Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ બહાના તળે તેણે પિતાના ખાસ માણસે દ્વારા સુરંગ દાવવાનું કામ શરૂ કર્યું.
બરાબર બે મહિને સુરંગ ખોદાઈને તૈયાર થઈ ગઈ.
મનમોહિની અતિ પ્રસન્ન થઈ ગઈ. શિલ્પશાસ્ત્રીએ આ ભૂગર્ભગૃહમાંથી સુરંગ દ્વારા બહાર નીકળી શકાય એ માર્ગ તો કરી જ દીધે; પરંતુ સાથે સાથે ભૂગર્ભગૃહમાં કઈ તપાસ કરે તે તેને એ માર્ગને ખ્યાલ પણ ન આવે એવી ગુપ્તદ્વારની રચના પણ કરી.
એક રાતે દાસી પિતાની કુટિરમાં ગઈ એટલે મનમોહિની સુરંગ દ્વારા નીકળી ગઈ અને પિતાના ભવન પર પહોંચી ગઈ. ભવનમાં જઈને તેણે પોતાની એક પ્રિય દાસી, જે સમવયસ્કા હતી, તેને પિતાને વસ્ત્રાલંકારો આપીને પોતાના સ્થાને મોકલી દીધી. તેણે ખાસ સૂચના આપી કે “દાસી સિવાય ત્યાં કઈ હોતું નથી; દાસી સાથે કોઈ જાતની વાત ન કરવી. યોગ્ય સમયે હું તને બેલાવી લઈશ.”
દાસી હર્ષપૂર્વક ભૂગર્ભગૃહમાં પહોંચી ગઈ રાત્રિને અંતિમ પ્રહર હજી પૂરે નહેતો થયે.
સુદંત શેઠના રહેણાકના મકાનની બાજુમાં જ તેઓનું એક બીજું નાનું મકાન હતું. આ મકાનમાં કેટલાક સરસામાન રાખવામાં આવ્યા હતા અને સુદંત શેઠના મોટા મુનીમ એમાં રહેતા હતા. મનમોહિનીએ જના ઘડી હતી તે મુજબ સુદંત શેઠે પિતાના મોટા મુનીમને પિતાની અંદરના ભાગમાં આવેલા બીજા મકાનમાં રહેવા માટે મેકલ્યા અને આ મકાન બરાબર સાફસૂફ કરાવી ઉત્તમ રંગ વડે શોભાયમાન બનાવી તેમાં પલંગ, આસને, ગાલિચા, પિટિકાઓ વગેરે ગોઠવાવ્યું.
મનમેહિનીએ એક ગિની જે પિશાક ધારણ કર્યો, બધા મૂલ્યવાન અલંકાર દૂર કર્યા અને એ પિતાની એક પ્રિય દાસી સાથે બાજુના મકાનમાં રહેવા ગઈ
આ મકાન એવા સ્થળે હતું કે સુદંત શેઠના મકાનમાં આવનારે કઈ પણ માનવી આ મકાન પાસેથી જ પસાર થઈ શકે. મકાનની પાછળ સિખાને તટપ્રદેશ હતું અને ત્યાં રક્ષણાત્મક દીવાલ હતી. આ લત્તો સાર્થવાહ પિળના નામે ઓળખાતો હતો. આ પિળમાં રહેનારા મોટે ભાગે વણિકે હતા અને બધા શ્રીમતે હતા.
એક દિવસ પુત્રીની સૂચના મુજબ સુદંત શેઠ રાજા વીર વિક્રમ પાસે ગયો અને આવતી કાલે પર્વનું નિમિત્ત હોવાથી કન્યા, જમાઈ અને મહારાજાને ભેજન માટે પિતાને ત્યાં પધારવાનું નિમંત્રણ આપ્યું.
મહારાજા ભારે વિચારમાં પડી ગયા : મનમોહિનીને તે બહાર કાઢી શકાય તેમ છે નહીં, તેમ આ માગણુને સીધો ઈન્કાર કરે તે પણ વ્યાજબી નથી. બે પળ વિચારીને વીર વિક્રમે કહ્યું: “શેઠજી, આપનું નિમંત્રણ કેઈ અન્ય સમયે રાખે તો?
કૃપાનાથ, હું નાને માનવી છું, એટલે આપ મારા પર આટલી કૃપા કરે!” કહી સુદંત શેઠે ભારે કાલાવાલા કર્યા; નયને પણ સજળ બનાવી દીધાં.
મને આપે ભારે ધર્મસંકટમાં મૂકી દીધો છે. આવતી કાલે રાજભવનને સ્ત્રીવર્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org