Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 513
________________ २०० શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ તેની સ્વાધ્યાય દ્વારા સદૈવ ચોકી રાખવી; હંમેશાં પંચ પરમેષ્ટીનું સ્મરણ કરવું; અને મરણ સમયે જંજાળ તજીને અને, શક્તિ હોય તો, ભજનપાણી તજીને સમાધિમરણ માટે મથવું—એ દસ બાબતો યોગસાધના માટે જરૂરી છે. આ માટે નીચે મુજબ દસ સાધને ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે પુણ્યપ્રકાશ સ્તવનમાં દર્શાવ્યાં છે : અતિચાર અલોઈ એ વ્રત ધરીએ ગુરુ શાખ; જીવ ખમા સકલ જે નિ ચેરાશી લાખ. વિધિશું વળી વસરાવીએ પાપસ્થાન અઢાર; ચાર શરણું નિત અનુસરે નિ દે દુરિતાચાર. શુભ કરણી અનુમોદીએ ભાવ ભલે મન આણું; અંતે અણુસણ આદરી નવપદ જ સુજાણ. આ દશ સાધને દર્શાવ્યા પછી એ જ સ્તવનમાં છેલ્લે છાપ મારીને વિશ્વાસ પ્રગટ કરે છે – એમ દશ અધિકારે વિર જિનેશ્વર ભાવે; આરાધન કે વિધિ જેણે ચિત માહીં રાખે. તેણે પાપ પખાળી ભવભય દૂર નાખે; જિન વિનય કરંત સુમતિ અમૃતરસ ચાખે. આમ અનેક મરણ ન સુધારી શક્યાં તેની ચિંતા ધણીને સેંપીને આ સમયનું મરણ તો સમાધિમરણ કરવું જ છે એવી જેની પ્રતિજ્ઞા છે એવી વર્ધમાન મહાવીરથી અત્યારના સ્વર્ગગામી મારા ગુરુમહારાજ સૂરિપ્રવર શ્રી વિજયવલ્લભસૂરિજી સુધીની નિગ્રંથપરંપરા હું બાળક કઈ રીતે મર્મપૂર્વક સમજાવી શકું ? પણ એક વસ્તુ નિશ્ચિત છે કે અહીં -જૈનદર્શનને માન્ય ગમાં–પ્રાણનિગ્રહ કે દેહનિગ્રહ પ્રધાન નથી, અહીં તે વિનયગુણના બળથી કષાયનિગ્રહ અને ધણીનું ધ્યાન ધરીને, ભગવાનનું ધ્યાન ધરીને, સહજામસ્વરૂપ ગુરુમહારાજનું ધ્યાન ધરીને મેહને ક્ષીણ કરવાને મથવું અને મેહને ક્ષીણ કરીને જ જંપવું તેને યોગ કહેવાય છે. साधो, सहज समाध भली, बहुत कृपा कीनी मोरे सतगुरु दिन दिन बढत चली; साधो, सहज समाध भली. પરમપૂજ્ય હરિભદ્રસૂરિએ પણ ગની આઠ દષ્ટિઓ દ્વારા આવું જ નિરૂપણ કર્યું છે. જેમજેમ કષાયનું બળ ઘટે છે તેમ તેમ આત્મબોધની વિશુદ્ધિ વધે છે. મિત્રો દષ્ટિમાં ધમી જીવ પ્રત્યે સ્નેહભાવ, તારા દષ્ટિમાં તેમાં વિશેષતા, બલા દષ્ટિમાં તેમાં સ્થિરતા, અને દીપ્રા દષ્ટિમાં વિશેષ ધ થાય છે. તે પછી સ્થિરા, કાંતા, પ્રભા અને પરા એ દષ્ટિએ અષ્ટાંગ યેગની અંતની ચાર ભૂમિકાઓને સૂચવે છે. જૈનદર્શનને રાગદ્વેષ ઘટાડનાર, અહિંસાને પોષનાર કઈ પણ બાહ્ય સાધન ગ્રાહ્ય છે. આમ ગની સાર્વભૌમ દષ્ટિ એ જીવનના દિશાપલટાની પણ સાર્વભૌમ દષ્ટિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562