રાજા કીધઉ રસ; કિસી વિમાસણ કજીયઈ, દજઈ કરમહ દેસ. ૩ માનતુંગ મિલીયાં થકાં, માનવતી મન ચાહિ; કુઆ કેરી છાંહ ર્યું, રહ્યા મારથ માંહિ. ૪ સરવર કંઠિ સુહામણુઉ, એકથંભે આવાસ; રાખી રાણી એકલી, માનવતી ઘરવાસ. ૫ ખાણુઉ પીણુઉ પહિરણુઉ, માસ એકને માંન, પુરણ કરે પ્રસાદમાં, રાખે સાજ રાજાન. ૬ તાલા જડિનઈ પાહ, રાજા કરઈ જતન્ન હઠ લાગે તેહિ જ હૂક, મઈ તે કીધઉ મન. ૭ જાલી એક રાખી જુગતિ, કામકાજની વાતઃ રખવાલાનઈ દીધઉ હુકમ, બીજી છડી તાત. ૮
Page #457
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુણસ્મા | ઢાલ ૪ -
ચંદાવત રહી, એહની ] કુમરી મનમાં ચીતવઈ રે, કિમ કીધઉં કરતાર; હીમંડ હાર્ય કર્યું નહી રે, નયણ ભરે વારવાર. મહારાજા જેજે મારી વાત, ઘડીયઈ એલઈ સંઘાત. (આંકણી) મહાન તેડ કેમરી તાતનઈ રે, વીતગ દુખની વાત; કહાઉ સરૂપ તે રાયને રે, દુખ કીધઉ તિહીં માત. મહાર માયતાય કહિ વાલહી છે, એમ ન જાણે દ્રોહ . હિવ તું કહઈ તિમ હું કરું રે, તેનું માહારે મેહ. મહા. ૩ માનવતી કહઈ માહરી રે, ઈક વિનતી અવધાર; " સુરંગ દિવરાવઉ મહલમે રે, તાહરા ઘરની લાર. મહા. ૪ પુત્રી એહ નઉ દેહિલઉ રે, કાંઈ નહી ઈણ કામ; લાખ મેટિ લગિ ખરિચિસ્યુ રે, જિમ તુઝ વાઘઈ માંમ. મહા૫ સેઠ સુરંગ દિરાવતાં રે, કાંઈ ન લાગી વાર; મન હરખે તિહાં આપણે રે, જે થાઈ વિચાર. મહા. ૬ આવઈ જાવઈ બાપનઈ રે, સદાઈ ઘરે સુખ હેત; વીસામઉ લહે દુખ કહી રે, માતપિતાઈ સમેત મહા. ૭ વીણા ઈક આણ ભલી રે, મેટા તુંબા જેહ; પચીસ આંગુલી ડંડ છે રે, કરહઉ તીન ગિણેહ. રાજા. ૮ ઘાટ ગમાઈ ને સારની રે, તાંત ખરી સુર દેહ; સખર સૂનહરી ચીતર્યા રે, મારણા સરિખા વેહ. મહા. ૯ ચીર અનઈ ગ્રહણ બિહુને રે, રાખઈ તુંબા મક્ઝિ; ' ખેલી લાલ લૂંગી તણું રે, ઉપરિ રાખી સક્ઝિ. મહા. ૧૦
દૂહા ] માનવતી માનઈ કરી, નીચે દાવ ન દેઈ; કાઠાઠું કાઠઉ કરે, હીયડઇ હરખ ધરેઈ. ૧ વાકછટ નઈ મૃગત્વચા, આણ્યઉ ભેખ અલેખ; પગ પહિરણનઈ ચાખડી, બટુઆ ભસમ વિશેષ. ૨ વીણ વજાઈ રાગમઈ, આલાપે મુખ નાદ; નારદ તુંબર એહસું, કેઈ ન જીપ વાદ, ૩ રાગઈ કુણુ નડું રંજીયા, બ્રહ્મા વિસન મહેસ એક ત્રિયા વેસાઈની, બીજે સાંઈ ભેસ. ૪
Page #458
--------------------------------------------------------------------------
________________
૧૪પ
થી પાઈ ત્ર. શેઠ અભયસેચકૃત માનતુંગ-માનવતી-ચઉપઈ
ઈણ રૂપઈ ત્રિયા ભમઈ, ચાચર ચહટે ચંગ; એકાએક અનંત ગુણ, રમલિ કરઈ નવરંગ. ૫
હાલ ૫
(રાગ કેદારઈ ગુમાની જિંલ છે, એહની ] ચંદ્રવદની મૂગલોચન કામિનિ, કેકિલ કંઠ સમાન; વલિ આલાપઈ વીણમઈ, ભલે વેધઈ ચતુર સુજાણ. સલૂણી સામણ સહિઈ છે, અરે હાં, માનની જનમન મેહિ એ. ૧ ગયગમણી નઈ અમૃતવયણી, નાસા દીપ સરીખ; મુહકમલ વિરાજે મુલકતાં, હદહીર દંત સરીખ. સલૂણી૨ સૂર ઈકતાન સનઈ વીણું, ઝીણ વિચિવિચિ તાન, સાંજલિ શ્રોતા રાગના, રહઈ થંભ્યા દેવવિમાન. સલૂણી૩ રીયા જાણુ વિસેષઈ મૂરખ, રીઝયા સહુ નરનાર; પસૂ પંખી પણિ રીઝીયા, સહુ ફિરતા લારેલાર. સલૂણી, જિણ જિણ ગલીએ જેગિણ જાઅઈ, લેક મિલે લખોડિ; કામકાજ સવિ મૂકનઈ, વહિ દેખણ આવે દેડિ. સલૂણી ૫ ન ગણિ તડકઉ તાઢ ન કાંઈ, ન ગિઈ રાતિ નઈ દીહ ભૂખ તૃષા ન ગણિઈ સહી, વલિ ઠામઠામ નઈ બી. સલૂણી, ગોરખલી ગ્યાનગહેલી, બાલા અલખ સરૂપ; કાર ન લેપઈ તેહની, કે ઈ દેવ ન દાવ ભૂપ. સલૂણી, વાત સૂણી સહુ નગરમાઈ, સાહિબ માનતુંગ મતિવંત, ગુણ ઢાંક્યા ન રહઈ કદે, કસતુરી નઈ ગુણવંત. સલૂણ૦ ૮ આપ સરીખે મુંક્ય મંત્રી, તેડણ જેગિણુ કાજ; આવી સામણ દેખતાં, રી મનમેં મહારાજ. સણ. ૯ આદર દીધે અતિ ઘણુઉ, રાજા પામ્યઉ દેખિ અચંભ; સામિણુ કહું કઈ સારદા, માનું પરિતિખ દીસ રંભ. સલૂણી, પીતાંબર અંબર ફઈટ વિરજઈ, રાજઈ મેખલિમાલ; વીણ વજાઈ રાગમાં, વિલિ રીઝયો સુણત ભૂપાલ સલુણી ૧૧ રાજા સામઈ ચીતવઈ, માહરી રાણું એકણુથંભ; એવી દઈ જેગિણી, પિણ મનમાં થાઈ અચંભ. સલૂણ૦ ૧૨ સરિખઈ સરિખઉ દીસઈ જગઈ, હું ભૂલઉ છું ભર્સ શીખ દેઈ રાજા સહુ, અતિ દઉ તેહનઈ હર્મ. સણ. ૧૩
Page #459
--------------------------------------------------------------------------
________________
૧૪
૧૪૬
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ
[ દુહા ] પલટિ વેસ તે પદમણી, પહિલી બઈઠી જાઈ; રાજા આયઉ તેતલઈ, હેત ૫ખઈ બેલાય. ૧ હે સુંદર, બઈઠી અછઈ, કિમ જાએ તુજ દીહ; એકલડી કિમ આવડ, મનમઈ નાવઈ બીહ. ૨ માનવતી કહે રાયનઈ, કીધઉ તાહરઈ હોય; રાય કહઈ નહી માહરે, તઇ કહીઉ તે જોઈ. હાસઈ તે માહો કહ્યો, જદિ કદિહી કાંઈ વાત દેસઈ પગ જે માહો, તિણસું મિલસી ધાત. ૪ રાજા મનમઈ ચીંતવઈ, ત્રીયા હઠીલી જાત; કર્મહીણ આ કામિની, ઈણર્ કેહી વાત. ૫ માસ ચાર સામઉ કરઈ, મુહર છાપ વલિ દેઈ; રાજા દરબારઈ વલી, અઈઠો છત્ર ધરેઈ. ૬
[અલબેલાની ] રાજારઈ મનમઈ વસી રે લાલ, સામણિ રાતિ ન દીહ મન હાઉ રે; જિમ તિમ આણુઉ તેહનઈ રે લાલ, લાલ પાલ કરિ શહ. મન રાજા નાવઈ ગિણ માનમઈ રે લાલ, રાજા તે આયઉ આપ; મન રાજાયઈ આણું રલી રે લાલ, સાંમિણ બઈઠી જાપ. મન રાજા. ૨ કર જોડી રાજા કહઈ રે લાલ, સાંમિણ તાન સુણાઈ મન ઓર ન કઈ વારતા રે લાલ, કાંઈ નાવઈ દાય. મન રાજા. ૩ કથા કહઈ કઉતિક તણી રે લાલ, વિચિવિચિ વાત વણાઈ, મન, ત્રિયા તણી પણિ ચાલવઈ રે લાલ, ભૂપ જણાઈ જણાઈ. મન રાજા. ૪ વલિ રાજા વિસમ પડઈ રે લાલ, જેઆઈ તિહાંકિણ જાઈ; મન હું ભૂલઉ ભ્રમમઈ પડયઉ રે લાલ, ઈમ કિમ જતનઈ થાય. મન રાજા. ૫ તેની જીભ સમી નહીં રે લાલ, અવલી બેલ વાણિ; મન સઈણ તિકે જણ હૂવઈ રે લાલ, તેહ ન મૂકે માણ. મન રાજા. ૬ અમીય સમી એ યોગિણી રે લાલ, એ સમ કે નહી નાર, મન, માન મૂક્યો મઈ માહરે રે લાલ, ઈણ આગે રહ્યા હાર. મન રાજા. ૭ કહઈ નૃપ સામિણ સાંભલો રે લાલ, મહલ રહઉ મુજ પાસ; મન. કહઈ ચાગિણ જુગતિ નહી રે લાલ, યોગી ભેગી વાસ. મન રાજા. ૮ રાજા કહે રહિસ્યઉ નહિ રે લાલ, મયાઈ કરી મેં પાસ; મન, નહીતર હું તાહરઈ કને લાલ, રહિસ્યું હોઈ દાસ. મન રાજા. ૯
Page #460
--------------------------------------------------------------------------
________________
શ્રી કનુભાઈ ત્ર. શેઠ અભયસેમિકૃત માનતુંગ-માનવતી-ચઉપઈ
૧૪૭ તાહરે હાથ માહાર રે લાલ, જીવ વિકાણે જાય; મન જૂ' જાણેઉ હું હરિ કર રે લાલ, થાહરઈ આવે દાય. મન રાજા. ૧૦ કહે સાંમિણ ઈક બેલ ઘઉં રે લાલ, નવિ જાણું કિણ ગામ; મન એકણુ ગાંમિ એકઠા રે લાલ, રહિ એકણુ ઠામ. મન રાજા. ૧૧ વાચા દીધી તિણ સમઈ રે લાલ, રાજા રીઝયઉ ભાઈ, મન, સુધિ બેધિ સહુ ભૂલી ગઈ રે લાલ, પ્રીતઈ પરવિસ થાઈ. મન રાજા. ૧૨ નાગિણુ નઈ વાઘિણુ કહુને રે લાલ, રહી માંડેનઈ પ્રીત; મન મરણ થકી ન ડરઈ કદે રે લાલ, સાર તણું ત્યાં ચીત. મન રાજા. ૧૩ બીહાડે ચડેલા કરી રે લાલ, મંત્ર જંત્રની વાત; મન મનમઈ નૃપ ડરતો રહે છે લાલ, દૂધ ડાંકની ઘાત. મન રાજા. ૧૪
[ દુહા ] રાજા મનમઈ બીહત, તે સાંમિણની ધાક; રહિ અહાનિસ જીવડ, ઘડઉ ચડ્યો જિમ ચાક. ૧ બીહઈ એકણ કેઠથી, હસઈ જ એકણ ટ્રેઠિ; બચકાઈ એકણિ કરઈ, એકણું હાથ થપેટી. ૨
હર એક દહઈ રહઈ, હર એક પણિ સતિ; સાવધાન જેગિણ સદા, રાજા ન કરઈ તાત. ૩ દખ્યણ દેસઈ એક પુર, મુંગી પાટણ જેહ; દલથંભણ રાજાઘણિ, ગુણાવલી ગુણગેહ. પુત્રી તેહની પદમણ, રતનવતી વિવાહ મૂક્યઉ તિહાં નાસિર મિલ, માતપિતા ધરિ ચાહ. ૫ લે આયઉ પરધાન તિહાં, માનતુંગ નૃપ પાસ; આઉ રાજા ઊતાવલા, વહેંગા ચઢે બહાસ. ૬
હાલ ૭
( કાચી કલી અનારકી રે હાં] રાજા ચિત ચિંતા થઈ રે હાં, કિમ થાસઈ એ કામ મનમઈ ચિંતવઈ, જઉ નહિ જાઉ તિહાં કિgઈ રે હાં, ન રહઈ નૃપમઈ મામ. મન. ૧ જઉ જાઉં તો દિન લગઈ રે હાં, ઈહાં સાંમણભૂં લાગ; મન સાચ ઉખાણુઉ એ મિલ્યો રે હાં, પરઉ તડઈ ઈહાં વાઘ. મન૨ બઈઠી તે દિલગીરમઈ રે હાં, આવી સમિણ પાસ; મન દિસઈ રાજા દેહમઈ રે હાં, કાંઈક આજ ઉદાસ. મન. ૩ કહઈ રાજા મુજ આંગુલી રે હાં, બિહૂ આરાં વિચિ થાઈ, મન.. વાત કહી મનની તિહાં રે હાં, તું કહઈ તે તઉ થાઈ. મન- ૪
Page #461
--------------------------------------------------------------------------
________________
૧૪૮
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ આવે તું સાથઈ સહી રે હાં, તે મુજ સીઝઈ કાજ; મન થે ના તે માહરે રે હાં, કાંઈ ન રહિ લાજ. મખ૦ ૫ તેરા મન નવિ ઘર રહે રે હાં, મેરે કોઈ ન દેસ; મન, તુ રાજા મે ચેગિની રે હાં, મુજસ્ કેહા સોસ. મન૬ રાય કહે એકબોલ છઈ રે હાં, સાપુરસારી વાચ; મન, કુડઈ પ્રીત મિલઈ નહી રે હાં, પ્રીતિ મિલિ જે સાચ. મનાવે છે મઈ તેટૂ મન બાંધીઉં રે હાં, કહિ ગિણ કરિ સાજમન, હું તેણું ટલિ ના સકૂ રે હાં, નયણું હિંદી લાજ. મન, ૮ રાજા હર મનમઈ રે હાં, ઘે નીસાઈ ઘાઉ, મન રમતા લાઉ રંગમઈ રે હાં, મન ચીતવિઉ દાઉ. મન હ ચડે પયાણે ચાલતે રે હાં, જેગિણ લીધી સાથિ, મન, પગે લાખીણું પાવડી રે હાં, લીધી વીણું હાથિ. મન. ૧૦ જઉ વહિલઈ જઉ હાથીયાં રે હાં, જેઉ પાલખી દઉડિ; મન. રાજા ગિણ એકઠાં રે હાં, બઈઠા દીસઈ ડિ. મન. ૧૧ બીજી ત્રીજી મજલિ મઈ રે હાં, આ વન વિસતારમન છાયા પાણી અતિ ઘણાં રે હાં, કીયઉ મુકામ વિચારિ. મન. ૧૨
[દુહા ] વનછાયાઉ ડેરે કરી, ઉતરાઉ સહૂ સાથ; સજા પૂઠઈ રંગમઈ, આવઈ છુટે સાથ. ૧ ડેરા હુયા નિઈ, કહે જેગિણ મહારાજ; વેલા હૂઈ માહરી, સ્નાન જાપનઈ કાજ. ૨ કહે નૃપ વહિલા આવિયે, અલ્લે ઊભા ઈણ ઠામ, રખે વિલંબઉ વનમાં, નહી વસતીનઉ નામ. બીજઉ સાજ મૂકી તિહાં, લેઈ વણું ખંધિ;
ગિણ ચાલી જુગતિસું, ધૂતેવા નૃપ ધંધ. ૪ કુંજ-નકુંજઈ વનગહન, જાતાં સરવર દીઠ; સુભર ભરીક સમુદ્ર જ્યુ, પાણી અમૃત મીઠ. ૫
ઢાલ ૮
[ચુનડીરી] જાણિ થતિ કીયા જેકે, તિહાં ભેદ ન જાણે કોઈ રે લોલ; દાનવ દેવ ભોલાઈયા, કિણ ગ્યાંનઈ માનવ જેઇ રે લાલ. જાણ યુગારી જોગિણી, ગણિ જગ માહે પ્યારી ગિણ જગમાંહિ ધૂતારી રે લાલ, જાણ યુગારી જેગિણી. (આંકણી)
Page #462
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રી કનુભાઈ વ. શેઠ અભયસેમિકૃત માનતુંગ માનવતી ચઉપઈ
હાં રે લાલ વેસ ઉતારી સામિણી, સજિયા સિણગાર સરૂપ રે લોલ; વેસવણાઉ ફાવતે, મનમઈ ધરિ અધિકી ચૂંપ રે લાલ. જાણ૦ ૨ અણીયા કાજલ નયણડે, બિંદલી ભરિ દીધી ભાલ રે લોલ; નકવેસર નાસા ભલી, વલિ મેતી સાર્યા વાલ રે લાલ. જા. ૩ કંચૂક સમસંતે બશ્યઉ, ઉરિ ઊપરિ મોતીમાલ રે લાલ કાંને કુંડલ સોભતા, વલી વેણદંડ વિસાલ રે લાલ. જાણુ. ૪ ગજરા નવગ્રહી પુણચીયા, ઝમકઈ તિહાં ઝંઝર પાઈ રે લોલ; પહિર પટેલી પદમણી, વડસાખઈ હીચઈ જાય રે લાલ. જાણુ. ૫ વીતી એક બીજી ઘડી, નૃપ જેવઈ તેહવઈ વાટ રે લોલ; તાલ માઈ તે હૂઉ, જેવઈ તેહવઈ ઊઠી ઘાટ રે લાલ. જાણ૦ ૬ વનને ભય જાણી કરી, પગલેઈ ચાઈ ધાઈ રે લોલ અલચત્ત જેવિ ચિહું દિસઈ, નિરખિ તિહાં સરેવર રાય રે લાલ. જાણ. ૭ નૃપ જાત દેખી કરી, જાણે કઈલ કુટુકી ડાલિ રે લોલ; એક હીલ દે ભલે, નુપ જોયઉ ઊંચું ભાલ રે લાલ. જાણ૦ ૮ કાલે ઉંબર બીજલી, વડમાંહિ ઝબકી સાર રે લાલ માનતુંગ મેહી રાઉ, સુર કિનર નાગકુમાર રે લાલ. જા. ૯ હીંચેલેનઈ પૂછીઉ, તું કેહની કન્યા એથ રે લાલ હું બાલી વિદ્યાધરી, જાઉ મનિ જાણું જેથ રે લાલ. જાણ૦ ૧૦ પરણ છઈ તું પદમણી, અથવા હવિ વંછઈ પીઉ રે લોલ; જેવઉ મીટિ મયા કરી, અઉ તુઝ આગિલિ આઉ રે લાલ. જાણ૦ ૧૧ સુઝને પણ છઈ એહવઉ, પગ ધેવિ પાછું લ્યાવી રે લાલ; સાત ઘડા જે સામટા, ચરણેદિક લ્યઈ મન ભાવિ રે લાલ. જાણ૦ ૧૨.
- દૂહો] લેટપટ દેખત હૂયઉં, ગુડદાબાજ ગિરંદ, એકણ મચકઈ આંખ રઈ ન રહ્યો માંન નરંદ ૧ આસપાસ નૃપ જોઈયઉ, કેઈ ન દેખઈ મુઝુઝ; કહ્યઉ કરેનઈ પરણિમ્યું, કુણ લહિસ્ય એ ગુઝ. ૨ ઠાંમ નહી પાણી તણે, પિઈણ દેનઉ કીધ; વેલા સાત પખાલીયા, ચરણેદિક તિહાં લીધ. ૩ કહે રાજા ચાલ્ય હિવઈ, પટણી તું એક; જિહાં જિહાં તું પગલા ભરઈ, તિહાં હાથ ધરૂ સુવિવેક. ૪ સાથે હૂઈ તે સુંદરી, સાચી માહિણવેલ, સુર નર કિનર સેલવઈ, ચાવંતી ગજગેલ. ૫
Page #463
--------------------------------------------------------------------------
________________
૧૫૦
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ -મહેાત્સવ-અધ આવી બેઠાં એક ઠા, કહે નારી પલ એક; ઊભા રહિજ્યા મા ભણી, ભાંભૂ ચિંતા ટેક. ૬ ઈમ કહિનઇ દેષઅંતરઈ, આથી ગઈ અપ; ગ્રહણુઉ વેસ ઊતારઇ નઇ, કીધેા વીણાગેાપ. ૭ રાજા તિહાં જોતઉ રહ્ય, જોતાં ખબર ન કાંઇ; શ્વેતાં ઇક ખીજી ગઇ, હાથા ભાથા ન્યાઇ. ૮ એકાએકી વનગહન, રાજા વિસમ થાય; ચાલ્યા સાથ ભણી ચતુર, ઉતાવલ્યઉ ઊર્જાઈ.
ઢાલ ૯
[ કાઈલઉ પરબત "ધલા રેલા ]
સેાભાગી
વેસ વણાયઉ પલિટનઇ રે લેા, સાંમિણ કીઉ સરૂપ રે; આગઇ ઝિખિક ઉતાવલી રે લેા, આવિ સનમુખ ભૂપ રે. જોગિણ ચરિત્ર કીયા જિકે રે લેા, કાઇ ન જાણે ભેદ રે; ચરિત ત્રિયાના કુણુ લેખઇ રે લેા, જાણે ચ્યારે વેઢ રે. સેાભાગી જોગિણુ॰ ૧ કહિ રાજા સાંમિણુ સુજ્ઞેા રે લેા, તે વિરહઉ ન ખમાઇ રે; સેાભાગી
સેાભાગી સેાભાગી
હૂં દઉડા તાહરઇ લિયઈ રે લેા, ઘડીય છમાસી જાઇ રે. સેાભાગી૰ જોગિણુ ં ૨ હૂં' જોગિણિ કિસ્' કરું રે લેા, મન નિરમેાહી હાઇ રે; સેાલાગી
સભાગી
સેાભાગી
કાચિ તાંતણે ખાંધીયઉ રે લેા, મનડઉ તુઝસુ' જોઈ રે. સેાભાગી॰ જોગિણુ॰ ૩ વહિલા વનથી ચાલિવઉ રે લેા, વિલંબ ન કરસ્યા કોઇ રે; વાઘ સિંધ ભય ચારનઉ રે લેા, ઇંડાં વેસાસ ન કોઇ રે. સેાભાગી૰ જોગિણ॰ ૪ રાજા જાણે સ્યું હૂઅ રે લેા, એહુ તમાસેા જોઇ રે; કહિ સ` ન હિ સકુ' રે લેા, વાત ચિડીરઉ એર રે. સેાભાગી૰ જોગિણુ॰ ૫ કટક સહૂ ભેલા થઈ રે લે, ચાલ્યઉ આગઇ જાઇ રે; સેાભાગી૦ અનુક્રમ પહેતા પાટણઇ રેલા, મુંગી નામ કહાઇ રે લા. સેાભાગી૰ોગિણુ॰ ૬ તાહરઇ સાથિ રહૂં નહી રે લેા, કહિ યાગિણિ ઇણિ જાન રે; સેાભાગી૰ વાડી રૂડી નગરની ૨ે લે!, ઇહાં રહૂં સુખ થાન રે. સેાભાગી॰ ોગિણુ॰ ૭ કહિ રાજા થે સુખદ રહેા રે લેા, દિવસ દાઇના કામ રે, સેાભાગી ખખરિ કરેસ્યું તમ તણી રે લેા, લાધઇ અવસર પામિ રે. સેાભાગી૰ જોગિણુ૦ ૮ દલથ‘ભણ તિહાં માંડીઉ રે લેા, મહેાચ્છવ નગરપ્રવેશ રૈ; સેાભાગી જોવા જણ મિલીયા ઘણા રે લે, આયા દેસપ્રદેસ રે. સેાભાગી ગિણુ ં ફ્
[ દુહા ]
હય ગય રથ પાયક તણા, પાર ન લાલે કાઈ; જા'ની માંઢઈ જન મિલ્યાં, હાલકડાલે હાઈ
૧
Page #464
--------------------------------------------------------------------------
________________
૧પ૧
શ્રી કનુભાઈ વ. શેઠ અભયસેમિકૃત માનતુંગ-માનવતી-ચઉપઈ
તેરણિ ચેકિ પુરાવાયઈ, ધવલમંગલ ધરિ હેત; રાજા આયઉ ચવરીયઈ, વરકન્યા તે સમેત. ૨ રતનવતી પરણી ગુલી, આરિભકારિમ કીધ; મન ચીત્યા મહિપતિ તણા, સગલે કારિય સીધ. ૩ પાછઈ ગણ પલટિનઈ, કીધે રૂપ સરૂપ; વીણા મૂકી બાગમઈ, વહિ આવી ઘરિ ભૂપ. ૪ વડારણ રાજાણી, હું છું જાનનઈ સાથ; રાજક માહિ ગઈ, જિહાં જેડ હાથ. ૫ ગાવઈ ગીત માંહિ થઈ, કામ કરાવઈ સૂલ; માંઢી જાનિ કરઈ ખૂસી, વાતાં હાલકડૂલ. ૬ માનતુંગ રાજા પ્રતઈ, કહે આવીનઈ તેહ; ધાઈ માત છું તેહની, થે પરણી છઈ જેહ. ૭ અરજ એક માબાપની, અવધારઉ ઈણ વાર; કરજ ન કીધા ગોત્રના, નાવઈ સેજ કુમાર. ૮ માનતુંગ માંની તિકા, સગલી સાચી વાત; હિવ જાઈનઈ તિહાં કહે, જિહાં છિ કન્યામાત. ૯ કહે જમાઈ થાંહરઉ, રીસ મ કરો કાઈ; દેવ અધ્ધારા આકરા, બલિપૂજા જે થાઈ ૧૦
હાલ ૧૦.
[નાયકારી ] તે કીધા વિણ માહરઈ રે લાલ, મેલે કિમ ન થાય રે સનેહી; થાઈ તે હિવિ ઘર ગયા રે લોલ, એવી વાત વણાઈ રે સનેહી. કેતા ચરિત ત્રીયાણું રે લાલ, પાર ન પામે કઈ રે, સનેહી; કરછ જિકે ઈક આંખમઈ રે લાલ, જમ વારઈ નવિ હાઈ રે. સ. (આંકણી) ૧ ફિર પાછી રાજા કહુને રે લાલ, માંનતુંગને પાસ રે, સ0 રાજતણુઉ કારિજ કરું રે લાલ, સાંમિણ તણઉ હું દાસ રે. સ. કેતા. ૨ કેલ વણી સું ચાલતી રે લાલ, કયું બેલંતી વયણ રે; સત્ર લટકઈ બાહેડલી તણે રે લાલ, કયું યંતી નયણ રે. સ. કેતા. ૩ હાવભાવ કરિ રીઝ રે લાલ, રાય હુઉ લહલીણ રે; સત્ર તિમ તિમ ગાઢઈ ગ્રહઈ સતી રે લાલ, નૃપ તિમ ભાખે દીણ રે. સકેતા. ૪ ભામનીયઈ સહુ ભલવ્યા રે લાલ, કુણુ કુણુ માનવ દેવ રે, સત્ર તેહનઈ પણિ કારિજ અછઈ રે લાલ, સાચી કીધી સેવ રે. સ. કેતા. ૫
Page #465
--------------------------------------------------------------------------
________________
પુર
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણ મહેસૂલ ગ્રામ
સદ્દભાઇ રે. સ૦ કેતા ૬
આવતજાવત હિલમિલી રે લાલ, એક થયા મન ભાઇ રે; સ૦ મીઠી લાગઇ પરત્રિયા રે લાલ, સગલાનઇ પ્રીતિ વસઇ દિન કેતલા રે લાલ, રસ લુધઇ માનવતીના મન તણું રે લાલ, કારિજ સીધઉ ગરભ રહ્યઉ તિહાં જા નિઇ રે લાલ, હરખી મન તિણુ વાર રે; સ૦ કાજ સર્યાં ન વિલ`ખીયે રે લાલ, ડાહાં એહુ જ સાર રે. સ૦ કેતા॰ ..
તિ
ઢાંમ રે; સ૦ યામ રે. સ૦ કેતા૦
મન ન સુહાઇ રે; સ૦ આવિ સદાઇ ૨. સ॰ કેતા હું એક પલક રે; સ૦
પાસે
એક ઘડી નહી જક રે. સ૦ કેતા૦ ૧૦ સઇ સુ`હિ માંગું જાઇ રે; સ૦ હાસઉ લેાકમઇ થાઇ રે. સ૦ કેતા૦ ૧૧ ભાઇ રે; સ૦ લગાઇ રે. સ૦ કેતા૦ ૧૨ વાર રે; સ૦
ચાલણનઇ ચલ ચિત થઉ રે લાલ, કાંઈ કહે રાજા તું માહુરઇ રે લાલ, સાથે દણુથંભણ મૂકે નહિ રે લાલ, જઉ માનઈ દેખઇ નહી રે લાલ, પ્રીત વસઇ હિલેા થયઉ રે લાલ, વલીય વિમાસે મનમઇ રે લાલ, તાહરે ઉઢણુ ચીર છઇ રે લાલ, તે મુઝ દે મતિ રાતિ દિવસ હૂં માહુરેઇ રે લાલ, રાખસુ` રય દેઈ ચીર કહે" "સૂં રે લાલ, પ્રાણુ ક્રીયા તા ઈમ છઈ મનડઉ માહરી રે લાલ, પણ પરિવસની નાર રે. સ૦ કેતા૦ ૧૩ સુઅનઇ કિમ દિન જાયસ્યઇ રે લાલ, થાસે ઘડીય છ માસ રે; સ૦ સહિનાણી કાઈ રાજની રે લાલ, હૂં રાખું નિજ પાસ રે. સ॰ કેતા૦ ૧૪ માહેરે લાલ કાઇ ન છઇ રે લાલ, મયા તણુઉ છઇ લેાભ રે; સ૦ જીવડો તુમ સાથે ચલે રે લાલ, સાહિનાણીરી સેાભ રે. સ૦ કેતા૦ ૧૫ નાંમાંકિત જે મુંદ્રડી રે લાલ, વિલ મેાતીનઉ હાર રે; સ૦ હાથતા હથસાંકલા રે લાલ, લઈ સહિનાણી સાર રે. સ૦ કેતા૦ ૧૬ પીલી એઢણ પાંભડી રે લાલ, મયા કરી મન માજ રે; સ૦ નેહુઇ કાંઇ નવિ ક્રિય લાલ, કઉણુ કરે તિહાં સેાજ રે. સ॰ કેતા૦ ૧૭ માનવતી તે લે ચલી રે લાલ, કાંઇ ન કીધી વાર રે; સ૦ પાલટે રૂપઈ ખીજઉ કરી રે લાલ, ઘર પાતી મિલીય પિતાસુ વારતા ૨ લાલ, કીધી તેડુ મહિલે રહી તિહાં માનની રે લાલ, ઊપરિ એલ
તિણુ વાર રે. સ॰ કેતા૦ ૧૮ કહાઇ રે; સ૦ અણુાઇ રે. સ૦ કેતા૦ ૧૯
[ 1 ]
દલથ'ભણ રાજા પ્રતિ, માનતુંગ મહારાજ;
માંગઇ સીખ મચા કરે, આપઉ અવસર આજ. ૧ રાજાઈં મન ચીતન્ય, પુત્રીન' સૂખ કાજ; સંપ્રેડણુ રાજા તણું, કરણ સજાઈ સાજ.
७
૨
Page #466
--------------------------------------------------------------------------
________________
૧૫૩
હવભાઈ , શેઠ અભયસેમિકૃત માનતુંગમાનવતી-ચઉપઈ
હય ગય રથ પાયક ભલા, માણિક મોતીહાર; ચીર પડંબર ચરણીયા, કીધા સાથિ તિયાર. ૩ સીખ કરેનઈ ચાલીઉ, છાંની પ્રીતિની રીતિ; કહિનઈ કિણસું દાખવઈ, ભૂલે જેગિણિ મીત. ૪ આયઉ સાથ ઊતાવ, તિણ વન તિહિ જ ઠાંમ;
ગિણ નઈ વિદ્યાધરી, ચીતા આવી તામ. ૫ રાજા મનમઈ ચીતવઈ, કીધી ભૂરી વાત; પ્રીતિ કરેનઈ છેહડઉ, કર્ચઉ વેસાસઘાત. ૬ રાજા દાધે પ્રીતિસું, ઇક યોગિણ બીજી દેવિ, તીજી ધાઈ થકી બલ્યઉં, કિણનઈ દાખઈ લેવ. ૭
ઢાલ ૧૧
[[ભમરાની ] રાજા મનમઈ ચીતવઈ, અહંકારી રે, કીધી પ્રીતિ કુરીતિ; રાય અહંકારી રે માન તુંગ માહરઉ હૂંતઉ અટ, ન રહી તેહની નીતિ. રાવ ૧ જેર હઉ તિણ યોગિણી અ, આગલિ મુંકી માણ; રાવ હાથે દી તેહનઈ અ૦, જીવડઉ ચતુર સુજાણ. રા. ૨ માણુ મૂકાયઉ માનની અટ, વિદ્યાધરી મનમાંહિ રા તિ પણ હાથÇતી ગઈ અ૦, જીવ રહ્યો લલચાઈ. રા. ૩ મન રહઉ તિહાં માંડહઈ અ, લોભી ચિત લપટાઈ; રા. પૂરી પ્રીત પલી નહી અo, માન ગયે મુઝ રાય. ર૦ રાય ગયે ઘરિ જેતલઈ અ૦, આયઉ તેહવઈ દૂત રાવ ચંદેરીનઉ ચકવઈ અવ, દમઘેાષ તેહને પૂત. રાવ આગન્યાકારી તેહનઉ અo, માનતુંગ મહિપતિ, રા. તેડાયઉ તિણ રાજવી અo, આવિ ઈહાં ઝતિ. રા. સામિ ધરમ નિજ રાખવા અo, ચડીલ તરત પ્રચંડ; રાવ સઘલી સેના સાથે લઈ અo, હય ગય જે દલમંડ. રા. ૭ આ રાઈ અધે ફરઈ અ૦, તિતરઈ કાગદ દેઈ, રા૦ પટરાણી તિણ મૂકીલ અહ, શેરી ગરભ ધરેઈ. રા. ૮ થે કહિસઉ નવિ જાણીયઉ અહ, જાણે ઘર ભેદ રાય માનતુંગ મન ચીતવઈ અ૦, કુડ કહઈ તે યુવેદ ર૦ ૯. મંઇ ફ્રિીધે જે મહલમાં અ, જતન જિકે દઢ બંધ; રાત્રે કહે ભેલી તે ભામની અટ, રતીઓ ન રાખી સંધિ. રાઈ ૧૦
Page #467
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહાવીર આય મિલ્યઉ રાય રંગસૂં અહ, શૂલ ઘણે શિશુપાલ; રાવ આદરમાન દીયઉ ઘણુઉ અ૦, ભેઉ જદ ભૂપાલ રા૦ ૧૧ આઈ તેથી વધામણ અટ, સીમંતિ કીયઉઈ સનાન; રાત્ર આઠ માસ પૂરા થયા અ૦, વિસમઈ થયઉ રાજાન. રા. ૧૨ પૂરે માસે પદમિણું અળ, જાયઉ પુત્ર પ્રધાન; રાત્રે ગઈથ વધાઈ રાયનઈ, અ૦, સઉક તણા સહિનાણ. રા. ૧૩
[ દુહા ] સઉકિ જિકે લાગૂ હૂતી, તિણ પણ કીધઉ હાસ; કાગલ વહિલા મૂકિયા, પદમિણ પહૂતી આસ. ૧ રાજ કમાવે તિહાં કિશુઈ, અંતેઉર ઈણ ઠાંમિક ઈણ વાતે જે લાભ છઈ, તે કાંઈ બીજે કામ. રાજા મન ચિંતા થઈ, દીસઈ સાચી વાત; ઉભત વાતો સાંભલી, દીઠઈ સાચી ભાત. ૩ સીખ માંગે શિશુપાલપઈ, પટરાણીનઈ દુખ; હૂકમ હવઈ રાજને, ઘરિ જાઉ છું સુખ. ૪ કારિજ કરિનઈ આવજે, વહિલા વલિજે રાય; દીધી સીખ ઊતાવલી, મયા કરી મહારાય. ૫
આ ઢાલ ૧૨
(હાડા રાઈ સાર ભીજઈ રંગ ચુવઈ ] ચઢીલ રાજા ચુપચૂં, ઘરિ આયઉ ઈલગાર, માની રાય સમઝિ ન કા રાજા પ્રતઈ, ખાંતિ ન કેઈ ખાર, માની રાય જે જે જિમ થઈ નીમડઈ, વાત અસંભમ એહ. માની આંકણી. ૧ મુહરછા૫ રાજા તણી, દીધીથી તિમ દેખી, માની કહઈ નૃપ કિમ એ માનીઈ, વાત હૂઈ કિમ લેખ. માની. જે. ૨ રાય બયઠો દરબારમઈ, ચિંતઈ ચિત્ત વિચાર માની તિતરઈ માનવતી ત્રિયાં, નવ-સત કરિ સેણુગાર માની. જેજે. ૩ પહિલી મુંક્યો કેમરનઈ, બાલક દીખી ભૂપ; માની જાણે રાજા દૂસરઉ, માનતુંગને રૂપ. માની. ઉઠો રાજા અંતરઈ, પડદઈ પદમણ પાસ; માની. વાત કહઉ એ કિમ હઈ, કિમ કાંઈ હાસ. માની. જે. ૫ કહઉ તે લેક જણવણ, માનવતી કહે દાખી; માની. કહઉ તઉ પરિતિખ દાખવું, કહઉ તે પડદઈ રાખ. માની. જે. ૬
Page #468
--------------------------------------------------------------------------
________________
શ્રી કનુભાઈ વ. શેઠ અભયમ કૃત માનતુંગ-માનવતીચઉપઈ
૧૫૫ બેલ અચૂંકા સહુ કહે, નિરવાહિઉ નવિ જાઈમાની. બેત્યે તે તેહને ખરે, જે પરમાણુ ચઢાઈ. માની કહે રાજા તિલ જેતલી, માહરી કાનહિ વાત માની. મઈ કીધી તે માહરી, હું જાણેસ્ડ ઘાત. માની. માનવતી કહે મઈ કહ્યઉં, પગ ધેસે જે તંત; માની. તે તે વાલ્ડઉ માહરે, કહિસ્યું તેહનઈ કંત. માની કુમયા માસું તઈ કરી, જોગિણસું બહુ પ્રેમ માની પગ ધવિયા હવિ તેહના, વિદ્યાધરીને તેમ. માનીજે. મોટા મોટા ઘરિ જઈ, પરણી પદમણિ છેડિ; માની જાય વિલુપા ધાંવિથી, મોટાંનઈ એ ડિ. માની લેજો. ૧૧
[દુહા ] સાચ ન લઈ કેહનઈ, કામી જાર જ્યાર; પિટ સહિત જે પાકડઈ, ખાટ સહિત મ્યું જાર. ૧ એહવઉ કામ ન કીજીયઈ, રે રંઢાલા રાય; ભામણિ કોણે ન ભૂલવ્યા, કઉણ ન લાગઈ પાય. ૨ રાધા આગલ કૃષ્ણજી, ઉમિયા આગલઈ ઈસ : ઇંદ ચંદ નર ચકવઈ, કુણઈ ન નાખ્યઉ સીસ. ૩ મને ચૂક પથઉ હિવઈ, કહિયે પરગટ દાખ; ઠામ ઠામિ ચૂકા તહ્મઈ, વસન ભરઈ છઈ સાખ. ૪ કહિ રાજા માનું નહી, કે સહિનાણું સાજ; પાય લાગુ કર જોડીને, વાચા અવચલ આજ. ૫ અંત ન લીજ કેહને, કહિ નારી કર જોડિ; લે દેખાડી મુંડી, ગાંઠિ થકી તે છોડિ. ૬ હાથતણ હથસાંકલા, વલિ મેતીનઉ હાર; પીલી પ્રીતમ પાંભડી, લે સુપ્યા તિણ વાર. ૭ એ સહિનાણે સાચ છઇ, કહઉ કિશું વારવાર ડાહા થા પણિ પાંતર્યા, કિણનઈ દિયા ઊતાર. ૮ આપ માંહિ જે ગુણ હૂવઈ, કંત સદા હી દાસ; સીલ નહી અરુ ગુણ નહી, લહે લેકમઈ હાસ. ૯
ઢાલ ૧૩
[ હાં રંગ રલીયાં હો એહની ] હાં મિનિ મલીયા હે મની મેલીયાં, મનના મરથ સહૂએ ફલીયા, હાં મનિટ માન છોડિ પતિ ચરણે પડીઉ, લાજ તણે બંધણમે જડીઉ. હાં મનિ. ૧
Page #469
--------------------------------------------------------------------------
________________
૧૫૬
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવબાર વરસ તેનઈ દુખ દીધઉબગસ કરે જે ગુનહઉ કીધઉ, હાં મનિટ હું અજાણ થકે અહંકારી, મંઈ કરતે કાંઈ વાત ન વિચારી. હાં મનિ. ૨ તે સમ અવર નહી કેઈ નારી, મઈ સગલી હી એક વિચારી; હાં મનિટ તેહાં તેડી કુંવર ખેલે લીધઉ, સગલે કારિજ મારો સીધઉં. હાં મનિ૩ મન ઊલસીલ મહારાજાને, લેકાંમાંહિ વધીઉ વાને; હાં મનિટ સતીય તણુઉ સગલઉ જસ વ્યઉં, રાજા મહલમઈ દીધઉ યઉ હાં મનિટ પટરાણું થાપી રાણમઈ, સતીસિરદાર તેઝનઈ જાણી ગઈ; હાં મનિ. ધન માતા તાહરી જિણ જાઈ, ધન્ય પિતા જિણ કુલ તું આઈ. હાં મનિટ ૫ તાહરઉ નામ ખરે જિણ દીધઉ, તાહરી વેલા અમૃત પીધઉહાં મનિટ રાજા રંજ્યઉ પાસ ન છેડઈ, ઉડઈ સીસ જિહાં પગ મંડઈ. હાં મનિટ પ્રેમમગન રાજા સુખ માણે, હિવ સંસાર સફલ કરિ જાણે; હાં મનિટ ઈમ કરતાં દિન કેતા ગમીયા, રાત દિવસ રલીયામઈ રમીયા. હાં મનિટ અનુકમિ સદગુરુ કેઈક આયા, ભવિક લેક તણુઈ મનિ ભાયા; હાં મનિટ સૂમતિ ગુપતિ નઈ પંચાચારઈ, બયાલીસ દેષ ટાલઈ આહારે. હાં મનિટ સમવસર્યા વનમઈ સાપૂજન, ઈક ચિત્ત ધ્યાન રહે જેહને મન; હાં મનિટ તૃણુઈ બરાબર જે માને ધન, સેવઈ એકાએક સદા મન. હાં મનિ૯ એહવા સાધતણી બલિહારી, અમમ અકંચણ નિરહંકારી; હાં મનિટ એહવા સગર આયા જાણી, વાંદણ ચાલ્યા ભવિયણ પ્રાણી. હાં મનિટ ૧૦
(દહા]
માનવતી નઈ માનતુંગ, વાંદી મુનિનઈ પાસ; બઈઠા ધરમ સૂણી કથા, પૂછઈ પ્રસન ઉલાસ. ૧ વાંકઉ બે એહનઉ, તે નીવઉ પ્રમાણ; સમુ કહે બીજા મનુષ્ય, તે પિણ હૂવઇ અપ્રમાણ. ૨ અણહિ જ જંબૂદીપમઈ, ખેત્રઈ ભરત મઝાર; નગર કેસંબી વાણીઉ, તેહના બે સૂત સાર. ૩ જિનપાલક જિનદત્ત બિહને, કરઈ વિણજ વ્યાપાર; ગુરુમુખિ જિનદત્ત સાંભલી, મૃષા તણુઉ સુવિચાર. ૪ સુંસલીયઉ જિનપાલકે, પાલઈ નિરતીચાર; જિગુદત રીસ કરઉ ખિરઉ, કહે સાચો જિણવાર. ૫ મનસું માયા કેલવઈ, જિનપાલક મઈદેવ; તિણથી બંધ ત્રિયા તણુઉ, બાંધઉ કરમહ પોષ. ૬ મરેનઈ માનવતી થઈ, માનતુંગ જિનદત્ત સાચ થકી તેહને કહાઉ, સઉ સારાહઈ સત્ત. ૭
Page #470
--------------------------------------------------------------------------
________________
શ્રી કનુભાઈ ત્ર. શેઠ : અભયસેામકૃત માનતુ ગ-માનવતી ચઉપઇ
ઢાલ ૧૪
[ રાગ ધન્યાસરી ]
રાજા સાંતિ સાધુ મુખઇ વિલી, પાંમી વિસમઇ ચિંતઇ મનરલી, દેખી મહિમા સાચતણી સહી, હૂંતી તેહવી; મુનિવર એ કહી; એ કહી મુનિવર સાચવાંણી, હીયઈ આંણી જે કરઇ, સ'સારના તે સુખ પામી, સયલ ભવસાયર તરઇ. કર જોડીનઇ રાજા ઇમ કહેઇ, આધઉ મારગ તુક્ષ્મથી સહુ લહઈ, બારહ વ્રત જે શ્રાવકના કહ્યા, તે મુઝ દીજે મઇ મિન સરહ્યા; સરદહ્યા નિથી સાઇ ગ્રહિનઇ, ખરા પાલઇ ખાંતિસુ, તિમ માંનવતી સદ્ગુરુ પાસે, વ્રત લેયઈ શુભ ભાંતિસૂ. અનુક્રમિ એ એ વ્રત પાલી ભલા, પુહતા સરગઇ સેાહગ ગુણનિલા, ફુલ સુગંધઉ જસ જિગ મહમહઇ, સૂણતાં મનડઉ માહુર ગઢગહઈ; ગૃહગહેઠ સૂતાં મન માર, મિટે તારઇ કરમા, ઇમિ જાણે પ્રાણી સાચ ખેલે, વાત એવા મરમનેા. સતર સતાવીસઇ સવત્સરઇ, સુદ્ધિ આસાઇ દ્વિતીયા દિન ગુરઇ, ખરતર સહગુરુ જિષ્ણુચંદ જયકરૂ, તેનઇ રાજઇ સાહગસુ દરૂ, સુંદરૂ સામસુંદર પ્રસાદિ, અભયસેામ ઇષ્ણુ પરિ કહ', એ સરસ કહિનઈ કથા દાખી, ભેઢ મતિ મંદિર
લઇ.
ઇતિ શ્રી માનતુ`ગ-માનવતી-ચઉપઇ સમાપ્ત, સંવત ૧૭૪૭ વર્ષે અન્ધન માસે શ્રી ભુજ મધ્યે, મુનિશ્રી લક્ષ્મીસાગર લપેકૃત
૧
૨
3
૪
*
પ્રુસરોાધન વખતે આ ચઉપઈની વિ. સ. ૧૭૬૨ માં લખાયેલી લા. દ. ભા. સં. વિદ્યામંદિરઅમદાવાદ–માંની નં. ૭૧૪૩ ની હસ્તપ્રતનેા ઉપયેામ કર્યાં છે.
૧૫૭
Page #471
--------------------------------------------------------------------------
________________
મરજી
મહાકવિ
લેખક : શ્રી મગનલાલ ડી. શાહ બાજીપુરાવાલા
ગરવી ગૂર્જરભૂમિ ત્યારે બે તેજસ્વી નક્ષત્રોથી પ્રકાશી રહી હતી : એક હતા મહાન
તિર્ધર “કલિકાલસર્વજ્ઞ”નું બિરુદ પ્રાપ્ત કરનાર શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય અને બીજા હતા એમના અનુરાગી, “પરમાત” અને “પરમ માહેશ્વરનાં બન્ને બિરુદને ભાવી જાણનાર મહારાજ કુમારપાળ. હેમાચર્યની ઉદારતા, વિદ્વત્તા અને સમતાભરી સાધુતાએ જનતાને કામણ કર્યા હતાં. રાજર્ષિ કુમારપાળની સમદષ્ટિ અને ન્યાયપ્રિયતાએ એમને લોકપ્રિય રાજવી બનાવ્યા હતા. પણ એ સુવર્ણયુગને મધ્યાહ્ન ઢળવા લાગ્યો હોય એમ સરસ્વતીના લાડકવાયા પુત્ર શ્રીમદુ હેમચંદ્રાચાર્ય હવે કેવલ અક્ષર દેહે જ વિદ્યમાન હતા; અને મહારાજા કુમારપાળનો દેહ પણ પંચભૂતમાં ભળી ગયો હતો. ગુજરાતમાં અસ્મિતાની ભાવના પ્રગટાવનાર, ગુજરાતની પુણ્યભૂમિમાં અહિંસાની ભાવનાથી પરિપૂત સંસ્કૃતિની વેલ પાંગરતી કરનાર, એનાં મૂળિયાં વધુ ઊંડાં નાંખનાર આ બન્ને મહાપુરૂષોથી ગુજરાત વંચિત બની નિરાધાર જેવું બન્યું હતું !
અજયપાળ ગાદીએ આવ્યા હતા. એમના ગાદીએ આવવાની સાથે જ સુખી અને સમૃદ્ધ ગુજરાતના આકાશમાં આફતની ડમરીઓ ચઢવા માંડી. અત્યાચાર, અનાચાર અને જુલ્મનું ગોઝારું સામ્રાજ્ય સ્થપાયું. રાજા અજયપાળે દમનને કોરડો વીંઝવામાં જરાય મણ ન રાખી—જાણે ગુજરાતને માથે રાહુ બેઠે ! - ગુજરાત સંક્રાન્તિના સમયની આકરી વેદના ભેગવવા લાગ્યું. સંક્રાન્તિના સમયે સતિયાઓનું સત કસોટીએ ચઢે, ધમી જને પર ધાડ પડે, સજજને અત્યાચાર અને અનાચારના સીમમાં રિબાઈ મરે! આ સંકટસમય એ તો સતિયાઓને, પુણ્યપુરને, ધર્મપ્રિય સજજનેને માટે અન્યાય-અધર્મની સામે બળવો પોકારી જુલમની વેદી પર બલિદાન આપવાને લાખેણે અવસર ! અને જનતાને બળિદાનની પ્રેરણાનું પાન કરાવનાર, કાંતિ અને સ્વતંત્રતાને ઉદ્ગાતા એ સાચો કવિ પિતે પણ વખત આવ્યે બલિદાન આપવામાં પાછી પાની કરે ખરો ?
Page #472
--------------------------------------------------------------------------
________________
શ્રી મગનલાલ ડી. શાહઃ મરજીવો મહાકવિ
૧૫૯ - કવિ એટલે મહાસંવેદનશીલ આત્મા. એ તે મડામાં પણ પ્રાણ ફૂંકીને સ્વાભિમાનની ભાવનાને સજીવન કરે. કવિને અંતસ્તાપ અને પુણ્યપ્રકેપ એના પ્રત્યેક શબ્દમાં રણકવા લાગે. અને એવો એક એક શબ્દ જનતામાં ચેતનાની જ્યોતને જલતી રાખવા માટે તેલનું કામ કરે! એવા જ એક સ્વમાની મસ્ત કવિની આ ગૌરવંતી કહાણી છે.
બ્રાહ્મણ તે પ્રભુનું પ્રથમ સર્જન, બ્રાહ્મણ જૈન ન બની શકે, બ્રાહ્મણ અને જૈન વચ્ચે અભેદ ન સંભવે—એવી એવી કલેશ–ષ ભરી માન્યતા લઈને અજયપાળ ગાદીએ આવ્યા હતા. એમની આ ગેરસમજણમાંથી જ ગૂર્જરભૂમિની સુખશાંતિ, સમૃદ્ધિ અને સંસ્કૃતિને વિનાશ કરનારું તાંડવનૃત્ય આરંભાયું હતું.
હેમાચાર્ય અને કુમારપાળદેવે અંતરનાં અમી સીંચી સીંચીને ગુર્જર પ્રજામાં ભ્રાતૃભાવ અને મૈત્રીની જે ભાવના રેલાવી હતી એને સમજવાનું કે સાચવવાનું અજયપાલનું કઈ ગજુ ન હતું. ઉદારરિત આત્માઓની ઉદારતાને બાપડું સંકુચિત માનસ કેવી રીતે સમજી શકે? એટલે જ અજયપાળ મહારાજા કુમારપાળ અને હેમચંદ્રાચાર્યનું કર્યું–કારવ્યું ધૂળમાં મેળવવા તૈયાર થયો હતો. . રજનીદેવી રૂપેરી આભલાના ભરતકામથી શોભતી સાડી પહેરી આભની અટારીએ ડેકિયું કરી રહી હતી. કાળાં કામના કરનાર માનવીઓ પોતાનાં કુકૃત્યોને કાજળકાળી રાત્રિના અંધકારમાં છુપાવવા મથતા હતા. ત્યારે જાણે રૂપેરી આભલા સમાં ટમટમતા તારલિયાએ માનવીની મૂર્ખાઈ પર હસી રહ્યા હતા !
પાટણ નિદ્રાદેવીને બળે પિઢી ગયું હતું, નગરની શેરીઓ સૂમસામ બની હતી, ત્યારે ઉપાશ્રયમાં એક સાધુરાજ ધ્યાનસ્થ દશામાં બેસી ધર્મચિંતન કરી રહ્યા હતા. આખું નગર ઊંઘતું હતું ત્યારે આ અપ્રમત્ત સાધુરાજ જાગતા રહીને આત્મભાવની ખેજ કરી અંતરને અજવાળી રહ્યા હતા.
એવામાં એક ગુપ્તચરે દબાતે પગલે ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો અને સાધુરાજની પાસે જઈને તુમાખી ભર્યા સ્વરે જાણે પડકાર કર્યો : “કવિરાજ ! પાટણમાં થતી ઉથલપાથલની આપને ખબર તો છે ને? સાધુરાજ! અત્યારે પાટણમાં કોનું શાસન ચાલે છે તેની આપને જાણ તે છે ને?”
પાટણમાં જેનું શાસન ચાલતું હોય તેનું ભલે ચાલે, મારે એનું શું પ્રજન? મહાનુભવ, મારે તો મારા હૃદયસામ્રાજ્યમાં કેનું શાસન પ્રવર્તે છે, એની સાથે જ નિસ્બત છે. અને ત્યાં આત્માનું શાસન ચાલતું હોય એટલે બસ ! વળી આવતી કાલે હું (૧૦૦)મું કાવ્ય રચીશ, અને “પ્રબંધશતકર્તા”ની ઉપાધિ મેળવવા ભાગ્યશાળી બનીશ. પણ મારા અધ્યયનમાં આવી મધ્યરાત્રિએ ખલેલ પાડનાર તમે કહ્યું છે, અને અત્યારે અહીં આવવાનું પ્રયોજન શું છે?”
ગુપ્તચરને મનેભાવ જાણે બદલાઈ ગયે. એણે અજંપાભર્યો દીર્ઘ નિઃશ્વાસ નાખે. સાધુરાજની વધુ નજદીક જઈ એ ધીમે સાદે કહેવા લાગ્યાં: “કવિરાજ, કવિતા અને કલા, શબ્દ અને ધ્વનિ, અલંકાર અને રસ એ બધાને, ભેંસ ઘાસને પૂળે વાગોળે એમ,
WWW.jainelibrary.org
Page #473
--------------------------------------------------------------------------
________________
૧દo
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવવાગોળવાનું છોડી દે. હવે તે તમારી કવિતા રાજદરબારની બાંદી બનશે. તમારી સરસ્વતી અજયપાળનાં યશોગાન ગાવામાં કૃતાર્થ થશે! મહારાજ, પહેલાને વખત હવે વીતી ગયો !”
તમે શું મને ભાડૂતી કવિ બનાવવા માગે છે? હું ખુમારીદાર કવિ મટીને ખુશામતિયે ભાટ બનું એવી સલાહ આપે છે ?” કવિરાજે સાવધ થઈ કહ્યું.
હજુ પણ તમારે તમારી ખુમારી ભૂલવી નથી ?”
કવિ જે આત્માની ખુમારી નહી અનુભવે તો બીજું કેણ અનુભવશે? શું હું. કુદરતની કવિતા છેડીને અજયપાળ જેવા અધમ રાજવીની પ્રશસ્તિ રચવા લાગું? મહાનુભાવ! ન ભૂતો ન ભવિષ્યતિ!”
અરે એ ભદ્ર પુરુષ! એટલું પણ કાં ન સમજે કે પવન જેઈને સૂપડું ધરવું જોઈએ! વણિક સમાજના ગુરુ થઈને એટલું પણ નથી જાણતા કે સમય પ્રમાણે સૂર બદલ ઘટે!” વાણીશૂર ગુપ્તચર વાતમાં મેણુ નાખવાનું ન ભૂલ્યા. *
તમે મને વ્યવહારકુશળતાના પાઠ શીખવવા આવ્યા છે? કવિને-મસ્ત કવિનેઆત્માને ગળે ચીપ દેનારાં વ્યવહારકુશળતાનાં બંધન ક્યારેય નડતાં નથી. ખુદ કવિ પણ તેના હૃદયને પરવશ હોય છે; હૃદયની આજ્ઞાને એ ઉથાપી શકતા નથી. અને સાચી કવિતાને સમયનાં બંધન કદી ખયાં નથી અને ખપવાનો પણ નથીકવિની કવિતા તે સનાતન સત્યને જ ઉચ્ચારે છે, અને એવા પરમ સત્યને જ આરાધે છે. ” સાધુરાજ જાણે ફિરસ્તાની વાણી ઉચ્ચારી રહ્યા.
કવિરાજ! ભીંત ભૂલ છે! રાજા રૂઠે તે કાસળ કાઢે અને રીઝે તે નિહાલ કરે. સત્તા આગળ શાણપણ નકામું છે. ખુમારીની વાતે નર્યું ગાંડપણ છે. શું તમે નથી જાણતા કે પ્રભુ પંચાસરા પાર્શ્વનાથના પવિત્ર દેવાલયને અજયપાળના સૈનિકોએ હથોડા મારી ખેદાનમેદાન કરી નાંખ્યું છે? શું તમે એ વાતથી અજ્ઞાત છે કે મહામૂલા જ્ઞાન ભંડાર રોમાં આગ ચાંપી એને ભસ્મીભૂત કરવામાં આવ્યા છે? કપદી જેવા મંત્રીશ્વરને એક દિવસ માટે મંત્રીપદે સ્થાપી રામશરણ કરવામાં આવ્યું છે. આમભટ જેવા વીરપુરુષને લશ્કરે ઘેરો ઘાલી હણી નાખે છે! તો પછી તમારા જેવાની શી વિસાત? રાજઆજ્ઞા
સ્પષ્ટ ફરમાવે છે કે અત્યાર સુધી જેને ખૂબ મહાલ્યા, ફાલ્યા-ફૂલ્યા; પણ હવે એમના સેનેરી દિવસો પૂરા થયા. હવે તો જેન તે જૈન અને બ્રાહ્મણ તે બ્રાહ્મણને યુગ ફરી શરૂ થયો છે. હવે જૈન બ્રાહ્મણ નહીં બની શકે, જેના દેવ બ્રાહ્મણના દેવ નહીં થઈ શકે ! બ્રાહાણ તે પ્રભુનું પ્રથમ સંતાન અને જેન કરતાં ઉચ્ચ. બ્રાહ્મણ અને જૈન વચ્ચે અભેદ હોઈ શકે જ નહીં! બ્રાહ્મણને ધર્મ એ જ રાજધમ : આવું રાજફરમાન તમે નથી સાંભળ્યું?” ગુપ્તચરે કવિરાજની આંખ ઉઘાડવા પ્રયત્ન કર્યો. - “આપ સ્વભાવમાં મગ્ન રહેનારો, આત્માના ધર્મને પિછાણનારો સાધક કેઈ પણ ધર્મ પ્રત્યે પક્ષપાત કે દ્વેષ ન રાખે. કવિ એટલે સાચા અવધૂત. અવધૂત એટલે રાગદ્વેષના વિજેતાને પૂજારી. સેમિનાથ મહાદેવ સમક્ષ પૂજ્ય ગુરુદેવે ગાયેલી અમર પંક્તિઓ હજુ પણ મારા અંતરમાં ગુંજ્યા કરે છે, અને મને સતત ભાન કરાવતી રહે છે કે જેઓ
Page #474
--------------------------------------------------------------------------
________________
શ્રી મગનલાલ ડી. શાહ: મરજી મહાકવિ
૧૬૧ રાગદ્વેષના વિજેતા છે એવા કોઈ પણ દેવને મારા નમસ્કાર હ! આત્માને તે ખરેખર, બધા ધર્મોનું મિલન-મંદિર બનાવવાનું હોય!” - સાધુરાજ! આવી બધી અભેદની જપમાળા હવે છેડી દે! મહારાજા કુમારપાળ અને શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યનું નિધન થતાં જ અભેદનું અવસાન થઈ ગયું સમજે. અજયપાળ ભેદને પૂજારી છે. એ તે બ્રાહ્મણ અને જૈનના ભેદ વધુ સ્પષ્ટ કરવા માગે છે. તમે રાજઆજ્ઞાને મર્મ નથી સમજતા?”
કવિને રાજઆજ્ઞા સાથે શી લેવાદેવા? મારું પ્રસ્થાન તે ગુરુદેવે ચીધેલા માર્ગે જ હોય; બીજ માર્ગને વિચાર પણ મને કુરે નહિ. કોઈ પણ જાતના ભયથી, અરે, મરણના ભયથી પણ, કવિને વિચલિત થવાનું ન હોય. સાચો ધર્માત્મા પાપભીરુ હોય. અને કવિ ઉપરાંત હું તે કલિકાલસર્વજ્ઞ શિષ્ય! પ્રાણના ભોગે પણ મારે મારી પ્રતિજ્ઞાનું જતન જ કરવાનું હોય !” જાણે કવિ રામચંદ્ર અગમવાણું ઉચ્ચારી રહ્યા.
ગુપ્તચર કવિરાજને પરમ શુભેચ્છક હત; એ ગમે તેમ કરીને કવિરાજને નિર્ણય બદલાવવા માગતો હતો. એણે લાગણીભીના સ્વરે કહ્યું: “કવિવર! સાચા કે ખોટાને નિર્ણય કરવાને આ સમય નથી. ઊગતા રવિને સાકાઈ પૂજે છે; આથમતા સૂર્યને કઈ પૂજતું નથીદુનિયાને એ રાહ છે. ગૂર્જરભૂમિનાં આબદાર (સાચા)મતી તે અજયપાળે પ્રગટાવેલી હતાશનીમાં ક્યારનાં હેમાઈ ગયાં; જે કાંઈ ડાં બાકી રહ્યાં છે તેમની પણ ઘડી–પળ ગણાઈ રહી છે. અજયપાળ પિતાને માર્ગ નિષ્કટક કરવા માગે છે. અભેદમાં માનનારને તે કંટક સમજે છે; એવા કંટકોને દૂર કરવા તે એની રાજનીતિ છે.”
રાજાની રાજનીતિ ગમે તે હોય, સાધુ ધર્મવિમુખ ન બની શકે. કવિ એ પણ સાધુ-આત્મા છે, જનતાની ભાવનાની દીવાદાંડી છે. એ સનાતન સત્ય ઉચ્ચારે છે. સમય કે રાજનીતિનાં બંધન એને નડતાં નથી. એની કવિતા સંસારના વૈભવ-વિલાસની દાસી ન બની શકે! કવિ તે મુક્ત આત્મા હોય.”
કવિરાજ! કવિ ઉપર કાવ્ય રચવાનું બંધ કરે! સાચા કવિને આ જમાન નથી. ખુશામતિયા કવિની જ આજે બેલબાલા છે. એક જ ગુરુના બે ચેલા એક રાજદરબારમાં શ્વાનની જેમ પૂછડી પટપટાવતો હોય એવે વખતે બીજે મેરુની જેમ અચળ રહેવા માગે એને રાજસત્તા કેમ સાંખી શકે ?”
જેને જીવ વહાલે છે તે ભલે પૂછડી પટપટાવે! જેને આત્મા વહાલે છે તે પિતાની વાÈવીને પારકાને ઘેર પાણી ભરવા ન મોકલી શકે ! જે મરજી છે તે જ મુક્તિના દિવ્ય સંગીતનું અણમોલ મતી મેળવી શકે. બાલચંદ્રને ગમતું હોય તે બાલચંદ્ર ભલે કરે. રામચંદ્ર તે રામચંદ્ર જ રહેશે ! એ બાલચંદ્ર કદી નહીં બને! રામચંદ્ર પિતાના આત્માને કદી નહીં રૂંધે. આત્મા અનંત શક્તિને ધણી છે એ સૂત્ર રામચંદ્રને માટે જીવનનું ધ્રુવતારક છે. જે આત્મા પોતાની શક્તિઓને પ્રગટાવે છે તેને માટે વ્યવહાર અને રાજનીતિની દુનિયામાં જે અશક્ય લેખાતું હોય તે પણ શક્ય બને છે.”
કવિરાજ ! ભાવાવેશમાંથી જન્મેલી આવી બધી મનની વાતે મનમાં જ રહી જશે, અને જિંદગી જોખમમાં મુકાઈ જશે. યતિરાજ બાલચંદ્રની કવિતાની જેમ તમારી
Page #475
--------------------------------------------------------------------------
________________
૧૨
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ -મહેાત્સવ ત્રણ
કવિતાકલાને પણ અજયપાળના ચરણે શિર ઝુકાવતી કરવાનાં ષડય ંત્રા રચાયાં છે, કવિરાજ! ઇશારામાં સમજી જાએ, કલ્પનાની પાંખે ઊડવાનુ છેાડી દો અને નજર સામેના કવ્યની વ્યવહારુ ભૂમિકા ઉપર વિચરા તે સારુ...!”
“ નહિ ભાઈ, નહિ. મારાથી એ નહીં અને. પૂજ્ય ગુરુદેવે અમૃત સિ’ચન કરી જે અમૃતવેલ ઉછેરી તેનુ હું ઉન્મૂલન કેમ કરી શકુ? જગતને જાણવા દો કે આ અમૃતવેલને એ પાંદડાં ફૂટ્યાં : એક કડવું અને ખીજુ મીઠું. એમાંનું કયું કડવું અને કયુ મીઠુ એ જગત ભલે જગતની રીતે સમજે. એમના ગુણ-અવગુણની સાથે વેલની પ્રતિષ્ઠાને શી નિસ્બત ? રામચંદ્રની કવિતા અજયપાળની આગળ કયારેય પેાતાનું શિર નથી જ ઝુકાવવાની—પછી ભલે ને થવાનું હેાય તે થાય !” રામચદ્ર જાણે અપાર્થિવ રૂપ ધારણ કરી રહ્યા.
“ કવિરાજ ! આદર્શોની અટવીમાં કેમ અટવાએ છે? ભાગ્યયેાગે લાખેણી ઘડી આવી પહોંચી છે. એ ઘડીને શા માટે જવા દો છે? નદીના ધસમસતા પૂરની સામે તરવામાં તે પ્રવાહમાં ઘસડાઈ જવાનું જ ફળ મળે! ઝંઝાવાતમાં જે વૃક્ષ અણનમ રહેવા માગે તે મૂળમાંથી જ ઊખડી જઈ ધરાશાયી અને ! હજાર ગાંડામાં એક ડાહ્યાની શી કિ ંમત ? તેના ડહાપણના કેવા ભંડા હાલહવાલ થાય છે તે તમે નથી જાણતા શું ?”
પણ મહાકવિ રામચ'દ્ર એકના બે ન થયા. બિચારા ગુપ્તચરને થયું કે પથ્થર પર પાણી બધું એળે ગયુ'! એટલામાં ઉપાશ્રયનાં પગથિયાં સિપાઈ એના નાળખ'ધ જોડાથી ધમધમી ઊઠયાં. સૈનિકે એરાકટાક ઉપાશ્રયમાં પ્રવેશ્યા. ગુપ્તચર સાવધ બન્યા. અંધકારના લાભ લઈ એ સિપાઈ એમાં ભળી ગયા. ચારદીવાના ઝાંખા પ્રકાશમાં સિપાઈ એ કવિરાજને શેાધતા ગર્જી ઊઠેચા: “ કળ્યાં છે રામચંદ્ર ?” સિપાઈ એના સત્તાવાહી સૂરના ભય'કર પડઘા જાણે આગામી આંધીની આગાહી કરતા હતા.
સિપાઈ એ ! કવિ રામચંદ્ર અહી. તમારી નજીક જ છે. તમારા આગમનનું પ્રત્યેાજન ! ” કવિએ મધુર ભાષામાં જવાબ આપ્યા.
<<
66
ગુજરેશ્વર મહારાજા અજયપાળે આપને રાજદરબારમાં આવવાનું આમંત્રણ પાઠવ્યુ' છે.” સૈનિકોએ સભ્ય બનવાના પ્રયાસ કર્યાં.
“ અત્યારે મધ્યરાત્રીના સમયે જ ? કાલે સવારે આવું તે ?”
“ એ નહિ ચાલે. અત્યારે અને અણઘડીએ જ આપને હાજર થવું પડશે.”
સિપાઈ એ રામચંદ્રના જવામની રાહ જોવા પણ ન થાભ્યા. એમણે. રામચંદ્રને ઘેરી લીધા. મ્યાનમાંથી તલવારો ખેંચાઈ ગઈ. એક સિપાઈ એ ઘટસ્ફોટ કરતાં કહ્યું : “ ગુજરેશ્વર અજયપાળની આજ્ઞા છે કે ગુનેગારને એક ક્ષણ પણ છૂટા ન મૂકવા.”
“ હું ગુનેગાર ? ” પણ કવિ રામચંદ્ર પેાતાનું વક્તવ્ય આગળ વધારે તે પહેલાં જ સિપાઈ એએ તેમને ઊંચકી લીધા.
પાટણની સુમસામ શેરીએએ એ અકાય ઉપર:મધ્યરાત્રીનો અધારપછેડા ઢાંકી દીધા !
*
ગુલાખી નિદ્રાના ત્યાગ કરી શેખીન અને વિલાસી પાટણ ફરી પ્રવૃત્તિશીલ બન્યું ત્યારે પાટણની શેરીએમાં રાજ્યના અનુચરા પડહુ વગાડી રહ્યા હતાઃ
Page #476
--------------------------------------------------------------------------
________________
શ્રી મગનલાલ ડી. શાહુ : મરજીવા મહાકવિ
૧૬૩
·CC
પાટણના પ્રજાજનો ! સહ સાંભળજો ! ગુજ રેશ્વર મહારાજા અજયપાળની રાજઆજ્ઞા છે કે બ્રાહ્મણુ અને જૈન એક ન હેાઈ શકે. બ્રાહ્મણ તે બ્રાહ્મણ, જૈન તે જૈન. પરમાત અને પરમમાહેશ્વર એ ખિરુદ સાથે ન સંભવે ! બ્રાહ્મણધમ એ રાજધમ છે, માટે બ્રાહ્મણુધર્મોને સૌ પ્રજાજનાએ માન આપવુ. જે કાઈ સમષ્ટિને નામે, અભેદને નામે બ્રાહ્મણુ અને જૈનને એકત્ર કરવા યત્ન કરશે, તેમને સખ્ત શિક્ષા કરવામાં આવશે.”
પાટણનાં નર-નારીએ ખિન્ન હૃદયે આ ઢંઢેરા સાંભળી રહ્યાં. કયાં પહેલાંનુ પાટણ અને કયાં આજનુ' પાટણ ! જાણે આટલું. એછુ' હાય એમ એ ઢંઢેરાએ વધારામાં જાહેર કયું કે “ આજે મધ્યાહ્ને સર્વ પ્રજાજનાએ રાજસભામાં હાજર થવાનુ છે. ત્યાં રાજઆજ્ઞાની અવગણના કરવા બદલ કવિ રામચંદ્રના ન્યાય તાળાવાના છે.”
સમય થયેા અને નગરજને રાજસભામાં કીડિયારાની જેમ ઊભરાવા લાગ્યા. કાંય તલપુર જગ્યા ખાલી ન હતી. બધા મહાકવિ રામચંદ્રને કેવા ન્યાય મળે છે તે જોવા આતુર હતા.
કવિ રામચંદ્રને સભામાં હાજર કરવામાં આવ્યા, પણ એમના ચહેરા પર ગુનેગારીની કે લાચારીની એક પણ રેખા દેખાતી ન હતી. એમના પ્રશાંત ચહેરા પર ખ્રિવ્ય તેજ વિલસતું હતું.
“ કવિરાજ ! તમને જૈન અને બ્રાહ્મણાને એક કરવાની ઘેલછા લાગી છે. એવાં અભેદનાં કાવ્યેા રચવા માટે તમારે પ્રાયશ્ચિત્ત કરવું પડશે.”
“ અભેદ શું પાપ છે ? અભેદ્યનાં કાવ્યેા રચવાં એ શુ' પાપકાય છે ? ”
“ કવિરાજ ! રાજઆજ્ઞા પ્રમાણે અભેદના પ્રચાર કરવા એ ગુના છે: એ તમારે જાણવુ' ઘટે ! ”
66
કવિનું કાવ્ય કોઈ પ્રયત્નનું નહીં પણ અકળ પ્રેરણાનું પરિણામ છે. કાવ્યગંગાની ગ ગાત્રીનું, પ્રેરણાસ્થાન સાવ અકળ જ હેાય છે. કવિમાં અકલ્પ્ય રીતે આવી પ્રેરણા જાગે અને કાવ્ય સ્ફુરે તેમાં પાપના પ્રશ્ન જ કચાં ઊભે થાય છે? પાપ અને પ્રાયશ્ચિત્ત કવિતા પાસે *કી પણ શકતાં નથી. કોઈ સત્તાના ભયથી કે સમૃદ્ધિના લેાભથી કવિતાદેવીની સાચી આરાધના ન થઈ શકે. કવિહૃદય માનવી જ કવિની કવિતાનું મૂલ્યાંકન કરી શકે કે કવિની કવિતાના ન્યાય તાળી શકે. એ તાળવાનું તમારુ' ગજુ નહીં ! ઝવેરી જ હીરાનું મૂલ્ય કરી શકે, ગેાવાળ નહિ !” જાણે કવિની જીભ નહીં પણ એનું અંતર ખાલી રહ્યું હતું.
“ કવિરાજ ! રાજ્યની આજ્ઞા ઉત્થાપવાનુ દુઃસાહસ ખેડવા માગે છે ? ખખર તા છે ને કે એનાં કેવાં માઠાં પરિણામ આવે છે? એથી ખચવુ' હશે તે તમારે રાજ્ય અને રાજાનાં પ્રશસ્તિકાવ્યેા રચીને આ પાપનું પ્રાયશ્ચિત્ત કરવુ પડશે. તમારા ગુરુભાઈ માલચન્દ્રે એ જ રાહ ગ્રહણ કર્યો છે.”
“ કવિ સ્વૈરવિહારી હેાય છે. સમગ્ર વિશ્વ એનુ રાજ્ય છે. એના ખજાના પણ અખૂટ છે. દુનિયાની કોઈ સત્તા એને ડરાવી નહી' શકે; સંસારની કોઈ સ'પત્તિ એને લલચાવી નહીં શકે. તમારાં શૌય કે સત્કાર્યોથી કવિના અતરમાં ઊમિ' જગાડા અને જુએ કે
Page #477
--------------------------------------------------------------------------
________________
૧૬૪
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ-મહાત્સવ-ગ્રંથ
એમાંથી કેવાં મનેાહર પ્રશસ્તિકાવ્યે વહેવા લાગે છે. વસ'ત આવે છે ત્યારે કોકિલાને કાણુ કહેવા જાય છે કે તું તારી સ્વરમાધુરીને વહેતી મૂક ? એવું જ સાચી કવિતાનું સમજવું. ભય કે લાલચથી ખરીદી શકાય એ કવિતા જ નહી.”
“ કવિરાજ ! આવી બધી અહીન વાતેા છેડે, અને તમારી વાણીથી સત્તાને રીઝવા. તમારા ગુરુભાઈ ખાલચ'દ્રની પણ આ જ સલાહ છે.”
“ હુસ તે। સદાય મેાતીના જ ચારો ચરવાના ! ભૂંડ ભલે અખાજ આરેાગ્યા કરે! જેને પેાતાનું સ્વાતંત્ર્ય નહી' પણ પેાતાના પ્રાણ વધુ વહાલા છે, તે જ એક ભાન ભૂલેલા રાજાની પ્રશસ્તિ રચીને પેાતાની કાવ્યદેવીને લજવે છે. સાચી સલાહની તા અત્યારે આવી નમાલી સલાહ આપનારને જ જરૂર છે ! ”
કવિનાં આકરાં વેણુથી ઘવાયેલા ખાલચંદ્રે બૂમ પાડી : “ નૃપ, રામચંદ્ર મારું' હડહડતું અપમાન કરે છે !”
“ શાંત રહેા ! ગાંડા કવિ જો પેાતાનું ગાંડપણુ હજી પણ નહી' તજે તે એમને અપમાનના ાગ્ય બદલે મળી જ રહેવાના છે!” અજયપાળે અધીરાઈથી કહ્યું.
મહાકવિ એક પશુ શબ્દ ન ખેલ્યા—જાણે એમના ચિત્ત ઉપર હિમાલયની સ્વસ્થતા અને શીતળતા વ્યાપી રહી હતી. અજયપાળની વાત સાંભળીને રાજસભા હવે આગળ શું મને છે એની ઉત્સુકતા અનુભવી રહી. થેાડીક પળેા માટે સભામાં સ્મશાન જેવી શાન્તિ છવાઈ ગઈ.
આમ થોડીક પળે સ્તબ્ધતામાં પસાર થઈ. પછી જાણે અણુનમ કવિને નમાવવાના એક વધુ પ્રયાસ કરતા હાય એમ અજયપાળે કહ્યુ': “ કવિરાજ ! રાજાની આજ્ઞાના અનાદરનુ' પિરણામ કેવુ' આવે છે તે શું તમારા જેવા વિદ્વાનને સમજાવવુ` પડશે? ... ઇચ્છું છું કે રાજસત્તાને તમારી સામે પેાતાના ઢંડ ઉગામવાનો વખત આવવા ન દ્યો ત સારું! આમાં શું કરવું એ તમારા પેાતાના જ હાથની વાત છે. શુ હજી પણ તમારી વાણી રાજસત્તાના ચરણ પખાળવા તૈયાર નહીં થાય ? ”
કવિએ વાણીનો વ્યય કરવાને બદલે માત્ર માથું હલાવીને એ વાતનેા ઇનકાર કર્યો.
અજયપાળને મહારાજા કુમારપાળ કરતાં સવાઈ ક્રીતિ વરવાનાં અરમાન હતાં. કવિ રામચંદ્ર જેવા વિદ્વાનાથી એ પેાતાની રાજસભાને વિભૂષિત કરવા માગતા હતા. તેથી તેણે ધમકીથી વશ ન થનારા કવિને સમજાવવા પેાતાની વાતની રીત બદલી : “ કવિરાજ ! હવે તા કલ્પનાવિહારમાંથી પાછા ફરો. પ્રત્યક્ષ દેખાતા લાભ જતા ન કરો. મારી રાજસભામાં તમારા ગુરુનું સ્થાન તમારે માટે ખાલી છે, તેને શેશભાવા—મારી રાજસભાના રાજકવિ મનીને ! ”
“ રાજન્! પૂજ્ય ગુરુદેવનું નામ લઈ ને તમે મને ચલાયમાન નહીં કરી શકેા. એ નામ તે! મને મારા સંકલ્પમાં વધુ દૃઢ બનવાનુ` મળ આપે છે. મારા નિણ્ય અફર છે: મારી વાણી આજની રાજસત્તાનાં કીતિગાન નહીં જ ગાય ! ”
Page #478
--------------------------------------------------------------------------
________________
શ્રી મગનલાલ ડો. શાહ મરજી મહાકવિ
“કવિ, તારી જીભ બંધ કર. તારે સર્વનાશ નોતરતી મારી કઠોર આજ્ઞા છૂટે તે પહેલાં સમજી જા. તને આ આખરી તક આપું છું. ” રાજાએ ઉશ્કેરાઈને ચેતવણીને સૂર ઉચ્ચાર્યો.
પણ કવિએ? કવિએ પ્રત્યુત્તર વાળવાને બદલે સ્વતંત્રતાનું ગીત લલકાર્યું: “હે પરમાત્મા, મારી સ્વતંત્રતા ખાતર ગલીઓમાં ફરતે કૂતરો બનવાનું મને મંજૂર છે, પણ પરાધીન બનીને હું ત્રણ જગતને સ્વામી પણ બનવા તૈયાર નથી !”
કવિએ-સ્વતંત્રતાના કવિએ-સ્વાતંત્ર્યનું ગીત લલકાર્યું. પરંતુ કવિને એક એક શબ્દ અજયપાળના અંતરમાં રેષને આતશ પ્રગટાવી રહ્યો. એ ક્રોધથી ધમધમી ઊઠયો. એણે આજ્ઞા કરીઃ “મંત્રી ! આ રાજદ્રોહીને એવું મત આપો કે જે સાંભળીને ભયંકર ખૂની પણ કંપી ઊઠે. જલ્લાદને હુકમ કરો કે ધગધગતા તવા પર આ કવિરાજને અભિષેક કરી ફળફળતા તેલથી સ્નાન કરાવેઃ મારી આ આજ્ઞાને સત્વર અમલ કરો!”
રાજાની આજ્ઞા સાંભળી સભામાં સનસનાટી ફેલાઈ ગઈ. જે રાજસભામાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને પડતો બોલ ઝીલી લેવામાં રાજા અને પ્રજાજને પિતાનું અહોભાગ્ય માનતા, તે જ રાજસભામાં એમના પરમ શિષ્યનું આવું કમકમાટીભર્યું મૃત્યુ !
મહાકવિ તે મરજીવા બનીને જીવન અને મૃત્યુને તરી ગયા હતા. જલાએ એમનું કામ પૂરું કર્યું; મહાકવિ અમર બની ગયા! કઈ સભાજન એ દશ્ય ન નીરખી શક્યો. કેઈ વાણી એ વેદનાભર્યા દશ્યને ન વર્ણવી શકી. સૌનાં અંતર કકળીને એક જ નાદ ગુંજી રહ્યાં નમ. શત્તાય તેન–એ તેજસ્વી મહાકવિને નમન હો! - સૌ કારમી વેદનાની મૂચ્છમાંથી જાગ્યા ત્યારે જાણે મહાકવિને સ્વસ્થ આત્મા પિકાર કરી જગતને પૂછતા હતાઃ પરાકાષ્ઠાએ કેણુ પહોંચ્યું? પાપીનું પાપ કે સતિયાનું સત?
* स्वतन्त्रो देव ! भूयासं सारमेयोऽपि वर्मनि ।
मा स्म भूयं परायत्तत्रिलोकस्यापि नायकः ।।
Page #479
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રની “અમૃત કૃતિ : દર્શનપ્રભાવકમોક્ષમાળા*
લેખક : ડૉ. ભગવાનદાસ મનસુખલાલ મહેતા
શ્રીમદ્ રાજચંદ્રની સર્વોત્કૃષ્ટ અમૃત કૃતિ તરીકે, આ અવનિનું અમૃત શ્રી આત્મસિદ્ધિ શાસ સુપ્રસિદ્ધ છે. તેમની મોક્ષમાળા પણ અમૃત કૃતિ છે. શ્રીમદે “ધન્ય રે દિવસ આ અહો !”ના જીવન-ધન્યતા-કાવ્યમાં સંગીત કરેલ “અપૂર્વ અનુસાર'નું પ્રથમ અમૃતફળ શ્રીમદુની અમૃત( Immortal, necterlike)કૃતિ મોક્ષમાળા છે.
તત્વમંથનકાળમાં પ્રજ્ઞાનિધિ શ્રીમદે જે પદર્શનનું મધ્યસ્થ નિષ્પક્ષપાત પર્યાલચન કર્યું, જિનાગમોનું-વીતરાગ શાસ્ત્રોનું ઊંડું ત્વરિત અવગાહન કર્યું, કેઈ અપૂર્વ આત્માનુભવનું અનુભવન કર્યું, પૂર્વના કોઈ અપૂર્વ આરાધનનું અપૂર્વ અનુસંધાનરૂપ અનુસરણ કર્યું, તેને ફળપરિપાક શ્રીમદુના આ મહાન “દશનપ્રભાવક' મેક્ષમાળા ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. તત્વજ્ઞાનકળાની સોળે કળાએ પરિપૂર્ણ શ્રીમદ્ રાજચંદ્ર આ અનુપમ ગ્રંથની અદ્ભુત ગૂંથણ અપૂર્વ પરિપૂર્ણ તત્ત્વકળાથી કરી છે; બુધજન-ચકારે ન્હાઈને આનંદ પામે એવી પરમ અમૃતમયી જ્ઞાન-ચંદ્રિકા રેલાવી છે. વીતરાગદર્શનના દઢ ગાઢ રંગથી અસ્થિમજજા રંગાયેલા શ્રીમદે જગતના ચેકમાં વીતરાગદર્શનની મહાપ્રતિષ્ઠા કરી જિનદર્શન–વીતરાગદશનને ડંકે વગડાવ્યો છેનિષ્પક્ષપાત ન્યાયમૂર્તિની જેમ સર્વ દર્શનની મધ્યસ્થ પરીક્ષાપૂર્વક વિતરાગદર્શનની સર્વોપરિતા પ્રસ્થાપિત કરી જિનશાસનને મહાપ્રભાવ વિસ્તાર્યો છે; અને આમ સન્મતિતક જેમ મહાન “દર્શનપ્રભાવક' ગ્રન્થ ગણાય છે, તેમ જિનદર્શનની મહાપ્રભાવના કરનાર આ અપૂર્વ મેક્ષમાળા ગ્રન્થ મહાદશનપ્રભાવક ગ્રી તરીકે સુપ્રસિદ્ધ થયા છે. સેંકડો વર્ષોના શાસ્ત્ર અભ્યાસી મહાપંડિત કે મહાબહતો પણ વારંવાર વાંચીને પણ જેની નકલ ( Copy or Immitation)
લેખકના “અધ્યાત્મ રાજચંદ્ર' ગ્રંથમાંથી.
Page #480
--------------------------------------------------------------------------
________________
ડો. ભગવાનદાસ મ. મહેતા : શ્રીમદ્ રાજચંદ્રની ‘ અમૃત'કૃતિ : મેાક્ષમાળા
૧૬૭
કરવાને સમથ ન થાય, એવા આ તત્ત્વલામય અપૂર્વ દર્શનપ્રભાવક ગ્રન્થ જ્ઞાનાવતાર શ્રીમદે પરમ પ્રૌઢ ગભીર શાસ્ત્રશૈલીથી સેાળ વર્ષોંની વયે, માત્ર ત્રણ દિવસમાં જ, ગૂજ્યેા છે, એ મહાન આશ્ચર્ધાનું આશ્ચય છે; અદ્ભુતાદ્દભુત છે.
પેાતાને જે કાંઈ જ્ઞાનના લાભ પ્રાપ્ત થયા છે, તેના લાભ ખીજા જીવાને પણ પ્રાપ્ત થાય એવી નિષ્કારણુ કરુણાથી પરોપકારશીલ જ્ઞાનીએ પેાતાને પ્રાપ્ત જ્ઞાનના અન્ય જીવામાં વિનિયોગ થાય એવી સત્પ્રવૃત્તિ આદરે છે. તે જ પ્રકારે શ્રમદ્ જેવા મહાજ્ઞાનીને વીતરાગપ્રણીત મેાક્ષસન્માનું જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય સમ્યક્ સત્ય સ્વરૂપ પેાતાને સમજાયું–સંવેદાયું--અનુભવાયું, તેનો લાભ જગજીવાને થાય એવી ઊર્મિ ઊઠે એ સહજ સ્વાભાવિક છે. એટલે આમાલવૃદ્ધ સર્વ કોઈ ને ઉપયેગી–ઉપકારી થઈ શકે એવા મેાક્ષમાનુ' સ્વરૂપ દર્શાવનાર ગ્રંથ સરલ દેશભાષામાં ગૂંથવાના સ્વયંભૂ વિચાર એમના હૃદયમાં સ્ફુર્યા. અને આ મેાક્ષમાળાની રચના શ્રીમન્દે માત્ર ત્રણ દિવસમાં કરી.
6
આ ‘માક્ષમાળા ’ ખરેખર ! મેાક્ષમાળા જ છે; મુમુક્ષુને માક્ષના માર્ગ દર્શાવનારી યથા મેાક્ષમાળા જ છે! ગ્રંથનુ જે આ ગૌરવપૂર્ણ નામ આપવામાં આવ્યું છે તે તેના · મેાક્ષ ' જેવા મહાન વિષયને લઈ છે. તત્ત્વા સૂત્રનુ જેમ તેના વિષયને લઈ મેાક્ષશાસ્ત્ર ' નામ પ્રસિદ્ધ છે, તેમ મેાક્ષ પ્રત્યે લઈ જનારી એક સૂત્રખદ્ધ ગ્રંથરચનાને લીધે આનુ મેાક્ષમાળા ' નામ યથાર્થ છે. મુક્તાક્લની માળામાં જેમ યથાસ્થાને ગેાઠવાયેલાં નાનાં-મોટાં સુંદર મૌક્તિકા એક સુવર્ણસૂત્રથી નિદ્ધ થઈ સમગ્રપણે એક મુક્તામાળા ખને છે, તેમ આ મુક્તા( મેાક્ષ )ફૂલની માળામાં યથાસ્થાને કલાપૂર્ણ પણે ગેાઠવાયેલાં પરમ સુંદર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ અમૂલ્ય મૌક્તિકા (મુક્તાફલા ) એક આત્મતત્ત્વરૂપ સુવર્ણસૂત્રથી નિદ્ધ થઈ એક મુક્તામાળા-મેાક્ષમાળા બની છે. મુક્તાફલની માળામાં કળાપૂર્ણ પણે પરાવાયેલું-ગૂંથાયેલ એક એક મહામૂલ્યવાન્ મેાતી જેમ યથા સ્થાને શોભે છે, તેમ આ મુક્તાફલની માળામાં ( -મેાક્ષમાળામાં) તત્ત્વકળાપૂર્ણ પણે પરાવાયેલુ–ગૂ ંથાયેલ એક એક અમૂલ્ય તત્ત્વ-મૌક્તિક યથાસ્થાને વિરાજે છે. ઉત્તમ તત્ત્વજ્ઞાન અને સીલ ખેોધનારું, મેાક્ષમાર્ગનુ સદ્બીજ રોપનારું, જ્ઞાનક્રિયાનું સમ્યગ્ સમન્વિપતણું નિરૂપનારું, આ પેાતાનું નવસર્જન સમ થશે એવા પૂરેપૂરા નિરભિમાન આત્મભાન સાથે શ્રીમદ્દે આને મેાક્ષમાળા ' એવું સાન્વય સમુચિત નામ આપવાનું સમુચિત માન્યું છે; · મેાક્ષમાળા ' એવું ગ્રંથનું જે આ ગૌરવપૂર્ણ નામ રાખ્યુ છે, તે જ તેનુ' ગુણનિષ્પન્ન ગુણગણગારવ સૂચવે છે.
"
આ ગ્રંથની મુખમુદ્રામાં જ શ્રીમદ્ સ્વયં શ્રીમુખે પ્રકાશે છે કે આ ગ્રંથ સ્યાદ્વાદ તત્ત્વાવાધ-વૃક્ષનું બીજ છે. તત્ત્વજિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે એવું એમાં કઈ અંશે ધૈવત રહ્યુ' છે, એ સમભાવથી કહુ` છં. અહુ ઊંડા ઉતરતાં આ મેાક્ષમાળા મેાક્ષના કારણરૂપ થઈ પડશે. મધ્યસ્થતાથી એમાં તત્ત્વજ્ઞાન અને શીલ એધવાના ઉદ્દેશ છે.’ તેમ જ ત્યાં જ તેઓશ્રીએ વિશેષ પ્રકાશ્યું છે કે- આ પુસ્તક પ્રસિદ્ધ કરવાના મુખ્ય હેતુ ઊછરતા ખાળયુવાને અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે, તે ભ્રષ્ટતા અટકાવી, તેમને આત્મહિત ભણી લક્ષ કરાવવાના પણ છે.’ આ પરથી આ આદૃષ્ટા મહિષ સમા આ ગ્રંથકર્તાના આ ગ્રંથ ગૂથવાના ઉદ્દાત્ત ઉદ્દેશ અને ઉત્તમ પ્રયાજન સ્વયં સ્પષ્ટ થાય છે.
Page #481
--------------------------------------------------------------------------
________________
૧૬૮
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહેસવ- ગ્રંથ શુદ્ધ નિસ્પૃહ આત્માર્થ અર્થે, પરમાર્થ અર્થે, પરમાર્થ પ્રેમથી નિર્મલ જ્ઞાનદાન દેવું એ જ્ઞાનદાનેશ્વરી વક્તાનું (કર્તાનું) અનંતર (Immediate) પ્રજન છે, અને તેથી પિતાના આત્માને મહાન નિર્જરને લાભ પ્રાપ્ત થઈ અનુક્રમે મોક્ષની પ્રાપ્તિ થાય એ પરંપર (Remote, Ultimate) પ્રજન છે; શુદ્ધ જિજ્ઞાસુ આત્માર્થ અથે વિનમ્ર વિનયાન્વિત શિષ્યબુદ્ધિથી નિર્મલ જ્ઞાનદાન લેવું એ શ્રોતાનું અનંતર પ્રયજન છે, અને તે જ્ઞાનને અનુરૂપ સતશીલરૂપ આચરણથી–હેય-ય-ઉપાદેયના વિવેકરૂપે તે પ્રાપ્ત જ્ઞાનને “ક્રિયામાં –આચરણમાં મૂકવાથી–આત્માની મલવિશુદ્ધિ કરી અનુક્રમે મોક્ષપ્રાપ્તિ કરવી એ શ્રોતાનું પરંપર પ્રયોજન છે. નવકારવાળીની જેમ એક આઠ પાઠ ધરાવનારી આ મંગલમયી મોક્ષમાળા(બાલાવબોધ)ના પ્રયજન અંગે કર્તા પુરુષ શ્રીમદ્દ સં. ૧૯૪૫ ના એક પત્રમાં સ્વયં લખે છે–“જિનેશ્વરનાં સુંદર માર્ગથી એમાં એકકે વચન વિશેષ નાખવા પ્રયત્ન કર્યું નથી. જેમ અનુભવમાં આવ્યું અને કાળભેદ જે તેમ મધ્યસ્થતાથી એ પુસ્તક લખ્યું છે. તેમ જ આગળ જતાં સં. ૧૯૫૫ માં એક પ્રસંગે તેમણે આ પ્રજનને એર સ્પષ્ટ કરતાં લખ્યું છે–“જેનમાર્ગને સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે. જિનક્તિ માર્ગથી કંઈપણ ન્યૂનાધિક તેમાં કહ્યું નથી. વીતરાગમાર્ગ પર આબાલવૃદ્ધની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય, તેનું બીજ હદયમાં રોપાય તેવા હેતુએ બાલાવબોધરૂપ યોજના તેની કરી છે. તે શિલી તથા તે બોધને અનુસરવા પણ એ નમુને આપેલ છે. એને પ્રજ્ઞાવધ ભાગ ભિન્ન છે. તે કઈ કરશે.
આ ગ્રંથની શિક્ષણ પદ્ધતિ અંગે શ્રીમદ્જી સ્વયં શ્રીમુખે પ્રકાશે છે- પાઠક અને વાંચક વર્ગને મુખ્ય ભલામણ એ છે કે શિક્ષાપાઠ પાઠ કરવા કરતાં જેમ બને તેમ મનન કરવા. અને તેનાં તાત્પર્ય અનુભવવાં. જે ન સમજી શકે. તેણે જાણનાર પાસેથી વિનયપૂર્વક સમજવાને ઉદ્યમ કરે. એવી જોગવાઈ ન મળે તે એ પાઠ પાંચ સાત વાર શાંતિપૂર્વક વાંચી જવા. એક પાઠ વાંચી ગયા પછી અર્ધ ઘડી તે પર વિચાર કરી અંતઃકરણને પૂછવું કે શું તાત્પર્ય મળ્યું? તે તાત્પર્યમાંથી હેય (ત્યજવા ગ્ય), 3ય (જાણવા રોગ્ય) અને ઉપાદેય (ગ્રહણ કરવા યોગ્ય) શું છે? એમ કરવાથી આખો ગ્રંથ સમજી શકાશે; હૃદય કમળ થશે; વિચારશક્તિ ખીલશે; અને જૈન તત્ત્વ ઉપર રૂડી શ્રદ્ધા થશે. આ ગ્રંથ કંઈ પઠન કરવારૂપ નથી, પણ મનન કરવારૂપ છે. અર્થરૂપ કેળવણી એમાં
જ છે; તે યોજના બાલાવબેધરૂપ છે. વિવેચન અને પ્રજ્ઞાવધ ભાગ ભિન્ન છે. આ તેમાંને એક ભાગ છે, છતાં સામાન્ય તત્વરૂપ છે. સ્વભાષા સંબંધી જેને સારું જ્ઞાન છે, અને નવતત્વ તેમ જ સામાન્ય પ્રકરણગ્રંથો જે સમજી શકે છે, તેવાઓને આ ગ્રંથ વિશેષ બોધદાયક થશે. નાના બાળકને આ શિક્ષાપાઠનું તાત્પર્ય સમજણપૂર્વક સવિધિ આપવું.” આ શિક્ષણ પદ્ધતિ અંગે આ આર્ષદૃષ્ટા મહાગુરુએ આપેલી આ પરમ પ્રૌઢ ગંભીર વિવેકી શિક્ષા સામાન્યપણે કઈ પણ ગ્રંથને અભ્યાસ કરતી વેળાએ લક્ષમાં લેવાયેગ્ય અને સર્વત્ર હેય-ય-ઉપાદેયના વિવેકપૂર્વક સર્વ કાળને માટે સર્વને ઉપયોગી થઈ પડે એવી અનુપમ અને અનુકરણીય શિક્ષા છે.
આવી પરમ પ્રૌઢિથી જેણે મુખમુદ્રા આદિ આલેખેલ છે, એવા આ માત્ર સોળ વર્ષની વયને પણ મહાજ્ઞાનવૃદ્ધ બાલમહાત્માને આ અલૌકિક ગ્રંથ મુખ્યપણે બાલ
Page #482
--------------------------------------------------------------------------
________________
ડો. ભગવાનદાસ મ. મહેતા શ્રીમદ્ રાજચંદ્રની “અમૃતકૃતિ મોક્ષમાળા ૧૬૯ યુવાને અર્થે મુખ્ય પ્રયોજનરૂપ છતાં, આબાલવૃદ્ધ સર્વ કોઈને ઉપકારી થઈ શકે એ છે, અને તે ગમે તે ધર્મના કે સંપ્રદાયના જનેને ઉપયોગી થઈ શકે એ સાર્વજનિક છે. અત્રે જૈન કે જિન શબ્દને પ્રવેગ આવે છે તેથી આ તે માત્ર જેનેને જ ઉપયોગી છે વા જૈનેને જ ગ્રંથ છે એવો સાંકડો વિચાર કરી આથી ભડકવાનું નથી કે મુખ મચકેડવાનું નથી. કારણ કે જેન અને જિન શબ્દ અત્ર મુખ્યપણે તત્ત્વદષ્ટિથી પ્રયોજિત છે.
જિન” એ સંપ્રદાયવાચક શબ્દ નથી, પણ મહાન તત્ત્વવાચક શબ્દ છે. શ્રીમદનું જ વચન છે કે, “જિન હી હૈ આત્મા, અન્ય હાઈસે કર્મ કર્મ કટે સે જિનવચન, તત્ત્વગ્યાનીકે મર્મ. અર્થા– જિન” એટલે શુદ્ધ આત્મા; આત્મા અને કર્મના સનાતન યુદ્ધમાં કર્મકટકને પરાજય કરી જે વિજયશ્રી વર્યા છે એવા વીતરાગ પરમાત્મા તે જ જિન; અને તેના માર્ગને યથાર્થ પણે અનુસરનારે તે જૈન, અથવા તેણે (જિને) પ્રણીત કરેલું દર્શન તે જૈન દર્શન–વીતરાગદર્શન. અને “વીરામો:' ઇત્યાદિ પદોમાં વીતરાગને મુક્ત કંઠે સ્વીકાર તો ગીતાકારે પણ કર્યો જ છે. એટલે બાહ્ય ભૂમિકા ભલે જેનની દેખાતી હો, પણ તે ભૂમિકા પર અત્રે તે સાર્વજનિક તત્ત્વદષ્ટિથી સાર્વજનિક હિતહેતુરૂપ તત્ત્વવિચારણા કરી છે. એટલે ગમે તે સંપ્રદાય, મત, ધર્મ, જાતિવાળાને આ ઉપકારી થઈ શકે એ સાર્વજનિક કટિને (Universal) ગ્રંથ છે. માટે મત દર્શનને આગ્રહ કે વિકલ્પ છેડી દઈ સર્વ કોઈ મક્ષિકામી મુમુક્ષુએ તત્ત્વદષ્ટિથી આ ગ્રંથનું ઊંડું અવગાહન કર્તવ્ય છે. ખરેખર! આજના બાલ-યુવાને સાચા ધર્મ સંસ્કારસંપન-જ્ઞાન-શીલસંપન્ન થાય એમ આપણું ધર્મપક્ષાતીત (Secular ) સરકાર ઈચ્છતી હોય તે ભારતની સર્વ ભાષાઓમાં આ ગ્રંથનું પ્રામાણિક ભાષાંતર કરાવી એની બહાળા હાથે ઘરે ઘરે પ્રભાવના કરવા ગ્ય છે, એટલું જ નહિ પણ ભારતનું મુખ ઉજજવળ કરવું હોય તો વિશ્વની સર્વ ભાષાઓમાં આનું યથાર્થ ભાષાંતર કરાવરાવી અખિલ વિશ્વમાં આને પ્રચાર કરવા યોગ્ય છે. કારણ કે લાખો (Nobel Prize) જેનું મૂલ્યાંકન
મથે છે એવા આ અમૂલ્ય ગ્રંથમાં ભારતનું મુખ ઉજજવલ કરે એવું પરમ દૈવત ભયું પડયું છે. અસ્તુ !
આમ આ જિનદર્શનની–વીતરાગદર્શનની મહાપ્રભાવના કરનારા આ મોક્ષમાળા (બાલાવબોધ) ગ્રંથમાં પદે પદે શ્રીમની અનન્ય વીતરાગભક્તિ નિઝરે છે, વીતરાગ
* આ મોક્ષમાળાને ચાર ભાગમાં જવાની શ્રીમદુની ધારણા હતી: (૧) બાલાવબોધ મેક્ષમાળા, (૨) ભાવનાબેધ, (૩) વિવેચન, (૪) પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા. તેમાં પ્રથમ બે ભાગની–બાલાવબોધ મોક્ષમાળા અને તેના ઉપહારરૂપ ભાવનાબેધ મોક્ષમાળા એ બન્નેની–રચના તેઓશ્રીએ ૧૬-૧૭ વર્ષની વયે સં. ૧૮૪૧-૪રમાં કરી; વિવેચનરૂપ ભાગનો ખાસ સ્પષ્ટ નિર્દેશ નથી મળતો, પણ તે ઉપરોક્ત બન્ને પર વિસ્તારથી વિચારરૂપ હેવો સંભવે છે; અને ચોથા ભાગ–પ્રજ્ઞાવબોધ મોક્ષમાળાની વિષયસચિરૂપ
Index) સંકલના શ્રીમદે આ જીવનના ૩૩મા વર્ષમાં–છેલલા વર્ષ માં-સં. ૧૯૫૬ના આશ્વિન માસમલખાવી, પણ આયુઅભાવે તે ગ્રંથ તેમના વરદ હસ્તે લખાવાનું શક્ય ન બન્યું. આ મહાગુરુએ પ્રદર્શિત કરેલી આ વિષયસૂચિરૂપ સંકલના પ્રમાણે એમની આ એજના નિર્વાહવાનું-આ મહાસંતની આજ્ઞાઇચ્છાનુસાર પાર ઉતારવાનું કાર્ય કરવાનો યતકિંચિત નમ્ર પ્રયાસ આ લેખકે શ્રીમદુના દેહાવસાન પછી પચાશ વર્ષે કર્યો છે.
Page #483
--------------------------------------------------------------------------
________________
૧૭૦
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહૅત્સવમાંથ
દનનો અપૂર્વ વિનિશ્ચય પાકારે છે, નિગ્રંથ વીતરાગશાસન પ્રત્યેના પરમ પ્રેમ ઉલ્લસે છે, અદ્ભુત વૈરાગ્ય વલસે છે, અલૌકિક તત્ત્વજ્ઞાનના ચમત્કાર ચમકે છે, ન્યાયવાક્રિતા–સત્યવાદિતાના રણકાર રણકે છે, મધ્યસ્થ નિષ્પક્ષપાત ન્યાયદૃષ્ટિ અખકે છે, પરમ કરુણામય હૃદય ધબકે છે, સમદશી –વિશ્વબધુત્વ ભાવ ભપકે છે, અનુપમ સીલની સૌરભ મહકે છે. આ મહાદનપ્રભાવક ગ્રંથમાં શ્રીમદ્રે અનન્ય શાસનદાઝથી પદે પદે વીતરાગશાસનની મહાપ્રભાવના કરી છે, પણ કેટલાંક વિશિષ્ટ સ્થળાએ તેા જગના ચેાગાનમાં જિનદર્શનની મહાપ્રતિષ્ઠા કરી જંગમાં જિનશાસનના ડકા વગડાવ્યા છે.
6
શ્રીમદ્દે પાતે આ ગ્રંથની પ્રસ્તાવનામાં લખ્યુ છે તેમ આ · સાહસ કર્યું' છે. × × એ ફળદાયી થશે. ’ ખરેખર ! આ · સાહસ ’—મેાક્ષમાર્ગનું પ્રભાવન કરનારું આવું ભગીરથ કાય—શ્રીમદ્ જેવા કાઈ વિરલેા એલિયેા જ કરી શકે એવું ખરેખર સાહસ તા હતું જ, અને, ભાવિ મનાવાએ બતાવી આપ્યું તેમ, તે મહર્ષિની આ વાણી પ્રમાણે અપૂર્વ ફળદાયી થયું જ,તે એટલે સુધી કે શ્રીમદ્ રાજચંદ્ર-કલ્પવૃક્ષનુ આ અમૃતફળ (nectarfruit ) યાવચ્ચ દ્રદિવાકરો અમર રહે એવું અમૃત ( most immortal, nectar incarnate) મની ગયું!
૫, ચાપાટી રોડ, મુંબઈ, છ
Page #484
--------------------------------------------------------------------------
________________
મદનરેખા
લેખકઃ શ્રીમતી જયાબહેન ઠાકર
“ના, ના, ન જાવ! હું નહિ જવા દઉં ! અનિષ્ટના ભણકારા હજી પણ મારા કાનમાં વાગે છે. ઓહ! આ અશુભ એંઘાણ છે ! ..અમંગળ ભાવિની આગાહી છે!”
એમનું રક્ત!...એમને વિલય ! યુગબાહુના વક્ષસ્થળ પરની ભીનાશે એને જગાડી દીધો.
આટલી ખુશનુમા હવામાં આ પ્રસ્વેદ શાને ?.. નિદ્રાદેવીના મધુરા અંકમાંથી જગાડનાર એ ભીનાશથી એ અકળાયા.
પણ એ ભીનાશમાં તે ગરમ નિશ્વાસ ભળેલે દેખાયો. તે ચમક્યો.
મદનરેખાનાં અશ્રુઓની અંજલિ એને ન ગમી. કોણ જાણે કેમ, પુરુષને સ્ત્રીનું સ્વાર્પણ સુચે છે, પણ એનાં આંસુનાં અર્પણ નથી ગમતાં!
“શું થયું? સ્વપ્ન આવ્યું?” “હા. પણ મને એ ભાવિની આગાહી જેવું લાગે છે.” પણ એવું તે શું છે?”
ન પૂછે નાથ !....ન પૂછો ! પણ મને વચન આપે કે કાલે મને કહ્યા વગર, મારી અનુમતિ વિના, તમે ક્યાંય નહિ જાવ.” યુગબાહુ જોરથી હસી પડ્યો. એણે મદનરેખાને પિતાના ગાઢ આલેષમાં સમાવી દીધી.
એમાં વચનની જરૂર છે ખરી?” “હા. કારણ, મને ભય લાગે છે.”
પ્રેમથી બંધાયેલાને વળી વચનનાં બંધનની જરૂર હોય?” હેય. કારણ કે એ બંધન જ આને માટે જવાબદાર બનશે.”
Page #485
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહાત્સવ પ્રથ
“ જવા દે....આ ચર્ચા....”
અને યુગમાડુ પાછા નિદ્રાધીન ખની ગયા. પણ મઢનરેખાનું ચિત્ત વિચારના ઘેરા વમળમાં ઘેરાઈ ગયું.
૧૭૨
એ વિચારતી હતી: શા માટે મણિરથભાઈ ગઈ કાલે મને નખશિખ નિહાળતા હશે ? કોઈ દિવસ નહિ અને હમણાં હમણાં જ એમના બ પ્રેમ આટલે બધા સજાગ શાને કારણ બન્યા છે? આ તા સાવ ભલા–ભેાળા છે. એમને તે જગતમાં કયાંય અનિષ્ટ અનાચાર નહિ દેખાય. પણ શુભ તત્ત્વા સાથે અશુભ તત્ત્વ પણ ધરતી ઉપર રમતાં હાય છે એ સત્ય પ્રત્યે આંખમીચામણા તે ન જ થઈ શકે.
વળી પાછા એ કહેતા હતા કે દેવાનેય ઈર્ષ્યા આવે એવું દામ્પત્ય છે!” એના અથ એ જ કે એમને અમારા સુખી દાંપત્યની ઈર્ષ્યા આવે છે. એમના અંતરમાં એ ઈર્ષ્યાઅદેખાઈને અગ્નિ પ્રજવળે છે! તેા એ અગ્નિને ઠારવા શી રીતે? એક જ વૃક્ષની એ ડાળમાંથી એક ડાળ સળગી ઊઠે તેા એ અન્યને દઝાડયા વગર રહે ખરી ?
પણ આ વેદના મારે કાને જણાવવી ? પતિને કહું તેા કદાચ એ એને મારુ સ્રીસહજ મિથ્યાભિમાન ગણી હસી કાઢશે અથવા મારી એવી શ'કાશીલ દૃષ્ટિના ઉપહાસ-તિરસ્કાર કરશે. ન કહું અને ધારો કે પરિણામ અણુધાયુ આવે તે ?....કામવાસનાને આતશ મચ્છુને વધારે બેશરમ અને મરણિયા પ્રયાસ કરવા તત્પર બનાવી મૂકે તો ?
અને આને વધુ વિચાર કરતાં એના અંગે અંગે પ્રસ્વેદ પ્રસરી રહ્યો....એ હતી જ મદનરેખા—મદન એનાથી દૂર ન જઈ શકે એવી સૌદર્યવતી નારી ! અને અમ ગળ આશકાના આવેશમાં એ પેાતાની સ્નેહમૂતિને વધારે જોરથી વળથી પડી.
એણે ઊંઘવા પ્રયત્ન કર્યાં, પણ એનાં નેત્રા ન જ સીંચાયાં. યુગબાહુના દેહને એ કયાંય સુધી પપાળી રહી. “ દેહ પ્રત્યેની મમતા આટલી બધી શાને ?”–એને આત્મા પતિના આત્મામાં એકરૂપ બનીને જાણે એને પ્રશ્ન પૂછી રહ્યો.
સાચી વાત છે. એ મમત્વ જ આટલી વેદના પ્રગટાવે છે. તે પાછી શાંત બની ગઈ. પ્રભાત થયું. સ્નાનવિધિ પતાવી એણે યુગઞાહુની ચરણરજ લીધી. પતિને આશ્ચય થયું. એણે પૂછ્યું : “ આ શું ? ”
“ મારે હવે આ રજ કરતાં પણ વધારે નહિવત્ બનવું છે ! ” એનાથી ખેલાઈ ગયું. જાણે કોઈ અસ’ગત પ્રલાપ સાંભળતા હોય એમ યુગબાહુ હસી પડયો.
એટલામાં તે। મહેલને એક ચાકિયાત આવીને યુગમાહુની સમક્ષ માથું નમાવી ઊભો રહ્યોઃ “ મેાટાભાઈ આપને યાદ કરે છે.
મદનરેખા ચમકી. જાણે યમદૂત આવ્યે હાય એમ એના પગમાં ધ્રુજારી આવી. “ એ નહિ આવી શકે ! ” એણે સંભળાવી દીધું.
“ જેવી આજ્ઞા....પણ કારણું........”
Page #486
--------------------------------------------------------------------------
________________
શ્રીમતી જયાબહેન ઠાકેાર : મનરેખા
૧૭૩
“ કારણ કંઈ જ નહિ. મારે નથી આવવું ! ” યુગમાહું પણું મનરેખાના કથનને વળગી રહ્યો.
કારણ એમને ભવવાની શી જરૂર ? છેવટે તેા એ વડીલભાઈ છે. ” વિનમ્રભાવે સેવકે પેાતાનું મંતવ્ય રજૂ કર્યુ.
‘વિના
“તું જા. ” ચૈાકિયાતને વિદાય આપીને તે પત્ની તરફ ફર્યા.
‘શા માટે તું મને નથી જવા દેતી ? ’
"C
“ મને એમાં અમંગળ લાગે છે. ” એનાથી વધુ ન ખેલી શકાયુ. એ સ્વપ્નની વાત ન કહી શકી.
“ ગાંડી ! તું મને આ કહે છે? રાજ વીરતા અને હિંમતના નશે ચડાવનાર મારી પ્રેયસી આજે કાયર બનીને આવી કાયર વાણી ઉચ્ચારી રહી છે ? કોઈનીચે આગળ માથુ નમાવવાની ના પાડનાર મારી પ્રાણેશ્વરી આજે પ્રથમથી જ પરાજયની વાત કરે છે ? તારા સતીત્વની આણુ આગળ મને હેરાન કરવાની કાઈની તાકાત નથી. તારી છાયામાં મારું સદાયે મંગળ જ છે. યુગબાહુએ ભાવાવેશમાં કહ્યું.
""
“ ના, ના, નાથ, એવું ન બેલા ! આજના દિવસ મારું કહ્યુ` માના....એહ ! મારાથી એ નથી જીરવાતુ
??
“ મદનરેખા ! પ્રિયે ! તું આ નારી થઈને આવી નિળ બને છે? મને એની પાછળનુ કારણ તેા કહે. તારા મનના એકાદ કલ્પના-તર`ગને આધીન બનીને તું મને પણ એવા નિ`ળ બનાવી મૂકીશ ? ”
જાણે મદનરેખાને આત્મા જાગી ઊઠચો : મારા ઉપર નિ`ળતાને આવા પ્રહાર ! અને એણે લાગણીના વેગને રોકીને કહ્યું : “ નાથ ! ભલે, ખુશીથી જાએ. પણ મઢનરેખાના આત્મા સમ છે, નિળ નથી, એટલું ન ભૂલતા. ’’
એના ગાલે હળવી ટપલી મારીને યુગબાહુએ જવા માટે પગ ઉપાડચો.
*
ઉદ્યાનના પાછળના ભાગમાં મણિરથ એક શિલા પર બેઠા બેઠા યુગમાડુની પ્રતીક્ષા કરતા હતા.
દૂરથી યુગમાડુ આવતા દેખાયા. એના શરીરમાંથી શૌય અને સૌમ્યતાની સરવાણીઓ ફૂટતી હતી. મિણુરથના વાત્સલ્યભાવ એને એલાવતા હાય એ રીતે એ એના તરફ જવા માટે અધીરા બન્યા હાય એમ લાગતુ હતુ.
પણ યુગમાડુ નજીક આવ્યે કે તરત જ જાણે મણથના મનમાં દ્વેષનો દાવાનળ પ્રવળી ઊઠયો. એનું અંતર જાણે પાકાર પાડીને એની જાતને જ સમજાવતું હતું :
“પેલાએ તે મને કહ્યું જ છે કે માગમાંના કાંટા દૂર કર્યાં વિના અમૃતપાન સાંપડે જ નહિ. અને ખરાંની તેા વળી તાકાત કેટલી ? ભલભલી સતીએય પાણી પાણી થઈ
Page #487
--------------------------------------------------------------------------
________________
૧૭૪
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ જાય; બળ આગળ બધુંય ઠરીઠામ થઈ જાય! અને એને ભાતભાતની તથા જાતજાતની વિલાસગાથા સંભળાવશે એટલે એ બધું ભૂલી જશે.”
અંતરના એ સાદને સાર એ સમજી ગયે. મિત્રોએ જ એને આ ઉપદેશ આપેલો. અને સંસારજીવનના એ બધા અનુભવી મિત્રો આજ સુધી સાચા જ નીવડ્યા હતા.
મને યાદ કર્યો?” યુગબાહુએ આવતાની સાથે જ ઉચ્ચાયું.
“હા ભાઈ! ઘણું વખતથી તારી સાથે વાત નથી કરી. તું તારા સંસારમાં એ મગ્ન છે કે તેને બીજા કર્તવ્યની યાદ જ નથી આવતી. પણ મારે તો એ ફરજ બજાવવી પડે ને!”
યુગબાહુ થોડી ક્ષણે માટે લજિજત બની ગયા. પછી એણે મણિરથની આગળ શિર ઝુકાવી આજ્ઞા માંગી.
એ મૂકેલા શિર પર એક ભયંકર પ્રહાર થયે. તીક્ષણ હથિયાર એની ગરદન પર વિઝાયું. “હે ભગવાન! હે મદનરેખા !”—ચીસ પાડતાંની સાથે એ ધરતી પર ઢળી પડયો!
ક્ષણે ક્ષણે પ્રભુપ્રાર્થના કરતી મદનરેખાએ એ કારમી ચીસ સાંભળીએ ત્યાં દોડી આવી.
ઉદ્યાનમાં કોલાહલ મચી ગયે. રક્તભીના પતિના દેહને અંકમાં લઈ તેના શિર પર હાથ ફેરવતી મદનરેખાની આંખો સૂકી હતી. તેણે મણિરથ તરફ નજર પણ ન કરી. તેના પર કોપાયમાન થયેલા પરિવારને તેણે પોતાની દષ્ટિથી જ વાર્યો.
નાથ ! મારા પ્રાણનાથ ! તેણે યુગબાહુને કાનમાં કહેવા માંડયું. એને શ્વાસ ઊંડે ને ઊંડે ઊતરતો જતો હતો. “મૃત્યુ તે માનવજીવનનું એકમાત્ર નિશ્ચિત અંગ છે. તે ક્ષણે બધું જ વીસરીને ઈષ્ટદેવનું સ્મરણ કરો! તમારા ભાઈ તમારા મૃત્યુનું નિમિત્ત બન્યા ! બાકી ખરી રીતે તે આપણાં કર્મોના પ્રતાપે અથવા તો દુર્ભાગ્યે જ આમ બન્યું.”
પળવાર એ ચૂપ રહી. એના મુખ ઉપરનું તેજ અસહ્ય બનતું જતું હતું. તરત જ એને અવાજ વધારે ધીરગંભીર બન્યોઃ “ના ! ના ! દુર્ભાગ્ય શા માટે ? જીવન જેટલું કલ્યાણકારી હતું એટલું જ આ મૃત્યુને પણ પાવનકારી માનજો ! ભૂલી જજે સૌ કષાયે ને મનમાં લેશ પણ વેરવૃત્તિ ન લાવશે ! તમારા મેટાભાઈના એ દુષ્કૃત્ય માટે એમને ક્ષમા આપજે ! વીરનું ભૂષણ તે ક્ષમા! અને મારી લેશ પણ ચિંતા ન કરતા. મારામાં આત્મબળ પ્રગટે એવી પ્રાર્થના કરજે. સૌ આત્મા પોતપોતાના કર્માનુસાર સંસારમાંથી વિદાય લે છે. આ તે તમારી વિદાયની પળ છે. એને ઊજળી બનાવી લેવી ઘટે. રાગ અને દ્વેષથી એને પર રાખજો. મારા હૃદયદેવ ! તમને ઝાઝું શું કહું? હું સહેજ પણ નિબળ નહિ બનું. સંસારના આ સ્વાભાવિક કમને એટલા જ સાહજિક અને સરળ ભાવે આપણે અપનાવવાનું છે. ”
તેની આંખમાંથી અવિરત આંસુ નીતરતાં હતાં, અને મુખમાંથી સ્વસ્થ વાણપ્રવાહ વહેતું હતું. જેનાર ન જીરવી શકે એ હૃદયવિદારક એ પ્રસંગ હતો.
પણ મદનરેખા !.” યુગબાહુના તૂટક શબ્દો સંભળાયા.
આ નાશવંત દેહ અને આ ક્ષણભંગુર સંસાર! એને મેહ શાને ? તમે તે સદા મારી પાસે જ છે, અને રહેવાના. સાચો પ્રેમ અનંત હોય છે. અને આત્મા તે
Page #488
--------------------------------------------------------------------------
________________
શ્રીમતી જયાબહેન ઠાકાર : મનરેખા
૧૭૫
અમર છે જ. તમારો આત્મા સદાચે મારામાં પ્રાણ પૂરતા રહેશે. આપણે તે એ અજરઅમર આત્મા સાથે આપણા યાગ સાધ્યા હતા. યુગબાહુ ! નાથ ! ”
યુગમાહુના નશ્વર દેહ તેની આગળ વિલય પામતા જતા હતા. અને મદનરેખાના માંમાંથી ઇષ્ટદેવની સ્તુતિ સહજ રીતે આવિર્ભાવ પામતી જતી હતી.
મણિરથને દૂરથી એણે સેવકાથી ઘેરાયેલેા જોચે.
“ એહ ! એમણે મને વૈધવ્ય આપ્યુ...? ” ક્ષણભર મદનરેખાના આત્મા ભયંકર આ નાદ કરીને વિહવળ ખની ગયા. પરંતુ ખીજી જ ક્ષણે એણે મૃત પતિના ચહેરા તરફ જોયુ.
હજી તેા એ જ જીવનની તાજગી અને યૌવનનાં તેજ ત્યાં પ્રસરેલાં હતાં. નિર્દોષતા અને પવિત્રતાની રેખાએ લેશમાત્ર આંખી નહેાતી પડી.
*
“ હે પ્રભુ ! એ મારી પાસે જ છે.! જન્માજન્મનાં ધન એક:જન્મથી આછાં તૂટે છે ? આ તા એમનુ સ્થળાન્તર છે. પતિ પરદેશ સિધાવે ત્યારે નારીને “ બિચારી વિધવા ” કહેવાની શક્તિ કાણુ ધરાવે છે? એ વિરહિણી પત્ની છે એટલુ જ;! અને આ એમના ભાઈ ? કાણ જાણે, કયા ભવના વૈરભાવનું' શમન કરી રહ્યા હશે? કદાચ મેં જ ફાઈ કાળે એમને આનાથી પણ વિશેષ અવદશામાં મૂકયા હશે. અથવા જુગ જુગ પહેલાં કાઇક વખતે યુગમાહુના આત્માએ એમના અતરને ભયંકર વ્યથા પહોંચાડી હશે. આજે કદાચ અમને એનું વિસ્મરણ થયું હાય, પણ એ વિસ્મરણ-પૂજન્મ વિષેનું એ અજ્ઞાન–મને હવે વધારે અજ્ઞાની ન બનાવે એ જ જોવાનુ! એમાંથી સાચું દર્શીન પ્રગટાવે તે જ એ કર્માના અંધ તેાડી શકે. માનવી પેાતાના આત્માનુ અનિષ્ટ પાતે જ કરે છે. એ માટે અન્યને દાષિત ઠરાવી વધારે મિથ્યાભિમાનનાં આવરણ ન આવે એટલી જ જાગૃતિ રાખવી ઘટે. ”
મદનરેખાના વિચારોને કોઈ અત નહેાતા....એના સૂના અનેલા હૈયામાં જાણે કે પ્રબુદ્ધ આત્માનાં એજસ પથરાયે જતાં હતાં
એમાંની એક તેજરેખા મણિરથના આત્માને સ્પશી ગઈ. અને એ આવીને એના ચરણમાં ઝૂકી પડયો !
“ મારા આત્માને પણ ઉગારે મહાસતી !” એનાથી આગળ એ ન ખેાલી શકયો.
Page #489
--------------------------------------------------------------------------
________________
અનાગ્રહી મહાવીરની સત્યસંશોધનની ઉદાર દષ્ટિ
લેખક : શ્રી રતિલાલ મફાભાઈ શાહ
ભગવાન મહાવીર અહિંસામૂતિ હતા, વીતરાગ હતા; પણ એમને વિશિષ્ટ ગુણ કહે હોય તે એમ કહી શકાય કે એ અનાગ્રહી હતા. એ અનાગ્રહી સ્વભાવને કારણે જ પૂર્વગ્રહોથી મુક્ત બની તેઓ આત્યંતિક સત્યની ખોજ અને પ્રાપ્તિ કરી શક્યા હતા. અને એ માટે એમને અહિંસાની ઊંડી સાધના કરવી પડી હતી.
એ સાધનાને અંતે એમને જણાયું કે જે આપણે આંખો મીંચીને ચાલીએ તો ખાડામાં ગબડી પડીએ યા સામે ટેકરો હોય તે પછડાઈને હેઠા પડીએ. બાકી નથી ખાડો આપણને ગબડાવવા સામે આવતો કે નથી ટેકરો પાડવા માટે આડે પડીને ઊભો રહેતો. મતલબમાં, આપણને જે કંઈ દુઃખ પ્રાપ્ત થયું છે એ આપણી જ ભૂલનું પરિણામ છે; તેમ સુખ પ્રાપ્ત કરવું એ પણ આપણા પોતાના જ હાથની વાત છે. કારણ કે રચે તેળે વૈરાગ્રં–જેણે જે જે કર્મ બાંધ્યું હોય છે, તે તેને ભોગવવું જ પડે છે–વિશ્વનો એ નિયમ અચળ છે. આમ રમના પ્રાયતે ટુર્વ જર્મના પ્રાચતે પુર્વ—દુઃખ કર્મથી જ મળે છે, તેમ સુખ પણ કર્મથી જ મળે છે.
આ રીતે સુખ-દુઃખ પ્રાપ્ત થવું એ આપણું પિતાના જ હાથથી વાત હાઈ ભગવાન કહે છે કે “તુમસેવ તુમ મિત્ત ( ક્રિયા નિત્તનિરજીસ?' –હે માનવ ! તું જ તારો મિત્ર છે, તે પછી શા માટે બહાર ભીખ માંગતે ફરે છે? તારે અભ્યદય, કેઈની–ચાહે એ
શ્વર હોય, દેવ હોય કે દેવી હોય એની પણ કૃપા, યાચાના કે ખુશામત પર નથી આવલંબ તે.:કારણ કે શક્તિનું કેંદ્રસ્થાન તું પોતે જ હોઈ તારા પોતાના પગ પર જ ઊભે રહેતાં શીખ. તું ધારે તે વિશ્વના વહેણને પણ બદલી શકે છે. આમ સુખ-દુઃખના કારણરૂપ કર્મને મહાસિદ્ધાન્ત ભગવંતે શોધી કાઢો હતો.
પણ એ માટે એમણે જણાવ્યું કે સારે કે નરસો વિચાર છેવટે આપણા પિતાના જ માનસ પર શુભ-અશુભ અસર નિર્માણ કર્યા વિના નથી રહેતું; કારણ કે સારી કે માઠી પ્રવૃત્તિનું
Page #490
--------------------------------------------------------------------------
________________
શ્રી રતિલાલ મફાભાઈ શાહઃ અનાગ્રહી મહાવીરની ઉદાર દષ્ટિ
૧૭૭ , મૂળ ઉદ્દભવસ્થાન સારા કે માઠા વિચારો જ છે. તેથી જીવનની પૂર્ણ વિશુદ્ધિ પ્રાપ્ત કરવી એ જ કર્મની અનાદિ જંજાળમાંથી છૂટવાને અને એ રીતે પરમ સુખ-શાંતિરૂપ નિર્વાણ પ્રાપ્ત કરવાનું એકમાત્ર ઉપાય છે. પણ એ માટે સાધ્યની જેમ સાધન પણ વિશુદ્ધ હેવું જોઈએ.
આમ જીવનનું ધ્યેય સાધનાકાળમાં જ ભગવાન મહાવીરને સ્પષ્ટ થયું હતું. એથી એ બેયને પહોંચવા જીવનને કેવી રીતે પૂર્ણ વિશુદ્ધ બનાવવું એ માટે એમણે ચોક્કસ માર્ગ પણ આંકી લીધો હતો. પણ હૃદયની ઉદારતા અને વ્યાપક દષ્ટિને કારણે એમણે જોયું કે જેમ મારા પિતાના ખાસ વિચારે છે તેમ બીજાઓને પણ પોતપોતાના ખાસ વિચારો છે. જેમ મારે એક પ્રકારનો પ્રયત્ન છે તેમ બીજાઓને પણ એ માટેનો જ પ્રયત્ન છે. તે પછી આમ વિચારભેદ કેમ? જેમ મને મારા વિચારે સ્પષ્ટ હોઈ સાચા લાગે છે, તેમ બીજાઓને પણ શું પોતાના વિચારો સાચા લાગતા નહીં હોય? આથી મારે બીજાએના વિચારે પણ જાણવા જોઈએ. અને એમાં તસ્યાંશ હોય તો મારે એને પણ આદર કર જોઈએ. બાકી બીજાઓને સમજ્યા વિના કેવળ મારા જ વિચારે એમના પર લાદવામાં આવે અને એ રીતે એમની લાગણીઓ –ભાવનાઓને છુંદી નાખવામાં આવે તો
પણ એ જ રીતે મારા વિચારને પણ છરી નાખવાનો આગ્રહ પકડે તે એમને કેવી રીતે રોકી શકાય? પરિણામે જે માર્ગ દ્વારા શાંતિ પ્રાપ્ત કરવી છે એ માર્ગ જ વાદવિવાદ, કલહ અને અશાંતિનું કારણ બની જવાથી સત્યની શોધ અને પ્રાપ્તિમાં જ બાધાકારક નીવડે.
આથી મારે બીજાઓનાં વિચારે, ભાવનાઓ, લાગણીઓને સમજવા તૈયાર રહેવું જોઈએ; અને એમ કરવું એ મારી સાધનાને અનુરૂપ પણ છે. કારણ કે કેઈપણ જીવને ઘાત કરે એમાં જ કેવળ હિંસા છે એવું નથી! પણ બીજાઓના વિચારોને સમજ્યા વિના છુંદી નાખી એમને આઘાત પહોંચાડે કે એમને તિરસ્કાર કરવો એ પણ હિંસા જ છે. વળી, પિતાને સમજાતા માર્ગ દ્વારા પણ કેટલાક છો જે પિતાની રુચિ-પ્રકૃતિ અનુસાર ધર્મ પામી શકતા હોય તો એને ઈન્કાર પણ કેમ થઈ શકે ? એથી એ બધા ખોટા છે એમ કહીને એનું ખંડન કરવું એ તો કેવળ સત્યને દ્રોહ જ ગણાય.
આવા વ્યાપક વિચારમાંથી એમને વૈચારિક અહિંસાની સાધના પ્રાપ્ત થઈ હતી. ને એથી જ એમણે અનાગ્રહી સ્વભાવ કેળવ્યો હતો. એ અનાગ્રહી સ્વભાવને કારણે પૂર્વ ગ્રહોથી મુક્ત બની હરેકનાં દષ્ટિબિંદુઓ તથા એમની વચ્ચેના ભેદનું કારણ વિચારતાં એમને વિચારની એક નવી જ દષ્ટિ પ્રાપ્ત થઈ હતી, જેને શાસ્ત્રમાં અનેકાંતદષ્ટિ કહેવામાં આવી છે. અનેકાંતદષ્ટિ એટલે વસ્તુમાત્ર અનંતધર્માત્મક હોઈ એને ભિન્ન ભિન્ન દષ્ટિએ જોવાની અને એ રીતે ન્યાયી નિર્ણય પર આવવાની એક વિશિષ્ટ પદ્ધતિ. અનેકાંતવાદ, સ્યાદ્વાદ યા સાપેક્ષવાદ એ જૈનધર્મનું એક વિશિષ્ટ લક્ષણ છે. અને એ કારણે જગતના અન્ય ધર્મોથી એને એક પ્રકારનું વિશિષ્ટ ગૌરવ પ્રાપ્ત થયું છે. કારણ કે અન્ય મતપંથે પોતપોતાના દષ્ટિબિંદુ પર આગ્રહ રાખી કેવળ પિતાનું જ મંતવ્ય સાચું છે એ આગ્રહ ધરાવે છે; જ્યારે જૈનધર્મ જ એક એવો ધર્મ છે કે જે પિતાનાં દૃષ્ટિબિંદુઓ સાથે અન્યનાં દૃષ્ટિબિંદુઓને પણ આદર કરે છે ને એમાંથી પણ સત્યને તારવી લઈ પિતાનામાં
Page #491
--------------------------------------------------------------------------
________________
૧૭૮
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહત્ય-ગ્રંથ એને પચાવી લેવાની બુદ્ધિ અને શક્તિ રાખે છે. આ કારણે વિધી મંતવ્ય વચ્ચે પણ શક્ય સમન્વય કરવાનું વિશિષ્ટ વલણ એણે કેળવ્યું છે.
કે જેનધર્મના આવા ઉદાત્ત દષ્ટિબિંદુને ન સમજવાથી શંકરાચાર્ય, રામાનુજાચાર્ય અને વલલભાચાર્ય વગેરેથી માંડી આધુનિક યુગના સ્વામી દયાનંદ સરસ્વતી સુધીના ધર્માચાર્યોએ એને ઘણે અન્યાય કર્યો છે. આમ છતાં સ્વતંત્ર વિચારક-સંશોધકે એની ઉદાર અને ઉદાત્ત ન્યાયબુદ્ધિથી પ્રભાવિત પણ થયા છે. એવામાં મધ્વાચાર્ય મુખ્ય છે.
જેનધર્મ કોઈ પણ મત–સંપ્રદાયને ખોટો કે પાખંડી ન કહેતાં એટલું જ કહે છે કે અન્યનું દૃષ્ટિબિંદુ સાચું હોવા છતાં એકાંગી છે ને એ કારણે જ એમાં વિચારની અપૂર્ણતા રહી ગઈ છે.
આ વિચારને સમજાવવા નદી અને સાગરનું ખાસ ઉદાહરણ આપવામાં આવે છે. કેઈ સાગર નદીના સંગમને સેવક-સેવ્યના અર્થાત્ જીવ-ઈશ્વરના મિલન-સંબંધ રૂપે જુએ છે; કેઈએને જળના બિંદુઓની જેમ આ વિશ્વને આત્માઓને સમૂહ માને છે. કેઈ એને કેવળ જલતત્વરૂપે જુએ તેમ વિશ્વને કેવળ બ્રહ્મરૂપે જ જુએ છે, તે કઈ વળી એને }, હાઈડ્રોજન-ઓક્ષીજનના સંગના પરિણામરૂપે એને આલયવિજ્ઞાનની કરામત જ માને છે. મહાવીર કહે છે કે હરેકનું દૃષ્ટિબિંદુ છે તે સાચું, પણ એ એકાંગી દર્શન હોઈ અપૂર્ણ દર્શન છે. પણ જ્યારે એને જોવા-સમજવાનાં ભિન્ન ભિન્ન દષ્ટિબિંદુઓને અપનાવવામાં આવે છે ત્યારે જ એ દર્શન પૂર્ણ બને છે.
મહાવીરની આ દષ્ટિને પછીના આચાર્યોએ વિશદ રીતે સમજાવતાં કહ્યું છે કે વનસંઘર્ રુતિ નૈનધર્મ–સત્યને જોવાની જુદી જુદી એકાંગી દષ્ટિઓના સંગ્રહથી જ જેના ધર્મ સત્યદૃષ્ટિ બને છે. શ્રી સિદ્ધસેન દિવાકરજીએ પણ “સન્મતિતક'માં મદ્ મિરઝાઢંક્ષાસમૂન બટ્સ સમય, રા'—એ ગાથા દ્વારા જિનવચનને મિથ્યા દર્શનના સમૂહરૂપ જણાવ્યું છે. આનંદઘનજી જેવા મહાગીએ પણ “ષદર્શન જિન અંગ ભણજે ” પદ દ્વારા આ જ વસ્તુનું નિરૂપણ કર્યું છે; જ્યારે શ્રી વિનોબા ભાવેએ ભગવાન મહાવીરના આ દષ્ટિબિંદુને પિતાની આગવી શૈલીમાં સમજાવતાં કહ્યું છે કે –
કઈ પણ એકાંગી વિચાર એ વિચાર જ નથી, અવિચાર છે. કારણ કે વસ્તુમાત્ર અનંતધર્માત્મક હોઈ એના બધા જ પાસાઓને તપાસી જે સર્વાગીણ વિચાર આપે છે એ જ સાચો વિચાર છે. આ દષ્ટિને કારણે તેઓ (ભગવાન મહાવીર) જે કઈને મળતા તેની ભૂમિકા પર જઈને તેને વિચાર સમજાવતા હતા; પિતાના–નિજના જે વિચાર છે તેનું સામેવાળા પર આક્રમણ નહતા કરતા. પહેલાં પૂછી લેતા કે તે વ્યક્તિ કઈ રીતની વિચારપદ્ધતિમાં માને છે. જે ગૌતમ ગણધરની જેમ તે વેદને માનતી હોય તે તેને વેદને આધાર આપી સમજાવતા. અગર તે બીજી પદ્ધતિમાં માનતી હોય તો તેને તે પદ્ધતિ પ્રમાણે સમજાવતા, અને પછી કહેતા કે “તમે જે વિચારે છે તે પણ ખરું હોઈ શકે છે; પણ તેનાથી જુદી વાતો પણ ખરી હોઈ શકે છે. માટે હદયનાં દ્વાર હંમેશાં ખુલ્લાં રાખો.” પણ એમને જે કોઈ એવી વ્યક્તિ મળતી કે જે પહેલેથી કઈ પણ એક વિચારપદ્ધતિને વરેલી નહોતી તે તેને તેઓ પોતાની રીતે વિચાર સમજાવતા.”
Page #492
--------------------------------------------------------------------------
________________
છે એ જોઈ ભગવાને કહ્યું છે
',
તો યેય દૂર રહેશે અને '
શ્રી રતિલાલ મફાભાઈ શાહ : અનાગ્રહી મહાવીરની ઉદાર દષ્ટિ
૧૭૯ - આમ અન્યના વિચારને, એમની ભાવના કે લાગણીઓને સમજવાની બુદ્ધિથી એમનામાં (ભગવાન મહાવીરમાં) ઉચ્ચ પ્રકારની ન્યાયદષ્ટિ પણ વિકસી હતી, જે કારણે સ્ત્રી-પુરુષોમાં ભેદ નહીં કરતાં સ્ત્રીઓને પણ પુરૂષની જેમ જ પિતાને આત્મવિકાસ સાધવાની પૂર્ણ સ્વતંત્રતા એમણે કરી આપી હતી. અને એ માટે ભગવાન બુદ્ધ જેવા પણ અચકાતા હતા ત્યારે સહેજ પણ થડકારે ખાધા વિના એમણે સ્ત્રીઓને ભિક્ષુણીઓ બનાવી હતી અને ભિક્ષુણીઓને પણ સંઘ સ્થાપ્યો હતો. એ માનતા હતા કે યેગ્ય પુરુષાર્થ કરવામાં આવે તે સ્ત્રી પણ પૂર્ણ આત્મસાક્ષાત્કાર સાધી શકે છે, અર્થાત્ મુક્તાત્મા બની શકે છે. જગતમાં આજ સુધી કોઈ પણ પંથ કે અનુગામે નારીજાતિને આ સમાન અધિકાર આપ્યો નથી. આ કારણે ન્યાય અને માનવ સમાનતાનું આવું ધોરણ જેનધર્મનું વિશિષ્ટ ગૌરવ ગણાય છે.
આવી વ્યાપક સત્યસંશોધનની દષ્ટિને કારણે વ્યક્તિ પૂજા કરતાં ગુણપૂજા તરફ અને એ રીતે સત્યસંશોધન પર એમાં વિશેષ ભાર દેવાયો છે. અને આ કારણે જ જૈનધર્મની પ્રધાન પ્રાર્થનામાં નથી સ્થાન મહાવીરનું કે અન્ય તીર્થકરનું, પણ કેવળ ગુણેના પ્રતીકરૂપ અરિહંત–વીતરાગાદિ સંતનું જ એમાં મહત્ત્વ ગાવામાં આવ્યું છે. પણ મનુષ્યસ્વભાવ ગુણોના પ્રતીકરૂપ સંતને પણ વ્યક્તિત્વ અપી રાગદ્વેષ પોષવા તરફ ઢળી પડે
જોઈ ભગવાને કહ્યું છે કે “ સરવે હું મયર્વ -સત્ય એ જ પરમાત્મા છે. બાકી ગુરુઓના નામે વાડા બાંધી મારા-તારાના ભેદો ઊભા કરશે તે ધ્યેય દૂર રહેશે ૨ મમત્વના કાદવમાં જ ખૂપી જશે.
આમ પિતાનું ધ્યેય સત્યસંશોધનનું હોઈ ભગવાને નથી કેઈ પણ વિધિવિધાનોનો આગ્રહ રાખે કે નથી એકાંગી નિષેધ કર્યો; એમણે તે માત્ર એટલું જ કહ્યું છે કે
કાર્ય ઉપસ્થિત થાય ત્યારે કેવળ સત્યને જ આશ્રય લે. પણ પોતાના કે અન્યના આત્માને ધોખે ન દે.” (નિશીથ, ગાથા ૫૨૪૮)
સંયમી પુનું ધ્યેય મોક્ષ છે. એથી એણે પ્રત્યેક કાર્યમાં વિચારવું કે હું મોક્ષથી દૂર જઈ રહ્યો છું કે નિકટ? જ્યારે સિદ્ધાંતમાં એકાંત વિધિ કે એકાંત નિષેધ નથી મળતો ત્યારે વાણિયાની જેમ સાધક આવક-ખર્ચની જેમ તુલના કરીને કેવળ લાભની જ ચિંતા કરે.” (નિશીથ, ગાથા ૨૦૬૭).
ઉત્સર્ગ અને અપવાદ વિસ્તૃત છે, જેથી સંયમની વૃદ્ધિ અને નિર્જરનું કારણ જોઈને જ કર્તવ્યને નિશ્ચય કરે.” (નિશીથચૂર્ણ ૬૦૨૩)
આમ ભગવાને ધ્યેય પ્રતિ લક્ષ રાખવાનું કહ્યું છે અને એ માટે જીવનને વિશુદ્ધ કરવાનું કહ્યું છે, પણ એ માટે ચેકસ આચારવિધિ કે માન્યતાને આગ્રહ નથી રાખ્યો. આ કારણે ભગવાન કહે છે કે “હે ગૌતમ! ઘરમેળે સિદ્ધા–જૈનના લિંગે જ મોક્ષ મળે છે, એમ નથી પણ અન્ય લિંગે પણ એ પ્રાપ્ત થઈ શકે છે; ભલે પછી એ પુરષ હો કે સ્ત્રી, યા એ અમુક અનુગમ અનુયાયી હોય કે કેઈ અન્ય અનુગામને. આજની ભાષામાં કહીએ તો ભલે પછી એ વૈષ્ણવ હોય, સમાજિષ્ટ હોય કે મુસ્લીમ, ખ્રિસ્તી, પારસી, યહુદી કે શીખ પણ હોય; શરત એટલી જ કે એણે પૂર્ણ જીવનશુદ્ધિ પ્રાપ્ત કરી હોવી જોઈએ.
Page #493
--------------------------------------------------------------------------
________________
૧૮૦
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવથ આવું ઉદાર અને નિષ્પક્ષ વલણ એ મહાવીરની મહાવીરતા છે, વિશિષ્ટતા છે; એટલું જ નહીં, મહાવીરની વિચારધારા વિધી દેખાતાં કે ભિન્ન ભિન્ન પ્રકારનાં મંતવ્ય ધરાવતા અન્ય સંતને “અરિહંત' શબ્દના ઉદ્દધનથી આદર પણ કરે છે, જેમ કે–
सातिपुत्तेण बुद्रेण अरहता बुइतं । दीपायणेण अरहता इसिणा बुइतं । मातंगेण अरहता इसिणा बुइतं । जण्णवक्केण अरहता इसिणा बुइतं ।
मंखलिपुत्तेण अरहता इसिणा बुझ्ने । અર્થાત્ શાક્યપુત્ર બુદ્ધ અરિહંતે કહ્યું છે. દ્વૈપાયન અરિહંતે કહ્યું છે. માતંગ, યાજ્ઞવલ્કય તથા મંખલિપુત્ર ગોશાલક અરિહંતે કહ્યું છે (“ઋષિભાષિત”).
આ શબ્દ બતાવે છે કે મહાવીરને અન્ય દ્રષ્ટાઓ પ્રત્યે કેટલો સમભાવ હશે, તેમ જ એમના અભિપ્રાયને સમજવાની અને એને આદર કરવાની કેવી ગુણગ્રાહક દૃષ્ટિ હશે–એ ઋષિભાષિત ગ્રંથમાં જળવાઈ રહેલાં ઉપરનાં વાક્યો પરથી કલ્પી શકાય છે. આમ સત્યસંશોધનની બાબતમાં ઉદાર દષ્ટિ અને અનાગ્રહી સ્વભાવને કારણે હમેશાં દિલ અને દિમાગને ખુલ્લું રાખવાનું એમનું વલણ હતું.
આવા વલણને કારણે એ અન્ય મતના ભિક્ષુઓ પ્રત્યે પણ કે સમભાવ રાખતા એના કેટલાંક ઉત્તમ ઉદાહરણે શામાં જળવાઈ રહ્યાં છે. આ અંગે ભગવાન ગૌતમને કહે છે કે “હે ગૌતમ! આજ તારે મિત્ર સ્કન્દક સંન્યાસી આવી રહ્યો છે, તે તારે એનું ઉચિત સન્માન કરવું જોઈએ.” અને ગૌતમ એનું રૂડી રીતે સ્વાગત કરે છે. (ભગવતીસૂત્ર, શતક ૨, ઉ. ૨)
ભગવાનને એક બીજે પરમ ભક્ત અંબડ ભગવાનની સાથે વિહરે છે, ભગવાને કહેલા આચારધર્મનું પાલન કરે છે, પણ એ સંન્યાસી વેશમાં જ રહે છે, છતાં ભગવાન એને સમભાવપૂર્વક પિતાના સંઘમાં સમાવી લે છે.
આમ આજના શામાં વેરણછેરણ બચી રહેલાં ભગવાનનાં ઉદાર અને ઉદાત્ત મંત અસલી જૈનધર્મનું સ્વરૂપ સમજવા માટે ઘણું ઉપયોગી છે; ન્યાય, સમાનતા, સત્યસંશોધનની દષ્ટિ ઉપરાંત સત્યના સ્વીકાર માટે દિલ અને દિમાગ ખુલ્લું રાખવાનું વલણ ત્યારે કેવું ઊંચું હશે એને ખ્યાલ એ આપી જાય છે.
Page #494
--------------------------------------------------------------------------
________________
કેટલીક પ્રાચીન કાવ્યકૃતિઓ
સંપાદક : પૂજ્ય પંન્યાસ શ્રી રમણીકવિજ્યજી ગણિ
આપણા હસ્તલિખિત ગ્રંથભંડારોમાં છૂટક એક એક પાના ઉપર લખાયેલી પ્રાચીન કવિઓની અગણિત કાવ્યકૃતિઓ મળી આવે છે. આમાંની સંખ્યાબંધ કૃતિઓ છપાઈ ગઈ હોવા છતાં હજી પણ પુષ્કળ કૃતિઓ છપાવી બાકી છે. આવાં પાનાંઓ તપાસતાં તપાસતાં જ્યારે પણ મારા જેવામાં આવી પદ્ય રચનાઓ આવે છે, ત્યારે એની યથાશક્ય નકલ કરી લેવામાં આવે છે. આવી જ કવિતાઓ અહીં આપવામાં આવે છે; એમાંની પહેલી ચાર કર્તાઓનાં નામ સાથેની છે, છેલ્લી બે અજ્ઞાતકતૃક છે.
શ્રી કલ્યાણકમલકૃત નેમનાથફાગ પણમિય સારદ સામિણ ગાઉં નેમિજિદે રે જસ સમરણ સુખ સંપજઈ લહિયઈ પરમાણું રે. ૨૦ મે ૧ છે રાજમતી રાણી ભણઈ આયઉ માસ વસંતે રે સરસ રંગ કરિ લેખે લીયઈ લી જઈ લાહો રે. રા૦ મે ૨ | એક દિવસ રમિવા ભણી ગપસું યદુનાથ રે વનખંડ ચાલ્યા ચાહસ્ય નેમકુમરજી સાથે રે. રાવ | ૩ | કાન્હ વજાવઈ વાંસુલી ગોપી નાચઈ રંગે રે લાલ ગુલાલઈ છાંટણા કી જઈ નવ નવ રંગે રે. રાત્રે છે ૪ સતભામાં રુકિમણિ મિલી દેવરસું કરઈ હાસો રે એક નારિ નિરવીહણઈ ઈવડઉ કિશું વિમાસ રે. રાઇ છે ૫ છે ઋષભદેવ આગઈ હૂયા ભેગવી લીલ વિલાસ રે લે સંજમ સિવપુર ગયા પડિયા નહુ ગભવાસો છે. રાત્રે બે ૬
Page #495
--------------------------------------------------------------------------
________________
૧૮૨
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ એહ વચન કામિણ કહ્યા સુણિ મુરકઈ જિનરાયા રે હઠ વીવાહ મનાવીયા સબ જનનઈ મન ભાયા છે. રાત્રે ૭ છે છપન કડિ યાદવ મિલી જાન તણુઈ પરિવારો રે લુણ ઉતારઈ બહિનડી વરત્યા જયજયકારે રે. રાત્રે ૮ છે રથિ આઈસીનઈ ચાલીયા પહતા તેરણ બાર રે પસુ વાડઉ છેડવીય કરુણારસ ભંડાર છે. રાત્રે ૯ છે મન વયરાગઈ પૂરિયલ પહચઈ ગઢ ગિરનારે રે એહ વાત શ્રવણે સુણી ધરણિ ઢલી તિણ વારે રે. ૨૦ ૧૦ ચંદન નઈ મલીયાગરી ઘસિ ઘસિ અંગઈ લાવાઈ રે ! સીતલ જલ સીચાઈ સખી રાજૂલ ચયન ન પાવૈ છે. રાત્રે ૧૧ છે હાર દેર સબ તેડતી મડઈ અંગ અપાર રે થોડઈ જલ જિમ માછલી તિમ હુઈ નિરાધારે છે. રાત્રે છે ૧૨ રાચીનઈ હું વિરચીયઈ ગયા તણુઉ સનહીં રે પ્રિય વિજોગ વિરહાકુલી રાજૂલ દાઝે દેહ રે. રાઇ છે ૧૩ નારાયણ બલભદ્ર દોઊં આડા પિરિય મનાઈ રે ! કનિ ઝાલ્યઉ ગવરૂ સગતિ કિમ વસિ આવઈ રે. ૨૦ મે ૧૪ છે હરિમુ દિયઈ ઉલાહણ ક્યા માંગણિ વચિ આયા રે દાઢી પીલણની કિહાં લાજવહીકા (9) માયા છે. રાહ છે ૧૫ અનુકમ વઈશગઈ કરી લીધઉ સંજમ ભારે રે નેમિ સહિત સિવપુરા ગયા “કલ્યાણકમલમ્ સુખકાર રે. રાત્રે ! ૧૬
ઇતિ શ્રી નેમિનાથ ફાગ સમાપ્ત
શ્રી વાચક ગુણલાભરચિતા વાયરાગ ઉપઈ ભણતણુ વયણ કરી એકંતિ, પણ મિસ સુહગુરુ નિશ્ચલ ચિત્તિ | પણ સમકિત તણુઉ વિચાર, જિણિ તરીઈ દુસ્તર સંસાર છે
અરિહંત દેવ સુગુરુની સેવ, જીવદયાનઉ મર્મ લહેવિ | ચિંતામણિપાહઈ અતિ સાર, આદરીવઉ સમકિત સાર ૫૨ છે દેષ અઢાર રહિત અરિહંત, આઠ કરમનઉ આંસુઈ અંત ! આઠઈ મદ મૂકાવઈ માન, તે જિનવરનઉ કરિવઉ ધ્યાન ૩ ગુણ છત્રીસ સહિત ગુરુ જિસા, પૂનિમ શશિ જિમ સહઈ તિસા ટાલઇ દેષ જિ બUતાલીસ, લ્યઈ આહાર નમઉ નિસિદીસ છે ૪ છે સમિતિ ગુપતિ વ્રત ધરઈ વિશાલ, ઇડઈ લેહ કહ માય જાલ સીલસંનાહ લી નિજ અંગિ, સુગુરુનિ વંદઉ નિજ મન રંગિ પ
Page #496
--------------------------------------------------------------------------
________________
પંન્યાસ શ્રી રમણીકવિજયજી ગણિઃ કેટલીક પ્રાચીન કાવ્યકૃતિઓ
જલ બૂડતા પ્રવાહણ જેમ, સુગુરુ તિ તાર બેડિ જેમ ઈમ જાણીનઈ સુહગુરુ પાય, સેવઉ જિમ હુઈ નિમ્પલ કાય કે ૬ . વરિસ સયાંની ડોકરિ પૂઠિ, બાજઇ જિસી સુયુવા નર મૂઠિ | તિણિ ષિણિ ડેફરિનઈ દુઃખ કિસઉ, મરઈનહિ પણિ મરવા જસઉ ૭૫ તેહ થકી આઠ ગુણું દુખ થાઈ, લૂગડ લાઈ લાગઈ વાઈ (?) | હરિયકાયનઈ વેદને તિસી, જાણે ભવિયણ પાલઉ ઈસી છે ૮ છે સૃષિમ બાદર પર્યાપતા, સન્નિ અસન્નિ અપર્યાપતા ! " ઈણિ પરિ બહુવિધ ઉતપતિ જાણ, જીવદયા વિણ સહુ અપ્રમાણ ૯ો નિસવારથ નવિ કરિઉ પાપ, ભેગવિલ નિશ્ચય સવિ આપ ! નિજ પ્રાણી જિમ રક્ષા કરઈ, જીવનિનઈ જિમ તિમ તરઈ ૧૧૧ દિન છાંડી નિસિ જીમઈ ધાન, સીંગ પૂંછ વિણ પશુ સમાન ભૂત-પ્રેત રાક્ષસ વિકરાલ, જિણિ વેલાં મુખિ મૂકઈ ઝાલ ૧૧ તિણિ વેલાં જે ભોજન કરઈ, પાપપિંડ મૂઢપણુઈ ભરઈ ! ઈમ જાણી નિસિજનદેષ, આદરિવઉ નિજ મનિ સંતોષ મારા નિસિજનનિશ્ચય ત્યઉ મન્નિ, બિહુ રાતિહિં ઉપવાસ પુત્રિ | પરિહરિવઉ પરનારી સંગ, સીલણ જિમ રહઈ અભંગ ૧૩ કરિ કંકણ કુંડલ ઉરિ હાર, અભિંતર મલ મુત્ર ભંડાર | વરિ વારૂ વાઘણિ વિકરાલ, એક વાર જે આંસુઈ કાલ ૧૪ નહિ ભલઉ પરનારી સંગ, વાર અનંત દહાવઈ અંગ | જઈ જલધરજલ લાભાઈ પાર, જીવિતરિત તિહાં નવિ પાર ૧પ ઈમ જાણી પરરમણીપ્રેમ, ઠંડઉ સવિ સુખ પામઉ જેમ ! મધુ પંખણ સૂરણ મગરી, દહી છાસિ જે વિદલાં ભરી ૧દા ત્રિતું દિવસનઉ જે આહાર, કરિવઉ પંચુબર પરિહારી | રહ્યું અથાણુઈ સીલણું જેઉ, પ્રાણુતઈ નવિ ભખિવું તે છેલછા અણગલ છાસિતણુઉ પરિહાર, જઈ બહુબીજ સચિત ફલ વાર ! દેશી સવિ સંસાર અસાર, જિમ જલબિંદુ તણુઈ આકાર ૧૮ મેહિ પડ્યઉ અહનિસિ દુખ સહઈ, તેહની વેદન કહઉ કુણુ લહઈ ! જિમ તરવરિ સંધ્યાનઈ સમઈ, વિવિધ પંખિઆઈઆવી વીસમઈ ૧લા પ્રહ ઉચ્ચમિ દહ દિસિ ઊડંતિ, સગપણ પણ ઈણિ પરિ જાણંતિ | કુણ બેટી બેટી નઈ વહૂ, કુણ માયા તાયા નઈ સહૂ પરના સગઉ સણી જઉ કે નવિ હેઈ, લેગ ધ્યાન: વિમાસી જોઈ ! જીવ કરઈ નઈ જીવ જિ સહઈ, વિશ્વાનર ઢંઢારહ દઈ પારના
Page #497
--------------------------------------------------------------------------
________________
૧૮૪
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ મહેસવ-ગ્રંથ
L
જે .... ઉ આયઉ તે .... ઉ જાઇ, કુણુ ભાઈ કુણુ મા કુણુ તાઈ । છાયામિસિ સાવી' (થી') સહૂ ક્િરઇ, ઘડી પહુર આઉ છુ. કરઇ ૫રરા ઇણિ પરિ જીવ સવે વિહડંતિ, કરિ દીવઉ ધરિ કૂપિ પતિ આવ્યઇ રાગિ સવિ કરઇ સેાગ, નિરધન પણઇ ન પહુંચઇ ભાગ રા પાડઈ ધાહુ પચઉ પાધર', તેહની કાઈ ન વેદન હરઈ ફૂડ કપટ કરિવ પરિહાર, પરભવ જાતા હાઇ આધાર દાન શીલ તપ ભાવન ધર, જિમ સિવરમણી વેગÛ વરઉ । એ વયરામ તણી ચઉપ, સાંભલિયે સૂધઇ મનિ થઈ પા જિમ હેાઇ સક્રગતિનઉ લાભ, ઇમ એલઇ વાચક ગુણલાભ’ ારદા ॥ ઇતિ ચપઇ સમાસ ॥
ારકા
6
શ્રી વિજયભદ્રધૃતા ઉપશમરસ ચઉપઈ
ભયભંજણ રજણ જગદેવ, અર ત સેવ કરું નિતમેવ । નહિ ઉપશમ પેાતઇ જેહનઇ, દુખ કેડઉ ન સૂ કઇ તેહનઈ। ૧ । ઉપસમ પહિરિ સનાહ સરીર, દુખર્જન વચન ન લાગઈ તીર । જઉ નહિ એક ષિમા મનમાંહિ, ધરમ નહિ ગાડરિયપ્રવાહિ॥ ૨ ॥ તપ જપ સ ંજમ પાલઇ સાર, ઉપસમ વિષ્ણુ સહૂ હુઈ છાર । ભવ કેાડિહિં જિતલું ક ષપઇ, ઇતિ કર્માં ઉપસમ ઘડી માહિ ષપઇ । ૩ ।। જે આંપણનઇ ગાલિ જિ ીઅઇ, તેહસિ'ઊ પ્રાણિ જઈ એલીઇ । ....કર સાકર સમ કરિ જાણ, વિરઇ ખેલિનું રાષ ન્યાઇ લેાક ખેલઇ મુઝ
મ
આંણુ ॥ ૪ ॥
સહૂ ।
પૂરવ ́ પુણ્ય ન કીધાં મહૂ, મારઇ માંધઇ મલ્યુઇ ઘાય, સહૂઇ થાપઇ આપણુ અન્યાય ॥૫॥ ફાઇ કિવારÛ કહેમ કુમેલ, વીસારી મૂકીઇ નિટેલ । તે માલ તઉ ન સ’ભારઇ એક, ઉપસમ સ’જમ ધરઉ વિવેક ॥ ૬॥
ઇમ
ધૂલિ ॥ ૮॥
આગલિ ટ્વીસઇ ખલતઉ આગિ, તું પાણી થઈ તઈ ગિ લાગિ । મનની ગાંઠિ છેડી ષામીઇ, મુગતિ તણાં સુખ તઉ પામીઇ છા મુહુડઇ મિચ્છાદુક્કડ દીઇ, મર ફીટિ ચી'તઇ હીઈ ! મરમ ન મેાસ એલઇ મૂલિ, ષમિ ષમાવિ` કી" તસ પૃથવી પરિ પરિસહુ ષમઇ, રાતિ દિવસ જિનવચને સગલા ધ`માહિ ઉપસમ સાર, તે ભવિયણ ધરા વાર રાસ રાષઈ જેતલઉ મનમાહિ, તિતલ ધમ તેહનઉ અણુષાંમ્ય જઉ આઘઉ રહેઇ, કોગિતે અતિ દુખ
રમઇ ।
વાર ॥૯॥
જાઈ ધ સહુઇ ॥૧ના
Page #498
--------------------------------------------------------------------------
________________
૧૮૫
પન્યાસ શ્રી રમણીકવિજયજી ગણિઃ કેટલીક પ્રાચીન કાવ્યકૃતિઓ
મુગતિ તણઉ જઉ છઈ અભિલાષ, પારકા બેલ સહઉ તહિ લાષા કુગતિ તણુઉ જઉ છઈ ઊભગઉ, અંતરંગ ઉપસમ કરિ સગઉ ૧૧૫ એક વીમા જઉ એ જીવ ધરાઈ, તઉ વહિલઉ મુગઈ અવતરઈ છે , વિજયભદ્ર કવિયણ ઉચ્ચરઈ, ગર્ભવાસિ તે નવિ સંચરઈ ૧૨
છે ઇતિ ઉપશમરસ ચઉપઈ
શ્રી જિનપ્રભસૂરિકૃતા પદ્માવતીચતુષ્યદિકા જિણસાસણ અવધાર કવિ, ઝાયહ સિરિ ૫૯માવઈદેવિ ' ભવિય લેય આણંદ ધરેવિ, દુલહઉ સાવઈ જન્મ લહેવિ છે
મતિ મતિ મિચ્છસુર અણુસરહ છે ૧ મુવક છે પાસનાહપયપંકજ્યભસલિ, સંઘવિઘુનિન્નાસણમુસલિ | સસિકરનિમલગુણગણપુન્ન, પઉમએવિ મહ હેહિ પસન છે મતિ. ૨ તાર તરલ તુહ લેયણ દુન્નિ, દુદ્દલણ ભુય દુગુણું દુનિ ! વિયસિયસરસ રુહપવિહથિ, વારણ વર દીસઈ તુહ હથિ છે મતિ૩ કુલફારફણમણિકરજાલ, દસ દિસિ પસરઈ મુઝ કરાલ ! જશુ દીવયપઈબહિયસિહહિ, વિશ્થતિમિર જિમ જગિ અવહરહિ છે મતિ. ૪ કંડલમંડલમંડિયગંડ, અરિવંડણ ભુયદંડ પયંડ ઘણથણઘેલિર નિમ્મલ હાર, પઉમાવઈ નંદઉ જગિ સાર છે મતિ છે ૫ નેઉરઝણિ બહરિય દિસિચક્ર, ખગ્ગદંડખંડિયરિચક " * * * * મણિકંકણચંચિયપ૯૬, પઉમિ! હોહિ ભવિય સંતુ૬ મે મતિ છે ૬ મેહલમુલિયસોણિપસિ, અલિકલકેમલદીહરકેસિ : ' 3 - જય ધરણિંદહ ઉત્તમ રમણિ, પઉમએવી ત૬ મયગલગમણિ છે મતિ છા પાસંકુસવરપહરણપાણિ, તંખચૂડ વિસહરવરજાણિ . . . પઉમપત્તસમવન્નસરીરિ, પઉમએવિ ! માં મઈ અવહીરિ છે મતિ. ૧૮ ભત્તિનમંતસુરાસુરમણિ, મણિકિરીડકરરંજિયચલણિ છે ? કિ મણિચઈ નર મત્તબ રાય, આરાહઈ સુરવર તુહે પાયમતિ લા તાલપભવસેમ્બખરલલિય, બીઓ સસહર નહયલકલિય . * : તુહ બીયક્રખર જે સમરેઈ, મણિચિંતિય ફલ સે પાઈ છે મતિ૧ ભણુઈ જિ જોગી ય મઝિમ નીય, ધરવિ તરફખરસિરિ ગુરુ રીય જેડવિ ઈસર સસહર અઠું, તુહ કલ જાણઈ કઈ વિઠ્ઠ | મતિ. ૧૧ ભૂયં અંતુ તસુ પછિમ સહિય, ચિંતિવિ અંતિમ સર પરિગહિયા.
અદ્મ પઢમ બિંદુ ધારેવિ, ધન જ ઝાયહિં પઉમિણિદેવી | મતિ. ૧૨ ૨૪
Page #499
--------------------------------------------------------------------------
________________
૧૮૬
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહેસવ-ગ્રંથ સુન્ન જલણતુરિયસ્મરજુત્ત, અમિયકિરણકલ ગયણ પવિત્ત | ગુરુ ઉવએસિડ જવઈ જ લખ, પઉમએવિ તસુ પૂરઈ પકખ છે મતિ૧૩ દિસિકાલાસણ પલ્લવ વન્ન, મુદ્દા જાણુવિ જે કયપુત્ર ! એહ વિજજ ચૂડામણિ સરઇ, કમ્મ છક્ક તે લીલઈ કરઈ છે મતિ. ૧૪ સંતિ પુ િવિદેસણ રેહ, મારણ વસ ઉચ્ચાડણ મેહ | એહ વિજજ તિયલુક્કપયાસ, કવણ કવણ નહુ પૂરઈ આસ? મે મતિ. ૧પ પઢમ પણવ માયા મઝારિ, નમણું અંતિ એ વન્ન ચિયારિ ! જે સમરઈ અણદિણ વરભાવિ, સવ્વ સિદ્ધિ તસુ પરિણઈ આવિ છે મતિ. ૧દા ભૂય-પેય-ડાઈણિગણુ ડરઈ, સલહ દુજણ મણું થરહરઈ ! એહ વિજજ સમરંતહ લઈ, સમઉ દાસ પુહવીસર હોઈ છે મતિ૧ળા વિજજ એસ તિહુક્કપહાણ, ચિંતામણિ કમ્પસમાણ | પહુજિમુદત્તસૂરિવિએસિ, થંભહિ પરબલ અદ્ધનિમેસિ મે મતિ. ૧૮ હંસગમણિ નીલુપલનયણિ, કુંદદાસણિ પુમિસસિવયણિ | મહુરવયણિ મુણિમાણસહરણિ, નવકિસલય કેમલકર–ચરણિ છે મતિ૧લા પીણસિહિણભાણિયઅંગિ, હાવ-ભાવ-સિંગારસુચંગ | એગગઈ બે નર સમરંતિ, તાતંતિયસકામિણિ વસિ જતિ મતિમારા દેઉ પાસ પઉમિણિ પરણિંદુ, બારસસરજુય હરકલબિંદુ | પઉમી! પઉમકડણિ! નમ અંતુ, સવ્ય કામ પૂરબ તુહ મંતુ મતિ પારના સંભથંભમેહંધભયંતિ, જય અપરાજિય વિજય જયંતિ | ચંડ ભઈરવ તેતલ તાર, તુહ એક્કુ શ્ચિય વિવહ વયાર છે મતિમારા પિત્તપાલ ગિણિ ચઉસાદ્ર, ભૂય પિય ડાઈણિ ગહદિ િ ઈયર વિ દદ્ધર વીજજજુ કવિ, નામગહણિ તુહ નાસઈ દેવિ ! છે મતિમારવા જે ધનંતરવિજજઅસક્ઝ, તે વિ વાહિ તુહ હુતિ સુસજ્જ ! નીર જલણ થંભઈ તુહ આણ, સમરંગણિ વારઈ અરિબાણ છે મતિ. ૨૪ તઇ રુફિય જ વિજઈ ભુવણિ, ભયવઈ! સુ મઉ તે નિય સવણિ | કંપઈ પરણિ સઘણુવણરાઈ, અડફડંતિ દસદિગ્ગય માઈ! છે મતિ ભારપા કુલ૫વય સત્ત વિ દલદલઇ, અનુ સત્ત વિ જલનિહિ ઉછલઈ ! કડકિડંતિ ઉકડકરી દાઢ, ભજ જઈ ફણિવઈફણ અઈગાઢ | મતિપારદા દઢ ગઢ ગિરિવર પડહડિ પડઈ, સુર-નરજીવિય સંસઈ વડઇ હોહલીઈ જલનિહિપૂર, ઘુમ્બઈ તારાયણ સસિ સૂર છે મતિ. મારા તઇ કુદિય જ વિજઈ ભુવણિ, પઉમિણિ! સ્મઉ તે નિ સવણિ શકમાં ભુજજ અરસભેય, ભુજિજજઇ પિજજઈ વર પેય છે મતિ૨૮
Page #500
--------------------------------------------------------------------------
________________
૧૮
પન્યાસ શ્રી રમણીકવિજયજી ગણિઃ કેટલીક પ્રાચીન કાવ્યકૃતિઓ
પહિરિજજઈ ક૫ડ જગસાર, કંચણ કુંડલ મત્તિય હાર સંમાણિજ જઈ વર તંબેલ, સુમઈ બંદિયણહલખેલ છે મતિ પારલા ચંદણમાહિ ઘુસિણ ઘણુસાર, કિજજઈ સુરહિ વિલવણ સાર | ઘરિબજઝઈ વરતુરિયહ થ૬, દીસઈ મયબિંગલ ઘટ્ટ છે મતિ. ૩મા રહેવર કિં? જગમ સુરજણ, લગઈ પાયક પહાણું ! અન્ન સલીસઈ ચામર છત્ત, માણિજ જઈ માણિણિ અણુરત્ત છે મતિ. ૩૧ સસહરકલ બારસસરજુત્ત, થાવર જંગમ વિહરતર ! હંસ-હાર-કર-સસરકંતિ, નામગહણિ તુહ સફલી હુંતિ છે મતિ. ૩રા વંઝ નારિ તુહ વય ઝાયંતિ, સુરકુમારોવમ પુર લહંતિ | નિંદ્ર નંદણ જણહિં ચિરાઉ, હૃહવ પાવઈ વલહ રાઉ મતિ૩૩ ચિંતિયફલ ચિંતામણિમંત, તુજઝ પસાયહિ ફલઈ નિર્ભત તુઝ અણુગ્રહ નર પિફખેવિ, સિજઝઈ સેલસ વિજાદેવિ છે મતિ. ૩૪ રૂવનંતિસેહગ્ગનિહાણ, નિવપૂઈયાય અમલિયમાણુ , કિવિ વાઈસર હુંતિ તિ પુન્ન, જાહ પઉમિ તુહ હેહિ પસન્ન છે મતિ૩૫ તુહ ગુણ અંત ન કેળવિ મુણિય, તહ વિ તુઝ મઈ ગુણલવ યુણિય 2 આ જુ પાલઈ જિણસિંહસૂરિ, તસુ સંઘહ મનવંછિય પૂરિ છે મતિમા૩૬ પનુમાવઈચનુપઈ ય પદ્ધત, હાઈ રિસ તિયણસિરિકંત . ઇમ પભણુઈ નિયજસકપૂરિ, સુરહિયભુવણ જિણપહસૂરિ છે મતિ૩ળા
ઇતિ પદ્માવતી ચતુરાદિકા સમાસ અજ્ઞાતકવિકૃત આદિજિનવીનતિસ્તવ
| રાગ ધનાસી છે આદિ જિણેસર વીનવું જે મુઝ સાહુ સામિ ! કામિ ક્રોધિ મન લીલું હિય લીણું રઈ તુઝ કેરઈ નામિ ૧છે
કિ દિઉંગી રે વધાવઉ . વધાવઈ રે તુહ ચઉવિત સંઘ કિ દિઉંગી રે ! મેરઈ મનિ રે એ લાગઉ રંગ કિ દિઉંગી રે એ દ્રપદ છે દિઉં નાકેરી જીમડી દિઉં આ સુઅમૃત આહાર ! મિલિસું રે આદિજણ વાહલા હિવિ કરિયું મહારા મન કેરી વાત છે કિ દિ૨ જે આવ્યઉ સેરડી ઈ બુહરાવું વાટ ! મોતીડે ચઉક પૂરાવસ્યું મંડાવિયું રે ઘાઘરીયઉ પાટ છે કિ દિ. ૩ ધન ધન એ મુઝ જીભડી કરું અજિ તુમહ ગુણગાન ! નયણ સલણ મુઝ તણું જિણિ નિરપું રે તુમ્હ રૂપનિધાન છે કિ દિ. ૪
Page #501
--------------------------------------------------------------------------
________________
૧૮૮
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવ-થ ધન મરુદેવી કૃષડી જિણિ તુ જનમ્યઉ નાથ ! ભવસાયર મઝ બૂડતાં હિવ દે અવલંબન હાથ છે કિ દિ. ૫ મરુદેવી બેટઉ તાહરઉ સુનંદસુમંગલાર્કત ! સેવ્રજ કેરઉ રાજયઉ હિવ જયઉ રે જયઉ શ્રી આદિજિણુંદ છે કિ દિ ૬ જિનવર તુમહ પાએ નમી માગું એક કૃપાલ | જા લગિ જગમાહિ હું રહું તો કરો ભવિભવિ સંભાલ છે કિ દિ. ૭
છે ઈતિ શ્રી આદિનાથવપન છે
અજ્ઞાત કવિકૃત હિતશિક્ષાચતુષ્પદી સરસતિ સામિણિ કરું જુહાર, તસ સેવક દેજે આધાર ! બાલિસ ચઉપઈ માહિ વિવહાર, સાચા પદ સવિ હો સાર છે ૧છે ધરમી તે પાલઈ જિનધર્મ, [ કરમી] તે પાલઈ કિયા કર્મ | યેગી તે ધ્યાઈ નિઃકર્મો, બ્રાહ્મણ તે જે પાલઈ બ્રહ્મ છે ૨ સૂરઉ તે જે ઈન્દ્રી દમઈ, ઉત્તમ છે જે સાચઉ ગમઈ ! દુખીઉ તે જે દુર્ગતિ ભમઇ, સુખીઉ તે જે સિવપુરી રમઈ છે ૩ પિઢઉ તે જેહને પુણ્ય ઘણઉ, સગપણ તે જે સામીપણુઉ ! પ્રાક્રમ તે પરમેસરતણઉ, ધન્ન ભલું જે કહુઈ આપણુઉ છે ૪ ડાહા તે સવિ કહિસું પ્રીતિ, માણસ તે જેહનઈ ઘરિ રીતિ ! સીલપણું જે પાલ્યું સીતા, ગાયણ તે જે જિનમતિ ગીતા છે પો નારી તે પાલઈ પતિવ્રતા, બેટા તે માનઈ માઈ-પિતા ' [ વિ] લસઈ તે પરદિસિ અંતા, ધ્યાની તે જેહનઈ ચિંતા છે ૬ પાપી તે જે પરધન હરઈ, ચેલા તે ગુરુ શિક્ષા કર (? વહ)ઇ ! શ્રાવક તે જે સતકિત ધરઈ સુહગુરુ તે જે તારઈ તરઈ છે ૭ રાજા તે જે ન્યાઈ તપ, ધ્યાની તે જે અરિહંત જપઈ ! તપીઉ તે જે અષ્ટ કર્મ ખપઈ, વાદી તે જે કેહ નવિ છિપઈ છે ૮ છે રૂપ ભલું જે સેવનવાનિ, દાન ભલું તે અભયદાન ! ધ્યાન ભલું તે શુકલધ્યાન, જ્ઞાન ભલું તે કેવલજ્ઞાન છે ૮ દર્શન તે જે મહાવ્રત ધરઈં, બ્રહ્મચાર જે સ્ત્રી પરિહરઈ ! ગિરૂઆ તે ગુરુસેવા કરઈ, તારુ તે ભવસાયર તરઈ ૧છે વિણસઈ જે આણંઈ અનુ(ઉન)માદ, પાતિગ તે જે મિથ્યાવાદ ડુંગર ભલઉ જે સિરિ પ્રાસાદ, પ્રતિમા દીઠી સુવઈ આલ્હાદ ૧૧૩ અક્ષર તે જે સૂધા સમા, તપીઉ તે જેહનઈ સિરિ ષિમા ! ગ્યાની તે ચેષક આતમા, નગર ભલું જે માહિ મહાતમાં ૧૨
Page #502
--------------------------------------------------------------------------
________________
પંન્યાસ શ્રી રમણીકવિજયજી ગણિઃ કેટલીક પ્રાચીન કાવ્યકૃતિઓ
અમી તે જલ જયણા ગલઈ, લક્ષ્મી તે જે ન્યાઈ મિલઈ ! માનવી તે બલઈ નવિ ચલઈ, જીવ્યું તે જિનઆજ્ઞા પાલઈ ૧૩ દરિદ્રી તે જે ધર્મ વિણ ભમઈ, સત્યવાદી તે જૂઠ વિરમઈ ! ભેજન તે જે દઈ જમઈ, ગુવણંત તે જિનવરનઈ નઈ પ૧૪મા યાત્રા તે પાલઈ છએ રી, ધર્મ ભલઉ તે જય કરી ! ભિક્ષા તે મુનિવર લ્યુઈ ફિરી, શ્રાવક તે જે સિદ્ધિ ધરી ૧૫ મઈલા તે પરનારી જઈ, પુરુષ ભલા તે દુખિ નવિ રાઈ | મિથ્યાત્વી તે બે ભવ ખેઇ, ધર્મ કરઈ તે સુખિયા હોઈ એવા
|| ઇતિ ચતુષ્પદી છે
Page #503
--------------------------------------------------------------------------
________________
આ જંબૂસ્વામી
લેખક : શ્રી બાપુલાલ કાળિદાસ સધાણી- વીરખાલ ’
ઘટમાં ઘેાડા થનમને, આતમ વીંઝે પાંખ;
અણુદીઠેલી ભામમાં, જોબન માંડે આંખ. —મેઘાણી
“ મા, ખાપુજી, મને પૂજ્યપાદ સુધર્માસ્વામીના અંતેવાસ સ્વીકારવાની રજા આપે !” ભારે સ`કાચ સહુ એલાયેલા એ શબ્દો જાણે વિજળીશા પડયા. ઘડીભર ત્યાં સ્તબ્ધતા પ્રસરી રહી.
ઘેાડી વારે ભાંગેલા સ્વરે ખાએ કહ્યું: “શુ કહે છે, બેટા, તુ?” એ શબ્દમાં ઉપાલંભ હતા કે આઘાત તે સમજી શકાતું નહાતું,
“ ખા! ભગવાનની શ્રમણ પર‘પરામાં સમાઈ જવાની અનુજ્ઞા આપે। મને!” “ બેટા ! તું જાણે છે કે આઠ શ્રેષ્ઠિકન્યા સાથે તારાં તે લગ્ન લીધાં છે; અને વિવાહના મંડપા પણ બંધાઈ ચૂકયા છે. એ આઠ શ્રેષ્ઠીએને હું શી રીતે માં બતાવું?” સ્વસ્થ થવા મથતા પિતાએ વ્યથાભર્યા અવાજે કહ્યુ..
“ એટલે જ કહું છું ખાપુજી ! મને અત્યારે જ સંસારમાંથી વિદાય આપેા. ભગવાન મહાવીરના નાનકડા સંદેશવાહક બનવા માટે મારા અણુએ અણુ તલસી રહ્યો છે.” સ’કાચ દૂર થતાં કુમાર જંબૂના અવાજમાં વધારે ને વધારે નિશ્ચલતા પ્રગટ થતી જતી હતી.
"C
વિવાહના મંડપે શું વિખેરી નાંખું ? એ શ્રેષ્ઠીઓને શુ' ના કહાવી દઉં”? એ આઠ કોડભરી કન્યાઓનાં હૃદય ઉપર વપાત કરું? જબૂ! બેટા! તું હવે નાના ન કહેવાય, શ્રેષ્ઠીઓને આપેલા વચનની જવાદારી તારે સમજવી ઘટે!” પિતાના શબ્દોની અંદર હૃદયનું રુદન ને અંતરના આઘાત લપેટાયેલાં હતાં.
“ જવામદારીનું ભાન જાગી વિદાય યાચી રહ્યો છું. લગ્ન પછી
ઊઠયુ હેાવાને લીધે જ બાપુ! હું અત્યારે આપની તે મારા પગમાં સાંકળ પડી જાય. ઊડ ઊડ થવા
Page #504
--------------------------------------------------------------------------
________________
'
શ્રી બાપુલાલ કાળીદાસ સધાણી-વીશ્માલ' : આય જ પ્રૂસ્વામી
૧૯૧
મથતુ” પંખી પ’જરે પુરાઈ જાય, એ પહેલાં મારે ઊડી જવું છે, ખાપુ ! મને રજા આપા!
'
“ જમ્મૂ ! વત્સ ! તારી ઉંમર હજી નાની છે. સંસારના રાગભાગ તે જોયા નથી. વળી લગ્નના ખરે ઊભેલે તુ અમારું એકનુ` એક સંતાન છે. તું અમારી અભિલાકચરી ન નાખ; તારા લગ્નાત્સવ માણવા અમારું હૃદય કેવુ... રાચી રહ્યુ છે.! આવી આનનની ઘડીએ તુ અમારી આશાના ભંગ ન કર બેટા!” માતાના ખેલમાં વચ્ચે વચ્ચે હીબકાં ઉમેરાતાં જતાં હતાં.
ષા
66 મા, બાપુજી ! હું પેઢીએ જતા, મિત્રોમાં ગેાષ્ટી કરતા, ત્યારેય મન તા સ`સારના અટપટા પ્રશ્નોમાં જ અટવાયા કરતું હતું; પણ મને થતું કે, · અલ્યા, તુ તેા હજી નાનું અશ્રુ છે, તારુ એમાં કામ નહિ !' પણ આજે સ્વામી સુધર્માજીની વાણીમાં આત્માના સામર્થ્યની વિવેચના સાંભળીને મારી લઘુગ્રંથી ટળી ગઈ, મારા અંતરાત્મા નિશ્ચય કરી ખેડા કે આજે બધી અનુકુળતા મળી છે તે પ્રાપ્ત અવસરને વધાવી લે! ચેતી જા ! અત્યારે સંસારના પિંજરે પુરાઈ જઈશ તા આવતી કાલ તા, કાણુ જાણે, કેવી ઊગશે ? માટે જ કહુ' છું કે ખા! મને વિદાય આપે ! મારા હૃદયને રાગભાગ સ્પર્શતા નથી. નિર્દોષ હરણીએ સમી એ શ્રેષ્ઠિપુત્રીએને ફાંસલામાં નાંખવાના વ્યથ પ્રયત્ન અધ રાખે। ! ખાપુજી, મને માફ કરો !” જ મૂકુમારના અવાજમાં જેટલી આર્દ્રતાભરી આજીજી હતી, એટલી જ ભારાભાર સ્પષ્ટતા હતી.
ઋષભદત્ત શ્રેષ્ઠી ગાદી ઉપર ઢગલા થઈને પડયા. માતા ધારિણીની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં. જબૂ કુમાર સ્વસ્થ રહેવા મથતા બેસી રહ્યા.
થોડીક સ્વસ્થતા મળતાં ઋષભદત્ત શ્રેષ્ઠીએ પેઢીએથી મુખ્ય મુનીમને ખેલાવી, આ પ્રશ્નના ઉકેલ લાવવા આઠ શ્રેષ્ઠીઓને, પેાતાની ગૃહિણીએ અને પીઠીભરી કન્યાઓ સાથે, તરત જ આવી જવાની વિનતિ કરવા મેાકલ્યા.
થોડીક વારમાં જ સમુદ્રપ્રિય આદિ આઠે શ્રેષ્ઠીએ, પેાતાની પત્ની અને પુત્રીએ સાથે, ત્યાં આવી પહેાંચ્યા.
*
સૌ દીવાનખાનામાં એઠાં. વાતાવરણમાં ગમગીની અને ગાંભીર્યાં ભર્યાં' હતાં. સૌની દૃષ્ટિ ઋષભદત્ત શેઠ તરફ સ્થિર થઈ હતી. એમના તેા હાશકાશ જ ઊડી ગયા હતા. પેઢી ઉપર કુશળતાથી ઘડીકમાં લાખાના સેાઢા ઉતારનારની વાણી જાણે આજે હરાઈ ગઈ હતી. ઘડીભર ત્યાં નિસ્તબ્ધતા છવાઈ ગઈ. છેવટે સમુદ્રપ્રિય શ્રેષ્ઠીએ સવિનય ઉચ્ચાયુ : “ શેઠજી ! કુમાવેા ! શી આજ્ઞા છે આપની ? ”
ઋષભદત્ત શ્રેષ્ઠીના શરીરે પરસેવા વળી ગયા. કપાળ ઉપર આવ્યાં; એમણે તકિયાના આશ્રય શેાધ્યા. સૌને થયુ` કે સત્તાના આવડી વિમાસણ શું અનુભવી રહ્યા છે !
વસુપાલિત શ્રેષ્ઠીએ કહ્યું : “ હૃદયમાં આપ શી વ્યથા વેઠી રહ્યા છે? જે હાય તે અમને કહે। અને આપના મનના ભાર હળવા કરો ! અમને આપની આજ્ઞા કમાવેા.”
પ્રસ્વેદ બહુ ઊપસી આનંદી શ્રેષ્ઠી આજ
Page #505
--------------------------------------------------------------------------
________________
- ૧૯૨
* શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ શ્રેષ્ઠીઓ ! મારે આપ સહુની માફી માગવાની છે—” ઋષભદત્ત શેઠ વિશેષ બેલી શક્યા નહિ. એમના ગળામાં શેષ પડી ગયે, એમની આંખમાં અશ્રુઓ ઊભરાઈ આવ્યાં.
“એવું શું બન્યું છે કે આ૫ આમ ભાંગી પડે છે? કહે તો કંઈ ઉપાય થાય.” | Kવાત એવી છે શેઠ, કે જેને કોઈ ઉપાય મને દેખાતો નથી ! આપણું સૌના ઉત્સાહ ઉપર વજપ્રહાર થયો છે. મારી આશાઓ ભાંગીને ભુક્કો થઈ ગઈ છે.”ષભદત્ત એટલું બોલીને અટકી પડ્યા.
“અમે આપના દુઃખના સહભાગી છીએ શ્રેષ્ઠી ! જે હોય તે સ્વસ્થ થઈને કહે !” સમુદ્રપ્રિયનાં પત્ની પડ્યાએ આર્જવતાભર્યા સ્વરે કહ્યું. આખા દીવાનખાનાનું વાતાવરણ વ્યગ્ર બની ગયું હતું. - “અમારે જંબૂ કહે છે કે “મારે ભગવાનના શ્રમણ સંઘમાં સંમિલિત થઈ જવું છે; મને રજા આપો.” મારે શું કરવું તે મને સૂઝતું નથી. આટલા શબ્દ માંડ માંડ બોલીને ઋષભદત્ત ઢળી પડ્યા. એ સાંભળીને સૌ હતચેતન બની ગયાં. સૌનાં વદન પ્લાન થયાં. શ્રેષ્ઠિ પત્નીઓ હથેલીઓમાં મેં છુપાવી ડૂસકાં ભરવા લાગી.
એવું કેવી રીતે બની શકે, શેઠજી? આવતી કાલનું તે લગ્નનું મુહૂર્ત છે. આ૫ જંબૂકુમારને સમજાવે.” સાગરદત્ત શેઠે મૌન તોડતાં કહ્યું.
કાંઈક સ્વસ્થ થતાં ઋષભદત્ત શ્રેષ્ઠીએ કહ્યું: “શેઠજી! તમે મને શું કહે ? જંબૂ તે મારું રાંકનું એકનું એક રતન છે. મેં એને સમજાવવામાં કંઈ બાકી રાખી હશે? પણ એ તે હઠ લઈને બેઠે છે. એ કહે છે: “મારા પગમાં જવાબદારીની સાંકળ પડે એ પહેલાં મને વિદાય આપે ! લગ્નના બંધનમાં નાંખી એ કેડભરી કન્યાઓનાં જીવન ન કરમાવો ! હું હવે ઘડીભર પણ ઘરમાં રોકાવાને નથી.” પછી નિરુપાય બની આપને નિમંત્ર્યા. એનાં લગ્ન માણવાને અમને કેટલો બધે આનંદ હતો! પણ યૌવનને આંગણે ઊભેલી મારી દીકરીઓ જેવી આ આશાભરી કન્યાઓ સાથે હું કેવી રીતે દગે રમી શકું?”
આટલું સાંભળતાં શ્રેષ્ઠી પુત્રી સમુદ્રથી દીવાનખાનામાંથી ઊઠી ગૃહઉદ્યાન તરફ ગઈ. એની પાછળ સંચની પૂતળી સમી બીજી સાતે કન્યાએ ગઈ
આપે વાત તે સારી કરી શેઠ! પણ પીઠીભરી કન્યાઓનાં લગ્ન એમ કેવી રીતે અધ્ધર રાખી દેવાય? જંબૂકુમારને આજે–લગ્નને આગલે દિવસે જ...આ શું સૂઝયું છે? આ તે અમારા હૃદયને ભાંગી નાખે એવી વાત છે. આ નિરપરાધ કન્યાઓનો તે કંઈ વિચાર કરે ! આપણાં ખાનદાન કુટુંબની પ્રતિષ્ઠાને વિચાર કરો ! જંબૂકુમારને સમજા! એમને કહે, બેટા! આ ઘડીએ હવે છટકી ન જવાય? લગ્ન કરી લે. માતપિતાના– અભિલાષ પૂરા કરે, કેડભરી કન્યાઓના નિસાસા ન લે. પછી યથાઅવસરે ભલે ભગવાનના પથે વિચરજે. કુમારે પણ વિચારવું ઘટે.” કુબેરદત્ત શેઠ વીનવી રહ્યા.
બૂકુમારને અહીં જ બોલાવીએ. તમે એને સમજાવે. હું તમારી સાથે જ છું, જાવ, ધારિણી, જંબૂને બોલાવી લાવ!” પતિની આજ્ઞા થતાં લથડતે પગલે શેઠાણી પુત્રને બોલાવવા ગયાં. દીવાનખાનામાં મર્માઘાત જેવું મૌન પ્રસરી રહ્યું.
Page #506
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રી બાપુલાલ કાળીદાસ સધાણી-વીરબાલ': આર્ય જ બૂસ્વામી
ગૃહદ્યાનમાં ગયેલી સમુદ્રશ્રી પાછળ આવતી સાત સખીઓને નીરખી રહી. યૌવનની ઉષા ઊગતાં ખીલી રહેલાં પુષ્પોથી સખીઓના અંતસ્તલને સ્પર્શવા એ મથી રહી. જાણે એક જ માતાની પુત્રીઓ હોય તેમ સર્વે સાથે બેસી ગઈ. કોણ પહેલું બોલે એ જ સૌનાં મનને પ્રશ્ન થઈ પડ્યો. સૌથી નાનેરી જયશ્રી આછું હાસ્ય કરતી અને સૌની લાગણીને વાચા આપતી બોલી: “બહેને, શું ગડમથલમાં પડી ગઈ છે આજે? સૌનાં અંતર ખેલી નાંખે. આપણે શું વિચારવાનું છે આજે ?”
બોલ જયશ્રી ! બોલ ! આજ તે તું જ આપણાં હૈયાની વાત બેલી દે! સૌથી નારી તું! તું સૌથી પ્રિય છે અમને !”
શરમને સંકોચથી જયશ્રી નીચે જઈ ગઈ. એના ગૌર વદન ઉપર રતાશ ઊપસી આવી. તને કાંઈ શંકા છે, જ્યશ્રી?” કનકશ્રીએ મેં ઊંચું કરતાં કહ્યું.
આપણા સખ્યામાં શંકા કરવાને અપરાધ હું નહીં કરું. મને સંકોચ થાય છે કનક ! પણ વડીલે સમક્ષ તો તમારે જ પ્રતિઘોષ કરવો પડશે.”
જયશ્રી ! ત્યાં હું અંતરના બોલ સંભળાવીશ. અહીં તું આપણું અંતરનાં કપાટ ખોલી દે!” સમુદ્રા બોલી.
“આપણે શું નવું કહેવાનું છે, સમુદ્રા? વ્યાપારી પિતાઓના વ્યાપારબેલ એક હાય, એમ શ્રેષ્ઠીપુત્રીઓના ગળામાં ફૂલહાર તે માત્ર જંબૂકુમારને જ હાય! ભેગ કે યેગમાં આપણે બધી સખીઓ જ બૂકુમારની સાથે જ રહેવાની, એના પગલાંમાં જ આપણું પગલાં પડવાનાં !” જયશ્રી ભાદ્રકમાં ઉન્મત્ત બની ગઈ. એની આંખમાં તેજકણીઓ ઝગતી હતી.
સાચું બહેની ! સાચું! આપણે સખીઓ ત્યાં હાઈશું, જ્યાં જંબૂકુમાર!” જયશ્રીના હાથમાં સમુદ્રાએ પિતાને હાથ મૂકી દીધે—જાણે એણે વચનપાલનને કોલ આપે. સર્વ સખીઓ પ્રસન્નતા અનુભવી રહી. વડીલેને જે વાત પહાડ સમી ભાર–બેજવાળી લાગતી હતી, એને આ ઊગતી કુમારિકા ફૂલ જેવી હળવી માની રહી!
માતા ધારિણી જંબૂ કુમારને લઈ ધીરે પગલે ત્યાં આવી પહોંચ્યાં. જંબુકમારના નમેલા મસ્તકમાં વડીલો પ્રત્યે વિનય હતો, પગમાં સ્વસ્થતા હતી, ભાવવાહી ચહેરા ઉપર નિશ્ચળતાનાં તેજ ઝળહળતાં હતાં. જે બૂકુમારે વડીલો પાસે બેઠક લીધી, તે જ પળે સમુદ્રશ્રી, પ્રશાન્ત તેજમૂતિઓશી સાત સખીઓ સાથે આવીને, પિતાને સ્થાને ગોઠવાઈ ગઈ. થોડી વાર ત્યાં મૌન પ્રસરી રહ્યું.
જબૂમાર !” કુબેરદત્ત શ્રેણીના ગળામાંથી મુશ્કેલીથી નીકળતા અવાજને અટકાવવા હમદીવડીશ હાથ ઊંચે કરતી સમુદ્રથી ઊભી થઈ ગઈ; સાથે જ સાતે સખીઓ ઊભી થઈને અંજલિ જેડી રહી. વિહળ શ્રેણીસમુદાયમાં સ્વસ્થતાથી એપતી સમુદ્રા આદ્ર સ્વરે બોલી : “વડીલો ! અમે આઠે સખીઓના હૃદયબોલ આપ સાંભળી લો, પછી આપને જે નિર્ણય લેવો હોય તે સુખેથી લેશે.”
ર
Page #507
--------------------------------------------------------------------------
________________
૧૯૪
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ બોલ બેટા! તું જ આને ઉકેલ કરીને અમારે હૃદયભાર એ છે કર !” શમણુદત્ત શ્રેષ્ઠીએ આશાભર્યા અવાજે કહ્યું.
બાપુ! વાગ્દાનની ઘડીથી અમારા મને મંદિરના આસને જંબૂકુમાર બિરાજી ગયા છે. અને ચિત્તની ચોરીમાં અમે એમને વરી ચૂકી છીએ. અમારા આત્માનાં લગ્ન થઈ ચૂક્યાં છે. અમે આઠે સખીઓ જ બૂકુમારને વીનવીએ છીએ કે અમારા કૌમાર્ય ઉપર સુહાગને અભિષેક કરે! જીવનમાંગલ્યની માળા અમારા કંઠમાં આપે ! અમે આપના પગનાં બંધન બનીશું નહિ, દીનતા દાખવીશું નહિ, આપની આજ્ઞા હશે તે અમે પણ ભગવાનના પંથે આપની સાથે વિચરીશું અને મહામના સતી ગંદનબાળાના સમુદાયમાં સમાઈ જઈશું.” સમુદ્રાના અવાજમાં કંપ હતે. એને દેહ થરથર કંપતો હતો. એને જાણે હૃદયને વાચા આપી શકે એવા શબ્દો પૂરા જડતા નહોતા.
“બેટા સમુદ્રા!” ઋષભદત્ત શ્રેષ્ઠી બેલી ઊઠયા.
વડીલ! આપ કશું દુઃખ ન લગાડશે ! અમારા હૃદયમાં કઈ ક્ષેભ કે વિષાદ નથી; અમારા હૃદયના અણુએ અણુની એ વાચા છે.” પદ્મશ્રીએ સમુદ્રાના કથનમાં પૂર્તિ કરી.
હવે કઈને કશું બોલવાનું રહ્યું નહિ. સૌએ વિદાય લીધી ત્યારે પરણવનારાંઓના ચહેરા વિમાસણમાં હતા; જ્યારે પરણનારાંનાં વદન ઉપર ઉલ્લાસ વિલસતો હતે.
વ્યથાને હૈયામાં ભંડારી દઈ શ્રેષ્ઠીઓ લગ્નની તૈયારીમાં પડી ગયા, ત્યારે રાજગૃહીમાં ચકલે ને ચૌટે વાતોના ગબારા ચડવા લાગ્યા. કેઈ કહેઃ “ઋષભદત્ત શેઠ ભારે જબરા; જબૂ કુમારે સંસારત્યાગની હઠ લીધી એટલે રૂપભરી કન્યાઓને સામે લાવી ઊભી રાખી દીધી. જંબૂકુમાર પઠીભરી નવયૌવનાઓને જોઈ ગાંડે બની ગયા, દીક્ષાની વાત જ ભૂલી ગયો !” કઈ વળી કંઈ વાત કહેવા લાગ્યા.
પણ છેવટે લગ્નોત્સવ ઊજવવામાં આવ્યું, વરવધૂઓએ મંગલગૃહમાં પ્રવેશ કર્યો. લગ્નમાંગલ્યનાં સૂક્તો ઉચ્ચારતા પવિત્ર પુરોહિતની સાક્ષીએ જ બૂકુમારના હસ્તમાં પરમેલાસથી આઠે કન્યાઓએ એકસાથે પિતાના હસ્ત સમર્પિત કરી દીધા. એમના સૌંદર્ય વેરતા વદન ઉપર ત્યારે જાણે આનંદની સગો ચડતી હતી.
શ્રેષ્ઠીઆવાસના બીજે માળે સેવિકાઓએ શયનખંડને શણગારી દીધું હતું. વિશાળ ખંડમાં શાન્ત પ્રકાશ રેલાવતા દીપકે સુવાસિત દ્રવ્યોથી હવાને ભરી દેતા હતા. ગૃહસેવિકા નવવધૂઓને શયનગૃહમાં પ્રવેશ કરાવી ચાલી ગઈ. થોડી જ વારમાં જબૂ કુમાર આવી પહોંચ્યા. યૌવનના જળમાં લહેરાતાં કમળ પુપેથી નવવધૂઓની વેણીમાંથી મહેકતી મેગરાની સુવાસ આલાદ ઉપજાવતી હતી.
બેલે સમુદ્રશ્રી ! હવે તમારી શી અપેક્ષા છે?” જંબૂ કુમારે સમુદ્રશ્રી તરફ દષ્ટિ કરતાં કહ્યું. એ દૃષ્ટિમાં પ્રેમ અને સ્વજનતા ભર્યા હતાં.
અમે તો અમારું હૃદય આપને સમર્પિત કરી ચૂકી છીએ.” મૃદુ સ્વરે સમુદ્રથી બોલી. એટલે ?”
Page #508
--------------------------------------------------------------------------
________________
શ્રી બાપુલાલ કાળીદાસ સધાણ-વીરબલ’: આર્ય જંબૂસ્વામી
સમર્પિત થયેલાં હદય તે આરસી જેવાં હોય છે, તેમાં તે માત્ર આપના હૃદયની પ્રતિછાયા જ પડશે !”
“મારી તો અભિલાષા છે કે પ્રાતઃકાળે ભગવાન સુધર્માસ્વામીના ચરણોમાં બેસી જાઉં!”
“આપના પગલે ચાલીને અમે પણ મહામના સતી ચંદનબાળાના સાધ્વીસંઘમાં સમાઈ જઈશું; અમારો એ પૂર્વનિર્ણય છે આર્ય!” જ્યશ્રીની વાચા ઊઘડી.
જે તમારા સૌને એ જ નિશ્ચય છે તો સમુદ્રશ્રી ! આપણે સહુ હવે આરામ કરીએ. મધરાત વીતી ચૂકી છે. હમણું પ્રભાત થઈ જશે ને પ્રસ્થાનની તૈયારી કરવાની રહેશે.” જંબૂ કુમારે કહ્યું.
આજની રાત નાથ ! ગુમાવવાની ન હોય. મિલનને આ અપૂર્વ અવસર. વારેવારે સાંપડવાને નથી. આજની ઘડીને આપણે મધુરજનીમાં ફેરવી નાખીએ.” સમુદ્રશ્રી સ્વસ્થતાથી બોલતી હતી. “મધુરજની ?કનકશ્રી ચમકીને બેલી ઊઠી.
ભડકી ના ઊઠ બહેની ! સવારમાં આત્માને પંથે વિચરનારાની મધુરજની કેવી હોય તે મારે તને સમજાવવાનું ન હોય” સમદ્રશ્રીના હોઠ પર મિત છલકતું હતું.
કહે સમુદ્રશ્રી ! મધુરજની કેવી રીતે માણીશું?”
પ્રિય! જ્ઞાનગોષ્ઠી અને ધર્મવિદથી અંતરને ભરી લઈએ. આત્મસાધનામાં એ ભાતું બની રહેશે. પણ મારો એક વાંધો છે દેવ !”
કો સમુદ્રથી ! જે કહેવું હોય તે મુક્ત મને.”
આપ અમને બહુમાનથી કેમ સંબધો છો? આપના હૃદયમાં હજુ પણ શું અંતર છે?
જંબુકુમાર અંતરના એકતાર સમા એ બોલને સાંભળીને પ્રસન્નતા અનુભવી રહ્યા. સમુદ્રશ્રીને જાણે એ મૌનમાં જ આત્માની એકતાને જવાબ મળી ગયે.
“નાથ ! યોવનના સુખને વિસારી આત્માનંદ તરફ દોરનારા ભગવાન સુધર્મા સ્વામીની મંગળવાણી અમને સંભળાવો.” નભસેના બેલી.
સૂક્ત અને શબ્દ તે એના એ જ છે. આપ્ત પુરુષની વાણીમાં એ સુસ્વાદ્ય બની જાય છે. સાંભળે એ વાણું–
" एगोहं नत्थि मे कोइ नाहमन्नस्स कस्सइ। एवं अदीणमणसो अप्पाणमणुसासइ ।। एगो मे सासओ अप्पा नाणदसणसंजुओ। सेसा मे बाहिरा भावा, सचे संजोगलक्खणा ॥ પુરુષ-કંઠમાંથી નીકળતાં એ સૂકો જાણે મહાષશા પડછંદા પાડી રહ્યાં.
એ વાણી માનવીને સમજાવતી હતીઃ “આત્મા પરાધીન નથી, ખંડિત નથી; એ એક સ્વયંપૂર્ણ સ્વતંત્ર એકમ છે. દીનતાને ખંખેરી નાંખીને આત્માનું રાજ્ય ચલાવે. આત્મા શાશ્વત છે. તે જ્ઞાન-દર્શનની અનુભૂતિથી ચિદૂઘન છે. વિશ્વને રાજરાજેશ્વર છે. અન્ય સર્વે તે બાળભાવ છેસંજોગોના મોહમાંથી–અજ્ઞાનમાંથી આવિર્ભાવ પામેલા
Page #509
--------------------------------------------------------------------------
________________
* શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ અંશે છે. એને ખંખેરી નાખે. આત્મા તો અચળ વ્યક્તિ તરીકે સ્વયંભૂ પ્રકાશી રહેશે, વય અને કાળનાં બંધન એને નડતાં નથી.” ભગવાનની આ વાણી સાંભળીને મારી લઘુતાગ્રંથિ ટળી ગઈ ભગવાનના નાનકડા સંદેશવાહક બનવાના અભિલાષ જાગ્યા.”
સાચે જ આર્ય ! આપના મુખે આ વાણું સાંભળીને અમારામાં પણ આત્મભાન પ્રગટે છે; અમ નારીજાતિના પ્રાણ જાગી ઊઠે છે; અમારી દીનતા સરી જાય છે. એ વચનોના સંદર્ભમાં આપ અમને કાંઈક નવનીત આપે, જે અમારા જીવનની મૂડી બની રહે ” કનકવતી વીનવી રહી.
કનક! દેહ ભલે સ્ત્રીને હોય, પણ એથી આત્માને કોઈ બંધન નથી. પુરુષાત્મા સરખી જ સ્ત્રી પણ સંપૂર્ણ શક્તિ છે, આત્માની અધિષ્ઠાત્રી છે, સ્વયં પ્રકાશિત દિવ્ય તિ છે. તે પરાધીન કે પરાશ્રિત નથી. જીવને જે સતાવે કે પરાધીન બનાવે છે તે સંસાર વ્યવહારનાં બંધન છે. જે ઘડીએ જીવ-સ્ત્રી કે પુરુષ-આ વાત સમજી લેશે ત્યારે એ વિશ્વની મહાશક્તિ બની રહેશે; પછી એને કોઈ દીનતા-હીનતા અનુભવવાની નહીં રહે. આતપુરુષની એ વાણીમાં મારે વિશ્વાસ છે” જ બૂકુમાર હૃદયસ્થ વાણી સંભળાવી રહ્યા.
બસ નાથ! બસ ! અમે હવે આત્મનિર્ભર બની વિચરીશું, અમારી પરમાનંદપ્રાપ્તિને કઈ બાહ્ય બંધન હવે રૂંધી શકશે નહિ.” આઠે નવવધૂઓનાં વદન પુલકિત બની ગયાં.
“જબૂ કુમાર! દ્વાર ખેલ” નીસરણીના દ્વાર પાસેથી અપરિચિત અવાજ આવ્યો.
કે એ?”
“હું પ્રભવ ચોર; આપનાં દર્શન ઈચ્છું છું.” . જંબૂ કુમારે દ્વાર ખોલી નાંખ્યાં : “ભાઈ પ્રભવ! તમે?”
જયપુર નરેશને હું પુત્ર. પિતાની અવમાનનાથી જંગલમાં ગયે, ચોર લુંટારુ બન્ય. આપના લગ્નોત્સવે લેભા. નિદ્રાપ્રસારણ અને તાલેદ્દઘાટિની કળાઓથી દ્વાર સમીપ આવ્યું. મધુરજનીની રાત્રીએ જ્ઞાનવિલાસ સાંભળીને હું થંભી ગયે. મારાં આંતરચક્ષુ ખૂલી ગયાં. ચોરી કરવા આવેલા મને આપે જ લૂંટી લીધો ! આપ મારી સેવા સ્વીકારે. મારા શિરે આપને પુનિત હાથ સ્થાપ!” પ્રભવ દીન બની વીનવી રહ્યો.
પ્રભવ! તારા હૃદયમાં નવલ પ્રભાત ઊગી ચૂકયું છે ! તારું કલ્યાણ થાઓ. હું તે હમણાં જ સ્વામી સુધર્માજીના ચરણોમાં ચાલ્યા જઈશ.”
જંબૂ કુમાર ! જ્યાં આપે ત્યાં હું એ મારો નિર્ણય છે. હું મારા પાંચસો સાથીઓ સાથે આપને અંતેવાસ સ્વીકારીશ.” પ્રભવે જંબૂકુમારના ચરણ પકડી લીધા.
તો ચાલે આપણે સૌ ઉદ્યાનમાં બિરાજેલા આર્ય સુધર્માસ્વામીના ચરણમાં પહોંચી જઈએ.” અને ધર્માગારમાં એક જ ધર્મનાદ ગુંજી રહ્યો :–
अरिहंते सरणं पवज्जामि । सिद्धे सरणं पवज्जामि । साहू सरणं पवज्जामि । केवलिपन्नत्तं धम्म सरणं पवज्जामि ।
Page #510
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં યાગસાધના–એક અંગુલિનિર્દેશ
લેખક : શ્રી નવીનથવું અજરામર દેશી
ભારતીય પરંપરામાં ચોગ’શબ્દના અનેક અર્થ થાય છે. હઠયોગમાં કેવળ શરીરનુ આરેાગ્ય સુધરે તેવી કસરતા અને આસને તેમ જ બીજી કેટલીક પ્રાણાયામ જેવી ક્રિયાએનુ’ વર્ણન કરવામાં આવ્યું છે. હવા વિના પણ ચાલીશ દિવસ જમીનની અંદર સીલ કરેલા કાથળામાં એક ચેાગીએ રહી બતાવ્યાના બનાવ પંજાબના રાન્ત રણજિતસિંહના સમયમાં બન્યા હતા. આ હડચેાગીએ પેાતાના શરીરની સુદૃઢતાની સાથેાસાથ નિયમેન પેાતાના મનની શુદ્ધિને પણ વિચાર કરતા હેાય જ છે તેવું નથી. પણ રાજયાગમાં– એટલે કે પત જિલ ઋષિએ દર્શાવેલા યાગમાં-ચિત્તને સ્થિર કરવાના વ્યવસ્થાપૂર્વકના ઉપાયે દર્શાવાયા છે. આ ઉપરાંત એક શાખા રાગદ્વેષને દૂર કરવાના યત્નને યાગસાધના કહે છે. અને ચેાગસાધનાના આ જ અર્થ જનાચાર્યને માન્ય છે. જૈન તીર્થંકરો આ ખામતમાં બહુ સ્પષ્ટ માદન આપે છે. એટલેા જ ભેદ આ અંગે જૈનો અને ઇતર વિચારકા વચ્ચે છે.
જૈન વિચારકા સામાયિક અથવા સમતાભાવના અભ્યાસને ખૂબ મહત્ત્વ આપે છે. જ્યાં આપણા રાગદ્વેષ નિ`ળ અથવા ક્ષીણુ અને ત્યાં સમજવું કે આપણે ભગવાન ઋષભદેવ અને ભગવાન મહાવીરથી માંડીને હાલના જૈનાચાર્ય વચ્ચે એકપણું સાધનારી ક્રિયાને અવલખીએ છીએ. જે ક્રિયા અનંતર કે પરંપરાએ મેાહને ક્ષીણ કરી શકતી નથી તેવી ક્રિયાને ન યોગદષ્ટિમાં તે સ્થાન નથી જ, પરંતુ તેવી ક્રિયાને સામાન્ય ધાર્મિક ક્રિયામાં
પણ સ્થાન નથી.
પ્રવૃત્તિઓને જૈનદર્શનમાં પાંચ વિભાગમાં વહેંચી નાખવામાં આવે છે. પહેલું અનુષ્ઠાન વિષાનુષ્ઠાન અથવા ઝેર ભરેલી ક્રિયા કહેવાય છે. કેાઈ ક્રિયા કરતી વખતે ભૌતિક ભાગે। અને ઉપભાગેાની લાલચ જો પ્રેરક બળ હાય તા તે ક્રિયાને વિષ-અનુષ્ઠાન કહેવાય. એ પ્રમાણે પરલેાકમાં ભાગપ્રાપ્તિના હેતુથી જે ક્રિયા શરૂ થાય છે તે ક્રિયાઓને ગરલાનુષ્ઠાન કહેવામાં આવે છે. ગરલ એટલે ધીમું, લાંબે ગાળે ફળ દેખાડે-અસર કરે-તેવુ ઝેર
Page #511
--------------------------------------------------------------------------
________________
૧૮
શ્રી મહાવીર જૈન વદ્યાલય સુવણુ-મહાત્સવ-ગ્રંથ
જે ક્રિયા પાછળ કાઈ દષ્ટિ જ ન હેાય તેને અનનુષ્ઠાન અથવા જાણે કે ક્રિયા ન કરી હાય તેવું જ ફળ આપનારી એ ક્રિયા ગણાય છે. જે ક્રિયાના પાર’પરિક હેતુ ચિત્તનો સમતાભાવ સાધવાનો હેય તેને તદ્ભુતુ અનુષ્ઠાન કહેવાય છે. જે ક્રિયા આ ક્ષણે જ સમતાભાવને કારણે પ્રગટ થતી હાય અને તે જ ભાવને વધારતી હોય તેને અમૃતાનુષ્ઠાન અથવા અમૃતરૂપ કરણી કહે છે. આ પ્રવૃત્તિના પ્રકારેા પરથી એટલું તેા તરત જ તરી આવે છે કે આશયની અથવા શ્રદ્ધાની વિશુદ્ધિ એ ચેાગસાધનાનુ` પહેલું અને મહત્ત્વનું પગથિયુ છે.
જૈનદર્શન પ્રમાણે યોગસાધના એટલે ત્રણ રત્નોની સાધના. આ ત્રણ રત્નો છે સમ્યગ્દન, સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્ર. નવ તત્ત્વાનું સક્ષેપથી કે વિસ્તારથી જ્ઞાન તે સમ્યગ્નાન. એ જ્ઞાન પર ઊંડી અભિરુચિ એટલે સમ્યગ્દન. સમ્યગ્દન-જ્ઞાન પ્રમાણે જ પ્રવૃત્તિ એટલે સમ્યચારિત્ર. આ ત્રણ રત્ના સાધવાથી બધુંય સહેજે સધાઈ જાય છે. અને આ ત્રણ રત્નોની વિરાધના કરતાં કશુયે સધાતું નથી.
આ પ્રકારનું વિવરણ વાંચીને સહેજે એવા પ્રશ્ન થશે કે જૈન યોગસાધનામાં ધ્યાનને કેાઈ સ્થાન છે કે નહિ ? આના ઉત્તર સંબંધે વિચાર કરીશું તેા તરત જ ખ્યાલ આવશે કે ધ્યાન વિના એક ડગલું પણ માંડી શકાતું નથી. શ્રાવક એટલે કે શ્રમણાપાસક સર્વપ્રથમ જિનપૂજન કરે છે; તે દરમ્યાન તે પ્રભુનું યથાશક્તિ ધ્યાન ધરે છે. પરમ યોગીશ્વર પાર્શ્વનાથ અથવા તપશ્ચર્યાના પરમ આદશવ માનસ્વામીને સંભારતા શ્રાવક અન્ય પ્રવૃત્તિએ વીસરી જાય છે. જે વ્યક્તિ ભગવાનના ધ્યાનમાં એકાગ્ર થાય તેને સમભાવનો સ્પર્શ થાય છે. ચિત્તમાં સમતાભાવનો સ્પર્શ થયો એટલે શ્વાસેાચ્છવાસ પણ કુદરતી રીતે મદમ સુષુમ્હા નાડીમાં વહે છે. આમ પ્રાણનો નિગ્રહ કરી ચિત્તનો નિગ્રહ કરવાને સ્થાને નિગ્ર થા ચિત્તનો નિગ્રહ પહેલે કરે છે. વળી, તેઓ ચિત્તને ઉત્તમ ધ્યેયનું અવલખન આપે છે. સિદ્ધાંતચક્રવતી શ્રી નમિચંદ્રજીકૃત બૃહદ્ દ્રવ્યસ ગ્રહમાં કહ્યુ` છે કે
मा मुज्झह, मा रज्जह, मा दुस्सह इट्ठनिट्ठअत्थे ।
थिरमिच्छहि जइ चित्तं विचित्तज्झाणप्पसिद्धाओ ||४८ ||
જે તમારે વિવિધપ્રકારના ધ્યાનની સિદ્ધિને માટે ચિત્તની સ્થિરતા પ્રાપ્તિ કરવી હોય તે ગમતા કે અણુગમતા પદાર્થોમાં મેહ પામેા નહિ, રાગ સેવા નહિ, દ્વેષ સેવા નિહ. (કેવળ પરમાત્માનું ચિંતન કરતાં કરતાં, સમર્પણ કરી જાત સોંપી દે અને ચિત્તને શાંત કરીને સ્વભાવની શાંતિમાં વિશ્રાંતિ અનુભવેા. )
જૈન શ્રાવક તા જ્યારે જ્યારે વિશ્રાંતિ પામે ત્યારે આધ્યાત્મિક મનારથામાં મગ્ન ખને છે. એ ધ્યાનને જૈન યોગશાસ્ત્રમાં ધમ ધ્યાન કહે છે. આ માટે કવિવર સમયસુંદરજીએ કહ્યુ` છે કે
આર્ભપરિશ્રદ્ધ છેડીને આશું રે ક િસવભાવ બેગ થકી વિરમી કરી
ખેસીશું રે કદિ ભાવની નાવ ? —એમ શ્રાવક મન ચિતવે. પડિમા મેક્ષની પાવડી વધારુ તે દિન હું સુખિયા ખનું જેમ સુખિયા રૅ થાય ખગ નિમ્ ́સ, એમ શ્રાવક મન ચિંતવે.
રે મારા વ્રતના અંશ;
Page #512
--------------------------------------------------------------------------
________________
શ્રી નવીનચંદ્ર અજરામર દેશી જેનદર્શનમાં ગસાધના–એક અંગુલિનિર્દેશ ૧
ધ્યાનના ચાર પ્રકારમાં બે પ્રકારે સાધકને તજવાના દુષ્ટ ધ્યાનના છે અને બીજા બે પ્રકારે સાધકે ગ્રહણ કરવાના છે. આર્તધ્યાન એટલે પરાધીનપણે પીડા સહન કરવી પડે ત્યારનું યાન. અપ્રિય જને કે અપ્રિય સંગે આવી મળે ત્યારે, પ્રિય સંયોગે એસરી જાય ત્યારે, રેગોની પીડા ભેગવતાં અને અમુક કામે પૂરાં કરવાની ચિંતા આવી પડે ત્યારે આ ધ્યાન દેખાય છે. આ ધ્યાન છઠ્ઠા ગુણઠાણ સુધી સાધકને ઓછેવત્તે અંશે સંતાપે છે. એ નિરાશા પ્રેરિત ધ્યાન છે.
રૌદ્રધ્યાન એટલે કોની પ્રધાનતાથી અમુક પ્રકારના સંતોષ કે આનંદ અનુભવ થો તે; કોઈની હિંસા કરીને સંતોષ અનુભવ તે હિંસાનંદ રૌદ્રધ્યાન છે. કેઈને જૂઠે માર્ગ બતાવી આનંદ અનુભવે તે મૃષાનંદ રૌદ્રધ્યાન છે. કેઈનું ધન લૂંટીને આનંદ અનુભવ તે ચૌર્યાનંદ રૌદ્રધ્યાન છે. અને અન્યનો શો દ્વારા વિનાશ કરી પિતાની મિલકત બચાવવી તે પરિગ્રહ સંરક્ષણાનંદ રદ્રધ્યાન કહેવાય છે. આ ધ્યાન અન્યને દૂભવવામાં આનંદ લેનારું ક્રોધપ્રધાન ધ્યાન છે.
ધર્મધ્યાન એ જાગૃત અને પ્રયત્નશીલ ગીનું શુભ ધ્યાન છે. જિન ભગવાનની આજ્ઞાઓ શી શી છે અને તે કઈ કઈ ભૂમિકાના સાધકેનું કઈ કઈ રીતે કલ્યાણ કરે છે તેનું ચિંતન ચાલે તેને આજ્ઞાવિચય ધર્મધ્યાન કહે છે. વિશ્વમાં કલ્યાણ માર્ગમાં કેટલાં બધાં વિહ્યો છે, એ વિઘોને વિચાર કરવામાં આવે તેને અપાયવિચય ધર્મધ્યાન કહેવામાં આવે છે. વળી, કર્મ બાંધતાં ભાન રહેતું નથી, પણ તેના પરિણામે કેવાં કડવાં લાગે છે” એવા વિચારોને વિપાકવિય ધર્મધ્યાન કહેવામાં આવે છે. આખા વિશ્વની રચના અને તેમાં જેની ભિન્નભિન્ન સ્થિતિના વિચારને સંસ્થાનવિય ધર્મધ્યાન કહેવાય છે. આ ધર્મધ્યાન સાધકના રાગદ્વેષને કાપનાર છે અને વિશુદ્ધ શુકલધ્યાન તરફ લઈ જનાર છે.
જે ધ્યાનમાં કોઈ રૂપી કે અરૂપી પદાર્થને વિષય લેવામાં આવેલ હોય તે નિર્મોહી જ્ઞાનીના ધ્યાનને પ્રથમ શુકલધ્યાન કહેવાય છે. જ્યારે એ ધ્યાન એક જ વિષયમાં રહે છે અને બીજા વિષયમાં સંકમતું નથી ત્યારે તે દ્વિતીય શુકલધ્યાન કહેવાય છે. જ્યારે મનની, વચનની અને દેહની પ્રવૃત્તિઓ ઓછી થાય ત્યારે તે ત્રીજુ શુકલધ્યાન ગણાય. અને જ્યારે પ્રવૃત્તિઓ થંભી જાય ત્યારે એ ચૌદમા ગુણસ્થાનનું પૂર્વગામી ચોથું શુકલધ્યાન થાય છે.
યોગમાર્ગનું પહેલું બળ છે શ્રદ્ધા (અર્થાત્ પ્રીતિ, રુચિ), જ્યારે ગશાસ્ત્રનું છેલ્લું બળ છે તે પ્રમાણેની પ્રવૃત્તિ. આની વચ્ચેના અવકાશમાં ચગીએ સાધવાના કેટલાક ગુણોને આપણે વિચાર કરીએ. પહેલું જ મહત્ત્વનું સાધન આપણે જાણીએ છીએ તે સંકલ્પશક્તિને દઢ કરવાને અભ્યાસ. તેને જૈન સંપ્રદાયમાં પાકખાણ કહે છે. મહયુક્ત પ્રવૃત્તિને સંકલ્પ સહિત ત્યાગ એ પચ્ચક્ખાણનું રહસ્ય છે. આ વ્રતોમાં કંઈક ગફલત થઈ જાય તે બાબત ક્ષમા માગી લેવી તેને અતિચારની આચના કહે છે. જેને ખમાવવા તે મૈત્રીભાવનું મૂળ છે, અને તે ઉત્તમ ધર્મ મનાય છે. વળી, અઢાર પાપનાં સ્થાનોને તજવાનું
સ્મરણ કરવું, અરિહંત, સિદ્ધ, સાધુ અને વીતરાગભાષિત ધર્મનું જ શરણ છે, એમ ચિંતવવું; દુષ્ટ વર્તન થઈ જાય તેની નિંદા કરી તેનાથી મુક્ત રહેવું; કલ્યાણમાર્ગનાં કાર્યો સંતના દાસ બનીને કરવાં અને અન્યને એ કાર્યમાં પ્રેરવા; હૃદયના ભાવે વિશુદ્ધ રહે
Page #513
--------------------------------------------------------------------------
________________
२००
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ તેની સ્વાધ્યાય દ્વારા સદૈવ ચોકી રાખવી; હંમેશાં પંચ પરમેષ્ટીનું સ્મરણ કરવું; અને મરણ સમયે જંજાળ તજીને અને, શક્તિ હોય તો, ભજનપાણી તજીને સમાધિમરણ માટે મથવું—એ દસ બાબતો યોગસાધના માટે જરૂરી છે.
આ માટે નીચે મુજબ દસ સાધને ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે પુણ્યપ્રકાશ સ્તવનમાં દર્શાવ્યાં છે :
અતિચાર અલોઈ એ વ્રત ધરીએ ગુરુ શાખ; જીવ ખમા સકલ જે નિ ચેરાશી લાખ. વિધિશું વળી વસરાવીએ પાપસ્થાન અઢાર; ચાર શરણું નિત અનુસરે નિ દે દુરિતાચાર. શુભ કરણી અનુમોદીએ ભાવ ભલે મન આણું;
અંતે અણુસણ આદરી નવપદ જ સુજાણ. આ દશ સાધને દર્શાવ્યા પછી એ જ સ્તવનમાં છેલ્લે છાપ મારીને વિશ્વાસ પ્રગટ કરે છે –
એમ દશ અધિકારે વિર જિનેશ્વર ભાવે; આરાધન કે વિધિ જેણે ચિત માહીં રાખે. તેણે પાપ પખાળી ભવભય દૂર નાખે;
જિન વિનય કરંત સુમતિ અમૃતરસ ચાખે. આમ અનેક મરણ ન સુધારી શક્યાં તેની ચિંતા ધણીને સેંપીને આ સમયનું મરણ તો સમાધિમરણ કરવું જ છે એવી જેની પ્રતિજ્ઞા છે એવી વર્ધમાન મહાવીરથી અત્યારના સ્વર્ગગામી મારા ગુરુમહારાજ સૂરિપ્રવર શ્રી વિજયવલ્લભસૂરિજી સુધીની નિગ્રંથપરંપરા હું બાળક કઈ રીતે મર્મપૂર્વક સમજાવી શકું ? પણ એક વસ્તુ નિશ્ચિત છે કે અહીં -જૈનદર્શનને માન્ય ગમાં–પ્રાણનિગ્રહ કે દેહનિગ્રહ પ્રધાન નથી, અહીં તે વિનયગુણના બળથી કષાયનિગ્રહ અને ધણીનું ધ્યાન ધરીને, ભગવાનનું ધ્યાન ધરીને, સહજામસ્વરૂપ ગુરુમહારાજનું ધ્યાન ધરીને મેહને ક્ષીણ કરવાને મથવું અને મેહને ક્ષીણ કરીને જ જંપવું તેને યોગ કહેવાય છે.
साधो, सहज समाध भली, बहुत कृपा कीनी मोरे सतगुरु दिन दिन बढत चली;
साधो, सहज समाध भली. પરમપૂજ્ય હરિભદ્રસૂરિએ પણ ગની આઠ દષ્ટિઓ દ્વારા આવું જ નિરૂપણ કર્યું છે. જેમજેમ કષાયનું બળ ઘટે છે તેમ તેમ આત્મબોધની વિશુદ્ધિ વધે છે. મિત્રો દષ્ટિમાં ધમી જીવ પ્રત્યે સ્નેહભાવ, તારા દષ્ટિમાં તેમાં વિશેષતા, બલા દષ્ટિમાં તેમાં સ્થિરતા, અને દીપ્રા દષ્ટિમાં વિશેષ ધ થાય છે. તે પછી સ્થિરા, કાંતા, પ્રભા અને પરા એ દષ્ટિએ અષ્ટાંગ યેગની અંતની ચાર ભૂમિકાઓને સૂચવે છે. જૈનદર્શનને રાગદ્વેષ ઘટાડનાર, અહિંસાને પોષનાર કઈ પણ બાહ્ય સાધન ગ્રાહ્ય છે. આમ ગની સાર્વભૌમ દષ્ટિ એ જીવનના દિશાપલટાની પણ સાર્વભૌમ દષ્ટિ છે.
Page #514
--------------------------------------------------------------------------
________________
શ્રી નવીનચંદ્ર અજરામર દેશી જેનદર્શનમાં ગસાધના–એક અંગુલિનિર્દેશ ૨૦૧
રાગદ્વેષના દઢમૂળ સંસ્કારો ગુરુકૃપા વિના જીતી શકાતા નથી. આથી વિનયને ધર્મનું મૂળ કહેવાય છે. પિતાના ઈદે ચાલનાર વ્યક્તિ પોતાના જ દેને ટાળવાના યત્નમાં ગફલત કરે એવું લગભગ બને જ છે. તેથી જેમણે ચિત્તસમાધિ અને આયુષ્યને અંતે સમાધિમરણ પ્રાપ્ત કરવું છે, તેમણે પ્રત્યેક ક્ષણે જાગૃત રહેવું પડશે. “વર્તમાન કાળમાં સર્વ કાળ સમાઈ જાય છે.” એમ તે, સાધન અવલંબતાં, યાદ રાખશે. “આ દિવસ પણ ચાલ્યા જશે” એવું સ્મરણ દુઃખના પ્રસંગે તેને બરાબર ખ્યાલમાં રહેશે. એક વાર સમાધિમરણ સધાયું એટલે એ સફળતા જેવી સફળતા બીજી કઈ થતી જ નથી, માટે ઘણા જન્મ માટેની નિરાંત થશે જ, એ ખ્યાલથી સાધક આશાવંત રહેશે. વળી, નમસ્કારમંત્રનું સ્મરણ કરશે તેને શાસનના દેવ પણ માર્ગદીપ ધરીને ઉન્માર્ગે જતા અટકાવશે, એમાં સંદેહ નથી. અ૫ સાધના પણ અનંત જન્મમાં રક્ષણ કરનારી અને તેને ગસાધના કહેવાય.
અંતમાં એક-બે મુદ્દા સંબંધે કંઈક ખ્યાલ બાંધવા યત્ન કરીએ. પહેલી ભૂમિકા ગ્રંથિભેદની કહેવાય છે.?
गंठि त्ति सुदुब्भेओ कक्खडघणरूदगूढगंठि व्व । जीवस्स कम्मजणिओ घणरागदोसपरिणामो ॥
(વિશેષાવશ્યક ભાષ્ય, ગાથા ૧૧૫) ગ્રંથિ ભેદવામાં બહુ મુશ્કેલ એ કર્કશ રાગદ્વેષને (અભ્યાસથી પડેલો) સંસ્કારવિશેષ છે. આ રાગ અને દ્વેષ ભૌતિક પદાર્થો પરત્વે છે. આથી ભૌતિક પદાર્થો પ્રત્યે વૈરાગ્ય અને ઉત્તમ સાધનમાં ચિત્ત પરોવવાને અભ્યાસ એ બે યુગના મહાન સાધન છે. ગ્રંથિભેદ કરનારે ભલે શ્રદ્ધાનું પ્રથમ દ્વાર જ ઉઘાડયું છે, પણ એ વિજય સમગ્ર દેહને જીતવાને ડેકે વગાડે છે, તેથી તેને ગમાર્ગનો પ્રવેશ કહેવાય છે. તે સમ્યગ્દર્શનરૂપ પ્રથમ રત્ન છે. . વળી, દ્રવ્યકર્મો પિતે બાંધનાર કે છેડનાર કશુંયે નથી, એ તે જીવના પિતાના ભાવ અનુસાર થતી પુદ્ગલદ્રવ્યની રચના છે. આથી બંધના કારણે-હિંસા અને તૃષ્ણ–બરાબર જાણી લેવા એટલે કે બંધનાં કારણોનું યથાર્થ જ્ઞાન તે સમ્યજ્ઞાન નામનું દ્વિતીય રત્ન છે. અને બંધનાં કારણોને તોડી નાખવા યત્નશીલ રહેવું તે યોગ છે. અને એ જ ચારિત્ર નામનું અંતિમ રત્ન છે.
ભગવાનનાં વચનના અર્થો પણ દરેક ભવ્યના કલ્યાણ માટે જ છે, એ શ્રદ્ધા હૃદયમાં રાખીને તેના અર્થ કરવા તે પણ વેગનિષ્ઠા છે.
આવા ગહન વિષયની અહીં તે માત્ર છાયા જ આપી શકાઈ છે. જિજ્ઞાસુને જિનાગમના ગહન ગ્રંથે ગુરુગમથી અવગાહવા વિનંતી છે. અહીં કશીય ભૂલચૂક જણાય તે સુને વિનંતી છે કે તેમણે ક્ષમાદષ્ટિએ નિહાળવું. આ તો માત્ર અંગુલિનિર્દેશ છે.
Page #515
--------------------------------------------------------------------------
________________
રૂપ-અરૂપ
લેખક : શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા
સનતકુમાર ચક્રવર્તીને છ ખડનો વૈભવ પ્રાપ્ત થયા હતા. છ ખંડના ક્ષેત્રમાં વસનાર સમસ્ત માનવાનું જેટલું ખળ હાય, તેના કરતાં અનેકગણું ખળ ચક્રવર્તીની ભુજામાં હાવાનુ કહેવાય છે. જેવું તેમનુ' ખળ હતું એવું જ અદ્ભુત એમનું રૂપ અને તેજ હતું.
એક વખત ઇન્દ્રમહારાજે દેવલેાકમાં દેવાને પણ દુર્લભ એવા સનત્કુમારના રૂપની ભારે પ્રશ'સા કરી. સાંભળીને એ દેવાને સનત્ કુમારનું રૂપ જોવાની અને ઇંદ્રમહારાજના કથનને ચકાસી જોવાની તીવ્ર ઇચ્છા થઈ આવી. તરત જ તેએ અને વૃદ્ધ મનુષ્યનું રૂપ ધારણ કરી સનત્કુમારના રાજમહેલમાં જઈ પહેાંચ્યા.
સનત્ કુમાર એ વખતે પેાતાના અંગ ઉપર તેલનું મન કરાવી, ટૂંકી પોતડી પહેરી, સ્નાનગૃહમાં જવાની તૈયારી કરી રહ્યા હતા. અને દેવે તેમના ખુલ્લા દેહની ભવ્યતા, કાંતિ અને એમનુ' અલૌકિક રૂપ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. તેને લાગ્યુ` કે ઇન્દ્રમહારાજની પ્રશંસા ખરેખર, ચથા હતી.
સનત્ કુમારે બંને વૃદ્ધ જનોને પેાતાને ત્યાં આવવાનુ પ્રચાજન પૂછતાં દેવેાએ પેાતાનુ સાચું સ્વરૂપ પ્રગટ કરી જણાવ્યુ કે, દેવલેાકમાં ઇન્દ્રમહારાજે તેમના રૂપની પ્રશ'સા કરી હતી તેથી તેઓ એ રૂપને પ્રત્યક્ષ નિહાળીને ઇન્દ્રમહારાજના કથનની ખાતરી કરી જોવા માટે અહી મ લેાકમાં આવ્યા છે. પેાતાના રૂપની પ્રશંસા દેવલેાકમાં ઇન્દ્રસભામાં પણ થાય છે અને દેવે પણ પેાતાનું રૂપ જોવા ધરતી પર આવે છે, એ વાત જાણી સનત્ કુમારને પેાતાના રૂપનું અભિમાન થયુ. રૂપના એ અભિમાનમાં ને અભિમાનમાં વિવેક ભૂલીને ચક્રવતી એ અને દેવાને કહ્યું : “હંમણાં તે હું સ્નાન કરવા જવા માટેની તૈયારી કરી રહ્યો છું, એટલે તમને મારા સાચા રૂપનો પૂરેપૂરો ખ્યાલ નહિ આવી શકે. જો તમારે મારું સર્વાંગસુંદર રૂપ જોવુ' હેાય તે, મારા દેહ પર સુશૅાભિત વસ્ત્રો અને અમૂલ્ય અલંકારો ધારણ કરી જ્યારે હું રાજસભામાં રત્નજડિત સિંહાસન પર બેઠા હાઉ ત્યારે પધારજો.”
''
Page #516
--------------------------------------------------------------------------
________________
શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા રૂપ-અરૂપ
૨૦૩ ઉત્તમ જાતિ, કઈ વસ્તુનો વધુ પ્રમાણમાં લાભ, ઉત્તમ કુલ, અશ્વર્ય, બલ, તપશ્ચર્યાની શક્તિ, વિશિષ્ટ જ્ઞાન અને સુંદર રૂ૫–એ આઠ વસ્તુઓ પૈકી કઈ પણ વસ્તુનું અભિમાન કરવા જેવું નથી, કારણ કે, આ બધી જ વસ્તુઓ ક્ષણભંગુર અને પરિવર્તન પામવાના સ્વભાવવાળી છે. માનવીના અંતરમાં જ્યારે આવી કોઈ વસ્તુ બાબતમાં અભિમાન જાગ્રત થાય છે, ત્યારે તેના આત્માને તે તે ભાવની હીનતા પ્રાપ્ત થતાં વાર લાગતી નથી. આ બધી વસ્તુઓ સંધ્યાના રંગ જેવી અસ્થિર અને વિચલિત હોય છે અને તેથી જ્ઞાની જને તેનું કદી પણ અભિમાન કરતા નથી. એટલા માટે સંતે અને ધર્મશાસ્ત્રો આ આઠમાંથી કઈ પણ વસ્તુના ગર્વ–મદ-અભિમાનથી હમેશાં દૂર રહેવાનું વારંવાર ઉધે છે. | દેવ તે સમયે રાજમહેલમાંથી ચાલતા થયા. સ્નાનવિધિ પતાવી, સુશોભિત વસ્ત્રો તેમ જ હીરા, મોતી અને માણેકનાં અમૂલ્ય અને આકર્ષક આભૂષણે ધારણ કરી સનત્કુમાર ચકવતી રાજસભામાં જઈ સિંહાસન પર આરૂઢ થયા. તેમના મસ્તક ઉપર છત્ર શોભવા લાગ્યું અને બન્ને બાજુ ચામરે વીંઝાવા લાગ્યા. બરાબર તે સમયે પેલા બંને દે રાજસભામાં જઈ પહોંચ્યા.
અવધિજ્ઞાનની મદદ વડે દેવોએ સ્નાનાગારમાં જતી વખતના અને સિંહાસન પર આરૂઢ થયેલા સનત કુમારના રૂપમાં આસમાન-જમીન જેવો તફાવત છે. તેઓએ જોયું કે સ્નાનાગારમાં જતી વખતે સનત્કુમારને દેહ નીરોગી અને તન્દુરસ્ત હતા જ્યારે સિંહાસન પર આરૂઢ થયેલ સનત્ કુમારનો દેહ ભયજનક રોગના કારણરૂપ એવા અનેક ઝેરી જંતુઓથી ઘેરાઈ ગયો હતો.
માનવદેહ પણ ભારે વિચિત્ર હોય છે. એ એક પ્રકારના પુદ્ગલેને સમૂહ છે. જૂનચઢાવમાઘ પુરા અર્થાત્ પુરાવું-મળવું, ગળી જવું–વીખરાઈ જવું એ તે દેહમાત્રનો સ્વભાવ છે. દેહના રૂંવે રૂંવે જાતજાતના રોગોના સૂક્ષ્મ જંતુઓ સુખ દશામાં પડેલા જ હોય છે અને તેને ઉપદ્રવ કઈ ઘડીએ શરૂ થશે તે કહી શકાતું નથી.
સનતુ કુમારે તે ધારેલું કે રાજસભામાં પહોંચેલા દેવ પિતાનું રૂપ જોઈ સ્તબ્ધ થઈ જશે. તેને બદલે તેણે બંને દેશના મુખ પર ખિન્નતા વ્યાપેલી જોઈ. આવી ખિન્નતાનું કારણ પૂછતાં દેએ ગંભીર બની જઈને કહ્યું : “રાજન્ ! પ્રભાતે તમારી કાયાનું રૂપ નિર્મળ અને વિશુદ્ધ હતું, પણ અત્યારે એ સર્વોત્કૃત રૂપ વિરૂપતામાં પલટાઈ ગયું છે, અને કાયામાં અનેક રોગોના જતુઓ ઉત્પન્ન થઈ ગયા છે !”
સનમાર એ વખતે તાંબૂલને સ્વાદ લઈ રહ્યા હતા. પિતાના કથનની ખાતરી કરાવી આપવા અર્થે દેએ તેની પાસે થકદાનીમાં પિચકારી કરાવી. ત્યાં એક-બે માખીઓ બેઠી કે ચૂંકના ઝેરથી તે તરત જ મૃત્યુ પામી. થુંકની અસહ્ય દુર્ગધના કારણે દેવોના કથનની યથાર્થતાની ચકવર્તીને પણ ખાતરી થઈ અને પિતાની આવી સ્થિતિ થયેલી જાણીને તેને અસહ્ય આઘાત થયે. દે તો પછી વિશેષ કંઈ પણ બોલ્યા વિના પિતાને સ્થાને ચાલી ગયા, પણ તે દિવસથી સનકુમારના જીવનનો આનંદ લુપ્ત થઈ ગયો અને નિદ્રા એની વેરણ બની ગઈ ! સવારે હસતું-ખીલતું કમળ જાણે સંધ્યા ટાણે વિલાઈ ગયું ! સંસારની એ જ બલિહારી છે !
Page #517
--------------------------------------------------------------------------
________________
૨૦૪
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ અંતરને મર્માઘાત થયો હોય એમ ઉપલો બનાવ બન્યા પછી સનસ્કુમારને રૂપ, બળ અને સત્તાને તમામ ગર્વ ગળી ગયો. તેને ભાન થઈ ગયું કે જીવન પાણીના પરપોટા જેવું ચંચળ છે અને લૌકિક સુખનાં બધાં જ સાધન સંધ્યાના રંગ જેવા અસ્થિર તેમ જ પરિવર્તન પામવાના સ્વભાવવાળા છે. તેને ખાતરી થઈ ગઈ કે આ જગતનું કોઈ પણ પ્રાણુ રોગ અને મૃત્યુના ભયમાંથી મુક્ત નથી. સામાન્ય માણસ અને ચકવતી બંનેને કુદરતનો આ નિયમ સમાન પણે લાગુ પડે છે. એના ચિત્તતંત્રમાં એક ભયંકર પ્રકારનો વિષાદ છવાઈ ગયે. પિતાની પાસે મહાન સામ્રાજ્ય તેમ જ વૈભવ અને વિલાસનાં વિપુલ સાધને હોવા છતાં પિતાની આવી ચનીય દશા ! ચક્રવતી ભારે અસહાયતા અનુભવી રહ્યા. એમના જીવનમાંથી આનંદ ઊડી ગયે અને એ શૂન્યમનસ્ક બની ગયા.
દેહના દઈ કરતાં મનનું દર્દ વધુ કાતિલ અને જટીલ હોય છે. સનસ્કુમાર ચક્રવતી વિચારવા લાગ્યા કે અનિત્ય, અસાર અને અશરણરૂપ એવા દેહમાં જીવને શા કારણે આટલી બધી આસક્તિ અને પ્રીતિ થતી હશે? પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા પ્રત્યક્ષ રીતે જોઈ શકાતી હોવા છતાં આ શરીર પરના આટલા બધા મેહને અર્થ શું છે? સૂર્ય અને ચંદ્ર જેવા તિવાળા પદાર્થો પણ સ્થિર રહી શકવાને અશક્ત છે અને ક્ષણે ક્ષણે પરિવર્તન પામે છે, તો પછી આ દેહનું પરિવર્તન થાય એમાં જીવને શા માટે ખેદ અને મૂંઝવણ થવાં જોઈએ?
આ રીતે કમેકમે દેહની ક્ષણભંગુરતા, અનિત્યતા અને પરિવર્તનશીલતા સમજાતાં સનત કુમારમાં તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયા અને સંસારના ભેગપદાર્થો પ્રત્યે એને મનમાં ભારે અણગમે જાગે. દેહના જે રૂપનું તેને અતિ અભિમાન હતું તે જ રૂપ તેના માટે વૈરાગ્યનું નિમિત્ત બની ગયું. તેને સમજાઈ ગયું કે આત્માની સાથે જ્યાં સુધી કોઈ ને કોઈ કર્મનો સંગ છે, ત્યાં સુધી કેઈ ને કોઈ પ્રકારને દેહ અવશ્ય ધારણ કરવો પડે છે. જન્મ-મરણના ચકનો અંત લાવો હોય તો શરીરથી છૂટા થઈ અશરીરી દશા પ્રાપ્ત કરવી જોઈએ, અને તેના માટે ધોરી માર્ગ ચક્રવતી પણું નહીં પણ ત્યાગ-તપ-સંયમના માર્ગને સ્વીકાર કરવો એ છે.
આટલું સત્ય સમજાયું અને જાણે ચક્રવતીના અંતરમાં અજવાળાં પથરાઈ ગયાં. પછી તે, સર્પ જેમ કાંચળીને ત્યાગ કરી દે છે તેમ, સનતકુમાર ચક્રવતીએ પણ નવનિધાન અને વિપુલ ઋદ્ધિસિદ્ધિને સદાને માટે ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી લીધી. જેઓ કર્મમાં શૂરા હોય છે તેઓને ધર્મમાં પણ શૂરા થતાં વાર લાગતી નથી. ત્યાગી બનેલા ચકવતીને હવે એ સમજવું સહજ બની ગયું કે વિભવ અને વિલાસના માર્ગે તો માનવશક્તિનો હ્રાસ થાય છે, પરંતુ શક્તિના એ જ પ્રવાહને જે ત્યાગ, તપ, સંયમના માગે વાળી શકાય તો તેથી મુક્તિપદ પણ પ્રાપ્ત કરી શકાય છે. અને એમણે ઉગ્ર તપશ્ચર્યા શરૂ કરી. છડું અઠ્ઠમના પારણે પૌષ્ટિક પદાર્થોને બદલે રસહીન—લુ આહાર વાપરવાનું શરૂ કર્યું. જોતજોતામાં એમનું થનગનાટ કરતું યૌવન શાંત બની ગયું, અને શક્તિના પંજ સમું શરીર સુકાઈ ગયું. શરીરમાંથી લેહમાંસ સુકાઈ ગયાં અને માત્ર હાડકાં ને ચામડાંનું ખોખું જ બની ગયું. ચકવતી સનકુમાર હવે ચકવતી મટીને રાજર્ષિ બન્યા.
Page #518
--------------------------------------------------------------------------
________________
શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા રૂપ-અરૂપ
૨૦૫ દેહમાં અનેક રેગે ઘર કરવા લાગ્યા, પણ આત્માની પરિણતી વધુ ને વધુ વિશુદ્ધ બનવા લાગી. ચકવતીની કાયાની માયા અદશ્ય થઈ ગઈ અને હૃદયમાં કેવળ આત્મભાવ જ વિલસી રહ્યો.
ભક્તજનો અને રાજકુટુંબના સભ્યોથી રાજર્ષિની આવી વેદના સહન ન થઈ શકી. સુપ્રસિદ્ધ ચિકિત્સકે મારફત એમણે તેમની એગ્ય સારવાર કરાવવા ઘણા ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ કોઈ પણ પ્રકારનું ઔષધ લેવાની તેમણે સ્પષ્ટ ના પાડી. શરીરમાં ગમે તેવા વ્યાધિ કે રોગો ઉત્પન્ન થાય તે પણ યત્કિંચિત્ પણ ઔષધોપચારાદિનું સેવન ન કરવાને એ મહાન આત્માએ દીક્ષા ગ્રહણ કરતી વખતે જ અભિગ્રહ કર્યો હતો. અને દેહના ભેગે પણ એનું પાલન કરવાનું હતું.
ગૃહસ્થાશ્રમમાં સનકુમારની અનેક રાણીઓમાં સુનંદાનું સ્થાન સૌથી મોખરે હતું. મુનિરાજની આવી વેદના જોઈ તેનું કમળ અંતર કકળી ઊઠયું. એક દિવસે મુનિરાજ પાસે આવી ઔષધોપચાર માટે વિનંતી કરતાં એણે લાગણીભીના સ્વરે, નમ્રતાપૂર્વક કહ્યું : “સંસાર પરથી આપનું મન ઊઠી ગયા બાદ એક દિવસે મેં ફલની વેણી પહેરી હતી, ત્યારે આપનો અંતરાત્મા કકળી ઊઠયો હતો અને આપે મને કહેલું કે, “શરીરના એક અંગને અન્યની દૃષ્ટિએ સુશોભિત બનાવવા બાપડાં કૂને શા માટે ત્રાસ આપે છે? આજે હું આપને, મારો અધિકાર ન હોવા છતાં, પૂછું છું કે આષધોપચાર ન કરાવવાનો આગ્રહ રાખી મને અને અન્ય સૌ સ્વજને તેમ જ પરિજનોને શા માટે ત્રાસ ઉપજાવે છો? મહારાજ, ફૂલને થતી વેદના સમજનારને માનવની વેદનાને – સ્વજનોની અંતરની વેદનાને – ખ્યાલ શું ન આવી શકે ?” | મુનિરાજે ગંભીર ભાવે કહ્યું: “વેદના તે મુક્તિધામનું મુખ્ય દ્વાર છે; એમાંથી પસાર થયા સિવાય કેઈથી પણ મુક્તિપદ પ્રાપ્ત કરી શકાતું નથી. બધા જ જીને વેદના સહન કરવી પડે છે, પણ એ સહન કરવાની રીત રીતમાં ફેર છે; અને એ ન સમજવાના કારણે જન્મ-મરણના ચકમાંથી મુક્ત બની શકાતું નથી. જે માનવી સમભાવ, શાંતિ અને સ્વસ્થતાપૂર્વક વેદના સહન કરતાં શીખી જાય છે, તેને મુક્તિના સુખની ઝાંખી અહીં જ થઈ જાય છે. મારી સાધના વેદનામાંથી મુક્ત થઈ જવા માટેની નથી, પણ વેદના દ્વારા નિજ સ્વરૂપને પ્રાપ્ત કરવા અર્થેની છે. જેને જેને સ્વસ્વરૂપે પ્રાપ્ત કરવું છે, તેણે તેણે વેદનાને સહન કરતાં શીખી જવું જ રહ્યું. અગ્નિ દ્વારા જેમ સેનાની શુદ્ધિ થાય છે, તેમ વેદના દ્વારા માણસ શુદ્ધ અને નિર્મળ બની અક્ષયપદ પ્રાપ્ત કરે છે. આત્મપ્રદેશથી કર્મોને વિખેરવા માટે ઉત્તમ માર્ગ વેદનાને સમતાપૂર્વક સહન કરવી એ છે; એટલે વેદના ભગવતી વખતે માનવના સમગ્ર ચિત્તતંત્ર અને આત્મા ઉપર આઘાતની નહીં પણું પ્રસન્નતાની લાગણી થવી જોઈએ. વેદનાને જે અર્થમાં હું સમજું છું અને ભાગવું છું, તે અર્થમાં તમે પણ સમજવા પ્રયત્ન કરશે તો મારી વેદના તમારા કલેશનું નહિ પણ વિકાસનું કારણ બનશે.”
મુનિરાજની વાત સાંભળી અશ્રુભરી આંખે, અત્યંત દયદ્ર ભાવે, સુનંદાએ કહ્યું : આપના કહેવાનો અર્થ તો એમ થયો કે આત્માને રીઝવવા દેહનું દમન કરવું અને દેહને રિબાવે. પરંતુ શું દેહ પણ આત્માને માટે રહેવાના મંદિર રૂપ નથી ? શરીર જે
Page #519
--------------------------------------------------------------------------
________________
૨૦૬
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવષ્ણુ-મહેાત્સવ ગ્રંથ
ધર્મ કરવાનું સાધન હેાય તે તેની આ રીતે વિડંબના કરવાનો શું અર્થ છે? મહારાજ, મને તે આપની આવી બધી વાતા સમજાતી નથી.”
મુનિરાજે આછા સ્મિતપૂર્વક કહ્યુ : “ મારી સાધના તે શરીરથી છૂટીને અશરીરી દશા પ્રાપ્ત કરવાની છે, એટલે એમાં દેહના મમત્વ માટે કાઈ અવકાશ નથી. દેહ ઉપર મમત્વ ધરાવતા જીવ સંસારથી કદાપિ છૂટી શકતા નથી. દેહ દ્વારા આત્મસાધના થઈ શકે, પણ આત્મા દ્વારા દેહની સાધના ન થઈ શકે. મતલબ કે આત્માના ભેાગે દેહનું રક્ષણ ન કરી શકાય, પણ આત્મસાધનામાં દેહના ભાગ દેવા પડે તે ચિંતા નહી', કારણ કે દેહ તે હુ' નથી, દેહનો સંચાગ તા માતાના ગર્ભમાં થયા છે. દેહ અનંત કાળ રહેતા નથી, મૃત્યુ વખતે તેનાથી છૂટુ' પડવાનુ જ હાય છે. દેહરૂપી મકાનને આપણી માલિકીનું સમજવાને બદલે પરિમિત કાળ માટે આપણે તેના સાચવનાર છીએ એમ માનવુ' જોઈ એ. આવા તા અન`તા દેહાને ધારણ કર્યા, શણગાર્યા, પુષ્ટ કર્યાં અને અનેક વાર ભેગા ભાગવ્યા. પરંતુ તેમ છતાં અનંતા દેહા પૈકી કોઈ પણ દેહ મૃત્યુ સમયે આત્માની સાથે ન ગયા! તેને અથ એમ થયા કે હું તે દેહ નથી અને દેહ તે હું નથી. દેહનું આવું વિચિત્ર અને ભુલભુલામણુ' સ્વરૂપ સમજવામાં દેહનાં દર્દી તે ઊલટાં મદદરૂપ થાય છે. એટલે આવી પરિસ્થિતિમાં પણ જો હું આવી પડેલ કછુ કે જાગી ઊઠેલ રાગને શાંતિ, સ્વસ્થતા અને સમભાવપૂર્વક સહી શકતા હાઉ' તા મારે માટે ઉપચાર અને સારવારને મા આત્માના હાસ રૂપ બની જાય છે.’
સુનંદા પાસે હવે કાઈ દલીલ ન હતી, એટલે એ નિરાશ થઈને ભારે હૃદયે ત્યાંથી ઊડીને ચાલતી થઈ.
મુનિરાજના દેહનાં દર્દીના વ્યાધિ દિનપ્રતિદિન જેમ જેમ વધતા જતા હતા, તેમ તેમ તેમના આત્માની શાંતિ અને ચિત્તની પ્રસન્નતા પણ વધતી જતી હતી.
એકદા પુનઃ ઇન્દ્રસભામાં ઇન્દ્ર મહારાજે સનત્કુમાર મુનિના તપ, સયમ અને સહનશીલતાની ભારે પ્રશ'સા કરી, એટલે પ્રથમ આવેલા અને દેવેને એ સાંભળીને ભારે ગ્લાનિ ઉત્પન્ન થઈ. તે બંનેએ સનત્કુમાર મુનિનાં દર્દીને દૂર કરવાનો દૃઢ નિશ્ચય કર્યાં અને ધન્વંતરિનુ રૂપ ધારણ કરી એમની પાસે પહેાંચી ગયા.
:
અને દેવાએ સનત્ કુમાર મુનિને ચક્રવતી સ્વરૂપે જોયા હતા, એટલે એમના દેહની હાડપિંજર જેવી સ્થિતિ જોઈ બંનેને ભારે આઘાત થયા. એમણે મુનિરાજને વંદન કરી રાગાના ઉપચાર કરવા સંમતિ માગી. મુનિરાજે પેાતે કરેલા અભિગ્રહની વાત કરીને ઉપચાર માટે સ્પષ્ટ ના પાડી, એટલે બને દેવાએ પાતાનુ મૂળ રૂપ પ્રગટ કરી આજીજીપૂર્ણાંક કહ્યું : “મુનિરાજ ! આપની ઋદ્ધિ-સિદ્ધિ તેમજ આપનાં અપૂર્વ વૈભવ, ખળ અને રૂપ અમે પ્રત્યક્ષ નિહાળ્યાં છે, એટલે અત્યારે આપના રાગેાની આવી અસહ્ય વેદના અમારાથી જોઈ શકાતી નથી. આપના દર્દની શાંતિ અર્થે નહિ પરંતુ અમારા મનના સંતાષ અને સમાધાન અર્થે ઉપચાર કરવાની અમને રજા આપે. અમારી પાસે એવાં ચમત્કારી ઔષધે છે કે જેના સેવનથી એક ઘડીમાં આ તમામ રોગાના નાશ થઈ જશે અને આપની કાયા પ્રથમની માફક કચન જેવી નિર્મળ અને તેજસ્વી બની જશે,”
Page #520
--------------------------------------------------------------------------
________________
શ્રી મનસુખલાલ તારાચં૪ મહેતા : રૂપ-અરૂપ
૨૦૭
મુનિરાજ તે। દેહના સ્નેહને જીતી ચૂકયા હતા. એમણે શાંતિપૂર્વક દેવાને કહ્યું: “ તમે રાજસભામાં જે દ્વિવસે મારા દેહમાં છુપાયેલા રાગેાના જંતુએ મને મતાન્યા, તે ઘડીથી જ મારી દેહ પરની માયા-મમતાનું વિસર્જન થઈ ગયું. હવે મને લાગે છે કે તે દિવસે તમે મારી પરીક્ષા નહેાતી કરી, પણ મારા ઉપર છૂપા ઉપકાર કર્યા હતા. તે દિવસે મને સમજાયું કે જે કાઈ માનવી મન, વચન અગર કાયાથી પાતાના દેહ કે દેહના રૂપ-લાવણ્યમાં રાગ-આસક્તિ કરે છે અથવા એના ગવ ધરે છે તેને અંતે દુઃખના ખાડામાં ઊતરવું પડે છે. વળી, શરીરથી મુક્ત થઈને અશરીરી સિદ્ધપદ પ્રાપ્ત કરવાની સાધના કરનાર સાધકને દેહનાં દર્દી અંતરાયરૂપ બનવાને બદલે ઊલટાં સહાયરૂપ બની જાય છે. મારી સાધના દેહના રોગેાના નિવારણ અર્થે નહીં, પણ ભવના રોગનો નાશ કરવા અર્થેની છે, કારણ કે એનેા નાશ થયા એટલે પછી રાગના જન્મસ્થાનરૂપ દેહને જ સદાને માટે અભાવ થઈ જાય છે. એટલે તમારી પાસે ભવરાગના નાશ કરવાની અર્થાત્ કરી જન્મ લેવા ન પડે એવી કાઈ દવા હાય તેા હું તમારી પાસે ઉપચાર કરાવવા તૈયાર છું.”
દેવેએ વિનમ્રતાપૂર્વક કહ્યું: “મુનિરાજ! જ્યાં અમે અમારે પેાતાના જ ભવરાગ દૂર કરી શકચા નથી, ત્યાં આપના ભવરાગને તા અમે કઈ રીતે દૂર કરી શકીએ ? પરંતુ દેહના રોગા દૂર થતાં આપના ચિત્તની પ્રસન્નતામાં વધારો થશે અને આત્મસાધના વધુ સરળ બનશે, એમ તા અમે ચાક્કસ માનીએ છીએ.”
સનત્કુમાર મુનિએ આછા સ્મિતપૂર્વક કહ્યું: “ દેહ અને આત્માનું સ્વરૂપ ભિન્ન ભિન્ન હેાવાના કારણે આત્મસાધનામાં દેહનાં દર્દો નહી પણ દેહના ભાગેા-ઇંદ્રિયના સુખવિલાસ-અંતરાયરૂપ અને છે. દેહનાં દર્દી તેા દેહની અનિત્યતા, ક્ષણભ'ગુરતા અને ક્ષણિકતાનુ' ભાન કરાવી ઉપકાર કરે છે. અને એનુ' ભાન તે। આત્મસાધનામાં અંતરાયરૂપ ખનવાને બદલે મદદરૂપ બની જાય છે.”
::
અને દેવા પૈકી એકે કાંઈક કુતૂહલપૂર્વક કહ્યું “ મુનિરાજ ! જે મ`દિરમાં ભવ્ય પ્રતિમા હૈાય તે મ'દિર પણ તેવું જ ભવ્ય હાવુ જોઈ એ ને ? જીણુ -શીણુ થઈ ગયેલા મ'દિરમાં ભવ્ય પ્રતિમા જેમ શૈાભતી નથી, તેમ તમારે મહાન આત્મા આવા રોગગ્રસ્ત શરીરમાં રહે એ અમને ચૈાગ્ય લાગતું નથી.”
દેવની આવી વાત સાંભળી સનત્ કુમાર મુનિ હસી પડયા અને ખેલ્યા: “ જીણું – શી` થઈ ગયેલા મદિરમાં પણ ભવ્ય પ્રતિમા હોય તે એ મદિર પણ ભવ્ય બની જાય છે; અને ભવ્ય મંદિરમાં પણ ખ'ડિત થયેલી પ્રતિમા હોય તેા એ મંદિરની ભવ્યતા ખ ંડિત થઈ જાય છે. મહિમા અને મહત્તા મંદિરનાં નહી... પણ પ્રતિમાનાં છે.”
આમ છતાં દેવાના મનના સમાધાન અર્થે મુનિરાજે પેાતાના દેહ પર એક અદ્ભુત પ્રયાગ કરી બતાવ્યા. ઉત્કૃષ્ટ તપ અને સાધનાના કારણે સનત્કુમાર મુનિને આૌષધિ, વિપ્રૌષધિ, ખેલૌષધિ, જલૌષધિ વગેરે લબ્ધિ પ્રાપ્ત થઈ હતી. મુનિરાજે પાતાનુ થૂંક પેાતાની આંગળી પર ચાપડ્યું કે તરત જ આંગળીમાંથી કુષ્ટના દર્દીના અંગે જે લેાહીપરુ વહી રહ્યું હતું તે અંધ થઈ ગયુ` અને તે આંગળી કંચન જેવી શુદ્ધ અને સ્ફટિક જેવી નિર્મળ ખની ગઈ.
Page #521
--------------------------------------------------------------------------
________________
૨૦૮
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણ મહત્સવ-ગ્રંથ | મુનિરાજની આવી અપૂર્વ શક્તિ અને સિદ્ધિ જોઈ બંને દેવે આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓનાં મસ્તક મુનિરાજને નમી પડ્યાં અને વંદના કરી તેઓ પિતાને સ્થાને ચાલી ગયા.
પાંચ, પચીસ કે સો વરસ નહીં, પણ પૂરાં સાત સો વરસ સુધી સત્ કુમાર મુનિએ અદૂભુત શાંતિ અને સમભાવપૂર્વક દેહના રોગોની કારમી અને કાતિલ વેદના સહન કરી. સંસારમાં પ્રારબ્દાનુસાર શુભાશુભ કર્મો ઉદયમાં આવે છે, પણ જ્ઞાની પુરુષે તેમાં કદી પ્રીતિ-અપ્રીતિ થવા દેતા નથી, એ વાત સનતુ કુમાર ચક્રવતીએ પિતાના અપ્રમત્ત આચરણ દ્વારા સિદ્ધ કરી બતાવી.
અગ્નિ લેહને સંગી થાય છે એટલે તેને ઘણના ઘા ઝીલવા પડે છે, તેમ અગ્નિ જેવા તેજસ્વી આત્માને પણ દેહરૂપ લેહના સંગના કારણે વેદના અને દર્દી સહન કરવાં પડે છે. ધર્મશાસ્ત્રોએ શરીરની આસકિતને જ દુઃખના સબલ કારણરૂપે દર્શાવેલ છે. સનસ્ કુમાર ચક્રવતીના જીવનની વાત સમસ્ત માનવજાત માટે માર્ગદર્શનરૂપ છે. માનવજીવનની સાચી સાધના ભવરગને વધારવા માટે નહીં પણ ટાળવા માટેની હોવી જોઈએ. માનવજીવન પ્રાપ્ત કરી મનુષ્ય મુક્તિની જેટલી નજીક પહોંચી શકે તેટલી તેના જીવનની સાર્થકતા.
ચક્રવતીઓ મોટા ભાગે નરકના અધિકારી બને છે, પણ સનસ્ કુમાર તેમાં અપવાદ રૂપ છે. તેઓ નરકના નહીં પણ દેવકના વાસી બન્યા છે. રૂપમાં અરૂપનાં-કુરૂપનાં દર્શન કરનાર આવા આત્મસાધક મહાન મુનિરાજને કોટિ કોટિ વંદના !
- ST
SETE
: H REFEELS
વાપદાદા
Page #522
--------------------------------------------------------------------------
________________
આપણું સંસ્કારધન
પ્રવકતા—પૂજ્ય મુનિરાજ શ્રી ચ‘પ્રભસાગરજી (ચિત્રભાનુજી)
આજના સ્વાધ્યાય “ આપણું સ’સ્કારધન” છે—જે ધન વડે ભારત સમૃદ્ધ હતું, સમૃદ્ધ અને સમૃદ્ધ થશે. જોકે અત્યારે એમાં એટ આવી છે, છતાં એની ગૌરવગાથાઓ તે એવી જ ગવાઈ રહી છે, જે સસ્કૃતિના નામ ઉપર, જે આધ્યાત્મિક પ્રકાશ ઉપર પશ્ચિમના લેાકેા આજે પણ વારી જાય છે અને દર વર્ષે ત્યાંથી પ્રવાસીએ આવતા જ જાય છે એ સંસ્કારધન શું છે તે સમજવાની જરૂર છે.
ધન કાનું નામ? જે માણસને સમૃદ્ધ મનાવે, સુખી બનાવે, જીવનને જીવવા જેવું અને મૃત્યુને મગળમય અનાવે. જે ધન માણસને ચિંતા લાવે, જે ધન માણસને કંગાલ મનાવે, જે ધન વડે કરીને માણસ મનથી અને તનથી અહંકારી અને અજ્ઞાની અને એ ધન ન કહેવાય, એને પસા કહી શકે. પૈસા અને ધન એ બે વચ્ચે માટું અંતર છે. પૈસે। જુગારીની પાસે પણ હાઈ શકે, નટ અને ન`કી પાસે પણ હાઈ શકે, પણ ધન તા સૌંસ્કારસ`પન્ન નરનારી પાસે જ હાય. એટલા જ માટે પૈસેા મેળવ્યા પછી પણ ધન મેળવવાનું ખાકી રહી જાય છે. જ્યાં સુધી આ ધન ન આવે ત્યાં સુધી એ પૈસાદાર કહેવાય, પશુ શ્રીપતિ, ધનપતિ કે લક્ષ્મીપતિ ન કહેવાય. લક્ષ્મી, ધન, શ્રી એ ખધાંય જીવનની શાભાનાં ઉપનામ છે.
આવા ધનથી ભારત સમૃદ્ધ હતું, પૈસાથી નહિ. પૈસાથી તા અમેરિકા આપણા કરતાં ઘણું સમૃદ્ધ છે, પણ ભારતવર્ષોંની સમૃદ્ધિ જુદી છે. જે ધન વડે કરીને માણસ સુખી થાય, હૃદયને ઉદાત્ત થાય, જ્ઞાનના ઉપાસક થાય, જીવનને ધન્ય બનાવતા થાય અને મૃત્યુને મગળમય બનાવતા થાય એ ધન આપણા દેશનું ધન; જેને હું આપશે। વારસા કહું છું, આપણી મૂડી કહું" છું.
પૈસે ચાર્લ્સે જાય તાપણુ આ મૂડી ન જાય. માણસ પૈસાથી નાદાર થઈ જાય તા ચાલે, પણ આ આધ્યાત્મિક સ ંસ્કૃતિથી ક’ગાલ થઈ જાય તે નહિ ચાલે. સંસ્કૃતિથી નિન
२७
Page #523
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવ-ગ્રંથ અને કંગાલ ન બની જાય એ માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ મહોત્સવના શુભ પ્રસંગે આ સ્વાધ્યાયમાં એનું સ્મરણ તાજું કરાવવા માગું છું.
શ્રી મહાવીર જૈન વિદ્યાલય” આખર તે એક વિદ્યા પ્રદાન કરનારી સંસ્થા છે. એ કંઈ લોજિંગ અને બેડિંગ માટેનું સ્થાન નથી કે વિદ્યાથીઓને ખવડાવ્યું, રાખ્યા અને રવાના કર્યો એટલે કામ પત્યું.
આ સંસ્થા સાથે ભગવાન મહાવીરનું પવિત્ર નામ જોડાયું છે. અઢી હજાર વર્ષ પહેલાંની આપણી ભવ્યતાનું સ્મરણ એક આ નાનકડું નામ કરાવે છે. અઢી હજાર વર્ષ પહેલાને એ જમાનો એ હતું, જેમાં ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર વિચારતા હતા, જેમાં અહિંસા અને પ્રેમને પ્રસાર હિતે; જેમાં અધ્યાત્મના પ્રકાશ માટે રાજાએ રાજ્ય છોડીને, મંત્રી મંત્રીપદ છેડીને, શ્રેષ્ઠીઓ હવેલીઓ છેડીને સંતના ચરણમાં જઈ બેસતા. એમને લાગતું હતું કે આ જ અમારું સાચું ધન છે. વિચાર કરવાને છે કે એ ધન શું હતું, જે ધનને મેળવવા માટે પૈસાદારે પણ માનતા હતા કે આ ધન મળે તે જ અમે સાચા ધનપતિ બની શકીએ.
મને એક પ્રસંગ યાદ આવે છે ? અઢી હજાર વર્ષ પહેલાને આ પ્રસંગ છે : એક વાર ભગવાન બુદ્ધ રાજગૃહી નગરીમાં આવ્યા છે. એમને વંદન કરવા, એમના જ્ઞાનનું સુધાપાન કરવા કેટલાંયે નરનારીઓ ઉત્સાહભેર જઈ રહ્યાં છે. એ વખતે ગામને નગરશેઠ પણ જઈ રહ્યો છે. એણે વિચાર કર્યો : “હું ભગવાન બુદ્ધના દર્શને જાઉં છું, એમના ચરણે હું શું ધરીશ? એમની પાસેથી તો હું કંઈક પણ લઈને આવીશ, પણ હું એમને આપીશ શું? આપ્યા વિના કાંઈ મેળવી શકાતું નથી, ખાલી કર્યા વિના કાંઈ ભરી શકાતું નથી.” અંદર જે ભરેલું હોય તો નવું તમે કેમ ભરી શકો? અંદર ભરેલું હોય એને કાઢી નાખે તો જ તમે નવું ઉમેરી શકો છો. . શિશિર ઋતુ હોવાથી બધાં કમળ બળી ગયાં છે, સુકાઈ ગયાં છે; જળાશયમાં માત્ર એક જ ખીલેલ કમળ બાકી રહી ગયું છે. સુદાસ માળી એ કમળને વેચવા નીકળે છે. નગરશેઠ એ ખરીદવાની વાત કરે છે કેટલા પૈસા?” સુદાસ એક સોનામહોર માગે છે. એટલામાં ત્યાં રાજપુત્ર આવી પહોંચે છે. એ કહેઃ “આ કમળ માટે હું તને પાંચ સોનામહોર આપું.” બન્ને વચ્ચે હરીફાઈ ચાલે છે. કમળને ખરીદવાની હરીફાઈમાં બને જણ વધુ ને વધુ સોનામહોરો આપવાનું કહેતા જાય છે.
સુદાસ એમને આશ્ચર્યથી પૂછે છે: “આપ આ કમળનું શું કરવા માગે છે?” બને કહે છે: “ભગવાન બુદ્ધના ચરણોમાં આ કમળ અમારે ધરવું છે.” સુદાસને વિચાર આવ્યો: “જેના ચરણોમાં કમળ ધરવા માટે આ નગરશેઠ અને રાજપુત્ર હરીફાઈ કરે છે એ ચરણે કેટલાં પાવન હાવાં જોઈએ ! તો આ કમળ એમને વેચું એના કરતાં હું જ જઈને એ ચરણેમાં આને સમર્પિત શાને ન કરું?” અને એ દોડી આવ્યા, આવીને બુદ્ધના ચરણોમાં કમળ ધરી ઢળી પડ્યો.
ભગવાન બુદ્ધે કહ્યું: “વત્સ! તારે શું જોઈએ છે?” સુદાસે નમ્રભાવે કહ્યું: “માત્ર આપની કૃપાભરી નજરનું એક કિરણ મળે અને મારા અંતરનું તિમિર ટળી જાય!”
Page #524
--------------------------------------------------------------------------
________________
પૂ. મુ. શ્રી ચંદ્રપ્રભસાગરજી (ચિત્રભાનુજી) આપણું સંસ્કારને
૨૧૧ જે વસ્તુને ચારોથી બચાવવા માટે ઉજાગરો કરવો પડે, જે વસ્તુને માટે ભાઈઓને લડવું પડે, પિતા પુત્રને મનદુઃખ થાય એ ધન નથી. ભગવાન બુદ્ધ શું કહ્યું? એમણે કહ્યું : “આજની સભામાં સાચો સંસ્કારી અને ધનપતિ હોય તે આ સુદાસ છે.” ' આ વાર્તા બુદ્ધની જાતકકથામાં આવે છે. કવિવર રવીન્દ્રનાથ ટાગેરે એને સરસ વિચારેની કલગી આપી છે. અંદરના અંધકારને દૂર કરવામાં મદદગાર થાય એનું નામ તે ધન છે, બાકી બધુંય પૈસો છે.
આપણે જે ધરતીમાં જીવીએ છીએ, એ ધરતીના અણુઅણુમાં આ ભાવના ભરેલી હતી. પણ દેશ-કાળના પ્રભાવને લીધે કેટલીક વસ્તુઓ બદલાઈ જાય છે, અને બદલાઈ જવા છતાં ધરતીમાં જે વસ્તુ પડેલી છે એ ધરતીને સાવ મૂકીને જતી નથી રહેતી. આપણું આ સંસ્કારધન શું હતું? આપણી આ સંસ્કારગાથાને કવિ કાલિદાસે રઘુવંશમાં નેધતાં કહ્યું છે કે
शैशवेऽभ्यस्तविधाना, यौवने विषयैषिणाम् ।
वार्धके मुनिवृत्तीनां, योगेनान्ते तनुत्य नाम् ॥ માનવજીવનના ચાર તબક્કાઓની ચાર વાતો આ લેકમાં મૂકી છે. પહેલું શિવ, બીજું યૌવન, ત્રીજુ પ્રૌઢત્વ છે અને ચોથું મૃત્યુ. જીવનના આ ચાર પ્રસંગને આપણે કઈ કઈ વસ્તુથી ધન્ય અને ચિરંજીવ બનાવી શકીએ એના ઉપાયો આપણને આ એક જ કમાં એ મહાકવિએ બતાવ્યા છે.
“ અwતવિઘાનમુશિવ શેનાથી અલંકૃત બને અને ચિરંજીવ બને? તે કહે, શિશવ વિદ્યાથી ભર્યું હોવું જોઈએ. જેમ કોઈ પાત્ર અમૃતથી ભરેલું હોય તો પાત્રમાંથી આપણે એનું પાન કરી શકીએ પણ પાત્ર ખાલી હોય તો? ખાલી પાત્ર ગમે એટલું સુંદર હેય પણ એનાથી આપણી તૃષા છીપતી નથી–ભલે પાત્ર લેટિનમનું હોય તે પણ શું ? પ્યાસ તો એમાં રહેલી વસ્તુ જ મિટાવે છે. એમ શૈશવ એ પાત્ર છે. એમાં વિદ્યા એ અમૃત છે. વિદ્યાનું અમૃત એમાં ભરેલું હોય તો જ એ જીવનની પ્યાસને મિટાવે છે. શૈશવ એ વિદ્યાને માટે જ હોવું જોઈએ. મુરબ્બીઓએ ધ્યાન રાખવું જોઈએ કે બાળકોના વિદ્યાભ્યાસના સુવર્ણકાળમાં અમારા તરફથી જાણતા કે અજાણતાં કઈ પિત્તળ ન મળી જાય કે જેથી એમનું સુવર્ણ જીવનના ખરા સમયમાં ખોટું પડી જાય! આ વાત રાજદ્વારી માણસે, નેતાઓ અને માતાપિતાએ ધ્યાનમાં રાખે તો બાળકના જીવનમાં સદા વિદ્યાને જ પ્રકાશ રહે અને એનું શૈશવ સુંદર અને સંસ્કૃત બની જાય. પણ આજે વિદ્યાનો અને વિદ્યાર્થીઓને ઉપયોગ ઘણાખરા પિતાના સ્વાર્થ માટે કરી રહ્યા છે. માણસ એમની પાસે પથરા ફેંકાવીને, કોલેજો અને યુનિવર્સિટીઓ સળગાવરાવીને, શિક્ષકેની સામે બોલતાં કરીને, ચોપડીઓ અને પુસ્તકાલયેને બાળતા કરીને એમના શૈશવને બગાડી રહ્યા છે. જે બીજાનું શૈશવ બગાડે એને પિતાને બુઢાપે શા માટે ન બગડે? એનાં મૂળ કોણ છે? સત્તાના ઉચ્ચ આસન ઉપર બેઠેલા, જેમનું તમે હારતોરા લઈને સવાગત કરે છે અને ગયા પછી નિંદા શરૂ કરો છો તે !
Page #525
--------------------------------------------------------------------------
________________
૨૧૨
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ વિદ્યાર્થીઓ કે જેમનું મન નિર્મળ છે, એમના જીવનમાં તમે બગીચે સર્જવાને બદલે વેરાન કેમ કરે છે? Blotting paperનું (શાહીચૂસનું) કામ તો સામે જે હોય તે ચૂસી લેવાનું છે, પછી એ કાળી શાહી હોય કે લાલ હોય. એવું જ કામ વિદ્યાથી ઓના માનસનું છે. એમનું માનસ શાહીચૂસ જેવું receptive છે, જે આપે તે ગ્રહણ કરે. આવા બાળમાનસને જે બીજા માગે વાપરે છે એ, એક રીતે કહું તે, ભારતીય સંસ્કૃતિનું ખૂન કરે છે; એ મોટામાં મોટો ગુને કરે છે.
સુંદર શૈશવને વધારે સુંદર બનાવવામાં આપણે સાથે આપવા પ્રયત્ન કરવાને છે. આપણું વિચારેથી, આપણી વાણીથી, આપણું વર્તનથી એમના માનસ પર કઈ અસંસ્કૃત છાપ ન પડી જાય તે માટે સદા સાવધાન રહેવું પડશે.
વિદ્યાની ઉપાસના કરે કરતે વિદ્યાર્થી જીવનનું એક દર્શન મેળવે છે. વિદ્યાથી ભણીને આવ્યે એની પ્રતીતિ શું છે? એનું જીવનદર્શન શું છે? તેના માપદંડનાં આ બે પાસાં છે. એક તો જીવનની શાવત અને અશાશ્વત વસ્તુઓનાં મૂલ્યને વિવેક; અને બીજું, પિતાનામાં જે આત્મા છે એવા જ આત્માનું દર્શન વિશ્વના પ્રાણીમાત્રમાં કરી, પિતાની પરત્વે જે જાતનું આચરણ જાહેરમાં અને એકાંતમાં આચરતે હેાય એવું જ આચરણ જાહેરમાં અને એકાંતમાં સર્વ આત્મા પ્રત્યે આચરવાની અભિરુચિ. વિદ્યાનું આ દર્શન છે.
જેની પાસે વિદ્યા આવે એની પાસે આ બે વસ્તુની અપેક્ષા રાખીએ. એ શાશ્વત અને અશાશ્વતને વિવેક કરીને એ બેને જુદા પાડે. એ જુએ કે એક દેહ છે, બીજો આત્મા છે; એક મૂકી જવાનું છે, બીજુ લઈ જવાનું છે. આ બેનો વિવેક થતાં શાશ્વતને ભેગે અશાશ્વતને ન સાચવે એટલું જ નહીં, પણ જરૂર પડે તે એ અશાશ્વતને ભેગે શાશ્વતને ટકાવી રાખે. જેનામાં આવી પ્રજ્ઞા જાગે છે, આ વિવેક જાગે છે એની પાસે વિદ્યા છે. આ બેનું વિશ્લેષણ કરતાં આવડી જાય પછી એને કહેવું પડતું નથી કે તે આત્મા માટે સ્વાધ્યાય કર, પરલોક માટે પ્રયત્ન કર; કારણ કે એ જાણતો હોય છે કે આ મારો આત્મા શાશ્વત છે, એના ભેગે હું દુનિયાની કોઈ પણ અશાશ્વત વસ્તુને સંચય નહિ કરું, શાશ્વતના તત્ત્વને હું ક્યારેય હાનિ નહિ પહોંચાડું.
આજે વિદ્યાવાન તો ઘણું છે, પણ આવી જાગૃત વિચારણાવાળા કેટલા ? વિદ્યાથી આ દષ્ટિ ન આવે તે માનવું કે એ માત્ર પુસ્તકિયું જ્ઞાન છે; બીજી રીતે કહું તો માત્ર શબ્દને સંગ્રહ છે. એ પુસ્તકાલય બની શકે પણ પ્રાણ પુરુષ નથી બની શકત. તેવી જ રીતે માણસ માત્ર પુસ્તકો જ રટી જાય, ભણી જાય, યાદ રાખી જાય પણ જરૂર પડે ત્યારે આચરી ન શકે તો એને એક સુંદર પુસ્તકાલય કહી શકાય, પ્રાણ પુરુષ નહિ.
એક વિદ્વાને સરસ વ્યાખ્યા બાંધી કે Man of words and not of deeds is like a garden full of weeds–જે માત્ર શબ્દને સંગ્રહ કરે અને એ સંગ્રહને આચારમાં મૂકવા માટેની અભિરુચિ ન હોય એને એક એવા બગીચા સાથે સરખાવ્યો છે, જેમાં પુષ્પ અને ફળે કાંઈ નથી, માત્ર કાંટા અને ઝાંખરાં જ ઊભાં છે.
ભણતરથી માત્ર સ્મરણશક્તિ વધે, શબ્દશક્તિ વધે, વાકચાતુર્ય વધે અને આચરણ
Page #526
--------------------------------------------------------------------------
________________
પૂ. મુ. શ્રી. ચંદ્રપ્રભસાગરજી (ચિત્રભાનુજી) : આપણું સંસ્કારધન
૨૧૩ ન વધે તે આપણા જીવનમાં ત્યાગનું દર્શન કેમ થાય ? વસ્તુને છોડવા માટેની અભિરુચિ કેમ જાગે? શાશ્વત અને અશાશ્વતને વિવેક કરે એ જ તો વિદ્યાનું પ્રથમ પાસું છે.
બીજું દર્શન એ કે મારામાં જે છે એ જ તત્ત્વ વિશ્વના બધા જ આત્માઓમાં નિવાસ કરી રહ્યું છે, તે એકાંતમાં અને જાહેરમાં હું મારા પ્રત્યે જેવું આચરણ કરું છું એવું જ આચરણ હું જગતના જી પ્રત્યે કરું. આ દષ્ટિથી એના વિચારમાં, એના ઉચ્ચારમાં, એના આચારમાં એક જાતની ઉચ્ચતા–શુચિતા આવે છે. આ ઉચ્ચતા લેકને રાજી કરવા બહારથી લાવેલી નથી, પણ એ અંદરથી ઊગેલી છે. વિશ્વના પ્રાણીમાત્રમાં ચૈતન્યના નિવાસનું એણે દર્શન કર્યું છે.
આવી દષ્ટિવાળા માણસે આપણને દરેક દેશમાં મળી આવે છે. અબ્રાહમ લિંકન એક વાર હાઈટ હાઉસ જતાં કીચડમાં ડુક્કરને તરફડતું જુએ છે. પોતે કીચડમાં જઈ એને કીચડમાંથી કાઢી એ પછી જ હાઈટ હાઉસ જાય છે. ત્યાં કોઈએ ડ્રાઈવરને પૂછ્યું કે લિંકનનાં કપડાંને કીચડના ડાઘા કેમ લાગેલા છે? ડ્રાઈવરે કહ્યું કે “ડુકકરને કીચડમાંથી બહાર કાઢતાં ડાઘા લાગ્યા છે.” આ સાંભળી એક મિત્રે આવી લિંકનને ધન્યવાદ આપ્યા, ત્યારે લિંકને કહ્યું. “રહેવા દે, મેં આ કામ ધન્યવાદ માટે કે બીજાને માટે નથી કર્યું, પણ ડુકકરને કાદવમાં તરફડતું જોઈને મારા મનમાં એક વ્યથા જાગી અને એ વ્યથાને કાંટે કાઢવા ડુક્કરને કાઢડ્યા વિના છૂટકે નહતો.” આટલું કહીને લિંકન ચાલતા થયા.
બીજાને દુઃખી જોઈને પિતે દુઃખી થવું, આ એક સમભાવ અવસ્થા, પ્રાણત્રીની ભાવના, વિશ્વમાં રહેલા ચિતન્યમાં પોતાના જેવા જ એક ચૈતન્યનું દર્શન. પિતાના દુઃખને દૂર કરવા માટે જે પ્રયત્ન કરીએ એ જ પ્રયત્ન જગતના જીવો પ્રત્યે આપણે કરતા રહીએ, કરવા માટેની આપણી સતત અભિલાષા હોય, ત્યારે જાણવું કે આપણામાં વિદ્યાને પ્રકાશ આવતો જાય છે. આવી વિદ્યા વડે કરીને આપણે ધનવાન બનતા જઈએ છીએ.
રાજસ્થાનના ગામડાનો એક પ્રસંગ છે: બે ભાઈઓ છે. મોટાભાઈનો વિસ્તાર વધારે છે, નાનાભાઈને વિસ્તાર થોડે છે. બન્નેનાં ખેતરે છે, વચ્ચે એક વાડ છે. કાપણું પછી હૂંડાને ઢગલે થયે છે. રાત્રે મોટો ભાઈ વિચારે છે કે આ મારે ભાઈ માને છે, મેં સંસારમાં માણવાનું બધું માણી લીધું છે, મારી જરૂરિયાત પણ ઓછી છે; નાના ભાઈને વધારે જીવવાનું છે, જરૂરિયાત પણ વધારે છે. આ વિચારથી એ પિતાના ખેતરમાંથી પૂળા લઈને નાના ભાઈના ખેતરમાં નાખી આવે છે. એ જ રાત્રિના બીજા પ્રહરમાં નાના ભાઈને વિચાર આવે છે કે મોટા ભાઈને વિસ્તાર વધારે છે, એ કેવી રીતે ચલાવતા હશે? હું તે જુવાન અને સશક્ત છું, રળી શકું એમ છું. એટલે એ પિતાના ખેતરના પૂળાઓને મોટા ભાઈના ખેતરમાં નાખી આવે છે. આવી રીતે બે-ત્રણ દિવસ ચાલ્યું. ચેથી રાત્રિએ બને ભાઈઓ ભેગા થઈ ગયા. એકે પૂછ્યું “તું ક્યાં જાય છે?” બીજાએ પૂછ્યું “તું ક્યાં જાય છે?” બનેના હાથમાં પૂળા. પેલો આને ત્યાં નાખવા જાય અને આ પેલાને ત્યાં નાખવા જાય !
આનું નામ વિદ્યા છે, આ સાચી કેળવણી છે. નાનો મેટાને વિચાર કરે, માટે નાનાને વિચાર કરે. બન્નેમાં એકબીજાને સમજવાની વૃત્તિ છે. આવી વિદ્યાથી સમાજનું દર્શન પ્રાપ્ત
Page #527
--------------------------------------------------------------------------
________________
૨૧૪
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રંથ થાય છે. આવી વિદ્યા વિના, કહે, સમાજ ઊંચે કેમ આવે? સમાજ સુખી અને સમૃદ્ધ પણ કેમ થાય ?
સમાજના દર્શન વિના એકલી આત્માની અને પરલોકની જ વાત કરીશું અને વ્યવહારમાં પ્રાણીમાત્ર પ્રત્યે સમભાવની વિચારણું નહિ આવે તો, મને લાગે છે કે, આપણે હવામાં ઊડ્યા કરીશું, જમીન ઉપર પગ પણ નહિ મૂકી શકીએ. જે માણસ જમીન ઉપર પગ મૂકી શકતો નથી એ કદાચ હવામાં ઊડી શકતો હશે, પરંતુ સ્થિર નહિ હોય. હવામાં ઊડવાની પણ એક મર્યાદા છે. આખરે માણસને ધરતી ઉપર ચાલવાનું છે. અધ્યાત્મની -ધર્મની જાગૃતિ એ જે વ્યવહારશુદ્ધિથી શરૂ ન થાય, બીજા જીવમાં રહેલા આત્માનું દર્શન કરીને એના પ્રત્યે સમભાવાત્મક બુદ્ધિથી જાગૃત ન થાય, તે જે ધ્યેય તરફ પહચવાનું છે, ત્યાં એ કદી પહોંચી નહિ શકે; માત્ર આપણા શબ્દોમાં મોક્ષ, વિચારમાં નિર્વાણ અને કલ્પનામાં મુક્તિ રહી જશે; એની પ્રાપ્તિ તે આવા સમાજદર્શનથી જ થશે. જેનાથી શાશ્વત અને અશાવતનાં મૂલ્યને વિવેક અને સર્વ ભૂતોમાં પિતાના જેવા જ ચિતન્યનું દર્શન આ સમાનુભૂતિ થાય, સમસંવેદન થાય એ જ સાચી વિદ્યા.
આવો વિદ્યાવાન પુરુષ જ્યારે કંઈ વિચારે ત્યારે એના વિચારોની અંદર પણ એક મૃદુ અને નિર્મળ તત્વ હોય; એના ઉચ્ચારમાં કોમળતા અને સંવેદના હોય; એના આચરણમાં સૌનાં સુખ અને શાંતિને પરિમલ હાય. એવી વ્યક્તિનું દર્શન આત્મસ્પર્શી હેવાથી સમાજને માટે એ એક આશીર્વાદ રૂપ બની જાય છે.
“વૌવને વિનિry”—જેના શૈશવનું પાત્ર વિદ્યાના અમૃતથી છલકાઈ રહ્યું છે એ શૈશવમાંથી નીકળીને તમે યૌવનમાં આવો છો. તમારી પાસે શક્તિઓ છે, બુદ્ધિ છે, થનગનાટ છે અને કાંઈક કરી છૂટવાની મનમાં સ્વમસૃષ્ટિ પણ છે. યૌવનમાં જે સ્વમ અને સર્જનાત્મક શક્તિના વિચારે ન હોય તો એ શક્તિ એને જ ખલાસ કરી નાખે છે.
મારે આ સંસારના બગીચામાં એક સુંદર રો રોપીને જવું છે, બને તો સંસારને બગીચો સમૃદ્ધ બને એવું સુંદર કાર્ય કર્યું, પણ એકે રોપાને ઊખેડીને સંસારના બગીચાને દરિદ્ર બનાવવાનું નિમિત્ત તો ન જ બનું”
એક રાજમાર્ગની બાજુમાં એક ૮૧ વર્ષને વૃદ્ધ ખાડો ખેતીને નાનકડો છોડ રોપી રહ્યો છે. એટલામાં બે જુવાનિયાઓ એની ઠેકડી કરતાં પૂછવા લાગ્યાઃ “દાદા, શું કરો છે?” “આંબાનું ઝાડ વાવું છું.” “હે! આ ઉંમરે આંબાનું ઝાડ વાવે છે? ૮૧ વર્ષે આ વાવો છે તો આ આંબે ઊગશે ક્યારે? એને કેરીઓ આવશે કયારે? અને દાદા, તમે એ ખાશો ક્યારે? ઘડપણમાં તૃષ્ણ અને મેહ જાગ્યાં લાગે છે!”
વૃદ્ધે નમ્રતાથી કહ્યું : “તારી વાત સાચી છે ભાઈ, તૃષ્ણ તો કોનામાં ન હોય? હું એમ કહેતો નથી કે મારામાં તૃણું નથી. ન હોવાને દાવો કરે એ વસ્તુના અસ્તિત્વને સિદ્ધ કરવા બરાબર છે. આ જે આબો હું વાવું છું એ મારે માટે નથી વાવતે; આ રસ્તાની બન્ને બાજુ જે ઝાડ ઊગેલાં છે એની છાયાને, એનાં ફળને મેં ઘણું વર્ષો સુધી લાભ ઉઠાવ્ય છે. તે હવે હું જાઉં છું તે પહેલાં આવતી કાલની પેઢીને કાંઈક આપતા જવું જોઈએ ને? એટલે હું આ આંબે વાતો જાઉં છું. ગઈકાલ પાસેથી લીધું છે તે આવતીકાલને આપણે
Page #528
--------------------------------------------------------------------------
________________
૫ મુ. શ્રી. ચંદ્રપ્રભસાગરજી (ચિત્રભાનુજી) આપણું સંસ્કારધન
૨૧૫ કાંઈક આપવાનું છે. અને આપ્યા વિના ચાલ્યા જઈએ તો આપણે કુદરતના ચોર કહેવાઈએ! હું ચાર ન બની જાઉં એટલા માટે આ માટે પ્રયત્ન છે.” પેલા બે યુવાને આ સાંભળીને નમી પડ્યાઃ “દાદા, તમને સમજવામાં અમારી ભૂલ થઈ છે!”
માણસ માણસને સમજવામાં ભૂલે છે, ત્યાં જ જીવનયાત્રાની નિષ્ફળતા છે. માણસ સામાને સમજી શકતો હોય તો એની યાત્રા કેવી સફળ થઈ જાય !
યૌવનનું કાર્ય સુખે પગ છે, પણ એની વિશેષતા એ માટે કરવા પડતા પુરુષાર્થમાં રહેલી છે. અને પુરુષાર્થ એ જ યૌવનની શોભા છે. ઘણી વાતો કરનારને હું મહત્વ નથી આપતો, એને માત્ર વાતને રાજા ગણું છું. તમારા હાથથી દયાનું, કરુણાનું, સેવાનું કાંઈકે પણ કામ થવું જોઈએ.
ગયા વર્ષની વાત છે. બિહારમાં દુષ્કાળ પડ્યો ત્યારે મેં ૪–૫ લાખ ભેગા કર્યા. એ વખતે જે આધ્યાત્મિક કહેવાય છે એવા એક ભાઈ મારી પાસે આવ્યા; મને કહે : “મહારાજજી! આત્મકલ્યાણ મૂકીને આ શું ઉપાડ્યું છે? આત્માની વાત કરે. બિહારના લેક તે જન્મે છે; અને મરે છે, એ તો સ્વભાવ છે. જમ્મુ તે કણ નથી મયું? એમાં તમે પાંચ લાખ માણસોને અનાજ પહોંચાડયું તોય શું અને ન પહોંચાડયું તોય શું? આ મૂકીને એક આત્મજ્ઞાનની શિબિર યે ને!” જે આપણામાં જાગૃતિ ન હોય તે ઘડીભર આવી વ્યક્તિના વિચારના આચ્છાદનની નીચે આપણી પ્રજ્ઞાને દીપક ઢંકાઈ જાય. પણ મેં કહ્યું : “આત્માની વાત કરનાર માણસ જે આત્માઓને દુઃખી જોઈને દવે નહિ, એને હાથ લંબાય નહિ, તે એને આત્માને અનુભવ થયો છે એમ માનવું એ પણ અજ્ઞાન છે.”
જે જે મહાપુરુષોએ આત્મ-અનુભૂતિ કરી છે તેમના જીવનમાંથી સેવાનાં પ્રત્યક્ષ દષ્ટાંત જયાં છે. પંઢરપુરના દેવના અભિષેક માટે નામદેવ કાવડમાં ગંગાજળ લઈ જઈ રહ્યા હતા. પણ રસ્તામાં ગધેડાને તૃષાથી તરફડતું જોયું તો એમણે એને એ પહેલાં પાયું. કેઈએ પૂછ્યું “અરે, ગંગાજળ આ ગધેડાને પાચું?ઉત્તર મળ્યો: “ગધેડામાં પણ આત્મા છે, ભાઈ!”
આ આત્મદર્શન છે. આ આત્મદર્શનથી તમારામાં સર્જનાત્મક સેવાની એક સહજ ભાવના જાગી જાય છે. સુખોપભેગની વૃત્તિથી ભરેલી યુવાનીમાં આ રીતે પુરુષાર્થ આકાર લે છે અને આપણી શક્તિઓને એ સમૃદ્ધ બનાવે છે.
ના નિવૃત્તાનાં શૈશવ અને યુવાનીમાં જે તૈયાર થઈને આવે છે એ હવે વાર્ધક્યમાં પ્રવેશ કરે છે. જ્યારથી ધેળા વાળને પ્રારંભ થાય, જ્યારથી તમને એમ લાગે કે તમારા આગોપાંગમાં કાંઈક ફેર જણાય છે, દાંત હાલવા માંડે, આંખમાં મેતિ આવે કે શરીર ઉપર કરચલીઓ દેખાય, તે વિચાર કરો કે જીવનનું આ ત્રીજું પ્રસ્થાન છે. હવે હું ત્યાં જાઉં છું; શૈશવ અને યૌવનમાં જે ભેગું કરેલું છે એને ઉપગ હવે વાક્યમાં કરવાનું છે. શૈશવમાં વિદ્યા પ્રાપ્ત કરી, યુવાનીમાં પુરુષાર્થ અને કાયશક્તિ દ્વારા સ્વપ્નસૃષ્ટિ સિદ્ધ કરી, હવે વાર્ધક્યમાં મુનિ પણું આવે છે.
મુનિ એટલે કેણુ? જે મૌનમાં આત્માના સંગીતનો અનુભવ કરે. સંસારના વિષમ
Page #529
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવ-ગ્રંથ વાદમાં વિદ્યા અને પુરુષાર્થની બે શક્તિઓને લીધે પિતે ચિત્તની સમાધાનાત્મક અવસ્થામાં રહી શકે એનું નામ તે મુનિ છે. અંદર જે ઝીણું ઝીણું ગુંજન ચાલે છે એ ગુંજનને અનુભવ મૌન પાળ્યા વિના, ઊંડા ઊતર્યા વિના થતો નથી.
એક અનુભવ બાપે પિતાના આળસુ દીકરાઓને કહેલું કે હું જાઉં છું, પણ મેં ખેતરના ઊંડા ભાગમાં એક ચરુ દાટેલો છે એ કાઢી લેજે. એટલું કહીને બાપ મરી ગયે. પિલા દીકરાઓ તો મંડી પડ્યા ખેતરને ખોદવા. આળસુ હતા પણ ચરુ જોઈતો હતો એટલે ખોદી ખોદીને આખું ખેતર ઉથલાવી નાખ્યું, પણ ક્યાંયે ચરુ ન મળે. એટલામાં વર્ષા થઈ ખેતરમાં ઘાસ સાથે બીજી વસ્તુઓ ઊગી નીકળી અને ખેતર મેલથી લચી ગયું.
ત્યારે પિલા વૃદ્ધના મિત્રે આવીને કહ્યું : “તમારા બાપે કહ્યું હતું કે ખેતરના ઊંડા ભાગમાં દાટેલું છે, એને અર્થ એ કે જેમ જેમ છે તેમ તેમ ખેતર પિચું થાય. એમાં જે ઊગે એ જ તમારી સમૃદ્ધિ છે.”
પિતાએ દીકરાને જે કહ્યું હતું એ જ વાત હું તમને કહું છું. તમે તમારી જાતની અંદર જાઓ, ઊંડા ઊતરે. જેમ જેમ તમે તમારા પિતામાં ઊંડા ઊતરતા જશે તેમ તેમ તમને નવી જ અનુભૂતિ થતી જશે; આગળ વધતાં એક એવી અનુભૂતિની અવસ્થાને પામશે, જે ભૂમિકામાં અનુભવાય કે જે તત્ત્વ મહાવીરમાં હતું, બુદ્ધમાં હતું, શ્રીરામમાં હતું અને આદિનાથમાં હતું એ જ પરમ તત્વ મારામાં છે. આ પરમ તત્વની સમૃદ્ધિનો અનુભવ થયા પછી હું કંગાલ છું એમ લાગે જ નહિ. એમ લાગે કે હું મહાવીર છું, હું બુદ્ધ છું, હું રામ છું, હું આદિનાથ છું. પણ એમ કહેવા પહેલાં અને એમ કરતાં પહેલાં અનુભવ થ જોઈએ. અને અનુભવ થયા પછી કહેવાનું રહેતું નથી; પછી તે અનુભવવાનું જ રહે છે.
ઘણા લોકો કહેતા ફરતા હોય છે. “હું આ છું.” પણ જ્યાં કહેવા બેસીએ ત્યાં અનુભવવાની વાત ચાલી જાય છે. અનુભવ મૌને છે. ત્યાં બેલવાનું બંધ થઈ જાય છે. ભ્રમર મધુરસનું પાન કરતો હોય છે ત્યારે ગુજન બંધ જ થઈ જાય છે; ગુંજન ચાલતું હોય છે ત્યારે એનું મધુપાન બંધ હોય છે. એવી જ રીતે અનુભવ થાય છે ત્યારે બીજી બધી વાતો બંધ થઈ જાય છે, ત્યાં માત્ર અનુભવની વાત હોય છે.
આ અનુભવરસનું જેણે પાન કર્યું તેની ખુમારી કદી ઊતરતી નથી, એને સંસારની માનસિક બિમારી સ્પર્શતી નથી. એ સદા અનુભવમાં મસ્ત અને મગ્ન રહે છે. આ અનુ. ભવ કરતાં પહેલાં પહેલી બે ભૂમિકાઓમાંથી પસાર થવું પડે છે. વિદ્યાથી પહેલામાં, પછી બીજામાં, પછી ત્રીજામાં એમ એક પછી એક ધોરણમાં આગળ વધતો જાય છે, એમ ન કરનાર માણસ ઉપરની કક્ષામાં, યુનિવર્સિટીમાં, વિદ્યાપીઠમાં પહોંચી શક્તો નથી; એકદમ યુનિવર્સિટીમાં જાય છે એ peon-સિપાઈ તરીકે જાય અથવા કલાર્ક તરીકે જાય, પણ એ પ્રેફેસર તરીકે નથી જઈ શકતો. એ જ રીતે તમારે પણ જીવનની આ ત્રીજી ભૂમિકામાં જતાં પહેલાં શશવની અને યૌવનની ભૂમિકાઓને ધીમે ધીમે સરસ બનાવવી જોઈએ. માણસ સુધરતે સુધરત જ ઉપર જાય છે—જેકે એમાં પણ અપવાદ હોય છે. બેમાં સાવધાન ન રહ્યા હોય તેમ છતાં ત્રીજી અવસ્થામાં સુધરી ગયા હોય એવા દાખલાઓ મળે છે ખરા, પણ એ અપવાદને નિયમ સમજીને ન ચાલી શકાય.
Page #530
--------------------------------------------------------------------------
________________
પૂ. મુ. શ્રી ચંદ્રપ્રભસાગરજી (ચિત્રભાનુજી) આપણું સંસ્કારધન
૨૧૭ વાર્ધક્યની આ ત્રીજી અવસ્થા એટલે અંદરના સંગીતને અનુભવવાને સમય. આવા માણસ જ સંસારમાં અને સંસ્થાઓ માટે આશીર્વાદરૂપ અને વિદ્યાથીઓના સાચા ભોમિયા બને છે."
હું તો એમ ઈછું કે મહાવીર જૈન વિદ્યાલયમાં થોડાક આવા કરેલા, અનુભવી, ચારિત્ર્યવાન અને વિચારોથી સમૃદ્ધ પુરુષે વિદ્યાર્થીઓના વાલી બને. વાલી વિના વિદ્યાથીઓને કદાચ બેટિંગ અને લેજિંગ મળે પણ પ્રેમ, વાત્સલ્ય અને સનેહ ક્યાંથી મળે? તેઓ વિદ્યાર્થીઓને જઈને પ્રેમથી પૂછે કે તમારે શું દુઃખ છે? તમારી શી વાત છે? તે વિદ્યાથીઓ વાત્સલ્યથી વંચિત ન રહે. અને જે વાત્સલ્યથી વંચિત નહિ રહે એ સંસારને પણ જીવનભર વાત્સલ્ય આપ્યા કરશે.
પણ જેમને વાત્સલ્ય નથી મળ્યું એ અંદરથી એવા દગ્ધ અને શુષ્ક બની જાય છે કે જીવનનાં વિવિધ ક્ષેત્રમાં એ ભયંકર વિકૃતિઓ લાવે છે. બેંડિગ અને લેનિંગમાં ભણતા છોકરાઓ માટે આ એક મનોવૈજ્ઞાનિક પ્રશ્ન છે. જેમને માબાપનું વાત્સલ્ય ન મળે, બહેનને પ્રેમ ન મળે, ભાઈને સ્નેહ ન મળે એમનાં હૃદય આઠ-દસ વર્ષમાં ધીરે ધીરે શુષ્ક બની જાય છે. પછી જ્યારે એ જીવનક્ષેત્રમાં આવે છે ત્યારે પોતાની શુષ્કતાને પરિ. તૃપ્ત કરવા જીવનમાં જે મળ્યું તે અપનાવીને આગળ દોડે છે. એ વખતે વિવેક અદશ્ય થઈ જાય છે. એટલે જેમણે મુનિવ્રત કેળવ્યું હોય, જેમના મન અને તનમાં મૌનનું સંગીત હોય તે બહુ ઉપયેગી નીવડે છે.
“શોરોનાતે તસુચનાન” ચોથી વાત બહુ મંગળમય છે. જેનું શૈશવ વિદ્યાથી ભરેલું છે, જેનું યૌવન સ્વપ્ન અને કાર્યથી સભર બનેલું છે, જેનું વાર્ધક્ય મૌનના સંગીતમાં મગ્ન બનેલું છે તે આ દેહને છેડવાનો દિવસ આવે તે કેવી રીતે છેડે ? યેગથી દેહને છોડે.
મરતી વખતે સીલ અને વીલ એ વાત દૂર રહેવી જોઈએ. પેલો છોકરો આવીને કહે કે બાપાજી, વીલ કરવાનું બાકી છે. અહીં સહી કરે! બીજે કહે કે સીલ મારે. એ બેમાંથી બચવાનું છે. આ માટે પહેલેથી જ યોગ્ય વ્યવસ્થા કરી નાખવી ઘટે.
ગની સમાધિમાં દેહ છોડવાનું તે કહ્યું પણ છે. એટલે શું છે? જેમાં આપણું તન, મન અને ચૈતન્ય એ ત્રણે એક ભૂમિકામાં આવીને વસે તે યુગ. હા, તનને સ્વભાવ છે એટલે એ બિમાર પણ પડે એવું નથી કે જેગી પુરુષોને હમેશાં તનની શાંતિ જ હેય, કદાચ અશાંતિ પણ હોય. પણ તનની અશાંતિમાં પણ મન શાંતિનો અનુભવ કરે તે ગની વિશિષ્ટ શક્તિ છે.
ગિરાજ આનંદઘનજીને એક જીવનપ્રસંગ યાદ આવે છે. તેઓ માંદા છે, ખૂબ તાવ આવેલું છે. એમને એક ભક્ત એમને વંદન કરવા જાય છે. આનંદઘનજી તે ગાઈ રહ્યા છે, સંગીતમાં મસ્ત છે. ભક્ત પગ દાબે છે, શરીર ગરમ ગરમ લાગે છે. એ કહે છે, “ગુરુદેવ ! આપના શરીરમાં વર છે.” આનંદઘનજીએ કહ્યું: “જવર તે આ શરીરને છે, આત્મા તે સ્વસ્થ છે ! ” “અબ હમ અમર ભયે ન મરે ગેએ ગીત ત્યારે જ પ્રગટયું. દેહ વિનાશી છે અને હું તો અવિનાશી છું. છેલ્લી અવસ્થાની આ ભૂમિકા છે.
જિંદગીને મર્મ કેઈએ કવિ વર્ઝવર્થને પૂછો ત્યારે એમણે હસીને કહ્યું કે
Page #531
--------------------------------------------------------------------------
________________
૨૧૮
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ કેમ મરી ગયે એ તમે મને કહે એટલે હું તમને કહું કે એ કેમ જીવી ગયો.” જીવનનું સરવૈયું એ તે મૃત્યુ છે. માણસ કેટલી કૂદાકૂદ કરે છે એ મોટી વાત નથી, એની છેલ્લી ઘડી કેવી સુધરી જાય છે એ મોટી વાત છે.
આ રોગની આનંદમય ભૂમિકા સહુને મળે અને મૃત્યુ માટે વિદાય લેતાં કહેઃ “હું જાઉં છું. આપણે જીત્રા, સાથે રહ્યા, હવે રડશે નહિ, આંસુ પાડશે નહિ, કાળાં કપડાં પહેરશે નહિ, કારણ કે હું તો મુસાફિર છું, નિમ્ન ભૂમિકામાંથી ઊર્ધ્વમાં જાઊં છું.”
ગની આવી ભૂમિકામાં વિદાય લેવી, છૂટા પડવું અને સંસારને એક મંગલમય સંદેશ આપીને જવું એ સમગ્ર જીવનને હેતુ છે, ઉદ્દેશ છે.
આર્યાવર્તનું ધન એટલું બધું સમૃદ્ધ છે કે એને આપણે વિચાર કરીએ તો આપણું મસ્તિષ્ક આદર અને ભાવથી નમી જાય છે. આપણો વારસો કેવો મટે છે! એ વારસાન આવી કઈ પળેમાં શાંતિથી બેસીને વિચાર કરીએ કે એ વારસાના વારસદારોએ –આપણેએ વારસાને કેટલે જાળવ્યું છે?
આપણું ધન-સંસ્કારધન–આપણને મળશે તે આપણે સમૃદ્ધ બનીશું. જીવનની સાચી સમૃદ્ધિ આ જ છે.
પ્રારંભમાં જ મેં આપને કહ્યું કે જીવનને પૈસાથી કે મકાનથી નથી માપવાનું, જીવનને તે હૃદયના ભાવોથી એ કેટલું સમૃદ્ધ બન્યું એ પ્રશ્નથી માપવાનું છે; મન અને મસ્તિષ્ક વિચારોથી કેટલાં સભર છે અને બુદ્ધિ પવિત્ર વિચારોથી કેટલી શુદ્ધ છે એ વિચારીએ. આ વિચારણા માટે આજને આ મંગળમય દિવસ આપણા સહુને માટે એક યાદગાર દિવસ બની રહે, એ શુભેચ્છા.* 1 * શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ મહોત્સવ નિમિત્તે યોજાયેલ વ્યાખ્યાનમાળામાં તારીખ ૨૩-૧-૧૯૬૮, મંગળવારના રોજ બિરલા કીડા કેન્દ્રમાં આપેલ પ્રવચનનો સાર.
Page #532
--------------------------------------------------------------------------
________________
શ્રી વિદ્યાલયના વિદ્યાર્થીઓને
લેખક–પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયધર્મસૂરિજી
॥ श्रीमहावीरस्वामिने नमो नमः ॥
॥ लब्धिनिधानश्रीगौतमगणधरेन्द्राय नमः ॥ માનવજીવનના મૂલ્યાંકનને આધાર અધ્યાત્મભાવ ઉપર છે. માનવ ગમે તેટલે બુદ્ધિશાલી, શક્તિશાલી, સુશિક્ષિત કિંવા સત્તાધીશ હોય, પરંતુ અધ્યાત્મના અમૃતરસને પિષણ આપનાર જ્ઞાન-ચેતના માનવના અંતરાત્મામાં જાગી ન હોય તો એ માનવજીવનની કશી કિંમત નથી.
આધ્યાત્મિકભાવ અને સમાધિ-માનવજીવનના સરવૈયાને સીમાસ્તંભ સમાધિમરણું છે. જેને જન્મ તેનું મરણ એ તો નિશ્ચિત છે, પણ જન્મની સફળતાને આધાર સમાધિમરણ સિવાય બીજું કઈ નથી. આત્માના અપૂર્વ આનંદની મસ્તીમાં મરણને ભેટવું એના જેવું વિશ્વમાં બીજું કઈ સુખ નથી. અખિલ વિશ્વના ભૌતિક સામ્રાજ્યની સંપત્તિનું સુખ સમાધિમરણના સુખની સામે સરસવના દાણા જેટલી તુલનામાં પણ આવી શકતું નથી. આવા સમાધિમરણને અપૂર્વ આનંદ જીવનના આધ્યાત્મિક ભાવ સિવાય પ્રાપ્ત થે સર્વથા અશક્ય છે.
જ્ઞાનચેતનાનું ભૌતિક તો સાથે જોડાણ–આત્મા પુરુષ અથવા પતિ છે. બુદ્ધિ અથવા ચેતના આત્માની પત્ની છે. એ બુદ્ધિ કિંવા ચેતનાનું જોડાણ અનંત કાળથી શરીર, સ્ત્રી-પુત્ર, ધન-દેલત વગેરે ભૌતિક તની સાથે યથાગ્ય અવિચ્છિન્નપણે ચાલુ છે અને બુદ્ધિ અથવા ચેતના આત્માની પત્ની હોવા છતાં પોતાના પતિ–આત્માથી એનું જોડાણ છૂટી ગયું છે. બુદ્ધિને શરીર, સ્ત્રી-પુત્ર, કુટુંબ પરિવાર, ધન-દોલત, ખાનપાન વગેરે ભૌતિક સુખનાં સાધન પ્રાપ્ત કરવાની, તેને વધારે કરવાની અને એ સાધનોને ને સુરક્ષિત રાખવાની સતત ચિંતા રહ્યા કરે છે, પણ અનંતના પ્રભુ એવા પિતાના આત્મ
દેવના હિતાહિતની એ ચેતનાને કશી પડી નથી. સાચા શબ્દોમાં કહીએ તે, ચેતના
Page #533
--------------------------------------------------------------------------
________________
૨૨૦
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ કુલટા બની ગઈ છે. અને એનું જ નામ મિથ્યાદર્શન અથવા ભયંકર અજ્ઞાનભાવ છે. એ પરિસ્થિતિના કારણે જ આ જીવાત્માનું અનંત કાળથી સંસારપરિભ્રમણ અને દુઃખદર્દભર્યું અશાંત વાતાવરણ ચાલુ છે.
જ્ઞાનચેતના–અજ્ઞાનચેતના–બુદ્ધિ, ચેતના અથવા જ્ઞાન અલ્પ હોય કે અધિક હાય તે ગૌણ બાબત છે; અને અલ્પ કે અધિક પ્રમાણમાં વિદ્યમાન જ્ઞાન પિતાના આત્મમંદિરમાં અજવાળાં પ્રગટાવે એ મુખ્ય બાબત છે. બાહ્ય ભાવોમાં જ્ઞાનચેતના ગમે તેટલાં અજવાળાં પ્રગટાવે પણ પોતાની જ્ઞાનચેતના પોતાના આત્મમંદિરમાં અજવાળાં ન પ્રગટાવે તો એ જ્ઞાન કિંવા ચેતના ગમે તેટલા વધુ પ્રમાણમાં હોય તો પણ તેની કશી કિંમત નથી. તવદષ્ટિએ જોઈએ તે, એ જ્ઞાનચેતના નહીં પણ અજ્ઞાનચેતના છે. જેને દર્શનમાં અભવ્ય આત્માઓના નવ પૂર્વ સુધી વિકાસ પામેલા જ્ઞાનને પણ જ્ઞાન તરીકે ન ગણતાં, આ કારણે જ, અજ્ઞાન ગણવામાં આવેલ છે. જ્યારે માપતુષ મુનિવરના અષ્ટ. પ્રવચનમાતા જેટલા અ૯૫ જ્ઞાનને પણ, તે પિતાના આત્મ-મંદિરમાં અજવાળાં પ્રગટાવનાર હોવાથી, સમ્યજ્ઞાન ગણવામાં આવેલ છે. - જ્ઞાનચેતનાનું પોતાના આત્મદેવ સાથે મિલન–જ્ઞાન, કિંવા ચેતનાનું એકાદ પણ નિર્મળ કિરણ એ દિવ્ય જ્યોતિ છે. હજારે કે લાખો સૂર્ય-ચંદ્રનાં અજવાળાં જે પ્રકાશ આપવા અસમર્થ છે તે પ્રકાશ આપવાની અદ્દભુત શક્તિ એ દિવ્ય તિમાં રહેલી છે. પણ એ બને ક્યારે કે જ્યારે ભૌતિક વિજ્ઞાનની સાથે જ સંપૂર્ણતયા જોડાયેલ જ્ઞાનચેતનાનું પિતાના અલખનિરંજન અનંતના સ્વામી આત્મદેવ સાથે જોડાણ થાય. ગિરાજ શ્રી આનંદઘનજી મહારાજના શબ્દોમાં વિચારીએ તે–
ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરે રે, ઓર ન ચાહું રે કંત” —એ ભાવ આવે ત્યારે. જ્ઞાન–ચેતનાનું પિતાના આત્મદેવ સાથે મિલન એનું જ નામ સમ્યગદર્શન છે; અધ્યાત્મના સુધાસાગરનું એ જ અમૃતબિંદુ છે. અને મુક્તિના પવિત્ર રાજમાર્ગનું એ જ મંગલ પ્રસ્થાન છે.
યુગવીર આચાર્યદેવ–શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપનાના સદુપદેશક માનનીય યુગવીર આચાર્યદેવ શ્રી વિજયવલભસૂરીશ્વરજી મહારાજ વર્તમાન યુગના એક અધ્યાત્મયોગી મહાપુરુષ હતા. શ્રમણ ભગવાન મહાવીરને અધ્યાત્મવાદને પવિત્ર સંદેશ સારાય ભારતના ગામડે ગામડે અને શહેરે શહેરે પાદવિહાર કરીને પહોંચાડનારા એ સમર્થ સંદેશવાહક હતા. ભૌતિક વાદને જ મુખ્યપણે પિષણ આપનાર પશ્ચિમની કેળવણીને પ્રવાહ દિનપ્રતિદિન વૃદ્ધિ પામતો જાય છે, તેમ જ વર્તમાન યુગની નવી પ્રજાને અનુકૂલપ્રતિકૂલ સંજોગોમાં પણ એ શિક્ષણ આપ્યા સિવાય ચાલવાનું નથી એ બાબતને એમના હૈયામાં બરાબર ખ્યાલ આવ્યો હતો. આજની નવી પ્રજા એ પશ્ચિમની કેળવણી પાછળ ભારતની અધ્યાત્મવાદની પતિતપાવન સંસ્કૃતિનું રખેને વિસ્મરણ ન કરી જાય, એ અંગે એ મહાત્માનાં હૃદય-મંદિરમાં સતત ચિંતા રહેતી હતી. અને એ સંજોગોમાં પશ્ચિમની કેળવણી સાથે અધ્યાત્મભાવની સંસ્કૃતિ નવી પ્રજાના જીવનમાં હરહંમેશ જીવંત બની રહે, આ શુભ ભાવનાથી એ યુગવીર આચાર્ય દેવે અધ્યાત્મભાવના સર્વોચ્ચ શિખરે આરૂઢ થયેલા તેમ જ અધ્યાત્મભાવના સંરક્ષણ અને સંવર્ધન માટે ધર્મતીર્થના પ્રવર્તક
Page #534
--------------------------------------------------------------------------
________________
પૂ. આ. મહારાજ શ્રી વિજયધર્મસૂરિજી શ્રી વિદ્યાલયના વિદ્યાર્થીઓને ર૨૧ શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના પવિત્ર નામથી અલંકૃત શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના માટે સદુપદેશ આપ્યો હતો. તે સમયના ધર્મપરાયણ દાનવીર શ્રીમંતોએ પણ ઉપર જણાવેલા શુભાશયથી આચાર્યશ્રીના સદુપદેશને અમલ કરી વિદ્યાલયને શુભ મુહુર્ત પ્રારંભ કર્યો હતો.
વટવૃક્ષ સમું વિદ્યાલય-વટવૃક્ષનું બીજ ભલે નાનું હોય, પણ એગ્ય ભૂમિમાં વાવવા સાથે હવા, પાણી વગેરે અનુકૂલ વાતાવરણ મળે તે જેમ એ ભાવિકાળે સેંકડો મુસાફને શીતળ છાંયડી માટે વિશ્રાંતિનું ધામ બની રહે છે, તે જ પ્રમાણે કેઈ શુભ ચોઘડિયે સ્થપાયેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલય પચાસ વર્ષના ગાળા દરમ્યાન ખૂબ ફાલ્યું-ફૂલ્યું છે. મહારાષ્ટ્ર અને મહાગુજરાતમાં એની ચાર–ચાર શાખાઓ સેંકડો વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિ માટે તીર્થધામ સમાન બની રહેલ છે, એ ઘણું ગૌરવ લેવા જેવી બાબત છે. સૌરાષ્ટ્ર, રાજસ્થાન વગેરે અન્ય પ્રાન્તોમાં પણ વિદ્યાલયની શાખાઓ વિસ્તાર પામે એવી આજે સૌકોઈની શુભેચ્છા છે.
વિદ્યાથીઓને નમ્ર અનુરોધ–શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં અભ્યાસ કરનાર પ્રત્યેક વિદ્યાથીને મારો નમ્ર અનુરોધ છે કે તમને આ વિદ્યાલયના આશ્રયે વ્યાવહારિક કેળવણીમાં ગમે તેટલી પ્રગતિની સાધના કરે, પરંતુ વિદ્યાલયના આદ્યપ્રેરક આચાર્યદેવની ધર્મભાવનાના પવિત્ર શુભાશયને તમે સહુ કેઈ હરહંમેશ ધ્યાનમાં રાખશે, અને એ ભાવનાને અમલ કરવા ક્રિયાશીલ બનશે; તેમ જ પરિણામે અધ્યાત્મભાવનાં અમૃતબિંદુને જીવનમાં પ્રગટાવી ભગવાન મહાવીરના સાચા અનુયાયી બનવા સાથે વિદ્યાલયની ઉજવળ કારકિર્દીમાં વૃદ્ધિ કરવા સદા પ્રયત્નશીલ રહેશો.
જૈન મંદિર ૧૦ મે રસ્તા, ચેમ્બુર, મુંબઈ ૭૧. તા. ૧-૨-૬૮
Page #535
--------------------------------------------------------------------------
________________
પંડિત શ્રી કીર્તિવિજ્યજી વિરચિત ક્રોધ-માન-માયા-લોભ ચઉપઈ
સંપાદક—પૂજ્ય પંન્યાસ શ્રી રમણીકવિજયજી ગણિ
ચાર કષાના અવગુણ વર્ણવી એનાથી છુટકારો મેળવવાનું ઉદ્દબોધન કરતી આનાની સરખી કાવ્યકૃતિ જેટલી સમજવામાં સરળ છે એટલી જ વાંચવામાં સરસ-મધુર છે. એમાં અનેક કથાપ્રસંગેના સંકેતો જોવા મળે છે. આના કર્તા પંડિત શ્રી કીતિવિજયજી મહારાજ છે. તેઓએ સંવત ૧૮૩૫માં, વાગડ દેશમાં આની રચના કરી હતી. આ મુનિવર સંબંધી કે એમની બીજી કૃતિઓ સંબંધી કશી માહિતી મળી શકી નથી. છૂટા એક હસ્તલિખિત પાના ઉપરથી આ રચના અહીં આપવામાં આવી છે.
છે અથ ઉપઈ છે પહેલે સરસતી લીજે નામ, વીસ જિનને કરું પ્રણામ; ક્રોધ માન માયા ને લાભ, ભાખું અર્થ કરી થિર ભ.
Bધે તપ કીધે પરજલે, ક્રોધે કર્મ ઘણેરાં ફલે; ક્રોધે કરણું રૂડી જાય, ક્રોધે સમતારસ સુકાય. કધત વસ કાંઈ નવ ગણે, માતપિતા ને ગુરુ અવગણે; ક્રોધે પંચેંદ્રી મુઝાય, ક્રાધે ઝેર ઘણેરો થાય. ક્રોધે વિકથા વાધે ઘણી, કેબે કર્મ નિકાચિત ભણું, ક્રોધે બે બાંધવ આફલે, ક્રોધે ભરત બાહુબળ લડે. ક્રોધે અચંકારી ભટ્ટ, ક્રોધે પતિસુ કરી ખટપટા ધે અર્જનમાલી નામ, મહાવીર કીધે સુભ ઠામ.
Page #536
--------------------------------------------------------------------------
________________
૨૨૩
પૂ. પં. શ્રી રમણીકવિજયજી ગણિઃ ક્રોધ-માન-માયા-લોભ ચઉપઈ
ક્રોધે કૂડકપટ કેલવે, ક્રોધે દુર્ગતિ અતિ મેલવે, ફરસરામ ફરસી ફેરવે, ક્રોધે શંભુ હલ મેલવે. ક્રોધે બ્રહ્મદત્ત થયે કઠોર, બ્રાહ્મણ ડેલા કાઢયા જેર; ક્રોધે સાસૂય થઈ નણંદ, સુભદ્રાસુ કીધો ફંદ. bધે કાઠા કર્મને બંધ, કેપે ઘરમાં પેસે બંધ, કોથે ચેડે તે મહારાય, હલ-વીહલમાં સમરે જાય. ક્રોધે કુણીક કટકી કરે, ભાજી વિસાલા પાછો ફરે; ક્રોધે લક્ષ્મણ ને વળી રામ, ક્રોધે રાવણ ટાલ્યા ઠામ. ક્રોધ તણી છે મોટી વાત, કેઈન કરજે એહની વાત ક્રોધે કર્મ ઘણાં બંધાય, ક્રોધે દુર્ગતિ પડવા જાય. તેહ ભણી સહુ કોડે કોધ, સુખ નિરાબાધ લહે વલી બેધ;
માન
માન તણું હવે સુણજો વાત, માન તજે તે સબલ સુજાત. માને માન તુરંગમ ચડે, માને હાલમાં પડે; માને નીચ કુલ અવતરે, માને વિનય મૂલ નહિ જડે. માને ચઉગઈગત અનુચરે, માને જ બુક ભવમાં ફરે; સાંબ પ્રદ્યુમન કહ્યા કુમાર, માને સ્થાલ તણે અવતાર. માને બલિરાજા નિરધાર, બ્રાહ્મણ સ્વરૂપ કહ્યો મોરાર; માને ગમંદ તણે છે જેર, બાહુબલ છેડે એક ઠોર. માન તણી છે વધતી વેલ, માને માર્યા દુઃખની રેલ; માને વીરમતી તે નાર, ચંદને કીધે કૂકડ સાર. પ્રેમલાલચ્છી હાથે ચડી, સુરજકુંડ કીધે ભાવ ફરી; માને દુર્યોધન દુખ લહે, માને સરપની એપમાં લહે. માને ધરમ ન પામે કદા, માને કર્મ બંધાયે સદા; માને માનવ ગહલે હોય, માને ભવ ફરસે સહ કોય. માને બુદ્ધ ગલે નર સેઈ, માન તજે તે સુખિયે હેઈ, માન તણું જે એ ગત કહી, ધરમી નર તે સુણજે સહી.
માયા હવે માયાને કહું વિચાર, માયા નરકતણે છે બાર; માયા–મેસ તણું છે દેસ, માયા કમંતણે કરે પોષ. માયા-કપટે મલ્લીનાથ, માયા મહતણે છે સાથ; માયા કૂડ-કપટ કેલવે, માયા ભુંડી ગત મેલવે.
Page #537
--------------------------------------------------------------------------
________________
२२४
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રંથ માયા માનવ જૂઠ લવે, માયા નર નારીને ભવે; માયા અષાઢાભૂત મુણિંદ, માયા લાડુ હર્યા ફંદ, માયા મોટો છે મકરંદ, માયા પડિયે સૂરજ-ચંદ; માયા ફંદતણી છે જાલ, માયા સિંહણી છે યાલ. માયા અધિક કરે ઉફંડ, માયા કમાણે છે કુંડ; માયા માનવધર્મ ન થાય, માયા પુણ્ય કરે અંતરાય. માયા ચેરી જારી કરે, માયાએ વીખુટ મરે, છેટા મેટા માયા ધરે, માયા સબ સંસારી ફરે. માયા જાલે વાળે જીવ, માયા પ્રાણુ કરતે રીવ; અરથ કહ્યું માયાને સાર, લભતણે હવે કહું વિસ્તાર.
લોભ
લેભે લક્ષણ જાયે સહુ, લેભે પડીયા દાનવ બહુ લોભે લોભ ઘણેરે થાય, લોભે નરનારી ઊજાય.
ભે ગડ ગહેલો હોય, લેભે ધર્મ ન જાણે કેય; લોભે સાગરદત્ત જલ પડ્યો, લોભે સુભૂમ ચકી નડ્યો. લોભે સંચે ધનને કરે, માખી જીમ મહુઆલે ફરે; લોભે ધન નવિ ખર્ચ વલી, વાગુલ ભવ પામે તે ફરી. લોભે દેશ પરદેશે જાય, લોભે નરનારી અફલાય; પુણ્ય હવે તો પામે વલી, બેઠા ધર્મ કરે કેલવી. કોઇ લેભને છેડો પાસ, શ્રાવક ધર્મ કરો ઉલ્લાસ; લોભે નાના મોટા જીવ, લોભે કાર્ય કરે સદીવ. લોભતી ગત છડે સાર, તીર્થયાત્રા કરે ઉદાર, અઢાર પાંત્રીસ વરસ મઝાર, વાગડ દેશ વડે છે સાર. દેવદર્શન ગુરુ પંડિત રાય, “કીર્તિવિજ્ય” હરખે ગુણ ગાય; ઋદ્ધિ વૃદ્ધિ પામે તે સદા, નરક નિદે નવે કદા.
છે ઈતિ ક્રોધ-માન-માયા-લોભ થઉપઈ છે
For Private & Personal use only
Page #538
--------------------------------------------------------------------------
________________
રાજયવાત્સલ્ય
લેખક–શ્રી સુબોધચંદ્ર નાનાલાલ શાહ
શ્રેષ્ઠી પિથડકુમાર: માંડવગઢના મહામંત્રી. એમણે જેમ માંડવગઢના રાજા જયસિંહદેવના રાજ્યનું મહામંત્રીપદ શોભાવ્યું એમ ધર્મનું મહામંત્રીપદ પણ કરી જાણ્યું હતું. એમના વખતમાં માંડવગઢનું આખું રાજ્ય સુરક્ષિત થયું, રાજ્યની સંપત્તિ અને સુખાકારીમાં વધારો થયે, અને આખા દેશની પ્રજા સુખી અને સમૃદ્ધિશાળી બની. બહારનાં આકમણોને એમણે એ જવાબ આપ્યો કે પછી તે કઈ માંડવગઢ રાજ્ય સામે આંગળી ચીંધવાની પણ હિંમત ન કરી શકે.
મહામંત્રી જેમ રાજ્યસંચાલનમાં કુશળ હતા તેમ વેપારમાં પણ એવા જ કુશળ હતા. સંપત્તિની તો એમને આંગણે છેળે ઊછળતી હતી. અને પેથડકુમારે તે પહેલેથી જ પરિગ્રહનું પરિમાણ કરેલું, એટલે તેઓ પિતાની સંપત્તિનો ધર્મનાં અને લોકસેવાનાં કાર્યમાં ખોબે ખોબે ઉપયોગ કરતા. એમની સંપત્તિમાંથી તે કંઈક મનહર દેવમંદિરે, ધર્મસ્થાનો, આશ્રયસ્થાન અને સેવાલ ઊભાં થયાં હતાં. એ બધાં સ્થાને પિથડશાની કીર્તિગાથા સંભળાવતાં હતાં. લેકને થતું, પેથડશાએ કેટલી સંપત્તિની કમાણી કરી છે અને કેટલી સંપત્તિનું પિતાના હાથે દાન કર્યું છે ! લેકમાં તો કહેવાતું કે પેથડશાને ચિત્રાવલી મળી છે અને ફળી છે.
પેથડશાના માર્ગદર્શક હતા એક ધર્મગુરુઃ આચાર્ય ધર્મઘોષસૂરિ એમનું નામ. ભારે પ્રભાવશાળી અને જ્ઞાની પુરુષ. આવા મોટા રાજ્યને આ મોટો મંત્રી એક નાના આજ્ઞાંકિત શિષ્યની જેમ એમને પડ્યો બોલ ઝીલી લેતો પોતાના ગુરૂની કલ્યાણબુદ્ધિમાં એમને આટલી બધી આસ્થા હતી.
આમ રાજ્યસેવા, લેકસેવા અને ધર્મસેવાને લીધે મહામંત્રી પેથડકુમાર રાજ્યમાં અને પ્રજામાં સમાન રીતે પ્રિય બની ગયા હતા. રાજા અને પ્રજ બનેમાં એમની ખૂબ પ્રતિષ્ઠા હતી અને સૌ એમની વાતને હોંશેહોંશે સ્વીકારી લેતા, અને પેથડકુમારને જયજયકાર બેલાવતા.
Page #539
--------------------------------------------------------------------------
________________
२२६
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ સૂર્ય અસ્ત થાય છે અને હસતું, ખીલતું, સુવાસ પાથરનું સુંદર–સહામણું કમળ પોતાની પાંખડીઓ સંકેલી લે છે. જીવનનું પણ એવું જ છે. આયુષ્યને સૂર્ય અસ્તાચળ તરફ ઢળે અને જીવનનું કમળ બિડાઈ જાય–બીજે સ્થાને ખીલવાને માટે ! સમય થયે અને સર્વજનવત્સલ પેથડકુમારનું જીવન સંકેલાઈ ગયું. એમની કાયા એમની નામનાની સુવાસને સર્વત્ર પ્રસરાવીને નામશેષ બની ગઈ. પેથડકુમાર લોકહૃદયમાં અમર બની ગયા. જનસમૂહ એમની પુણ્યસ્મૃતિને અભિનંદી રહ્યો.
પિથડકુમારને પુત્ર ઝાંઝણકુમાર: એય પિતા જેવો કર્મચૂર, ધર્મશૂર અને દાનશૂર હતે. ધર્મનું રહસ્ય, સંસારની અસારતા અને સંબંધોની અશાશ્વતતાને એ સારી રીતે સમજે છે, પણ પિતાનો વિયોગ એનાથી સહ્યો જતો નથી. એ તો વારેવારે પિતાના પિતાને સંભારીને ઉદાસ બની જાય છે. એને થાય છે. પિતાજી કેવા જાજરમાન પુરુષ હતા! હવે શું એમની છત્રછાયા ક્યારેય નહીં મળે? અને ઝાંઝણકુમારની આંખે અંતરની વેદનાનાં આંસુ સારવા લાગે છે.
ગુરુદેવ ધર્મષસૂરિજી અવારનવાર ઝાંઝણકુમારને ધર્મવાણી સંભળાવીને આશ્વાસન આપે છે અને આવા ધર્મજૂર પિતાનું સ્મરણ કરીને આર્તધ્યાનમાં મનને દુઃખી કરવાને બદલે એમના જેવી ધર્મકરણીમાં ચિત્તને પરોવીને પિતાના જીવનને અને ધનને કૃતાર્થ કરવાની પ્રેરણા આપતા રહે છે. મહામંત્રીની જેમ ઝાંઝણકુમારને પણ આ ધર્મનાયક ગુરુમહારાજને જ સાચો આશ્રય છે.
છતાં ઝાંઝણકુમારનું મન હજી શાંત અને સ્વસ્થ નથી થતું, એ જોઈને ધર્મષસૂરિજી મહારાજે એમને તીર્થયાત્રાને સંઘ કાઢવાનો ઉપદેશ આપ્યું અને તીર્થયાત્રાના તથા સંઘ કાઢવાના અસંખ્ય લાભો વર્ણવી બતાવ્યા. પિતાનું આપ્યું અને પોતાના હાથે રળેલું ધન પણ અઢળક હતું, સારા કામમાં સામે ચાલીને ઉલ્લાસપૂર્વક ધનને વાપરવાની ઉદારતા પણ ઘણી હતી અને ધર્મનું આરાધન કરવાની તથા શાસનની પ્રભાવના વધારવાની ધગશ પણ પુષ્કળ હતી.
ઝાંઝણકુમારના મનમાં આચાર્ય મહારાજની વાત વસી ગઈ. એમને પણ થયું? બીજી દષ્ટિ ઉપરાંત લોકદષ્ટિએ પણ આવા મહાન અને ધર્માત્મા પિતાની સ્મૃતિ નિમિત્તે કંઈક પણ ધર્મકૃત્ય કરવું જ જોઈએ ને! સંઘ સહિત તીર્થયાત્રા કરવામાં તે પિતાજીને પણ સાચી અંજલિ આપી ગણાશે, સંઘને પણ ધર્મકરણ કરવાનો અવસર મળશે અને મારું પણ કલ્યાણ થશે. આવા અનેક લાભને વિચાર કરીને ઝાંઝણકુમારે ગુરુમહારાજના આ ધર્માદેશને તરત જ આદરપૂર્વક માથે ચડાવી લીધે, અને શત્રુંજય મહાતીર્થની યાત્રાએ મોટા સંઘ સાથે જવાનું નક્કી કર્યું.
સારા કામમાં સો વિઘન, એટલે સારું કામ તો તરત જ પતાવ્યું સારું. એટલે મોટા સંઘની તાબડતોબ બધી તૈયારીઓ કરવાને ઝાંઝણકુમારે આદેશ આપ્યો. ગામોગામના સંઘને કે કતરીઓ લખવામાં આવી. અને વિ. સં. ૧૩૪૦ના વસંતપંચમીના મંગળમય દિવસે, મંગળ ચોઘડિયે અઢી લાખ જેટલા યાત્રિકના મોટા સંઘ સાથે ઝાંઝણકુમારે,
Page #540
--------------------------------------------------------------------------
________________
શ્રી સુબોધચંદ્ર નાનાલાલ શાહ : રાજ્યવાત્સલ્ય
૨૨૭ આચાર્ય મહારાજ શ્રી ધર્મઘોષસૂરિજીની નિશ્રામાં, શત્રુંજય મહાતીર્થની યાત્રા માટે મંગલ પ્રયાણ કર્યું. - અઢી લાખ મનુષ્યોને એ સંઘ જ્યારે પિતાના ડેરાતંબૂ ઉપાડીને ચાલતે ત્યારે જે દશ્ય સર્જાતું તે એવું હતું કે જે નજરે જોવું એ પણ એક લહા હતા.
સંઘ પણ કે મોટો ! જ્યાં સંઘને પડાવ થાય છે ત્યાં એક વિશાળ નગર વસી જાય છે. સંઘની સગવડ સાચવવા અને ભક્તિ કરવા ઝાંઝણકુમાર, એમના સાથીઓ અને સેંકડે શ્રેણીઓ ઊભે પગે ખડા રહે છે. અનંતજ્ઞાની-સર્વજ્ઞ ભગવાને સંઘને તીર્થ કહીને અને એને નમસ્કાર કરીને એને મહિમા વધાર્યો છે. આવા જંગમ તીર્થની ભક્તિ કરવાને આ અપૂર્વ અવસર ફરી મળ્યો કે મળશે ! સંઘને માર્ગમાં આવતાં રાજ્યના રાજાઓ, ઠાકોરો, મંત્રીઓ, મહાજને અને શ્રેષ્ઠીઓ પણ સંઘનું સ્વાગત-બહુમાન અને સંઘની ભક્તિ કરવામાં જરા પણ પાછી પાની કરતા નથી. સૌ હોંશે હોંશે સેવા કરવા દેડી આવે છે. સૌને મન જીવનને આ એક અમૂલ્ય લહાવો છે. - યાત્રાળુઓ નિત્યનિયમ મુજબ દેવદર્શન-પૂજન કરી શકે એ માટે બાવન બાવન તે વિશાલ જિનાલયે સાથે રાખવામાં આવ્યાં હતાં. હજારો વાહને, ઘોડા, બળ અને સુખાસને વગેરેથી તેની વિરાટતા વધુ ને વધુ લંબાતી જતી હતી.
માન્યામાં ન આવે તેવું એ દશ્ય હતું. જોકે કહેતા કે આવડે માટે સંઘ તે વળી હતો હશે? તે ખાતે ક્યાં હશે? આટલા મોટા સમૂહને ખવડાવતું કેણ હશે? એને સૂવા-બેસવાની સગવડ શી હશે? પણ આ બધા સવાલો ત્યાં સુધી જ ટકતા કે જ્યાં સુધી સંઘનાં પ્રત્યક્ષ દર્શન કરવાનો અવસર ન મળતું. જ્યાં એ દશ્ય પ્રત્યક્ષ જોવા મળતું ત્યાં આ બધા પ્રશ્નો સ્વયમેવ શાન્ત થઈ જતા.
સંઘના એક છેડેથી બીજે છેડે પહોંચવા માટે પગે ચાલનારને ખાસા ૩-૪ કલાક થાય એવો વિરાટ આ સંધ હતો. આ સંઘ ગુજરાતમાં થઈ સૌરાષ્ટ્ર દેશમાં જવાને હતું. અને ત્યાં જેના અણુએ અણુ પાપીઓનેય પાવન કરી દેવાની શક્તિ ધરાવે છે તેવા પરમ તારક તીર્થાધિરાજના મસ્તક પર બિરાજમાન મુકુટમણિશા ભગવાન યુગાદીશ્વરને મનભરી નીરખવાની અને તે તારકની પૂજા-અર્ચા કરવાની ભાવના સેવતો હતે. - સંઘની અને ઝાંઝણકુમારની ભાવના સફળ થઈ માર્ગમાં આવતાં બધાં ધર્મતીર્થોની અને છેવટે તીર્થાધિરાજ શત્રુંજય મહાગિરિરાજની ઉલ્લાસપૂર્વક યાત્રા કરીને, અને ઝાંઝણકુમારને સંઘપતિપદને અભિષેક કરીને સંઘ પાછા ફરી રહ્યો હતો. પાછાં ફરતાં પણ સંઘમાં એ જ ધર્મરંગ પ્રવર્તતો હતો. જાણે ત્યાં ધર્મનું જ સામ્રાજ્ય પ્રવર્તતું હતું, અને બધા યાત્રિકો એ ધર્મનગરીના વસનારા હતા.
પાછા ફરતાં માર્ગમાં ગુજરાતનું જૂનું પાટનગર કર્ણાવતી આવતું હતું. કર્ણાવતી તે વખતે પંકાયેલ નગરી હતી, અને પુરાણપ્રસિદ્ધ સાબરમતી નદીને કિનારે વસી હતી. ત્યારે ત્યાં રાજા સારંગદેવનું શાસન પ્રવર્તતું હતું. ગુજરાતનું રાજ્યશાસન નબળું પડવું હતું, છતાં ગુજરાતને રાજા ત્યારે એ જ ગણુ.
Page #541
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ -મહેાત્સવ-ગ્ન થ
જેણે જેણે આવડા મેાટા સંઘની વાત સાંભળી હતી તે મધા જ તાબૂમ થયા; તે પછી ગુજરેશ્વર કઈ જુદી માટીના ઘેાડા જ હતા ! તે પણ તાબૂમ કે કેવી નવાઈની વાત છે કે અઢી લાખ માણસેને આ સંઘ છે!
થયા. એમનેય થયુ
૨૨૮
“ આટલી મેાટી જનમેદ્યનીના અધિનાયક કાણુ હશે ભલા?” સારંગદેવે પેાતાના પ્રધાનને પૂછ્યું.
“ મહારાજ ! આવા વિશાળ સંઘના સધપતિ ઝાંઝણકુમાર છે. માલવ દેશના માંડવગઢ રાજ્યના મહામત્રીશ્વર સ્વનામધન્ય પેથડકુમારના તેએ ધસી` પુત્ર છે. પેથડકુમાર તેા એવા ધર્માત્મા હતા કે એમણે બત્રીસ વર્ષોની ભરયુવાનીમાં બ્રહ્મચ વ્રત જેવું કઠાર વ્રત અંગીકાર કર્યું" હતુ! તેમણે એઢેલું વસ્ત્ર રોગીને પહેરાવતાં રાગ ચાલ્યા જાય એવી તા એમની ધાર્મિકતાની નામના હતી. તે ખરેખરા ધાર્મિક શિરામણ અને પુણ્યવાન મહાપુરુષ હતા. આજના સંઘના સ`ઘપતિ ઝાંઝણકુમાર એમના પુત્ર છે અને તેએ પણ ખૂબ ધમી છે.”
ગુજરેશ્વર આ પ્રશ'સા વિસ્ફારિત નયને સાંભળી જ રહ્યા. તેમને થયું કે આ સંઘને તેા નજરે નીરખવા જ જોઈ એ. અને સંઘનાં દર્શન અને સ્વાગતની એમની ભાવના વધુ પ્રમળ મની. સઘના આગમનના સમાચાર આવ્યા એટલે રાજા અને પ્રજા બધાં ખૂબ રાજી થયાં. સત્ર આવા મેાટા અભૂતપૂર્વ સંઘના સ્વાગતના ઉમરંગ પ્રવતી રહ્યો.
રાજા સારંગદેવે પોતાના મંત્રીશ્વરને એલાવી સધપતિ તથા સંઘનું ચેાગ્ય સન્માન કરવાની, નગરમાં તેમના પ્રવેશ મહેાત્સવ કરાવવાની તથા રાજમહેલમાં તેમને લઈ આવ વાની આજ્ઞા કરી.
બીજા દિવસે જયારે એક પ્રહર લગભગ વીતી ગયેા ત્યારે સંધ કર્ણાવતીના પાદરે આવી પહેાંચે. નગરનાં તથા આસપાસનાં જિનચૈત્યેા જુહારવા તથા શ્રમણ ભગવાને વદના કરવા માટે સધ અહી ચાર દિવસ રાકાવાના હતા.
નમતી સધ્યાએ ગુર્જરેશ્વર સારંગદેવ સંઘપતિના તંબૂમાં આવ્યા. સંઘપતિની બેઠક એક રાજરાજેશ્વર જેવી હતી. અદ્ભુત અને તેજસ્વી એમનું લલાટ હતું. અહુમૂલ્ય અને ભાગ્યે જ જોવા મળે એવા અલંકારોથી તેએ સુશેાભિત હતા. અતિશય નાજુક દેહલતાવાળી અને આરસમાંથી કડારેલી દેવાંગનાએ સમી ચામરધારિણીએ તેમને ચામર વીઝી રહી હતી. છત્રધર જરાય હાલ્યાચાલ્યા વિના તેમને છત્ર ધરીને ઊભેા હતા. શ્રેષ્ઠીએ અને સામતા તેમના અને પડખે મદબાપૂર્વક બિરાજતા હતા.
ગુજરેશ્વર પેાતાને મળવા આવી રહ્યા છે એ સમાચાર સાંભળતાં જ સંઘપતિ ઝાંઝણકુમાર પાતે ઊઠીને ગુજરેશ્વરનું સન્માન કરવા સામે ગયા. બંનેએ પરસ્પરનુ અભિવાદન કર્યું. રાજવીએ સંઘપતિના તથા સોંધના કુશળ માંગલ પૂછ્યા. ‘ અમારા પ્રદેશમાં આપને કશી તકલીફ તેા નથી પડી ને ? ’ એ પ્રશ્નના જવાબમાં સ`ઘપતિએ ગુજરે શ્ર્વરની પ્રસન્ન નજરને કારણભૂત ગણાવી.
મીઠી પ્રેમભરી વાતા શરૂ થઈ અને સૌ આનવિભાર બની ગયા.
Page #542
--------------------------------------------------------------------------
________________
શ્રી સુબોધચંદ્ર નાનાલાલ શાહ : રાજ્યવાત્સલ્ય
૨૨૯ છેવટે ઊઠતાં ઊઠતાં રાજવીએ આવતીકાલે રાજ્ય તરફથી સંઘપતિ તથા સંઘના નગરપ્રવેશ મહોત્સવની વાત મૂકી, અને ઝાંઝણકુમારે એને સહર્ષ સ્વીકાર કર્યો. - બીજા દિવસની સવાર થઈ અને આખું પાટનગર સંઘ અને સંઘપતિના સન્માનાથે નગર બહાર ઠલવાયું. અઢી લાખ યાત્રાળુઓ, બીજે પણ માનવસમૂહ અને નગરની સમસ્ત વસતી ભેગી થતાં ત્યાં માનવને હાલતો ચાલતો મહેરામણ હિલોળા લેતે દેખાતો હતો; તેનું વર્ણન કરવું શક્ય નથી.
સંધપતિ ઝાંઝણકુમારને નાના પર્વત સમા મહાકાય હાથી પર સેનાની અંબાડીમાં બેસાડવામાં આવ્યા અને ગુર્જરેશ્વર તેમની સાથે બેઠા. એક વિજેતા સેનાપતિનું જેવું સન્માન થાય તેથીય અધિક સન્માન તેમનું કરવામાં આવ્યું. સંઘ અને સંઘપતિની સવારી રાજમહાલય આવી પહોંચતાં ગુર્જરેશ્વર સંઘપતિનો હાથ ઝાલીને તેમને રાજમહાલય તરફ દોરી ગયા. સૌને પરિચયવિધિ થયા અને તાબૂલ અપાયાં.
છેવટે રાજવીએ વિનંતી કરી : “શ્રેષ્ઠી ઝાંઝણકુમાર, જે તમે સ્વીકારો તો મારી એક વિનંતી છે કે આવતીકાલે આપ આપના સંઘમાંથી સારા સારા ચૂંટી કાઢેલા પાંચેક હજાર માણસ સાથે રાજમહાલયમાં મારે આંગણે ભોજન લેવા પધારો.”
સૌને થયું કે હમણ ઝાંઝણકુમાર હા પાડી દેશે. એક રાજા જે રાજા વગર માગે, સામે ચાલીને આવું દુર્લભ બહુમાન કરતા હોય, તે એને ઈન્કાર પણ કોણ કરી શકે ? અને એ ઈન્કાર કરવાની જરૂર પણ શી ?
પણ ઝાંઝણકુમાર કંઈ સામાન્ય માટીના માનવી ન હતા. એમના તો રમ રેમમાં ધર્મનું તેજ અને બળ વસેલું હતું. પોતાના સન્માન અને ગૌરવ કરતાંય પોતાના ધર્મનું અને પિતાના સાધર્મિકોનું ગૌરવ અને સન્માન એમના હૈયે વધારે વસેલું હતું. ઝાંઝણકુમારે નમ્રતા અને વિવેકપૂર્વક છતાં મક્કમપણે કહ્યું: “રાજન ! આપનું આમંત્રણ હું નહીં સ્વીકારી શકું, મને ક્ષમા કરો!”
કારણ?” રાજવીએ પૂછ્યું.
કારણ એ કે મારા સંઘમાં જેમને હું બીજા યાત્રિકોથી સારા તરીકે ચૂંટીને જુદા તારવી શકું એવા કેઈ માણસો જ નથી.”
“એટલે શું તમારા સંઘમાં સારા કહી શકાય એવા માણસો જ નથી?” રાજવીએ સંઘપતિની વાતને સમજ્યા વગર જ પૂછ્યું. પોતાની માગણીનો ઈન્કાર સાંભળીને એના અંતરને એક પ્રકારને આઘાત લાગ્યો હતો.
ના, મહારાજ, એવું નથી. આપ મારી વાત બરાબર સમજ્યા નહીં. મેં આપને કહ્યું એને ભાવ તે એ છે કે મારા સંઘમાં કઈ પણ ખરાબ માણસ નથી; બધા જ સારા છે. એમાં હું કેની ખરાબ તરીકે બાદબાકી કરીને સારાની પસંદગી કરું ? મારાથી એ ન થઈ શકે. આ સંઘમાં બધા જ મારા સહધમી" ભાઈઓ છે, બધા જ શ્રેષ્ઠ છે; અને સૌ મારા આમંત્રણથી જ સંઘમાં પધાર્યા છે. તો પછી એમાં સારાખોટાને વેરાવ કરીને એમનું માનભંગ કરનાર હું કે?”
Page #543
--------------------------------------------------------------------------
________________
૨૩૦
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ તે પછી શું થાય?” રાજવી જરા અકળાઈને બેલ્યા.
એ જ કે આપનું આમંત્રણ હું ન સ્વીકારું !” ઝાંઝણકુમારે કહ્યું. રાજવીને આ વાતથી ખેદ થયો. એ ખેદે ગુસ્સાનું રૂપ ધયું. સહજ આવેશમાં આવીને રાજવી બોલ્યા : “તો શું તમારા અઢી લાખ માણસના સંઘને મારે જમાડે? શું કોઈ પણ માણસ આટલી મોટી સંખ્યાને જમાડી શકે ખરો ? ”
“રાજન ! આપની ભાવનાને હું સમજી શકું છું. આપની લાગણી સાચી અને અનુમોદના કરવા જેવી છે. કૃપા કરી આપે પણ મારી વાત સહાનુભૂતિથી સમજવી ઘટે. વળી મેં આપની પાસેથી એવી કઈ આશા રાખી જ નથી કે આપ મારા સંઘના અઢી લાખ માણસોને જમાડે ! બાકી આવડા મોટા સંઘને કેવી રીતે જમાડી શકાય એનો મારે નમ્ર તથા પ્રત્યક્ષ જવાબ એ છે કે હું આ સંઘને જ જમાડું જ છું. પણ આ કંઈ આગ્રહને વશ બનીને ખેંચપકડ કરવા જેવી વાત નથી. મોટી વાત તો ભાવનાની છે, અને આપની ભાવના મેં પ્રત્યક્ષ જોઈ છે, અને એનું મારે મન જમણુ કરતાં પણ વધુ મૂલ્ય છે.” પેથડશાએ ગંભીરપણે કહ્યું.
પિતાના આમત્રણની આ સ્થિતિ થવાથી ગુર્જરેશ્વર ગુસામિશ્રિત ખેદના ભાવથી વ્યાપ્ત બનેલા હતા. ત્યાં એમના મગજમાં એક ચમકારો થયે અને એમનાથી બોલાઈ ગયું “સંઘપતિજી, શું હું તમને આખું ગુજરાત જમાડવાનું કહું તે તમે જમાડી શકે ખરા? જો ને, તે પછી તેવું જ મારા માટે છે, એ તમારે સમજવું જોઈએ અને મારા આમત્રણને સ્વીકાર કરે જ જોઈએ.”
સારંગદેવ રાજાની વાત સાંભળી મંત્રીવરે પૂરી ધીરતાથી કહ્યું: “રાજન ! અગર જે આપ ફરમાવો તો આખા ગુજરાતને જમાડીશ. શાસનદેવ મને એમાં સહાય કરશે. અત્યારે જ મારું આપને આમંત્રણ છે.”
સંઘપતિને ઉત્તર સાંભળી ગુર્જરે૨ પહેલાં તે ડઘાઈ જ ગયા; પછી થોડીવારે બેલ્યાઃ “ઝાંઝણકુમાર, આખું ગુજરાત એટલે શું એ કંઈ ખ્યાલ તમે કરી શકે છે? તમે એને જમાડવાનું કહો છો?”
રાજન ! સઘળે જ ખ્યાલ કરી શકું છું અને આજે, આ ઘડીએ જ, આપને સમસ્ત ગુજરાતને મારા તરફથી જમવાનું આમંત્રણ પાઠવવા વિનંતી કરું છું.” - રાજવી મોંમાં આંગળાં નાખી ગયા કે આ સંઘપતિ આ શું બોલે છે! પણ ચાલે, કસોટી થશે, એમ સમજી તેમણે મન મનાવ્યું.
આમ વાતવાતમાં પ્રસંગે એક જુદું જ રૂપ ધારણ કરી લીધું. ઝાંઝણકુમારના સંઘનું પ્રયાણ બંધ રહ્યું. આખો સંઘ કર્ણાવતીની બહાર રોકાઈ ગયે. આખી ગુજરાતની પ્રજાને ઝાંઝણકુમારના રાજ્યવાત્સલ્યમાં જમવાનાં આમંત્રણો મેકલાઈ રહ્યાં.
ભગવાન જિનેન્દ્રનું શાસન જેણે રગરગમાં પચાવ્યું હોય છે એવા ધર્મશ્ર આત્માને, પ્રસંગ આવે ત્યારે, વટ કેવી રીતે રાખ તે શીખવવાનું ન હોય. હવે તે સંઘવાત્સલ્ય કે સહધમીવાત્સલ્ય નહીં પણ રાજ્યવાત્સલ્યના મહાજમણને હર્ષ અને ઉલ્લાસપૂર્વક
Page #544
--------------------------------------------------------------------------
________________
શ્રી સુબોધચંદ્ર નાનાલાલ શાહઃ રાજ્યવાત્સલ્ય
૨૩૧ સફળ કયે જ છૂટકે હતે. અને ઝાંઝણકુમાર એમાં જરાય પાછા પડે એવા ન હતા. એમની શક્તિ અને ભક્તિ અને અજોડ હતી.
કામ ન કલ્પી શકાય એવું મોટું હતું અને ઘણી ઝડપે પૂરું કરવાનું હતું. પણ એની પાછળ પ્રતાપી પિતાના પુત્રની વ્યવહારદક્ષ વણિક બુદ્ધિ કામ કરતી હતી, સંઘમાંના ભાવનાશીલ અગ્રણીઓ અને કુશળ કાર્યકરોને ઉમંગભર્યો સાથે હતા, અને પૈસાની તે કઈ કમી જ ન હતી, એટલે કામની સફળતામાં કઈ સંદેહ ન હતે. - રસોઈની અને જમાડવાની તાબડતોબ તૈયારીઓ કરવામાં આવી. એકસાથે પાંચસો માણસેને જમવા બેસાડી શકાય એવા વિશાળ એક સો જેટલા મંડપે ખડા કરવામાં આવ્યા. સાબરમતીને આખો કિનારે અને કર્ણાવતીની આસપાસને વેરાન લાગતો વનપ્રદેશ જાણે વન–ભેજનનું ભર્યું ભર્યું રળિયામણું ઉદ્યાન બની ગયું. જમનારને બહુમાન પૂર્વક જમાડી શકાય એવી બેસવા-પીરસવાની પૂરી વ્યવસ્થા કરવામાં આવી. " બધી પૂર્વતૈયારી પૂરી થઈ એટલે નિશ્ચિત દિવસથી રાજ્યવાત્સલ્ય અથવા તે પ્રજાવાત્સલ્યને મહાજમણવાર શરૂ થયો. કર્ણાવતીના રાજવી અને નગરજનો પણ આ કામમાં પૂરા ઉત્સાહથી સાથ આપવા આવી પહોંચ્યા. રાજા સારંગદેવનો રોષ પણ ઊતરી ગર્યો હતો. આ કાર્યને એમણે પોતાનું જ માની લીધું. રાજ્યની મદદથી જ્ઞાતિવાર જુદા જુદા મંડપોમાં પ્રજાજનોને ભાવપૂર્વક જમાડવામાં આવતા; દિવસભર એ કામ ચાલ્યા કરતું.
જાણે ઝાંઝણકુમારે રાજ્યવાત્સલ્ય કે પ્રજાવાત્સલ્યને સપ્તાહુનિક મહત્સવ માંડ્યો હોય એમ સાત સાત દિવસ સુધી આ જમણવાર ચાલ્યો. અને સમગ્ર ગુજરાતની પ્રજાએ માંડવગઢના સ્વર્ગસ્થ મહામંત્રીના સુપુત્ર ઝાંઝણકુમારની મહેમાનગતિનો અને લાભ લીધો અને એમની ધર્મભક્તિ, કાર્યશક્તિ અને ઉદારતાનાં દર્શન કર્યા.
બરાબર સાતમા દિવસની સંધ્યાએ સમસ્ત ગુજરાત જમી રહ્યું ત્યારે હર્ષથી છલકાતી આંખે રાજા સારંગદેવ સંઘપતિ ઝાંઝણકુમાર પાસે આવી પહોંચ્યા અને ગદગદ વાણીથી બાલ્યાઃ “શ્રેષ્ઠીવર ! તમે ન કલ્પી શકાય કે નજરે જોયું ન હોય તો ન માની શકાય એવું અતિઅદ્ભુત કાર્ય કરી બતાવ્યું ! તમને સમજવામાં મેં ખરેખર ભૂલ કરી! મને માફ કરો. તમારામાં જે શક્તિ છે તે મારામાં નથી. તમે તો ચમત્કાર કરી બતાવ્યું. અમે એ ક્યારેય નહીં ભૂલી શકીએ.”
ઝાંઝણકુમારે વિનમ્ર બનીને કહ્યું: “મહારાજ! આ કાંઈ મારી શક્તિ નથી; આ તે મારા અભીષ્ટદેવ ભગવાન જિનેન્દ્રદેવે દર્શાવેલ દાનધર્મની શક્તિ છે. આ બધો જ યશ એ મહાપ્રતાપી ઈષ્ટદેવને અને એમણે પ્રરૂપેલ સર્વકલ્યાણકારી ધર્મને ઘટે છે. હું તે માત્ર એમના ચરણની રજ છું.” રાજવીએ પૂછયું: “ઝાંઝણકુમાર, આ જમણ માટે તમે કેટલી મીઠાઈ બનાવરાવેલી ?”
રાજેશ્વર ! મીઠાઈઘર જોવા પધારે” અને ઝાંઝણકુમાર રાજા સારંગદેવજીને તે તરફ દેરી ગયા. - ત્યાં રાજવીએ શું જોયું? હજી બીજા હજારે માણસે જમી શકે એટલી તાજી મીઠાઈના ગંજ ખડકાયા હતા. રાજવી આ દાનેશ્વરીને મને મન વંદી રહ્યા અને લાગણી
Page #545
--------------------------------------------------------------------------
________________
૨૩૨
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવ-ગ્રંથ ભર્યા સ્વરે બેલ્યાઃ “સંઘપતિજી, માગે, મગ, માગે તે આપું. તમારા આ કૃત્યથી હું અતિ પ્રસન્ન થયો છું.”
ઝાંઝણકુમારે કહ્યું : “રાજન ! આપ જેવા રાજવીઓના રૂડા પ્રતાપે તે અમે સિદ્ધક્ષેત્રની યાત્રા કરી આવ્યા, આથી વિશેષ અમારે શું જોઈએ?” - ગુર્જરેશ્વર બેલ્યા: “શ્રેષ્ઠી, એમ ન ચાલે. જે મન થાય તે માગો; આજે તે મારી ભાવનાને પિતાના માર્ગે વિહરવા દ્યો.”
ખૂબ વિચાર કરી સંઘપતિએ કહ્યું : “રાજન ! મારે માગવાનું તો કંઈ છે નહીં, પણ જે તમારે આપવું જ હોય તે એક જ વસ્તુ માગું છું અને તે એ કે આપની કેદમાં પડેલા સમસ્ત રાજાઓને મુક્ત કરો.” - ગુર્જરેશ્વરને થયું કે મંત્રીશ્વરે માગવામાં કશી જ કચાશ રાખી નથી. ઘણું ઘણું માંગ્યું છે; પણ ગુર્જરેશ્રવર પ્રતિજ્ઞાબદ્ધ હતા. . બીજા દિવસના પ્રભાતે બધાય રાજાઓને મુક્ત કરવામાં આવ્યા અને તેમના મુક્તિદાતા માંડવગઢના શ્રેષ્ઠી ઝાંઝણકુમાર છે તે એમને જણાવવામાં આવ્યું.
હર્ષથી છલકાતાં નેત્ર દ્વારા બીજાનાં નેત્રને પણ સજળ બનાવતું એ રાજવીવૃંદ જ્યારે ઝાંઝણકુમારના તંબુમાં આવી એમને ઉપકાર માનવા લાગ્યું ત્યારે તે અંતરને ગદ્દગદ બનાવી દે એવું દશ્ય ખડું થયું. સૌએ ભગવાન વર્ધમાનસ્વામીની મહાકરુણાને અને એમના શાસનને જયજયકાર બેલાવી દીધો.
બીજા દિવસે સવારે આ મહાકાય સંઘે કર્ણાવતીથી આગળ પ્રયાણ આદર્યું ત્યારે પાછળ ઊભેલું રાજવીર્વાદ અને ગુર્જરેશ્રવર સારંગદેવ સમેત સમસ્ત નગરજનનાં હૃદયમાં ભગવાન જિનેન્દ્રના શાસનની અદ્દભુતતા અંકાઈ ચૂકી હતી. ઝાંઝણકુમારે એ સાને જાણે વશ કરી લીધા હતા.
Page #546
--------------------------------------------------------------------------
________________
સ્વ. મહેપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી ગણિ વિરચિત
વિષયોછામાવથ (એક અજ્ઞાત કૃતિને ટૂંક પરિચય)
લેખક : પૂજ્ય મુનિરાજ શ્રી યશોવિજયજી
સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં જન્મેલા અને અઢારમી સદીના લગભગ મધ્ય ભાગે દિવંગત થએલા, પદર્શન વેત્તા, ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજે પોતાના જીવન દરમિયાન વિવિધ વિષયના સેંકડો ગ્રન્થ સંસ્કૃત, પ્રાકૃત, રાજસ્થાની અને ગુજરાતી–એ ચારે ભાષામાં રચ્યા હતા. આમ છતાં અત્યારે તો એમના ગ્રંથ અતિપરિમિત સંખ્યામાં ઉપલબ્ધ થાય છે. તેઓશ્રીને કાળધર્મ પામે હજી પૂરાં ત્રણ વરસને ગાળો પણ નથી વીયે, છતાં એમની સેંકડો કૃતિઓ અનુપલબ્ધ બની જાય એ દુઃખદ તેમ જ રહસ્યમય ઘટના છે. - જો કે હજુ ઘણા જૈન જ્ઞાનભંડારે પૂરી ચોકસાઈથી જોવાયા નથી. આજે હસ્તપ્રતિએનો વપરાશ શ્રમણ સંઘમાં પાંચ ટકા જેટલા પણ રહ્યો નથી. એના પરિણામે જ્ઞાનભંડારે જોવાની તકો ક્યાંથી ઊભી થાય? આજે તે હસ્તપ્રતિઓની લિપિ ઉકેલવાનું પણ દુરહ થતું જાય છે. એટલે જ્યારે અધિકૃત વ્યક્તિઓની નજરે અણખોજ્યા ભંડાર ઝીણવટથી તપાસાશે ત્યારે, સંભવ છે કે, બીજી થોડીઘણી કૃતિઓ પ્રાપ્ત થયા વિના નહીં રહે.
આ સાલમાં જ થોડા વખત પહેલાં સૌરાષ્ટ્રમાં જૂનાગઢ શહેરના જ્ઞાનભંડારની જ કરતાં પ્રાપ્ત થએલી એક નાનકડી અને અપૂર્ણ છતાં અત્યાર સુધી અપ્રાપ્ત તેમ જ અજ્ઞાત કૃતિને અલ્પ પરિચય કરાવવા માટે આ લેખ લખું છું. “શ્રી યશભારતી જૈન પ્રકાશન સમિતિ” ના પ્રથમ પુષ્પ તરીકે પ્રસિદ્ધ થએલી મહોપાધ્યાયજીકૃત પશ તિની પ્રસ્તાવનામાં મહોપાધ્યાયજીકૃત ઉપલબ્ધ, અનુપલબ્ધ, પૂર્ણાપૂર્ણ ગ્રન્થોની જે યાદિ પ્રગટ કરી છે, એમાં આ કૃતિની નેંધ લેવામાં આવી નથી. કારણ કે અદ્યાવધિ પ્રાપ્ત
૧. ઉદાહરણ તરીકે અમદાવાદના ડેલાના ઉપાશ્રયના ભંડારનું નામ સૂચવી શકાય.
Page #547
--------------------------------------------------------------------------
________________
૨૩૪
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ યાદીઓમાં કે ગ્રન્થમાં આ ગ્રન્થને ઉલ્લેખ જોવા મલ્ય નથી. આથી સમજાય છે કે એઓશ્રીએ વિવિધ ક્ષેત્રે અવનવી કેટલીયે કૃતિઓની રચના શરૂ કરી હશે, અને એક યા બીજા કારણે તે અપૂર્ણ રહી હશે. એમાં જે કૃતિ પિતાના પ્રારંભની જેમ જ પિતાને અન્ત જોવાનું સદ્ભાગ્ય ધરાવતી હશે તેણે પિતાને અન્ત જે હશે; અને એવું ભાગ્ય ન ધરાવનારી ઘણી કૃતિઓ એમ ને એમ અધૂરી જ રહી હશે. ઉપર સૂચવ્યું તેમ જૂનાગઢમાંથી મળી આવેલી આવી જ એક અલ્પપુણ્યક કૃતિનું નામ છે–વિનોહસ્ત્રાસદાવ્ય.
ખુશનસીબીની વાત એ છે કે આ કૃતિ ખુદ ઉપાધ્યાયજીના પિતાના હસ્તાક્ષરમાં જ લખાયેલી મળી આવી છે. આ કૃતિની હસ્તપ્રતિ, ઉપર કહ્યું તેમ, જૂનાગઢ જનસંઘના જ્ઞાનભંડારની છે. પિથી નં. ૧૦૫૦, અને પ્રતિ નં. ૩૮૮ છે. આ કૃતિ શોધી કાઢવાનું સૌભાગ્ય મુનિવર શ્રી ધુરંધરવિજયજીને પ્રાપ્ત થયું છે. તેઓશ્રીએ એ કૃતિ અમદાવાદ મારા પરમ આત્મીય જન, પૂજ્ય આગમપ્રભાકર મુનિવર શ્રી પુણ્યવિજયજી મહારાજને મોકલી, તેઓશ્રીએ તેની ફેટેસ્ટેટ કોપી મને મોકલાવી.
આ પ્રતિનાં પાનાં પાંચ છે. પાંચમું પાનું અડધું લખાયેલું છે. એમાં બીજા સને ૬૫ કલેક પૂરો લખાયા પછી આગળનું કામ પડતું મુકાયું છે. દરેક પાનામાં ૧૫થી ૧૮ પંક્તિઓ છે. લોકેની રચના ઉપજાતિ છંદમાં કરેલી છે.
ગ્રન્થને વિષય ચરિત્ર છે. આ ચરિત્ર જગદ્ગુરુ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મહારાજની પાટે આવેલા મહર્ષિ આચાર્ય શ્રી વિજ્યસિહસૂરિ મહારાજશ્રીનું છે, જેમાં શ્રી વિજયદેવસૂરિની પાટે આવેલા હતા.
આ હસ્તપ્રતને બાહ્ય પરિચય જે; હવે એનું આખું આંતર દર્શન કરીએ–
જૈન પ્રણાલિકા મુજબ (પ્રાય:) ૯૯૦નો મંગલ અંક ટપકાવી તુરત જ જે નમ: | લખી, સકલભટ્ટારકશિરોમણિ ભટ્ટારક શ્રી ૫ વિજયદેવસૂરીશ્વરજી મહારાજને નમસ્કાર . કર્યો છે. પછી ગ્રન્થારંભ કર્યો છે.
પ્રથમના ત્રણેય લેકના પ્રારંભમાં અનુક્રમે : (૧) જેવારણાર, (૨) જે પ્રકાર (૩) ઘેવારમારાધનામ્ ! આ પ્રમાણે છે બીજથી સંયોજિત શબ્દોનો પ્રયોગ કર્યો છે.
અહીંયા સમજવા જેવી બાબત એ છે કે, ઉપાધ્યાયજી ભગવંતની અદ્યાવધિ પ્રાપ્ત તમામ કૃતિઓ, પછી તે સ્વહસ્તાક્ષરી હોય કે પરહસ્તાક્ષરી હોય, એ સહુના પ્રારંભમાં - માત્ર આદિના એક જ લેકના પ્રારંભમાં સરસ્વતી મંત્રના બીજભૂત ગણાતા ઇ બીજથી .. १. ऐंकारसारस्मृतिसंप्रवृत्तैर्वृत्तः सुवृत्तैः पटुगीतकीर्तिः ।
- मदंतरायव्ययसावधानः श्रियेऽस्तु शंखेश्वरपार्श्वनाथः ॥ १ ॥ २. ऐन्द्र प्रकाशं कुरुतां ममोद्यन्महारयादेव सरस्वतीयम् । - सदाहितानां तनुते हितं या, पुंसां पवित्रा सकलाधिकारम् ॥२॥ 3. ऐकारमाराधयतां जनानां, येषां प्रसादः परमोपकारी ।।
तेषां गुरूणां चरणारविंद-रजःपरां संपदमातनोतु ॥ ३ ॥
Page #548
--------------------------------------------------------------------------
________________
પૂ. મુ. શ્રી યશે વિજયજી : વિજયાદાસમહાકાવ્ય
૨૩૫
સંવલિત ત્તેન્દ્ર જેવા શબ્દના પ્રયોગ જરૂર કર્યાં છે, પણ એકથી વધુ એટલે કે એ નહીં પણ ત્રણેય Àાક સુધી ‘’ ખીજ સહિત શબ્દપ્રયાગ કર્યો હોય તેવી આ પહેલી જ કૃતિ જોવા મલી છે.
આ પ્રસંગે વાચકેાને એ યાદ આપવું યોગ્ય થઈ પડશે કે ઉપાધ્યાયજીએ કાશીમાં ગંગાના તટે બેસીને સરસ્વતીનું જે વરદાન મેળવ્યુ', તે સિદ્ધિ સરસ્વતીદેવીના જે મંત્રબીજને જ આભારી હતી. અને પછી તે! જાણે એનું ઋણ ચૂકવવા હશે કે ભક્તિ પ્રદર્શિત કરવા કહેા, પણ એ બીજને દરેક ગ્રંથના મંગલાચરણના આદિ શ્લેાકમાં ગાઢવીને તેઓએ અમર બનાવી દીધું.
અહીંયા ચાથા Àાકની રચનામાં સમાન કક્ષાના યમક પ્રકારની ભાષાપ્રયાગો કરીને રચનાકૌશલ્યનું દન કરાવી, કર્તાએ કાવ્યરચના ઉપરનુ` પેાતાનું પ્રભુત્વ ખ્યાત કયું" છે. આ રહ્યો તે બ્લેાકના પૂર્વાધ
न्यूनाधिकाम्यां शशिभानुमद्भ्यां,
ताभ्यामुभाभ्यां किलकुण्डलाभ्यां ।
ત્યાર બાદ દશમા શ્ર્લાકમાં પાતે જેએશ્રીના ચરિત્રનું વર્ણન કરવાનો પ્રારંભ કરે છે તે વિજયસિ’સૂરીશ્વરજી નામના ઉલ્લેખ કરે છે.
પહેલે સ ૧૦૨ લેાકેા વડે પૂર્ણ કરાયે છે. ત્યાં અંતમાં કેટલાક શ્ર્લોકો વિવિધ છંદમાં આપી ગ્રન્થનુ ગૌરવ વધાર્યુ છે.
આ સગ જ્યાં પૂરો થાય છે ત્યાં-વૃત્તિ શ્રીવિજ્ઞન્નોસ્ટાલે વિઝયા,મહાજાવ્યે પ્રથમર્શ શી એમ લખીને આ કાવ્ય મહાકાવ્ય છે, અને એને વિજય શબ્દથી અંકિત કર્યુ છે, એમ સૂચવ્યું છે. આ પ્રમાણે કૃતિપરિચય પૂર્ણ થાય છે.
ગેડીજી જૈન ઉપાશ્રય, મુંબઈ, વિ. સં. ૨૦૨૪
૧. સરસ્વતીની સાધના કરી વરદાન મેળવ્યાની વાત તેઓશ્રીએ પેાતે જ પાતાની કૃતિઓમાં જણાવી છે.
૨. ગમે તે કારણ બન્યું હશે, પણ એકાદ એકૃતિ અપવાદરૂપ એવી પણ છે, જેના પ્રારંભમાં ' બીજ સંવલિત ‘જેરૂ’” ના પ્રયાગ નથી.
૩. આ કાવ્યનું જે નામકરણ જણાય છે તે વિનય ગચ્છનુ સૂચક લાગે છે.
Page #549
--------------------------------------------------------------------------
________________
વિદ્યાલય અંગે થોડીક વિચારણું
લેખક : શ્રી ડો. વલ્લભદાસ નેણસીભાઈ મહેતા
| નમો નમો નાદ્રિવાયરH | કેળવણીની પ્રધાનતાના ચાલુ જમાનામાં જ્યારે કેળવણી લેનારાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે વખતે કેળવણુની પ્રગતિમાં બડિગો અને વિદ્યાલયે અગત્યનો ભાગ ભજવે છે. કેળવણીને વિચાર કરતી વખતે આવી જાતનાં વિદ્યાલયે કેવી રીતે જનસમાજને ઉપયેગી થઈ પડે તેમ છે, તે વિચાર કરવાનું ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણે કોમને મધ્યમ અને સાધારણ સ્થિતિને મોટે ભાગે આવી સંસ્થા મારફત જ કેળવણું લઈ શકે છે. આવાં વિદ્યાલયમાં રહીને વિદ્યાથીએ ઓછા ખર્ચે સારી રીતે રહી શકે તે માટે વિદ્યાલયની જરૂરિયાત અનિવાર્ય છે. સ્કૂલની–કૉલેજની કેળવણીમાં તો ફક્ત માનસિક તથા જરૂર પૂરતી વ્યાવહારિક કેળવણું મેળવી શકાય છે, જ્યારે આવાં વિદ્યાલયોમાં શારીરિક અને નૈતિક તેમ જ ધાર્મિક કેળવણી મળવાથી વિદ્યાથીઓની શક્તિઓનો વિશેષ વિકાસ થાય છે. વિદ્યાર્થીઓ સાથે રહી અભ્યાસ કરે અને પિતાનું જીવન આવી સંસ્થાઓમાં પસાર કરે તેમાં અનેક જાતના લાભ સમાયેલા છે. તેઓની માનસિક કેળવવા માટે શાળાઓમાં અને કૅલેજોમાં ઘણે જ ટૂંક સમય મળતો હોવાથી પરીક્ષાપૂરતો જ અભ્યાસક્રમ ગોઠવવામાં આવે છે; જ્યારે વિદ્યાલયમાં માનસિક ઉપરાંત શારીરિક તેમ જ ધાર્મિક અભ્યાસને પ્રબંધ હોઈ આવી સંસ્થા વિશેષ ઉપયોગી નીવડે છે.
આવી જાતનાં વિદ્યાલયેનો હેત હવે જોઈએ તે ખાસ વિચારવા લાયક બાબત છે. આવી સંસ્થાઓ મારફત શિક્ષણ લેવાનો મુખ્ય ઉદ્દેશ દરેક વિદ્યાર્થીના ચારિત્રના વિકાસનો હોવો જોઈએ—પછી ભલે આ મુખ્ય હેતુની સાથે બીજા નાનામોટા હેતુઓ સંકળાયેલા હોય. મતલબ કે વિદ્યાર્થી સેવા, સંયમ અને સ્વાશ્રયનું મહત્ત્વ સમજીને જીવનમાં એને અપનાવી શકે અને પિતાની જાત, કુટુંબ તથા દેશ તરફ પિતાનું કર્તવ્ય બરોબર રીતે અદા કરી શકે એવી કેળવણું એને મળવી જોઈએ અને તે ફક્ત આવી સંસ્થાઓ મારફત જ મળી શકે છે.
Page #550
--------------------------------------------------------------------------
________________
શ્રી ડૉ. વલ્લભદાસ નેણસીભાઈ મહેતા : વિદ્યાલય અંગે થાડીક વિચારણા
૨૩૭
અભ્યાસના ઉદ્દેશ શું છે ? વિચાર-વિનિમય કે ચર્ચા-વિચારણા આદિથી જ્ઞાનને કસવું અને પ્રગટ કરવું. માત્ર પુસ્તકો ગેાખી જવાથી કાંઈ વળતું નથી. આજની કેળવણી માણસના દિલના જે બગાડા કરે છે તેને દૂર કરવા ધાર્મિક અભ્યાસ આવશ્યક છે; તે માટે આવાં વિદ્યાલયે સ્થાપવામાં આવે છે. વિદ્યાલયના એક હેતુ માણસનું' વ્યક્તિત્વ ખીલવવુ એ પણ છે. સહનિવાસ અને સહાધ્યયનનાં સંસ્મરણે। મીઠાં હેાય છે. તેમાં વિદ્યાથી એ વિચારોની આપ-લે કરે છે, આદર્શો ઘડે છે અને શું ખનવુ' તેનાં સ્વપ્ના સેવે છે. નિશાળમાં અગર કૉલેજમાં તા ફક્ત ચાર કે પાંચ કલાક સાથે રહી શકે છે, જ્યારે વિદ્યાલયેામાં ચાવીસ કલાક ભેગાં રહેવાનુ એટલે એકબીજાને સારી રીતે એળખી શકે અને સગઠન અને શિસ્ત સાધી શકે.
ઉપર સૂચવ્યું તે પ્રમાણે શ્રી મહાવીર જૈન વિદ્યાલય એ જૈન સમાજના વિદ્યાથીએ માટે એક આશીર્વાદ સમાન સંસ્થા છે. આજથી ખાસઠ વર્ષ પૂર્વે સને ૧૯૦૬માં ગુજ રાત-કાઠિયાવાડના અમેા દસ ખાર વિદ્યાથીએ જ્યારે કૉલેજના અભ્યાસ માટે મુખઈ ગયેલા ત્યારે ત્યાં શ્વેતાંબર અગર સ્થાનકવાસી કાઈ પણ એડિંગ હસ્તી ધરાવતી ન હતી, એટલે અમે બહુ જ મુશ્કેલીમાં મુકાઈ ગયેલા. પણ સદ્ભાગ્યે દિગંબર સપ્રદાયની તારદેવ ઉપર આવેલી હીરાચંદ ગુમાનજીની જૈન બેડિંગમાં થોડી જગ્યાએ ખાલી હતી એટલે ત્યાંના સંચાલક શેઠ માણેકચંદ પાનાચંદભાઈને અમારી મુશ્કેલીની વાત કહી એટલે તેમણે ઘણી ખુશીથી બેડિંગમાં રહેવાની સંમતિ આપી. એટલે અમે જુદાં જુદાં શહેરાના વિદ્યાથીએ સાથે રહીને અભ્યાસ કરી શકયા.
એ વખતે ઉચ્ચ કક્ષાના અભ્યાસ કરનારની સંખ્યા બહુ અલ્પ રહેતી, છતાં આપણી કોઈ એડિ``ગના અભાવ અમેને બહુ સાલતા હતા. ઉત્તરોત્તર અભ્યાસીએની સખ્યા વધતા જતાં વિદ્યાર્થી આને ઘણી અગવડતા જણાવા લાગી એટલે સંવત ૧૯૭૧——સને ૧૯૧૫ માં—જૈન કામના સદ્ભાગ્યે, પ. પૂ. પ્રાતઃસ્મરણીય દીદી આચાય વિજયવલ્લભસૂરિજી મહારાજ સાહેબને એવી પ્રેરણા થઈ આવી કે જે વ્યક્તિ અને સમાજ શિક્ષણમાં અગ્રેસર હશે તે બધી લાઈનામાં અગ્રેસર થઈ શકશે. તેએશ્રીની આ પ્રેરણા શ્રીસંઘે સહર્ષ ઝીલી લીધી અને તેને પૂરતી સહાય આપી પ્રગતિશીલ ખનાવી.
આ રીતે આ સંસ્થાએ ઉત્તરોત્તર પ્રગતિ સાધતાં તેની સુવર્ણ જયંતી ઊજવવા ભાગ્યશાલી થયેલા છીએ. આ સંસ્થા દ્વારા ઉચ્ચ શિક્ષણ અને સસ્કાર પામેલા સેકડા વિદ્યાથીએ ભારત અને પરદેશમાં જુદા જુદા સ્થળે ધંધા અને નાકરી સાથે ધર્મ અને સેવાના ક્ષેત્રે સારી સુવાસ ફેલાવી રહ્યા છે. ચાલુ જમાનાની આર્થિક પરિસ્થિતિના વિચાર કરતાં અસહ્ય મોંઘવારીમાં ઉચ્ચ શિક્ષણનું ખર્ચ મધ્યમવર્ગના માનવીએ કયાંથી કરી શકે તેના વિચાર કરતાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની ઉપયેાગિતાના સાચા ખ્યાલ આવી શકે છે,
ખાસઠ વર્ષ પહેલાં ઉચ્ચ અભ્યાસમાં વાર્ષિક રૂ. ૫૦૦ થી ૬૦૦ જેટલુ ખર્ચ થતુ; જ્યારે અત્યારે રૂા. ૨૦૦૦થી પણ વધારે ખર્ચ આવે છે. એ વખતે મધ્યમવર્ગના વિદ્યાથીને લેાનરૂપે એક જ સંસ્થા શ્રી ધરમચંદ ઉડ્ડયચંદ એજ્યુકેશન કુંડમાંથી તે ક્રૂ'ડના સ’ચાલક મુરબ્બી જીવણચંદભાઈ (હાલ મુનિ શ્રી જિનભદ્રવિજયજી) જરૂરપૂરતી સહાય કરી વિદ્યાથી એને અભ્યાસ કરવાની સારી એવી અનુકૂળતા કરી આપતા. હાલ વિદ્યા
Page #551
--------------------------------------------------------------------------
________________
૨૩૮
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રંથ લયમાં ઘણાં ટ્રસ્ટ થવાથી તેનો લાભ ઘણા વિદ્યાથીઓ લઈ રહ્યા છે, અને પોતાના હાર્દિક આશીર્વાદ વરસાવી રહ્યાં છે. દેશમાં કેળવણીની માંગ દિનપ્રતિદિન વધતાં શ્રી મહાવીર વિદ્યાલયે સમયને પારખી મુંબઈ ઉપરાંત અમદાવાદ, પૂના, વડોદરા અને આણંદમાં તેની શાખાઓ શરૂ કરી, અને તેનો લાભ ન સમાજના વિદ્યાથીઓ અત્યારે સારા પ્રમાણમાં લઈ રહ્યા છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં વિદ્યાથીઓને દાખલ કરવાનું ધોરણ બહુ ઊંચુ હાઈ ફર્સ્ટ કલાસ વિદ્યાર્થીને સહેલાઈથી પ્રવેશ મળી શકે છે, જ્યારે સેકન્ડ કલાસ તથા ઓછા માર્કસવાળા વિદ્યાર્થીઓને ટ્રસ્ટઔૉલરની સગવડથી જે અપૂર્વ લાભ મલી રહે છે તેથી તેઓ પોતાના કુટુંબને બોજારૂપ બન્યા વગર અભ્યાસ ચાલુ રાખી શકે છે. આવી ઉપયોગી સંસ્થાને આર્થિક ભીંસ ભોગવવી પડે તે સમાજના માટે યોગ્ય ન ગણાય એટલે એમાં અભ્યાસ પૂરે કરીને ધંધામાં જોડાયેલા ભાઈઓ તથા બહેનો એને હમેશાં યથાશક્તિ આર્થિક સહાય આપે અને અપાવવા માટે મહેનત લે તો વિદ્યાલયને બહ સુગમતા રહે.
રબી શહેરમાં આસ, સાયન્સ, કોમર્સ, એનજીનીયરીંગ અને ડીપ્લોમા કોર્સની કોલેજે હાઈ ગુજરાત-સૌરાષ્ટ્રના ઘણા વિદ્યાર્થીઓને અહીંયા અભ્યાસ કરવા આવવું પડે છે. એટલે મારું નમ્ર સૂચન છે કે વિદ્યાલયની એક શાખા જે મોરબીમાં શરૂ કરવાનો વિચાર રાખવામાં આવે તે સૌરાષ્ટ્રમાં આ એક બહુ સારું ક્ષેત્ર છે. વિદ્યાલયમાં વિદ્યાર્થીઓની સંસ્કારિતા ઉપર ધ્યાન અપાતું હોવાથી તેમાં રહેનાર વિદ્યાથી વિનયવંત અને વિવેકી થઈને બહાર આવે છે. અને અત્યારે વિદ્યાર્થીવર્ગનાં જે અદલને થઈ રહ્યાં છે તેમાંથી આ વિદ્યાથીઓ, ધાર્મિક અભ્યાસ તેમ જ તેમને મળેલા સંસ્કારોને કારણે, અલિપ્ત રહી શક્યા છે. શિક્ષણના કાર્યને વેગ આપી જૈન શાસનને ડંકે જગતમાં ફરકાવવો હોય તે તમારું ધન વિદ્યાલય જેવી સંસ્થાને આપે. કારણ કે વિદ્યાદાન જેવું એકે દાન નથી. પૂજ્ય વલભસૂરિજી મહારાજે કહ્યું છે તેમ વિદ્યાલય જૈન સમાજની શાન છે, પ્રવૃત્તિની પારાશીશી છે, શ્રમની સિદ્ધિ છે, અને આદર્શની ઇમારત છે. - અંતમાં વિદ્યાલયના આદ્ય પ્રેરક સ્વ. પૂ. આ. વિજયવલ્લભસૂરિજી મહારાજશ્રીને કેટીશઃ વંદન સાથે શાસનદેવ પ્રત્યે પ્રાર્થના છે કે આ સંસ્થા સદા સર્વદા પ્રવૃત્તિમાન અને વિકાસશીલ છે અને દેશની તથા સમાજની સેવામાં વિશેષ સહાયભૂત હે! મોરબીતા. ૩-૧-૬૮.
દર જ જો
Page #552
--------------------------------------------------------------------------
________________
જૈન વિદ્યાલય
લેખક શ્રી જયંતભાઈ એમ. શાહ
વિદ્યાલય શબ્દને વિચાર કરતાંની સાથે મનમાં એક સરસ્વતીની ઉપાસના કરવા માટેના આદર્શ સ્થાનને વિદ્યા મેળવવા માટેના મનહર મંદિરને–ખ્યાલ આવી જાય છે. આવું સુંદર સ્થાન પણ જીવનમાં કેટલાંક વર્ષો માટે, કોઈકને જ, લાયકાત અને સંગે વચ્ચે પુણ્યને મળે છે. આવા સ્થાનમાં રહેલ વિદ્યાર્થી પોતાનું ઘડતર કઈ રીતે કરે તો પિતાના જીવનને સુંદર બનાવવાની સાથે બીજાને દાખલારૂપ બની શકે? - વિદ્યાર્થી જીવન વિદ્યાના અર્થે જ પસાર કરવાનું હોય છે. આ વિદ્યા જ પછીનાં વર્ષોમાં ધંધાકીય રીતે તેમ જ આદર્શ જીવન ગાળવામાં ઉપયોગી થાય છે. જે ખરે વખતે વિદ્યા ઉપાર્જન કરી ન હોય તો કોઈકના જીવનમાં સાંભળીએ છીએ કે ન ભ તેથી આવે ને આ રહી ગયો! તેથી જ વિદ્યાના અર્થે મળેલું વિદ્યાથીજીવન વિદ્યાથી નકામી બાબતમાં વેડફી ન નાખે તે ખૂબ જ અગત્યનું છે. વિદ્યાર્થીઓના ઉત્કર્ષની આવી જ કેઈ સુંદર ભાવના અને લાગણીને કારણે આવાં વિદ્યાલય સ્થપાય છે, અને સમાજ એને ઉદારતાપૂર્વક નિભાવે છે. એટલે આવી સંસ્થાઓને લાભ લેનાર વિદ્યાથીઓનું હિત સધાય અને આર્થિક સહકાર આપનારાઓને સંતોષ થાય એ રીતે સંસ્થાને ચલાવવી એ સંસ્થાના કાર્યવાહકેની ફરજ બની જાય છે. - જ્યારે જૈન વિદ્યાલયે કહેવામાં આવે છે ત્યારે જૈન વિદ્યાથી તેમાં માત્ર દાખલ થાય તેટલું જ બસ નથી; વળી, તેમાં અમુક અંશે ધર્મક્રિયાઓ થાય એ પણ પૂરતું નથી. ખરી વાત જીવનમાં ધાર્મિક ભાવના અને સંસ્કારિતા પ્રગટે અને દરેક વિદ્યાર્થી પોતાના જીવનને પવિત્ર, આદર્શ અને સુસંસ્કારી બનાવે એ ખૂબ જ અગત્યનું છે. ધર્મ અને ધર્મની ભાવના જ માનવીને દુઃખના સમયમાં સહારે આપે છે, અને સુખ-સાહ્યબીના સમયમાં છકી જત બચાવે છે.
આવું વિદ્યાલય અને તેનું મૌલિક બંધારણ નીચેના પાયાથી જ ઘડાતું હોય છે –
Page #553
--------------------------------------------------------------------------
________________
२४०
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ (૧) ધર્મ–ત્યાં અભ્યાસ કરતા વિદ્યાથી ધર્મને અને ધર્મની સમજણને મેળવી પિતાના જીવનના ચણતરને ઊંચે લાવવા પ્રયાસ કરતો હોય છે.
(૨) મૂલ્યોની સમજણુ–સાચી વિદ્યા–પછી ભલે ને તે કંઈક અંશે વ્યાવહારિક જ્ઞાન હોય અને તે તેના જીવનમાં ઉપયોગી થવાનું હોય–તેને પણ નિષ્ઠા અને સમજણપૂર્વક ઉપયોગ કરી માનવજીવનને સફળ બનાવવું અને જીવનનાં મૂલ્ય સમજવાં તે પણ તેને હેતુ હેવો જોઈએ.
(૩) સમયને સદુપયોગ-વિદ્યાર્થી જીવન, ભલે તે કોઈને જવાબદારીભર્યું ન લાગતું હાય પણ ખરી રીતે તે ખૂબ જ જવાબદારી ભર્યું છે. સમજણ અને સાવધાનીપૂર્વક કામમાં અને અભ્યાસમાં લગાવેલે પળેપળને સમય કેટલો બધે ઉપયોગી થઈ પડે છે, તે તે આપણે આપણી સામે જ જોઈ શકીએ છીએ. આદર્શો અને સંસ્કારિતા માટે બહાર શોધ કરવાની જરૂર નથી. પ્રેરણા માટે અન્યના જીવનનો દાખલો લેવો પડે તે ઠીક છે; બાકી ખરી વાત તો પિતાનું જીવન ઉદાહરણરૂપ બને એ છે. આ વાતને વિચાર આવતાંની સાથે વિદ્યાથી સમયને દરગ કરતા અટકશે એ સ્વભાવિક છે. મતલબ કે સમયના સદુપયેગને ખ્યાલ વિદ્યાથીને સતત રહે જોઈએ.
(૪) શિસ્ત વિદ્યાર્થી જીવનની શિસ્ત-મર્યાદાઓનું પાલન એ પણ એટલું જ અગત્યનું છે. એમનું જીવન સચ્ચરિત્રશીલ બનવાની સાથે એમને માનસિક અને શારીરિક રીતે પણ વિકાસ થાય એ વાતનો ખ્યાલ રાખે પણ જરૂરી છે.
(૫) સ્વાશ્રય–સ્વાશ્રય અને શ્રમ તરફની અભિરુચિ જીવનઘડતરમાં બહુ ઉપયોગી થઈ પડે છે. આપણા દેશની પ્રાચીન પ્રણાલિકા તે એવી હતી કે તે વખતે આશ્રમે હતા,
જ્યાં ઋષિમુનિઓ વિદ્યાથીના ઘડતરમાં ખૂબ જ રસ લેતા અને વિદ્યાર્થીઓને સ્વાશ્રય અને શ્રમને પાઠ ભણાવતા. અત્યારે પણ યોગ્ય ફેરફારો સાથે આની એટલી જ જરૂર છે.
આવા આદર્શ વિદ્યાર્થીઓ અને આવા આદર્શ વિદ્યાલયેની ખોટ અત્યારે વધારે વરતાય છે. આવાં વિદ્યાલયે સાથે ભાવના અને ઉચ્ચ આદર્શો સંકળાયેલ હોય અને તેના નામ સાથે તેના ગુણો પણ પ્રકાશે તે એવી સંસ્થા સમાજનું ગૌરવ બની શકે અને સમાજને સહકાર મેળવી શકે. - શ્રી મહાવીર જૈન વિદ્યાલય એક આદર્શ વિદ્યાલય છે. અને ભવિષ્યમાં એ વધારે ઉચ્ચ આદર્શોવાળું બનીને આપણી નવી પેઢીને વધારે સંસ્કારી અને વધારે શક્તિશાળી બનાવે, અને જૈન સમાજની વધુ ને વધુ સેવા બજાવે એ જ અભ્યર્થના
Page #554
--------------------------------------------------------------------------
________________
રાજા અને
ગી
લેખક—શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ
વેશ વૈરાગીને અને કાયા કામદેવની ઉમર યૌવનની અને આચરણ સાધુ-સંતનું ! સમ્રાટ તે રોજ રોજ એ બાળગીને જુએ છે અને અચરજ પામે છે. એનું મન કોઈ રીતે કબૂલ કરતું નથી કે આવી ઉંમરે કોઈ આ ભેખ લઈ શકે અને એને નભાવી શકે. - તરવરતું યૌવન છે, સુંદરહામણું કાયા છે, રાજકુમારનેય ઝાંખે પાડે એવું રૂપ છે અને દેવકુમાર કરતાંય ચડી જાય એવી કાંતિ છે. સપ્રમાણુ પાતળિયું શરીર, ગૌર વર્ણ, બ્રહ્માએ નવરાશે ઘડ્યો હોય એ સર્વાંગસુંદર દેહ, તેજરતી આંખ, સૌંદર્યના સાર સમી નાસિકા–શરીરનું એકએક અંગ જાણે કઈ દેવશિલ્પીએ જીવ રેડીને કંડારેલી આરસપ્રતિમા જેવું કામણગારું છે. અને શરીરની એ સમગ્ર સુશ્રીને ત્યાગ-વૈરાગ્ય-સંયમને અંચળો ઢાંકી રહ્યો છે, છુપાવી રહ્યો છે.
પણ સૌદર્ય તે વણબોલ્યું વશીકરણ છેઃ સૌદર્યની આભાને નીરખે અને માનવી એના તરફ ન ખેંચાય એ ન બને—લોહચુંબકની અસરથી લેહ ક્યાં સુધી બચી શકે? આવા સૌંદર્યને ઢાંકવા ભલે ને યોગી પ્રયત્ન કરે, ભભૂત લગાવે, ભગવા પહેરે, પણ છેવટે તે “કર્મ છિપે નહીં ભભૂત લગાયે” વાળે જ ઘાટ થાય. ક્યારેક તો વસ્ત્રો-આભૂષણને શણગાર કાયાની કાંતિને ઝાંખી પાડીને પિતાની શોભા વધારતાં હોય છે—જેનાર તે શણગારને જુએ કે શરીરને? એટલે તો યૌવનમસ્ત સુંદર શરીરને મેગીને વેશ વધારે સૌદર્યઝરતું બનાવી મૂકે છે. આવા સૌંદર્યની આભાને વશ ન થાય એ કાં જેગી ક પથ્થર!
સમ્રાટ તે ભારે સંસારરસિ જીવ છે. સૌંદર્યનું પાન કરતાં એને ક્યારેય તૃપ્તિ થતી નથી. ભોગ-વિલાસ એ જ એને આનંદ છે. અને પિતાની જોગવાસનાનાં પ્રતિબિંબ એને ચોમેર દેખાય છે. ત્યાગ, વૈરાગ્ય અને સંયમને તે એ જઈફ ઉંમરના ખેલ માને છે. જ્યાં જ્યાં યૌવન ત્યાં ત્યાં વિલાસ અને જ્યાં જ્યાં સૌંદર્ય ત્યાં ત્યાં ભગવાસના, એ જ એની સમજણ છે. એનાથી જુદી વાત એને સમજાતી નથી, યૌવનથી છલકતું સૌંદર્ય
૩૧
Page #555
--------------------------------------------------------------------------
________________
૨૪૨
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ અને વૈરાગ્યથી પ્રેરાયેલે સંયમ–એ એને ન બનવા જેવી વાત લાગે છે. તેમાંય આ બાળગીને આ આકરો વૈરાગ્ય તે જાણે એનાથી બરખાસ્ત જ થતો ન હતો. એ તો એમ જ માનતે હતો કે આવું કયારેય ન બની શકે, ન બનવું જોઈએ.
અને છતાં નક્કર સત્ય નજર સામે ખડું હતું : યેગીને તો ન હતો પિતાના થનગનતા યૌવનને કેઈ ગર્વ કે ન હતું અનુપમ સૌંદર્યઝરતી કાયાનું કઈ ભાન! પ્રભુના માર્ગના એ પ્રવાસીને મન કાયા એ કેવળ માયાનું બંધન હતું–અગર જો એની આળપંપાળ અને ભગવાસનામાં સપડાયા તો. અને જે રૂપ-કુરૂપની વિતરણીને તરી જઈને સૌંદર્ય. લાલસાને પાર કરી ગયા તો એ જ કાયા આત્માના કુંદનને વિશુદ્ધ બનાવનાનું સાધન બને અને આ બાળગીને તે ખપતું હતું આત્માનું કુંદન. એ કુંદનને આશક બનીને એ કાયાના સૌંદર્યની આસક્તિને પાર કરી ગયા હત–શું સુંદર અને શું અસુંદર !
એક બાજુ સૌંદર્યને ભોગી રાજા હતો; સામે સૌંદર્યને ઉદાસી યોગી હતા. અને બેય વચ્ચે બાળપણથી મૈત્રી હતી : જોગીને ન જુએ તે રાજા ઉદાસ બની જતે; રાજાને ન મળે તો યોગીને એકાદ પણ સારું કામ કર્યાને અવસર ન મળ્યા જેવું લાગતું. અને છતાં બન્નેનાં સ્થાન સાવ જુદાં હતાં: એકનું સ્થાન રાજસિંહાસન ઉપર હતું; બીજાનું
સ્થાન ધરતી ઉપર હતું, અને ધરતીની માટીમાં મળી જઈને–પિતાના અહંને ગાળી નાખીને–અંતરને ખજવાનું-સેહને પ્રગટાવવાનું–એનું જીવનવ્રત હતું; એ એનું તપ હતું.
સમ્રાટ તે ક્યારેક બેચેન બનીને પિતાની રાણીને કહેતો પણ ખરોઃ “જોયા આ જોગીના રંગ! એને આ ઉંમરે આવું શું સૂઝયું? કેવી મનહર સુકુમાર કાયાને એ કેવાં કેવાં કટ આપી રહ્યો છે! આવી ઉંમર અને આવી કાયામાં આ સંયમ મને તે નામુમકિન લાગે છે. કેઈ પણ રીતે એને આ રાહથી પાછા વાળવો જ જોઈએ. તમે કંઈક એવી તરકીબ શોધી કાઢે; પણ એ માટે પૂરેપૂરી કોશિશ કરવા તૈયાર છું.” - રાણીએ એટલું જ કહ્યું: “એમ થાય તો એના જેવું. મારું દિલ પણ એને જોઈને બેચેન બની જાય છે.”
રાજા રાજાની રીતે વિચારે છે; ગી યેગીની રીતે વર્તે છે. એ બેનાં મનનો મેળ મળે એ કઈ માર્ગ દેખાતું નથી, અને દિવસો એમ ને એમ વિતતા જાય છે. - ઈતિહાસ કાળને–ત્રણસે સાડા ત્રણ વર્ષ પહેલાન–જ આ પ્રસંગ છે. અને એ પ્રસંગનાં પાત્રો પણ ઇતિહાસના પાને નોંધાયેલાં છે. રાજા તે ભારતવર્ષને બાદશાહ જહાંગીર–લેકવિખ્યાત અકબર બાદશાહને ઉત્તરાધિકારી; રાણું તે બાદશાહ જહાંગીરની બેગમ નૂરજહાંન; અને બાળયોગી તે શ્રમણ ધર્મના ત્યાગમાર્ગના સાધક મુનિ સિદ્ધિચંદ્ર. ત્રણે એકબીજાથી ખૂબ પરિચિત છે; અને છતાં યોગી તે એ બનેથી દૂર ને દૂર જ !
સમ્રાટ અકબર ભારે વિચક્ષણ રાજપુરુષ હતો. ધર્મસત્તાનો આદર કર્યા વગર રાજ સત્તા સ્થિર ન થઈ શકે અને ટકી પણ ન શકે એ વાત એ બરાબર જાણતો હતો. એણે જુદા જુદા ધર્મોના ગુરુઓને આમંત્રીને એમની સાથે ધર્મચર્ચા કરવાની પ્રથા શરૂ કરી.
સમ્રાટ અકબરે જૈન ધર્મના ગુરુઓને પણ ખૂબ આદર આપ્યો હતો. આચાર્ય હીર
Page #556
--------------------------------------------------------------------------
________________
શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ: રાજા અને યોગી
૨૪૩ વિજયસૂરિજીની સાધુતા અને વિદ્વત્તાથી એ ખૂબ પ્રભાવિત થયે હતે. સમ્રાટે એમના કહેવાથી પોતાના સામ્રાજ્યમાં ઘણા દિવસે માટે અમારિનું–જીવવધનિવારણનું–પ્રવર્તન કર્યું હતું, અને જગદ્ગુરુની પદવી આપીને શ્રી હીરસૂરિજીનું બહુમાન કર્યું હતું.
સમ્રાટ અકબરને ધર્મસંદેશ સંભળાવનાર આવા શ્રમમાં ગુરુ-શિષ્યની એક બેલડીએ ઘણે પ્રભાવ પાડ્યો હતો; એ હતા ઉપાધ્યાય ભાનુચંદ્રજી અને એમના શિષ્ય સિદ્ધિચંદ્રજી. સિદ્ધિચંદ્રનું રૂપ જેવું મનહર હતું એવી જ એમની બુદ્ધિ તેજસ્વી હતી. તેઓ બહુશ્રુત પંડિત હોવા ઉપરાંત એમનામાં સર્જકની પ્રતિભા હતી. કવિ બાણ અને એમના પુત્ર રચેલ મહાકથા કાદંબરી ઉપર આ ગુરુ-શિષ્ય સરળ અને સરસ ટીકા રચી હતી. એમની પ્રજ્ઞાની ચમત્કૃતિ કેઈને પણ વશ કરી લે એવી હતી. તેઓ હૃદયંગમ-સુમધુર કવિતા સહજ રીતે બનાવી શકતા અને એમની વાણું અને બેલવાની છટા પણ જાણે એમની જીભે સરસ્વતી દેવી બિરાજતાં હોય એવી આકર્ષક અને હૃદયસ્પર્શી હતી. એમણે અવધાનના ૧૦૮ પ્રયોગની સિદ્ધિ મેળવી હતી. અને આ બધું છતાં કીર્તિની આકાંક્ષાને બદલે એમના અંતરને તીર્થકરના ધર્મને–તપ, ત્યાગ, સંયમ અને વૈરાગ્યને-રંગ લાગ્યો હતા. આ નવયુવાન મુનિવરનું વ્યક્તિત્વ બાહ્ય અને આંતર બન્ને રીતે પ્રભાવશાળી હતું.
ઉપાધ્યાય ભાનુચંદ્રજીને અવારનવાર રાજમહેલમાં જવાનું થતું. બાદશાહ અકબર એમના મુખે સૂર્ય સહસ્ત્રનામસ્તોત્ર સાંભળ્યા કરતા હતા. સમ્રાટની વિનતિથી ઉપાધ્યાયજીએ પોતે જ એ સ્તોત્રની રચના કરી હતી. આ રીતે આ મુનિવરને સમ્રાટ અકબર સાથે પરિચય થયે હતુંઅને તેથી એમને હાથે કેટલાંક જીવદયા અને ધર્મનાં કામ પણ થયાં.
બાળસાધુ સિદ્ધિચંદ્રને ઘણી વાર કુતૂહલ થતું કે ગુરુદેવ વારે વારે રાજાને મળવા જાય છે, તે એ રાજા કે હશે, એને રાજમહેલ કે હશે ? અને એની સાથે ગુરુ મહારાજ કેવી કેવી વાત કરતા હશે? ક્યારેક એ ગુરુજીને એ વાત પૂછતા અને પિતાને પણ કેઈક વખત રાજાની પાસે લઈ જવા કહેતા. પણ ગુરૂજી તો બાળશિષ્યને આવાં પ્રલેભથી દૂર જ રાખવા માગતા હતા, એટલે તેઓ સિદ્ધિચંદ્રની વાત કાને ધરતા નહીં. રખેને એની કાચી ઉંમર ઉપર રાજા-રજવાડાની માહિની કામણ કરી જાય અને આત્મસાધકની ગસાધના અડધે રસ્તે જ અટકી પડે અને એનું મન ચલ-વિચલ બની જાય. આત્મસાધનામાં આવતાં ભયસ્થાનને તેઓ બરાબર જાણતા હતા.
પણ એક દિવસ બાળમુનિ સિદ્ધિચંદ્રની વિનતિ ભાનુચંદ્રજીએ માની લીધી. એમને શિષ્યના હિતની ચિંતા તો હતી જ, પણ મન ભાંગી જાય એટલી હદે એમની જિજ્ઞાસા તરફ ઉદાસીનતા દાખવવાનું જોખમ પણ તેઓ સમજતા હતા. લાગણીને સંયમ એક વાત છે, એને દાબી દેવી એ બીજી વાત છે. એમાં દબાવેલી લાગણીમાં બમણું વેગથી ઉછાળો આવવાને સંભવ ખરો. ભાનુચંદ્રજી સિદ્ધિચંદ્રજીને પિતાની સાથે રાજમહેલ લઈ ગયા.
સમ્રાટ અકબર તે એ બાળમુનિને એકીટશે નીરખી જ રહ્યો. ત્યાગમાર્ગના ઉપા સકમાં આવું રૂપ હોઈ શકે અથવા તો આ રૂપરૂપને અવતાર માનવી સંયમ-વૈરાગ્યના માર્ગને મુસાફર બને એ વાત એના માન્યામાં જ ન આવી. એ તે વારેવારે બાળમુનિ સામે જોયા કરે અને વિચાર્યા કરે કે કુદરતે કેવું રૂપ આપ્યું છે. આ રૂપધારી જીવ
Page #557
--------------------------------------------------------------------------
________________
૨૪૪
તેા રાજદરખારે જ શેાલે. જાણે ખાળયાગીનુ રૂપ બાદશાહને કામણ કરી રહ્યુ..
પછી તે માદશાહે સિદ્ધિચદ્રની સાથે વાત કરી તા એની મીઠી-મધુર વાણીમાં અને એની તેજસ્વી બુદ્ધિમાં પણ સૌદઝરતી કાયા જેટલું જ વશીકરણ રહેલું લાગ્યુ. બાદશાહ તે ખાળચેાગી ઉપર આફરીન થઈ ગયા.
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ-મહાત્સવ ગ્રંથ
66
ગુરુ-શિષ્ય રાજમહેલથી વિદાય થતા હતા ત્યારે માદશાહે ભાનુચદ્રજીને કહ્યું : આ ખાલમુનિને ખૂબ ભણાવજો. એ ખૂબ મેાટા પાંડિત થશે અને પેાતાના ગુરુનુ` અને પેાતાનું નામ દીપાવશે ! અને જે ઇલમ ભણવા હાય તેની વ્યવસ્થા ખરાબર કરી આપશે. અને, તમને જો માર હાય તેા, હું તેા ઇચ્છુ` છું' કે, મારા રાજકુમારા ઉસ્તાદ પાસે પઢાઈ કરે છે તે વખતે તમારા આ શિષ્ય પણ એમની પાસે ભણવા બેસે.”
ગુરુએ માદશાહની વાત માન્ય રાખી. મુનિ સિદ્ધિચ`દ્રને તા ભાવતાં ભેાજન મળ્યા જેવુ થયું. એને આત્મા તેા નિર'તર વિદ્યા-ઉપાસનાને જ ઝંખ્યા કરતા. બાળયેાગીનુ' રૂપ જોતાં તા માનવી છેતરાઈ જતા કે કયાં આવું અદ્ભુત રૂપ અને કયાં સાધુજીવનની કાર જીવનસાધના ! ઘણાને આ વાતને મેળ બેસતા ન લાગતા. પણ જે આ બાળમુનિને નજીકથી સમજવાના અને એના અંતરમાં ડોકિયું કરવાના અવસર મળી જતા તેા એને લાગતુ` કે આ નયન-મનહર દેહમાં જ્ઞાન અને ચારિત્રની ઝ'ખના કરતા કાઈ મનમસ્ત ચેાગીના આત્મા નિવાસ કરતા હતા. પણ એટલી ઝીણવટથી જેનારા કેટલા ?
રાજકુમારો તેા ઉસ્તાદજી પાસે મનમેાજ મુજબ ભણતા, પણ મુનિ સિદ્ધિચ'દ્ર તેા આવ્યા અવસર ખેાવા માગતા ન હતા. જે કંઈ વિદ્યા મેળવી શકાય એમ હતું તે એમણે દિલ દઈને મેળવી લીધી. તેમાંય ફારસી ભાષાનું જ્ઞાન એવું સારું મેળવ્યું કે એ નાના રાજકુમારોને કથારેક કયારેક ફારસી ભાષાનાં પુસ્તકાના સાર સમજાવતા.
આ અધ્યયન દરમ્યાન ખાલયેાગીને રાજકુમાર સલીમ વગેરેને પરિચય થયા.
શહેનશાહની પ્રસન્નતા તે વરસી હતી, પણ ગુરુને ચિ'તા રહેતી કે આ મેાતી કચાંય ખાટું-ટિકયુ ન નીવડે; ત્યાગમાગ ના પ્રવાસી શિષ્ય રખે ને રાજસ'પકથી ભાગમાના પથિક ન બની જાય, અને પેાતાને અને જિનશાસનને ખેાટ ખમવાના વખત ન આવે! પણ આ મેતી જેવું ચમકદાર હતું એવું જ આખદાર નીવડયું. રાજકુટુંબના પરિચય સિદ્ધિચ’દ્રના સંયમને કશી હાનિ પહાંચાડી ન શકયો; ઊલટું આવી અગ્નિપરીક્ષાથી ગુરુને પેાતાનુ' ગુરુપદ ચરિતાર્થ થયુ' લાગ્યુ.. એ અંતરના સ ંતાષ અનુભવી રહ્યા.
*
સમ્રાટ અકબરને સ્વર્ગવાસ થયા. સલીમ જહાંગીરનું નામ ધારણ કરી સમ્રાઢ બન્યા. સિદ્ધિચન્દ્રને એની સાથે અકબર કરતાંય ગાઢ સ્નેહ ખોંધાયા હતા. યૌવન જેમ પાંગરતું ગયું તેમ મુનિનું સૌંદય અને પાંડિત્ય પણ પાંગરતુ' ગયુ.. એની સાથે વાતા કરવાનું જાણે બાદશાહને વ્યસન પડી ગયુ હતુ; નૂરજહાં પણ આ યુવાન સાધુ ઉપર ખુશ હતી.
મુનિ સિદ્ધિચન્દ્રની પિછાન તે વર્ષોં જૂની હતી, પણ વિલાસના ભાગી રાજા મુનિના દિલને પિછાની ન શકયો! એ મુનિને જોતા અને એને પળે પળે એમ જ લાગ્યા કરતું
Page #558
--------------------------------------------------------------------------
________________
શ્રી રતિલાલ દીપચ’૪ દેસાઈ : રાજા અને યાગી
આ યૌવનમાં આ ત્યાગ ! આવી સૌ ઝરતી સુકુમાર કાયાનું આવું દમન !
કયારેક તે જુવાન જોગી પેાતાની ધકથા સંભળાવીને વિદાય થાય તે પછી પણ બાદશાહને આ વિચારો જ સતાવ્યા કરતા. ત્યાગીને ત્યાગ ભાગીને મન અકળ કાયડા અની ગયા હતાઃ પાંગળા સીધાં ચઢાણુ કેવી રીતે ચડી શકે ?
બાદશાહ પેાતાના મનની વાત નૂરજહાંને કરતા. સ્વર્ગની અપ્સરા સમી એ નારીને પણ આવા જોગીના આવે ભેખ ન સમજાતા. એને પણ લાગ્યા કરતું કે સિદ્ધિચ`દ્રને સમજાવીને આવા દેહદમનથી પાછા વાળવા જોઈએ. પણ એ કામ કરવું કેવી રીતે ?
ન
૨૪૫
જહાંગીર આખરે રાજા હતા. એને ન્યાય તા વખણાતા પણ એના સ્વભાવ ઉતાવિળયા હતા : એને રીઝતાંય વાર ન લાગતી અને ખીજતાંય વાર ન લાગતી. અને કોઈ વિચારને વધુ વખત સુધી મનમાં ને મનમાં સંઘરી રાખવાનુ' એનુ ગજું જ ન હતું': વિચાર આવ્યા કે તડ ને ફડ એના નિકાલ ! છતાં સિદ્ધિચંદ્ર માટેના વિચાર એણે ઘણા વખત સુધી મનમાં સંઘરી રાખ્યા હતા. પણ એક દિવસ જાણે એનીય હદ આવી ગઈ
આજે સિદ્ધિચન્દ્રે ખૂબ સરસ વાતો કરી હતી. બાદશાહ અને બેગમ બન્ને ખૂબ ખુશ હતાં. સિદ્ધિચંદ્રને પણ થયુ` કે આજે માતા શારદાની મારા ઉપર વધુ કૃપા વરસી.
વાત પૂરી થઈ અને મુનિ રવાના થવા તૈયાર થયા. બાદશાહે વિચાર્યુ : અત્યારે આવુ' સરસ વાતાવરણ છે તેા મુનિને પાતાના મનની વાત કરી જ દેવી જોઈ એ.
k
એમણે મુનિને કહ્યું : “ આજે તે આપે કમાલ કરી! જવાની આટલી બધી શી ઉતાવળ છે ? વાતના આવે રગ કયારેક જ જામે છે. ઘેાડી વાર રાકાઈ જાઓ.” મુનિએ સહજ ભાવે કહ્યુ' : માદશાહ, વખતનાં કાન વખતસર થવાં જોઈ એ. અમારે અમારાં ધર્માંકાર્યાના અમારા મનના માલિકને હિંસામ આપવાના હેાય છે. આળસ કરીએ તા ફરજ ચૂકી જઈ એ. એમાંય અમારા માર્ગ તે સયમને, એ માટે જો સદા જાગ્રત ન રહીએ તેા એમાં ખામી આવતાં વાર ન લાગે. આપણને મળવાની કયાં નવાઈ છે ? ફરી મળીશું ત્યારે ફરી વાત કરીશું. આજ તા હવે સમય થઈ ગયા છે.’’
બાદશાહને આ નવા અનુભવ હતા. મુનિના જવાબ સાંભળી એ કંઈક આધાત અનુભવી રહ્યો : બાદશાહ જેવા ખાદશાહ ખુશ થઈને આવી મામૂલી માગણી કરે, એને આવે! ઇનકાર ! પણ આજે પેાતાની વાત કર્યા વગર એને જપ વળે એમ ન હતા. અને આકળા થઈને વાત કરવામાં તેા મજા ન હતી. એણે ખામેાશી પકડીને કહ્યું: “ આજે ઘેાડીક વાત કરવાનુ મન છે. ભલે ચેાડુ' માડુ' સહી.’
મુનિ બાદશાહના મનને ન સમજી શકયા, પણ એ રાકાઈ ગયા.
પળવાર તા જહાંગીરનું મન સ`કાચ અનુભવી રહ્યું: આવી વાત કેવી રીતે કરવી ? પણ પછી એણે હસીને કહ્યું: “ ભલા, આપની ઉમ્ર કેટલી થઈ ? >
“ પચીસ.” મુનિએ કહ્યું, પણ એમને ખાદશાહના સવાલનો હેતુ ન સમજાય. “ આટલી યુવાન ઉંંમરમાં આવે। ત્યાગ અને સયમ સ્વીકારવાની શી જરૂર પડી ? એ બધુ' તે ઘડપણમાં શેલે ! અત્યારે તે સુખભેાગ-વિલાસ એ જ ડાય. કુદરતે આપને
Page #559
--------------------------------------------------------------------------
________________
૨૪૬
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ -મહેાત્સવ-૨ થ
કેવા સૌદય અને કેવા યૌવનની અક્ષિસ આપી છે! આ બધું કઈ આ રીતે ગુમાવી દેવાનુ' ન હેાય. જુવાની જશે, પછી એ પાછી આવવાની નથી.” બાદશાહે કહ્યું.
:
kk
મુનિને બાદશાહ અકળ લાગ્યા એ આજે કેવી કેવી વાત કરી રહ્યો હતા ! મુનિએ સમજાવ્યું: “ શહેનશાહ, એ તેા જેવી જેની પસંદગી: કોઈ ને ભાગ ગમે, કાઈ ને ચાગ ગમે. છેવટે તે બધી વાત મનની મુરાદની જ હેાય છે. સારું મન માનવીને સારી બનાવે, નઠારું મન માનવીને નારા બનાવે. અમે અમારા મનને ઘડવા આ ભેખ ધાર્યું છે. એમાં પછી નાની ઉંમર શુ' અને મેાટી ઉ"મર શું? જ્યારે જાગ્યા ત્યારથી સવાર!'
બાદશાહે પેાતાની વાત ટૂંકામાં પતાવતાં કહ્યું : “ આપની આવી બધી વાતા નકામી છે. આ રીતે જીવાનીને વેડફી નાખવી અને કાયાને કરમાવી નાખવી એને કાઈ અથ નથી. વખત વખતનું કામ કરે એમ ઉંમર ઉ ંમરનુ કામ કરે. આપણને તે ઉતાવળ ઘણી હાય, પણ એથી કઈ આંખે જલદી પાકી જતા નથી! એવું જ આ જિંદગીનું છે. ભાગની ઉમ્રમાં યાગ કેવા ? ભેાગના વખતે ભેગ શેત્રે, યાગના વખતે ચેાગ ! મારી તા એક જ વાત છે: આપના આ જેગ અને ત્યાગસયમને! આ મા મને તેા અકાળે આંખે પકવવાની મુરાદ જેવે નકામે લાગે છે. માટે એ બધી ઝ'ઝટ છેડી દ્યો અને એ ઘડીની જિંદગાનીની મજા લૂટી લ્યા. આપ આપના જોગ તજીને અમારી સાથે આવીને હમેશાંને માટે રહેા એવી અમારી મનસા છે. બેહિશ્તની પરી જેવી સ્ત્રી અને જોઈ એ તેટલી દૌલત આપવાનુ' અમે આપને વચન આપીએ છીએ. આપને કોઈ જાતની તકલીફ્ નહા' આવવા દઈ એ. જિંદગીની મેજ માણવામાં હજી મેાડુ' થયું નથી.”
યુવાન મુનિ વિચારી રહ્યા : બાદશાહ આ શુ' કહેતા હતા? બાદશાહને આજે થયું હતું ? મુનિએ હસીને કહું: “આમાં તકલીફના કેાઈ સવાલ નથી. અમારી સાધનામાં જો અમને તકલીફના અનુભવ થતા હૈાત તે આ યોગના ત્યાગ કરીને સ’સારના સુખભાગમાં પડતાં અમને કાણુ રોકવાનું હતું? પણ અમને કાંઈ તકલીફ છે જ નહીં; ઊલટુ આમાં જ અમને મેાજ છે; પછી આ યોગના ત્યાગ કરીને બંને રીતે ભ્રષ્ટ થવાની શી જરૂર ?”
બાદશાહને જે મુશ્કેલ લાગતું હતું તે આ યુવાન ચેાગીને સહજ લાગતું હતુ.
પણ લીધી વાતને પડતી મૂકવાની આવડત જહાંગીરમાં ન હતી. જાણે છેવટની આજ્ઞા આપતા હૈાય એમ એણે કહ્યું: “આપની વાત અમને સમજાતી નથી. આપે અમારી વાત માનવા તૈયાર થવું જ પડશે. ' હું આપની વાત
સિદ્ધિચંદ્ર પાતાની વાતમાં મક્કમ હતા. એમણે એટલુ' જ કહ્યું : ન માની શકાય એવી છે. આપને કેાઈ અત્યારે યાગી બનવાનું કહે તે ?”
બાદશાહ વિશેષ આઘાત અનુભવી રહ્યોઃ મારી વાતના આવે જવામ! પણ એ ગમ ખાઈ ગયા. એણે કહ્યું : “ અચ્છા, અચ્છા, આપ અમારી વાતના વિચાર કરજો. આના ફૈસલે આપણે કાલે કરીશુ.’
ચેાગી વિદાય થયા. જાણે એમનુ મન ખેલી રહ્યું હતું: આજની વાત આજે કાલની વાતના વિચાર કાલે કરીશુ. અણીના ચૂકયા સેા વર્ષ જીવે !
Page #560
--------------------------------------------------------------------------
________________
શ્રી રતિલાલ દ્વીપ' દેસાઈ : રાજા અને ચેગી
૨૪૭
યેાગી ચેાગીની રીતે વિચારતા હતા; રાજા રાજાની રીતે વિચારતા હતા; અને જાણે આવતી કાલે પેાતાના મનની વાતને સાચી કરવા પેાતાની જાતને સજ્જ કરી રહ્યા હતા. બીજે દિવસે મળ્યા ત્યારે રાજાએ પૂછ્યું : “ કહેા ચગી મહારાજ, મારી વાતના જવાબ ?” એ આજ નિશામાં ચકચૂર હતેા.
"
ચેાગીએ કહ્યુ' : “ જવાબ એક જ : આપની વાત આપ પાછી ખેચી લે ! ’’ રાજા ઉશ્કેરાઈ ગયા : “ આપ એક બાદશાહની વાતના ઇન્કાર કરી છે ? ” “ આમાં આપની વાતના ઇનકારના નહીં પણ મનની વાતના સ્વીકારના સવાલ છે.” રાજાથી ન સહેવાયુ': “ આપે અમારી વાત માનવી જ પડશે.”
યોગીએ કહ્યુ :: “ કોઈ ને એના પ્રાણ આપવાની આજ્ઞા આપ કેવી રીતે કરી શકેા ’’
નૂરજહાંએ જોયુ કે વાત ખેાટી રીતે મમતે ચડી રહી છે. એણે ચેાગીને સમજાવવા કહ્યું : “ ભાગની ઉંમરમાં યાગ એ જિ’દગીને અન્ને રીતે ખરખાદ કરવાના રાહુ છે. અત્યારે આપ બાદશાહ સલામતની વાત માની લ્યેા; વખત થશે ત્યારે યાગને માગે જતાં આપને કાઈ નહીં રશકે! આ ઉંમરમાં સયમ કરવા શકય નથી.”
મુનિએ કહ્યું : “ આ જિંદગીના શે। ભરસે ? અને આપ પાતે કયાં નથી જાણતા કે અલ્પના રાજાએ ભરયુવાનીમાં જ સયમના માગ સ્વીકાર્યાં હતા. ઉંમર નાની હોય કે માટી, એ કેાઈ મહત્ત્વની વાત નથી. મહત્ત્વની વાત છે મનની તૈયારી. અને આવી તૈયારી તેા જેટલી નાની ઉંમરે થાય એટલી સારી, જેથી ભાગ-વિલાસમાં સમય અને શક્તિ ખરખાદ થતાં અટકે. આપ આપની વાત જતી કરો અને મને મારા ચેાગસાધનાના માગે જવા દે. આપની પાસેથી તા ઊલટું મને મારી સાધનામાં મદદ મળવી ઘટે ! ’”
રાજા અને રાણી અને સમજી ગયાં કે આ તે પાકું ગજવેલ છે. છતાં રાજા પેાતાના મમતથી પાછા હઠવા તૈયાર ન હતા; એણે ગુસ્સામાં એટલું જ કહ્યું : “અમારા હુંકુ·મના અનાદર કરવાના અજામ તેા સમજો છે ને ? ”
66
“ હું તે! એટલુ' જ સમજું છું : મારા આત્માની આજ્ઞાનું ઉલ્લંઘન કરવામાં જે નુકસાન છે એના કરતાં આપના હુકમને નહીં માનવામાં એણું નુકસાન છે.” યાગીએ કહ્યું. ચાગી, તમારું ભાવી તમને ભુલાવી રહ્યું લાગે છે!” રાજાએ તિરસ્કારમાં કહ્યું. 66 રાજન્ મને આમાં મારી ચેાગસાધનાની કસાટી થતી લાગે છે. મારા દેવ-ગુરુ મને એ કસેાટીમાં પાર ઉતારે ! બાકી તા, આપને હું શી રીતે રોકી શકુ? પણ એટલું યાદ રાખજો કે આપની આજ્ઞામાં ન મારું ભલું છે, ન આપતુ કે ન દુનિયાનું ભલું છે ! ”
એક બાજુ રાજા હતા, ખીજી ખાજુ ચેાગી હતા. કેાઈ પેાતાની વાત જતી કરવા તૈયાર ન હતા. રાજહઠ અને યાગીહઠ સામસામી ટકરાતી હતી; એના તણખા કાને નહીં દઝાડે ભલા ! “ ઠીક ત્યારે, તમારી હઠના અંજામ લેાગવવા તૈયાર રહેા !” અને રાજાએ રાજહસ્તીને તરત લઈ આવવા હુકમ કર્યાં.
મેાતના અવતાર જેવા, મદઝરતા હાથી સામે ખડા છે. નિશેા કરાવીને એને પાગલ બનાવવામાં આવ્યા છે. સામે શાંત-સ્વસ્થ યાગી ઊભું છે. માતના એને ડર નથી. જીવનના
Page #561
--------------------------------------------------------------------------
________________
૨૪૮
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવગ્રંથ એને મોહ નથી. એને આજે પિતાને વેગ સફળ થતો લાગે છે. એ પિતાના ઈષ્ટદેવના રટનમાં લીન બની ગયો છે. એનું રમમ એક જ આંતર નાદથી ગુંજી રહ્યું છે :
અરિહંત સરણે પવજામિ, સિદ્ધ સરણું પવજામિ, સાહુ સરખું પવનજામિ, કેવલપન્નૉ ધ સરણે પવનજામિ.
પહાડ જે હાથી છી કેટા મારી રહ્યો છે. રાજાજીની આજ્ઞા થાય એટલી જ વાર છેઃ યેગીની મનહર કાયા પળવારમાં ધરતી સાથે રોટલે ! આવા તે કંઈક માનવીઓ મેતને ઘાટ ઊતરી ગયા હતા! યેગી પણ સામે ખડકની જેમ અડગ બનીને ખડે છે.
બાદશાહે જોયું કે એનું અસ્ત્ર નકામું ગયું! એને નશે કંઈક ઊતરી ગયો હતો અને એનામાં માણસાઈ જાગી ઊઠી હતી. એ જાગૃતિએ એને મિત્ર જેવા ગીની હત્યાના પાતકથી ઊગારી લીધો. છેવટે એણે ગર્જના કરીને કહ્યું : “ગજરાજને પાછા લઈ જાઓ! અને ગીરાજ, સાંભળે, આપને અમારા રાજ્યમાંથી આજથી દેશનિકાલ કરવામાં આવે છે. સાથે સાથે, એક આપના ગુરુ ભાનુ ચંદ્રને મૂકીને, આપના ધર્મના બધા સાધુઓ-મુમુક્ષુઓને પણ દેશનિકાલ કરવામાં આવે છે.”
ભેગી કસોટી પાર કર્યાને પરમ સંતોષ અનુભવી રહ્યો. એણે કહ્યું : “મંજૂર!”
અને સિદ્ધિચંદ્ર બાદશાહ જહાંગીરનું રાજ્ય છોડીને માલપુરમાં માસું રહ્યા. ઘરના ત્યાગીને તે સંસાર આખો ઘર હતું, પછી ચિંતા શી હતી? મનમાં એક જ દુઃખ હતું ? જીવનદાતા ગુરુને વિયેગ થયું હતું. પણ એ પણ ગમાર્ગના સાધકની એક કસોટી હતી. એ પાર કરીને સાધનાના સુવર્ણને વધુ ઉજજ્વળ કરવું રહ્યું.
ઉપાધ્યાય ભાનુચંદ્ર પણ ભારે સાધક પુરુષ હતા. કાળજાની કેર જેવા શિષ્યને, પિતાના સ્વજન જેવા રાજાને જ હાથે, વગર વાંકે સજા થઈ હતી અને પિતાને એને વિયોગ થયે હતો, એનું દુખ કંઈ ઓછું ન હતું. પણ સંસારના રંગને એ બરાબર સમજતા હતા. એમને વિશ્વાસ હતો કે છેવટે સત્યને જય થયા વગર નહીં રહે. એ તે મનના દુઃખ ઉપર સંયમનું ઢાંકણ ઢાંકીને બાદશાહ જહાંગીરને નિયમિત ધર્મવાણું સંભળિાવતા જ રહ્યા.
અને એક દિવસ સાચે જ, શહેનશાહ જહાંગીરનું અંતર જાગી ઊઠયું. તે દિવસે મુનિ ભાનુચંદ્રને ઉદાસ જોઈને બાદશાહે પૂછયું : “મહારાજ, આપ આજે ઉદાસ કેમ છે?”
ભાનુચંદ્રજીએ કશે જવાબ ન આપે; એ મૌન રહ્યા.
જાણે પિોતે જ પોતાના સવાલને જવાબ આપતા હોય એમ બાદશાહે લાગણીપૂર્વક કહ્યું: “ઉદાસીનતા કેમ ન હોય ? કલેજા જેવા શિષ્યને વિયેગ કોને ન સતાવે? ” | અને બાદશાહ જહાંગીરે યોગીરાજ સિદ્ધિચંદ્રને આદર-માન સાથે પિતાના રાજ્યમાં તેડી લાવવા તરત જ કાસદને રવાના કર્યો.
અંતરાયને અંત આવ્યો હતો; દુઃસ્વપ્ન દૂર થયું હતું. 'રાજા અને યેગી ફરી પાછા ધર્મમિત્ર બની રહ્યા! માદલપુર, અમદાવાદ-૬; તા. ૨૧-૨-૧૮
Page #562
--------------------------------------------------------------------------
________________