________________
૧૧૦
શ્રી કુલક સમુચ્ચય, अन्नजले लब्भंते, विहरे नो धावणं सकज्जेणं । अगलिअजलं न विहरे, जरवाणीअंविसेसेणं ।।१५।। सक्कीयमुवहिमाइ, पमज्जिउं निक्खिवेमि गिण्हेमि । जइ न पमज्जेमि तओ, तत्थेव कहेमि नमुक्कारं ।।१६।। जत्थ व तत्थ व उज्झणि, दंडगउवहीए अंबिलं कुव्वे । सयमेगं सज्झायं, उस्सग्गे वा गुणेमि अहं ।।१७।। मत्तगपरिट्ठवणम्मि अ, जीवविणासे करेमि निव्वियं । अविहीइ विहरिऊणं, परिठवणे अंबिलं कुव्वे ।।१८।। अणुजाणह जस्सुग्गह, कहेमि उच्चारमत्तगट्ठाणे । तह सन्नाडगलगजोग-कप्पतिप्पाइ वोसिरे तिगं ।।१९।।
૩-એષણાસમિતિ-બીજું નિર્દોષ પ્રાસુક જલ મળતું હોય તો મારા પોતાના માટે ધોવણવાળું જળ હું ગ્રહણ કરું નહિ. વળી અળગણ (ગળ્યા વિનાનું) જળ હું લઉં નહિ અને જરવાણી (ગૃહસ્થ નીતારીને તૈયાર કરેલું) તો વિશેષ કરીને લઉં નહિ. T૧૫ના
૪-આદાનનિક્ષેપણાસમિતિ-મારી પોતાની ઉપાધિ વગેરે કોઇપણ ચીજ પૂંજીપ્રમાર્જીને ભૂમિ ઉપર મૂકું તેમજ પૂંજી-પ્રમાર્જીને ગ્રહણ કરું, જો તેમ પૂજવા-પ્રમાર્જવામાં ગફલત થાય તો ત્યાં જ એક નવકાર ગણું. TI૧૬ આ દાંડો વગેરે પોતાની ઉપાધિ જ્યાં ત્યાં અસ્ત વ્યસ્ત મૂકી દેવાય તો એક આયંબિલ કરું અથવા ઉભા ઉભા કાઉસ્સગ્ગ મુદ્રાએ રહી એકસો શ્લોક અથવા સો ગાથા જેટલો સ્વાધ્યાય કરું II૧૭ ||
પ-પારિઠાવણિયાસમિતિ-લઘુનીતિ કે શ્લેષ્માદિકનું ભોજન પરઠવતાં કોઇ જીવનો વિનાશ થાય તો નિવિ કરું અને અવિધિથી (સદોષ) આહાર-પાણી વગેરે વહોરીને પરઠવતાં એક આયંબિલ કરું. ||૧૮||
વડીનીતિ કે લઘુનીતિ વિગેરે કરવાના કે પરઠવવાના સ્થાને “અણુજાણહ જસુગ્ગહો' પ્રથમ કહું, તેમજ તે લઘુ-વડીનીતિ, ધોવાનું પાણી, લેપ અને ડગલ વગેરે પરઠવ્યા પછી ત્રણ વાર વોસિરે” કહું. ૧૯ IT